________________
અધ્યયન ૬
પ્રકારે જાણ્યા છે. એટલે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જીવને નિત્ય જાણ્યા છે અને
પર્યાયાર્થિક નયની અપેક્ષાએ જીવને અનિત્ય જાણ્યા છે मूलम्- से सव्वदंसी असूभीयनाणी, णिरामगंधे धीइमं ठिइप्पा ।
अणुत्तरे सव्वजगंसि विज्ज, गंथा अतीते अभए अणाऊ ॥५॥ અર્થ : ભગવાન મહાવીર સર્વજ્ઞ અને સર્વદશી હતા તેઓ મૂળ ગુણ અને ઉત્તર ગુણોની અપેક્ષાએ
વિશુદ્ધ એટલે ઉત્કૃષ્ટ યથાપ્યાત ચારિત્ર્યનાં પાળનારા હતા. તેઓ આત્મ સ્વરૂપમાં સ્થિત,
સર્વેતમજ્ઞાની, ગ્રથિ રહિત, નિર્ભય તથા ચારેય પ્રકારનાં આયુકમથી રહિત હતાં मूलम्- से भूइपण्णे अणिएअचारी, ओहंतरे धीरे अणंतचक्खू ।।
अणुत्तरं तप्पति सूरिए वा, वइरोर्याणदे व तमं पगासे ॥६॥ અર્થ ઃ ભગવાન મહાવીર અનત જ્ઞાનસ પન્ન હતા. અનિયતરૂપે વિચરનારા હતા સંસાર સાગરને
તરનારા, અનત દર્શન સહિત સૂર્ય સમાન પ્રકાશિત, સૌથી અધિક જ્ઞાનવાન, વૈરેચન– ઈન્દ્રના સમાન તથા અગ્નિનાં સમાન અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરીને સર્વ પદાર્થોને
અને તેની ભૂત-ભવિષ્ય અને વર્તમાન અવસ્થાને પ્રકાશનારા હતા मूलम्- अणुत्तरं धम्ममिणं जिणाणं, या सुणी कासव आसुपन्ने ।
इंदेव देवाण महाणुभाव, सहस्सणेता दिवि णं विसिट्टे ॥७॥ અર્થઃ ભગવાન મહાવીર શિધ્ર પ્રજ્ઞાવાળા એટલે અનંતજ્ઞાની હતા. કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થયેલાં
હતાં. શ્રેષ્ઠ ધર્મના પ્રકાશક હતા જેમ ઈન્દ્ર દેવને નેતા કહેવાય છે. તેમ તીર્થકર ભગવાન
સકળ સંસારમાં સૌથી વધારે પ્રભાવશાળી અને શ્રેષ્ઠ છે. मूलम्- से पन्नया अक्खयसागरे वा, महोदही वावि अणंतपारे ।
अणाइले वा अकसाइ मुकके, सक्केव देवाहिवइ जुइमं ॥८॥ અર્થ: ભગવાન વર્ધમાન સ્વામી સમુદ્રનાં અગાધ પાણીની માફક અક્ષય પ્રજ્ઞાવત છે જેમ
સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી કદાપિ પણ ઓછુ થતુ નથી. તેમ ભગવાન મહાવીરનું જ્ઞાન અપ્રતિહત હતુ જેમ મહાસાગર અપાર નિર્મળ જળથી યુક્ત હોય છે તેમ ભગવાનનું જ્ઞાન અપાર અને અનંત વિશુદ્ધ છે. તેઓ નિર્મળ સ્વભાવ, વિષય, કષાય, જ્ઞાનાવરણિય
આદિ આઠ કર્મોથી રહિત અને સ્વય આત્મતિથી પ્રકાશિત છે. मूलम्-से वोरिएणं पडिपुन्नवीरिए, सुदंसणे वा णगसव्वसेठे।
सुरालए वासिमुदागरे से, विरायए णेगगुणोववेए ॥९॥ અર્થ ઃ ભગવાન મહાવીર અનત વીર્યસપન હતા એટલે કે અનત જ્ઞાન, અનંત દર્શન, અનત
ચારિત્ર્ય અને અનંત વીર્યથી પરિપૂર્ણ વ્યકત થયા હતા જેમ સુદર્શન પર્વત શ્રેષ્ઠ છે તેમ ભગવાન મહાવીર પણ સઘળા લોકમાં સર્વોત્તમ હતા. તેઓ અનત ગુણેથી યુક્ત હાઈ સહસ્ત્ર સૂર્યનાં પ્રકાશની માફક શોભતાં હતાં.