________________
९ मुं अध्ययन-धर्मनाम પૂર્વભૂમિકા – આઠમાં અધ્યયનમાં બાળવાર્ય અને પંડિતવીર્યનું કથન કરવામાં આવ્યું હતું. પાપકારી ક્રિયા માટે કરેલા પ્રયત્ન “બાળ-વીર્ય” કહેવાય છે. ધર્મ માટે કરવામાં આવનાર પ્રયત્ન પંડિત-વીર્ય” કહેવાય છે. આ “પંડિત-વીર્ય ધર્મ માટે કહેવામાં આવ્યું છે. તે ધર્મ કેવા પ્રકાર હોવો જોઈએ તે ખ્યાન ૯ માં અધ્યયનમાં આવશે. मूलम्- कयरे धम्मे अक्खाए, माहणेण मईमया ।
अंजु धम्मं जहातच्चं, जिणाणं तं सुणेह मे ॥१॥ અર્થ : શ્રી સુધર્માસ્વામીને શ્રી જંબુસ્વામી પૂછે છે કે “પ્રાણીઓને મારો નહિ” તે તથા | દુર્ગતિમાં પડતાં જેને બચાવે એ ધર્મ ભગવાન મહાવીર સ્વામીએ પ્રતિપાદન કરેલ છે
તે તે ધર્મ કેવા પ્રકાર છે? સુધર્મા સ્વામી પ્રત્યુત્તર આપે છે કે રાગ અને દ્વેષને જીતનાર એવા શ્રી જિનેશ્વરને ભાખેલે અને માયા-કપટ રહિતને સરળ ધર્મ હું તને
કહીશ તે તું સાંભળ. मूलम्- माहणा खत्तिया वेस्सा, चंडाला अदु बोक्कसा ।
एसिया वेसिया सुद्दा, जेय आरंभणिस्सिया ॥२॥ मूलम्- परिग्गहनिविट्ठाणं, वेरं तेसि पवड्डई ।
आरंभसंभिया कामा, न ते दुक्ख विमोयगा ॥३॥ અર્થ : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલ, બુકસ, ઐષિક (શિકારી), વૈશિક (વેશ ધારણ કરવાવાળા)
શુદ્ર તથા આરંભમાં આસક્ત રહેનાર જીવ, પરિગ્રહની મમતાવાળે જીવ, જે જે જીવોની ઘાત કરે છે તે તે જીવોની સાથે તેમને વેર બંધન થાય છે. વેર જન્મથી નવા જન્મ ધારણ કરવાં પડે છે જન્મ છે ત્યાં મૃત્યુ જરા, રંગ, આદિ દુખે રહેલાં છે. વેરનાં બંધન જીવહિંસાથી બંધાય છે. વિષય લેપી જી આરંભ સમારંભમાં આસક્ત હોય છે તેથી તેઓ ભવભવની વૃદ્ધિ કરાવનાર દુઃખના હેતુરૂપ આઠ કર્મોથી મુક્ત થઈ શકતાં નથી એમ જાણે આત્માથી છાએ આરંભ અને પરિગ્રહનાં મમત્વથી દૂર રહેવું તે તેમનાં
માટે સુખનું કારણ છે मूलम्- आघायकिच्च माहेळं, नाइओ विसएसिणो ।
अन्ने हरंति तं वित्तं, कम्मी कम्मेहि किच्चती ॥४॥ અર્થ : (પ્રાણુઓનાં દશ પ્રકારનાં પ્રાણોનો નાશ થાય તેને “આઘાત મૃત્યુ” કહે છે. મૃત્યુ બાદ
અગ્નિસંસ્કાર તથા પિતૃપિંડ આદિ ક્રિયાઓને “આઘાત મૃત્યુ કહેવાય છે) આઘાત કૃત્ય ર્યા બાદ વિષય લોલુપી છે એટલે મૃત્યુ પામનારાંના સ્ત્રી, પુત્ર, પુત્રી, બાંધવ આદિ