________________
अथ तृतीयाध्ययनम् प्रथमोद्देशकः
પૂર્વભૂમિકા – બીજુ અધ્યયન પૂર્ણ થયું ત્રીજુ અધ્યયન શરૂ થાય છે. આ અધ્યયનમાં જ્ઞાનસંપન્ન અને ચારિત્ર પરાયણ મુનિને અનુકુળ કે પ્રતિકુળ પરિસહો આવે તો સમભાવે સહન કરવા જોઈએ વિગેરે અધિકાર છે मूलम्- सूरं मण्णइ अप्पाणं, जाव जेयं न पस्सई ।
जुज्झंतं दढधम्माणं, सिसुपालो व महारहं ॥१॥ અર્થ જ્યાં સુધી વિજેતા પુરૂષ દેખાય નહિ ત્યાં સુધી કાયર પુરૂષ પણ પોતાને શુરવીર માને છે.
યુદ્ધ કરતાં દઢ ધર્મવાળા મહારથી કૃષ્ણને દેખી જેમ શિશુપાલ ક્ષોભને પામ્ય मूलम्- पयाता सूरा रणसीसे, संगामम्मि उवहिए।
माया पुत्तं न थाणाइ, जेएण परिविच्छए ।॥२॥ અર્થ • યુદ્ધમાં ઉપસ્થિત થયેલ અભિમાની પુરૂષ પિતાને વિજયી માનતો થક, વ્યગ્રતાજનક
યુદ્ધમાં સગ્રામના અગ્રભાગે રહેતાં જેમ માતા પિતાની ગેરથી પડી ગયેલા બાળકનું પણ ભાન ભૂલી જાય છે તેમ વિજેતા પુરૂષના દ્વારા છેદન -ભેદન થતાં કાયર પુરૂષ દીન બની
જાય છે. मूलम्- एवं सेहे वि अप्पुट्टे, भिक्खायरिया अकोविए ।
सूरं मण्णइ अप्पाणं जाव लूहं न सेवए ॥३॥ અર્થ ? એવા પ્રકારે ભિક્ષાટ્યમાં અનિપૂણ, પરિસહ જેને સ્પર્શ થ ન હોય એવો નૂતન
શિષ્ય પિતાના આત્માને ત્યાં સુધી શુરવીર માને છે અને કહે છે કે દીક્ષામાં શું છે ?
પણ સંયમ પાલનના અવસરે કાયર પુરૂષની જેમ ભાગી છૂટે છે. मूलम्- जहा हेमत मासंम्मि, सीतं फुसइ सव्वगं ।
तत्थ मंदा विसीयति, रज्जहिणा व खत्तिया ॥४॥ અર્થ ? ત્યારે હેમન્ત તુમાં એટલે પિશ મહિનામાં શીતનો સ્પર્શ સવ ને થાય છે ત્યારે મૂર્ખ
સાધક વિષાદને અનુભવે છે. જેમાં રાજ્યભ્રષ્ટ ક્ષત્રિય વિષાદ અનુભવે છે मूलम्- पुढे गिम्हाहितावेण, विमणे सुपिवासिए ।
तत्य मदा विसीयंति, मच्छा अप्पादेए जहा ॥५॥ અર્થ : ગ્રીષ્મ તુના તાપની ગરમીને સ્પર્શ થતાં ખિન્ન અંત કરણ વાળો નવદીક્ષિત ઉદાસ તથા
તૃષ્ણથી યુક્ત થઈને દીન બની જાય છે આ પ્રકારે ગરમીનો પરિસહ પ્રાપ્ત થતાં મુઢ પુરૂષ અલ્પ જળમાં માછલીની જેમ વિષાદને અનુભવે છે