________________
૧૨૦
मूलम् - भिक्खू सुयच्चे तह दिट्ठधम्मे, गामं च णगरं च अणुप्पविस्सा |
से एसणं जाणमणेसणं च अन्नस्स पाणस्स अणाणुगिद्धे ॥ १७ ॥
અધ્યયન ૧૩
અર્થ : ઉત્તમ લેશ્યાવાળા, મઢના સ્થાનેથી રહિત શ્રુત અને ચારિત્ર્ય ધર્મને જાણનાર, ગામ અને નગરમાં ગયા. થકા દોષિત અને નિર્દેષિતપણાને જાણનાર એવા સાધકે આસકિત રહિત ખની, નિર્દોષ આહાર-પાણીને ગ્રહણ કરે અને સચમ નિભાવ માટે મર્યાતિ ભેાજન કરી સંયમનુ પાલન કરે તેવા સાધકને ભગવાને ચેાગ્ય સાધુ કહ્યા છે.
मूलम् - अरइं च रइं च अभिभूयं भिक्खू, वहूजणे वा तह एगचारी ।
एगंतमोणेण वियागरेज्जा, एगस्स जंतो गइरागइ य ॥१८॥
અર્થ : સાધુ સંયમ પાળતાં અસંયમ ભાવમાં રૂચિ ન કરે; એટલે આ ન માને, સંયમ ભાવમાં અરૂચિ ન કરે, અન્ય સાધુની સાથે રહેતા હેાય કે એકલા વિચરતાં હાય પરંતુ સચમને ખાધક થાય એવા ભાષણ ન કરે. તે એકત્વ ભાવનાની વૃદ્ધિ કરવા માટે વિચારે કે તમામ જીવા પરલેાકમાં એકલા જ જાય છે અને એકલાં જ ખીજી ગતિમાંથી આંવીને અહી જન્મ ધારણ કરે છે એમ જાણી સચમમાં જાગૃત મની એકલા વિચરવું
मूलम् - सयं समेच्या अदुवा वि सोच्चा, भासेज्ज धम्मं हिययं पयाणं ।
जे गरहिया सणियाणपओगा ण ताणि सेवंति सुधीरधम्मा ॥१९॥
અ : સાધક ધર્મનાં સ્વરૂપને સ્વયં જાણી અથવા આચાર્ય આદિ પાસેથી સાંભળીને જીવાનાં હિતના માટે હિતકારી ધર્મના ઉપદેશ આપે સાધુ પુરુષા માટે સત્કાર, સન્માન, પુજા આદિ નિન્દ્રિત કાર્યાં ગણાય છે. સાધક આવા સાંસારિક લાભાર્થે કાઇપણ કાર્યાં કરે નહિ તથા ઉપદેશ પણ ન આપે.
मूलम् - केसिचि तककाई अबुज्झ भावं, खुद्दं पि गच्छेज्ज असहाणे |
आउस्स कलाइयारं बधाए, लद्धाणुमाणे च परे अट्ठे ॥२०॥
અર્થ : શ્રોતાનાં અભિપ્રાય જાણ્યાં વિનાં ઉપદેશ આપવાથી લાભના બદલે કેાઈ વખત ઉપદેશકને હાનિ થઈ જાય છે. શ્રોતાજન કદાચ પોતાનાં ધનુ અપમાન થાય છે તેમ સમજે તા તે ઉપદેશકને વ્યથા પહાંચાડે છે. અગર આયુષ્યને હાનિ પહોંચાડે છે. કદાચ આયુષ્યના ઘાત કરી ટૂંકું જીવન પણ કરી નાંખે છે. એમ જાણીને ઉપદેશ દેતા પહેલાં શ્રોતાનાં અભિપ્રાયને અનુમાન આદિથી જાણી લેવા.
मूलम् - कम्मं च छंदं च विगच धीरे, विणइज्ज उ सव्वओ आयभावं ।
रूहि लुप्पति भयावहेहि, विज्जं गहाय तसथावरेह ॥२१॥
અર્થ : ઉત્તમ બુદ્ધિમાન સાધુ ધર્મોપદેશ સમયે સાંભળનારાંનાં કાર્યાં, અભિપ્રાય વિગેરે જાણી લે. સભાને અનુરૂપ તિરસ્કાર રહિત સમભાવથી ધર્મના ઉપદેશ આપે અને શ્રોતાનાં મિથ્યાત્વ આદિ ભાવાને દૂર કરાવે. તેમ જ વિષય આકિત દૂર કરાવવા માટે સ્ત્રીઓનાં રૂપ, એનાં સસ, તેમની સાથે વાર્તાલાપ વિગેરે જીવને સંસારમાં રખડાવનાર છે; તેવા