________________
अथ चतुर्थमध्ययनम-प्रथमोद्देशकः પૂર્વભૂમિકા - ત્રીજુ અધ્યન પૂર્ણ થયું. ચોથુ અધ્યન શરૂ થાય છે. આ અધ્યયનમાં ઉપસર્ગોનું વર્ણન કરતાં અનુકૂળ ઉપસર્ગો જીતવા ઘણું કઠણ હોય છે. સ્ત્રી પરિસાને જીતવાનું મહત્વ બતાવતાં કહે છે. मूलम्- जे मायरं च पियरं च, विप्पजहाय पुव्व संजोगं ।
एगे सहिते चरिस्साभि, आरतमेहुणो विवित्तेसु ॥१॥ અર્થ : જે કઈ સાધક માતા-પિતા વિગેરેના પૂર્વ સંયોગોને છોડીને સંયમ ગ્રહણ કરી, મૈથુનનો
ત્યાગ કરીને, એકાકી જ્ઞાન-દર્શન ને ચારિત્ર્યથી યુકત સ્ત્રી - પશુને નપુંસક રહિત સ્થાનમાં
વિચરીશ. मूलम्- सुहुमेणं तं परिक्कम्म छन्नपएण इथिओ मंदा !
उवायं पि ताउ जाणंसु, जहा लिस्संति भिक्खुणो एगे ॥२॥ અર્થ : અવિવેકશીલ સ્ત્રીઓ છુપી રીતે સાધુની પાસે આવીને કપટ જાળથી સાધુને ભ્રષ્ટ કરવા
પ્રયત્ન કરે છે. ને તે ઉપાય પણ જાણે છે જેનાથી કઈ એક સાધુ તેને સંગ કરી લે છે. मूलम्- पासे भिसं णिसीयंति, अभिक्खणं पोसवत्थं परिहति ।
कायं अहे वि दंसंति, बाहू उद्धटु कक्खमणुव्बजे ॥३॥ અર્થ : સાધુની પાસે વિશેષ નજીક આવીને બેસે છે વારંવાર સુંદર વસ્ત્ર પહેરીને કાયાના નીચેના
ભાગને બતાવે છે. ભૂજાઓ ઉંચી કરીને બગલને ભાગ બતાવે છે मूलम- सयणासणेहि जोगेहिं, इथिओ एगया णिमंतति ।
एयाणि चेव से जाणे, पासाणि विरूवरूवाणि ॥४॥ અર્થ : કઈ વખત સ્ત્રીઓ યોગ્ય વસ્તુઓનું શયના મન વિગેરેનું સાધુઓને નિમંત્રણ કરે છે પરંતુ
તે સાધુઓ આ તમામ વાતોને વિવિધ પ્રકારનાં પાસ બ ધન-ને સમજી લે. मूलम्- नो तास चक्ख संधेज्जा, नो वि य साहसं समभिजाणे ।
णो सहियं पि विहरेज्जा, एवमप्पा सुरक्खिओ होइ ।।५।। અર્થ : તે સ્ત્રીઓની આંખ સાથે આખ મિલાવે નહિ તેમ તેના નિમત્રણરૂપ સાહસને રૂડન જાણે
તેમની સાથે પરગામ વિગેરે જવા માટે વિહાર ન કર આ પ્રમાણે વર્તવાથી આધુને
આત્મા સયમમાં સુરક્ષિત રહી શકે છે मूलम्- आमंतिय उस्सविया, भिक्खं आयसा निमंतंति ।
एयाणि चेव से जाणे, सहाणि विरूवरूवाणि ॥६॥ અર્થ : આમંત્રણ કરીને, વિશ્વાસ ઉપજાવીને, સાધુને ભેગ ભેગવવા પોતાની સાથે પ્રાર્થના કરે.