________________
૧૧૦
અધ્યયન ૧૧ मूलम्- संधले साहु धम्मं च, पावधम्म गिराकरे ।
उवहाणवीरिए भिक्खू , कोहं माणं ण पत्थए ॥३५॥ અર્થ : તીવ્ર તપ કરવામાં શકિતમાન સાધુ શ્રત અને ચારિત્ર્ય ધમની આરાધના કરે. દશ પ્રકારનાં
યતિ ધર્મની ઉત્પત્તિ કરે. પ્રાણાતિપાત વિગેરે પાપરૂપ ધર્મને ત્યાગ કરે, આવા સાધકે કષાયની મનથી પણ ઈચ્છા કરવી નહિ ટિપ્પણું – પાપરૂપ અનુષ્ઠાનો ત્યાગ કરવાથી તપ કરવામાં સાધકનું બળ, વીર્ય-પરાક્રમ
ફેરવી શકાય છે. मूलम्- जे य बुद्धा अइक्कंता, जे य बुद्धा अणागया ।
संती तेसि पइट्ठाणं भूयाणं जगती जहा ॥३६॥ અર્થ : જે જ્ઞાની પુરૂષ ભૂતકાળમાં થઈ ગયા છે અને ભાવિમાં થશે તે બધાને આધાર
અહિસાના સિદ્ધાંત પર રહેલો છે, અર્થાત્ મેક્ષ એટલે “પરમ શાંતિ” જેમ પ્રાણીઓને
માટે પૃથ્વી આધારરૂપ છે તેમ આ જીવનમાં સુખનો આધ ૨ શાતિ જ છે-કષાયનો ઉપશમ છે मूलम्- अह णं वयमावन्नं फासा उच्चावया फुसे ।
ण तेसु विणिहणेज्जा, वाएण वि महागिरी ॥३७॥ અર્થ : ભાવ માર્ગ એટલે પરમ વીતરાગ સ્વરૂપને ધર્મ અંગીકાર કર્યા પછી સાધુધર્મને પ્રાપ્ત
કરવાવાળા મુનિને કદાચ તીવ્ર અથવા મદ એમ અનેક પ્રકારનાં પરિસહો અને ઉપસર્ગો આવી પડે તે પણ મુનિએ તેનાથી પરાજીત ન થવું, અર્થાત્ ચલિત ન થવુ. જેમ સખત વાવાઝોડાથી પણ મેરૂપર્વત ચલિત થતો નથી તેમ સાધક ભિક્ષુ કે સાધુ ધર્મથી ચલિત ન
થતાં સ્થિર રહેવુ. मूलम्- संवुडे से महापन्ने धीरे दत्तेसण चरे ।
निव्वुडे कालमाकरवी, एवं केवलिणो मयं ॥ तिमि ॥३८॥ અર્થ : પૂર્વ પ્રકારે સ્થિત થયેલ મુનિ સવરયુકત તથા સમ્યક જ્ઞાનથી સંપન્ન થઈને વળી
વૈર્યશીલ બનીને અન્ય દ્વારા આપવામાં આવેલ નિર્દોષ આહારને જ ગ્રહણ કરે. આવી રીતે શાંત ચિત્ત બનીને પડિત મરણની ઈચ્છા કર્યા કરે આ પડિત મરણની આકાંક્ષાવાળે મુનિ કષાયોની નિવૃત્તિથી શાંત થયેલ હોય છે આ સર્વ કથન સર્વ જ્ઞાનીનાં મત અનુસાર છે. આ સર્વ વીતરાગ કથનમાં અમારી કઈ કલ્પના નથી ટિણી – સુધમાં સ્વામી જબુસ્વામીને કહે છે, કે તમોએ માર્ગનાં સંબંધમાં જે પ્રશ્ન
કર્યો હતો તેને ઉત્તર શ્રી તીર્થ કરનાં મત પ્રમાણે તમને આપેલ છે જે પ્રમાણે મેક્ષ માર્ગ” નામનું અધ્યયન જેવું મેં સાંભળ્યું હતું તેવું મેં તને કહ્યું છે.
૧૧ મું અધ્યયન સમાપ્ત