________________
૧૩૪
અધ્યયન ૧૫
मूलम्- ण कुव्वती महावीरे अणुपुवकउं रयं ।
रयसा संमुही भूया कम्मं हेच्चाण जं भयं ॥२३॥ અર્થ : જેમ અન્ય મનુષ્ય પૂર્વકૃત પાપનાં ઉદયથી તથા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને
અશુભ ભેગ દ્વારા નવા નાં બધન કરે છે તેવા કર્મો સમર્થ સાધકે કરતાં નથી. કર્મોને વિદ્યારણ કરવામાં અને નવા કર્મોનાં બંધન નહિ થવામાં સંયમ પાલન શ્રેષ્ઠ છે. તપશ્ચર્યાથી પૂર્વકર્મને ક્ષય કરી શકાય છે એમ જાણી ઉપયોગવંત સાધકે આશ્રવ દ્વારને
પ્રથમ રોકી–આત્માના શુદ્ધ ઉપગરૂપ સયમ પાલનમાં વિચરવું. मूलम्- जं मयं सव्वसाहणं तं मयं सल्लकत्तणं ।
__ साहइत्ताणं तं तिन्ना देवा वा अर्भावसु ते ॥२४॥ અર્થ : સયમનું પાલન કરી ઘણું જ શલ્યનું છેદન કરી સંસાર સાગરને તરી ગયા છે. સયમ
ત્રણ શલ્ય (મિથ્યાત્વ, કપટ, નિદાન) ને છેદનારુ છે સંયમ પાલન કરતાં શેષકર્મ રહી જવાના કારણે એટલે આત્માને શુદ્ધ ઉપગ નહિ કરવાના કારણે આવા સાધકે વૈમાનિક
દેવોમાં ઉત્પન્ન થઈ ત્યાંથી ચ્યવી મનુષ્યભવમા આવી પુરુષાર્થ કરી મેક્ષગતિને પ્રાપ્ત કરે છે. मूलम्- अर्भावसु पुरा वीरा आगमिस्सा वि सुव्वया ।
दुन्निबोहस्स मग्गस्स अंतं पाउकरा तिन्ने । तिबेमि ॥२५॥ અર્થ : ભૂતકાળમાં દણ વીરપુરુષે કર્મનું વિહાર કરવામાં સમર્થ થઈ ગયા ભવિષ્યમાં પણ
સર્વવિરતિ રૂપ મુનિઓ મેક્ષને પામશે વર્તમાન કાળે પણ ઘણાં મુનિઓ છે કે જે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્રની આરાધનાથી ઘણું જ ભૂતકાળમાં મોક્ષ પામ્યા છે. વર્તમાનમાં પામે છે. ભાવિમાં પણ પામશે. (સમ્યક જ્ઞાન દર્શન-ચરિત્ર એટલે આત્માને એક અ શરૂપ શુદ્ધ ઉપગ. આ ઉપગ જેમ જેમ આત્મામાં કરે તેમ તેમ ચારિત્ર્યની વૃદ્ધિ થઈ આત્મરમણતા વૃદ્ધિને પામે.)
૧૫ મું અધ્યયન સમાપ્ત
K