Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મનિ - મન(વિ.) (મર્દન નહિ પામેલ, વિરાધના નહિ પામેલ) જે શ્રમણ સિદ્ધાંતોક્ત ચારિત્રનું પાલન અને દેવગુરુની શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે, તેઓ અભગ્ન ચારિત્રી કર્મોનો ક્ષય કરીને શીધ્ર પંચમગતિને પ્રાપ્ત કરે છે અને જેના સંપૂર્ણ કર્મોનો ક્ષય નથી થયો તે સાધુ દેવલોકની ઉત્કૃષ્ટ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. અમકુપા - અમદા (સ્ત્રી) (જયાં અમુક સમય માટે રાજપુરુષો કોઇપણ ગૃહસ્થના ઘરે આજ્ઞા લઈને ન જાય તેવું નગર) પ્રાચીનકાળમાં રાજાના ત્યાં કોઈ વિશિષ્ટ પ્રસંગ બન્યો હોય, ત્યારે રાજા એવું ફરમાન કાઢતાં હતાં કે અમુક સમય સુધી નાગરિકના ત્યાં કોઈપણ રાજપુરુષ કોઈ જાતની આજ્ઞા લઈને નહિ જાય. આવા ફરમાનથી લોકોના મનમાં રાજા પ્રત્યે માન અને દેશ પ્રત્યે પ્રેમ વધતો હતો. આવા નિયમો આજના ભ્રષ્ટ નેતા અને ઓફિસરોને ક્યાંથી સમજાય? અમકુ - અમર્થ (ઈ.) (પચ્ચખાણવિશેષ, ઉપવાસ) શાસ્ત્રમાં ચાર પ્રકારના આહાર કહેવામાં આવેલ છે - અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. જે પચ્ચખાણમાં આ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે તેને ઉપવાસ કહેવાય છે. अभत्तद्विय - अभक्तार्थिक (पुं.) (ઉપવાસ કરનાર તપસ્વી) જિનશાસનમાં કહેલું છે કે “પ્રત્યેક આત્માએ પ્રાયશ્ચિત્તરૂપે દર પંદરદિવસે એક ઉપવાસ અવશ્ય કરવો જોઇએ. આની પાછળનો હેતુ એક જ છે કે ઉપવાસ દ્વારા જીવ આત્માની નજીક આવે અને અનાદિકાળથી આત્મામાં પડેલ આહારસંજ્ઞાના દુર્ગુણથી છૂટે. જે ઉપવાસમાં માત્ર ખાઉં ખાઉંના વિચાર હોય ત્યાં સદ્ગુણોની પ્રાપ્તિ કે ધર્મપાલન કેવી રીતે થાય? अभत्तपाण - अभक्तपान (न.) (ભોજનપાણીનો અલાભ, આહારની અપ્રાપ્તિ) શથંભવસૂરિએ દશવૈકાલિકસૂત્રમાં કહેલું છે કે “જે સાધુ ભિક્ષાએ ગયો હોય અને લાભાંતરાય કર્મના ઉદયે જો તેને ભિક્ષા ન મળે, તો તે ખિન્ન ન થતાં ઉપશમચિત્તે એમ વિચારે કે ધન્ય છે આજે મને તપ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.” મય - સમય (2) (1. ભયરહિત, નિર્ભીક, 2. શ્રેણિકરાજાના પુત્ર, 3. ધૈર્ય) ચોરનો ભય, પોલીસનો ભય, ઈન્કમટેક્ષનો ભય, મરણનો ભય. સંસારમાં રહેલ પ્રત્યેક વ્યક્તિ આવાં કોઈને કોઈ ભયથી સદૈવ ભયભીત હોય છે. પરંતુ જેમણે પરમાત્માનું શરણું સ્વીકાર્યું છે તેવા નિગ્રંથ શ્રમણ અભય હોય છે. તેમને મૃત્યુનો પણ ભય સતાવી શકતો નથી. મયર -- અમર (ઉ.). (અહિંસક, અભયદાન આપનાર) સૂત્રકતાંગસૂત્રમાં કહેલું છે કે “ચારિત્રીઆત્મા સ્વયં છકાયના જીવોની રક્ષા કરવા દ્વારા અને શાસ્ત્રોક્ત ઉપદેશ વડે અન્ય પાસે જીવદયાનું પાલન કરાવવા દ્વારા અભયંકર હોય છે.' સમય - સમયરા (.) (જીવોને અભયદાન આપવું તે) પંચવસ્તુક સૂત્રમાં કહેલું છે કે “અભયદાન કરવા જેવો પરોપકાર આ લોકમાં કે પરલોકમાં બીજો એકેય નથી. કેમકે જગતના સર્વે જીવો જીવવાને ઇચ્છે છે અને આવા જીવિતકામી આત્માઓને જીવનદાન આપવું તે શ્રેષ્ઠ પરોપકાર છે.”