________________
સૂયગડાંગ સૂત્ર मुलम्- नो अभिकंखेज्ज जीविय, नोवि य पूयणपत्थए सिया ।
अब्भत्थमुवति भेरवा, सुन्नागारगयस्स भिक्खुणो ॥१६॥ અર્થ : મહામુનિ જીવનની ઈચ્છા કરે નહિ. પુજા સત્કારની પણ અભિલાષા ન રાખે શુ ગૃહમાં
રહેલાં ભિક્ષુને ભયાનક પ્રાણુઓ પણ આત્મીયતા સમાન થઈ જાય છે. मलम्- उवणीयतरस्स ताइणो, भयमाणस्स विविक्कमासणं ।
सामाइयमाहु तस्स जं, जो अप्पाणं भए ण दसए ॥१७॥ અર્થ : જેણે પિતાના આત્માને જ્ઞાન સમીપ પહોંચાડેલ છે પોતાનો ને બીજાને ઉપકાર કરનાર
અર્થાત્ જીવનકાયનું રક્ષણ કરનાર, સ્ત્રી, પુરૂષ તથા નપુસક રહિત સ્થાન સેવનાર એવા મુનિનાં ચારિત્ર્યને સામાયિક ચારિત્ર કહેલ છે એવા સાધકે પિતાના આત્મામાં ભય પ્રદર્શિત ન કરે ટિપ્પણી - પિતાનું તેમજ પરનુ હિત કરનાર-છ કાયને રક્ષક મુનિ, સ્ત્રી, પશુ અને
- નપુસંક રહિત સ્થાનનું સેવન કરનાર છે. એવા મુનિને ભગવાને સામાયિક
ચારિત્ર યુક્ત કહ્યું છે. એવા મુનિએ ભયભીત થવું નહિ मूलम्- उसिणो दगतत्तभोइणो, धम्मट्टियस्स मुणिस्स हीमतो।
संसग्गि असाहु राइहिं असमाही उ तहागयस्सवि ॥१८॥ અર્થ : ગરમ પાણી ઠંડુ કર્યા વિના પીવાવાળા ને શ્રતધર્મને ચારિત્ર ધર્મમાં સ્થિત, અસંયમથી
લજિજત થવાવાળા મુનિને રાજ આદિનો સસર્ગ પણ ખરાબ છે. તે સંસર્ગ શાકત
આચાર પાળનારને અસમાધિનું કારણ બને છે. मूलम्- अहिगरणकडस्स भिक्खुणो, वयमाणस्स पसज्झ दारुणं ।
अछे परिहायति बहू, अहिगरणं ण करेज्ज पंडिए ॥१९॥ અર્થ : કલહ કરવાવાળા સાધુને પ્રગટ રૂપથી ને કઠોર વાણી બોલનારનો મોક્ષ તથા સયમ નષ્ટ
થઈ જાય છે એટલા માટે પંડિત બુદ્ધિશાળીએ કલેશ ન કરવો જોઈએ. मूलम- सीयोदगपडिदुगंछिणो, अपडिण्णस्स लवावसप्पिणो।
सामाइयमाहु तस्स, जं जो गिहिमत्तेऽसणं न भुंजई ॥२०॥ અર્થ : જે સાધુ સચેત પાણીથી ધૃણા કરનાર, કામગની ઈચ્છા નહિ કરનાર, કર્મબંધન કરનારાં
અનુષ્ઠાનથી દૂર રહેનાર ને ગૃહનાં ભાજનમાં ભેજન ન કરનાર એવા મુનિનાં આચારને
સર્વએ સામાયિક ચારિત્ર કરેલ છે मूलम्- ण य संखयमाहु जीविथं, तहवि य वालजणो पगब्भइ ।
बाले पाहिं मिज्जइ इति, संरवाय मुणी ण मज्जई ॥२१॥ અર્થ : પ્રાણીઓનું જીવન સાંધી શકાય એમ નથી. તે પણ અજ્ઞાની આત્મા પાપ કરવામાં ધૃષ્ટ
તાઓ કરે છે. અજ્ઞાની મનુષ્યને પાપકર્મથી જાણી શકાય છે એમ જાણીને મુનિ બીજા પાપી છે. હું ધાર્મિક છું એ મદ કરે જોઈએ નહિ