________________
तृतियाध्ययने चतुर्थोद्देशकः પૂર્વભૂમિકા :-ત્રીજા ઉદ્દેશકમાં અનુકુળ પ્રતિકૂળ ઉપસર્ગોનું વર્ણન આવ્યું ઘણું સાધુઓ ઉપસર્ગ સહન ન કરી શકવાના કારણે સંયમથી ભ્રષ્ટ થઈ ગયા છે. તે પાછા સ્થિર કરવા આ ચોથા ઉદેશકમાં કથન કરવામાં આવ્યું છે. मूलम्- आहंसु महापुरिसा, पुवि तत्ततवोधणा ।
उदएण सिध्धिी मावन्ना, तत्थ मंदो विसीयइ ॥१॥ અર્થ : કોઈ અજ્ઞાનિઓ એમ કહે છે કે પૂર્વ કાળમાં તપ જ જેમનું ધન છે એવા મહાપુરૂષોએ
કાચા પાણીનું સેવન કરીને મુકિત પ્રાપ્ત કરેલ છે. મૂર્ખ પુરૂષ આ વાત સાંભળીને શીતળ
જલનુ સેવન કરવામાં પ્રવૃત થઈ જાય છે मूलम्- अर्भुजिया नमी विदेही, रामगुत्ते य भुजिया ।
बाहुए उदगं भोच्चा, तहा नारायणे रिसी ।।२।। અર્થ : વિદેહ દેશના રાજા નમી રાજાએ આહારનો ત્યાગ કરીને અને રામગુપ્ત આહાર કરીને. બાહકે શીતળ જલનું સેવન કરીને ને નારાયણ ઋષિએ તે પ્રમાણે શીતળ જલને ઉપભોગ કરીને
સિદ્ધિને પ્રાપ્ત કરી છે मूलम्- आसिले देविले देव, दीवायण महारिसी ।
पारासरे दग भोच्चा, नीयाणि हरियाणि य ॥३॥ અર્થ : આસિલ ઋષિ તથા દેવલ બષિ તથા મહર્ષિ દ્વૈપાયન તથા પારાસર ઋષિ એ સર્વે શીતળ
પાણીનું સેવન કરીને તથા બીજ તથા હરિત વનસ્પતિનો આહાર કરી મોક્ષ પ્રાપ્ત કર્યું ટિપ્પણું – ઉપરોક્ત ત્રષિઓ કાચું પાણી, બીજ, વનસ્પતિઓ વિગેરેનો ઉપયોગ કરી
મોક્ષને પ્રાપ્ત થયા એ તેમનું કથન તદન અસત્ય જ છે કારણકે ધર્મનું ખરૂં સ્વરૂપ જાણનારા આવું અસત્ય કપોળકલ્પિત કથન કરે જ નહિ કામગમાં
આસકત હોવાથી ઉપરોક્ત પ્રકારે કરે છે मूलम्- एए पुवं महापुरिसा, आहिता इह संमता ।
भोच्चा बीओदग सिध्धा, इइ मेयमणुस्सुयं ॥४॥ અર્થ : પૂર્વકાળમાં આ મહાપુરૂષો જગત પ્રસિદ્ધ હતા. એમ જૈન આગમમાં પણ માન્ય પુરૂષ
હતાં એ લોકો બીજ -કંદ-મૂળ અને કાચું પાણી વિગેરેનો ઉપભોગ કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરેલ છે. એ પ્રમાણે મે મહાભાસ્ત આદિમાં સાંભળ્યું છે. ટિપણી : કઈક અન્યતીથિઓ આ ખોટો પ્રચાર કરીને સંસારમાં ડૂબે છે અને બીજાને
ડુબાડે છે જેન આગમમાં કાચા પાણીને અડકવું-સ્પર્શ કરે તેની પણ સાધુને મના છે. તે પીવાની વાત જ કયાં રહી?