________________
સૂયગડાંગ સૂત્ર
૨૧૧
ચેનિમાં પેાતાનાં કર્માનુસાર જન્મ ધારણ કરે છે. કર્મ પ્રમાણે જ તેએની ગતિ, સ્થિતિ આર્દિ થાય છે. તેથી ભિક્ષુકે દોષવાળા આહારથી નિવૃત્ત થવુ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત રહેવું જીવ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં પાપકારી આહારનુ જ સેવન કરે છે. તેથી કર્મના સંચય કરી તેનાં વિપાક ભાગવવા માટે અનંતકાળ સુધી સંસારચક્રમાં જન્મ મરણ કરતાં તેને પરિભ્રમણુ કરવુ પડે છે. તેથી સચમીએ આહારશુદ્ધિ રાખવી. એમ તીર્થંકર ભગવાનને આદેશ છે. વળી સાચા સાધુએ ઈંદ્રિયા અને મનને વશ કરી સાંસારિક વિષાના ત્યાગ કરવે! સંસાર તરવાના માર્ગ એક સચમ જ છે. પૃથ્વીકાયનાં જીવા પૃથ્વીમાં તેવી રીતે અપકાય, અપકાયમાં, તેઉકાય તેઉકાયમાં, વાયુ વાયુકાયમાં અને વનસ્પતિ વનસ્પતિ કાયમાં જીવે વાર વાર ઉત્પન્ન થાય છે. ત્રસ જીવેાની ઉત્પતિ પૃથ્વી આફ્રિનાં આશ્રયે થાય છે ગર્ભ જ તિ ચા અને ગર્ભ જ મનુષ્યે! માતાનાં ઉદરથી ઉત્પન્ન થાય છે. સમુર્ચ્છિમ તિય ચા પૃથ્વી પાણી આદિ એકેન્દ્રિયનાં આશ્રયથી પણ ઉત્પન્ન થાય છે વળી મસુર્ચ્છિમ મનુષ્યા પણ મનુષ્ય થકી થયેલ ચૌદ પ્રકારનાં અશુચિ સ્થળામાં ઉત્પન્ન થાય છે. દેવે શય્યામાં અને નારકીએ કુંભામાં ઉત્પન્ન થાય છે, માટે હે સાધકે આ પ્રમાણે સમજે અને સમજીને આહાર ગુપ્ત અનેા, જ્ઞાનાદિ સહિત અનેા, સમિતિ યુકત મને અને સચમપાલનમાં પ્રયત્નશીલ મને.