________________
અધ્યયન ૧ ण अज्जावेयव्वा ण परितावेयव्वा ण उदवेयव्वा एम धम्मे धुवे नितिए, सासए समिच्च
लोगं खेयन्!ह पवेदिए ॥२४॥ અર્થ : શ્રી સુધમાંસ્વામી આ પાંચમાં પુરૂષ મારફત જગતને કહેવરાવે છે કે હે જી ! અતીત કાળમાં,
વર્તમાન તથા ભાવિકાળમાં જે જે તીર્થકરો થઈ ગયા થાય છે અને થશે તે સર્વને એક જ પ્રકારને ઉપદેશ છે કે કઈ પણ પ્રાણી, ભૂત, જીવ, સત્વને કેઈપણ રીતે હણવા નહિ બળાત્કારે આજ્ઞાને આધિન કરવા નહિ. બળાત્કારે તેઓને કન્જ કરી ગુલામ, દાસ-દાસી કે નોકર-કરાણી બનાવવા નહિ. તેમજ તેમને ઉગ્ન કરવા નહિ. ભગવાને સંસારમાં રહેલ છકાય જીને દુઃખરૂપ સમુદ્રમાં ડૂબેલા જાણી અને નિરંતર અત્યંત શકાતૂર માની કેઈપણ જીવની કેઈપણ રીતે વિરાધના નહિ કરવાને સાત્વિક અને સત્ય ઉપદેશ આપેલ છે આ અહિંસામય ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે. સમસ્ત લેકના
દુઃખને જાણીને ભગવાને આ ધર્મ કહેલ છે. मूलम- एवं से भिक्ख विरते पाणातिवायातो जाव विरते परिग्गहातो. णो दंत पक्खालणणं दंते
पक्खालेज्जा, णो अंजणं, णो वमनं, णो धूवणे णो तं परिआविएज्जा ॥२५॥ અર્થ ઉપર પ્રમાણે ધર્મના સ્વરૂપને વાસ્તવિક જાણી જીવે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન,
મૈથુન તથા પરિગ્રહથી નિવૃત્ત થવું. વળી ભિક્ષુકને આજ્ઞા કરી છે કે તેમણે દાતણ ન કરવું, અંજન ન આંજવું તેમ જ કેઈપણ શારીરિક આવશ્યકતા વિના રેચન કે વમન આદિની ક્રિયા ન કરવી. વળી વસ્ત્રાદિકને સુગંધમય ન બનાવવા તેમ જ રેગની શાંતિ
માટે ધૂમ-ધૂમાડે કે ધૂમ્રપાન એવું કાંઈ ન કરવું. मूलम्-से भिक्खू अकिरिए, अल्सए, अकोहे, अमाणे, अमाए, अलोहे, उवसंते, परिनिव्वुडे, णो
आसंसं पुरतो करेज्जा । इमेण मे दिळेण वा, सुएण वा, मएण वा, णाएण वा विनाएण वा इमेण वा सुचरीय तव नियम बंभचेरवासेण, इमेण वा जाया मायावृत्तिएणं धम्मेणं, इओ चूए पेच्चा देवे सिया कामभोगाण वसवत्ती; सिद्धे वा अदुक्खमसुभे एत्थ वि सिया
एत्थवि णो सिया ॥२६॥ અર્થ : જૈન સાધુ કે ભિક્ષુક સર્વ પ્રકારની જીવહિંસાથી રહિત અહિંસક, કેધ, માન, માયા લોભથી
વિરકત હોય, ઉપશાંત અને સમાધિવન ભિક્ષુક જીવનમાં કેઇપણ સમયે આ લેકનાં કે પરલેકનાં કામગની ઈચ્છા કરે નહિ સિદ્ધાંતના પઠન-પાઠન તથા શ્રવણ મનનથી વળી તપ, નિયમ, બ્રહ્મચર્ય આદિના પાલનથી વળી નિર્દોષ આહાર લેવાથી હું મૃત્યુ બાદ પરભવમાં મહાન દેવ થાઉ એવી ઈરછા કરે નહિ. આગામી ભવમાં મને કામગ પ્રાપ્ત થાવ, અણિમા, મહિમા, ગરિમા આદિ આઠ પ્રકારની સિદ્ધિઓ મળે, અહી પણ મને દુઃખ ન થાઓ, અશુભ ન થાઓ, બીજે પણ દુઃખ ન થાય તેવી ઈચ્છા પણ કરે નહિ પરંતુ સરળભાવે ઉપશાંત ભાવે રહી સંયમનું પાલન કરી અઢાર પ્રકારનાં પાપોથી વિરકત થઈ, સંયમ - યાત્રા નિભાવે એ જ સાધુનું કર્તવ્ય છે.