________________
૧૨૩
સૂયગડીંગ સૂત્ર
એમ જાણી સાધક પુરુષ સદ્યા ગુરુકુળમાં નિવાસ કરે અને સમાધિની ઇચ્છા રાખે અને મુકિતને ચેગ્ય પુરુષનાં આચરણના સ્વીકાર કરે ગચ્છ બહાર ન જાય (ગુરુનાં નિવાસમાં રહેવાથી સત્સંગના જોગ અને, પ્રમાદ ન થાય, શ ંકાને ફ્ેસલે થાય, સ્વચ્છંદ તૂટી જાય અને સચમ તથા જ્ઞાનની વૃદ્ધિ થાય.)
मूलम् - जे ट्ठाणओ य सयणासणे य परक्कमे यादि सुसाहु जुत्ते ।
समिति गुत्तीय आयपत्रे वियागरिते च पुढो वएज्जा ॥५॥
અર્થી : ગુરુના સમુહમાં નિવાસ કરનાર સાધુ શયન, સ્થાન, આસન વિગેરેમાં અપ્રમાદપણે રહી શકે છે સૌંયમમાં ઉત્તમ સાધુની માફ્ક આચરણ કરી શકે છે. પેાતે મિતિ અને ગુપ્તિમાં નિપૂણ મનીને અન્ય સાધકોને સમિતિ ગુપ્તિરૂપ આચારને ઉપદેશ આપી શકે છે આવે સાધકને આચાર છે અને તે આચાર ગુરુ સમીપે રહેવાથી વૃદ્ધિને પામી શકે છે मूलम् - सद्दागि सोच्चा अदु भेरवाणि अणासवे ते परिव्वज्जा |
निद्दं च भिक्खू न पमायं कुज्जा, कहं कहं वा वितिगिच्छति ॥ ६ ॥
અર્થ : સાધુ ઈરિયા સમિતિ યુકત હાઇ મધૂર શબ્દો તથા ભયંકર શબ્દો સાંભળીને તેમાં રાગ દ્વેષ કરે નહિ મધ્યસ્થવ્રુતિ ધારણ કરે, નિદ્વારૂપ પ્રમાદ સેવે નહિ કોઈ વિષયમાં શંકા થાય તે ગુરુને પૂછીને નિવારણ કરે. આ પ્રમાણે કરવાથી સયમનાં અનુષ્ઠાનમાં તત્પર થઈ શકાય છે અને વ્યાકુળતારૂપ વિચિકિત્સાને પાર કરી શકાય છે.
मूलम् - डहरेण वज्रेणऽणुसासिए उ राइणिएणावि समव्वणं ।
सम्मं तयं थिरतो णाभिगच्छे णिज्जंतए वावि अपारए से ॥७॥
અર્થ : કાઈ સાધક પેાતાનાં પ્રમાદને લીધે ભૂલ થાય ત્યારે તેનાથી નાની વયનાં, અગર સમાન વયનાં, અગર મેાટી વયનાં, પ્રવજ્યામાં શ્રેષ્ઠ એવા સાધકા તરફથી તેની ભૂલ સુધારવા શિખામણનાં વચને કહેવામાં આવે તે તે શિખામણને નહિ સ્વીકારતાં તેની ઉપર ક્રોધ કરે તેા તેવા સાધકે સચમપાલનથી ભ્રષ્ટ થઈ સંસારમાં પરભમણ કરે છે. અને સસારને પાર કરવામાં અસમ અને છે. (માટે સાધકે સંયમપાલનમાં કોઇ ક્ષતિ થઈ જાય તે સતત જાગૃત મની અહમ્ ભાવ ત્યાગી, શિખામણ આપનારના ઉપકાર માની, પ્રાયશ્ચિત લઇ વિશુદ્ધ ખનવુ જોઇએ.)
मूलम् - विउट्टितेणं समयाणुसिट्टे डहरेण बुड्ढेण उ चोइए च ।
अच्चुट्टियाए घडदासिए वा आगारिणं वा समयाणुसिट्टे ||८||
અર્થ : વીતરાગ શાસ્ત્ર વિરૂદ્ધ કાર્ય કરનારને ગૃહસ્થે તેમ જ અન્ય તિર્થીઓ તથા સામાન્ય કામ કરવાવાળી દાસી તેમ જ સાધકથી નાની ઉંમરનાં અથવા મેટી ઉંમરના કાઇ સાધુ જો સાધુના આચાર વિરૂદ્ધ કાર્ય કરનાર સાધક સાધુને ઉત્તમ આચાર પાળવાની શિખામણ આપે તે તે સાધક શિખામણ આપનાર ઉપર ક્રોધ કરે નહિ. પરંતુ તેના ઉપકાર માની આત્મહિતનું કારણ જાણી શિખામણના સ્વીકાર કરે