________________
સૂયગડાંગ સૂત્ર
૨૧૯
સનાતન સત્ય રૂપ છે. આ ધર્મ નિત્ય અને ધ્રુવ છે એમ જાણી ભિક્ષુક સાધુએ પ્રાણાતિપાતથી માંડીને મિથ્યાદર્શન શલ્ય સુધીનાં સઘળાં પાપથી પ્રત્યાખ્યાન લઈ નિવૃત્ત થવું. જે સાધક આંખમાં આંજન કરે નહિ, દવા લઈ વમન ન કરે, ધૂપ વિગેરે સુગંધી દ્રવ્યથી શરીર અથવા વસ્ત્રને સુગંધવાળા બનાવે નહિ, તથા સર્વ સાવદ્ય ક્રિયાઓથી રહિત થઈને સંયમનું પાલન કરે તો તે સંયતિ, વિરતિ, પ્રતિહત–પ્રત્યાખ્યાની કહેવાય છે. વળી તેવા સાધુ અકિય, સંસ્કૃત અને એકાંત પડિત કહેવાય છે. પ્રત્યાખ્યાની છ સદાચારી કહેવાય છે અને અપ્રત્યાખ્યાની છે અનાચારી કહેવાય છે. એમ જાણું છકાય જીવની દયાનું પાલન કરવું તે આત્મશ્રેયનું કારણ છે.