________________
૧૦૯
સૂયગડાંગ સૂત્ર मूलम्- जहा आसविणि नावं, जाइ अंधो दुरुहिया ।
इच्छई पारमागंतुं अंतरा य विसीयइ ॥३०॥ અર્થ: જેવી રીતે કોઈ જન્મથી અંધ થયેલ પુરૂષ છિદ્રોવાળી નૌકામાં બેસીને કિનારા પર
પહોંચવાની ઈચ્છા રાખે છે પરંતુ તે વચમાં જ ડૂબી જાય છે. કેમકે તેનું સાધન દોષવાળું હોવાથી કાર્ય સિદ્ધ કરવામાં અસમર્થ હોય છે-તેવી જ રીતે શાક્ય વિગેરે શમણે શુદ્ધ સાધનના અભાવે અનર્થને જ પ્રાપ્ત થાય છે, કેમકે અહિંસા અને અપરિગ્રહરૂપ ધર્મ
તેમની પાસે નથી) मूलम्- एव तु समणा एगे, मिच्छद्दिट्ठी अणारिया।
सोयं कसिणमावन्ना आगंतारो महब्भयं ॥३१॥ અર્થ : એ જ રીતે કઈ કઈ મિથ્યાષ્ટિ અનાર્ય શ્રમણ આવી રીતે આશ્રવને પ્રાપ્ત
કરીને મહાન ભયને પ્રાપ્ત કરવાવાળા થાય છે. मूलम्- इमं च धम्ममादाय, कासवेण पवेइयं ।
तरे सोयं महाघोरं, अत्तत्ताए परिव्वए ॥३२॥ અર્થઃ કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ બતાવેલ આ આત્માન. વીતરાગ સ્વરૂપને પ્રાપ્ત
કરીને જે મહાર એવા સંસાર-સાગરને પાર કરે અને આત્માને ચાર ગતિમાં જતાં રક્ષવા માટે સાધક જી સંયમનું પાલન કરે. ટિપ્પણી -શ્રત અને ચારિત્ર્યરૂપ અહિંસા અને અપરિગ્રહરૂપ ધર્મના પાલનથી જ જન્મ
મરણના ચકરાવાનો નાશ થાય છે. એમ સમજી સંયમ પાળવે. मूलम्- विरए गामधम्मेहिं जे केई जगई जगा।
तेसि अत्तुवमायाए, थामं कुव्वं परिव्वए ॥३३॥ અર્થ : સાધક ભિક્ષુક પાંચ ઇન્દ્રિયનાં શબ્દાદિક વિષથી નિવૃત્ત બને અને આવો વિરકત પુરુષ
જગતનાં તમામ પ્રાણીઓને પિતાના આત્મા સરખા સમજીને તેને દુઃખ ન ઉપજાવે. તેમની રક્ષા માટે સાધક પરાક્રમશીલ બની યત્નાપૂર્વક સંયમનું પાલન કરે. ટિપ્પણું – જે સઘળાં પ્રાણીઓને પિતાનાં સમાન ગણવામાં આવે તો સાધકના રાગ
નષ્ટ થાય છે. मूलम्- अइमाणं च मायं च, तं परिन्नाय पंडिए।
सव्वमेयं णिराकिच्या, णिव्वाणं संघए मुणी ॥३४॥ અર્થ : પતિ મુનિ, અતિ માન, કેધ તથા માયા અને લેભ એમ ચાર કષાયને જ સંસારનાં
મહાકારણ માની તે બધાને ત્યાગ કરે અને મોક્ષની આરાધના કરે. (આ ચાર ક્યાયે ચારિત્ર્યને નાશ કરનાર છે તેમ જ તેઓ સંસારવૃદ્ધિનું કારણ છે.)