________________
१४ मुंअध्ययन (ग्रन्थनाम) પૂર્વભૂમિકા – “યથાતથ્ય' નામનું તેરમુ અધ્યયન સમાપ્ત થયું. હવે “ગ્રથનામનું ચૌદમું અધ્યયન શરૂ કરવામાં આવે છે તેમાં અધ્યયનમાં યથાતથ્ય એટલે સમ્યક ચારિત્ર્ય કેવુ હોય તેનું વર્ણન કરવામાં આવ્યું હતું. આવુ નિર્મળ અને પવિત્ર ચારિત્ર્યની પ્રાપ્તિ બાહ્ય ગ્રંથી અને અભ્યતર ગ્રંથીનાં ત્યાગ વિના થઈ શકે નહિ બાહ્યગ્રથી એટલે નવ પ્રકારનાં બાહ્મપરિગ્રહનો ત્યાગ અને આંતર પરિગ્રહ એટલે વિકાર વાસના, કષાય આદિનુ મંદપણું કરી તેને ક્ષય કરે તે આ
થી ખ્યાન ચૌદમાં અધ્યયમાં વર્ણવવામાં આવશે मूलम- गंधं विहाय इह सिक्खमाणो उट्ठाय सुवभचेरं वसेज्जा ।
ओवायकारी विणयं सुसिक्खे जे छेय विष्पमायं न कुज्जा ॥१॥ અર્થ : સાધક આલેકનાં પરિગ્રહને છોડી, શિક્ષા ગ્રહણ કરી, દિક્ષા લઈને ઉત્સાહપૂર્વક બ્રહ્મચર્યનું
પાલન કરે તથા આચાર્યની આજ્ઞાનું પાલન કરતાં થકા વિનયને પણ શીખે આવી રીતે સંયમપાલન કરવામાં કદી પણ પ્રમાદ કરે નહિ (આવા સાધકે ધન્યવાદને પાત્ર બને છે, વળી સમસ્ત કર્મોનો નાશ કરી મોક્ષને પ્રાપ્ત કરે છે જન્મ મરણનો નાશ કરવા માટે
આઠ પ્રવચન માતાનુ બ્રહ્મચારીએ પાલન કરવું જોઈએ) मूलम्- जहा दियापोयमपत्तजातं सावासगा पविडं मन्नमाणा ।
तमचाइयं तरुणमपत्तजातं ढंकाइ अव्वत्तगय हरेज्जा ॥२॥ અર્થ : જેમ પક્ષીનાં નાનાં બચ્ચાને પૂરી પાળે આવ્યા પહેલાં પોતાના સ્થાનથી ઊડી અન્ય સ્થાને
જવાની ઈચ્છા થાય, પણ ઉડવામાં અસમર્થ હોવાથી પાંખ ફફડાવતાં દેખીને ઢક આદિ અન્ય માંસાહારી પક્ષીઓ તે બચ્ચાને પકડી લઈ મારી નાખે છે તેમ એકલાં વિચરતા સાધુ સયમથી ભ્રષ્ટ બને છે (જેથી સાધુએ પિતાની પૂર્ણ શકિત ખીલવ્યા સિવાય પોતાના
સમૂહમાંથી બહાર એકલા વિચારવાની ઈચ્છા કરવી નહિ) मूलम्- एवं तु सेहंपि अपुट्टधम्म निस्सरियं वुसिमं मन्नमाणा ।
दियस्स छायं व अपत्तजायं हरिसु णं पावधम्मा अणेगे ॥३॥ અર્થ : જેમ પ રહિત પક્ષીનાં બચ્ચાને માંસાહારી પક્ષી પકડી તેને નાશ કરે છે એ પ્રમાણે
ધર્મમાં અપ્રવીણ એવા નવદિક્ષિતને સમુદાયમાંથી એકલાં બહાર નિકળેલ જોઈને કેટલાંક પાખડીઓ તેને પ્રલોભન આપી સયમ ધર્મથી તેને ભ્રષ્ટ કરે છે (વયથી અને જ્ઞાનથી
જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી સાધકે ગુરુવાસમાં રહેવુ ચોગ્ય છે) मूलम्- ओसाणमिच्छे मणुए तमाहि अणोसिए णंतर्कारति नच्चा।
ओभासमाणे दवियस्स वित्त ण णिक्कसे बहिया आसुपन्नो ॥४॥ અર્થ : જે પુરુ ગુરૂકુળમાં નિવાસ કરતા નથી તે પુરૂષે પોતાના કર્મોનો નાશ કરી શકતાં નથી