________________
૧૮૨
અધ્યયન ૨
મનેણ વર્ણવાળા, કેઈ અમનેઝ વર્ણવાળા, કેઈ સુરુપ, કેઈ કુરૂપવાળા હોય છે. તેઓને ક્ષેત્ર મકાન આદિને પરિગ્રહ હોય છે તે વાત પુંડરીક અધ્યયનથી જણવી. તેમાં જે પુરૂષ કષાથી અને ઈન્દ્રિયેના ભાગથી નિવૃત થયેલ છે તે ધર્મ પક્ષવાળા જાણવા તે રથાન આર્ય છે. કેવલ જ્ઞાનને ઉત્પન્ન કરનાર છે યાવત્ સર્વ દુઃખોનો નાશ કરનાર છે અને તે એકાંત સમ્યક અને ઉત્તમ સ્થાન છે આ ધર્મ પક્ષનું કથન કર્યું.
मूलम्- अहावरे तच्चस्स ठाणस्स मिस्सगस्स विभंगे एव माहिज्जड । जे इमे भवंति आरणिया
आवसहिया, गामणियंतिया, कण्हुईरहस्सिता जाव ते तओ विप्पमुच्चमाणा भुज्जो एलमूयत्ताए तमूयत्ताए पच्चायति । एसठाणे, अणारिए, अकेवले, जाव असव्वदुक्खपहिणमग्गे,
एगंतमिच्छे असाहु, एस खलु तच्चस्स ठाणस्स, मिस्सगस्स विभंगे एव माहिए ॥२७॥ અર્થ : ધર્મ અને અધર્મ પક્ષની ઉપરની ગાથામાં વર્ણન કર્યું હવે બન્ને પક્ષનાં મિશ્રણરૂપ
પક્ષનું વર્ણન કરવામાં આવે છે આ પક્ષમાં અધર્મની બહુલતા વિશેષ હોવાથી આ મિશ્ર પક્ષ પણ અધર્મ જ છે કેટલાંક મિથ્યાત્વીએ મુક્તિ મેળવવા માટે વૃત્ત આદિ અગીકાર કરે છે જંગલમાં તાપસ તરીકે જીવન વિતાવે છે કાયકલેશ પણ કરે છે. છતાંય તેઓનાં ચિત્તની અશુદ્ધતા લેશ પણ ઓછી થતી નથી. કારણ કે તેઓ પરમાર્થરૂપ એવા નીજ આત્માથી અજાણ છે. તેઓ આવી ક્રિયા કરીને પાપપુણ્ય બને બાંધે છે. પરંતુ પાપકાની વિશેષતા હોવાથી અને પુણ્ય અલ્પ હોવાથી તે પક્ષ અધર્મ કહેવાય છે આવા જ મૃત્યુ પછી કિવી દેવામાં ઉત્પન્ન થઈ ત્યાંથી આયુષ્ય પુરૂં કરી તિર્યંચ આદિ મનુષ્યમાં બહેરા, મૂળા, અધપણે જન્મ મરણ કરીને સંસાર પરિભ્રમણ કરે છે. તેથી
આ મિશ્ર સ્થાનકને અસમાધિરૂપ ગણ્યું છે मूलम्- अहावरे पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे एव माहिज्जड, इह खलु पाइणं वा"
संतेगतिया मणुस्सा भवति गिहत्था, महिच्छा, महारंभा, महापरिग्गहा, अधम्मिया, अधम्माणुया, अधम्मिट्ठा, अधम्मक्खाई, अधम्मपावजीवी णो, अधम्मपलोइ, अधम्मपल
ज्जणा, अधम्मसील समुदायारा अधम्मेणं चेव वित्ति कप्पेमाणा विहंरंति ॥२८॥ અર્થ : અધર્મ પક્ષનું સ્વરૂપ વિસ્તારથી કહે છે કે- આ સસારમાં ચારેય દિશાઓમાં કેટલાંક
એવા મનુષ્ય હોય છે કે જે મહાવાકાંક્ષી તેમજ મહા આરંભ અને સમારંભ કરવાવાળા છે. વળી મહા અધર્મને કરી મહાપરિગ્રહી બન્યા છે આવા જ નિરતર અધર્મથી આજીવિકા કરવાવાળા હોય છે. તેઓ અધર્મની વૃતિવાળા હોઈ અધિક અને અધિક પરિગ્રહને કઈ પણ રીતે એકઠાં કરવામાં પોતાની મોટાઈ માને છે. ધન-ધાન્ય; પશુ-પરિવાર, વાહન આદિ ગમે તેવાં હોય, ગમે તેટલાં હોય તે પણ તેઓને સંતોષ થતું નથી.