________________
૨૨૨
અધ્યયન ,
मूलम्- एएहि दोहि ठाणेहिं, ववहारो न विज्जई ।
एहि दोहि ठाणेहि, अणायारं तु जाणए ॥९॥ અર્થ : દેશકાળને લીધે શુદ્ધ આહાર કઈ વખત પ્રાપ્ત ન થાય અને આહારના અભાવે સુધાના
લીધે અનર્થની ઉત્પતિ થવાને પ્રસંગે ઉપસ્થિત થાય, અગર ની વિગધના થવાને સંભવ હોય અને સાધકને આર્તધ્યાન થવાથી નીચ ગતિ પણ પ્રશ્ન થાય, તે આવા અનઅપેક્ષિત સંજોગવશાત્ દોષિત આહારને વિવેકથી ભેગવતાં પાપબંધન ન પણ થાય.
(અગર અલ્પબધ પણ થાય એમ વ્યવહારથી સમજવું). मूलम्- जमिदं ओरालमाहारं, कम्मगं च तहेव य ।
सव्वत्थ वीरियं अत्थि, णत्थि सम्वत्थ वीरियं ॥१०॥ અર્થ : દેખવામાં આવતાં શરીરનાં ભિન્ન ભિન્ન પ્રકાર વર્ણવ્યા છે. (૧) દારિક શરીર, (૨) વૈકિય
શરીર, (૩) આહારક શરીર, (૪) કામણ શરીર, (૫) તેજસ્ શરીર. આ શરીરે એકાંતપણે જુદા નથી. કારણ તે બધા પુગલ પરમાણુઓથી નીર્મિત છે. મોટા, ઉદાર, થુળ રીતે દેખી શકાય એવાં પુદંગલોથી બનેલાં શરીરને ઔદ્યારિક શરીર કહે છે કર્મના સમૂહથી બનેલાં શરીરને ‘કર્મણ કહેવાય છે “તેજસૂ શરીર અન્ન પાચન આદિનું કાર્ય કરે છે વૈકિય શરીર નાનું મોટું થઈ શકે એવા વૈક્રિય પુદ્ગલોનું બનેલું છે, પરંતુ દરેકના કાર્યો ભિન્ન ભિન્ન છે. એથી એકાત અભિન્ન કહેવું તે વ્યાજબી નથી વળી એકાંત ભિન્ન
છે. એમ પણ ન કહેવું, કારણ સર્વ શરીરો એકબીજાનાં આશ્રયે રહેલાં છે मूलम्- एह दोहि ठा!ह, ववहारो न विज्जई ।
एहि दोहि ठाणेह, अणाचारं तु जाणए ॥११॥ અર્થ ? વળી સર્વ પદાર્થોમાં શકિત એકસરખી છે એમ પણ ન કહેવુ તેમ જ ભિન્ન ભિન્ન શકિત
છે તેમ પણ એકાંતે ન કહેવુ સર્વ પદાર્થો પુદગલમય છે એ અપેક્ષાએ સમાન ગણાય. તેમજ સર્વ પદાર્થોમાં દરેકની ચેગ્યતા પ્રમાણે ભિન્ન ભિન્ન શકિત પણ રહેલી છે તેથી એકાંતે જે વ્યવહાર ચાલે તે ગભીર અથડામણ ઊભી થાય તેમ જાણે એકાત વચન
બલવા નહિ કારણ પદાર્થ માત્રમાં અનેક ધર્મો રહેલાં છે मूलम्- नत्थि लोए अलोए वा, एवं सन्न निवेसए ।
अत्थि लोए अलोए वा, एवं सन्नं निवेसए ॥१२॥ અર્થ - શૂન્યતાવાદીઓ લોક-અલેક, જીવ, અજીવ, આદિ સર્વ પદાર્થોને મિથ્યા માને છે. એવી
બુદ્ધિ રાખવી ન જોઈએ પરંતુ લેક પણ છે અને અલોક પણ છે (આ લોક ચૌદ રાજુ પરિમાણુ પ્રમાણુવાળ છે, અને જીવ અજીવ સમસ્ત દ્રવ્યને આધાર છે) લેકથી અતિરિકત જે આકાશ છે તે અલેક છે પદાર્થોનાં અસ્તિત્વમાં જ પદાર્થની સત્તા હોઈ શકે છે. વળી પદાર્થોમાં તેઓની અર્થ ક્રિયા પણ હોય છે.