________________
૧૬૪
અધ્યયન ૧ मूलम्- एवं से भिक्खू धम्मट्ठी, धम्मविऊ, णियागपडिण्णे से जहेयं बुइयं अदुवा अपत्ते पउमवर
पोंडरीयं, अदुवा अपत्ते पउमवर पोंडरीयं, एवं से भिक्खू परिणाय कम्मे, परिणाय संगे, परिण्णाय गेहवासे, उवसंते समिए सहिए सया जए सेवं वयणिज्जे तं जहा-समणेति वा, माहणेति वा, खंतेति वा, दंतेति वा, गुत्तेति वा, मुत्तेति वा, इसीति वा, मुणीति वा, कतीति वा, विऊति वा, भिक्खूति वा, लूहेति वा, तिरट्ठीति वा, चरण
करण पारविउ तिबेमि ॥३६॥ અર્થ : ઉપરોકત ધર્મનું પ્રજન રાખવાવાળો ગુણ વિશિષ્ઠ સાધુને જે પૂર્વોકત પુરૂમાં પાંચ
પુરૂષ પુષ્કરણ વાવમાંથી વેત કમળને કાઢવાવાળે છે. તેના જેવું જ શુધ્ધ સંયમવંત જાણ આવે સાધુ બાહ્ય અને અત્યંતર પરિગ્રહરહિત હોય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય યુકત થઈ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળ હોય છે. પાંચ ઈદિ તથા છઠ્ઠા મનને વશ રાખનારે હોય છે આ ભિક્ષુક શ્રમણ, બ્રાહ્મણ ક્ષમાવંત, ઇન્દ્રિયને દમન કરવાવાળો, ગુપ્ત, નિલભી, ઋષિ, મુનિ, કૃતિ, વિદ્વાન ભિક્ષુ, રૂક્ષ, તિથી, તત્વને જ્ઞાતા, મૂળ ગુણ ઉત્તરગુણને પારગામી એ સાધુ પુડરીક કમળ સમાન નિર્વાણને પ્રાપ્ત કરી શકે છે. આ ભિક્ષુક જ પુષ્કરણી સમાન સંસારસાગરનાં તીરને પામે છે. આ પ્રમાણે ભગવાન મહાવીરે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે બીજા કૂતર્કંધને સાર હે જંબુ! હું તને કહું છું એમ સુધર્માસ્વામી પ્રરૂપે છે. માટે દરેક જીવે આરંભ પરિગ્રહને ત્યાગ કરી વિષયભેગોમાં અનાસકત રહી સયમને યથાગ્ય આચરી જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, રૂપ, ધર્મનું આરાધન કરવું એ જ આત્મકલ્યાણને શ્રેષ્ઠ માર્ગ છે.