________________
સૂયગડંગ સૂત્ર
૧૧૩ છે તેવા શૂન્યતાવાદ વાળા પ્રત્યક્ષ પદાર્થોની બદલાતી પર્યાયરૂપ ક્રિયાઓને દેખી શકતા
નથી. તેથી, તેઓ મિથ્યાત્વભાવમાં જ રહી સંસાર પરિભ્રમણ કરે છે. मूलम्- संवच्छर सुविणं लक्खणं च, निमित्तदेहं च उप्पाइयं च ।
अटुंगमेयं वहवे अहित्ता, लोगंसि जाणंति अणागताई ॥९॥ અર્થ: આ જગતમાં ઘણું પુરૂષે જતિષ શાસે, સ્વપ્નશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, ચિહ્નશાસ્ત્ર
તથા ઉલ્કાપાત, ભૂકંપ, ભૂતકાળ, ભવિષ્યકાળની વાતો જાણી શકે છે. આકાશ ગર્જના, સુખદુઃખ આદિનાં શાસ્ત્ર ભણને જે ભવિષ્યકાળ કહેવામાં આવતું હોય તે શૂન્યવાદની
માન્યતા માની શકાય નહિ. मूलम्- केई निमित्ता तहिया भवंति, केसिंचि वं विप्पडिएत्ति णाणं ।
ते विज्जभावं अणहिज्जमाणा, आहंसु विज्जा परिमोक्खमेव ॥१०॥ અર્થ : કેઈ નિમિત્ત સત્ય અને વિપરીત પણ હોય છે. એમ જાણી અક્રિયાવાદીઓ વિદ્યાનું
અધ્યયન કરતા નથી અને વિદ્યાના ત્યાગને કલ્યાણકારી માને છે (શૂન્યતાવાદીઓ પિતાના
દુરાગ્રહને કારણે સત્ય હકીકત જાણી શકતાં નથી) मूलम्- ते एवमक्खंति समिच्च लोगं, तहा तहा समणा साहणा य ।
सयं कडं णन्नकडं च दुक्खं, आहंसु विज्जाचरणं पमोक्खं ॥११॥ અર્થ: કઈ કઈ શ્રમણ અને બ્રાહ્મણ જગતને કહે છે, કે પિતાનાં કર્મ અનુસાર જીવોને ફળ
ભેગવવાનાં હોય છે અને ક્રિયા પ્રમાણે જ ફળ હોય છે. દુઃખ જીવે પોતે જ પેદા કરેલ છે. અન્ય દ્વારા કરાયેલ નથી તેથી તેઓ જ્ઞાન સિવાય ફકત તપ અને સંયમની આરાધના કરવાથી જ મોક્ષ માને છે. આ પ્રમાણે ફક્ત ક્રિયાને જ મહત્ત્વ આપે છે, પરંતુ તીર્થકર દેવ જ્ઞાન અને ક્રિયા બનેને મોક્ષનું કારણ કહે છે એકલી ક્રિયાથી મોક્ષ થતું નથી,
તેમજ એકલા જ્ઞાનથી પણ મેક્ષ થતો નથી. જ્ઞાન અને ક્રિયા અને મોક્ષના અનિવાર્ય કારણ છે. मूलम्- ते चक्खुलोगंसिह णायगा उ, मग्गाणुसासंति हितं पयाणं ।
तहा तहा सासयमाह लोए, जंसी पया माणव संपगाढा ॥१२॥ અર્થ : તીર્થકર આદિ જ્ઞાની પુરૂષ જગતમાં ચડ્યુસમાન છે, જગતનાં નાયક છે પ્રાણીઓને
હિતકારી ઉપદેશ આપે છે જેવી રીતે લેક શાશ્વત છે તેવી રીતે તેને શાશ્વત કહેલ છે.
હે માનવ! આ આખો લેક નરક, તિર્યંચ અને મનુષ્ય તેમ જ દેવપણાથી વ્યવસ્થિત છે. मूलम्- जे रक्खसा वा जमलोइया वा, जे वा सुरा गंधव्वा य काया ।
आगासगामी य पुढो सिया जे, पुणो पुणो विप्परियासुवेति ॥१३॥ અર્થ: વ્યંતરે, અસૂરકુમા, પરમાધામીઓ, દેવે, જ્યોતિષી દે, ગંધ, પૃથ્વીકાય આદિ
છે, પક્ષી, વાયુ ય આદિ છે, બેઈન્દ્રિય આદિ છે, મનુષ્ય, નારકી વિગેરે સર્વ જી પિતપોતાનાં કરેલાં કર્મથી કર્મ અનુસાર ભિન્ન ભિન્ન ગતિઓમાં અહટ યંત્રની માફક વારંવાર ઉત્પન્ન થઈ, જન્મ અને મરણરૂપી સંસારમાં પરિભ્રમણ કરે છે.