________________
१५ मुं अध्ययन (आदाननाम)
(આદાનીય સ્વરૂપ નિરૂપણુ) પૂર્વભૂમિકા – ચૌદમું અધ્યયન અહીં સમાપ્ત થાય છે હવે પંદરમાં અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. પૂર્વ અધ્યયનની સાથે આ અધ્યયનને સંબધ નીચે પ્રમાણે છે.
ચૌદમા અધ્યયનમાં બાહ્ય અને અત્યંતર પરિગ્રહના ત્યાગનું વર્ણન કરવામાં આવ્યું હતું અને સાધક ભિક્ષુકે સૂત્ર અને તેને અર્થ કેવી રીતે જાણ તેમ જ તાજનેને કેવી રીતે સંબોધવા તેનું યથાર્થ ખ્યાન આપ્યું હતું. બાહ્ય અને અભ્યતર પરિગ્રહને ત્યાગ જે મુનિને યથાર્થ હોય તે મુનિ મોક્ષ માર્ગને સાધક અને દીર્ઘ ચરિત્ર એટલે “યથાખ્યાત ચારિત્રવાળા (દીર્ઘ ચારિત્ર્યવાળા) થઈ શકે છે. તેનું પ્રતિપાદન આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે યથાખ્યાત ચરિત્રવાળા મુનિ સર્વજ્ઞ અને વીતરાગ હોય છે તે કેવા હોય? તેનું વર્ણન આ અધ્યયનમાં કહેવામાં આવશે. मूलम्- जमतीतं पडुपन्नं, आगमिस्सं य णायओ।
सव्वं मन्नति तं ताई, दंसगावरणंतए ॥१॥ અર્થ ? જે પદાર્થ ભૂતકાળમાં જે અવસ્થામાં હતા તેને તથા વર્તમાનકાળનાં પદાર્થોની જે પર્યા
છે તથા ભવિષ્યકાળમાં જે અવસ્થાઓ થશે તે સર્વેને દ્રવ્ય અને પર્યાયથી જીવ તથા અજીવ પદાર્થોનાં જાણવાવાળા તથા છ કાય જીવનાં રક્ષક, સર્વના હિત ચિંતક વળી
દર્શનાવરણીય આદિ સર્વ કર્મોનાં અંત કરવાવાળા કેવળજ્ઞાની જીવોનાં નેતા છે. मूलम्- अंतए वितिगिच्छाए, जे जाणति अणेलिस ।
__ अणेलिसस्स अक्खाया, ण से होइ तहिं हि ॥२॥ અર્થ : સંશયને દૂર કરનારાં પુરુષ સર્વથી વધારે પદાર્થોનાં સ્વરૂપનાં જાણકાર હોય છે. જેઓ
કેવળજ્ઞાની છે અને જેણે ચાર ઘાતકમનો ક્ષય કરેલ છે વળી મિથ્યાજ્ઞાનને અંત કરવાવાળા છે તેવા અરિહંત દેવે જ ત્રણેય કાળની વસ્તુની અવસ્થાને જાણનાર અને
વસ્તુનાં તત્વને બતાવનાર છે. આવા પુરુષો અન્ય દર્શનેમાં હોતાં નથી. मूलम्- हि तहिं सुयक्खायं, से य सच्चे सुआहिए।
___सया सच्चेण संपन्ने, मित्ति भएहि कप्पए ॥३॥ અર્થ : જે તીર્થકર દેવોએ જીવ આદિ તત્વનો ઉપદેશ રૂડી રીતે કરેલ છે અને તે ઉપદેશ સમસ્ત
જીવોને હિતકર હોવાથી યથાર્થ છે તેમ જ સુભાષિત પણ છે તેથી મુનિઓએ સદા સમસ્ત જી સાથે મૈત્રીભાવ રાખવો જોઈએ. ક્યાંય પણ જીવોની વિરાધનાની ઈચ્છા ન કરે (આરંભ અને પરિગ્રહની મમતા છૂટયા સિવાય સર્વ જીવોની સાથે મૈત્રીભાવ પ્રાપ્ત થઈ શકતે નથી)