________________
સૂયગડાંગ-સૂત્ર
૧૧૯ નથી અને ભિક્ષાચયથી લૂખા સૂકા આહારથી નિર્વાહ કરતે હોય પણ તે માન, પ્રતિષ્ઠા અને પ્રશંસાની પ્રાતિ ઈચ્છતો હોય તે સાધક શ્રેષ્ઠ એવા મોક્ષમાર્ગને જાણતો નથી અને બાહ્ય પરિગ્રહનાં ત્યાગને જ આજીવિકાનુ સાધન બનાવી, વારંવાર સંસારમાં
પરિભ્રમણ કરે છે. मूलम्- जे भासवं भिक्खू सुसाहुवाई, पडिहाणवं होइ विसारए य ।
आगाढपणे सुविभावियप्पा, अन्नं जणं पन्नया परिहवेज्जा ॥१३॥ અર્થ : જે સાધુ ભાષાના જાણકાર હોય, મધુર બલવાવાળા હય, પ્રતિભાવાળા હોય, વિશારદ
હેય, સત્ય તત્વમાં કુશળ હોય, ધર્મભાવનાથી વાસિત હોય, એવાં ગુણવાન હોય તે ઉત્તમ સાધુ કહેવાય છે. પરંતુ આવા ગુણેનાં અભિમાનથી અન્ય સાધુઓની નિંદા કે તિરસ્કાર કરતાં હોય, પિતાની બુદ્ધિ પ્રતિભાથી બીજાને અપમાનિત કરતા હોય એવા
ઉપરોકત ગુણો હોય છતાં તે સાધુ નથી પરંતુ સાધુનાં આભાસરૂપ છે. તેમ માનવું. मूलम्- एवं ण से होइ समाहिपत्ते, जे पन्नयं भिक्खू विउकसेज्जा।
अहवाऽवि जे लाभमयावलित्ते, अन्नं जणं खिसति. बालपन्ने ॥१४॥ અર્થ : પૂર્વોકત પ્રકારથી જે કઈ સાધુ પિતે બુદ્ધિમાન હોવા છતાં બીજાનું અપમાન કરે તે સાધુ
મોક્ષ માર્ગમાં જઈ શક્તો નથી વળી આવા સાધુને કદાચ લાભાંતરાય કર્મના ક્ષપશમથી આહાર આદિ સહેજે પ્રાપ્ત થતાં હોય અને તે લાભનાં મદથી ઉન્નમત બની અન્ય સાધુઓની નિંદા કરતો હોય તો આવા અજ્ઞાની ભૂખ સાધક સમાધિરૂપ મોક્ષ માર્ગને પામી શકતો
નથી તેમ જ ધર્મને આરાધક થઈ શકતો નથી मूलम्- पन्नामयं चेव तवोमयं च, णिन्नामए गोयमयं च भिक्ख ।
__ आजीवगं चेव चउत्थमाहु, से पंडिए उत्तमपोग्गले से ॥१५॥ અર્થ ? જે કોઈ સાધુ બુદ્ધિમત, તપમ, ગોત્રમદ, આજિવિકા મદ એ ચારેય મદને ત્યાગ કરે
તો તે પતિપદને પામે છે અને સર્વ મુનિવૃદમાં સર્વોત્તમ ગણાય છે (મદથી જવા પતિત થાય છે. મદ છે તે કષાય છે કષાય એ જ સસાર છે અને સંસાર છે તે દુઃખમય
છે. એમ જાણી સાધકે મદનો પરિત્યાગ કરી આત્મ ઉપગ રાખી સયમનું પાલન કરવું.) मूलम- एयाइं मयाई विगिच धीरा, ण ताणि सेवंति सुधीरधम्मा।
ते सव्वगोत्तावगया महेसी, उच्च अगोत्तं च गई वयंति ॥१६॥ અર્થ : ધીર સાધક પ્રકન મદનાં સ્થાનેથી અલગ રહે, સદુ-ધર્મ સંપન્ન સાધુ હોય તે ગોત્ર
અદિના મદને કરે નહિ, એમ કરવાવાળા પુરુષ તીર્થકર દ્વારા પ્રતિપાદિત કરેલ ધર્મનું પાલન કરવાવાળો છે. આ મદ રહિત થયેલ આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય રૂપ ધર્મનું આરાધન કરી સર્વ કર્મોનો ક્ષય કરી ઉચ્ચ-નીચ ગોત્ર રહિત તપથી ઉત્તમ એવી મોક્ષ ગતિને પામે છે એમ જાણુને સાધકે મદનો ત્યાગ કરવો