________________
૨૩૦
અધ્યયન : मूलम्- महत्वए पंचअणुव्वए य, तहेव पंचासव संवरे य ।
विरति इहस्सामणियंमि पन्ने, लवावसक्की समणे त्तिबेमि ।।६।। અર્થ : ભગવાન મહાવીર પ ચ મહાવ્રત અને પાંચ અનુવ્રત ધારણ કરવાને ઉપદેશ આપે છે
વળી પાંચ આશ્રવનો ત્યાગ કરવાને તથા સર્વ પાપથી નિવૃત્ત થવાને, વળી સંપૂર્ણ સમસહિત મૂળગુણ અને ઉત્તરગુણનું પાલન કરવાનું લેકેને કહે છે. તેથી ભગવાનનાં આચારમાં કોઈ દેષ નથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પહેલાં તીર્થ કર દેવ ઉપદેશ આપે નહિ તેથી તેઓ મૌન હતા રાગદ્વેષને ક્ષય થયા પછી મહાત્મા પુરૂષ એકલાં વિચરે કે સમુદાયની વચ્ચે વિચરે તે બધુ સરખુ છે ભગવાન મહાવીર વિરતિ બતાવે છે. વિતિથી
નિર્જરા થાય અને નિર્જરાથી મોક્ષપ્રાપ્તિ થાય છે. मूलम्- सीओदगं सेवउ नीयकायं, आहायकम्मं तह इत्थियाओ।
एगंत चारिस्सिह अम्ह धम्मे, तवस्सिणो णाभिसमेति पावं ॥७॥ અર્થ : આદ્રકુમારનાં વચને સાંભળી ગોશાલક કહે છે કે હે આદ્રકુમાર! જે તમારા મત પ્રમાણે
વિતરાગી પુરૂષને આવી પ્રવૃત્તિ કરવી તેમ જ અશોકવૃક્ષ અને શિષ્યોને પરિવાર વિગેરે રાખો, તે દેનું કારણ નથી તો તે જ પ્રમાણે અમારા મત પ્રમાણે સચિત પાણીનું સેવન, આધાકમી આહાર, સ્ત્રીઓનું સેવન કરવાવાળા એકાંત આચારી અને તપસ્વીઓ પાપનાં ભાગીદાર બનતાં નથી. અમારો સિદ્ધાંત પણ એ છે કે જે તપસ્વી અને એકાંત
ચારી હોય તેને ઉપર પ્રમાણે આચરણ કરવા છતાં પાપ લાગતું નથી मूलम्- सीतोदगं वा तह वीयकाय, आहायकस्मं तह इत्थीयाओ।
एयाइ जाणं पडिसेवमाणा, अगारिणो अस्समणा भवंति ॥८॥ અર્થ : હવે આદ્રકુમાર ગોશાલકના પ્રશ્નોને જવાબ આપતાં કહે છે કે હે ગોશાલક! સચેત પાણી
પીનાર, આધાકમી આહાર ભોગવનાર તથા સ્ત્રીઓનું સેવન કરનારને સાધુ કહેવાય નહિ.
પરંતુ તે ગૃહસ્થ કહેવાય તેથી તમારું કથન તદ્દન મિથ્યાત્વથી ભરેલ છે અને ખોટું છે मूलम्- सिया य नीओदग इत्थियाओ, पडिसेवमाणा समणा भवंतु।
अगारिणोऽवि समणा भवंतु, सेवंति उ तेऽवि तहप्पगारं ॥१॥ અર્થ : વળી હે ગોશાલક' જે સચેત પાણી, બીજકાય આધાકમી આહાર તથા સ્ત્રી પરિવારનું
સેવન કરનારને જે સાધુ કહેવાય તે ગૃહસ્થને પણ સાધુ કહેવાય કારણ ગૃહસ્થ પણ વિષયોનું સેવન કરે છે અને પરિસહ પણ સહે છે. તેથી ગૃહસ્થ અને સાધુમાં શું
તફાવત? તેથી તમારું કથન અસત્ય છે मूलम्- जे यावि बीओदग भोड भिक्खू, भिक्खं विहं जायति जीवियट्ठी ।
ते णातिसंजोगमविप्पहाय, कायोवगा णंतकरा भवंति ॥१०॥ અર્થ ? જે કઈ સાધુ બનીને સચિત જળ તેમ જ દોષિત આહાર લઈ નિર્વાહ ચલાવતો હોય