________________
અધ્યયન ૧૨
૧૧૪
मूलम्- जमाहु ओहं सलिलं अपारगं, जाणाहि णं भवगहणं दुमोक्खं ।
जंसी विसन्ना विसयंगणाहिं, दुहओ वि लोयं अणुसंचरंति ॥१४॥ અર્થઃ આ સંસાર સ્વયભૂ રમણ સમુદ્રની માફક અપાર છે અને પાર કરવો અશક્ય છે એમ શ્રી
તીર્થકર અને ગણધરોએ કહેલ છે. એવા ગહન આ સંસારને દુષ્કર સમજે. જે સંસારમાં જીવો વિષયે અને સ્ત્રીઓમાં આસક્ત થયેલાં છે તે જી ત્રમ, સ્થાવર, ભૂચર, બેચર
આદિ થઈને લોકમાં પરિભ્રમણ કરતા રહે છે मूलम्- न कम्मुणा कम्म खति बाला, अकम्मुणा कम्म खवेति धीरा।
मेघाविणो लोभनयावतीता, संतोसिणो नो पकरेति पावं ॥१५॥ અર્થ : કર્મથી જ કર્મને નાશ થાય છે તેમ માનવાવાળા અજ્ઞાનીઓ સાવધ કર્મથી કમને ક્ષય
કરાવી શક્તા નથી પાપ કરવાથી પાપ નાશ ન થાય. ધીરપુરુષે આ ને રોકીને જ કર્મનો ક્ષય કરે છે તેથી બુદ્ધિમાન પુરુષો પરિગ્રહથી દૂર રહી લેભ અને મદથી રહિત
બની સતીષ ધારણ કરી પાપકર્મ કરતા નથી. मूलम्- ते तीय उप्पमन्नमणागयाइं, लोगस्स जाणंति तहागयाई ।
तारो अन्स अणन्न णेया, बुद्धा हु ते अंतकडा भवंति ॥१६॥ અર્થ : વીતરાગ પુરુષ, જીવોની ત્રણેય કાળની પર્યાયને યથાર્થરૂપે જાણતાં હોવાથી તેઓ સર્વ
જીવોના નેતા છે. તેમના નેતા કેઈ નથી સ્વયં બુદ્ધ છે લેકના સ્વરૂપને યથાર્થ જાણી શકે છે તેથી જ્ઞાની છ સંસારને અંત કરે છે (કષાયોને સર્વથા ક્ષય થવાથી
વીતરાગપણું પ્રાપ્ત થાય છે.) मूलम्- ते णेव कुव्वंति ण कारवंति, भूयाहिसंकाइ दुगंछमाणा ।
सया जया विप्पणमंति धीरा, विष्णत्तिवीरा य हवंति एगे ॥१७॥ અર્થ - પ્રત્યક્ષ જ્ઞાનીઓ પાપકર્મની નિદા કરતા થકી પ્રાણીઓના ઘાતના ભયથી પિતે સ્વય પાપ
કરતાં નથી તેમ જ બીજા પાસે કરાવતા નથી વળી અનમેદના પણ આપતા નથી આવા ધીર પુરુષે યત્નાવાન થઈ સયમનું અનુષ્ઠાન કરે છે અન્ય મતાવલબીઓ સંયમના જ્ઞાનમાં તે તેઓ કુશળ હોય છે પરંતુ જ્ઞાનમાત્રથી તેઓ સતોષી થાય છે પણ સમજણપૂર્વકનું
સયમ–આચરણ કરતાં નથી. मूलम्- डहरे य पाणे वुड्ढे य पाणे, ते आत्तो पासइ सव्वलोए।
उन्देहती लोगमिणं महंतं, बुद्धेऽपमत्तेसु परिव्वएज्जा ॥१८॥ અર્થ : ભગવાન તીર્થ કર કહે છે, કે આ જગતમાં નાના પૃથ્વીકાય આદિ તથા કુંથવા-કીડી વિગેરે
પ્રાણીઓ છે, તેમ જ મોટા હાથી વિગેરે બાદર પ્રાણીઓ પણ છે. એ બધાને સાધકે પિતાના સમાન ગણવા જોઈએ. આખુ જગત કર્મને વશીભૂત હેવાથી તેને દુઃખરૂપ જાણીને તવસ મુનિઓ સંયમનું પાલન કરવામાં યત્નસહિત વિચરે.