________________
અધ્યયન ૫ ઉ ૨ ભવિષ્યમાં ઉદયમાં આવે છે. એકાંત દુઃખમય ભવને પ્રાપ્ત કરીને સર્વથા દુઃખી જીવ અનત દુઃખનું વેદન કરે છે. ટિપ્પણી:– જીવ જેવા અધ્યવસાય તીવ્ર કે મંદ પ્રકારનાં કર્યા હોય તેવા જ રસવાળા અને
સ્થિતિવાળા કર્મ આ જીવને ભેગવવા પડે છે. પણ ભાવિમાં પુરૂષાર્થ કરે તે
રસ ઉડી પણ જાય છે અને સ્થિતિ પણ ઓછી થાય છે मूलम्- एताणि सोच्चा णरगाणि धीरे, न हिसए किचण सव्वलोए।
एगतदिट्ठो अपरिग्गहे उ, बुज्झिज्ज लोयस्स वसं न गच्छे ॥२४॥ અર્થ: નારકી જીની આ દશા સાંભળીને ધીરપુરૂષે એટલે મુનિએ સમસ્ત લેકમાં રહેલાં કઈ પણ
ત્રસ કે સ્થાવર પ્રાણની હિંસા કરવી નહિ જીવ આદિ તત્વની યથાર્થ શ્રદ્ધા અને પ્રતિતી લાવીને અપરિગ્રહી બનવું જોઈએ અશુભ કર્મોનુ ફળ કેવું મળે છે તે જાણીને મુનિઓએ કષા અને ઈદ્રિયોને જીતવા જોઈએ.
ટિપ્પણુંઃ “હિસા” પદમાં મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ આવી જાય છે. मूलम्- एवं तिरिक्खे मणुयासुरेसुं, चतुरन्तऽणंत तयणुविवागं ।
__ स सन्वमेयं इति वेदइता, कंखेज्ज कालं धुयमायरेज्जा ॥२५॥ અર્થ : જે પ્રમાણે પાપી પુરૂષની નરકગતિ કહી છે, તે પ્રમાણે તિર્ય ચ, મનુષ્ય અને દેવગતિ પણ
જાણવી. એ ચાર ગતિઓથી યુક્ત સંસાર અનંત અને કર્મને અનુરૂપ ફળ આપનાર છે. એવુ જાણીને બુદ્ધિમાન પુરૂષ મરણકાળ પર્યત સંયમનું પાલન કરે ટિપ્પણી - ચારેય ગતિમાં દુખે પરિપૂર્ણ ભરેલાં છે. જ્યાં જયાં વિષયોની લાલસા
ઓછાવત્તા પ્રમાણમાં હોય છે ત્યાં ત્યાં સર્વત્ર દુઃખની છાયા રહેલી જ છે. જેમ પાંચ ઇન્દ્રિયના વિષયોની લાલસા વધતી જાય છે તેમ કડવા કિપાક જેવા દુઃખે પણ વૃદ્ધિને પાપે છે.
પાંચમું અધ્યયન સમાપ્ત