________________
અદયયન ૧૧
૧૦૬
કે પોતે આત્મગુપ્ત અને જિતેન્દ્રિય છે તેથી તે ગામ કે નગરમાં જે કોઈ પ્રકારનાં જીવની હિસા થતી હોય તે તે વિરાધના કરવાવાળા મનુષ્યોની અનુમોદના કરવી નહિ. ટિપ્પણું - આવા નાના ગામમાં વાવ, સરોવર વિગેરે હોય છે અને તે વાવ સરેવર
બનાવીએ તે ઠીક કે કેમ? એવું સાધુને પૂછવામાં આવે છે તે વખતે આગ્રહ
કે ભયથી સાધુએ અનુદના આપવી નહિ. मूलम्- तहा गिरं समारब्भ, अत्थि पुण्णं ति णो वए ।
अहवा पत्थि पुण्णं ति, एवमेयं महन्भयं ।।१७।। અર્થ : આવા ગામ નગરમાં અજ્ઞાન મનુષ્ય, સાધક ભિક્ષુકને પૂછવા આવે છે કે હે મુનિ! કૂવા
ખે દવામાં કે સરોવર બનાવવામાં કે દાનશાળા ખોલવામાં પુણ્ય છે કે નહિ? આવા પ્રકારનાં વાકાને સાંભળી સાધુએ “પુણ્ય છે એમ ન કહેવુ અને “પુણ્ય નથી એમ પણ ન
કહેવુ કારણ હા કે ના બને અનર્થકારી અને ભયકારી છે. मूलम्- दाणट्ठया य जे पाणा, हम्मति तसथावरा ।
तेसि सारक्खणट्ठाए, तम्हा अत्थी त्ति णो वए।॥१८॥ અર્થ : અન્નદાન અથવા જળનુ દાન આપવા માટે જે ત્રસ અને સ્થાવર પ્રાણી મારવામાં આવે
છે તે જીવોની રક્ષા માટે સાધુપુરુષે “પુણ્ય” છે કે નહિ તેમ કહેવું ન જોઈએ. ટિપ્પણું – પુણ્ય છે તેવું વિધાન કરવાથી ત્રસ અને સ્થાવર જીવોની વિરાધનામાં ભાગીદાર
થવુ પડે છે આવા કાર્ય ગૃહસ્થને યોગ્ય છે मूलम्- जेसि तं उवकप्पंति, अन्नपाणं तहाविहं ।
तेसि लाभतरायत्ति, तम्हा णत्थि त्ति णो वए ॥१९॥ અર્થ જે પ્રાણીઓને દાન આપવા માટે અનેક પ્રકારનાં અન્નજળ તૈયાર થતાં હોય તો તે જીવને
અન્નપાણીના લાભની અંતરય ન થાય તે કારણે આવા દાનમાં પુણ્ય નથી એ પ્રમાણે સાધક ભિક્ષુકે બેલવું નહિ, પરંતુ મૌન રહેવું કારણ અન્ન-પણ બનાવવામાં છકાય આરભ થાય છે. વળી આહારાદિ ઈછાવાળા જીવોને અતરાય પણ થાય છે માટે સાધુએ
મૌન રહેવુ. मूलम्- जे ये दाणं पसंसंति, वहमिच्छति पाणिणं ।
जे य णं पडिसेहंति, वित्तिच्छेयं करंति ते ॥२०॥ અર્થ : જેઓ દાનની પ્રશંસા કરે છે તેઓ પ્રાણીનાં વધનું સમર્થન કરે છે અને જેઓ દાનને
નિષેધ કરે છે તેઓ અન્ય જીવોની આજીવિકાનુ છેદન કરે છે. આવા પ્રસંગે મુનિએ મૌન રહેવુ જે દાનની હા પાડે તે પ્રાણીઓના વધામાં ભાગીદાર થાય છે અને ના પાડે તે અન્ય પ્રાણીઓને આહાર મળવામાં અંતરાય રૂપ થાય છે માટે ગીતાથી મુનિએ મૌન રહેવું જ ગ્ય છે.