________________
સૂયગડંગ સૂત્ર मूलम्- जइ ते सुया लोहितपूयपाइ, बालागणी तेअगुणा परेणं ।
कुंभी महंताहिय पोरसिया, समुसिता लोहियपूयपुण्णा ॥२४॥ અર્થ : લેહી તથા પરૂને પકવનારી નવીન અગ્નિના તાપ સમાન જેનો ગુણ છે, અત્યત તાપ
યુક્ત પુરૂષ પ્રમાણથી અધિક, રકત ને પરૂથી ભરેલી ઉંચી કુંભી નામની નરકભૂમિ કદાચિત
તમે સાંભળી હશે? मूलम्- पक्खिप्प तासु पययंति वाले, अट्टस्सरे ते कलुणं रसंते ।
तण्हाइया ते तउ तंब तत्तं, पज्जिज्जमाणाऽट्टस्सरं रसंति ॥२५॥ અર્થ : તે રક્તને પરૂથી ભરેલી કુંભમાં પરમાધામીઓ અજ્ઞાની નારકીના જીવને તે આર્તનાદ
કરતાં કરૂણ સ્વરથી રડતાં તેમાં નાખીને પકવે છે. તૃષાથી વ્યાકૂળ તે નારકીઓને પરમા
ધામીઓ ગરમ સીસું તથા તાંબુ પીવડાવતાં તે આર્તસ્વરે રૂદન કરે છે. मूलम्- अप्पेण अप्पं इह वंचइत्ता, भवाहमे पुवसत्ते सहस्से ।
चिटुंति तत्था बहुकुरकम्मा, जहा कडं कम्म तहासि भारे ॥२६॥ અર્થ : આ મનુષ્યભવમાં થોડા સુખના લાભથી જે પિતાના આત્માને ઠગે છે તે સેંકડે હજારો
વાર નીચ ભવ પામી એ નરકમાં રહે છે જેવા પૂર્વજન્મમાં કર્મો કર્યા હોય તેને તેવી
પીડા પ્રાપ્ત થાય છે. मूलम् समज्जिणित्ता कलुसं अणज्जा, इटेहि कंतेहि व विप्पहणा ।
ते दुब्भिगंधे कसिणे च फासे, कम्मोवग। कुणिमे आवसं ति ॥ तिबेमि ॥२७॥ અર્થ : અનાર્ય પુરૂષ પાપકર્મ ઉપાર્જન કરી ઈષ્ટને પ્રિયથી રહિત, દુર્ગાથી ભરેલ અશુભ
સ્પર્શવાળા માંસ ને લેહીથી ભરેલ નરકમાં કર્મથી વશીભૂત થઈ નિવાસ કરે છે એ પ્રમાણે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે
इति पंचमाध्ययनस्य प्रथमोद्देशक :