________________
અધ્યયન ૭
૮૨
मूलम्- सव्वाइं संगाई अइच्च धीरे, सव्वाइं दुक्खाइं तितिक्खमाणे ।
अखिले अगिद्वे अणिएयचारी, अभयंकरे भिवखु अणाविलप्पा ॥२८॥ અર્થ : ધર્યવાન સાધુએ સર્વસંગ પરિત્યાગી થઈને સમસ્ત દુખોને સહન કરતાં થકા ગાન,
દર્શન, ચારિત્ર્ય, તપ અને વીર્યથી પરિપૂર્ણ બનવું. તમામ પ્રકારનાં કામગ પ્રત્યે વિરકત ભાવ રાખવો અપ્રતિબદ્ધ વિહારી બનવું. પ્રાણીઓના અભયદાતા થવું. વિષય
કષાયથી નિવૃત થઈ સયમનું પાલન કરવું જોઈએ मूलम्- भारस्स जाता मुणि भुंजएज्जा, कंखेज्ज पावस्स विवेग भिखू ।
दुक्खेण पुढे धुयमाइएज्जा, संगामसीसे व परं दमेज्जा ॥२९॥ અર્થ : મુનિએ સંયમ નિભાવવા પૂરતું જ આહાર લેવું જોઈએ. પિતાના આત્માને પાપકર્મથી
દૂર રાખવાની ભાવના સેવવી જોઈએ. દુઃખ આવી પડે ત્યારે સમભાવપૂર્વક દુઃખ સહન કરવું અને સ યમમાર્ગમાં અવિચળ રહેવુ જેવી રીતે દ્ધો સ ગ્રામમાં ઊભે રહી
શત્રુઓનો સંહાર કરે છે એ જ પ્રમાણે કર્મશત્રુઓનુ દમન કરવું. मूलम्- अवि हम्ममाणे फलगावतट्ठी, समागमं कंखति अंतगस्त ।
णिधूय कम्मं ण पवंचुवेइ, अक्खक्खए वा सगडं तिबेमि ॥३०॥ અર્થ : ઉપસર્ગો દ્વારા પીડિત થવાને સમય આવે તે પણ સાધુએ લાકડાનાં પાટિયાની જેમ
રાગદ્વેષથી રહિત થવું અને સમભાવથી મૃત્યુને ભેટવા તૈયાર રહેવું. પરંતુ સંસાર તરફ, ધરી તૂટેલી ગાડી સમાન એક કદમ પણ ન રાખે અને પિતાને લાગેલ કર્મરૂપી રજને દૂર કરે.
૭ મુ અધ્યયન સમાપ્ત