________________
૧૨૮
અધ્યયન ૧૪ मूलम्- से सुद्धसुत्ते उवहाणवं च धम्म च जे विदइ तत्थ तत्थ ।
आदेज्जवक्के कुसले वियत्ते स अरिहइ भासिउं तं समाहि ॥त्तिबेमि ॥२७॥ અર્થ : જે સાધુ સૂત્રના ઉચ્ચારણ કરવામાં કુશળ તથા શાસ્ત્રનાં ઉત્સર્ગ અને અપવાદ માર્ગને
જાણવામાં પ્રવીણ હાય વળી શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તપનું અનુષ્ઠાન કરવાવાળા હોય એવા પુરૂષનાં વાક્યો જ સર્વને માન્ય હોય છે અને આવા જ પુરૂષેનાં વાક્ય ગ્રાહ્ય છે. અર્થ કરવામાં નિપૂણ તથા વિના વિચાર કાર્ય નહિ કરવાવાળા સાધુપુરૂષે જ સર્વએ પ્રકપેલ ભાવ-સમાધિનું પ્રતિપાદન કરી શકે છે શ્રત અને ચારિત્ર્ય ધર્મને આવા જ પુરૂષે યથાતથ્ય ગ્રહણ કરી શકે છે (શાએ જ્યાં જ્યાં આજ્ઞા, અર્થ, હેતુ તથા શ્રધ્ધાથી માનવાનું કહ્યું હોય તે તે રીતે સાધક મુનિ સમ્યક શ્રદ્ધાથી તેને સ્વીકારી વીતરાગની આજ્ઞાનું પાલન કરે આ પ્રકારને માર્ગ જ સાધકને માટે કલ્યાણરૂપ છે
૧૪ મું અધ્યયન સમાપ્ત
-
-
-
-
-
:
-