________________
૨૩૯
સૂયગડાંગ સૂત્ર मूलम्- दयावरं धम्म दुगुंछमाणा, वहावहं धम्म पसंसमाणा।
एग पि जे भोययती असीलं, निवो णिसं जाति कुओ सुरेहिं ॥४५॥ અર્થ : જે રાજા દયામય ધર્મની નિંદા કરે અને હિંસા પ્રધાન ધર્મની પ્રશંસા કરે એવા શીલ
રહિત અથત વૃતહિન એક પણ બ્રાહ્મણ શ્રમણને હિંસા કરીને ભોજન જમાડે તે તે યજમાન અંધકારમય દુર્ગતિને પ્રાપ્ત કરે છે. આવા જ દેવગતિમાં કેવી રીતે જાય ? બ્રાહ્મણેમાં જાતિ અભિમાન હોય છે. તે અાગ્ય છે જાતિમાં જન્મવાથી બ્રાહ્મણ થવાતું નથી પણ શુદ્ધ કર્મ કરવાથી જ બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. તેથી સર્વત્ર પ્રકારે હિસાથી
દૂર રહેવું એ આત્મશ્રેયનું કારણ છે. मूलम्- दुहओवि धम्ममि समुट्ठियामो, अस्सिं सुट्ठिच्चा तह एसकालं ।
आयारसीले बुइएह नाणी, न संपरायंमि विसेस मत्थि ॥४६॥ અર્થ : હવે આદ્રકુમાર મુનિ આગળ ચાલતાં એકદંડી સાંખ્ય મતવાળા શ્રમણને મળે છે. એમણે
મુનિને કહ્યું કે આરભ સમારંભ કરવાવાળા અભિમાની બ્રાહ્મણને આપે પરાજિત કર્યા તે ઠીક કર્યું. પરંતુ અમારા સાંગ મત અને તમારા જેન મતનાં સિદ્ધાંતેમાં કઈ પણ ભિન્નતા નથી. એથી અમારા સિદ્ધાંતે સાંભળે અને હૃદયમાં ધારણ કરે. જેમ તમે પુણ્ય-પાપ-બધ-મોલમાં તને માને છે, વળી પંચમહાવૃતને માને છે તેમ અમે પણું માનીએ છીએ તમારા અમારા સર્વ નિયમે સરખા છે. આચારશીલ પુરૂષને જ “જ્ઞાની કહેલ છે. આ ઉપરાંત અમારા અને તમારા મતમાં પરલોક સંબંધમાં વિશેષ ભેદ નથી અમે પચીસ તત્વનાં સ્વરૂપને માનીએ છીએ તેમાંથી છેડા ઉપર પ્રમાણે
બતાવ્યા છે. मूलम्- अन्वत्तरूवं पुरिसं महंतं, सणातणं अक्खयमव्वयं च ।
सब्वेसु भूतेसुवि सव्वतो से, चंदो व ताराहि समत्तरूवे ॥४७॥ અર્થ - વળી એકદડી ભિક્ષુક આદ્રકમુનિને કહે છે કે એક જ પરમ પુરૂષ (આત્મા) અવ્યકતરૂપ
છે કેમકે તે વાણું અને મનથી અગોચર છે આ જીવ ( પરમપુરૂષ) અવ્યકતરૂપે સમસ્તકમાં વ્યાપી રહ્યો છે. તે સનાતન અક્ષય અને અવ્યય છે જેમ ચંદ્રમાં બધા તારા અને નક્ષત્ર સાથે પૂર્ણ પણે સંબંધ રાખે છે તેમ જગતમાં એક એવો મહાન આત્મા છે કે
તે સઘળાં ભૂત-પ્રાણીઓમાં વ્યાપ્ત છે. मूलम्- एवं ण भिज्जति ण संसरंति, ण माहणा खत्तिय वेस पेसा ।
कीडा य पक्खीय सरीसिवा य, नरा य सव्वे तह देवलोगा ॥४८॥ અર્થ - હવે આદ્રકુમાર મુનિ કહે છે કે તમે કહો છો તે વાત સમત નથી. કેમકે તમે માનેલ
પરમ પુરૂષ (આત્મા) તમારા મતવ્ય મુજબ કુટસ્થ નિજ્ય અને વ્યાપક છે તમારા સિદ્ધાંતથી તે જીવ મૃત્યુને પામે નહિ, દુર્ગતિમાં જાય નહિ. બ્રાહ્મણ, વૈશ્ય આદિ ભેદ પડે નહિ. દેવ