________________
અધ્યયન ૧૫
૧૩૦
मूलम्- भूहि न विरुज्झज्जा, एस धम्मे बुसीमओ ।
बुसिमं जगं परिन्नाय, अस्सिं जीवित भावणा ॥४॥ અર્થ: કોઇપણ પ્રાણીઓની સાથે મનુષ્યએ તેમ જ સાધક ભિક્ષુકે વેર-વિરોધ કરે નહિ આ
સનાતન ધર્મ છે તમામ જીવોને સુખ પ્રિય છે દુઃખ અપ્રિય છે તેવું જગતનું સ્વરૂપ જાણીને સાધુઓએ આર ભ અને સમારભ જે વેર બ ધનનું કારણ છે તેને તજી સંસાર પરિભ્રમણનાં દુઃખને યથાર્થ સમજી, સર્વ જીવોની સાથે મૈત્રી ભાવના રાખી સંયમનું
પાલન કરવું मूलम्- भावणाजोगसुद्धप्या, जले णावा व आहिया ।
नावा व तीरसंपन्ना, सव्वदुक्खा तिउट्टइ ॥५॥ અર્થ : પચીસ પ્રકારની તથા બાર પ્રકારની ભાવનાયુકત જેનો આત્મા શુદ્ધ થયેલ છે એવા સાધક
પુરુષને જળમાં નાવા સમાન કહેલ છે. સંસાર રૂપી સમુદ્રમાં ડૂબતા અને આવા સાધકે આધારભૂત છે. જેમ નાવ કિનારે જતાં ચાલવાની પ્રવૃત્તિથી મુકત થઈ સ્થિર થાય છે અને સઘળા ઉપદ્રવથી બચી જઈ વિશ્રામને ચગ્ય થાય છે તેમ ભાવના વેગથી શુદ્ધ થયેલ જીવાત્મા સર્વ શારીરિક અને માનસિક દુખેથી મુકત થઈ જાય છે અનંત અવ્યાબાધ
સુખનો અનુભવ કરે છે. मूलम्- तिउट्टइ उ मेहावी जाणं लोमंसि पावगं ।
तुटुंति पावकम्माणि नवं कम्ममकुवओ ।।६।। અર્થ: લેકમાં જે પડિત સાધકે પાપકર્મના સ્વરૂપને જાણવાવાળા છે તેઓ સર્વ પુણ્ય અને પાપનાં
બધનથી મુકત થઈ શકે છે નવિન કર્મોને બાંધતા નથી તેમજ પૂર્વ સંચિત કર્મનો નાશ
કરી, સસાર સાગરને તરી જઈ શાશ્વત સિદ્ધ અનતા સુખને પ્રાપ્ત કરી લે છે मूलम्- अकुव्वओ णव नत्थि कम्मं णाम विजाणइ ।
विन्नाय से महावीरे जण जाई ण मिज्जइ ॥७॥ અર્થ : જે સાધક કર્મ બંધન થાય તેવા કાર્યો કરતા નથી તે સાધકને નવા કર્મ બાંધાતા નથી.
કારણકે આવા સાધકે આઠ કર્મનાં સ્વરૂપને જાણનારા હોઈ નવું બંધન નહિ કરતાં જૂના કર્મને ખપાવી જન્મ, જરા અને મૃત્યુ રહિત થઈ મુકત બની જાય છે. અને જે આ
સંસારમાં ફરીને જન્મ લેતું નથી અને મરતો પણ નથી मूलम्- ण मिज्जई महावीरे जस्स नत्थि पुरे कड ।
वाउव्व जाल मच्चेति पियालोगंसि इथिओ ॥८॥ અર્થ : જેણે ઘાતી કર્મોનો એટલે જે કર્મે આત્માનાં ગુણોનો ઘાત કરે છે અર્થાત્ આત્મસ્વરૂપ
પ્રકટ થવા દેતાં નથી તેવા કર્મોને જેણે ક્ષય કર્યો છે તેવા પુરુષે મહાવીર કહેવાય છે આવા પુરૂષોને જન્મ-મરણ, રૂપ ભ્રમણ રહેતું નથી વળી જેમ વાયુ અગ્નિની જવાળાને ઓળંગી જાય છે તેમ મહા પુરુષે સમસ્ત કામ-વિકારથી રહિત હોવાથી ગમે તેવી