________________
૧૩૧
સૂયગડાંગ સૂત્ર
રૂપવંત સ્ત્રીઓને વશ થતાં નથી એમ જાણીને સાધકે પણ વિકારનો નાશ કરવા માટે
સ્ત્રી સેવનથી દૂર રહેવું જોઈએ. मूलम्- इथिओ जे ण सेवंति आइमोक्खा हु ते जणा।
ते जणा बंधणुम्मुकका नावकखंति जीवियं ॥९॥ અર્થ : જે સાધકે સ્ત્રી સેવન કરતાં નથી તે સાધકે સર્વ પ્રથમ મેક્ષને પ્રાપ્ત કરે છે. વળી
આવા સાધકે સમસ્ત બંધનથી રહિત થવાની ઈચ્છાવાળા હોવાથી અસંયમ જીવનને ઈચ્છતા નથી (સ્ત્રી સેવનના વિપાકે ઘણાં દુઃખકારક હોય છે. વળી સ્ત્રી સંગત સંસાર વૃદ્ધિને માર્ગ છે. જે જે વિકારથી છૂટયા છે તેઓએ મોક્ષને શીધ્રપણે પ્રાપ્ત કર્યો છે. સાધકે એ સ્ત્રી સહવાસથી દૂર રહેવું એ આત્મકલ્યાણનો માર્ગ છે સ્ત્રી જાતિ દોષિત નથી, પણ જીવને પિતાને જ વિકાર દોષિત છે. સ્ત્રી જાતિ ઉપર આરોપ મૂક તે
પુરુષની નબળાઈ છે). मूलम्- जीवियं पिट्टओ किच्चा अंतं पावंति कम्मुणं ।
कम्मुणा संमुही भूया जे मग्गमणुसासई ॥१०॥ અર્થ:- જે સાધક અસંયમી જીવનથી દૂર રહે છે (નિરપેક્ષપણે જીવન જીવે છે) વળી જે સાધકે
સંયમી જીવનમાં રત હોય છે તે જ્ઞાનાવરણિય આદિ કર્મોનો નાશ કરી શકે છે જે સાધકે નિરવદ્ય અને ઉત્તમ અનુષ્ઠાન કરવાવાળા હોય છે તે મોક્ષ સન્મુખ થઈ મોક્ષ માર્ગને
ઉપદેશ આપે છે. આવા સાધકે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે मूलम्- अणुसासणं पुढो पाणी वसुमं पूयणासु ते ।
अणासए जए दंते दढे आरयमेहुणे ।।११।। અર્થ : ધર્મનો ઉપદેશ ભિન્ન ભિન્ન જમાં ભિન્ન ભિન્ન રૂપે પરિણમે છે પૂજા સત્કારની
ઈચ્છા ન રાખવાવાળા સયમી અને ઇન્દ્રિયનુ દમન કરનાર તથા મૈથુનને જીતનાર પુરુષ
મોક્ષગમન કરવાને ગ્ય કહેવાય છે मूलम- णीवारे व ण लीएज्जा छिन्नसोए अणाविले ।
अणाउले सया दंते संधि पत्ते अणेलिसं ॥१२॥ અર્થ - જેમ કબૂતરને બધનમાં ફસાવવા માટે અનાજના કણ વેચવામાં આવે છે અને તે જીવને
કણો પ્રાપ્ત થતાં લેભમાં ફસાય છે એ પ્રકારે અસંયમી જી સ્ત્રી સેવનના પ્રલોભનથી તેઓના અધનમાં પડીને બાળમરણથી મરે છે તેથી જ મુનિએ તેમાં આસક્ત થવું નહિ. (એમ જાણી બુદ્ધિમાન સાધક ઈન્દ્રિયાને વશ રાખી વિષયભાગમાં પ્રવૃત્ત થતાં નથી આવા
પુરૂષે જ મોક્ષગતિને પ્રાપ્ત કરે છે ) અને તેજ પુરુષ અનુપમ ભાવસમાધિ પ્રાપ્ત કરે છે. मूलम्- अणेलिस्स खेयन्ने ण विरुज्झिज्ज केणइ ।
मणसा वयसा चेव कायसा चेव चक्खुमं ॥९३॥ અર્થ :- અનુપમ સંયમના માર્ગને જાણવાવાળે પુરુષ મન, વચન, કાયાથી કોઈની સાથે વિરોધ કરે