________________
સૂયગડાંગ સૂત્ર ટિપ્પણી – જીવોનું ઉપમન કરવાથી તે મહાન હિંસા થાય છે. મોક્ષની પ્રાપ્તિ તે
અંતરનાં અહિંસા આદિ શુદ્ધ ભાવથી જ થઈ શકે છે. બાહ્ય મળ દૂર કરવાથી શરીરની જ શુદ્ધિ થાય છે. પણ તે બાહ્ય શુદ્ધિ આંતરિક મળને દૂર કરી
શકતી નથી. मूलम्- उदगेण जे सिद्धिमुदाहरंति, सायं च पायं च उदगं फुसंता ।
उदगस्स फासेण सिया य सिध्धो, सिज्झिसु पाणा बहवे दगंसि ॥१४॥ અર્થ : કુશીલોના મતનું સામાન્ય રીતે ખડન કરીને હવે વિશેષરૂપે ખડન કરવા સૂત્રકાર નીચે
પ્રમાણે પ્રતિપાદન કરે છે, કે જે અજ્ઞાની પ્રરૂપકે જળનું સાંજ સવાર સેવન કરવાથી મોક્ષ મળે છે તેવું માને છે. તે બધા એકાંત મિથ્યાવાદી છે. જે જળનાં જ સ્પર્શથી સિદ્ધિ મળતી હોત તો જળમાં રહેનાર પ્રાણીઓને જરૂર સિદ્ધિ પ્રાપ્ત થાત પરત એમ બનતું નથી તેઓ નિરંતર જળમાં રહેવા છતાં તેમનું અતર મલિન જ રહ્યા કરે છે. ટિપ્પણી - અંતરના કષાય, કામવિકાર, હિંસા, ઝેર, પ્રપંચ આદિ ભાવોનો નાશ કર્યા વિના
મેક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. मूलम्- मच्छा य कुम्मा य सिरासिवा य, मग य उद्या दगरक्खसा य ।
अट्ठाणमेयं कुसला वयंति, उदगेण जे सिद्धिमुदाहरंति ।।१५।। અર્થ : જે જળના સ્પર્શથી મુક્તિ મળતી હતી તે માછલાં, કાચબા, જળસર્પ જળઘેડા, જળમૃગ,
જળ જળરાક્ષસ આદિ સઘળાં જળચર પ્રાણુ મુક્ત જ થઈ જાત. પણ એવું બનતું નથી. આવી વાત કરનાર મિથ્યાવાદી જ છે. તેમની માન્યતા તદ્દન ખોટી અને વિપરીત છે
એવું તીર્થકર આદિ કુશળ પુરુષનું કહેવું છે. मूलम्- उदयं जइ कम्ममेलं हरेज्जा, एवं सुहं इच्छामित्तमेव ।
अंधं व णेयारमणुस्सरित्ता, पाणाणि चेवं विणिहति मंदा ॥१६॥ અર્થ : જે પાણી વડે કર્મ મળ હણાતું હોય એટલે કે જળના સ્પર્શથી કર્મમળ દૂર થઈ જતો
હોય તે જેમ તે જળ તેમની માન્યતા અનુસાર અશુભને દૂર કરે છે તેમ પુણ્યને પણ દૂર કરી શકે. પણ આ પ્રમાણે બનતું જોવામાં આવતું નથી. તેથી તેઓની માન્યતા કલ્પિત હોવાના કારણે યુકિત સંગત નથી. અજ્ઞાની માણસે સમ્યક જ્ઞાન અને સમ્યફ વિવેક રહિત એવા નેતાનું અનુકરણ કરીને તેમજ તેમનું વચન યથાર્થ માનીને પ્રાણીઓની ઘોર હિંસા કર્યા જ કરે છે. આમ કરવાથી તેમને કોઈ કાળે સાથની
સિદ્ધિ થઈ શકતી નથી આમ સમજીને શ્રમણે સ્નાન આદિને ત્યાગ કરવો જોઈએ. मूलम्- पावाई कम्माइं पकुव्वतो हि, सिओदगं तू जइ तं हरिज्जा ।
सिज्झिसु एगे दगसत्तधाती, मुसं वयंते जलसिध्धिमाहु ॥१७॥ અર્થ : પાપ કરનાર પુરુષના પાપને જે સચિત જળ હરણ કરતુ હોય તે તે સચિત જળમાં
રહેલા જીને ઘાત કરનાર છો પણ સિદ્ધિને પ્રાપ્ત કરી શક્યા હોત. પરંતુ એવું કહેનારા લોકોનું કથન તદ્દન મિથ્યા અને વાહિયાત છે.