________________
૨૩૩
સૂયગડાંગ સૂત્ર मूलम्- पन्नं जहावणिए उदयट्ठी, आयस्सहेउं पगरेति संगं ।
तउवमे समणे बायुपत्ते, इच्चे व मे होति मती वियक्का ।।१९।। અથ ? હવે ગોશાલક આદ્રકુમારને કહે છે, કે હે કુમાર! લાભની ઈચ્છાવાળે વાણિ લાભની
ઈચ્છાનાં કારણે ક્રયવિકય ગ્ય વસ્તુને સંગ્રહ કરે છે વળી અન્ય વ્યાપારી પાસે જાય છે. તેવી રીતનાં જ તારા જ્ઞાત પુત્ર શ્રમણ ભગવાન મહાવીર છે. એ માટે અભિપ્રાય
અને વિતર્ક વર્તે છે. मूलम्- नवं न कुज्जा विहुणे पुराणं, चिच्चाऽमई ताइ य साह एवं ।
एतोवया वंभवति त्ति वुत्ता, तस्सोदयट्ठी समणे त्ति बेमि ॥२०॥ અર્થ : હવે ઉપરનાં પ્રશ્નના જવાબમાં આદ્ર મુનિ કહે છે કે તમે એ ભગવાન મહાવીરને જે
વણિકની ઉપમા આપી તે વ્યાજબી છે. કારણ ભગવાન મહાવીર વણિકની માફક જ્યાં
જ્યાં ઉપકારનું કાર્ય દેખાય ત્યાં ત્યાં વિચરે તો તેમાં ખોટું શું છે? કારણ મહાવીર સાવદ્ય અનુષ્ઠાન રહિત હોવાથી નવું કર્મબ ધન કરતાં નથી અને જૂના કર્મને ક્ષય કરે છે અને દુષ્ટ બુદ્ધિને સ્વયં પિતે ત્યાગ કર્યો છે અન્યને પણ એ ત્યાગ કરવા સૂચવે
છે. કે જેથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. તે તે પ્રમાણે ભગવાન મહાવીર કરે તે વ્યાજબી છે. मूलम्- समारंभते वणिया भूयगामं, परिग्गहं चेव ममायमाणा ।
ते णाति संजोगमविप्पहाय, आयस्स हेउं पगरंति संगं ॥२१॥ અર્થ : તેનાં સમર્થનમાં આદ્રકુમાર કહે છે કે તમોએ વણિકને દાખલો આપે તે અસ્થાને છે.
કારણકે વણિક લોકો નાં સમૂહનો આરંભ કરવાવાળા છે. વળી સ્વજનોનો ત્યાગ કર્યા વિના અન્યની સાથે સંબંધ રાખે છે પરંતુ ભગવાન મહાવીર તો છકાય જીવન રક્ષક છે. નિષ્પરિગ્રહી છે. અને અપ્રતિબંધપણે વિચરનારા છે. આવી રીતે વિચરતાં થકા જ્યાં ધર્મને લાભ થતો હોય ત્યાં તેઓ ઉપદેશ આપે છે. માટે વણિકની ઉપમા તમામ રીતે
તેમને આપવી યોગ્ય નથી. मूलम्- वित्तेसिणो मेहुणसंपगाढा, ते भोयणट्ठा वणिया वयंति ।
वयंतु कामेसु अज्झोववन्ना, अणारिया पेम रसेसु गिद्धा ॥२२॥ અર્થ :- હજી આદ્રકુમાર ગોશાલકને કહે છે, કે વણિક તો ધનની ઈચ્છાવાળો હોય છે. સ્ત્રી સેવનમાં
આસક્ત હોય છે ભજનના માટે જ્યાં ત્યાં પરિભ્રમણ કરનારા હોય છે જે પુરૂષ કામભેગમાં આસક્ત હોય, પ્રેમરસમાં કે નેહ વધારવામાં વૃદ્ધિ હોય તેને અમે અનાર્ય
કર્મવાળા કહીએ છીએ. માટે વણિકની સાથે ભગવાનની સરખામણું કરવી યોગ્ય નથી. मूलम्- आरंभगं चेव परिग्गहं च अविउस्सिया णिस्सिय आयदंडा।
तेसिं च से उदए जं वयासी, चउरंतणंताय दुहायणेह ॥२३॥ અર્થ: આદ્રકુમાર કહે છે કે હે શાલકા તમે વણિક લોકોને લાભનાં અથી કહે છે. પરંતુ એ
લાભ તેને ચાર ગતિરૂપ સંસાર પરિભ્રમણ કરાવવામાં કારણભૂત છે. તથા દુખ દેનાર