________________
૫ મું આશ્ચયન
(આચારકૃત) પૂર્વભૂમિકા – ચેથા અધ્યયનમાં સસાર સાગરથી પાર થવાની ઈચ્છાવાળા પુરૂષો માટે પાપનાં પ્રત્યાખ્યાન કરવાની આવશ્યકતા બતાવી પરંતુ જ્યાં સુધી મનુષ્ય સપૂર્ણ અનાચારને દૂર કરી સમ્યક્ આચારમાં સ્થિત ન થાય ત્યાં સુધી સંપૂર્ણ પણે પ્રત્યાખ્યાનનું પાલન થઈ શકે નહિ તેથી આચારનુ પાલન અને અનાચારનો ત્યાગ કરવા માટે આચાર અને અનાચારની વ્યાયા રૂપ આ પાંચમું અધ્યયન “આચાર સૂત” નામે ઉપદેશવામાં આવ્યું છે તેથી આચાર અનાચારનાં જ્ઞાનને પ્રાપ્ત કરી આચારનું પાલન કરવાથી અને અનાચારનો ત્યાગ કરવાથી સાધક જીવ સર્વ દોષથી રહિત બની ઈષ્ટ સ્થાનરૂપ મેક્ષસ્થાનને પ્રાપ્ત કરી શકે છે.
मूलम्- आदाय बंभचेरं च, आसुपने इमं वइ ।
अस्सि धम्मे अणायारं, नायरेज्ज कयाइवि ॥१॥ અર્થ : વિવેકી સાધકે બ્રહ્મચર્યને અગીકાર કરી, કદાપિ પણ સાવધ અનુષ્ઠાન રૂપ અનાચારનું
સેવન કરવું નહિ સત્ય, તપ, સયમ, જીવદયા તથા ઇન્દ્રિયને નિરોધ વિગેરે કાર્યોને બ્રહ્મચર્ય કહે છે સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્ર્યને કરનાર વસ્તુતઃ બ્રહ્મચારી કહેવાય તેથી સાધુએ અનાચારનું સેવન ન કરવું જોઈએ
मूसम्- अणादीयं परिन्नाय, अणवदग्गेति वा पुणो ।
सासयमसासए वा, इति दिट्टि न धारए ॥२॥ અર્થ : વિવેકી પુરૂષે આ જગત અનાદિ અનત છે તેને એકાંત નિત્ય કે એકાંત અનિત્ય
માનવુ નહિ.
मूलम्- एहि दोहि ठाणेहि, ववहारो ण विज्जई ।
एएहिं दोहि ठा!ह, अणायारं तु जाणए ॥३॥ અર્થ : સંસારમાં જેટલા પદાર્થો છે તે સર્વ કથંચિત્ત નિત્ય અને કથચિત અનિત્ય છે કે
પદાર્થ એકાંત નિત્ય કે અનિત્ય નથી એકાંત નિત્ય કે અનિત્ય માનવાથી વ્યવહાર ચાલી શકે નહિ વસ્તુ માત્ર દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે (પર્યાય એટલે વર્તમાન દશા - સ્થિતિ - અવસ્થા). તેથી એ બંને પક્ષોના આશ્રયથી અનાચારનુ સેવન થાય છે એમ જાણવુ.