________________
અધ્યયન ૭
मूलम्- हुतेण जे सिद्धिमुदाहरंति, सायं च पायं अणि फुसंता।
एवं सिया सिद्विहवेज्ज तम्हा, अगणि फुसंताण कुकम्मिणंपि ॥१८॥ અર્થ : જે લેકે એવી પ્રરૂપણા કરે છે કે સાંજે અને સવારે અગ્નિની સ્પર્શ કરો એટલે કે
હોમહવન આદિ કરવાથી મોક્ષ મળે છે. તેવું કહેનારા લોકો પણ જૂઠા છે કેમકે અનિ જલાવવાથી, તેનો સ્પર્શ કરવાથી તેમ જ તેને વદન, અર્ચન આદિ કરવાથી જે મોક્ષ
મળતો હોત તો તેવા પાપીઓને પણ મોક્ષ મળ જોઈએ. मूलम्- अपरिक्ख दिटुं ण हु (एव) सिद्वि, एहिति ते धायमबुज्झसमाणा।
भूएहिं जाणं पडिलेह सातं, विज्जं गहायं तसथावरेहि ॥१९॥ અર્થ: જળસ્નાન, હોમ, હવન આદિ કરવાથી મોક્ષની સિદ્ધિ થાય છે તેવું માનનારા કેટલાંક
લેકો તે માન્યતાની કસોટી કર્યા વિના તે માન્યતાને અંગીકાર કરે છે. વસ્તુના વાસ્તવિક સ્વરૂપને નહિ સમજનાર આવા પાખંડીઓ સંસારમાં પરિભ્રમણ કરે છે. જીવે સમજવું જોઈએ કે ત્રસ અને સ્થાવર જીવો પણ સુખની અભિલાષાવાળા હોય છે. તે તેવા જીને મારવાથી પુણ્યના બદલે પાપના જ ભાગીદાર થવાય છે અને તેથી દુઃખની પરંપરા ચાલુ
રહે છે मूलम्- थति लुप्पंति तस्संति कम्मी, पुठो जगा परिसंखाय भिक्खू ।
तम्हा विऊ विरतो आयगुत्ते, दटुं तसे या पडिसंहरेज्जा ॥२०॥ અર્થ ? જે કુશીલ પુરુષ પ્રાણીઓની હિંસા કરીને પિતાનાં સુખની ઈચ્છા કરે છે તે પ્રાણીઓ
સંસારમાં દુખને જ અનુભવ કરે છે. આવા પાપી પ્રાણીઓને નિરંતર સહન કરવું પડે છે. તેમનું છેદન ભેદન કરાય છે તેમને નિરતર ત્રાસ વેઠવો પડે છે. તેથી વિચક્ષણ પુરુષે
પાપમાંથી નિવૃત્ત થવું અને જીવહિંસાને ત્યાગ કરે. मूलम्- जे धम्मलद्धं विणिहाय भुंजे, वियडेणसाहटु य जे सिणाई।
जे धोवती लूसयतीव वत्थं, अहाहु से णागणियस्स दूरे ॥२१॥ અર્થ: હે શિથિલાચારી સાધુ! નિર્દોષ આહારને પણ સંગ્રહ કરીને ભગવે છે. જે અચિત જળ
વડે સ્નાન કરે છે, જે વસ્ત્ર અને હાથપગ ધૂએ છે જે શોભાનાં માટે લાંબા વસ્ત્રને ટૂંકું ને ટૂંકા વસ્ત્રને લાંબુ કરે છે તે સાધુ નિગ્રંથ ભાવથી દૂર રહે છે. એવું તીર્થકર ભગવાન
કહે છે. मूलम्- कम्म परिन्नाय दगंसि धनरे, वियडेण जीविज्ज य आदिमोक्खं ।
से बीयकंदाइ अभंजमाणे, विरते सिणाणाइसु इत्थियासु ॥२२॥ અર્થ : જળસ્નાનને લીધે કર્મને બંધ થાય છે એમ સમજીને સાધુએ જીવનપર્યત ભીક્ષામાં અચિત
જળ વડે પોતાનું જીવન ધારણ કરવું. સાધુએ બીજ અને કદનો ઉપગ કરે નહિ
સ્નાન આદિનો ત્યાગ કરે તેમજ સ્ત્રીઓથી સદતર દૂર રહેવું જોઈએ. ટિપ્પણી સ્નાન કે શોભાથી બ્રહ્મચર્યને ભંગ થવાને સભવ છે.