________________
સૂયગડાંગ સૂત્ર
૨૨૭ એકાંત દુખમય છે એવી પ્રરૂપણ વિવેકીએ ન કરવી. અપરાધી જીવો વધ કરવાને ગ્ય અથવા અમુક જ અવધ્ય છે એવી ભાષા સાધુ બોલે નહિ. કારણ સિદ્ધના જીવ દ્રવ્ય
અપેક્ષાએ શાશ્વત છે અને સંસારી જી પયાર્ટ અપેક્ષાએ અશાશ્વત છે. मूलम्- दोसंति समियायारा, भिवखुणो साहुजीविणो ।
एए मिच्छोवजीवंति, इति दिढि न धारए ॥३१॥ અર્થ - નિષ્પાપી જીવન વિતાવવાળા ચારિત્ર્યવાન સાધુઓ નિર્દોષ આહાર આદિથી પિતાનું જીવન
વહન કરે છે આવા સાધુઓને દેખી કેઈ મિથ્યવાદી પુરૂષ કહે છે કે આ સાધુઓ મિથ્યાત્વભાવથી કપટ કરી આજીવિકા ચલાવે છે તથા આ સાધુઓ મિથ્યાચારી છે એ અભિપ્રાય વિવેકી જીવે ન રાખ તેમ જ આત્માથી જીવે આવા વચન બેલવા નહિ.
કેમકે અલ્પજ્ઞ જીવ બીજાનાં ચિત્તના ભાવને સમજી શકતાં નથી मूलम्- दक्खिणाए पडिलंलो, अत्थि वा नत्थि वा पुणो ।
ण वियागरेज्ज मेहावी, संतिमग्गं च वूहए ॥३२॥ અર્થ : આહારની મર્યાદામાં સ્થિત રહેલ બુદ્ધિમાન સાધુ ગૃહસ્થને ત્યાં આહાર લેવા માટે જતાં
ત્યાં આહાર આદિની પ્રાપ્તિ થાય કે ન થાય તેથી આ સદાચારી સાધુએ ગૃહસ્થનાં ગુણદોષ જેવા નહિ ગૃહસ્થની નિદા કે શ્લાઘા કરવી નહિ. પરંતુ મોક્ષમાર્ગની સાચી આરાધના થાય તેવાં વચનો સાધુપુરુષે બોલવાં જોઈએ જે સાધુ દાનને નિષેધ કરે તે તેને દાનાંતરાય નામનું કર્મબંધન થાય છે. અને જે દાન આપનારનાં વખાણ કરે તો
તેને જીવની વિરાધનાને દોષ લાગે છે. मूलम्- इच्चेएहि ठाणेहिं, जिणदिहि संजए।
धारयंते उ अप्पाणं, आमोक्खाए परिवएज्जासि ॥ तिबेमि ॥३३॥ અર્થ : શ્રી તીર્થ કર દેએ ઉપદેશેલો વિતરાગ માર્ગ ઉપરોકત સ્થાનો દ્વારા મુનિ અપનાવે તો તે
મેક્ષની પ્રાપ્તિ કરી શકે છે સાધુએ મોક્ષ પ્રાપ્ત થતાં સુધી સ્વય ધર્મમાં વિચરવું. સદાય આપાગી રહી સંયમનું અનુષ્ઠાન કરવું. વળી કેઈપણ સ્થળ કે કાળ અને ભાવે કરી એકાંતવાદને આશ્રય લે નહિ. એમ શ્રી સુધર્માસ્વામીએ જ બુસ્વામીને કહ્યું.