________________
અધ્યયન ૩, ઉ. ૨
मूलम्- एहि ताय घरं जामो, माय कम्मेसहा वयं ।
वितियं पि ताय पासामो, जामु ताव सयं गिहं ॥६॥ અર્થ : હે પુત્ર ! આવો ઘર ચલે. તમે કોઈ કામ ન કરશો. અમે તમારૂ સર્વ કાર્ય કરશું.
હે પુત્રી એક વખત તમે ઘેરથી નીકળી ગયા. હવે ફરીવાર ઘરે આવી જાવ. मूलम्- गंतु ताय पुणो गच्छे, ण तेणासमणो सिया ।
अकामगं परिक्कम, को ते वारेउ मरिहति ॥७॥ અર્થ : હે પુત્ર! એકવાર ઘરે જઈને સ્વજને મળીને પાછો તુ આવી જજે એથી તારૂં સાધુપણું
જતુ નહિ રહે. ઘરના કામકાજમાં ઈચ્છારહિત તમારી રુચિ અનુસાર સયમનું અનુષ્ઠાન
કરતા કેણ તમને નિષેધ કરી શકે છે? मूलम्-जं कि चि अणगं तात, तं पि सव्वं समीकतं ।
हिरण्णं ववहाराइ, तंपि दाहामु ते वयं ॥८॥ અર્થ : હે પુત્ર! જે કંઈ તમારૂ દેવું હતું તે સર્વ બરાબર અમે પતાવી દીધું છે. તમારા વ્યવહાર
માટે દ્રવ્યની જરૂર છે તે પણ અમે આપીશું માટે ઘરે ચાલે मूलम्- इच्चेव णं सुसेहंति, कालुणीय समुट्ठिया।
विवद्धो नाइसगेहि, तओऽगारं पहावइ ॥९॥ અર્થ : આ પ્રકારે કરુણાયુકત બધવાદિ સાધુને શિક્ષા દે છે ને જ્ઞાતિ સઘથી બંધાયેલ કાયર
સાધક માતા - પિતા, પુત્ર, કલત્ર વિગેરેમાં માહિત થઈને તે સમયે ઘર તરફ જાય છે. मूलम्- जहा रुक्खं वणे जाय, मालुया पडिबंधई ।
एवं णं पडिबंधति, णातओ असमाहिणा ॥१०॥ અર્થ : જેમ વનમાં ઉત્પન્ન થયેલાં વૃક્ષને લતા -વેલ વિટાઈ જાય છે એવી રીતે જ્ઞાતિજનો
કુટુબીજને અલ્પસત્વવાળા સાધુને બાંધી લે છે. मूलम- विबध्धो नाइसंहि, हत्थी वावी नवग्गहे ।
पिटुओ परिसंप्पंति, सुयगोव्व अद्रए ॥११॥ અર્થ • માતા-પિતા વિગેરે સબધ વડે બંધાયેલ સાધુની પાછળ પાછળ તેમને સ્વજનવર્ગ ચાલે
છે. નવિન પકડાયેલ હાથીની જેમ તે અનુકૂળ આચરણ કરે છે તેમ જ નવી વિયાયેલ ગાય જેમ પિતાના વાછરડાની પાસે જ રહે છે, તે પ્રકારે પરિવાર વર્ગ પણ તેની
પાસે જ રહે છે मूलम्- एए संगा मणुस्साण, पायाला व अतारिमा ।
कीवा जत्थ य किस्सति, नाइ संगहि मुच्छिया ॥१२॥ અર્થ ? એ પૂર્વોકત માતા - પિતાદિ સ્વજન વિગેરેને સગ મનુષ્યો માટે સમુદ્રના સમાન દુસ્તર
છે જે જ્ઞાતિસંગમાં મૂર્થિત અસમર્થ પુરૂષ કલેશને પામે છે.