________________
૧૩૩
સૂયગડાંગ સૂત્ર मूलम्- इओ विद्धंसमाणस्स पुणो संबोहि दुल्लहा ।
दुल्लहाओ तहच्चाओ जे धम्मढे वियागरे ॥१८॥ અર્થ : જે જીવ ધર્મઆરાધના કર્યા વિના મનુષ્ય શરીરથી ભ્રષ્ટ થઈ જાય છે તેને ફરી સમ્યક
બેય પ્રાપ્ત થ દુર્લભ જાણવે. કેમ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ યોગ્ય આત્માના શુદ્ધ પરિણામ થવા તે અતિ કઠિન છે વળી ધર્મની પ્રાપ્તિને ચોગ્ય શુભ લેશ્યાનુ ઉત્પન્ન થવું
ઘણું કઠણ છે. (અનુકપા, વિનય, સરળતા, અમત્સર ભાવે વડે મનુષ્યભવ પ્રાપ્ત થાય છે) मूलम्- जे धम्म सुद्धमक्खंति पडिपुन्न मणोलिसं ।
अणेलिसस्स जं ठाणं तस्स जम्मकहा कओ ॥१९॥ અર્થ : જે સાધક પૂર્ણ અને સર્વોતમ શુદ્ધ ધર્મની વ્યાખ્યા કરે છે અને તે જ પ્રમાણે સંયમ
આચરણ કરે છે તે જ પુરુષ સર્વ દુખેથી રહિત સિદ્ધગતિ રૂપ સ્થાનને પ્રાપ્ત કરે છે. તેથી તેને ફરીથી સંસારમાં જન્મ લેવાની કે તેનું મૃત્યુ થવાની વાત જ કયાં રહી! અર્થાત્
જન્મ-મરણને નાશ જ કરે છે. मूलम्- कओ कयाइ मेहावी उप्पज्जति तहा गया।
तहागया अप्पडिन्ना चक्खू लोगस्सणुत्तरा ॥२०॥ અર્થ: આ જગતમાં ફરી નહિ આવવા માટે પાંચમી ગતિરૂપ સિદ્ધ દશાને પ્રાપ્ત થયે જ્ઞાની
પુરુષે કયા કારણે જન્મ લઈ આ સંસારમાં ઉત્પન્ન થાય? અર્થાત્ ન થાય કારણ કે આવા છ નિદાનરહિત થઈ ગયા છે. દ્રવ્ય કર્મ ને ભાવકર્મના અંકુરને પણ નાશ કરી નાંખે છે તેથી જન્મ ધારણ કરવાનાં કારણે રહ્યા નથી. તીર્થ કર દેવે, ગણધર અને મહર્ષિ
જગતનાં સર્વોતમ નેત્રરૂપ છે. मूलम्- अणुत्तरे य ठाणे से कासवेण पवेइए।
जे किच्चा णिन्वुडा एगे निट्ठ पावंति पंडिया ॥२१॥ અર્થ : કાશ્યપ શેત્રી ભગવાન મહાવીરે પ્રતિપાદિત કરેલ છે કે સર્વ કર્મોને ક્ષય કરવાનું સ્થાન
સયમ છે. સંયમનું પાલન કરી પાપભીરુ અને બુદ્ધિમાન મુનિ સસારનાં ચક્રનો અંત કરે
છે. આવા મહાપુરુષ કષાયરૂપ અગ્નિને ઓલવી શિતળ થયા છે. मूलम्- पंडिए वीरियं लद्धं निग्धा याय पवत्तगं ।
धुणे पुवकडं कम्मं णवं वाऽवि णं कुव्वइ ॥२२॥ અર્થ : બુદ્ધિમાન સાધક હોય અને ઉપાદેયને વિવેક રાખી કર્મને ક્ષય કરવામાં સમર્થ બને છે
વળી પડિત વીર્યને પ્રાપ્ત કરી જૂના કર્મોને નાશ કરવાની સાથે નવિન કર્મોનુ બધન પણ કરતાં નથી. આથી નવા આયુષ્યને બંધ અટકી જતાં એ જ ભવમાં મોક્ષગતિ પ્રાપ્ત કરી આત્માના અનંત સિદ્ધત્વરૂપી સુખને પ્રાપ્ત કરે છે.