________________
१६ मुं अध्ययन (गाथानाम) પૂર્વભૂમિકા – આ સોળમાં અધ્યયનને સંબંધ અગાઉના અધ્યયનમાં રહેલા અધિકારો સાથે જણાવાશે. પૂર્વોક્ત અધ્યયનમાં વિધિનિષેધ બતાવેલ છે. તે વિધાન અનુસાર જે કઈ પુરુષ આચરણ કરે તો તે સાધુ સાધક કે મુનિ બની શકે છે (૧) પ્રથમ અધ્યયનમાં સ્વસમય એટલે સ્વશાસ અને પરસમય એટલે પરશાસ્ત્રોનાં જ્ઞાનથી જીવો
સમ્યત્વ ગુણથી યુક્ત થાય છે (૨) બીજા અધ્યયનમાં કર્મનુ વિધારણ કરવાવાળા જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય આદિથી આઠ પ્રકારનાં
કર્મોને ક્ષય કરનાર જીવ સાધુ બને છે. (૩) ત્રીજા અધ્યયનમાં અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો સમભાવે સહન કરનાર પુરુષ સાધુ
બની આત્મ કલ્યાણ સાધી શકે છે. (૪) ચેથા અધ્યયનમાં સ્ત્રી (વિકાર) પરિસહનાં દુઃખને જીતવાવાળો જ સાધુ બની સંસાર
પરિભ્રમણનાં દુઃખને અંત લાવી શકે છે. (૫) પાંચમા અધ્યયનમાં એવી પ્રરૂપણ કરવામાં આવી છે કે નરકના દુઃખોને સાંભળી નરકમાં
લઈ જવાવાળા અશુભ કર્મોને જે ત્યાગ કરી દે છે તે જ સાધુ છે. (૬) છ અધ્યયનમાં ભગવંત મહાવીરને અનેક ઉપમા આપી અને સ્તુતિ કરવામાં આવેલ છે. (૭) સાતમા અધ્યયનમાં કુશીલનાં દોષે જાણી તેને ત્યાગ કરી, સુશીલ સાધુની પાસે રહીને
તેમની સેવા કરતાં તેમની પાસેથી શિક્ષા ગ્રહણ કરતાં કુશી નાં દે નાશ પામે છે અને
સુશીલ થઈ શકાય છે માટે સાધકે સુસાધુના સમાગમમાં રહેવું ગ્ય છે. (૮) આઠમાં અધ્યયનમાં મોક્ષાથી પુરુષેએ બાલવીર્યને ત્યાગ કરી પડિત વીર્ય મેળવવા
ઉદ્યમવંત થવુ અપ્રમત ભાવે સયમ પાલન કરી આત્મરમણતા રૂપ ચારિત્ર્ય પ્રગટ કરવું (૯) નવમા અધ્યયનમાં એ પ્રકારે વર્ણન કરેલ છે કે શાસ્ત્રમાં કહેલ ક્ષમા આદિ દશ પ્રકારનાં
ધર્મોનું યથાવત પાલન કરતાં થકા જી સસારમાંથી મુક્ત થઈ શકે છે. (૧૦) દશમાં અધ્યયનમાં સંપૂર્ણ સમાધિયુકત પુરુષ મોક્ષને લાયક બની શકે છે. (૧૧) અગિયારમા અધ્યયનમાં એવું પ્રતિપાદિત કરેલ છે કે સમ્યકદર્શક, જ્ઞાન તથા ચારિત્ર્યરૂપ
ઉત્તમ માર્ગને પ્રાપ્ત થયેલ સાધક સર્વ કલેશેનો નાશ કરે છે. (૧૨) બારમા અધ્યયનમાં એવું જણાવવામાં આવ્યું છે કે અન્ય તીથીઓનાં ગુણદોષનો વિચાર
કરવાથી તેઓનાં સાવદ્ય અનુષ્ઠાને સંસાર પરિભ્રમણ કરાવે છે. એમ જીવને શ્રદ્ધા થાય છે તેથી વીતરાગી દર્શન વિરુદ્ધનાં એટલે પરસમયનાં શામાં શ્રદ્ધા નહિ કરતાં વીતરાગ પરિણીત શા (સ્વસમય)માં સ્થિર થવાથી જન્મ મરણને ચાવો નાશ પામે છે.