________________
મૂયગડાંગ સૂત્ર
૨૧૩ पावियाए वतिवत्तिए पावेकम्मे कज्जइ, अन्नयरेणं काएणं पावएणं कायवत्तिए पावेकम्मे कज्जइ, हणतस्स समणक्खस्स सवियार मण वयणकाय बक्कस्स सुविणमवि पासओ, एवं गुणजातीयस्स पावेकर कज्जइ । पुणरवि चोयए एवं बबीति, तत्थणं जे ते एवमासु असंतएणं मणं पावएणं, असंतीयाए वत्तिए पावियाए, असंतएणं काएणं पावएणं-अहणंतस्स असणखस्स अविचार मण वयणकाय वक्कस्स सुविणमवि अपस्सओ
पावेकम्मे फज्जइ, तन्थणं से ते एवलासु मिच्छा ते एव माहंसु ॥२॥ અર્થ : શિષ્ય કહે છે કે – “અજ્ઞાનતાથી જે પાપકર્મ લાગે તેને બંધ થાય નહિ કારણ કે
જીવને અજ્ઞાનતા એ જ તેને દોષ છે. પાપકર્મ એ તેને દોષ નથી.” પણ જે મન, વચન, કાયાથી પ્રાણાતિપાત આદિ પાપકાર્ય કરે, હિસાદિમાં મનનાં પરિણામ રાખે, ઈરાદાપૂર્વક હિંસા કરે તથા સ્વપ્નાંતરમાં પાપકર્મ દેખે તો પાપકર્મનો બંધ થાય. વળી શિષ્ય આચાર્યને કહે છે કે જે કઈ પાપકર્મમાં પ્રવૃત્તિ કરતો નથી. પાપકાર્યમાં જેનાં મનનાં પરિણામ નથી તથા જે કઈ સ્વપ્નાંતરમાં પણ પાપકર્મને દેખતે નથી તેને પાપકર્મનું બંધન કેવી રીતે થાય? આ ઉપરથી શિષ્યનું કહેવું એવું છે કે જીવમાં અશુભ યોગનાં પરિણામ ન હોવા છતાં શાસ્ત્રકારે તેને પાપકર્મને બંધ બતાવે છે. તે મને અયોગ્ય લાગે છેવળી આ પ્રમાણે પણ શિષ્યને પ્રશ્ન છે કે જે કઈ મન, વચન, કાયાથી પણ પાપકર્મમાં પ્રવૃત્તિ કરતું નથી જેની ઈચ્છા અને પરિણામ પણ પાપકર્મ કરવા તરફ
નથી, જે અવિચારવત નથી તેને પાપકર્મને બંધ કેવી રીતે થાય? मूलम्- तत्थ पन्नवए चोयगं एवं वयासी-तं सम्मं जं मए पुव्वं वुत्तं । असंतएणं मणेणं पावएणं,
असंतियाए वत्तिए पावियाए, असंतएणं कायेणं पावएणं; अहणंतस्स, अमणक्खस्स अविचार मण वयणकाय वक्कस्स सुविणमवि अप्पस्सओ पावकम्मे कज्जति, तं सम्म। कस्सणं तं हेउ ? आयरिया आह-तत्थ खलु भगवया छजीवणिकाय हेउ पन्नत्ता, तंजहा-पुढविकाइया जाव तसफाइया । इच्चेएहि हि जीवणिकाएहि आया अपडिय पच्चक्खाय पावकम्मे निच्च पसढविउवातचित्त दंडे, तंजहा पाणातिपाए जाव परिग्गहे,
कोहे जाव मिच्छादसण सल्ले ॥३॥ અર્થ : આચાર્ય ભગવાન પ્રજ્ઞાવત શિષ્યનાં પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે ભગવંતે આ જગતમાં
છ પ્રકારનાં જીવ કહેલ છે. તે જીવોની હિંસા નહિ કરવાના પ્રત્યાખ્યાન કરેલ નથી એટલે હિસાથી ઉત્પન્ન થતાં પાપને કયું નથી એથી તે અહિંસક કહી શકાય નહિ. વળી જીવ અઢાર પ્રકારનાં પાપસ્થાનકથી નિવૃત્ત નથી. વળી પાપનાં કારણભૂત એવાં મિથ્યાત્વ, અવિરતી. કષાય, અને પ્રમાદ અને ગરૂપી ભાવથી આ જીવ યુકત છે એથી કારણવશાત પાપકર્મ કરી બેસે છે. તેથી તેઓ અપ્રત્યાખ્યાની હોવાથી પાપકર્મને બંધ કરે છે. વળી અવ્યકત જ્ઞાનવાળા તમારા કહેવા મુજબ બંધ કરતાં નથી તો તે માન્યતા પણ મિથ્યા છે. કારણ કે તેઓને મિથ્યાત્વ, અવિરતિ આદિના ભાવે હજી મેજુદ છે.