________________
मालामउलि मउडा, कल्लाण गंध पवरत्थ परिहिया, कल्लाणगपवरमल्लाणुलेवेण धरा, भासुरवोदि पलंब वणमालधरा, दिवेणं रुवेणं, दिव्वेणं वन्नेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं फासेणं, दिवेणं संधारणं, दिवेणं संठाणेणं, दिव्वाए इड्डिए, दिव्वाए जुतीए, दिव्वाए पभाए, दिवाए छायाए, दिवाए अच्चाए, दिव्वेणं तेएणं, दिवाए लेसाए दसदिसाओ उज्जोवेमाणा, पभासेमाणा, गइकल्लाणा, ठिइ कल्लाणा, आगमे सिमद्दया यावि भवंति । एस द्वाणे आयरिए जाव सव्वदुक्ख पहीणमग्गे, एगंतसम्मे सुसाहू। दोच्चस ठाणस्स
धम्मपक्खस्स विभंगे एवमाहिए ॥४१॥ અર્થ : કેટલાંક મહાત્મા એક જ ભવમાં મુકિતપદને પામે છે તે કેટલાંક પૂર્વ કર્મ બાકી રહી
જવાથી યથાસમયે મૃત્યુ પામીને દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. આવા દેવ મહારિદ્ધિમાન, તિમાન, મહાપરાક્રમી, મહાયશસ્વી, મહાબળવાળા, મહાપ્રભાવવાળા મહાસુખદાયક દેવલોક હોય છે ત્યાં દેવ બને છે. આવા દે સર્વશ્રેષ્ઠ અલંકારે ને આભૂષણ સહિત વિચરે છે તેઓ દિવ્ય વર્ણ - ગંધ, રસ, સ્પર્શ, શરીર સગઠન, ત્રાદ્ધિ, ઘુતિ, પ્રભા, કાંતિ અર્ચા, તેજ અને લેશ્યાઓથી દશે દિશાઓને પ્રકાશિત કરતા કલ્યાણમયી ગતિ, સ્થિતિવાળા દેવ થાય છેઆવા દે એ ભવમાથી ચવીને મનુષ્યભવ સંપદા પામે છે. તે પુરૂષ મનુષ્યભવમાં સર્વશ્રેષ્ઠ પુરૂષાર્થ કરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. અગાઉ ધર્મ પક્ષનાં કેવા આચાર વિચાર હોય તેના સમર્થનમાં આ ગાથામાં તેમ જ ઉપરની ગાથામાં
ધર્મપક્ષનું વધારે વર્ણન કર્યું છે मूलम्. अहावरे तच्चस्स ठाणस्रू मिसगस्स विभंगे एवमाहिज्जइ इह खलु पाउणं वा४ संतगे
तिया मणुस्सा भवंति। तंजहा अप्पिच्छा, अप्पारंभा, अप्परिग्गहा, धम्भिया, धम्माणुया, जाव धम्मेणं चैव वित्ति कप्पेसाणा विहरंति, सुसीला, सुव्वया, सुपडियाणंदा साहू एगच्चाओ पाणाइवायाओ पडिविरिया जावजीवाए, एगच्चाओ अप्पडिविरिया जाव जेयावन्ने तहप्पगारा सावज्जा अबोहिया कम्मंता, परपाण, परितावणकरा, कज्जंति,
ततोवि एगच्चाओ अप्पडिविरिया ॥४२॥ અર્થ: હવે ધર્મ અને અધર્મ એ જે ત્રીજે મિશ્ર પક્ષ છે તેના વિચારો કેવા હોય છે તે
અહીં વર્ણવીએ છીએ આ મિશ્ર સ્થાનક ધર્મ-અધર્મના વિચારોનું ભડળ છે છતાં આ ભડળમાં ધર્મના બહોળાપણને લીધે આ મિશ્ર પક્ષની ધર્મ પક્ષમાં ગણના કરી છે. આ સંસારમાં કેટલાંક મનુષ્ય અલ્પ ઈચટાવાળા, અલ્હારભી, અલ્પ પરિગ્રહી, ધર્મિષ્ઠ ધર્મનુરાગી, તેમ જ પ્રામાણિકપણે અને ન્યાયયુકત ધર્મથી આજીવિકા કરવાવાળા હોય છે. આવા મિશ્ર કેટિનાં જીવ શુભ કાર્ય કરીને આનંદ માને છે સ્કુલ પ્રાણાતિપાતની કિયાથી જાવજીવ સુધી નિવૃત્ત થયેલા હોય છે પણ સુક્ષ્મ પ્રાણાતિપાતની ક્રિયાથી નિવૃત્ત નહિ થયેલાં હેઈને તેઓને સાવધ વ્યાપાર અને અજ્ઞાનતાનાં કારણે થોડા કર્મને બધ થાય છે આવા ધર્મિષ્ઠ છે સુક્ષમ પરિતાપ આપતા હોવાથી તેઓ એકપક્ષે અનિવૃત્ત હોઈ દેશવિરતી કહેવાય છે