________________
८ मुं अध्ययन-(श्री वीर्याधिकार अध्ययन) પૂર્વભૂમિકા – ૭ માં અધ્યયનમાં કુશીલ અને સુશીલ સ્વભાવવાળા સાધુનું કથન કરવામાં આવ્યું છે. આ સુશીલપણું કે કુર્સીલપણું વિયંતરાય કર્મનાં ક્ષય તેમ જ તેના ઉદયથી થાય છે. તેથી વીર્યનું પ્રતિપાદન કરવા માટે અને વીર્યની પ્રતિભા વિકસાવવા માટે અધ્યયનનો પ્રારંભ કરવામાં આવ્યું છે.
मूलम्- दुहा वेयं सुयवसायं, वीरियंति पवुच्चई ।
किं नु वीरस्स वीरत्तं, कहं चेयं पवुच्चई ॥१॥ અર્થ : શ્રી તીર્થ કર દે એ વીર્યનાં બે ભેદ કહ્યા છે. વીર્ય એટલે જીવની શક્તિ વિશેષ જાણવી
વીરપુરૂષનું વીર્ય કેવા પ્રકારે છે અને કેવા પ્રકારે વીર કહેવાય છે તે હવેની ગાથામાં કહેવાશે. (ઓછાવત્તા અશે સર્વ જીવોમાં વીર્ય હોય છે. આ વીર્યને ઉઘાડ આત્માની
સ્વશકિતથી હાય છે.) मूलम्- कम्ममेगे पवेदेति, अकम्मं वावि सुव्वया ।
एतेहिं दोहि ठाणेहि, जेहिं दोसंति मच्चिया ॥२॥ અર્થ: શ્રી સુધમાંસ્વામી જંબુસવામીને કહે છે કે હે જંબુ! વીર્યના બે પ્રકાર છે. (૧) સકર્મક
વીર્ય (૨) અકર્મક વીર્ય. સર્વ મનુષ્ય બે ભેદમાં વ્યવસ્થિત દેખાય છે. કેઈ પ્રવૃત્તિ-પ્રિય કર્મને વીર્ય કહે છે કેઈ ત્યાગરૂપ નિવૃત્તિ ધર્મને (વભાવમાં પ્રવૃત) ને વીર્ય કહે છે, વીર્યા રાયના પશમથી ઉત્પન્ન થયેલાં વીર્ય સ્વભાવિક છે ઔદયિકભાવથી ઉત્પન્ન થયેલું વીર્ય બાળ વીર્ય કહેવાય છે અને સત્યાગથી ઉત્પન્ન થયેલ નિર્મલ ચારિત્ર્યને પંડિત વિર્ય કહે છે સકર્મક વીર્ય સર્વ સસારીને હોય છે અકર્મક વીર્ય જ્ઞાન, દર્શન,
ચારિત્ર્ય અને પરૂપ સ્વસ્વભાવમાં પ્રવૃત્તિવાળાને હોય છે. मूलम्- पमायं कम्ममाहंसु, अप्पमायं तहाऽवरं ।
तभावा देसओ वावि, वालं पंडियमेव वा ॥३॥ અર્થ: શ્રી તીર્થ કર દેએ પ્રમાદને કર્મ કહેલ છે અને અપ્રમાદને અકર્મ કહેલ છે. પ્રમાદી
જીનું બાળવાર્ય હોય છે. અપ્રમાદી જીવોનુ પડિત વીર્ય હોય છે. (મદ, વિષય, કષાય, નિદા અને ચારિત્ર્ય દૂષિત કરે એવી વિકથા એ પાચેયને પ્રમાદ કર્મ કહે છે પ્રમાદનાં કારણથી જીવ આર ભમાં આસકત થઇ કર્મ બાંધે છે પ્રમાદરહિત પચમહાવ્રતનાં પાલનરૂપ કર્તવ્યમાં કમબ ધનનો અભાવ છે તેથી એ પુરૂષનાં કાર્યો પતિવીર્યવાળા કહેવાય છે