Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
श्री परमात्मने नमः
પ્રવચન નવનીત
ભાગ - ૧
( પૂ. ગુરુદેવશ્રીનાં પસંદગીના ખાસ પ્રવચન)
પ્રકાશક:
શ્રી વીતરાગ સત્ સાહિત્ય-પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર - ૩૬૪ ૦૦૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AfmaDharma.com for updates
પ્રાપ્તિસ્થાન :
* શ્રી વીતરાગ સત્ સાહિત્ય-પ્રસા૨ક ટ્ર સ્ટ
૫૮૦, જૂની માણેક વાડી, ભાવનગ૨- ૩૬૪ ૦૦૧.
* શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ - ૩૬૪ ૨૫૦.
* પ્રથમ આવૃત્તિ : પ્રત ૨૦૦૦ વીર નિર્વાણ સંવત્ ૨૫૧૯
પ્રથમાવૃત્તિ પ્રત ૨૦૦૦ વીર નિર્વાણ સંવત્ ૨૫૧૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated in memory of late Devshi Narshi and Amratben Devshi Gudhka by Jayantibhai Gudhka, London, UK who has paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Pravachan Navneet - part 1 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@Atma Dharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Date
Changes
Version Number
001
2 April 2004 | First electronic version.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગયા હતા સમય પ્રકાશકીય
કામ કરી
પ્રત્યક્ષ પરમોપકારી, મુમુક્ષુઓના તારણહાર, નિષ્કારણ કરુણામૂર્તિ, સ્વાનુભવવિભૂષિત, અધ્યાત્મયુગસ્ત્રષ્ટા, અધ્યાત્મસંત પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના, અધ્યાત્મના પરમ રહસ્ય ઉપર પ્રકાશ પાડતા, વિશિષ્ટ પ્રવચનોના સંકલનના ભાગરૂપે “પ્રવચન નવનીત' ભાગ-૧ પ્રકાશિત કરતાં અમો અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ.
- સદ્ધર્મતીર્થના સ્તંભરૂપ ભગવત્ કુંદકુંદાદિ આચાર્યો-મુનિ ભગવંતો તેમજ અન્ય સત્ પુરુષોના હૃદયમાં પેસી જઈને આપણા પૂજ્ય ગુરુદેવશ્રીએ તેમના ગંભીર આશયહાર્દને યથાર્યપણે પ્રકાશિત કરી અનુપમ ઉપકાર કર્યો છે. તે પ્રત્યે અહોભાવરૂપ ઉપકૃતમુમુક્ષુહૃદયચિતાર નિમ્ન પંક્તિઓમાં જોવા મળે છે :
“શ્રત તણા અવતાર છો, ભારત તણા ભગવંત છો; અધ્યાત્મમૂર્તિ દેવ છો, ને જગત તારણહાર છો.”
(-પૂ. બહેનશ્રી) એવા અનહદ ઉપકારી, મહાપ્રતાપી, કરુણાસાગર, યુગપુરુષે ૪૬ વર્ષો સુધી જૈનધર્મના આધ્યાત્મિકસિદ્ધાંતોનું વિવેચન અતિ સ્પષ્ટરૂપે સરળ અને લોકભોગ્ય ભાષા અને શૈલીમાં કરી અપૂર્વ ભવાંતકારી પ્રવચનગંગા વહાવી. તેમાં પરમાગમોની કેટલીક ગાથાઓ અને પુરુષના વચનો તે મુમુક્ષુઓના કલ્યાણ અર્થે અત્યંત ઉપકારી હોવાથી પૂજ્ય ગુરુદેવશ્રીને ઘણા જ પ્રિય હતા. તે ઉપર તેઓશ્રીએ ખાસ ૧૪૩ મંગલકારી પ્રવચનો આપ્યા હતા. તે મુમુક્ષુજગત માટે આત્માર્થ પુષ્ટિદાયક માખણરૂપ (નવનીતરૂપ) સારભૂત વિષયો પ્રકાશિત થાય તેવી નિષ્કારણ કારુણ્યવૃત્તિથી આપેલા પ્રવચનો જેને આપણે “મહા પ્રવચનો ની સંજ્ઞાથી બિરદાવવું સાર્થક ગણાશે. આ પ્રવચનો દરમ્યાન અનેકવાર પ્રમોદથી તેઓશ્રી ફરમાવતા કેઃ “આ વ્યાખ્યાન ઘણા સૂક્ષ્મ છે! આ બાર અંગનો સાર છે! ટેઈપ ઉપરથી બધા વ્યાખ્યાન છપાશે.' પરંતુ તેને ગ્રંથાકારે પ્રકાશિત કરવાનું પુનીત કાર્ય સફળ થયેલું નહીં.
પૂ. ગુરુદેવના નિષ્કારણ ઉકત વિકલ્પને સાકાર કરવાનો, તેમ જ વર્તમાન અને ભાવી મુમુક્ષુગને અધ્યાત્મના સારભૂત વિષયોનો અભ્યાસ થવા અર્થે અમૂલ્ય સાધન સુલભ કરવાનો, શુભ સંકલ્પ-વીતરાગ દેવ-શાસ્ત્ર-ગુરુ-ધર્મ-ધર્માત્માઓ પ્રત્યે અનન્ય નિષ્ઠાવાન, સિદ્ધાંતનિષ્ઠ, અધ્યાત્મરસિક શ્રદ્ધેય શ્રી શશીકાંત મ. શેઠની પ્રશસ્ત પ્રેરણાથી-શ્રી વીરનિર્વાણોત્સવ- ૨૫૧૮ના શુભ દિને શ્રી સોનગઢ તીર્થધામમાં કરવામાં આવ્યો હતો ત્યારે ઉપસ્થિત શ્રી સદ્ગ-પ્રવચન-પ્રેમી મુમુક્ષુઓએ ઘણા જ હર્ષોલ્લાસપૂર્વક તેને વધાવી લીધો અને તેમાં સહભાગી થવા માટે અનેક પ્રકારે પોતાની ભાવના વ્યક્ત કરી હતી.
પ્રથમ તો ટેઈપ ઉપરથી પ્રવચનો ઉતારવાનું, તેમ જ તેને ભાષાંતર કરવાનું કામ ઘણા પરિશ્રમવાળું અને કઠિન હોવા છતાં ભાવનગરના મુમુક્ષુ ભાઈ–બહેનોના ભાવનાપૂર્ણ સહકારથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪] પાર પડતાં તે પ્રવચનો ગ્રંથાકારે પ્રકાશિત કરવાનું શક્ય બન્યું છે. સર્વ પ્રથમ પ્રવચનો અક્ષરશઃ લખી, તેને ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવે છે. ત્યાર પછી બીજી વ્યકિત દ્વારા તેની તપાસ
આવે છે જેના ઉપરથી સંકલન કરતી વખતે પૂ. ગુરુદેવશ્રી જે ક્રમમાં બોલ્યા તે જ ક્રમમાં યથાશકય બધી વાક્યરચના રાખવામાં આવી છે. જેથી કોઈ ભાવ ચૂકી ન જવાય. કય રેક સાહિત્યમાં સંક્ષેપને ગુણ અને પુનરુક્તિને દોષરૂપ ગણવામાં આવે છે જયારે અધ્યાત્મમાં તો વિસ્તાર અને પુનરુક્તિનું સ્થાન ભાવનામાં રસ વૃદ્ધિ સ્વરૂપે છે. વળી જ્યાં જ્યાં કોઈ વાક્ય વગેરે અધૂરા હોય ત્યાં આશય મૂજબ કૌંસમાં (બ્રેકેટમાં) લખવામાં આવ્યું છે. તેમ જ યથોચિત સ્પષ્ટીકરણ માટે પણ કૌંસમાં લખવામાં આવ્યું છે. પૂજ્ય ગુરુ દેવશ્રીની વાણી યથાવત્ પ્રવાહી લાગે તે રીતે, તેમ આપણી સમક્ષ પૂ. ગુરુદેવશ્રી જ બોલતા હોય તેવી રીતે, આ સંકલન કરવાની નીતિ રાખેલ છે. સંકલન થયા બાદ તેને આખરી સ્વરૂપ આપવા માટે બે વિદ્વાનો દ્વારા તપાસવામાં આવે છે અને ત્યાર બાદ છાપવા માટે આપવામાં આવે છે. આ બધું કાર્ય માનનીય શ્રી શશીભાઈ શેઠના નિર્દેશનમાં કરવામાં આવ્યું છે. ટૂંકમાં પૂજ્ય ગુરુદેવશ્રીની બોલાયેલી વાણી તેના મૂળ સ્વરૂપમાં જાળવવા માટે શકય પ્રયત્ન કર્યો છે. છતાં તેમાં કોઈ ત્રુટિ જણાય તો સુજ્ઞજનોને તે તરફ અમારું ધ્યાન ખેંચવા નમ્ર વિનંતી છે. જેથી દ્વિતીય આવૃત્તિમાં અને બાકીના ભાગો તૈયાર કરવામાં તે અમને સહાયરૂપ થાય.
શ્રી સમયસાર' ના મૂળ પ્રણેતા ભગવત કુંદકુંદાચાર્ય, તેના ટીકાકાર આચાર્યવર શ્રી અમૃતચંદ્રાચાર્ય અને શ્રી જયસેનાચાર્યની ટીકાઓ, તેમજ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો ઉપર પૂ. ગુરુદેવશ્રીએ પ્રવચન કર્યા એવા મહાપુરુષોને અને પ્રવચન દરમ્યાન જે મહાત્માઓના વચનોને ઉદધૃત કર્યા એવા શ્રી વીરસેનાદિ આચાર્યદવોને તેમજ સ્વાનુભવવિભૂષિત પ્રશમમૂર્તિ બહેનશ્રી ચંપાબેન, સ્વાનુભૂતિ વિભૂષિત પુરુષાર્થમૂર્તિ શ્રી નિહાલચંદ્ર સોગાની, આચાર્યકલ્પ પં. ટોડરમલજી આદિ સર્વ સંપૂજ્ય મહાત્માઓને ઉપકૃતહૃદયથી કોટિકોટિ વંદન કરીએ છીએ.
વળી, જેમની સમ્યકત્વ જયંતી પ્રસંગે આ ગ્રંથ પ્રકાશન કરવાનું મહા ભાગ્ય સાંપડ્યું તેવા પ્રશમમૂર્તિ સ્વાનુભવવિભૂષિત ભગવતી માતા પૂજ્ય બહેનશ્રી ચંપાબેન જેઓએ આત્મસાધના સહિત પૂ. ગુરુદેવશ્રી પ્રત્યેની ભક્તિ તેમના સમગ્ર જીવન દરમ્યાન અખંડિત રાખી સમાજ સમક્ષ એક મહાન આદર્શરૂપ રહ્યા. તેઓશ્રીને પણ ઉપકારવશ શતશત વંદન કરીએ છીએ.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટના ટેઈપ વિભાગ તરફથી ટેઈપ ઉતારી સંગ્રહ કરવાનું કાર્ય પણ આ પ્રસંગે મહતું ઉપયોગી થયું છે તે બદલ તેના સ્થાપક પ્રમુખ સ્વ. શ્રી નવનીતભાઈ જવેરી તથા ટેઈપ વિભાગના કાર્યકરોના પણ અત્યંત આભારી છીએ.
ઉકત સંકલન માટે ટેઈપ ઉપરથી અક્ષરશઃ ઉતારી તેને ગુજરાતી ભાષાંતર કરી આપવા બદલ શ્રીમતી સરોજબેન અરવિંદભાઈ ગાંધી; તેની ચકાસણી કરવા બદલ શ્રી કીરીટભાઈ ચુનીલાલ શાહ તથા તેને સંકલન કરવા બદલ શ્રી ચિંરજીલાલ જૈન, તથા સંકલિત મેટરને પ્રથમવાર તપાસવાનું કાર્ય કરવા બદલ માનનીય શ્રી પ્રાણભાઈ પી. કામદાર; અને તેને અંતિમરૂપ આપવા બદલ માનનીય શ્રી શશીભાઈ મ. શેઠ પ્રત્યે ટ્રસ્ટ અત્યંત આભારી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૫]
આ પ્રવચનોનું પ્રકાશન કરવા માટે જે જે મુમુક્ષુઓ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે તેઓની નામાવલિ સાભાર અન્યત્ર પ્રકાશિત કરવામાં આવી છે.
ગ્રંથ મુદ્રણનું સુંદર કાર્ય ભાઈ શ્રી જ્ઞાનચંદ્રજી જૈને કરી આપેલ છે તે બદલ તેમનો પણ આભાર માનીએ છીએ. તદુપરાંત આ સંકલન પ્રકાશિત કરવાના કાર્યમાં સહભાગી થનાર બાકીના સર્વના પણ અમે આભારી છીએ.
ટૂંકમાં જે કોઈ સુંદર છે તે સધળુંય પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રતાપે છે. તેમને ફરી નિમ્ન પંક્તિઓથી વંદન કરી અત્ર વિરમીએ છીએ.
“સતત દષ્ટિધારા બરસાતે ચૈતન્યક પ્રદેશ-પ્રદેશ સહજ મહાન્ દીપોત્સવી ક્ષણેક્ષણે વૃદ્ધિ કરતે શ્રી ગુરુદેવકો અત્યંત ભક્તિભાવે નમસ્કાર!” (-પૂ. શ્રી સોગાનજી )
સપુરુષોનો પ્રત્યક્ષ યોગ જયવંત વર્તા!
-ત્રિકાળ જયવંત વર્તા!
ભાવનગર,
તા. ૧૭–૩–૯૩
ટ્રસ્ટીગણ શ્રી વીતરાગ સસાહિત્યપ્રસારક ટ્રસ્ટ
(પ્રશમમૂર્તિ પૂ. બહેનશ્રી ચંપાબેનની ૬૧ મી સમ્યકત્વ-જયન્તિ)
“આ સત્યને પ્રકાશમાં મૂકતાં અસત્યનાં આગ્રહવાળાને દુઃખ થાય. પણ ભાઈ ! શું કરીએ ? અમારો ઉદય એવો છે એથી સત્ય વાત બહાર મૂકવી પડે છે. એથી વિરુદ્ધ શ્રદ્ધાવાળાને દુઃખ થાય તો અમને માફ કરજો. ભાઈ ! કોઈ જીવને દુઃખ થાય તે કેમ અનુમોદાય? મિથ્યા શ્રદ્ધાનાં દુ:ખ ચાર ગતિમાં બહુ આકરાં છે. એ દુ:ખની અનુમોદના કેમ થાય? અરે ! દરેક જીવો ભગવાન સ્વરૂપ છે ને પૂર્ણાનંદરૂપે પરિણમીને ભગવાન થાઓ! કોઈ જીવ દુઃખી
ન થાઓ.”
-પૂ. ગુરુદેવશ્રી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* પુરુષાર્થ મુર્તિ પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાની *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः।
શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી સમયસાર ગાથા: ૪૯
તથા
શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિષ્કૃત આત્મખ્યાતિ ટીકા
*
अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसद्दं । जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं ।। ४९।। अरसमरूपमगन्धमव्यक्तं चेतनागुणमशब्दम् । जानीहि अलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम् ।।४९ ।।
षड्द्रव्यात्मकलोकाज्ज्ञेयाद्वयक्तादन्यत्वात्, कषायचक्राद्भावकाद्वय-क्तादन्यत्वात्, चित्सामान्यनिमग्नसमस्तव्यक्तित्वात्, क्षणिकव्यक्तिमात्रा-भावात् व्यक्ताव्यक्तविमिश्रप्रतिभासेडपिव्यक्तास्पर्शत्वात्, स्वयमेव हि बहिरन्तः स्फुटमनुभूयमानत्वेऽपि व्यक्तोपेक्षणेन प्रद्योत
मानत्वा च्चाव्यक्तः ।
(હવે અવ્યક્ત વિશેષણને સિદ્ધ કરે છે:-) છ દ્રવ્યસ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૧. કષાયોને સમૂહ જે ભાવભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૨. ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યકિતઓ નિમગ્ન (અંતર્ભૂત ) છે માટે અવ્યક્ત છે. ૩. ક્ષણિકવ્યક્તિમાત્ર નથી માટે અવ્યક્ત છે. ૪. વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. પ. પોતે પોતાથી જ બાહ્ય-અત્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન (પ્રકાશમાન ) છે માટે અવ્યક્ત છે. ૬. આમ છ હેતુથી અવ્યક્તપણું સિદ્ધ કર્યું.
જીવ ચેતનાગુણ, શબ્દ-૨સ-રૂપ-ગંધ-વ્યકિતવિહીન છે, નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૪૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર: પ્રવચન નવનીત ભાગ-૧
“અવ્યક્ત” બોલઃ ૧ પ્રવચન ( હિન્દીમાં) : તા. ૧૭-૧-૧૯૭૮
આ (૪૯મી) ગાથા ઘણા શાસ્ત્રોમાં છે. આ ગાથા ઘણી જૂની છે. આ ગાથા. કુંદકુંદ આચાર્યનાં શાસ્ત્રો-શ્રી “પ્રવચનસાર' માં છે. સમયસાર' માં છે, “પંચાસ્તિકાય” માં છે. નિયમસાર” માં છે, “અષ્ટપાહુડ' માં છે અને “ધવલા' માં (પણ) છે. તેમાં જે “અવ્યક્ત” બોલ છે તે ઘણો સૂક્ષ્મ છે.
અહીં આપણે “અવ્યક્ત” લેવું છે.
પહેલાં છ બોલ ચાલી ગયા છે. (“પદ્રવ્યાત્મનોવેગ્નેયાયજીવન્યવાહૂ' -છ દ્રવ્યસ્વરૂપ લોક જે શેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે). “ અવ્યક્ત” વિશેષણને સિદ્ધ કરે છે –
આત્માને “અવ્યક્ત' કહે છે, કયા આત્માને? –જે શુદ્ધ, ચિધન, આનંદકંદ, ધ્રુવ-એને અહીંઆ “અવ્યક્ત' કહેવામાં આવે છે. કેમકે “છ દ્રવ્યસ્વરૂપ લોક જે શેય છે; થોડી સૂક્ષ્મ વાત છે. પોતાના સિવાય, છ દ્રવ્યસ્વરૂપ લોક છે. છ દ્રવ્ય છે. તેમાં અનંત સિદ્ધ છે, અનંત નિગોદ છે, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ, પુદ્ગલ-એ બધા છ દ્રવ્ય, એક બાજુ છે, એ
શેય” છે. (તો પોતાનો ) આત્મા “જ્ઞાયક' છે. છ દ્રવ્યમાં અનંત સિદ્ધ પણ આવી ગયા; ત્રિકાળવર્તી અનંત પંચપરમેષ્ઠી પણ આવી ગયા;- એ બધાં આત્મા અંદર જ્ઞાયકસ્વરૂપ ચિધન છે. (પણ) “છ દ્રવ્ય જ્ઞય છે' એ અપેક્ષાથી (તે) જાણવા લાયક છે, પર તરીકે જાણવા લાયક છે. પંચપરમેષ્ઠી પણ પર તરીકે જાણવા લાયક છે. આહા... હા! જે અનંત
દ્વ છે તે પણ ‘આ’ આત્માની અપેક્ષાએ પરચીજ છે અને જ્ઞય છે. “ શેય' અર્થાત આત્માનાં જ્ઞાયકભાવમાં પર તરીકે જાણવા લાયક છે. આત્મા “જ્ઞાયક’ . ત્રિકાળી આનંદકંદપ્રભુ શુદ્ધ ચૈતન્યધ્રુવ તે જ્ઞાયક છે, જાણવાવાળો છે, એને જાણવાલાયક છે દ્રવ્ય છે. આહા... હા ! છ દ્રવ્યમાં દેવ-ગુરુ-શાસ્ત્ર માનવા લાયક છે, એ પણ ( જ્ઞાયકમાં ) ન આવ્યા, આહા... હા. હા! ઝીણી વાત! આ “અવ્યક્ત” બોલ ઘણો સૂક્ષ્મ છે, એક બાજુ ભગવાન આત્મા “જ્ઞાયક' છે. અને એક બાજુ છ દ્રવ્ય ‘ય’ છે.
શ્રી ધર્મદાસજી ક્ષક્લક થયા છે. એમણે ( વિક્રમ સંવત ) ૧૯૪૬માં “સમ્યજ્ઞાન દીપિકા” બનાવી છે તેમાં તો આ પહેલા બોલનો (અવ્યક્તનો) એવો અર્થ લીધો છે કે આત્મા જ્ઞાયક છે અને છ દ્રવ્ય જ્ઞય છે તો છ દ્રવ્યથી ભિન્ન ( નિજ) આત્મા “સમ' (દ્રવ્ય) થઈ જાય છે, સૂક્ષ્મ બોલ છે, આહા... હા ! “સપ્તમ” એવું લીધું છે. એમ આવ્યું ને...? કે: આ છ દ્રવ્યસ્વરૂપ લોક જે જ્ઞય છે તેનાથી તો ભગવાના આત્મા ‘ભિન્ન” છે. આહા. હા!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૩ અનંત અનંત જ્ઞયોમાં-અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અનંત તીર્થકરો, અનંત કેવળીઓ, અનંત મુનિઓ-એ બધાં, છ દ્રવ્યસ્વરૂપમાં આવે છે અને એને “ય' કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? આત્મા જ્ઞાયક છે “એ” છ દ્રવ્ય-શયથી ભિન્ન છે; તે કારણથી છ દ્રવ્યથી ભિન્ન “તે” સપ્તમ (દ્રવ્ય) છે. છે તો તે છ દ્રવ્યમાં-આત્મા છે તો છે દ્રવ્યમાં. પણ અહીં એક બાજુ “આત્મા” અને એક બાજુ છ દ્રવ્ય - એમ કહેવામાં, છ દ્રવ્ય જે છે તે જાણવા લાયક “ય” છે તો ભગવાન આત્મા અંદર “જ્ઞાયક” છે (તે) પૂર્ણ–બધાને-સ્વને અને પરને જાણવાવાળો “જ્ઞાયક' છે. “એ” સમ્યગ્દર્શનનો વિષય છે. આહા... હા... હા !
સમ્યગ્દર્શન, સ્વસંવેદન, શુદ્ધાત્મ-પ્રાપ્તિ, શુદ્ધાત્મ-આચરણ-સ્વરૂપાચરણ, બધા સમ્યગ્દર્શનની પ્રાતિકાળે સાથે છે. આહા... હા! હજુ તો (લોકોને) ચોથા ગુણસ્થાનની પણ ખબર ન મળે ! પાંચમું છઠું તે તો અલૌકિક વાતો છે !!
પ્રશ્ન:- “છ દ્રવ્યસ્વરૂપ” એમ કેમ કહ્યું?
સમાધાન:- અહીં કહે છે કેઃ છ દ્રવ્યસ્વરૂપ વસ્તુ છે, અજ્ઞાની તો “એક જ આત્મા” કહે છે. અને કાળદ્રવ્યને પણ કોઈ કોઈ માનતા નથી. પણ અહીં તો છ દ્રવ્યમાં કાળદ્રવ્ય પણ આવી ગયું. અનંત આત્માઓ અને એનાથી અનંતગુણા પરમાણુઓ ( આ પુદગલદ્રવ્ય જીવદ્રવ્યથી અનંતગુણા છે); અસંખ્ય કાલાણુઓ; એક ધર્માસ્તિ; એક અધર્માતિ અને એક આકાશ'- એ છ દ્રવ્ય- એ છ દ્રવ્યસ્વરૂપ આ લોક છે, ધર્માસ્તિ અને અધર્માસ્તિ; દ્રવ્ય તો સર્વજ્ઞ ભગવાને જ જાણ્યા છે, એ (સર્વજ્ઞ અનુસારી આમ્નાય) સિવાય બીજા કોઈ સંપ્રદાયમાં ધર્માસ્તિ-અધર્માતિ દ્રવ્યને જાણ્યા જ નથી. અને તેમાં છે જ નહિ. (એમ અહીં) સિદ્ધ કર્યું કે: છ દ્રવ્યસ્વરૂપ છે. કાળ છે, આકાશ છે. ધર્માતિ છે, અધર્માસ્તિ છે, અનંત આત્માઓ છે (નિગોદના જીવ એક અંગુલના અસંખ્યમાં ભાગ (ક્ષેત્ર) માં અસંખ્ય શરીર અને એક એક શરીરમાં અનંત આત્માઓ છે, એવા આત્માથી આખો લોક ભર્યો છે) અને એનાથી અનંતગુણા પરમાણુ (છે જે આખા લોકમાં) ભર્યા છે. – એ બધું “જ્ઞય' (છે, તે) લોકમાં જાય છે. “નયંતે રૂતિ નો:” જાણવામાં આવે તે ચીજને (જ્ઞયને) અહીં લોક કહે છે અને લોક (લોકાકાશ) સિવાય જે ખાલી ભાગ છે તે અલોક છે. અસંખ્ય યોજનમાં આ લોક છે, તેના પછી ચારેય બાજુ ખાલી ખાલી.. ખાલી.. અનંત.... અનંત. અનંત... અનંત (જે ક્ષેત્ર છે) કે જેનો ક્યાંય અંત નથી, તેને અલોકાકાશ કહે છે, તે પણ છ દ્રવ્યસ્વરૂપમાં આવી ગયું અને તે (પણ) જ્ઞયમાં આવી ગયું અને એ બધાને જાણવાવાળો જે જ્ઞાયક આત્મા તે પણ એમાં આવી ગયો. પણ અહીં તો ( જ્ઞાયકને ) ભિન્ન બતાવવો છે, આહા.... હા ! સૂક્ષ્મ વાત છે, ભાઈ !
શ્રી કુંદકુંદ આચાર્ય પછી, હજાર વર્ષ પછી શ્રી અમૃતચંદ્ર આચાર્ય થયા. અલૌકિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪: પ્રવચન નવનીત ભાગ-૧ વાત! ... મહાસંત, મહા મુનિ ભાવલિંગી સંત હતા. અંતરમાં આનંદનું સ્વસંવેદન, ઉગ્રપણે સ્વઆનંદનું વેદન, એ એમનું ભાવલિંગ-ભાવચિહ્ન હતું. સાધુનું ચિહ્ન તો એ ભાવલિંગ છે. નગ્રપણું અને પંચ મહાવ્રત તે તો દ્રવ્યલિંગ છે. સમજાય છે કાંઈ ?
પરંતુ અહીંઆ તો છ દ્રવ્યસ્વરૂપમાં દ્રવ્યલિંગ પણ આવી ગયું. પંચમહાવ્રત આદિના પરિણામ પણ છ દ્રવ્યસ્વરૂપમાં આવી ગયા. સાધુનાં જે અઠાવીસ મૂળગુણ છે તે પણ અહીં છ દ્રવ્યસ્વરૂપમાં આવી ગયા; “આત્મા’ માં નહિ. આહા... હા !
તે છ દ્રવ્યસ્વરૂપ લોક! અહો! ઘણું ગંભીર!! આવી ચીજ ક્યાંય છે નહિ. દિગંબર–સંત સિવાય “આ વાત' ત્રણકાળમાં ક્યાંય નથી. લોકોએ વિચાર કર્યો નથી, અને નિર્ણય કર્યો નથી કે ચીજ કેવી હોવી જોઈએ? અને હોય તો તે કેવી છે?
અહીં કહે છે કે ભગવાન આત્મા કેવો છે? કેઃ “અવ્યક્ત” છે. છ દ્રવ્યસ્વરૂપ જે લોક છે તે “શય” છે. ને આત્મા એકબાજુ એકલો “જ્ઞાયક' છે. અને જ્ઞય છે તે “વ્યક્ત' છે. આ બીજું વિશેષણ. ઝીણી વાત છે, ભાઈ ! છ દ્રવ્યસ્વરૂપ લોક જે છે તે ( આત્માથી) બાહ્ય છે, પ્રગટ છે. (લોકને ) “ય' કહ્યું અને “વ્યક્ત' કહ્યું- બે વિશેષણ કહ્યાં. “છે દ્રવ્યસ્વરૂપ લોક છે' એ સર્વજ્ઞ પરમેશ્વરે જ દેખ્યા છે, જિનેન્દ્ર સિવાય કોઈએ “છ દ્રવ્ય ' જોયા નથી. આહા... હા ! એ “છ દ્રવ્યસ્વરૂપ લોક’ - અનંત આત્માઓ આદિપંચમહાવ્રતના વિકલ્પ આદિ-દ્રવ્યલિંગ-નગ્નપણા આદિ, એ બધાય છ દ્રવ્યસ્વરૂપ લોકમાં શેયમાં આવી ગયા. જોય છે તે વ્યક્તિ છે. એ શેય છે. એ ( આત્માથી) બાહ્ય છે. વ્યક્ત અર્થાત્ બાહ્ય છે. એનાથી ભિન્ન, ભગવાન (આત્મા) અંતર-અભ્યતર છે. આહા... હા. હા ! સૂમ વાત છે !
આ તો અઢારમી વાર વંચાય છે. એક એક શબ્દનો અર્થ કરીને આખું “સમયસાર” સત્તર વાર સભામાં વંચાઈ ગયું છે. અહીંઆ આ (અવ્યક્તની) વાત તો ઘણી સૂક્ષ્મ છે. આહા.... હા !
છ દ્રવ્યસ્વરૂપ લોક જ્યારે “શેય' છે ત્યારે ભગવાન આત્મા એકલો “જ્ઞાયક' છે... બસ! રાગ-દ્વેષ-પુણ્ય-પાપ-એ બધા. તો “પરશેય' માં જાય છે. (તેમજ) વ્યવહાર રત્નત્રય, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રતના પરિણામ, અને વિકલ્પાત્મક નવતત્ત્વની શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન-એ બધું બાહ્ય ‘ય’ માં જાય છે. –એનાથી ભિન્ન, આત્મા તો “જ્ઞાયક' છે, અને જ્યારે છ દ્રવ્યસ્વરૂપ લોક અને વ્યવહાર આદિના વિકલ્પ એ વ્યક્ત છે–બાહ્ય છે- પ્રસિદ્ધ છે– પ્રગટ છે; તો એ અપેક્ષાથી, ભગવાન આત્મા અવ્યક્ત છેઅભ્યતર છે- ભિન્ન છે. આહા... હા... હા ! આટલા જ શબ્દમાં એટલું બધું ભર્યું છે!! વાંચી જાય... એમ ને એમ કે “સમયસાર” વાંચી ગયા..! પણ, બાપુ! “સમયસાર” તો કોઈ અલૌકિક ચીજ છે !!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૫
22
અહીં તો કહ્યું: ભગવાન આત્મા એક બાજુ “વ્યક્ત” વસ્તુ છે તો સામે આત્મા એક “ અવ્યક્ત સપ્તમ વસ્તુ છે, છ દ્રવ્ય જ્યારે ‘શેય' છે તો એનાથી ભિન્ન, ભગવાન આત્મા અવ્યક્ત- ‘ જ્ઞાયક' છે.
પ્રશ્ન:- ( આત્માને ) ‘ અવ્યક્ત ’ કેમ કહ્યો ?
સમાધાનઃ- (આત્મા) બહારમાં આવ્યો નહિ; પર્યાયમાં પણ આવ્યો નહિ; આહા... હા... હા! પર્યાયને પણ જાણવાવાળો છે. આહા... હા... હા! એકકોર જ્ઞાયકભાવ ભગવાન અને એકકોર છ દ્રવ્યમાં બધું આવી ગયું. ખરેખર તો જે સ્વજ્ઞાયભાવને ‘અવ્યક્ત' કહે છે તે જ્ઞાયકભાવ, જાણવામાં તો પર્યાયમાં આવે છે. છ દ્રવ્યસ્વરૂપ ‘શેય ' અને ‘હું જ્ઞાયક'. એ ( આત્મ ) દ્રવ્ય તો જ્ઞાયક છે, પણ તે જાણવામાં તો પોતાની પર્યાયમાં આવે છે. પર્યાયમાં ( એમ ) જાણવામાં આવે છે કે- ‘છ દ્રવ્યસ્વરૂપ શેય ' છે અને ‘હું જ્ઞાયક છું.' તથા છ વ્યસ્વરૂપ લોક વ્યક્ત છે, પ્રગટ છે, બાહ્ય છે. ‘હું' અત્યંતર, પૂર્ણ, અખંડ, આનંદઘન છું.’ આહા... હા ! ‘ અવ્યક્ત' નો એવો આ એક અર્થ છે. એવા છ અર્થ છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
ક્ષુલ્લક શ્રી ધર્મદાસે તો ‘સમ્યગ્ગાનદીપિકા’ માં એક લીધું છે કેઃ ભગવાન આત્મા છ દ્રવ્યસ્વરૂપ હોવા છતાં પણ– (જોકે) છ દ્રવ્યથી ભિન્ન તો કોઈ દ્રવ્ય નથી, છ દ્રવ્યમાં (તે) આવે છે તો પણ- પોતાનો આત્મા વ્યક્તથી ભિન્ન છે, પ્રગટથી અત્યંતર છે, શૈયથી જ્ઞાયક છે, આ કારણથી છ દ્રવ્યથી ભિન્ન કહીને આત્મા સક્ષમ (દ્રવ્ય ) થયો, સાતમી ચીજ થઈ; એમ કહેવામાં આવ્યું છે. આહા... હા... હા ! સમજાય છે કાંઈ ?
( જીવે ) આ સમજવાની દરકાર કરી નહિ. ક્રિયાકાંડ કરો... આ કરો... ને... આ... કરો ! (પણ) અહીંઆ તો ક્રિયાકાંડને ‘શેય’ અને ‘વ્યક્ત’ માં નાંખે છે.
આહા... હા ! શું કહીએ ? ( આ ) ભગવાનની વાણી... દિવ્યધ્વનિની વાણી છે. શ્રી સીમંધર ભગવાન. સર્વજ્ઞ ત્રિલોકનાથ, જિનેશ્વરદેવ, મહાવિદેહમાં બિરાજે છે. જ્યાં (સ્વરૂપમાં ) એકાકાર-સર્વજ્ઞ થયા ત્યાં એકાક્ષરી' ધ્વનિ (નાદ) ઊઠે છે. તેમાં સાતસો* પ્રકારની ભાષા, એક કારમાં આવી જાય છે. આહાહા! છદ્મસ્થના જેવી વાણી ભગવાનને હોતી નથી. કેમકે એવા હોઠવાળી વાણી તો જ્યાં રાગ છે ત્યાં છે. ભગવાનને રાગ છે નહીં મુખ ૐકાર નિી સુની અર્થ ગણધર વિચારે.” એમની વાણી' કાર ધ્વનિ સાંભળીને ગણધર, એટલે સંતોના નાયક સંત-ગણધર, ચાર જ્ઞાન-ચૌદપૂર્વના ધારવાવાળા સંત છે, તે અર્થ એટલે એ વાણીમાં શું છે, એ વિચારે. “ રચિ આગમ ઉપદેશ
* છ દ્રવ્યમાં છે આ અપેક્ષાથી
* અઢાર મહાભાષા અને સાતમો લઘુભાષા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬: પ્રવચન નવનીત ભાગ-૧
ભવિકજીવ સંશય નિવારે.” આહા... હા! એ વાણીમાં રચના જે થઈ. તેને સાંભળવાથી ભવિકજીવ સંશય નિવારે-ભ્રમણાનો નાશ કરે. ભ્રમણા એટલે મિથ્યાત્વ-હું રાગવાળો છું, શરીરવાળો છું, હું એક સમયની પર્યાયસ્વરૂપે છું, એવી જે બુદ્ધિ છે તે મિથ્યાત્વ છે. એ આગમ સાંભળીને ભવિકજીવ-લાયકપ્રાણી મિથ્યાત્વનો નાશ કરે છે. એની (ભગવાનની ) વાણી ‘ આ’ છે. ગણધરદેવે જે શાસ્ત્ર રચ્યા તે આગમ, એ આગમ આ છે. આ જે (પરમાગમમંદિર, સોનગઢમાં ) પોણા ચાર લાખ અક્ષર (આરસનાં પાટીયા ઉ૫૨) કોતરાણા છે, તે સંતોની વાણી–ભગવાનની વાણી છે.
અહીંઆ ( આત્માને ) ‘ અવ્યક્ત’ એટલા માટે કહ્યું (કે) (એ આત્મા ) ‘અત્યંતર’ છે અને આ (છ દ્રવ્યસ્વરૂપલોક) ‘બાહ્ય ’ છે. દયા-દાન-વ્રત-ભક્તિ આદિનાં (જે) વિકલ્પ ઊઠે છે (તે) રાગ છે, એ (આત્માથી ) બાહ્ય છે. બહારની દિશા તરફના લક્ષથી જે એની દશા થાય છે, અર્થાત્ પુણ્ય અને પાપના ભાવની જે બહારની દિશા તરફની દશા (પર્યાય) ઉત્પન્ન હોય છે, તે બાહ્ય- ‘ જ્ઞેય ’ માં જાય છે અને એ ‘વ્યક્ત’ માં જાય છે. આહા... હા... હા ! સમજાય છે કાંઈ ?
પ્રશ્ન:- ભગવાન કુંદકુંદ આચાર્યે આત્માને ‘અવ્યક્ત’ કેમ કહ્યો ? ‘વિશેષ્ય છે આત્મા’ (એમ સ્થાપી ) આત્માને અવ્યક્ત એવું વિશેષણ કેમ આપ્યું?
સમાધાનઃ- ‘અવ્યક્ત' આ કારણે કહ્યું કેઃ છ દ્રવ્યસ્વરૂપ લોક જે જ્ઞેય છે, તેનાથી (આત્મા) ‘ભિન્ન’ છે; આ કારણે એને ‘અવ્યક્ત’ વિશેષણ આપ્યું છે. આહા... હા... હા ! સમ્યગ્દર્શનનો વિષય- ‘એ ત્રિકાળી જ્ઞાયકભાવ છે.' આહા... હા... હા!
જ્ઞાનપ્રધાનતાએ જ્યારે કહેવામાં આવે છે ત્યારે તો જ્ઞાન (જ્ઞાતૃતત્ત્વ ) અને શેય (જ્ઞેયતત્ત્વ ) – બન્નેની યથાર્થ પ્રતીતિને સમ્યગ્દર્શન, ‘પ્રવચનસાર ’ ગાથા-૨૪૨ માં કહ્યું છે. પણ અહીં એ આવી ગયું. પર્યાયમાં છ દ્રવ્યનું જ્ઞાન આવી ગયું અને એ પર્યાય અવ્યક્તને પ્રતીત કરે છે તો તેમાં સ્વદ્રવ્ય પણ આવ્યું અને પરદ્રવ્ય પણ આવ્યું. આહા... હા ! સમજાણું કાંઈ ? સૂક્ષ્મ વિષય છે. “શૈય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે.”
66
.
.
‘ જીવ ’ શબ્દ કેમ લીધો છે? મૂળ પાઠ છે ને... “ નીવનગિવિgસંતાણં ” કેમકે, વેદાંત એમ કહે છે કેઃ ‘આત્મા છે તે સર્વવ્યાપક છે' અને તેઓ ‘મન વિશિષ્ઠ સહિતને જીવ કહે છે.' પણ એમ નથી. એ (માન્યતાના નિવારણ) માટે, અહીં ‘જીવ' વિશેષણ લીધું છે. ‘ જીવ’ કહો કે ‘ આત્મા ’ કહો- બેઉ એક જ ચીજ છે. ‘આત્મા’ બીજી ચીજ છે અને ‘ જીવ’ કોઈ બીજી ચીજ છે, વેદાંત કહે છે તેમ નથી. એ માટે ‘ જીવ’ શબ્દ વાપર્યો છે. સમજાય છે કાંઈ ?
મૂળ શબ્દ (પાઠ) માં ‘ નીવ’... છે ને, ‘ તેનાથી જીવ...' એમ લીધું ને... ? પહેલો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૭ શબ્દ છે “વત્ત (અવ્યક્ત)... એમાં તો ઘણું ભર્યું પડયું છે !! આ કોઈ કથા નથી... વાર્તા નથી. આહા.. હા! ભગવાન આત્મા... “ જીવ' છે. એ જીવ, છ દ્રવ્ય જે વ્યક્તિ છેશેય છે, તેનાથી અન્ય છે. બધાની સાથે એક થઈને રહે છે, એમ નથી. “જીવ અને બધા ( જ્ઞય) નું જ્ઞાન'.. તો બધા જીવ- પોતે અને પર-એ બે એક થઈને રહે છે, એમ નથી. વેદાંત એમ કહે છે કેઃ “મુક્ત થઈ જાય ત્યારે તો બધા (જીવ) એક થઈ જાય છે ને?' - આ પ્રશ્ન ગઈ કાલે એક ડોકટરે કર્યો હતો. (પણ) ભાઈ ! તેઓને (વેદાંતને ) (વસ્તુ સ્થિતિની) ખબર નથી. (તેઓ) અનંતગુણા “પરમાણું' છે, એની તો તેઓને (વેદાંતને) કથેઈ ખબર જ નથી. આહા.... હા! અહીં તો “ધર્માસ્તિકાય” છે, જે જીવને અને જડને ગતિ કરવામાં નિમિત્ત છે. જીવ અને જડને ગતિપૂર્વક સ્થિર થવામાં “અધર્માસ્તિ” નામનું એક અરૂપી દ્રવ્ય છે તે સ્થિર રહેવામાં નિમિત્ત છે. “આકાશ' છે (જે) બધા દ્રવ્યોને રહેવાનું વ્યવહાર અવગાહન આપનાર (દ્રવ્ય) છે. અને “કાળદ્રવ્ય” પણ છે, તે છયે દ્રવ્યમાં જે (પ્રતિ સમયે) પરિણમન, પોતપોતામાં, પોતાથી થાય છે, તેમાં નિમિત્ત છે.
હવે અહીં તો મગજમાં ( વિચારમાં) થોડો વિષય આવી ગયો કેઃ છ દ્રવ્ય જે છે, એ છ દ્રવ્યની જે એક સમયની જે પર્યાય છે, એ પર્યાય પોતામાં પકારકથી ઉત્પન્ન થાય છે. - પૂર્વ પર્યાયનાં કારણે નહિ; દ્રવ્ય-ગુણથી નહિ; નમિત્તથી નહિ. સમજાણું કાંઈ ? છ દ્રવ્યમાં દ્રવ્ય-ગુણ તો કાયમ (ત્રિકાળ-ધ્રુવ) છે. પણ પર્યાય એક સમયની નવી-નવી ઉત્પન્ન થાય છે. એ પર્યાય લોકમાં- છ દ્રવ્યમાં છે. એ પર્યાયનું એવું સ્વરૂપ છે કે: એ વિકૃત હો કે અવિકૃત હો પણ એ પોતાના વર્તમાનમાં કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન- અધિકરણ (ષકારકો) થી ઉત્પન્ન થાય છે. પૂર્વના કારણથી થાય છે અને કારણનું કાર્ય છે ને... એ બધાં નિમિત્તનાં વ્યવહારનાં કથન છે. આહા... હા. હા !
વ્યવહારથી નિશ્ચય થાય છે... નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય છે... પૂર્વપર્યાય કારણ અને ઉત્તરપર્યાય કાર્ય... ને-એ બધા વ્યવહારનાં વચન છે, આહા હા હા !
એક એક સમયની પર્યાય ચાહે તો કેવળજ્ઞાન હો... ચાહે તો નિગોદના જીવને અક્ષરનાં અનંતમે ભાગે જ્ઞાન હો... ચાહે તો મિથ્યાત્વ હો... ચાહે તો રાગનો કણ હો- એ બધી પર્યાયનું અસ્તિત્વ જગતમાં - છ દ્રવ્યમાં છે. “છ દ્રવ્યસ્વરૂપ લોક છે” એમ કહ્યું ને...?! તો એમાં પર્યાય પણ પોતામાં છે. પણ એમ છે કે એ પર્યાય, પોતાથી-પોતામાં પોતાના કારણે છે, ગુણ અને દ્રવ્ય, પોતામાં પોતાના કારણે છે. આહા.... હા.... હા ! સમજાય છે કાંઈ ?
(કોઈ ) ઘણી લાંબી-લાંબી વાત કરતા કરતા કહે કે અધ્યાત્મમાં આમ કહ્યું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮: પ્રવચન નવનીત ભાગ-૧
છે. ને આગમમાં આમ કહ્યું છે... ને, ન્યાયમાં આમ કહીએ... ને- (પણ) એ બધી કથનની વાતો છે, બાપુ!
એ ‘છ દ્રવ્યસ્વરૂપ લોક છે’... ‘છે’ માં તો અનંત દ્રવ્યની પર્યાય પણ આવી ગઈ. ‘એ પર્યાય’ કોઈને કારણે છે, એમ છે જ નહિ. ‘ એ પર્યાય ’ અહેતુક છે-સત્ છે, એનો હેતુ નથી. પાઠ છે ને ?! “ છ દ્રવ્યસ્વરૂપ લોક છે જે જ્ઞેય છે અને વ્યક્ત છે”.. ‘ છે' એટલે સત્ છે. તો ‘દ્રવ્ય ’ સત્ છે; ‘ ગુણ ’ સત્ છે; ‘ પર્યાય ’ સત્ છે. આહા... હા ! તો ‘દ્રવ્ય ’ નું પણ કોઈ કારણ અન્ય નથી; ‘ગુણ ’નું પણ કોઈ કારણ અન્ય નથી; અને વિકારી કે અવિકારી ‘પર્યાય ' નું પણ કોઈ કારણ અન્ય નથી. ‘એ પર્યાય' પણ પોતાના કારણે એક સમયમાં નિરાલંબન-દ્રવ્યગુણનાં આલંબન વિના, અને નિમિત્તના આલંબન-અપેક્ષા વિના, પોતાના ષટ્કારકથી (ઉત્પન્ન થાય છે). (તેમજ ) અનંત દ્રવ્યમાં ત્રણેકાળની પર્યાયમાં પ્રત્યેક પર્યાય પોતાના ષટ્કારથી ઉત્પન્ન થાય છે – એ લોકનું સ્વરૂપ છે.
,
છે... ને !? શું કહ્યું ? – ‘લોક’ જે શેય ‘વ્યક્ત' છે. (આ ) એક સમયની વાત છે કે આખો લોક છે. આહા... હા... હા! એ જ્ઞેય છે બધા પ્રગટ છે– બાહ્ય છે. એનાથી ભિન્ન, ‘અવ્યક્ત ’ કહેવામાં આવ્યો.
છે, વ્યક્ત છે. ‘શેય છે’... ‘ છે’ તો કહ્યું. અને એક સમયમાં છ દ્રવ્ય, ગુણ અને પર્યાય બધુંઅને વ્યક્ત છે, પ્રગટ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય ભગવાન (આત્મા ) અત્યંતર છે. તેથી તેને
–
આહા... હા... હા ! આવી વાત છે... એક શબ્દમાં (સ્પષ્ટતામાં) ૩૫ મિનિટ થઈ. એવી આ ચીજ-વસ્તુ છે!! આહા... હા ! દિગંબર સંતોની વાણી આહા... હા ! એટલી ગંભીર... એટલી ગહન... એટલી માર્મિક!! કે, એક એક શબ્દમાં અનંત અનંત આગમનું રહસ્યભર્યું છે, શ્રીમદ્દ કહે છે: ‘ જ્ઞાનીના વાકયમાં, એક એક વાકયમાં અનંત આગમ ભર્યા છે.' આહા... હા! એમાંથી કાઢીએ એટલું૧ નિકળે, ઓહો... હો... હો !
.
આત્મામાં તો... અહીંયા કહ્યું ને...? કે જે દ્રવ્ય-ગુણ-પર્યાય છે. ‘છે’... એક વાત. તો ‘છે’ તે પોતાથી છે, અને એ ‘છે’ તો શૈય છે. અને ‘છે’ તો શેયનો આત્મા જ્ઞાયક છે, તેનો કર્તા-હર્તા છે નહિ. ૫૨ની પર્યાય-શરીરની હલન-ચલન કે ભોજનની ક્રિયાનો કર્તા, જ્ઞાયક આત્મા છે નહિ. આહા... હા... હા! એનો તો જાણવાવાળો (છે) તો એ ચીજ તો શેય છે. આહા... હા... હા ! સમજમાં આવ્યું? સૂક્ષ્મ વાત છે, ભગવાન! આ તો સૂક્ષ્મ વાત-થોડી, પુસ્તક છપાવાનું છે ને...? તેમાં આવી જાય. આહા... હા! અહીં તો એક (અવ્યક્ત ) શબ્દમાં કેટલું ભર્યું છે!!
( કોઈ ) છ દ્રવ્યને ન માને. અન્યમતિ ધર્માસ્તિ-અધર્માસ્તિકાયને માનતા નથી; એ ભગવાન સર્વજ્ઞદેવ જિનેન્દ્ર જ દેખ્યા છે અને માન્યા છે. જૈન દર્શન સિવાય કોઈ દર્શને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૯
છ દ્રવ્યને માન્યાં નથી. શ્વેતામ્બર કાળદ્રવ્ય માનતા નથી. એ દ્રવ્યની પર્યાયને કાળદ્રવ્ય કહે છે. અહીં કહે છે કે કાળદ્રવ્ય જ્ઞેય છે, ભિન્ન છે અને એ કાળદ્રવ્ય અસંખ્ય છે. અને એક એક દ્રવ્યમાં પ્રત્યેક દ્રવ્ય-ગુણની પર્યાય પણ સ્વતંત્ર છે. આહા... હા... હા!
ભગવાન આત્મા (જ્ઞાયક) છે. શ૨ી૨, વાણી, મન, પ૨ની દયા આદિ તો જ્ઞેયમાં જાય છે. પરની દયા હું પાળી શકું છું, એમ અહીંયા આવ્યું નથી. પરની હિંસા કરી શકું છું, એ પણ આવ્યું નથી. ‘૫૨’ છે, એ ‘શૈય’ છે અને ૫૨ છે, એ ‘અવ્યક્ત’ છે. અને ‘સ્વ’ તે ‘શાયક’ છે અને સ્વ છે તે પરની અપેક્ષાએ ‘ અત્યંતર’ ‘અવ્યક્ત’ છે એમ આવ્યું. વાત આવી
સરસ છે!!
-
અરે! ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ ૫૨માત્મા, જેણે ત્રણકાળ-ત્રણલોકને એક સમયમાં જાણ્યાં, એણે જાણી ‘આ વાત ’. અને ‘ આ ' એમના દિવ્યધ્વનિમાં આવ્યું. અને ભગવાન કુંદકુંદ આચાર્યે સીમંધર ભગવાન પાસે સાક્ષત્ સાંભળ્યું, અને ત્યાંથી આવીને, આ શાસ્ત્રો ‘ સમયસાર ’ ‘ પ્રવચનસાર' આદિ બનાવ્યાં. પછી ટીકાકાર અમૃતચંદ્ર આચાર્યે (એનાં રહસ્ય ) ખોલ્યાં. આહા... હા... હા! જો એ અમૃતચંદ્ર આચાર્ય ન હોત તો આટલું સ્પષ્ટીકરણ બહાર ક્યાંથી
આવત ?
જિજ્ઞાસાઃ લોકને જાણનારી પર્યાય, લોકમાં જાય ?
.
સમાધાનઃ પર્યાય, નિશ્ચયમાં ‘વ્યક્ત' એમ ગણવામાં આવે છે. પણ જાણવાવાળી તો પર્યાય છે ને...! - આ આમ છે ને... આ આમ છે– એમ જાણે છે કોણ ? પર્યાય, પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. દ્રવ્યનું જ્ઞાન આવે છે. પર્યાયમાં છ દ્રવ્ય આવતાં નથી, પણ છ દ્રવ્યનું જ્ઞાન આવે છે. નિર્ણય તો પર્યાય કરે છે ને...! પર્યાયમાં પર્યાય આવી ગઈ. પર્યાય પોતાને જાણે અને ૫૨ને પણ જાણે છે. આહા... હા... હા! સમજાય છે કાંઈ ?
અહીં તો ભાષા શું છે! ‘છ દ્રવ્યસ્વરૂપ લોક’. જિનેન્દ્ર ભગવાન સિવાય ક્યાં છે એ વાત ? અને તે લોકસ્વરૂપ ‘Âય ’ છે. જગતમાં પોતાના જ્ઞાયકસ્વભાવની અપેક્ષાએ, એ તો જાણવા લાયક છે. પરદ્રવ્યની પર્યાય કરવા લાયક છે એવી એ વસ્તુ નથી. અને એવો આત્મા નથી. આહા... હા!
-
હું પરની દયા પાળી શકું છું ‘એવી ચીજ’ ૫૨માં નથી; અને ‘એવી ચીજ ' આત્મામાં નથી. આહા... હા... હા ! ભાઈ ! એવું ઝીણું છે!! હું કમાઈ શકું છું, બુદ્ધિ મારી ઘણી છે. પૈસા ઘણા લાવું છું. મારી પાસે પાંચ કરોડ-દશ કરોડ- પચ્ચીસ કરોડ થયા... ( આ તો ) ‘ધૂળ ’ છે– કાંઈ નથી. અહીં તો કહે છે- આહા... હા... હા ! તે તો જ્ઞાનમાં શૈય છે; અને જ્ઞાનની અપેક્ષાએ એ વ્યક્ત અર્થાત્ બાહ્ય છે. તો એને જાણવાવાળું જ્ઞાન, અત્યંતરમાં છે. આહા... હા... હા ! આત્મા જાણવા લાયક છે ત્યારે તેનું વિશેષણ
પ્ર. ૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦: પ્રવચન નવનીત ભાગ-૧ અવ્યક્ત' કહ્યું. આત્મા અવ્યક્તપણે જાણવા લાયક છે. આહા.... હા... હા ! સમજાય છે કાંઈ ?
ચાહે જેટલું રૌદ્રધ્યાન હો. આધ્યાન હો, હિંસાનો ભાવ હો, દયાનો ભાવ હો- એ બધા ભાવને અહીં તો લોકમાં શેય તરીકે ગણવામાં આવ્યા છે. પોતાથી તે પર્યાય થાય છે. “છે” અને થાય છે” એમાં પોતાથી (કરે-એમ) ક્યાં આવ્યું? આ તો તે કહ્યું ને...?! કેઃ “છ દ્રવ્યસ્વરૂપ લોક છે” અને “તે શય છે”. “છે” જ્ઞય, તેમાં હું કરું તો તે ય છે – એવું ક્યાં આવ્યું? સુક્ષ્મ વાત છે! આવી (સૂક્ષ્મ ) વાત (સોનગઢની) બહાર ન નીકળે- અહીં જેવી વાત ન નીકળે; બહાર (લોકોને ) સૂક્ષ્મ પડે.
છે” – એક વાત. “શય છે – બીજી વાત. “વ્યક્ત છે' - ત્રીજી વાત. “છે તેનો જાણવાવાળો પણ છે અને તેનો “જ્ઞાયક' છે. અને વ્યક્તની અપેક્ષાથી (તે) અભ્યતર- અંદર છે. આવું “અવ્યક્ત” નું વિશેષણ એક આત્માને લગાડીને, કુંદકુંદ આચાર્યદવે પાઠમાં જે ભાવ ભર્યા છે, તેને અમૃતચંદ્ર આચાર્ય ટીકા કરીને ખોલી દીધા છે. સમજમાં આવ્યું? જેમ ગાય અને ભેંસના આંચળમાં જે દૂધ છે, તેને બાઈ કાઢે છે, તેમ પાઠમાં જે ભાવ ભર્યા છે, તેને તર્ક કરીને (અમૃતચંદ્ર આચાર્ય) ભાવ ખોલી દીધા છે. આહા.... હા ! જો આંચળમાં દૂધ છે તો (બળુકી) સ્ત્રી કાઢે છે, એમ પાઠમાં “અવ્યક્ત”માં આવા (ઊંડા) ભાવ ભર્યા છે! તો અમૃતચંદ્રાચાર્ય ખોલી નાખ્યા છે.
એક બોલ અવ્યક્તનો થયો.
*
*
*
અવ્યક્ત” બોલ ૧, ૨. ( પ્રવચનઃ તા. ૧૮-૧-૧૯૭૮)
સમયસાર’ ૪૯ મી ગાથા ચાલે છે. તેમાં “અવ્યક્ત” બોલ છે. “અવ્યક્ત” સૂક્ષ્મ છે, પણ મુખ્ય ચીજ એ છે. આવ્યું ને? – “હવે અવ્યક્ત વિશેષણ સિદ્ધ કરે છે. શ્રી કુંદકુંદ આચાર્ય કહે છે કે આ આત્મા અવ્યક્ત છે; તે જ ઉપાદેય છે. અંતર-સમ્યગ્દષ્ટિમાં આ અવ્યક્ત' જે શુદ્ધસ્વરૂપ, એકરૂપ, અભેદ છે, તે જ “જીવ' છે, તે જ “આત્મા” છે. તે આત્મા જ ઉપાદેય-અંતરમાં આદર કરવા લાયક છે. એ સિવાય કોઈ ચીજ, સમ્યગ્દષ્ટિને આદર કરવા લાયક હોતી નથી. આહા... હા!
અવ્યક્ત' વિશેષણનો અર્થ શું કર્યું? પાઠમાં “નીલ” શબ્દ પડ્યો છે ને? તો આ (અવ્યક્ત) વિશેષણ જીવનું છે. અને એમાં “ના” શબ્દ પડ્યો છે ને..? (અવ્ય$ નાનાદિ નીવમ) ના મળતું નીવમ્ - એમ લેવું છે.
ભગવાન કુંદકુંદ આચાર્ય મહાસંત હતા. (તેઓશ્રીને) આત્માના અતીન્દ્રિય આનંદનું ઉગ્ર-પ્રચુર સ્વસંવેદન હતું. જે મુનિનું લક્ષણ છે. તે મુનિ ભગવાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૧૧ અહીંયાં એમ કહે છે કે અમે જીવને “અવ્યક્ત' કહીએ છીએ. ભગવાને (એમ) અવ્યક્ત” કહ્યું છે.
જીવને “અવ્યક્ત' કહ્યો. છ બોલ પહેલાં ચાલ્યા. ૧ આ જીવ “અવ્યક્ત” છે (એમ) તું જાણ ! (પાઠમાં) આવ્યું ને...? આહા... હા! આ ધીમેથી (ધીરજથી) સમજવાની ચીજ છે. ભગવાન! આતો અપૂર્વ વાત છે!! અનંતકાળમાં ક્યારેય પ્રેમથી સાંભળ્યું જ નથી. સાંભળ્યું છે, પણ રુચિથી સાંભળ્યું નથી.
અહીં ભગવાન આત્માને “જીવ' કહ્યો છે. અને એને “અવ્યક્ત” કહીને, એને જ જીવ કહ્યો છે. “અવ્યક્ત” કહીને એને જ ઉપાદેય કહ્યો. શુદ્ધ આત્મા અવ્યક્ત છે. શ્રી જયસેન આચાર્યની ટીકામાં સંસ્કૃતમાં થોડું એવું લીધું છે: “વ્યવંત સૂક્ષ્મ” અવ્યક્તનો અર્થ સૂક્ષ્મ કર્યો છે. ભાઈ ! અવ્યક્ત-સૂક્ષ્મ પ્રભુ અંદર છે. આહા... હા !
પુણ્ય ને પાપ, દયા-દાન, વ્યવહાર રત્નત્રયનો રાગ, દેવ-ગુરુ-શાસ્ત્ર, અનંત સિદ્ધો, અનંત (પંચ ) પરમેષ્ઠી, ..., અનંત નિનોદના જીવ – એ છ દ્રવ્યરૂપ જગત છે. એ જ્ઞય છે, જાણવા લાયક છે. તો એમાં અનંત વ્યવહાર રત્નત્રયનો રાગ પણ આવ્યો તે પણ જાણેલો પ્રયોજનવાન છે. (સમયસાર') ૧રમી ગાથા પ્રમાણે. પણ આ ભગવાન આત્મા, એ છે દ્રવ્યસ્વરૂપથી અવ્યક્ત' છે. સમયસાર” ૧૧મી ગાથામાં ભગવાન આત્મા ભૂતાર્થ છે, સત્યાર્થ છે-તેને અહીંયાં “અવ્યક્ત' કહે છે. પ્રભુ! એ તો દુનિયાથી સૂક્ષ્મ વાત છે. આહા... હા!
ત્રિકાળી-શુદ્ધ-ધ્રુવ-ચૈતન્યતત્ત્વ એને ભૂતાર્થ એટલે સત્ય છે, એવું કહ્યું. તો એ સત્ય છે, તે જ આશ્રય કરવા લાયક છે. એ ભૂતાર્થના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે. હજી પ્રથમ સમ્યગ્દર્શનની ચીજ ઘણી સૂક્ષ્મ છે. એ સમ્યગ્દર્શન વિના, જ્ઞાન અને ચારિત્ર ને વ્રત બધું મિથ્યા છે; એકડા વિનાનાં મીંડાં છે, પ્રભુ! આહા... હા ! એવી વાત !! શ્રી કુંદકુંદ આચાર્ય તો જીવને એમ કહે છે કેઃ હે જીવ! તું અવ્યક્ત છે, એને તું જાણ !
એક મુમુક્ષુએ ગઈ કાલે પ્રશ્ન કર્યો હતો ને..? કે પર્યાય એમાં આવે છે કે નહિ? (સમાધાન:-) પર્યાય તો જાણવામાં આવે છે. જાણે, એ પર્યાય. પણ જાણે કોને? – “અવ્યક્તી’ ને. અવ્યક્ત કોને કહીએ? તો એમ કહે છે.... જુઓ! સવારે થોડું આવ્યું હતું. આ જીવ જે છે તે શુદ્ધ ચિદ્ધન, અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત પ્રભુતા, અનંત ઈશ્વરતા, અનંત સ્વચ્છતા, અનંત કર્તૃત્વ-કર્મ, અનંત સાધન-એવા અનંત અનંત ગુણનું એકરૂપ, ધ્રુવસ્વરૂપ, એને અહીંયાં “અવ્યક્ત' કહ્યો-એ જીવ. અને
-----------------------------------------------------------------
૧. અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, અશબ્દ, અને અસંસ્થાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨: પ્રવચન નવનીત ભાગ-૧ એ સિવાય (બધા) અજીવ. (અજીવ) અધિકારમાં વ્યવહાર રત્નત્રયના જે વિકલ્પ છે તેને પણ અહીંયાં તો અજીવ કહ્યા; તેને વ્યક્ત કહ્યા; શેય કહ્યા. -એને “વ્યક્ત” ને, જાણવાવાળો “જ્ઞાયક'. અને “વ્યક્ત” ને જાણવાવાળો “અવ્યક્ત” –એ પણ જ્ઞાયક. આહા... હા! ભગવાન ! આ વાત ઘણી સૂક્ષ્મ !!
જિનેન્દ્રદેવ તીર્થંકર પરમાત્મા ત્રિલોકનાથ વીતરાગદેવની વાત, અને સર્વ શાસ્ત્રોનો સાર-તાત્પર્ય તો વીતરાગતા છે ને... પ્રભુ! તો વીતરાગતા ક્યારે થાય? કે પોતાની પૂર્ણ ચીજ જે શુદ્ધ ધ્રુવ છે, એનો આશ્રય લે; અને પરનો અને પર્યાયનો આશ્રય પણ છોડી દે; ત્યારે વીતરાગતા થાય છે. ચારેય અનુયોગમાં કહેવાનું તાત્પર્ય તો વીતરાગતા પ્રગટ કરવાનું છે. તો એનો એ અર્થ થયો કે પ્રભુ! તું અવ્યક્ત છે, તેને જાણ! તો તને વીતરાગતા ઉત્પન્ન થશે. સમજાણું કાંઇ?
તું અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનથી તો ઠસોઠસ ભરેલો છો. (પણ) ભગવાન! તને તારી (મૂળ) ચીજની ખબર નથી. આચાર્યદેવને કરુણાનો વિકલ્પ આવ્યો છે. તેઓ તો સંત હતા. તે તો (આ) વિકલ્પના પણ જાણવાવાળા હતા. આ ટીકા તો બની ગઈ, એ પણ પોતાના જાણવામાં તો પરણેય તરીકે છે. આહા...હા ! એ (સૂત્રકર્તા) કુંદકુંદ આચાર્ય હો, કે ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય હો- એ બધા એક જ જાતના છે.
“સમયસાર” ૫ મી ગાથામાં એમ લીધું છે કે ભગવાન મહાવીર પરમાત્મા, (તેમ જ) અનંત સર્વજ્ઞ પરમાત્મા (જે) થયા, અને (વર્તમાનમાં) સીમંધર ભગવાન બિરાજે છે તે વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. (અને છે.) એ પોતાની વિજ્ઞાનઘન જે વસ્તુ (તે, અવ્યકત) તેમાં નિમગ્ન હતા; એ પર્યાય. આહા... હા! કુંદકુંદ આચાર્ય કહે છે કેઃ જેમ ભગવાન વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા (તેમ) એનાથી (તીર્થકરથી) માંડીને ગણઘરદેવ અને અમારા ગુરુ પર્યત ( વિજ્ઞાનમાં) નિમગ્ન-એકલા મગ્ન નહિ, “નિ' ઉપસર્ગ છે, “નિ” વિશેષતા બતાવે છે, વિશેષ મગ્ન હતા. જે દિગંબર સમ્પ્રદાય, તે જૈનદર્શન છે. એમાં એવી આચાર્ય પરંપરા ચાલી આવી છે. કુંદકુંદ આચાર્ય કહે છે કે અમારા ગુરુ પણ વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. આહા. હા! અરિહંતની સાથે પોતાના ગુરુ સુધીની પરમ્પરા જોડી દીધી છે! આ તો વીતરાગ-પંથ-ત્રિલોકનાથની પરમ્પરાનો પંથ છે. સમજાણું કાંઈ? તો કોઈ કહે કે: અરે! તમે તો પંચમ આરાના (સાધુ) છો ને...! તમે તો વળી ભગવાન પાસે ગયા હતા, પણ તમારા ગુરુ તો કાંઈ ભગવાન પાસે ગયા નહોતા? તો પણ અમે (કુંદકુંદ આચાર્ય) એમ કહીએ છીએ કે પોતાનો ભગવાન જેને અહીંયાં અવ્યક્ત શુદ્ધ આત્મા ધ્રુવ કહે છે, એ વિજ્ઞાનઘનમાં અમારા ગુરુ નિમગ્ન હતા. (પ્રશ્ન:) તમે તો છબી છો ને? તો પણ તમે તમારા ગુરુની એવી સૂક્ષ્મ દશાને કેવી રીતે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારે ગાથા-૪૯: ૧૩
જાણી લીધી? વળી કોઈ કહે છેઃ ભાઈ! ૫૨ને એમ જાણવામાં નથી આવતું? તો ભગવાન કુંદકુંદ આચાર્ય કહે છેઃ પ્રભુ! એકવાર સાંભળ તો ખરો... સાંભળ તો ખરો! અમારા ગુરુને તો અમે જાણીએ છીએ. એના ગુરુ..., એના ગુરુ..., એના ગુરુ... , એના ગુરુ... , એ વિજ્ઞાનઘન, ચૈતન્યપિંડ, અનાકુળ આનંદ અને શાંતિ, અકષાય સ્વભાવનો રસકંદ આત્માએમાં નિમગ્ન-વિશેષ મગ્ન હતા. આહા... હા! એ અમારા ગુરુએ અમને મહેરબાની કરી, અમારા ઉપર અનુગ્રહ-ઉપકાર કરીને શુદ્ધાત્માનો ઉપદેશ અમને આપ્યો છે. આહા... હા! છ દ્રવ્ય આદિ...! પણ એ છ દ્રવ્ય આદિના બધા ઉપદેશમાં પણ એ બતાવવું છે કે-શુદ્ધ આત્મા ઉપાદેય છે. તો અમારા ગુરુએ અમને એ શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો. શુદ્ધ ચૈતન્યઘન છે ત્યાં દષ્ટિ કરતાં, અમારી વર્તમાન પર્યાયમાં શુદ્ધ આનંદકંદની દશાનો ભાવ, અમારામાંથી પ્રગટ થયો. પ્રચુર સ્વસંવેદન-અમારો નિજ વૈભવ-પ્રગટ થયો. એમ અમૃતચંદ્ર આચાર્ય કહે છે! -પણ તેઓ તો ભગવાન પાસે ગયા ન હોતા ને...? કે-ભાઈ! આ (નિજ) ભગવાન પાસે ગયા હતા. આહા... હા! સમજાય છે કાંઈ? વાત સૂક્ષ્મ છે, પ્રભુ! ધર્મ જેવી ચીજને લોકોએ (સાધારણ ને સ્થૂળ) ગણી નાખી. પણ ધર્મ એવો નથી. જૈનધર્મ બહુ સૂક્ષ્મ છે પ્રભુ એ અમારા ગુરુ અને અમે, વિજ્ઞાનઘન-એકલું જ્ઞાન નહિ, વિજ્ઞાન; એકલી પર્યાય નહિ, ઘન = વિજ્ઞાનઘન-પ્રભુ આત્મદળ, જ્ઞાનનો ઘન, જ્ઞાનનો પિંડ–એમાં, અમારા ગુરુ નિમગ્ન હતા. તો અમારામાં અમારો વૈભવ પ્રગટ થયો. અમારો વૈભવ પણ અંદર પ્રગટ થયો. તે સ્વસંવેદન-આનંદની પ્રચુર દશા, એ અમારો નિજ વૈભવ છે. આહા... હા! એ પંચ મહાવ્રતનો વિકલ્પ ઊઠે છે ને... નગ્નપણું ને... એ અમારો નિજ વૈભવ નથી. મુનિને વસ્ત્ર હોતું જ નથી, વસ્ત્રપાત્ર હોતાં જ નથી. સાચા મુનિસંત જે છે તે (તો) અંતરના વિજ્ઞાનઘનમાં નિમગ્ન છે. અને બહાર નન્નદશા અને પંચ મહાવ્રતના વિકલ્પ આવે છે પણ એમાં, તે મગ્ન નથી. આહા... હા... હા! એમ કહે છે કે-પંચમ આરાના સંત અમારા ગુરુ પણ એવા હતા !
અહીંયાં કહે છે કેઃ એ જીવ જે છે તે ‘અવ્યક્ત' છે. અર્થાત્ અમારી અપેક્ષાએ અમારો જીવ છે. એ અપેક્ષાએ છ દ્રવ્યસ્વરૂપ લોક તે ‘આ' જીવ નહિ; એ અપેક્ષાએ છ દ્રવ્યસ્વરૂપ લોક, તે અજીવ છે. આહા... હા! સમજાણું કાંઈ ? એ તો પ્રત્યેક આત્મા પોતાની અપેક્ષાએ છે અને પરની અપેક્ષાએ નથી. એની અપેક્ષાએ છે અને તેની અપેક્ષાએ તે નથી. તો કહે છે કે: છ દ્રવ્યસ્વરૂપ લોક, એ તો સિદ્ધ કર્યું.
‘છ દ્રવ્યસ્વરૂપ લોક છે' એ તો સર્વજ્ઞે કહ્યું. સર્વજ્ઞ સિવાય એવી વાત ક્યાંય નથી. જેમાં કાળ પણ-અસંખ્ય કાલાણુ-છે; એક ધર્માસ્તિ છે; એક અધર્માસ્તિ છે; (તથા એક આકાશ; અનંત જીવ; અને એનાથી અનંતગુણા પુદ્દગલ છે; ) –એવાં છ દ્રવ્ય અને એના અનંતગુણ અને અનંતી પર્યાય છે–એ છ દ્રવ્યસ્વરૂપ લોક-જે શેય છે-તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪: પ્રવચન નવનીત ભાગ-૧ બધાંને, અજીવમાં નાખી દીધાં- “આ” જીવ નહિ. હે જીવ! તું એમ જાણ... કે, છ દ્રવ્યસ્વરૂપ જે લોક. mય છે-તેનાથી, તું ભિન્ન છે! અને છ દ્રવ્યસ્વરૂપ જે લોક છે તે વ્યક્ત છે, બાહ્ય છે, પ્રગટ છે, અન્ય છે; અને તું અંતરમાં સૂક્ષ્મ છે. આહા... હા ! પ્રભુ! તું તો અંતરમાં અવ્યક્તસૂક્ષ્મ છે ને...? એને અમે “જીવ’ કહીએ છીએ. અને તેને કહીએ છીએ કે હે જીવ! “અવ્યક્ત” ને તું જાણ ! “અવ્યક્તને જાણ” તો “જાણ” એ તો પર્યાય થઈ. (પાઠમાં) દરેકમાં “નાબ” આવ્યું ને...?! રસ ના.... જીવન ના.... વ્ય$ ના . નિર્લિંખમ ના.. આહા... હા ! શું એની શૈલી !!
“છ દ્રવ્યસ્વરૂપ લોક છે” (તેમાં) અનંત સિદ્ધો છે, અનંત પંચ પરમેષ્ઠી થયા, છે અને થશે–એ બધા, તારી ચીજથી ભિન્ન, જ્ઞય છે. આહા... હા! અને તારી ચીજ જયારે “અવ્યક્તી’ છે, બાહ્યમાં નથી; તો તારા હિસાબે તે સર્વજ્ઞ અને પંચ પરમેષ્ઠી આદિ બાહ્ય અને “વ્યક્ત” છે, mય છે. એનાથી તારી ચીજ અન્ય છે. આહા... હા! એક શબ્દમાં કેટલું ભર્યું છે!! એનાથી જીવ અન્ય છે. એનાથી ભગવાન અંદર અન્ય છે- એને (અવ્યક્તને) ઉપાદેય જાણ! એ (અવ્યક્ત) સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શન, ચોથે ગુણસ્થાન હજુ તો સમકિત..! શ્રાવક (પંચમગુણસ્થાન) તો ક્યાંય રહી ગયા, એ તો શું દશા છે! અને મુનિ (ભાવલિંગ) એ તો શું દશા !! એ તો અત્યારે તો.?
અહીં તો એમ કહે છે કે: એ બધાથી “જીવ’ અન્ય છે. અને જીવથી એ (બધા) અન્ય છે. તો વ્યવહારરત્નત્રયનો વિકલ્પ આવ્યો, એ રાગ: દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, દયા-દાનનો ભાવ-વિકલ્પ, એનાથી પણ, જીવ! તું ભિન્ન છે. અને તારી જીવ ચીજથી એ ચીજ ભિન્ન છે. આહા... હા ! આવી વાત છે, ભગવાન !!
પછી સોનગઢના નામે એમ કહે કે, એ તો “નિશ્ચયાભાસ' છે.. પણ, ભગવાન! નિશ્ચય' કહો. એ તો તારી ચીજની તને ખબર નથી, ભગવાન! આહા. હા! “વ્યવહારથી નિશ્ચય થાય છે. અહીં એનો પણ નિષેધ કર્યો છે. અને “નિમિત્તથી ઉપાદાનમાં (કાર્ય) થાય છે' તેનો પણ નિષેધ કર્યો. નિમિત્ત અને વ્યવહાર તો “ય” ને “વ્યક્ત' છે.
કુંદકુંદ આચાર્ય પ્રભુ કહે છે કે એકવાર નાળ! મળતું નીવન ના. આ તો હુજી એક બોલ ચાલ્યો. ગઈ કાલે પણ પોણો કલાક ચાલ્યો હતો. ને? અજીવનું રહી ગયું હતું. આ તો એની સાથે થોડો વિચાર આવ્યો. અવ્યક્તનો અર્થ “સૂક્ષ્મ” છે. સંસ્કૃત ટીકામાં છે. (જયસેનાચાર્ય) અવ્યક્તનો અર્થ જ સૂક્ષ્મ કર્યો છે.
જિજ્ઞાસા: કેવળજ્ઞાનથી પણ સૂક્ષ્મ છે?
સમાધાનઃ કેવળજ્ઞાન, પર્યાય છે. તેનાથી સૂક્ષ્મ ત્રિકાળી (દ્રવ્ય) છે. પર્યાયને તો એક નયથી “નિયમસાર” માં પરદ્રવ્ય કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૧૫ સમયસાર' ની આ ૪૯ મી ગાથામાં ભગવાનની વાણી અલૌકિક છે. પ્રભુ! આવી વાણી !! જૈન વીતરાગ સિવાય, દિગમ્બરધર્મ સિવાય, આ વાત ક્યાંય નથી. એમાં ( દિગમ્બરમાં) જમ્યા, એને પણ એની ખબર નથી !
અહીં કહે છે કેઃ (લોક) તે શય છે. શયનો અર્થ વ્યવહાર. (તે) પણ શેયમાં આવી ગયો ને...! દેવ-ગુરુ-શાસ્ત્ર પણ “શય માં આવી ગયા; મારાપણામાં આવ્યા નહીં. “પંચ પરમેષ્ઠી મારા ઇષ્ટ છે” એવું અહીં આવ્યું નહીં. પંચ પરમેષ્ઠી પણ “આ આત્મા” થી બાહ્ય ચીજ, વ્યક્ત ચીજ, “જ્ઞય” છે અને તે “વ્યક્ત” છે. અને જીવથી તે “અન્ય” છે. જીવ અન્ય છે, માટે તે “અવ્યક્ત” છે, તે જ ઉપાદેય છે. છ દ્રવ્ય અને રાગાદિ વિકલ્પથી ભિન્ન, અંદરમાં ભગવાન પૂર્ણ શુદ્ધ અવ્યકત જે ચીજ છે તે અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શાંતિ.. શાંતિ. શાંતિથી લબાલબ ભરેલો શાંત.. શાંત.. શાંત છે.
ઉપશમ રસ વરસે રે! પ્રભુ તારા નયનમાં”. “ઉપશમ રસ વરસે રે! પ્રભુ તેરે નયનમે.... તારી ચીજમાં તો શું કહેવું!! પણ તારા નયનમાં અને શરીરમાં પણ ઉપશમરસ ઢળી ગયો છે! એવો ઉપશમરસ અકષાય વીતરાગમૂર્તિ પ્રભુ-એને અહીં “અવ્યક્ત' કહે છે. અને એ (વીતરાગમૂર્તિ) પરથી ભિન્ન “અવ્યક્ત” છે. (અન્ય છે) એટલે “અવ્યક્ત' છે. એટલા માટે “ઉપાદેય છે. એટલા માટે તે જ “જીવ' છે. એટલા માટે તે જ “ધ્રુવ છે. એટલા માટે તે જ એક “દષ્ટિ” નો વિષય- “આદરવા લાયક છે.'
ભગવાન! આ કોઈ કથાવાર્તા નથી. આ તો ભગવસ્વરૂપ પરમાત્મા, પોતાની ચીજ શું છે-એની કથા કહી. આહા.... હા! ભગવત-કથા આ છે. “નિયમસાર” માં છે છેલ્લી ગાથામાં “ભગવત-કથા” “ભગવસ્વરૂપ.”
જેણે પોતાના અવ્યક્ત સ્વરૂપને ઉપાદેય જાણ્યું-એને અહીં “નાબ' કહ્યું છે. આદેશ કર્યો છે. મુનિ આચાર્ય છે ને..? આચાર્ય આદેશ કરે છે. પ્રભુ ! તું જીવ અવ્યક્તને જાણ ! એ જ ઉપાદેય છે. અને એ જ આત્મા છે. અને એ જ આત્મા અન્યથી (છ દ્રવ્યસ્વરૂપ લોકથી) ભિન્ન છે. એને આદરણીય કરવાથી તારી પર્યાયમાં-અવસ્થામાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને આનંદ તને ઉત્પન્ન થશે. આહા.. હા ! એનું નામ ધર્મની શરૂઆત છે. આવી વાત છે!! એ વાત સામાન્યપણે કહી હતી, એનો હવે વિસ્તાર કરીને એના (બીજા) પાંચ બોલ કહે છે.
હવે બીજો બોલઃ [ “pષયવાવભાવકplખ્યત્વતિ” “કષાયોનો સમૂહું જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે.” ] થોડુંક આજે લેવાનું છે. “કષાયોનો સમૂહ” એ કષાય એમ તો શેયમાં જાય છે. કષાય વ્યક્તમાં જાય છે. શું કહ્યું? – પહેલાં જે કહ્યું કે જે છ દ્રવ્યસ્વરૂપ લોક જ્ઞય છે, તેમાં કષાય પણ આવી ગયો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬: પ્રવચન નવનીત ભાગ-૧ છે. અને એ વ્યક્ત છે, એમાં એ (કપાય) આવી ગયો છે. પણ સામાન્ય પ્રાણી અને સ્પષ્ટ ન કરી શકે, તે કારણથી આ બીજો બોલ સ્પષ્ટ કરે છે:
કષાયોનો સમૂહ' –પાછો એકલો “કષાય” ન લીધો, “કષાયોનો સમૂહ” (લીધો છે. તે ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે શુભભાવ ઉત્પન્ન થાય છે, એ અસંખ્ય પ્રકારના શુભ કષાય છે. અને કામ, ક્રોધ, હિંસા, જૂઠું, ચોરી, વિષય-ભોગ, વિષયની વાસના આદિના જે પાપ ભાવ ઉત્પન્ન થાય છે, એ અસંખ્ય પ્રકારના અશુભ કષાય છે. -એ બધા મળીને “કષાયોનો સમૂહુ” છે. “કપાયો” એક વચન નહિ, બહુવચન છે. અને “સમૂહુ' તે ભલેને ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય, રાગ હોય, દ્વેષ હોય, પ્રેમ હોય, અપ્રેમ હોય, વિષયવાસના હોય, કરુણા હોય, કોમળતા હોય-એ બધા કષાયોનો “સમૂહ” છે.
કષાય” કેમ કહ્યું? “ક” એટલે સંસાર, અને “આય” એટલે લાભ. જેમાં (સંસારમાં) રખડવાનો લાભ મળે એને “કષાય' કહે છે. પાઠમાં “bષાય’ શબ્દ પડ્યો છે ને...? (કષ + આય = કષાય = સંસાર + લાભ.) જેમ “સામાયિક' કહે છે ને...? (સમ + આયિક = સામાયિક) વીતરાગમૂર્તિ આત્માનો અનુભવ થયો, સમ્યગ્દર્શન થયું - એમાં “સમ” અર્થાત્ સમતાનો-આનંદનો, અને “આયિક ' એટલે લાભ થયો. “સમતાનો લાભ' એને સામાયિક કહેવામાં આવે છે. આ દુનિયા કરે (છે, ) બેસે છે (એ, નહિ). એ તો અનંતવાર કર્યું. અમો
રિહંતા.... નમો સિદ્ધાળું કરીને.... (આંખો) બંધ કરીને સામાયિક (માને !) પણ અહીં તો અવ્યક્ત શુદ્ધ ઉપાદેય આત્માનો અનુભવ થઈને, આનંદના સ્વાદમાં વીતરાગતા ઉગ્રપણે થાય, એનો લાભ થાય, એનું નામ “સામાયિક' કહેવામાં આવે છે.
અહીં એ કહે છે કેઃ “કષાયોનો સમૂહ જે ભાવકભાવ” –કર્મ છે, તે “ભાવક' છે; અને એનો વિકારી કષાય-સમૂહુ તે ભાવકનો “ભાવ” છે; તે “આત્મા” નો નહિ. આહા... હા ! સાંભળો! ભલેને દયાનો, દાનનો, વ્રતનો, ભક્તિનો ભાવ થાય, પણ પ્રભુ એમ કહે છે કે એ તો ભાવકનો ભાવ છે, પ્રભુ!
ભાવક' મોહકર્મ છે” – એ “સમયસાર” ગાથા-૩૨, ૩૩માં ભાવ્યભાવક' (લીધું) ત્યાં આવ્યું છે. (ભાવક જે મોહકર્મ તેના અનુસાર પ્રવૃતિથી પોતાનો આત્મા ભાવ્યરૂપ થાય છે એટલે કે, “ભાવક' મોહકર્મ, અને એને અનુસરીને થવાવાળા “ભાવ્ય' અથાત્ પોતાની (આત્માની) પર્યાય-વિકાર. અહા.. હા! ૩ર-૩૩ બેઉ ગાથામાં આવ્યું છે.
અહીં તો આચાર્ય સમુચ્ચય, બહુ ટુંકામાં સંકેલી લે છે કે તારી પર્યાયમાં જે કંઈ પુણ્ય ને પાપના અસંખ્ય પ્રકારના ભાવ છે તે ભાવકનું ભાગ્ય અને ભાવકનો ભાવ છે. “ભાવ્ય” કારણ લેવામાં, એની યોગ્યતા ત્યાં ૩ર-૩૩ ગાથામાં લેવી હતી; અહીંયાં તો એ કાઢી નાખ્યું. આહા... હા ! કહ્યું છે? –૩૨-૩૩ ગાથામાં “ભાવ્યભાવક' કહ્યું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૧૭
હતું ત્યાં એમ (કે) ભાવક કર્મ છે અને આત્માની પર્યાયમાં (જે) વિકાર થાય છે એ ભાવ્યયોગ્યતા છે. ‘ ભાવ્ય ’ આત્માની વિકારી પર્યાય છે. એમાં કર્મ નિમિત્ત ‘ભાવક’ છે. એવું બતાવ્યું હતું અને એનાથી પણ પછી ભિન્ન બતાવ્યું. (પણ) અહીંયાં તો એ સીધું લીધું (કે) એ ભાવ્યયોગ્યતા પણ ( આત્માની ) નહીં. આહા... હા ! સમજાણું કાંઈ ?
(સમયસાર ) ગાથા-૩૧માં ‘સંકોષ’ નું નિવારણ (પરિહાર) કર્યું કેઃ ૫૨વસ્તુરાગાદિ મારા છે, ઇન્દ્રિયનો વિષય મારો છે, ભગવાન મારા છે, ભગવાનની વાણી મારી છે-એ બધા ઇન્દ્રિયના વિષય (છે એને જો) પોતાના માને તો તે મિથ્યાદષ્ટિ છે. આહા... હા! એ સંકરદોષ છે; એટલે કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યને ભેળવવું તે સંકર-ખીચડો છે. પછી ગાથા-૩૨માં ભાવ્યભાવકને જીત્યા છે. (પણ તેનો નાશ થયો નથી, સત્તામાં છે, એમ ) ત્યાં ઉપશમશ્રેણીની વાત કરી છે. પછી ગાથા-૩૩માં ભાવ્યભાવકનો ક્ષય (અભાવ) લીધો છે. (ભાવક મોહધર્મનો ક્ષય થવાથી આત્માના વિભાવરૂપ ભાવ્યભાવનો પણ અભાવ થાય છે). નિશ્ચયમાં-દષ્ટિમાં તો દ્રવ્યસ્વભાવમાં વિકારી પર્યાયની લાયકાત પર્યાયમાં છે, પણ ખરેખર વિકાર કરવાવાળો દ્રવ્યસ્વભાવ નથી. આહા... હા! તે કારણથી ત્યાં ‘ભાવક’ કર્મનું’, ‘ભાવ્ય’ અર્થાત્ પર્યાયની યોગ્યતા લઈને, એનાથી ભિન્ન કરવું. અહીંયાં તો પહેલાંથી જ એમ લીધું કે: ભાવકનો એ ભાવ છે. (તે આત્માનો નહીં.) ત્યાં ‘ભાવ્ય' તો પર્યાયની યોગ્યતા બતાવી કે પર્યાયમાં લાયકાત ( છે. )
મહા વિદેહક્ષેત્રમાં ભગવાન ૫૨માત્મા જિનેન્દ્રદેવ સીમંધર ભગવાન બિરાજે છે. તેઓ (સો ) ઇન્દ્રો અને ગણધરોની સમક્ષ ફરમાવે છે, એ વાણીનો સાર, કુંદકુંદ આચાર્ય બતાવે છે કેઃ ‘કષાયોનો સમૂહ' –એક જ નહીં પણ સમસ્ત વિકલ્પ માત્ર. અરે! ગુણગુણીના ભેદના જે વિકલ્પ ઊઠે છે; તે પણ કપાયસમૂહમાં જાય છે. આહા... હા! અને દયા પાળવાનો ભાવ, સત્ય બોલવાનો ભાવ, બ્રહ્મચર્ય પાળવાનો ભાવ-એ બધા શુભરાગ પણ કષાયના સમૂહમાં જાય છે.
· કષાયોનો સમૂહ જે ભાવકભાવ' –ભાવક અર્થાત્ કર્મ જે ૫રચીજ છે એ ભાવ... ક. એ ભાવને કરવાવાળું કર્મ છે, એ ભાવકભાવ છે; જ્ઞાયકભાવ નથી. આહા... હા ! ભગવાન ! તું જ્ઞાયકભાવ છે ને... પ્રભુ! તો શાયકનો ભાવ તો જ્ઞાતા-દષ્ટા હોય છે. સમજાયું કાંઈ? શા... ય... કનો ભાવ જ્ઞા... ય... ક-જ્ઞાન કરવાવાળો. એનો ભાવ-જ્ઞાતા-દષ્ટા-જાણવું-દેખવું-એ ભાવ એનો છે. આહા... હા... હા! ભાવકનો ભાવ... અહીં તો તદ્દન ભિન્ન બતાવવો છે ને...? એ કષાયોનો સમૂહ... પ્રભુ! શુભ કે અશુભ ભાવ... આહા... હા! ભગવાનનું સ્મરણ કરવું, પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું–એ પણ, એક રાગ અને કષાય છે.
રાગના બે પ્રકાર છે-માયા અને લોભ. દ્વેષના બે પ્રકાર છે-ક્રોધ અને માન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮: પ્રવચન નવનીત ભાગ-૧ મોહના બે પ્રકાર છે એક દર્શનમોહ, બીજો ચારિત્રમોહ. પછી ચારિત્રમોહમાં બે પ્રકારઃ એક કષાય (વેદનીય) અને બીજો (નોકષાય) વેદનીય. –એ બધાંને “મોહ” કહીને કષાયોનો સમૂહ કહીને કષાયોનો સમૂહ કહીને, પુણ્ય અને પાપના બધાય ભાવને કષાયોનો સમૂહ “ભાવકભાવ” (કહ્યો છે.) કર્મ-મોહકર્મને કરાવવાળો એ “ભાવકભાવ” છે.
(સમયસાર) ૧૩મી “મૂવલ્લેખમિરવા' વળી ગાથામાં એ કહ્યું છે ને..? ( નવેય તત્ત્વ) એ જીવનું કર્તવ્ય નહીં, અજીવ સાથમાં છે. ત્યાં આત્મામાં યોગ્યતા (પર્યાયની ) લીધી છે. પણ કરવાવાળાને કર્મ લીધું છે. “શાસ્ત્રાવ્ય શાસ્ત્રવસાસ્ત્રાવ્ય-આવવાવાળી પર્યાય; અને માઝ-એ કર્મ. કર્મનો ભાવ એ આસ્રવ છે. (આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર–એ બને આસ્રવ છે.) એ તો નીકળી જાય છે. એ એની (આત્માની) ચીજ જ નથી. આહા... હા!
અહીંયાં તો “અવ્યક્ત' દ્રવ્યસ્વભાવનું વર્ણન છે ને...? અવ્યક્ત દ્રવ્યસ્વભાવમાં તો એ (ભાવ્યભાવકની) યોગ્યતા પણ નથી. આહા.... હા ! કષાયને “ભાવ્ય” અને કર્મ “ભાવક' - બેઉનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ અહીં નથી. આહા... હા! એનો એવો અર્થ કે, કર્મ વિકાર કરાવે છે. અહીં તો કર્મ અને કર્મ (-નિમિત્તે ) થતા વિકાર-એ બધાને “વ્યક્ત' કહીને, “પર” કહેવામાં આવ્યા છે અને એનાથી ભગવાન (આત્મા) ભિન્ન છે. આહા.... હા! સમજાણું કાંઈ ?
આવી વાત છે, ભાઈ ! સાંભળવી ય મુશ્કેલ પડે. એ સમજવામાં ક્યારે આવે નાથ! તેથી તે (કેટલાક લોકો) એમ કહી બેસે... કે એ સોનગઢનો ધર્મ નિશ્ચયાભાસ છે, વ્યવહારને માનતા નથી. (પણ) અરે પ્રભુ! સાંભળ તો ખરો ! “વ્યવહાર નથી' એમ કોણ માને છે? ...
છે” પણ એ “જ્ઞય” છે. વ્યવહાર છે તે કપાયભાવમાં આવે છે. આહા... હા! પહેલા બોલમાં તે (વ્યવહાર) જ્ઞયમાં આવ્યું. અને બીજા બોલમાં કષાયમાં આવ્યું. સમજાણું કાંઈ ? ભાષા તો સાદી-સીધી છે.
(એક કોર) કપાયનો સમૂહ. એક કોર ભગવાન એકરૂપ આત્મા, અવ્યક્ત, એકરૂપ, ચિદાનંદ ભગવાન, ધ્રુવસ્વરૂપ પરમાત્મા–એને જાણ! એમ કહ્યું ને...? પર્યાય જાણે. જાણે કોને? કે-પૂર્ણાનંદના નાથને! આહા. હા! કષાયને જાણે, એ પણ વ્યવહારથી કહેવામાં
મોહનીયના બે પ્રકાર છે: દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીયના ત્રણ ભેદ છે: મિથ્યાત્વ, સમ્યુગ્મિથ્યાત્વ, સમ્યફપ્રકૃતિ. ચારિત્રમોહનીયના બે ભેદ છે: કષાય (વેદનીય) અને નોકષાય (વેદનીય ). કષાય (વેદનીય) ના ૧૬ ભેદ (-અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજવલનના ક્રોધ-માન-માયા-લોભની ચોકડી (૪૪૪=૧૬). નોકષાય (વેદનીય) ના ૯ ભેદ (-હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા (ગ્લાનિ), સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ.).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૧૯
આવે છે. ખરેખર કષાયસંબંધી જે જ્ઞાન થાય છે તે પોતાને પોતાના કારણે. સ્વ-પરપ્રકાશક પોતાની શક્તિથી થાય છે. રાગ છે તો રાગનું જ્ઞાન થયું, એમ પણ નથી. રાગનું જ્ઞાન થયું તે તો પોતાના સામર્થ્યના કારણે થયું છે. આહા... હા ! સમજાય છે કાંઇ?
અહીં તો રાગ, શુભભાવ દયા-દાન-વ્રત આદિનાં અને પંચમહાવ્રતનાં જે પરિણામ, તે આસ્રવ છે, રાગ છે, કષાય છે. અરે... રે! આ વાત કેમ બેસે...? (લોકો ) રાડ નાખે ને...! (પણ) રાડ નાખો કે ન નાખો, પ્રભુ! માર્ગ તો આ છે. બીજું કોઈ શરણ નથી શરણ તો અંદર ભગવાન આનંદસ્વરૂપ (પોતે જ) છે. શરીર છૂટવાના સમયે, પ્રભુ! તારી ચારેકોર રોગ આવી જશે. કાંતો પક્ષઘાત થઈ જશે. શ્વાસ લઈ શકાશે નહીં. બાપુ ! એ વખતે શરણ શું? ... (બીજો ) કોણ શરણ છે? એ બધી ક્રિયા (શરીરની )... પ્રભુ! તારા જ્ઞાનની શૈય છે. તારામાં નથી, તારી નથી અને તારાથી થઈ નથી. આહા... હા !
એવા કષાયોનો સમૂહ જે ભાવકભાવ છે, એ વ્યક્ત છે. બાહ્ય છે. પ્રગટ છે. સ્થૂળ છે. આ ‘અવ્યક્ત’ ને ‘સૂક્ષ્મ ’ કહેવું છે ને...? તો અહીં ‘સ્થૂળ ’. અહીં ‘વ્યક્ત ’ કહેવું છે ને...? તો ત્યાં ‘અવ્યક્ત’. બાહ્ય' કહેવું છે? તો અહીં ‘આપ્યંતર’. આહા... હા! આ તો સિદ્ધાંત !! આ તો સંતોની વાણી !! દિગંબર સંતોની વાણી છે. આહા... હા ! છે (બીજે ) ક્યાંય ?
સમકિતીને પણ ભગવાનની ભક્તિનો ભાવ આવે છે. પણ એ એને જ્ઞેય તરીકે જાણે છે; જાણવાલાયક થઈને જાણે છે; ‘પોતાના છે’ એમ જાણતા નથી. અને કષાયોનો સમૂહ ‘વ્યક્ત’ છે-એનાથી હું ભિન્ન છું–એમ જાણે છે. એ કષાયનો-ભક્તિનો જે ભાવ આવ્યો ‘એ મને આવ્યો, અને મારી સાથે એનો સંબંધ છે' –એમ માનતા નથી.
કષાયોનો સમૂહ ‘વ્યક્ત' છે, એનાથી જીવ અન્ય છે. એનાથી જીવ અન્ય છે તે કારણે (જીવ ) ‘ અવ્યક્ત ’ છે. વિશેષ કહેશે...
***
6
અવ્યક્ત ’ બોલ-૨, ૩ (પ્રવચનઃ તા. ૧૯-૧- ‘ ૭૮ )
‘સમયસાર’ ગાથા-૪૯માં (આત્માને ) ‘ અવ્યક્ત’ નું વિશેષણ છે. ‘ અવ્યક્ત ’ અર્થાત્ આત્મા. જે ધ્રુવ, શુદ્ધ, ચૈતન્ય, અતીન્દ્રિય, અનંત જ્ઞાનનો પિંડ અને અતીન્દ્રિય આનંદનો સાગર, અતીન્દ્રિય પ્રભુતાનો ઈશ્વ૨-એવી અનંત શક્તિ, અને એક એક શક્તિમાં અનંત આનંદનું રૂપ છે-એને અહીં ‘અવ્યક્ત ' કહે છે. આહા... હા ! એ ઉપાદેય છે, એ આદરણીય છે. ‘ એ ’ સિવાય, બધી ચીજ (વ્યક્ત) જ્ઞેય, જ્ઞેય તરીકે છે. આ અવ્યક્ત આત્મા, એ ઉપાદેય તરીકે જ્ઞેય છે. સમજણમાં આવે છે? થોડી સૂક્ષ્મ વાત તો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦: પ્રવચન નવનીત ભાગ-૧ પહેલો બોલ તો ચાલ્યો વિસ્તારથી. અહીં બીજા બોલમાં આવ્યું “કષાયોનો સમૂહ'. (જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. )
વર્તમાનમાં આ વાત બહુ ચાલે છે કે પહેલાં ચિત્તશુદ્ધિ હોય, શુભરાગ હોય અને કષાયનો મંદ ભાવ હોય, તો અકષાયસ્વરૂપ આત્માનો અનુભવ, સમ્યગ્દર્શન થાય છે; એમ કહે છે. તો એની સામે અહીં દલીલ છે: એ કષાયભાવનો સમૂહું “ભાવકભાવ” એ તો ભાવકનો ભાવ છે. “કર્મ' એક બીજી ચીજ છે, “ભાવક'. (અને) “ભાવ” કરવાવાળાનો ભાવ છે. એ ચિત્તશુદ્ધિમાં જે રાગની મંદતા હોય છે, તે પણ ભાવકનો ભાવ છે. એ કર્મ ભાવક છે એનો એ ભાવ (છે) એ દ્રવ્યસ્વભાવ નથી.
ભાઈ ! “સમયસાર” -૧૩મી ગાથામાં તો આપણે ત્યાં સુધી લીધું ને...? શાસ્ત્રાવ્ય અને શાસ્ત્રાવ. ત્યાં પણ એ લીધું: પર્યાયમાં આસ્રવ થવા લાયક પર્યાય લીધી છે, અને આસ્રવ કરવાવાળાં કર્મ લીધાં છે. ત્યાં ફકત વ્યવહારે નવ (પદાર્થ) બતાવવા છે ને...? એનાથી (નવ પદાર્થથી) રહિત, “ભૂતાર્થ ચૈતન્યનું અવલંબન લેવું” એ બતાવવા માટે, ૧૩મી ગાથામાં એમ કહ્યું છે કે: “પુણ્યભાવ” છે. “જીવની એક પર્યાય' પુણ્ય થવા લાયક છે, અને પુણ્ય કરવાવાળો “એક કર્મ' છે. કારણ કે તે દ્રવ્યસ્વભાવ નથી”. પર્યાયમાં છે, કરવાવાળી પણ પર્યાય તો ક્ષણિક છે. તો ત્યાં આસ્રવ થવા યોગ્ય કહીને, આસ્રવ કરવાવાળું તો કર્મ છે. એમ કહ્યું, આહા... હા એમબંધ થવા લાયક પોતાની પર્યાય એ બંધ થવા લાયક; અને બંધક-ભાવક-કર્મ. ત્યાં લીધું છે. (એવી જ રીતે) ત્યાં જ સાતેયમાં ઊતાર્યા છે. અને જીવ-અજીવમાં- “જીવ' ( જ્ઞાયકસ્વરૂપ) છે, અને જીવના વિકારનો હેતુ “અજીવ” છે. ત્યાં એમ લીધું છે. જીવસ્વરૂપ ભગવાન આત્મા, એ તો શુદ્ધ આનંદકંદ પ્રભુ ચિઘન-એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. એની પર્યાયમાં જે આ (પુણ્યાદિ) થયા છે. એ કર્મના નિમિત્તે (થાય છે, તેને ત્યાં) ભાવક કહીને, પોતાની પર્યાયને ભાવ્ય કહીને, બેઉનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવીને, એક જીવમાં બીજા અજીવના નિમિત્તથી એવા સાત ભેદ ઉત્પન્ન થાય છે. એટલે નવ થઈ ગયા. એકકોર જીવ અને એક કોર અજીવ. બેઉના સંયોગથી સાત તત્ત્વ ઉત્પન્ન થાય છે. પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ સાતેયમાં, એમ લીધું કે બંધ થવા લાયક આત્માની પર્યાય, અને બંધ કરવાવાળું કર્મ. કારણ કેઃ દ્રવ્યસ્વભાવમાં તો એ નથી. આહા.. હા! તો ત્યાં કરવાવાળો' કહ્યો, એમ કેમ? –વિકૃતસ્વભાવ, આત્માનું સ્વરૂપ નથી. તે કારણથી ત્યાં નવ તત્ત્વની શરૂઆત કરતાં એમ લીધું કે વિકાર થવાયોગ્ય આત્માની પર્યાય અને વિકાર કરવાવાળું કમબેઉને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. (પણ) એકમાં નવ ઉત્પન્ન થતા નથી. એકમાં તો ચિદાનંદ ભગવાન એકલો જ છે. એકમાં બીજી ચીજનું
*પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૨૧ ભાવક. ભાવપણાનું નિમિત્ત થઈને, સાત તત્ત્વની ઉત્પત્તિ આત્માની પર્યાયમાં થાય છે. આહા... હા! સમજાણું કાંઈ !
અહીં કહ્યું કે “કષાયોનો સમૂહ જે ભાવકભાવ” તે તો ભાવકનો ભાવ છે. ત્યાં (૧૩મી ગાથામાં) તો પર્યાયની યોગ્યતા પણ લીધી હતી. ગઈ કાલે કહ્યું હતું ને... કે: ગાથા-૩૨, ૩૩માં
ત્યાં પણ પર્યાયની યોગ્યતા લીધી છે. દ્રવ્યદૃષ્ટિ કરાવવા (કહ્યું કે:) પર્યાયની યોગ્યતા અને નિમિત્ત કર્તા અજીવ, એ બેઉ છોડવા લાયક છે. એક ચૈતન્યસ્વરૂપ આનંદકંદ પ્રભુ-ધર્મી છે. ધર્મ કરવો હોય તો ધર્મી એવો જે અવ્યક્ત, પોતાનું પરમાત્મસ્વરૂપ, તે જ ઉપાદેય છે; તે જ આદરણીય છે. આહા... હા! શરતું બહુ! અહીંયાં તો કહ્યું કે કષાયોનો સમૂહું તે ચાહે ચિત્તશુદ્ધિનો શુભરાગ હોય તો પણ તે (સાધન નથી.)
પ્રશ્ન: પૂર્વે અશુભભાવ હોય એને છોડીને તો (સીધો) શુદ્ધભાવ થતો નથી? તો આખરે તો શુભભાવ હોવો જોઈએ...? એના (શુભભાવના) કારણે (શુદ્ધભાવ) થાય છે; અથવા એને (શુભભાવને) છોડીને (શુદ્ધભાવ) થાય છે તો એટલી તો અપેક્ષા શુભભાવની આવી ને..?
તો કહે છે કે નહીં. એ (શુભભાવ) આત્માનો ભાવ જ નથી. સવારમાં તો આવ્યું હતું ને..? કેઃ એ તો વિષ છે. આહા. હા! ભગવાન (આત્મા) અમૃતનું સરોવર-સમુદ્ર! એની પાસે, શુભભાવ ક્ષણિક-વિકૃત-ભાવકનો ભાવ (એ) ઝેર છે. આહા... હા! આકરો માર્ગ છે, ભાઈ !
પહેલી ચીજ સમ્યગ્દર્શન-અનુભૂતિ. “દર્શન' પ્રતીતિની અપેક્ષાએ કહે છે. અને વેદના અને જાણવાની અપેક્ષાએ “અનુભૂતિ' કહે છે. પણ તે અનુભૂતિમાં “ભાવકનો ભાવ' આવતો નથી. આહા... હા ! એ શુભભાવ પણ ભાવકનો ભાવ છે; તે પોતાનો (આત્માનો) સ્વભાવ નથી. એમ કહ્યું છે ને...? કે એ (શુભભાવ) ભાવકનો ભાવ છે; જ્ઞાયકનો ભાવ નથી. તો અહીં “જ્ઞાયક” ને “અવ્યક્ત' કહે છે. કેમ કે તે (“શુભભાવ”) ભાવકનો ભાવ “શય” છે, “વ્યક્ત” છે, “બાહ્ય” છે. બીજી અપેક્ષાએ કહીએ તો (પુણ્ય-પાપ અધિકારમાં) “શુભભાવ” સ્થૂળ કહ્યા છે, ભાઈ ! શુભભાવ છે તે સ્થળ છે. ચાહે તો રાગની મંદતાના-દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ હોય, પણ તે તો સ્થૂળભાવ (જ) છે અને જે “અવ્યક્ત ભાવ' છે, તે એનાથી (શુભભાવથી) ભિન્ન, સૂક્ષ્મ છે. આહા... હા! ધર્મનો માર્ગ અપૂર્વ છે, ભાઈ ! એ સાધારણથી પ્રાપ્ત થાય, એવી ચીજ નથી.
જેના (આશ્રયે) ભવનો અંત આવી જાય? એવી જે ચીજ ! - (એમાં) ભવ અને ભવનો ભાવ નથી. ભવ અને ભવનો ભાવ, એ વિકાર ભાવ (છે). ભવ અને એ ભાવ એ બધાથી રહિત, ભગવાન (આત્મા) છે. આહા... હા !
જે ભાવકનો ભાવ છે તે “વ્યક્ત છે. પહેલાં (બોલ) માં તેને “શેય' કહ્યું હતું અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨: પ્રવચન નવનીત ભાગ - ૧ “વ્યક્ત' કહ્યું હતું. અહીં એકલો “વ્યક્ત' કહ્યો. “જાણવાલાયક” છે, એમ તો પહેલા (બોલ) માં મૂકયું હતું. પણ અહીંયાં “વ્યક્ત” લે છે કે એ શુભભાવ જે આસ્રવ કરવા લાયક અને (દ્રવ્યકર્મ) કરવાવાળો-એ બધા “વ્યક્ત' છે, “સ્થૂળ' છે. સમજાણું કાંઈ ? રાગની મંદતાનો, ચિત્તશુદ્ધિનો ભાવ-એ વ્યક્ત છે, સ્થૂળ છે; એનાથી “જીવ” અન્ય છે. એ (શુભભાવ) સ્થૂળ છે,
વ્યક્ત” છે. તો એનાથી “જીવ’ ભિન્ન-સૂક્ષ્મ છે. “અવ્યક્ત” છે. આહા.... હા ! ઝીણી વાત છે, ભાઈ !
અરે! એણે (જીવે) આત્માની કદી દરકાર કરી નથી ! બહારથી ક્યાં ભણવું-શીખવું? ઉપદેશ દેવો; બહારમાં પડવું; લોકો કંઈક મને માને; એમ દેખાદેખીથી બહારની ચીજમાં રોકાઈ ગયો! હું કંઈક શીખ્યો છું. મને સમજણ-જ્ઞાનાદિ છે, આવડત છે. તેને પણ અંદર એવી થોડી મીઠાશ રહી જાય કે, લોકોને ખ્યાલમાં આવી જાય કે એને કંઈક જ્ઞાન છે. એવી મીઠાશ
ભાવકનો ભાવ” છે. આહા... હા! સમજાણું કાંઈ ? અને બીજા થોડા કરે તો આપણે ઘણા કરીએ. બીજા થોડું દાન આપે તો આપણે ઘણું દઈએ. બીજા બે-ચાર મંદિર બનાવે તો આપણે દશ-પંદર બનાવીએ-એવી રાગની મંદતામાં હોવાહોડી ચાલતી હોય ! તો તે પણ “ભાવકનો ભાવ' છે. એમાં આત્માનું કાંઈ કલ્યાણ નથી.
“કષાયોનો સમૂહ' માં એ બધું લઈ લધું. ફક્ત પહેલા (બોલ) માં શેય બતાવીને વ્યક્ત કહ્યું છે. હવે વ્યક્તથી અવ્યક્ત. બસ! એટલું સ્પષ્ટ કરે છે. જ્ઞય તો તેમાં (વ્યક્તમાં) બતાવ્યું છે. ખરેખર તો આત્મા “જ્ઞાયક' છે. રાગની મંદતા, એ પરશેય' છે; એ “સ્વય” નથી. સ્વજ્ઞયા તો જ્ઞાયક છે. અને દાય, દાન, વ્રત, રાગની મંદતાનો ભાવ તે ચાહે તો શાસ્ત્રની પૂજા હો. ભગવાનની પૂજા હો, કે મંદિરની પૂજા હો-એ બધા શુભભાવ વ્યક્ત” છે; “શૂળ' છે. એનાથી, ભગવાન આત્મા ભિન્ન છે. આહા.. હા ! કષાયોનો સમૂહ” એટલામાં બધું આવી ગયું!
થોડી થોડી વાત હવે લોકો બહાર નાખે છે. (એક શ્વેતાંબર સાધુએ) હવે જૈનપત્રિકામાં થોડુંક કાંઈક નાખ્યું (લખ્યું) છે. પણ એમાં જરી ગોટો છે. એણે નાખ્યું છે કે અત્યારે બધી ક્રિયાકાંડની હોડીહોડી ચાલે છે, એમાં આત્માનું કંઈ જ્ઞાન નથી- આત્મજ્ઞાન નથી. શ્વેતાંબરોમાં બહુ ચાલે છે ને ! કે: આ ઉપધાન કરે છે ને.... આમ કરે છે ને... આટલા શિષ્ય બનાવ્યા ને. (પણ) એમાં કાંઈ માલ નથી, ભાઈ ! પણ પાછું થોડું નાખે કેઃ ચિત્તશુદ્ધિ કરવી... રાગ મંદ થાય તો પછી અનુભૂતિ થાય છે.
અહીં તો કહે છે કે: અનંતવાર ચિત્તશુદ્ધિ કરી. નવમી રૈવેયક ગયો. પ્રભુ! તે સાંભળ્યું નથી એવી ચિત્તશુદ્ધિ અને શુક્લ લેશ્યા તો અત્યારે નથી. આહા.... હા! પણ, એવી શુક્લ લેગ્યાથી (આત્માની) પ્રાપ્તિ ન થાય. કારણ કે પ્રભુ (આત્મા) તો અલેશ્યી, અવ્યક્ત, શુદ્ધ, ચૈતન્યઘન છે. તે તો પોતાના સ્વભાવથી જ પ્રાપ્ત થાય છે. તે શુભરાગ અને વ્યવહારથી પ્રાપ્ત થતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૨૩ એ કષાયોનો સમૂહું જે ભાવકભાવ વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે. અહીં તો “જીવ' કહેવો છે ને...? (ભાવકભાવ) “વ્યક્ત' છે. એમાં કહી તો દીધું કે આત્માથી, ભાવકભાવ વ્યક્ત અર્થાત્ બાહ્ય છે. હવે તો તે “બાહ્ય” થી, એ ભગવાન આત્મા અંદરમાં “ભિન્ન” છે. આહા... હા !
એ કષાયનો ભાવ, ભાવકભાવ, અજીવ, ભાવક અને ભાવ-પર્યાય, તે બધા “અજીવ ” છે. આહા... હા! અને ભગવાન (આત્મા), તેનાથી (“અજીવ') થી ભિન્ન, અંદર છે. જેને અહીંયાં ભાવકની-વ્યક્તની અપેક્ષાએ, “અવ્યક્ત' કહ્યો છે. છે તો એ અંદર પ્રગટરૂપે. અવ્યક્ત” નો અર્થ એ કે વ્યક્ત” થી બાહ્ય-ભિન્ન છે, એ અપેક્ષાએ અવ્યક્ત'. બાકી વસ્તુ તો અંદર વ્યક્ત-પ્રગટ જ છે. આહા... હા!
અતીન્દ્રિય આનંદકંદપ્રભુ (આત્મા) ! અનંત અતીન્દ્રિય જ્ઞાન-આનંદ, અતીન્દ્રિય અનંત સ્વચ્છતા, પ્રભુતા; એવી એકેક શક્તિમાં અનંત શક્તિનું રૂપ અને એવી બીજી અનંતી શક્તિઓનાં અનંતરૂપ એવી અનંતરૂપ શક્તિનો પિંડ (એવો) પ્રભુ, એ શુભભાવ-ભાવકથી તદ્દન ભિન્ન છે. એ (પ્રભુ) અવ્યક્ત છે. તે જ સમ્યગ્દષ્ટિને-ધર્મીને ઉપાદેય છે. આહા... હા ! સમજાણે કાંઇ ઈ ? (શ્રોતા:) એક-બે વાર આપ કહો, એમાં સમજાય નહીં. (ઉત્તર) ઝાઝી વાત કયાં છે? બે-ત્રણ-ચાર વાર તો આવે છે. તો આવે છે. ભલે ફેરફેર ભાષા બીજી આવે, પણ ભાવ તો એ જ રહે છે.
(સમયસાર) ગાથા-૩૨, ૩૩માં તો એક કહ્યું ને....? કેઃ ભાવક છે કર્મ, અને એની (આત્માની) વિકારી પર્યાય છે ભાવ્ય. ૧૩મી ગાથામાં પણ એ કહ્યું કે વિકાર કરવાવાળું કર્મ, અને વિકાર થવા લાયક જીવની પર્યાય. તો એક જીવને એકલાને નવતત્ત્વ ઉત્પન્ન થતાં નથી. બીજાનો સંબંધ હોય તો બે થાય. “એકડે એક” ને “બગડે બે'. એક જ ચૈતન્યસ્વરૂપમાં તો કોઈ બગાડ છે જ નહિ. ચૈતન્યસ્વરૂપ, જે અજીવ જે અચેતન કર્મ છે એનું લક્ષ અર્થાત્ સંગ કરે તો બગાડ ઉત્પન્ન થાય છે. સમજવામાં આવ્યું?
અહીં અમૃતચંદ્ર આચાર્ય થોડા શબ્દોમાં ઘણું દીધું છે! જ્ઞયમાં “વ્યક્ત” કહીને, શાયકને અવ્યક્ત” કહ્યો હતો, તે ત્યાં સામાન્ય રીતે કહ્યું હતું. પણ કોઈ ન સમજી શકે તેથી પછી અહીં ખુલ્લુ કરી દીધું કેઃ જેટલા શુભ-અશુભ ભાવ છે, તે ભાવકનો ભાવ છે, કર્મનો ભાવ છે, અજીવનો ભાવ છે; તે જીવનો ભાવ નથી. “અજીવ અધિકાર” ચાલે છે ને...! આહા... હા ! ગજબ વાત છે!! વ્યવહાર રત્નત્રય, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા અને પંચ મહાવ્રતના પરિણામએને અજીવમાં નાખ્યાં છે. આહા... હા! પ્રભુ! એ અજીવમાં કેમ? કે ભગવાન (આત્મા) તો ચૈતન્ય-આનંદસ્વરૂપ છે ને...! તો ચૈતન્ય અને આનંદ ભગવાન, વ્યવહાર રત્નત્રયમાં આવ્યો નહીં. અહીં તો ચૈતન્ય અને આનંદ તે આત્મા. તો (પોતાનો) ચૈતન્ય અને આનંદ જેમાં નથી (તે, અજીવ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪: પ્રવચન નવનીત ભાગ - ૧ ચેતનમાં ચેતન અને આનંદ છે. અને અજીવમાં આનંદ અને જ્ઞાન નથી, એ અપેક્ષાએ (શુભ ભાવને) અજીવ કહીને, વ્યક્ત કહીને, ભિન્ન કહીને-એનાથી, ભગવાન (આત્મા) ને ભિન્ન બતાવ્યો છે. સમજાણું કાંઈ ? આહા... હા ! આવો ઉપદેશ !!
હવે માણસને એવું લાગે ને...! ઓલામાં (સંપ્રદાયમાં) ધમાધમ હાછે (ચાલે).... આમને આમ.... ઉપવાસ કરો.. ઉપવાસ કરો, દાન કરો, મંદિર બનાવો, રથયાત્રા કાઢો, ગજરથ કાઢો... ગિરથ છાઢતે હૈ ..? આહા.... હા ! “ગજરથ” તો ભગવાન આત્મા છે. નિર્જરા અધિકારમાં આવ્યું છે ને...? “વિદ્યારથHIઢ” આહા.. હા! ભગવાન! વિદ્યા એટલે વિધમાન ચીજ, ત્રિકાળી વિદ્યમાન. વિધમાન ચીજ–એમાં આરૂઢ થવું, એ “ગજરથ” છે. રાગમાં આરૂઢ થવું તે તો, પ્રભુ! પામરતા છે, દુઃખ છે, એ અજીવ છે, એ વ્યક્ત છે. વ્યક્તિ અર્થાત્ બાહ્ય ચીજ છે. તેમાં, અવ્યક્ત ચૈતન્યતો અંશ નથી. તો એ અપેક્ષાએ (રાગને) વ્યક્ત કહ્યો, સ્થૂળ કહ્યો. એનાથી. “જીવ ” અન્ય છે. માટે “અવ્યક્ત” છે.
ત્રીજા બોલ ચિસામાન્ય' માં પણ એ લેવું (છે). શું લેવું (છે) ? ભાવકભાવ વ્યક્ત છે, એનાથી અવ્યક્ત ભિન્ન છે, એવું જાણ ! (પાઠમાં) “નાબ” આવ્યું છે ને....? “એમ જાણ!” એમ ભગવાન કુંદકુંદ આચાર્ય આદેશ કરે છે. આહા... હા! ભાવકનો ભાવવિકારી ભાવ ભલે શુભ હો...! અશુભ ભાવની તો વાત ક્યાં કરવી? –તેનાથી પણ ભિન્ન, એ અવ્યક્ત છે. ભગવાન આત્મા–તેને જાણ! “નાબ” એમ કહ્યું ને...? તું રાગથી પોતાને લાભ માને છે (પણ) પ્રભુ! એ રાગ “ભાવકભાવ” છે. તેનાથી ભિન, ભગવાન જે અવ્યક્ત, તેને જાણ ! આહા.... હા! અહીં તો ભાવક (ભાવ) -વ્યવહારને જાણ, એ પણ ન લીધું. એ પહેલા (બોલ) માં સાધારણ આવી ગયું હતું. એ અજીવને જાણવું એ પણ અહીં નથી લીધું. પહેલાં તો સાધારણ વાત કહી દીધી હતી. અહીં તો “અવ્યક્તને જાણ” એમ કહેવું છે, ભાઈ ! આ (ભાવક ) ભાવથી ભિન્ન, એને (અવ્યક્તને) જાણ ! “ભાવને જાણ’ એ પ્રશ્ન જ અહીં નથી. એ શુદ્ધ ચૈતન્ય વસ્તુ જે ભાવકના ભાવથી ભિન્ન, તેને જાણ ! અને એને જાણવામાં તારી પર્યાયમાં, એનું (ભાવકભાવનું) પણ જ્ઞાન થશે. તારા સામર્થ્યથી રાગને (ભાવકભાવને ) જાણવાનો નથી, પણ તારા સામર્થ્યથી પોતાનું જ્ઞાન થવામાં રાગ સંબંધીનું જ્ઞાન સાથે ઉત્પન્ન થશે. સમજાણું કાંઈ? હવે બે બોલ થયા. ત્રીજો બોલઃ
[ “જિલ્લામનિમર્તાિત”. ચિલ્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યકિતઓ નિમગ્ન (અંતર્ભત) છે માટે અવ્યક્ત છે.) હવે “ચિસામાન્ય” માં શું કહે છે? – ‘ચિત્” અર્થાત્ જ્ઞાન જે આત્મા (છે તે) “સામાન્ય' અર્થાત્ ત્રિકાળસ્વરૂપ એકરૂપ ધ્રુવ (છે) –એ સૂક્ષ્મ, અવ્યક્ત (છે). (અને) બાહ્ય પર્યાયો જેટલી છે એ વ્યક્ત (છે). એ ચિત્સામાન્યમાં ચૈતન્યની અનંત સમસ્ત વ્યકિતઓ-એક વર્તમાન પર્યાયને છોડીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૨૫ (અન્તર્નિમગ્ન છે. એમાં “ના” લેવું છે ને...? તો પછી “જાણ” (એ વર્તમાન) પર્યાય વ્યક્ત રહી (-જાણનારી).
ફરીથી, કે. ચિત્સામાન્યમાં શાકભાવ જે ભગવાન ત્રિકાળ ! આહા... હા! તે સામાન્ય છે, એકરૂપ છે, ધ્રુવ છે, અદ્વૈત છે, નિત્ય છે-એવો ચિત્સામાન્ય. ‘ચિત્” અર્થાત્ જ્ઞાન. “સામાન્ય' માં ચૈતન્યની સમસ્ત વ્યકિતઓ, ચૈતન્યની સમસ્ત પર્યાયો, પ્રગટ પર્યાયો, - ચૈતન્યની સમસ્ત પર્યાયો જે વિશેષ (જેમાંથી ભાવકનો ભાવ કાઢી નાખ્યો હતો), ભૂતકાળમાં કોઈ (પર્યાય) મલિન ને નિર્મળ થઈ, ભવિષ્યમાં નિર્મળ થશે–એ સમસ્ત વ્યકિતઓ, પર્યાયો, પ્રગટ પર્યાયો, નિમગ્ર અર્થાત્ અંતર્ભત છે. શું કહ્યું? સમજાયું કાંઈ ?
સામાન્યસ્વરૂપ જે ભગવાન આત્મા એકરૂપ-એમાં, નિર્મળ પર્યાય પણ અંતર્નિમગ્ન છે. ભૂત અને ભવિષ્યમાં અનંત પર્યાય થઈ અને થશે, કેટલીક મલિન પર્યાયોનો અંત આવીને નિર્મળ પણ થઈ, અને નિર્મળ થશે-એ બધી પર્યાયો, સામાન્ય ચેતનામાં નિમગ્ન છે. અંતરમાં નિમગ્ન છે; ભિન્ન નથી. સમજાણું કાંઈ?
આવો ધર્મનો ઉપદેશ !! હવે શું કરવું એમાં? “આ કરવું. ‘આ’ પ્રભુ! કેઃ અંદર મહાન વસ્તુ પડી છે (-વિધમાન છે). એમાં એ બાજુ (અંતર) માં લીન થા! એની સન્મુખ થા! એનો આશ્રય લે! એ ભગવાન પૂર્ણાનંદના નાથનું શરણ લે! ઉત્તમમાં ઉત્તમ કોઈ પદાર્થ હોય તો એ સામાન્ય ચીજ (નિજાભા) છે, તે ઉત્તમમાં ઉત્તમ કોઈ પદાર્થ હોય તો એ સામાન્ય ચીજ ( નિજાભા) છે, તે ઉત્તમ પદાર્થ સર્વોત્કૃષ્ટ છે અને તીર્થંકર પરમાત્માથી પણ તારો સામાન્ય આત્મા સર્વોત્કૃષ્ટ ઉત્તમ છે. આહા.... હા... હા!
આવો ઉપદેશ!! એટલે લોકોને સોનગઢનું એવું લાગે કે...! તો વળી ભાગ્યશાળી જીવો સાંભળવાને લાયક થયા છે ને..! નહીંતર કઠણ પડે એવું છે. આહા.... હા! પ્રભુ! એકવાર સાંભળ તો ખરો ! પ્રભુ! આવા અવસર ક્યારે મળે !
અહીં કહે છે કેઃ ચિત્સામાન્યમાં-ધ્રુવમાં-નિત્યમાં-એકરૂપ ત્રિકાળી સ્વભાવમાં-જેટલી પર્યાયો થઈ ગઈ અને થવાવાળી છે તે બધી-અંતરમાં નિમગ્ન છે, શક્તિરૂપે. સમજાણું કાંઈ? વિકારીપર્યાય અંદર (દ્રવ્યમાં) જાય છે તો યોગ્યતા રહે છે; વિકાર (દ્રવ્યમાં) નથી જતો. વિકારીપર્યાય જે જાય છે તે વિકારીભાવ, તો ઉદયભાવ છે અને (તેને) તો ભાવકભાવમાં કાઢી નાખ્યો. અહીં તો ઉપશમ અને ક્ષયોપશમ ભાવની જે પર્યાય છે, વર્તમાન પર્યાય સિવાય, ભૂત-ભવિષ્યની જેટલી નિર્મળ પર્યાય છે, એ ચિસામાન્યમાં (દ્રવ્યમાં ) જઈને પરિણામિકરૂપે થઈ છે. અંતરમાં ઉપશમ અને ક્ષયોપશમ ભાવ નથી રહેતો. આહા.. હા! સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬: પ્રવચન નવનીત ભાગ-૧
આવો ઉપદેશ!! અરે ! આવો માર્ગ, બાપુ ! વીતરાગમાર્ગ તો અલૌકિક છે, ભાઈ ! અને એ કાંઈ દુનિયાને દેખાડવા માટે નથી. પોતાને જોવા (આરાધવા) માટે છે. આહા... હા!
પોતાનું સ્વરૂપ, ચિત-જ્ઞાન, સામાન્ય-સ્વરૂપ, એમાં જેટલી પર્યાયો-વ્યકિતઓ હતી, વ્યકિતઓ થશે-એ બધી, અંતરમાં અન્તર્મગ્ન અર્થાત્ પારિણામિક ભાવે છે. સામાન્યમાં અન્તર્મનો એવો અર્થ નથી કે: અંતર (દ્રવ્ય) માં ઉપશમભાવ-ક્ષયોપશમ ભાવ છે. એક વર્તમાન પર્યાયને બાદ કરી. કારણ કે, વર્તમાન પર્યાયમાં “ના!” એવું લીધું ને...? ચિત્સામાન્યમાં સર્વ વ્યકિતઓ અંતરર્નિમગ્ન છે-હે શિષ્ય ! એવા જીવને તું જાણ !
આહા... હા! કેટલી વાત કરે છે! પહેલી વાત એવી છે કે વિકલ્પથી તો એવો નિર્ણય પહેલાં કરવો પડશે કે “માર્ગ તો આ છે'. પછી એ વિકલ્પ તોડીને (આત્માનો) અનુભવ થાય છે. પણ હજી વિકલ્પથી પણ (યથાર્થ) નિર્ણયનાં જેનાં ઠેકાણાં નથી ! પર્યાયમાં-અવસ્થામાં રાગના વિકલ્પસહિત જ્ઞાનમાં, યથાર્થ શું છે એવું પણ જેને (સમજણમાં નથી કે) સ્વરૂપ તરફ ઝુકવાથી જ સમ્યગ્દર્શન થાય છે; પર્યાયનાં લક્ષથી પણ સમ્યગ્દર્શન થતું નથી; તો વિકલ્પથી અને વિકલ્પના લક્ષથી (સમ્યગ્દર્શન) થાય-એ વાત તો અહીં છે જ નહીં. અહીં તો પર્યાયનો પણ નિષેધ કરી દીધો છે. તો એમ, પહેલાં નિર્ધાર-નિશ્ચય કરવો જોઈએ. ભલે તે વિકલ્પથી હોય પણ પહેલાં (યથાર્થ) નિર્ણય-નિર્ધાર હોવો જોઈએ કે “માર્ગ તો આ છે'.
જેટલી વ્યકિતઓ-પર્યાય છે-એ બધી, અન્તર્તિમ છે. પારિણામિકભાવ સ્વભાવ ભાવ છે. પર્યાયના આશ્રયની જરૂર નથી. કારણ કે, તે તો અન્તર્નિમગ્ન છે. અને જે પર્યાય, નિર્ણય કરે છે તે તો બાહ્ય છે.
ના” કહ્યું ને...? “ ના સવંત્ત જીવન”. “ નીવમ બંન્ને ના” આ શબ્દ લીધો છે ને..? આહા... હા! ભગવંત તને જીવ કહે છે. અને જીવને ભગવંત કહે છે! આહા... હા! ભગવાન તું જીવ છો ને...! નિર્મળ પર્યાયો પણ (જેમાં) અન્તર્નિમગ્ન છે, એવા જીવને તું વર્તમાનમાં જાણ ! અનિત્યથી નિત્યનો નિર્ણય થાય છે. નિત્યનો નિર્ણય નિત્યથી નથી થતો, નિત્ય તો ધ્રુવ છે. આહા.... હા! સામાન્ય તો ધ્રુવ છે. અને સામાન્યધુવમાં ભૂત-ભવિષ્યની પર્યાયો અન્તર્મગ્ન છે. તે (પર્યાયો) ધ્રુવમાં ચાલી ગઈ. તો વર્તમાનમાં પર્યાય છે કે નહીં? તો તે વ્યક્ત છે કે નહીં? કે અન્તર્મગ્ન છે? (વર્તમાન પર્યાય અન્તર્મગ્ર નથી).
આહા... હા! ભાષા તો સાદી છે, બાપુ ! ભાવ તો જે છે તે છે. આ કાંઈ દુનિયાને દેખાડવા માટે નથી. કે, જુઓ... જુઓ ! અમને આવું જ્ઞાન છે. અમારામાં એવી આવડત છે. એમાં શું..? દુનિયાનો રિપોર્ટ પ્રમાણપત્ર) લેવો છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૨૭ આહા.. હા ! તારી ચીજ અંદર છે. એક વર્તમાન પર્યાય સિવાય, બધી ભૂત-ભવિષ્યની વ્યકિતઓ (પર્યાયો) તે અંતર (દ્રવ્ય) માં નિમગ્ન છે. વર્તમાન પર્યાય સિવાયની, જે પહેલી (પૂર્વ) પર્યાયમાં પદ્રવ્યનું જ્ઞાન હતું.. ભાઈ ! તે પર્યાય પણ, અન્તર્મગ્ન થઈ ગઈ.
અહીં સાધક (ધર્માત્મા) ની વાત છે ને...? સાધકને કહે છે: “જાણ” તારી શ્રુતજ્ઞાનની જે વર્તમાન પર્યાય છે (તેથી) જાણ કેઃ તારી ભૂત અને ભવિષ્યની પર્યાય ભૂતની પર્યાય, પણ એક સમયમાં શ્રુતજ્ઞાનથી છ દ્રવ્યને જાણવાની તાકાતવાળી હતી; તે પર્યાય તો ગઈ, અન્તર્મગ્ન થઈ ગઈ. વર્તમાન સિવાય, પાછળની શ્રુતજ્ઞાનની પર્યાય અને (પછીની) કેવળજ્ઞાનની પર્યાય બધી આવી ગઈ કે (કોઈ) બાકી રહી ગઈ ? (બધી આવી ગઈ.) (એટલે કે ) જે તારી પર્યાય થશે, તેમાં પણ છ દ્રવ્યને જાણવાની તાકાત (હશે), તે પર્યાય જાણશે, અને પછી કેવળજ્ઞાન થશે, એ પર્યાય પણ સ્વદ્રવ્યને અને પરદ્રવ્યને જાણશે જ. પણ તે પર્યાય- “સામાન્ય” માં અન્તર્મગ્ન છે. સમજાણું કાંઈ ? અન્તર્મગ્ન એટલે વર્તમાનમાં પર્યાયરૂપે પર્યાય નથી; પણ ધ્રુવમાં એનો (પર્યાયનો) પરમ પરિણામિક સ્વભાવભાવ છે. આહા.... હા ! આવી વાત છે !!
ભગવાન (આત્મા) તો શાંતિનો સાગર છે. શાંતિ જે ઉત્પન્ન થઈ હતી અને હુજી જે શાંતિ ઉત્પન્ન થશે, તે બધી પર્યાયો ( દ્રવ્યમાં) અન્તર્મગ્ન છે, બાહ્યમાં નથી, પર્યાયરૂપે નથી, દ્રવ્યરૂપે (છે). પર્યાયરૂપે એક સમયની વર્તમાન પર્યાય “જાણ” એ રહી ગઈ. એ અન્તર્મગ્ન નથી. સમજાણું કાંઈ? આહા... હા ! આવું ઝીણું! કેવો સૂક્ષ્મ ભાવ!!
ભગવાન ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ, એના જ્ઞાનની તો શી વાત !! ઓહો... હો ! પરમેશ્વરના કેવળજ્ઞાનની પર્યાય સાદિ-અનંત આવશે, તો સાદિ-અનંત રહેશે, એ પર્યાય પણ વર્તમાનમાં તો અન્તર્મગ્ન છે-એમ કહે છે. એનો અર્થ એ આવ્યો કે: અનંત અનંત સિદ્ધો, કેવળીઓ અને છ દ્રવ્યનું જ્ઞાન, પર્યાયમાં આવી ગયું. –એ સંબંધી પોતાનું જ્ઞાન, એ જ્ઞાનની પર્યાય, પણ અન્તર્મગ્ન થઈગઈ છે; વર્તમાન (પર્યાય ) સિવાય.
જિજ્ઞાસા: પોતપોતાના સ્વરૂપ સહિત અન્તર્મ છે? સમાધાનઃ સ્વ-રૂપે પર્યાય ન રહી. પર્યાય ન રહી. તે સામાન્ય (દ્રવ્ય) રૂપે થઈ ગઈ. જિજ્ઞાસા: કેવળજ્ઞાન કેમ (જાણે ) ? સમાધાનઃ કેવળજ્ઞાન પણ સામાન્યરૂપે (જાણે ), પર્યાયરૂપે નહીં.
કેવળજ્ઞાન સાદિ-અનંત થશે, એ પર્યાય પણ અંદર (દ્રવ્યમાં) સામાન્યરૂપે રહી છે. કેવળજ્ઞાન તો ક્ષાયિકભાવ છે અને સામાન્યભાવ જે છે તે તો ધ્રુવ-પરમ પારિણામિક ભાવે છે. આહા. હા! ગજબ વાત છે, ભાઈ !
જિજ્ઞાસા: કેવળજ્ઞાનમાં જે ભાસે છે તે જેવી થવાની છે તેવી જ ભાસે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮: પ્રવચન નવનીત ભાગ-૧
સમાધાનઃ એ બધી. એ (ઉક્ત ) પ્રમાણે જ છે. એ પર્યાય અંદર અવ્યક્ત (છે). અંદર નિમગ્ન છે. એવી ચીજને અવ્યક્ત કહે છે. અને એ એ ઉપાદેય છે. પર્યાયમાં “ • ” કહેવાથી जाण એ (વર્તમાન ) પર્યાયમાં આ (‘અવ્યક્ત’) ઉપાદેય છે, એમ. વિશેષ કહેશે...
***
‘ અવ્યક્ત ’ બોલ ૩, ૪ [પ્રવચનઃ તા. ૨૦–૧–૧૯૭૮ ]
66
,,
‘ સમયસાર ' ૪૯ ગાથા. મથાળું શું કહ્યું જોયું? ' यद्येवं तर्हि किंलक्षणोऽसावेकष्टङ्कोत्कीर्णः परमार्थजीव इति पृष्टः प्राह શિષ્ય પૂછે છે. કહેવું છે શું? કે: શિષ્યને આજે ગરજ થઈ છે, એને આ ઉત્ત૨ દેવામાં આવે છે. શિષ્ય પૂછે છે કેઃ અધ્યવસાન આદિ ભાવ, જીવ નહીં. માથે કહ્યું ને... બધું: એ જીવ નહીં. અરે! માર્ગણા-સ્થાન પણ જીવ નથી. આહા... હા ! ‘નિયમસાર’ માં તો એમ કહ્યું કેઃ જીવની પર્યાય છે એ પણ જીવ નહિ. આહા... હા ! આત્મામાં ક્ષાયિકભાવ થાય, ઉપશમભાવ થાય, એ પણ જીવ નહિ. શિષ્યનો પ્રશ્ન આ છે. પાઠ જ એ છે; યઘેવં તર્દિ હિં લક્ષળો” જો એ અધ્યવસાન આદિ ભાવ જીવ નથી તો એક ટંકોત્કીર્ણ ૫૨માર્થસ્વરૂપ જીવ કેવો છે?' -એવો પ્રશ્ન શિષ્યનો છે, તેના ઉત્તરમાં ‘આ પ્રશ્ન છે' એમ અમૃતચંદ્ર આચાર્યે કાઢયું ને...! કુંદકુંદ આચાર્ય એમ કહે છે કે ‘ જાણ!' અર્થાત્ તું પર્યાયમાં જાણ! ‘અવ્યક્ત' ને પર્યાયમાં જાણ !
66
આપણે ‘અવ્યક્ત ’ ચાલે છે ને...? આહા... હા! મુદ્દાની ૨કમ છે! ઝીણી લાગે. પહેલાં ‘અવ્યક્ત’ માં તો બધું આવી ગયું હતું-વ્યવહા૨-વિકલ્પ આદિ એ બધાં, ‘શેય ’ અને ‘વ્યક્ત’ છે; ભગવાન આત્મા (જે) પર્યાયમાં ઉપાદેય છે તે ત્રિકાળી ‘અવ્યક્ત’ છે. સમજાય છે ભાષા ? પર્યાય જે વર્તમાન નિર્મળ તેમાં એ આત્મા, જે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યથન છે; તે જ ઉપાદેય છે. એ માટે બધાં વિશેષણો લીધાં છે. એ તો પહેલા બોલમાં કહ્યું.
બીજા બોલમાં ‘ભાવકભાવ' (ત્યાં) કહ્યું. તો એમાંથી એક પ્રશ્ન મગજમાં ઊઠયો હતો કેઃ ‘ભાવકભાવ ’ –કર્મ ‘ભાવક’ છે અને વિકારીભાવ ‘ભાવ્ય' છે-એ (‘ સમયસાર ' ગાથા ) ૩૨-૩૩માં આવી ગયું. એ ‘ભાવકનો ભાવ્ય ' એને અહીંયાં ‘ભાવકનો ભાવ ' કહ્યું. ત્યારે ‘પ્રવચનસાર ’૨૪૨-ગાથામાં ‘ભાવકનો ભાવ ' કહ્યું, ત્યાં ‘ભાવક' અર્થાત્ આત્મા શાયક વસ્તુ. જ્ઞાયકભાવ એ ભાવક. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય એ, એનાં (ભાવકનાં ) ભાવ્ય. આહા... હા! ભાઈ ! આમાં મારે તો (એટલું ) કહેવું હતું કે: જ્ઞેય અને જ્ઞાન (શેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વ) બેયની પ્રતીતિ-પ્રતીતિ તો બધી પર્યાય છે; પણ જ્ઞેય-જ્ઞાયકનું જે પર્યાયમાં જ્ઞાન થયું એ પર્યાય અંદ૨ દ્રવ્યમાં-ભૂત અને ભવિષ્યની-લીન થઈ છે. (પણ ) વર્તમાનમાં જે
એક સમયની પર્યાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૨૯ છે તેમાં એ ભાવકભાવ' (કર્મ “ભાવક' અને વિકારીપર્યાય “ભાવ્ય') તે “વ્યક્ત' છે; એનાથી “અવ્યક્ત” ભિન્ન છે.
“જ્ઞાનપ્રધાન' કથન જ્યાં આવ્યું-૨૪૨ (ગાથા “પ્રવચનસાર' માં) ત્યાં ( જ્ઞાન અને શેય એ બેયની પ્રતીતિ (છે). પણ પ્રતીતિ, પર્યાય છે. આહા... હા ! તો ત્યાં) “ભાવ્યભાવક' એમ લીધું: “ભાવક' ભગવાન શાયકભાવ ત્રિકાળી (છે). આહા... હા! એનો આશ્રય કરવાથી દશા જે થાય છે–સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-એ “ભાવ્ય” છે. અર્થાત્ ભાવકનો તો એ ભાવ્ય છે.
આ વર્તમાન તકરાર ચાલે બહુ પણ... આહા.... હા! ... બાપુ! ભગવાન! તું એ (અવ્યક્તસ્વરૂપ) છો પ્રભુ! આહા.... હા! ભાઈ ! તે આ વાત સાંભળી નથી.
અહીંયાં તો પ્રભુ! આત્મા ભાવકરવાવાળો (ભાવક). અને ભાવ જેમાં (પર્યાયમાં) થાય એ “ભાવ્ય'. તો ભગવાન આત્મા જ્ઞાયકભાવ છે એ ભાવકરવાવાળો અને તેનો ભાવ્યા વિકારી” ભાવ્ય નહીં. આહા... હા! ... હા! અહીં વિકારી-ભાવકના ભાવથી–ભિન્ન બતાવવું છે. અને ત્યાં જ્ઞાયકભાવનો જ્ઞાયકભાવ (છે), ભગવાન! “પ્રવચનસાર” ૨૪૨ ગાથા દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયની આવી છે. ત્યાં જ્ઞાન, અને જ્ઞયની પ્રતીતિ, એમ આવ્યું ને..? અને એનું (જ્ઞાતૃતત્ત્વ અને શેયતત્ત્વનું) જ્ઞાન અને રાગાદિથી નિવૃત્તિ (-ચારિત્ર) –ત્રણેય પર્યાય
ભાવ્ય” છે. કોની? કેઃ “ભાવક' –ભગવાન જ્ઞાયકભાવ (છે) અને એના ઉપર દષ્ટિ કરવાથી, વર્તમાન વિકારરહિત, નિર્મળ પર્યાય થાય તે ભાવકની “ભાવ્ય” છે. આહા... હા! આવો તો માર્ગ છે!! પણ હવે...!
ત્યાં (પ્રવચનસાર) જ્ઞાન-પ્રધાન કથનમાં ય આ નાખ્યું છે. ભાઈ ! દર્શનપ્રધાન કથનમાં તો “ભૂતાર્થ આશ્રિત' અને અહીં એ વાત છે. (સમયસાર) ૧૧મી ગાથામાં “ભૂતાર્થ' જે ત્રિકાળી ભગવાન (છે); અને આશ્રય કરનાર એ પર્યાય છે. “Pયત્નમસિવો નુ સમ્માક્કી વિટ્ટ નીવો” એ આશ્રય કરનાર (છે) પર્યાય. પણ આશ્રય કોનો? “ભૂતાર્થ ' નો. ત્રિકાળી... ત્રિકાળી.... ધ્રુવ.. ધ્રુવ. ભગવાન આત્મા (એ ભૂતાર્થ છે). આહા.... હા.... હા ! એવી તો વાત છે, પ્રભુ !!
(પણ) એ લોકો તો એમ કહે છે કેઃ (સોનગઢ) દયા, દાન, વ્રત, ભક્તિને ઉડાડી દે છે. સાધન પણ કહેતા નથી. આહા.... હા! અરે ભાઈ ! કોઈ ઠેકાણે (શાસ્ત્રમાં) એવા નિમિત્તના શબ્દ આવે. (પ્રવચનસારમાં) આવે છે ને..? શરીરના સાધનભૂત એવો શબ્દ આવે. આહાર આદિ છે ને...? એતો નિમિત્તના કથન (રૂપે) આવે ભાઈ ! શરીરનું સાધનભૂત આહાર-પાણી આવે ને ? ત્યાં એષણા સમિતિ ને... એવું લેવું હોય ત્યારે, ભાષા એમ આવે. “પુરુષાર્થસિદ્ધિ” માં આવે “શરીરમાં વહુ ઘર્મસાધનમ” એ નિમિત્ત બતાવે છે ભાઈ ! પણ નિમિત્ત છે, એ કર્તા નથી. અહીં તો પહેલેથી જ કહીએ છીએ. પણ હમણાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩): પ્રવચન નવનીત ભાગ-૧ એક પંડિતજીનો નિર્ણય જૈનપત્રિકામાં આવ્યો છે: “સોનગઢ નિમિત્તને નથી માનતું’. (પણ) એમ નથી. નિમિત્ત માને છે, પણ નિમિત્તથી (ઉપાદાનમાં કાર્ય) થતું નથી, એમ માને છે.
અહીં કહે છે: ભાવક જે કર્મ, એની ભાવ્ય અવસ્થા, એનાથી રહિત ભગવાન “અવ્યક્ત' છે. ભાવકનો ભાવ-કષાય- “વ્યક્ત” છે. “વ્યવહારરત્નત્રય” ભાવકનો ભાવ છે. એમ કહ્યું ને...? ભાઈ ! એ (ભાવકભાવ) તો “વ્યક્ત' છે. એનાથી ભિન્ન “અવ્યક્ત' (આત્મા) છે. તો એ “અવ્યક્ત” ને જાણ ! એ “અવ્યક્ત” છે તે શુદ્ધ-ઉપાદેય છે. આહા... હા ! પર્યાયમાં. એ “અવ્યક્ત” જે છે શુદ્ધ તે, ઉપાદેય છે-આદરણીય છે.
ત્રીજા બોલમાં એમ કહ્યું કેઃ “ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યકિતઓ નિમગ્ન છે'. ત્રીજો બોલ કાલે ચાલ્યો હતો. ને? “સામાન્ય” અર્થાત્ ત્રિકાળી ધ્રુવ-એમાં, ચૈતન્યની સમસ્ત પ્રગટ અવસ્થાઓ નિમગ્ન છે. પણ તે “છે' એને તું “મળતું નીવન નાબ” એમ કહ્યું ને..? એવા અવ્યક્તને-જીવને તું જાણ ! એ “જ્ઞાન” છે, તે પર્યાય છે. એ પર્યાયમાં એને (જીવન) જાણ! આહા.... હા ! સમજાણું કાંઈ ?
જયસેન આચાર્યની સંસ્કૃત ટીકામાં ઘણું લીધું છે. “હે શિષ્ય આ જાણ!' “ગાળ નિંદન” નિશ્ચયનયે સંવેદ્રવજ્ઞાનવિષયત્નાવલિંગપ્રદભગવાન આત્મા સ્વસંવેદન જ્ઞાનનો વિષય છે. સ્વસંવેદનજ્ઞાન છે પર્યાય. સ્વસંવેદન જ્ઞાનનો વિષય છે! જુઓ! “
સંવેવનજ્ઞાનવિષયત્નાવલિંદ(એ ગાથા “જિંદ') “સમતુસ્ત્રાષિसंस्थानरहितं च यं पदार्थं तमेवं गुणविशिष्टं शुद्धजीवमुपादेयमिति हे शिष्य जानीहि।" જાણ” નો અર્થ કર્યો ભાઈ ! “હે શિષ્ય! આમ જાણ.” અંદર છે પૂર્ણ પ્રભુ ભગવાન! (ત્યાં) દષ્ટિ અન્તર્મુખ કર! આહા.... હા ! વાત તો આવી છે!!
દષ્ટિ છે. પર્યાય. જાણવાવાળી છે. પર્યાય. પણ પર્યાયનો વિષય છે “ધ્રુવ'. પર્યાયનો વિષય પર્યાય નથી. આહા.. હા! સમજાણું કાંઈ ! હે શિષ્ય તું જાણ! –એમ લીધું છે. એમ છે ને? “સબૂત્ત નીવન નાબ”—હું શિષ્ય! તું અવ્યક્ત આત્મા જે સામાન્ય એકરૂપ ચીજ છે, જેમાં બધી પર્યાયો નિમગ્ન છે; પણ “તું જાણ” –એ (વર્તમાન) પર્યાય અંતરમાં નિમગ્ન નથી. આહા... હા... હા...! સમજાણું કાંઈ ?
સવારમાં કહ્યું હતું ને..? ચેતનસ્વરૂપ ભગવાન, એનું ચૈતન્ય-ચેતનાસ્વરૂપ, ચેતનસ્વભાવ, ચેતનદ્રવ્ય, એનું ચેતના સ્વરૂપ ગુણ, એની ચેતના પરિણતિ-ભાવશુદ્ધપરિણતિ એનો વિષય “ચેતન” ને બનાવ. આહા.... હા. હા! ઝીણી વાત છે, ભાઈ ! પણ શું થાય? અત્યારે ફેરફાર થઈ ગયો છે ઘણો.
ચૈતન્યની સમસ્ત વ્યકિત માત્ર-ભવિષ્યની કેવળજ્ઞાનની અનંત પર્યાય અને ભૂતની પર્યાય-સમસ્ત વ્યકિતઓ પ્રગટ, નિમગ્ન અને અંતભૂત છે. એટલા માટે એ (આત્મા).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૩૧ અવ્યક્ત છે. એ કારણે એ શુદ્ધ ઉપાદેય છે. ત્રિકાળી વસ્તુ જે નિત્યાનંદ પ્રભુ! આહા.... હા ! એને પર્યાયમાં ધ્યેય બનાવીને ઉપાદેય કર! સમજાયું કાંઈ ?
આહા... હા! (સમયસાર) ૩૨૦-ગાથામાં પણ છેલ્લે આવ્યું ને...? ધ્યાતા પુરુષ કોનું ધ્યાન કરે? કહે છે કેઃ સકળ નિરાવરણ દ્રવ્ય-વસ્તુ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય-તે જ હું છું (એમ ધ્યાન કરે છે). આહા... હા! આ “અવ્યક્ત કહો કે આ કહો (એક જ છે.) ૧
સમજાણું કાંઈ ? ઝીણી વાત છે ભાઈ ! અત્યારે તો સાંભળવું ય મુશ્કેલ પડે. જ્યાં જાઓ ત્યાં ઉપવાસ કરો... ઉપવાસ ને... આ કરો ને-આ સાંભળવા મળે. (પણ) આ (વાત) કોઈ ભાગ્યશાળીને (મળે). વળી તે એટલા મહિના, બે-બે મહિના વખત લઈને...! આ માર્ગ તો આવો છે, બાપુ! આહા... હા!
મૂળ વસ્તુ અંદર ચૈતન્ય જેમાં બેહદ-અપરિમિત-એક એક શક્તિનું પરિમિત પ્રમાણ નથી-એવી તો અનંત શક્તિઓ, અને અનંત શક્તિઓનો એકરૂપ અખંડ તે જ હું છું. પરંતુ (ધ્યાતાપુરુષ-ધર્મી) એમ ભાવતો નથી કેઃ ખંડજ્ઞાનરૂપ હું છું. એક સમયની પર્યાય, એ ખંડજ્ઞાન છે. આહા.... હા ! (શ્રોતા:) વિષય કરે છે એટલે ખંડજ્ઞાન? (ઉત્તર) વિષય કરે છે ખંડજ્ઞાન; પણ ખંડજ્ઞાન, ખંડજ્ઞાનને ભાવતો નથી. સમ્યગ્દર્શન વિષય કરે છે ધ્રુવનો; પણ સમ્યગ્દર્શન સમ્યગ્દર્શનને ધ્યેય બનાવતું નથી. આહા... હા... હા! ભાઈ ! આવો વિષય છે!!
અહીંયાં એ કહે છે કેઃ ચિત્સામાન્યમાં સમસ્ત વ્યકિતઓ નિમગ્ન છે-એમ હે શિષ્ય! તું જાણ. “ જાણ” છે એ તો વર્તમાન પર્યાયમાં આવે છે. સમજાણું કાંઈ? આ વર્તમાન પર્યાય
ભાવ્ય” -જ્ઞાયકની ભાવ્ય-નિર્મળ જે પર્યાય રાગરહિત, ભાવશ્રુતજ્ઞાનરૂપી જ્ઞાનપર્યાયમાં-આ ચીજ જેમાં બધી વ્યક્તિઓ પ્રગટદશાઓ અંતર્લીન છે-એવા સામાન્યને જાણ ! આવી વાત છે!! ભાઈ ! આવું સ્વરૂપ” છે. આહા. હા! માર્ગ તો આવો છે, ભાઈ !
‘ચિત્સામાન્યમાં' આહા... હા! “સમસ્ત વ્યકિતઓ” અર્થાત્ અરે.. રે! અનંત કેવળજ્ઞાન, અનંત કેવળદર્શન, અનંતવીર્ય, અનંતપ્રભુતાની પ્રગટ પર્યાય, અનંત
૧ આ ૩૨૦-ગાથાની ટીકાના અર્થ વિષે પૂ૦ ગુરુદેવ દ્વારા આપેલ સ્પષ્ટીકરણ -
વિવક્ષિત વેરાશર્જનયાશ્રિતેવું માના માવ્ય” જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય વિરક્ષિત એક દેશ શુદ્ધ નયાશ્રિત આ ભાવના. કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ, નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષયોપથમિક જ્ઞાનરૂપ હોવાથી- “પણ એ તો ક્ષયોપથમિક જ્ઞાન છે, અંશ છે” –જો કે એક દેશ વ્યકિતરૂપ છે, પ્રગટરૂપ છે તો પણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે “જે સકળ નિરાવરણ ”- (એ જ ) આ “ અવ્યક્ત” ચારેય બાજુ જુઓ તો વસ્તુ એક સિદ્ધ (થાય). પૂર્વાપર વિરોધ રહિત એ વાણી વીતરાગની. એક ઠેકાણે કહ્યું હોય અને બીજે ઠેકાણે કાંઈ એનાથી વિરુદ્ધ-એ વાણી (વીતરાગની) છે કાંઈ ? ( –નહીં.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨: પ્રવચન નવનીત ભાગ-૧ શાંતિની-સ્વચ્છતાની પર્યાય, અનંત અકાર્યકારણ (–પરનું કારણ નહિ અને પરનું કાર્ય નહિ, એવી ) શક્તિની પર્યાય, – એ બધી પર્યાયો, “ સામાન્ય ચૈતન્ય' માં નિમગ્ન છે. આહી... હાં. હા ! તેથી એ ( ચિત્સામાન્ય) ઉપાદેય છે. તેથી “અવ્યક્ત” છે માટે એ ઉપાદેય” છે. હે શિષ્ય ! એ “અવ્યક્ત” ને ઉપાદેય જાણ ! આહા... હા... હા! શા કારણે ઉપાદેય જાણ? કેઃ સમસ્ત વ્યકિતઓ-પર્યાયો અન્તર્મગ્ન છે માટે એ (વર્તમાન) પર્યાયમાં તું એમ જાણ કે આ એક અવ્યક્ત વસ્તુ છે તે ઉપાદેય છે. આહા... હા ! સમજાય છે કાંઈ ? આવી વસ્તુ છે !!
મૂળમાર્ગનો ફેરફાર બહુ થઈ ગયો. એ બિચારા ! એને (પોતાને ) દુઃખ થાય, એવું તો કરતા ન હોય, ભાવમાં એવું ન હોય. પણ ભાવની ખબર નથી. એથી એમાં-એવા (વિપરીત) પરિણામમાં, દુ:ખ થશે. એની (એને ) ખબર નથી. અને કોઈ પ્રાણી, મિથ્યાશ્રદ્ધાથી ભવિષ્યમાં દુઃખી થાય-એ કાંઈ જ્ઞાનીને ઠીક પડે? –એ ન હોય.. બાપુ! અરે! એ દુઃખ છે, ભાઈ !
એ નરકના ને. નિગોદનાં... દુઃખ! કહ્યું હતું ને..? કે નરકનું એકક્ષણનું દુઃખ! પહેલી નરકનું દશ હજાર વર્ષની સ્થિતિના નારકીઓ.... આહા.. હા! ... એવી દશ હજારની સ્થિતિએ અનંતવાર ઊપજયો. દશ હજાર ને એક સમય અનંતવાર ઊપજયો, (દશ હજાર ને) બે સમય અનંતવાર ઊપજયો. ત્રણ સમય... એમ કરતાં અસંખ્ય સમય... એમ કરતાં મિનિટ... પછી મિનિટ પછી એક એક સમયનો અસંખ્ય, ઠે. ઠ તેત્રીસ સાગર સુધીના સમયમાં દરેકમાં અનંતવાર ઊપજયો, પ્રભુ! આહા.... હા! તે એકવાર નહિ. ભગવાન! કાળ અનંત ગયો છે, પ્રભુ! .. કાળની આદિ નથી, ભાઈ ! તે એનો દીર્ઘ વિચાર કર્યો નથી. અનંત અનંત કાળ નારકી એક એક સ્થિતિમાં અનંતવાર ઊપજયો છે... એવી ૩૩ સાગર સુધી ( સ્થિતિએ) ઊપજયો. પ્રભુ એમ કહે છે કે એના એકક્ષણનાં દુઃખો... આહા.. હા! કરોડો જીભથી અને કરોડો ભવે પણ ન કહેવાય. પ્રભુ! આ શું કહે છે? કરોડો કરોડો ભવથી અને કરોડો જીભોથી એક ક્ષણનાં દુ:ખો... ભાઈ ! નારકીનાં... આહા... હા! (કહી ન શકાય) ભાઈ ! તું ત્યાં અનંતવાર એકેએક સમયની સ્થિતિએ ઊપજયો છો, ભાઈ ! ભૂલી ગયો ! એટલે કાંઈ નહોતું.. એમ કેમ કહેવાય, પ્રભુ? આહા.... હા!
(મનુષ્ય ભવમાં) જમ્યા પછી .... છ મહિના-બાર મહિના શું હતું દેહમાં ! માતાએ કેમ નવરાવ્યો, ધવરાવ્યો, કેમ સુવરાવ્યો.. ખબર છે? નથી ખબર, માટે નહોતું, એમ કોણ કહે ? ભાઈ ! એમ અનંતકાળનાં એવાં નરક આદિનાં દુઃખો...! –એની એને ખબર નથી. માટે નહોતાં, પ્રભુ! એમ કોણ કહે? આહા.... હા! ભાઈ ! તેં એવાં નરક અને નિગોદનાં દુઃખો સહન ર્યા છે. નરકનાં દુઃખો તો સંયોગની અપેક્ષાએ કહ્યાં છે પણ એના કરતાં નિગોદમાં તો અનંતગુણાં દુઃખો છે. ત્યાં તો એની પર્યાયમાં શક્તિ જ ઘટી ગઈ છે. ત્યાં આનંદનું રૂપ જ તદ્દન ઊલટું થઈ ગયું છે. આહા... હા ! એવા નિગોદના ભવ... પ્રભુ!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૩૩
એક શ્વાસમાં અઢાર કર્યા, એવા એકવાર નહિ.. પ્રભુ! અનંતવાર કર્યા. આહા. હા! શેના બાપુ તને બહારમાં હરખ આવે છે, ભાઈ ? કોઈ માન આપે ને સન્માન આપે, ત્યાં રાજીપા ને... પ્રભુ! શું છે આ! આહા... હા! તું તો જ્ઞાતા-દ્રષ્ટા છો ને.. પ્રભુ! એમાં આ મને ઠીક પડે ને આ મને અઠીક પડે.. પ્રભુ! એ ક્યાંથી લાગ્યો તું?
અહીંયાં તો કહે છે કે વર્તમાન પર્યાય (સિવાય), ભૂત-ભવિષ્યની પર્યાયો અંદરમાં (ચિત્સામાન્યમાં) સમાણી છે તે ત્યાં કાંઈ ઉદયભાવે કે ક્ષયોપશમભાવે પણ રહી નથી. એ તો પરમપરિણામિકભાવપણે-શક્તિરૂપે રહી છે. આહા... હા! માટે એ “અવ્યક્ત” છે. એ માટે એને (ચિત્સામાન્યને) “અવ્યક્ત' કહેવામાં આવે છે. અને એ અવ્યક્ત' જ ઉપાદેય છે. એ શુદ્ધ ઉપાદેય, એ ચીજ-આદરણીય છે. બહારથી દષ્ટિ સંકેલીને, એ દષ્ટિને ત્યાં મૂકવાની છે. આહા.... હા... હા ! એ ત્રીજો બોલ થયો.
ચોથો: [“વિવ્ય#િમાત્રામાવત” –ક્ષણિક વ્યકિત માત્ર નથી માટે અવ્યક્ત છે.) “ક્ષણિક વ્યકિત માત્ર નથી.'.. આહા. હા! લ્યો.. જોયું? બતાવ્યું હવે (ક) : એક સમયની પર્યાય માત્ર, એ દ્રવ્ય નથી. આહા.... હા. હા! સમજવામાં આવ્યું? એક સમયની પ્રગટ પર્યાયચાહે તો મોક્ષમાર્ગની પર્યાય હો, પણ તે ક્ષણિક-નાશવાન છે. “નિયમસાર” શુદ્ધભાવ અધિકારમાં કહ્યું ને...? કેઃ કેવળજ્ઞાન આદિ બધી પર્યાયો નાશવાન છે. સંવરનિર્જરા-મોક્ષપુણ્ય-પાપ-આસ્ત્ર-બંધ-બધી પર્યાયો નાશવાન છે. ભગવાન આત્મા અવિનાશી, ભગવાન ત્રિકાળી એ પોતે છે. આહા... હા... હા ! અને ત્યાં તો ત્યાં સુધી કહ્યું: નિર્મળ પર્યાય તે પરદ્રવ્ય છે. આહા... હા... હા! ગજબ વાત છે!! અને એ પરદ્રવ્ય (-પર્યાય) થી સ્વદ્રવ્યનું લક્ષ્ય કરવાનું છે. જેને (સમયસાર) –૧૧મી ગાથામાં “ભૂયત્નમસ્સિવો” કહ્યું. એ આશ્રય કરનાર પર્યાય છે. પર્યાયને ત્યાં (નિયમસારમાં) પરદ્રવ્ય કહ્યું છે. એનું કારણ, જેમ પરદ્રવ્યમાંથી નવી પર્યાય આવતી નથી; તેમ પોતાની પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી. તો જેટલી પર્યાયો છે, તેને અહીં પરદ્રવ્ય કહેવામાં આવી છે. એ પરદ્રવ્ય (-પર્યાય) થી ભગવાન સ્વદ્રવ્ય ભિન્ન છે. આહી... હા.... હા ! સમજાણું કાંઈ ?
ભાઈ ! કોઈદી સાંભળ્યું નથી. અરે.. રે! જિંદગી આમ (વ્યર્થ) જાય! આહા... હા અહીં પરમાત્મા જિનેન્દ્રદેવ એમ પોકારે છે. ભાઈ ! એ શરીર-વાણી-મન-એ તો પરચીજ છે, એ તો જડ-એની વાત તો શું કરીએ? એ તો એના કારણે ટક્યાં છે અને બદલાય છે. પણ તારી વર્તમાન પર્યાય-તારી બદલતી પર્યાય, તારામાં છે. (પણ) તું એ ક્ષણિક માત્ર નથી. તું એક સમયની પર્યાય માત્ર નથી. આહા.... હા.. હા! આવી વાત છે, પ્રભુ !! આ બધા, પુસ્તકમાં નાખવાના છે ને...?
આહા.... હા.... હા ! આ ભગવાન શુદ્ધ ચૈતન્યધન અંદરમાં બિરાજે છે, એની વર્તમાન પ્ર. ૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪: પ્રવચન નવનીત ભાગ-૧
પર્યાય-પ્રગટ અવસ્થા જે વિચાર આદિ ચાલે છે ને... એ તો ક્ષણિક (છે. ) અહીં તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-એ પણ ક્ષણિક પર્યાય છે. મિથ્યાશ્રદ્ધા-જ્ઞાનની તો વાત શું કરવી ? તે તો ભ્રમણાનું કારણ-દુ:ખનું કારણ-છે. પણ અંદર આત્મા ભગવાન શુદ્ધ ચૈતન્યઘન પ્રભુએની પ્રતીતિ, જ્ઞાન અને સ્મરણના, પણ ક્ષણિક વ્યક્તિ-ક્ષણિક પર્યાય માત્ર છે. આહા... હા... હા! ઉત્પન્ન-ધ્વંસી છે. આહા... હા... હા! ઝીણું પડે, પ્રભુ! તું અંદર ચીજ અલૌકિક છે!! સર્વજ્ઞની વાણીમાં પણ તારું સ્વરૂપ પૂરું આવ્યું નથી, પ્રભુ! એવો તું છે અંદર!! એ તારી તને કિંમત નથી. અને દુનિયાની કિંમત આંકવા બેસી જાય છે!!
અહીં કહે છે કેઃ આત્મદ્રવ્ય જે વસ્તુ છે; આનંદઘન, અનંત આનંદનો નિધાન પ્રભુ છે, તે ક્ષણિકમાત્ર નથી. એની વર્તમાન પર્યાય (ભલે ) નિર્મળ હોય, મોક્ષમાર્ગની પર્યાય હોય, તો પણ તે ક્ષણિક અર્થાત્ વ્યકિત-પ્રગટતા (છે). પર્યાયથી તો એનો (આત્મદ્રવ્યનો ) નિર્ણય કરવાનો છે. અનિત્યથી નિત્યનો નિર્ણય કરવાનો છે. પર્યાયમાત્ર અનિત્ય છે અને વસ્તુ ભગવાન અંદર નિત્ય છે. તો અનિત્યથી નિત્યનો નિર્ણય કરવાનો છે. ‘ચિવિલાસ' માં આવે છે, ભાઈ! એ ક્ષણિક માત્ર તું નથી. તારી દષ્ટિ ક્ષણિકમાત્રમાં ન રહેવી જોઈએ-એમ કહે છે. આહા... હા... હા! દુષ્ટિ નિમિત્ત ઉપર તો નહીં; દયા-દાનના વિકલ્પ એ પુણ્ય છે, એના ઉપર તો દૃષ્ટિ નહીં; પણ નિર્મળ પર્યાય ઉ૫૨ પણ તારી દિષ્ટ ન હોવી જોઈએ. આહા... હા... હા! એ વસ્તુસ્થિતિ ( છે), બાપુ !
ભગવાન તીર્થંકરદેવ ત્રિલોકનાથ જિનેન્દ્ર પ્રભુ જે આત્મા કહે છે; તે ચીજ કોઈ અલૌકિક છે. પ્રભુ! આહા... હા! એ ભગવંતસ્વરૂપ અંદર બિરાજમાન છે. એની એક ક્ષણિક પર્યાય કબૂલાત કરી, એવી જે ક્ષણિકમાત્ર (પર્યાય ) પણ તે ( ભગવાન આત્મા ) નહિ. અરે! કેવળજ્ઞાનની પર્યાય પણ ક્ષણિક પર્યાય છે. આહા... હા... હા! સમજાણું કાંઈ ? મોક્ષમાર્ગની પર્યાય તો ક્ષણિક છે, અપૂર્ણ છે, પૂર્ણ શુદ્ધ નથી. પણ પૂર્ણ શુદ્ધ છે; કેવળજ્ઞાન અને સિદ્ધપર્યાય. તો પણ તે ક્ષણિક પર્યાય છે. ભગવાન (આત્મા ), એ ક્ષણિક પર્યાય માત્ર નથી; અંદર ધ્રુવ ચિદાનંદ ભગવાન છે. આહા... હા... હા !
અરે... રે! આવી વાતો સાંભળવા મળે નહિ. પ્રભુ! મનુષ્યપણું મળ્યું ને આ દુનિયામાં હા... હો... હા... હો–માં ચાલી જાય છે જિંદગી! આહા... હા !
અહીં તો કહે છે કે: પ્રભુ! એકવાર સાંભળ તો ખરો! ઇન્દ્રો અને ગણધરોની સભાની વચ્ચે, ત્રિલોકનાથ પ્રભુ જિનેન્દ્રદેવ પરમાત્માની આ વાણી હતી. મહાવિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાન બિરાજે છે. ભગવાનની આ વાણી ખર્યા કરે છે. ત્યાંથી આ વાત આવી છે. આહા... હા! ભગવાન કહે છે કેઃ પ્રભુ! એકવાર સાંભળ તો ખરો! આ શરીર, વાણી, કર્મ, દેશ ને ૫૨એ ચીજ તો, તારામાં છે જ નહિ. અને એમાં તું છે જ નહિ. પણ તારી આખી-પૂર્ણ ચીજ, એક પર્યાયમાં આવતી નથી. આહા... હા... હા ! બેનનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૩૫
( બહેનશ્રીનાં વચનામૃતમાં ) એ શબ્દ છે ને...! —“ જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય ? જરૂર પ્રાપ્ત થાય જ”. આહા... હા... હા! ‘જાગતો જીવ' –જ્ઞાયક-૨સ, જાણનસ્વભાવ, ‘ઊભો ’ અર્થાત્ ધ્રુવ છે, તે ક્યાં જાય? અહીં કહે છે કેઃ એ (ધ્રુવ ) પર્યાયમાં આવે? રાગમાં આવે ? આહા... હા ! એ પ્રભુ ક્યાં આવે, ક્યાં જાય ? એ તો ધ્રુવ ભગવાન અંદર નિત્યાનંદ અવિનાશી પ્રભુ, આદિ-અંત વિનાની ચીજ. અંતરાત્મા, એ અવિનાશી પ્રભુ! –એને અહીંયાં ‘ક્ષણિકમાત્ર નથી ' એમ કહે છે.
આહા... હા ! ક્યાં લઈ જવું છે? આહા... હા! નિમિત્તથી ઉઠાવી દીધા. તારામાં નિમિત્ત નથી. દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ, એ વિકાર છે; એ પણ તારામાં નથી. અને નિર્મળ પર્યાય છે, એ પણ તારી ધ્રુવ ચીજમાં નથી. આહા... હા? સમજાય છે કાંઈ? વાત સૂક્ષ્મ છે. સમજવામાં કઠણ પડે, પણ વસ્તુ તો એવી છે. એ વિના જન્મ-મરણના અંત નહિ આવે, ભાઈ ! આહા... હા! એક મુમુક્ષુ કહેતો હતો કેઃ ‘આ કર્યે જ છૂટકો, બાકી બધું તો થોથાં છે.’
અંતર ભગવાન આત્મામાં બે પ્રકાર: એક, ત્રિકાળી ધ્રુવ; અને બીજો, વર્તમાન પર્યાય. ત્રીજી ચીજ તો એમાં છે જ નહિ. શરીર એ તો બધાં માટી-ધૂળ-જડ. બાયડી-છોકરાં-કુટુંબ, એ બધાં તો ૫૨ છે. એ તો બધાં એના કારણે આવ્યાં છે અને એના કારણે રહે છે; તારામાં નથી, અને તારાં છે નહિ. આહા... હા! અંદર હિંસા-જૂઠું-ચોરી-વિષય-ભોગ-વાસના, પ્રભુ! એ તારાં નથી, અને એ તારામાં નથી... હોં! અને અંદર દયા-દાન-વ્રત-ભક્તિ-તપ-પૂજા-યાત્રાભગવાનના નામસ્મરણના ભાવ, એ પણ પુણ્યભાવ છે, પ્રભુ! એ તારી ચીજમાં નથી. આહા... હા! પણ અહીં તો કહે છે કેઃ પ્રભુ! તારી ચીજમાં ક્ષણિક નિર્મળ પર્યાય, એ પણ તારી ચીજમાં નથી. આહા... હા... હા! સમજાય છે કાંઈ ?
જ્યાં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ બિરાજે છે ત્યાં જા... ને! પર્યાય ક્ષણિકને, ત્યાં (ધ્રુવમાં ) લઈ જા... ને! ક્ષણિક પર્યાય ઉપર નજર ન કર! આહા... હા... હા ! ભાઈ ! આવી વાતો છે!! બહુ ઝીણી. રૂપિયા બધા ભેગા થાય કોડ ને... બે કરોડ ને... પાંચ કરોડ ને... ધૂળ કરોડ! ત્યાં રાજી રાજી થઈ જાય કે અમે...! અરે મરી ગયો...! સાંભળ... ને ! રૂપિયા શેના ? બાપુ ધૂળ છે. આહા... હા !
અહીં તો ભગવાન તીર્થંકરદેવ ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ, મોટા અસંખ્ય (દેવોના ) અર્ધલોકના સ્વામી ઇન્દ્રની સમીપમાં આમ કહેતા હતાઃ પ્રભુ! તું કોણ છો? કેટલો લો છો ? કેવડો છો ? એ તારી વર્તમાન પર્યાય ચાલે છે તેટલો તું નથી. આહા... હા ! (ધ્રુવ અને વર્તમાન પર્યાય ) –એ વચ્ચે અત્યંત અભાવ. આહા... હા... હા! સમજાય છે કાંઈ? ક્ષણિક-વ્યકિતપ્રગટતા-આત્માની પર્યાય, જે પર્યાય ક્ષણિક-પ્રગટ છે. અહીં તો ‘નિર્મળ' પ્રગટ લેવી છે. ‘વિકાર’ તો ‘ભાવકભાવ' માં આવી ગયા. (બીજા બોલમાં ) એ તો કાઢી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬: પ્રવચન નવનીત ભાગ-૧ નાખ્યું. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા આદિના વિકલ્પ છે- “રાગ' , એ તો તારા સ્વરૂપમાં નથી. પ્રભુ! એ તો નીકળી જવાવાળી ચીજ છે, દુઃખરૂપ છે. આહા.. હા ! અહીં તો હુવે “ક્ષણિક નિર્મળ પર્યાયમાત્ર પણ આત્મા નહિ” એમ કહેવું છે.
સમજાણું? સમજાય એટલું સમજવું. ભાઈ ! માર્ગ તો આ છે! સુખી થવાનો પંથ તો આ છે! બાકી દુઃખી થવાના...! એ બધા અબજોપતિ અને કરોડપતિ, હેરાન-હેરાન થઈ, બિચારા ! મરીને ક્યાંય હાલ્યા જશે-ઢોર ને નરકમાં. એ રૂપિયાવાળા ય મરીને જશે. રૂપિયા, રૂપિયાને ધેરે રહેશે. આહા... હા!
તું એક ક્ષણની પર્યાય જેવડો નથી, પ્રભુ! તો તું પરનો તો ક્યાંથી થયો? (નિયમસાર) શુદ્ધભાવ અધિકારમાં (કહ્યું છે કે, એક ક્ષણિક વર્તમાન દશા-કેવળજ્ઞાન આદિ, સંવર-નિર્જરાની ધર્મ-પર્યાય, જે આત્માના અવલંબની ઉત્પન્ન થઈ, તે પણ ક્ષણિક છે. તેની મુદત એક સમયમાત્રની છે. આહા... હા! આત્મા ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ-એના અવલંબનથી, સમ્યગ્દર્શન આદિ ઉત્પન્ન થાય છે. તેની મુદત એક સમયની છે. બીજા સમયે બીજું છે. કેવળજ્ઞાન પણ એક સમયમાં એક છે, બીજા સમયે કેવળજ્ઞાન આવે છે (એ) બીજું; એવું, પણ (પાછું ) બીજું. આહા.... હા.... હા! આવી વાત છે !!
(આત્મા) ક્ષણિક વ્યકિત માત્ર નથી, માટે “અવ્યક્ત” છે. આ કારણે “અવ્યક્ત” છે, કારણ (આત્મા) એક સમયની નિર્મળ પર્યાય માત્ર નથી. કારણ કે (વર્તમાન) પર્યાય વ્યક્ત” છે. નિર્મળ પર્યાય પણ “વ્યક્ત” છે. આહા... હા ! એટલો તું નથી. એનાથી (વ્યક્તથી ) ભિન્ન, અંદર નિત્યાનંદ પ્રભુ છે; એ સમ્યગ્દર્શનનો વિષય છે. એ જ (અવ્યક્ત) ઉપાદેય છે. એ આદરણીય થઈને, એમાંથી આત્માના કલ્યાણની દશા ઉત્પન્ન થાય છે; પણ એ દશા પણ ક્ષણિક છે. વિશેષ કહેશે. ..
અવ્યક્ત” બોલ-૫ (પ્રવચનઃ તા. ૨૨-૧- “૭૮)
સમયસાર” - ૪૯ ગાથા ચાલે છે. એમાં “અવ્યક્ત” પાંચમો બોલઃ [“વ્યવ્યmવિમિશ્રપ્રતિમાસે વ્યml સ્પર્શત્વા” –વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.)
પહેલા બોલમાં તો એમ લીધું હતું કે: એક કોર ભગવાન આત્મા અને એક બાજુ છે દ્રવ્ય. પોતાની પર્યાયમાં છ દ્રવ્યનું જ્ઞાન થાય છે, પણ તે છ દ્રવ્ય અને એની પર્યાયથી ભિન્ન (પોતાનો) ભગવાન આત્મા સસમ (દ્રવ્ય) છે–એમ, હે શિષ્ય! તું જાણ! એમ કહ્યું ને...? આહ.. !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૩૭ બીજા બોલમાં એમ કહ્યું કેઃ કષાયોનો સમૂહ અર્થાત્ જેટલા કષાયોના ભાવ છે. અહીં તો ચોખ્ખી વાત છે–દયા, દાન, વ્રત, ભક્તિ આદિ બધા “કષાયોનો સમૂહ' છે, એ વ્યક્ત છે, પ્રગટ છે; એનાથી ભિન્ન, ભગવાન (આત્મા) અવ્યક્ત છે; “એ” વ્યવહાર રત્નત્રયથી પણ ભિન્ન છે, એ” આદરણીય છે.
ત્રીજો બોલઃ ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યકિતઓ (પર્યાયો) નિમગ્ન છે. જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદ પ્રભુ, જે સમ્યગ્દર્શનનું ધ્યેય છે; તે ‘ચિત્સામાન્ય” માં ભૂત અને ભવિષ્યની બધી પર્યાયો અંતર્લીન છે. -એમ, હે શિષ્ય! તું વર્તમાન પર્યાયમાં જાણ!
ચોથો બોલઃ ક્ષણિકવ્યકિતમાત્ર નથી માટે અવ્યક્ત છે. સિદ્ધ તો “અવ્યક્ત કરવાનું છે. “અવ્યક્ત” અર્થાત્ ત્રિકાળી જે વસ્તુ છે, તે જ આદરણીય છે. બાકી બધું જાણવા લાયક છે. તો કહે છે કે ક્ષણિક વ્યકિત જે પર્યાય છે-નિર્મળ હોં! –એ ક્ષણિકવ્યકિતમાત્ર પણ (આત્મા) નથી, એટલે “અવ્યક્ત' છે.
- હવે પાંચમો બોલઃ પ્રગટ અને અપ્રગટ એકમેક મિશ્રિતરૂપે પ્રતિભાસવા છતાં પણ(પર્યાયમાં પર્યાયનું અને દ્રવ્યનું જ્ઞાન એક સમયમાં એકસાથે થાય છે. જ્ઞાન તો એક સમયમાં બન્નેનું થાય છે.) –તે “વ્યક્તતા” ને સ્પર્શે નહીં, (એટલેકે) પર્યાયને દ્રવ્ય સ્પર્શ કરતું નથી. સમજાણું કાંઈ ? બહુ કઠણ.
(સમયસાર) ત્રીજી ગાથામાં તો એમ કહ્યું કે પ્રત્યેક પદાર્થ પોતાના અનંત ધર્મોને ચુંબે છે. પણ એ તો પરથી ભિન્ન કર્યા–એટલી વાત. સમજાણું કાંઈ ? પ્રત્યેક પદાર્થ પોતાના ગુણ અને પર્યાયને ચુંબે છે-સ્પર્શે છે-અડે છે. પરદ્રવ્યને ક્યારેય સ્પર્શતા નથી. એ તો પરદ્રવ્યથી ભિન્ન કરવા માટે. (કહ્યું.)
અહીં તો હવે, પર્યાય અને દ્રવ્ય-બેયને ભિન્ન કરવાની વાત છે. આહા... હા... હા! સમજાય છે કાંઈ ? તો કહે છે કે: ક્ષણિકવ્યકિતમાત્ર તે પર્યાય છે-નિર્મળ; (પણ) એટલો જ એ (આત્મા) નથી, માટે એ અવ્યક્ત,” જે ક્ષણિક પર્યાયથી ભિન્ન છે.
આ બોલમાં તો આ આવ્યું કે: “વ્યક્ત –પ્રગટ નિર્મળ પર્યાયો અને “અવ્યક્ત” -દ્રવ્ય; બેયનું એકમેક મિશ્રિત જ્ઞાન હોવા છતાં (જ્ઞાન તો બેયનું એક સમયમાં થાય છે, છતાં, ) વ્યક્તતાને (અવ્યક્ત) સ્પર્શ કરતું નથી... બસ! એટલું લેવું છે-પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. આહા.... હા... હા !
ત્યાં (ત્રીજી ગાથામાં) કહ્યું કે સર્વ દ્રવ્ય પોતાના બધા ગુણ-પર્યાયને ચુંબે છે. ભાઈ ! ત્યાં તો ફક્ત પરિદ્રવ્યથી ભિન્ન કરવાની વાત લીધી છે. અહીં તો કહે છે કે પોતાનું દ્રવ્ય જે ત્રિકાળી છે તે ધ્રુવ છે, તે વ્યક્ત પર્યાયને સ્પર્શતું નથી, અડતું નથી. આહા... હા... હા! સમજમાં આવે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮: પ્રવચન નવનીત ભાગ-૧
એ કઈ અપેક્ષાએ? કયા નયનું વાક્ય છે? –એ જાણવું જોઈએ. એકલું જ પકડે કે, તે ઠેકાણે ચુંબન કહ્યું કે અહીં ચુંબનની ના પાડી ! પણ કયા ચુંબનની ના પાડી? પદ્રવ્યના ચુંબનની ના તો બધામાં રાખી જ છે. ત્રણકાળ-ત્રણલોકમાં કોઈ પદાર્થ કોઈ (બીજા) પદાર્થને સ્પર્શતો નથી. સમજમાં આવ્યું?
પણ અહીં તો એનાથી વિશેષ અંદરમાં લેવું છે. “અવ્યક્ત” ને સિદ્ધ કરવું છે ને..? અવ્યક્ત” ને, હે શિષ્ય! તું જાણ. તારી પર્યાયમાં “અવ્યક્ત” ને તું જાણ. એ “અવ્યક્ત' દ્રવ્ય કેવું છે? કેઃ જે પર્યાયને સ્પર્શતું નથી, એવું છે). આહા... હા.... હા.. હા! આ તો વસ્તુની સ્થિતિ છે!! સમજાયું?
આ આત્મા જે છે તે, શરીર-કર્મ-વાણી-મન-દેવ-ગુરુ-શાસ્ત્ર-એ પરચીજને, તો ક્યારેય સ્પર્શતો જ નથી. કેમ કે, પરમાં અને સ્વમાં અત્યન્ત અભાવ છે, એક વાત. હવે અહીં પર્યાયને પણ દ્રવ્ય સ્પર્શતું નથી. પર્યાય જાણે છે-દ્રવ્ય અને પર્યાય-બન્નેને. સમજાણું કાંઈ? ઝીણી વાત, ભાઈ ! વીતરાગમાર્ગ ઘણો સૂક્ષ્મ !!
ભગવાન આત્મા દ્રવ્ય, ત્રિકાળી વસ્તુ આનંદકંદ પ્રભુ! પોતાની એક સમયની નિર્મળ પર્યાય, જે મોક્ષમાર્ગની પર્યાય છે; (મલિન પર્યાયનો નિષેધ તો કષાયમાં ગયો) તેને સ્પર્શ કરતો નથી તેને અડતો નથી-એમ કહીને, “અવ્યક્ત” સિદ્ધ કરવું છે. “અવ્યક્ત” જે દ્રવ્ય છે, તે પર્યાયને સ્પર્શતું નથી. તે કારણે તેનાથી (પર્યાયથી) ભિન્ન, તે (દ્રવ્ય) “અવ્યક્ત' છે. આહા.. હા.... હા! “અવ્યક્ત” છે, તે “વ્યક્ત ને સ્પર્શતું નથી; તે કારણથી, “વ્યક્ત” થી “અવ્યક્ત' ભિન્ન છે. આહા... હા... હા! સમજાણું કાંઈ ? બહુ ઝીણી વાત છે, બાપુ!
ધર્મની પહેલી સીડી–મોક્ષમહેલની પહેલી સીડી-એ સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તો સમ્યગ્દર્શનનો વિષય “અવ્યક્ત” છે, એમ સિદ્ધ કરવું છે. આહા.... હા.. હા! સમજાણું કાંઈ ? એ સમ્યગ્દર્શન છે પર્યાય. અને પર્યાયમાં પ્રતીતિ થાય છે. એ તો “ચિવિલાસ” માં કહ્યું ને..! કે: અનિત્ય, નિત્યનો નિર્ણય કરે છે. છતાં નિત્ય, અનિત્યને સ્પર્શતો નથી. આહા.... હા... હા !
દેહ, મન, વાણી, કર્મ, દેવ, ગુરુ, શાસ્ત્ર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેશ-કાઠિયાવાડ કે દક્ષિણ કે ફ્લાણો દેશ અમારો છે-એ કોઈ તારા છે જ નહીં. એ તો (કોઈ ) તારી ચીજમાં છે જ નહીં; અને તારાં પણ નથી. “એ મારાં છે” એવી મમતાનાં પરિણામ પણ તારી ચીજમાં નથી; તે તો નથી પણ તારી ચીજનું જ્યાં ભાન થયું કે તારી ચીજ “આ જ્ઞનાનંદ-સહજાનંદસ્વરૂપ પ્રભુ છે' -એવું જ્ઞાન (જ્યાં) પર્યાયમાં થયું ત્યાં પર્યાયનું પણ જ્ઞાન થયું અને (તારી ચીજ) અવ્યક્ત' નું પણ જ્ઞાન થયું તો પણ, “અવ્યક્ત” “વ્યક્ત” ને સ્પર્શતો નથી. આહા... હા... હા? સમજાયું કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૩૯ ભગવાન નિત્યાનંદ પ્રભુ એકરૂપ ત્રિકાળ રહે છે, એ દ્રવ્ય, કોઈ પણ પર્યાયને–તે (ભલે) કેવળજ્ઞાનની પર્યાય હોય, તો પણ સ્પર્શતું નથી. કેવળજ્ઞાનની પર્યાયમાં કેવળજ્ઞાનને જાણે, કેવળજ્ઞાન દ્રવ્ય-ગુણને જાણે છે. છતાં, તે કેવળજ્ઞાનની પર્યાય એક નિર્મળ સમયની છે; અને ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ અવિનાશી છે. આહા... હા! તો અવિનાશી ભગવાન, વિનાશી-પર્યાયને સ્પર્શતો નથી. બીજી ભાષાએ કહીએ તો, અવિનાશીનો નિર્ણય', અવિનાશીનું “જ્ઞાન” અને અવિનાશીમાં “સ્થિરતા' –એ ત્રણેયને “દ્રવ્ય” સ્પર્શતું નથી. સમજાણું કાંઈ ?
હવે આ વેપાર-ધંધા આડે.. નવરાશ ન મળે ને..તો એમાંથી શું કરવું? આહા... હા ! અરે! આ અવસર જન્મ-મરણમાં ચાલ્યો જાય છે! આહા.... હા... હા! મનુષ્યપણાના એક એક સમયની કિંમત-શ્રીમદ્દ તો એમ કહે છે કે-“કૌસ્તુભમણિની કિંમત જેટલી છે.” એની કિંમત કરે, પણ આની (આત્માની) કિંમત (કરતા) નથી! એ સમય શા માટે છે? કે: આત્માના અનુભવ માટે છે. સમજાણું કાંઈ ?
કહે છે કેઃ “અલિંગગ્રહણ” ના ૧૯માં બોલમાં એમ કહ્યું કેઃ “અર્થાવબોધરૂપ વિશેષ પર્યાય” ભલે અર્થાવબોધ ભાષા લીધી છે. (અર્થાવબોધ') અવબોધ તો જ્ઞાન છે. તો પદાર્થનું જ્ઞાન એ જે વિશેષ પર્યાય એની છે પણ ભાષા એવી છે. એનો અર્થ એવો છે કે, બધા અર્થની પર્યાય, “અર્થાવબોધ' છે. “અવબોધ' (એટલે) જ્ઞાન જ લીધું છે. જ્ઞાનપ્રધાન વાત છે. પણ જે અર્થ એટલે ભગવાન આત્માની જે અનંતી પર્યાય એ અનંતી પર્યાય વિશેષરૂપ છે, એને સામાન્યદ્રવ્ય સ્પર્શતું નથી. આવી વાતો !! હવે...!
અહીં કહે છે કેઃ “વ્યક્તતાએટલે પ્રગટ નિર્મળ પર્યાયો અને “અવ્યક્ત” એટલે દ્રવ્ય. બેયનો એકરૂપ પ્રતિભાસ-પર્યાયમાં બેઉનું જ્ઞાન-હોવા છતાં પણ, “અવ્યક્ત' દ્રવ્ય “વ્યક્તતા” ને સ્પર્શતું નથી, એટલું લેવું. સમજાણું કાંઈ? જો એક સમયને (-વ્યક્તતાને) સ્પર્શ-એકમેક-કરે તો બે ચીજ (-વ્યક્ત અને અવ્યક્ત ) રહેતી નથી. આહા... હા ! | (સમયસાર) ૩૨૦મી ગાથાની જયસેન આચાર્યની ટીકામાં એમ કહ્યું: ધર્મી જીવ, વર્તમાન જ્ઞાનની પર્યાય જે નિર્મળ હોય એનું ધ્યાન નથી કરતા. આહા... હા... હા! ત્રિકાળ નિરાવરણ અખંડ જ્ઞાયક એકરૂપ સ્વરૂપ-એનું ધ્યાન કરે છે. ધ્યાન છે. પર્યાય. પણ પર્યાયનું ધ્યય-ધ્યાનનું ધ્યેય- 'ધ્રુવ' છે. એ ધ્રુવ ' ધ્યાનનું ધ્યેય હોવા છતાં પણ, જ્ઞાનની પર્યાયમાં એ ધ્રુવ” નું જ્ઞાન આવે છે; “ધ્રુવ” નથી આવતું. આવે છે ને.. “પ્રતિભાસિત”. એવું જ્ઞાન હોવા છતાં પણ-દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન હોવા છતાં પણ-દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી. આહા... હા... હા! શું કહે છે!! કેવળજ્ઞાનપર્યાયને, (દ્રવ્ય ) સ્પર્શતું નથી. આહા... હા... હા !
અહીં તો સાધક જીવ માટેની વાત છે... ને ? એને (કેવળીને) ક્યાં છે? “ના” આ તો સાધકજીવને માટે વાત છે ને...? “નય” સાધક જીવને હોય છે. ભગવાનને “નય”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪): પ્રવચન નવનીત ભાગ-૧ હોતા નથી. એને તો પૂર્ણ કેવળજ્ઞાન થઈ ગયું. પણ અહીં નીચે જે શ્રુતજ્ઞાની છે, તેને બે નય પડે છે. એક પર્યાય નય અને એક દ્રવ્ય નય. પર્યાયનમાં-પર્યાયમાં અથવા પર્યાયનયમાં દ્રવ્ય અને પોતાની જ્ઞાન થવા છતાં, પર્યાયને પર્યાયવાન (-દ્રવ્ય) સ્પર્શતું નથી. આહા... હા... હા!
આવું સૂક્ષ્મ છે!! આવી સૂક્ષ્મ વાત, કોઈ દી (મુમુક્ષુ-મુમુક્ષુ વચ્ચે પણ) આવી ન હોય! વેપારમાં કે વકીલ હોય તોયે ક્યાંથી આવે કોઈ દી ? બધી સંસારની માથાફૂટ હોય!
ભગવાન આત્મા નિત્યપ્રભુ, “અનિત્ય પર્યાય” ને સ્પર્શતો નથી. ગજબ વાત છે એની !! (એ) પર્યાયને સ્પર્શતો નથી. પરને સ્પર્શતો નથી. આહા. હા... હા! સમજાણું કાંઈ?
એની સામે “અલિંગગ્રહણ” નો ૨૦મો બોલ લેવો છે, કે પ્રત્યભિજ્ઞાનનું કારણ- “આ” છે, એ “આ” છે. ભૂતકાળમાં હતું તે જ “આ” છે, એવું પ્રત્યભિજ્ઞાનનું કારણ-જે દ્રવ્યસામાન્ય, તેને આત્મા સ્પર્શતો નથી–સામાન્યને આત્મા સ્પર્શતો નથી.
અહીં તો “વ્યક્તતા” ને સામાન્ય સ્પર્શતો નથી. પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. એમ કહ્યું. સમજાય છે કાંઈ ?
ત્યાં કહ્યું કે ભગવાન આત્મા ત્રિકાળી ભગવાન જે કાલે હતો તે ‘આ’ છે. “આ” છે... આ” છે... “આ” છે, એવો જે ત્રિકાળી ધ્રુવ, સામાન્ય સ્વરૂપ ધ્રુવ-એ દ્રવ્ય, પોતાને સ્પર્શતું નથી. અને અહીં કહે છે: ત્રિકાળી, પર્યાયને સ્પર્શતો નથી ! આહા... હા... હા !
સમજાણું કાંઈ ? આ તો બધું સમજવું પડે એવું છે. હળદરના ગાંઠિયે ગાંધી થવાય એવું નથી! થોડું ઘણું (ધારણામાં) પકડવું એટલે જાણે (યથાર્થ) આવડી ગયું...! આહા.. હા! ઝીણી વાત છે, ભગવાન !
ત્યાં તો એમ કહ્યું કે ભગવાન દ્રવ્ય-વસ્તુ છે, તે તો વેદનમાં આવતો નથી. અમારે તો વેદનમાં આવે એ પર્યાય જ અમારી વસ્તુ છે. “અલિંગગ્રહણ” –૨૦માં બોલમાં એમ લીધું કે: પ્રત્યભિજ્ઞાનનું કારણ (પ્રત્યભિજ્ઞાન અર્થાત્ કાલે હતો તે આજે છે તે જ ચીજ ત્રિકાળ છે ) એવી છે ધ્રુવ ચીજ, એવું જે દ્રવ્યસામાન્ય-વસ્તુ-ત્રિકાળ, તે પોતાને સ્પર્શતો નથી. અહીં પર્યાયને, (દ્રવ્ય) સ્પર્શતું નથી, એમ કહ્યું. અને ત્યાં દ્રવ્ય, (વેદન-પર્યાયને) સ્પર્શતું નથી, એમ કહ્યું. કેમકે, અમારે તો અમારી પર્યાયમાં જે આનંદનું વેદન આવ્યું, એ અમારી “વેદન-પર્યાય' જ હું છું. મારા વેદનમાં આવી, એ પર્યાય હું છું. ભાઈ ! સમજાણું કાંઈ ? અંદર વખારમાં માલ તો ગમે તે પડ્યો હોય, પણ ખાવામાં આવે તેટલી જ ચીજ હું છું. આહા... હા! હવે વાણિયાઓને આ બધું સમજવાનું છે!
આ તો પરમ સત્ય !! સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ, પરમાત્મા, પરમેશ્વર! –એની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૪૧ સીધી વાણી છે! ગણધર અને ઇન્દ્રોની વચ્ચે આ વાણી હતી. એ વાણી કુંદકુંદ આચાર્ય અહીં લાવ્યા. આહા.... હા ! જગતનાં ભાગ્ય ! “સમયસાર પ્રાભૃત” બનાવીને ભેટ આપ્યું. આહા... હા ! ભાઈ ! જયસેન આચાર્યની સંસ્કૃત ટીકામાં આવે છે ને..! આહા... હા... હા! ભેટ આપી. પ્રભુ! આત્મા તને ભેટ આપ્યો! આહા... હા.. હા! તારી ત્રિકાળી ચીજ, પ્રભુ! એ તને ભેટ આપીએ છીએ. એની દષ્ટિ કર! તો તને ભેટ મળી ગઈ ! આહા... હા... હા! “એ સમયસાર છે.” સમજાણું?
એક બાજુ (સમયસાર) ત્રીજી ગાથામાં એમ કહે કે (દ્રવ્ય) પોતાના દ્રવ્યગુણ-પર્યાયને સ્પર્શે (-ચુંબે) છે. અને (“અલિંગગ્રહણ ”) ૨૦મા બોલમાં એમ કહે કે: દ્રવ્ય (વેદાતી પર્યાયનેમને) સ્પર્શતું નથી. અહીં એમ કહે કે: દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી. એ કહીને એમ કહે છે કે: “વ્યક્ત” ને (અવ્યક્ત) સ્પર્શતો નથી. દ્રવ્યને તો દ્રવ્ય સ્પર્શે છે. પણ દ્રવ્ય પર્યાય (વ્યક્ત) ને સ્પર્શતું નથી. દ્રવ્ય (“અવ્યક્ત ') તો છે, તો તે પોતે પોતામાં છે. “અવ્યક્ત” છે.
પહેલા બોલમાં કહ્યું હતું ને... “સતમ દ્રવ્ય ' થઈ જાય છે! ક્ષુલ્લક ધર્મદાસજી (રચિત) સ્વાત્માનુભવમનન” માં પણ આ એક બોલ નીકળ્યો. છ દ્રવ્યથી ભિન્ન, આત્મા સસમ (દ્રવ્ય) થઈ જાય છે. આહા.... હા... હા પોતાના આનંદસ્વરૂપના વેદનમાં, પરથી ભિન્ન થઈને, આત્મા એકલો રહે છે.
એમાં પણ પછી બે પ્રકાર કહ્યા: આનંદની પર્યાયને, દ્રવ્ય સ્પર્શતું નથી. અને દ્રવ્યને (વેદનરૂપ પર્યાય ) સ્પર્શતી નથી. આહા... હા... હા ! સમજાય એટલું સમજવું!
હમણાં તો રાત્રિ (તત્ત્વ-) ચર્ચા બંધ થઈ છે. ડોકટરે કહ્યું છે ને...? (પણ) અહીં તો કંઈ ખબરેય પડતી નથી કે કલાક બોલે કે પોણો કલાક બોલે! ડોકટર કહે કે હમણાં બંધ રાખો.
(અહીં) શું કહે છે સમજમાં આવ્યું? “વ્યક્તતા” એને (અવ્યક્ત” ને) સ્પર્શતી નથી. ત્યારે એનો અર્થ (એ) થયો કે: દ્રવ્ય (અવ્યક્ત) ને, (અવ્યક્ત દ્રવ્ય) સ્પર્શે છે. એટલે “ અવ્યક્ત” છે. “એ” છે. એને “છે'. – “છે” એ સ્પર્શે છે”.
ત્યાં (“અલિંગગ્રહણમાં) એમ કહ્યું કે અમારે તો દ્રવ્યસામાન્ય જે વસ્તુ છે, એનું તો અમને વેદન નથી. વેદન તો અમને અમારી પર્યાયમાં આનંદનું, જ્ઞાનની શાંતિનું (છે). અથવા જ્ઞાનનો આનંદ, દર્શનનો આનંદ, ચારિત્રનો આનંદ એવા અનંતગુણનો આનંદ છે, જે અપરિમિત-અક્ષય-અમેય છે. (તેનો છે.)
અક્ષય-અમેય કીધું છે ને... “ચારિત્ર પાહુડ' માં. ચારિત્રદશાને અક્ષય-અમેય (કીધું ). દશાને... હોં! ગુણ અને દ્રવ્ય તો (અક્ષય-અમેય ) છે જ. આહા... હા. હા! અક્ષય-અમેય એવી (ધ્રુવ) ચીજ છે. ક્ષય ન પામે અને મર્યાદા રહિત એવી ચીજ, જે ભગવાન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨: પ્રવચન નવનીત ભાગ-૧
(આત્મા ) છે, એનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની જજે પર્યાય થઈ, તે પણ અક્ષય-અમેય છે! આહા... હા... હા ! એનો ક્ષય ન હોય, નાશ ન હોય. એ તો કાયમ રહેવાવાળી ચીજ ( -પર્યાય )
છે!
66
.
અહીં એ કાયમ રહેવાવાળી ચીજ-પર્યાયને, એક સમયની ગણવામાં આવી છે; એને દ્રવ્ય સ્પર્શતું નથી. -એમ કહે છે. આહા... હા ! વજન તો દ્રવ્ય ઉપર છે. ‘અવ્યક્તને જાણે !' -એમ કહે ને...! ભલે બેયને (–વ્યક્ત અને અવ્યક્તને) જાણીને; પણ જાણવું (તો) છે અવ્યક્ત.” કેમકે ‘વ્યક્ત' ને સ્પર્શતો નથી-એવી વસ્તુ (‘અવ્યક્ત ') –એને જાણ ! આહા... હા! જાણે છે, પાછી વ્યક્ત. પ્રગટ પર્યાય નિર્મળ, અને અપ્રગટ દ્રવ્ય-બેયને જાણવા છતાં, -હૈ શિષ્ય ! દ્રવ્ય, પર્યાયને સ્પર્શતું નથી, એવા ‘અવ્યક્ત' ને તું જાણ! એમ આવ્યું ને..? પણ ‘ જાણ ' –એમાં તો (વર્તમાન) પર્યાય આવી. “ નાળ ” શબ્દ (પાઠમાં) પડયો છે ને...? આહા... હા... હા! દિગંબર સંતોની વાણી તો તીર્થંકર પરમાત્માના ઘરની વાણી છે!! આહા... હા... હા!
,
ત્યાં કહ્યું કે: અમારે તો વેદનમાં આવે છે એ... ‘ આત્મા ’. સામાન્ય જે ત્રિકાળી દ્રવ્ય છે, તે ધ્રુવ છે. ધ્રુવનો અનુભવ (થતો ) નથી. ( છતાં ) એવું પણ કહેવામાં આવ્યું છે કેઃ ‘ધ્રુવનો અનુભવ ' –એનો અર્થ શું? કેઃ રાગ તરફનો જે અનુભવ હતો, તે છોડીને, ધ્રુવ તરફનો અનુભવ કર્યો, તો ‘ધ્રુવનો અનુભવ ’ એમ કહેવામાં આવે છે. પણ ધ્રુવ ચીજ છે તે વેદનમાં આવતી નથી. આહા... હા ! સમજાણું કાંઈ ?
,
‘જ્ઞાયકનો આવિર્ભાવ થયો' એમ પાઠ તો આવે છે ને...? (પણ ) ‘વસ્તુ છે તે તો છે જ’. એમાં-વસ્તુમાં આવિર્ભાવ અને તિરોભાવ, એમ તો નથી જ. ‘વસ્તુ તો ત્રિકાળ છે’. પણ જ્યારે ભાન થયું, સમ્યગ્દર્શન થયું-અહો... હો... હો! આ તો આનંદનો કંદ પ્રભુ, પૂર્ણ, અતીન્દ્રિય આનંદ–૨સકંદ !! આહા... હા... હા ! –એવું ભાન થયું તો, એ જ્ઞાયકભાવ ખ્યાલમાં જે ( પહેલાં નહોતું આવ્યું, તે ખ્યાલમાં આવ્યું. અને ‘જ્ઞાયકભાવનો આવિર્ભાવ થયો ' ‘જ્ઞાયકભાવ પ્રગટ થયો.' (તો ) (શું) જ્ઞાયકભાવ ‘પ્રગટ’ થાય છે? ‘ પ્રગટ’ તો પર્યાય થાય છે. સમજાણું? ( પણ ) ભાષા એવી છેઃ ‘જ્ઞાયકભાવ પ્રગટ થયો '. જ્યાં સુધી ( જીવે ) રાગની એકતા માની છે, અને એક સમયની પર્યાયમાં પણ જ્યાં સુધી (એ ) મૂઢ છે; ત્યાં સુધી દ્રવ્યને જાણતો નથી. દ્રવ્યને જાણતો નથી તેથી ‘દ્રવ્યનો તિરોભાવ' એમ કહ્યું. પર્યાયબુદ્ધિમાં ‘દ્રવ્ય ’ ઢંકાઈ ગયું છે. આહા... હા... હા !
આવી વાત !! ( પણ ) લોકોએ બહારમાં સંકેલીને મૂકી દીધું બધું! ઉપવાસ કરો ને, આમ કરો ને તેમ કરો... ! આહા... હા !
... આ વ્રત કરો ને...
અહીં ૫૨માત્મા કહે છે કેઃ ‘વ્યક્ત ’ ને દ્રવ્ય સ્પર્શતું નથી. (‘ અલિંગગ્રહણ ’)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૪૩ ૨૦માં બોલમાં કહ્યું કે: દ્રવ્ય, દ્રવ્યને (-વેદનરૂપ પર્યાયને) સ્પર્શતું નથી. (“સમયસાર) ત્રીજી ગાથામાં કહ્યું કે: (દ્રવ્ય) પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય-ત્રણેયને સ્પર્શે છે. આહા.... હા ! કયા ઠેકાણે કયા નયથી (કથન છે? એ નિર્ધાર કરવો જોઈએ.) આહા... હા ! ત્યાં (ત્રીજી ગાથામાં) તો પરદ્રવ્યથી ભિન્ન સિદ્ધ કરવું છે. અને (“અલિંગગ્રહણ”) બોલઃ ૧૮, ૧૯, ૨૦માં તો પર્યાય અને દ્રવ્ય-બે ભિન્ન સિદ્ધ કરવાં છે. અને અહીં પણ (એ) બે ભિન્ન સિદ્ધ કરવાં છે.
માર્ગ તો આ છે. પ્રભુ! તું... આજે કબૂલ કર, કાલે કબૂલ કર, પાછળથી (ગમે ત્યારે) કબૂલ કર; પણ “આ” કબૂલ કર્યું જ તારો છૂટકો છે. છુટકારો (આમાં) છે. આહા... હા! (વાત) ઘણી ટૂંકી. પણ ઘણી ગંભીર ચીજ છે! આહા. હા! દિગંબર મુનિઓ એટલે પરમાત્માના કેડાયતો... આહા... હા... હા ! એકાદ ભવમાં મુક્તિ લેનારા.. કેવળજ્ઞાન લેનારા..! “નમો સિદ્ધાળ” માં ભળી જશે. આહા.... હા.... હા! એ સંતોની વાણી !! કરુણા કરીને આવી.
કહે છે કે: વ્યક્ત-અવ્યક્તના એકમેક મિશ્રિત અર્થાત્ પર્યાયમાં, દ્રવ્યનું અને પર્યાયનું જ્ઞાન એક સમયમાં મિશ્રિત છે. છતાં, એક સમયમાં (-પર્યાયમાં) ધ્રુવ આવતું નથી, પણ એનું જ્ઞાન છે. આહા... હા. હા ! પર્યાયમાં ધ્રુવ આવતું નથી, પણ પર્યાયમાં ધ્રુવનું જ્ઞાન છે.
સમયસાર” ૧૭-૧૮ ગાથામાં કહ્યું ને....? કે દરેક પ્રાણીને પોતાની પર્યાયમાં, દ્રવ્ય જ જાણવામાં આવે છે. શું કહે છે? પોતાની પર્યાય, જે વ્યક્ત-પ્રગટ જ્ઞાન-પર્યાય છે-જ્ઞાનનું સ્વરૂપ તો સ્વ-પર પ્રકાશક છે-તે જ્ઞાનની પર્યાય, ભલે અજ્ઞાનીની હો પણ એ પર્યાયનું સ્વરૂપ તો સ્વ-પર પ્રકાશક છે–તો એ પર્યાયમાં જ્ઞય- “જ્ઞાયક આત્મા’ –જાણવામાં આવે જ છે. આહા.. હા.... હા! “જ્ઞાયક' પર્યાયમાં આવતો નથી, પણ પર્યાયમાં શયનું જ્ઞાન થાય જ છે. જ્ઞાનની પર્યાયમાં “જ્ઞાયક’ નું જ્ઞાન થવા છતાં પણ અજ્ઞાનીની દષ્ટિ, રાગ-નિમિત્ત-પર્યાય ઉપર છે; (તેથી) “પરનું જ્ઞાન કરું છું” એવી ભ્રમણા કરે છે.
જિજ્ઞાસા થાય છે તો પોતાનું જ્ઞાન, એને ભ્રમણા કહી ઘો છો ! સમાધાનઃ પર એટલે અજ્ઞાન થાય છે. ( શાયકનું જ્ઞાન-લક્ષ કરતો નથી).
સત્તર આના-અઢાર આનાની વાત આ! તમારે વેપારમાં સત્તર-અઢાર આના થાય છે ને..? માણસોય વાત કરે, ભાઈ ! ઘણા... હો... વાત કરતાં કરતાં આ સત્તર આનાની વાત તમારી છે' એમ કહે. એમ, એક સમયની જ્ઞાનની અવસ્થામાં, આ ભગવાન આત્મા બધાને ( જ્ઞાનમાં આવી રહ્યો છે ).
જિજ્ઞાસા સ્વ અને પરને જાણે એમાં કોણ રહી ગયું?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪: પ્રવચન નવનીત ભાગ-૧
સમાધાન: બાકી કોણ? એ પર્યાયનું સ્વરૂપ જ એ છે. “સ્વપર પ્રકાશક શક્તિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી; શેય શક્તિ (દશા) દુવિધા પરગાસી, નિજ રૂપા પર રૂપા ભાસી.” તો શેય- “સ્વપ્રકાશક' - પર્યાયમાં જાણવામાં આવે જ છે. આહા... હા.... હા ! જે પર્યાયમાં (જ્ઞાયક) જાણવામાં આવે છે, તે તરફ, (અજ્ઞાનીની) દષ્ટિ-દષ્ટિની સ્થિતિ-નથી. અને એ દષ્ટિ, વર્તમાન પર્યાય અને રાગ ઉપર હોવાથી, જાણવામાં ( જ્ઞાયક ) આવતો હોવા છતાં (જ્ઞાયકને ) જાણતો નથી- એમ માને છે. આવી વાત ઝીણી છે, ભગવાન! ત્રણ લોકના નાથ બિરાજે છે. જુઓ ને...! આહા.. હા ! અહીં આ વાત છે, બાપુ!
અહીં આ તો કહ્યું: પર્યામાં મિશ્રિત જ્ઞાન તો થાય છે. કહ્યું કે નહિ? કેઃ પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન અને પર્યાયનું જ્ઞાન તો થાય છે છતાં, દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી. જેમાં પોતાનું જ્ઞાન છે, એ જ્ઞાનની પર્યાયને, દ્રવ્ય સ્પર્શનું નથી. આહા... હા... હા! ગજબ વાત છે ને...!! “આ તો થોડું લખ્યું ધણું કરીને જાણજો ” એવી વાત છે!
એક સમયમાં, જેનું લક્ષણ “સ્વ-પર પ્રકાશક' એ લક્ષણ ક્યાં જાય? આહા... હા.... હા ! બેનમાં (“બહેનશ્રીનાં વચનામૃત' માં) પણ આવ્યું ને...! “ક્યાં જાય” ? “જાગતો જીવ ઊભો છે”. –ધ્રુવ છે. (“તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય જ.”).
અહીં કહે છે કે: જાગતી પર્યાયમાં, જાગતા જીવનું જ્ઞાન થાય છે ને...? છતાં, અનાદિથી તારી દષ્ટિને તું પર ઉપર રાખીને, પર્યાયમૂઢ થઈ ગયો છે-પર્યાયમાં દ્રવ્ય જાણવામાં આવતું હોવા છતાં, પર્યાયમૂઢ થઈ ગયો છે. આહા... હા.. હા! આવી વાત છે, બાપુ! “આ” વસ્તુ તો આવી છે !!
એ અહીં કહે છે. માટે (આત્મા) “અવ્યક્ત” છે. સિદ્ધ તો “અવ્યક્ત કરવાનું છે. હોં! વ્યક્ત” અને “અવ્યક્ત” નું જ્ઞાન બતાવીને સિદ્ધ તો “અવ્યક્ત” કરવાનું છે.
આ “અવ્યક્ત” છે-એ ઉપાદેય લેવું છે. “(અવ્યક્ત) ઉપાદેય છે.” પર્યાય ઉપાદેય કરવાવાળી છે જેને, દ્રવ્ય સ્પર્શતું નથી; જેને, દ્રવ્ય અડતું નથી. એ પર્યાયમાં, “આ” (“અવ્યક્ત ને) ઉપાદેય માનવાનું છે. આહા... હા. હા!
સમજાય એવું છે. હોં! ભાષા તો સાદી છે. આમાં કાંઈ શાસ્ત્રના ભણતરની બહુ જરૂર નથી. આ તો અંતરની રુચિના પોષાણની વાત છે.
આ પાંચમો બોલ થયો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૪૫
“અવ્યક્ત” બોલ: ૬ ( પ્રવચનઃ તા. ૨૩-૧-૧૯૭૮)
સમયસાર' ગાથા-૪૯. “અવ્યક્ત” ના છ બોલ. પર્યાયથી ભિન્ન જે ચીજ છે તેને અવ્યક્ત” કહેવામાં આવે છે. તે શુદ્ધ છે; તે જ આદરણીય અને ઉપાદેય છે. એનો વિસ્તાર, આ અવ્યક્ત” ના છ બોલમાં કહ્યો છે.
પાંચ બોલ તો ચાલ્યા. ઝીણી વાત છે, ભાઈ ! ધર્મ આવી ચીજ છે !! પોતાની પર્યાયમાં-જ્ઞાનની પર્યાયમાં-પર્યાયનું અને દ્રવ્યનું જ્ઞાન એકસાથે થવા છતાં, “વ્યક્ત” ને તે (અવ્યક્ત) દ્રવ્ય સ્પર્શતું નથી. આહા... હા... હા! પર્યાયને તે દ્રવ્ય અડતું નથી. એ ચીજને
અવ્યક્ત” કહીએ. ભગવાન આત્મા નિત્યાનંદપ્રભુ જે વસ્તુ સ્વરૂપ ત્રિકાળ છે; તે અહીં “અવ્યક્ત' કહેવામાં આવ્યો છે. ગમે તેટલા શબ્દ હોય, પણ અવ્યક્ત” બતાવવો છે; (તે) જાણવામાં આવે છે. પર્યાયમાં. નિર્મળ પર્યાય-અવસ્થામાં.. હોં ! આહા... હા.... હા! નિર્મળ પર્યાય “વ્યક્ત” છે, “બાહ્ય” છે; તેને દ્રવ્ય, જે ત્રિકાળ છે તે સ્પર્શતું નથી. છતાં વ્યક્તમાંપર્યાયમાં, તે (અવ્યક્ત) દ્રવ્યનું જ્ઞાન અને એનો અનુભવ આવ્યા વિના રહેતો નથી. આહા... હા !
(આ) અનુભવને દ્રવ્યનો ધ્રુવનો અનુભવ પણ કહેવામાં આવે છે. કારણ કેઃ ધ્રુવ તો ધ્રુવ છે. અનુભવ તો પર્યાયમાં થાય છે. પણ પર્યાય પર તરફના લક્ષે રાગનો અનુભવ અનાદિથી કરે છે; તે (બહિર્લક્ષી) પર્યાય અંતર્મુખ-લક્ષ કરે તો “ધ્રુવનો અનુભવ કરે છે” એમ કહેવામાં આવે છે. એ પણ છે તો પર્યાય!
સમજાણું કાંઈ ? સૂક્ષ્મ વાત છે, ભાઈ ! મારગડા રૂડા બહુ! આહા.... હા! અંતરની વાત-સમ્યગ્દર્શન શું છે અને સમ્યગ્દર્શનનો વિષય શો છે? જે ચીજ છે, તેની (યથાર્થ વાત) ક્યારેય સાંભળી નથી! ક્યારેય કરી નથી ! માથાફોડ બહારમાં. ભાઈ ! આ જિંદગી કમાવામાં જાય પાપમાં. એકલું પાપ... પૈસા ને. બાયડી-છોકરાં-કુટુંબ. ... આહા... હું... હા! એ કરતાં, કદાચ બહારથી નિવૃત્તિ લઈને, દયા-દાન-ભક્તિ-વ્રતમાં (સમય) આપે તો પણ તે પુણ્ય છે પણ તે કાંઈ આત્માનો ધર્મ નથી ! આહા... હું... હા ! ધર્મ અલૌકિક ચીજ છે, ભાઈ !
એક સમયમાં સેકંડના અસંખ્ય ભાગમાં, આત્માની વ્યક્તિ પર્યાયમાં પૂર્ણાનંદના નાથ ચૈતન્ય ભગવસ્વરૂપ ભગવાન (-અવ્યક્ત) નું જ્ઞાન આવે છે અને પર્યાયનું પણ જ્ઞાન થાય છે. એનું જ્ઞાન થવા છતાં “એ ચીજ ' જ્ઞાનની પર્યાયમાં આવતી નથી અને એ ચીજ જ્ઞાનની પર્યાયને સ્પર્શતી (પણ) નથી. આહા... હા.. હા ! હવે આ વાત ક્યાં સાંભળવી...?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬: પ્રવચન નવનીત ભાગ-૧
જિજ્ઞાસા: જો પર્યાયને “અવ્યક્ત' કહે તો શું નુકસાન?
સમાધાન: બે પ્રકાર રહેતા નથી. વાયગ્રંથ “આસમીમાંસા' માં એમ આવ્યું છે: ધર્મી અને ધર્મ-બે ભિન્ન ચીજ છે. “ધર્મી' દ્રવ્ય અને “ધર્મ” પર્યાય-એ બે ચીજ ભિન્ન છે, એક નથી. આહા... હા... હા! આ ઘણીવાર “આત્મધર્મ” માં આવી ગયું છે.
અહીં તો કહે છે કે એકવાર સાંભળ તો ખરો પ્રભુ! તારી ચીજ જે અંદર છે, તે બહારથી–શરીર-મન-વાણીથી–તો ભિન્ન છે; એનાથી તો તે જાણવામાં ય આવતી નથી. જેની કિંમત કરવી છે તે અમૂલ્ય ચીજ (શુદ્ધાત્મા), તે દયા-દાન-વ્રત-ભક્તિના ભાવથી પણ જાણવામાં નથી આવતી. એ તો રાગથી ભિન્ન થઈને, પોતાની પર્યાયમાં, સ્વ-પર પ્રકાશક તાકાત હોવાથી ય- “વસ્તુ” -જાણવામાં આવે છે. સ્વભાવ તો આવો છે; પણ (અજ્ઞાનીની) દષ્ટિ તે (જ્ઞાયક વસ્તુ ) તરફ નહિ હોવાથી, અને (તેની) દષ્ટિ પર્યાય ઉપર અને રાગ ઉપર હોવાથી-જ્ઞાનની એક સમયની પર્યાયમાં, આખા શાયકનું જ જ્ઞાન થવા છતાં.. ( શાયકનું જ્ઞાનવેદન થતું નથી).
એ તો “આબાળગોપાળ સૌને” (છે, એમ) લીધું છે ને....! એ ઉપર જરા આ વિચાર આવ્યોઃ “આબાળગોપાળ' એટલે કોણ? આમાં (શું) ક્ષયોપશમવાળા મનુષ્ય જ ગયા છે? બધાંયને ગયાં છે. આમાં. એકેન્દ્રિયથી માંડીને બધાં પ્રાણી, શુદ્ધદ્રવ્ય આનંદકંદ જ છે. આહા... હા... હા! અંદર (તો) એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય, નારકી, પશુ-બધાં ભગવસ્વરૂપ જ છે. આહા... હા... હા !
અહીં અતીન્દ્રિય અનંતગુણોનો પિંડ પ્રભુ, ભગવદ્-ભગવાનસ્વરૂપ, પરમાત્મસ્વરૂપ શક્તિરૂપે ભગવાન (આત્મા) છે. આહા... હા... હા ! એને “અવ્યક્ત કહે છે.
એ “અવ્યક્ત” ના પાંચ બોલ તો ચાલ્યા. (હવે ) છઠ્ઠો બોલ છે: [“સ્વયમેવ છે વહિરન્ત: સ્કુટમનુભૂયમાનત્વેfપ વ્યરૂપેક્ષન પ્રદ્યોતમાનત્યાન્ગાવ્ય$:”- પોતે પોતાથી જ બાહ્ય-અભ્યતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રોતમાન (પ્રકાશમાન) છે. માટે અવ્યક્ત છે.)
પોતે પોતાથી જ બાહ્ય-અભ્યતર' –ભાઈ ! પ્રકાશશક્તિ છે ને.. બારમી ! (“સ્વય પ્રકાશમાન વિશદ (-સ્પષ્ટ) એવા સ્વસંવેદનમયી (–સ્વાનુભવમયી) પ્રકાશશક્તિ.') એમાં પણ એ લીધું છે. સ્વયં પોતાથી સ્વસંવેદન થાય છે, એનો એવો ગુણ છે. આત્મામાં જ્ઞાન-આનંદએવી અનંત શક્તિઓ–ગુણ છે; એમાં એવો એક “પ્રકાશ' નામનો ગુણ છે. ૪૭ શક્તિમાંથી બારમો (છે.) તો એ શક્તિ-ગુણનો એવો સ્વભાવ છે કે પોતાનું પ્રત્યક્ષ સ્વસંવેદન પોતાથી થાય છે. “સ્વયં પ્રકાશમાન વિશદ”—અહીં. “વિશઃ' શબ્દ વાપર્યો છે, અને આપણે અહીં (આ બોલમાં) “” શબ્દ છે. બંનેનો અર્થ એક જ છે. વિશદ કહો, સ્કુટ કહો કે પ્રત્યક્ષ કહો. આહા... હા... હા ! ભગવાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૪૭
આત્મા અંતરમાં એવી સ્વયં ચીજ છે, કે જેમાં કોઈ રાગ અને નિમિત્તની અપેક્ષા નથી. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાના ભાવ-બધા રાગ છે, વિકલ્પ છે; એનાથી આત્મા જાણવામાં આવતો નથી. ‘સ્વયમ્' શબ્દ પડયો છે ને...? સ્વયં-પોતાનો અંતઃસ્વભાવ શુદ્ધ ચૈતન્ય છે. આહા... હા... હા! સ્વયં પ્રકાશમાન વિશદ છે. જોયું! (પ્રકાશશક્તિમાં ) ‘વિશદનો અર્થ સ્પષ્ટ ’. ( અને ) અહીં ( આ બોલમાં ) કહ્યું: ‘બાહ્ય-અત્યંતર સ્પષ્ટ' મૂળ તો સ્પષ્ટ કહો, સ્ફુટ કહો કે પ્રત્યક્ષ કહો, ખરેખર તો એક વાત છે. આહા... હા... હા !
ભગવાનઆત્મા એવી ચીજ છે કે જે ધર્મની પ્રથમ શ્રેણી (સીઢી ) માં સમ્યગ્દર્શનના કાળમાં, મતિ અને શ્રુત જ્ઞાન તે (અનુભવ) પ્રત્યક્ષ થઈ જાય છે. આહા... હા... હા! ઝીણી વાત છે, ભાઈ !
માર્ગ અત્યારે કંઈક (વિપરીત ) ચાલે છે, એક તો જાણે સંસાર આડે નવરાશ નહિ... પાપ ને. પાપ...! આમાં કરોડપતિઓને તો વળી ગૂંચવણ બહુ; વેપાર અને ધંધામાં. આહા... હા! ક્યાંય-ધૂળમાં ય સુખ નથી, બાપુ! તને. અહીં તો દયા-દાન-વ્રત-ભક્તિનાં પરિણામ-એ પણ દુ:ખ છે... રાગ છે.
પ્રભુ તો અતીન્દ્રિય આનંદમૂર્તિ પ્રભુ અંદર છે. એ સ્વયં પ્રકાશમાન છે. વિશદ એટલે સ્પષ્ટ, એવી સ્વસંવેદનમયી, સ્વાનુભવમયી પ્રકાશશક્તિ છે. આત્મામાં પ્રકાશશક્તિ નામનો ગુણ છે. જેમ જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન, જાણવું... જાણવું... જાણવું ગુણ છે; એમ પ્રકાશ... પ્રકાશ... પ્રકાશ... પ્રકાશ... પ્રકાશ ગુણ ત્રિકાળ છે. એ ગુણનો સ્વભાવ શું? કેઃ સ્વસંવેદન
પોતાનાથી વેદન થાય છે. એને કોઈ દયા-દાન-વ્રત-વ્યવહારની અપેક્ષા છે જ નહીં. આહા... હા... હા! ધર્મની પહેલી સીડી સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન-એમાં એ આત્માનું સ્વસંવેદન (થાય છે.) સ્વસંવેદન–સ્વ સ્વથી + સમ = પ્રત્યક્ષ + વેદન-પોતે પોતાથી પ્રત્યક્ષવેદન, એવો પ્રકાશ નામનો ગુણ એમાં (આત્મામાં) છે. આહા... હા... હા! એ ગુણની પ્રતીતિ ક્યારે થાય છે? કેઃ જ્યારે એકલા ગુણની પ્રતીતિ નહીં; પણ એકલા દ્રવ્યની પ્રતીતિ કરે ત્યારે. આહા... હા...
=
હા!
આ ‘અવ્યક્ત’ ( બોલ ) ચાલે છે ને...? અવ્યક્ત કહો, સામાન્ય કહો, દ્રવ્ય કહો, નિત્ય કહો, એકરૂપ કહો, અભેદ કહો-એની પ્રતીતિ ક્યારે થાય છે? કેઃ એ અનંત અનંત શક્તિના પિંડ તરફ ‘અવ્યક્ત ' તરફ–ઉપાદેયતા આવે ત્યારે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં એની પ્રતીતિ આવે છે. આહા... હા... હા ! સમજાયું કાંઈ ?
.
આવી વાત ઝીણી પડે; એટલે પછી સોનગઢના નામે લોકો બિચારા! વાતો ય કરે... વિરોધે ય કરે. કારણ કે બહાર (સંપ્રદાયમાં) તો ચાલે છે કેઃ તમે વ્રત કરો ને તપસ્યા કરો, ભક્તિ કરો, પૂજા કરો, મંદિર બનાવો (તો ) ધર્મ થશે. (પણ) અહીં કહે છે કેઃ હરામ જો એમાં ધર્મ હોય તો. રાગની મંદતા કરતા હોય તો પુણ્ય છે. પણ એ પુણ્યથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮: પ્રવચન નવનીત ભાગ-૧ આત્મા અનુભવમાં આવે એ ચીજ આત્મામાં છે જ નહીં. સમજાયું? છે ને...? “સ્વયં” પ્રકાશમાન વિશદ.' વિશદનો અર્થ સ્પષ્ટ, અને સ્પષ્ટનો અર્થ પ્રત્યક્ષ છે, એવી સંવેદના મયી-પોતાના અનુભવથી જાણવામાં આવે છે એવી-શક્તિઓ અંદર પડી છે. આહા... હા.... હા ! પણ એ શક્તિને પ્રતીતમાં લે ત્યારે શક્તિની પ્રતીતિ કરી કહેવામાં આવે ને...? (બાકી) ભરોસો-વિશ્વાસ અંદર નથી. અને વિશ્વાસ છે વર્તમાન એક સમયની પર્યાયનો, અને જોર છે દાય-દાન રાગ ઉપર. જોર-એ તો પર્યાયબુદ્ધિ-મિથ્થાબુદ્ધિ-મિથ્યાદષ્ટિ છે. આહા... હાં !
અહીં “સ્વયં” કીધું ૪૯ (ગાથા) માં આ કહ્યું; અને ૧૭-૧૮ ગાથામાં યે કહ્યું. ગઈ કાલે કહ્યું હતું ને...? કેઃ જ્ઞાનની પર્યાયનો “સ્વ-પર પ્રકાશક ગુણ હોવાથી, પોતાની પર્યાયમાં સ્વયં આત્મા જ જાણવામાં આવે છે. આહા.. હાં. હા ! એમ હોવા છતાં પણ (અજ્ઞાની) બંધ અર્થાત્ રાગને વશ થઈને, પર્યાયમાં “જ્ઞાયક' જાણવામાં આવે છે (છતાં), એને જાણતો નથી. સમજાય છે કાંઈ ? આવી વાત છે. ભાઈ ! માર્ગ બહુ જુદો! હજુ તો ધર્મની શરૂઆતની પહેલાંની વાત છે ! પછી ચારિત્ર અને કેવળજ્ઞાન-એ તો કોઈ અલૌકિક ચીજ છે !! આહા... હા... હા!
અહીં તો પ્રથમ પ્રકાશશક્તિની પ્રતીતિ ક્યારે થાય છે? કે જ્યારે એને આખા આત્માની પ્રતીતિ થાય છે ત્યારે. તો આખા આત્મામાં-અનંતગુણના પિંડમાં-એક પ્રકાશગુણ છે તે સ્વસંવેદનથી જ જાણવામાં આવે છે. એને ( અનંતગુણના પિંડને) અહીંયાં “ અવ્યક્ત” કહે છે. જે જાણવામાં આવે છે, તે “અવ્યક્ત' છે. જાણવામાં આવ્યું તે પર્યાયમાં આવ્યું. સમજાણું કાંઈ ? પર્યાયમાં જાણવામાં આવ્યું કોણ? કેઃ “અવ્યક્ત.” અવ્યક્ત એટલે વસ્તુ.
અહીંયાં એ કહે છે: “પોતે પોતાથી જ”. છે ને? સંસ્કૃત પાઠમાં તો એટલું છે: “ સ્વયમેવ દિ”-સ્વયં + મેવ + દિ = સ્વયમેવ દિ = સ્વયં જ = પોતે જ. “સ્વયં” કોણ? કેઃ “પોતે જ.' પોતાની જે નિર્મળપર્યાય, અંદરમાં સમ્યગ્દર્શન-જ્ઞાનમય થાય છે, તો તે સમયે સ્વયં (-પોતે) પોતાથી જ બાહ્ય-અભ્યતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે. જુઓ! “અનુભવમાં આવી રહ્યો છે.” “બાહ્ય” એટલે વ્યક્ત-પર્યાય. અત્યંતર એટલે અવ્યક્ત-દ્રવ્ય.
સમજાય એટલું સમજો, ભાઈ ! આ તો અલૌકિક માર્ગ છે! જૈનદર્શન કોઈ અલૌકિક ચીજ છે! જૈનદર્શન એટલે વસ્તુનું સ્વરૂપ. વસ્તુનું સ્વરૂપ (એટલે જૈનદર્શન). એ કોઈ સંપ્રદાય નથી. એ તો જેવી ચીજ છે, તેવી જ જાણી, એવી જ કહેવામાં આવી છે!
તો કહે છે કેઃ “પોતે પોતાથી જ...” તો કોઈ એમ કહે કે: “એમાં તો એકાંત થઈ ગયું. “પોતાથી જ'. “કથંચિત્ પરથી અને કથંચિત્ પોતાથી તો અનેકાંત થાય.” (એમ) નથી ! પાઠ જ એ છેઃ “સ્વયમેવ દિ.” “કથંચિત્ પરથી અને કથંચિત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૪૯ પોતાથી” એવું છે જ નહીં. આહા... હા હા ! “સ્વયમેવ હિ”-નિર્મળાનંદ પ્રભુ, અતીન્દ્રિય આનંદનો કંદ-નાથ; (તથા) (એની) અતીન્દ્રિય આનંદની અને મતિ શ્રુતજ્ઞાનની પર્યાય; –એ પોતે જ પોતાથી (છે).
(“દિરન્ત:”) –“બાહ્ય-અત્યંતર”-પર્યાય અને દ્રવ્ય. “બાહ્ય” એટલે પર્યાય. બાહ્ય એટલે બાહ્ય ચીજ ન લેવી. અહીં વાત બાહ્ય ચીજની નથી. સમજાયું કાંઈ ? “બાહ્ય” એટલે એ (નિર્મળ) પર્યાય, બાહ્ય છે.
શુદ્ધભાવ અધિકારમાં “નિયમસાર' ૩૮મી ગાથામાં આવ્યું છે ને...! “નીવાઢિ વહિવું દેવમુવાલેયમMો બપ્પા.” (અહીં) તો જીવને પણ હેય કહ્યો; કેમકે એ પર્યાયની વાત છે. જીવની જે (નિર્મળ ) પર્યાય તે “બાહ્ય” , તેને અહીં હેય કહી. આહા.. હા... હા ! રાગાદિ તો ય છે જ.
આહા.... હા... હા ! આ વાત ક્યાંય સાંભળે નહીં, (કોઈ) સંભળાવે નહીં. જિંદગી એમ ને એમ-પશુની જેમ–ચાલી જાય છે! ભલે માણસ (પાસ) બેપાંચ કરોડ રૂપિયા હોય-ધૂળ હોય; પણ જ્યાં આત્મા શું ચીજ છે, એ સમજે નહિ ત્યાં સુધી, પશુતુલ્ય અવતાર છે!
જિજ્ઞાસાઃ વ્યવહાર જીવને હેય કહ્યો?
સમાધાનઃ “પર્યાય' એ વ્યવહાર જીવ (છે), અભૂતાર્થ (છે). “દ્રવ્ય' એ ભૂતાર્થ (છે.).
અહીંયાં ભૂતાર્થને “અવ્યક્ત” કહ્યો. અને પર્યાય-અભૂતાર્થને “વ્યક્ત” કહ્યો. સમજાણું કાંઈ? આ બધું સાંભળીને... આ તો જાણે બધું નવું-નવું લાગે...! આ તે કાંઈ વીતરાગમાર્ગ હશે...?
અહીંયાં કહે છે: “બાહ્ય-અભ્યતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે. (તથા) (“સમયસાર') ૧૭-૧૮મી ગાથામાં તો એમ કહ્યું કે જે વસ્તુ ત્રિકાળ ધ્રુવ છે, એને પોતાની પર્યાયમાં જાણવું, એ પર્યાયનો સ્વભાવ છે. તો (સ્વ-પર પ્રકાશક) પર્યાયના સ્વભાવમાં- ‘દ્રવ્ય' –એ જાણવામાં તો આવે જ છે; પણ એનું (અજ્ઞાનીનું) લક્ષ “એ દ્રવ્ય)' ઉપર નથી. (એ) લક્ષ રાખે છે “વર્તમાન અવસ્થા” ઉપર, તેથી (તે) પર્યાયમૂઢ (છે.) વર્તમાન અવસ્થા જે “વ્યક્ત' છે, તે
બાહ્ય” છે-તેમાં, જેની રૂચિ જામી ગઈ છે, તે પર્યાયમૂઢ જીવ મિથ્યાદષ્ટિ છે. આહા... હા... હા! સમજાય છે કાંઈ?
“આવો ધર્મ' કઈ જાતનો હશે...? ભઈ ! અમે તો બધાએ (એ) સાંભળ્યું છે કે: પોષા કરવા... સામાયિક કરવી.... પ્રતિક્રમણ કરવું... ચોવિયાર કરવો. છ કાયની દયા પાળવી..
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫): પ્રવચન નવનીત ભાગ-૧
એવું હતું. અરે ભાઈ ! એ તો બધી રાગની વાતો છે. એ તત્ત્વ, સમ્યગ્દર્શન અને ધર્મ નથી.
અહીંયાં તો કહે છે: “પોતે પોતાથી જ બાહ્ય-અભ્યતર”—દ્રવ્ય અને પર્યાય, બન્ને પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યાં છે.
પ્રશ્ન: દ્રવ્ય અનુભવાઈ રહ્યું છે?! દ્રવ્ય તો ધ્રુવ છે, એનો અનુભવ પર્યાયમાં આવતો નથી.
સમાધાન: આવતો નથી એટલે (પર્યાયમાં) ધ્રુવ આવતો નથી. પણ જેવી “ધ્રુવ' ચીજ છે, એવો અનુભવ પર્યાયમાં આવે છે. પર્યાયનો અનુભવ (પર્યાયમાં) અનાદિનો છે; તે પર્યાય
જ્યારે આ (ધ્રુવ) બાજુ ઢળી, તો “ધ્રુવનો અનુભવ” એમ કહેવામાં આવે છે. આહા... હા.... હા ! ઝીણી વાત છે ભાઈ !
ભગવાનઆત્મા એક સમયની પર્યાયમાં બાહ્ય-અભ્યતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે. આહા... હા.... હા ! “વ્યક્ત” અને “અવ્યક્ત” –બને અનુભવાઈ રહ્યાં છે.
જિજ્ઞાસાઃ અહીંયાં “બાહ્ય' માં નિર્મળપર્યાય લેવી છે?
સમાધાન: અહીંયાં નિર્મળપર્યાય જ છે. મલિનની વાત અહીં છે જ નહીં; એ તો કષાયથી ભિન્ન છે' માં-બીજા બોલમાં-આવી ગઈ.
આહા... હા... હા! “ચિવિલાસ” માં તો એમ લીધું છે કેઃ પર્યાય જે છે તે ભલે મલિન હોય કે નિર્મળ, (–તે પોતાના પકારકથી પરિણમે છે). અહીંયાં તો નિર્મળની વાત છે. તો નિર્મળપર્યાયના કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન-અધિકરણ, (એ) પર્યાયના પયામાં છે. નિર્મળપર્યાયની “કર્તા' નિર્મળપર્યાય. નિર્મળપર્યાયનું કાર્ય' નિર્મળપર્યાય. નિર્મળપર્યાયનું “સાધન' નિર્મળપર્યાય. નિર્મળપર્યાયનું દાન આપ્યું એ “સંપ્રદાન' નિર્મળપર્યાય પોતાથી ઉત્પન્ન થઈ એ “અપાદાન'. પર્યાયમાંથી પર્યાય ઉત્પન્ન થઈ અને પર્યાયના આધારે પર્યાય ઉત્પન્ન થઈ (એ “અધિકરણ”.) સમજાય છે કાંઈ? (તથા) પ્રવચનસાર” ગાથા-૧૦૧માં (એમ કહ્યું કે, “ઉત્પાદ ઉત્પાદથી અને વ્યય વ્યયથી (છે). આહા... હા... હા.. હા!
ભિન્ન-ભિન્ન ઠેકાણે શાસ્ત્રમાં તો અહો... હો... હો ! ગજબ વાતો કરી છે !! એક એક શાસ્ત્ર, એક એક ગાથા-દિગંબર.. હોં! અલૌકિક વાતો છે!! એ વાત (બીજે) ક્યાંય નથી.
અહીંયાં કહે છે: “બાહ્ય-અભ્યતર પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો છે” ભગવાન આત્મા. “વ્યક્ત” અને “અવ્યક્ત” –બેયનો અનુભવ છે !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૫૧ “સમતા, રમતા, ઊરધતા”- “નાટક સમયસાર' નો શબ્દ “શ્રીમદ્ (રાજચંદ્ર' ગ્રંથમાં ર૬મા વર્ષ) માં આવે છે. એમાં “રમ્ય' લીધું છે. રમ્યપણે જેને વિષે છે જેને લઈને આત્મા પ્રગટ-પ્રભાસ (-દીતિ-પ્રભાયુક્ત) દેખાય છે. “પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ ( –ફુટ) છૂર્તિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે તે રમતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે.” – (પત્રાંકઃ ૪૩૮માં) છે.
અહીં કહે છે. આત્મા અંતરમાં “સ્વ” ( – “અવ્યક્ત') અને “પર” ( – “વ્યક્ત ') નો, (બેયનો અનુભવ કરે છે). પર્યાયને “પર” પણ કહી છે; “પદ્રવ્ય” પણ કહી છે; નાશવાન' પણ કહી છે; “વ્યક્ત” પણ કહી છે; “એક સમય” ની સ્થિતિવાળીમુદતવાળી' પણ કહી છે.
(“પ્રવચનસાર') ગાથા-૧૦૭માં છે ને...! “સ દ્રવ્ય” , “સત્ પર્યાય' , “સત્ ગુણ” -સત્ત્વનો વિસ્તાર છે! આહા.... હા! દ્રવ્ય જે વસ્તુ છે-અનંત શક્તિનો પિંડ-એ “સત્ છે. ગુણ છે એ પણ “સ” છે. અને પર્યાય પણ “સ” છે. સમયસાર' બંધ અધિકારમાં તો લીધું છે કેઃ ત્રણેય અહેતુક છે. કોઈનો હેતુ કોઈ નથી. આહા... હા ! પરનો તો હેતુ (આત્મા) નથી; પણ ગુણ-દ્રવ્યનો પર્યાયમાં હેતુ નહીં.
આહા.... હા... હા! આવી વાત!! હવે કયાં સમજે ! ચોર્યાસીના અવતાર કરી... આમ ને આમ રખડપટ્ટી કરી કરીને મરી ગયો છે! અહીં મનુષ્યમાં મોટો બ્રહ્મદત્ત ચક્રવર્તી, હીરાના ઢોલિયે સૂતો. સોળ હજાર દેવ તો સેવા કરે ! મરીને તરત સાતમી નરકે ગયો. આહા... હા! આ દેહ છૂટયા ભેગો નીચે સાતમી નરકે! હજી તો થોડાં વરસ ગયાં છે, પંચાસી હજાર. અસંખ્ય અબજ વરસનો તો એક પલ્યોપમ, એવાં દશ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ, એવા તેત્રીસ સાગરની સ્થિતિએ ગયો છે. અત્યારે નરકમાં પડ્યો છે.
આ વાણિયામાં ય, એ બધા પૈસાવાળામાંથી ઘણા ય તો જવાના ઢોરમાં. જેને સમ્યગ્દર્શન-ધર્મ નથી; નથી સમ્યગ્દર્શનની ખબર નથી દિવસના ચાર-પાંચ કલાક સત્સમાગમમાં પુણ્ય બાંધવાં-એવા ઘણા ય તો ઢોરમાં જવાના. પુણ્ય બાંધે તો સ્વર્ગમાં જાય, મનુષ્યમાં જાય. (પણ) જેને ધર્મના સંસ્કાર નથી, અને જે કોઈ સત્સમાગમ-વાચન-શ્રવણસશાસ્ત્રોનો પરિચય દરરોજ બેચાર કલાક કરતો નથી તેને તો પુણ્ય પણ નથી.
માંડ નવરો થઈને કો” કદી એકાદ કલાક જાય તો માથે (પાટ ઉપર) બેઠો હોય. કહે.. જી હા..! . એનો કલાક લૂંટી લે કુગુરુ. શ્રીમદ્ એમ કહે છે. આખો દી પાપમાં જાય; અને નવરો થઈને જાય, ત્યાં એક કલાક સાંભળવા. તો ઓલો કુગુરુ લૂંટી લે-વ્રત કરો. ઉપવાસ કરોતમારું કલ્યાણ થશે ! –લૂંટી નાંખે. મિથ્યાત્વમાં ! સમજાય છે કાંઇ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૨: પ્રવચન નવનીત ભાગ-૧
અહીં કહે છે: “સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે”. -પર્યાય અને દ્રવ્ય સ્પષ્ટ અનુભવમાં આવી રહ્યાં છે. આહા... હા ! અનુભવમાં... હોં! આહા... હા... હા! એક પરલક્ષી પર્યાયનો અનુભવ તો અનંત કાળથી છે. પણ અહીં હવે પર્યાય જ્યારે દ્રવ્ય તરફ ઝૂકી તો દ્રવ્યનો પણ અનુભવ છે અને પર્યાયનો પણ અનુભવ છે, એમ કહેવામાં આવ્યું છે. આહા.... હા.... હા ! સમજાયું?
સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ”... (પાઠ) છે ને...? “સ્વયમેવ દિ વરિત્ત: પુરમનુભૂયમાનવેfપ”, “વ્યmોપેગેન,” –વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે, “પ્રદ્યોતમાન”પ્રકાશમાન છે. આહા... હા... હા ! પર્યાય નિર્મળ અને ત્રિકાળી નિર્મળ ભગવાન-એનો અનુભવ હોવા છતાં પણ પર્યાયથી ઉદાસીન છે. એક સમયની પર્યાયમાં, ટકતાં “દ્રવ્ય” ઉપર દષ્ટિ જાય છે. આહા.... હા. હા ! સમજાણું કાંઈ?
શું પર્યાય અને શું દ્રવ્ય...? “દ્રવ્ય” એટલે આ પૈસો હશે...પૈસાને દ્રવ્ય કહે દુનિયા. પૈસાવાળાને ડાહ્યા કહે! બુદ્ધિ તો સમજવા જેવી હોય... તો ય ડાહ્યા કહે! અને ઓલા બિચારા ગરીબ માણસ, બુદ્ધિવાળા હોય પણ પૈસા ન હોય; અને માંડ બે-પાંચ હજાર રૂપિયા હોય ને રળી ખાતા હોય તો (તે) સાધારણ માણસ.. ( લોકો કહે કે) એને બુદ્ધિ કયાં છે? એવા ય ઘણા જોયા છે-બુદ્ધિના બારદાન, કોથળા જેવા હોય (બુદ્ધિથી) ખાલી. (તોપણ) મહિને પાંચ-પાંચ લાખ પેદા કરતા હોય! અને બુદ્ધિના ખાં હોય (પણ) મહિને બે હજાર પેદા કરવા હોય તો, તેને) પરસેવા ઊતરતા હોય! ત્યાં બહાર (ધનસંપત્તિ ) પુરુષાર્થથી મળે, એવું ક્યાં છે?
જિજ્ઞાસા: ઘેર બેઠાં કોઈ પૈસા દેવા આવતું નથી ને...?
સમાધાન: પણ પૈસા દઈ–લઈ શકે છે કોણ? પૈસા તો એના કારણે આવવાના હોય તો આવે અને એના કારણે ન આવે તો ન આવે. રજકણને કોઈ દઈ શકે ને લઈ શકે, એ ત્રણકાળ-ત્રણલોકમાં નથી. આવે છે ને...? કેઃ “દાણે-દાણે ખાવાવાળાનું નામ છે”. “નામ” શું છે? કહે છે. જે રજકણ આવવાવાળા છે તે આવશે જ. તારા પ્રયત્નથી આવશે? - ( એમ નથી). ખોરાક-દાળ, ભાત, રોટલી ને મૈસૂબ-જે રજકણ આવવાનો હશે, તે આવશે; અને જે નહિ આવવાનો હોય, તે નહીં આવે. તારા પ્રયત્નથી સારો આવે ને એના પ્રયત્નથી ખરાબ આવે, એવી કોઈ ચીજ નથી. આહા. હા... હા ! સમજાયું કાંઈ?
અહીં કહે છે કેઃ (સ્પષ્ટ અનુભવાઈ રહ્યો) “હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ” ત્યાં જે બાહ્ય” કીધું હતું ને..? તે અહીં “વ્યક્ત” લેવું. બાહ્ય એટલે વ્યક્તતા પ્રત્યે, “ઉદાસીનપણે પ્રકાશમાન (-પ્રદ્યોતમાન) છે.” ત્યાં કાયમ રહેવું છે, એમ નહીં. .. ઉદાસ છે. પર્યાયથી પણ ઉદાસ છે. આહા... હા... હા... હા! ધર્મીની દષ્ટિ, ઉદાસ... પર્યાયથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: પ૩ ખસીને, જ્યાં ત્રિકાળી જ્ઞાયક આનંદકંદ પ્રભુ (છે) ત્યાં રહે છે. ઉદ્ + આસન = એનું (દષ્ટિનું) આસન દ્રવ્ય ઉપર છે-આસન દ્રવ્યમાં લગાવ્યું છે. એનું આસન બહાર મહેલ-મકાનમાં તો નથી; (પણ ) એનું આસન પર્યાયમાં પણ નથી.
અહીં કહે છેઃ એ (ધર્મી) મકાનમાં રહે છે, એ પણ નહીં. શરીરમાં આત્મા રહે છે, એવો પણ નહીં. અને ધર્મી રાગમાં રહે છે, એવો પણ નહીં. ધર્મી નિર્મળપર્યાયમાં રહે, એવો પણ નહીં. આહા.. હાં.. હા! ઉદાસીન છે ને...! પર્યાયથી ઉદાસીન. ત્યાં કાયમ ટકવું નથી. અને આ દ્રવ્યસ્વભાવ બાજુ દષ્ટિનું જોર છે ને.!
આહા... હા... હા! ગજબ વાત છે!! આવી વાત સાંભળવા મળવી પણ મુશ્કેલ છે, બાપુ! ભાઈ ! બાકી બધાંને ધૂળ તો ઘણી મળે છે. સાંભળી છે ને...! અમેરિકામાં કરોડપતિ અને અબજોપતિ એટલા પડ્યા છે! બધા બિચારા દુઃખી થઈને, હવે ધર્મ શોધવા જાય છે, પણ ધર્મ મળતો નથી. ત્યાં પરદેશમાં ક્યાં ખબર છે કે “ધર્મ કોને કહીએ?” સ્વદેશમાંના માણસોને ય ખબર ન મળે ધર્મની, તો ત્યાં (વિદેશમાં) ક્યાં ધર્મ હતો?
અહીંયાં તો કહે છેઃ એવો (સ્પષ્ટ અનુભવાઈ રહ્યો) હોવા છતાં પણ “વ્યક્ત અર્થાત્ “પર્યાય” પ્રત્યે ઉદાસીનરૂપથી પ્રકાશમાન છે. આહા... હા ! પર્યાયમાં રહેવું છે એમ નથી; એમાં આસન લગાવ્યું નથી. આહા... હા... હા! ઉદ્ + આસન = ઉગ્રપણે આસન લગાવવું. (ધર્મીની) દષ્ટિ દ્રવ્યમાં પડી છે. વસ્તુ જે નિત્યાનંદ પ્રભુ. ધ્રુવ (છે) ત્યાં આગળ દષ્ટિનું આસન છે. પર્યાયમાં દષ્ટિ રહેવી, એમ નથી. આહા... હા... હા ! પર્યાય આવે છે; અને (દ્રવ્ય-પર્યાય ) બેઉનો અનુભવ પણ છે; બેઉનું જ્ઞાન પણ છે; પણ એનાથી (ધર્મી). ઉદાસીન છે. ગજબ વાત કરી ને...!! શુદ્ધ ચૈતન્ય ધ્રુવ ઉપર જ આસન લગાવ્યું છે. દષ્ટિનો વિષય જે ધ્રુવ છે, ત્યાં જ દષ્ટિ પડી છે. દષ્ટિ ક્યારેય ધ્રુવ ઉપરથી ખસતી નથી. આહા... હા.... હા... હું !
કહે છે કે આ આત્માએ-એની નિર્મળ પર્યાય અને ત્રિકાળી દ્રવ્ય બન્નેનું જ્ઞાન અને અનુભવ હોવા છતાં, વ્યક્ત-બાહ્ય-પર્યાય (જે છે) ત્યાં-આસન લગાવ્યું નથી. દષ્ટિનું આસન તો “અવ્યક્ત” ઉપર છે. અહીંયાં અવ્યક્ત” કહેવું છે ને...! વ્યક્તપણા પ્રતિ ઉદાસીનરૂપથી પ્રકાશમાન છે. એટલા માટે એને (આત્માને) “અવ્યક્ત” કહે છે. આહા.... હા... હા! ભાષા આકરી ! ભાવ આકરા !
આ રીતે છ હેતુથી (અવ્યક્તપણે સિદ્ધ કર્યું છે. છ હેતુ-છ પ્રકાર કહ્યા ને..? પહેલાં એ કહ્યું: છ દ્રવ્યથી ભિન્ન આત્મા સપ્તમ (દ્રવ્ય) છે, એને “અવ્યક્ત' કહે છે. બીજામાં એમ કહ્યું: કષાયોનો ભાવ જેટલો પ્રગટ છે – દયા, દાન, વ્રત, ભક્તિ આદિના (ભાવ) – એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. ત્રીજામાં કહ્યું: ચિત્સામાન્યમાં ચૈતન્યની સમસ્ત વ્યકિતઓ નિમગ્ન છે. આહા.... હા! ભગવાન ધ્રુવસ્વરૂપે – એમાં ભૂત અને ભવિષ્યની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪: પ્રવચન નવનીત ભાગ-૧
બધી પર્યાયો નિમગ્ન છે; વર્તમાનપર્યાય જાણવામાં છે, એ પ્રગટ છે. પૂર્વ પર્યાય અને ભવિષ્ય પર્યાય નિમગ્ન છે; એ જાણવું (વર્તમાન ) પર્યાયમાં આવે છે, (એ પ્રગટ-બાહ્ય છે); બાકી બધી પર્યાયો અંદર (દ્રવ્ય) માં છે. (ચોથામાંઃ ક્ષણિક વ્યકિત માત્ર નથી માટે અવ્યક્ત છે). પાંચમોઃ વ્યક્ત અને અવ્યક્ત એકમેક મિશ્રિત પ્રતિભાસિત હોવા છતાં પણ તે વ્યક્તતાને સ્પર્શતું નથી, વ્યક્તને સ્પર્શતું નથી. છઠ્ઠો બોલ આઃ બાહ્ય-અત્યંતર પ્રત્યક્ષ અનુભવમાં આવી રહ્યો હોવા છતાં પણ વ્યક્ત-બાહ્ય-પર્યાય પ્રત્યે ઉદાસીન છે. ધર્મીની દષ્ટિનું જોર પર્યાય ઉ૫૨ નથી; દષ્ટિનું જોર દ્રવ્ય ઉપર છે. એણે આસન લગાવ્યું છે દ્રવ્યમાં. આમ છ હેતુથી ‘અવ્યક્ત’ ને સિદ્ધ કર્યું છે.
એ ‘અવ્યક્ત’ કહો કે ઉપાદેય શુદ્ધ આત્મા કહો-એ આદરણીય છે. પર્યાય હૈય છે. જે (વર્તમાન ) પર્યાય એને (-અવ્યક્તને) આદરણીય માને છે, એ પર્યાય પણ હૈય છે. આહા... હા... હા! પર્યાય એનો-ત્રિકાળ જ્ઞાયકભાવનો આદર કરે છે-એને સમ્યગ્દર્શન અને ધર્મની દશા કહેવામાં આવે છે.
- પૂરું થયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः। શ્રી સમયસાર
66
શ્રી જયસેનાચાર્યકૃત ‘તાત્પર્યવૃત્તિ’ ટીકામાં ગાથા: ૩૦૬ થી ૩૦૮
( શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ‘આત્મખ્યાતિ ’ ટીકામાં ગાથાઃ ૨૮૩ થી ૨૮૫)
આત્મ-ભાવના
अथ निर्चिकल्पसमाधिरूपनिश्चयप्रतिक्रमणनिश्चयप्रत्याख्यानरहितानां जीवानां योऽसौ बंधो भणितः स च हेयस्याशेषस्य नारकादिदुःखस्य कारणत्वाद्धेयः। तस्य बंधस्य विनाशार्थं विशेष
भावनामाह
निर्विकल्पसमाधिसंजात
सहजशुद्धज्ञानानन्दैकस्वभावोऽहं निर्विकल्पोऽहं उदासीनोऽहं निरंजन निजशुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपनिश्चयरत्नत्रयात्मक वीतरागसहजानन्दरूप सुखानुभूतिमात्रलक्षणेन स्वसंवेदनज्ञानेन संवेद्यो गम्यः प्राप्यः, મરિતાવસ્થોદું,રાગ-દ્વેષ-મોહ-ોધ-માન-માયા-લોમ-પશ્વેન્દ્રિયવિષયવ્યાપાર, મનોવવનહાય-વ્યાપાર-ભાવળર્મ-દ્રવ્યર્ન-નોર્મ-ધ્યાતિ-પૂના-લામ-દદશ્રુતાનુભૂત મોનાળાંક્ષાપनिदानमाया-मिथ्याशल्पत्रयादि-सर्वविभावपरिणाभरहितः शून्योऽहं, जगत्त्रये कालत्रयेपि मनोवचनकायैः कृतकारितानुमतैश्च शुद्धनिश्चयेन, तथा सर्वे जीवाः इति निरंतर भावना ત્તવ્યા...”
"
3
ગુજરાતી ભાષાંતર: “હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદરૂપ એક સ્વભાવ છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધાત્માના સમ્યક્ શ્રદ્ધાન, જ્ઞાન, અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભૂતિમાત્ર લક્ષણ દ્વારા સ્વસંવેદન જ્ઞાન વડે સંવેધ, ગમ્ય, પ્રાપ્ય-ભરિતાવસ્થ છું. રાગ-દ્વેષ-મોહ-ક્રોધમાન-માયા-લોભ-પંચેન્દ્રિય વિષયવ્યાપાર, મનવચનકાયવ્યાપાર, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મખ્યાતિ-પૂજા-લાભ દષ્ટ શ્રુતઅનુભૂત ભોગ-આકાંક્ષારૂપ નિદાન-માયા-મિથ્યા-ત્રણશલ્ય આદિ સર્વ વિભાવપરિણામ રહિત છું, શૂન્ય છું. શુદ્ધ નિશ્ચયે હું આવો છું. તથા ત્રણે લોક અને ત્રણે કાળે બધાય જીવ એવા છે. -એમ મન, વચન, કાયથી અને કૃત, કારિત, અનુમોદનાથી નિરંતર ભાવના કર્તવ્ય છે”.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬: પ્રવચન નવનીત ભાગ-૧
આત્મ-ભાવના [ પ્રવચન: તા. ૨૪-૧-૧૯૭૮]
આ “સમયસાર' વાંચીને શું કરવું? આખું “સમયસાર” વાંચીને-જાણીને કરવાનું શું? સમયસાર' બંધ અધિકારમાં “પંચ વિનાશાઈ”_બંધના નાશને માટે “આ આત્મભાવના' કરવી. એમ છે. તેમ જ “સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર” ના આખરમાં છે કે સમયપ્રાભૃત” ને જાણીને “આ” કરવું. અને “પરમાત્મપ્રકાશ” માં છેલ્લે છે કે પરમાત્મપ્રકાશ' જાણીને પણ “આ ભાવના' કરવી. એમ ત્રણ ઠેકાણે છે. (અને) એને લગતું ચોથે થોડુંક (“સમયસાર') ગાથા-૪૧૩માં છે; પણ (ત્યાં) થોડાક શબ્દો ફેર છે. સારમાં સાર “આ” વસ્તુ છે.
પાઠમાં તો એમ છે: [“સહનશુદ્ધજ્ઞાનાન્વેસ્વમાવો૬”] સહજ શુદ્ધ જ્ઞાન અને આનંદ જેનો એક સ્વભાવ છે, એવો છું. “એવો છું” એમાંથી “હું છું... ને! “હું' – “દું” પાઠમાં છેલ્લો શબ્દ છે. “અહું” એટલે “હું છું” એમ એમાંથી કાઢયું. એટલે કે ત્રિકાળ સ્વાભાવિક શુદ્ધ આનંદ જેનો એક સ્વભાવ છે, એવો હું છું. આહા... હા.... હા! સમયસાર” કે “પરમાત્મપ્રકાશ” શાસ્ત્ર ભણીને કરવાનું તો.... “આ” એમ આત્મ-ભાવના માટે ‘આ’ –“સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન (છું )”. સમજવામાં આ કઠણ પડે એવું છે.
સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન; પર્યાય નહીં, ત્રિકાળી સ્વાભાવિક શદ્ધ જ્ઞાન-પવિત્ર જ્ઞાન છું. પાઠમાં શુદ્ધ જ્ઞાનાનંદ છે” એનો અર્થ કર્યો “જ્ઞાન અને આનંદ”. સદન શુદ્ધજ્ઞાના નન્વેસ્વમાવો૬” – સહજ જ્ઞાન અને આનંદરૂપી સ્વભાવ તે “હું છું' એવી આત્મભાવના કરવી. આહા.... હા! શ્રીમમાં (પત્રાંકઃ ૪૭૪માં) પણ એ શબ્દ આવે છે: “ આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” પણ ભાવના “આ.' સમજાણું કાંઈ ?
શુભ ભાવને નપુંસક તરીકે કહ્યો છે ને...? એનો વિરોધ બહુ આવ્યો છે. પણ એને તોશુભ ભાવને તો-નપુંસક જ કહ્યો છે. આહા.. હા! આ કઠણ પડે જગતને..! “વીર્ય (પુરુષાર્થ)' તો એમાં છે કે હું જ્ઞાન અને આનંદસ્વભાવી. તે જેનો ‘એક’ સ્વભાવ... કે જેમાં ભેદ નહીં. રાગ તો નહીં, પણ પર્યાયનો ભેદ પણ નહીં. - “સહજ જ્ઞાન, સહજ આનંદ જેનો એક સ્વભાવ છે, તે હું છું.” “હું” ભલે પહેલો લીધો, પણ “એવો હું છું' એમ લેવું ભાષા સમજાય છે ? કરવાનું તો ‘આ’ (આત્મ-ભાવના) છે.
ચારેય અનુયોગમાં “સાર' રૂપે તો “વીતરાગતા” છે. બીજા (લોકો) તકરાર એમ કરે છે ને...? કે ચરણાનુયોગમાં આમ કહ્યું છે ને તેમ કહ્યું છે. ચારેય અનુયોગનો સાર તો વીતરાગતા છે. અને વીતરાગતા તો ત્યારે પ્રગટે કેઃ “સહજ જ્ઞાનાનંદ હું છું” એવી દષ્ટિ કરે તો પ્રગટે! એનો અર્થ એ આવ્યો કેઃ “સ્વનો આશ્રય કરવો.' આહ... હા! કેવો “સ્વ”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩/૬-૩૦૮: પ૭ છું? –સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન અને આનંદ. સ્વાભાવિક અને શુદ્ધ. કેવો છે “શુદ્ધ જ્ઞાનાનંદ' ? – સ્વાભાવિક છે; કૃત્રિમ નથી. નવી પર્યાય (કૃત્રિમ) ઉત્પન્ન કરવી, એમ નથી. આહા... હા ! આકરું પડે છે લોકોને.
આમ તો વ્યવહારને વ્યભિચાર કહ્યો છે, નપુંસક કહ્યો છે; એ વાત લોકોને આકરી પડે છે. પણ એ (વ્યવહાર) તો હેય છે. “સમયસાર” ના પ્રવચનમાં એની વાત ઘણા બોલે કહેવાઈ હતી. “સમયસાર” માં વ્યવહારને અભિસારિકા, વેશ્યા સમાન, વ્યભિચાર વગેરે ઘણા બોલ લીધા છે. તે ઘણાં વર્ષ પહેલાં “આત્મધર્મ' માં આવી ગયા છે.
અહીં તો આ ચીજ શું? એનો સરવાળો આ છેજેની પર્યાય બુદ્ધિ છૂટીને, ત્રિકાળી શુદ્ધ જ્ઞાન, સહજ શુદ્ધ જ્ઞાન, સ્વાભાવિક શુદ્ધ-પવિત્ર જ્ઞાન અને આનંદ તે હું છું. આમાં કોઈ વ્યવહારનો કર્તા છું કે રાગવાળો છું કે પર્યાયવાળો છું, એમ પણ અહીંયાં લીધું નથી. આહા... હા! ધર્મી ભાવના ‘આ’ કરે!
(“સમયસાર') ૩૨૦-ગાથામાં આવી ગયું છે ને..? કેઃ ધ્યાનાર-ધ્યાતા શું ધ્યાવે, (કોનું) ધ્યાન કરે? કેઃ સર્વથા નિરાવરણ અખંડ જ્ઞાન; તેનું ધ્યાન કરે ! વર્તમાન ધ્યાન કરનાર પર્યાયનું ધ્યાન ન કરે. કેમકે વર્તમાન પર્યાય છે તે ખંડખંડ છે, અને આ (જ્ઞાન) અખંડ છે.
ભાઈ ! બહુ ઝીણું છે. આ તો જરી (આ) બધું (પુસ્તકમાં) ભેગું નાખવાના છે ને.. એટલે થોડુંક આવ્યું છે. આ સ્પષ્ટીકરણ ) ઊંચામાં ઊંચું છે.
આહા.... હા! અહીંયાં કહે છે કે એ આનંદ જેનો એક સ્વભાવ છે-એવો આત્મા–તે હું છું. સ્વાભાવિક શુદ્ધ જ્ઞાનાનંદ જેનો એક સ્વભાવ છે એવો “હું' છું. “હું' પહેલો લીધો તે હું ‘આ’ છું. આહા.. હા! આ વાત કોઈ ભાષા કે વિકલ્પની નથી. આવો હું છું” એવો વિકલ્પ ય નહીં. વસ્તુનું સ્વરૂપ “આ” છે. સમજાણું કાંઈ ?
ચરણાનુયોગ શીખીને કે બીજું શીખીને, કોઈ વિરોધ કરે છે કે આ (સોનગઢવાળા) લોકો શુભ ભાવને નપુંસક કહે છે. એમ કહે છે ને તેમ કહે છે. પરંતુ ચરણાનુયોગમાં તો તેને (-વ્યવહારને) આદરણીય કહ્યો છે. એક વિદ્વાને વિરોધમાં ઘણું લખ્યું છે. (પણ) ભાઈ ! તને ખબર નથી બાપુ!
અહીંયાં કહે છે: “ સ્વમાવો૬”—હું એકસ્વભાવી છું. જેમાં “પરિપૂર્ણ ગુણ” અને પરિપૂર્ણ સ્વભાવ” એવો પણ ભેદ નહીં. અનેકપણું કે એવા ( ગુણ-ગુણીના) ભેદ નહીં. –એવી એ તો પરિપૂર્ણ ગુણથી ભરેલી (અભેદ) ચીજ છે. –એવા (સ્વ) ભાવની ભાવના (ભાવવી). ભાવના (એટલે ) વિકલ્પ ને ચિંતન નહીં. ભાવના (એટલે ) એવા
પ્ર. ૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮: પ્રવચન નવનીત ભાગ-૧
(સ્વ−) ભાવમાં એકાગ્ર થવું. આવા ભાવમાં ‘હું આ છું' (એકાગ્રતા થઈ), પછી એવી (સ્વ-ભાવાકારે ) તો પર્યાય થઈ. આ (વિષય) ‘૫રમાત્મપ્રકાશ' માં છેલ્લે છે. સમજાણું કાંઈ ?
આહા... હા ! જોયા... એમાં કેટલા શબ્દો વાપર્યા ‘સ્વાભાવિક’ –કૃત્રિમ નહીં, કરાયેલો નહીં, નાશ થાય નહીં, એક સમયની પર્યાય પૂરતું નહીં. ‘સ્વાભાવિક’ તે પણ ‘ શુદ્ધ ’. સ્વાભાવિક ચીજ છે એ શુદ્ધ જ હોય. એ (વર્તમાન ) પર્યાયમાં જે અશુદ્ધતા છે તે તો વ્યવહારનયનો વિષય છે. ‘સમયસાર’ માં કહ્યું છે: આ (વ્યવહાર) હૈય છે. આ (સ્વભાવ ) સિવાય બધું ય છે. આ (સ્વભાવ) તે ઉપાદેય છે. આહા... હા! આવો વખત કયારે મળે! અરે સાંભળવાનું... એ ય મુશ્કેલ પડે!
'
แ
‘સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન, સ્વાભાવિક શુદ્ધ આનંદ એવો જેનો એક સ્વભાવ છે, તે આત્મા.' આહા... હા ! ‘જ્ઞાનાનંદ' બે ભેગું છે. એ તો અહીંયાં જુદું પાડીને સમજાવ્યું છે. સહજ જ્ઞાનાનંદ જેનો એક સ્વભાવ... તે હું છું. “સહનજ્ઞાનાનવૈધસ્વભાવો ં ” એમ પાઠ છે. પણ ભિન્ન પાડીને સમજાવ્યું છે કેઃ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન અને આનંદ એવી એકસ્વભાવી વસ્તુ (હું છું). તેની પર્યાયમાં જે વીતરાગતા આવે છે, તે ‘વીતરાગતા અખંડ-અભેદ-એકસ્વભાવના લક્ષે આવે છે. એ સમ્યગ્દર્શન પણ વીતરાગતા છે. (એમાં ) ‘સરાગ ’ અને ‘વીતરાગ' એવા જે ભેદ પાડયા તે તો ચારિત્ર-દોષની અપેક્ષાએ છે. બાકી સમકિત તો સરાગ-વીતરાગ છે જ નહીં. એ (સમકિત ) તો ‘નિર્વિકલ્પ-સહજ-જ્ઞાનાનંદશુદ્ધ ‘હું’ એકસ્વભાવી છું' એવી અંતરમાં-વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આ પૂર્ણ (સ્વભાવ ) શેય થઈને-પ્રતીતિ કરવી, તે છે.
-
આહા... હા ! આવો માર્ગ છે!! (તેમ છતાં) કોઈ મશ્કરી કરે બિચારા કેઃ (સોનગઢ) અધ્યાત્મની આવી વાતો કરે ને... તેવી વાતો કરે ! ( પણ ) અરે ભગવાન! બાપુ! પ્રભુ ! અધ્યાત્મ એટલે કેઃ ‘તું પૂર્ણસ્વરૂપ, ’ તે ‘ અધ્યાત્મ.' આત્માના આશ્રયે કથન, તે ‘વાણી ’. અને આત્માના આશ્રયે ભાવ, તે ‘ધર્મ'. એવો ‘હું' છું. ( પણ ) ભગવાન છે ને... બીજા એવા પરમાત્મા છે, તેની સાથે કાંઈ સંબંધ નથી. એક બોલ થયો.
,
,,
બીજો બોલ: “નિર્વિલ્પોહં ‘હું નિર્વિકલ્પ છું’. વિકલ્પ અર્થાત્ ભેદ, જેમાં નથી, ( એવો ) અભેદ-નિર્વિકલ્પસ્વરૂપ છું. ‘ એકસ્વભાવ છું' એમાં (એ) આવી ગયું હતું પણ એને વિશેષ સ્પષ્ટ કર્યું છે. આહા... હા! ભાઈ! આ ઝીણી વાત છે. બીજે સંભળાય તેમ નથી. ભગવાનઆત્મા નિર્વિકલ્પ-વિકલ્પથી રહિત એટલે ભેદથી રહિત (છે). એવી ‘નિર્વિકલ્પ-અભેદ વસ્તુ (હું) છું'. -એવી દષ્ટિ થવી-અંતરમાં પરિણમવું–એને અહીં સમ્યગ્દર્શન અને આત્માની ભાવના કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ ?
પાઠ તો એટલો છેઃ “ નિર્વિન્પો ં ”-નિર્વિકલ્પ ‘હું’ છું. અસ્તિથી કહે છે ‘હું અભેદ છું' પર્યાયનો ભેદ પણ તે સ્વરૂપ-એકતામાં-મારામાં નથી, એવો ‘હું’ છું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩/૬-૩૦૮: ૫૯ આગળ લેશે: ત્રણે લોકમાં-ત્રણકાળે બધાય જીવો એવા છે. આહા.... હા ! “ન ત્રયે”— ઊર્ધ્વ, મધ્ય અને અધો; “ત્રિપિ” ભૂત, વર્તમાન અને ભવિષ્ય; “સર્વે નીવા:”—અભવ્ય આદિ બધાય જીવ આવા ભાવ (–સ્વભાવ )વાળા છે. સમજાય છે? કઠણ પડ માણસને.. (પણ) શું થાય આમાં?
(ગઈ) કાલે વાત આવી હતી ને...? કેઃ દષ્ટિ તો ધ્રુવ ઉપર, અને અનુભવ બેઉનો (– દ્રવ્ય અને પર્યાયનો) હોવા છતાં, મારું દષ્ટિનું ધ્યેય તો એકલું સામાન્ય ઉપર જ છે. પર્યાય અને દ્રવ્ય-બેઉનું જ્ઞાન હોવા છતાં, દષ્ટિનું જોર ધ્રુવ ઉપર છે. જે ધ્રુવથી દષ્ટિ ખસે તો, એ વસ્તુ (-ધ્રુવ ) દષ્ટિ માં રહી શકે નહીં. ધર્મીની દષ્ટિના ધ્યેયની ધ્રુવતામાં એક પળ કે એક સમય પણ કદી આંતરો પડતો નથી. આહા... હા ! શરીર-વાણી-મન-પૈસા-લક્ષ્મી તો ક્યાંય રહી ગયાં ! પણ એક સમયની પર્યાય, –ભાવના કરનારો ભાવ અર્થાત “ભાવના” છે પર્યાય, પણ એ પર્યાય, -તે “હું” નહીં; હું તો “આ” (-ધ્રુવ ) ! આહા... હા... હા!
સમયસાર” ગાથા-૩૨૦માં એવું આવે છે ને...! “હું તો અખંડ જ્ઞાયકભાવ છું'. પર્યાય (“મારી') ભાવના કરે છે. પણ એ પર્યાય એમ કહે છે કે હું તો “આ” (-અખંડ જ્ઞાયકભાવ) છું; ખંડજ્ઞાન નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એ છે તો પર્યાય; પણ એ પર્યાય એમ માને છે કે તો ‘આ’ અખંડ છું પર્યાય એમ જાણે છે કે હું તો ‘આ’ છું. પર્યાય એમ ન જાણે કે હું આ (-પર્યાય) છું આહા... હા! “આત્મા” જે નિર્વિકલ્પ અને એકસ્વભાવી છે, એના ઉપરથી, ધર્મીની અંતર્મુખ દષ્ટિ એક સેકંડ-સમય માત્ર પણ ખસતી નથી.
[“ધ્રુવ-ધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ ને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે!” ] એ તેર બોલ હમણાં મૂક્યા હતા ને...? ધખતી ધૂણી ધગશ ને ધીરજથી ધખાવવી-એ છે તો પર્યાય; પણ એ (પર્યાય) એમ કહે છે કે હું “આ” (-ધ્રુવ) છું! આહી... હા! કે' દી એવાં વચનો સાંભળે...? અરે. રે! બાકી તો બધી જિંદગી નિરર્થક છે.
પાઠમાં તો “નિર્વિકલ્પોડ૬” શબ્દ છે. એનો અર્થ કર્યો “હું નિર્વિકલ્પ છું” “અભેદ છું'. “નિર્વિવત્વોડ૬” જેમાં વિકલ્પના ભેદ નથી, એમ નાસ્તિથી પણ વાત નથી કરી. અસ્તિથી વાત કરી. “નિર્વિજત્પાS૬” વિકલ્પ–ભેદ નથી એ તો નાસ્તિથી. પણ પર્યાયષ્ટિનો વિષય લઈને (આ) વાત લીધી નથી. સમજાય છે કાંઈ ?
[૩ાસીનોડ૬”] - “હું ઉદાસીન છું'. કાલે આવ્યું હતું ને..! “સમયસાર' (ગાથા૪૯, અવ્યક્તના) છઠ્ઠી બોલમાં કેઃ “વ્યક્ત પ્રત્યે ઉદાસીન છું.
આહા... હા! આવી ચીજ (આત્મા) ને સમજવા માટે, બાપુ! એણે ઘણા આગ્રહો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦: પ્રવચન નવનીત ભાગ-૧
છોડવા પડે. શાસ્ત્ર અમે જાણીએ છીએ...! –એ બધાં અભિમાન એણે મૂકવાં જોઈએ. આહા... હા! શાસ્ત્ર જાણ્યાં ને... (આત્મા નહીં.)
અહીં પાઠ તો એવો છે: “સવાસીનોદું ” એનો અર્થ કર્યો: હું ઉદાસીન છું'. હું ભગવાનઆત્મા ઉદાસીન છું. મારું આસન ધ્રુવમાં છે. આહા... હા! મારી બેઠક ધ્રુવમાં છે. પરથી તો ‘હું’ ઉદાસ છું, પણ પર્યાયથી પણ ‘હું’ ઉદાસ છું.
י
આહા... હા... હા ! આવો માર્ગ વીતરાગનો !! (જીવોને ) સાંભળવા મળે નહીં, પ્રભુ! શું કરે ? અરે! એના દુઃખના અનંત દિવસો ગયા (–વીત્યા) છે, ભાઈ! એનાં દુઃખ તો એણે વેઠ્યાં; પણ દુ:ખના દેખનારાની આંખમાંથી પણ આંસુની ધારા હાલી (ચાલી) છે, એવાં દુઃખો સહન કર્યાં... તો પણ એ અહીં ભૂલી ગયો! એ (અનંત દુઃખ ) મિથ્યાત્વને લઈને છે. મિથ્યાત્વ જેવું પાપ નથી. મિથ્યાત્વ જેવો આસ્રવ નથી. મિથ્યાત્વ જેવો કોઈ અધર્મ નથી. એને ( – મિથ્યાત્વને ) તોડવાની આ વાત છે.
[ “ ત્તવાસીનોĒ ” ] ઉદ + આસીન. ‘મારી ' બેઠક તો ધ્રુવ ઉ૫૨ છે. કહે છે: ‘હું’ પર્યાયથી ઉદાસ છું. ‘મારી’ બેઠક પર્યાયમાં નથી. (જેમ ) લોકમાં માણસો આમ નથી કહેતા કેઃ ભાઈ ! અમે લાણા સારા સારા માણસની બેઠકમાં રહીએ છીએ. અમે મોટા મોટા માણસોની બેઠકમાં રહીએ છીએ. અમે સાધારણ માણસોમાં રહેતા નથી. (તેમ ) અહીં કહે છે કેઃ અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે, ત્યાં ‘મારી’ બેઠક છે. મારું અસ્તિત્વ તેટલું, તે છે. બાકી ‘હું' તો પર્યાયથી પણ ઉદાસીન છું.
આખાં શાસ્ત્ર ભણીને ‘બંધના નાશ કરવા માટે ’ કરવાનું તો ‘ આ ’ ( –આત્મ-ભાવના ) છે! સમજાય છે કાંઈ ? બીજાને સમજાવતાં આવડે કે ન આવડે, એમાં કંઈ વિશેષતા નથી.
99 66
આહા... હા ! હું ઉદાસીન છું. “નિર્વિોદું પણ એનો અર્થ આ રીતે થાય ને...! કે: ‘હું નિજ [ “ નિતંબનનિનશુદ્ધાત્મ ” ] હું નિજ નિરંજન-મારું જે -શુદ્ધ આત્મા છું. મારા નાથને આવરણ નથી !
‘૩વાસીનો ં ” એમ સંસ્કૃત શબ્દ છે. નિરંજન શુદ્ધ આત્મા છું.' આહા... હા! અંજન વિનાનું, મેલ વિનાનું (સ્વરૂપ )
બહેનશ્રીનું સૂત્ર છે ને...! [ “ જેમ કંચનને કાટ લાગતો નથી, અગ્નિને ઊધઈ લાગતી નથી, એમ જ્ઞાયકસ્વભાવમાં આવરણ ઊણપ કે અશુદ્ધિ આવતી નથી”.) કનકને કાટ ન હોય, અગ્નિને ઊધઈ ન હોય. ઊધઈ ઝીણી ધોળી હોય છે; તે બહુ તડકામાં તરત મરી જાય. પંચોતેરની સાલમાં પાળિયાદમાં આ નજરે જોયું છે. બધું જોયેલું છે. જેમ અગ્નિમાં ઊધઈ ન હોય, તેમ ભગવાનઆત્માના શુદ્ધ સ્વરૂપમાં-શુદ્ધ સ્વરૂપને આવરણ ન હોય. શુદ્ધ સ્વરૂપમાં અશુદ્ધતા ન હોય. શુદ્ધ સ્વરૂપમાં ઊણપ ન હોય. આ બોલ (–૩૮૦) ‘બહેનશ્રીનાં વચનામૃત ’
માં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા: ૩/૬-૩૦૮: ૬૧ અહીંયાં કહે છે: “હું” તો નિરંજન છું. મારા” માં અંજન-મેલ છે જ નહીં. એ તો આનંદઘન પ્રભુ છે. “હું નિજ નિરંજન છું'. અરે! (લોકોને) (આ) કેમ બેસે..(આ વાત) કયાંય સાંભળી પણ નહિ હોય).
આમ તો “હું નિજ નિરંજન શુદ્ધાત્માના સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્રય રત્નત્રયાત્મક જે નિર્વિકલ્પ સમાધિ; તેનાથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખની અનુભૂતિમાત્ર જેનું લક્ષણ છે, એવા સ્વસંવેદન જ્ઞાન વડે સ્વસંવેદ-ગમ્ય-પ્રાપ્ય છું” એમ લેવું છે.
પણ અહીં “હું” પહેલાં લઈને “આવો છું', આહા.... હા! “હું નિરંજન છું', અંજન-મેલ છે; એ તો પર્યાયને/રાગને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. (-એમ કહે છે.) વસ્તુને-ભગવાન આત્માના સ્વભાવને-કોઈ અંજન-મેલ છે જ નહીં. એવો વસ્તુનો જે સ્વભાવ તે અંજન વિનાનો, મેલ વિનાનો, ઊણપ વિનાનો, આવરણ વિનાનો છે.
એવો જે “નિજ નિરંજન શુદ્ધ આત્માના સભ્યશ્રદ્ધાન”—એવા શુદ્ધ આત્માની સમ્યક શ્રદ્ધા. જુઓ, ભાષા તો જુઓ! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ને પર્યાયની શ્રદ્ધા-એ વાત તો (અહીં) કરી નહીં.
(પરંતુ) ઓલા ( કોઈ ) એમ કહે છે કેઃ “દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરો તો કલ્યાણ થાય !' પણ એ દેવ-ગુરુ-શાસ્ત્ર તો પરદ્રવ્ય છે. પરદ્રવ્યની ભક્તિ તો રાગ છે. “(જ્ઞાનીની) આજ્ઞા આરાધો !' તો આજ્ઞા તો ‘આ’ છે. આવું શ્રીમમાં આવે છે, લોકો આમ કહે. પણ જુઓ ! “જ્ઞાનીની આજ્ઞા આરાધવી, એટલે આજ્ઞાને માનવી”. પણ (આજ્ઞા) માનવી, એટલે શું? કે: “એ આજ્ઞા માને એની '. તો જ્ઞાનીની આજ્ઞા એ છે કેઃ “તું આવો (શુદ્ધ આત્મા ) છો ! –તેની શ્રદ્ધા કર, અનુભવ કર!” અને “મને પણ માનવું છોડી દે! અને તારી પર્યાયના જેટલો પણ (પોતાને) માનવું છોડી દે!' –એમ જ્ઞાનીની આજ્ઞા છે. સમજાય છે કાંઈ ?
(નિજ) નિરંજન શુદ્ધ આત્મા, એનું સમ્યક શ્રદ્ધાન, એની સાચી શ્રદ્ધા. જોયું! જેવું (આત્મ-) સ્વરૂપ છે, તેવી શ્રદ્ધા. જેવો ત્રિકાળી ઉદાસીન અને શુદ્ધ ચૈતન્યન (આત્મા છે, તેવો) તેનું શ્રદ્ધાન. આહા.... હા! આમાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કે છ દ્રવ્યની શ્રદ્ધા કે પર્યાયની શ્રદ્ધા-એવી તો કાંઈ વાત લીધી નથી. નાસ્તિની એ વાત તો એમાં નથી. પરની શ્રદ્ધા આદિ એ વાત નહીં લેતાં, આ વાત સમજવી: નિજ નિરંજન નિરાકાર શુદ્ધ ભગવાન આત્મા–તેની શ્રદ્ધાને, (શ્રદ્ધાન કહીએ).
નિજ નિરંજન શુદ્ધ આત્માનું જ્ઞાન, તેનું નામ જ્ઞાન. શાસ્ત્ર ભણવું, એ જ્ઞાન તે કંઈ જ્ઞાન નથી. “નિજ નિરંજન' એ (પણ) પોતાનું ભગવાનનું જ્ઞાન, એ ય નહીં. તીર્થકર અને એનું જ્ઞાન, એ (પણ) નહીં. એ તો પરદ્રવ્ય છે. આહા.... હા ! આકરું લાગે...
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨: પ્રવચન નવનીત ભાગ-૧ (પણ) શું થાય? ભાઈ ! માર્ગ તો આવો છે. તું પોતે ભગવાન (ગુણ-) ભંડાર છો ને...! આહા હા ! એ નિજ નિરંજન શુદ્ધ આત્માનું સમ્યજ્ઞાન. જોયું! જ્ઞાન એને કહીએ.
એક પંડિત એમ લખ્યું છે કેઃ “આવો જે આત્માનો અનુભવ તે જિનશાસન છે, એ સિવાય બાર અંગ વ્યર્થ છે”. (પરંતુ) “બાર અંગનું જ્ઞાન વ્યર્થ છે” એમ નથી. બાર અંગનું જ્ઞાન તો સમકિતીને જ હોય છે. “વ્યર્થ છે' એ શબ્દ ત્યાં ન જોઈએ. જૈનશાસન આને (-સ્વાનુભવને ) કહેવું, એટલે કે જે શુદ્ધ આત્મા પરિપૂર્ણ ભગવાન નિજ નિરંજન શુદ્ધ, તેનું જ્ઞાન. “સમયસાર” ૧૫મી ગાથા જ્ઞાનની છે, ત્યાં જ્ઞાનની વ્યાખ્યા છે; અને ૧૪મી ગાથા સમ્યગ્દર્શનની છે. એ નિજ નિરંજન શુદ્ધ આત્માનું અબદ્ધસ્પષ્ટ (સ્વરૂપ) છે, તેનું જ્ઞાન જેને છે, તેને બાર અંગનું જ્ઞાન હોય કે ન હોય; પણ જેને બાર અંગનું જ્ઞાન હોય, તેને સમ્યજ્ઞાન જ હોય. “બાર અંગનું જ્ઞાન વ્યર્થ છે” એમ ન જોઈએ. શું કહ્યું... સમજાય છે કાંઈ ? એ (સમ્યજ્ઞાન) વિનાનું, અગિયાર અંગનું જ્ઞાન આદિ કે નવ પૂર્વની લબ્ધિ આદિ (હોય તોપણ) તે વ્યર્થ છે. એ બરાબર છે. પણ જેને નિજ આત્માનું જ્ઞાન છે, તેને જ બાર અંગનું જ્ઞાન હોય. “સમયસાર કલશટીકા” માં આવે છે ને...! કેઃ “આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે, કોઈ જાણશે કે દ્વાદશાંગશાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગશાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે. તેથી શુદ્ધાનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની કાંઈ અટક (બંધન) નથી”.] ભાઈ ! બાર અંગનું જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ નથી. એથી કરીને બાર અંગનું જ્ઞાન મિથ્યાષ્ટિને પણ હોય, એમ નથી. “કલશટીકા' માં એમ કહ્યું છે કેઃ બાર અંગનું જ્ઞાન કાંઈ અપૂર્વ નથી. કેમકે બાર અંગના જ્ઞાનમાં પણ અનુભૂતિનું કથન કર્યું છે. બાર અંગમાં પણ સાર' આત્માનો અનુભવ છે.
અહીં કહે છે કે: એ નિજ નિરંજન શુદ્ધ આત્માનું સમ્યક (આચરણ) (એ) અનુષ્ઠાન (છે). ચરણાનુયોગ પ્રમાણે જે વ્રતાદિના વિકલ્પ, તેને અહીં અનુષ્ઠાન ગણ્યાં જ નથી. અનુષ્ઠાન એટલે ચારિત્ર. પણ આચરણ કયું? કેઃ નિજ નિરંજન શુદ્ધ આત્માનું સમ્યક આચરણ. એ ત્રિકાળી આનંદકંદના નાથમાં રમણતા-તે સમ્યક આચરણ–તેને ચારિત્ર કહીએ. સમજાય છે કાંઈ ?
(શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાન) ત્રણેયની વ્યાખ્યા થઈ ગઈ. નિજ નિરંજન શુદ્ધ આત્મા તેનું સમ્યક શ્રદ્ધાન; તેનું સમ્યજ્ઞાન તેનું સમ્યફ આચરણ. સમ્યક્ આચરણ એટલે ચારિત્ર. મહાવ્રતાદિના વિકલ્પ, તે કાંઈ આત્માનું ચારિત્ર નથી.
આહા.... હા! શું વાત કહીએ? પણ માર્ગ તો આવો છે! પ્રભુ! અરે ! જન્મ-મરણનાં અંતનાં ટાણા (આવ્યાં)! એમાં જો “આ વાત' ન બેસે. તો ભાઈ ! બાપુ! તને ક્યારે બેસશે? આ (મનુષ્ય) ભવ તો ભવના અંત માટેનો ભવ છે. ભવના છેડા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૬-૩૦૮: ૬૩
લાવવા માટે આ ભવ છે; એમાં તને ભવના છેડા (લાવવા) ની વાત ન બેસે તો એ ભવ થયોન થયો (બન્ને સમાન ) છે. આહા... હા ! ઢોરને (સાંભળવા) નથી મળ્યું અને તને મળ્યું. પણ (‘આ વાત ’ જો ન બેસે તો ) બેઉને (સ૨ખું ) નિરર્થક છે.
આહા... હા! નિજ નિરંજન, મલિનતા રહિત, અંજન-મેલ વિનાનો, આવરણ વિનાનો, ઊણપ અને અશુદ્ધતા વિનાનો ‘નિજ શુદ્ધ આત્મા', તેનું સમ્યક્ આચરણ, તેનું આ અનુષ્ઠાન,
તેને ચારિત્ર કહીએ.
પુસ્તક ( શાસ્ત્ર ) સામું પડયું છે ને...! આ તો આચાર્યના શબ્દો છે. દિગંબર સંતોના શબ્દો છે. (તેમ છતાં,) એ લોકો (શાસ્ત્રમાંથી) વાંધા ઉઠાવે ! શું થાય, ભગવાન! વાંધો તો એનો (પોતાના ) આત્માની સાથે છે; કોઈ (બીજા) ની સાથે વાંધો શેનો ?
...
‘સમાધિશતક’ માં કહ્યું છેઃ ‘જો કે અમે આત્મા છીએ' એમ જે કોઈ ( અજ્ઞ ) અમને જાણતા નથી તો તે અમારા અરિ (દુશ્મન) અને મિત્ર કઈ રીતે હોઈ શકે? અને ‘અમે આત્મા છીએ ’ એવું જે (પ્રબુદ્ધે) જાણ્યું છે, એવી જેને ખબર પડે છે તે પણ અમારા વૈરી ને દુશ્મન કઈ રીતે હોઈ શકે? મિત્ર કઈ રીતે હોઈ શકે? આહા... હા! સમજાય છે કાંઈ, શું કહ્યું એ ? કેઃ અમે જે આત્મા છીએ, જે રીતે છીએ, તે રીતે અમે જાણ્યું છે, તે રીતે બીજો ( અમને) આત્મા જાણનારો નથી; તો પછી તે અમારો વૈરી ને મિત્ર કઈ રીતે હોઈશકે? અને અમે આત્મા છીએ, જે રીતે અમે જાણ્યો છે, તે રીતે જો એ ( અમને ) આત્માને જાણે છે; તો તે પણ (અમારો) વૈરી કે મિત્ર કઈ રીતે હોઈ શકે? સમજાય છે કાંઈ ?
આહા... હા! “ કરુણા ઊપજે જોઈ.” જુઓ ને...! શ્રીમદ્દમાં (‘આત્મસિદ્ધિ ’ ગાથાઃ ૩-૪માં ) તો એમ આવે છે: “ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ ”. “ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ, જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ ”. કોઈ એકલી ક્રિયાને માને; એકલા (ક્ષયોપશમ) જ્ઞાનના ઉઘાડને (જ્ઞાન) માને, પણ જ્ઞાનતત્ત્વના જ્ઞાનને ન માને, એનો નિષેધ કરે; તો શ્રીમદ્દ કહે છે કેઃ ‘ એ ( જીવ ) તો કરુણાને પાત્ર છે'. ભાઈ! એનાં (તત્ત્વજ્ઞાનના વિરોધના ભાવના) ફળ બહુ આકરાં છે, ભાઈ! કોઈ જીવ દુ:ખી થાય એવું જ્ઞાનીને હોય ? ( ન જ હોય ). અરે! આવા (નિષેધના) ભાવ, એ વિપરીત છે. એનાં ફળ તો પ્રભુ! સાંભળ્યાં જાય નહીં, એવાં દુ:ખો છે. એવા જીવો પ્રત્યે વિરોધ કેમ હોય? એને (વૈરી) તરીકે કેમ મનાય? એવા (વિરોધના ભાવથી પ્રાસ) દુ:ખને ભોગવવું એને આકરું પડશે, ભાઈ ! સમજાય છે કાંઈ ?
"
અહીં કહે છે: “ નિજ નિરંજન શુદ્ધ આત્માના સમયક્ શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચય
""
રત્નત્રયાત્મક આ ત્રણેયને નિશ્ચયરત્નત્રય શબ્દ કહ્યો છે. કયા ત્રણને ? – નિજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪: પ્રવચન નવનીત ભાગ-૧ નિરંજન શુદ્ધ આત્માની સમ્યક શ્રદ્ધા, નિજ નિરંજન શુદ્ધ આત્માનું જ્ઞાન અને એનું (શુદ્ધાત્માનું) ચારિત્ર-એ નિશ્ચયરત્નત્રયાત્મક. અહીં એ ત્રણેય સહિત લીધું છે ને...! એ ત્રણ થયું.
એ “નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિ” નિર્વિકલ્પ સમાધિ અર્થાત શાન્તિ ઉત્પન્ન (થવી). શુદ્ધ આત્માની સમ્યક શ્રદ્ધા, સમ્યજ્ઞાન અને સમ્યક આચરણ-એનાથી નિર્વિકલ્પ સમાધિ, રાગ વિનાની શાન્તિ-એ સમાધિ (ઉત્પન્ન) થઈ. રત્નત્રયનું પરિણમન, એ સામાધિ છે. એ સમાધિ, આધિ-વ્યાધિ-ઉપાધિથી રહિત છે. ઉપાધિ અર્થાત્ સંયોગ જેમાં નથી; વ્યાધિ અર્થાત્ શરીરમાં રોગ છે, તે ત્યાં નથી; આધિ અર્થાત્ મનમાં સંકલ્પ-વિકલ્પ છે, તે ત્યાં નથી. સંયોગ નથી, રોગ નથી, અને સંકલ્પ-વિકલ્પ નથી. આધિ-વ્યાધિ-ઉપાધિથી રહિત તે ‘આ’ સમાધિ છે; ઓલા બાવા ચડાવે તે ‘આ’ સમાધિ નહીં.
એવી જે “નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભૂતિ માત્ર.” આહા.. હા! નિશ્ચયરત્નત્રય આવું હોય ! એમ કહે છે. (તેનાથી) ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખ-જેમાં રાગરહિત, સ્વાભાવિક આનંદરૂપ સુખ-એનો અનુભવ, આ નિશ્ચયરત્નત્રયનું સ્વરૂપ છે. એ ત્રણેય વીતરાગ પર્યાય છે. અને સહજાનંદરૂપ (સુખાનુભૂતિ ) (પણ) પર્યાય છે. સ્વાભાવિક આનંદ-સુખની અનુભૂતિ માત્ર જેનું “લક્ષણ” છે, ( એવા લક્ષણ દ્વારા) “સ્વસંવેદન જ્ઞાન વડે”-સ્વ = પોતાના + વેદન, આનંદના વેદન વડે, વીતરાગી સહજાનંદના સુખના વેદન વડે-“સ્વસંવેધ”—પોતાથી વેદાવા યોગ્ય “ગમ્ય” છું. એવી નિર્વિકલ્પ સમાધિથી (“હું નિજ નિરંજન શુદ્ધ આત્મા') ગમ્ય છું. આહા.. હા! વિશેષ કહેશે....
[ પ્રવચનઃ તા. ૨૫-૧-૧૯૭૮]
આત્મા” ત્રિકાળી જેવું સ્વરૂપ છે, તેવું અનુભવમાં લેવું, તેનું નામ “(આત્મ- ) ભાવના છે. એ મોક્ષનો માર્ગ છે અને જન્મ-મરણના અંતનો ‘આ’ ઉપાય છે.
કેવો છે “આત્મા” ? ત્યાં (પાઠમાં) સમજાવ્યું છે, ભાઈ ! “સ્વસંવેધ” છે. પોતાથી વેદાવા યોગ્ય તેમ જ જણાવા યોગ્ય છે. એટલે કે કોઈ નિમિત્તથી-ગુથી કે દેવ-શાસ્ત્રથી-તે જણાવા યોગ્ય નથી. પોતાના સ્વસંવેદનથી તે ગમ્ય છે. નિર્વિકલ્પ, ઉદાસ, ત્રિકાળી શુદ્ધ ચેતનરત્ન-એની એકાગ્રતા, એનું સ્વસંવેદન અને વેદન–અનુભવ ! પોતે પોતાથી પ્રત્યક્ષ, થઈ શકે છે!
આ બધા વ્યવહારનાં, વર્તન (આચરણ) નાં બહુ લખાણ શાસ્ત્રમાં આવે છે ને...? એ બધું નિમિત્તનું જ્ઞાન કરાવવાની વાત છે. બાકી પોતે જેવો છે, તેવો દેખનારને દેખે !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩/૬-૩૦૮: ૬૫ દેખનાર' તેને ન દેખે; અને પરને જાણીને ત્યાં (પરમાં) ઊભો ( રોકાઈ ) રહ્યો છે; એ વસ્તુનું સ્વરૂપ નથી. પોતાનું જ્ઞાન અને આનંદ (રૂપ) ત્રિકાળી સ્વભાવ-એ સ્વ, પોતાથી અનુભવવા લાયક અને તેનાથી (-અનુભવથી) તે ગમ્ય વસ્તુ છે. આવી વાત છે!!
બાહ્યવ્રત ને તપ ને જપ ને ક્રિયા ને શાસ્ત્રઅભ્યાસ, એ તો અનંત વાર કર્યો. પણ આ સ્વસંવેદન વડે “આત્મા' ને જાણવાનો (યથાર્થ પ્રયત્ન-) અનુભવ કોઈ દી કર્યો નહીં. એ વિના, એના પરિભ્રમણના અંત ન આવ્યા. જૈન સાધુનાં દ્રવ્યલિંગ અનંત વાર ધારણ કર્યા, તોપણ (આત્મા) રાગથી અને નિમિત્તથી જણાય, એવી પર (આશ્રિત) બુદ્ધિના શલ્યને લઈને, એ ચાર ગતિમાં રખડયો!
એ (આત્મા) સ્વસંવેદ્ય છે અને પ્રાપ્ત થવા યોગ્ય છે. પાઠમાં બીજો શબ્દ “પ્રાપ્યઃ” છે ને...! એ શુદ્ધ ચૈતન્ય આનંદકંદ દ્રવ્યસ્વભાવ, જે પરિપૂર્ણ આનંદ અને પરિપૂર્ણ જ્ઞાન અને પરિપૂર્ણ શાંતિથી ભરેલો તે ભગવાન; સ્વસંવેદનથી પ્રાપ્ત થવા યોગ્ય છે. સ્વસંવેદનથી ગમ્ય છે. આહા... હા ! એને “ગમ્યઃ” કહ્યો. એટલે એનાથી (સ્વસંવેદન વડે) તે (આત્મા) જણાય છે. અને “પ્રાપ્ય:” એની સ્વસંવેદનથી પ્રાપ્તિ છે. સ્વસંવેદન ગમ્ય છે તેથી તે સ્વસંવેદનથી પ્રાપ્ય છે. સમજાય છે કાંઈ ?
(જીવ) પહેલો નિરધાર-નક્કી તો કરે કે મારગ આછે! બાકી તો અનંતવાર દ્રવ્યલિંગ-મુનિપણાં ધારણ કર્યા, અનંત વાર અગિયાર અંગ અને નવ પૂર્વનાં શાસ્ત્રના અભ્યાસ કર્યા છે. બહારની વાત-પાપની વાત-તો ક્યાં કરવી? (જીવે) એવાં પુણ્યનાં પરિણામ પણ અનંતવાર કર્યા છે. પણ સ્વસંવેદન જ્ઞાનમાં “આત્મા” ને (ક્યારેય) લીધો નહીં.
પરના આશ્રયથી, ત્રણ કાળમાં તે (આત્મા) પામી શકાય એવો નથી. એ તો સ્વઆશ્રયે, પોતે વર્તમાન જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળતાં, જે સ્વ-પોતાનું વદન થાય, તેનાથી
આ આત્મા છે' , એમ જણાય. અને તેનાથી “પ્રાપ્ય:” –આત્મા પ્રાપ્ત થાય, એટલે કે પર્યાયમાં આત્માની પ્રાપ્તિ થાય. અનાદિથી પર્યાયમાં જે પર્યાયની અને રાગની પ્રાપ્તિ છે, તે પર્યાય “આત્મા’ માં અંતર્મુખ થઈને સ્વસંવેદન કરે, તો જે (આત્મ) વસ્તુ છે તે પ્રાપ્ત થાય. આહા. હા! આવી વાત (વસ્તુસ્થિતિ) છે!!
(“ભરિતાવસ્થોડવું”) હું મૂળ તો એવો શક્તિઓ અને સ્વભાવથી ભરેલી દશાવાળોઅવસ્થ એટલે શક્તિવાળો છું. આહા. હા! ભરિતાવસ્થ એટલે પરિપૂર્ણ સ્વરૂપ. એમ એ ભરેલી અવસ્થાવાળાની વ્યાખ્યા: “પરિપૂર્ણ સ્વરૂપ હું છું'. રાગ નથી, નિમિત્ત નથી, અપૂર્ણતા પણ “મારા ' માં નથી. “મારા” માં રાગની વિપરીતતા તો નથી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬: પ્રવચન નવનીત ભાગ-૧
પણ અપૂર્ણતા નથી–એવો ‘હું' પરિપૂર્ણ છું. પાઠમાં તો એટલું આવ્યું કે મરિતાવસ્થો ં ”-હું પરિપૂર્ણ સ્વરૂપ છું.
66
“ RIT-દ્વેષ-મોદ ”- ‘રાગ’ માં વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ પણ આવી ગયો. દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા અને પરદ્રવ્ય તરફના વલણની દશારૂપ જે રાગ, તેનાથી તો ‘હું' રહિત છું. જેનાથી રહિત છું તેનાથી તે કેમ પમાય ?
દ્વેષ ’ એટલે પ્રતિકૂળતા (પ્રત્યે અણગમો ). પ્રતિકૂળ-અનુકૂળ જેવી કોઈ ચીજ જ નથી. એ તો જ્ઞાનમાં ‘૫૨જ્ઞેય' તરીકે જણાવા લાયક વસ્તુ છે. એ તો વ્યવહાર છે. (ખરેખર તો ) ‘જ્ઞાન' પોતે જ પોતાનો જાણનાર! પોતે જાણનારો અને જણાવા યોગ્ય પણ પોતે જ છે! આહા... હા!
જિજ્ઞાસાઃ બીજું કોઈ નથી ?
સમાધાનઃ કોઈ નથી. જાણનારો એ પોતે, જણાવા યોગ્ય પોતે, જાણનારો પોતે પોતાને. આહા... હા! આવો હું છું. આવો અનુભવ થતાં તેને સમ્યગ્દર્શન અને જ્ઞાન ને શાંતિ થાય છે. બાકી તો અશાંતિ... અશાંતિ ને અશાંતિ છે. ચોરાશીના અવતારમાં તો દુ:ખી દુ:ખી થઈ રહ્યો છે.
6
‘મોહ ’ એટલે ૫૨ તરફના વલણવાળી દશા, સાવધાની. એ સાવધાનીથી રહિત છું.
66
‘ ઋોધ-માન-માયા-લોમ”-એ વિસ્તાર કર્યો. દ્વેષની વ્યાખ્યા ક્રોધ-માન ’. રાગની વ્યાખ્યા ‘માયા-લોમ ’. –એનાથી પણ ‘હું’ રહિત છું.
આહા... હા ! એને ક્યાં સુધી જવું છે? અંદ૨માં-આવી ચીજ (આત્મા) માં પહોંચવું છે ને... બાપા! એ ધ્રુવ-ધામમાં તેને વિસામો લેવાનો છે. એ વિના, ભવના અંત આવે એમ નથી... ભાઈ ! અનંત અનંત અવતાર ચોરાશીના કર્યા. એક એક યોનિમાં અનંત વા૨ે જન્મ્યો. અનંત વાર આચાર્ય નામ ધરાવ્યાં. અનંત વાર દીક્ષાઓ લીધી. “સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહુ સાધન બાર અનંત યિો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો ". ( – ‘શ્રીમદ્દ રાજચંદ્ર' પત્રાંક: ૨૬૫). કહે છે કેઃ આ ચીજ (આત્મપ્રાપ્તિ ) માટે કોઈ વિકલ્પની પણ એને જરૂર નથી.
**
“ પંચેન્દ્રિયવિષયવ્યાપાર ”-ઇન્દ્રિયથી ભગવાનને જોવા અને ભગવાનની વાણી સાંભળવી-એ વિષયના વ્યાપારથી પણ ‘હું’ તો રહિત છું. આહા... હા!
જિજ્ઞાસા: મિથ્યાત્વ મંદ તો પડે ને?
સમાધાનઃ (મિથ્યાત્વ) મંદ પડે, એ કોઈ ચીજ નથી. એ તો કર્મનું મંદ અને તીવ્રપણું છે. એ કોઈ વસ્તુ નથી. એવા મિથ્યાત્વનું મંદપણું અને અનંતાનુબંધીનું મંદપણું તો અભવીને
પણ થાય છે. એ કોઈ ચીજ નથી. મિથ્યાત્વ ટાળવા અને (આત્મ-) અનુભવ કરવા માટે તો
"
આ ' (આત્મ-ભાવના ) એક જ ઉપાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૬-૩૦૮: ૬૭
પાંચેય ઇન્દ્રિયોનો વિષય-વ્યાપાર, એનાથી ‘હું’ રહિત છું. આહા... હા ! ( ‘ સમયસાર ’) ૩૧-ગાથામાં આવી ગયું છે ને...! ઇન્દ્રિય કોને કહેવી ? જિતેન્દ્રિયમાં ઇન્દ્રિય કોને કહેવી ? આ જડ ઇન્દ્રિય છે પાંચ. (આ-સ્પર્શ, રસના, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ.) અને ભાવેન્દ્રિય છે (જે) એક એક વિષયને જાણવાનો ક્ષયોપશમનો અંશ (છે તે.) અને ઇન્દ્રિયથી જણાય તેવી ચીજોને પણ ઇન્દ્રિય કહી છે. આહા... હા! ગજબ વાત છે!! ભાઈ! લોકોને આકરું પડે (કે) સ્ત્રી, કુટુંબ, પરિવાર પણ ઇન્દ્રિય; અને દેવ, ગુરુ અને શાસ્ત્ર પણ ઇન્દ્રિય ! આહા... હા ! ( પોતે ) ‘ ભગવાન ’ તો (દ્રવ્ય અને ભાવ ઇન્દ્રિય તથા ઇન્દ્રિયના વિષય) –એ ત્રણેય ઇન્દ્રિયથી અધિક, ભિન્ન-જુદો પરિપૂર્ણ છે.
જિજ્ઞાસાઃ સિદ્ધ થાય ત્યારની (આ) વાત છે... ને ?
સમાધાનઃ અહીં અત્યારની વાત છે. એ (આત્મા) છે જ એવો! એવો જ છે. જેવો છે તેવો જાણવામાં આવે, અનુભવમાં આવે તો પછી સિદ્ધ થાય ને..? એ વિના, સિદ્ધ ક્યાંથી થાય ? આ ( આત્મા ) તો અત્યારે શું... ત્રણેય કાળે આવો (પરિપૂર્ણ) છે.
છેલ્લે પાઠમાં ) આવશે: ત્રણે લોકમાં, ત્રણે કાળે સર્વ જીવ આવા (પરિપૂર્ણ ) જ છે. ભાઈ! ત્રણે કાળે આમ છે. ત્રણે લોકમાં આમ છે અને સર્વ જીવ આમ છે. -એમ એને પોતાને જણાતાં, બધાય જીવો, ભગવાન પૂર્ણાનંદના નાથ, સ્વસંવેદનગમ્ય છે. એવા જ એ બધા જ જીવો છે. ભલે અભવી ( જીવ ) એ ( આત્માને ) સ્વસંવેદનગમ્ય કરી શકે નહીં, પણ વસ્તુનો સ્વભાવ તો એવો છે.
આહા... હા! પાંચ ઇન્દ્રિયના વિષયમાં તો ભગવાનની વાણી પણ છે. લોકોને એ આકરું પડે છે કે એને-ભગવાનને અને વાણીને ને ૫૨ને-તમે (સોનગઢવાળા ) ઇન્દ્રિય કહો છો ! (પણ ) બાપુ! ભગવાન (એમ ) કહે છે. ભાઈ ! (‘સમયસાર’) ૩૧મી ગાથામાં પોતે ભગવાન એમ કહે છેઃ હું અને મારી વાણી (ભગવાનની વાણી એ નિમિત્તથી કહ્યું) એને તો અમે ઇન્દ્રિય કહીએ છીએ. અને તું છો અણઇન્દ્રિય. તો ઇન્દ્રિય દ્વારા અણઇન્દ્રિય પમાય ? –એમ હોઈ શકે નહીં.
આહા... હા! આ એકદમ સાર-માખણ છે. આત્માના આંતરઅનુભવ અને જ્ઞાન વિના, એવાં તો અનંત વાર દ્રવ્યલિંગ ધારણ કર્યાં, ક્રિયા-કાંડો કર્યાં, પણ એથી શું? -એ (તો ) સંસાર
છે.
આહા... હા ! આવો જે (પરિપૂર્ણ) આત્મા, તે પાંચ ઇન્દ્રિયોના વિષયના વ્યાપરથી રહિત છે. ભગવાનની ) વાણી કાને સાંભળવી અને ભગવાનના રૂપને આંખથી જોવું- એવા ઇન્દ્રિયના વિષયના વ્યાપારથી પ્રભુ (આત્મા) રહિત છે. આહા... હા! આવી વાત છે ! ! ( જીવોને ) નવરાશ ન મળે; અને પોતાની કઈ ચીજ છે, એ સાંભળવા મળે નહીં, સમજવા મળે નહી; અરે! ક્યાં જાય...?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮: પ્રવચન નવનીત ભાગ-૧
એ ભગવાન ( આત્મા ) તો અંદર પરિપૂર્ણ પરમાત્મા છે ભાઈ! તને એ પરિપૂર્ણતાની પ્રતીતિની ખબર નથી. પ્રતીતિ એટલે દેવ-ગુરુ-શાસ્ત્ર (ની શ્રદ્ધા એમ નહીં, એ ) તો ઇન્દ્રિયના વિષય છે. તે ઇન્દ્રિય છે. આત્મા એનાથી પણ પા૨ છે.
≠
[“ મનોવષનળાયવ્યાપાર ”] મન-વચન-કાયાના વ્યાપારથી પાર છે. આહા... હા! ભગવાન અંદર શુદ્ધ આનંદકંદ પ્રભુ...! જેના સ્વભાવનો આશ્રય લેતાં (પર્યાયમાં) અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે, (એને પ્રતીતિ કહીએ ). એ ભગવાન પોતે મન, વચન અને કાયાથી તો ભિન્ન છે. તે વાણીથી મળે તેવો નથી, દેહથી મળે તેવો નથી, પણ મનના ભાવથીય પણ તે મળે તેવો નથી. અંતઃકરણ મન છે તે તો અંદર જડ છે, એ તો ૫૨માં ગયું. પણ ભાવેન્દ્રિયભાવમન સંકલ્પ-વિકલ્પ (છે); ‘પ્રભુ’ તો એનાથી પણ રહિત છે; અંદર ભિન્ન છે. એનું નામ ‘આત્માની ભાવના' કહેવાય છે.
["2 [ “ ભાવળર્મ-દ્રવ્યર્મ-નોર્મ ” ] ‘ભાવકર્મ ’ : પુણ્ય અને પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ, એ બધાં ભાવકર્મ. લોકોને આકરું પડે! ભાવકર્મ એટલે વિકલ્પની વૃત્તિ જે ઊઠે છે તે. ચાહે તો ભગવાનના સ્મરણની, શાસ્ત્રવાચનની, શાસ્ત્રને કહેવાની (હોય ) –એ બધી વૃત્તિઓ છે, તે ભવકર્મ છે. ભાવકર્મ એટલે વિકારી પરિણામ. તેનાથી ‘પ્રભુ (આત્મા )’ ભિન્ન છે. ‘દ્રવ્યકર્મ' : જડકર્મ જે (જ્ઞાનાવરણીય આદિ) આઠ છે; તેનાથી તો ‘પ્રભુ’ અંદર ભિન્ન છે. વસ્તુ છે, અસ્તિ છે, હાજર છે, હયાતી ધરાવે છે, એવું જે ‘આત્મતત્ત્વ '; તે એ જડકર્મ (–દ્રવ્યકર્મ ) થી ભિન્ન છે. ભાવકર્મથી ભિન્ન છે, એ પહેલાં લીધું. (હવે કહે છે કે) નોકર્મથી ભિન્ન છે. નોકર્મથી ( એટલે કે) શરીર-વાણી-મન આદિ અથવા બીજાં બાહ્ય નિમિત્તો-એ બધાંથી, તે (‘પ્રભુ ’) ભિન્ન છે.
:
[ “ ાતિ-પુના-નામ”] મારી પ્રસિદ્ધિ થાઓ, મારી પૂજા થાઓ, –એવા ખ્યાતિપૂજાના લાભની આકાંક્ષાથી (‘પ્રભુ’) રહિત છે. આહા... હા! કોઈ મને કંઈ ગણતરીમાં ગણે, કોઈ મારી ખ્યાતિ-પ્રસિદ્ધિ બહાર લોકોમાં કરે, -એવી આકાંક્ષાથી પણ ‘પ્રભુ’ તો રહિત છે. આહા... હા ! એને અહીં ‘ આત્મા' કહેવામાં આવે છે. લોકો ખ્યાતિ-પૂજા-બહુમાન કરે, મને પૂજ્ય તરીકે સ્વીકારે, –એવી આકાંક્ષાથી ‘પ્રભુ’ રહિત છે.
જે ભોગો
9
[ “ દeશ્રુતાનુભૂતોાાંક્ષાપનિવાનમાયામિથ્યાશયંત્રયાવિ” ] ‘ દદ ’ – દેખવામાં આવે છે; ‘ શ્રુત ' –જે ભોગો સાંભળેલા છે; અને ‘અનુભૂત ’–જે ભોગો અનુભવેલા ( છે ); ( -તેની આકાંક્ષાથી ‘પ્રભુ’ રહિત છે.) જે ભોગો જોવામાં આવે એટલે આ બહારનાં સાધનો, જોવામાં આવે છે તે. સાંભળેલા ભોગો એટલે કે (લોકોને કહેતા) સાંભળ્યા હોય કે અમેરિકામાં અબજોપતિ આવા છે, ને... લાણા છે ને... ૪૮-૪૮ માળનાં મકાન છે ને... એમાં રહે છે ને... એ બધી વાતો સાંભળેલી હોય તે. અનુભવેલા એટલે કે એવા વિષય-ભોગોનો અનુભવ અનુભવ કર્યો હોય તે. એવા દેખેલા, સાંભળેલા અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા: ૩/૬-૩૦૮: ૬૯ અનુભવ કરેલા ભોગોની “આwાંક્ષાનિઃાન” એની જે ઈચ્છારૂપી નિદાન-હેતુથી તો “પ્રભુ” રહિત છે. આહા.... હા ! એવા “આત્મા” ને અંદર અનુભવવો એનું નામ “ધર્મ' છે. એનું નામ “જૈનધર્મ' છે. અહીં ત્રણ “શન્ય' લેવા છે ને...? “મો વાંક્ષાશ્રુપ નિવાર'; માયા” એટલે કપટ-કુટિલતા; અને “મિચ્યા” એટલે ઊંડે ઊંડે કંઈ પણ રાગથી લાભ થાય, વ્યવહારથી નિશ્ચય-આત્મા પમાય. એ મિથ્યાશલ્ય –એવાં ત્રણેય શલ્યથી “પ્રભુ” રહિત છે. એટલે કોઈ પણ સૂક્ષ્મવૃત્તિનું ‘નિદાન', ઊંડી ઊંડી “માયા', અને ઊંડે ઊંડ મિથ્યાત્વ' નો-વિપરીત માન્યતાનો સૂક્ષ્મ ભાવ; જેના અસંખ્ય પ્રકાર છે; એવાં ત્રણ શલ્યથી, “પ્રભુ” રહિત છે.
[ “સર્વવિભાવપરિમિતિ: શૂન્યો.”] “સર્વવિભાવ” એમાં ક્યાં બાકી રાખ્યું કાંઈ ? “બહેનશ્રીનાં વચનામૃત' (બોલઃ ૩૧૯) માં છે કેઃ “વિભાવથી જુદો પડીને ચૈતન્યતત્ત્વને ગ્રહણ કર”. “વિભાગથી રહિત થાઓ.” આહા... હા! આ એક શબ્દ બસ છે! “વિમાન' અર્થાત પુણ્ય-પાપ, દયા-દાન, વ્રત-ભક્તિનાં પરિણામ, એ “વિભાવ' છે; એ “સ્વ-ભાવ' નથી. (“હું' ) એવા સર્વ વિભાવપરિણામ રહિત, શૂન્ય છું. અભાવ બતાવવો છે ને...! આહા... હા ! “સર્વ વિભાવપરિણામરહિત શૂન્ય છું'. પછી વ્રત ને.. ત૫
ભક્તિ ને... પજા આદિના જે વિકલ્પ છે. તે પણ વિભાવ છે, ભાઈ ! “પ્રભ' માં વિભાવ નથી. એ તો અધ્યાસથી વિભાવને પોતાનો માન્યો છે. પણ “વસ્ત” માં નથી. (જીવ) અધ્યાસમાં ટેવાઈ ગયેલાને લીધે જાણે આ સૂક્ષ્મ વિકલ્પનો વિભાવ, મારો (સ્વભાવ) છે' એમ એણે શલ્યમાં-મિથ્યાત્વમાં માન્યું છે. પણ (કોઈ પણ) વિભાવ “વસ્તુ” માં નથી. સમજાય છે કાંઈ?
આવો ભગવાન આત્મા ચૈતન્યદીવો-સૂર્ય કે જેના ચેતનના પ્રકાશમાં એ વિભાવ-ભાવ' અંધારું છે, અજીવ છે. આહા... હા ! એ વિભાવભાવ છે તે અજીવ છે; એ જીવ નથી. એ અંધારું છે. એ જાણતા નથી. જાણતા નથી તે જાણનારથી જુદા છે. સમજાય છે કાંઈ?
એ “વિભાવ' ને તો વ્યભિચારી કહ્યા છે. સ્વસ્વભાવ” જ્ઞાન અને આનંદથી પરિપૂર્ણ પ્રભુ છે! એમાં વિભાવના ભાવને સંયોગીભાવ-વ્યભિચારભાવ કીધો છે. અરે ! શાસ્ત્રમાં બુદ્ધિ જાય, તેને વ્યભિચારિણી કહી છે. લોકોને આકરું પડે છે! (અને પોકારે છે કે, એકાંત છે. એકાંત છે. (પણ) બાપુ ! આ તો સમ્યક એકાંત છે. શ્રીમદ્ભાં (પત્રાંક: ૭૦૨માં) આવે છે: “ અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી. (પરંતુ) લોકો અનેકાંત... અનેકાંતના (નામ) એમ કહે છે કેઃ સ્વભાવથી લાભ થાય અને વિભાવથી પણ લાભ થાય, તો અનેકાંત કહેવાય. તેમ જ પોતાના ઉપાદાનથી પણ કામ થાય અને નિમિત્તથી પણ અંદર (આત્મામાં) કામ થાય, એને અનેકાંત કહે છે. (પણ) એ અનેકાંત નથી. એ તો એકાંતિક મિથ્યાત્વભવ છે. એ વિભાવભાવ છે. સમજાય છે કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦: પ્રવચન નવનીત ભાગ-૧
( અહીં કહે છે: ) “ સર્વ વિભાવપરિણામ રહિત છું, શૂન્ય છું”. એવા (સર્વ વિભાવ ) પરિણામથી તો ‘હું' રહિત છું! હવે (જ્યારે ) વિભાવપરિણામથી રહિત છું (ત્યારે) એને વિભાવપરિણામ કરતાં કરતાં (કેવી રીતે ) સ્વભાવ પ્રાપ્ત થાય ?
બહુ આકરું કામ, ભાઈ! એને (પૂર્વ) આગ્રહ છોડવો મુશ્કેલ પડે છે. (તીવ્ર ) આગ્રહ તો અભવીએ પણ છોડયો હતો. તીવ્ર છોડયો, મંદ રહ્યો હતો-એ કોઈ ચીજ નથી.
અહીં તો વિભાવ નામનો અંશ પણ જેના સ્વભાવમાં નથી એવો આ ‘ભગવાનઆત્મા' પોતે પોતાના અંતરના આનંદ અને જ્ઞાનની નિર્મળ પર્યાય દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ત્યાં
6
આ રીતે ' મળી શકે છે, એમ કહે છે. બાકી તો કોઈ રીતે (‘ આત્મા’) મળી શકતો નથી. (ભલે ને ) કરોડોનાં-અબજોનાં દાન આપે; કે કરોડોનાં-અબજોનાં મંદિરો બનાવે; કે અગિયા૨ અંગ, નવ પૂર્વ સુધી શાસ્ત્ર ભણે; તોપણ, આત્માની પ્રાપ્તિ થાય નહીં.
આહા... હા! શ્રીમદે કહ્યું છે ને...! “યમનિયમ સંજમ આપ યિો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય દિયો ”. “ સબ શાસ્ત્રનકે નય ધારિ હિ યે, મત મંડન ખંડન ભેદ લિયે; વહુ સાધન બાર અનંત ક્યિો, તપ કછુ હાથ હજુ ન પર્યો. અબ કર્યો ન વિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસેં ?” –૨૪મા વર્ષે શ્રીમદ્દ (‘શ્રીમદ્દ રાજચંદ્ર' પત્રાંકઃ ૨૬૫માં ) કહે છે. આહા... હા ! “અબ કર્યો ન વિચારત હૈ મનસેં, કછુ ઔર રહા ઉન સાધનસેં ? બિન સદ્દગુરુ કોય ન ભેદ લહે,...” આહા... હા! જરીક, જ્ઞાનીમાં નિમિત્તપણું થાપ્યું છે. પણ જ્ઞાની એને ‘આ ’ સમજાવે છે. એની આજ્ઞાનો આરાધનનો અર્થ: એ (જ્ઞાની) આજ્ઞા એ કરે છે કે ‘વસ્તુનો (સ્વભાવનો ) આશ્રય લે ! અને ‘વસ્તુ ’ માં વિભાવનો અંશ નથી, તેને પ્રાપ્ત કર!' જ્ઞાનીની આજ્ઞાનું આરાધન ‘એને ’ કહેવાય. આજ્ઞા તો વાણી છે; પણ એનો કહેવાનો ભાવ-સર્વ જ્ઞાનીનો, તીર્થંકરોનો, કેવળીઓનો કહેવાનો આશય- ‘વીતરાગ ભાવ' છે. અને ‘વીતરાગ ભાવ' પ્રગટ થવાને માટે સ્વદ્રવ્યનો આશ્રય' છે. આહા... હા! ગમે તે કરે... ગમે ત્યાં ફરે... ( પણ કરવાનું તો ‘આ’ છે).
6
અહીં કહે છે કેઃ ચેતન ભગવાન, એ વિભાવપરિણામથી શૂન્ય છે. (ક્યાં?) કે: [ “ નાત્રયે” ] ત્રણે લોકમાં. નરકમાં સાતમી નારકીના જીવો છે, પણ એ ( જીવો ) આવા છે. જીવ ‘ એને ’કહીએ. અરે! નિગોદના એવા અનંતા જીવો છે... પ્રભુ! જે અત્યાર સુધી ત્રસપણું પામ્યા નથી અને હજુ અનંતકાળ-ભવિષ્યમાં ત્રસપણું પામશે પણ નહીં, એવા જીવો છે. પણ છે તો એ ( જીવો ) અંદર ભગવાનસ્વરૂપ જ. પર્યાયમાં ફેર છે. પણ એ ‘ પર્યાય ' અંદર ( - દ્રવ્યસ્વભાવ) માં નથી. ખરેખર તો એ ‘ પર્યાયને ' દ્રવ્ય સ્પર્શતો ય-અડતો ય નથી. આવો જે ભગવાન પૂર્ણ જ્ઞાન (સ્વભાવી ), તે ત્રણ લોકમાં છે, એમ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩/૬-૩૦૮: ૭૧ પ્રશ્નઃ અધોલોકમાં એવા જીવો છે પરંતુ ઊર્ધ્વલોકમાં એવા (નિગોદના) જીવો હોય? કેમ કે ત્યાં તો સિદ્ધ ભગવાન બિરાજે છે!
સમાધાન: સિદ્ધ બિરાજે ત્યાં (પણ) નિગોદના જીવ અનંતા છે. જ્યાં સિદ્ધ ભગવાન આ (આત્માના) આનંદના અનુભવમાં બિરાજે છે ત્યાં એના ક્ષેત્રમાં અનંતા નિગોદ-જીવ છે.
- સિદ્ધ ભગવાન આનંદને વેદે છે. (પરંતુ ) એના ક્ષેત્રમાં (આકાશ-અપેક્ષાએ) રહેલા નિગોદના જીવો દુ:ખને વેદે છે. છતાં ય એ જીવ છે એ તો ત્રણે લોકમાં આવા શુદ્ધ (સ્વરૂપે) છે. પર્યાયમાં ભલે વેદન–અલ્પ-ઘણું-વિશેષ-ગમે તે પ્રકારે હોય.
આહા... હા! [ સર્વે ની:] એમ કહીને “એક જીવ છે” એ વાતને (–માન્યતાને) ઉથાપી. તેમ જ [ નત્રય] (કહીને) “ત્રણ લોકમાં (જીવ) નથી પણ અમુક ઠેકાણે જ (જીવ) છે' એને ય ( એવા મતને) ઉથાપ્યો.
(અહીં) કહ્યું ને..! ઊર્ધ્વ, મધ્ય અને અધો-ત્રણે લોકમાં (અનંતા જીવો છે). નરક સાત છે. એની નીચે નિગોદ છે. આખાય લોકમાં એવા (નિગોદના) જીવ અનંતાનંત છે. ત્રણે લોકમાં એક અંગુલના અસંખ્યાતમા ભાગ (ક્ષેત્ર) માં જીવોની સંખ્યા અનંતાનંત છે. નિગોદમાં જીવની પર્યાય ભલે હીણી-અક્ષરના અનંતમા ભાગે થઈ જાય, પણ ત્રણે લોકમાં એ બધાય જીવ તો આવા (પરિપૂર્ણ “પ્રભુ”) જ છે.
[“ત્રિપિ”] ત્રણે કાળે એ (જીવ) તો આવા જ અંદર “પ્રભુ” છે. વર્તમાન કાળે અથવા થશે ત્યારે, એમ નહીં. પાંચમા આરાનો છેડો એવો આકરો ને છઠ્ઠો આરો એવો ને...! ગમે તે આરો હોય અને ગમે તે કાળ હોય.. પણ ત્રણ લોક-ત્રણ કાળમાં ભગવાનસ્વરૂપે આત્મા” જેવો કહ્યો તેવો શુદ્ધ ચૈતન્યઘન છે. આહા... હા! આ ભગવાન-આત્મા અંદર છે એ તો આવો છે! એ ભગવસ્વરૂપ છે. પર્યાયમાં ગમે તેટલા (ફેરફાર) થાય; પણ “પ્રભુ” પોતે સ્વરૂપમાંથી ત્રણે કાળે હાલતો (ચલિત થતો) નથી. આહા. હા ! એવો એ આતમ દરબાર છે! સમજાય છે કાંઈ ?
[“શુદ્ઘનિશ્ચયેન”] ત્રણ લોકમાં–ત્રણે કાળે કઈ દષ્ટિએ (“આત્મા” એવો ભગવતસ્વરૂપે છે?) - પર્યાયદષ્ટિએ નહીં. શુદ્ધ નિશ્ચયનયે ( આવો છે).
સમયસાર' માં મૂતાઈ આશ્રિત: સમકિત કહ્યું છે ને..! એ (“આત્મા') ભૂતાર્થ છે, એ શુદ્ધ નિશ્ચયનયનો વિષય છે, એમ કહો; અથવા (તેને) શુદ્ધ નય કહો. ૧૧મી ગાથામાં એમ કહ્યું: “મૂલ્યવો તુ” “મૂલ્યો સિવો ટુ સુદ્ધનો”. જે ત્રિકાળ આનંદકંદ પ્રભુ, અનંત ગુણનો પિંડ, સ્વભાવની મૂર્તિ-તે ભૂતાર્થ છે. અને તે જ શુદ્ધનિશ્ચય છે, એ ભૂતાર્થ છે. ભૂત અર્થાત્ છતો પદાર્થ છે, છતી ચીજ છે, અસ્તિ-હાજર છે–એને અહીં શુદ્ધ નય કહ્યો છે. અહીં ત્રીજા પદમાં જરી નયનો અને નય-વિષયનો ભેદ પાડયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર: પ્રવચન નવનીત ભાગ-૧ પહેલા પદમાં એમ કહ્યું: “વ્યવહારોગમૂલ્યો” પર્યાય માત્ર અભૂતાર્થ છે. ત્રિકાળીદ્રવ્યની દૃષ્ટિ કરાવવા, સમ્યકત્વનું પ્રયોજન સિદ્ધ થવા, ત્રિકાળી ચીજ તે મુખ્ય અને નિશ્ચય છે; અને પર્યાય માત્રને ગૌણ કરી, નથી ને અભૂતાર્થ છે, એમ કહેવામાં આવ્યું છે. પછી કહ્યું: “મૂલ્યો સિવો ટુ સુદ્ધાગોભૂતાર્થ ત્રિકાળ છે, ત્રિકાળ ચીજ છે, એ જ સત્ય છે. પર્યાય અસત્ય છે, એમ કહ્યું. આહા.... હા! સમજાણું કાંઈ ? પછી કહ્યું: “ભૂયસ્થસિવો” એ ત્રિકાળીનો આશ્રય લે; આવો જે (આત્મા) કહ્યો, એનો આશ્રય લે તો સમ્યગ્દર્શન થાય.
ભાઈ ! આવું બહુ ઝીણું છે. અરે... રે! (જીવો) આ દુનિયામાં ક્યાં પૂછીને ક્યાં ને ક્યાં જિંદગી કાઢે? અને મનુષ્યનું આયુષ્ય પૂરું થતાં ક્યાંય ચાલ્યા જાય ! આહા.. હા! જ્યાં જવું છે ત્યાં (–આત્મામાં) જાય નહીં! (તો) નથી જવું ત્યાં પછી જશે ! નરક અને નિગોદના ભવ કરી કરીને, બાપુ! (દુઃખી દુઃખી થઈશ ).
પ્રભુ! અહીં તો કહે છે કેઃ ત્રણે કાળે-ત્રણે લોકમાં શુદ્ધ નિશ્ચયનયે બધાય જીવ આવા પ્રભુ છે ભાષા એકલી નિશ્ચયનયની નથી કરી, કારણ કે અશુદ્ધ નિશ્ચયનયે રાગાદિ છે; અશુદ્ધ નિશ્ચયનયે જીવમાં છે. –એમ પણ (શાસ્ત્રમાં ) કહેવામાં આવે. જીવમાં પુણ્ય-પાપ-સંસાર છે, તે અશુદ્ધ નયે છે. અશુદ્ધ નય એ નિશ્ચયની અપેક્ષાએ વ્યવહારનય થાય છે. અને વ્યવહારનય એટલે પર્યાયનય થાય છે. (એ અશુદ્ધ નિશ્ચયનય, વ્યવહારનય અને પર્યાયનય) –ત્રણેયને કાઢી નાખવા. શુદ્ધ નિશ્ચયનયે એકલો જ્ઞાનરસ અને આનંદરસ, ધ્રુવ-ત્રિકાળ છે, જેને જાણનારો “શુદ્ધ નય' (એમ) જાણે કે એ શુદ્ધ નિશ્ચયનયે “હું આવો છું'. આહા.... હા ! શુદ્ધ નિશ્ચયનયે “હું આવો છું” –એનું નામ “સમ્યગ્દર્શન” અને એનું નામ “આત્મ-ભાવના'. આત્માની “આ” ભાવના. “આવો છું” એવી દષ્ટિ અને અનુભવ તે “(આત્મ-) ભાવના'. આત્માની “આ” ભાવના. “આવો છું” એવી દષ્ટિ અને અનુભવ તે “(આત્મ-) ભાવના'. આહા... હા! આત્માની વસ્તુ આવી છે!
હું” આવો છું, તથા “બધાય” જીવ આવા છે! બધા ભગવંતસ્વરૂપ છે. બધા જીવો એવા પરમાત્મસ્વરૂપ છે. ચાહે તો નિગોદના જીવની પર્યાય અક્ષરના અનંતમા ભાગની (હીણી) હોય, પણ વસ્તુ તરીકે તો આવી ચીજ છે. આહા... હા ! આવા “આત્મા” ને અનુભવવો-એનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન. અને એમાં ઠરવું એનું નામ સમ્યક ચારિત્ર. બાકી તો બધી વાતું છે!
[[સર્વે નીવા:] બધાય જીવ “આવા” છે, પણ તે કઈ રીતે ? તે હવે કહે છે: બધાય જીવ આવા” છે, એમ [“મનોવરનવાર્ય:”] મન-વચન-કાયથી માનવા. મનથી પણ એમ જાણવું. વાણીથી પણ એમ જાણવું અને કાયાથી પણ એ જ કે આવા ( પરમાત્મ-સ્વરૂપે) જ બધા જીવ છે.
[“ઋતવારિતાનુમત્તેશ્વ”] કૃત-કારિત-અનુમોદનાથીય પણ એમ જ કે બધા જીવો શુદ્ધ, બુદ્ધ, નિર્વિકલ્પ, ઉદાસીન. સ્વસંવેદનગમ્ય અને પ્રાપ્ય-પ્રાપ્ત થવા લાયક છે. એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩/૬-૩૦૮: ૭૩ બધાય જીવો આવા (પરમાત્મસ્વરૂપે) છે; એ કરવામાં પણ એમ, કરાવવામાં પણ એમ, અને અનુમોદવામાં પણ એમ. વ્યવહાર કરવો, વ્યવહાર કરાવવો અને વ્યવહારને અનુમોદવો, એ વાત છોડી દીધી. સમજાય છે કાંઈ ?
[“તિ નિરંતર ભાવના વર્તવ્યા”] આવી ભાવના નિરંતર. પાછો એક ક્ષણ કોક દી એનો વિચાર કર્યો, એમ નહીં. ... નિરંતર-અંતર પાડયા વિના એવા ભગવાન ત્રિકાળી સ્વભાવની ભાવના કર્તવ્ય છે. નિરંતર ‘આ’ ભાવના કર્તવ્ય છે-કરવા લાયક છે.
આહા... હા! વ્યવહાર કરવા લાયક છે ને.... વ્યવહાર સાધનથી નિશ્ચય થાય છે ને...? બાપુ! એ બધાં કથનો છે. એ તો વ્યવહારનું જ્ઞાન કરાવવા માટેનાં (કથન) છે. બાકી કર્તવ્ય તો આ” (- “આત્મ-ભાવના') છે.
વ્યવહાર કરવા લાયક છે ને.... વ્યવારથી નિશ્ચય થાય ને....! એવું જે જોર તું આપે છે ને. તેમાં તો એ પરિપૂર્ણ પરમાત્માનો તું અનાદર કરે છે !
આહા... હા! કેમ કે નિરંતર (“આ” આત્મ-) ભાવના કર્તવ્ય છે. અંતર ન પડે એવી રીતે એની ભાવના-એકાગ્રતા, એ કરવા લાયક છે! (બધી વાતનો) સરવાળો “એ” છે.
–બે વ્યાખ્યાન થયાં આનાં.
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ રાજચંદ્ર”
“બોધવચન' [સ્વદ્રવ્ય અન્ય દ્રવ્યના બોલ]
ક્રમાંક: ૧૦૮ થી ૧૧૭ (૧૭માં વર્ષ પહેલાં).
૧/૮ સ્વદ્રવ્ય અન્યદ્રવ્ય ભિન્ન ભિન્ન જાઓ.
૧૦૯
સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.
૧૧)
સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ.
૧૧૨
સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો ( દો ).
૧૧૫
પદ્રવ્યના ધારકતા ત્વરાથી તો.
૧૧૬ પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો.
૧૧૭ પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
H
* ૫૨મ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજી *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮-૧૧૭: ૭૫ (પ્રવચનઃ તા. ૨૬-૧-૧૯૭૮)
શ્રીમદના આ ૧૭માં વર્ષ પહેલાંના-શરીરની ઉંમર ૧૭ વર્ષ, તે પહેલાં (ના) -આ શબ્દો છે. (“બોધવચન' ૧૦૮ થી ૧૧૭ સુધી) દશ બોલ છે. પહેલી આવૃત્તિમાં નહોતા, બીજી આવૃત્તિમાં છપાણા છે.
સ્વદ્રવ્ય અન્યદ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ.” પહેલો આ શબ્દ છે. સ્વદ્રવ્ય ભગવાન આત્મા; દ્રવ્ય એ કહીએ. એકલો સ્વાભાવ ત્રિકાળી, આનંદ આદિ સ્વાભાવનો પિંડ, તે દ્રવ્ય. આહા.... હા! અહીં તો “સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ'... બસ ! રાગ આદિ પરદ્રવ્ય છે, એમ અહીં કેહવું છે. વ્યવહાર રત્નત્રયનો રાગ એ પણ પરદ્રવ્ય છે, અને ભિન્ન જુઓ. સ્વદ્રવ્ય એ તો ચૈતન્યધન પૂર્ણ આંદસ્વરૂપ ધ્રુવ. એનાથી રાગાદિ બધા પરદ્રવ્ય છે, પુદ્ગલ છે; એમ કહ્યું છે ને....! સમજાય છે કાંઈ ?
શ્રીમદ્ રાજચંદ્ર નાની ઉંમરમાં – ૧૭ વર્ષની ઉંમર પહેલાં- “આ' લખ્યું છે. આત્માજ્ઞાન - આનંદનો અનુભવ તો પાછળથી ૨૪મા વર્ષે (વિક્રમ સંવત ૧૯૪૭ માં) થયો. તે પહેલાં
આ” લખ્યું: “સ્વદ્રવ્ય અન્યદ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ.” ઝીણી વાત છે, પ્રભુ! સ્વદ્રવ્ય અર્થાત્ આનંદ અને જ્ઞાન આદિ અનંત શક્તિનો પિંડ.
આકાશના પ્રદેશ અનંત છે, તેનાથી અનંતગણ ગુણ એક દ્રવ્યમાં છે, આકાશ છે લોક અને અલોક બધા અકાશના પ્રદેશ (કે જેનો) અંત નથી. , અનંત... અનંત... અનંત... જેનો પ્રદેશ છે. [ એક પરમાણુ જેટલું (ક્ષેત્ર) રોકે, તેને પ્રદેશ કહીએ. તો એવા અનંત પ્રદેશ આકાશના છે.] તેનાથી અનંતગણા ગુણ એક આત્મામાં છે. (તેમ જ) એટલા જ અનંતગણા ગુણ એક પરમાણમાં છે. પરમાણુ માં જડ (ગુણો) છે અને ભગાવન આત્મામાં ચૈતન્ય-આનંદ છે, એવા અનંત ગુણ તેમાં છે. તો કહે છે કે: અનંત ગુણનો પિંડ જ દ્રવ્ય – વસ્તુ (સ્વદ્રવ્ય) છે તેને અન્ય દ્રવ્યથી ( ભિન્ન જુઓ).
“સમયસાર” અજીવ અધિકારમાં તો એમ લીધું છે કેઃ રાગ આદિ જે વ્યવહાર વિકલ્પ ઊઠે છે તે પણ અજીવ છે. તે પુદ્ગલનાં પરિણામ છે. “એને પુદ્ગલના પરિણામ કેમ કહ્યું? ' એવો પ્રશ્ન (એક વિદ્વાને) કર્યો હતો. (સમાધાનઃ) અંતર જીન ભગાવન આનંદકંદ પ્રભુ સચ્ચિદાનંદસ્વરૂપ, તેમાંથી એ રાગ છે તે નીકળી જાય છે. સિધ્ધ ભગવમાનમાં રાગ નથી. કેમકે એનો સ્વભાવ ન હતો. પોતાના સ્વભાવમાં રાગ છે જ નહીં. તે અપેક્ષાએ ભગવાન પરમાત્માએ કહ્યું. – આ વાત એમને (શ્રીમદ્જીને) પૂર્વ ભવના જાતિસ્મરણમાં આવી હતી. તેથી આ પહેલો બોલ એમ લીધો. ભગવંત! જરી બધી શાંતિની વાત છે, પ્રભુ!
સ્વદ્રવ્ય અનંત ગુણનો પિંડ! જેમાં વ્યવહાર રત્નત્રયના વિકલ્પ પણ પરદ્રવ્ય કહેવામાં આવે છે; એવી વાત છે !! એવા સ્વદ્રવ્ય, અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. આહા... હા !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬: પ્રવચન નવનીત ભાગ - ૧
આ શરીર તો જડ છે, માટી – ધૂળ છે. અંદર કર્મ એ અજીવ, માટી-ધૂળ છે. પણ પુણ્ય અને પાપના શુભ – અશુભભાવ પણ પરમાર્થથી તો ભગવાને અન્ય દ્રવ્યમાં ગણ્યા છે. કેમકે
મ્યગ્દષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર પડી છે. સમ્યગ્દર્શન પર્યાય છે પરંતુ તેનો જે વિષય છે, તે ધ્રુવ છે. એ તો અનંત ગુણનો પિંડ વસ્તુ- દ્રવ્ય છે. આહા... હા ! એને અહીં સ્વદ્રવ્ય કહેવામાં આવ્યું છે. ઝીણી વાત, ભગવાન! એ અન્ય દ્રવ્ય અને સ્વદ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ.
પ્રશ્નઃ એવું ક્યારે જોવામાં આવે છે?
સમાધાન: નિમિત્તની દૃષ્ટિ છોડીને; રાગનો કિલ્પ જે શુભ – અશુભ છે, એની દષ્ટિ છોડીને; એક સમયની પર્યાયનો અંશ છે, એની દષ્ટિ પણ છોડીને સમ્યક એકાંતરૂપ આનંદકંદ પ્રભુ, અનંત અનંત ગુણ - અપરિમિત શક્તિનો ભંડાર ભગવાન, તેને સ્વદ્રવ્ય જુઓ. તથા રાગ આદિ વિકલ્પને પરદ્રવ્ય જુઓ. એ પોતાની ચીજમાં નથી.
ભગવાન કુંદકુંદાચાર્યના સમયસાર” નો આ પોકાર છે કે પોતાની જીનમાં પુણ્ય અને પાપ, શુભ અને અશુભ રાગ નથી. , એ તો પરદ્રવ્યમાં ગણવામાં આવ્યા છે. કેમકે જેમ પદ્રવ્ય ભિન્ન થઈ જાય છે, તેમ એ રાગ પણ અનુભવમાં ભિન્ન થઈ જાય છે. આહા... હા. હા!
સમ્યગ્દર્શનના અનુભવમાં ભગવાન આત્મા, સ્વદ્રવ્ય ચૈતન્ય ચમત્કાર વસ્તુ (છે). દુનિયાના ચમત્કાર તે બધા (તો) ફોગટ છે. જે ચેતનવતુ એટલા નાના ક્ષેત્રમાં રહે છે. અરે ! નિગોદના જીવ પ્યાજ અને લસણ (માં) અંગુલના અસંખ્યમાં ભાગમાં અસંખ્ય શરીર છે. એક એક શરીરમાં અનંત જીવ છે. જંગલના અસંખ્યમા ભાગમાં જીવ) અહીં બધે ભર્યા છે. ભગવાન ! એક એક કણમાં આ ક્ષણે અહીં અનંત નિગોદ છે. તે એક એક નિગોદ (શરીર) માં અનંત જીવ છે; અને એક એક જીવ વર્તમાન રાગાદિની પર્યાયથી ભિન્ન છે. આહા... હા! તો તમારા દ્રવ્યને પણ એવું જુઓ અને પર દ્રવ્યને પણ એવું જુઓ.
પ્રભુ અંતરઆત્મા આનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્યધન, એની દષ્ટિમાં સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય ભિન્ન ભિન્ન જોવામાં આવે છે. રાગને વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છે એ રાગ છે, તેને પણ અહીં તો પરદ્રવ્ય ગણવામાં આવ્યું છે. “સમયસાર” ના અજીવ અધિકારમાં, કર્તા-કર્મ અધિકારમાં – બધામાં “રાગ” ને તો પરદ્રવ્યમાં – પુદ્ગલના પરિણામમાં ગણવામાં આવ્યું છે. આહા.... હા !
ધર્મની-મોક્ષમહેલની પહેલી સીડી... તે “છ ઢાળા” માં આવે છે: “મોક્ષમહલની પરથમ સીડી, યા વિના જ્ઞાન ચરિત્રા”. - એવું સમ્યગ્દર્શન - અનુભવ –આત્માના આનંદનો અનુભવ - આ સમ્યગ્દર્શનનો વિષય છે “દ્રવ્ય”. સમ્યગ્દર્શન છે “પર્યાય'. સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮–૧૧૭ : ૭૭
કોઈ ગુણ નથી. ગુણ તો ત્રિકાળ છે અને દ્રવ્ય પણ ત્રિકાળ છે. ત્રિકાળનો અંતરમાં અનુભવ થવો. અંત૨માં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો, એમાં પ્રતીતિ થવી – એનું નામ સમ્યગ્દર્શન છે. જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય, તો એની પ્રથમ આ વ્યાખ્યા છેઃ “ સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ ”.
આહા... હા! ભગવાન! ‘સમયસર' ની ૭૨ ગાથા છે; ત્યાં તો આચાર્ય દેવ ભગવાન' કહીને બોલાવે છે. ૭ર ગાથામાં પહેલાં તો એવું લીધું છે કેઃ પ્રભુ! એક વાર સાંભળતો ખરો. પ્રભુ! એ શુભ અશુભ ભાવ એ અશુચિ છે, મેલ છે અને મેલપણે અનુભવમાં આવે છે. પહેલો બોલ અમૃતચંદ્ર આચાર્યની સંસ્કૃત ટીકામાં છે. પુણ્ય અને પાપ, શુભ અને અશુભ ભાવ અશુચિ છે, મેલ છે, અજીવ છે, પુદ્દગલ પરિણામ છે. અને ભગવાનઆત્મા નિર્મળાનંદ પ્રભુ જ્ઞાનરસ આનંદરસ- અવિકારી શાંતરસનો કંદ પ્રભુછે. આહા... હા! અને ‘આનંદનો અંશ નથી. શુભ અને અશુભ ભાવમાં જ્ઞાન ચેતનનાં કિરણ નથી, અતીન્દ્રિય આનંદનો અંશ નથી, એ કારણે પુણ્ય અને પાપ ભાવને, શુભ અશુભ ભાવને જડ કહ્યા છે, પ્રભુ (ભગવાનઆત્મા ) વિજ્ઞાનઘન છે, આનંદનો કંદ છે. આહા... હા ! તે કહ્યું હતું ને...? જેમ સકરકંદ (શકકરિયાં) છે તેની ઉપલી છાલ છે તેને ન જુઓ તો અંદર જે કંદ છે; તેનું આખું દળ સાકરની મીઠાશનો પિંડ છે અને જે છાલ છે તે ભિન્ન છે; એમ ભગવાનઆત્મા પુણ્ય અને પાપના (ભાવથી ભિન્ન છે). પ્રભુ! ઝીણી વાત તો છે, શું થાય? શુભ અને અશુભ ભાવ જડ છે. આ (શરીર) તો જડ છે જ. એ તો માટી–ધૂળ છે. પ્રભુ! અહીં તો ‘ભગવાન' તરીકે જ બોલાવે છે. આહા... હા !
6
-
-
બાળકની માતા પારણું ઝુલાવતાં ઝુલાવતાં એનાં વખાણ કરે છે પ્રશંસા કરે છે તો તે, અવ્યક્તપણે (બાળકને) ઠીક લાગે છે અને સૂઈ જાય છે. અહીં સંતો-મહા મુનિઓ 6 ભગવાન ' કહીને એને જગાડે છે. અરે! જાગ રે જાગ, નાથ! તું તો ચૈતન્ય અને આનંદની રિદ્ધિનો ભંડાર! પ્રભુ! તું રાગમાં રોકાયો ? રાગ તો જડ છે અને અચેતન છે ને... ? - એમાં તો આત્માની શાન્તિ અને આનંદનો અંશ નથી, એ કારણે શુભ અશુભ ભાવ બન્નેને જડ કહ્યા. ભગવાનઆત્માને ચૈતન્યમૂર્તિ કહ્યો એ આ સ્વદ્રવ્ય. સમજાય છે કાંઈ ?
(‘ સમયસાર ') ૭૨-ગાથામાં, ત્રીજા બોલમાં એવું લીધું કેઃ શુભ અને અશુભ ભાવ દુઃખ છે. રાગ છે એ દુઃખ છે, પ્રભુ! આત્મા તો અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે. અને અતીન્દ્રિય આનંદની મૂર્તિથી રાગ વિરૂધ્ધ છે; એ કારણે દુઃખ છે, અને એનાથી ભિન્ન ભગવાનઆત્મા અતીન્દ્રિય આનંદનો કંદ છે. આહા... હા !
પરંતુ આ ‘દૃષ્ટિ’ ભાષામાં સમજાય શી રીતે ? – અંતરમાં દષ્ટિમાં રાગથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮: પ્રવચન નવીનીત ભાગ
'
ભિન્ન થઈ, ભગવાન ( આત્મા ) ને સ્વદ્રવ્ય જાણીને અનુભવે; અને રાગને પરદ્રવ્ય જાણીને (ભિન્ન ) જાણે. સમ્યગ્દષ્ટિ રાગને ૫૨ દ્રવ્ય તરીકે જાણે. એક (સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય) ભિન્ન ભિન્ન જુએ. એવો અર્થ ‘આ’ શબ્દનો છે. ‘સ્વદ્રવ્ય ’ શરીર પ્રમાણે હોવા છતાં શરીરથી ભિન્ન; અને આખા આત્મ પ્રદેશમાં કર્મવર્ગણા- રજકણ છે, તોપણ તેનાથી ભિન્ન (છે). તથા રાગ પણ આખા આત્માની પર્યાયમાં છે, તેનાથી પણ ભિન્ન ‘ચેતનદ્રવ્ય ' છે. એ ચેતનદ્રવ્યની અંતર્દષ્ટિ કરવી. આહા... હા! આ અનંતકાળમાં કર્યુ નહીં; આ સિવાય, ધણું બધું કર્યુ. સ્વર્ગ પણ અનંતવા૨ે મળ્યું. ભગવાન તો એમ કહે છે કે અનંતકાળે એક વાર મનુષ્ય ભવ મળે તેવા મનુષ્યના અનંત ભવ કર્યા. એનાથી અસંખ્યગણા નારકીના અનંતા ભવ કર્યા. આહા... હા! તે નરકનાં દુઃખ.. પ્રભુ! શું કહે છે એક ક્ષણનાં દુ:ખ ભગવાન તેં સહ્યાં તે કરોડ જીભે, કરોડ ભવમાં પણ કહી શકાય નહીં; એવાં દુઃખ તેં સહન કર્યાં છે. પ્રભુ! ભવ પણ મનુષ્ય સંખ્યા કરતાં અસંખ્યગણા અનંત કર્યા. અને તેનાથી અસંખ્યગણા અનંત ભવ સ્વર્ગના કર્યા. તો સ્વર્ગમાં શું કોઈ પાપ કરીને જઈ શકે છે? મિથ્યાદષ્ટિ થઈ, પુણ્ય કરી, અનંતવાર સ્વર્ગમાં ગયો. આવું અનંતવાર થયું. પણ સમ્યગ્દર્શન પામ્યો નહીં. એ દષ્ટિ (મેળવી નહીં). અંદર વસ્તુ શું છે? સ્વદ્રવ્ય શું છે? (−એનો યથાર્થ નિશ્ચય કર્યો નહીં). અને ૫૨દ્રવ્યનું ભેદજ્ઞાન ક્યારેય કર્યું નહીં.
=
–
૧
પરમાત્મા એમ કહે છે: “ ભેવવિજ્ઞાનત: સિદ્દા: સિદ્ધ્ યે વિત જેવન” પ્રભુ ભગવાન તો મહાવિદેહમાં બિરાજે છે. ત્યાં બે હજાર વર્ષ પહેલાં, સવતં ૪૯માં કુંદકુંદાચાર્ય ગયા હતા. ત્યાંથી આવીને ‘આ’ સંદેશો લાવ્યા. (‘સમયસાર') પાંચમી ગાથામાં કહ્યું (છે) કેઃ પ્રચુર સ્વસંવેદન જેની મહોરછાપ છે; એ મારા મુનિપણાનો - ભાવલિંગનો વૈભવ છે. અનુભવની મહોરછાપ શું ? કે: અતીન્દ્રિય આનંદ એની મહોરછાપ છે. કુંદકુંદ આચાર્ય એમ કહે છે કેઃ મારા અંતર આનંદનું વેદન જે પ્રચુર છે એનાથી હું કહું છું કેઃ સ્વદ્રવ્ય અન્યદ્રવ્ય ભિન્ન ભિન્ન છે, એવું જે છે, તેમ પ્રભુ તું જો ને....! એક વાર ત્યાં નજર તો કર! આહા... હા! ભગવાન આનંદનો નાથ અંદર બિરાજે છે. અતીન્દ્રિય આનંદનો રસકંદ છે. એ સ્વદ્રવ્યથી; પરદ્રવ્ય રાગાદિ, વ્યવહાર રત્નત્રય, વિકલ્પ આદિ, મન, વાણી, દેહ, કર્મ, એ પદ્રવ્ય ભિન્ન જુઓ. એનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. આહા... હા ! સમજાય છે કાંઈ ? ઝીણી વાત છે, પ્રભુ! અહીં તો અમે બધા આત્માને અંદરમાં પ્રભુ તરીકે જોઈએ છીએ. (સંસારી જીવને) એની ખબર નથી. એક બોલ થયો.
=
-
બીજો બોલ: “ સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.”
પોતાનું સ્વરૂપ ચિદાનંદ આનંદકંદ પ્રભુ, જે વિકલ્પ અર્થાત્ રાગથી ભિન્ન એવું જે સ્વદ્રવ્ય છે, એના રક્ષક થાઓ. આહા... હા! (આ ) સ્વદયા. ભગવાનઆત્મા
સ્વદ્રવ્યના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
–
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮ – ૧૧૭ : ૭૯ રક્ષક (થાઓ). પરના રક્ષક તો થઈ શકતા જ નથી. કેમકે પરદ્રવ્ય તો સ્વતંત્ર - ભિન્ન છે. એની દયાના ભાવ આવે, પણ એ રાગ છે.
આહા... હા! “પુરૂષાર્થસિધ્ધિ ઉપાય' માં રાગને હિંસા કહી છે. પરની દયાતો પાળી શકાતી નથી; કેમકે એનું આયુષ્ય ન હોય તો મરણ અને આયુષ્ય હોય તો મરણ નહીં. એના કારણે એ છે. તારા કારણથી દયા પળે એવું તો નથી.
અહીં કહે છે કેઃ તારો રક્ષક તું છો. ઝીણું તો છે. પ્રભુ! આ ભાષા ઝીણી છે. બહુ સૂક્ષ્મ છે. અરૂપી ભગવાન અંદર દેહદેવળમાં, ભગવાન ભિન્ન, જિનસ્વરૂપી વીતરાગ મૂર્તિ, અતન્દ્રિય આનંદસ્વરૂપ, અનંત અનંત ઈશ્વરતા શક્તિથી પૂરો ભર્યો પડયો છે.
સમયસાર' માં છેલ્લે ૪૭ શક્તિ છે ને ? એવી તો અનંત છે. પણ નામ ૪૭ આપ્યાં છે. (તેમાં) એક સાતમી પ્રભુત્વશક્તિ છે. જીવત્વશક્તિ, ચિતિ, દશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વદર્શિત્વ, સર્વજ્ઞત્વ વગેરે ૪૭ શક્તિ છે. આ પ્રભુત્વશતિનો અર્થ: તારામાં ઈશ્વરશક્તિ પૂર્ણ પડી છે. બીજો કો તારો ઈશ્વર નથી. સમજાય છે કાંઈ ?
સ્વદ્રવ્યના રક્ષક અર્થાત્ રક્ષા કરનાર). રક્ષાનો અર્થ જેવી પૂર્ણાનંદરૂપી વસ્તુ છે; એવી અંદરમાં પ્રતીતિ અને જ્ઞાનની વર્તમાન પર્યાયમાં એ જ્ઞય. જે વસ્તુ છે, તે પર્યાયમાં આવતી નથી. પણ પર્યાયમાં તે જાણવામાં આવે (તો) એ જીવદ્રવ્યની રક્ષા કરી, એમ કહેવામાં આવ્યું છે. આહા.. હા !
બીજો બોલ છે ને....! “સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.” એ આજે જ થાઓ ! એમ કહે છે. “પ્રવચનસાર” મેં છેલ્લે શ્લોક છે તેમાં અમૃતચંદ્રાચાર્યદવ ( એમ કહે છે કેઃ) આજે”. પ્રભુ! તમને જેની રુચિ હોય એને વાયદા ન હોય. પ્રભુ! આ તો તારી જીન અંદર છે ને નાથ ! એ પૂર્ણ આનંદસ્વરૂપ છે. ભગવાન! તારામાં વિદ્યમાન છે. છતી ચીજ છે અંદર, તેની ત્વરાથી રક્ષા કર. રક્ષા અર્થાત્ “છે' એવો અનુભવ કર. જેવડો છે એવડો ન માનીને, “હું એક પર્યાય જેવડો છું', “રાગ જેવડો છું” એમ માનવું એ જીવની હિંસા છે. હિંસાનો અર્થ: જેવી જીવનજ્યોતિ ચૈતન્યમૂર્તિ ભગવાન છે. “એનો નકાર કરવો ” એ જ એની હિંસા છે. અને “જેવો છે એવો અનુભવમાં – દર્શનમાં – જ્ઞાનમાં લેવો” એનું નામ રક્ષક છે.
આહા... હા! સમજાય છે કાંઈ ? ઝીણી વાત છે, પ્રભુ! જે સાણસે સર્પ પકડાય તેનાથી શું મોતી પકડાય? “પુણ્ય – પાપ અધિકાર' માં તો શુભ – અશુભભાવને સ્થૂળ કહ્યા છે. સ્થૂળ પરિણામથી ભગવાન આત્મા જાણવામાં આવતો નથી. એ શુધ્ધ ઉપયોગથી જાણવામાં આવે છે. પુણ્ય અને પાપના ભાવ અશુધ્ધ ઉપયોગ છે.
ભગવાન! તારી રક્ષા કરવી હોય, તારો રક્ષક થવું હોય તો ત્વરા અર્થાત્ ઉગ્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦: પ્રવચન નવનીત ભાગ - ૧
થા ને! કાલે કરીશ... પરમ દી કરીશ, એમ નહીં; પ્રભુ! ક્યારે આંખો મીંચાઈ જશે અને દેહ છોડીને ચાલ્યો જશે! અહીં કહે છે: સ્વદ્રવ્યના રક્ષક (ત્વરાથી થાઓ ).
66
અહીં તો ઘટ ઘટ અંતર જિન બસે, ધટ ધટ અંતર જૈન; મતિ મદિરા કે પાનસૌં, મતવાળા સમુ ઝૈન.” ( મતવાળાનો ) અભિપ્રાય જૂઠો છે. આ અંદર જિનસ્વરૂપી વસ્તુ, પ્રભુ બિરાજે છે. જો શક્તિરૂપે જિનસ્વરૂપી ન હોય તો પ્રગટરૂપે દશા આવશે ક્યાંથી? વીતરાગ, સર્વજ્ઞ થાય છે તે આત્મામાં જે સર્વજ્ઞ નામનો ગુણ છે, શક્તિ છે, એના આશ્રયથી ધ્યાનથી - સર્વજ્ઞ થાય છે. વીતરાગસ્વરૂપ જ - જિનસ્વરૂપ જ-ધટ ધટ અંતર (માં) છે. આહા... હા! અમૃતચંદ્ર આચાર્યના કલશોમાંથી ‘સમયસાર નાટક’ (૫૦ બનારસીદાસજીએ ) બનાવ્યું છે. “ધટ ધટ અંતર જિન બસે, ધટ ધટ અંતર જૈન ” પણ મતિ - મદિરાકે પાનસે.” પોતાના અભિપ્રાયના દારૂ પીધેલા–“મતવાળા સમુરૈ ન. ” પોતાના અભિપ્રાયના જોરમાં (એ ) મતવાળા, એ ચીજ (સ્વદ્રવ્ય ) ને જાણી શકતા નથી. અંતરમાં અનેભવ કરી શકતા નથી. એનો (સ્વદ્રવ્યનો તું) અનુભવ કર! સમજાય છે કાંઈ ?
66
=
66
‘સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.” ત્વારા કરો.... જલ્દી કરો. એની વાર શી? પ્રભુ! જેની રુચિ છે તેના વાયદા શા! ‘પ્રવચનસાર' માં છેલ્લા કલશમાં “ આજે ” શબ્દ પડયો છે.
આજ કરો.... આજે જ કરો. આ “ત્યારા શબ્દ લીધો છે. આજે એનું હયાતીપણું પરિણમો. ‘ અધ' શબ્દ છે. બીજા શ્લોકાં પણ છેઃ આ ચિસ્વરૂપ ભગવાન આત્માને આજે અત્યંત અનુભવો, આજે જ અનુભવો.
દિગંબર સંતોની વાણી તો જુઓ ! ( બીજે) ક્યાંય નથી. દષ્ટિ વિપરીત થઈને શ્વેતાંબરમત તો, ભગવાન (મહાવી૨) પછી, ૬૦૦ વર્ષ પછી નીકળ્યો છે. અને આ ( દિગંબરમત ) તો સનાતન સત્ય છે. મહાવિદેહમાં સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ સનાતન બિરાજે છે. (ત્યાં) સમવસરણમાં ઇન્દ્રો જાય છે, સિંહ-વાધ (પણ ) જાય
છે.
66
]]
અહીં અર્મતચંદ્ર આચાર્ય (‘પંવચનસાર’ માં) એમ કહે છે કે “આજે ” પ્રભુ ! આ ‘ત્વરા’ નો અર્થ છેઃ આ આત્માની રક્ષા દયા સ્વદયા ત્વરાથી કરો. સ્વદયા અર્થાત્ અહિંસા. રોગ જે ઉત્પન્ન થાય છે તે હિંસા છે અને અવિકારી અહિંસક-વીતરાગ પર્યાય ઉત્પન્ન થાય તેનું નામ ભગવાન ‘અહિંસા પરમો ધર્મ:' કહે છે. એ અહિંસા તો પર્યાય છે.
પ્રશ્નઃ એ પર્યાય આવી ક્યાંથી, શું બહારથી આવે છે?
સમાધાનઃ લીંડીપીપરમાં ૬૪ પહોચી તીખાશ ભરી છે. કદમાં નાની અને રંગમાં કાળી પણ અંદર ૬૪ એટલે ૬૪ પૈસા, એટગલે ૧૬ આના, એટલે રૂપિયો, એટલે પૂર્ણ તીખાશ ભરી છે; અને અંદર લીલો રંગ ભર્યો છે. અને ૬૪ પહોર લૂંટવાથી બહાર આવે છે. બહાર ક્યાંથી આવી ? અંદર ‘છે’ એમાંથી આવી. લૂંટવાથી આવી હોય તો લાકડી અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮–૧૧૭: ૮૧ કોલસો ઘૂંટીને (ન) નીકળે? પણ હોય નહીં તો ક્યાંથી નીકળે? એમ આ સ્વદ્રવ્યમાં પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન ભર્યું છે, એમાં આ રક્ષા કરો. એની રક્ષા કરી લીન થા તો તને ત્વરાથી કેવળજ્ઞાન - પરમાત્મદશા થઈ જશે. આહા.... હા ! તું તો પરમાત્મસ્વરૂપ જ છે. જો પરમાત્મસ્વરૂપ ન હોય તો પરમાત્મા પર્યાયમાં એનલાજી ( પ્રગટ) ક્યાંથી થશે? જે પર્યાયમાં પરમાત્મા થાય છે, તે શું બહારથી આવે છે? – શક્તિમાંથી વ્યકિત થાય છે.
એ શક્તિરૂપ જે સ્વદ્રવ્ય ભગવાન પૂર્ણ છે, એની રક્ષા કરવામાં ત્વરા કરો. એકદમ કરો, ત્વરાથી કરોઃ પ્રભુ! પ્રમાદ ન રાખો. પરમાં પોતાપણાની માન્યતા છોડી દે. તારી ચીજ અંદર ભગવાનસ્વરૂપ બિરાજમાન છે. નાથ! બધા પ્રભુ છે ને...! શરીરને અને આ (રાગને) ન દેખે તો અંદર આત્મા પ્રભુ જ છે! શકકરિયાની છાલ ન દેખો, તો એ સકરકંદ સાકરનો કંદ – સાકરનો પિંડ જ છે. એમ શરીર, વાણી મન, પુણ્ય-પાપના ભાવ ન દેઓ તો અંદરમાં ત્વરાથી રક્ષા કરવાથી વીતરાગદશા ઉત્પન્ન થાય છે. એ વીતરાગદશા અંતરના સ્વભાવમાંથી આવે છે. આહા.... હા! વાત ઝીણી છે, પ્રભુ! શું થાય? મારગ તો “આ”. – “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ".
આહા... હા! ત્રણ લોકના નાથ જિનેન્દ્રદેવ, વીતરાગ સર્વજ્ઞ અનંત તીર્થકર થયા. ત્રણ કાળમાં ત્રણ કાળને જાણનહારનો વિરહ ન હોય. શું કહ્યું? - ત્રણ કાળમાં ત્રણ કાળને જાણવાવાળાનો કદી વિરહ ન હોય. , સર્વજ્ઞ (તીર્થંકર) અનાદિથી છે. એક (મોક્ષ) જાય તો બીજા દેખે. સર્વજ્ઞ તો હમણાં છે, અનાદિથી હુતા, અનંતકાળ રહેશે, ત્રણ કાળ ત્રણ લોકને જાણવાવાળા ભગવાનનો વિરહ જગતમાં ન હોય. વિરહ હોય જ નહી. મહા વિદેહમાં તો સર્વજ્ઞા કાયમ રહે છે.
આહા... હા! એ ભગવાનની વાણીમાં આવું આવ્યું છે. દિવ્યધ્વનિ, એ આવી (છદ્મસ્થ જેવી) વાણી ન હોય! ભગવાનનો ૐ ધ્વનિ - કંઠ હવે નહીં, હોણ હલે નહીં, આખા શરીરમાંથી ૩ૐ કાર (નાદ ઊઠે). “મુખ ૩ૐ કાર ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે રચિ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે”. – (આ “બનારસીવિલાસ' માં બનારસી દાસનું વચન છે. ભગવાનની વાણીમાંથી આગમની રચના થઈ. આગમ દ્વારા ભવિકજીવ લાયક પ્રાણી - મિથ્યાત્વને – સંશયને નિવારે.
આ સિવાય તો બીજી વાણી જ ક્યાંય છે નહિ. આવો મારગ જ ક્યાંય (બીજ) નથી. વેદાંતમાં તો વાત કરી (ક) આત્મા આવો ને તેવો... (સર્વ) વ્યાપક છે. શ્વેતાંબરમાં પણ ધણી ગરબડ છે. સર્વજ્ઞ એક સમયે જ્ઞાન (વડ) જાણે અને (બીજા) એક સમયે દર્શન (વડ) જાણે (–દેખે), એમ કહે છે. – આ વાત જૂઠી છે. ભગવાનને શરીરમાં રોગ થાય છે અને સ્ત્રી (પર્યામાં પણ) ભગવાન થાય છે. (મલ્લિનાથ). – એ બધી વાત જૂઠી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨: પ્રવચન નવનીત ભાગ – ૧
અહીં તો પરમાત્મા અંદર સ્વરૂપે બિરાજમાન છે.) એનો ત્વરાથી રક્ષક થા ને...! આ તારે કરવા લાયક છે, નાથ ! આ ચીજ (સ્વદ્રવ્ય) છે ને પ્રભુ! આહા.... હા ! “ સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.” ‘ત્વરા ' માં બહુ જોર છે.
આ આત્મા જેટલો બહારમાં પ્રયત્ન કરે છે, રાગમાં પ્રયત્ન કરે છે, તેનાથી અનંતગણો પ્રયત્ન સ્વ તરફના ઝુકાવમાં (થવો ઘટે) છે કે જ્યાં પ્રભુનાં પગલાં પડ્યાં છે. ધ્રુવ.. ધ્રુવ વિદ્યમાન છે. દરેક સમયની પર્યાય ઉપરઉપર છે અને તે “ધ્રુવ પર્યાયની સમીપમાં, અંદર આખો વિદ્યમાન છે. એ અનાદિ – અનંત જે વસ્તુ છે તેને અહીં “સ્વદ્રવ્ય' કહે છે. એના રક્ષક ત્વરાથી થાઓ. બે બોલ થયા.
ત્રીજો બોલઃ “સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ.”
આહા... હા! શું કહે છે? તું આત્મા ભગવાન છો ને... નાથ! પ્રભુ “પૂર્ણ વર્મ” એવા પ્રભુમાં ત્વરાથી વ્યાપક થાઓ. રાગમાં – પુણ્ય – પાપમાં – વ્યાપક થઈ રહ્યો છે. પરમાં તો વ્યાપક કદી થઈ શકતો જ નથી. જડમાં તો એનો અત્યંત અભાવ છે. એક આંગળીમાં બીજી આંગળીનો અભાવ છે ત્યારે તો એ આંગળી (જુદી) રહી શકે છે. એમ સ્વદ્રવ્ય પોતામાં રહી શકે છે!
અહીં કહે છે કેઃ રૂદ્રવ્યમાં વ્યાપક થાઓ. પ્રભુ! તું અનાદિથી પુણ્ય અને પાપના ભાવમાં વ્યાપક છો તે આવું અનંત વાર કર્યું. પુર્ણ કર્યા તો સ્વર્ગ આદિ મળ્યાં. પાપ કર્યા નો નરક મળ્યું. પરંતુ આ શુધ્ધોયપોગ અર્થાત્ સ્વદ્રવ્યમાં વ્યાપવું – (વ્યાપક થવું) – પ્રસરવું (એ કદી કર્યું નહીં). આહા.... હા! ચૈતન્યમૂર્તિ ભગવાન પૂર્ણાનંદમાં પ્રસરી જા ને.... પ્રભુ! તારું પુણ્ય અને પાપના વિકારમાં પ્રસરવું, એ તો અનાદિ કાળનો સંસાર છે. સમજાય છે કાંઈ ? તો હવે સ્વદ્રવ્યના વ્યાપક; વ્યાપક પણ ત્વરાથી થાઓ. જલ્દીથી જલ્દી કર..! સમય માત્રનો પ્રસાદ છોડી દે, નાથ !
તારી શક્તિ અંદરમાં (પૂર્ણ છે.) “નાથ” કોને કહીએ? કે પોતાનું જેવડું સ્વરૂપ છે એની રક્ષા કરે; અને પર્યાયમાં અપૂર્ણતા છે ત્યાં પૂર્ણતરી પ્રાપ્તિ કરે; એનું નામ “નાથ” યોગક્ષેમનો કરનાર – કરવાવાળાને “નાથ” કહે છે. જે પર્યાય અંદર સ્વરક્ષાથી ઉપજી – સ્વવ્યાપકથી થઈ, એટલી તો રાખે. એ પણ હજી પૂર્ણ જ્ઞાન અને વીતરાગ થયો નથી. એનાથી પણ વ્યાપક થઈને (અંદર) જામે, એનું નામ ક્ષેમ કહેવામાં આવે છે; એને નાથ કહેવામાં આવે છે.
પ્રભુ! તું નાથ છો ને...તારામાં સ્વસ્વામીત્વમયી સંબંધશક્તિ અંદર પડી છે ને...તારે પરની સાથે સંબંધ છે જ નહીં, પ્રભુ! એ તો તે માની રાખ્યું છે. આ માન્યતા તો અનાદિથી – અનંત કાળથી છે.
અહીં તો કહે છે. : “સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ.” વ્યાપક અર્થાત્ પ્રસરવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮ - ૧૧૭: ૮૩ જેમ પાણી છે તેમાં તરંગ ઊઠે છે; તેમ ચૈતન્યમૂતિ ભગાન આત્મામાં એકાગ્ર થઈને વ્યાપક થવાથી આનંદ અને જ્ઞાનના તરંગ ઊઠે છે, તે જ પર્યાયને વ્યાપક કહેવામાં આવે છે.
આહા... હા! રાગ અને પુણ્ય - પાપનો વ્યાપક તો પ્રભુ! અનંત વાર થયો, નાથ! તારા જન્મ – મરણનો અંત આવ્યો નહીં, નાથ ! અહીં તો જન્મ-મરણના અંતની વાત છે. પ્રભુ તો ફરમાવે છે. જલ્દી કર ને... પ્રભુ ! પૂર્ણાનંદના નાથમાં વ્યાપીજા ને...! તેમાં પ્રસરી જા ને....! તેમાં વ્યાપક થઈ જા ને ! તને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવશે અને તને શાંતિ મળશે. એ આ “સ્વદ્રવ્યના વ્યાપક” કહેવાનો અર્થ છે.
વિશેષ કહેશે....
***
સ્વદ્રવ્ય અન્ય દ્રવ્યના બોલ [ પ્રવચનઃ તા. ૨૭-૧-૧૯૭૮]
પહેલો સિધ્ધાંત તો એ છે કે એક દ્રવ્યથી અન્ય દ્રવ્યને કંઈ પણ સંબંધ નથી. એક દ્રવ્ય અને બીજા દ્રવ્યને તન્ન ભિન્ન ભિન્ન જુઓ. એનો અર્થ શું થયો? કે: આ આત્મદ્રવ્યને અને દેવ-ગુરુ-શાસ્ત્રને પણ ભિન્ન ભિન્ન જુઓ, એમ થયું ને... ? દેવ – ગુરુ-શાસ્ત્ર – ત્રિલોકનાથ તીર્થકર, એની વાણી, શાસ્ત્ર રચનાર ગુરુ – એ પર દ્રવ્ય છે. તો કહે છે. : “સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ.” – એમાં શું કહ્યું? એક જ વાત છે. (ભલે) નિમિત્ત હોય; (પણ) તે શું કરે છે, પરમાં કાંઈ કરી શકે છે? ચમત્કાર તો અહીં એનો છેઃ સ્વદ્રવ્યને અન્ય દ્રવ્યથી ભિન્ન જુઓ!
હવે એક ન્યાયથી આ લઈએ કે જમીનને અડીને પગ ચાલે છે? કે ના. પગ જમીનને અડતો નથી. એક દ્રવ્યને બીજા દ્રવ્યથી ભિન્ન ભિન્ન જુઓ. ભાઈ ! આવી વાતું છે!!
સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ.” એનો અર્થ શું થયો? – એક પરમાણુ ને પણ બીજા પરમાણુથી ભિન્ન જુઓ. અહીં તો સ્વદ્રવ્યની વાત લીધી છે. સ્વદ્રવ્ય એટલે વસ્તુ. “વસ્તુ” કોને કહીએ? કેઃ પૂર્ણ આનંદકંદ અનંત ગુણનો પિંડ તે “સ્વદ્રવ્ય'. રાગ અને વિકલ્પ એ અહીં સ્વદ્રવ્ય નહીં. આવી ચમત્કારી વસ્તુ છે !
હવે ચમત્કાર ક્યાં જોવા જેવો છે? એને બહારમાં આ પૈસા મળ્યા – ધૂળ મળી; આશીર્વાદ મળે અને વાંઝિયાને દીકરો થયો. આમ થયું, – બધાંયે ખોટેખોટા ગપ્પા!
આહા... હા! એક દ્રવ્ય - સ્વદ્રવ્ય – અનંત ગુણનો પિંડ, શુધ્ધ ચૈતન્યધન, આનંદકંદ જે સમ્યગ્દર્શનનો વિષય – એવું સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. એમાં કેટલું સમાવ્યું છે !! એક સ્વદ્રવ્ય અને બીજાં (પર) દ્રવ્ય, ભલે ને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે ભક્તિનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪: પ્રવચન નવનીત ભાગ - ૧
ભાવ (હોય ), પણ (તે) પરદ્રવ્યમાં જાય છે? સમજાય છે કાંઈ ? આહા... હા ! છે ને... પુસ્તક? એમાં એ લખ્યું છે ‘ આ ’.
કહ્યું ને... ? કે: જેની રાગમાં રુચિ છે એને (સ્વદ્રવ્ય ) તિરોભૂત છે. આત્માજ્ઞાયક તો અનાદિ-અનંત છે. પણ એની દ્દષ્ટિની અપેક્ષાએ (તે) તિરોભૂત છે. (જો કે દ્રવ્ય ) એ તો છે તે છે. તે કાંઈ તિરોભૂત કે આવિર્ભૂત થતો નથી. પણ દષ્ટિ જ્યાં દ્રવ્ય ઉપર થઈ (ત્યાં તે આવિર્ભૂત થયો, એમ કહેવામાં આવે છે) એ (ત્રીજા બોલ ) ‘વ્યાપક' માં આવશે. સમજાય છે કાંઈ? આહા... હા! આવી વાત છે!! ભગવાન વીતરાગસ્વરૂપ જ આવું છે.
કોઈ ને લઈને કોઈને પૈસા થાય, કોઈની કૃપાથી દીકરો થાય ને કોઈનાથી આ થાય બધી ગપ્પેગપ્પ વાતું છે.
શ્રોતાઃ આપની કૃતાથી ધણા (લોકો) પૈસાવાળા થયા છે!
સમાધાનઃ એ બધાં એની પર્યાય થવાને કાળે થયાં છે. ડોકટર કહે છે કે લોહીમાં કંઈક છે; તો એ કેમ મટતું નથી ? અહીં તો આ મહાસિધ્ધાંત એક ચમત્કાર છે. આ ચીજ (-હાથમાં જે લાકડીની પટ્ટી) છે, તે (આ) આંગળીથી ઊંચી થઈ નથી અને આ આંગળી આને અડી નથી. આ ચમત્કાર નથી? આ દ્રવ્યમાં અને આ (બીજા ) દ્રવ્યમાં અત્યંત અભાવ છે. આ આંગળી આને અડી નથી. તેમ (જ) આ (લાકડી) ચોપડી ઉપર રહી નથી; તેથી પાનું આમ (સ્થિર ) રહ્યું છે; એમ (પણ ) નથી. આહા... હા ! આ તે વાત !!
જમીનને અડીને પગ હાલે છે, એમ કહેવું એ પણ વ્યવહારનું - અમૃતાર્થનયનું કથન છે. આહા... હા ! ભગવાન આત્મા સ્વદ્રવ્ય; અને શરી૨ પરદ્રવ્ય; એને ભિન્ન ભિન્ન જુઓ. આને લઈને આમાં થયું – એમ ન જુઓ. આહા... હા ! આકરું કામ છે, બાપુ! આ ચમત્કાર છે. બાકી બધા ચમત્કારની વાતું કરેઃ આનાથી આમ થયું ને આમાંથી આમ થયું.
અહીં તો કહે છે કેઃ સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય. અન્ય દ્રવ્યમાં ભગવાન આવ્યા, સિધ્ધ આવ્યા, પંચ પરમેષ્ઠી આવ્યા. આહા.... હા! શ્રીમદ્દ ૧૭ વર્ષ (ની ઉંમર) પહેલાં આમ કહે છે. સમજાય છે કાંઈ ?
આહા... હા ! આ ચમત્કાર છે ને...! કેઃ એક દ્રવ્યમાં જે પર્યાય થાય એ પર્યાયને દ્રવ્યનો પણ આશ્રય નહીં! આશ્રય કહેવાય છે એ તો લક્ષ કરે છે એટલે. પણ લક્ષ કરે છે તે સ્વતંત્ર
પોતે લક્ષ કરે છે કે ચીજ છે માટે લક્ષ કરે છે? શું કહેવું છે તે સમજાણું ? વર્તમાન પર્યાય સ્વ ભગવાનઆત્મા તરફ લક્ષ કરે છે, તેથી એમ બોલાણું કે એને ( આત્માને ) આશ્રયે (સમકિત ) થાય. પણ લક્ષ કર્યું છે કોણે ? તે દ્રવ્ય છે, માટે એની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮-૧૧૭: ૮૫
પર્યાય લક્ષ કર્યુ? -એ પર્યાયનું સ્વતંત્રપણું એવું છે કે લક્ષ કરવાને યોગ્ય પર્યાય હતી, માટે (લક્ષ ) થયું છે. એ પર્યાયને જ્યાં દ્રવ્યનો પણ આશ્રય નથી એટલે કે દ્રવ્યના કર્તા કર્મ ષટ્કારકને કારણે- એને લઈને -પર્યાયનું ષટ્કારક (રૂપ ) પરિણમન નથી. (ત્યાં) હવે એને (સ્વદ્રવ્યને ) પરદ્રવ્યની પર્યાયનું – પરદ્રવ્યનું કારણ માનવું –એ તદ્દન મિથ્યાત્વ સમજાય છે કાંઈ ?
ભ્રમ છે.
(
અહીં તો એવી ચોખ્ખી વાત છે. (લોકોને આ) વાત આકરી પડે, પણ શું થાય ) ? વસ્તુ એવી છે. વસ્તુની મર્યાદા જ એ રીતે છે. એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય સંક્રમ્યા વિના કરે શું? ( એમાં ) આવ્યું ને..! કર્તા કર્મ ( ષટ્કા૨ક ). આહા... હા! આ લૂગડું, આ ધોડી (ઠવણી ) ઉપર સરખું પાથર્યુ છે, તે આ ધોડીને લઈને રહ્યું નથી; ત્યાં આગળ તે સમયની તે પર્યાય, કર્તા કર્મ સાધન ( ષટ્કા૨ક ) થી તે ક્ષેત્રે (તે પ્રકારે) પોતાથી થઈ છે. આહા... હા! આ ચમત્કાર નથી ? કોણે કર્યુ આ (પુસ્તક) તૈયા૨ કોઈ એ ( કર્યુ ) કરાવ્યું નથી, તે એને કારણે થયું છે. ( કોઈ ) કાલે કહેતા હતા (કે) એ આ બધું તમે કરાવ્યું! ( પણ ) કહ્યું: ભાઈ! કોણ કરાવે ? અમે તો કોઈ કહ્યું નથી કે સ્વાધ્યાય મંદિર બનાવો, મંદિર બનાવો કે આ બનાવો; એને કહે માટે બને છે? અને બનાવનાર ત્યાં ઊભો હોય છે માટે બને છે? (– એમ નથી.) આવી વાતું છે!
-
સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને જુદાં જુદાં જુઓ, પ્રભુ! તારી પ્રભુતા એમાં છે. તારુ મહાત્મ્ય એમાં છે. સ્વદ્રવ્યને ૫૨ દ્રવ્ય સાથે કાંઈ સંબંધ (છે જ નહીં ).
"
સમયસાર ' શ્લોક –૨૦૧ માં પણ કહ્યું છે “ समबन्ध एव सकलोडपि यतो निषिध्धः " તો એનો અર્થ શું થયો? કેઃ ભાઈ! આ લાકડી છે, નીચે (જમીનને) લઈને રહી છે?- એમ નથી; એને સંબંધ જ નથી. નિમિત્ત - નૈમિતિક સંબંધ-એટલે કે સંબંધ નહીં. સમજાય છે કાંઈ ?
66
‘સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય (ભિન્ન ભિન્ન જુઓ.)” (શ્રીમદે) ૧૭ વર્ષની ઉં૨ પહેલાં ‘આ’ કહ્યું છે! આત્માને ક્યાં ઉંમર લાગુ પડે છે? અને શ્રીમદ્દનો ક્ષયોપશમ તો–એ વખતે તો–મારા હિસાબમાં તો-એના જેવો ક્ષયોપશમ કોઈને તો નહીં. એ એક જ પુરૂષ હતો. ભલે એની જરીક શ્વેતાંબર અને દિગંબરની ભિન્નતામાં થોડી (જાહેરમાં સ્પષ્ટતાની કમી/ક્ષતિ કોઈ ને જણાય ). પણ એનું જોર હતું સ્વભાવ ઉપર ને...! એટલે બહુ બહારમાં પડયા નથી. અને તે વખતે એવો પ્રસંગ પણ નહોતો. બાકી એના જેવો ક્ષયોપશમ કોઈ પુરૂષનો હતો જ નહીં. ભલે બીજા અભિમાની (ભ્રમથી ) માને; પણ ૧૭ વર્ષ તો ‘આ' કહે છે! હજી તો ઊગીને ઊભા થયા છે. બાલક છે..... શરીર હોં!
આહા.... હા! ‘એક જ સિધ્ધાંત' એનો યથાર્થ નિશ્ચય રાખે (કે) એક દ્રવ્યનું બીજાં દ્રવ્ય કંઈ કરી શકે, એ ત્રણ કાળમાં બનતું નથી. આહા... હા ! ‘સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય જુદાં જુદાં જુઓ '. – ( શ્રીમદે ) આ પહેલું મહાભેદજ્ઞાન કરાવ્યું છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬: પ્રવચન નવનીત ભાગ – ૧
(શ્રીમનો ) ક્ષયોપશમ બહુ હતો. અને એકાવતારી થઈ ગયા છે, એમાં ફેર નથી, એક ભવ કરીને મોક્ષ જશે, એવી શક્તિ-તાકાત લઈ ને ગયા છે. દુનિયા એને પક્ષથી જુએ ન જુએ-એ જુદી વાત છે; વસ્તુસ્થિતિ આવી છે. એનું વળી પ્રમાણ શું? –એમ કોઈ માંગે છે..... અરે ભગવાન ! બાપુ!
આહા... હા! અહીં કહે છે કે “સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ”. “સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ”. શબ્દ ફેરવ્યો હવે. “સ્વદ્રવ્યના રક્ષક” –સ્વદ્રવ્યની રક્ષા કરવામાં તત્પર થાઓ. રક્ષક ત્વરાથી થાઓ. એ (સ્વદ્રવ્ય) જ્ઞાન અને સહજાનંદપ્રભુ છે, એની રક્ષા કરવાને ત્વારા કરો. છે ને... “ત્વરાથી થાઓ” – જલ્દી કરો... જલ્દી કરો. આમ “(ત્વરાથી) થાઓ. જલ્દી કરો” એનો અર્થ થયોઃ “ સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ”. -જલ્દીથી તેનું રક્ષણ કરો. સમજાય છે કાંઈ ?
- સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યનું રક્ષણ કરવા માટે જલ્દી કરો. આહા... હા! આનંદકંદપ્રભુ ધ્રુવસ્વરૂપ જે (સ્વદ્રવ્ય), એમાં આ રાગો આવે નહીં, પણ ખરેખર પર્યાય (પણ એમાં આવતી નથી). “આમ કરો” એ તો પર્યાય નકકી કરે છે. “સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ”. “જુઓ” એતો “પર્યાય છે. પર્યાય એમ જુએ છે કે, આ સ્વદ્રવ્ય “આ”, અને આ પરદ્રવ્ય મારામાં નહીં–એમ પર્યાય “નિર્ણય કરે છે પર્યાયમાં. “નિર્ણય' કંઈ દ્રવ્યગુણમાં થતો નથી. દ્રવ્ય – ગુણ તો ધ્રુવ-નિત્ય “એ” સ્વદ્રવ્ય. પણ એને પરદ્રવ્યથી “ભિન્ન જુઓ” એ પર્યાય. એ દ્રવ્યથી બીજી (-અન્ય- ભિન્ન) પર્યાય-બીજી દશા. આહા... હા.... હા ! જેને-પર્યાયને “નિયમસાર' માં પરદ્રવ્ય કહ્યું છે. પણ એ પરદ્રવ્ય (-પર્યાય) સ્વદ્રવ્યનો નિર્ણય કરે છે. આહા... હા! સમજાય છે કાંઈ ?
શબ્દો થોડા, પણ એમાં સિધ્ધાંત તો મોટા ભર્યા છે!! “સ્વદ્રવ્યના રક્ષક' –વસ્તુ ભગવાન પુર્ણ આનંદ-શુધ્ધ ચેતન આનંદ “એ” સ્વદ્રવ્ય, એના રક્ષા કરનારા (થાઓ). ત્યાં પૂરૂષાર્થથી કહ્યું છે: “રક્ષક ત્વરાથી થાઓ. કર્મ માર્ગ આપે તો ( રક્ષા) થશે અને કાળલબ્ધિ આવશે તો થશે, એમ શબ્દ નથી લીધો. “સ્વદ્રવ્યના રક્ષક જલ્દીથી થાઓ. આહા... હા !
ત્રીજો (બોલ ) અધૂરો રહ્યો હતો). “ સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ”.
હવે “સ્વદ્રવ્ય' દ્રવ્ય છે, એ વ્યાપક છે અને “પર્યાય' છે, એ વ્યાપય છે. પણ આપણે ચેતના” માં બીજી રીતે લીધું હતું કે: ચેતના જે છે, કાયમ રહેનારી છે, તે વ્યાપક છે અને આત્મા તે વ્યાપ્ય છે. અહીં એ રીતે કહ્યું કે ચેતનાની જે પર્યાય છે તે દ્રવ્યમાં વાળી લે, દ્રવ્યમાં વ્યાપક-પ્રસારી દે! આહા... હા! ઝીણી વાત છે.
સ્વદ્રવ્ય જે જ્ઞાયક ચૈતન્યજયોત, જેના પ્રમતઅપ્રમતનાભાવ પણ તેમાં નથી. એવો જે સ્વદ્રવ્ય-શાકભાવ-તેમાં-સ્વદ્રવ્યમાં સ્વદ્રવ્યના વ્યાપક (ત્વરાથી થાઓ). નહીં તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮ - ૧૧૭: ૮૭ દ્રવ્ય પોતે વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે, એમ (અહીં લેવું નથી.) અહીં. સ્વદ્રવ્યના વ્યાપક થાઓ (એમ લીધું છે) પર્યાય એ બાજુ વાળ- એ વ્યાપ કથા! જે પર્યાય રાગમાં વ્યાપી છે, જે અવસ્થા રાગ અને પુણ્યમાં રોકાઈ છે એ પર્યાય તો એ જ રહી ગઈ એ પર્યાય તો ત્યાં રહી ગઈ, પણ પછીની પર્યાયને દ્રવ્યમાંવ્યાપક કર! અંદર કર! આહા... હા! આનંદકંદ દ્રવ્યમાં પર્યાયને વ્યાપક કર! આવા ટૂંકા શબ્દો !!
-
સ્વદ્રવ્યના વ્યાપક-વ્યાપન કરનાર, એ દ્રવ્ય કહેવાય. પણ છે પર્યાય વ્યાપક. સ્વદ્રવ્યમાં વ્યાપક-પર્યાયને જલ્દીથી સ્વદ્રવ્યમાં વ્યાપક કર! આહા... હા ! સમજાણું કાંઈ ?
ત્યાં એમ નથી કહ્યું કેઃ પરદ્રવ્ય-દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધામાં રોકા; એની આજ્ઞાનું આરાધન કર. ( એની ) આજ્ઞા તો આ છે કેઃ સ્વદ્રવ્યમાં વ્યાપક થા! મારા તરફ જુઓ, અને મારા તરફ વ્યાપક થાઓ-એમ આજ્ઞા નથી. સમજાય છે કાંઈ ?
સ્વદ્રવ્યના વ્યાપક જલ્દીથી-ત્વરાથી થાઓ. એમાં પ્રમાદ ન કરો, એ નાસ્તિથી ન લીધું. ( પણ અસ્તિથી લીધું કે) “ સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ.” આહા... હા... હા!
અહીં આમાં (સંપ્રદાયમાં) ચાલે એવું કે: દયા કરો ને વ્રત કરો ને તપ કરો. અશુભથી બચવા માટે શુભભાવ આવે ને... હોય ને? પણ ‘અશુભથી બચવા' માટેનો શબ્દ કોને લાગુ પડે? કેઃ જેણે સ્વદ્રવ્યમાં વ્યાપકપણું કર્યું છે અને એમાં પૂર્ણ વ્યાપક નથી, તેથી એને શુભભાવ આવે, એને ‘ અશુભથી બચવા' (માટે) આવે-એમ કહેવામાં આવે. પણ હજી જેની દૃષ્ટિ જ પર્યાય-રાગ ઉ૫૨ છે, રાગના કર્તા ઉપર છે, ત્યાં તો હજી એની દૃષ્ટિ પરદ્રવ્ય ઉ૫૨ છે. દેવગુરુ-શાસ્ત્રની વ્યવહારશ્રદ્ધા-એવી શ્રદ્ધામાં વ્યાપક થા, એમ નહીં. કારણકે એ તો પરદ્રવ્ય (છે, એના ) તરફનું (લક્ષ ) છોડવાનું છે. ભાઈ! આકરું કામ, બાપા !
અહીં તો ( કહે છે કેઃ) અંદર પ્રભુ બિરાજે છે પૂર્ણ આનંદ શુદ્ધચેતનઘન, ત્યાં વ્યાપક થા ને...! ત્યાં પ્રસરી જા ને...! ત્યાં પર્યાયને ઠાલવ ને...! એ પર્યાયને દ્રવ્ય તરફ ઢાળી દે ને...! પરસન્મુખ છે તેને સ્વસન્મુખ કરી દે ને...! ત્રણ બોલ થયા.
ચોથો: “સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ.”
-
સ્વદ્રવ્યના ધારક-ધરનારા (થાઓ) અર્થાત્ સ્વદ્રવ્યને ધારો. સ્વદ્રવ્યને ક્યારે ધરાય ? સ્વદ્રવ્યની દૃષ્ટિ થઈને અનુભવ થયો ત્યારે ધારક થયો. –આ ૧૭ વર્ષ પહેલાં (ની ઉંમરમાં ) કહે છે શ્રીમદ્!
બીજા એમ કહે કે, ‘પણ અમને સમજાય નહીં', ‘અમે ગૂંચાઈ ગયા . પણ હવે ‘ ગૂંચાઈ ગયા ’ ( એમ વિચારવાનું) પડતું મૂક ને..! અત્યારે ગૂંચ તેં ઊભી કરી છે; અને તારે જ ગૂંચ છોડવાની છે. ‘જે જોડે તે તોડે.’ તું રાગમાં જોડાણો છો. ત્યાંથી જોડાણ તોડ ને...! એમ કરીને અહીંયાં ( આત્મામાં) જોડાઈ જા ને...!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮: પ્રવચન નવનીત ભાગ-૧
સ્વદ્રવ્યના ધારક-ધરનારા, ધરનારનો પાછો; એમ ધારકનો-ધરનારનો કરનારો. - સ્વદ્રવ્યનો ધારક કરનારો. આહા... હા! ધારણામાં ધારણ કરવું, એ તો એક મતિજ્ઞાનનો ભેદ છે. પણ એ “ધારક” ક્યારે થાય? ક્યાં (ધારણ થાય) ? એ ચીજ જ્યારે દષ્ટિમાં આવી છે. મતિજ્ઞાનમાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા (થાય) ત્યારે “ધારક' થાય છે. શું કહ્યું? ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધપણે બિરાજમાન છે, એનો ધારક થા, એનો ધરનારો થા. પર્યાયરાગને ધાર્યો છે કે આ હું છું ત્યાંથી હવે આ (ભગવાન-આત્મા) બાજુ ઢળી જા! ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ જ્યાં બિરાજે છે તેની ધારણા કર ને.! પણ એ ધારણા થાય ક્યારે ? અંતરના-સન્મુખના અનુભવમાં થયો ત્યારે ધારણા થઈ કે આ વસ્તુ “ આવી છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
ઘણાં વર્ષ પહેલાં બોટાદમાં એક મુમુક્ષુભાઈ એ આ પ્રશ્ન કર્યો હતો કે: દેવ-ગુરુશાસ્ત્ર તો શુદ્ધ છે એ પર છે? એમ કે શુદ્ધ હોય એ આત્માથી પર કેમ હોય ? એ (દેવગુરુ-શાસ્ત્ર) શુદ્ધ છે તો તે એનામાં શુદ્ધ છે (પણ) (આ) આત્માથી તો (તે) પર છે. શુદ્ધ તો આત્માથી અભેદ હોય પણ કયો અભેદ? તારું શુદ્ધપણું તારા આત્માથી અભેદ (અભિન્ન) હોય કે એનું (દેવ-ગુરુ-શાસ્ત્રનું) શુદ્ધપણું ( તારા આત્માથી અભેદ-અભિન્ન હોય?).
અહીં તો “પરમાત્મપ્રકાશ' અને (પ્રવચનસાર') અલિંગગ્રહણ (બોલ) માં તો ત્યાં સુધી કહ્યું કે: યતિની બાહ્ય ક્રિયાનો દ્રવ્યમાં અભાવ છે. અલિંગગ્રહણના ૨૦ અર્થના ૨૦ બોલ છે. તેમાં એ ૧૭મો છેઃ [“લિંગોનું એટલે કે ધર્મચિહ્નોનું ગ્રહણ જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બહિરંગ (બાહ્ય) યતિલિંગોનો અભાવ છે, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. ] અર્થાત્ મુનિની બાહ્ય ક્રિયાઓ એટલે કે પંચ મહાવ્રતાદિનાં પરિણામ અને નગ્નપણું વગેરે-એ બધાંનો સ્વદ્રવ્યમાં અભાવ છે. એ સ્વદ્રવ્યમાં નથી. પરમાત્મપ્રકાશ' માં એમ કહ્યું કે મોક્ષનો માર્ગ હોય (તોપણ તે દ્રવ્યમાં નથી). વ્યવહાર મોક્ષમાર્ગ તો (દ્રવ્યમાં) નથી જ. આહા.... હા ! નિશ્ચયસ્વરૂપ જે શુદ્ધ ચેતન (દ્રવ્ય) એનો નિર્ણય, જ્ઞાન અને રમણતા ( રૂપ ) એ જે મોક્ષનો માર્ગ, એવું જે મુનિનું ભાવલિંગપણું, તે પણ દ્રવ્યમાં નથી. નિર્ણય કરનારી પર્યાય દ્રવ્યમાં નથી. જાણનારી પર્યાય દ્રવ્યમાં નથી. રમણ કરનારી-ચારિત્રની પર્યાય દ્રવ્યમાં નથી. આહા.. હા! આવું વસ્તુનું સ્વરૂપ !! એ (લોકોને) આકરું લાગે.
સ્વદ્રવ્યના ધારક-ધરનારા (થાઓ). પણ ધારક ક્યારે થાય? કેઃ સ્વદ્રવ્યસન્મુખ થઈ, સ્વનું જ્ઞાન થયું (ત્યારે) તેણે ધાર્યું કે “આ તો પૂર્ણાનંદ પ્રભુ છે. આ ધારક છે. સમજાય છે કાંઇ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮-૧૧૭ઃ ૮૯ પછીનાં વર્ષોમાં (શ્રીમદ્દમાં) ક્યાંક આવે છે, ભાઈ ! આજ્ઞાનું આરાધન કરવું. ગુરુને આધીન રહેવું... વગેરે. પણ એ બધું વ્યવહારથી સમજાવ્યું છે. વસ્તુસ્થિતિ આ છે કે “દેવગુરુની આજ્ઞા આ છે” એવું જે લક્ષ જાય, તે પણ વિકલ્પ છે. એ પણ પરદ્રવ્ય છે; એ સ્વદ્રવ્યમાં આવતું નથી. વ્યવહાર રત્નત્રયના વિકલ્પને ધાર, એમ નથી કહ્યું. “સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ” (એમ કહ્યું છે ).
ભગવાનને ધારો મગજમાં. “સમાધિશતક' માં એક બોલ આવે છે કે સિદ્ધનું ધ્યાન કરવાથી પણ આત્માનો મોક્ષ થાય છે. લ્યો! એવું આવે છે. જેમ ઝાડમાં ઝાડને રગદોળે (તો) એમાંથી અગ્નિ (પ્રગટ) થાય, એમ પોતે પોતાનું ધ્યાન કરવાથી શાંતિનો અગ્નિ પ્રગટે. (આમ ) સ્વથી કીધું. અને સિદ્ધનું ધ્યાન કરતાં પણ (મોક્ષ) થાય- “દીવે દીવો થાય , એ વ્યવહારનું વચન છે. પણ સિદ્ધ ઉપર લક્ષ જાય ત્યાં હુજી વિકલ્પ છે. આહા.. હા! અરે, આવી વાત! આ ચમત્કાર નથી? બહારના ચમત્કાર ધૂળમાં ને પૈસામાં ને..! છોકરા થાય ને વેપાર સારો ચાલે ને... માટે ગુરુની કૃપા થઈ. પણ એમાં કૃપા ક્યાં આવી?
(અરે! લોકો) પર્યાય અને દ્રવ્યના સ્વાધીનપણામાં વાંધો ઉઠાવે! આહા.... હા ! પણ ચમત્કાર તો આ કે દ્રવ્યને લઈને મારી પર્યાય થઈ છે, એમ નથી. ભડાકા છે! (અહીં તો ધ્રુવભાવ અને પર્યાયભવની સ્વતંત્રતાનો આ ઢંઢેરો છે!) આહા... હા! આ સત્ય ! સત્યને સત્યની રીતે રાખો. એમ શ્રીમમાં આવે છે કે વસ્તુને વસ્તુ તરીકે રાખો, ફેરવો નહીં, મર્યાદા ન ફેરવો! સમજાય છે કાંઈ ?
અહીં કહે છે. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ, જલ્દીથી થાઓ. ધારક ક્યારે થાય? – પ્રભુ અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે તેને પર્યાયમાં ધારીને. એનો નિર્ણય કરીને. આત્મા તો આનંદમય છે, એમ અંદરમાં-અનુભવમાં આનંદની દશાનો સ્વાદ આવે, ત્યારે એને ધાર્યું કહેવાય. એનો ધારક ત્યારે થાય.
અહીં દેવ-ગુરુ-શાસ્ત્રને ધારી રાખ, એ વાત લીધી નથી. એ તો શ્રીમદે પોતે કહ્યું છે: શાસ્ત્ર લક્ષ દેખાડી અળગાં રહે. ફક્ત લક્ષ બતાવે છે કે “અંદર જવું'. બાકી અળગાં શાસ્ત્ર શું કરે ત્યાં? આહા.. હા! ધારક-ધરનારનો ધારક-ધરનાર કરનારો-જલ્દીથી થા! ભાઈ ! આ મનુષ્યનો દેહ મળ્યો ને અવસર ચાલ્યો જાય છે.
ક્ષાયિક સમકિતી-જ્ઞાની ચક્રવર્તી રાજમાં હોય (છતાં તે) રાજમાં નથી ! રાજમાં દેખાય... કે આમ આખો દી રાજદરબારમાં સિંહાસન ઉપર બેઠો હોય; રાજાઓને આદેશ કરતો હોય કે આ કરો, આને આમ કરો, આ રાજા કેમ કામ કરતો નથી? –એ વિકલ્પ છે તે ઊઠે, હોય (ભલે). પણ અહીં કહે છે કે એને વિકલ્પને) ધાર નહીં. હવે એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦: પ્રવચન નવનીત ભાગ-૧
ભૂલી જા. થાય ત્યારે પણ ભૂલી જા! આહા... હા! એને (વિકલ્પને ) ધારવાની-રાખવાની (વાત જ નથી ).
ચક્રવર્તીનું રાજ કરવું એ કેવું હશે ? ૩૨૦૦૦ રાજા ભેગા થાય. ઇન્દ્રો તો જેના મિત્રો હોય! ચક્રવર્તી ભરતની વાત લોઃ અષ્ટાપદ પર્વત ઉપરથી ભગવાન ( ઋષભદેવ ) જ્યારે મોક્ષે પધાર્યા ત્યારે ભરતની હાજરી ( હતી ). ક્ષાયિક સમકિતી, મતિ-શ્રુત-અધિ ત્રણ જ્ઞાનના ધરનારા ભરત, જ્યાં ભગવાનને આમ મોક્ષ થયો જુઓ; ત્યાં આંસુની ધારા હાલી જાય છે. ત્યારે તેમના મિત્ર ઇન્દ્ર કહે છેઃ ભરત! અમારે તો હજુ મનુષ્યનો એક દેહુ કરવાનો છે અને તમારે તો હવે આ છેલ્લો દેહ છે. અને ભગવાનના વિરહમાં આ શું ? ભરત કહે છે: હૈ ઇન્દ્ર! બધો ખ્યાલ છે... બધો ખ્યાલ છે. આ મારો છેલ્લો દેહ છે. ભગવાનના વિરહના કારણે નહીં, પણ મારી નબળાઈને કારણે આ રાગ આવે છે. અહીં એમ કહે છે ને...! ભાઈ, સાંભળ ને! (–એવા) રાગના વિકલ્પનો ભાવ આવે ત્યારે પણ એની (ભરતની ) ધારણમાં આ વિકલ્પ મા૨ો છે, એમ નથી. એ વિકલ્પને તો હું અડતો ય, સ્પર્શતો ય નથી. મારું સ્પર્શવું તો ભગવાનઆત્મા ઉપર છે. આહા... હા! પરની (એવી અંતરદશાને ) કોણ ઓળખે ?
અહીં કહે છેઃ ત્વરાથી તે ધા૨ણ ક૨! આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ, પૂર્ણ અરિહંત પૂર્ણ ૫૨માત્મસ્વરૂપે બિરાજમાન છે એને ધારણ કર ને! એને ધા૨ ને! મેં શાસ્ત્રની આ વાત ધારી, આમાં એમ છે ને તેમ છે, એ બધું ઠીક...; હવે સાંભળ ને...! પોતાનો ભગવાન છે એને ધાર, તે પણ ત્વરાથી ધાર! ( ત્વરાથી ) થાઓ, (અર્થાત્ ) એ (વર્તમાન ) પર્યાયરૂપે (ધરનાર)
થાઓ. એમ કહે છે.
જેમ પ્રભુ કુંદકુંદ આચાર્ય કહે છે ને...! “ તં યત્તવિત્ત વાપુરૂં અપ્પો સવિત્તવેળ ” હું મારા વૈભવથી એકત્વ-સ્વરૂપની એકતા-અને વિભાવની પૃથકતા દેખાડીશ. ભગવાને આમ કીધું છે ને... સાંભળ્યું છે, એમ નહીં. (પણ) હું મારા અનુભવના વૈભવથી દેખાડીશ. પ્રભુ! દેખાડું તો પ્રમાણ કરજો. આહા... હા! અનુભવની પરીક્ષા અનુભવથી કરીને પ્રમાણ કરો, એમ કહ્યું. પ્રમાણ કરજે એટલે હા પાડજે, એમ એકલું નથી ( કહેવું ). ભગવાન અંદર જ્ઞાનસ્વરૂપી ચેતનબિંબ પ્રભુ પડયો છે ને...! એને જો. અમે તને દેખાડીએ (તો પ્રમાણ કરજે). સંતો જેને પ્રચુર આનંદનું વેદન વર્તે છે એ એમ કહે છે ‘હું દેખાડું’... દેખાડવાના બે શબ્દો આવ્યા. એકત્વવિભક્ત ‘હું દેખાડીશ', એમ પહેલાં કહ્યું; પછી કહ્યું ‘દેખાડું તો ' “તું યત્તવિહત્ત दाहं अप्पणो सविहवेण હજી એટલું કહ્યું. (આશંકા-) પણ ભાષા નથી કરી શકતા ને, પ્રભુ! તમે આ શું કહો છો ? –હવે (વિવેક રાખી) સાંભળ ને...! “ નવિ વાખ્ખ” (જો હું દેખાડું તો) જે યથાર્થ કથન આત્મામાંથી આવ્યું... પ્રભુ! તું પ્રમાણ કરજે હોં! (“ પમાાં ” ) પ્રમાણ કરજે
,,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮–૧૧૭: ૯૧ એટલે અનુભવ કરીને પ્રમાણ કરજે. આત્મા આત્મામાં (-અનુભવમાં) આવે એનું નામ પ્રમાણ છે. આકરું કામ ઘણું, બાપા! આખો સંસાર ઊડી જાય, ભવનો છેદ થાય અને આનંદની-પૂર્ણ સિદ્ધદશાની શરૂઆત થઈ જાય-એ વાતું તો આકરી છે ને, ભાઈ !
લોકોને દુઃખ લાગે. અમે આ વ્યવહાર કરીએ છીએ, એને તો ઉડાવી દે છે. અહીંયાં! (પણ) અહીં કહે છે બાપુ! વ્યવહાર તારી વસ્તુ જ નથી. એ વ્યવહાર ધારવા જેવો જ નથી, રાખવા જેવો નથી. “સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. આહા.. હા! ચાર બોલ થયા.
પાંચમો: “સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ”,
એ સ્વદ્રવ્યની રમણતા કરનાર ત્વરાથી થાઓ. રાગમાં રમણતા તારી અનાદિ કાળની છે, પ્રભુ! એ તો તારી દુ:ખની દશા છે. સ્વદ્રવ્યના રમક-રમણ કરનારા (ત્વરાથી થાઓ). જોયું ભાષા. ‘ક’ શબ્દ છે ને..? પુરુષાર્થની વાત છે. સ્વદ્રવ્યમાં રમક-રમણ કરનારો જલ્દી થા, બીજી રમણતા છોડી દે, પ્રભુ! રાગની રમણતા છોડ. આહા... હા!
એની વિશેષ વાત આવશે...
સ્વદ્રવ્ય અન્ય દ્રવ્યના બોલ [ પ્રવચનઃ તા. ૨૮-૧-૧૯૭૮]
હમણાં એક છાપામાં એવું આવ્યું હતું કે, સોનગઢ “નમો નો સવ્ય રિહંતા” એમ કહે છે! “ધવલા” માં “નમો નો સબ ત્રિશનિવર્સી રિહંતા” અને “નમો નો સળ રિહંતાણ—બે પાઠ છે. પછી ટૂંકું અર્થ કરીને “ખમો અરિહંતા” પણ છે.
“નમો નો સવ્વ સાહુ” એટલે લોકના બધાય સાધુ એટલે જૈનના જે સાધુ છે તે સાધુ-આત્મસ્વરૂપનું-આનંદનું સાધન કરે છે જેને અંતર અતીન્દ્રિય આનંદનો સાગર ઊછળ્યો છે. ભગવાન (આત્મા) અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. ત્રિકાળ સ્વરૂપ છે. અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિય શાંતિથી ભરેલો પૂર્ણ ભગવાન છે. જેમ દરિયા કાંઠ ભરતી આવે તેમ જેની પર્યાયમાં (પ્રચુર) આનંદની ભરતી આવે છે તેને અહીં સાધુ કહીએ. એવા જેટલા સાધુ હોય તેને મારા નમસ્કાર. પછી વળી વિશેષ જોયું: “નમો નો સવ્ય ત્રિવિર્તી સાદુ” ત્રણ કાળના-ભૂત, વર્તમાન અને ભવિષ્ય (માં થવાના છે) એને પણ હું તો વર્તમાન નમસ્કાર કરું છું. “નો' - સવ’ (અંત) દીપક છે, તે ચારેયને લાગુ પડે છે. અને એનાથી બધારે “ત્રિતિવર્તી' – “ધવલા” માં લખ્યું છે. ભલે એ બધું જ્ઞાન હો, વંદન હો; પણ એને કરવાનું તો (આ છે કેઃ)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨: પ્રવચન નવનીત ભાગ-૧ “સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ.” આપણે અહીં આ પાંચમો બોલ આવ્યો ને..! એ (નમસ્કારાદિના) બધા ભાવ અંદર હોય પણ પ્રયોજનભૂત તો એ છે) કેઃ
અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન (સ્વદ્રવ્ય) એમાં રમણ કરનારા થાઓ. “રમક' છે ને..! આ વસ્તુ છે, ભાઈ ! તાત્પર્ય (એ કેઃ ) ભગવાન અંતર સચ્ચિદાનંદ પ્રભુ, પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ અતીન્દ્રિય આનંદના સ્વભાવને સ્પર્શીને એનું રમણ થાઓ. આહા... હા ! રાગની રમતું છોડ! વ્યવહારરત્નત્રયનો રાગ છે, એની રમત છોડ પ્રભુ! સમજાણું કાંઈ ?
રાણા રમતું છોડ, કટક આવ્યું કિનારે.” આ લડાઈ કરનારો રાજા આવ્યો છે. એને (રાણાને) કાંઈ ખબર નથી. એમ અહીં કહે છે કે આત્મા! જગતની રમતું છોડ! એ દયા, દાન ને વ્રત, ભગવાનની (પૂજા-ભક્તિના) ભાવ-વિકલ્પ; (એ) હે રાણા! હે રાજા! તું છોડ. (“સમયસાર') ૧૭મી ગાથામાં, આતમ રાજાજીવ રાજા કહ્યું છે ને...! રાજતે શોભતે ઈતિ રાજા. જે અંતર અનંત આનંદથી શોભે છે અને અનંત આનંદની રમત કરે છે, એનું નામ રાજા. આ કરોડપતિઓ બધાય મમતાવાળા, દુઃખી છે, ભાઈ ! સમજાણું કાંઇ?
અહીં તો કહે છે: સ્વદ્રવ્યના રમક (ત્વરાથી થાઓ). તો “સ્વદ્રવ્ય' એટલે શું? –અનંત આનંદનો કંદ, પ્રભુ ધ્રુવ શુદ્ધ ચેતનવન (એ “સ્વદ્રવ્ય”.) એમાં રમણ કરવામાં ત્વરા કર. આહા.... હા! આવો સમય પાછો મળવો મુશ્કેલ છે પ્રભુ! એમ કહે છે. નક્કી તો કર કે આ કરવા જેવું છે. બાકી તો બધી વાતું છે. વ્યવહારની ને નિમિત્તની વાતું આવે; પણ કહે છે કે જો તારે કલ્યાણ કરવું હોય તો સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ).
આ ચોરાસીના અવતાર-પરિભ્રમણ કરી કરીને, દુઃખી થઈને આત્માને મરણ તુલ્ય કરી નાખ્યો છે. જાણે (ક) એ જીવતી-જાગતી જ્યોત જ નથી. એ પુણ્ય-પાપના બધા ભાવો જાણે જીવન હોય. અને બહારની કોઈ અનુકૂળ સામગ્રીમાં જાણે “એ મારું જીવન” ત્યાં હોય. (એમાં) તો આત્માને મૃતતુલ્ય કરી નાખ્યો, ભાઈ ! જાગતી જ્યોત, ચેતન અનંત આનંદ અને અનંત શાંતિથી ભરેલો ભગવાન છે. એનું ક્ષેત્ર ભલે શરીર-પ્રમાણે હો, પણ એનો સ્વભાવ તો અમાપ છે. એક એક ગુણ અમાપ-બેશુમાર શક્તિથી ભરેલો (છે). –એવા સ્વદ્રવ્યના રમક અને રમણ કરવામાં ત્વરા કરો!
ભાષા તો કેટલી સાદી ! ૧૭ વર્ષની ઉંમર પહેલાં (શ્રીમદે) લખેલું છે! કોઈ એ વખતે તો આવા શબ્દદ કરનાર નહોતું. બધા આ દયા-દાન ને વ્રત ને ભક્તિ ને તપ ને.. એવું કરો. (પણ) (એમ કરીને) આ ચોર્યાશીના અવતાર કરી કરીને મરી ગયો, પ્રભુ! તને તે મારી નાખ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮–૧૧૭: ૯૩ જે ચીજ (આત્મા) જેટલી તાકાતવાળી છે, એને એટલી ન માનતાં એને એ (વર્તમાન) પર્યાય ને રાગ જેટલી માની; ( એમાં) પ્રભુને પરમાત્માના સ્વરૂપને મરણ તુલ્ય કરી નાખ્યું છે. હવે એની (અંદરની) રમતમાં એને (આત્માને) જીવતો કર! એટલે જેટલી શક્તિવાળો અને જેટલું એ તત્ત્વ છે તેટલી દષ્ટિ કરીને તેના પ્રમાણમાં પ્રતીતિ-પુરુષાર્થ કરીને સ્વદ્રવ્યમાં રમકરમણનારો થા. રમક-રમણ કરનારો થા. આહા.... હા! આ બારે અંગનો સાર “આ” છે. ગમે તેટલાં (શાસ્ત્ર ) ભણ્યો-વાંચ્યું, ગમે તે કર્યું પણ કરવાનું તો ‘આ’ –સ્વદ્રવ્યમાં સ્વદ્રવ્યનો રમક-રમણ કરનારો જલ્દીથી થા. આહા.... હા ! મુનિઓ પણ એમ કહે છે ને...! “આજે જ કરો”.
પ્રભુ! તમે ઘણા આળસુ થઈને ચેતનની પૂંજીનો-મૂડીનો અનાદર કર્યો છે. આ બહારની લક્ષ્મીને મારી મૂડી ” માની; અરે! રાગનો કણ-શુભરાગ-એને પણ “મારો માન્યો; (એમાં) એણે ચેતના આનંદકંદ જીવતરને મરણ તુલ્ય કરી નાખ્યું છે. જાણે એ ચીજ જ ન હોય. આહા... હા! આવી વાત માણસને આકરી પડે.
અહીંથી તો હજી સમ્યગ્દર્શન શરૂ થાય છે. સ્વદ્રવ્યનો રમક-રમણ કરનારો ત્વરાથી થા. જલ્દી થા. આહા... હા! શુભ-અશુભના બધા વિકલ્પોને છોડી દે; એ પછી કહેશે. પહેલાં અસ્તિથી કીધું છે અને પછી નાસ્તિથી કહેશે.
(“સમયસાર'ના) પહેલા શ્લોકમાં પણ અસ્તિથી આવ્યું છે ને....! “નમ: *IRTય સ્વાનુભૂલ્યા વરસતો વિશ્વમાવાય માવાય સર્વમાવાન્તરચ્છિા ” આ શ્લોકમાં ભગવાન અમૃતચંદ્રાચાર્ય સંત-મુનિ (ફરમાવે છે કેઃ) “નમ: સમયસIRTય” જે સમયનો સાર ભગવાન-સ્વદ્રવ્ય-તેને હું નમું છું, તેમાં હું ઢળું છું, એમાં વળું છું. “
સ્વાનુમૂલ્ય વાસ” એ સ્વદ્રવ્ય સ્વાનુભૂતિથી પ્રગટ થાય એવું છે. –એ આ “રમક' – “સ્વાનુમૂલ્ય વાસસ્વ-અનુભૂતિ-સંવર ને નિર્જરા. સ્વાનુભૂતિ એ સંવર અને નિર્જરા એ અનુભૂતિ-આત્માની રમણતા-એ સંવર-નિર્જરાની અતિ. “જિસ્વભાવાય ભાવાય” જેનો સ્વભાવ ચિત-જ્ઞાનસ્વભાવ અને પોતે તેનો ધરનારો ભાવ. “ભાવાય' માં દ્રવ્ય મૂકયું. “જિન્જમાવાય” માં ગુણ મૂકયા. “સ્વાનુમૂલ્યા” માં પર્યાય મૂકી. આહા.... હા ! (એમ) અતિ કીધી. અને “સર્વમાવાન્તર”િ તેનાથી પૂર્ણ-મુક્ત-મોક્ષ દશા થશે. સર્વ ભાવને જાણનાર થશે–સર્વજ્ઞ થશે. એ પણ અસ્તિથી સર્વશપણું સ્થાપ્યું. એક શ્લોકમાં ચારનું અસ્તિત્વ કહ્યું: ચિત્ ભાવ, ચિત્ સ્વભાવ, સ્વાનુભૂતિ અને પૂર્ણ મોક્ષ. આત્મા, (આત્માનો સ્વભાવ), આત્માનો માર્ગ અને પૂર્ણતા. આત્મા, આત્માનો સ્વભાવ, આત્માની અનુભૂતિની પર્યાય અને એની પૂર્ણ પ્રાસિરૂપ મોક્ષ; (એમ) ચાર અસ્તિ કહી.
અહીં (પણ) પહેલાં અસ્તિથી કહે છે. સ્વદ્રવ્યમાં રમણ કરનારો ત્વરાથી થા!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪: પ્રવચન નવનીત ભાગ-૧
66
છઠ્ઠો બોલ: “ સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ.”
સ્વદ્રવ્યને પકડનારા-ગ્રાહક-ગ્રહણ કરનારા (ત્વરાથી થઓ ). (અજ્ઞાની જીવે ) રાગને ગ્રહણ કર્યો છે, પુણ્યને ગ્રહણ કર્યું છે. એ તો બધી મિથ્યા જાળ છે. બહારની કોઈ ચીજને તો ગ્રહણ કરી નથી; (પણ ) એ ચીજ પ્રત્યેની ‘મમતા’ ને ગ્રહણ કરી છે, તેનો ગ્રાહક છે.
અહીં તો કહે છેઃ સ્વદ્રવ્યનો ગ્રાહક ત્વરાથી થા. પૂર્ણાનંદનો નાથ એ સ્વદ્રવ્ય. એને પહેલો ઓળખીને એનો ગ્રાહક થા. ગ્રાહક એટલે માલ લેવા ઘરાક આવે છે ને...! એમ તારે માલ જોઈતો હોય તો અંદર જા. એનો ઘરાક થા!
આહા... હા! પોતે ભગવાન રાજા! એની શોભા તો સ્વને ગ્રહણ કરવામાં છે. સ્વનો ઘરાક (–ગ્રાહક) થા. સ્વના ઘરમાં જા. ‘છે’ ત્યાં જા. રાગ છે પર્યાયમાં; એ રાગમાં ‘તું’ નથી. એ રાગ ‘તારા ’ માં નથી. આહા... હા ! કેવી વાતું !!
અશુભથી બચવા શુભને...! ( પણ ) એ (કથન) બાપુ! કોના માટે? -એ તો જેને સ્વરૂપની રમણતા–દષ્ટિ થઈ છે એને હવે જ્યારે કોઈ શુભભાવ થાય, ત્યારે એમ કહેવાય. ખરેખર તો (તે) શુભભાવ ક્રમબદ્ધમાં આવવાનો જ હતો, નિજક્ષણે ઉત્પન્ન થવાનો જ હતો; અને તે પણ ષટ્કા૨થી તે રાગ થવાનો હતો; એ દ્રવ્ય-ગુણને લઈને નહીં; કર્મને લઈને નહીં. · અશુભ ટાળવા માટે (શુભભાવ આવે )' એ પણ એક વ્યવહારનું વચન છે; (એવાં વચન શાસ્ત્રમાં ) આવે. ‘ પંચાસ્તિકાય' માં છે: “ અશુમ વેંચનાર્થ” બાકી તો તે કાળે તેને ક્રમબદ્ધમાં શુભરાગ આવવાનો કાળ છે, તે આવે; પણ ત્યાં એની સાથે હવે રમતું ન માંડે. એના પ્રેમમાં તું
દ
ન સા!
આહા... હા ! ભગવાન અંદર પૂર્ણાનંદનો નાથ છે, છતી ચીજ છે. બેનનું (‘બહેનશ્રીનાં વચનામૃત ' બોલઃ ૩૦૬ માં) વચન છે ને...! “જાગતો જીવ ઊભો છે”. જાગતો એટલે જ્ઞાયકભાવ-ધ્રુવ ( સ્વભાવ ). એ શાસ્ત્ર-ભાષા. બેનની ભાષા સાધારણ માણસને (પણ ) સમજવામાં સહેલી પડે. (લોકો ‘બહેનશ્રીનાં વચનામૃત' વાંચીને) બહુ ખુશી બતાવે છે, અહો... હો ! ભારે પુસ્તક! (લોકો ) બહુ વખાણ કરે છે.
આહા... હા! આ વસ્તુ !! પ્રભુ! તારી નજરને (તારા ) નિધાનમાં લઈ જા. પર્યાય અને રાગની પામરતા છે; એને છોડી દે! કે રાજન! પર્યાયની રમતું છોડી દે. ભાઈ! દેહ છૂટવાના ટાણાં આવશે. એટલે ‘આ ’ (-સ્વદ્રવ્યની ) ૨મતું કર; તો રાજન! તારું રાજ રહેશે. નહીંતર તું હારી જઈશ. પ્રભુ! ક્યાં જઈશ ? ક્યાં નિગોદ... ક્યાં બટાટા... ક્યાં સકરકંદ! આહા... હા ! ઘણો વખત તો વેપાર-ધંધો (કરવામાં જાય ); ૬-૭ કલાક ઊંઘે; ૨-૪ કલાક સ્ત્રી અને છોકરાંને રાજી રાખવામાં (વેડફે ); –આખાં પાપનાં પોટલાં-અ૨૨૨, પ્રભુ! શું કરે છે તું આ ! અહીંથી ક્યાં જઈશ? આ એકલાં પાપ બાંધે... ૨૨ ક્લાક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮–૧૧૭: ૯૫ કલાક-બે ક્લાક કાંઈક (ધર્મનું) સાંભળવા જાય; તો મળે સંભળાવનારા એવા કે અપવાસ કર... વ્રત લે, તો તને સંવર થશે. અપવાસ કર, તો તને નિર્જરા થશે અને એ સંવ-નિર્જરાથી તારો મોક્ષ થશે. આહા... હા ! લૂંટી નાખ્યો એને. અહીં તો કહે છે કે એ (વ્રતાદિ ) બધું વિકલ્પ છે; –એની રમતું છોડ પ્રભુ! તારું કલ્યાણ કરવું હોય; જીવનો ઉદ્ધાર કરવો હોય-ભવસાગરમાં ડૂબતામાંથી ઉગારવો હોય અંદરથી- (તો) સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. ગ્રાહક ગ્રહણ કરનારો–સ્વદ્રવ્યને ગ્રહણ કરનારો (થા). રાગને વ્યવહારને ગ્રહણ કરનારો (તો ) અનાદિથી છે, ( હવે ) સ્વદ્રવ્યનો ગ્રાહક (થા ).
‘મોક્ષમાર્ગ પ્રકાશક' માં વ્યવહારનયને ગ્રહણ કરવા યોગ્ય કીધું છે ને...? - (ત્યાં) 6 ગ્રહણ ' કરવાનો અર્થ ‘ જાણવું' છે. જાણવાનો અર્થ જ ગ્રહણ કરવાનો છે. એમ આ વસ્તુ (સ્વદ્રવ્ય ) ને જાણ. અંદર આનો ગ્રાહક થા. રાગને હૈયરૂપે જ્ઞેય (તથા ) ભગવાન (સ્વદ્રવ્ય ) ને ઉપાદેયરૂપે જ્ઞેય ( બનાવ ). આહા... હા! વાત તો એવી છે!! સાંભળવા મળે નહીં. વાડા (સંપ્રદાય ) માં તો બધી બહારની-રખડવાની-બંધની વાતું છે.
આ અંદર શિવનો નાથ, પ્રભુ નિરુપદ્રવતત્ત્વ, આવો એ શિવસ્વરૂપ જ છે. એનો ગ્રાહક ત્વરાથી થા. એને પકડનારો ત્વરાથી થા. એને જાણનારો એકદમ થા. એ સ્વદ્રવ્યનો માલ લેવાનો ઘરાક થા !
અરે ! ક્યાં સાંભળે...? આ (શરીર) તો સ્મશાનની રાખું થાશે. બાપુ! ધૂળ-પૈસા (વગેરે) તો ક્યાંય રહી જશે. શુભરાગ ભલે કોઈ કર્યો હશે તો એ પરમાણુ બંધાણા હશે પણ (એમાં ) · એરણની ચોરી ને સોયનું દાન', એમ આખો દી પાપ... પાપને પાપ-એમાં કોઈ વખત સહેજ કલાક સત્સમાગમે સાંભળે, (તે સત્તમાગમ તો હજી કોને કહેવો, એ મુશ્કેલ છે; પણ ), એમાં કંઈક શુભભાવ થાય; તો પણ ત્યાં ‘આ એરણની ચોરી ને સોયનું દાન'... એમાં તારો ઉદ્ધાર ક્યાં છે? સમજાય છે કાંઈ ?
અહીં ( શ્રીમદ્દ ) ૧૭ વર્ષની ઉંમર પહેલાં- [ આત્માને ઉંમર ક્યાં છે? આત્મા તો અનાદિ અનંત છે.] –પોકાર કરે છે, [ અહીં ૬૦-૭૦-૮૦ (વર્ષની ઉંમ૨) થાય એને ખબર ન મળે,] કે: ‘જો તારે કલ્યાણ કરવું હોય તો સ્વદ્રવ્યનો ગ્રાહક થા. ગ્રહણ કરનાર થા. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં તેને (સ્વદ્રવ્યને) ગ્રહણ કર. જ્ઞાનની અને શ્રદ્ધાની પર્યાયમાં એ ત્રિકાળી (સ્વ ) દ્રવ્યને ગ્રહણ કર. એ ત્રિકાળીને પકડ!' તેં પર્યાયને અને રાગને પકડયા છે, એ તો (ત્રણે કાળે ) સંસાર-ભાવ છે. એ સંસાર-ભાવનો વ્યય, એ પછી કહેશે; પણ અહીં તો ‘ગ્રાહક બન’ ( એમ ) ઉત્પાદની વાત ( છે). ભલે ગમે તે (શાસ્ત્ર) વાંચ્યું, ગમે તે ધાર્યું; અને શુભરાગ પણ ગમે તે પ્રકારે થયા હોય; પણ · ગ્રાહક જીવનો (-સ્વદ્રવ્યનો) થા,' ત્યારે તારું કલ્યાણ છે. કેમકે એના (સ્વદ્રવ્ય ) જેવી સર્વોત્કૃષ્ટ કોઈ ચીજ જ નથી. આહા... હા! સિદ્ધની પર્યાય પણ એક સમયની; અને આ તો પ્રભુ અનંત પર્યાયનો પિંડ;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬: પ્રવચન નવનીત ભાગ-૧
એક એક ગુણ-જ્ઞાન, આનંદ ને શાંતિ-તો દરિયો; એના સ્વભાવનો ગ્રાહક થા ને... પ્રભુ! દ્રવ્યષ્ટિ કરીને તેનો ગ્રહના થા. પર્યાયદષ્ટિને છોડી છે! -એમ કહે છે.
આવી વાતું હોય અને આવો ઉપદેશ હોય; પછી માણસને એમ ( બેસવું કઠણ ) લાગે. પણ જેને હજી એવી પહેલી વ્યવહાર શ્રદ્ધાની જ ખબર નથી કે ‘આ વસ્તુ આવી છે ને આવી નથી' તેને તો આ વાતું આકરી પડે... પણ શું થાય?
અહીં તો નિશ્ચયસ્વરૂપ ભગવાન આત્મા-નિશ્ચય એટલે સત્ય-ભૂતાર્થ, નિશ્ચય એટલે શાયભાવ–તેનો ગ્રાહક થા. એને ગ્રહનારો થા. એને જાણનારો થા. તેનો જ ધારક થા. બીજું છોડી દે. કોઈ ચીજ મારે જોઈતી નથી. ગ્રાહક તો ‘દ્રવ્ય છું’ એનો ઘરાક થા. આહા... હા... હા ! છેલ્લો ‘ સાર’ છે, ભાઈ ! આ તો.
બહારની પળોજણમાં જિંદગી ચાલી જાય છે! એ દીકરા ને બાયડી ને છોકરાં ને એમાં જિંદગી (વેડફાઈ જાય છે)! પણ ભાઈ ! (એમાં ) આત્મા તારો કોઈ દી થાય ? ‘ આ બાયડી મારી '... કોની બાયડી ? કોને શું કહે છે તું? એનું (બાયડીનું) શરીર જડ છે... એ તારું છે? એનો આત્મા તો ૫૨ છે... એ તારો છે? આ મારો દીકરો છે ને... આ મારી બાયડી છે ને... આ મારા છોકરાની વહુ ને...! -પ્રભુ! આ તેં શું કર્યું? લૂંટાઈ ગયો, પ્રભુ! તું પ૨નો ગ્રાહક થઈ ગયો; પ૨નો ધણી થયો. (હવે ) સ્વદ્રવ્યનો ગ્રાહક જલ્દીથી થા, એક કહ્યું પાછું. પ્રમાદ છોડી દે બાપુ! ‘હમણાં ( આત્મા ) નહીં; ( પહેલાં ) થોડું (બીજું ) કરી લઉં. આ દીકરીઓ મોટી થઈ છે, (તેને ) પરણાવી લઉં; છોકરાં મોટા થયાં છે, (તેને ) ઠેકાણે પાડું.' –રખડવામાં! અને કહે કે ‘હજી (તો) જુવાન અવસ્થા છે.' (પણ અહીં તો કહ્યું કેઃ ત્વરા કર!)
.
(સંવત્ ) ૧૯૯૦માં વઢવાણમાં એક મુમુક્ષુને મેં કહ્યું કેઃ તમે (અહીં ) શું કરવા આવ્યા છો? તો તેણે કહ્યું કે: આમ છે ને આમ છે, અત્યારે કરી લઈએ, અત્યારે થોડુંક કરીએ તો ( ભવિષ્યમાં કામ આવે ). તો મેં કહ્યું: શું કરી લઈએ ? શું કરવું, બાપુ! એ કર્યાં રહેશે ? એ રહેશે માટે તને સંતોષ થશે, એમ છે? -ધૂળમાં ય નથી કાંઈ, બાપુ! ત્યાં (વ્યાખ્યાનમાં તો ) કહ્યું હતું કેઃ જુઓ ભાઈ! આત્માનો જ્ઞાનસ્વભાવ ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનો છે. પણ (જીવે ) એ રીતે જાણ્યું નહીં. પણ સમયે સમયે ક્ષણે ક્ષણે ભવ કરી, અને તે તે ભવના ભાવ અને ભવનું જાણવું ઘણું કર્યું. ‘એક સમયે બધાંને જાણવું', એવું એનું (જ્ઞાનનું ) સ્વરૂપ છે. ( પણ ) એ ( રીતે જાણવું) કર્યું નહીં. પણ ભવના ભ્રમણના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જાણ્યા, બીજા ભવના જાણ્યા, ત્રીજા ભવના જાણ્યા-એમ એવા ભવના (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને) જાણી... જાણી... જાણી (ભવનું જાણપણું ઘણું કર્યું). આમ આવું પરલક્ષી જ્ઞાન કર્યું. પણ તારો નાથ સર્વજ્ઞ સ્વભાવી અંદર બિરાજે છે, એનો તું ગ્રાહક ન થયો. તેં તેને પકડયો નહીં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮–૧૧૭ : ૯૭
તે દી એક બ્રહ્મચારી ભાઈએ મને ખાનગીમાં કહ્યું (કે) શ્રીમદ્દમાં તો લાણું હતું ને... આમ હતું... શ્રીમદ્દમાં એવી ભાષા કરી છે. મેં કહ્યું: અરે! ‘શું બોલો છો' આ બધું બાપુ ! એ વસ્તુ તો એમને (પ્રાસ ) થઈ ગઈ અને પ્રાપ્ત થઈ પછી તો પોતે જ આરાધના કરીને ચાલ્યા ગયા છે! એ તો એક ભવ કરીને મોક્ષે જશે; એમાં કોઈ દલીલને પ્રશ્ન નથી.
અહીં કહે છે: “ સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ.” આહા... હા... હા! (જેમ લોકો કહે છે ને કેઃ) એલા! જલ્દી લાવજે હોં! શાકનું ટાણું થઈ ગયું છે, આ રાંધવાનું ટાણું થયું છે, જલ્દી ક. જઈને પાછો ઉતાવળે લાવજે! ત્યાં ઉતાવળથી કરવાનું હોય છે. કોઈ માલ લેવા મોકલે... ત્યાં (કહે છે ને...) ઉતાવળથી લાવજે, ઝટ લાવજે, દોડીને ઝટ આવજે હોં! મોટા માણસ આવ્યા છે, દૂધમાં કેસર નાખવાનું છે... કેસર ઝટ લઈને આવજે ! (તેમ ) અહીં કહે છે કેઃ પ્રભુ ! તું ઝટ લઈને હવે જા ને અંદરમાં!
તું માલ (−સુખ) લેવા, એનો ગ્રાહક થવા (બહા૨) જાય છે! પણ માલ તો અહીં (તારામાં જ) પડયો છે. આહા... હા ! તારા અંતરમાં તો પ્રભુ! (અનંત આનંદ, અનંત જ્ઞાનાદિ ચતુષ્ટય પડયાં છે). જે સર્વજ્ઞે અનંત ચતુષ્ટય પ્રગટ કર્યાં-મુખ્યપણે અનંતજ્ઞાન, અનંતઆનંદ, અનંતદર્શન, અનંત વીર્ય-એ ક્યાંથી આવ્યાં. પ્રભુ? તારામાં એ અનંતચતુષ્ટય પડયાં છે. ( સર્વજ્ઞને ) તો એ પર્યાયરૂપે પ્રગટયાં. પણ અહીં (તારામાં) તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય-એવાં અનંત ગુણરૂપે પડયાં છે. અહીં સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવથી અસ્તિ અને ૫૨થી નાસ્તિ એ ચતુષ્ટય નહીં; અહીં તો અંદરમાં જે ગુણરૂપે ચાર ચતુષ્ટય છે એ. સમજાણું કાંઈ ?
સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ-સ્વ-ભાવથી છે અને પરદ્રવ્ય-૫૨ક્ષેત્ર-૫૨કાળ-૫૨ભાવથી નથી, એ પણ ચતુષ્ટય કહેવાય (છે). પણ એ ચતુષ્ટય, સ્વથી છે અને પરથી નથી. (એટલી અપેક્ષા છે). પણ અહીં તો ‘સ્વ’ માં શું છે? પ્રભુ! તું અંદરમાં કેવડો છો ? –ભાઈ ! તું એક પર્યાયની ૨મતમાં, આ એક સમયની પર્યાયની રુચિમાં-સમીપમાં પ્રભુ છે–તેની પાસે ગયો નથી. આહા... હા! ત્યાં (પ્રભુ) તો અનંત ચતુષ્ટયે બિરાજમાન છે. રાજન! પ્રભુ આનંદનો નાથ-સાગર અનંત ગુણે બિરાજમાન છે, એનો ઘરાક થા ને...! એને પકડ ને..! એવો પકડ કે કોઈ દી છૂટે નહીં. આહા... હા ! સ્વદ્રવ્યનો ગ્રાહક થા-સ્વદ્રવ્યના ઘરાક જલ્દીથી થાઓ.
ઘણાં વર્ષ પહેલાં એક શેઠ સાથે આ પ્રશ્ન ઊઠયો હતોઃ કેવળી છે એ, ‘તું પુરુષાર્થ કર’ એવો ઉપદેશ કરે જ નહીં. કારણ કે સર્વજ્ઞ ત્રિલોકનાથ ત્રણ કાળને જાણે છે. એને આ ( જીવ ) ક્યારે પુરુષાર્થ કરશે એ તો ખબર છે. (તો) પછી કેવળી એને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮: પ્રવચન નવનીત ભાગ-૧ એમ કેમ કહે કે “તું પુરુષાર્થ કર !” (મું) કહ્યું: આમ નથી, બાપુ! આ શું કહો છો? મેં તો
આચારાંગ” નો દાખલો આપ્યો હતો. આ છે તો આચાર્યનું વચન; પણ તે દી ( સંપ્રદાયમાં) તો ભગવાનનું છે એમ જાણતા હતા ને..? “જે સો વાળા પાયે નિરુતા” (અર્થ) “આજ્ઞામાં અણઉદ્યમ અને અણઆજ્ઞામાં ઉદ્યમ, એ બે તને ન હો; આજ્ઞામાં ઉપસ્થિત થા અને અણઆજ્ઞામાંથી ઉપસ્થિતિ છોડી દે'. -જુઓ, આ પુરુષાર્થ કરવાનું તો કેવળીએ કીધું છે! અને “ઉત્તરાધ્યયન' માં વીર એમ કહે છે કેઃ “સમયં કાયમ! મા પમાયણ”—એક સમય માત્રનો પ્રમાદ કરશો નહીં! જાણે છે કેવળી. એને જે સ્થિતિ છે તે તે જાણવામાં અને વાણીમાં ય આવે. સમજાય છે કાંઈ? ઘણાં શલ્યો જગતનાં-ભગવાન જાણે માટે તે પ્રમાણે થશે, ભગવાન જાણે માટે એ પુરુષાર્થ કરવાનું કહે નહીં ને! –શું કરો છો? આ તમે બધું?!
એ (તો) પોતે શ્રીમદ્ પહેલીથી કહે છે; કેવળીનાં વચનોમાં પણ એ છે: જ્ઞાયકના ગ્રાહક (ત્વરાથી) થાઓ.
એ (“સમયસાર') છઠ્ઠી ગાથામાં છે ને...! “ વિ રવિ ડેપ્પત્તો પમત્તો” – પ્રમત્ત-અપ્રમત્ત એ દશાઓ દ્રવ્યમાં નથી. કેમકે શુભ-અશુભ ભાવરૂપે જીવ થાય તો પ્રમત્તઅપ્રમત્તરૂપે થાય; (પણ) જીવદ્રવ્ય શુભ-અશુભ ભાવરૂપે કદી થયો જ નથી. આહા... હા ! “ વિ દોતિ સપૂતો ન પમનો નાનો ટુ નો માવો પર્વ મMતિ શુદ્ધ” એને એમ શુદ્ધ કહીએ છીએ. “TI ગો નો સો સો વેવ” જે પર્યાયમાં સ્વ જણાણો, તે જ આત્મા. એમાં પર જણાતો નથી. એ સ્વને જ જાણે છે. –એને અમે શુદ્ધ કહીએ છીએ. આહા. હા! “આ” છઠ્ઠીનો લેખ! એમ અહીં ભગવાન (આત્મા) ને જાણવો છે. એ કોઈ નવી ચીજ છે? એ તો (અફર) લેખ છે. પડયો જ છે અંદર જ્ઞાયક. –છઠ્ઠીના લેખ ! –જ્ઞાયકને જાણ. તું ત્રણ લોકનો નાથ બિરાજમાન પરમાત્મા, તું જ પ્રભુ છો; તેને ગ્રહણ કર! તું તને ગ્રહણ કર! પરનું ગ્રહણ છોડી દે; એ પછી કહેશે. સમજાય છે કાંઈ ?
(“સમયસાર) કલશ–ટીકા” માં આવ્યું છે ને..! કેસ બાર અંગનું જ્ઞાન કોઈ અપૂર્વ (લબ્દિ) નથી. બાર અંગના જ્ઞાનમાં એ અનુભૂતિ કહી છે. બાર અંગનું જ્ઞાન અપૂર્વ નથી. અપૂર્વ તો અનુભૂતિ છે. જો કે અનુભૂતિ હોય એને જ બાર અંગનું જ્ઞાન હોય. પણ અહીં તો વજન અનુભૂતિનું દેવું છે ને...! હમણાં એક (લખાણ) આવ્યું હતું ને. એમ કે બાર અંગનું જ્ઞાન પણ નિષ્ફળ છે, જો અનુભૂતિ ન કરે તો. પણ એ બાર અંગ (ના જ્ઞાનવાળાને) અતુભૂતિ હોય જ. ૧૦ પૂર્વની અંદરમાં ૯ પૂર્વ સુધીની લબ્ધિ (તો) મિથ્યાદષ્ટિને (પણ) થાય; પણ બાર અંગનું જ્ઞાન એ તો આત્માની અનુભૂતિ હોય તેને જ થાય. એ કંઈ ભણું ભણાતું નથી. એ કંઈ શીખ્યું શીખાતું નથી. એ તો અંદરમાંથી લબ્ધિ આવે છે. અંદર આત્માનો અનુભવ જરાક થયો એમાંથી કોઈ જીવને, એ જ્ઞાનની છોળ એટલી ઊછળે કે પર્યાયમાં બાર અંગનું જ્ઞાન-વગર શીખે, વગર ભણે, વગર પાનાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮-૧૧૭: ૯૯ ફેરવ્ય, વગર સાંભળ્ય-પ્રગટ થઈ જાય છે. “કલશ' માં એમ કહ્યું ને..! બાર અંગ (નું જ્ઞાન) કાંઈ અપૂર્વ નથી. પણ બાર અંગમાં તો ‘આ’ અનુભૂતિ કરવાનું કહ્યું છે. - “આ ગ્રાહક'.
પણ તું કોણ? પ્રભુ! તારી વાત-અંદરમાં તત્ત્વ જેને કહીએ, જેને આત્મતત્ત્વ કહીએ, એ વાત-તને બેસતી નથી!! તે એક સમયની પર્યાયની રમતુંમાં કાળ ગાળ્યો. તેથી જે આખો રમણ કરનારો ભગવાન ત્રિકાળી, ત્રણ લોકનો નાથ; એ એમ ને એમ કોરો રહી ગયો–એ તારી નજરમાં તને ન આવ્યો ! હવે એનો ગ્રાહક થા ! આવી વાતું છે, ભાઈ !
પ્રશ્નઃ શું કરવું આમાં? સૂઝ પડતી નથી. સમાધાન: પણ (સ્વદ્રવ્યનું ગ્રાહક થવું) આ’ કરવું નથી? આહા હા ! સ્વદ્રવ્યના ગ્રાહક ઉતાવળથી થાઓ. આ અસ્તિથી વાત કરી.
હવે પહેલી જે કીધી હતી ને...! “સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ”. એને હવે બીજી રીતે કહે છેઃ (બોલ સાતમો) “સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો (દો)”. પહેલું એ કહ્યું હતું “ સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. હવે અહીં કહે છે કે સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો. પરદ્રવ્યને રાખવા ઉપરનું લક્ષ છોડી દે. પરદ્રવ્ય એટલે રાગ આદિ. પરને (શરીરાદિને) તો કોણ રાખતું હતું?
“રક્ષકતા” જોયું! રક્ષક ને ધારક ને ગ્રાહક ને... “ક” ત્યાં હતો તે રક્ષકતા- રાખવાપણું અર્થાત્ સ્વદ્રવ્યનું રાખવાપણું, એમ આવ્યું હવે. સ્વદ્રવ્યની રક્ષકતા-સ્વદ્રવ્યના રક્ષકપણા ઉપર લક્ષ આપો. “સ્વદ્રવ્યની જેમ રક્ષા થાય તે ઉપર ધ્યાન રાખો. “પરની રક્ષા થાય એ દષ્ટિમાંથી છોડી દો. કરવાનું તો ‘આ’ છે.
વિશેષ કહેશે....
***
(પ્રવચનઃ તા. ૨૯-૧-૧૯૭૮)
સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો.” પહેલું એના ખ્યાલમાં-જ્ઞાનમાં આવવું જોઈએ ને...! (ક) “સ્વદ્રવ્ય' એટલે શું ? કેઃ પર્યાય અને રાગથી પણ ભિન્ન, પરિપૂર્ણ અનંતગુણનો સમુદાય-પિંડ છે જે ત્રિકાળ એકરૂપ છે. ધ્રુવ છે અને અહીં “સ્વદ્રવ્ય ” કહેવામાં આવ્યું છે. એ સ્વદ્રવ્યની રક્ષકતા-રક્ષકપણું રાખવાપણું અર્થાત્ સ્વદ્રવ્યનું રાખવાપણું (એના) ઉપર લક્ષ રાખો. પરદ્રવ્યનું રાખવાપણું તો (જીવ) રાખી શકે નહીં એ (નાસ્તિ) પછી કહેશે. અત્યારે પહેલાં અસ્તિથી વાત કરે છે. સ્વદ્રવ્યની રક્ષતા ઉપર (લક્ષ રાખો). પરની રક્ષકતા ઉપર તો લક્ષ અનંતવાર કર્યું. પરનું લક્ષ રાખીને પરની દયા પાળવાનું આદિ, (તેમ જ ) પર ઉપર લક્ષ રાખીને, શાસ્ત્ર ભણતર પણ અનંત વાર કર્યું. પણ જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO: પ્રવચન નવનીત ભાગ-૧ સ્વદ્રવ્ય છે એની રક્ષકતા–રાખવાપણું એક સેંકડ પણ કર્યું નહીં. સર્વ શાસ્ત્ર-ભણતરનું અને (બીજા) બધાં પરિણામ શુભ-અશુભ ગમે તેટલાં હો પણ એની અંદર ગ્રહણ કરવાનું તો સ્વદ્રવ્ય છે, એ સાર છે. સમજાય છે કાંઈ ?
સ્વદ્રવ્ય જે વસ્તુ અંદર (ત્રિકાળ છે, એની રક્ષકતા ઉપર લક્ષ રાખો). જો કે ‘નિયમસાર' ગાથા-૩૮માં તો પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું છે. આહા.. હા! વર્તમાન પર્યાયના
ધ્યાનમાં ધ્યેય માટે અંદર રહેલી આ ત્રિકાળ ધ્રુવ વસ્તુ એ સ્વદ્રવ્ય-એની રક્ષકતા ઉપર લક્ષ રાખો. એ અસ્તિથી વાત કરી.
હવે નાસ્તિથી વાત કરે છે: “પદ્રવ્યની ધારકતા ત્વરાથી તજે.” આહા... હા! પહેલા બોલમાં “ત્વરાથી” નહોતું; ૨-૩-૪-પ-૬માં ત્વરાથી હતુંસાતમામાં નહોતું. આઠમામાં “ પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો.” લાખ વાતની વાત (કે) જેણે સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર દષ્ટિ આપી અને પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજી (એવા) આઠ વર્ષના બાળકને બાળક કહેવાય, પણ કેવળજ્ઞાન થાય છે. આહા... હા !
અહીં તો દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવ એ “પદ્રવ્ય' છે; એ પરદ્રવ્યની ધારકતાધારવાપણું (ત્વરાથી તો).
આહા... હા! પરદ્રવ્યનું જ્ઞાન પરદ્રવ્ય માટે કરવાનું નથી. પરદ્રવ્યનું જ્ઞાન એ સ્વદ્રવ્યમાં નથી એ માટે જ્ઞાન કરવાનું છે. સમજાય છે કાંઈ? શ્રી યોગેન્દ્રદેવના દોહરામાં “છ દ્રવ્યનું જ્ઞાન પ્રયત્નથી કરો” એમ આવે છે. પણ એનો હેતુ- “પદ્રવ્યમાં છે તે મારા દ્રવ્યમાં નથી' –એવું જ્ઞાન કરવા માટે (છે). “છ દ્રવ્યને પ્રયત્નથી જાણો '.. પણ જાણવાનો હેતુ-ફળ શું? કે: સ્વદ્રવ્યમાં એ પર દ્રવ્ય નથી” માટે તેનું લક્ષ છોડવા જેવું છે.
અહીં કહે છે: એ પરદ્રવ્યની ધારકતા અર્થાત્ પરદ્રવ્યનું ધારવાપણાનું લક્ષ તરાથી છોડો. “પદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો.” આહા... હા ! (શ્રીમદે) ૧૭ વર્ષની ઉંમરે આવું કહ્યું હતું!!
જિજ્ઞાસા: પરદ્રવ્યની ધારકતા છે, એમ કબૂલ કર્યું?
સમાધાનઃ છે; પણ એને તજો. છે તો ખરી ને “છે એને તજવાનું કહ્યું ને...? પરદ્રવ્યની ધારકતા-ધારવાપણું ત્વરાથી તા.
વ્યવહારરત્નત્રય-રાગ આદિ આવે છે. દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા-ભક્તિ આદિ રાગ આવે છે. પણ કહે છે કેઃ “પદ્રવ્યની ધારકતા ત્વરાથી ત”. ભગવાન આત્મામાં લક્ષ આપો. આહા. હા! અરે! જીવને કઠણ પડે. પણ બાપુ! સત્ છે. સત્ સર્વત્ર છે, સરળ છે. છે” તેને પામવું એમાં કઠણ શું? પણ એણે (જીવે ) પ્રયાસ કર્યો નથી. આહા... હા! મૂળ ચીજ આ છે, એની ખબર ન મળે ને એ વિના બધાં સામાયિક ને પોહા ને પડિક્રમણ (કર્યા)... પણ એ શેના? એ બધા વિકલ્પો છે. એ પરદ્રવ્યનું ધારવાપણું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮–૧૧૭: ૧૦૧ (ત્વરાથી તો). પહેલાં તો કહ્યું હતું (કે) “સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ” એની સામે (કહ્યું, “પદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો”. કેમકે ભગવાન આત્માનું જ્ઞાન કર્યા વિના, જન્મ-મરણના અંત આવે (એમ) ક્યાંય નથી. લાખ ક્રિયાકાંડ કરે (પણ) એ બધી (ક્રિયા પદ્રવ્ય છે). (જ્યાં સુધી) પૂર્ણ ન હો ત્યાં (જ્ઞાનીને આવો) વ્યવહાર આવે, પણ છે એ બંધનું કારણ. અહીં તો કહે છે (ક) એ પરદ્રવ્યનો ભાવ આવે ખરો, પણ એ પરદ્રવ્યનું ધારવાપણું ત્વરાથી-જલ્દીથી છોડો. એ પરદ્રવ્યને મગજમાં-જ્ઞાનમાં ક્ષણ વાર (પણ) ન રાખો.
સમાધિશતક' માં તો એક શ્લોક આવે છે ને..! આત્માના કાર્ય સિવાય, પરકાર્યનું લક્ષ આવે એને જલ્દી છોડો. એને (પરકાર્યને) સ્મરણ ન કરો. મેં આમ કર્યું હતું ને... મેં આમ કર્યું હતું ને-એ બધા વિકલ્પને બહુ યાદ ન કરો. આત્માનાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ કાર્ય સિવાય, બીજાં કાર્યને અવકાશ ન આપો.
આહા. હા! સ્વદ્રવ્યની ધારકતા ત્વરાથી કરો અને પારદ્રવ્યની ધાકરતા ત્વરાથી તજો. સામસામે બે વાત છે. અહીં તો દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો શુભભાવ આવે, પણ એને ત્વરાથી તજો. એમ કહ્યું ને.. તજો, ત્વરાથી તજો; ધારકતા ત્વરાથી તજો.
ભગવાન આનંદનો નાથી પ્રભુ (સ્વદ્રવ્ય) એને ગ્રહણ કરવા, એમાં ઠરવા, એમાં રમવા (માટે ત્વરા કરો ). આહ.. હા ! કરવાનું તો આ છે. બાકી તો બધું છે એ (પરદ્રવ્ય ) છે. લોકોને આકરું લાગે છે કે અમારા (વ્યવહાર) થી નિશ્ચય થાય, એમ કહો; તમારું (સોનગઢનું ) એકાંત છે; એમ કહે છે. (પણ) સમ્યક એકાંત જ છે. આ પદ્રવ્યમાં વ્યવહાર આવી ગયો. વ્યવહારનો વિકલ્પ એ પરદ્રવ્ય છે. પરદ્રવ્યની ધારકતા ( ત્વરાથી તજો ). ધંધાના વ્યવહારની ( અહીં ) વાત નથી; એ તો પાપવ્યવહાર છે. પણ અહીં તો પુણ્યવ્યવહાર જે શુભભાવ, એ પણ સ્વદ્રવ્યથી વિરુદ્ધ છે, તેથી પરદ્રવ્યનું રક્ષાપણું ( રક્ષકતા) ત્વરાથી તજો. ત્યાં (તેમાં) તમારું કલ્યાણ છે; બાકી (અન્યથા) કલ્યાણ નથી. ખરેખર તો અસંગમાં પરના સંગ (નો) વિકલ્પ ઊઠે (તે) ભલે ને દેવ-ગુરુના સંગનો (હોય તોપણ એ પરદ્રવ્ય છે ).
આહા હા આવી વાત !! જીવને ક્યારેય સાંભળવા મળે નહીં, બાપુ! રખડી (ને) મરી ગયો. મુંબઈમાં એક પાંત્રીસ વર્ષનો માણસ, બે-ત્રણ વર્ષનું પરણેતર, માથું દુ:ખે છે” એટલું કહ્યું પછી તરત (મરી ગયો ). ( હજી તો) કંઈક આ કરશું ને... આ કરશું ને... ત્યાં જિંદગી ખલાસ થઈ જાય. પ્રભુ! ત્યારે તને અનુભવવાનો કાળ ક્યારે આવે ? હુજી “સ્વદ્રવ્ય” તે શું ચીજ છે અને એની પ્રતીતિ-પ્રથમ દષ્ટિ ક્યાં મૂકવાની છે, એવા નિર્ણય વિના, પરદ્રવ્ય તજાય શી રીતે? ધંધા-વેપારની તો વાત એક કોર રહી. એ તો પાપ છે. એને તો છોડ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨: પ્રવચન નવનીત ભાગ-૧
૫રદ્રવ્ય અને આ રાગ (તથા ) દેવ-ગુરુની ભક્તિનો રાગ (તે તો) પરદ્રવ્ય છે. ( પણ ) ભગવાન એમ કહે (છે કે) તારી અપેક્ષાએ અમે પદ્રવ્ય છીએ. ભગવાનની વાણીમાં એમ આવે કે પરદ્રવ્યની ધારકતા જલ્દી તો. અમારી સામું જોવું જલ્દી તજો. આહા... હા! જીઓ, આ વાણી!!
અત્યારે તો ગરબડ બહુ થઈ ગઈ છે. સાચાને ખોટું ઠરાવે ને ખોટાને સાચું ઠરાવે ! બાપુ! સાચું તો સત્ છે, તે ૨હેશે અને એ કંઈ નવું નથી, ભાઈ!
(અહીં ) પરદ્રવ્યનો અર્થ વ્યવહાર કર્યો. વ્યવહાર એ પદ્રવ્ય છે. એ વ્યવહારની ધારતાને જલ્દીથી તજો. આહા... હા! (હવે કહે છે: ) “પદ્રવ્યની રમણતા ત્વરાથી તજો.” પહેલી ધારકતા કહી હતી-ધારવું-આ આમ છે ને તેમ છે એમ વિકલ્પ (–એને તજો ). હવે ૫રદ્રવ્ય-રાગમાં રમણતા ( –એને તો ). ભગવાનઆત્મા જ્ઞાનાનંદસ્વભાવ, એમાં જે કંઈ વિકલ્પ ઊઠે છે એ પદ્રવ્ય છે, એમાં રમણતા-એ પરદ્રવ્યની રમણતા-ત્વરાથી તો. પહેલાં પાંચમા બોલમાં આવી ગયું: “ સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ ”( હવે ) અહીં નાસ્તિથી વાત કરી છે: “પદ્રવ્યની રમણતા ત્વરાથી તો.”
આ તો શાંતિનો માર્ગ છે, પ્રભુ! એ (માર્ગ) કોઈ ક્રિયાકાંડથી, દયા ને, વ્રત ને, તપ ને, ભક્તિ ને, ઉપવાસ આદિથી (મળે તેમ નથી ). એ (બધાં ) તો વિકલ્પ છે અને પરદ્રવ્ય
છે.
અરે... રે ! ( જીવને) સાંભળવા ય કે દી મળે? અને મનુષ્યપણું ચાલ્યું જાય છે. મૃત્યુની સમીપે બધા સમય જાય છે કારણ કે મૃત્યુનો સમય નક્કી છે. કેવળજ્ઞાનમાં નક્કી છે. એની આયુષ્યની સ્થિતિ નક્કી છે. અને એના જીવની યોગ્યતા અહીં રહેવાને માટે નક્કી છે. શું કહ્યું? ત્રણ વાત કહી. એ જીવને શરીરમાં રહેવાની યોગ્યતાનો કાળ જ નજીક છે. નજીક છે એટલે નક્કી છે. તેમ આયુષ્યની સ્થિતિ એ તો નિમિત્તરૂપે છે. આયુષ્ય પ્રમાણે રહેવું એ તો નિમિત્તથી છે, પણ પોતાની યોગ્યતા (થી) તે કાળે તે તો રહેવાનો તે નક્કી છે. એ સમય પૂરો થઈને દેહ ફડાક દઈને છૂટી જશે; એટલે કે કેવળજ્ઞાનીએ આમ જોયું છે કે આ સમયે દેહ છૂટવાનો, આ ક્ષેત્રે-આ સંયોગે-એ રીતે જ આ થશે. માટે કહે છે કે: પરદ્રવ્યની રમણતા છોડ ને પ્રભુ!
આહા... હા ! (તારે ) સ્વદ્રવ્યની રમણતા કરવામાં ૫દ્રવ્યની રમણતા છોડવી પડશે. એ પણ સમજાવવા ( માટે) એક નાસ્તિથી કથન કર્યું છે. ખરેખર તો જ્યારે સ્વદ્રવ્યમાં ૨મે છે ત્યારે ૫૨દ્રવ્ય છૂટી જાય છે. પણ સમજાવવું હોય ત્યારે કેમ સમજાવે? ટૂંકમાં ન સમજાય ત્યારે વિસ્તાર કરીને સમજાવે કેઃ સ્વ-ચેતનમૂર્તિ, જ્ઞાન અને આનંદનું ધામ, ધ્રુવ ધામ, તેમાં રમણતા ત્વરાથી કરો અને એનાથી વિરુદ્ધ રાગ આદિ એ પરદ્રવ્યને ત્વરાથી તજો. આહા... હા !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮-૧૧૭: ૧૦૩ એક ક્ષુલ્લક કહેતા હતા કેમહારાજ (કાનજીસ્વામી જે આ) બધું કહે છે એનું આટલું ટૂંકું (મર્મ છે) : “પરથી ખસ, “સ્વમાં વસ” એટલું બસ.. એટલું ટૂંકું ટચ”. “પરથી ખસ” એ આ પરથી–રાગાદિથી ખસ; સ્વ ચેતનના આનંદમાં વસ; એટલું બસ... એ ટૂંકુ ટચ. બાકી આ એનો બધો વિસ્તાર છે.
આહા.. હા! આ બહાર (ના સંયોગની) મોહજાળ મારી નાખે છે જીવને). અહીંથી નવરો થતો નથી; એ હજી દયા–દાન અને વિકલ્પથી નવરો થાવો (ઘણું મુશ્કેલ છે).
આ ચૌદ બ્રહ્માંડમાં એક સ્વદ્રવ્ય હોય તો તું (છો); એ સિવાય રાગથી માંડીને બધું પદ્રવ્ય (છે). એ પરદ્રવ્યનું લક્ષ છોડ. સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો. ધ્યાનમાં ધ્યેય સ્વરૂપ” ને બનાવ; અને એ સિવાય પરદ્રવ્ય-વ્યવહાર આદિ (ના લક્ષને છોડ).
લોકોને આકરું પડે છે કે (અમે) આટલું દયા-દાન-વ્રત-તપ કરીએ (એ) વ્યવહારથી પણ (કલ્યાણ ) ન થાય ! –ભાઈ, એ તો પરદ્રવ્ય છે.
અહીં તો “નિયમસાર” માં ત્યાં સુધી કહ્યું કે ક્ષાયિક સમકિત થાય અને સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની પર્યાય સાચી થાય એને પણ અમે પરદ્રવ્ય કહીએ છીએ. કેમકે જેમ પદ્રવ્યમાંથી (-પરદ્રવ્યના લક્ષથી નિર્મળ ) પર્યાય (ઊપજતી નથી); આનંદની ને શાન્તિની નવી પર્યાય વધતી નથી; (એટલે કે ) શુદ્ધિની વૃદ્ધિ થતી નથી. એમ પર્યાયને લક્ષ શુદ્ધિની વૃદ્ધિ થતી નથી, માટે તે નિર્મળ પર્યાયને પણ, અમે પરદ્રવ્ય કહીએ છીએ. આહા.... હા ! સમજાય છે કાંઈ?
આવી વાત છે !! લોકોને બેસે નહિ. બિચારા સાધારણ માણસ. અને પંડિતો (આવી વાતનો) વિરોધ કરે. આ આત્મા શું છે એની (ખબર નથી); ક્યાંથી ખસવું અને ખસીને જવું ક્યાં? એ ચીજ (સ્વદ્રવ્ય) નું માહા... આવ્યા વિના જાય ક્યાં? અને રાગનું માહામ્ય છૂટયા વિના છોડે ક્યાંથી? જ્યાં સુધી વ્યવહારરત્નત્રયનું પણ માહાભ્ય રહે કે આ છે; તો આ (નિશ્ચયરત્નત્રય) થાય છે; “એ છે” તો “આ” થાય છે (ત્યાં સુધી એનું લક્ષ છૂટે ક્યાંથી? )
શ્રીમદ સત્સંગ ઉપર ભાર આપ્યો છે, પણ સરવાળે એમ કહ્યું કેઃ સત્સંગ એટલે શું? – સત્સંગ એટલે “તું”. આ અમે પરસત્સંગની વાત કરીએ છીએ ભલે, (પણ) સત્ ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ, જ્ઞાયકરસથી ભરેલો, જેનું અસ્તિત્વ પરિપૂર્ણ પ્રભુ છે; એની સામે જો ને..! ત્યાં જા ને..! સમજાય છે કાંઈ ?
પદ્રવ્યની રમણતા ત્વરાથી ત”. જ્ઞાનીને પણ જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન હોય ત્યાં સુધી રાગનો ભાવ આવે. પણ અહીં કહે છે કે એની (રાગની) રમણતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪: પ્રવચન નવનીત ભાગ-૧ ત્વરાથી તજ, પ્રભુ! એ બંધનું કારણ છે. ધર્મીને પણ હજી આસકિતનો રાગભાવ આવે; પણ એ છોડવા જેવો છે. એને છોડ!
પહેલાં દષ્ટિમાં (રાગ-પરદ્રવ્ય) છોડવા જેવું છે અને સ્વરૂપ આદરવા જેવું છે (એમ) નિર્ણય કરી, પછી પરદ્રવ્યને છોડ અને સ્વદ્રવ્યની રમણતા વૃદ્ધિ કર. આમાં તો પંચ મહાવ્રત (વગેરેને) પરદ્રવ્યમાં નાખી દીધું છે.
અરે! “નિયમસાર” શુદ્ધભાવ-અધિકારમાં નિર્મળ પર્યાયને પારદ્રવ્યમાં નાખી છે ને...! ગાથા ૩૮થી “નિયમસાર” નો જે શુદ્ધભાવ અધિકાર છે, એ શુદ્ધભાવ પર્યાયની વાત નથી. એ શુદ્ધભાવ ત્રિકાળી (દ્રવ્ય) ની વાત છે. આહા. હા! શુદ્ધભાવ એટલે “ત્રિકાળી સ્વદ્રવ્ય '. એને શુદ્ધભાવ ત્યાં કહ્યો છે. ત્યાં શુદ્ધ ઉપયોગને શુદ્ધભાવ કહ્યો નથી. એ શુદ્ધ એટલે ત્રિકાળી જ્ઞાયક પવિત્ર પિંડ પ્રભુ! તે સ્વદ્રવ્ય છે. અને એ સિવાય, નિર્મળ પર્યાયને પણ અમે પરદ્રવ્ય કહીએ છીએ. એ પરદ્રવ્યની રમણતા-એકાગ્રતા, એ પણ છોડ. (એમ) કહે છે. સમજાય છે
કાંઈ ?
આહા... હા! આવો માર્ગ!! સાંભળ્યું ન હોય એને એવું (આકરું) લાગે. અને પૂર્વના આગ્રહ પકડી રાખ્યા હોય એને એવું લાગે કે આ શો માર્ગ છે? શું જૈનધર્મ આવો છે? વ્રત પાળવાં ને ભક્તિ કરવી, પૂજા કરવી, દાન કરવું. એ કાંઈ વાતું (છે) ? આ તો (સોનગઢને) વાતું કરવી (છે). અરે ભગવાન ! સાંભળ ને.. પ્રભુ! વાત તો વાતમાં રહેશે. પ્રભુ પ્રભુમાં રહેશે. એ વાતે વડાં થાય” એવું નથી.
અહીં તો કહે છે: પરદ્રવ્યને ત્વરાથી તો. પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો. “ત્વરાથી તજો ” એ ક્યારે થાય? (ક) સ્વદ્રવ્યમાં પુરુષાર્થનું જોર અંદર જતાં, સ્વદ્રવ્યની રમણતા વધતાં, પદ્રવ્યની રમણતા તજાઈ જાય છે, છૂટી જાય છે. પણ પુરુષાર્થથી સમજાવવું હોય તો એ સમજાવે છે. (ત્વરાથી તો ).
(જીવ એમ વિચારે છે કેઃ) આવું શું આખો દી કરવું? અમારે તો ધંધા કરવાના હોય...... બાયડી-છોકરાંને નભાવવાનાં હોય... પરણ્યાં એને રાખવાં કે શું કરવું- નાખી દેવાં? (પણ એ) તારાં ક્યાં હતાં, બાપુ! એને છોડવામાં રાખો-“પદ્રવ્યની રમણતા ત્વરાથી તજો.” ભારે કામ, બાપુ! જુઓ ને.... ક્ષણ ભરમાં આયુષ્ય પૂરું થઈ જાય છે. થોડી વારમાં ત્રણ લોકનો નાથ જ્યાં દેહની સ્થિતિ પૂરી થઈ ત્યાં એકલો ચાલ્યો જાય છે! કોઈ રજકણ સાથે (આવશે નહીં). કર્મના રજકણ પણ કર્મને કારણે સાથે આવે છે, આત્માના કારણે નહીં.
અહીં કહે છે: પરદ્રવ્યની રમણતા ત્વરાથી છોડ! ચાહે તો ભગવાનની ભક્તિનો રાગ (હોય) પણ (એ) પરદ્રવ્ય છે. (રાગ) આવે, પણ તેને હેય તરીકે જાણ અને સ્વદ્રવ્યને ઉપાદેય તરીકે શેય જાણ. જ્ઞય તો બન્ને (-રાગ ને સ્વદ્રવ્ય) છે. પણ બન્ને યમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮–૧૧૭: ૧૦૫ એક ઉપાદેય જોય છે અને બીજું હેય જ્ઞય છે. હેયયની વાત અહીં છોડવાને માટે કહે છે: પદ્રવ્યની રમણતા ત્વરાથી ત”. આહા.... હા ! સમજાય છે કાંઈ ?
છેલ્લો બોલઃ “પદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો.” છઠ્ઠો બોલ હતોઃ “સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ.
દેહની ૧૭ વર્ષની ઉંમરે (શ્રીમદ્દ) કેટલો યોપશમ છે! થોડી ભાષામાં કેટલું સમાવી દીધું છે! જે કહેવા માગે છે એ ભાષા બહુ થોડી (ને) ભાવ ઘણો! આહા... હા!
લોકોને બાહ્યનો ત્યાગ-સ્ત્રી ને કુટુંબનો ત્યાગ-હોય ને. તો એને ત્યાગ માને છે. પણ ખરેખર તો રાગનો ત્યાગ અને મિથ્યાત્વનો ત્યાગ એ ત્યાગ છે, એ વાસ્તવિક ત્યાગ છે. એ ત્યાગ ક્યારે થાય? કે: સ્વદ્રવ્યને ગ્રહણ કરીને સ્વદ્રવ્યમાં રમે ત્યારે પરદ્રવ્યનો ત્યાગ થાય. અહીં તો બહારથી બાયડી-છોકરાં, દુકાન અને ધંધો છોડે એટલે જાણે કે અહોહો ! ત્યાગી થઈ ગયા. (પણ) એ ત્યાગ (નથી) બાપુ !
મૂળમાં તો જે મિથ્યાશ્રદ્ધા છે એ ખરેખર પરદ્રવ્ય છે. કારણકે એ સાચી શ્રદ્ધા નથી. (અર્થાત્ ) વસ્તુસ્વરૂપ શુદ્ધ ચેતન છે, એ વસ્તુ-સ્વદ્રવ્યની તો પ્રતીતિ નથી. “પદ્રવ્ય-રાગ અને પુણ્ય-એ હું’ એ પ્રતીતિ તો મિથ્યાશ્રદ્ધા-મિથ્યાત્વ છે. તો એ મિથ્યાત્વના ત્યાગ વિના, સ્વનું ગ્રહણ નહીં થાય અને સ્વના ગ્રહણ વિના મિથ્યાત્વનો ત્યાગ નહીં થાય. પહેલો ત્યાગ તો એ છે. હવે એ ત્યાગ થયા વિના, અવતનો ત્યાગ અને બીજા પ્રમાદકષાયનો ત્યાગ અને બહારનો ત્યાગ આવ્યો ક્યાંથી ? સમજાય છે કાંઈ? આકરો છે, ભાઈ ! માર્ગ વીતરાગ ત્રિલોકનાથ તીર્થંકરદેવ (નો).
આહા... હા! ભગવાનનાં વચનો છે “આ”. શ્રીમદે “એ” કંઈ ઘરનું કહ્યું નથી. વસ્તુનું સ્વરૂપ (આ) છે. શાસ્ત્રમાં છે. એમણે નાની ઉંમરે ક્ષયોપશમમાંથી કહ્યું કે: પરની રમણતા (ત્વરાથી તો). દેવ-ગુરુ-શાસ્ત્ર તરફનું લક્ષ પણ પરની રમણતા થઈ. એ એમાં (પદ્રવ્યમાં) (આવી જાય છે). (શ્રીમદે) પછી સત્સંગનું (મહત્વ) સ્થાપ્યું છે. પણ એનો સાર એવો કહ્યો છે કે: એ (સત્) પુરુષને ઓળખ અને એની આજ્ઞાને આરાધ! એની આજ્ઞા એ (કે) “સ્વદ્રવ્યમાં આવવું.” એ આજ્ઞા છે; તો લોકો એમ સમજે કે આજ્ઞા, એ કહે છે એમાં-ભાષામાં. (પણ એમ નથી.) એની-જ્ઞાનીની આજ્ઞા એ છે: “સ્વદ્રવ્યનો આશ્રય લે અને પરદ્રવ્યનો (આશ્રય) છોડ!' અનંત તીર્થકરો, અનંત કેવળીઓ, અનંત સંતો-મુનિઓ “આ” એક જ અવાજે કહે છે, કહી ગયા અને કહેશે કેઃ “તારું સ્વરૂપ જે ભગવાન પૂર્ણાનંદ સ્વદ્રવ્ય, તેને ગ્રહણ ને! એનો ગ્રાહક થા ને! એનો ઘરાક થા ને; રાગનો ઘરાક (થવું) છોડી દે.”
(શાસ્ત્રમાં) લખાણમાં ક્યાંય એવું પણ આવે કે ભાઈ ! આવો નિશ્ચય થાય એને પ્ર. ૧૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬: પ્રવચન નવનીત ભાગ-૧ હજી રાગ હોય. વ્યવહાર હોય છે; પણ હોય છે માટે વ્યવહાર આશ્રય કરવા લાયક છે કે આત્માને લાભદાયક છે? –એમ નથી. પરદ્રવ્યનો રાગ (શુભભાવ હોય) –એમ પણ આવે: “શુમવંવના.” અથવા અસ્થાનના રાગને છોડવા માટે શુભભાવ આવે. “પંચાસ્તિકાય” માં એવું આવે છે: અસ્થાનથી અથવા અશુભની વંચના અર્થે શુભભાવ હોય. પણ “હોય” એ માટે તે ધર્મ છે અને તે સ્વભાવનું સાધન છે અને તેના વડે સ્વભાવ પ્રાપ્ત થાય, એમ નથી.
તેથી અહીં કહ્યું: પરદ્રવ્યની ગ્રાહકતા-પરદ્રવ્યનું ગ્રહણ કરવું, ત્વરાથી તજો. આહા.... હા ! (જેમ) જેને બરાબર તૃષા લાગી હોય, ગળું સુકાતું હોય અને જ્યારે મોસંબી મળે (તો તે) ગટક-ગટક (ગળે) ઉતારે. એમ (જો તને) તૃષા-ચેતનની તૃષા લાગી હોય તો પ્રભુ! તું એક વાર પરદ્રવ્યની ગ્રાહકતા છોડ. ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે, એની તને જ ભાવના થઈ હોય તો આ પરભાવની ગ્રાહકતા છોડી દે! ત્યારે (કોઈ) એમ કહે કે પણ એ શુભભાવ તો ક્યાંક આગળ જતાં ( આગળતા ગુણસ્થાનમાં ) છૂટે છે ! –એ પ્રશ્ન જુદી વાત છે. પણ દષ્ટિમાંથી તો છોડ!
પહેલી-ચોથી ભૂમિકામાં (–ગુણસ્થાનમાં) –સમ્યગ્દર્શનમાં (સમકિતીને) ચાહે તો દેવગુરુના સંગનો પરિચય હોય, વાણી સાંભળવાનો પરિચય હોય; પણ એ શાસ્ત્રની તરફ (તેની) બુદ્ધિ જાય છે; તેને તો “પદ્મનંદીપંચવિંશતિ' માં વ્યભિચારિણી કહી છે. આ એ સ્વદ્રવ્યને છોડીને પદ્રવ્યમાં લક્ષ જાય છે, એ રાગને વ્યભિચાર કહ્યો છે અને પ્રવચનસાર” માં પાછું એમ પણ કહ્યું છે: “શાસ્ત્રનો અભ્યાસ કરવો.' તેને એ લક્ષ રાખીને અભ્યાસ કર; પણ છે એ વિકલ્પ; એ તો છોડવા જેવો છે.
આહા. હા! આવું આકરું પડે માણસને! હવે કરવું શું? આખો દી મળે-આ કર..! તો આમાંથી નિવૃત્તિ લઈને આ કરી શકાય કે આ છોડવું, આ ન ખાવું, કંદમૂળ ન ખાવા, ચોવિયાર કરવો? પણ (અહીં) આ કહે છે કે ભાઈ! તારી ચોવિયાર ને એવી ક્રિયાઓ તો તે અનંત વાર કરી. સાંભળને-એ તો રાગની ક્રિયા છે. એ રાગને પણ ત્વરાથી (છોડ). ત્વરાથી એનો ગ્રાહક ન થા. કહે છે ને..! “પદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો.” પરદ્રવ્યની પકડ છોડી દે. પરદ્રવ્યનો રાગ છે એને છોડી દે.
–આ બધાનો સાર પછી (આ બોલ પહેલા આંક ૧૦૩માં છે) છેલ્લો શબ્દ છે: “ પરભાવથી વિરક્ત થા.” છેલ્લો સરવાળો ‘આ’ છે: રાગ આદિ પરભાવથી વિરકત થા. સ્વભાવમાં રક્ત થા. “પરભાવથી વિરકત થા.” આ ટૂંકમાં બધું પાછું આવ્યું.
પુણ્યના ભાવ-દયા–દાન-વ્રતના (ભાવ) પણ પરભાવ છે. (એ) પરભાવથી વિરકત થા. અહીં (લોકો ) એ પરભાવથી આત્માનું કલ્યાણ થાય, એમ માને! હવે “એ માન્યતા” કે દી છોડ? અને આ માન્યતા પણ “આત્મામાં બેઠી” એટલે એ તો આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮-૧૧૭: ૧૦૭ થઈ ગયો, હવે એને છોડાય કેમ? એને પ્રતીતિમાં આત્મા પણ એ રીતે થઈ ગયો બરાબર. હવે એને શી રીતે છોડવું?
અહીં કહે છે: પ્રભુ! એકવાર પરભાવથી વિરકત થા. “વિરકત થા” માં કેમ વિરકત શબ્દ મૂક્યો? કેઃ સ્વચેતનમૂર્તિ શુદ્ધ ચેતન છે, તેમાં રક્ત થા. કેમકે તે સ્થિતિ (સ્થિરતા ) થવાનું સ્થાન છે.
સમયસાર' નિર્જરા અધિકાર ગાથા-૨૦૩માં આવે છે ને...! “Oાતાનું સ્થાન છે” અર્થાત (રહેનારનું) રહેઠાણ છે. જેને રહેવું હોય, એનું રહેઠાણ-સ્થાન એ ભગવાન ધ્રુવ છે. પર્યાય રહેઠાણ-સ્થાન નથી. પર્યાય તો ફરતી (ચીજ ) છે.
આહા. હા! “પરભાવથી વિરકત થા”. મોટા પુસ્તક (“શ્રીમદ્ રાજચંદ્ર') માં તેરમે પાને છે. “પરભાવ” –ચોખ્ખી ભાષા મૂકી–એ દયા, દાન, વ્રત, ભક્તિ, તપસ્યાના વિકલ્પ ઊઠે -એ પરભાવ છે. શાસ્ત્ર-વાંચન એ પરભાવ છે. શ્રવણ કરવામાં વિકલ્પ ઊઠે એ પણ પરભાવ છે. (માટે) સ્વભાવમાં ૨ક્ત થા, પરભાવથી વિરક્ત થા. લ્યો! આ એક શબ્દ એ બધાનો
સાર” છે. આ બાર અંગની ટીકાનો બધો વિસ્તાર “આ” છે કે ભગવાન આત્મા આનંદકંદ પ્રભુએ સ્વદ્રવ્ય-માં રક્ત થા. રક્ત કહો, રમણતા કહો, સ્થિરતા કહો, લીનતા કહો (બધું એક જ છે ). અને પરભાવની રમણતા-લીનતા-એકાગ્રતાથી વિરક્ત થા.
વ્રત લીધાં માટે વિરક્ત થયો, વિરતિ થયો...! પણ હજી અંદર રાગ છે, એને પોતાનો માન્યો છે; એનાથી તો વિરતિ થઈ નથી. અંદર રાગનો વિકલ્પ ઊઠે છે, એનાથી તો વિરક્તિ નથી. તો વિરક્તિ (-વિરતિ ) આવી ક્યાંથી? અવ્રતી તે વિરક્ત નથી અને વ્રતી તે વિરતિ છે. પણ કોણ? (ક) જેને અંદર રાગથી વિરક્તિ થઈ છે; જેને અંદર પુણ્ય અને દયા-દાનવિકલ્પથી વિરક્તિ થઈ છે; તેને આત્મામાં રક્તપણું હોય છે. અને વિરક્તિ આગળ વધતાં વિશેષ વિરક્તિ થાય; અસ્થિરતાની પણ વિરક્તિ થાય, ત્યારે તેને ચારિત્ર કહેવામાં આવે છે. પણ પહેલેથી જ જેની દષ્ટિમાં વિરક્તિ નથી, એને વિરક્તિ થાય અને વિરક્ત થાય એ હોઈ શકતું નથી.
“પરભાવથી વિરક્ત થા.” આ છેલ્લો સરવાળો મૂક્યો છે. સમજાણું? પરભાવમાં તો જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય એ પરભાવ છે. આહા... હા! “પરભાવથી વિરક્ત થા” એમાં આવી ગયું ને..! પરદ્રવ્યની ધારકતા-રમણતા-ગ્રાહકતા-એમાં એ તીર્થકરગોત્ર બાંધે, એ શુભભાવ આવી ગયો; એ ભાવને પણ ગ્રહણ ન કરે. એમાં રમણ ન કર. આહા.... હા !
હવે જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય અને તીર્થંકર થાય; પણ તીર્થંકર તે પ્રકૃતિથી થાય છે? –એ તો સ્વદ્રવ્યનો આશ્રય લઈ અને કેવળજ્ઞાન થાય ત્યારે તીર્થંકર પ્રકૃતિના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮: પ્રવચન નવનીત ભાગ-૧ ઉદયનું ફળ–બહારમાં સમવસરણ ને એ બધું એને આવે. તીર્થકરગોત્રનો ઉદય તેરમે (ગુણસ્થાને) આવે, પહેલાં ન આવે. જ્યારે એ રાગથી વિરક્ત થઈને, વીતરાગ ને કેવળજ્ઞાન થયું ત્યારે તીર્થકરગોત્રનો ઉદય આવ્યો. પણ એમાં એણે શું કર્યું? સમજાય છે કાંઈ ?
પરદ્રવ્યથી વિરક્ત થા, નિવૃત્તિ લે, રાગથી નિવૃત્તિ લે. બીજા પરદ્રવ્યનો (તો) ગ્રહણ ત્યાગ ક્યાં છે? -પરદ્રવ્યનો ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહીં. “ત્યાોપાલાનશૂન્યત્વશ”િ પરનો ત્યાગ અને પરનું ગ્રહણ, એનાથી તો ભગવાન (આત્મા ) શુન્ય જ છે.
અહીં તો પરભાવ એટલે રાગ. સ્ત્રી-કુટુંબ-પરિવાર ને ધંધો-દુકાનને ગ્રહણ કે દી કર્યા હતાં (કે) એને તું છોડે! એણે ગ્રહણ કર્યો હતો મિથ્યાત્વભાવ અને રાગ; એનાથી વિરક્ત થા, જેથી તને સ્વરૂપમાં રક્તપણું થાય. –એ એનો સરવાળો છે.
પૂરું થયું.
*
*
*
DO) 999
O) 98
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः
શ્રી સમયસાર ગાથા: ૩૦૮–૩૧૧ अथात्मनोऽकर्तृत्वं दृष्टान्तपुरस्सरमाख्याति
दवियं जं उप्पज्जइ गुणेहिं तं तेहिं जाणसु अणण्णं। जह कडयादीहिं दु पज्जएहिं कणयं अणण्णमिह।। ३०८ ।। जीवस्साजीवस्स दु जे परिणामा दु देसिदा सुत्ते। तं जीवमजीवं वा तेहिमणण्णं वियाणाहि।। ३०९ ।। ण कुदो चि वि उप्पण्णो जम्हा कज्जं ण तेण सो आदा। उप्पादेदि ण किंचि वि कारणमवि तेण ण स होदि।। ३१०।। कम्मं पडुच्च कत्ता कत्तारं तह पडुच्च कम्माणि।
उप्पज्जंति य णियमा सिद्धि दु ण दीसदे अण्णा।। ३११ ।। जीवो हि तावत्क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानो जीव एव, नाजीवः, एवमजीवोऽपि क्रमनियमितात्परिणामैरुत्पद्यमानोऽजीव एव, न जीवः, सर्वद्रव्याणां स्वपरिणामैः सह तादात्म्यात् कङ्कणादिपरिणामैः काञ्चनवत्। एवं हि जीवस्य स्वपरिणामैरुत्पद्यमानस्याप्यजीवेन सह कार्यकारणभावो न सिध्यति, सर्वद्रव्याणां द्रव्यान्तरेण सहोत्पाद्योत्पादकभावाभावात्: तदसिद्धौ चा-जीवस्य जीवकर्मत्वं न सिध्यति; तदसिद्धौ च कर्तृकर्मणोरनन्यापेक्षसिद्धत्वात् जीवस्याजीवकर्तृत्वं न सिध्यति। अतो जीवोऽकर्ता अवतिष्ठते।
अनुवाद: હવે આત્માનું અકર્તાપણું દષ્ટાંતપૂર્વક કહે છે:જે દ્રવ્ય ઊપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય છે, જ્યમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે. ૩૦૮. જીવ અજીવનાં પરિણામ જે દર્શાવિયાં સૂત્રો મહીં, તે જીવ અગર અજીવ જાણ અનન્ય તે પરિણામથી. ૩૦૯ ઊપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાર્ય છે, ઉપજાવતો નથી કોઈને તેથી જ કારણ પણ ઠરે. ૩૧૦. २! धर्भ-माश्रितोय ता, र्भ ५४॥ l तो, આશ્રિતપણે ઊપજે નિયમથી, સિદ્ધિ નવ બીજી દીસે. ૩૧૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧): પ્રવચન નવનીત ભાગ-૧
ટીકા- પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવાં પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી; કારણકે જેમ (કંકણ આદિ પરિણામોથી ઊપજતા એવા ) સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાભ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાનાં પરિણામો સાથે તાદાભ્ય છે. આમ જીવ પોતાનાં પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉપ્પાધ-ઉત્પાદકભાવનો અભાવ છે; તે (કાર્યકારણભાવ) નહિ સિદ્ધ થતાં, અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી; અને તે (અજીવને જીવનું કર્મપણું ) નહિ સિદ્ધ થતાં, કર્તા-કર્મની અન્ય નિરપેક્ષપણે (અન્યદ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ ) સિદ્ધિ હોવાથી, જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવ અકર્તા ઠરે છે.
*
**
[ હિંદીમાં પ્રવચનઃ તા. ૨૧-૭-૧૯૭૯ ]
આ ગાથા જે છે તે મોક્ષ અધિકારની ચૂલિકા છે. મોક્ષ અધિકાર પૂરો થયો. (પછી) આ શરૂઆતની જે ગાથા છે; તે મોક્ષ અધિકારની ચૂલિકા છે. ૩ર૧-ગાથાથી આખા “સમયસાર” ની ચૂલિકા છે. ચૂલિકાનો અર્થ એ છે કેઃ (એમાં ) જે કથન આવી ગયું હોય એ પણ હોય, આવ્યું ન હોય એ પણ હોય અને વિશેષ સ્પષ્ટીકરણ કર્યું હોય-એનું નામ ચૂલિકા છે. આ ગાથા મોક્ષ અધિકાર ચાલી ગયો ને..! એની ચૂલિકા છે.
ઝીણી વાત છે. કહે છે કેઃ “પ્રથમ તો” એ કહેવું છે કે પ્રથમ એટલે “તાવત” શબ્દ સંસ્કૃતમાં પડ્યો છે. “તાવ” મુખ્ય વાત તો એ કહેવી છે કે – “ (પ્રથ તો) જીવ ક્રમબદ્ધ એવાં પોતાનાં પરિણામોથી ઊપજતો થકો (જીવ જ છે).” ઝીણી વાત છે. “જીવ ક્રમબદ્ધ”એક પછી એક પરિણામ જે થાય છે, એ ક્રમબદ્ધ-આઘો-પાછો નહીં; અને પરથી નહીં. આહા... હા... હા! આ “ક્રમબદ્ધ” નો મોટો ઝઘડો (વિવાદ) છે ને..? કેઃ “ક્રમબદ્ધ” માં જો એવું હોય તો પુરુષાર્થ ક્યાં રહ્યો?
ક્રમબદ્ધ” એક પછી એક પર્યાય જ્યારે થશે, તો છે તો એવું જ. જીવમાં મિસર ક્રમવર્તી કહ્યું છે, અહીં “મનિયમિત” “ક્રમબદ્ધ ” કહ્યું છે. જે જીવને જે સમયે જે પર્યાય થવાવાળી છે, તે “કમબદ્ધ;” એટલે ક્રમમાં આવવાવાળી છે તે આવે છે, અને તે પર્યાયનો સ્વકાળ જ એ છે; જન્મક્ષણ તે છે. જીવમાં જે સમયે જે પર્યાય થવા યોગ્ય, આધી-પાછી કોઈ નહીં, (તે ક્રમબદ્ધ છે).
“ક્રમબદ્ધ” ની મોટી ચર્ચા ૨૦૧૩ની સાલમાં ઈશરીમાં થઈ હતી. (તેઓએ) “ક્રમબદ્ધ” નો એવો અર્થ કર્યો કે “એક પછી એક થશે, પણ આ પછી આ જ, એમ નહીં.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૧૧ તો કીધું: “એક પછી એક છે તે જ તે છે, એનું નામ “ક્રમબદ્ધ ' છે.” સમજાણું કાંઈ ? ઝીણી વાત છે, ભાઈ !
આ જીવ જ છે “આત્મા”. એની પર્યાય-અવસ્થા, (તે) ક્રમબદ્ધ-ક્રમનિયમ-જે સમયે જે થશે, તે (જ) થશે. પછી જે થવાની હશે તે થશે. પછી થવાની હશે તે થશે. એમ ક્રમસર થાય છે. (તેને) આઘીપાછી કરવાની તાકાત ઇન્દ્ર-નરેન્દ્રની પણ નથી. આહા. હા... હા !
પણ એ “કમબદ્ધ' માં તાત્પર્ય શું છે? તે કહે છે: ગાથા ઉપર જુઓ, કહ્યું ને...! “ આત્માનું અકર્તાપણું દષ્ટાંતપૂર્વક કહે છે.” – “ક્રમબદ્ધ' માં અકતૃત્વ સિદ્ધ કરવું છે. ઝીણી વાત છે, ભગવાન! દરેક જીવની પર્યાય જે સમયે થવાવાળી છે, તે જ સમયે થશે; આઘીપાછી કરવાની તાકાત ઇન્દ્ર-નરેન્દ્ર-જિનેન્દ્રની પણ નથી. અને (તે) પરથી તો થતી જ નથી. આહા... હા... હા... હા! ઝીણી વાત છે. એ કહે છે: “અકર્તાપણું” સિદ્ધ કરવા માટે “ક્રમબદ્ધ” ની વાત કરી છે. “ક્રમબદ્ધ” કહેવા માટે “અકર્તા” અને “અકર્તાપણું' સિદ્ધ કરવા માટે “ક્રમબદ્ધ' કહે છે. આહા... હા... હા! આ ગાથા બહુ કઠણ છે.
જે જીવને જે સમયે જે પર્યાય થવાવાળી છે તે થશે. ભગવાન જુએ છે, માટે થશે, એમ પણ નહીં. ભગવાન તો જ્ઞાયક છે. એ તો સર્વજ્ઞ છે. એ તો થાય છે તેને જાણે છે. પણ દરેક જીવમાં-નિગોદથી માંડીને સિદ્ધ અને બધામાં-જે સમયે જે પર્યાય ઉપજવાવાળી છે તે ક્રમસરક્રમબદ્ધ-નિયમસર ઊપજશે. તો એનું તાત્પર્ય શું?
પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવાં પોતાનાં પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે”. –જીવ પોતાનાં પરિણામોથી ક્રમસરમાં પોતાનાં પરિણામોથી-ઊપજે છે. એ પરિણામ પરથી તો થતાં નથી. પોતાનાં પરિણામથી પરમાં કંઈ થતું નથી. અને પોતાના પરિણામ પણ “ક્રમબદ્ધ' –એક પછી એક થવાવાળાં તે જ-થશે. આહા.... હા ! તો પછી ક્રમબદ્ધ પર્યાય છે, તે થશે, તો એમાં
પુરુષાર્થ” ક્યાં રહ્યો? તો કહ્યું કે એમાં અકર્તાપણું સિદ્ધ કરવું છે. આહા... હા! “અકર્તાપણું” પણ નાસ્તિથી વાત છે; બાકી ખરેખર (તો) જ્ઞાતાને જ સિદ્ધ કરવો છે.
આહા... હા... હા! ઝીણી વાત. બાપુ! ભગવન્! તારી ચીજ જ કોઈ એવી છે! પોતાનો પક્ષ છોડીને ‘સત્ય' શું છે? લોકોએ (એ રીતે) કદી સાંભળ્યું નથી.
પર્યાય ક્રમબદ્ધ થાય છે, તો એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? તો અહીં કહે છે કેઃ ક્રમબદ્ધમાં અકર્તાપણાનો પુરુષાર્થ છે! જે સમયે જે પર્યાય થશે, એનો જ્યારે નિર્ણય કરે છે, તો “જ્ઞાયક' ઉપર દષ્ટિ જાય છે; અને જ્ઞાયક ઉપર દષ્ટિ થવાથી રાગનું (કર્તુત્વ છૂટી જાય છે). ઝીણી વાત છે. ખરેખર તો એ (જ્ઞાયક), પર્યાયનો પણ કર્તા નથી. પણ અહીંયાં એટલી બધી વાત લીધી નથી. (અહીં કહે છે કે, “એ જે સમયે જે પર્યાય થવાવાળી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨: પ્રવચન નવનીત ભાગ-૧ છે' , એનો નિર્ણય ક્યારે થાય છે? કે એનો “હું અકર્તા છું'. તો “અકર્તાપણા' નો નિર્ણય ક્યારે થાય છે? કે પોતાના જ્ઞાયકભાવ ઉપર નજર પડે (અર્થાત્ ) પોતાના જ્ઞાયકસ્વભાવ ઉપર દષ્ટિ જાય; ત્યારે ક્રમબદ્ધનો (-અકર્તાપણાનો) નિર્ણય થાય છે. તો જ્ઞાયક ઉપર (દષ્ટિ જતાં) અકર્તાપણા' નો પુરુષાર્થ આવ્યો. ઝીણી વાત છે, ભગવાન !
આહા. હા... હા ! (“સમયસાર') ૭ર-ગાથાની સંસ્કૃત ટીકામાં “ભવાનમાત્મા” એવો શબ્દ છે. આચાર્ય તો “ભગવાન” તરીકે જ બોલાવે છે. “ભગવાન આત્મા” એમ કહે છે. (આ) ગાથામાં આવ્યું છે કે પ્રભુ! પુણ્ય અને પાપ અશુચિ છે, મેલ છે. દયા-દાનવ્રત-ભક્તિ-પૂજાનો ભાવ પણ મેલ છે. ભગવાન આત્મા, નિર્મળાનંદ જ્ઞાતા-દ્રષ્ટા છે. (પરિણામ ) ક્રમસર થાય છે, તોપણ પુણ્ય-પાપ (ના) જે પરિણામ છે (તે) તો દુ:ખરૂપ અને મેલ છે.
આહા... હા... હા! પોતાનો આત્મા રાગ અને પરનો “અકર્તા” છે; જ્યારે એવી બુદ્ધિ થાય છે, તો એની બુદ્ધિ દ્રવ્ય ઉપર જાય છે. સમજાયું કાંઈ ? દ્રવ્ય “જ્ઞાયક' છે, તો જ્ઞાયક ઉપર દષ્ટિ થવાથી “જ્ઞાતા-દ્રષ્ટાનો નિર્ણય ક્રમબદ્ધમાં થાય છે. “અકર્તાપણા' નો નિર્ણય “જ્ઞાતાદ્રષ્ટાપણા” માં જાય છે. આહા... હા... હા ! સમજાય છે કાંઈ ?
કોઈ એમ કહે છે: “કેવળીએ દીઠું તેમ થશે '... અમે (પુરુષાર્થ) શું કરીએ? કમબદ્ધ પર્યાય થશે-જ્યારે ભગવાને દીઠું ત્યારે થશે-તો (પછી) અમે (પુરુષાર્થ) શું કરી શકીએ? -એ મોટો પ્રશ્ન, ૬૩ વર્ષ પહેલાં, સંવત ૧૯૭રમાં ઊઠયો હતો. અમે પહેલાં (સ્થાનકવાસી) સંપ્રદાયમાં હતા. ને! ર૬ વર્ષની નાની ઉંમર હતી. સિત્તેરમાં દીક્ષા અને બોંતેરમાં આ વાત (ચર્ચા) ચાલીઃ “કેવળીએ દીઠું તેમ થશે. આપણે શું કરીએ?' તો કહ્યું સાંભળો: કેવળીએ દીઠું તેમ થશે '... તો પહેલાં કેવળજ્ઞાની આ જગતમાં છે; જ્ઞાનની એક પર્યાય ત્રણ કાળ-ત્રણ લોકને જાણે છે, એવી એક સમયની પર્યાયની સત્તા જગતમાં છે; (પહેલા) - “એનો સ્વીકાર છે...? ' સમજાણું કાંઈ ? ઝીણી વાત છે! અમારા ગુરુભાઈ તો ઘણું કહેતાઃ “શું કરીએ, ભાઈ ! ભગવાને દીઠું હશે તેમ થશે.... અમે શું પુરુષાર્થ કરીએ ?' (તો કહ્યું) સાંભળો: “ભગવાને દીઠું હશે તેમ થશે... તો “ભગવાન છે' એવો નિર્ણય પહેલાં છે? “દીઠું હશે તેમ થશે” –એ પછી ( ની વાત )'. “ભગવાન સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ જગતમાં છે, જેના જ્ઞાનની એક પર્યાય ત્રણ કાળ-ત્રણ લોકને અડયા વિના, (તેને) જાણે છે, એવી સત્તા જગતમાં છે? અરે ! પોતાના દ્રવ્ય-ગુણ ત્રિકાળ જાએ; પોતાની ત્રણે કાળની પર્યાય (ને) અને બીજાં (છયે દ્રવ્યોની) ત્રણે કાળની અનંતી પર્યાય (ને) તથા બીજાં બધાં દ્રવ્ય (ને) એક સમયની જ્ઞાનની પર્યાયમાં જુએ! –એવા જ્ઞાનની પર્યાયની સત્તા જગતમાં છે? (–એનો સ્વીકાર અંદરમાં છે?) . પછી “દીઠું હશે તેમ થશે” એ પછી વાત'. સમજાણું કાંઈ ? આ વાત (ચર્ચા) સંપ્રદાયમાં ઘણી ચાલી...
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૧૩
ઘણી ચાલી. અમારા (દીક્ષા) ગુરુ ઘણા શાંત હતા. સંપ્રદાયમાં હતા, પણ શાંત... શાંત... કષાય મંદ. એકદમ વિરોધ ન કરે. પહેલાં તો મેં વાત કહી, તો સાંભળે કે વાત કહે છે સાચી.
‘ ભગવાને દીઠું’... પણ ‘ભગવાન જગતમાં છે' એવી સત્તાનો સ્વીકાર ક્યારે થશે ? · એ કેવળજ્ઞાનની પર્યાય બીજામાં છે, અને ‘છે' જગતમાં’ એવો સ્વીકાર, પોતાની પર્યાયમાં ક્યારે થશે ? કેઃ અંદર જ્યાં સર્વજ્ઞસ્વભાવ પડયો છે; એના ઉપર પોતાની પર્યાયની નજ૨ જશે ત્યારે, કેવળજ્ઞાનની પર્યાયની સત્તાનો સ્વીકાર યથાર્થ થાય છે. ઝીણી વાત છે, ભાઈ! આ અધિકાર કેમ લીધો... સમજાણું કાંઈ ? પ્રભુ! તારી વાત તો અલૌકિક છે; પણ સમજવામાં ઘણો ( ઉત્સાહ જોઈએ ).
ભગવાન પરમાત્મા અનંત સિદ્ધ છે. મહાવિદેહક્ષેત્રમાં સંખ્યતા કેવળી છે, અને વીસ તીર્થંકર છે. આહા... હા! એ બધા કેવળજ્ઞાની પરમાત્માઓએ દીઠું તેમ થશે. એવા અનંત સિદ્ધકેવળી અને તીર્થંકરકેવળીનું તો એવું કેવળજ્ઞાન કે જે એક સમયમાં ત્રણ કાળ-ત્રણ લોકને જુએ તેવું થશે. આછું-પાછું નહીં. -એમ ‘સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા’ ગાથાઃ ૩૨૧-૨૨-૨૩માં આવે છેઃ ભગવાને દીઠું તેમ થશે, એ સિવાય ક્યારેય આછું-પાછું થાય નહીં, એમ સમકિતી માને છે. એનાથી વિરુદ્ધ માને (તો) તે મિથ્યાદષ્ટિ છે. એમ લખ્યું છે.
એમ ને એમ (કોઈ ) સામાયિક કરી લે ને... પૈસા કરી લે ને... ધર્મ કરી લે ને... મંદિર બનાવી દે! (પણ ) એનાથી કોઈ ધર્મ નથી. લાખો-કરોડો રૂપિયા ખર્ચે તો એમાં ધર્મ છે? લાખો મંદિરો બનાવી દેતો ધર્મ છે? -એવી વાત છે જ નહીં. એ તો જગતની ચીજ છે. એના કા૨ણે બનવાવાળી છે, બને છે. એનો ‘કર્તા’ આત્મા નથી; હવે એનો કર્તા આત્મા નથી; પણ જે મંદિરનો-પૂજાનો ભાવ આવ્યો તે તો શુભભાવ છે, એ કોઈ ધર્મ નથી. ( ભાવ ) આવે છે... પણ એ ધર્મ નહીં, એ પુણ્ય છે. આવે છે, ધર્મી સમકિતીનેમુનિને પણ શુભભાવ આવે છે. પણ એ જાણે છે કે: (આ) રાગ છે. હૈય છે. એ મારી ચીજ નહીં. અને રાગ છે, તે દુઃખરૂપ છે.
ભગવાન ( આત્મા ) છે, તે અતીન્દ્રિય આનંદમય છે; એનો જ્યારે નિર્ણય આવે છે; તો પર્યાયમાં આનંદ આવે છે. ભગવાન! આનંદની-જ્ઞાનની પર્યાય સાથે છે. એ ( ક્રમબદ્ધ ) પર્યાયનો નિર્ણય કરે (–થાય ), તો આનંદનો સ્વાદ આવવો જોઈએ. તો (તે) કેવી રીતે આવે છે? એ પર્યાયનું લક્ષ દ્રવ્ય ઉપર જાય છે. પર્યાયનો નિર્ણય, પર્યાયના આશ્રયે થતો નથી. કેવળીનો નિર્ણય પણ પર્યાયના આશ્રયે થતો નથી. અને પોતાની પર્યાયનો નિર્ણય પણ પોતાની પર્યાયના આશ્રયે થતો નથી. આહા... હા... હા ! ઝીણી વાત છે, ભગવાન! એવી અલૌકિત વાત છે!!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪: પ્રવચન નવનીત ભાગ-૧
ત્રણ લોકના નાથ પરમેશ્વર એ કહે છે: સાંભળ તો ખરો... પ્રભુ! “અમે કેવળજ્ઞાની છીએ” એવો નિર્ણય, તને તારી પર્યાયમાં આવ્યો છે? નિર્ણય ક્યારે આવશે? કેઃ પર્યાયના લક્ષથી આવશે? અમારા લક્ષે આવશે? પર્યાય તો એક સમયની છે. એના આશ્રયે એનો (સર્વજ્ઞનો) નિર્ણય કેવી રીતે થાય? પલટતી અવસ્થા છે. છે ક્રમબદ્ધ, પણ પલટતી અવસ્થા છે. એના આશ્રયે નિર્ણય કેવી રીતે થાય ? તો એનો અર્થ અહીં એ કહે છે: “અકર્તાપણું' ક્રમબદ્ધનો નિર્ણય કરે છે. એને “અકર્તાપણા' ની બુદ્ધિ થાય છે. “અકર્તાપણાની બુદ્ધિ ' એ નાસ્તિથી વાત કરી છે. અતિથી કહીએ તો “જ્ઞાતા-દ્રષ્ટાની બુદ્ધિ થાય છે. આહા... હા.... હા.... હા! સમજાણું કાંઈ ? (ગાથાનું) મથાળું જરી સમજવા જેવું (છે).
અહીં “સમયસાર” નિર્જરા અધિકાર ચાલી રહ્યો હતો. (ઓગણીસમી વાર આ ચાલે છે). પણ હમણાં આ શિક્ષણ શિબિર છે; તો થોડી મૂળ ચીજ તો સમજે. (જગતથી આ) જુદી વાત છે. ભાઈ ! મુદ્દાની રકમ એ છે. આહા... હા! મુદ્દાની રકમ છે કેઃ
આ ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્રર જગતમાં છે. –એવો નિર્ણય' પરના લક્ષે થતો નથી. પર્યાયના લક્ષ થતો નથી. સર્વજ્ઞશક્તિ છે ને...! સર્વજ્ઞશક્તિ-ગુણ છે, તો એના કારણે દષ્ટિ ઉત્પન્ન થાય છે, એમાં “નિર્ણય' થાય છે કે: “મારો (ત્રિકાળી) સર્વજ્ઞ સ્વભાવ છે. અને જગતમાં સર્વજ્ઞસ્વભાવમાંથી સર્વજ્ઞની પર્યાય પ્રગટ થઈ છે.” એ સર્વજ્ઞનો નિર્ણય થયો. એ તો સમ્યગ્દર્શન થયું. આહા... હા.... હા! “હું તો સર્વજ્ઞસ્વરૂપી છું. હું પુણ્ય-પાપના વિકલ્પ નહીં અને હું એક સમયની પર્યાય જેટલો પણ નહીં. આહા.... હા.. હા... હા! “હું તો સર્વજ્ઞસ્વરૂપી પ્રભુ!!'
“એ જ્ઞાન-જ્ઞાયક સ્વરૂપી ” એમ કહ્યું ને...? (“સમયસાર') છઠ્ઠી ગાથામાં “જ્ઞાયક' કહ્યો. “ વિ દોઃિ અપ્પત્તો ન પમરો”- “જ્ઞાયક'. જ્ઞાયક કહો કે સર્વજ્ઞસ્વભાવ કહો, એ શાકભાવ કહ્યો છે. ભગવાન આત્મા ભગવાન છે અને જ્ઞાયક એનો ભાવ છે. એ જ્ઞાયકભાવ
છે'. જગતમાં-મારામાં અસ્તિત્વ છે, સત્તા છે – “પૂર્ણ પ્રભુ હું છું'. આહા.. હા.... હા.. હા ! મારામાં એવો એક ગુણ નહીં પણ આવા અનંતગુણો પરિપૂર્ણ છે. છતાં, અનંતગુણની દષ્ટિ નહીં. કેમકે ગુણ-ગુણીના ભેદનું લક્ષ કરવાથી તો રાગ ઉત્પન્ન થાય છે. તો એ ગુણ-ગુણીના ભેદનો પણ વિચાર-નિર્ણય નહીં. ઝીણી વાત છે, પ્રભુ!
હું તો જ્ઞાનથી પરિપૂર્ણ છું, આનંદથી પરિપૂર્ણ છું, ઈશ્વરતાથી પરિપૂર્ણ છું, કર્તાપણાના સ્વભાવથી પરિપૂર્ણ છું, પરિપૂર્ણ વસ્તુ છું, એવા અનંતગુણોથી હું પરિપૂર્ણ છું'. એ પરિપૂર્ણ જે વસ્તુદ્રવ્ય છે તે એકરૂપ છે; (એમાં) ગુણ-ગુણીના ભેદ નથી. આહા... હા! જ્યારે એ “દ્રવ્ય” નું લક્ષ-દષ્ટિ થાય છે, ત્યારે જગણમાં સર્વજ્ઞ છે અને એણે દીઠું તેમ થશે-એવો સમકિતીને સાચો નિર્ણય થાય છે. ભાઈ ! ઝીણી વાત છે. ભાઈ ! આ તો વીતરાગ-માર્ગ છે!!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૧૧૫ પરમાત્માના (અહીં) વિરહ પડયા. સીમંધરપ્રભુ પરમાત્મા તો ત્યાં રહી ગયા, મહા વિદેહમાં બિરાજે છે. પાંચ સો ધનુષ્ય (શરીરની ઊંચાઈ) છે. મહા વિદેહમાં તો કુંદકુંદ આચાર્ય ગયા હતા, એને તો બે હજાર વર્ષ થયાં. આપ (ભગવાન) તો ત્યાં અબજો વર્ષથી હતા અને અબજો વર્ષ રહેવાના છે. (એક) કોડ પૂર્વનું આયુષ્ય છે. એક પૂર્વમાં ( ૭૦૫૬OO0, 00, OOO વર્ષ) સિત્તેર લાખ છપ્પન હજાર કરોડ વર્ષ જાય છે. આહા.... હા! આવી વાત છે! એવું કોડ પૂર્વ વર્ષનું આયુષ્ય પ્રભુનું છે. શ્વેતાંબર ચોર્યાશી લાખ પૂર્વ કહે છે. શ્વેતાંબર એ તો કલ્પિત વાત છે. (અહીં) આ તો સંતો અનાદિથી કહેતા આવ્યા છે, એ વાત છે. દિગંબર મુનિઓ (એટલે) કેવળીના કડાયતો...! આહા.... હા ! એમણે એમ કહ્યું:
જીવ કમબદ્ધ”. આમ તો “ગુણ” સહવર્તી અને “પર્યાય ' ક્રમવર્તી” એવું આવે છે ને? પણ “ક્રમવર્તી' માં આ “બદ્ધ' ન આવ્યું. તેથી અહીં પાઠમાં “મનિયમિત” એમ લીધું છે: “ક્રમે ” , પણ નિશ્ચયથી જે પર્યાય થશે, તે જ થશે- “મનિયમિત્ત’ –એકલો “કમ” નહીં. ઘણી (ગહન) ચીજ છે! આહા... હા! જયસેનાચાર્યની ટીકામાં એવો પાઠ છે (ક) કોઈ એક ભાવ પણ જો યથાર્થ સમજવામાં આવે તો બધા ભાવ સમજણમાં આવી જાય છે.
આ અધિકાર, મોક્ષ અધિકારની ચૂલિકા છે. આહા... હા ! તો મોક્ષ કેવી રીતે થાય છે? અને મોક્ષ થતાં પહેલાં સમ્યગ્દર્શન કેવી રીતે થાય છે? અને સમ્યગ્દર્શન એ મોક્ષનો માર્ગ છે; તો મોક્ષનો માર્ગ સમ્યગ્દર્શન કેમ થાય છે?
ક્રમબદ્ધની પર્યામાં, પોતાની કમબદ્ધપર્યાયને (પણ) આઘી-પાછી કરી શકતા નથી. પોતાના આત્મા સિવાય, પરનું-કોઈ પરમાણુનું, કોઈ સ્ત્રીના-પુત્રના આત્માનું-કાંઈ કરી શકે, એ ત્રણ કાળમાં (થતું) નથી. મારી સ્ત્રી છે અને મારો છોકરો છે” એમ માનવું, એ મિથ્યાત્વ-ભ્રમ-અજ્ઞાન છે. એ આત્મા ભિન્ન છે; શરીર અને રજકણ ભિન્ન છે; એ તારાં ક્યાંથી આવી ગયાં? “લક્ષ્મી મારી છે'... લક્ષ્મી તો જડ છે, ધૂળ છે, અજીવ-ધૂળ-માટી છે; તું જીવ;' તારામાં એ અજીવ ક્યાંથી આવી ગયા? અહીં તો એનાથી આગળ જઈને પુણ્યનાં પરિણામ પણ મારાં છે' એવી માન્યતા, મિથ્યાષ્ટિની છે. કેમકે અહીં ક્રમબદ્ધમાં તો પુણ્ય અને પાપનાં પરિણામથી ભિન્ન, પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય કરે છે, તો પુણ્યપાપનો પણ “અકર્તા” થઈ જાય છે. આહા... હા! “હું તો સર્વજ્ઞસ્વભાવી જ્ઞાયક છું” તો જ્ઞાયકભાવ' રાગને કરે ?
આત્મામાં અનંતા.. અનંતા.. અનંતા... અનંતા ગુણ છે. એ ગુણનો પાર નથી. આકાશના પ્રદેશો. માપ વિનાના અલોક... અલોક.. અલોક, એના પ્રદેશોથી અનંતગુણા ગુણ એક જીવમાં છે. એ અનંત ગુણોમાંથી કોઈ ગુણ એવો નથી કે વિકાર કરે. શું કહ્યું છે? અનંતા.... અનંતા ગુણ છે, એમાં વિકાર કરે એવો કોઈ ગુણ નથી. (તો) એ પર્યાયમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬: પ્રવચન નવનીત ભાગ-૧ વિકાર કેમ થાય છે? કેઃ પરના લશે, પરના વશથી વિકાર થાય છે. પોતાના દ્રવ્ય અને ગુણમાં વિકાર થવાની તાકાત જ નથી. આહા.... હા... હા... હા ! દયા-દાનનાં પરિણામ કરવાની પણ તાકાત પોતાના ગુણની નથી. ગુણ તો નિર્મળ છે. અનંતા... અનંતા.... અનંતા... અનંતા ગુણ છે, પણ એમાંથી એકેય ગુણ વિકાર કરે, એવો કોઈ ગુણ છે નહીં. આહા... હા... હા !
અહીં કહે છે કે મુખ્ય વાત એ કહેવી છે કે.. આચાર્ય મહારાજ અમૃતચંદ્રાચાર્ય કહે છે “તાવત” અમારી મુદ્દાની વાત એ છે કેઃ “ક્રમબદ્ધ એવાં પોતાનાં પરિણામોથી” –પોતાનાં પરિણામ ક્રમબદ્ધ થાય છે; આવાં પાછાં નહીં. આહા... હા ! સમજાણું કાંઈ ?
તેઓ (ઈશરીમાં) કહેતા હતા કે “આગળ-પાછળ પરિણામ હોય. એક પછી એક થતાં હોય પણ આ જ હોય, એમ નહીં'. (પણ) અહીં એમ નથી. “તે જે થવાવાળાં (પરિણામ) હોય તે જ થશે.” સમજાણું કાંઈ ? ઝીણી (વાત) છે. આ તો પરમાત્માના પેટની વાત છે. આહા.. હા!
અરે ! તેણે (જીવે) કદી (યથાર્થ ) નિર્ણય કર્યો નથી. પરથી વિમુખ-નિમિત્તથી, રાગથી અને પર્યાયથી વિમુખ-પોતાના ત્રિકાળ સ્વભાવ-સન્મુખ નિર્ણય કરે છે ત્યારે “ક્રમબદ્ધ” નો સાચો નિર્ણય થાય છે. સમજાણું કાંઈ ?
આહા... હા! બહુ આકરી વાત! અભ્યાસ ન મળે, લોકોને નવરાશ નથી. આખો દી પાપના ધંધા... લોકો બાયડી-છોકરાંમાં રોકાય. પાપ.. પાપ ને પાપ. ધર્મ તો નથી, પણ પુણ્યનાં ઠેકાણાં નથી. ચાર કલાક શાસ્ત્રવાંચન કરવું અને સત્સમાગમ (કરવો). (પણ) સત્સમાગમ મળવો (પાછો) કઠણ. (મળે તો) એવો મળે કે ઊંધો અર્થ સમજાવે... તો મિથ્યાત્વનું પોષણ થાય. સમજાણું કાંઈ ! એમાં ધર્મ-બર્મ (નથી.) ધર્મ તો કોઈ અલૌકિક ચીજ છે! હજુ ચોવીસ કલાકમાંથી ચાર કલાક પુણ્યનો શુભભાવ કરીને પુણ્ય બાંધે, એ પણ ટાઈમ (નવરાશ ) નહીં. એમાં આ ધર્મ (ક્યાં) ?
મારી ચીજ અનંતગુણથી પરિપૂર્ણ ભરેલી છે; એનો જેને નિર્ણય હોય, એને “ક્રમબદ્ધ” નો નિર્ણય થાય છે. એને “કેવળજ્ઞાનીએ દીઠું તેમ થશે' એનો નિર્ણય થાય છે. સમજાણું કાંઈ?
૧૯૭૨ની સાલમાં, ફાગણ માસમાં, એ મોટી ચર્ચા થઈ હતી. મેં તો એમ કહ્યું કે જુઓઃ નેમિનાથ ભગવાન (જ્યારે) દ્વારકામાં આવ્યા હતા, તો દર્શન કરવા માટે શ્રીકૃષ્ણ અને એના ભાઈ ગજસુકુમાર (ગજ અર્થાત્ હાથી, હાથીના તાળવા જેવું જેનું સુંવાળું શરીર હતું. અવસ્થા જુવાન.) હાથીના હોદ્દે જતા હતા. (શ્રીકૃષ્ણના) ખોળે ગજસુકુમાર બેઠા હતા. હાથી ઉપરથી જોયું ત્યાં એક ઘણી રૂપાળી સોનીની છોકરી, સોનાના દડે રમતી હતી. શ્રીકૃષ્ણે કહ્યું કે આ છોકરીને ગજસુકુમારના લગ્ન માટે અન્તઃપુરમાં લઈ જાઓ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૧૭
ગજસુકુમાર એ વાત સાંભળે છે. કન્યાને અન્તઃપુરમાં લઈ ગયા. અને એ ગયા હવે ભગવાન પાસે. જ્યાં ભગવાન પાસે સાંભળ્યું; ત્યાં એ વખતે ગજસુકુમાર કહે છેઃ ‘પ્રભુ! આપની આજ્ઞા હોય તો હું તો મુનિપણું લેવા ઈચ્છું છું'. [ આહા... હા! ખબર છે કે હજી એના ભાઈ ત્યાં (લગ્ન માટે) કન્યા ગોઠવે છે.) ‘પ્રભુ! આપની આજ્ઞા ’... તો ભગવાન તો આજ્ઞા ક્યાં ( કરે છે)? એ તો ' બોલે છે. એને તો (અક્ષરી) વાણી છે નહિ. પણ એને (ગજસુકુમા૨ને ) વિનય કરવાનો ભાવ છે, તેથી એમ બોલે ને...! કેઃ ‘પ્રભુ! આપની આજ્ઞા હોય તો હું તો મુનિ બનવા ઈચ્છું છું'. આહા... હા! એ ઘરે ગયા એની માતા પાસે. ત્યાં લગ્નની તૈયારી ( ચાલે ). ( માતાને ) કહ્યું: ‘માતા! હું મારું સ્વરૂપ-સાધન કરવાને, સાધકપણે સાધુ થવા (ઈચ્છું છું). માતા! રજા દે... રજા દે, મા!' આહા... હા! માતા રોવા લાગી. તો કહે છે કેઃ ‘માતા! જનેતા! તારે રોવું હોય તો રોઈ લે; હવે પછી બીજી માતા નહીં કરું! હવે હું તો મોક્ષે જઈશ... રજા દે, મા! હું આ ભવે મોક્ષ જઈશ !' છદ્મસ્થ ને ભગવાનને પૂછ્યા વિના, આટલો નિર્ણય થઈ ગયો ? –અરે ! ભગવાનઆત્મામાં એટલી તાકાત છે!! ત્યાં (સમવસરણમાં) જઈને દીક્ષિત થયા! તો (મેં એમ ) કહ્યું કેઃ તમે આવું કહો છો ?! ‘ભગવાને દીઠું હશે તેમ થશે' એમ ત્યાં ( ગજસુકુમા૨ે ) કહ્યું હશે ? આ એક ક્ષણમાં મુનિ થઈ ગયા!! અને મુનિ થયા પછી પણ ભગવાન પાસે આજ્ઞા લીધી પ્રભુ! હું તો બારમી પિંડમા લઈને દ્વારકાના સ્મશાનમાં ધ્યાનમાં બેસું છું. સાધુની બારમી ઘણી જવાબદારીવાળી છે. કહ્યું: આટલો પુરુષાર્થ !! (ગજસુકુમાર ) ( સ્મશાનમાં ) ધ્યાનમાં રહ્યા. ત્યાં એ સમયે તે કન્યાનો પિતા સોમલ આવ્યો... અરેરે! રાજા એ (મારી ) કન્યાને અન્તઃપુરમાં (આ રાજકુમાર માટે લઈ ગયા) ને... આ રાજકુમારે આ દીક્ષા (લીધી!) તો મારી કન્યાને લેશે (વ૨શે ) કોણ ? તો એને ઝેર (-તીવ્ર દ્વેષ ) થઈ ગયું. મસાણમાં જે બળેલી રાખ હતી તેમાં પાણી નાખીને માથા ઉપ૨ (પાઘડીની જેમ) બાંધી; અને એમાં નાખ્યો અગ્નિ. (એ તો ) અંદર ઊતરી ગયાઆહા... હા ! કેવળજ્ઞાન પામીને દેહ છૂટી ગયો. કહ્યું કે: ભગવાનની આ વાણી કેવી છે કે એમણે મુનિપણું લઈ લધું! કોમળ એવું શરી૨ ( ને ) અગ્નિ (લાગ્યો )... અંદરમાં ઊતરીને કેવળજ્ઞાન થઈ ગયું...! દેહ છૂટી ગયો... સંસારથી ચાલ્યા ગયા!! આ વસ્તુ ભગવાનની વાણીમાં કેવી આવી કે: પુરુષાર્થ કરીને... મુનિપણું લઈ ને... (સિદ્ધાલયમાં ) ચાલ્યા ગયા!! કહ્યું કે ‘ભગવાને દીઠું હશે તેમ થશે... દીઠું હશે તેમ થશે' એમ કહીને ત્યાં
બેસી રહેશે ?
આહા... હા ! ‘ ભગવાને દીઠું તેમ થશે' તો ‘મેં પણ દીઠું તેમ થશે' ( એવું ) જ્યારે મારા જ્ઞાનમાં પણ થાય છે ત્યારે જોવાવાળો ( –જ્ઞાતાદ્રષ્ટા ) ‘હું છું’ (એમ નિશ્ચય આવે છે). આહા... હા... હા! જ્યારે પર્યાયની દષ્ટિ છૂટીને, ૫૨નું લક્ષ છૂટીને અંતરમાં જાય છે, ત્યારે ‘ ક્રમબદ્ધ’ નો નિર્ણય, પોતાના પરિણામનો નિર્ણય થાય છે. આ પહેલી લીટીનો અર્થ છે. પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા ” –ક્રમસર-આધાંપાછાં નહીં.
66
1,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮: પ્રવચન નવનીત ભાગ-૧
ક્રમબદ્ધ' નો લેખ ‘આત્મધર્મ' માં ઘણો આવે છે. એમાંથી લોકો એમ કહે છે કે ક્રમબદ્ધ થશે તો પછી આપણે શું કરવું? એ તો થશે જ થશે'. પણ ક્રમબદ્ધનો ‘નિર્ણય ’ કરવામાં આત્માનો ‘પુરુષાર્થ ’ સ્વ-સન્મુખ થાય છે. -એ જ પુરુષાર્થ છે. ભગવંત! (તને ) તારા પુરુષાર્થની ગતિની ખબર નથી. આહા... હા ! તારી પર્યાય જ્યારે જેવી થવાવાળી થશે; (તેને) તું ફેરવી શકતો નથી; અને (તે) ૫૨થી થતી નથી. -એવો ‘નિર્ણય ’ જ્યારે કરવા જાય છે ત્યારે, પ્રભુ! તારી પ્રભુતા ઉ૫૨ તારી નજર અંદર જશે. આહા... હા... હા ! ‘પ્રભુતાથી ભર્યો પડયો ‘હું' પ્રભુ છું, ભગવંતસ્વરૂપ છું!' જો ભગવતસ્વરૂપ ન હોય તો ભગવતસ્વરૂપની પર્યાય આવશે ક્યાંથી? સમજાણું? કેવળજ્ઞાનની જે પર્યાય આવે છે, ભગવંતસ્વરૂપ-અનંતચતુષ્ટય જે પ્રગટ થાય છે, તે ક્યાંથી આવ્યાં ? -બહારથી આવે છે? અંદરમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતઆનંદ, અનંતવીર્ય, અનંતસ્વચ્છતા, અનંતસુખ આદિ પડયાં છે; એની જ્યારે એકાગ્રતા થાય છે, એ તરફ નજર જાય છે, ત્યારે અનંત ગુણનો એક અંશ સમ્યગ્દર્શનમાં પ્રગટ થાય છે.
6
“સર્વગુણાંશ તે સમ્યક્ત્વ ” આવું શ્રીમદ્દનું વચન (પત્રાંક: ૯૫, વર્ષ ૨૩મું) છે. ટોડરમલજીની ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી' માં એ છેઃ એકદેશ જ્ઞાનાદિનું પ્રગટ થવું એ ચોથે ગુણસ્થાને અને સર્વદેશ પ્રગટ થવું એ કેવળીને. શું કહે છે? કેઃ આત્મામાં જે અનંત... અનંત... અનંત... અનંત, જેનો અંત નથી, એટલી સંખ્યામાં ગુણ છે. એ જ્યારે પોતાના સ્વભાવ-સન્મુખ થયો, તો જેટલી સંખ્યા છે તે બધામાંથી એક અંશ વ્યક્ત અર્થાત્ પ્રગટ, પર્યાયમાં આવ્યો છે. સમ્યગ્દર્શન થતાં સર્વગુણાંશ તે સમકિત. જેટલા ગુણ છે એટલા, (એક) અંશ વ્યક્ત-અલ્પ પણ વ્યક્ત-પ્રગટ થાય છે; કેટલું સમ્યગ્દર્શન નહીં. સમજાણું કાંઈ ?
“સૂયો ”માં તો એમ કહે છે કે શ્રદ્ધાને આત્મામાં લઈ જાઓ! પણ કંઈ એકલી શ્રદ્ધા આત્મામાં નથી જાતી. શ્રદ્ધાની મુખ્યતાથી વાત કરી છે. સમજાણું? અનંત ગુણની પર્યાય આ (દ્રવ્ય ) બાજુ ઝૂકી જાય છે. એ ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી’ માં છેઃ બધા ગુણની પર્યાય આ બાજુ ઢળી જાય છે-અનંત અનંત ગુણની જે પર્યાય છે તે આ બાજુ ઢળી જાય છે. ઝૂકી જાય છે. તો જેટલા અનંતગુણ છે એટલા એક એક અંશ એટલે સ્વરૂપાચરણ, પ્રભુતાઈશ્વરતાનો અંશ, અનંત અનંત ગુણની પર્યાયની રચના કરનાર વીર્ય એ વીર્યનો અંશઆત્મામાં પ્રગટ થાય છે.
આહા... હા! આવો માર્ગ છે!! માર્ગ સમજ્યા વિના, એમ ને એમ, કરો વ્રત ને કો ભક્તિ ને કરો પૂજા...! -એ શુભભાવ છે, બાપુ! એ તો સંસાર છે. (શુભભાવ ) આવે છે... જ્ઞાનીને પણ આવે છે. અશુભથી બચવા માટે—એવો પાઠ છેઃ “ અશુમવંચનાર્થ”. એમ અસ્થાનથી બચવા માટે આવે છે; પણ છે એ બંધનું કારણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૧૧૯ ભગવાનસ્વરૂપ આત્મા ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે. એ ક્રમમાં એ પરિણામ ઊપજ્યાં એ જીવ જ છે. આહા.... હા.. હા! સ્વના આશ્રયે જીવના જે ક્રમબદ્ધમાં જે પરિણામ ઊપજ્યાં તે જીવ છે; તે અજીવ નથી; અજીવથી ઊપજ્યાં નથી. પરિણામની ઉત્પત્તિમાં પરની અપેક્ષા નથી. આહા... હાં.. હા ! આવી વાત છે: ( પરિણામ) જીવ જ છે! સંસ્કૃતમાં છે. “નવ ઇવ”. પરિણામને “નવ ઇવ” કહ્યાં. આહા... હા... હા! શું કહ્યું? કે: પોતાનો આત્મા-ભગવાન આત્મા ક્રમબદ્ધ-સમયે સમયે જે પરિણામ ઊપજે છે-જ્યારે એવો નિર્ણય, પોતાના દ્રવ્યજ્ઞાયક ઉપરથી થયો, તો જે પરિણામ ઊપજ્યાં, એ અનંત પરિણામ વ્યક્ત થયાં, એ પરિણામ જીવ જ છે. નહીં તો (એમ તો) તે છે એ પર્યાય. પાછું “જીવ જ છે ” –એમ કહ્યું “નવ ઇવ” એ પરિણામને અમે જીવ કહીએ છીએ. પણ એ પરિણામ ક્યાં? કે: દ્રવ્યની સન્મુખ થઈને નિર્મળ પરિણામ થાય છે તે પરિણામને અહીં “જીવ” કહ્યાં છે. સમજાણું કાંઈ ? રાગાદિ થાય છે, પણ એ રાગનું જ્ઞાન કરે છે.
આહા... હા... હા! આવી ઝીણી વાત !! હવે, પકડાય નહીં; પછી માણસને, એકાંત છે.... એકાંત છે સોનગઢનું એમ પોકાર કરે છે. કરો. ભાઈ ! ભગવંત તારી ચીજ તો એવી છે!
આહા... હા! “જીવ જ છે.” પોતાનાં પરિણામ ઊપજ્યાં-જીવદ્રવ્યના આશ્રમે ક્રમબદ્ધ પરિણામ જે ઊપજ્યાં તે જીવ જ છે. દ્રવ્યનાં પરિણામ દ્રવ્ય જ છે અને અજીવ નથી-નાસ્તિ કર્યું-આ “અનેકાંત' ? અનેકાંત એ નથી કે પોતાનાં પરિણામ પોતાથી પણ છે અને પરથી પણ છે. -એ અનેકાંત નહીં, (પણ) એતો એકાંત મિથ્યાત્વ છે. સમજાણું? પોતાનાં પરિણામ પોતાથી પણ છે અને પરથી પણ છે, એ અનેકાંત છે, એમ લોકો કહે છે; (પણ) એમ નથી. એ પોતાનાં પરિણામ પોતાથી જ છે; અજીવથી નથી; એ કર્મથી થયાં નથી. કર્મનો ક્ષયોપશમ થયો તો આ જીવનાં પરિણામ જીવના આશ્રયે થયાં, એમ (પણ) નથી. (અર્થાત્ ) કર્મનો ક્ષયોપશમ થયો તો આ પરિણામ થયાં, એવી વાત જ નથી. પોતાનાં પરિણામમાં કર્મના ક્ષયોપશમની અપેક્ષા નથી. આહા... હા.. હા ! આવો માર્ગ !! હવે સાંભળવો ય કઠણ પડે.
આહા હા હા ! આ તો વીતરાગ ત્રિલોકનાથ (ની વાત છે)! અને તે પણ દિગંબર, ધર્મમાં આવી વાત છે. હોં! શ્વેતાંબરમાં આવી વાત નથી. સ્થાનકવાસી-શ્વેતાંબરમાં ક્યાંય (આ વાત નથી). “મોક્ષમાર્ગ પ્રકાશક' માં તો શ્વેતાંબર અને સ્થાનકવાસીને અન્ય મતમાં નાખ્યા છે. અન્ય મતમાં નાખ્યા છે-એ (વાત કોઈ ) પક્ષથી નથી. પ્રભુ! વસ્તુનું સ્વરૂપ છે. આ ચીજ તો...!!
આહા.... હા... હા... હા! ભગવાન આત્મા અનંતગુણનો પિંડ છે! (એની) પર્યાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦: પ્રવચન નવનીત ભાગ-૧
જ્યારે ‘ ક્રમબદ્ધ’ નો નિર્ણય કરવા જાય છે ત્યારે, પોતાના સ્વભાવ-સન્મુખ થઈને જે પરિણામ ઊપજ્યાં તે પરિણામ જીવ જ છે. જીવનાં પરિણામ જીવ જ છે. અજીવનાં પરિણામ અજીવ જ છે. –એમ કહીને શું કહ્યું ? કે: અંદર કર્મનો ઉદય છે તે મંદ પડી ગયો અને કંઈક ખસી ગયો તો આ સમ્યગ્દર્શનની પર્યાય ઉપજી-એમ નથી. કર્મનો ક્ષયોપશમ છે તો પોતાની સમ્યગ્દર્શનની પર્યાય ઉપજી-એવી અપેક્ષા નથી. આહા... હા... હા ! સમજાણું કાંઈ ?
અરે ! ક્યારે (આ ) નિર્ણય કરે? નવરાશ ન મળે. ધંધા આડે નવરાશ નહીં. અમારે તો ( પિતાજી ગુજરી ગયા પછી દુકાન ચલાવવી પડી. ૧૯૬૩ થી ૧૯૬૮ની સાલ. જો ભાગીદાર થડે બેઠા હોય, તો અમે નિવૃત્તિ લઈ લેતા હતા. અમે અંદર દુકાનમાં શાસ્ત્ર વાંચતા. જો ભાગીદાર ન હોય, તો થર્ડ-ધંધે બેસવું પડે.
( અહીં ) એવી રીતે અનેકાંત કર્યું કે ‘પોતાના-જીવનાં પરિણામ જીવ જ છે; અજીવ નહીં.' અર્થાત્ અજીવથી ઊપજ્યાં નથી. અર્થાત્ કર્મનો ક્ષયોપશમ છે તો જીવનાં પરિણામમાં સમ્યગ્દર્શન થયું, એવી અપેક્ષા નથી.
૨૦૧૩ની સાલમાં સમ્મેદશિખરની યાત્રાએ ગયા હતા, ત્યારે ઈશરીમાં મોટી ચર્ચા થઈ હતી. ‘ પંચાસ્તિકાય' ની ૬૨-ગાથામાં એવું લીધું છે કેઃ આત્મામાં જે પુણ્ય-પાપના દયા-દાનના, કામ-ક્રોધના-વિકાર ઊપજે છે, તે ષટ્કારકના પરિણમનથી ઊપજે છે. એ જે પરિણામ થાય છે તે પોતાથી છે; પરથી નહીં; કર્મથી નહીં. (તો) સામે એમ પ્રશ્ન કર્યો: ‘જો કર્મથી વિકાર ન હોય તો સ્વભાવ થઈ જાય ?’ (મેં કહ્યું: ) ‘પણ એ સ્વ-ભાવ જ છે પર્યાયનો '.
(‘સમયસાર ’) ૩૭૨-ગાથામાં પણ છેઃ ખરેખર સ્વ-ભાવ છે-એ પર્યાયમાં વિકૃતપર્યાય થવી એ પણ પર્યાયનો સ્વ-ભાવ છે; દ્રવ્યનો નહીં; ગુણનો નહીં. તો એ પર્યાયમાં વિકાર થવા માટે પ૨ની અપેક્ષા છે? -એમ બિલકુલ નથી. (‘પંચાસ્તિકાય ’) ૬૨-ગાથામાં એવો પાઠ છેઃ કર્મના કારકની અપેક્ષા નથી. કર્મના કારકની અપેક્ષા વિકાર થવામાં નથી; તો પછી, ધર્મની પર્યાયમાં કોઈ પરની અપેક્ષા છે?! (−એવું છે જ નહીં.)
આહા... હા ! નિશ્ચયથી તો એવું જ છે કેઃ જ્યારે એ (પર્યાય ), જીવદ્રવ્યનું અવલંબન લે છે ત્યારે તો તે પર્યાય (પોતાના ) ષટ્કારકથી પરિણમે છે. સમ્યગ્દર્શનની પર્યાય ષટ્કારકથી પરિણમે છે. –એનો અર્થ શું છે? કેઃ પર્યાયનો કર્તા પર્યાય છે. પર્યાયનો કર્તા દ્રવ્ય નથી. આહા... હા... હા! ઝીણું છે થોડું. કર્તા કહેવું અને છતાં પરની અપેક્ષા નહીં! કર્તા પરિણામ સમ્યગ્દર્શન છે, એ ષટ્કારથી પરિમિત થયા છે. ( અર્થાત્ ) કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાનઅધિકરણ-ષટ્કા૨કથી, સમકિતની પર્યાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૨૧
ઉત્પન્ન થાય છે. પણ એ કર્તામાં એનું લક્ષ સ્વદ્રવ્ય ઉપર જાય છે. એ કર્તા સ્વતંત્ર થઈને સ્વલક્ષ ઉપર જાય છે. શું કહ્યું? એમ કેઃ સ્વનું લક્ષ આવ્યું તો એટલી ‘ અપેક્ષા ’ પરાધીનતાની થઈ કે નહિ? –નહીં. એ સમ્યગ્દર્શનની પર્યાય ષટ્કારકથી ઊપજે છે. એમાં ૫૨ની તો અપેક્ષા નથી, પણ દ્રવ્ય-ગુણની (ય) નથી. સમજાણું ? જો દ્રવ્ય-ગુણની (અપેક્ષા ) નથી, તો કર્તાપણાની પર્યાય છે, તો કર્તા તો છે; પણ કર્તા કોનો ? કેઃ પોતાની પર્યાયનો. પણ એ પોતાની પર્યાયનો કર્તા છે, એ કર્તા સ્વતંત્રપણે સ્વના લક્ષમાં જાય છે. સમ્યગ્દર્શન અને જ્ઞાનની-ધર્મની પર્યાય, કર્તા થઈને સ્વતંત્ર થાય છે. પણ એ કર્તા થઈને સ્વ લક્ષ ઉપ૨ જાય છે. આહા... હા! એમ કે સ્વનો આશ્રય કરે તો પર્યાયની પરાધીનતા છે? -એમ નથી. કહેવામાં આવે છે: ( ‘ સમયસાર ’ ) ૧૧મી ગાથા-“ભૂયત્વમસ્તિો વજુ સમ્માકી હવદ્ નીવો”-ભૂતાર્થ વસ્તુ ભગવાન પૂર્ણાનંદનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. સમજાય છે કાંઈ ? છતાં, અહીં કહે છે કેઃ એ પર્યાય સ્વતંત્ર થઈને આશ્રય કરે છે. આહા... હા... હા! એ પર્યાય પરાધીન-સ્વ (દ્રવ્ય) ઉ૫૨ લક્ષ ગયું માટે પરાધીન-થઈ, એમ નથી.
હવે આવી વાત !! બેસવી કઠણ છે જગતને. ત્રણ લોકના નાથ વીતરાગ પરમાત્માનો એ સીધો દિવ્યધ્વનિ છે. ‘ૐ' કાર ધ્વનિ' સુનિ અર્થ ગણધર વિચારે અને આગમ રચે અને આગમ સુણીને ભવિક જીવ સંશય નિવારે. -આ એ વાત છે!! આહા... હા! સમજાણું કાંઈ ?
**
(અહીં ) તો કહે છે કેઃ “ જીવ જ છે, અજીવ નહીં”-આ અનેકાંત છે. જીવનાં પરિણામ પોતાથી પણ થાય છે અને ૫૨થી પણ થાય છે-એવો શબ્દ આવે છે: ‘તત્ત્વાર્થરાજવાર્તિક' માં એવો પાઠ છે. અકલંકદેવ એમ કહે છે કહે છે કે-બે કા૨ણનું કાર્ય છેઃ ઉપાદાન અને નિમિત્ત. એ તો નિમિત્ત છે એનું જ્ઞાન કરાવ્યું છે. નિમિત્તથી થતું નથી; પણ નિમિત્ત છે, એનું જ્ઞાન કરાવ્યું છે. અહીં તો એક જ કારણ કહ્યું. ‘સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા' માં એવું આવ્યું છે: “ પુષ્વ-પરિણામ-નુતં... વ્વ્વ ૩ત્તર-પરિણામજીરૂં”-પૂર્વ પર્યાયયુક્તદ્રવ્ય-ઉપાદાન કા૨ણ. અને ઉત્તર પર્યાયયુક્તદ્રવ્ય ઉપાદેય (−કાર્ય) છે. (અર્થાત ) પૂર્વ પર્યાય ઉપાદાન ‘કારણ' છે અને પછીની પર્યાય ‘કાર્ય’ (છે). -એ સદ્દભૂતવ્યવહારનયથી કથન છે; નિશ્ચયથી નહીં. નિશ્ચયથી તો એ (ઉત્તર) પર્યાય, પૂર્વની પર્યાયથી પણ ઉત્પન્ન થઈ નથી. (કારણ કે) પૂર્વની પર્યાયનો તો વ્યય થઈને (ઉત્તરપર્યાય) ઉત્પન્ન થાય છે. એ (ઉત્તર) પર્યાય ઉત્પન્ન થવામાં આશ્રય તો ત્રિકાળી દ્રવ્યનો છે. આહા... હા! કઠણ વાત છે.
‘નિયમસાર' માં પરમ આલોચના અધિકારમાં છેલ્લે “ ‘સતત સુલભં ” પાઠ છે કે: જ્ઞાનીને આત્મા (સહજ તત્ત્વ) ‘સતત સુલભ’ છે. અને પહેલા અધિકારમાં છે કેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨ : પ્રવચન નવનીત ભાગ-૧ અજ્ઞાનીને આ (બાહ્ય ) સામગ્રી મળે છે તે- “સતત નમં” –સહજ મળે છે, એને સુલભ છે. મિથ્યાદષ્ટિ એમ ને એમ લક્ષ કરે છે: “મને મળ્યું. મને પૈસા મળ્યા, મને શરીર મળ્યું'. (પણ) ધૂળે ય મળતી નથી. એ તો પૂર્વના પુણ્યથી મળે છે. એક બાજુ મુનિ ભગવાન એમ પણ કહેઃ મિથ્યાષ્ટિને સામગ્રી મળવી દુર્લભ છે. કેમકે એના (વર્તમાન) પુરુષાર્થઆધીન (તે) નથી. (તે તો) પૂર્વના પુણના આધીન છે, (તેથી) દુર્લભ કહ્યું. એક બાજુ સુલભ કહ્યું. સમજાણું કાંઈ ?
અહીં કહે છે કે જીવનાં પરિણામ જીવથી છે; અજીવથી નહીં; કર્મથી નહીં; અથવા દેવગુરુ-શાસ્ત્રથી પણ નહીં. પોતાના પરિણામ જે પોતાના દ્રવ્યના અવલંબનથી થયાં છે તે પરિણામ દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્તથી પણ નહીં. આહા... હા. હા!
અજીવથી નહીં” એનો અર્થ: આ જીવ સિવાય, બીજાં બધાં (જે) છે (તેનાથી નહીં). અહીં અજીવ તો “કર્મ' લેશે. નહીંતર તો આ જીવ, તે “જીવ” છે; અને એ અપેક્ષાએ, બાકીના બધા જીવ “અજીવ' છે. આહા... હા! આ દ્રવ્ય, દ્રવ્ય' છે; એની અપેક્ષાએ; બીજાં દ્રવ્ય “અદ્રવ્ય” છે. સમજાણું? ઝીણી વાત છે, ભાઈ ! પ્રભુનો એક એક બોલ સમજવો...! એ અલૌકિક વાતો છે, બાપુ ! એ કોઈ ( સાધારણ વિષય નથી ). અને એ (જો યથાર્થ ) સમજવામાં આવી ગયું તો ભવનો અંત આવી ગયો; એને ભવ (હોય) નહીં. એ અહીં કહે છે:
એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી”. ભાષા જુઓ ! શરીરમાં પણ ક્રમબદ્ધ પર્યાય થાય છે; આત્માથી નહીં. (શરીર) આમ... હલે છે, એ (એની) ક્રમબદ્ધ પર્યાય થવાની લાયકાતથી એમ થાય છે. સમજાણું કાંઈ ? (શરીર) પહેલાં આમ હતું ને આમ થયું, એ ક્રમબદ્ધ પર્યાયમાં, અજીવની (જે) પર્યાય ક્રમબદ્ધથી થવાવાળી થઈ (તે) એનાથી થઈ; આત્માની ઈચ્છાથી નહીં; આત્માથી નહીં. આહા... હા !
અજીવ પણ” કેમ કહ્યું? કે પહેલાં જીવની વાત કહી ખરી ને..? એટલે એમ: અજીવ પણ” “ક્રમબદ્ધ”—એમાં (અજીવમાં) પણ ક્રમબદ્ધ છે. આહા.. હા.... હા! આ મકાન થવાની પર્યાય, પરમાણુની કમબદ્ધ થઈ છે. મંદિર બને છે. તો પરમાણુની પર્યાય ક્રમબદ્ધમાં થવાવાળી છે, એનાથી બને છે. કડિયા અને પ્રમુખ એને બનાવવાવાળા નથી. આહા... હા! ભારે ઝીણી વાતો !!
“અજીવ પણ કમબદ્ધ. બધાંમાં ક્રમબદ્ધ છે ને..આ ભાષા નીકળે છેએ પણ ક્રમબદ્ધ. પરમાણુમાંથી ભાષા આવે છે; આત્માથી નહીં. આત્મા બોલતો નથી. અને ભાષાની પર્યાયનો કર્તા આત્મા નથી. આહા... હા! “અજીવ પણ ક્રમબદ્ધ”. આત્મા સિવાય, શરીરવાણી-મન-બાહ્ય પુગલ-બધાં અજીવ એ પણ ક્રમબદ્ધ, એનાં પરિણામ ક્રમથી થવાવાળાં છે તે ક્રમથી થાય છે. કોઈ કહે કે “હું એને-પરમાણુને સુધારી દઉં'.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૨૩
(પણ એમ થાય નહીં). સમજાણું કાંઈ? કાચા શાકમાંથી પાકું શાક થાય છે, તે અગ્નિથી નહીં; એ ક્રમબદ્ઘમાં આવવાવાળી પર્યાય, અજીવનાં પરિણામ છે; અને અજીવનાં પરિણામ એ અજીવ છે. તાવડીથી અને સ્ત્રીથી રોટલી થઈ, શાક (અગ્નિથી ) પાકું થયું-એમ નથી. આહા... હા !
વિશેષ કહેશે...
***
[ તા. ૨૨-૭-૭૯ ]
‘સમયસાર ’૩૦૮ થી ૩૧૧ ગાથા. ટીકા-અમૃતચંદ્રાચાર્ય. એક લીટી કાલે ચાલી હતી. ફરીથી. “ નીવો દિ તાવન્ત્” સંસ્કૃતમાં શબ્દ છે. “પ્રથમ તો જીવ” (“ ક્રમબદ્ધ ” ) –ઘણી જ ઝીણી વાત છે. આ વાત અત્યારે લોકોને કઠણ પડે-પોતાની પર્યાય પરથી થતી નથી. અને પોતાની પર્યાય આઘી-પાછી (પણ) થતી નથી. એવી રીતે દરેક પદાર્થમાં છે. આ તો (‘પ્રથમ તો જીવ' કહીને ) અત્યારે જીવની વાત છે. જીવમાં જે પર્યાય થાય છે, એ પરથી તો થતી નથી; પણ એ પર્યાય આઘી–પાછી થાય, એમ પણ નથી. આહા... હા !
,,
“નં મુખેકિં” શબ્દ (ગાથામાં ) છે; તેનો અર્થ અહીં “પર્યાય ” છે. એ ક્રમસરમાં, ‘દ્રવ્ય ' જે જે પર્યાય ઊપજે છે, તે એનો સ્વકાળ છે. અને ‘ક્રમબદ્ધ' નો એ જ અર્થ છે: જે સમયે જે પર્યાય ઊપજે છે, બીજા સમયે-જે સમયે જે પર્યાય ઊપજે છે તે “મનિયમિત’ ( છે ). ( ક્રમનિયમિત−) એકલો ક્રમ નહીં પણ ક્રમ અને નિશ્ચિત. ક્રમે તો થાય છે પણ નિશ્ચિત (અર્થાત્ ) જે પર્યાય થવાની છે તે જ થાય છે. સમજાણું ?
,,
66
6 જીવ ક્રમબદ્ધ ક્રમબદ્ધ' શબ્દ કેવી રીતે થયો? ‘મનિયમિત’
ક્રમ ’ અને ‘ નિયમિત ’. ‘ નિયમત' નો અર્થ ‘બદ્ધ' કર્યો; એટલે (‘ક્રમ + ‘બદ્ર' =) ‘ક્રમબદ્ધ’. એ ‘ ક્રમબદ્ધ’ ક્યાંથી નીકળ્યું ? કે: ‘ ... મુળäિ ' –જે ગુણ એટલે ‘જે પર્યાય' ઊપજે છે તે; એમ ત્યાંથી કાઢયું: ( · જીવ ક્રમબદ્ધ') . આહા... હા ! પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વકાળે પોતાની પર્યાયથી જે (સ્વરૂપે ) ઊપજવા લાયક છે, તે સમયે ઊપજે છે.
'
અત્યારે તો કેટલાક પંડિત લોકો એમ કહે છે કેઃ આત્મા અથવા દરેક દ્રવ્યમાં ઉપાદાનની યોગ્યતા અનેક પ્રકારની છે. જેવું નિમિત્ત આવે, એવી પર્યાય થાય. તો અહીં એમ કહે છે કે: એવું નથી. જે પર્યાય ઊપજવાની છે, તે એક જ પ્રકારની તેવી યોગ્યતા છે. સમજાણું કાંઈ ? જેમ પાણી છે સફેદ. (એમાં જો) રંગ કાળો નાખે તો કાળું થઈ જાય, લીલો નાખો તો લીલું થઈ જાય; ( તેમ ) ઉપાદાનમાં અનેક યોગ્યતા છે; જેવું નિમિત્ત મળે તેવું થાય? -નહીં, એવું નથી. આહા... હા ! આ તો મુદ્દાની ૨કમની વાત છે!
અહીં તો આપણે ‘ જીવ' લેવું છે. જીવ છે તે ‘જીવદ્રવ્ય’ છે. “ વિયં ” જે દ્રવ્ય (અર્થાત્ ) દરેક દ્રવ્ય-જે દ્રવે તે દ્રવ્ય-દ્રવ્ય દ્રવે છે; એમાં જે પર્યાયથી દ્રવીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪: પ્રવચન નવનીત ભાગ-૧
.
ઊપજે છે તે પર્યાયથી જ ઊપજશે. અને એ ‘ પર્યાય ’ એનું (દ્રવ્યનું ) કાર્ય; અને દ્રવ્ય ‘કર્તા ’ કહેવામાં આવે છે. ખરેખર દ્રવ્ય કર્તા નથી. ખરેખર તો પર્યાય કર્તા અને પર્યાય કાર્ય. પણ અહીં એમ નહીં લેવું. અહીં (તો) ફક્ત જે સમયે, જે પર્યાય દ્રવ્યની ઊપજવાવાળી છે, તે જ ઊપજશે. (બસ... એટલું લેવું છે).
‘ પંચાસ્તિકાય ’ ગાથા-૧૭૨માં લખ્યું છે કેઃ ચારેય અનુયોગનું તાત્પર્ય શું? કેઃ ‘વીતરાગતા ’. અહીં આ શબ્દ છેઃ ‘જે સમયે, જે પર્યાય દ્રવ્યની ઊપજવાવાળી છે, તે જ ઊપજશે ’ તો તેનું તાત્પર્ય શું? એવું કહેવામાં અને એવા ભાવમાં તાત્પર્ય શું ? કેઃ ‘ એનું તાત્પર્ય વીતરાગતા (છે). ’ તો ‘વીતરાગતા ’ કેવી રીતે થાય ? કેઃ ‘ જે સમયે, જે પર્યાય ઊપજવાવાળી છે (તે જ ઊપજશે )’ –એનો ‘નિર્ણય ' જ્યારે કરે છે; ત્યારે રાગાદિનો ‘ અકર્તા’ થઈ જાય છેઅકર્તા થાય છે’.
"
.
અહીં ‘અકર્તા ’ સિદ્ધ કરવો છે. મથાળામાં એ શબ્દ પડયો છેઃ “અથાત્નનોડર્તૃત્વ દષ્ટાન્તપુરમ્સ્કરમાવ્યાતિ ”-એમાં ‘ ક્રમબદ્ધ’ આવ્યું છે કે: જે પર્યાય, જે સમયે (થવાની શે તે) થશે. આહા... હા! (અહીંયાં પર્યાયનો કર્તા ‘પર્યાય ') એટલી બધી વાત નથી લીધી. (અહીં ) ‘૫૨નો કર્તા નથી' એટલું લીધું છે; ખબર છે; પણ અંતરમાં-ગર્ભમાં તો એટલી (ઘણી) વાત ભરી છે!
‘ જે સમયે જે દ્રવ્યની-જીવની- (જે ) પર્યાય (થવાની છે તે) થાય છે' તો એનું તાત્પર્ય શું? એનું ફળ શું? કેઃ તે ‘ ક્રમબદ્ધપર્યાય’ નો નિર્ણય કરવા જાય છે, તો પર્યાયના આશ્રયે ક્રમબદ્ધનો ‘ નિર્ણય ’ થતો નથી. એનો ‘નિર્ણય ’ પર્યાયમાં, પર્યાયના આશ્રયે થતો નથી. એનું ( એવા નિર્ણયનું ) તાત્પર્ય ‘વીતરાગતા ' છે. વીતરાગતા ‘પર્યાય ' માં ( થાય ) છે. તો
‘વીતરાગતા ’ પર્યાયના આશ્રયે ઊપજતી નથી.
પ્રશ્નઃ (જ્યારે ) તાત્પર્ય વીતરાગતા છે, તો વીતરાગતા કેવી રીતે ઉત્પન્ન થાય ?
""
સમાધાનઃ કે: “ઘટ ઘટ અંત૨ જિન બસૈ, ઘટ ઘટ અંતર જૈન, મતિ-મદિરાકે પાનસૌં મતવાળા સમુઝૈ ન. એમ કેમ કહ્યું કેઃ ‘અંતરજૈન ?’ કેઃ બહારમાં તો ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય પણ હોય, ૯૬ હજાર સ્ત્રીઓ હોય, દેવને કરોડો અપ્સરાઓ હોય; (તો પણ ) જૈનપણું અંતરમાં છે. તો અંતરમાં શું? કેઃ ‘ઘટ ઘટ અંતર જિન બસૈ' –વીતરાગસ્વરૂપ આત્મા છે, જે જિનસ્વરૂપી ભગવાન-આત્મા છે, તે તરફનું જ્યાં લક્ષ અને આશ્રય કરવા જાય છે, તો પર્યાયમાં વીતરાગતા-સમ્યગ્દર્શન થાય છે. -એ જૈનપણું ઘટમાં છે. એ ‘જૈનપણું’ કોઈ બાહ્ય ત્યાગ કે અત્યાગમાં છે (નહીં ); એથી, તેનું પ્રમાણ કરવા જાય, તો મળે (તેમ) નથી. (બાહ્યમાં ) છ ખંડનું રાજ્ય હોય, ૯૬ હજાર સ્ત્રી હોય, ૯૬ કરોડ પાયદળ હોય છતાં, (અંદરમાં ) સમ્યગ્દર્શન! એ ઘટ ઘટમાં ‘જિન ’ અને ઘટ ઘટમાં ‘ જૈન ’! આહા... હા... હા! એ ‘જિનપણું ’ જે વસ્તુનું સ્વરૂપ છે, એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧ ૧૨૫ વીતરાગસ્વભાવી આત્મા છે, ત્રિકાળ નિરાવરણ છે, અખંડ છે, એક છે, શુદ્ધ છે, પરમ પારિણામિક તત્ત્વ-ભાવવાળું ‘નિજ દ્રવ્ય છે! એ નિજદ્રવ્ય ઉપર દષ્ટિ કરવાથી–નિજદ્રવ્ય, વીતરાગસ્વરૂપ છે; એના ઉપર દષ્ટિ કરવાથી-પર્યાયમાં “વીતરાગતા' ઉત્પન્ન થાય છે.
એમ કહીને ઘણું કાઢી નાખ્યું. : નિમિત્તથી વીતરાગતા હોય, વ્યવહારરત્નત્રયથી નિશ્ચય હોય, એ વાત કાઢી નાખી. વ્યવહારરત્નત્રય, દયા-દાન-પૂજા-ભક્તિનાં (જે) પરિણામ, એનાથી સમ્યગ્દર્શન થાય છે, એ વાત કાઢી નાખી. અને એ (ભાવ) કરવાવાળો (એને) આવું-પાછું કરે છે, એ વાત પણ કાઢી નાખી.
છતાં, શાસ્ત્રમાં એવો પાઠ આવે છે કે આ જીવે થોડા-અચિરકાળમાં કેવળજ્ઞાન લીધું; વિરમ’ –વિશેષ નહીં, અલ્પકાળમાં લીધું. પણ એનો અર્થ શું? કેઃ જેની દષ્ટિ દ્રવ્ય-જ્ઞાયક ઉપર પડી છે (અર્થાત્ ) જેને જિનસ્વરૂપની દષ્ટિ-અનુભવ થયો, તેને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનો કાળ જ અલ્પ છે. ક્રમસર તો આવશે. સમજાણું કાંઈ ?
“પખંડાગમ' માં તો એવો એક લેખ છે કે જ્યારે મતિ અને શ્રુતજ્ઞાનમાં જે સર્વજ્ઞસ્વરૂપી પ્રભુનો જ્યાં અનુભવ થયો, અને મતિશ્રુતજ્ઞાન સમ્યજ્ઞાન થયું; તો (ત્યાં) મતિજ્ઞાન” કેવળજ્ઞાનનો બોલાવે છે! આહા.... હા. હા.. હા! શું કહે છે? કે એ જે મતિજ્ઞાન- “જે સમયે જે પર્યાય થાય છે' એવો નિર્ણય કરવા જાય છે; તો વીતરાગસ્વરૂપી ભગવાન આત્મા ઉપર દૃષ્ટિ જાય છે; અને એ વીતરાગભાવ ઊપજે છે. ઝીણી વાત છે, ભાઈ !
કોઈ એમ કહે છે કેઃ ચોથો ગુણસ્થાનમાં તો સમકિત સરાગ જ થાય છે, વીતરાગ સમકિત હોતું નથી. –એમ કહેવું તે જૂઠું છે. કેમકે “ક્રમબદ્ધ ' માં તાત્પર્ય વીતરાગતા છે અને “વીતરાગતા” વીતરાગસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે થાય છે. ચોથું ગુણસ્થાન છે, એ સમકિત “વીતરાગી પર્યાય છે. એ તો રાગની અપેક્ષાથી કોઈ સ્થળે સરાગ સમતિ કહ્યું છે. સમકિત” સરાગ નથી. હા ( સંપૂર્ણપણે ) રાગનો અભાવ કર્યો નથી, વીતરાગ થયો નથી એ અપેક્ષાએ, સમકિતીને સરાગ સમકિતી કહ્યો. સમજાણું?
ઉમાસ્વામી (કૃત) તત્ત્વાર્થસુત્ર” માં બે પાઠ આવે છે કેઃ જ્યારે સ્વર્ગનું આયુષ્ય બંધાય છે, તો સરાગ સંયમથી બંધાય છે. અને શતાવેદની ય બંધાય છે તે પણ સરાગ સંયમથી બંધાય છે. તો (ત્યાં) સરાગ સંયમ કહેવામાં આવ્યું છે. પણ એ “સંયમ' સરાગ નથી. સંયમ તો અંતર વીતરાગી પર્યાય, તે જ સંયમ છે. પણ સાથે આયુષ્ય બંધાવાનું કારણ રાગ હતો, તો રાગને કારણે સરાગ સંયમ કહી દીધું. સંયમ રાગ છે- એવો સંયમ નથી.
એમ સમકિતમાં સરાગી સમકિત પણ કહ્યું છે; એ તો રાગનો દોષ નીકળ્યો નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬: પ્રવચન નવનીત ભાગ-૧
એ અપેક્ષાએ કહ્યું છે; પણ સમ્યગ્દર્શન છે તે તો વીતરાગી પર્યાય છે. આ ‘ક્રમબદ્ધ’ માં પણ એ (વીતરાગી પર્યાય ) આવે છે. આહા... હા... હા!
જે સમયે જે પર્યાય થશે, તેને આવી-પાછી કરવી, એ વસ્તુની મર્યાદામાં નથી. વસ્તુની સ્થિતિ એવી છે. પર્યાય આઘી-પાછી થવી, તે વસ્તુની સ્થિતિ નથી. તેથી તે (પર્યાય ) આઘી-પાછી થતી (જ) નથી. અને જ્યારે (પર્યાય સ્વકાળે) થઈ છે, તેનું યથાર્થ જ્ઞાન જ્યારે થવાનું છે (ત્યારે થશે). તો યથાર્થ જ્ઞાન ક્યારે થશે ? (એટલે કે) જે પર્યાય ક્રમબદ્ધમાં આવી છે, તેનું યથાર્થ જ્ઞાન ક્યારે થશે? કેઃ જ્યારે વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા (જે) છે, એનું-સ્વનું-જ્ઞાન થશે, ત્યારે તે (ક્રમબદ્ધ) પર્યાયનું જ્ઞાન (યથાર્થ ) થશે. આહા... હા... હા ! સમજાય છે કાંઈ ?
6
કાલે કહ્યું હતું ને...? (વિક્રમ ) સંવત ૧૯૭૨માં (-૬૩ વર્ષ પહેલાં) સંપ્રદાયમાં મોટો પ્રશ્ન ઊઠયો હતો. [ અમે નવદીક્ષિત, ૨૪ વર્ષ (ની ઉંમરે) ૭૦માં દીક્ષા, ત્યારે ૭૨માં દીક્ષાને બે વર્ષ થયાં. અમે તો પહેલેથી જ આ કહેતા હતા. પણ બહાર વાત પછી મૂકી.) એ લોકો ( સંપ્રદાયના સાધુઓ ) એમ કહેતા હતા કે: કેવળીએ દીઠું તેમ થશે.' એ તો અહીં ભગવતીદાસજી પણ કહે છે કે: ‘જો જો દેખી વીતરાગને સો સો હોસી વીરા રે.' –પણ એનું તાત્પર્ય શું ? ‘એ વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ જોયું તેમ થાય છે' તો એ વીતરાગ સર્વજ્ઞ જગતમાં ‘છે’... એવી સત્તાનો સ્વીકારછે... પહેલાં? -એ સત્તાના સ્વકાર પછી, ‘એણે જોયું તેમ થશે ' –એ પછીની વાત! આ મોટી વાત (ચર્ચા) તો ૭૨ થી ચાલે છે. (દીક્ષા) ગુરુએ તો મારી વાત સ્વીકારી લીધી; પણ ગુરુભાઈ ઘણો વિરોધ કરતા કેઃ ‘ આત્મા પુરુષાર્થ બિલકુલ કરી શકે નહીં, સર્વજ્ઞે દીઠું તે દી થશે'.
>
-
પ્રભુ! આ તો વીતરાગની વાણીમાં આ ‘સાર' આવ્યો છે. વીતરાગની વાણી જ્યાં સાંભળી તો એમાં એ આવ્યું કેઃ તારી પર્યાયમાં જ્યારે વીતરાગતાનીય પર્યાય થશે, તે પર્યાયના સ્વકાળે થશે. તો ‘તે સ્વકાળે થશે’ એવી પર્યાય' નો જ્યાં નિર્ણય કરે છે, તો (તે) ત્રિકાળી (નિજ) વીતરાગ (સ્વભાવ ) નો નિર્ણય કરે છે, તો (ત્યાં) સ્વકાળે વીતરાગી પર્યાય ઊપજે છે. આહા... હા... હા !! ઝીણી વાત છે, પ્રભુ !
66
.
શાસ્ત્ર તો ગહન છે!! એ કાંઈ સાધારણ શબ્દ નથી. કુંદકુંદ આચાર્ય “વિયં નં... તુમેનિં” બસ ! એમાંથી સાર કાઢયો છે. આહા... હા... હા! “વિયં નં... મુર્દિ ”. શુળેર્દિ ” એટલે અહીં ‘પર્યાય ’ લીધી. ‘ ગુણ ’ કે દી ઊપજે છે? અહીં પાઠ તો એ છે ને...! “ દવિયં જ ઉપજ્જઇ ગુણહિઁ” –દ્રવ્યમાં જે પ્રકારે પર્યાય ઉત્પન્ન થવાવાળી છે તે ઉત્પન્ન થાય છે. એમાંથી અમૃતચંદ્રાચાર્યે -“ મનિયમિત ” કાઢયું !
અહીં પ૨માત્મા... આ સંત કહે છે તે પરમાત્મા જ કહે છે: ગુણની જે સમયે જે પર્યાય દ્રવે છે (તે) ઉત્પન્ન થશે, એવું તેમાં છે, તે ‘ ક્રમનિયમિત ’ છે. ‘ ક્રમે ’ તો ઠીક,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૨૭ પણ “નિયમિત'. એટલે જે પર્યાય થવાવાળી છે તે જ થશે. - એ મોટી ચર્ચા સંવત ૨૦૧૩માં ઈશરીમાં થઈ હતી.
કેવળજ્ઞાનીએ દીઠું તેમ થશે. આપણે ક્યાં પુરુષાર્થ કરીએ?' આ ચર્ચા સંવત ૧૯૭રમાં સંપ્રદાયમાં થઈ હતી. પ્રભુ! સાંભળ: આ જગતમાં કેવળજ્ઞાન એક સમયની પર્યાય છે. તે ત્રણ કાળ–ત્રણ લોકને સ્પર્યા વિના જાણે છે, એવી એક પર્યાયની સત્તાનું સામર્થ્ય છે. એવી સત્તાના સામર્થ્યની પ્રતીતિ છે પહેલાં? “એણે દીઠું તેમ થશે' –એ વાત પછી. જ્યારે એ એક સમયની પર્યાયનું આટલું સામર્થ્ય! –એવો જે “નિર્ણય” કરે છે, (તે નિર્ણય), પરના સામર્થ્યમાંથી કે પર્યાયના આશ્રયથી થતો નથી. પરના આશ્રયે તો થતો નથી, પણ પર્યાયના આશ્રયે (પણ) એ “નિર્ણય” થતો નથી. સમજાણું કાંઈ ? ઝીણી વાત છે, ભાઈ ! વીતરાગમાર્ગ...!! આહા... હા... હા !
આ તો અમે કરી દઈએ.... મંદિર બનાવી દઈએ.. એવું બન્યું ને...! કોણ બનાવે, પ્રભુ ! એતો એની પર્યાયના કાળમાં, “વિયં નં ૩jiડુ”પોતાની પર્યાયના કાળે ઊપસ્યું છે. એ મંદિર કોણ બનાવે? ત્યાં પ્રતિમાને કોણ સ્થાપે? (એવો) શુભભાવ આવે; તો ત્યાં એ શુભભાવને નિમિત્ત કહેવામાં આવે છે. (અર્થાત્ ) એ ક્રિયામાં શુભભાવને નિમિત્ત કહેવામાં આવે છે. પણ શુભભાવથી તે થયું -એમ નથી.
અહીં કહે છે કે જ્યારે “કમબદ્ધ' નો નિર્ણય કરે છે અર્થાત્ “કેવળીએ દીઠું' એવો નિર્ણય કરે છે તો એવા “નિર્ણય' માં પર્યાય-જ્ઞાનસ્વરૂપી પ્રભુમાં-ઘૂસી (- પ્રવેશી) જાય છે. ત્રિકાળી જ્ઞાન છું. સર્વજ્ઞ છે. સંપૂર્ણ સર્વજ્ઞ છું'. “એ (કેવળી) સર્વજ્ઞ છે'. -એ નિર્ણય કરવામાં હું સર્વજ્ઞ પૂર્ણ છું” “(-એમ આવે છે ). આહા.... હા... હા !
અલ્પજ્ઞાનના આશ્રયે સર્વસનો સાચો નિર્ણય થતો નથી. બહારનો નિર્ણય થાય છે. એ ( પ્રવચનસાર”) ૮૦ ગાથામાં આવે છે: “નો નાગતિ અરહંત વેબૂત્તત્તિ -
Tયત્તેટિં”. એ તો વ્યવહાર છે. અહંતના દ્રવ્ય-ગુણ-પર્યાય જાણવા, એ તો હજી વ્યવહાર છે. અને એ પર્યાયનો નિર્ણય કરવો, એ પણ વિકલ્પ છે, રાગ છે.
આહા... હા.... હા! પોતાનું સ્વરૂપ એ સર્વજ્ઞ છે. તે સર્વજ્ઞપણું આવ્યું ક્યાંથી? એનો સ્વભાવ સર્વજ્ઞ છે. “છે” એમાંથી પ્રાપ્તની પ્રાપ્તિ છે, કૂવામાં હોય એ અવેડામાં આવે છે. એમ અંદરમાં (આત્મામાં) હોય તે બહાર આવે છે. આહા... હા... હા..! ભગવાન આત્મા સર્વજ્ઞસ્વરૂપી પ્રભુ, ત્રિકાળી, અનાદિ-અનંત (છે). એને આવરણ પણ નહીં, અપૂર્ણતા નહીં, વિરુદ્ધતા નહીં, વિપરીતતા નહીં-એવો સર્વજ્ઞસ્વભાવી ભગવાન; એની તરફ જ્યારે દષ્ટિ જાય છે; ત્યારે પર્યાયમાં સર્વજ્ઞનો નિર્ણય-સમ્યગ્દર્શન-વીતરાગી પર્યાયમાં થાય છે. ત્યારે સાથે પર તીર્થકર આદિનું સર્વજ્ઞપણું વ્યવહારથી નિશ્ચયમાં આવ્યું. આ નિશ્ચયમાં ‘આ’ આવ્યું. પણ પદ્રવ્યનું સર્વશપણું એ તો પરદ્રવ્યનું છે;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮: પ્રવચન નવનીત ભાગ-૧ અને પરદ્રવ્યનું લક્ષ કરવાથી તો વિકલ્પ જ ઊઠે છે. (અર્થાત) પરસર્વજ્ઞ છે, એનો નિર્ણય કરતાં વિકલ્પ ઊઠે છે. સમજાણું કાંઈ ?
અહીં કહે છે કે: એ અંતર્દષ્ટિ જે વીતરાગસ્વભાવ છે, એ સિદ્ધ કરવું છે. તું વીતરાગ પ્રભુ અંદર છો; તેથી તારી (વીતરાગી) પર્યાય જે સમયે ઊપજે છે, તે ઉત્પત્તિ, ત્રિકાળી જ્ઞાયકભાવનો નિર્ણય કરવાથી થાય છે. આહા... હા... હા... હા! આ ગજબ વાત છે!! અમે સર્વજ્ઞ થયા તો ક્યાંથી થયા ? (શું ) પર્યાયમાંથી સર્વજ્ઞ-પર્યાય આવી છે! “પ્રવચનસાર’ ટીકામાં પાઠ છે: ત્રિકાળી શાયકને-જ્ઞાનભાવને “કારણ ” પણે ગ્રહીને કાર્ય” –સમ્યગ્દર્શન-જ્ઞાન-થાય છે. આહા... હા... હા ! સમજ્યાં છે કાંઈ ?
તે પણ અહીં આવ્યું કે પ્રથમનો અર્થ: “તાવત”. “તાવત’ નો અર્થ “મુખ્ય”. મારે એમ કહેવું છે કે-અને વસ્તુની મર્યાદા પણ એ છે કે “તાવત”- “પ્રથમ તો જીવ ક્રમબદ્ધ” – ક્રમસર જે પરિણામ થવાવાળાં છે તે થશે. સમજાણું કાંઈ ?
સંવત ૨૦૧૩માં, ઈશરીમાં, વિદ્વાનોની હાજરીમાં આ ચર્ચા ચાલી હતી. તેઓ તો એમ કહે કે “કમબદ્ધ છે ખરું, પણ આ પછી આ જ (પર્યાય) થશે, એમ નહીં; ગમે તેવી પર્યાય થાય-તે ક્રમબદ્ધ'. ત્યારે કહ્યું કે: “એમ નથી. જે સમયની પર્યાય જેવી આવવાવાળી હશે, તે જ આવશે; બીજી નહીં; આઘી-પાછી નહીં.'
અને (બીજી) આ એક વાત (ચર્ચા) થઈ: આત્મામાં વિકાર થાય છે, એ પોતાથી પોતાના પકારક પરિણમનથી થાય છે; કર્મના કારણે નહીં.
પોતાના ત્રિકાળી દ્રવ્ય અને ગુણમાં વિકાર થવાની લાયકાત છે જ નહીં. દ્રવ્યગુણ તો ત્રિકાળ શુદ્ધ-પવિત્ર છે. જે અનંતગુણ, પણ બધા પવિત્ર છે. તો પવિત્ર ગુણ અપવિત્રતા કરે !? –એમ થતું જ નથી. પર્યાયમાં જે અપવિત્રતા થાય છે, તે એ પવિત્ર ગુણમાંથી નહીં; એ નિમિત્તને અને પરને વશ, પોતાથી થાય છે; તે નિમિત્તથી નહીં. પણ નિમિત્તને (પોતે). વશ થઈને પર્યાયમાં વિકાર કરે છે. એ વિકાર પર્યાયમાં પકારકથી પરીણમન થાય છે; પરના કારણે નહીં. દ્રવ્ય-ગુણથી (પણ) નહીં. એ રાગ કર્તા, રાગ કાર્ય, રાગ સાધન, રાગ અપાદાન, રાગ સંપ્રદાન, રાગ આધાર- (એમ) પદ્ધારકથી થાય છે. જ્યારે વિકારમાં એમ છે તો નિર્વિકારી પર્યાયમાં શું? નિર્વિકારીપર્યાય જે ધર્મપર્યાય-સભ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-છે, તે પર્યાય, પણ પોતાથી–ષકારકથી–પરિણમે છે; તેને કોઈ દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. તેને વ્યવહારની તો અપેક્ષા નથી કે વ્યવહાર છે તો તેને નિશ્ચય સમકિત થયું, એ વાત તો છે જ નહીં. પણ જ્યારે સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન ઊપજે છે, તે પોતાના ત્રિકાળી દ્રવ્યસ્વભાવ જે જ્ઞાયકભાવ; એના અવલંબનથી ઊપજે છે –એ પણ અપેક્ષિત વાત છે. બાકી તો પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ આદિ પર્યાયના ષકારક પર્યાયથી છે. સમજાણું કાંઈ ? આવી વાત છે, ભાઈ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧ ૧૨૯ આ એક લીટીમાં તો ઘણું ભરી દીધું છે! આ તો સિદ્ધાંત છે. આ કાંઈ વાર્તા નથી. આ કંઈ કથા નથી. આહા. હા! “કેવળીએ દીઠું' એવો નિર્ણય થવામાં પણ “કેવળજ્ઞાની” નો નિર્ણય કરવો પડશે. “કેવળજ્ઞાની જગતમાં છે” –એવી સત્તાનો સ્વીકાર કરે, ત્યારે એની દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. આ ક્રમબદ્ધ' નો નિર્ણય કરવા જાય છે તો એના “તાત્પર્ય ની (-વીતરાગતાની સિદ્ધિ ) પણ દ્રવ્યસ્વભાવ ઉપર નજર જાય છે (ત્યારે થાય છે ). સમજાણું કાંઈ?
“પ્રવચનસાર” માં ૪૭ નય લીધા છે. “કાળે પણ મોક્ષ અને અકાળે પણ મોક્ષ' એવો પાઠ છે. (જો) બને છે તો “આ ક્રમબદ્ધ' છે, તો “અકાળે મોક્ષ' એ ક્યાંથી આવ્યો? પણ એનો અર્થ બીજો છે. “કાળે (મોક્ષ)” તો તે જ સમયે થાય છે, (અર્થાત્ ) એ કમની પર્યાય
જ્યારે આવવાવાળી છે, ત્યારે થાય છે. પણ “અકાળે (મોક્ષ)” કેમ લીધો? કેઃ સ્વભાવ અને પુરુષાર્થ સાથે લેવા છે. ક્રમબદ્ધ સાથે એકલા સ્વભાવ અને પુરુષાર્થ લેવા છે; પાંચ સમવાય સાથે લેવા છે; તો કાળ સિવાય, બીજા ચાર સમવાય ભેળવીને “અકાળે(મોક્ષ)' કહેવામાં આવ્યું છે. પણ અકાળનો અર્થ એવો નથી કે (તે ક્રમબદ્ધ નથી). સમજાય છે કાંઈ ?
અરે.... અરે! આવું (દુર્લભ) મનુષ્યપણું મળ્યું! અરે! માંડ નિર્ણય કરવાનો ટાણાં આવ્યાં છે. “સર્વ અવસર આવી ગયો છે' (એમ) “મોક્ષમાર્ગ પ્રકાશક' માં શ્રી ટોડરમલજીએ લખ્યું છે. આહા.... હા ! તારી ઊંઘ ઉડાડી દે, જાગૃત થઈ જા... નાથ ! પ્રભુ! તારી શક્તિ તો અનંત અનંત ગુણથી ભરી પડી છે. એને જગાડી દે! તું નિદ્રામાં ઊંધે છે. પોતાના સ્વરૂપની ખબર નથી. અને રાગાદિમાં પોતાપણું માને છે. -એ બધાં પ્રાણી અસાધ્યમાં છે. મરતાં બેભાન થઈ જાય છે ને.. (પણ) આ તો જીવતા અસાધ્ય છે! સાધ્ય જે ત્રિકાળી જ્ઞાયકમૂર્તિ પ્રભુ છે; એની દષ્ટિ નહીં, એનો અનુભવ નહીં, તે તરફનો આશ્રય નહીં; અને રાગનો આશ્રય, વ્યવહારનો આશ્રય-એ બધું અંધત્વ છે.
સમયસાર' નિર્જરા અધિકાર, કલશ-૧૩૮માં પાઠ છે: “સંસાRIબ્રતિપમની રાજિળો નિત્યમા... સુHI.” આહા... હા ! સંબોધન કરે છે: “મન્થા” હું અંધ પ્રાણીઓ !
તકિધ્યમન્થા–બીજી લીટી. (અજ્ઞાનીને) આંધળો કહે છે: હે આંધળા! બધું જોયું પણ તારી ચીજ ન જોઈ તો તું આંધળો છે. આહા... હા! સંબોધન છેઃ આંધળો! હે અંધ પ્રાણીઓ ! અરે! જે દેખવાની ચીજ હતી તે તો દેખી નહીં, જાણવાવાળાને જાણ્યો નહીં, દેખવાવાળાને દેખ્યો નહીં. અને જાણવામાં જે ચીજ આવે છે, એને જાણીને (ત્યાં) રોકાઈ ગયો !
તે પણ ખરેખર તે ચીજને જાણતો નથી. (પણ) ખરેખર તો પોતાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩): પ્રવચન નવનીત ભાગ-૧ પર્યાયને જાણે છે; પરને જાણતો નથી. પર તો અસદભૂતવ્યવહારનયથી કહેવામાં આવે છે. પરને જાણવાની પર્યાય પોતામાં પોતાથી પોતાને જાણે છે. એ પર્યાયને જાણે છે; પણ એ પર્યાય તો
અંશ છે. ભગવાન ત્રિકાળી આનંદકંદ પ્રભુ શુદ્ધ સ્વભાવથી પૂર્ણ ભર્યો ભગવાન (આત્મા) “અંશી” છે. આહા... હા... હા! હું અંધા! ત્યાં નજર કર. પર્યાયમાં–રાગ, દયા, દાન, વ્રતમાંરોકાયો (તેને) તો અહીં આંઘળો કહે છે. (કહે છે કેઃ) આંધળો છે તું આંધળો! તારી (મૂળ) ચીજ જે રાગથી ભિન્ન, અંદર પૂર્ણાનંદનો નાથ, સચ્ચિદાનંદ પ્રભુ, સત્ એટલે શાશ્વત જ્ઞાન અને આનંદના જળથી ભરેલો સાગર છે. પ્રભુ! ત્યાં તું નજર (કર). આ ક્રમબદ્ધ” માં “એ” છે. સમજાય છે કાંઈ ?
કમબદ્ધ” માં જે સમયે જે થશે, “તે જે સમયે જે થશે” –તેની સામે જોવાનું છે? (– એમ નથી). ત્યાં તો “અકર્તાપણું” અને “જ્ઞાતાપણું' સિદ્ધ કરવું છે. પાઠ તો એ આવ્યો.
અકર્તા' કહો કે “જ્ઞાતા’ કહો. “જ્ઞાતા' ભગવાન સર્વજ્ઞસ્વરૂપી પ્રભુ, સર્વદર્શી, અતીન્દ્રિય આનંદનો પૂર્ણ નાથ (“હું ') –એવો નિર્ણય કરે છે, તો એને સમ્યગ્દર્શન થાય છે. આ વાત (તો પાયાની) છે, ભાઈ ! એ વિના, બધાં મીંડાં છે, એકડા વિનાનાં મીંડાં છે. આહા.... હા ! અહીં “આંધળો” કહીને મોટી વાત કરી દીધી !
હવે આપણે ચાલે છે એ “ક્રમબદ્ધ” આવ્યું ને-“જીવ ક્રમબદ્ધ”. આહા... હા! એમ કોઈ માને છે (ક) “આમાં પુરુષાર્થ ઊડી જાય છે.... “આમાં પુરુષાર્થ કરવાનું રહેતું નથી. “જે સમયે જે પર્યાય થવાની હશે તે થશે” (તો) એમાં અમે શું કરીએ ? –પણ એનો “નિર્ણય' કરવામાં, તારો પુરુષાર્થ સ્વભાવસભુખ જાય છે, ત્યારે “ક્રમબદ્ધ ' નો નિર્ણય થાય છે. સમજાય છે કાંઈ?
અમારે એ ચર્ચા સંવત ૧૯૭રથી છે. અને સંવત ૧૯૭૧થી આ પહેલી ચર્ચા ચાલી હતી: કર્મથી વિકાર ક્યારે ય ત્રણ કાળમાં થતો નથી. કારણકે “કર્મ પરદ્રવ્ય છે'. તો પરદ્રવ્યથી આત્મામાં વિકાર થાય? –એ ત્રણ કાળમાં થતો નથી.
પરદ્રવ્ય પોતાને (-આત્માને) ક્યારે ય સ્પર્શતું જ નથી. એ “સમયસાર' ત્રીજી ગાથામાં છે. દરેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયરૂપી ધર્મને ચુંબે છે. પણ પરદ્રવ્યની પર્યાયને ક્યારેય અયું નથી, ચુંવ્યું નથી અને સ્પર્શ્વ નથી. તો આત્મા કર્મને અડ્યો જ નથી. કર્મ પણ આત્માને સ્પર્શ્વ જ નથી. આહા... હા ! તારા અપરાધથી તારામાં મિથ્યાભ્રાંતિ અને રાગ-દ્વેષ તારાથી ઊપજે છે, કર્મથી નહીં. એ મિથ્યાભ્રાંતિ અને વિકારનો નાશ કરવો હોય, “એ મારામાં નથી' એવો નિર્ણય કરવો હોય તો જ્ઞાયક તરફ જવું પડશે.
શાસ્ત્ર (–તાત્પર્ય) “આ” (છે)! (એને જાણે) એ પંડિત છે! (લોકો) પંડિતાઈની વાતો બહુ કરે! પણ મૂળ ચીજ તો અંદર (જુદી જાતની છે). આહ.. હા! અનંતવાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧ઃ ૧૩૧ ૧૧ અંગ પણ ભણી નાખ્યાં. એક અંગમાં ૧૮ હજાર પદ; અને એક પદમાં એકાવન કરોડ ઝાઝેરા શ્લોક. એવાં ૧૧ અંગ પણ કંઠસ્થ કર્યા–એમાં શું આવ્યું? –એ તો “પરશેયનિષ્ઠ' છે. શાસ્ત્રનું જ્ઞાન એ પરણેય (છે). “જ્ઞય” પર છે-એના જ્ઞાનમાં “નિષ્ઠ' છે- (એ) “સ્વ-જ્ઞાન” નહીં. આહા... હા... હા... હા !
- “બહેનશ્રીનાં વચનામૃત” માં આવે છે. શાસ્ત્રનું જ્ઞાન પરશેયનિષ્ઠ છે; પોતાના જ્ઞયમાં નહીં. પોતાના યમાં (નિષ્ઠ) તો (ત્યારે થાય જ્યારે પર્યાયમાં “ક્રમબદ્ધ' નો નિર્ણય કરે છે. જે સમયમાં જે (પર્યાય) થવાની હશે તે થશે” એનો નિર્ણય કરે છે તો (પર્યાય) અંતરમાં ઝૂકી જાય છે. દષ્ટિનો વિષય આત્મા થઈ જાય છે. દષ્ટિનો વિષય ક્રમબદ્ધપર્યાય રહેતી નથી. આહા... હા... હા.. હા! આવી વાત છે, ભાઈ ! અત્યારે (લોકોને) સમજવું કઠણ પડે!
ભાઈ ! મુદ્દાની રકમ છે! મૂળ વાત આ છે! આ (બહારમાં) તો (એવી વાત ચાલી રહી છે કે, પડિમાં લઈ લ્યો ને... આ લઈ લ્યો! પણ એ કાંઈ પડિમાં નથી. પડિમાં આવી ક્ય
થી? હજી તો સમ્યગ્દર્શનની ખબર નથી અને સમ્યગદર્શન કેમ થાય? તેની (પણ) ખબર નથી. અને પર્યાય “ક્રમબદ્ધ' થાય છે; એને આઘીપાછી કરવાની કોઈની ઇન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્રની–તાકાત નથી; (છતાં) તમે (અભિપ્રાયમાં) પર્યાયને આઘીપાછી કરી ધો અને ધર્મ થઈ જાય ? ( એ તદ્દન અશક્ય છે ). આહા... હા! ઝીણી વાત છે, ભાઈ !
આહા... હા! ભાષા તો સાદી છે ને.. પ્રભુ! ભાષા કાંઈ સંસ્કૃત ને વ્યાકરણ જેવી કઠણ નથી. ભાષા તો સાદી છે. પ્રભુ સાદો છે; અંદર નિરાવરણસ્વરૂપ, પરમાત્મસ્વરૂપ, પૂર્ણ ( વિધમાન) પડ્યો છે! –એનો આશ્રય લેવાથી “ક્રમબદ્ધ” નો સાચો નિર્ણય થાય છે. ક્રમબદ્ધનો નિર્ણય કરવામાં, સ્વનો આશ્રય લેવાથી, સમ્યગ્દર્શનની પર્યાય-ભવના અંતની પર્યાય-ઊપજે છે. સમજાણું કાંઈ ?
એ કહ્યું: “જીવ ક્રમબદ્ધ”. “i... ગુટિં” એનો અર્થ નીકળ્યોઃ જે પર્યાયથી ઊપજે છે–તે પોતાનાં પરિણામોથી (અર્થાત્ ) એ પરિણામ પોતાના દ્રવ્યનાં છે-અહીં પાછું એમ કહેવું છે. બીજે ઠેકાણે કહે છે કે પરિણામ જે છે તે આત્મદ્રવ્યનાં છે જ નહીં. પર્યાય પર્યાયની છે. દ્રવ્ય દ્રવ્યનું છે. કેમ કેઃ બે વાચ્ય છે; તો અંદર બે વાચક છે. વાચક–વાચ્ય બને સ્વતંત્ર છે. પર્યાય પણ સ્વતંત્ર અને દ્રવ્ય પણ સ્વતંત્ર છે. આહા.... હા ! પણ અહીં તો પરથી ભિન્ન પાડવાની અપેક્ષાએ “પોતાનાં પરિણામોથી ઊપજતો થકો (જીવ જ છે, અજીવ નથી)”. એમ પોતાના પરિણામોથી-દ્રવ્ય પોતાના પરિણામોથી તો પરિણામ પોતાના દ્રવ્યના થયા. સમજાણું?
આહા. હા.... હા ! પ્રભુ... એની વાણી !! એ કુંદકુંદાચાર્ય દિગંબર સંતો ! એ એની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૨: પ્રવચન નવનીત ભાગ-૧ વાણી !! (બીજે) ક્યાંય નથી. એને સમજવા-પોતાનો પક્ષ છોડીને, પોતાના માનેલા અભિપ્રાયને છોડીને, વસ્તુના સ્વરૂપની મર્યાદા શું છે-એનો અભિપ્રાય બનાવવો. એ કોઈ અલૌકિક વાત છે (ક) જે અભિપ્રાયમાં ભગવાન આત્મા આવે છે. આહા... હા! એ વિના, અભિપ્રાયનો વિષય દ્રવ્ય થતું નથી.
અહીં કહે છે: “જીવ જ (છે)”. –એકાંત કહી દીધું. એ પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે. એ પરિણામથી ઊપજતા થકા એ પરિણામ જીવ જ છે. પરિણામ જીવ જ છે. સંસ્કૃત પાઠની લીટી એ છેઃ “નવ વ”જીવ જ છે. અરે પ્રભુ! “પરિણામ જીવ જ છે?!' “જીવ તો દ્રવ્ય છે અને આ પરિણામ તો એક સમયની પર્યાય છે!' અહીં જ તો દ્રવ્ય જે સમયે પરિણમે છે તેવું લઈને, “દ્રવ્ય પોતાનાં પરિણામોથી ઊપજતો થકો” –એમાં (એ કહ્યું કે એ) પરિણામ પરનાં નથી-આત્મા (પોતા) સિવાય, પરનાં પરિણામ ઉપજાવતો નથી. શરીર-વાણી-મનની આ બધી અવસ્થા (જ) થાય છે, એ આત્માથી બિલકુલ (થતી) નથી. આહા. હા! આત્મા પોતાના પરિણામ સિવાય, બીજાની પર્યાય-પરિણામને ત્રણ કાળમાં-ક્યારે ય કરી શકતો જ નથી. પગ ચાલે છે... તો એ ક્રિયાનો કર્તા આત્મા નથી. પગ ચાલે છે (પણ) એ પગ જમીનને સ્પર્શતા નથી અને પગ ચાલે છે. કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ક્યારે ય સ્પર્શતું નથી. આહા... હા... હા. હા! ઝીણું પડે! પણ પ્રભુ! માર્ગ આ છે. (પરમ સત્ય) વાત આ છે! આ એને કરવું (-સમજવું) પડશે.
અહો... હો ! ત્રણ લોકના નાથ સર્વજ્ઞ અનુસારી દિગંબર સંતો-કેવળીના કડાયતોકેવળજ્ઞાનીની કેડીએ ચાલનારા અને અલ્પ કાળમાં કેવળજ્ઞાન લેનારા....! આહા.... હા.... હા! (આ એમની વાણી!!)
પહેલાં કહ્યું ને...! કે પોતાના દ્રવ્યના આશ્રયથી જ્યારે મતિ-શ્રુતજ્ઞાન થયું ત્યારે તે મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. – “પખંડાગમ” માં છે. આવો... આવો.. અલ્પકાળમાં કેવળજ્ઞાન આવો! હવે મારું કેવળજ્ઞાન દૂર કાળ નહીં રહે. આહા.... હા... હા !
એક માણસ જતો હોય ને... ભાઈ ! અહીં આવ, અહીં આવ, અહીંથી જવાનું છે, આ રસ્તો છે-સિદ્ધપુર જવાનો. પ્રભુ! (તું જે રસ્તે જાય છો) તે વાડે ઊતરે છે (-ખોટો રસ્તો છે). ત્યાંથી જવુ છે કે ખુલ્લા (સાચા) રસ્તે જવું છે? ગાડારસ્તા તો બેઉ છે (પણ એમાં એક ખોટો છે). ભાઈ ! સિદ્ધપુર જવાનો (હોય તો) અહીં આવ.... અહીં આવ! એમ અહીં કેવળજ્ઞાનને કહે છે કે આવો.. પ્રભુ! નજીક નજીક આવો! હવે તમે દૂર નહીં રહી શકો. આહા.... હા... હા! બીજ ઊગી છે તે પૂનમ થશે જ થશે. બીજ ઊગે તો પૂનમ થશે જ થશે.
એમ આ “ક્રમબદ્ધ' નો નિર્ણય કરવાવાળો સમકિતી અલ્પ કાળમાં કેવળજ્ઞાન લેવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮–૩૧૧: ૧૩૩ માટે (પુરુષાર્થ કરી) છૂટશે. આહા... હા... હા! કઠણ પડે જગતને. (પણ) ભાઈ ! અંતરની ચીજ (આ) છે. પ્રામની પ્રાપ્તિ છે. “છે” તેમાંથી લેવાનું છે. નથી' માંથી તો લેવાનું નથી. અંદર પ્રાસ પડયું છે. આહા... હા.... હા !
(અહીંયાં કહે છેઃ) “જીવ જ છે” જીવનાં પરિણામ જીવ જ છે. (તથા “સમયસાર') ૩૨૦-ગાથામાં કહેશે કેઃ મોક્ષ અને મોક્ષના માર્ગને “જીવ' કરતો નથી. એ તો “પરિણામ' કરે છે. આ ગાથા પછી ગાથા-૩ર૦ લેવાની છે. ૩ર૦ (–ગાથા) માં આવો પાઠ છેઃ ઉદય અને નિર્જરા, બંધ અને મોક્ષ-એને આત્મા જાણે છે. આત્મા મોક્ષને કરતો નથી. નિર્જરાને જાણે છે, ઉદયને જાણે છે, બંધને જાણે છે અને મોક્ષને પણ જાણે છે. “કરે છે' એવું ત્યાં નથી લીધું. ત્યાં તો (એમ લીધું કે જેને) અંદર દ્રવ્યની દૃષ્ટિ નિર્મળ-પૂર્ણ થઈ તો એને પર્યાયનો પણ આશ્રય નથી. (દષ્ટિને) પર્યાયનો આશ્રય અને અવલંબન નહીં અને પર્યાયને દ્રવ્યનું પણ અવલંબન નહીં. આ વિષય “પ્રવચનસાર” ગાથા-૧૭૨, અલિંગગ્રહણ-૨૦મા બોલમાં તો એમ લીધું છે કે: આ આત્મા-પોતાનું દ્રવ્ય-પ્રત્યભિજ્ઞાનનું કારણ એવો જે આત્મા; આ છે... આ છે... આ છે, એ પ્રત્યભિજ્ઞાનનું કારણ (જે) આત્મા-પોતાનું દ્રવ્ય. (એવા) પોતાના દ્રવ્યને નહીં સ્પર્શતી એવી શુદ્ધ પર્યાય (તે આત્મા) છે; વેદનમાં આવી, એ (“પર્યાય ') હું છું. આહા... હા.... હા! અહીં કહે છે કેઃ એ “દ્રવ્ય' છે, એ હું છું.
એ (ક્યાં) કઈ અપેક્ષાએ લીધું છે, (તે સમજવું પડશે). આ તો વિશાળ માર્ગ વીતરાગનો!! સ્યાદ્વાદ માર્ગ છે! પણ સ્યાદ્વાદનો અર્થ એવો નથી કે નિશ્ચયથી પણ થાય છે અને વ્યવહારથી પણ થાય છે; ઉપાદાનથી પણ થાય છે અને નિમિત્તથી પણ થાય છે; –એ સ્યાદ્વાદ નથી; એ તો ફૂદડીવાદ છે. સમજાણું કાંઈ ?
અહીં કહે છે: જીવ પોતાનાં પરિણામોથી ઊપજતો થકો જીવ, જીવ જ છે. આહા... હા.. હા! અભેદ લઈ લીધું. જેમાંથી જે પરિણામ આવ્યું તે પરિણામ એનું (દ્રવ્યનું) છે. (તે પરિણામ) જીવનાં જ છે; અજીવનાં નથી. –આ અનેકાંત. જીવથી છે અને અજીવથી પણ છે, એ અનેકાંત નથી; એ તો મિથ્યા એકાંત-ફૂદડીવાદ છે. સમજાણું કાંઈ ?
પોતાનાં પરિણામ પોતાથી ઊપજે છે, એ જીવ જ છે; અજીવ નથી. એ (પરિણામ) કર્મથી ઊપજ્યાં નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન ઊપજયું એ કર્મના ક્ષયોપશમથી ઊપસ્યું નથી. આહા... હા! “એ (પરિણામ) અજીવ નથી” –ઝીણી વાત છે, ભાઈ !
“જે સમયે જે થવાનું હશે તે થશે. તો ત્યાં (કોઈ) એમ કહે: “અમે પુરુષાર્થ શું કરીએ?' – “ભગવાને દીઠું (હશે ) તેમ થશે તો ભગવાન સર્વજ્ઞ પરમાત્મા જગતમાં છે, એ સત્તાનો સ્વીકાર છે અંદર? “સત્તાનો સ્વીકાર છે'... તો દષ્ટિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪: પ્રવચન નવનીત ભાગ-૧
જ્ઞાનમાં ( આત્મામાં ) ઘૂસી જશે, દષ્ટિ સર્વજ્ઞમાં ઘૂસી જશે. અને જ્યાં દષ્ટિ જ્ઞાનસ્વરૂપમાં ઘૂસી ગઈ તો ભગવાને એના ભવ દીઠા જ નથી. એકબે ભવ હોય તે કાંઈ ભવ નથી, એ તો જ્ઞાનનું શેય છે. આહા... હા... હા ! સમજાણું કાંઈ ? ઝીણી વાત છે, ભાઈ!
એ વીતરાગનો માર્ગ ઘણો સૂક્ષ્મ છે! (એને કોઈ ) સાધારણ વાતમાં લઈ લે છે, માની લે છે! (તો ) બાપા ! જિંદગી (વ્યર્થ ) ચાલી જશે. આવો વીતરાગ-માર્ગ છે, તે સુખનો પંથ છે; (જો ) એના પંથે જશે નહીં (તો ) એ (બીજા) બધા તો દુઃખના (જ) પંથ છે. આહા... હા ! (તેને) શાસ્ત્રમાં ચપળતા કીધી છે. એ પુણ્ય અને પાપના અનેક પ્રકારના વિકાર એ ચપળતા ( –ચંચળતા ) છે; અને ચપળતા એ દુઃખ છે. એ શુભ અને અશુભ-બન્ને ભાવ, જીવનાં પરિણામ પણ નથી; એ તો અજીવનાં-જડનાં પરિણામ છે. આહા... હા ! (ખરેખર) એવી વાત છે. હજી અહીં તો ‘પરિણામ પોતાના (જીવનાં) છે', ત્યાં સુધી લેવું છે. ‘પરિણામ પોતાનાં છે; અજીવ (નાં ) નથી ’. એક બોલ થયો.
( હવે કહે છેઃ ) “ એવી રીતે અજીવ પણ ”–આ શરીર, વાણી અને કર્મ ( પણ ) - ( ક્રમબદ્ધ પર્યાયે પરિણમે છે). કોઈ કહે કેઃ ‘આત્મા રાગ-દ્વેષ કરે છે, તો ત્યાં કર્મ બંધાય છે'. (પણ) એ અહીં ના પાડે છે. એ કર્મવર્ગણા જે છે; તેમાં કર્મ-પર્યાય થવાનો સમય છે; તો તે ક્રમરૂપે પરિણમન કરે છે. (એટલે કે) એ અજીવ પણ પોતાનાં પરિણામનું ક્રમબદ્ધથી પરિણમન કરે છે! આહા...હા...હા...હા !
આ હોઠ ચાલે છે. જીભ ચાલે છે. -એ બધાં પરિણામ ક્રમબદ્ધમાં છે; એ પરિણામથી (તે ) ઊપજે છે; આત્માથી નહીં; અને આવાં-પાછાં પણ નહીં. આહા... હા! જે સમયે ભાષાવર્ગણામાં પર્યાય ઊપજવાની ક્રમબદ્ધમાં લાયકાત હોય છે; વચનવર્ગણામાંથી વચનની જે પર્યાય થાય છે; તે પર્યાય ક્રમબદ્ધમાં આવવાવાળી (હોય ) છે તેનાથી થાય છે. (એને ) આત્મા તો કરી શકે નહીં, પણ બીજો ૫૨માણુ પણ ભાષાની પર્યાય કરી શકે નહીં. એ ભાષાની પર્યાય જે પરમાણુની થઈ તે પરમાણુમાં તે પર્યાય ક્રમબદ્ધ થાય છે.
,
“ એવી રીતે અજીવ પણ. ( અહીં ) ‘ પણ ' કેમ કહ્યું ? પહેલાં જીવનો બોલ લીધો ને...? “ એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી ઊપજતું થકું (અજીવ જ છે ) ”. આહા... હા !
આ લાકડી... આમ ઊંચી થાય છે, તો એ કહે છે કેઃ આ આંગળીથી નહીં; (પણ ) એનું ક્રમબદ્ધમાં ( એ ) પરિણામ આવવાવાળું હતું તો (એ) નીચેથી એમ (ઊંચી ) ઉપજી (છે). એ પર્યાયનો ‘ કર્તા ’ આત્મા તો નથી; પણ ખરેખર તો એ પર્યાયનો કર્તા એનું દ્રવ્ય પણ નથી; પર્યાયનો કર્તા ‘ પર્યાય ' (છે). આહા... હા... હા! આવી વાત છે!! ઝીણી વાત બહુ.
અત્યારે તો બહારમાં-સંપ્રદાયમાં વત્ત લઈ લ્યો...! પડિમા લઈ લ્યો... દેવ-ગુરુ-શાસ્ત્રની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૧૩૧: ૧૩૫ શ્રદ્ધા, નવ તત્ત્વની શ્રદ્ધા-એ સમકિત જાઓ! આહા... હા! સમકિત શું ચીજ છે, એ તો (ખબર પણ નહીં)! (જેમ) અફીણ પીવે... અને પછી કહે કે “મને ઓડકાર કસૂરીનો આવશે”. પડિમાનો રાગ તે તો વિકલ્પ છે. હજી સમ્યગ્દર્શન વિના તો પડિમા કેવી ? બે પડિમા ને સાત પડિમા ને... પણ એ પડિમાં નથી. અને પંચ મહાવ્રત થઈ ગયાં અને ૨૮ મૂળ ગુણ થઈ ગયા! ૨૮ ગુણ અને પંચ મહાવ્રત તો રાગ છે; એ આસ્રવ છે; બંધનું કારણ છે; સંસાર છે; અને દુઃખનું કારણ છે. (-એમાં) ધર્મ ક્યાંથી આવી ગયો?!
કહ્યું હતું ને..“મુનિ વ્રત ધાર અનંત વાર રૈવેયક ઉપાયો” -અનંત વાર દિગંબર મુનિ થયો, પંચ મહાવ્રતધારી, ૨૮ મૂળ ગુણ નિરઅતિચાર પાળવાવાળો. એના માટે ચોકો (આહાર) બનાવો તો તે પણ નહીં. (જો) એને માટે આહાર બનાવો અને એ લે, તો તેનો વ્યવહાર પણ જૂઠો છે. નિશ્ચય તો નથી જ; પણ સમ્યગ્દર્શન પણ નથી જ. સમજાણું? કારણ કે ૧૧મી ડિમાવાળો (હોય) તેને (પણ) ઉદેશિક આહારનો ત્યાગ (હોય) છે; તો પછી મુનિને માટે બનાવવું અને આહાર લેવો (ત્યાં) તો આપવાવાળો પણ મિથ્યાદષ્ટિ અને લેવાવાળો પણ મિથ્યાષ્ટિ. આપવાવાળો સાધુ માનીને આપે છે, અને એ સાધુ માનીને લે છે. આહા... હા ! આકરી વાત છે, ભાઈ !
(અહીં) અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે. અજીવનાં પરિણામ એ અજીવથી ઊપજે છે અને એ જીવ નથી. જાઓઃ “જીવ નથી”. એટલે જીવથી બિલકુલ થતા નથી. આ શરીર હાલ-ચાલે છે, તો (એ) જીવની પ્રેરણાથી હાલ-ચાલે છે; એ બિલકુલ જૂઠું છે. (શરીર) હાલ-ચાલે છે એ તો જડની પર્યાયથી છે; જીવથી બિલકુલ નહીં.
વિશેષ કહેશે...
[ પ્રવચનઃ તા. ૨૩-૭-૭૯]
સમયસાર” (ગાથા) ૩૦૮-૯-૧૦-૧૧ વિષય જરી સૂક્ષ્મ લાગે.... પણ સમજવા જેવો છે. “કમબદ્ધ” એ અલૌકિક વાત છે ! કમરૂપ અને અક્રમરૂપ તો પર્યાયમાં થાય છે. - શું કહ્યું? અહીં ક્રમબદ્ધ કહ્યું: દરેક દ્રવ્યની પર્યાય ક્રમસર-એક પછી એક, એક પછી એકથવાવાળી થશે.
(“સમયસાર') ૩૮–ગાથામાં “દક્ષિો ” લીધું છે, ત્યાં એક આવ્યું છે કેઃ કમરૂપ અને અક્રમરૂપ બે પ્રકારની પર્યાય છે. એ બન્ને પર્યાયોથી આત્મા’ ભિન્ન છે. તો એ અક્રમ' શું? એ “અક્રમ' , આ “ક્રમબદ્ધ' ને તોડીને “અક્રમ” એમ નહીં પણ એક સમયમાં ગતિ” થાય છે તે એક પછી એક થાય છે, એક “ક્રમ” કહેવામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬: પ્રવચન નવનીત ભાગ-૧ આવે છે; અને એક સમયમાં યોગ-રાગ-લેશ્યા આદિ થાય છે તેને “અક્રમ' કહેવામાં આવે છે. તે થાય છે તો “ક્રમબદ્ધ'. “અક્રમ” નો અર્થ એક સમયમાં ઘણી પર્યાયો છે. અને “ક્રમ' એક સમયમાં ગતિ છે તે બીજા સમયમાં એ ગતિ-એ “ક્રમ’ છે–ગતિમાં “ક્રમ’ છે; અને યોગ-લેશ્યા-રાગાદિમાં “અક્રમ’ છે. અર્થાત્ એકસાથે છે. છે તો (તે) “ક્રમબદ્ધ'. “
મિક્ટો” લીધું છે કે હું તો ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તમાન ભાવોથી ભિન્ન છું. આહા... હા ! હું એકરૂપ શુદ્ધ ચિદાનંદ છું. કમરૂપ અને અક્રમરૂપ (ભાવો) થી “હું” ભિન્ન છું. એ જે ક્રમ અને અક્રમ (ભાવ) છે, તે વ્યવહારિક ભાવ છે. (આ) ગાથા-૩૮માં એકની વ્યાખ્યા છે. બીજે ઠેકાણે પણ આવે છે, “તત્ત્વાર્થરાજવાર્તિક' માં પણ એ ક્રમ-અક્રમ પર્યાય” ની વાત છે.
બાકી, “દમ” અને “અક્રમને” ને બીજી રીતે લઈએ તો “ગુણ” છે તે અક્રમ છે; અને પર્યાય” છે તે ક્રમ છે. સમજાય છે કાંઈ? ૩૮મી ગાથામાં “એ” નથી લેવું અને અહીં (ગાથા: ૩૦૮ થી ૩૧૧માં) પણ “આ” નથી લેવું. પોતાની પર્યાયમાં ક્રમે “ગતિ' એક સમયમાં એક થાય છે, બીજી નહીં; તો એ “કમ' કહેવામાં આવે છે; છે તો “પર્યાય (કમબદ્ધ) . અને એક સમયમાં રાગ યોગ-લેશ્યા આદિ સાથે છે; છે તો પર્યાય છે તે “કમબદ્ધ' માં પણ એકસાથે હોવાથી (તેને) “અક્રમ' કહેવામાં આવે છે. તો કેટલાક દલીલ કરે છે; જુઓ! તત્ત્વાર્થરાજવાર્તિક” માં “ક્રમ અને અક્રમ” લખ્યું છે. પણ એ તો બીજી વાત છે. પર્યાયમાં યોગ-લેશ્યા આદિ એકસાથે હોય તેને “અક્રમ' કહે છે.
બીજે પણ કયાંક આવે છે: “ગુણ' અક્રમે છે અને “પર્યાય' ક્રમે છે. “ગુણ' સહવર્તી છે. એક સાથે અનંત છે. તોપણ એકસાથે-દ્રવ્યની સાથે છે, એમ પણ નથી. શું કહ્યું? આત્મામાં ગુણ
અક્રમે” છે, સહવર્તી છે, એક સાથે છે. તો એકસાથે ગુણ છે; તે દ્રવ્યમાં એકસાથે છે, એટલા માટે (સહવર્તી) નહીં પણ ગુણો એકસાથે અનંત છે, માટે (તેને) સહવર્તી કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? ઝીણી વાત છે, ભાઈ ! ભગવાનનો માર્ગ ઘણો સૂક્ષ્મ છે.
શું કહ્યું? કે ભગવાન આત્મા તે એકરૂપ દ્રવ્ય (છે) અને ગુણ અનંત (છે). એ ગુણ એકસાથે સહવર્તી છે. સહવર્તી અર્થાત્ સાથે વર્તે છે. સહવર્તી એટલે દ્રવ્યની સાથે ગુણ છે એ માટે સહવર્તી કહ્યું, એમ નથી; દ્રવ્યની સાથે તો પર્યાય પણ છે. અનંત ગુણ એકસાથે છે; અને પર્યાયો એકસાથે નથી. અહીં એ “ક્રમબદ્ધ' સિદ્ધ કરવું છે ને ? સમજાણું કાંઈ ? ઝીણી (વાત) છે, ભગવાન ! અંતર-માર્ગની ‘આ’ ઝીણી વાત, ભાઈ !
વીતરાગ પરમાત્મા અહીં ૩૮મી (ગાથામાં) કહે છે. ગુરુએ શિષ્યને સમજાવ્યું... તો આ સમજાવ્યું કે પ્રભુ! એક વાર સાંભળ! તારી પર્યાયમાં અક્રમ (અને) ક્રમ–બને છે. (તો) તે બન્નેનો અર્થ: પર્યાય (માં) ક્રમસર એક ગતિ છે; ત્યારે બીજી ગતિ નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૩૭ એ “ક્રમ' અને એકસાથે રાગ-યોગ-લેશ્યા (આદિ છે) –માટે “અક્રમ'. (પણ) પર્યાય ક્રમવર્તીમાંથી છૂટીને પર્યાય અક્રમે થઈ જાય છે એમ નથી. (રાગાદિ) એકસાથે રહે છે માટે અક્રમ ” કહેવામાં આવે છે. અને (બીજે ઠેકાણે ) ગુણ ” ને પણ અક્રમ કહેવામાં આવ્યા
ભગવાન આત્મા ગુણ અને પર્યાયના ભેદથી પણ રહિત છે. આહા... હા! એ પૂર્ણાનંદનો નાથ પ્રભુ એકસ્વરૂપે બિરાજમાન છે! એની દષ્ટિ કરવી, એનું નામ સમ્યગ્દર્શન છે. એ ધર્મનું પહેલું પગથિયું છે.
એમાં (આત્મામાં) ગુણને સહવર્તી કહ્યા. એ ગુણ એકસાથે રહે છે. પર્યાય એકસાથે નથી રહેતી, (તેથી તેને) ક્રમવર્તી કહી.
અહીં “કમબદ્ધ” કહ્યું. નિયમથી એક પછી એક પર્યાય થવાવાળી છે તે જ થશે. દ્રવ્યમાં આવી-પાછી પર્યાય થશે, એમ નથી. દરેક દ્રવ્યમાં પર્યાયની વ્યવસ્થિત વ્યવસ્થા છે. વ્યવસ્થા અર્થાત્ વિશેષ અવસ્થા. તે તે સમયમાં તે પર્યાય પોતાનાથી વ્યવસ્થિત છે. બીજો કોઈ પર્યાયને કરે અથવા તે પર્યાયમાં ફેરફાર કરે, એમ નથી.
બીજી વાત જરી ખ્યાલમાં આવી. એક આત્મામાં ૪૭ શક્તિઓ લીધી છે. જે અનંત. અહીં ૪૭નાં નામ લીધાં છે. ૪૭ શક્તિમાં એક ભાવ નામનો ગુણ (શક્તિ) છે. તો એ ગુણનું સ્વરૂપ શું? કે કોઈ પણ પર્યાય, જે સમયે થવાવાળી છે તે થશે, તે ભાવગુણનું કાર્ય છે. સમજાણું કાંઈ ? ઝીણી (વાત) છે, ભગવાન! ભાવગુણના કારણે ભવન-પર્યાય જે સમયે થાય છે, તે આઘી-પાછી નહીં. એક વાત. બીજી વાત એ ભાવગુણ છે, એનું પોતાનું રૂપ અનંત ગુણમાં છે. તો જે ભાવગુણમાં જે વર્તમાન પર્યાય થવાવાળી (છે તે) જેમ ભાવગુણના કારણે થશે. તેમ અનંત ગુણમાંથી પણ ભાવગુણના કારણે (પર્યાય ક્રમબદ્ધ થશે); (કેમકે) અનંત ગુણમાં ભાવગુણનું રૂપ છે. આહા.. હા! સમજાય છે ભાઈ ! ઝીણું છે, ભગવાન! આ ‘ક્રમબદ્ધ ' તો સૂક્ષ્મ છે.
અમારે ૭રની સાલથી “ક્રમબદ્ધ” ની (ચર્ચા) ચાલે છે. કહ્યું હતું ને! કે: “કેવળીએ દિઠું હશે તેમ થશે”. વાત તો સાચી છેઃ “જે સમયે જે પર્યાય (થવાની હશે તે જ) થશે'. પણ જેવું કેવળીએ દીઠું હશે તેમ થશે” –એવું પરથી (જ) લે છે, તે છોડી દો! સમજાય છે કાંઈ ?
દ્રવ્યની પર્યાય જ્યારે જ્યારે થવાવાળી હશે ત્યારે થશે. એ દ્રવ્યનો સ્વભાવ છે. અને એ દ્રવ્યમાં ભાવ નામનો એક ગુણ છે; કે જેના કારણે જે સમયે જે પર્યાય થવાની છે તે થાય છે. અને એ પર્યાય છોડી (-વ્યય થઈ ) ને બીજી (ઉત્પાદ) થાય છે. તો એમાં-ભગવાન આત્મામાં-એક ભાવઅભાવ નામનો ગુણ છે. અનંત ગુણની જે વર્તમાન પર્યાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮: પ્રવચન નવનીત ભાગ-૧ છે તે જ થવાવાળી છે. તે જ છે. પણ એ ભાવનો અભાવ-વર્તમાન છે એનો અભાવ-એવો એક ગુણ છે; એ ગુણના કારણે (એ જ) વર્તમાન પર્યાયનો ભાવ નહીં–એ અભાવનો ભાવ-એ કરવો ન પડે. “હું કરું” એવો વિકલ્પ નહીં. ઝીણી વાત છે, પ્રભુ! આહા... હા ! સમજાય છે કાંઈ ? જરી સૂક્ષ્મ (વિષય) છે.
આ તો અહીં “કમબદ્ધ' આવ્યું અને પછી બીજે ઠેકાણે “કમ-અક્રમ' છે (એમ આવ્યું). પણ એ કમ-અક્રમ “પર્યાય' ની વાત છે. તે “કમ' એક પછી એક થશે. એ “અક્રમે' થશે, એમ નથી. પર્યાયમાં એકસાથે રહેવાવાળી પર્યાયને “અક્રમ” કહે છે અને એકસાથે ન રહેવાવાળી પર્યાયને “ક્રમ' કહે છે. સમજાય છે કાંઈ ?
આત્મામાં ભાવ નામના બે ગુણ છે. એક ભાવગુણ એવો છે કે: પકારકથી પર્યાયમાં જે વિકારીભાવ ક્રમસરમાં થાય છે, તે વિકારી પર્યાયનું અભાવરૂપે પરિણમન થવું, તે ભાવગુણના કારણે (અર્થાત ) ભાવગુણનું કાર્ય છે.
અહીં તો અમારે “ક્રમબદ્ધ' માં નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, એ સિદ્ધ કરવું છે. કેમકે આત્મામાં “ક્રમબદ્ધ' છે એવો નિર્ણય જ્યારે કરે છે, ત્યારે તો દષ્ટિ જ્ઞાયકસ્વરૂપ ઉપર હોય છે. જ્ઞાયકસ્વભાવમાં અનંત ગુણ છે. અનંતગુણમાં “ભાવ” નામના બે ગુણ છે. એક ભાવગુણનો અર્થ: જે સમયે જે પર્યાય થવાવાળી છે; તે ભાવ (ગુણ) ના કારણે થશે. એ ભાવ ( ગુણ ) નું રૂપ અનંત ગુણમાં છે. (એ) કારણે અનંત ગુણની પર્યાયો (જે સમયે જે થવાવાળી છે તે) થશે. એક વાત. બીજી વાતઃ પકારકથી પર્યાયમાં વિકાર થાય છે. તે કર્મથી નહીં; દ્રવ્ય-ગુણથી નહીં. પર્યાયમાં વિકાર પટકારકથી (એટલે કે) રાગ કર્તા, રાગ કાર્ય, રાગ સંપ્રદાન આદિ છે કારકથી (થાય છે). રાગ આદિ, દ્વેષ આદિ, વિષયવાસના આદિ (વિકારરૂપ) પરિણમન, પર્યાયમાં પકારકથી થાય છે. (એ) વિકારનો અભાવ થઈને, અવિકારરૂપ (જે) પરિણમન થાય છે તે એક ભાવગુણના કારણે થાય છે. તો એ ભાવ (ગુણ) એવો છે કે વિકારના અભાવરૂપ-ધર્મરૂપ-મોક્ષમાર્ગની પર્યાયરૂપ-પરિણમન થાય છે. આહા. હા.. હા! તો આ કમબદ્ધ' માં પણ એમ કાઢ્યું છે! સમજાય છે કાંઈ ?
કોઈ કહે કે “ક્રમબદ્ધ' છે... “ક્રમબદ્ધ છે, તે થશે. થશે'. પણ (ધીરજથી) સાંભળ: પ્રભુ! પર્યાય ક્રમબદ્ધ તો એમ જ થાય છે; પણ ક્રમબદ્ધમાં “અકર્તાપણું” ક્યારે આવે છે? “હું કરું.... હું કરું. આ પર્યાયને એવી કરું ત્યાં સુધી તો વિકલ્પ છે અને “કર્તાપણા' નો (કર્તા બુદ્ધિનો) ભાવ છે. તો “પર્યાય ક્રમબદ્ધ થાય છે' એમાં “હું કરું' એવો વિકલ્પ પણ નહીં; અને “પર્યાય થાય છે... એને “હું કરું' એવો ભાવ પણ નહીં. આહા.... હા.... હા! આવી વાત ઝીણી છે!
પ્રભુ અંદર સચ્ચિદાનંદ પ્રભુ- “સિદ્ધ સમાન સદા પદ મેરો' –એવી જે અંદર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૩૯ ચીજ છે તે (તો) પર્યાયથી ભિન્ન છે. એ ક્રમબદ્ધની પર્યાય અને અક્રમપર્યાય; [ અક્રમ એટલે યોગ-લેશ્યા આદિ સાથે રહેવાવાળા;] એનાથી રહિત છે. એવો ભગવાન આત્મા
જ્યારે દષ્ટિમાં આવે છે ત્યારે એમાં જેટલા ગુણ છે, એમાં ભાવગુણનું રૂપ છે, તે કારણે એ (એક) સમયમાં અનંત ગુણની પર્યાય થાય જ છે. “હું કરું તો થાય છે” એમ નથી. ઝીણી વાત છે, ભાઈ ! આ વાત સમજવા જેવી છે. ઝીણી તો (છે), બાપુ! આ પ્રિયંકર (હિતકારક ) ચીજ છે.
ભગવાન આત્મા એક સમયમાં–વર્તમાન ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ. ધ્રુવ ત્રિકાળ રહેશે માટે એ ત્રિકાળીની અપેક્ષા પણ (ભેદરૂપ) વ્યવહાર છે. ભેદથી કથન આવે...! બાકી એક સમયમાં પરમાત્મા પોતે પૂર્ણાનંદનો નાથ પ્રભુ (છે). એ “ક્રમબદ્ધ” ના નિર્ણયમાં “અકર્તાપણું” આવે છે અથવા “જ્ઞાતાપણું ” આવે છે.
પ્રશ્નઃ તો જ્ઞાતાપણું અને અકર્તાપણું ક્યારે આવે છે?
સમાધાનઃ કમબદ્ધના લક્ષમાંથી, પર્યાયનું લક્ષ છોડીને, જેમાંથી ક્રમબદ્ધ થાય છે એ દ્રવ્ય ઉપર જ દષ્ટિ દેવી ! (તો જ્ઞાતાપણું અને અકર્તાપણું આવે છે ). ઝીણી વાત છે, ભાઈ !
એ અનંતગુણનું વિકારરૂપ પરિણમન થાય છે તોપણ, એમાં એવો ગુણ છે કે (જે) દ્રવ્યને પકડે. ક્રમબદ્ધની પર્યાયમાં દ્રવ્યને-જ્ઞાયકને પકડયો. પણ પર્યાયમાં પર્યાયનો નિર્ણય પર્યાયથી નથી થતો. પર્યાયનું જ્ઞાન પણ દ્રવ્યનો નિર્ણય કરવાથી થાય છે. તો અહીં કહે છે કે: એ પર્યાયમાં જે ક્રમસર પર્યાય છે, એનો નિર્ણય જ્યારે કરે છે તો “દષ્ટિ' જ્ઞાયક ઉપર હોય છે.
જ્ઞાયકમાં “ભાવ” નામના બે ગુણ છે. એક ભાવ નામના ગુણને કારણે અનંત ગુણમાં એવી એક શક્તિ પોતાનાથી છે કે એ સમયે એ પર્યાય થશે, ને થશે જ. “હું કરું તો થશે” એમ નથી. અને એક ભાવગુણ એવો છે કેઃ પર્યાય ષકારક (થી) પરિણમે છે. અને “ક્રમબદ્ધ ' નો નિર્ણય (થતાં) જ્યારે (દષ્ટિ) જ્ઞાયક ઉપર જાય છે ત્યારે એની નિર્વિકારી-ધર્મની પર્યાય ઉત્પન્ન થાય છે. સમજાય છે કાંઈ ?
આહા... હા! આવી વ્યાખ્યા હવે! કોઈ કહે: કરો વ્રત... કરો અપવાસ ને કરો તપસ્યા... કરો ભક્તિ- (એ) સહેલું હતું. (પણ ) એ તો બધું રખડવાનું હતું. રાગની ક્રિયા છે. અને (જો) રાગનો કર્તા થાય છે અને આવું-પાછું કરવા જાય છે તો મિથ્યાત્વ જ વધે છે.
દ્રવ્યમાં ભાવ નામનો ગુણ જે સ્વભાવ છે, તે ગુણને કારણે અન્વયની વર્તમાન પર્યાય થશે ને થશે જ. તે આઘીપાછી થશે નહીં. તે સમયે થવાવાળી થશે ને થશે જ. “હું કરું તો પર્યાય થાય છે” એવી દષ્ટિ ઊડી જાય છે. એવો વિકલ્પ પણ ઊડી જાય છે. આહા... હા.... હા ! સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪): પ્રવચન નવનીત ભાગ-૧
ઝીણી વાત છે, ભાઈ ! આ તો મૂળ તત્ત્વ છે! પરમાત્મા સર્વજ્ઞદેવ ત્રિલોકનાથે જે કહ્યું એ કોઈ (નવો) પંથ નથી. એ કોઈ પક્ષ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ જ એવું (ત્રિકાળ) છે. આહા.... હા ! એ વસ્તુનું સ્વરૂપ આ છે કે જ્યારે એ વસ્તુની દષ્ટિ થાય છે અને ક્રમબદ્ધ પર્યાય ઉપરથી લક્ષ છૂટી જાય છે અને ત્યારે એને દ્રવ્યની દૃષ્ટિ થાય છે.
દ્રવ્યમાં એ ભાવગુણ બે છે. એક (ભાવ) ગુણના કારણે વિકારરૂપ પરિણમનના અભાવરૂપ પરિણમન થાય છે. એટલે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ પરિણમન થાય છે. અને (બીજા) એક ભાવ ( ગુણ ) ને કારણે, એ સમયે જે પર્યાય થવાવાળી છે તે થશે. આહા... હા. હા !
આ દ્રવ્યમાં “હું આ પર્યાય કરું તો થશે” એવો પ્રશ્ન નથી. એવો વિકલ્પ પણ નથી. ઝીણી વાત છે, પ્રભુ ! એ વસ્તુમાં વિકલ્પ નથી. ભાવગુણને કારણે એ પર્યાય (થવાવાળી) થશે (જ). પછી “હું કરું” એવા વિકલ્પનું પણ લક્ષ નથી. અર્થાત્ “એ પર્યાય કરું” એવું પણ લક્ષ (સાધકને) નથી. એનું લક્ષ તો દ્રવ્ય ઉપર ગયું છે, કે જેમાં અનંત ગુણ પડ્યા છે. ભાવ, અભાવ, અભાવભાવ (વગેરે). ઝીણી વાત ! એક એક વાત (ઝીણી) છે.
આત્મામાં “ભાવ” નામના બે ગુણ છે. જ્યારે “ક્રમબદ્ધપર્યાય' નો નિર્ણય કરે છે તો એની દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. અને દ્રવ્યમાં ભાવ નામનો ગુણ પડ્યો છે તો તે કારણે વિકારરહિત પરિણમન થાય છે. નહીંતર “ક્રમબદ્ધ' માં તો વિકાર પણ આવે છે પણ, “ક્રમબદ્ધ' નો નિર્ણય કરવા જાય છે ત્યાં, ક્રમબદ્ધમાં નિર્મળ-મોક્ષમાર્ગની પર્યાય ઉત્પન્ન થાય છે. આહા... હા! સમજાય છે કાંઈ ?
(અહીં) કહે છે કે “પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવાં પોતાનાં પરિણામોથી ઊપજતો થકો” - (અહીં) નિર્મળ પરિણામને પોતાનાં કહ્યાં (છે). નહીંતર પર્યાય છે, તે દ્રવ્યથી ભિન્ન છે. કારણ કે પર્યાય તો દ્રવ્ય ઉપર તરે છે. પર્યાયનો પ્રવેશ દ્રવ્યમાં નથી. (પણ) અહીં તો એટલું (જ) સિદ્ધ કરવું છે કેઃ જીવમાં જે પરિણામ થાય છે તે ક્રમસર થાય છે, ક્રમબદ્ધ થાય છે.
સાધારણ વાત તો એમ આવી ને...? કે: ગુણ સહવર્તી અને પર્યાય ક્રમવર્તી (છે). (પણ) અહીં તો એ ઉપરાંત “મનિયમિત”-ક્રમવર્તી તો છે; પણ નિયમથી જે થવાવાળી છે તે થશે. “તે થશે ” એ સત્ છે! ખરેખર તો પર્યાય “સત્ય” (છે).
અહીં તો (કહે છે: ) નિર્મળ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની-પર્યાય ઉત્પન્ન થઈ છે, એ (નિર્મળ પર્યાય) પણ “ક્રમબદ્ધ' નો નિર્ણય કરવાથી (ઉત્પન્ન થઈ છે). (કેમકે) દ્રવ્યસ્વભાવનો નિર્ણય થાય છે, તો એનું (દ્રવ્યનું) પરિણમન નિર્મળ જ થાય છે. વિકાર થાય છે, પણ વિકારથી રહિત એનું પરિણમન થાય છે. ઝીણી વાત છે, ભાઈ ! (પણ)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧ઃ ૧૪૧ વાત આવી છે!! લોકોને બેસે (ક) ન બેસે...! (પણ) વસ્તુનું સ્વરૂપ જ આવે છે. વસ્તુ એવી છે!!
આત્મામાં અનંત ગુણ છે. અનંત ગુણમાં, એ બધા ગુણોની વર્તમાન પર્યાય ઉત્પન્ન થાય, એવો પણ એમાં એક ગુણ છે. (તો) પર્યાય કરું તો થશે” એવી વાત નથી. એક વાત. અને (બીજી વાત ) એ “ભાવ” પર્યાય છે, એનો અભાવ થાય છે. તો “એ પર્યાયનો હું વ્યય કરું’ એમ પણ નથી. કારણ કે આત્મામાં એક ભાવ-અભાવ” નામનો ગુણ છે.
આહા... હા... હા! વીતરાગ-માર્ગ તો જુઓ! અહો.... હો ! ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવનો પંથ કોઈ જુદી જાતનો (છે)! ભાઈ ! દુનિયા સાથે કાંઈ મેળ ખાવો કઠણ છે. એટલે લોકો “સોનગઢ' નું એકાંત છે, એકાંત છે (-એમ કહે છે. તો કહો પ્રભુ! તું પણ પ્રભુ છો. સિદ્ધાંતમાં તો એવું લીધું છે કે સમકિતીને પર્યાયદષ્ટિ ઊડી ગઈ છે તો દ્રવ્યથી તો પરદ્રવ્ય એનો સાધર્મી છે. કારણ કે પોતાને પર્યાયદષ્ટિ ઊડી ગઈ (હોવાથી) (તે) બીજાની (પણ) પર્યાયને જોતા નથી. એનું (બીજાનું પણ) દ્રવ્ય પર્યાયરહિત છે. સમજાણું? દ્રવ્ય સાધર્મી છે. ભગવાન છે! પોતાને પર્યાયનું લક્ષ છૂટયું; પરની પર્યાયનું પણ લક્ષ છૂટ્યું. (તેથી તે) એનું દ્રવ્ય છે એને જુએ છે.
આહા... હા! અંદર ભગવાન સ્વરૂપ પરમાત્મા છે. ઉપરથી શરીર-રાગાદિ પરિણામ ગમે તે હો. પણ અંદર તો એનાથી ભિન્ન, ભગવાન છે! –એવી દષ્ટિ થયા વિના, ક્રમબદ્ધમાં ધર્મની નિર્મળ પર્યાય ઉત્પન્ન થતી નથી. સમજાણું કાંઈ ?
(જીવ) પોતાનાં પરિણામોથી ઊપજે છે. તો આ પરિણામ ક્યાં? કેઃ નિર્મળ લેવા. સાથે વિકાર થાય છે, પણ એનું જ્ઞાન થાય છે. એ ( નિર્મળ) પરિણામ (અહીં) એનાં (–સાધકનાં) લેવાં છે. (સાધકને ) પરિણામમાં વિકાર તો થાય છે પણ એ (વિકારી ) પરિણામ પોતાનાં નહીં. કારણ કે જ્યારે “ક્રમબદ્ધ' નો નિર્ણય થાય છે ત્યારે તો દષ્ટિ દ્રવ્ય ઉપર-જ્ઞાયક ઉપર પડે છે. જ્ઞાયકમાં કોઈ ગુણ વિકારી ન તો છે જ નહીં. અવિકારી અનંત ગુણનો પિંડ પ્રભુ છે! એ અનંત ગુણના પિંડનો જ્યાં સ્વીકાર થયો ત્યાં, પર્યાયમાં વિકાર થાય છે પણ તે પરિણામ પોતાનાં (સાઘકનાં) નથી. એનાથી રહિત, એ (નિર્મળ ) પરિણામ તે પોતાનાં છે. ક્રમસર થાય છે. થવાના હોય ત્યારે થાય છે. તો પણ પોતાના નિર્મળ પરિણામ તે પોતાના છે. જ્ઞાનીને પણ વિકારી અવસ્થા થાય છે; પણ એ પરિણામ પોતાના છે, એવું (અહીં) આવતું નથી.
વિકારી પરિણામ પણ ક્રમસર-કમબદ્ધ જ આવે છે. પણ તે જ સમયમાં વિકારથી રહિતક્રમબદ્ધનો નિર્ણય” – “દ્રવ્ય” નો નિર્ણય કહેવાય (છે). દ્રવ્યમાં તો અનંત ગુણ છે. તે અનંત ગુણ નિર્મળ છે. તો એ વિકારી અવસ્થાથી રહિત- “ક્રમબદ્ધનો નિર્ણય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨: પ્રવચન નવનીત ભાગ-૧ કરવાથી' – “દ્રવ્ય ' નો નિર્ણય થયો. અને તેથી નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થાય છે. –એ “પોતાનાં પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે”. સમજાય છે કાંઈ ?
આ તો રહસ્યનો કોઈ પાર ન મળે! કોઈ (સાધારણથી) પહોંચી ન શકે. આ સંતોની-દિગંબર સંતોની વાણી તો અલૌકિક છે! (બીજે) ક્યાંય નથી. વેદાંત એક આત્મા કહે છે ને... શુદ્ધ કહે છે ને...! સુધરેલાંમાં ઘણું ચાલે છે ને...? પરદેશમાં પણ વેદાંત ઘણું ચાલે છે: “એક સર્વ વ્યાપક છે'. અને મુસલમાનોમાં પણ એમ ચાલે છે. એમાં એક સૂફી નામનો માર્ગ (–મત) છે. સૂફી ફકીર અમે જોયા છે. અમે એકવાર બોટાદ બહાર નીકળતા હતા, ત્યાં બે સૂફી ફકીર સામે મળ્યા. વૈરાગ્ય.. ઉદાસ. ઉદાસ. વૈરાગ્ય દેખાય લોકોને. તે એક જ માને છે: “એક હુમ હૈં. એક ખુદા હુમ હૈં. હુમ હૈ ખુદ ખુદા યારો. બીજી ચીજ કોઈ છે જ નહીં. એક જ ખુદા સર્વવ્યાપક છે.” -એ બધું જૂઠું છે. વેદાંત પણ સર્વવ્યાપક માને છે. વેદાંત તો ત્યાં સુધી કહે છે કે આત્મા અને આત્માનો અનુભવ –બે ક્યાંથી આવ્યા? અહીં તો હજી આત્મા અને આત્માની પર્યાય-બે લેવાં છે. અનુભવ છે તે પર્યાય છે. આત્મા ત્રિકાળી છે. “કમબદ્ધ' નો જ્યાં નિર્ણય કરે છે તો આત્માનો અનુભવ થાય છે. આત્મા અને આત્માનો અનુભવ-બન્નેનો નિષેધ વેદાંત કરે છે કેઃ “આત્મા” અને “અનુભવ” (એ) તો દ્વત થઈ ગયા. આહા.... હા ! (પણ) દ્વત જ છે! અનુભવની પર્યાય છે. વિકારની પર્યાય પણ છે; પણ એ પર્યાયથી રહિત પરિણમન પોતાનું થાય છે; તો “એ છે” તો ખરું ને? “છે”
થી રહિત થયો ને...! છ દ્રવ્યથી રહિત આત્મા છે; તો છ દ્રવ્ય છે કે નહિ? આ આત્મા સિવાય, બીજા અનંત આત્મા હમણાં બધા છે!
જ્યાં દ્રવ્યનો આશ્રય થઈને, એક સમયની પર્યાયમાં એ છ દ્રવ્યનો નિર્ણય થાય છે; તે એ પર્યાયમાં પોતાના દ્રવ્ય-ગુણનું પણ જ્ઞાન થાય છે. એ પર્યાયમાં જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક પોતાનાથી થાય છે–એવું જ્ઞાન એમાં થાય છે; નવું કરવું પડતું નથી. એની પર્યાયમાં સ્વ-પર પ્રકાશક પર્યાય ઉત્પન્ન થાય છે. “પરને જાણું” એ પણ નથી. “પરને જાણવું એ પણ અહીં નથી. પરસંબંધી પોતાનું જ્ઞાન જ છે, એને જ જાણે છે. પરને જાણતા નથી. (જ્ઞાન) પરને સ્પર્શતું નથી, તો પરને જાણે ક્યાંથી ?!
આહા... હા! સમજાણું કાંઈ ? થોડું ઝીણું છે, ભાઈ ! પણ વાત તો એવી છે! બરાબર ન સમજાય તો રાત્રે (ચર્ચામાં) પૂછવું. એમ ન સમજવું કે અમારે ન પુછાય. એવી વાત નથી. બધા પૂછી શકે (છે).
પોતાનાં પરિણામોથી ઊપજતો થકો”—અહીં તો “પોતાનાં પરિણામોથી લીધું. “પોતાનાં વિકારી પરિણામોથી' એમ નહીં; એ ( વિકારી) પરિણામ જીવનાં નથી. તે વખતે એ વિકાર થાય છે પણ એ સમયે, દ્રવ્યની દૃષ્ટિથી “ક્રમબદ્ધ” નો નિર્ણય કરે છે તો, વિકારરહિત પોતાનાં પરિણામ ક્રમબદ્ધમાં થાય છે. આહા... હા! સમજાણું કાંઈ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮–૩૧૧: ૧૪૩ આ તો આ લીટીનો અર્થ ત્રીજી વાર થાય છે. પરમ દિવસે કર્યો હતો. કાલે અને આજે શરૂ કર્યો હતો. પાર નહીં! વીતરાગ-માર્ગનાં શાસ્ત્રનાં રહસ્યનો પાર નહીં !! આહા... હા! એવી ચીજ ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞના શ્રીમુખે દિવ્ય ધ્વનિમાં આવે છે!! “મુખ” ૩ૐ કાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારે, રચિ આગમ ઉપદેશ ભવિકજીવ સંશય નિવારે!'
(“સમયસાર') ૩૮ ગાથામાં ક્રમ અને અક્રમ પછી પાઠ એમ લીધો છે. શિષ્યશ્રોતા પંચમ આરાનો (છે) ! અને કુંદકુંદ આચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય પંચમ આરાના સાધુ છે! (તે) શ્રોતાને સમજાવે છે! શ્રોતા સાંભળે છે અને સાંભળીને તરત પ્રતિબોધ પામે છે! પ્રતિબોધ એવો પામે છે. હવે મને સમ્યગ્દર્શન થયું મિથ્યાત્વનો નાશ થયો; હવે ફરી (એનો ) અંકુર ઉત્પન્ન નહીં થાય.
પંચમ આરાના શ્રોતાને ગુરુએ સમજાવ્યા–અપ્રતિબુદ્ધને સમજાવ્યા. કેટલાક (લોકો) એમ કહે છે કે “આ” “સમયસાર” તો સાધુને માટે છે'. પણ પાઠમાં [“ અત્યન્માતિવુદ્ધ:” શબ્દ છે] તો અપ્રતિબુદ્ધને સમજાવ્યા છે અને અપ્રતિબદ્ધ સમજ્યા. આહા... હા! એવી સંતોએ વાત લીધી છે ! એ શિષ્ય એમ કહે છે કે પ્રભુ! હવે અમારે મિથ્યાત્વનો નાશ થયો. એ મિથ્યાત્વનો અંકુર હવે સાદિ-અનંત (કાળમાં) ઉત્પન્ન નહીં થાય. આહ.. હા! અરે પ્રભુ! તું છબસ્થ છે... પંચમ આરાનો શ્રોતા (છે), અપ્રતિબુદ્ધ હતો અને આ સાંભળ્યું ને.. આટલું બધું જોર આવી ગયું?! ભગવાન ! જોર શું? આત્મામાં એટલી તાકાત તો છે.. અહો... હો... હો ! (“સમયસાર”) (ગાથા-) ૩૮માં અને (“પ્રવચનસાર') ૯૨માં “અપ્રતિત’ વાત લીધી છેઃ ઉત્પન્ન થયું તે થયું. સમ્યગ્દર્શન થયું અને પછી પડી જશે–એ વાત જ નથી.
(“સમયસાર') આસ્રવ અધિકારમાં લીધું છે: ( ઓ) (શુદ્ધ) નયથી પરિશ્રુત થાય તો આમ થાય છે. (આ તો) જરા જ્ઞાન કરાવવા માટે “શુદ્ધનયત: પ્રવ્યુત્ય” ( લીધું છે ).
આહા.... હા! શ્રોતા તો એવા લીધા છે કે સાંભળતાં (જ) રસ આવી ગયો અને દ્રવ્ય ઉપર ઝૂકી ગયા અને જે અનુભવ થયો, સમ્યગ્દર્શન થયું તો એ કહે છે કે હવે અમે સમ્યગ્દર્શનથી પડી જશું અને મિથ્યાત્વ ઉત્પન્ન થશે-એ અમને (બનવાનું) નથી ! આવી વાત
પ્રવચનસાર' (ગાથા-) ૯રમાં પણ એમ કહ્યું કે: આગમકૌશલ્યથી અને પોતાના અનુભવથી જે અમને દર્શન-જ્ઞાન-ચારિત્ર થયું તો દર્શનમાં અમને મિથ્યાત્વનો અંકુર ઉત્પન્ન થશે નહીં. ચારિત્રની વાત બીજી છે. પંચમ આરાના છે તો સ્વર્ગમાં જશે; (ત્યાં) ચારિત્ર રહેશે નહીં. પંચમ આરાના સાધુ છે ને...! તો કેવળજ્ઞાન તો છે નહીં. અમારા દર્શનમાં (તો) મિથ્યાત્વનો અંકુર ઉત્પન્ન થાય નહીં (પણ) અમે ચારિત્રવંત છીએ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪: પ્રવચન નવનીત ભાગ-૧ ચારિત્ર નાશ પામશે નહીં એમ નથી; કેમકે અમે પંચમ આરામાં છીએ, (તેથી) અમારે સ્વર્ગમાં જવું પડશે. કારણ કે અમને (અત્યારે) કેવળજ્ઞાન છે નહીં. અમારા પુરુષાર્થમાં કમી છે; એ કાળના કારણે નહીં. અહીંથી તો સ્વર્ગમાં જવું પડશે તેથી ચારિત્રથી તો રહિત થશું. ચારિત્ર અપ્રતિત નથી, એમ કહ્યું.
ચારિત્રપાહુડ' માં પર્યાયના બે બોલ છે ને...! પર્યાય “અક્ષય” અને “અમેય'! દ્રવ્ય-ગુણની તો વાત ક્યાં કરવી?! આહા... હા ! દ્રવ્યનો જ્યાં અનુભવ-દષ્ટિ થઈ, (અર્થાત્ ) “હું પૂર્ણાનંદ પ્રભુ, અભેદ-અખંડ આનંદ છુંએવી જ્યાં દષ્ટિ થઈ તો કહે છે કે ચારિત્રવંતને (તે) પર્યાય અક્ષય છે અને અમેય છે. નહીંતર (સ્વર્ગમાં તો) ચારિત્ર છૂટી જશે. તોપણ અમે ચારિત્ર બીજા ભવામાં લેશું, લેશું ને લેશું અને બીજા ભવમાં પૂર્ણ કરીશું. આહા... હા! અમે પંચમ આરાના સાધુ છીએ... (પણ ખરેખર) અમે પંચમ આરાના નહીં, અમે તો અમારા આત્માના છીએ. અમને આરો નડતો નથી. ચારિત્રનો અધિકાર લીધો છે ત્યાં ચારિત્રની પર્યાયને અક્ષય અને અમેય (કહી છે). પર્યાયમાં મર્યાદા નહીં, એટલી તાકાત પર્યાયમાં છે !
અનંત ગુણની પર્યાયમાં એક એક પર્યાય એટલી તાકાતવાળી છે કે અનંત ગુણને જાણે, અનંત પર્યાયને જાણે–તેવી જ્ઞાનની એક પર્યાયની તાકાત ! શ્રદ્ધાની એવી તાકાત! ચારિત્રની એવી તાકાત! અસ્તિત્વ-વસ્તુત્વ-પ્રમેયત્વ-અગુરુલઘુત્ર આદિ દરેક પર્યાયની એવી તાકાતએટલી તાકાત ! આહા... હા! સમજાણું કાંઈ ?
એ પર્યાય તો એમ કહે છે કે “અમારે હવે મિથ્યાત્વનો અંકુર ઉત્પન્ન નહીં થાય. (પણ) પ્રભુ! તમે ભગવાન પાસે ગયા નથી.... અને તમે એટલું કહ્યું ! તમે મહાવ્રતધારી છો ને... તમે એટલું કહી દો છો ! (સાધક કહે છે:) અમારો નાથ એમ પોકાર કરે છે... અમારો પ્રભુ પોકાર કરે છે–પ્રભુ એમ કહે છે કે અમને મિથ્યાત્વ હવેથી કદી થશે નહીં.
આહા... હા! આ “ક્રમબદ્ધ' નો નિર્ણય કરવામાં એ દર્શન (-શ્રદ્ધા) નો નિર્ણય થયો તો નિર્મળ પરિણામ પોતાનાં થયાં-એ નિર્મળ-સમ્યક પરિણામ હવે નહીં પડે. સમજાણું?
આવી વાત કોઈ દિવસ-આટલા વર્ષમાં સાંભળી પણ નહિ હોય! સાંભળવા જાય (ત્યાં સાંભળવા મળે કે:) દયા કરો ને વ્રત કરો ને મંદિર બનાવો ! એક દિવસ આ મંદિરની પાસે કહ્યું હતું. એ તો જે સમયે જે પર્યાય જડની થવાવાળી હશે તે થશે, થશે ને થશે. બીજો કરે (તો થાય) અને બીજો ન કરે તો ન થાય, એમ નથી. એ અહીં આવ્યું
એ પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે. “જીવ જ છે' એમાં તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૧૪૫ વિકારનાં પરિણામ દૂર રાખવામાં આવ્યાં છે. નહીંતર (તે) જીવ જ છે. (પણ) જ્યાં “ક્રમબદ્ધ ' નો નિર્ણય થયો (ત્યાં નિર્મળ પરિણામ જે ઉત્પન્ન થાય છે તે જીવ જ છે). આહા... હા! ગજબ વાત !!
ગાથા રચનાર કુંદકુંદાચાર્ય તીર્થકર જેવું કામ કર્યું છે અને એમના ગણધર જેવું કામ અમૃતચંદ્રાચાર્ય કર્યું છે. આહા... હા... હા ! અરે! એ વાણી મળવી મુશ્કેલ, બાપા! પ્રભુ આ કોઈ લૌકિક વાત નથી. જગતના પ્રપંચની વાતો નથી. આ તો અંતરની વાતો છે.
જીવ ક્રમબદ્ધ આહા... હા! એમાં કેટલું ભર્યું છે!! આહા... હા! “પોતાનાં પરિણામોથી ઊપજતો થકો”... વિકાર આદિ છે તો ખરા; પણ વિકારનું જ્ઞાન છે એ પોતાનાં પરિણામ છે. કારણ કે અકર્તાપણાની વાત છે ને..! તો અકર્તાપણામાં જ્ઞાતા-દ્રષ્ટા થયો. “જ્ઞાતા-દ્રષ્ટા પરિણામ' એ પોતાનાં છે. એમ “દમબદ્ધ એવાં પોતાનાં પરિણામ” છે. એ પરિણામનો ક્રમ છે. પરિણામમાં “કમબદ્ધ ' લેવું છે ને...? દ્રવ્યમાં (ક્રમબદ્ધ) ક્યાં લેવું છે? “ક્રમબદ્ધ એવાં પોતાનાં પરિણામ”-પરિણામમાં કમબદ્ધ લેવું છે.
આહા... હા! સૂક્ષ્મ છે પણ, પ્રભુ! આ તો અમૃતનો ઘડો છે!! એવી વાત દિગંબર સંતો સિવાય ક્યાંય નથી. શ્વેતાંબરમાં પણ કલ્પિત વાતો છે. શાસ્ત્રો બનાવ્યાં એ કલ્પિત બનાવ્યાં છે. આ તો ભગવાન ત્રિલોકનાથની વાણી (છે). સર્વજ્ઞના કેડાયતો આડતિયા થઈને વાત કરે છે. એ મુનિ (ભગવંત) સર્વજ્ઞના આડતિયા છે. એ માલ પ્રત્યક્ષપણે સર્વજ્ઞ ભગવાનનો છે. શ્રુતજ્ઞાનીને પરોક્ષ છે. એ પ્રત્યક્ષપણે એમનો માલ છે; એ પ્રત્યક્ષપણે અહીં બતાવે છે.
આહા.... હા ! પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ છો ને..! તારી પર્યાય જે સમયે જે થવાની હશે તે થશે જ. તેના ઉપરથી દષ્ટિ હઠાવી લે. એટલું સત્ પણ થશે (–થઈને રહેશે).
શું કહે છે? –પર્યાય “સત્' છે. ઉત્પાદ-વ્યયરૂપ “સ” છે ને..! ઉત્પાદ-વ્યય “સ” છે. વ્યય અભાવરૂપે સત્ છે. “ત્રણે સત્ છે'. ઉત્પાદ સત્ છે. વ્યય સત્ છે. ભાવ સત્ છે. અભાવ સત્ છે. અને ધ્રુવ સત્ છે. એ ત્રણે સમાં કોઈની અપેક્ષા એકેને નથી. એવું ૧૦૧-ગાથા પ્રવચનસાર' માં આવ્યું છે. ઉત્પાદની અપેક્ષા ધ્રુવને નહીં. ધ્રુવની અપેક્ષા ઉત્પાદને નહીં. આહા... હા !
અહીં તો જે પરિણામ ઊપજે છે તે જીવ જ છે. ક્રમબદ્ધ પરિણામમાં જે સમ્યગ્દર્શનજ્ઞાન-શાન્તિ (નાં) નિર્મળ પરિણામ ઊપજ્યાં તે (જીવ જ છે). આહા.... હા! ગજબ વાત
કેટલાક દિગંબર પંડિતો શાસ્ત્ર (-આશય) સમજે નહીં અને સમજ્યા વિના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬: પ્રવચન નવનીત ભાગ-૧
(એમ ને એમ ) વાંચ્યા કરે, અને મોટા (પૈસાવાળા ) માણસ (સભામાં) બેઠા હોય એને કંઈ ખબર પડતી ન હોય છતાં જયનારાયણ (−હા એ હા) કરે! અહીં તો સત્ય છે એ સત્ય છે. (મેં તો ઈન્દોરના શેઠને કહ્યું કેઃ ) ‘શેઠ! પર્યાય ઉપાદાનથી-પોતાનાથી થાય છે, પરથી નહીં. (એ વાતનો ) ઢંઢેરો પીટો ! અહીં કંઈ ખાનગી નથી ’.
( અહીં કહે છે: ) “ અજીવ નથી ”–એ પરિણામ (જીવ જ) છે, અજીવ નથી. એનો અર્થ છેઃ એ પરિણામમાં રાગ પણ નથી અને અજીવ પણ નથી. આહા... હા ! સમજાણું કાંઈ ?
માર્ગ જરી ઝીણો, પ્રભુ! પકડવા માટે બહુ ધ્યાન રાખવું જોઈએ, બહુ પ્રયત્ન જોઈએ. દુનિયાને રાજી રાખવા વાત કરે (તે તો) લોકરંજન (છે.) તારણસ્વામી કહે છે કે: દુનિયા લોકરંજન કરે છે, જનરંજન કરે છે. આ ‘અષ્ટપાહુડ' માં (પણ) આવ્યું: જનરંજન કરે છેલોકોને ઠીક કેમ પડે ? જનરંજન ( એટલે ) દુનિયા રાજી થાય એવું કરો. દેશસેવા કરો. એકબીજાને મદદ કરો. સાધર્મીને મદદ કરો. પણ અહીં કહે છે કે મદદ કોઈ કરી શકતું નથી; (એ તો ) જડની પર્યાય છે.
મુનિને-સાચા સંતને પણ આહાર-પાણી દે છે... તો એ આહાર-પાણી દેવાની ક્રિયા આત્મા કરી શકતો નથી. એ સમયે એ વિકલ્પ આવ્યો. પણ આહા૨ દેવામાં જે જ્ઞાની છે (તે) તો (એ) વિકલ્પથી રહિત, નિર્મળ પરિણામના સ્વામી છે. એને ક્રમબદ્ધથી નિર્મળ પરિણામ ઉત્પન્ન થાય છે. એ રાગના અને ‘હું મુનિને આહાર આપું છું' એવા (વિકલ્પના ) પણ સ્વામી નથી. આહા... હા ! બહુ આકરી વાત!
અહીં આ લોકો ( સંપ્રદાયમાં ) તો (એમ ) કહે: શેત્રુંજયની જાત્રા કરીને નીચે ઊતરે અને સાધુને આહાર આપે તો ઘણો લાભ થશે! પછી એના સાધુ ગમે તેવા હોય. (પણ ) એ સાધુ ક્યાં હતા ? શ્વેતાંબરમાં સાધુ-ગૃહીત મિથ્યાત્વી છે. કુંદકુંદ આચાર્યે કહ્યું ને...! (અને ) ‘મોક્ષમાર્ગ પ્રકાશક' પાંચમા અધ્યાયમાં શ્વેતાંબર સ્થાનકવાસીને અન્ય મતમાં નાખ્યા છે. કોઈને દુઃખ લાગે... પણ સત્ય તો આ છે. સત્ય તો આવું છે. તારા લાભનું કારણ તો ‘આ’ છે. તને અનુકૂળ બોલે... ને વિપરીત થઈ જાય તો નરક ને નિગોદ મળશે. પ્રભુ! એ (જન) રંજન કરવા જશે તેને નરક-નિગોદ મળશે.
આહા... હા! અહીં કહે છે: “ જીવ જ છે, અજીવ નથી ”–આ અનેકાંત. જીવ પણ પરિણામનો કર્તા છે અને (એ) પરિણામનો કર્તા અજીવ પણ છે (–એ અનેકાંત નથી ).
ખરેખર તો ક્રમબદ્ધના નિર્ણયમાં જ્યારે સમ્યગ્દર્શન થયું, તે પરિણામ વખતે (જે) રાગ છે, એ રાગ સંબંધી પોતાનું જ્ઞાન પોતાનાથી થાય છે. રાગ છે તો જ્ઞાન થાય છે એમ પણ નહીં. એ પોતાનાં પરિણામનો કર્તા (છે), અજીવ નહીં, એટલે શું કહે છે? કેઃ જે પોતાનામાં જ્ઞાતા-દ્રષ્ટાનાં પરિણામ થયાં, તે રાગને જાણ્યો એ પણ નહીં. પોતાને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૧૪૭ જાણો. એ પર્યાયમાં રાગસંબંધીનું જ્ઞાન પોતાનું છે, એને જાણું છે. આહા. હા! સમજાણું કાંઈ ? રાગ પણ અજીવ છે. તો અજીવનું જ્ઞાન અહીં થયું છે, એ પણ વ્યવહાર કહેવામાં આવ્યો છે. એ સમયમાં પોતાની સ્વ-પર પ્રકાશકશક્તિથી એ અજીવ, સંબંધી પરનું જ્ઞાન પોતાથી પોતામાં થયું છે; પરને કારણે નહીં. રાગ છે તો રાગનું જ્ઞાન થયું છે એમ પણ નહીં. સમજાણું કાંઈ?
આહા.... હા! “અજીવ નથી”. (એ) પરિણામ અજીવ નથી. એ પરિણામનો કર્તા અજીવ નથી. એ (પરિણામ) ક્રમસર કહ્યાં. જે થવાનું હશે તે જ થશે. –એવું જ્યારે અકર્તાપણું થઈ જાય છે; તો ભગવાન આત્મા અકર્તા-જ્ઞાતા થઈ જાય (છે). જ્ઞાતા થતાં (એની) દષ્ટિ જ્ઞાન (-જ્ઞાયક) ઉપર રહી જાય છે. તો એ પરિણામમાં રાગનું જાણવું જે થાય છે, તે રાગના કારણે થયું એમ પણ નથી.
પ્રશ્નઃ રાગનું પણ જ્ઞાન થયું ને!
સમાધાનઃ (આત્મામાં) ભાવ (નામનો) ગુણ કહ્યો ને! તો એ ભાવગુણને કારણે પકારકથી વિકારપણે થાય છે. પણ (બીજા) ભાવગુણને કારણે વિકારરહિત પરિણામ એનાં છે. જે થવાનું હશે તે થશે એ બીજી વાત. ભાવ એક ગુણ છે એમાં પર્યાય થશે જ, તે બીજી વાત. અને એક ભાવ વિકારરહિત ભાવ. ૪૭ શક્તિમાં બે ભાવગુણ છે. તો બીજો ભાવ એવો છે કે
જ્યારે દષ્ટિ દ્રવ્ય ઉપર થઈ અને ક્રમબદ્ધનો નિર્ણય થયો; તો રાગ છે તો રાગનું જ્ઞાન થયું; એમ પણ નહીં. (જ્ઞાનમાં) રાગ તો આવતો નથી પણ રાગનું જ્ઞાન થાય છે, એ પણ વ્યવહારથી. એ પોતાના સ્વ-પર પ્રકાશકનું જ્ઞાન પોતાનાં પરિણામોથી ઉત્પન્ન થાય છે; એ રાગથી અને અજીવથી નહીં.
વિશેષ કહેશે.....
***
[ પ્રવચનઃ તા. ૨૪-૭-૭૯ ]
સમયસાર” ગાથા-૩૦૮ થી ૩૧૧. પહેલી લીટી ત્રણ દિવસ ચાલી. આજે ચોથો દિવસ છે. શું કહે છે? અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે: “તાવત”-પ્રથમ-મુખ્ય વાત એ છે કેઃ “જીવ ક્રમબદ્ધ –જીવ ક્રમબદ્ધ એવા પર્યાયથી ઊપજે છે. કાલે એ નહોતું કહ્યું..? કે આત્મામાં ક્રમવૃત્તિ (ક્રમરૂપ) અને અક્રમવૃત્તિ (અક્રમરૂપ) એક ગુણ છે. (અર્થાત્ ) આત્મા જે વસ્તુ છે, એમાં ક્રમવૃત્તિ અને અક્રમવૃત્તિ નામનો (એક) ગુણ છે.
- જ્યારે “કમબદ્ધ' નો નિર્ણય કરીએ છીએ જે સમયે જે પર્યાય થવાવાળી (છે તે) ક્રમસર થશે. આઘી-પાછી નહીં. અને પરથી નહીં. –તો એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? તે કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮: પ્રવચન નવનીત ભાગ-૧
કમબદ્ધ' નો નિર્ણય કરતાં જ પર્યાયનું લક્ષ છૂટી જાય છે અને જ્ઞાયકનું લક્ષ થાય છે; ત્યારે “ક્રમબદ્ધ” નો નિર્ણય થાય છે. કારણ કે “ક્રમબદ્ધ' છે, તે પર્યાયમાં છે. દ્રવ્યમાં કાંઈ ‘ક્રમબદ્ધ' નથી.
દ્રવ્યમાં કમસર થવું અને અમે થવું-એવો ગુણ છે. સમજાય છે કાંઈ? કાલે તો થોડી વાત એ કહી હતી કેઃ (સમયસાર”) ગાથા-૩૮માં એવું કહ્યું છે કેઃ “દમ” અને “અક્રમ” – બન્ને પર્યાયમાં છે. શું? કેઃ એ “ક્રમ” અને “અક્રમ” એ બીજી ચીજ છે. એ “ક્રમ” એટલે એક સમયે, એક ગતિ થાય છે અને બીજા સમયે બીજી ગતિ. –એ ગતિ “ક્રમસર' છે. પણ આત્મામાં યોગ-લેશ્યા-કષાયાદિ એક સમયમાં છે. એ “અક્રમ' કહેવામાં આવે છે. (છતાં) અક્રમપર્યાય અક્રમસર થાય છે, એમ નથી. પર્યાય તો “ક્રમબદ્ધ” જ થાય છે. પણ એ “ક્રમબદ્ધ” નો નિર્ણય કરવા જતાં, ત્યાં પર્યાય ઉપર લક્ષ રહેતું નથી, પણ “હું જ્ઞાયક સર્વજ્ઞસ્વભાવી છું” સર્વજ્ઞ સ્વભાવી છું'. (–એનું લક્ષ થાય છે).
“અસાધારણ જ્ઞાનને કારણપણે ગ્રહીને' –અસાધારણ એટલે “સર્વજ્ઞસ્વભાવી' આત્માનો જે અસાધારણ ગુણ છે, એને કારણપણે ગ્રહીને એવો પાઠ “પ્રવચનસાર' ટીકામાં છે. અહીંયાં તો (જે) યાદ આવે એ આવે... પણ વસ્તુનો અંદર પાર ન મળે !! “અસાધારણ જ્ઞાનને કારણપણે ગ્રહીને એનો અર્થ (એ છે) કે જ્યારે “ક્રમબદ્ધ' નો નિર્ણય કરીએ છીએ, ત્યારે સર્વજ્ઞસ્વભાવનું કારણ ગ્રહીને, (તેનું લક્ષ થઈને, ) “ક્રમબદ્ધ ' નો નિર્ણય થાય છે (કે જે) સર્વજ્ઞસ્વભાવ અંદરમાં છે.
ઝીણી વાત છે, પ્રભુ! વીતરાગમાર્ગ કોઈ અલૌકિક છે!! આહા... હા! એમાં “આ” દિગંબર સંતોની વાણી !! (બીજે) ક્યાંય નથી. પણ ગંભીર ઘણી ! એક એક શબ્દ અને એક એક પદમાં ઘણી ગંભીરતા!!
જે સમયે (પર્યાય) ક્રમબદ્ધ થાય છે તો એમાં અમારે પુરુષાર્થ કરવાનો) ક્યાં રહ્યો? કેવળજ્ઞાનીએ દીઠું તેમ થશે. આપણે શું પુરુષાર્થ કરી શકીએ ? એ (તો) ભગવાને જ્યારે દીઠું હશે ત્યારે પુરુષાર્થ થશે. આપણે એકલા પુરુષાર્થ કેમ કરી શકીએ ?' –એવો પ્રશ્ન સંપ્રદાયમાં બે વર્ષ સંવત ૧૯૭૦ અને ૧૯૭૧માં ચાલ્યો. અમારી નવી નવી દીક્ષા. એક ગુરુભાઈ હતા તે વારંવાર એમ કહ્યા કરે, સાંભળતા હતા. અમે તો પહેલાં (સ્થાનકવાસી સંપ્રદાયમાં) હુતા ને? અમે તો ભાઈ ! કોઈના “સંપ્રદાયમાં આવ્યા નથી. અમે તો “સત્ય છે તેને ” અંતરમાં લઈ લીધું. ૧૯૭૨ની સાલમાં અમારી ઉંમર છવીસ વર્ષની. પછી “આ ચર્ચા' વીંછીઓ પાસે સરવા ગામમાં બહાર-પ્રગટ કરી: મેં કહ્યું-પ્રભુ ! મને તો તમે (ગુરુભાઈ ) કહો છો તે વાત બેસતી નથી. કેમકે જે કેવળીએ દીઠું તેમ થશે, એ વાત તો એમ જ છે. પણ પુરુષાર્થ” શું કરીએ?' તો અમે તો કહીએ છીએ કે “કેવળી જગતમાં છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં ત્રણ કાળ, ત્રણ લોકને જાણવાવાળા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧: ૧૪૯
જગતમાં છે. એવા અનંત સિદ્ધો છે. મહાવિદેહમાં લાખો કેવળી છે. વીસ તીર્થંકર છે, એ કેવળજ્ઞાની છે. એક સમયમાં ત્રણ કાળ, ત્રણ લોકને જાણવાવાળી પર્યાયની સત્તા છે. એ સત્તાનો સ્વીકાર છે પહેલાં ? ’... ‘ પછી એણે દીઠું તેમ થશે’. ‘ આ વાત’ ત્રેસઠ વર્ષ પહેલાંની
છે.
પૂર્વના સંસ્કાર હતા ને...! ખરેખર તો આ વાત ‘પ્રવચનસાર’ ૮૦-૮૧-૮૨ ગાથામાં ચાલે છે ને...! એ તો ૧૯૭૨માં હાથમાં ય નહોતું આવ્યું. એ અઠયોતરમાં આવ્યું. પણ ‘ એ વાત' અંદરથી આવી હતી. ગાથા છે ને... “ નો બાળવિ અરદંતં વવત્તનુળત્તપદ્મયત્તેહિં’ જે કોઈ અદ્વૈતના દ્રવ્ય-ગુણ-પર્યાય જાણે “સો નાળવિ અપ્પાળું” (તે પોતાના આત્માને જાણે છે ).
"9
અદ્વૈતના દ્રવ્ય-ગુણ-પર્યાય તો પરદ્રવ્ય છે. પરદ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાય જાણવા, એ તો વિકલ્પ છે. અરે! એ તો વિકલ્પ છે; પણ પોતાના આત્મામાં દ્રવ્ય-ગુણ-પર્યાય-ત્રણનો વિચાર કરવો એ પણ વિકલ્પ છે.
‘નિયમસાર ’ આવશ્યક અધિકારમાં એવું લીધું છે: ભગવાનના દ્રવ્ય-ગુણ-પર્યાય તો પદ્રવ્ય છે. તો ભગવાન તો એમ કહે છે કેઃ ૫દ્રવ્યનો વિચાર કરીશ તો તારી દુર્ગતિ થશે. ‘મોક્ષપાહુડ’ ૧૬મી ગાથામાં ભગવાન કુંદકુંદ આચાર્યે એમ કહ્યું કેઃ અમારું લક્ષ કરીશ તો તને રાગ થશે અને તને દુર્ગતિ (થશે ) અર્થાત્ ચૈતન્યની ગતિ નહીં થાય.
.
(તો ) અહીં ( ‘ પ્રવચનસાર' માં ) એમ કેમ કહ્યું કેઃ “નો નાળવિઞર ંત વળત્તમુળજ્ઞપળયત્તેહિં સો નાળવિ બપ્પાાં ”... ? પણ એ તો નિમિત્તથી થન કર્યું.
સર્વજ્ઞની પર્યાય એક સમયમાં પૂર્ણ ત્રિકાળ (−જ્ઞ ) છે. તો એ પર્યાય નીકળી ક્યાંથી? -એ સર્વજ્ઞશક્તિમાંથી નીકળી છે. સુડતાલીસ શક્તિમાં સર્વજ્ઞ ( શક્તિ ) ગુણ અંદર ( આત્મામાં ) છે. એ ‘સર્વજ્ઞશક્તિ' માંથી એ સર્વજ્ઞ-પર્યાય નીકળી છે. (જો) એ અદ્વૈતના દ્રવ્ય-ગુણ-પર્યાયનો નિર્ણય કરવા જઈએ છીએ, તો પોતાના દ્રવ્યમાં (જે) સર્વજ્ઞશક્તિ છે, એનો નિર્ણય થાય છે; ત્યારે એને ‘ ક્રમબદ્ધ' નો (નિર્ણય થયો) અને અદ્વૈતના દ્રવ્ય-ગુણ-પર્યાય વ્યવહારથી જાણવામાં આવ્યા. ઝીણી વાત છે, ભગવાન!
(પરિણામો ) ક્રમબદ્ધ થાય છે. જે સમયે જે પર્યાય થવાવાળી ( હશે તે ) થશે. આઘીપાછી નહીં. પરથી-૫૨દ્રવ્યથી તો (થાય જ) નહીં. નિશ્ચયથી તો અહીં એ લીધું છે કે: જ્યારે ક્રમબદ્ધનો નિર્ણય થયો, તો એને અદ્વૈતના કેવળજ્ઞાનનો તો નિર્ણય થયો (છે); પણ એ તો પર છે. પણ પોતાનો નિર્ણય થયો કે ‘હું સર્વજ્ઞસ્વભાવી છું'. આહા... હા... હા! ‘મારી ચીજ જ સર્વજ્ઞસ્વભાવી છે!'
(જો ) સર્વજ્ઞસ્વભાવ ન હોય તો પર્યાયમાં સર્વજ્ઞપણું આવશે ક્યાંથી ? સમજાય છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦: પ્રવચન નવનીત ભાગ-૧ કાંઈ ? તો જ્યારે એ “સર્વજ્ઞસ્વભાવ ' નો નિર્ણય કરીએ છીએ, ત્યારે “કમબદ્ધ' નો નિર્ણય આવી ગયો, તો એમાં “પુરુષાર્થ ” આવી ગયો.
કેવળીએ દીઠું તેમ થશે ' (એમાં) પહેલાં કેવળીની શ્રદ્ધા, અને કેવળીની શ્રદ્ધા પહેલાં પોતાનો સર્વજ્ઞસ્વભાવ છે એની શ્રદ્ધા (થાય છે). આહા.... હા.. હા!
ઝીણી વાત છે, ભાઈ ! આ તો પ્રભુના વિરહ પડ્યા ને.... (અહીં) આવી પડ્યા... બાપુ! આહા... હા! આ વાત ક્યાંથી ક્યારે આવે છે! એ (કઈ રીતે) કહીએ? પણ એ અંદરથી આવે છે! એ કંઈ તૈયાર અંદર ગોખી રાખી છે? –એમ નથી. વાત અંદરથી આવે છે! કાલે શું આવ્યું હતું એ ખ્યાલ નથી. કાલે વ્યાખ્યાન આવ્યું હતું એવું આખી જિંદગીમાં નથી કર્યું, એવું આવ્યું હતું.
અહીં કહે છે કેઃ કમવર્તી અને અદમવર્તી નામનો (એક) ગુણ અંદર (આત્મામાં) છે. જ્યારે “સર્વજ્ઞસ્વભાવ' નો નિર્ણય કરીએ છીએ, ત્યારે “દ્રવ્ય ' નો નિર્ણય કરવમાં “ક્રમવર્તી અને અક્રમવર્તી' નામના ગુણનો નિર્ણય પણ સાથે આવી ગયો. સમજવામાં થોડી ઝીણી વાત છે, ભાઈ !
જેમ “સર્વજ્ઞ જગતમાં છે, દીઠું હશે તેમ થશે” તો એ સર્વજ્ઞ-પર્યાય આવી ક્યાંથી? – એની સર્વજ્ઞશક્તિમાંથી આવી. “અપ્પા ના”િ એવું લખ્યું છે ને? તો “હું પણ સર્વજ્ઞશક્તિવાન છું. મારો સ્વભાવ જ સર્વજ્ઞસ્વરૂપ છે. કોઈ ચીજનું કરવું કે એનું કોઈએ કરવું-એ તો નથી; પણ એને જાણ્યા વિના રહેવું એમ પણ નથી. ત્રણ કાળ, ત્રણ લોકના (જે જે) દ્રવ્ય-ગુણ-પર્યાય છે, એને જાણવાની તાકાત મારી એક પર્યાયમાં છે. એ પર્યાય સર્વજ્ઞસ્વભાવમાંથી આવે છે. એવો નિર્ણય જ્યારે કરવા જાય છે, તો એ ક્રમવર્તી અને કમબદ્ધ-જે સમયે જે પર્યાય થવાવાળી છે ત્યારે (તે જ થાય છે-નો યથાર્થ નિર્ણય આવે છે). બહુ ઝીણી વાત છે, ભગવાન !
ઈશરીમાં ૨૦૧૩ની સાલમાં ચર્ચા ચાલી હતી. પણ એ લોકોને “આ વાત' ન બેસી. એ લોકો કહે છે કે “એક પછી એક (પર્યાય) થશે. પણ આ જ થશે એવું નહીં'. અહીં (મું) કહ્યું “જે થશે તે જ થશે. આઘીપાછી થવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ પછી આ જ (પર્યાય ) આવશે, એમ જ છે; આ પછી આ આવશે એમ નહીં'. તો મેં કહ્યું “આ પછી આ જ આવશે, એવો નિયમ છે'.
અહીં કહે છે કેઃ “એમ કમબદ્ધ પોતાના પરિણામોથી”. તો એક બાજુ એમ કહે કે: પર્યાય દ્રવ્યમાં નથી. દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. કારણકે બે ચીજ છે. (બન્નેનું) અસ્તિત્વ છે: પર્યાયનું અસ્તિત્વ છે અને દ્રવ્યનું અસ્તિત્વ છે. અસ્તિત્વને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ : ૧૫૧ હેતુ હોતો નથી. છે' એને હેતુ નથી. ચાહે તો દ્રવ્ય હો, ચાહે તો ગુણ હો અને ચાહે તો પર્યાય હો. (ત્રણેયની) “સત્તા' છે!
“સમયસાર' બંધ અધિકારમાં છેઃ “અહેતુક”, પર્યાય અહેતુક છે. એ તો ઠીક; પણ ક્રમબદ્ધ' નો નિર્ણય કરવાથી દ્રવ્યનું લક્ષ થતાં, જે પર્યાય ઉત્પન્ન થઇ, તે પયને નિશ્ચયથી દ્રવ્યની-ધ્રુવની પણ અપેક્ષા નથી. કારણ કે એ જે પર્યાય છે તે “સત્' છે. “સ” ને (કોઈ) હેતુ નથી. આહા.... હા. હા! એને (પર્યાયને) ધ્રુવનો હેતુ નથી. પ્રભુ! ઝીણી વાત છે. અહીં કહે છે કેઃ “એ પરિણામો પોતાથી' – “કમબદ્ધ પોતાનાં પરિણામોથી ઊપજતો'. તો એક બાજુ એમ કહે કે “એ પરિણામને ધ્રુવની અપેક્ષા નહીં'. સમજાય છે કાંઈ ?
દ્રવ્ય-જ્ઞાયકની દૃષ્ટિ થઈ, તો જે નિર્મળ પરિણામ ઊપજ્યાં (તે જીવ છે); વિકારની વાત અહીં નથી. વિકાર પરિણામમાં આવે છે. કહ્યું હતું ને કે: આત્મામાં ભાવ નામના બે ગુણ, સુડતાલીસ શક્તિમાં છે. એમાં એક ભાવ નામના ગુણનો અર્થ એ છે કે જે સમયે જે પર્યાય થવાની છે તે એ ભાવગુણના કારણે થશે. એ ગુણનું રૂપ અનંત ગુણમાં છે. તો અનંત ગુણની પણ જે સમયે જે પર્યાય થશે, તે (એ) ભાવગુણના કારણે થશે. અનંત ગુણમાં એ ભાવગુણનું રૂપ છે તો અનંત ગુણની જે સમયે જે પર્યાય થવાની છે તે અનંત ગુણના કારણથી થાય છે. - એ અહીં પહેલી લીટીમાં શબ્દ છે: “પોતાનાં પરિણામોથી” – “પરિણામ” થી એમ ન કહ્યું, “પરિણામો' થી (કહ્યું). બહુવચન છે. અનંત (પરિણામ) લીધાં છે. આ તો ગંભીર વાત, બાપુ ! દિગંબર સંતોની વાત કોઈ અલૌકિક (છે ) !
અહીં તો એક શબ્દ “ક્રમબદ્ધ” લીધો છે. અલૌકિક છે! “કમબદ્ધ” નો નિર્ણય જેને થયો એને સર્વજ્ઞસ્વભાવી પ્રભુનો નિર્ણય થયો.
બોતેરની સાલમાં તે (સંપ્રદાયના સાધુ ) કહેતા કે “ભગવાને દીઠા હશે એટલા ભવ થશે”. તો ત્યાં મેં એક વખતે કહ્યું હતું કે “સાંભળો ! ભગવાનના જ્ઞાનનો અને પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય જેને થયો, તેના ભવ કેવળજ્ઞાનીએ દીઠા જ નથી. (એને) ભવ છે જ નહીં. કદાચિત બે – ચાર ભાવ હોય તો તે જ્ઞાનનું શેય છે”. ત્યાંની ( વિદેહની) વાત હતી ને...! ભગવાન ત્રણ લોકના નાથ પાસેથી (સાંભળ્યું હતું ને..!) અહીં જન્મ થઈ ગયો છે. આ (પુરુષાર્થહીનતાની વાત ) તો સહન થઈ નહીં. તેથી કહ્યું કે સર્વજ્ઞ જગતમાં છે; એવી સત્તાનો સ્વીકાર કરવા જાય છે, તો એનું લક્ષ પર્યાય ઉપર રહેતું નથી. એનું લક્ષ ગુણ-ગુણીના ભેદ ઉપર રહેતું નથી. એનું લક્ષ દ્રવ્ય ઉપર જાય છે, અભેદ ઉપર જાય છે; ત્યારે ક્રમબદ્ધનો નિર્ણય સાચો થાય છે. તો કેવળજ્ઞાનીએ દીઠું તેમ થશે” (એમ) એણે કેવળજ્ઞાનીની સત્તાનો સ્વીકાર કર્યો, પોતાની સત્તાનો સ્વીકાર કર્યો ત્યાં પુરુષાર્થ આવી ગયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર: પ્રવચન નવનીત ભાગ-૧
બીજી વાતઃ એમાં (આત્મામાં) ક્રમવૃત્તિ (રૂપ) અને અક્રમવૃત્તિ (રૂપ) ગુણ છે. તો એની પર્યાય કમસર-ક્રમબદ્ધ જ થશે. એ ગુણને ધરવાવાળો ગુણી પ્રભુ- એ ગુણીની દૃષ્ટિ જયારે થાય છે, તો ગુણમાં જે પર્યાય ક્રમબદ્ધ આવવાવાળી છે (તે) ક્રમવૃત્તિગુણના કારણે તે જ થશે. સમજાય છે કાંઈ? થોડું ઝીણું પડે, પણ ધીમેથી પચાવવું, ભાઈ !
અહીં પછી બીજી વાત કેઃ “પરિણામોથી ઊપજતો થકો” એટલે કે “એક પરિણામ નહીં'. આજે સવારમાં કોઈ ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે એક સમયમાં એક જ પર્યાય ઉત્પન્ન થાય છે? તો કીધું છે. એક ગુણની એક. (એમ) અનંતા (પર્યાયો એક સમયમાં). “ પરિણામો” લીધાં છે ને...? અનંત ગુણનાં પરિણામ એક સમયમાં ઉત્પન્ન થાય છે. દ્રવ્યમાં અનંત ગુણ છે. જ્યારે દ્રવ્યની દૃષ્ટિ થઈ તો અનંત ગુણ જેટલી સંખ્યામાં છે, (એ – બધાં ગુણની નિર્મળ પર્યાય પ્રતિસમયે ઊપજે છે ).
આકાશના પ્રદેશનો અંત નથી. અલોકનો અંત કયાં આવશે? – કયાંય અંત નથી. લોકનો અંત છે, પણ અલોકનો અંત કયાં? દશે દિશાઓ આકાશ.. કયાં પૂરું થાય છે? – ક્યાંય પણ અંત નથી. આ (અનંત. અનંત.... પછી) શું છે? આહા.. હા ! એકવાર નાસ્તિથી વિચાર કરે તો પણ આ અસ્તિત્વની શ્રદ્ધા થઈ જાય (તમ) છે કે – આકાશ પછી શું આવશે?
ધુવારણ ગામમાં ૧૯૯૧માં બે ભાઈઓને આમ કહ્યું કે ભાઈ ! એટલો (પહેલા) વિચાર કરો, બીજું પછી રાખો કે આ (આકાશ) ચીજ છે, તો આ કયાં સુધી છે? અનંત અનંત અનંત અનંત યોજનમાં આ ચીજ છે. આ ચીજ (તો) અનંત અનંત યોજનમાં (પૂરી થતી) નથી; તો ત્યારે (એના) પછી શું? અને પછી છે; તો એનો અંત ક્યાં? આહાહા! અંદરથી માથું ફરી જાય એવું છે!! માથું એટલે દષ્ટિ. આકાશના પ્રદેશનો અંત શું? આકાશનો છેલ્લો પ્રદેશ ક્યાં? અલોકની વાત છે. એનો છેડો જ નથી. એટલો પ્રદેશ (આકાશના) છે. – એનાથી અનંતગુણા ગુણ તો એક આત્મામાં છે. આહા... હા... હા !
અહીં એમ કહ્યું: અનંત ગુણનાં પરિણામોથી ઊપજતો થકો. એક ગુણની પર્યાય, એમ નહીં; શ્રદ્ધાની પર્યાય ઉત્પન્ન થાય છે, આનંદની પર્યાય થાય છે; અરે! જેટલા અનંત ગુણ છે, એ બધાનાં પરિણામ વ્યક્ત-પ્રગટ – ઉત્પન્ન થાય છે. આહા.. હા! દ્રવ્ય ઉપર દષ્ટિ જવાથી, એ સંસ્થામાં જેટલા ગુણ છે, એ બધા ગુણનો એક અંશ વ્યક્ત-પ્રગટ થાય છે. સમ્યગ્દર્શના એકલું સમ્યગ્દર્શન થાય છે, એમ નથી; સમ્યગ્દર્શનની પર્યાયમાં આનંદનો અંશ, વીર્યનો અંશ (સાથે છે).
આત્મામાં વીર્ય-પુરુષાર્થ નામનો ગુણ છે. એ વીર્યગુણનું કાર્ય એ છે કે સ્વરૂપની રચના કરવી; એમ સુડતાલીસ શક્તિમાં આવે છે. શુભ અને અશુભ રાગની રચના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૫૩
કરવી, એ કાર્ય વીર્યગુણનું નથી. જ્યારે દ્રવ્યની દૃષ્ટિ થઈ ત્યારે જેટલા અંતરમાં અનંત (ગુણ ) છે, એની પ્રગટ અવસ્થાની રચના વીર્ય કરે છે, એ કાર્ય વીર્યનું છે. આહા... હા! પુરુષાર્થની સમ્યગ્દર્શન થાય છે, એમ કહેવું છે. એ (સમ્યગ્દર્શનની ) પર્યાય પણ ક્રમબદ્ધમાં આવે છે; પણ એ પુરુષાર્થથી થાય છે. અનંત નિર્મળ પર્યાયની રચના વીર્યગુણ કરે છે, તો એમાં ( ક્રમબદ્ધમાં ) પુરુષાર્થ આવ્યો કે નહિ ?
અને એ સમયે જે રાગ આવે છે તે આત્મામાં જે એક ભાવગુણ છે તેની વિકૃત પરિણતિ-ષટ્કારકરૂપે થાય છે; એનાથી રહિત થવું એવો ભાવગુણ છે. સુડતાલીસ શક્તિમાં છે. આહા... હા... હા ! આવી વાતો!! હવે એમાં સમજવું શું? જે પર્યાય ષટ્કારકરૂપે વિકૃત થાય છે, એ પર્યાયથી રહિત, ભાવ નામનો ગુણ છે; એનું પરિણમન ( વિકૃત) રહિતપણે થાય છે; વિકૃતસહિતપણે નહીં.
.
એ ‘ ક્રમબદ્ધ' નો નિર્ણય કરવામાં ‘દ્રવ્ય ' નો નિર્ણય થાય છે. દ્રવ્યમાં વીર્ય ’ એક એવો ગુણ છે કે જે સ્વરૂપની નિર્મળ રચના કરે; રાગની (રચના) કરે, એમ અમાં છે જ નહીં. આહા... હા !
રાગ આવે છે... તો અહીં જ્ઞાન, રાગ સંબંધી જ્ઞાન કરે છે. (છતાં) એ રાગ છે, તો એનું જ્ઞાન કરે છે, એમ પણ નથી. એ જ્ઞાનની પર્યાય સ્વનું જ્ઞાન કરે છે અને ૫૨નું જ્ઞાન (કરે છે. છતાં) ૫૨ છે, તો ૫૨નું જ્ઞાન કરે છે, એમ પણ નથી. એ જ્ઞાનની પર્યાય, પોતાના સ્વ-૫૨ પ્રકાશક સામર્થ્યથી પ્રગટ થાય છે. રાગ હો... પણ રાગ છે, તો અહીં (જ્ઞાનમાં) એ રાગનું જ્ઞાન થયું, એવું નથી. પોતાના જ્ઞાનની પર્યાયમાં સ્વ-પર પ્રકાશક તાકાત હોવાથી (જ્ઞાન થાય છે).
એ અનંતી પર્યાય દરેક પર્યાયમાં-વીર્યની રચના છે. એ અનંત પરિણામો પોતાના પુરુષાર્થથી પ્રગટ થાય છે. અને તે પરિણામો નિર્મળ ઉત્પન્ન થાય છે. મલિન (પરિણામ ) ની વાત અહીં છે જ નહીં.
–
એ સમયે જે રાગ છે, તે સંબંધી જ્ઞાન, પોતાથી પોતાના કારણે ઉત્પન્ન થાય છે. રાગ છે, તો રાગનું જ્ઞાન થાય છે, એમ નથી.
એમ કહ્યું ને...! “ પોતાના પરિણામોથી ઊપજતો થકો ... તો ‘રાગ' છે, એ કોઈ પોતાનાં પરિણામ નથી. રાગ-દયા, દાન આદિ-કાંઈ પોતાના સ્વભાવનાં પરિણામ છે? (નહીં). કારણ કે - આત્મામાં જેટલા ગુણ છે એમાં વિકૃત પર્યાય કરી શકે એવો કોઈ ગુણ જ નથી. અનંત ગુણ પવિત્રતાની પરિણતિ કરી શકે એવા છે. વિકૃત (પરિણતિ ) કરી શકે એવો કોઈ ગુણ અનંત ગુણમાં નથી. વિકૃતિ (પર્યાયમાં) થાય છે. એ તો પર્યાયદષ્ટિથી નિમિત્તને વશ થઈને થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪: પ્રવચન નવનીત ભાગ-૧
પણ જ્ઞાનીને જ્યારે “ક્રમબદ્ધ' નો નિર્ણય થયો, તો એનું (રાગનું) પણ જ્ઞાન (થયું). પણ રાગ થયો તો રાગસંબંધી જ્ઞાન થયું એમ પણ નથી. આહા.. હા ! સમજાય છે કાંઈ ?
“કમબદ્ધ એવાં પોતાનાં પરિણામોથી” (અર્થાત્ ) “પોતાનાં અનંત નિર્મળ પરિણામોથી ' (એટલે કે) જેટલા અનંત ગુણ છે એટલા પર્યાયમાં આવ્યા. એક ગુણની એક, પણ અનંત ગુણની અનંત પર્યાય, એક સમયમાં થઈ. જ્યાં સમ્યગ્દર્શન થયું, ક્રમબદ્ધનો નિર્ણય થયો, સર્વજ્ઞગુણનો નિર્ણય થયો, સર્વદર્શીનો ( નિર્ણય થયો), (એટલે કે ) સર્વ ગુણને ધરવાવાળા દ્રવ્યનો નિર્ણય થયો, તો અનંતા અનંતા જેટલા ગુણ છે તે બધા પરિણામમાં નિર્મળપણે ઉત્પન્ન થાય છે.
આહા.... હા ! ઝીણું બધું, ભાઈ ! સમજાય એટલું સમજવું, બાપુ! આ તો પરમાત્મા, ત્રણ લોકના નાથના ઘરની વાતું છે! એના પેટની વાતું છે!
પુરુષાર્થ વિના કોઈ પર્યાય થતી જ નથી. કેમકે વીર્યગુણ જે છે, એનું રૂપ અનંત ગુણમાં છે. (અર્થાત્ ) અનંત ગુણમાં પણ વીર્ય નામની શક્તિનું રૂપ છે. જ્યારે દષ્ટિ દ્રવ્ય ઉપર થઈ તો અનંત ગુણમાંથી વીર્યથી પર્યાય પ્રગટ થાય છે. “ભગવાને દીઠું તેમ થશે' એવો નિર્ણય જ્યાં થયો, તો પોતાની પર્યાયમાં અનંતી પર્યાયો પુરુષાર્થથી ઉત્પન્ન થાય છે.
બીજી વાત એ “પરિણામોથી ઊપજતો થકો” – (એટલે કેઃ) એ વખતે રાગ કે અજીવ બધી ચીજ બહારમાં (ભલે) હોય.. પણ એ સંબંધી જ્ઞાન, પોતાનું પોતાથી ઊપજતું થયું એ (પ) ચીજને જુએ છે કે (પર) ચીજને જાણે છે – એમ પણ નથી. પર ચીજને દેખવી-જાણવી, એમ તો છે જ નહીં. એ તો પોતાને જ દેખું-જાણે છે. કારણ કે પરને અને પોતાની પર્યાયને અત્યંત અભાવ છે. જો બન્નેમાં અત્યંત અભાવ છે; તો આ (જ્ઞાન) પર્યાય એને (પરને ) દેખે છે, એમ કહેવું તે તો અસદ્દભૂતવ્યવહારનયનું કથન છે. લોકાલોકસંબંધી અને પોતાના દ્રવ્યસંબંધિત જે (જ્ઞાન-) પર્યાય ઉત્પન્ન થઈ, તે (તો) પોતાના સામર્થ્યથી, પોતાના કારણે ઉત્પન્ન થઈ છે. લોકાલોક છે તો (જ્ઞાન- ) પર્યાય ઉપજી; એમ પણ નથી.
આહા... હા! હવે આ આટલે બધે જવું... કઠણ પડે, બાપુ ! પણ માર્ગ તો આ છે.
પોતાનાં પરિણામોથી ઊપજતો થકો” –બીજાંનાં પરિણામોને “જીવ” ન કહ્યાં. (એક બાજુ એમ કહે કેઃ) પર્યાય દ્રવ્યમાં જતી નથી અને દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. (તથા) અહીં એ કહ્યું કેઃ પરિણામોથી ઊપજતો થકી જીવદ્રવ્ય જ છે. એ અનંત ગુણનું પરિણમન (જીવ જ છે.) આહા... હા... હા !
જ્યારે “ક્રમબદ્ધ' નો નિર્ણય કરવા જાય છે ત્યાં જ્ઞાયકસ્વભાવ ઉપર (દષ્ટિ થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૫૫ છે) અને (જીવ અકર્તા ઠરે છે). અહીં આત્માનું અકર્તુત્વ સિદ્ધ કરવું છે. જુઓ ગાથા ઉપર છે: “હવે આત્માનું અકર્તાપણું દષ્ટાંતપૂર્વક કહે છે. ક્રમબદ્ધમાં પરની પર્યાયનું કર્તાપણું નથી. (ક્રમબદ્ધમાં) જ્ઞાતાપણું સિદ્ધ કરવું છે. “અકર્તુત્વ સિદ્ધ કરવું છે” એનો અર્થ: અસ્તિથી જ્ઞાતાપણું સિદ્ધ કરવું છે. તો જ્યારે જ્ઞાતાપણું સિદ્ધ થયું, ત્યારે રાગનો પણ કર્તા નહીં અને રાગથી જ્ઞાન થયું એમ પણ નહીં. આહા... હા ! આવી વાત છે, ભાઈ ! સમજાય છે કાંઈ?
એ.... પોતાનાં અનંતા શુદ્ધ પરિણામોથી, એમ કહ્યું ને.? પરનાં પરિણામો (થી) નહીં, રાગનાં (પરિણામથી) પણ નહીં- “પોતાના પરિણામોથી” (એટલે કે, જે પોતાના અનંત ગુણો છે, એની (જે) પવિત્ર પરિણતિ થઈ, એ પોતાનાં પરિણામ છે. વ્યવહારરત્નત્રયનો રાગ છે, એ પોતાનાં પરિણામ નથી, અને વ્યવહાર રત્નત્રયનો રાગ છે, તો એનું જ્ઞાન અહીં થયું, એમ પણ નથી. એ પોતાના જ્ઞાનની પર્યાય એટલી સામર્થ્યવાળી છે કે પરની અપેક્ષા રાખ્યા વિના. સ્વ-પરને જાણવાનું પરિણમન પોતાથી થાય છે. ઝીણી વાત બહુ, બાપુ !
આહા... હા.... હા! એ “પોતાનાં પરિણામોથી”. એક કોર કહે કેઃ પર્યાય દ્રવ્યની નહીં, પર્યાય પર્યાયની છે. એ “આતમીમાંસા' ન્યાય-ગ્રંથમાં પણ આવે છે. ધર્મી અને ધર્મ-બેઉ ભિન્ન છે. ધર્મી, ધર્મ નહીં અને ધર્મ, ધર્મી નહીં. આહા... હા... હા! અહીંયાં એમ નથી લીધું. અહીં તો પરથી ભિન્ન, પોતાનાં પરિણામ નિર્વિકારી ઉત્પન્ન થાય છે તો એ પરિણામ પોતાનાં છે, એ પરિણામ જ જીવ છે. (એમ લીધું છે).
બાપુ! વીતરાગ-માર્ગ !! એ કોઈ હળદરને ગાંઠિયે ગાંધી થઈ જવાય, એમ નથી. આ તો ઘણી ગંભીર ચીજ છે. આહા... હા! થોડાં શાસ્ત્ર વાંચ્યાં ને ભણ્યા, એટલે જ્ઞાન થઈ ગયું-એવી ચીજ નથી. ભાઈ ! ભગવાન આત્માનું જ્ઞાન થાય ત્યારે જ્ઞાન થાય છે. સમજાય છે કાંઈ ?
પોતાનાં પરિણામોથી”... “પરિણામોથી” એ બહુવચનઃ અનંત પરિણામને લીધાં. “ ઊપજતા થકા” – ઉત્પન્ન થતા થકા, “જીવ જ છે. એ જીવદ્રવ્ય જ છે. એ પર્યાય જીવની છે તો એ જીવદ્રવ્ય જ છે.
આહા... હા! આવી વાત છે! અરે પ્રભુ! આત્મામાં તાકાત છે, એ ક્ષણમાં કેવળજ્ઞાન લેવાની તાકાત છે. એને એવી વાત સમજવામાં ન આવે, એવું કલંક ન લગાડવું. અમે નહિ જાણી શકીએ, એમ ન કહેવું! (કેમ કે) એ (તો) કલંક છે. પ્રભુ! તારું કેવળજ્ઞાન ત્રણ કાળ, ત્રણ લોકને જાણે – એવી પર્યાય, એક ક્ષણમાં પ્રગટ થાય (તેમ ) છે. એક સમયમાં પ્રગટ થાય છે! આહા. હા ! એ પોતાના સામર્થ્યથી – દ્રવ્યનું લક્ષ કરવાથી - કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે !
મોક્ષ છે – એ મોક્ષના માર્ગથી ઉત્પન્ન થયો, એમ પણ નથી. (મોક્ષ થતાં)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬: પ્રવચન નવનીત ભાગ-૧ મોક્ષમાર્ગનો તો અભાવ-વ્યય થાય છે. અને વ્યયની અપેક્ષા ઉત્પાદન નથી. (તો) એ ઉત્પાદ, ઉત્પાદથી (છે). બહુ કહો તો દ્રવ્યના આશ્રયથી (મોક્ષ) ઉત્પન્ન થયો, એમ કેવામાં આવે છે. મોક્ષ-માર્ગનો તો વ્યય-અભાવ થઈ જાય છે. અને કેવળજ્ઞાન-મોક્ષ પર્યાય છે, એ તો ભાવવાળી છે. તો એ ભાવ ક્યાંથી ઉત્પન્ન થયો? કે: દ્રવ્યમાંથી ઉત્પન્ન થયો. – એમ એક અપેક્ષાથી કહેવામાં આવે છે. દ્રવ્ય “કર્તા' અને પર્યાય “કર્મ' એ પણ ઉપચારથી કથન છે. અમૃતચંદ્ર આચાર્યની “કલશટીકા” માં એવું આવે છે કે આ નિર્મળ પરિણામ પોતાનું “કાર્ય અને આત્મા કર્તા' – એ બે પણ ઉપચારથી છે. આહા... હા.. હા !
અરે ભગવાન! તારી તો અંદર બલિહારી છે! તું તો ભગવાન છો. ચૈતન્ય હીરલો! તારા હીરાની કિંમત શું !! આહા.. હા.. હા ! “બડા બડા બોલે નહિ, બડા ન બોલે બોલ; હીરા મુખસે ન કહે, લાખ અમારા મોલ'. એમ ભગવાનની કિંમત કરવા જતાં, બાપુ ! એ કિંમત વિનાની (અણમોલ) ચીજ; એ તો મહા ચીજ છે, બાપુ! એ કોઈ સાધારણ ચીજ નથી. સમ્યગ્દર્શન – જ્ઞાન, એ કોઈ સાધારણ ચીજ નથી. એના વિના, વ્રત લઈ લ્યો ને... પડિમાં લઈ
લ્યો ને... આ લઈ લ્યો-ધૂળ છે; બધું સંસાર છે. આહા... હા! જ્યાં મૂળ ચીજનાં ઠેકાણાં નથી, (તો) વ્રત – તપ - પડિમા – પૂજા – ભક્તિ આવી ક્યાંથી? એ તો બધા રાગ છે. (પણ) એ ધર્મનું કારણ છે, (એમ જો માને) તો એ મિથ્યાત્વ છે. આહા... હા! આકરી વાત છે, ભાઈ !
અહીં કહે છે. પોતાનાં પરિણામોથી ઊપજતો થકો “જીવ છે.' એમ નથી કહ્યું પણ “જીવ જ છે' (એમ કહ્યું). “નીવ ઇવ” સંસ્કૃતમાં છે. “નવ વ” – “જીવ જ છે”.
પ્રશ્ન: પ્રભુ! તમો તો કહેતા હતા ને... કે. પરિણામમાં દ્રવ્ય આવતું નથી. અને (અહીં) તમે આ પરિણામને દ્રવ્ય કહો છો!
સમાધાનઃ ભાઈ ! પરથી જુદાં અને પોતાનાં પરિણામથી અભિન્ન છે. અભિન્નનો અર્થ: પરિણામ દ્રવ્યમાં એકમેક થઈ ગયાં, એમ નથી. અભિન્નનો અર્થ: પરિણામ પરિણામીમાં અભેદ થાય છે, એકમેક થાય છે, એમ નથી. પણ એ (પરિણામ) સન્મુખ થયાં, તો પરથી વિમુખ થઈ ગયાં; તો એમ કહેવામાં આવ્યું (કેટ) પરિણામ આત્મામાં અભેદ થયાં. આહા... હા.. હાં.. હા !
આવો માર્ગ ત્રિલોકનાથ જિનેશ્વરદેવનો !! અરે! જેને સાંભળવા ય ન મળે, એ વિચારે ક્યારે અને એને બેસે કયારે? બાપુ! આવો (દુર્લભ) મનુષ્યદેહ ચાલ્યો જાય છે! એનો મૃત્યુનો જે સમય છે તે તો પાકો – ( નિશ્ચિત) છે. જેટલા દિવસ જાય છે એટલો મૃત્યુની સમીપ જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૧૫૭ અહીં કહે છે કેઃ “પોતાનાં પરિણામોથી” – એ પોતાનાં પરિણામ નિર્મળ લેવાં, વિકારી ન લેવાં. વિકાર થાય છે. પણ જ્યાં દ્રવ્યની દૃષ્ટિ થઈ, તો એમાં (જે) ભાવ નામનો ગુણ છે એના કારણે વિકારથી રહિત પરિણમન, એ એનું છે. વિકારનું જે જ્ઞાન થયું, વિકારની શ્રદ્ધા થઈ - એ પોતાથી થઈ (છે). એ વિકાર છે તો જ્ઞાન થયું અને શ્રદ્ધા થઈ, એમ નથી. એ શ્રદ્ધા અને જ્ઞાન થયાં તે પોતાનાં પરિણામ છે. રાગ પોતાનાં પરિણામ નથી. આહા... હા... હા! ઝીણી વાત છે.
અહીં કહ્યું કેઃ “ (પરિણામ) જીવ જ છે”. એક કોર પ્રભુ એમ કહે કેઃ પરિણામને ધ્રુવની અપેક્ષા નથી. “પ્રવચનસાર' ૧૦૧-ગાથા: જે પરિણામ ઉત્પન્ન થાય છે, એને ધ્રુવની અપેક્ષા નથી. એને (ઉત્પાદને) વ્યયની અપેક્ષા નથી. ધ્રુવને ઉત્પાદની અપેક્ષા નથી. આહા.. હા.... હા.... હા ! ' અરે ભાઈ ! એ ટાણાં ક્યારે મળે, બાપા! ભગવાન સર્વજ્ઞ ત્રિલોકનાથનું હૃદય “આ” છે. એનો અભિપ્રાય “આ” છે! સમજાય છે કાંઈ?
પરિણામ) જીવ જ છે. પરિણામ એનાં (જીવન) છે અને એનાથી ઉત્પન્ન થયાં છે ને.! નિમિત્તથી ઉત્પન્ન થયાં છે, એમ પણ નથી. અરે! વ્યવહારરત્નત્રય રાગ છે, તો એનાથી અહીં સમ્યગ્દર્શન થયું, એમ નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ છે તો રાગનું જ્ઞાન, રાગના કારણે થયું, એવું (પણ) નથી. પોતાના જ્ઞાનગુણ આદિ અનંત ગુણ-શક્તિ જે છે, તેનું અનંત પર્યાયરૂપે પરિણમન પોતાના કારણે થાય છે.
આહા.... હા... હા ! દ્રવ્ય સ્વતંત્ર. ગુણ પણ સ્વતંત્ર અને અનંત પર્યાયો ઉત્પન્ન થાય છે એ પણ સ્વતંત્ર. એ પર્યાય જ્યારે ઉત્પન્ન થાય છે, જેને અહીં “જીવ જ' કહી; તે નિશ્ચયથી તો (પોતાના) પદ્યરકથી ઉત્પન્ન થઈ છે. (અર્થાત્ ) જ્યારે નિર્મળ પર્યાય – સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર આદિ (ની) – થઈ; (ત્યારે) એ પર્યાયનો કર્તા” પર્યાય; પર્યાયનું કાર્ય પર્યાય; પર્યાયનું સાધન પર્યાય; પર્યાયથી પર્યાય; પર્યાય થઈને પર્યાય રહી; પર્યાયના આધારે” પર્યાય (થઈ ).
અરે. રે! ક્યાં પ્રભુનો માર્ગ! અને લોકો ક્યાં માની બેઠાં ! અને સત્ય વાત (બહાર) આવી તો કહે કે “એકાંત છે”. અરે પ્રભુ! “સમ્યક એકાંત' જ આ છે. આ ચીજ જ એવી છે! નય એક છે તો એક અંશનું જ લક્ષ કરે છે, તો એ બધું એકાંત છે. પ્રમાણ છે તે બન્ને અંશને (પ્રગટ) કરે છે, એ અનેકાંત છે: દ્રવ્યનું પણ જ્ઞાન અને પર્યાયનું (પણ) જ્ઞાન. અહીં તો દ્રવ્યનું જ્ઞાન થયું તો પર્યાયના જ્ઞાનનો નિર્ણય યથાર્થ થયો. “ક્રમબદ્ધ' નો નિર્ણય ત્યારે થયો, કે
જ્યારે દ્રવ્ય” નો નિર્ણય યથાર્થ થયો. તો “ક્રમબદ્ધ ' નો નિર્ણય થયો, ત્યારે “સર્વશ-પરદ્રવ્યજગતમાં છે” એવો નિર્ણય પણ, એને વ્યવહારથી થયો. સમજાય છે કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮: પ્રવચન નવનીત ભાગ-૧
પોતાનાં પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી”. - એ શું કહ્યું કે જે અનંત પરિણામોથી ઉત્પન્ન થયો (તે જીવ જ છે, અજીવ નથી). રાગ આવ્યો, તો એ રાગથી અહીં “જ્ઞાન” થયું – એમ નથી. “રાગ” એ અજીવ છે; જીવ નથી. શરીરાદિ અજીવ છે. એ અજીવથી (જ્ઞાન) થયું નથી. અનંત પરિણામો જે ઊપજ્યાં તે અજીવથી થયાં નથી. રાગથી થયા નથી. રાગનું જ્ઞાન, રાગથી થયું નથી.
આહા... હા! આવી ઝીણી વાત છે, ભાઈ ! શિક્ષણશિબિરમાં લોકો બહારથી-કયાં કયાંથી આવ્યા છે! (સત્યને) ખ્યાલામાં તો લેવું જોઈએ ને..! અરે ! મનુષ્યપણું ચાલ્યું જશે, ભાઈ ! જો વિપરીત શ્રદ્ધા થોડી પણ રહી ગઈ (તો તે મહા સંસારનું કારણ છે).
“મોક્ષમાર્ગ પ્રકાશક' માં પાંચમા અધ્યાયમાં ગૃહીત મિથ્યાત્વની વાત કહી. છઠ્ઠી અધ્યાયમાં કુગુરુ-કુદેવ કહ્યા. અને સાતમા અધિકારમાં જૈનસંપ્રદાયમાં જન્મ્યા એ પણ મિથ્યાદષ્ટિ કેમ રહે છે? એનો અધિકાર છે. મિથ્યાત્વનો એક અંશ પણ-શલ્ય એ પણ મહાસંસારનું કારણ છે. જૈનમાં જન્મ્યા-દિગંબરમાં, તો પણ ત્યાં મિથ્યાત્વ રહે છે, એની એને ખબર નથી. એનો અધિકાર સાતમો છે.
અહીં કહે છે કે: દ્રવ્યના નિર્ણયમાં અર્થાત્ ક્રમબદ્ધનો નિર્ણય કરવાથી જે પોતાના સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રનાં પરિણામ ઉત્પન્ન થયાં, તે રાગથી નહીં અને અજીવથી (પણ) નહીં. અહીંયાં (પંચ પરમેષ્ઠીને પણ) અજીવની સાથે લેશે. ખરેખર તો “આ જીવ' ની અપેક્ષાએ ભગવાન પંચપરમેષ્ઠી પણ જીવ નથી. - શું કહ્યું? – “આ દ્રવ્ય' ની અપેક્ષાએ તે પર – અદ્રવ્ય છે. ત્રણ લોકના નાથ પંચપરમેષ્ઠીઆદિ છે, તે પણ “આ દ્રવ્ય ની અપેક્ષાએ તે પર-અદ્રવ્ય છે. ત્રણ લોકના નાથ પંચપરમેષ્ઠી આદિ છે, તે પણ “આ દ્રવ્ય' ની અપેક્ષાએ
અદ્રવ્ય” છે; “આ ક્ષેત્ર” ની અપેક્ષાએ “અક્ષેત્ર” છે; “આ કાળ” ની અપેક્ષાએ “અકાળ” છે; અને “આ ભાવ' ની અપેક્ષાએ “અભાવ” છે. આહા.. હા... હા... હા! તો “આ (પોતાના) દ્રવ્ય ની અપેક્ષાએ તો એ (પંચપરમેષ્ઠી) “અદ્રવ્ય” છે. “આ જીવ” ની અપેક્ષાએ પંચપરમેષ્ઠી એ “આ જીવ ” નહીં, તે “અજીવ' છે. સમજાણું કાંઈ ?
થોડી ઝીણી વાત તો છે ભાઈ ! પણ સમજવાની તો ‘આ’ ચીજ છે. યથાર્થ જ્ઞાન અને યથાર્થ શ્રદ્ધા વિના, જે કાંઈ કરે, તે બધો સંસાર (–હેતુ) છે. “શુભભાવ” એ સંસાર.. છે. એ દયા-દાન-વ્રત-ભક્તિ-પડિમાનાં શુભ પરિણામ, એ “સંસાર છે'. સ્ત્રી-કુટુંબ –પરિવાર-લક્ષ્મીએ કોઈ “સંસાર” નથી. સંસાર તો અજ્ઞાનીને પોતાની પર્યાયમાં રહે છે. સંસાર કોઈ બીજામાં રહે? (–એમ નથી). સંસાર વિકૃત પર્યાય છે. વિકૃત પર્યાય આત્માની પર્યાયમાં થાય છે. તેથી સંસાર એની પર્યાયમાં રહ્યો. સંસાર કાંઈ બહારમાં નથી. સ્ત્રી-કુટુંબ-પરિવાર-લક્ષ્મી, એ સંસાર છે? – ના. એ તો પરચીજ છે. સંસાર તો તારી પર્યાયમાં જે શુભ રાગ અને અશુભ રાગ ઉત્પન્ન થાય છે એ... સંસાર છે. આહા.. હા ! ભારે આકરી વાતો, ભાઈ ! એ સંસાર અજીવ છે. તો એ અજીવથી અહીં જ્ઞાનપરિણામ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૧૫૯ ઉત્પન્ન થયાં, આનંદપરિણામ ઉત્પન્ન થયાં – એમ નથી. આહા... હા... હા ! આકરી વાત છે, ભાઈ !
ત્રણ લોકના નાથની વાણી આવતી હશે તે કેવી હશે!! આહા. હા! (જ્યાં) સંતો આવી વાતો કરે..! છદ્મસ્થ મુનિઓ આવી વાત કરે...! તો સર્વજ્ઞની વાણી-દિવ્ય-ધ્વનિમાં કેવું (આવતું હશે !!) જ્યાં ઇન્દ્રો પણ સમવસરણમાં ગલુડિયાની જેમ સાંભળવા બેસે.! પહેલાં સ્વર્ગના ઇન્દ્ર એક ભવતારી અને એની મુખ્ય ઇન્દ્રાણી (જે કરોડોમાં એક-મુખ્ય છે, તે પણ એક ભવતારી છે. બન્ને મનુષ્ય થઈને મોક્ષે જવાવાળા છે.) એ જ્યારે સાંભળવા જાય છે, તો (તે) વાણી કેવી હશે !! દયા પાળો.. વ્રત કરો – એ તો કુંભારે ય કહે છે.
(પહેલાં) જીવ લીધું ને...? હવે, “એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ” – એવી રીતે જીવની પેઠે અજીવ પણ ક્રમબદ્ધ. આહા... હા! એમાં પણ પર્યાય ક્રમસર (જે) થવાવાળી છે (તે) થાય છે.
આ મંદિર બન્યુંતો (એ) એની પર્યાયથી બન્યું છે. કોઈ કડિયાએ બનાવ્યું છે, એવું નથી. સમજાણું? આહારનો એક કોળિયો જે (હાથમાં) નીચે છે, તે આમ... ઊંચો થાય છે, તે એની પર્યાયથી થાય છે; હાથથી નહીં. (અને) જીવની ઇચ્છાથી (પણ) નહીં. આહા.. હા! “ અજીવ પણ ક્રમબદ્ધ”.
શરીરની આવી જે પર્યાય છે, એ ક્રમબદ્ધમાં આવવાવાળી છે, તે આવી છે. હું ધ્યાન રાખું તો (શરીર) બરાબર રહી શકે. પથ્ય આહાર કરું તો નીરોગતા રહી શકે. એ બધી વાત ( મિથ્યા છે). પરદ્રવ્યની પર્યાયને દવા નીરોગી કરે – એ અહીં ના પાડે છે; કે: નીરોગતા પણ શરીરની પર્યાયનો ક્રમ છે, તો થાય છે.
એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યને ક્યારેય સ્પર્શતી નથી. “સમયસાર ' ત્રીજી ગાથાની ટીકામાં છે. દરેક પદાર્થ પોતાના ગુણ-પર્યાયરૂપી ધર્મને ચુંબે છે, પરદ્રવ્યને ક્યારેય સ્પર્શતા જ નથી. આ આત્મા છે, તે કર્મને ક્યારે ય અડયો જ નથી. આ આત્મા શરીરને પણ સ્પર્ધો જ નથી; અને શરીર આત્માને સ્પર્યું નથી. આહા.. હા ! સમજાય છે કાંઈ ?
આ લાકડી ઊંચી થાય છે. જાઓ! કહે છે કેઃ (આ) ક્રમબદ્ધપર્યાયથી આમ ઉત્પન્ન થઈ છે. આંગળીનો આધાર છે તો ઉત્પન્ન થઈ છે, આંગળીથી ઉત્પન્ન થઈ છે – એમ ત્રણ કાળમાં નથી. પણ એ (અજ્ઞાની જીવ) સંયોગથી જુએ છે. એ અહીં જોતો નથી. એ અહીં (નિમિત્ત) જુએ છે, પણ અહીં (ઉપાદાન) જુએ તો એની પર્યાય અહીં (પોતા) થી છે. પણ આ (સયોગ) જુએ છે કે જુઓ આ (આંગળીથી આમ ઊંચી) થઈ છે કે નહિ? પણ એ (આંગળી) તો બીજી ચીજ છે. આહા. હા!
(અહીં “એવી રીતે) અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી” – એમાં આ બહુવચન આવ્યું. અજીવ ઘણા છે ને.. ? એ બધાં અનંત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬O: પ્રવચન નવનીત ભાગ-૧
આ પાટડો છે. તે નીચેના આધારે રહ્યો નથી. એ એક એક પરમાણુમાં (પોતપોતાના) પકારક (છે). પોતાના આધારે (દરેક ) પરમાણુ રહ્યાં છે; પરના આધારે નહીં. આહા. હા! આ તે કોણ માને? સંયોગ- (દષ્ટિવાળા) ન માને. એ સંયોગથી જુએ છે. એ પોતાથી રહ્યો છે, એમ એ જતા નથી! (શ્રોતાઃ) તો આ થાંભલો કોણે બનાવ્યો? (ઉત્તર) (એની) પર્યાય બનાવ્યો છે. એ તો જડની પર્યાયથી (આ) થાંભલો બન્યો છે. આ પુસ્તક બને છે, એ જડની પર્યાયથી બને છે. અક્ષર લખે છે, તો એ અક્ષર (જીવની) ઇચ્છાથી તો નથી થયા, કલમથી પણ થયા નથી.
આહા.. હા! આવી વાત છે!! “એમ” પ્રભુનો પોકાર છે! ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવનો ‘આ’ પોકાર છે: અજીવની - પરમાણુની દરેક ગુણની પર્યાય, જે સમયે થવાવાળી (છે તે) થાય છે, તે પોતાથી થાય છે; પરના કારણે થતી નથી ! આહી.. હા... હા!
અહીં તો એકોતરની સાલથી કહેતા હતા કે “કર્મથી પોતામાં ( –આત્મામાં) વિકાર થતો નથી'. એ પ્રશ્ન ઈશરીમાં ૨૦૧૩ની સાલમાં ચાલ્યો. તે એમ કહે કે “કર્મથી – નિમિત્તથી વિકાર થાય છે. તો કહ્યું કે “ત્રણ કાળ, ત્રણ લોકમાં નિમિત્તથી ( વિકાર) થતો નથી. – આ તો (દુનિયાથી ) જુદી વાત છે !
પદ્રવ્યની પર્યાય - એક પરમાણુની પર્યાય, બીજા પરમાણુની પર્યાયને ક્યારે ય સ્પર્શતી નથી. પરમાણુની પર્યાયને જીવ કરે, એમ કેમ બને? કેમ કે અજીવનાં (જે) પરિણામે ઊપજે છે, એ અજીવ જ છે.
આહા... હા! એ અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી (ઊપજે છે). આહા.. હા! એ ‘ક્રમબદ્ધ' માં મહા ભગવંત બિરાજે છે! “ક્રમબદ્ધ” નો નિર્ણય કરવામાં ભગવાન નજરમાં આવે છે; ત્યારે “ક્રમબદ્ધ” નો સાચો નિર્ણય થાય છે. આહા.. હા ! એવી વાત છે, ભાઈ ! “અજીવ પણ ક્રમબદ્ધ".
આ પુસ્તક છે, તે (આ) ઘોડીના આધારે રહ્યું છે? –નહીં. એમ કહે છે. એ પોતાની પર્યાય પોતાના આધારે, પોતાના કારણે (આમ) છે. પરમાણુ (એ) પર્યાય (રૂપે) પોતાના કારણે છે; પરના કારણે (એ) પરમાણુ (નથી).
તત્ત્વાર્થસૂત્ર” માં એવું છે - સિદ્ધાંત તો એમ ચાલ્યો છે કેઃ બે ગુણ અધિક હોય (એટલે કે, એમાં અહીં જો ત્રણ ગુણ હોય અને બીજામાં પાંચ ગુણ હોય, તો પાંચ ગુણ થઈ જાય છે. એ તો નિમિત્તનું કથન છે કે: (એક) પરમાણુમાં પાંચ ગુણ ચીકાશની પર્યાય છે અને બીજા પરમાણુમાં ત્રણ ગુણની છે તો તે પાંચ ગુણમાં આવી જાય, તો પાંચ થઈ જાય છે. (પણ) એ આ પંચ ગુણના મળવાથી પાંચ થઈ છે, એમ નથી. ક્રમબદ્ધમાં એનો પાંચ થવાનો કાળ છે, તો પાંચ થાય છે.
વિશેષ આવશે...
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
"
[પ્રવચનઃ તા. ૨૫-૭-૭૯ ]
સમયસાર ' સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર. આ અધિકાર મોક્ષ અધિકારની ચૂલિકા છે. ચૂલિકાનો અર્થ એ છે કે: પહેલાં કહ્યું હોય તે પણ કહેશે અને ન કહ્યું હોય તે પણ વિશેષ કહેશે. એમાં ઘણું સ્પષ્ટ આવ્યું છે. કોઈ પ્રશ્ન કરે કે ભાઈ! ૧૪મી ગાથા ને ૩૮મી ગાથા! તો એમાં બધું આવી જાય છે. ૧૪મી ગાથામાં એ કહ્યું કેઃ પોતાનો ભગવાન આત્મા અબદ્ધ છે; રાગથી બદ્ધ નથી; કર્મથી બદ્ધ નથી; અને એક પર્યાય જેટલો (પણ) નથી. તો ‘એ વાત ’ અહીં આવે છે. ભગવાન ( આત્મા ) અબદ્દસૃષ્ટ છે. અબદ્વત્કૃષ્ટમાં નાસ્તિથી થન છે. અસ્તિથી કહો તો મુક્તસ્વરૂપી ભગવાન અંદરમાં છે. દ્રવ્યસ્વરૂપ જે દ્રવ્ય-વસ્તુ છે, તે તો મુક્ત સ્વરૂપ છે. એને અબદ્ધ કહીને જે મુક્ત સ્વરૂપનું જ્ઞાન કરે છે, મુક્ત સ્વરૂપની પ્રતીતિ કરે છે, મુક્ત સ્વરૂપનો અનુભવ કરે છે, તે આખા જૈનશાસનનો અનુભવ કરે છે. એ ૧૫મી ગાથામાં કહ્યું. તો એમાં ૧૪મી, ૩૮મી ( ગાથામાં) બધું આવી ગયું છે. ૭૩મી ગાથામાં પણ એ કહ્યું કે: આ એક સમયની પર્યાય અને પરથી તો ભગવાન ભિન્ન જ છે. રાગથી પણ ભિન્ન છે. અને સ્વદ્રવ્યના આશ્રયથી પોતાની જે નિર્મળ-ધર્મની પર્યાય ઉત્પન્ન થાય છે, એ ( પર્યાય ) પટ્કારકના પરિણમનથી ઉત્પન્ન થાય છે. દ્રવ્યથી પણ નહીં. અહીં એ કહ્યુંઃ પોતાનો આત્મા મસ૨ પોતાનાં નિર્મળ પરિણામે ઉત્પન્ન થાય છે. વસ્તુ તો વસ્તુ છે ત્રિકાળ. ત્રિકાળ નિર્મળ, શુદ્ધ-બુદ્ધચૈતન્યઘન-સિદ્ધસ્વરૂપ પ્રભુ (આત્મા) શુદ્ધ છે, બુદ્ધ છે, જ્ઞાનનો પિંડ છે! ‘સિદ્ધ સમાન સદા પદ મેરો '. એમાં એ ષટકારકની પરિણતિ-ધર્મની હોં! વિકારની નહીં-ધર્મની પરિણિત જે પર્યાયમાં છે, ( અર્થાત ) પોતાની પર્યાયમાં ચૈતન્ય શુદ્ધ ભગવંતનો અનુભવ, એની પ્રતીતિ, એનું જ્ઞાન, એમાં લીનતા (થાય છે) –એ પર્યાય, પારકથી પોતાથી ઉત્પન્ન થાય છે. આહા... હા... હા! –એ કહ્યું તે જ અહીંયાં કહ્યું (કેઃ ) · પોતાનાં પરિણામોથી ઉત્પન્ન થાય છે'. -એનો અર્થ: એ નિર્મળ પરિણામ ષટ્કારકી ઉત્પન્ન થાય છે.
"
.
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૬૧
આહા...હા...હા ! ઝીણી વાત છે, ભાઈ ! ધર્મ-વીતરાગનો ધર્મ-વીતરાગ-સ્વભાવથી ઉત્પન્ન થાય છે. વીતરાગસ્વભાવ એ પોતાનાં પરિણામ છે. તો એ પરિણામ ઉત્પન્ન ક્યાંથી થયાં ? કે: ત્રિકાળી વીતરાગસ્વભાવ છે એના આશ્રયથી થયાં. સમજાણું કાંઈ? આ તો પહેલી લીટીના થોડા શબ્દ છે: જીવ ક્રમબદ્ધ એવાં પોતાનાં પરિણામોથી (ઊપજતો થકો જીવ જ છે)”. દ્રવ્ય તો દ્રવ્ય જ છે. પણ એની જે નિર્મળ પર્યાય થાય છે, તે પણ ‘ક્રમબદ્ધ' ( છે ). પોતાની પર્યાયના કાળમાં (થાય છે). એ પર્યાયની જન્મક્ષણ છે. એ પર્યાયની ઉત્પત્તિનો કાળ છે. ‘પ્રવચનસાર ’ ગાથા ૧૦૨માં (છે).
આહા... હા ! “ પોતાનાં પરિણામોથી ઊપજતો થકો ”– (એમ ) કેમ કહ્યું ? કેઃ પરિણામ દ્રવ્યની પર્યાય છે. એ અપેક્ષાથી કહ્યું. બાકી દ્રવ્યથી (પરિણામ ) ઉત્પન્ન થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨: પ્રવચન નવનીત ભાગ-૧ છે, એ પણ વ્યવહાર છે. સમજાય છે કાંઈ ? ઝીણી વાત છે, ભાઈ ! “પોતાનાં પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે”.
પોતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એ પોતાના પરિણામોથી ઉત્પન્ન થાય છે. ચાર ઘાતિ (કર્મ) નો નાશ થાય છે તો (જ્ઞાન), કેવળજ્ઞાનપણે ઉત્પન્ન થાય છે, એવી અપેક્ષા નથી. આહા.... હા! એમ એક દર્શનમોહનીય કર્મ છે, જો એનો અભાવ થાય છે, તો અહીં સમ્યકત્વની પર્યાય થાય છે; એવી પણ અપેક્ષા નથી.
એમ પોતાના આત્મ (-દર્શન) -સમ્યગ્દર્શન (અર્થાત્ ) શુદ્ધ ચૈતન્ય આત્માનો સાક્ષાત્કાર (અર્થાત્ ) જેવો આત્મા છે તેવો, જ્ઞાનમાં આવીને, અનુભવમાં આવીને, પ્રતીતિ કરી અને પછી એમાં લીનતા થાય છે. –એ લીનતા, પણ પોતાના દ્રવ્યના આશ્રયે થાય છે. પણ ખરેખર તો એ લીનતા, પોતાના પકારક પરિણમનથી ઉત્પન્ન થાય છે. દ્રવ્ય (ના) આશ્રયે ઉત્પન્ન થાય છે, એ પણ એક વ્યવહારસંબંધ બતાવવો છે. બહુ ઝીણી વાત!
એ વાત તો ચાર દિવસ ચાલી. આજે પાંચમો દિવસ છે. એ તો ગંભીર વાત છે, પાર નહીં (આવે) એવી (છે) ! અમૃતચંદ્ર આચાર્યની ટીકા અને કુંદકુંદાચાર્યનો શ્લોક, એક એક શ્લોકમાં ગંભીરતાનો પાર નહીં !! આહા.... હા.. હા!
અહીં હવે બીજું આવ્યું. જીવ પોતાની પર્યાયમાં ક્રમથી-ક્રમકાળમાં-પોતાના ઉત્પત્તિકાળમાં પોતાનાં પરિણામોથી ઉત્પન્ન થાય છે. અહીં પરિણામ નિર્મળ લેવાં, મલિન નહીં. કેમ કે દ્રવ્યમાં અનંત ગુણો હોવા છતાં પણ, એવો કોઈ ગુણ નથી કે જે પર્યાયને વિકૃત કરે. એવા અનંત ગુણનો પિંડ પ્રભુ (આત્મા) પોતાની પર્યાયથી ઉત્પન્ન થાય છે. એવી (જ) રીતે અજીવ પણ પોતાની પર્યાયથી ક્રમસર (ક્રમબદ્ધ) ઉત્પન્ન થાય છે. આહા.... હા.... હા! સમજાય છે કાંઈ? “અજીવ પણ ” કેમ કહ્યું? કેઃ જીવની વાત પહેલાં ચાલી છે ને...? તો અજીવ પણ (ક્રમબદ્ધ).
આ આંગળી આમ... આમ હાલે છે. એ પર્યાયમાં ક્રમબદ્ધ-સ્વકાળમાં હાલવાની ક્રિયાનું પરિણામ છે. થવાનું હતું તો થયું છે. (એ) આત્માથી થયું છે, અને આત્માએ ઈચ્છા કરી તો આંગળી ચાલે છે, ( એમ નથી). ભગવાનની પૂજામાં (બોલે છે ને....) સ્વાહા...! એ સ્વાહાની ભાષાની પર્યાય, અજીવમાં ક્રમસર થવાવાળી થઈ છે. ઝીણી વાત ! આહા... હા !
મંદિર બનાવ્યું ને...! એ તો અજીવની પર્યાય, (જે) કમથી આવવાવાળી હતી, તે આવી છે. એમાં આત્માને શું? એ તો અહીં કહે છે “અજીવ પણ ક્રમબદ્ધ”. એ પૈસાની પર્યાય, જે સમયે એ ક્ષેત્રમાં આવવાવાળી હતી. (છતાં) તેમાં (કોઈ) માની લે કે “પૈસા મારા છે' તો એ મિથ્યા-મૂઢ છે. પૈસાની-અજીવની-પર્યાય ક્રમબદ્ધમાં, જે સમયે જ્યાં ક્ષેત્રોતરમાં થવાવાળી છે, ત્યાં થાય છે. (તેમ છતાં, કોઈ ) બીજો પ્રાણી કહે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૬૩ કેઃ મેં રાગ કર્યો, પુરુષાર્થ કર્યો, તો આ પૈસા કમાયો, તે ભ્રમ અને અજ્ઞાન છે. આહા... હા!
રોટલી બને છે. તો રોટલીની પર્યાય, લોટની તે સમયે થવાવાળી હતી, તે થઈ છે. એ સ્ત્રીથી થઈ છે, એમ નથી. (તેમ જ) તવા-તાવડીથી થઈ નથી અને અગ્નિથી થઈ નથી. સ્ત્રીની ઈચ્છા રોટલીની હતી તો થઈ છે, એમ પણ નથી. ગજબ વાત છે! અને એ લોટ લઈને (એના ઉપર) વેલણ ફેરવે છે. તો વેલણ એને (લોટને) અડે છે, એમ નથી. એ વેલણથી એ રોટલી આમ પહોળી થાય છે, એમ નથી. એની પર્યાય ક્રમબદ્ધમાં એવી થવાવાળી હતી, તો થાય છે. આહા... હા.... હા !
જિજ્ઞાસા: આ દેખાય તો છે!
સમાધાનઃ એ દેખાય છે, એ તો મૂઢ (જીવ) સંયોગથી જુએ છે. એની પર્યાયથી જુએ, તો એની પર્યાય એનાથી થઈ છે. જુએ છે સંયોગથી આ વેલણથી અગ્નિથી ! જોવાવાળાની દષ્ટિમાં ફેર છે.
જિજ્ઞાસા: રૂપિયા આવે તો છે!
સમાધાનઃ કોની પાસે રૂપિયા આવે? એ તો જડની પર્યાયનો, જે સમયે એ ક્ષેત્રમાં આવવાનો ક્રમ હતો તે મુજબ આવી છે. એના (માણસના ) પુણ્યથી આવી છે, એમ કહેવું, એ પણ નિમિત્તનું કથન છે. પૂર્વના પુણ્ય છે, એ તો જડની પર્યાય છે. અને એ પરમાણુ જુદી પર્યાય છે. અને આ પૈસા આવે છે, તે બીજી પર્યાય છે. તો પુણ્યથી પૈસા આવ્યા, એમ કહેવું,
એ નિમિત્તનું કથન છે.
આહા.... હા... હા! બહુ (ઝીણી) વાત ! પ્રભુનો માર્ગ!! પ્રવચનમાં પ્રશ્ન થયો હતો) કે: ઈશ્વર કર્તા છે કે નહીં? તો કહ્યું કેઃ (ઈશ્વર) ક્યાંય કર્તા નથી. અહીંયા પો પ્રભુની પૂજા કરે છે, એમાં જે અવાજ આવે છે ને...! સ્વાહા....! તે જડની પર્યાયમાં, ક્રમબદ્ધ થવાવાળી હોવાથી, (આમ) થાય છે. (પણ) સ્તુતિ કરવાવાળો (જો) એમ માને, કે “હું” આમ ભાષા કરું છું ને સ્તુતિ કરું છું” , અર... ૨! એ તો મિથ્યાત્વનું પોષણ છે.
અહીં કહે છે કે શરીરની પર્યાય પણ જ્યારે જે ક્ષેત્રે જવાની યોગ્યતા હોય છે, ત્યાં ક્રમબદ્ધ થાય છે. એ અહીં કહે છે કે “અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી”.
અહીંયાં પર્યાયની દશાને “પરિણામ” કહે છે. “પરિણામ” કેમ કહ્યાં? કેઃ “નિયમસાર” ૧૪મી ગાથામાં એવો સંસ્કૃત (પાઠ) છે: “પરિ સમન્વીત મેનેતિ ઋતતિ પૂર્ણાય:” પર” એટલે સમસ્ત પ્રકારે નમી ગઈ. પર્યાય પોતાથી જ થઈ છે. પરિણામ સમસ્ત પ્રકારે નમી” એટલે “નમન” એટલે “ઉત્પન્ન થવું” એ પરિણામ પોતાથી ઉત્પન્ન થયાં છે; દ્રવ્યથી નહીં; ગુણથી નહીં; પરથી નહીં. આહા. હા! આવું સાંભળવા ક્યાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪: પ્રવચન નવનીત ભાગ-૧ મળે? “પરિ સમજ્જાત” ક્રમબદ્ધપર્યાય (ને) પરિણામ કેમ કહ્યાં? કે: “મેતિ છતાંતિ પર્યાય:”—દ્રવ્યમાં પર્યાયરૂપી ભેદ ઉત્પન્ન થાય છે. અર્થાત્ જે સર્વ તરફથી ભેદને પ્રાપ્ત થાય, તે પર્યાય છે. પરિણામ પણ પર્યાય છે. તો દ્રવ્યમાં એ સર્વ પ્રકારે ભેદ થઈને પોતાનાં પરિણામ પોતાથી ઉત્પન્ન થાય છે. પરના કારણે અજીવની પર્યાય થાય (એમ નથી).
એવો કાયોત્સર્ગ લગાવવો.... આવો કાયોત્સર્ગ લગાવ્યો....! ભાઈ ! એમ નથી. એ શરીરની પર્યાય, ક્રમે એમ થાય છે, તો આમ થાય છે. (શ્રોતા:) કાર્યોત્સર્ગ (લગાવે તો છે ને?) (ઉત્તર) કોણ લગાવે? કોઈ લગાવતા નથી. માને છે.... “મેં આમ કર્યું .. એ તો એનું અભિમાન છે. અજ્ઞાની માને છે કે અમે એમ કરીએ છીએ. ભગવાનની સ્તુતિ પણ ચાલે છે... તો વાણીની પર્યાયથી ચાલે છે. અને ક્રમસર પર્યાય છે, તેથી ચાલે છે. આહા... હા! અને મંદિર થયું.... ઉપર ભગવાનની પ્રતિમા (સ્થાપી). એ પણ કમસર તે જડની-અજીવની પર્યાય હોવાને કારણે આમ ઉત્પન્ન થઈ છે. એ પરમાણુમાં, “ભૂતિ છતીતિ” એ સમયે ભેદરૂપ પર્યાયની ઉત્પત્તિ છે, તો કમસર ઉત્પન્ન થાય છે. બીજો જીવ કે બીજો અજીવ, એને બનાવે એમ ત્રણ કાળમાં થતું નથી.
(બ્રાંતિથી લાગે કે ) “મેં કર્યું... મેં કર્યું” “એવું મેં કર્યું. મેં કર્યું. (પણ ) અહીંયાં તો દરેક અજીવની પર્યાય વ્યવસ્થિત છે. વ્યવસ્થિતનો અર્થ વ્યવસ્થા. વ્યવસ્થાનો અર્થ, વિશેષ અવસ્થા (અર્થાત્ ) વિશેષ અવસ્થા. એ સામાન્ય, જે પરમાણુદ્રવ્ય છે, એની વિશેષ અવસ્થાને વ્યવસ્થા કહે છે. એ પરમાણુની વ્યવસ્થા, દ્રવ્યમાં પર્યાયથી થાય છે. આહા.... હા.... હા ! સમજાણું? ઝીણી વાત છે, ભાઈ !
અત્યારે તો આ તત્ત્વનો ફેરફાર બહુ થઈ ગયો છે. ભગવાનની સ્તુતિ કરીને, ભગવાનને ચોખા-કેસર ચઢાવ્યાં... અને માની લ્ય છે કે અમને ધર્મ થાય છે! અરે... રે! (અત્યારે કેટલાક) તો ભગવાનને પંચામૃતથી અભિષેક કરે છે! ભગવાન તો વીતરાગ છે, એની મૂર્તિને પણ પચામૃત હોતું (જ) નથી.
એ (ભગવાનની) સ્થાપના થઈ છે. તે એની ક્રમ પર્યાયથી સ્થાપના થઈ છે. સ્થાપના કરવાના ભાવવાળો હતો, અને એના ક્રમમાં (આ જે ) શુભભાવ આવવાનો હતો, તો તે (ભાવ) આવ્યો (છે). એ શુભભાવ ને સ્થાપના–બધો ક્રમ છે; બધા ક્રમમાં આવ્યા છે. ભોપાલમાં પંચકલ્યાણક હતું. ચાલીસ હજાર માણસ વ્યાખ્યાન સાંભળતા હતા; પણ એ બધી પર્યાય આવવાવાળી હતી; તો આવ્યા. ભાષાને પણ નીકળવાનો કાળ છે, તો ભાષા નીકળે છે. પ્રભ ! એવી વાત છે. એ જડ છે. તો જડ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી ઉત્પન્ન આહા... હા ! “ આ વાત’ કેમ બેસે ?
જિજ્ઞાસા: નિશ્ચયથી આમ છે? સમાધાન: નિશ્ચયથી અર્થાત્ પયાર્યથી. જેવી વસ્તુની સ્થિતિ છે એવી એ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧: ૧૬૫ એનાથી વિપરીત માનવું, એ વિપરીત દષ્ટિ છે. [ પ્રશ્નમાં એમ સ્પષ્ટ કરાવવું છે કેઃ] નિશ્ચયથી એમ; પણ વ્યવહારથી તો થાય છે ને? (નશ્ચયથી) (તો) નહીંપણ વ્યવહારથી તો કરી શકીએ ને? (-એમ નથી).
અહીં તો કહે છે. શ્રીમદ્ રાજચંદ્ર તો એક વાર કહ્યું કે: “એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ, પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વરેચ્છા હશે તે થશે”. -પત્રાંક: ૪૦૮.) એક તરણું-તણખલાના બે ટુકડા કરવા, એ આત્માની શક્તિ નથી. ટુકડાની પર્યાય ક્રમબદ્ધમાં થવાવાળી છે, તો થાય છે.
જિજ્ઞાસા: પુરુષાર્થ તો કરે ને?
સમાધાનઃ પુરુષાર્થ તો અજ્ઞાનનો કરે છે! (ભલે) માનેઃ “હું ખેડ કરું છું ને બળદ હુલાવું છું ને...! ' એ બધાં અભિમાન-મિથ્યાત્વ છે.
અહીં એ કહે છે. એવી રીતે-જીવની પેઠે, જીવની જેમ-અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી... આહા.... હા ! પરિણામો કેમ કહ્યાં? –દરેક પરમાણુમાં અનંત ગુણ છે, તો એક સમયમાં અનંતી પર્યાયો ઉત્પન્ન થાય છે. એક પરમાણુમાં એક સમયમાં અનંતી પર્યાય (ઊપજે છે). કેમકેઃ ગુણ અનંત છે ને..! તો એની અનંતી પર્યાય ક્રમબદ્ધમાં-ક્રમસરમાં જે આવવાવાળી છે, તે આવે છે. આહા.... હા ! આવું કામ !
આ શહેર મારું. ગામ મારું. અમે (ત્યાં) રહેવાવાળા....! તો એ (શહેર-ગામ) તો બીજી ચીજ છે, અને રહેવાવાળો બીજી ચીજ છે. ભાઈ ! તું તો આત્મામાં રહેવાવાળો છો. રાગમાં પણ રહેવાવાળો નથી. તો પછી શહેર (–ગામ) માં રહેવાવાળો (ક્યાંથી થયો?) આહા... હા ! ઘણો ફેર છે.
અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી ઉત્પન્ન થાય છે. આહા... હા ! પાણી અગ્નિના નિમિત્તથી ઊનું થાય છે. તો કહે છે કે પાણીમાં ઉષ્ણ થવાના ક્રમથી તે ઉષ્ણ થવાની પર્યાય થવાનો કાળ હતો તો, ઉષ્ણ થયું; અગ્નિથી નહીં. સમજાણું કાંઈ? આ તો દષ્ટાંત છે. સિદ્ધાંત તો એક જ છે કે પ્રત્યેક અજીવ પદાર્થ, પોતાના સ્વકાળે-કમસરમાં આવવાવાળા પરિણામથી પરિણમે છે. પણ ખરેખર પરમાણુ-અજીવમાં પણ જે પરિણામ થાય છે, તે પકારકથી પરિણમન થાય છે. એ પરમાણુનાં પરિણામ પણ (પોતે પોતાથી થાય છે). “પંચાસ્તિકાય” ગાથા-૬રમાં એમ પાઠ છે. જીવ અને કર્મ-બેયને પોતાથી પરિણામ થાય છે. એ ચર્ચા ઈશરીમાં થઈ હતી કે ‘વિકાર પોતાથી થાય છે, પરથી નહીં'.
અહીં તો હુજી નિર્મળ પર્યાયની વાત ચાલે છે. નિર્મળ પર્યાય પણ પોતાથી કમસર થવાવાળી છે, ત્યારે થાય છે. એનો અર્થ કે ધર્મની-નિર્મળ પર્યાયને આશ્રય લેવો છે દ્રવ્યનોવ્યવહારે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬: પ્રવચન નવનીત ભાગ-૧
(અહીં કહે છે કે:) (જ્યારે ) પર્યાય, પોતાના દ્રવ્ય તરફ ઝૂકે; પર્યાયનું મુખ બદલે; (એટલે કેઃ) પર્યાયનું મુખ, રાગ અને પુણ્ય-દયા-દાન અને વિકલ્પ ઉપર છે, એ પર્યાય (પોતાનું) મુખ, (જ્યારે) પોતાના દ્રવ્ય તરફ બદલે; તો “દષ્ટિ' દ્રવ્ય ઉપર જાય છે, ત્યારે એને ક્રમબદ્ધમાં સમ્યગ્દર્શન અને ધર્મ થાય છે.
જિજ્ઞાસાઃ મુખ કેમ બદલવું?
સમાધાનઃ કેમ કરવું...? આ છે; એને આમ કરવું. મોટું આમ (બહિર્મુખ) છે, તેને આમ (સ્વસમ્મુખ) કરવું! સમજાણું કાંઈ ?
ગમે તે કોઈ પરનું કરી શકે એમ હોય, તો જુઓ આ (આંગળી) આમ છે, તો (એને) (બીજી બાજુ ) કરી દો. (પણ) એમ નહીં થાય ! આ આ બાજુ રહેશે. આહા... હા ! વાત ] બહુ ઝીણી, બાપુ!
ભગવાન સર્વજ્ઞ પરમાત્માએ અનંત દ્રવ્ય જોયાં છે. તો અનંત, અનંતપણે ક્યારે રહેશે? કે: અનંતમાં એક દ્રવ્યની પર્યાયને, બીજો કર્તા ન હોય, તો અનંત, અનંતપણે રહેશે. જો બીજું દ્રવ્ય બીજાની પર્યાયનો કર્તા થાય, તો એ દ્રવ્ય, એ પર્યાય વિનાનું રહ્યું. પર્યાય વિનાનું દ્રવ્ય રહેતું નથી. અને એ જ એક પર્યાય ન રહી, તો બીજાનો કર્તા (થાય) છે, તો એ પર્યાય પણ રહી નહીં. પર્યાય વિનાનું દ્રવ્ય રહેતું નથી. (છતાં એક દ્રવ્યની પર્યાયનો કર્તા, બીજા દ્રવ્યને માને, તો એના અભિપ્રાયમાં) તો દ્રવ્યનો પણ નાશ થાય છે. સમજાય છે એમાં? આહા.... હા ! ઝીણી વાત છે! દુનિયાથી જુદી જાત છે. અત્યારે તો...!
અહીં તો કહે છે. કોઈ પણ પરમાણુના સ્કંધમાં જે પરમાણુ છે, તે પરમાણુ પણ કમસર (પોતે) પોતાની પર્યાયથી ઉત્પન્ન થાય છે. એ (પરમાણુ) સ્કંધમાં આવ્યા છે, તો એવી (પર્યાય) થઈ, એમ નથી. એ પરમાણુની લોહીની જે પર્યાય થઈ, તે આ (આહારના) પરમાણુ (જે) અહીં (હોજરીમાં) આવ્યા તો (એ) લોહીની પર્યાય થઈ, એમ નથી. એ પરમાણુની પર્યાય, લોહીની થવાની યોગ્યતાથી, ક્રમબદ્ધમાં આવવાવાળી છે, તે (પર્યાય) આવી છે. આહા... હા!
પ્રભુ! તું તો જ્ઞાતા-દ્રષ્ટા છો ને..! જાણવા–દેખવાવાળો જો કર્તા થઈ જાય, તો મિથ્યાત્વપણું આવી જાય છે. તું તો જ્ઞાતા-દ્રષ્ટા છો. અહીં તો “અકર્તા” સિદ્ધ કરવું છે. ગાથાને મથાળે છે ને..? “હવે આત્માનું અકર્તાપણું દષ્ટાંતપૂર્વક કહે છે”. અમૃતચંદ્ર આચાર્યને અકર્તુત્વ (સિદ્ધ કરવું છે).
(વેદાંત) ઈશ્વને કર્તા કહે છે. (પણ) અહીં તો કહે છે કે: દ્રવ્ય, પર્યાયનું કર્તા નથી. કોઈ ચીજનો કર્તા, ઈશ્વર તો નથી. પણ ચીજની જે પર્યાય છે, એ પર્યાયનું કર્તા દ્રવ્ય નથી. બીજાં દ્રવ્ય તો કર્તા નથી (જ). આહા.... હા... હા! આકરી વાત છે, ભાઈ ! આ તો પરમાત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથે સર્વજ્ઞસ્વભાવમાં પદાર્થની જેવી મર્યાદા અને સ્થિતિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧ઃ ૧૬૭ જોઈ છે, એ વાત છે! દુનિયા માને કે ન માને, “સત્યને કાંઈ સંખ્યાની જરૂર નથી. લાખો માને તો એ સત્ય કહેવાય અને થોડા માને તો અસત્ય કહેવાય, એવું કાંઈ છે નહીં.
સ્ત્રી કપડામાં ભરત ભરે છે-એ પર્યાય, સ્ત્રીના આત્માએ કરી–એવી (માન્યતા) હરામ છે! કપડામાં ભરત (ભરીને) એ અહીંયાં ગોઠવી દીધું-એ સ્ત્રીએ કર્યું? એની ઈચ્છા થઈ તો થયું? -બિલકુલ જૂઠું છે! ભરત પણ પોતાની પર્યાયમાં ક્રમબદ્ધમાં જે પર્યાય થવાવાળી છે, તે થાય છે. તોરણમાં મોતી ગોઠવીને હાથી બનાવે છે-એ ગોઠવણી, એની પર્યાયે કરી (છે). સ્ત્રીએ આંગળીથી કરી (છે), એમ નથી !
(શ્રોતા ) સોય લાગવાથી લોહી નીકળે છે ને? –એ ય નહીં. પોતાથી લોહીની પર્યાય નીકળી છે! જુઓઃ આ આંગળી છે (એને) આ (શરીરમાં દબાવો તો જે ) આમ ખાડો થયો... પણ એ આંગળી, એને (શરીરને) અડી પણ નથી, અને આમ ખાડો (જ) થયો, એ ખાડાની પર્યાય, પરમાણુમાં કમસર થવા યોગ્ય થઈ છે; આંગળીથી થઈ નથી ! સમજાય છે કાંઈ ?
જિજ્ઞાસા સાફ દેખાય તો છે કે (ખાડો) આંગળીથી થયો!
સમાધાન: એ વાત પણ સંયોગથી જાએ છે. એની પર્યાયને જુએ તો આંગળી તો બીજી ચીજ છે; અને એ ત્યાં બીજી ચીજ છે. પણ એ સંયોગથી જુએ છે. પણ એની પર્યાય એમાં ઉત્પન્ન થઈ છે, એ દષ્ટિથી તો જોતો નથી !
ઝીણી વાત છે, ભાઈ ! અત્યારે તો ઘણી ગરબડ થઈ ગઈ છે ને..! “મેં પુસ્તક બનાવ્યું”. (એ માન્યતા વિપરીત છે). એ પુસ્તક પણ પોતાની (ક્રમબદ્ધ ) પર્યાયથી થાય છે!
આચાર્ય મહારાજ તો કહે છે. આ ટીકા અમે બનાવી, એમ મોહથી ન નાચો ! અમે તો જ્ઞાતા (છીએ). અમે અમારા સ્વરૂપમાં છીએ. અમારા સ્વરૂપથી બહાર નીકળીને, આ ટીકાની રચના થઈ, અને વિકલ્પ આવ્યો તો ટીકાની રચના થઈ; એમ પણ નથી. અને વિકલ્પ આવ્યો છે, તો મારું કર્તવ્ય એ વિકલ્પ છે, એમ પણ નથી. આહા.... હા! “હું તો જ્ઞાતા (છું ) '.
“અકર્તા' સિદ્ધ કરવું છે ને...? આત્મા પરનો તો કર્તા નહીં, પણ રાગનો પણ કર્તા નથી. દયા-દાન-વ્રતાદિના વિકલ્પ આવે છે, પણ એનો કર્તા આત્મા નથી. કારણ કે “આત્મા પવિત્ર પિંડ પ્રભુ છે. એ વિકારને કેમ કરે? ચક્રવર્તી રાજાને મકાનની ધૂળ વાળવાનું બતાવવું; કે મકાનમાંથી ધૂળ કાઢી દે! તેમ ભગવાન આત્મા અનંત પવિત્ર ગુણનો પિંડ, એને દયા–દાનવિકલ્પનો કર્તા બનાવવો-એ “ચક્રવર્તીને ધૂળ વાળવાનું કહેવા” જેવી વાત છે. એ દષ્ટાંત શાસ્ત્રમાં આવે છે. દિગંબર શાસ્ત્રોમાં દષ્ટાંત-ન્યાય બધુંય ભર્યું છે, જ્યાં જ્યાં જે જોઈએ, તે બધું ભર્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮: પ્રવચન નવનીત ભાગ-૧
ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે”. જોયું! એ પર્યાયને અજીવા કહ્યું. અજીવની પર્યાયને અજીવ કહ્યું. જીવની પર્યાયને જીવ કહ્યું. નહીંતર (તો) જીવ દ્રવ્ય છે, તે પર્યાયમાં આવતું નથી. તેમ (જ) અજીવ દ્રવ્ય પણ પર્યાયમાં આવતું નથી. (પણ અહીં) અત્યારે એમ લેવું છે કે એ પર્યાય એના (દ્રવ્ય) થી થઈ છે. એ બતાવવા અને પરથી થઈ નથી અને કમસર આવવાવાળી છે તે (પર્યાય) આવી છે, એ બતાવીને (કહ્યું કે) અજીવનાં પરિણામ અજીવ છે. આહા.... હા ! એમ કેમ કહ્યું કે: અજીવનાં પરિણામ અજીવ છે. અર્થાત્ સાથે બીજો જીવ હોય, તો એનાથી એમાં થયું? –એમ નથી. એની ના પાડે છે. જુઓ ! “અજીવ જ છે, જીવ નથી”, “જીવ નથી' એમ કેમ કહ્યું? કારણ કે, જીવ સંયોગમાં હોય અને એનાથી તે પર્યાય જડની થઈ છે; એવું ત્રણ કાળમાં નથી.
આહા... હા! આ વાત (બેસે નહીં, ) પછી લોકો એમ કહે: સોનગઢનું એકાંત છે... એકાંત છે. કહે તો કહો.... પ્રભુ! આ ભગવાન કહે છે. આ કોની વાત છે? –ત્રણ લોકના નાથ તીર્થંકરદેવ સીમંધર ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણી છે. તે કુંદકુંદાચાર્ય સાક્ષાત્ સાંભળી છે. અને અહીં આવીને આ શાસ્ત્ર બનાવ્યાં (છે). (શ્રોતાઃ) આપે પણ સાંભળી છે? (ઉત્તર) અમે પણ સાક્ષાત્ સાંભળવામાં સાથે હતા. પણ એ વાત..! આ તો (અહીં) ભગવાન કુંદકુંદાચાર્યની વાત કરીએ છીએ. આહા... હા... હા!
અહીં “અજીવ જ છે” એમ લીધું. તો કોઈ એમ કહે કે “એ એકાંત નથી ?' કથંચિત અજીવથી પર્યાય થઈ અને કથંચિત્ જીવથી થઈ, એમ અનેકાંત કરો ! (પણ) એ અનેકાંત નથી. પ્રભુ! એ તો એકાંત છે.
એ કહે છે કેઃ અજીવની પોતાની અજીવ ઉત્પન્ન થયું, એ અજીવ જ છે. આહા.... હા! આ હોઠ ચાલે છે... તો (તે) અજીવની પર્યાય અજીવ જ છે. એમ કેમ કહ્યું કે “જીવ નથી ? અંદર જીવ છે, તો એનાથી હોઠ હાલ્યો, એમ નથી; માટે “જીવ નથી.' આહા... હાં.. હા ! આ તો અભિમાન છોડાવવું છે.
(શ્રોતા:) મડદું ક્યાં બોલે છે? (ઉત્તર) મડદું પણ ચાલે છે. સાંભળ્યું છે? અમારે મોટા ભાઈ હતા. તે ૧૯૫૭ની સાલમાં ગુજરી ગયા. અમારી ઉંમર ૧૧ વર્ષની હતી. (સંવત) ૧૯૪૬માં જન્મ છે. તેઓ સાંજે ગુજરી ગયા. અમે જોયું કે રાત્રે છાતી ઉપર કોશ મૂકી કે જેથી મડદું ઉભું ન થઈ જાય. તો એમ મડદા ઉપર કોશ રાખે છે. બાકી તો મડદાની એવી પર્યાય ઊભા થવાની નહોતી. તો (કોશનું) નિમિત્ત આવ્યું. પણ (પર્યાય) ઊભા થવાની હતી, ને (કોશ) રાખી, તેથી (મદું ) ઊભું ન થયું-એમ પણ નથી.
છપ્પનિયો દુકાળ મોટો હતો ને...! નજરે જોયું છે. ચાલીશ-પચાશ ગાયો ઊભી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૬૯
હતી. ભરવાડ ઊભો હતો. ગાયોની આંખમાં આંસુ... અરે! ચારપાંચ દિવસથી ઘાસનું એક તણખલું મળ્યું નથી. ક્યાંથી લાવે પણ? ઘાસ જ નથી ઊગ્યું ને. હમણાં પણ સાંભળ્યું છે: અહીં ઘાસ વિના ૧૨-૧૪ ઢોર મરી ગયાં. થોડું થોડું ઘાસ ઊગ્યું છે. તો ઘણું ફરે તો ખાઈ શકે. બહુ ફરવાની શક્તિ ન હોય, તેથી (ભૂખે ) મરી ગયાં. પણ જે સમયે જે પર્યાય થવાની હતી તેવી થાય છે. ઘાસ ન મળ્યું, માટે દેહ છૂટી ગયો, એમ નથી. દેહની છૂટવાની પર્યાય હતી. દેહમાં આત્મા રહ્યો, તો આયુષ્યના કારણે રહ્યો, એમ પણ નથી. આયુષ્ય છે તે જડ છે. અને ભગવાન આત્મા ચૈતન્ય તો જડથી આત્મા, અંદરમાં રહી શકે, એમ નથી. શરીરમાં રહેવાની પોતાની પર્યાયની ક્રમસરમાં થવાવાળી, યોગયતાથી એટલાં વર્ષ ૨હે છે. અને જ્યારે યોગ્યતા છૂટી જાય છે, તો છૂટીને (બીજી ગતિમાં જાય છે). સમજાણું કાંઈ ?
અહીં તો ધર્મી જીવની (વાત છે). મનુષ્યમાંથી સ્વર્ગમાં (જાય છે). એ દષ્ટાંત પોતાનું લીધું છે. કારણ કે એ આચાર્ય, દેહ છોડીને સ્વર્ગમાં જવાવાળા છે. ‘પંચાસ્તિકાય ’ માં પણ ચાર ગતિનું દૃષ્ટાંત લીધું છે. મનુષ્યથી સ્વર્ગ અને સ્વર્ગથી પછી મુખ્ય થઈને, કેટલાક સંતો-કુંદકુંદ આચાર્ય આદિ-કેવળજ્ઞાન પામીને મોક્ષ જવાવાળા છે. એવી સ્થિતિ છે. મનુષ્યનું દૃષ્ટાંત એવું લીધું કે ‘મનુષ્ય મરીને સ્વર્ગમાં જાય છે'. મનુષ્ય મરીને નરક અને તિર્યંચમાં જાય છે, એવું ન લીધું. કારણ કે પોતાની વાત કરી. પોતાનો દેહુ ક્રમથી છૂટી જશે, ત્યારે ક્રમથી અમને સ્વર્ગની ગતિ મળશે. (કેમકે ) કેવળજ્ઞાન નથી, પૂર્ણ પ્રાપ્તિ નથી, તો દેહ તો મળશે. પણ એ જડ મળશે. જડના કારણથી સંયોગ મળશે. પોતાની યોગ્યતાને કારણે ત્યાં સ્વર્ગમાં રહે છે. નરકમાં પણ અત્યારે શ્રેણિક રાજા છે. શ્રેણિક રાજા (ખરેખર નરકમાં નથી. તે પોતાની પર્યાયમાં અને ગુણમાં છે. ૫૨ને ક્યારેય અડયા પણ નથી. તો ૫૨માં ૨હે, એમ ક્યાં છે? બહુ કઠણ, ભાઈ! સમજાય છે કાંઈ ?
કોઈએ પ્રશ્ન કર્યો હતો કે: શ્રેણિક રાજા મરીને નરકમાં ગયા. તો જુઓઃ નરક ગતિનો ઉદય આવ્યો તો તેમને (નરકે) જવું પડયું! પહેલાં અશાતના કરી હતી; તેથી નરકનું આયુષ્ય મોટું બંધાઈ ગયું. પછી મુનિ મળ્યા અને મુનિ પાસે સમ્યક્ત્વ પામ્યા. અને જે મોટી સ્થિતિ ( આયુષ્યની ) બંધાઈ હતી તે તૂટીને ૮૪ હજાર વર્ષની રહી. હજી અત્યારે ત્યાં છે. પણ એ (ત્યાં) પોતાની પર્યાયની યોગ્યતાથી છે. ગતિનો ઉદય છે, એ કારણથી (તે) ત્યાં ગયાછે, એમ નથી.
નામકર્મની ૯૩ પ્રકૃતિમાં એક અનુપૂર્વી પ્રકૃતિ છે. તે અનુપૂર્વી પ્રકૃતિ શું છે કેઃ એક ગતિમાંથી બીજી ગતિમાં લઈ જવું. એમ કહેવાય છે. એ કથન બધું નિમિત્તથી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦: પ્રવચન નવનીત ભાગ-૧
જેમ બળદને નાકમાં નાથ છે, તેને ખેંચે ને? તેમ અનુપૂર્વી ખેંચીને લઈ જાય છે, એમ લેખ છે. (એ તો) અનુપૂર્વી પ્રકૃતિ છે, એમ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ( કથન) છે. બાકી પોતાની પર્યાયની યોગ્યતાથી ક્રમસર આવ્યા પ્રમાણે સ્વર્ગમાં જાય છે, નરકમાં જાય છે. અનુપૂર્વીથી (એમ થાય છે), એ બિલકુલ જૂઠું છે.
“ પોતાનાં પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી ” –આ અનેકાંત. (પર્યાય ) જીવથી પણ થાય અને અજીવથી પણ થાય, તો અનેકાંત-એ અનેકાંત નથી. (અર્થાત્ ) પોતાની પર્યાય કથંચિત્ પોતાથી અને ચિત્ પરથી ( થાય ) એમ કહો, તો અનેકાંત સિદ્ધ થાય છે, એમ નથી. “ જીવ નથી ” (એટલે કે) જીવની પર્યાય, એને (અજીવની પર્યાયને ) ઉત્પન્ન કરી શકે, એમ બિલકુલ છે જ નહીં. આહા... હા !
66
હવે દષ્ટાંત આપે છે: ‘કારણ કે જેમ [કંકણ આદિ પરિણામોથી ઊપજતા એવા ] સુવર્ણને કંકણ ( -કડું-વીંટી ) આદિ પરિણામો સાથે તાદાત્મ્ય છે”. ( અર્થાત્ ) સોનું જે દાગીનારૂપે થયું, એ દાગીનાથી-પરિણામથી સોનાનું તાદાત્મ્ય છે. જેમ ઉષ્ણતાની સાથે અગ્નિનું તાદાત્મ્ય છે. જેમ જ્ઞાનની સાથે આત્માનું તાદાત્મ્ય છે-તસ્વરૂપે છે. એમ સુવર્ણનું પોતાની કંકણ-પર્યાય સાથે તાદાત્મ્ય છે. ૫૨થી ઉત્પન્ન થયું જ નથી. એ કંકણ, સોનામાંથી થયું (છે ). એ સોનીથી થયું નથી. કેમકે, એ ( સુવર્ણનું ) તાદાત્મ્ય ( પણું, એનાં) પરિણામોથી છે. એ (કંકણઆદિ ) પરિણામ સોનાથી ઉત્પન્ન થયાં છે. દાગીનાની અવસ્થા સોનાથી ઉત્પન્ન થઈ છે; સોનીથી નહીં, થોડીથી નહીં, અને એરણથી નહીં.
આહા... હા ! આવી વાતો!! આકરું લાગે માણસને. આખો દી અમે આ વેપાર ધંધા કરીએ છીએ ને... આ કરીએ છીએ. કોણ કરી શકે? બાપુ! એ તો સંયોગથી જુએ છે. બાકી સંયોગી પર્યાય તો એના કારણે થાય છે. અને તું માને છે કે ‘ એ અમારાથી થઈ ’. એ તો મિથ્યાત્વનું પોષણ છે. આ મિથ્યાત્વ સંસાર છે. એ મિથ્યાત્વ જ આસ્રવ અને સંસાર છે. એ (કર્તૃત્વબુદ્ધિરૂપ) અહંકાર કાઢવો, (અને ) ભેદજ્ઞાન કરવું, એ અલૌકિક વાત છે! ‘જડની પર્યાય મારાથી (થાય) નહીં. અને મારી પર્યાય જડથી (થાય) નહીં'. –એમ ભેદ કરવો !
એ અહીં કહે છે કેઃ સુવર્ણનું કંકણ આદિ પરીણામો સાથે તાદાત્મ્ય છે. જે સોનાના દાગીના થાય છે, એ પરિણામ, એ સોનાનાં છે. એ પરિણામની સાથે સુવર્ણનું તાદાત્મ્ય છે કે? એ પરિણામોની સાથે સોનીનું તાદાત્મ્ય છે? એ દાગીનાની સાથે એરણનું તાદાત્મ્ય છે કે એ પરિણામોની સાથે હથોડીનું તાદાત્મ્ય છે? (–એમ નથી. ) આહા... હા ! દાગીના (જે) ઉત્પન્ન થયા, એ હથોડીથી નહીં; એરણથી નહીં; સોનીથી નહીં; પૂર્વ પર્યાયથી પણ નહીં. (અને) એક સમયમાં જે પર્યાય, ક્રમબદ્ધ ઉત્પન્ન થઈ છે, એ પૂર્વ પર્યાયથી પણ નહીં. અને નિશ્ચયથી તો સુવર્ણના દ્રવ્ય-ગુણથી પણ નહીં. આહા... હા... હા... હા!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧ઃ ૧૭૧ તાદાભ્ય કહ્યું ને...! “તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાભ્ય છે”. (અર્થાત્ ) જીવનાં પરિણામનું તાદાભ્ય, પોતાના આત્મા સાથે છે. અજીવનાં પરિણામનું અજીવની સાથે તાદાભ્ય છે. એક પરમાણુનું પરિણમન (તે જ) પરમાણુ સાથે તાદાભ્ય છે. કોઈ પણ ચીજના પરિણામ તે તે (ચીજ–તત્ત્વ) સાથે તસ્વરૂપે છે. (તેને) પરની સાથે કાંઈ સંબંધ નથી ! આહા... હા... હા !
આ શિક્ષણ શિબિરમાં આવા અર્થ કાઢયા છે? આ (જ વસ્તુસ્થિતિ) છે, બાપુ! અરે... રે અનાદિ કાળથી ચોર્યાશી લાખ (યોનિ) ના અવતારમાં, ભાઈ ! ભૂલી ગયો! (શ્રોતા )
બીજા પૂછે તો બોલી શકાય ને? (ઉત્તર) બીજા પૂછે કે ન પૂછે” , એ જાણે. અહીં તો વસ્તુસ્થિતિ આ છે! “આ બીજા પૂછે', એની તો અહીં વાત ચાલે છે. હજારો માણસોની વચ્ચે તો “આ વાત ચાલી રહી છે. “પૂછે” –એ ભાષાની પર્યાય, પણ પૂછવાવાળાના હાથમાં (-અધિકારમાં) નથી. એવી વાત છે, ભાઈ ! આ પરમ સત્યની વાત છે. આહા... હા! “આમ જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી”.
પ્રશ્ન: જીવ પોતાના પરિણામોથી તો ઉત્પન્ન થાય છે ને? એટલું તો કારણ અને કાર્ય કરે છે ને? જીવ પોતાનાં પરિણામનું તો કાર્ય કરે છે ને? તો (જો) પોતાનાં પરિણામનું કાર્ય કરે, તો બીજાનાં પરિણામનુંપણ કાર્ય કરે ! જેમ એક ગોવાળ, એક ગાયને ચરાવા લઈ જાય; તો બીજો કહે કે “અમારી ગાયને પણ સાથે લઈ જાવ. એમ, બીજા દ્રવ્યનાં પણ પરિણામ કારણરૂપથી હોય, તો એમાં (વાંધો ) શું છે?
સમાધાન: જુઓ, પ્રભુ! આત્મામાં એક અકાર્યકારણ નામનો ગુણ છે. ૪૭ શક્તિમાં (આ) ૧૪મી શક્તિ છે. આત્મા પરનું કાર્ય નથી અને આત્મા રાગ અને પરનું કારણ નથી. “જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્યસ્વરૂપ અકાર્ય કારણત્વશક્તિ. [ જે અન્યનું કાર્ય નથી અને અન્યનું કારણ નથી એવું જે એક દ્રવ્ય તે
સ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ”.) “જે અન્યથી કરાતું નથી” (અર્થાત ) આત્મામાં જડથી કોઈ પર્યાય કરાતી નથી. અને આત્મામાં સમ્યગ્દર્શનની પર્યાય, રાગથી કરાતી નથી. “જે અન્યથી કરાતું નથી”—અન્યમાં પરદ્રવ્ય અને રાગ બધું લેવું. કેમકે અહીં શક્તિનું વર્ણન છે. અને શક્તિના વર્ણનમાં નિર્મળ પર્યાય જ લીધી છે. પાછળ જે ક્રમ (વૃત્તિરૂપ) –અક્રમ (વૃત્તિરૂપ) શક્તિ લીધી છે, એમાં અક્રમ તે ગુણ અને ક્રમ તે પર્યાય. પણ એ “ક્રમ ” પર્યાય નિર્મળ લીધી છે. એમાં (આત્મામાં) અંદર જે શક્તિ છે, તે વસ્તુના ગુણ છે અને ગુણને ધરવાવાળું જે દ્રવ્ય છે, તે પવિત્ર છે; તો શક્તિ (–ગુણ) પણ પવિત્ર છે. તો એ પવિત્રતાના (-ગુણનાં) પરિણામ પણ પવિત્ર છે. સમજાય છે કાંઈ ? રાગનાં પરિણામ, એ આત્માનાં છે, એમ અહીં (લેવું) નથી. શક્તિના વર્ણનમાં શરૂઆતમાં અને છેલ્લે બે ઠેકાણે એમ લીધું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨: પ્રવચન નવનીત ભાગ-૧
પ્રવચનસાર” માં ૪૭ નયનો અધિકાર લીધો છે, ત્યાં જ્ઞાન (–પ્રમાણજ્ઞાનથી) બતાવવા માટે જરી લીધું છે કેઃ ધર્મી જીવ ગણધર છે; એને જે શાસ્ત્ર રચવાનો જરી વિકલ્પ આવ્યો, તે એનું પરિણમન છે. તેથી (તેને) એનો (વિકલ્પનો) કર્તા કહેવામાં આવે છે. પરિણમનની અપેક્ષાએ “કર્તા” કહેવામાં આવે છે. કરવા લાયક છે, માટે “કર્તા” એમ નથી. આહા.. હા! સમજાય છે કાંઈ ? “પ્રવચનસાર' માં એમ લીધું: કર્તા નય છે. ભોકતા નય છે. અહીંયાં એ ન લેવું. અહીં આ દ્રવ્યદૃષ્ટિનો વિષય છે. શક્તિનું વર્ણન છે.
જિજ્ઞાસાઃ “સમયસાર' માનવું કે “પ્રવચનસાર'?
સમાધાન: બને (માનવા), જ્ઞાનની પ્રધાનતાથી, જાણવા લાયક તે ચીજ છે; એમ જ માનવું. (અને) દષ્ટિની અપેક્ષાએ, પોતાના પરિણામ નિર્મળ જ થાય છે; એમ માનવું.
(“સમયસાર' પરિશિષ્ટમાં શક્તિના વર્ણન પહેલાં) એક પ્રશ્ન છેઃ “જેમાં ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે એવા આત્માને જ્ઞાનમાત્રપણું કઈ રીતે છે?” [ પણ અહીં “કમ' માં નિર્મળ લેવાં. આ “ક્રમ” માં મલિન ન લેવું.) ઉત્તર: “પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત એક જ્ઞતિમાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી (આત્માને જ્ઞાનમાત્રપણું છે)”. એ અનંત શક્તિમાં “ક્રમ” ને તો નિર્મળ લીધું છે.
બીજાં જે “પંચાસ્તિકાય” માં, ૬ર-ગાથામાં લીધું, ત્યાં તો વિકારની પર્યાય પણ સ્વતંત્ર પકારકથી પરિણમે છે; એમ લીધું છે. ત્યાં (પ્રવચનસાર” માં) તો શેય અધિકાર છે, તેથી શેયને બતાવે છે.
અહીં (૪૭ શક્તિ) તો દષ્ટિપ્રધાન શક્તિનું વર્ણન છે. બધી શક્તિ પવિત્ર છે. અને પવિત્ર (શક્તિ) ને ધરનારો પ્રભુ, પવિત્ર દ્રવ્ય છે. તો પવિત્રમાંથી મમાં અપવિત્રતા આવે એ વાત નથી. અપવિત્રતા આવે છે, પણ એ અપવિત્રતાનું અહીં જ્ઞાન કરે છે. એ જ્ઞાનની પર્યાય, એ પોતાની છે. આહા.... હા... હા! સમજાય છે કાંઈ ?
કાલે કહ્યું હતું ને...આત્મામાં એક ભાવ નામનો ગુણ છે. ૩૩મી “ભાવશક્તિ ' છે: “ વિદ્યમાનઅવસ્થાવાળાપણારૂપે ભાવશક્તિ. [ અમુક અવસ્થા જેમાં વિદ્યમાન હોય એવાપણારૂપ ભાવશક્તિ”.) એ ભાવશક્તિના કારણે પર્યાય નિર્મળ થાય જ છે. અહીં નિર્મળની વાત છે, “હું કરું? તો પર્યાય થાય, એવો વિકલ્પ પણ ત્યાં નથી. આહા.... હા! જ્યાં દ્રવ્ય ઉપર દષ્ટિની પર્યાય ઝૂકી, ત્યાં દ્રવ્યમાં જે ભાવ નામનો ગુણ છે, તે કારણે અનંત ગુણની પર્યાય, નિર્મળ જ પ્રગટ થાય છે. એ “ભાવ ( ગુણ )' અહીં લીધો. અને એક “ભાવશક્તિ” ૩૦મી છે. જાઓ! [“કર્તા, કર્મ આદિ] કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી [ –હોવામાત્રમયી, થવામાત્રમયી] ભાવશક્તિ. આહા... હા! બે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૭૩
પ્રકારની ભાવશક્તિ! એક ભાવશક્તિ અનંત ગુણમાં પડી (વિધમાન ) છે; તો દરેક ગુણની પર્યાય, જે સમયે થવાવાળી છે, તે થશે. થશે ને થશે જ. એ ‘હું કરું' તો થશે, એમ નથી. અને એક ભાવશક્તિ-વિકારનું પરિણમન ષટ્કારકરૂપે થાય છે, એનાથી રહિત પરિણમન, એ ભાવશક્તિનું ફળ છે.
વિશેષ કહેશે.....
***
[પ્રવચનઃ તા. ૨૬-૭-૭૯ ]
સમયસાર ૩૦૮ થી ૩૧૧. ‘ ક્રમબદ્ધ' ની વ્યાખ્યા આવી ને...! એ ‘ક્રમબદ્ધ' માં પ૨ના કાર્ય-કારણનો અભાવ થાય છે. વિશેષ સ્પષ્ટીકરણ આવે છે એનું કારણ આ કે: “ જીવ પોતાનાં પરિણામોથી ઊપજે છે”. એ ‘ ક્રમબદ્ધ' માંથી કાઢયું. જ્યારે જીવ પોતાનાં પરિણામોથી ઊપજે છે, તો ‘ ક્રમબદ્ધ’ માં એનો નિશ્ચય (થતાં, દષ્ટિ) જ્ઞાયક ઉપર જાય છે. એ વાત અહીં છે કેઃ જ્ઞાયક ઉપર દષ્ટિ થઈ, તો એ જીવનાં પરિણામ, પોતાનાં પરિણામોની સાથે તાદાત્મ્ય છે. એવી રીતે જીવ પોતાનાં પરિણામોથી ઊપજે છે. અહીં નિર્મળ (પરિણામ ) ની વાત છે હોં! પોતાનાં પરિણામોથી તે જીવ ઊપજે છે.
જીવ દ્રવ્ય તો છે જ. પણ ( તે ) પરિણામોથી ઊપજે છે. (અહીં કહ્યું કે આમ જીવ પોતાનાં પરિણામોથી ઊપજતો હોવા છતાં... ” ) ( અહીં ) “ છતાં ” કેમ કહ્યું ? કેઃ પોતાનાં પરિણામોથી તો ઊપજે છે, એટલું તો કાર્ય કરે છે ને? પોતાનાં પરિણામોથી તો ઊપજે છે ને, નથી ઊપજતો, એમ તો નથી; તો એમ કેઃ પોતાનાં પરિણામોથી ઊપજે છે, તો પરનાં પણ પરિણામ કરે ! જો ( પોતાનાં પરિણામથી ) ઊપજતો ન હોય, (અર્થાત્ ) (જો પોતાનું) કાર્ય કરતો ન હોય, તો તો ૫૨નું કાર્ય ન કરે! પણ (પોતાનું) કાર્ય તો કરે છે, (અર્થાત્ ) જીવ પોતાનાં નિર્મળ પરિણામનું કાર્ય તો કરે છે; “ છતાં ” પરનું કાર્ય કરતો નથી-એમ લેવું છે. ગંભીર શબ્દ છે કેઃ પોતાનાં નિર્મળ પરિણામોથી ઊપજતો હોવા ‘છતાં ’, તેને અજીવની સાથે કાર્ય-કારણ ભાવ સિદ્ધ થતો નથી.
‘હું શુદ્ધ ચૈતન્યવન, જ્ઞાન-આનંદકંદ પ્રભુ!' એનાં આનંદ અને શાંતિનાં પરિણામ, એ પરિણામ તો એનાં છે. અહીં ધર્મ પામેલાની વાત ચાલે છે. અથવા ક્રમબદ્ધનો નિર્ણય જેને થયો, એની વાત ચાલે છે.
જગતમાં દરેક પદાર્થમાં પોતાનાં પરિણામની અવસ્થાથી વ્યવસ્થિત વ્યવસ્થા થાય છે. બીજાં પરિણામ એને કરે, તો એમાં વ્યવસ્થા-પર્યાય થાય, એમ નથી.
પ્રશ્નઃ આ બધા વ્યવસ્થાપક-આ પ્રમુખ છે, વયવસ્થાપક છે ને ? સમાધાનઃ નહીં. કોનો વ્યવસ્થાપક? ભાઈ ! જે દ્રવ્ય પોતાનાં પરિણામથી ક્રમમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪: પ્રવચન નવનીત ભાગ-૧
ઉત્પન્ન થાય છે, તો તેની વ્યવસ્થા, તેની પર્યાયની વ્યવસ્થા, તે જ તેની વ્યવસ્થા છે. બીજો જીવ, તેની વ્યવસ્થા કરે ( એમ બનતું નથી ).
66
(વળી, ) બીજો જીવ પોતાનાં નિર્મળ પરિણામોથી ઊપજે છે. ત્યાં ( તે ) પોતાનાં પરિણામોથી ઊપજે અને બીજાનાં પરિણામને પણ ઉત્પન્ન કરે, એમ થતું નથી. તેથી ( અહીંયાં ) છતાં ”–“ તથાપિ ” લીધું છે. એમ કે-પોતાનું કાર્ય કરે છેને! કરે છે કે નહિ? પલટે છે કે નહિ? તો પછી બીજાનાં (પરિણામને) પણ પલટાવે ! (પણ ) એમ થઈ શકતું નથી. કારણ કે: બીજું દ્રવ્ય પણ પોતાનાં પરિણામોથી પરિણમે છે. બીજું દ્રવ્ય કાંઈ પર્યાય વિનાનું દ્રવ્ય (તો ) છે જ નહીં. તેથી તેની પર્યાયનું કાર્ય કરવાવાળો તો તે ૫દ્રવ્ય છે તો તેની પર્યાયનું કાર્ય, બીજો જીવ કરે, એમ કદી થતું નથી.
આ બધા શેઠિયાઓ દુકાનમાં ધડાધડ ધંધો-વેપાર કરે છે ને...? ( શ્રોતાઃ ) વ્યવહારથી કરે ? (ઉત્ત૨:) શું કરે... ? ‘ કર્તા થવું’ અર્થાત્ ‘હું કરું’ એ તો મરી (જવા) જેવું છે. ભગવાન (આત્મા ) જ્ઞાયકસ્વરૂપ પ્રભુ છે; એને રાગનું-પરનું કામ સોંપવું, એ તો પ્રભુનું મૃત્યુ છે; અથવા એનો અનાદર છે. અનાદર છે તે જ મૃત્યુ છે!
આ બધા વેપાર કરે છે... (માલ ) સંઘરે, એમાં ભાવ વધી જાય, (તો) ખુશી થાય કે નહિ? એ (પૈસાની) પર્યાય તો પરમાણુની છે. ત્યાં આવવાવાળા પરમાણુ, તે પોતાની પર્યાયના ક્રમબદ્ધમાં આવ્યા છે. બીજાના કારણે ત્યાં પૈસા આવ્યા (એમ નથી ). ( શ્રોતા: ) એની પાસે આવ્યા. બીજા પાસે ન આવ્યા ને...? (ઉત્તર) એની પાસે આવ્યા, તો તે સમયની કાર્યની દશા અને કાળ જ એવો હતો. પૂર્વનું પુણ્ય કહેવામાં આવે છે; તો પુણ્ય પૈસાને ખેંચીને લાવે ? ( ખરેખર ) એમ નથી. બોલવામાં આવે છે કે-એના પુણ્યના કારણે (આવે ). શાસ્ત્ર પણ એવું બોલે છેઃ પુણ્યથી ફળ મળે છે. પદ્મપ્રભમલધારીદેવ પણ કહે છે: પ્રભુ! બીજાની ઋદ્ધિ જોઈને તને વિસ્મય થાય છે: આહા... હા! આ તો કરોડપતિ ને અબજપતિ ! અને તારી ઈચ્છા થાય કે ‘હું પણ થાઉં'. તો પ્રભુ! તું અરિહંતની ભક્તિ ક! તો એનાથી પુણ્ય થશે અને એનાથી વસ્તુ મળશે. (પણ) મળશે... તો પછી તને શું લાભ છે? તું તો ભગવાન આત્મા સત્ ચિદાનંદ પ્રભુ (છો!) જેમાં અનંત અનંત નિર્મળ ગુણની ખાણ છે! એ ખાણની જેને પ્રતીતિ, ક્રમબદ્ધના પરિણામમાં થઈ, એ તો પોતાના પરિણામથી ઉત્પન્ન થાય છે.
દરેક જીવદ્રવ્યમાં ‘ કર્તા' નામનો એક ગુણ છે. એ કર્તા થઈને પોતાના પરિણામનું ‘કર્મ ’ અર્થાત્ ‘કાર્ય’કરે છે. અહીં પોતાના નિર્મળ પરિણામની વાત છે. ‘ક્રમબદ્ધ’ ના નિર્ણયમાં જ્ઞાયક ઉ૫૨ દૃષ્ટિ હોવાથી, જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટયું, એ ‘કાર્ય’ નું કર્તા કોણ ? કેઃ જીવમાં કર્તા નામનો ગુણ છે, એ કર્તા (ગુણ ) ના કારણે એ સમ્યગ્દર્શનાદિની પર્યાય ઉત્પન્ન થઈ છે; પૂર્વની પર્યાયથી નહીં, નિમિત્તથી નહીં, સાંભળવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૭૫ (–દેશના) થી નહીં. અંદર ઘણું મંથન કર્યું, તો એનાથી પણ (સમ્યગ્દર્શનાદિ) પ્રાપ્ત થાય, એમ નથી. મંથન છે, એ તો વિકલ્પ છે. પોતાનામાં કર્તા નામનો અનાદિ ગુણ છે; એ કર્તાગુણથીકારણથી એની (આત્માની) સમ્યગ્દર્શન આદિ પર્યાય ઉત્પન્ન થાય છે. અથવા કર્મ નામનો ગુણ છે, (એનું પરિણમન એ સમ્યગ્દર્શનાદિ પર્યાય છે).
અહો.... હો! એક જડ કર્મ. એક નોકર્મનું કર્મ. એક રાગનું કર્મ. એક નિર્મળ પર્યાયરૂપી નિર્મળ ભાવકર્મ. અને આત્મામાં એક કર્મ નામનો ગુણ છે. –શું કહ્યું? કે: આત્મા સિવાય (– આત્માની જેમ) અનંત પદાર્થમાં કાર્ય (–પરિણમન) (જે) થાય છે, એ એનું કર્મ છે. તે તો પદાર્થોએ પોતાનાં પરિણામ કર્યા, એ પરિણમન, એનું કાર્ય છે-કાર્ય કહો કે કર્મ કહો ( એક જ છે) –એક વાત. બીજું કર્મ જડ છે, એને કર્મ કહેવું. એ પરમાણુ પણ પોતાથી કર્મરૂપે પરિણમ્યાં છે, તે પણ કર્મ. ત્રીજું: રાગ-દ્વેષનાં પરિણામ કરવાં, તે પણ એક કર્મ, એ ભાવકર્મા ચોથું: નિર્મળ પરિણમનનું કાર્ય થાય, તે પણ કર્મ. અને પાંચમું આત્મામાં “કર્મ' નામનો એક ગુણ છે. આહા... હા... હા !
ઝીણી વાત છે, ભાઈ ! અરે... રે! અનંત કાળમાં સત્ય વાત મળી નહીં અને મળી તો ચી નહીં! આહા.... હા ! એકાંત... એકાંત લાગે! કાંઈ વ્યવહારથી કે રાગની મંદતા કરવાથી (ધર્મ) થાય છે કે નહિ? તો કહે છે કે એના (આત્માના) “કર્મ' નામના ગુણે શું કર્યું? રાગથી જો (ધર્મ) થયો, તો “રાગ” કર્તા અને “ધર્મ-પર્યાય' કાર્ય, તો (આત્માના) “કર્તા' નામના ગુણનું કાર્ય શું? આહા.... હા! ઝીણી વાત છે! પણ મુદ્દાની વાતમાં એણે ક્યારેય દષ્ટિ દીધી નથી !
અહીં કહે છે કે: “કર્મ' એટલા પ્રકારનાં છે-એક ગુણરૂપી કર્મ. એક નિર્મળ પર્યાયરૂપી કર્મ. એક રાગરૂપી ભાવકર્મ. એક કર્મરૂપી જડની પર્યાય (દ્રવ્યકર્મ). અને એક પરનાં પરિણામરૂપી (નોકર્મ).
પ્રશ્ન: તો એ પરનું કર્મ આત્મા કરે છે કે નહિ?
સમાધાનઃ (જડ) કર્મનાં પરિણામ જે છે, તેને આત્મા કરતો નથી. અને રાગ છે, તે પણ આત્મા કરતો નથી. અને નિર્મળ પર્યાયનો કર્તા (આત્મા) છે, એ પણ ઉપચારથી છે. આહા... હા! આત્મા “કર્તા” અને નિર્મળ પરિણામ પોતાનું કાર્ય” –એમ પણ ઉપચારથીવ્યવહારથી કહેવામાં આવે છે! (આ) બધું “કલશ ટીકા ' માં છે. સમજાય છે કાંઈ ?
અહીં તો કહે છે કે આત્મામાં “કર્મ' નામનો ગુણ છે. જડ કર્મનો નહીં. રાગનો નહીં. અને પર્યાયનો (પણ) નહીં. જેમ ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી ત્રિકાળ છે, આનંદસ્વભાવી ત્રિકાળ છે; એમ કર્મસ્વભાવી ત્રિકાળ છે.
આહા... હા! આ શબ્દ પણ સાંભળ્યો ન હોય! ને આ પૈસા મંદિરમાં ખર્ચા,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬: પ્રવચન નવનીત ભાગ-૧ માટે એમાં કંઈક ધર્મ થઈ ગયો? (–એમ નથી). (કેમ કે) આત્મા પૈસા ખર્ચી જ શકતો નથી. એ પરમાણુની પર્યાયનું કાર્ય, તો એ પરમાણુનું છે; બીજાનું નથી. અને પૈસાના કાર્યથી મંદિર થાય, એમ પણ નથી.
જિજ્ઞાસાઃ આપ કોઈનો ઉપકાર ગણતા નથી?
સમાધાન: એ તો બધી વ્યવહારની વાતો છે. શાસ્ત્રમાં ઉપકાર (ની વાત) આવે છે ને...“મોક્ષમાર્ગ પ્રકાશક' આઠમા અધ્યાયમાં છે કે અરતોએ પણ ઉપદેશ આપીને ઉપકાર કર્યો છે, તો હું ઉપકારનો અધિકાર લખું છું. તો અમે પણ ઉપકાર કરીએ છીએ. એ તો નિમિત્તથી કથન છે. સમજાણું કાંઈ ? અત્યારે તો ઘણું ચાલે છે ને ચૌદ બ્રહ્માંડનો નકશો બનાવીને નીચે લખે છે “પરસ્પરોપ્રદો નીવાનામ”. પરસ્પર ઉપકાર કરે છે. એ ઉપકાર કરે છે, એવી વયાખ્યા નથી. ઉપકારનો અર્થ “નિમિત્તપણે છે” એટલું જ્ઞાન કરાવવા માટે “ઉપગ્રહ' અથવા ‘ઉપકાર’ એમ બે શબ્દ લીધા છે.
અહીંયાં તો પરમાત્મા એમ કહે છે કે જીવનમાં પોતાનાં પરિણામ કહો કે કર્મ કહો કે કાર્ય કહો; પોતાનાં કાર્યથી ઊપજે છે છતાં તેને અજીવની સાથે, રાગની સાથે, કર્મની સાથે, શરીરની સાથે, કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી. એ કર્મ-જડનું કાર્ય અને આત્મા “કારણ ' , એમ સિદ્ધ થતું નથી. આ શરીર (હોઠ) ચાલે છે, એવી ભાષા નીકળે છે; તો એ ભાષાનું નીકળવું કાર્ય અને આત્મા “કર્તા' , એવું ક્યારેય સિદ્ધ થતું નથી. (અર્થાત્ ) તેને (જીવન) અજીવની સાથે કાર્યકારણભાવ (સિદ્ધ થતો નથી).
એ તો કાલે કહ્યું હતું ને..કે આત્મામાં “અકાર્યકારણ” નામનો ગુણ છે. પર “કર્તા ” અને આત્માની પર્યાય ‘કાર્ય ' , એમ તો થતું નથી. રાગ 'કર્તા' અને નિર્મળ પર્યાય “કાર્ય' , એમ પણ થતું નથી. ઝીણી વાત છે! વ્યવહારરત્નત્રય “કર્તા' અને સમ્યગ્દર્શન-નિર્મળ પર્યાય “કાર્ય' , એવું કર્તા-કર્મપણું નથી. બહુ તો આત્મા “કર્તા અને નિર્મળ પર્યાય “કાર્ય' , –એમ (કર્તા-કર્મના) બે ભેદ ઉપચારથી પડે છે. પણ વ્યવહાર-રાગ (માં) (તો પરમાર્થે ઉપચાર પણ લાગુ પડતો નથી ).
(કેટલાંક) લખાણ આવે છે: વ્યવહાર કરો. વ્યવહાર કરો કરતાં કરતાં પછી છોડી ધો ! (શ્રોતા ) પહેલાં તો કરવું પડે ને? (ઉત્તર) પહેલાં અને પછી, કરે કોણ...?
(અહીં કહે છે કે:) પોતાનાં પરિણામોથી ઉત્પન્ન થવાવાળો પ્રભુ (પોતે છે). અને બીજાનાં પરિણામથી ઉત્પન્ન થવાવાળું એ (અન્ય) દ્રવ્ય છે. (કેમ કે, બીજું) દ્રવ્ય, પરિણામ વિનાનું નથી. અથવા પરદ્રવ્ય પોતાનાં કાર્ય વિનાનું નથી. તો એ કાર્ય તો તેનું છે. (જો) આત્મા પોતાનું કાર્ય કરે અને પરનું પણ કાર્ય કરે તો (તો) બીજાં દ્રવ્ય કાર્ય વિનાનું થઈ ગયું. અર્થાત્ (તે) દ્રવ્ય, પર્યાય વિનાનું થઈ ગયું! (પણ) પર્યાય વિનાનું દ્રવ્ય કદી હોતું જ નથી. આવી વાત છે, ભાઈ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧ઃ ૧૭૭ આહા.... હા! ભગવાનની વાણી “કર્તા' અને આત્માની જ્ઞાન-પર્યાય “કાર્ય' , એમ નથી. ભગવાનની વાણી જે દિવ્યધ્વનિ છે, તે તો પરમાણુની પર્યાય પોતાથી ઉત્પન્ન થઈ છે; તે ભગવાનથી (થઈ ) નથી. (અર્થાત્ ) ભગવાનની દિવ્યધ્વનિ, ભગવાનથી પણ થઈ નથી. ભગવાનને તો નિમિત્ત કહેવામાં આવે છે.
લોકાલોકમાં કેવળજ્ઞાનને નિમિત્ત કહેવામાં આવે છે અને કેવળજ્ઞાનમાં લોકાલોકને નિમિત્ત કહેવામાં આવે છે. પણ નિમિત્ત કહેવામાં આવ્યું, તો નિમિત્તથી કંઈ થયું છે? –એવી ચીજ (વસ્તુસ્થિતિ) નથી. લોકાલોકને નિમિત્ત કેવળજ્ઞાન છે, તો (શું) કેવળજ્ઞાનથી લોકાલોક ઉત્પન્ન થયું છે? અને કેવળજ્ઞાનમાં નિમિત્તે લોકાલોક છે, ત્યાં (શું) લોકાલોકથી કેવળજ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ છે? –એમ નથી. “સમયસાર' સર્વવિશુદ્ધ અધિકારમાં છે કે કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે અને લોકાલોક કેવળજ્ઞાનને નિમિત્ત છે. પણ એનો અર્થ શું? (ક) એ બીજી ચીજ છે, એનું જ્ઞાન કરાવ્યું. પણ કાંઈ કેવળજ્ઞાન થયું છે, એ આત્મનું કાર્ય અને એનું લોકાલોક કારણ– “કર્તા' –એમ કદી છે? અને લોકાલોકને નિમિત્ત કેવળજ્ઞાન છે, તો કેવળજ્ઞાન છે, તો કેવળજ્ઞાન “કર્તા અને લોકાલોક “કાર્ય” –એમ છે? (એમ ક્યારેય નથી). આવી બહુ ઝીણી વાત છે!
અહીં કહે છે કે જીવ પોતાનાં પરિણામોથી ઊપજે છે. (એટલે) કાર્ય તો કરે છે. કાર્ય કર્યા વિના રહે છે એમ તો નથી. તો (પોતાનું) કાર્ય કરે છે, તો પરનું પણ કાર્ય કરે, એમાં શું? (જેમ) લોકમાં નથી કહેતા કે: ગોવાળ એક ગાયને ચરાવે, તો બીજી અમારી ગાયને પણ (ચરાવવા) લઈ જાય. એક ગાયને ચરાવે, તો પાંચ ગાયને (પણ) ચરાવે! તેમ (જીવ) પોતાનું કાર્ય કરે છે, તો પરનું કાર્ય પણ કરવું! જો કાર્ય વિના રહેતો હોય, તો પરનું ન કરવું! –એમ કહે છે.
જુઓ! શબ્દ કેવો લીધો છેઃ “જીવ પોતાનાં પરિણામોથી”. પરિણામ અર્થાત કાર્ય. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ પરિણામ-એ “કાય” -કર્તા ગુણથી થાય છે. અથવા એ “કર્મ' , કર્મ ગુણથી થયું છે, પોતાનામાં “કર્મ ગુણ” છે. એ કારણથી “કર્મ' અર્થાત વીતરાગ-ધર્મની પર્યાય “કર્મગુણ ” થી થઈ છે.
એ “ (જીવ) પોતાનાં પરિણામોથી ઊપજે છે”. એ (જો) પોતાનું કાર્ય કર્યા વિના રહે, તો તમે એમ કહો કેઃ પરનું કાર્ય ન કરે! (પણ) કાર્ય તો કરે છે. આહા.... હા! ઝીણી વાત છે, ભાઈ ! અંદર વસ્તુ આત્મા, એ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા જ છે. (એ) પોતાના પરિણામોથી ઊપજે છે. પોતાનું કાર્ય તો કરે છે. કાર્ય કર્યા વિના રહેતો નથી. “છતાં” પરનું કાર્ય કરતો નથી. -એમ લીધું. “છતાં” લીધું ને? એમ હોવા છતાં પણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮: પ્રવચન નવનીત ભાગ-૧
આત્મા પોતાનાં પરિણામથી, પોતાનું કાર્ય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-કરે છે. (એવો ) એમાં (આત્મામાં) ગુણ છે. ગુણ તો ધ્રુવ છે. ગુણનું પરિણમન હોતું નથી. ગુણ તો ત્રિકાળ અપરિણમન સ્વભાવે-પારિણામિકભાવે છે. પણ (અહીં એમ કહ્યું છે કેઃ) સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રનાં પરિણામ, એ પરિણમન છે, તો એ પરિણમનનો “કર્તા” આત્મા છે. એ પરિણામ, એ કર્તાનું કાર્ય છે. પણ એનું કાર્ય' રાગ નથી; શરીર નથી; વાણી નથી; સ્ત્રી કુટુંબ અને ધંધો નથી.
ઓલા પૈસાવાળાને આ બધું આકરું પડે છે! મેં આટલા આટલા પૈસા સંઘર્યા ને.... આટલા ભેગા કર્યા ને.. દુકાન ઉપર થડે બરાબર બેસીને ગ્રાહકનું ધ્યાન રાખીને....! (-આ બધો તારો) અહંકાર છે! પરદ્રવ્ય અને તારા દ્રવ્ય (વચ્ચે) અત્યંત અભાવ છે તો અભાવ વચ્ચે પરનું કાર્ય તમે કરો, એ કેમ બને પ્રભુ? આહા.. હા.... હા ! તારા અહંકારનું નામ મિથ્યાત્વ છે.
(જીવ) પોતાના કાર્યથી ઊપજે છે; છતાં તેને અજીવની સાથે કાર્ય કારણભાવ સિદ્ધ થતો નથી. એને એમ સિદ્ધ કર્યું કે જ્યારે પોતામાં પોતાનાં “ક્રમબદ્ધ' નો નિર્ણય કરે છે ત્યારે
જ્ઞાયકભાવ” નો નિર્ણય થયો, તો પોતામાં સમ્યગ્દર્શન-જ્ઞાન પર્યાય ઉત્પન્ન થઈ; એનો “કર્તા” તો આત્મા છે. (પણ રાગાદિનો કર્તા આત્મા નથી ).
(કહે છે કેઃ) વ્યવહારરત્નત્રયનો રાગ “કર્તા” અને નિર્મળ પર્યાય “ કાર્ય' , એમ નથી. નિર્મળ પર્યાય “કર્તા' અને રાગ “કાર્ય' , એમ (પણ ) નથી. રાગનું કાર્ય જુદું છે. સમજાય છે કાંઈ ?
પોતાની ચીજને જાણીને જ્યારે સમ્યગ્દર્શન-શાન થયું (ત્યારે) એનાથી ઊપજતો થકો, તે પોતાનાં પરિણામમાં કાર્ય કરે છે. તો કહે છે કે તે પરિણામનું કાર્ય, પૂર્વ પર્યાયમાં (કારણ ) હતું તો ઉત્પન્ન થયું? જેમ કે, મોક્ષમાર્ગ હતો તો કેવળજ્ઞાન ઊપસ્યું? કેઃ ના. એ મોક્ષમાર્ગનો તો વ્યય થાય છે. એ (કેવળજ્ઞાન) તો સીધું પોતાના કેવળજ્ઞાન પરિણામથી ઉત્પન્ન થાય છે. આહા.... હા ! આવી વાતો !! હવે જેમાં મોક્ષમાર્ગથી પણ મોક્ષ નહીં, તો રાગથી, નિમિત્તથી અને પરથી તો ક્યાં રહ્યું?!
અહીં અજીવને સાથે લીધું છે. પણ એનો અર્થ એવો પણ લેવો કે: આ જીવ સિવાય, બીજા (જે) જીવ છે; તે “આ (જીવની)' અપેક્ષાએ અજીવ છે. તેનું કાર્ય પણ “આ આત્મા” કરી શકતો નથી. અજીવ-કર્મ આદિનું કાર્ય તો (આત્મા કરી શકતો) નથી. પણ આ જીવ ” સિવાય, બીજા જે જીવ છે તે અજીવ છે. પોતાની અપેક્ષાએ તે અજીવ છે અને તેની અપેક્ષાએ તે જીવ છે; એનું કાર્ય પણ (આ આત્મા કરી શકતો નથી).
અહીં તો અજીવનો નિષેધ કર્યો. તો પછી જીવની પર્યાયને કરી શકે છે, એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૭૯
આવે છે કે નહીં? ૫૨જીવનું કાર્ય કરી શકે છે, એમ આવે છે કે નહીં? (ના! એમ નથી ). ‘આ આત્મા ’ સિવાય બધી ૫૨વસ્તુ- ‘આ જીવ' નથી- ( અજીવ છે). ‘આ જીવ ’ પોતાના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામથી ઊપજે છે. (પણ) પ૨જીવમાં (જો ) સમ્યગ્દર્શન ઊપજે, તો તેમાં આ આત્માની પર્યાય ‘કર્તા’ અને એનું તે (બીજાનું ) સમ્યગ્દર્શન ‘કાર્ય ’, એમ નથી.
અહીં કહે છે કેઃ “ છતાં તેને અજીવની સાથે કાર્ય કારણભાવ સિદ્ધ થતો નથી ”. કારણ આપે છે: “ કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાધ-ઉત્પાદક ભાવનો અભાવ છે”; શું કહે છે? સર્વ દ્રવ્યોની સાથે ઉત્પાદ્ય અર્થાત્ ઉત્પન્ન થવા લાયક, અને ૫૨ (બીજો) આત્મા ઉત્પાદક, એમ ઉત્પાદ્ય અને ઉત્પાદક છે નહીં.
હાથની આમ ઊંચો થવાની લાયકાત ઉત્પાદ્ય, અને આત્માનો વિકલ્પ ઉત્પાદક; અથવા જ્ઞાનમાં આવ્યું કે મારે હાથ ઊંચો કરવો છે, એવું જ્ઞાન ઉત્પાદક, અને હાથ ઊંચો થયો એ ઉત્પાઘ; –એનો અભાવ છે.
આહા... હા! આ ભભૂતી (−વૈભવ) બીજી છે! આ (ધન-વૈભવ) તો બધી ધૂળતી ભભૂતી છે. ભગવાન! તારો માર્ગ, પ્રભુ કોઈ અલૌકિક છે. બાપુ! સાંભળ્યું-સૂછ્યું અને એનાથી જ્ઞાનની પર્યાય થઈ, ( એમ નથી ). સાંભળનાર-પર્યાય ‘કર્તા’ અને જ્ઞાન-પર્યાય ‘કાર્ય ’, એમ છે નહીં. અને એ પણ પરલક્ષી જ્ઞાન-પર્યાય, એ કોઈ સમ્યજ્ઞાન નથી. શું કહ્યું ? સાંભળવામાં જે અંદર જ્ઞાન-પર્યાય થાય છે, તે તો એની પર્યાય એના કારણે થાય છે; સાંભળવાથી નહીં. પણ એ જ્ઞાન જે ઉત્પન્ન થયું, (એમાં) સૂત્ર-સાંભળવાનું નિમિત્ત છે, તોપણ એ જ્ઞાન સમ્યજ્ઞાન નથી; કારણ કે એ ૫૨લક્ષે થયું છે. સમ્યજ્ઞાનનું કાર્ય, તો પોતાના દ્રવ્યના આશ્રયે થાય છે. શાસ્ત્રનું જ્ઞાન એ ‘કર્તા' અને આત્માનું સમ્યગ્દર્શન ‘ કાર્ય ’, એમ નથી.
આહા... હા... હા! ક્યાં (સુધી ) લઈ જવું...? પ્રભુ! તારી સ્વતંત્રતા...!! તારામાં એક પ્રભુત્વ' નામનો ગુણ છે. ૪૭ શક્તિમાં છે. ઈશ્વર થવાનો ગુણ છે. એક ગુણ ઈશ્વર થવાનો છે, તો બધા ગુણમાં ‘ઈશ્વર' નું રૂપ છે. અનંતા અનંતા ગુણ ઈશ્વરરૂપ છે. ‘ઈશ્વર કોઈ પરની આશા કરતા નથી. '. અખંડ પ્રભુતાથી-સ્વતંત્રતાથી શોભાયમાન પોતાના અખંડ પ્રતાપથી, પ્રત્યેક ગુણની પર્યાય સ્વતંત્રતાથી પોતાની પર્યાયથી ઉત્પન્ન થઈ, જેમાં કોઈ નિમિત્ત કારણ તો નથી; પણ પૂર્વની પર્યાયથી આ (ઉત્તર પર્યાય ) ઉત્પન્ન થઈ એમ પણ નથી. અહીં તો આત્મા જ્ઞાયકભાવથી સીધો પરિણામમાં ઊપજતો હોવા છતાં, (જો કે એની સાથે બીજાં દ્રવ્યો પોતપોતાનું કાર્ય કરે છે, તોપણ ) બીજાના કાર્યમાં એની મદદ મળે, એમ નથી.
આ લાકડી ઊંચી થાય છે; તો એનો કર્તા એમાં છે. એમાં પણ ‘કર્તા' નામની શક્તિ છે. ત્યારે એ (શક્તિ) ના કારણે એવું કાર્ય થાય છે; આંગળીથી નહીં. ( પણ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮O: પ્રવચન નવનીત ભાગ-૧ દુનિયા સંયોગથી જુએ છે. પણ એ ક્યાં છે ત્યાં એના સ્વભાવથી છે, એમ જોતા નથી! આ આંખથી દેખાય છે કે આ જુઓઃ આ (લાકડી ઊંચી) આંગળીથી (થઈ ) છે કે નહીં? પણ આંગળી તો સંયોગ-પર છે.
એમ, સાંભળવાથી જ્ઞાન થયું; એ પણ પર છે. સાંભળવું પરચીજ છે; (તો) એનાથી તને જ્ઞાન થાય?! એ તો ભાઈ ! અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે કે “આ ટીકા મેં કરી છે” એમ મોહથી ન નાચો, પ્રભુ ! “હું તો જ્ઞાનસ્વરૂપમાં મગ્ન છું. મારા વિકલ્પમાં પણ હું” નથી આવ્યો; તો ટીકાની ક્રિયામાં “હું” ક્યાંથી આવું? “સમયસાર”, “પ્રવચનસાર', નિયમસાર”, “પંચાસ્તિકાય” -દરેકમાં પાછળ શ્લોક છે. આહા...હા ! આવી (અલૌકિક ) ટીકા !! પણ કહે છે કેઃ એ કાર્ય તો શબ્દની પર્યાયથી થયું છે. એ શબ્દ-પરમાણુમાં કર્તાકર્મ શક્તિ છે. એનાથી એ પર્યાયનું કાર્ય થયું છે; મારાથી નહીં. “હું ટીકાનો કરવાવાળો' એમ તમે મોહથી ન નાચો ! અને મારી ટીકા સાંભળવાથી તમને જ્ઞાન થાય છે, એમ ન નાચો! આહા.... હા! મારી ટીકા સાંભળવાથી કે હું કહું છું તો સાંભળવાથી તમને જ્ઞાન થાય છે, એમ ન નાચો !
પ્રવચનસાર' માં છેલ્લા શ્લોકમાં વિશેષ છે-“ખરેખર પુદ્ગલો જ સ્વયં શબ્દરૂપે પરિણમે છે. આત્મા તેમને (–શબ્દને ) પરિમાવી શકતોનથી. તેમ જ ખરેખર સર્વ પદાર્થો સ્વયં શેયપણે-પ્રમેયપણે પરિણમે છે. શબ્દો તેમને શેય બનાવી સમજાવી શકતા નથી.
એ શબ્દ આવ્યો તો તને જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ, એમ ન નાચો. પ્રભુ! આહા... હા! શબ્દો જે પરિણમે છે, તે પુદ્ગલની પર્યાયથી પરિણમે છે; આત્માથી નહીં. (આત્મા) એમને પરિણમાવી શકતો નથી. તેમ જ પરપદાર્થ સ્વયં શેયપણે પરિણમે છે; તે જાણવું પોતાની પર્યાયમાં થાય છે, તે પોતાથી થાય છે. સાંભળવાથી (જ્ઞાન) થાય છે (–એમ નથી). કાને શબ્દ પડ્યો તો જ્ઞાન થયું –એમ ન નાચો, પ્રભુ! એવી પરાધીનતા નથી. આહા.... હા.... હા... હા ! આવી વાત છે !!
શાસ્ત્રને પગે લાગવું. તો કહે છે કે એ તો વિકલ્પ છે. શાસ્ત્રથી જ્ઞાન થાય છે, એમ ન નાચો ! જ્ઞાનની ખાણ તો તું છો ! તારામાંથી જ્ઞાન ‘કર્તા” થઈને, જ્ઞાનની પર્યાય “કર્મ” અર્થાત્ કાર્ય થાય છે. સાંભળવાથી (જ્ઞાન) થાય છે, એમ ન માનો!
જિજ્ઞાસા તો સાંભળવું કે નહીં... શું કરવું?
સમાધાન: એ તો ( વિકલ્પ) આવે. પણ આમ વાત બહુ આકરી ! ભાષા (-કથન) તો એમ આવે કે: આગમનો અભ્યાસ કરો... દેવ-ગુરુની શ્રદ્ધા કરો.... સાંભળો ગુરુની સેવાગુરુની ચરણ સેવના પછી સમ્યકત્વ થાય....! એમ પણ શાસ્ત્રમાં આવે છે. (ભાઈ !) એ બધાં કથન નિમિત્તનાં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૮૧ શબ્દો તેમને જ્ઞય બનાવી–સમજાવી શકતા નથી માટે “આત્મા સહિત વિશ્વ તે વ્યાખ્યય [ –વ્યાખ્યા કરવા લાયક ] (–સમજાવવા યોગ્ય) છે. વાણીની ગૂંથણી તો વ્યાખ્યા (–સમજૂતી) છે અને અમૃતચંદ્રસૂરિ તે વ્યાખ્યાતા (-વ્યાખ્યા કરનાર, સમજાવનાર) છે', એમ મોહથી (હું ) જનો ન નાચો. (ન ફુલાઓ)”. - પ્રવચનસાર શ્લોકઃ ૨૧માં છે. તો એમાંથી પછી એમ અર્થ લે કેઃ એ તો નિર્માનતાથી એવી વાત કરે છે. તો પણ એનો (ટીકાનો) કર્તા “નિમિત્ત” છે જ નહીં.
પ્રવચનસાર' માં કલશ થોડા છે–બાવીસ જ છે. “સમયસાર' માં ૨૭૮ છે. નિયમસાર” માં ઘણા છે (-૩૧૧ છે). અહીં કહે છે કે: અમૃતચંદ્રસૂરિ વ્યાખ્યાતા સમજાવતાર છે, એમ મોહથી (હે) જનો ન નાચો !
આહા... હા! સમજાવનારને એમ થઈ જાય કે “હું સમજાવું છું” તો તે સમજે છે! (શ્રોતા ) મહારાજ! આપ સમજાવો છો, તો અમે સમજીએ છીએ. (ઉત્તર) એ એવી વાત છે જ નહીં. એમ કહે છે. માર્ગ બહુ અલૌકિક છે, ભાઈ !
જિજ્ઞાસા સમજાવવાનો ભાવ કરે?
સમાધાન: એ પણ વિકલ્પ (છે). (એની) પણ “કર્તા' આત્મા નથી. (ક્યાં) ભગવાન જ્ઞાનસ્વરૂપ! ને ક્યાં એ વિકલ્પ-રાગ-વિકાર... દુઃખ... આકુળતા! (તો શું ) આનંદનો નાથ આકુળતાને ઉત્પન્ન કરે ? અ... હા. હા... હા! જે સમજાવવાનો વિકલ્પ છે, તે પણ આકુળતા છે, દુઃખ છે. “સમાધિશતક'માં તો ત્યાં સુધી લીધું છે: “પરને સમજાવું છું' એ પણ એક ઉન્મત્તતા છે, ઘેલછા છે, પાગલપણું છે! કેમ કે તારાથી એમને એ સમજમાં આવતું નથી. એને તો એનાથી પાગલપણું છે ! કેમ કે તારાથી એમને એ સમજમાં આવતું નથી. એને તો એનાથી સમજમાં આવે છે, વાત આકરી બહુ! ભાઈ ! આખી દુનિયાથી ફેર (જુદી) છે.
અત્યારના તો (કેટલાય) પંડિતો ય (કહે) કે અમે એમ (પરનું) કરીએ! એક વાર તો એવું સાંભળ્યું હતું કે, અહીંના વિરોધમાં પચાસ પંડિતો ઇન્દોરમાં એકઠા થયા હતા. તેમણે એવો નિર્ણય કર્યો કે “પદ્રવ્યનું કરે નહીં' (એમ માને) (તો) તે દિગંબર નથી'. અહીંથી પદ્રવ્યનું (કરવાની) ના પાડે છે ને...? (વિરોધ) કરો... પ્રભુ! તમે પણ અંદરમાં પ્રભુ છો. ભૂલ (તો) પર્યાયમાં થાય છે. “જામે છે જિતની બુદ્ધિ હૈ ઉતનો દિયો બતાય; વાકો બૂરો ના માનીએ ઔર કહાંસે લાય?' આહા... હા ! ઝીણી વાત છે, ભાઈ !
અહીં અમૃતચંદ્ર કહે છે: “ટીકા અમે સાંભળી અને એનાથી અમને જ્ઞાન થાય' –એમ ન નાચો, એમ ફુલાઓ નહીં. “ન ફુલાઓ!” “પરંતુ સ્યાદ્વાદ વિધાના બળથી વિશુદ્ધ જ્ઞાનની કળા વડે આ એક આખા શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરો, તે આજે જ કરો. [ આજે (જનો) અવ્યાકુળપણે નાચો.) (-પરમાનંદ પરિણામે-અતીન્દ્રિય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨: પ્રવચન નવનીત ભાગ-૧
આનંદપણે પરિણમો )”. એવો પાઠ છે. (– ‘પ્રવચનસાર’ શ્લોક-૨૧). દિગંબર સંતોની વાણી કોઈ અલૌકિક છે!! આહા... હા... હા ! ( કહે છેઃ ) આજે જ પ્રાપ્ત કરો! · પછી કરીશ ’... તો તને રુચિ નથી. જેની રુચિ છે, તેની તરફ વીર્ય ગતિ કર્યા વિના રહે નહીં. ‘રુચિ અનુયાયી વીર્ય'. જેની રુચિ છે એના વાયદા કરે, એમ હોતું નથી. વાયદા કરે-પછી (કરીશ ), (તો ) પછીનું પછી રહેશે.
આહા... હા! “ એક આખા શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરો”. પ્રભુ! ભાષા જીઓઃ એક આખા-પરિપૂર્ણ પ્રભુ, શાશ્વત-ટંકોત્કીર્ણ-શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરીને આજે (૪) અવ્યાકુળપણે નાચો! આહા... હા... હા ! એક અખંડ શાશ્વત ચૈતન્યપ્રભુનું લક્ષ કરીને (એને ) પ્રાપ્ત કરો! એ કરવા લાયક છે. “ આજે જનો અવ્યાકુળપણે નાચો”. પ્રભુ! જો તું તારી ચીજમાં આજે એકાગ્ર થઈશ, તો આજે જ અર્થાત્ એ (જ) કાળે તને આનંદ આવશે. એ કહે છે, જુઓઃ અવ્યાકુળપણે પરિણમો. અતીન્દ્રિય આનંદપણે પરિણમો. પ્રભુ! એ તારું કાર્ય છે. એ આત્મા પોતાનાં પરિણામોથી ઊપજે છે. સમજાણું કાંઈ ?
આહા... હા! આકરી વાત છે, ભાઈ! આ તો ‘હું કરું... હું કરું... એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે '. બળદો ગાડાને ચલાવતા હોય, એના નીચે કૂતરો (ચાલતો હોય) જો કૂતરાનું માથું ઠાઠને અડે તો (કૂતરો માને) કે ‘મારાથી ગાડું ચાલે છે'. એમ દુકાને બેસે ને ‘આ બધો ધંધો મારાથી ચાલે છે' (એમ જો માને તો તે) કૂતરા જેવો છે. અહીં તો આ વાત છે. પ્રભુ! માર્ગ તો કોઈ અલૌકિક છે!
એ અહીંયાં કહ્યું કેઃ “કાર્ય કારણભાવ સિદ્ધ થતો નથી”. એ શબ્દ કારણ ' અને જ્ઞાનની પર્યાય ‘કાર્ય' –એમ સિદ્ધ થતું નથી. ‘ સમયસાર’ બંધ અધિકારમાં આવે છે ને ! ‘હું પરને બંધ કરાવી દઉં અને પરને વીતરાગ કરાવી દઉં, પરને હું મોક્ષ કરાવી દઉં...! ' (તો) કહે છે કે ‘મૂઢ છે’. એની વીતરાગતાથી મોક્ષ થશે અને એના રાગથી અજ્ઞાનથી સંસાર રહેશે. (તો) તું એને વીતરાગતા આપી શકે છે? ‘હું પરને બંધ અને મોક્ષ કરાવી દઉં...' (તો કહે છે) પ્રભુ! તું શું કરે છે? તું શું કરીશ? પ્રભુ! તું તો જ્ઞાનસ્વરૂપ છો ને...! જ્ઞાનસ્વરૂપમાં વિકલ્પ ( જે ) ઊઠે છે, એ (તો ) પ્રભુ! દુઃખરૂપ છે ને...! તો તારે બીજાનું શું કરવું છે? એમ અભિમાન તારે ક્યાં સુધી રાખવું છે? જ્યાં સુધી પરનું કરી શકું છું' તે અભિમાનમિથ્યાત્વ છે, ત્યાં સુધી સ્વસન્મુખ થઈ શકતો નથી. આહા... હા! ભાષા સમજાય છે ને.. ? ઝીણી વાત છે.
6
“ ઉત્પાધ-ઉત્પાદક ભાવનો અભાવ છે”. શું કહ્યું ? સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે (એટલે કે) અરિહંતદ્રવ્ય ‘ ઉત્પાદક' અને સાંભળવાવાળાનું જ્ઞાન ‘ઉત્પાદ્ય ’ –એવો અભાવ છે. ઉત્પાધ અર્થાત્ થવાવાળું કાર્ય અને (એનું) ઉત્પાદક બીજી ચીજ-એવું ઉત્પાદ્ય અને ઉત્પાદક (ભાવ ) નો અભાવ છે. ‘જડની પર્યાય ’ ઉત્પાદ્ય અર્થાત્ થવા લાયક અને ‘આત્મા’ એનો ઉત્પાદક (–એવો ) અભાવ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૮૩ જિજ્ઞાસાઃ કર્મશાસ્ત્રમાં શું એનાથી વિરુદ્ધ લખ્યું છે?
સમાધાનઃ ક્યાંય ( વિરુદ્ધ ) લખ્યું જ નથી. એ તો પહેલાં “પ્રવચનસાર” માં બતાવ્યું ને...! મેં ટીકા કરી જ નથી. (કહે છે કે, અમે ક્યાં અમારી પર્યાયને છોડીને, પરમાં જઈને પરને કરીએ?
આહા. હા! આકરી વાત! બાપુ! જગતથી મેળ ખાવો (શક્ય નથી). જન્મ મરણથી રહિત થવાની રીત કોઈ અલૌકિક છે! બહારથી રાજી થઈ જાય, ખુશી થઈ જાય અને બીજાના જનરંજન (માટે) અનુકૂળ એવી વાત કરે, કે લોકોનું રંજન થઈ જાય. (પણ) પ્રભુ! (–એમ જો) તું એમને જનરંજનની અનુકૂળ વાત કરીશ (તો) એ તો તારી ભ્રમણા છે! એમ
અષ્ટપાહુડ' માં કુંદકુંદ આચાર્ય કહ્યું છે. અને તારણસ્વામીએ પણ (બીજ) કહ્યું છે. આખી દુનિયા ખુશી થાય કે ભાઈ ! એકબીજાની મદદ કરો ! ત્યાં એ ગરીબ-ઓશિયાળા માણસે કહ્યું: મહારાજે ઘણું સારું કહ્યું-અમને મદદ કરવાનું કહ્યું. અમે ગરીબ માણસ છીએ. શેઠિયાને અમારી મદદ કરવાનું કહ્યું. તો (એમ) રાજી થઈ જાય !
અમારા ઉપર ઘણા ખાનગી કાગળ આવે છે. હવે અમે નિવૃત્ત થઈ ગયા છીએ, તો ત્યાં (સોનગઢમાં) અમને રાખો. એક દિગંબર સાધુના પણ લખાણ આવે છે. તમારી વાત સાંભળીને અમને એમ થયું કે અમે સાધુ નથી. અમે મુનિ નથી. અમે તો સમકિત વિનાનો ભેખ લઈ લીધો છે. હવે અમારે ત્યાં આવવાનો ભાવ છે. તમે એટલું લખો કે. આવો ! (પણ) અમે તો એટલું પણ કોઈ દી લખતા નથી. આવો કે ન આવો. એક સ્થાનકવાસીના સાધુ આવ્યા હતા. કહ્યું કે મને અહીં રાખો! પણ અહીં રાખે કોણ? બોલાવે કોણ ? એ પ્રવૃત્તિની પળોજણમાં પડે કોણ? અમારે ક્યાં રાખવા? એમાં હું શું પ્રવૃત્તિ કરું? એને આહાર-પાણી કોણ દે? મકાન કોણ દે? અહીં કોણ કરે, બાપુ? અહીં કોઈ કરે નહીં. (શ્રોતાઃ) આપ વ્યવસ્થા કરતા નથી ? (ઉત્તર) કોઈ કરતા નથી. અહીં કોણ કરે? બાપા! આ તો ઉપદેશનો વિકલ્પ આવે છે, અને વાણી નીકળે છે તે આવે છે. બાકી ઉપાધિ કોણ કરે ?
જુઓઃ અહીંયાં શું કહ્યું? “સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ”—બધાં દ્રવ્ય લીધાં. જીવ, અજીવ-પરમાણુ, ધર્માસ્તિકાય આદિ કોઈ પણ તત્ત્વ (-દ્રવ્ય) “ઉત્પાઘ” અર્થાત્ ઉત્પન્ન થવા લાયક, અને (અન્ય દ્રવ્ય) “ઉત્પાદક” અર્થાત્ ઉત્પાદ કરવાવાળો-એમ નથી. સર્વ દ્રવ્યોમાં ઉત્પાદ્ધ (એક) અને “ઉત્પાદક' (બીજો) –એમ છે જ નહીં. ઉત્પાઘ પણ તે અને ઉત્પાદક પણ તે. ખરેખર તો એની (કોઈ પણ દ્રવ્યની) પર્યાય (જે) ઉત્પન્ન થાય છે એનું કારણ પણ તે અને કાર્ય પણ તે. (અર્થાત ) પર્યાય “કારણ ” અને પર્યાય “કાર્ય” –એમ છે પ્રભુ! આહા... હા.... હા! એમાં નિમિત્ત ઉત્પાધનું ઉત્પાદક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪: પ્રવચન નવનીત ભાગ-૧ અને નિમિત્ત ઉત્પાદક-એવા (ભાવનો) અભાવ છે. ઉત્પાદ્ય અર્થાત્ ઉત્પન્ન થવા લાયક “કાર્ય' અને ઉત્પાદક અર્થાત્ એ (કાર્ય) ને ઉત્પન્ન કરવાવાળો (– “કર્તા'.) –એવા ઉત્પાદ્યઉત્પાદકભાવનો અભાવ સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે છે. અહીંયાં શું બાકી રહ્યું? દેવ-ગુરુ, એ ઉત્પાદક” અને એની (બીજાની) સમ્યગ્દર્શનની પર્યાય “ઉત્પાધ” –એમ નથી. આહા... હા.. હા ! આકરી વાત છે, ભાઈ ! આ શિક્ષણ શિબિરમાં આવ્યા. પણ શિક્ષણ તો આ જાતનું છે!
સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાધ-ઉત્પાદક ભાવનો અભાવ છે; તે (કારણકાર્યભાવ) નહીં સિદ્ધ થતાં”, અર્થાત્ પરદ્રવ્ય “ઉત્પાદ્ય' અને બીજું પરદ્રવ્ય “ઉત્પાદક' એમ સિદ્ધ ન થતાં, “અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી”. અજીવને જીવનું કાર્ય-અજીવની પર્યાય જીવનું કાર્ય, એમ સિદ્ધ થતું નથી. સમજાણું? શું આવ્યું? અજીવને જીવનું કર્મપણું (અને ) જીવને અજીવનું કર્મપણું-એમ સિદ્ધ થતું નથી.
સમ્યગ્દષ્ટિ જો કુંભાર હોય, તો ઘડો બનવામાં “હું બનાવું છું' , એવો વિકલ્પ (–એવી માન્યતા) એને છે જ નહીં. (જે) સ્ત્રી સમ્યગ્દષ્ટિ છે તે “હું રોટલી બનાવું છું અને શાક બનાવું છું” એમ અંદરમાં માનતી નથી. કાર્યમાં ઉપસ્થિતિ જુએ, તો એ મારાથી બને છે , એમ સમ્યગ્દષ્ટિ માનતો નથી. બહુ આકરું કામ! રોટલી, દાળ, ભાત, શાક બનાવવા આ પુડલા બનાવવા; વડી-પાપડ-સેવ (બનાવવામાં જો) હોંશિયાર બાઈ હોય, હાથ હળવા હોય.. તો બરાબર થાય છે એવી માન્યતા) ભ્રમણા છે તારી !
(અહીં કહે છે: ) (જીવન) એ અજીવનું કર્મપણું અને (અજીવને) જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી. (જીવથી) અજીવનું કાર્ય (અને અજીવથી) જીવનું કાર્ય-એમ સિદ્ધ થતું નથી. આહા... હા! અને તે સિદ્ધ ન થતાં, કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે સિદ્ધ હોવાથી, (જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી). (અહીં શબ્દ) “નિરપેક્ષ” આવ્યું ને? જરી એની વિશેષ વ્યાખ્યા છે. જરી વિશેષ લેવું છે.
*
*
*
[ પ્રવચનઃ તા. ર૭-૭-૭૯]
સમયસાર'. આ અધિકાર ઘણો અપૂર્વ છે! પ્રત્યેક પદાર્થમાં પર્યાય “ક્રમબદ્ધ થાય છે. એ પર્યાયમાં પરની અપેક્ષા નથી. જેમ ઘડો ઉત્પન્ન થાય છે, તેને કુંભારની અપેક્ષા નથી. આ કર્તા-કર્મનો માસિદ્ધાંત છે.
કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે” (એટલે કે ) કર્તાનું કાર્ય, એમાં અન્યની અપેક્ષા જ નથી. ઘડો થાય છે, તો કુંભારની અપેક્ષા નથી. વણકર વસ્ત્ર વણે છે, તો વસ્ત્ર (વણવાના) સમયે વણકરની અપેક્ષા નથી. ભાષા થાય છે, તેમાં આત્માની અપેક્ષા નથી. જે અક્ષર લખવામાં આવે છે, (તેમાં) લખવાવાળાની અપેક્ષા નથી. આખી દુનિયાની વાત “ક્રમબદ્ધ” માં આવી ગઈ છે. “કર્તા-કર્મ ” મહા સિદ્ધાંત!!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૮૫
કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે ”–જ્યાં અન્ય પદાર્થની અપેક્ષા નથી. જેમ કે આત્મામાં રાગ થાય, તો એમાં કર્મની અપેક્ષા જ નથી. અને કર્મ-બંધન જે થાય છે, એમાં રાગની અપેક્ષા નથી. એણે રાગ કર્યો, માટે કર્મબંધન થાય છે, એમ નથી. આહા... હા! આ શરીર ચાલે છે, એમાં આત્માની અપેક્ષા નથી. આત્માએ ઈચ્છા કરી, એટલી અપેક્ષાથી શરીર ચાલે છે? –એમ નથી. રોટલી બને છે, રોટલીમાં સ્ત્રીની કે તાવડીની, અગ્નિની અપેક્ષા છે? એવું નથી. એમ કહે છે. આ જ ટોપી માથા ઉપર રહે છે, એને શરીરની અપેક્ષા નથી.
66
22
“ કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે ” છે ને...? આહા... હા! ઝીણી વાત છે, ભગવાન! આ વાત પણ જો યથાર્થપણે ન બેસે, તો એને અંતર્મુખ થવાની લાયકાત જ નથી. આહા... હા! સમજાણું કાંઈ ?
અહીં કહે છે: હીરા ઘસે છે અને જે ઉજ્જવળતા (થાય) છે, એમાં એ (હીરા ) ઘસવાવાળાની અપેક્ષા નથી. શાક ચડી જાય છે, એમાં અગ્નિની-સ્ત્રીની અપેક્ષા નથી. આ હોઠ હલે છે, એ પરમાણુ ‘ કર્તા’ અને હોઠ એનું ‘ કર્મ ’, એમાં આત્માની અપેક્ષા નથી.
.
આહા... હા! આ ચીજ!! આ ‘ ક્રમબદ્ધ’ માં તે નાખ્યું છે. કારણ કે પ્રત્યેક પદાર્થમાં જે સમયે, જે પર્યાય થવાવાળી (છે, તે ) થાય છે; તો એને ૫૨ની અપેક્ષા નથી. જગતમાં કોઈ પણ ચીજની પર્યાય-કાર્ય એ પદાર્થનું કર્મ કહો કે પર્યાય કહો કે એનું કાર્ય કહો (એમાં પરની અપેક્ષા છે જ નહીં ). પરમાણુનું અને જીવનું (કાર્ય, અન્યનિરપેક્ષપણે છે). એ પોતાની પર્યાયના કાર્યમાં ૫૨ની કોઈ અપેક્ષા જ નથી. આહા... હા! આખી દુનિયામાં આ વાત બેસવી ( અતિ કઠણ છે ). (આ લાકડાનો) પાટડો જે ઉપર રહ્યો છે, તો એમાં (એને) નીચે (જમીન) ના આધારની અપેક્ષા નથી. નીચેની અપેક્ષાએ (તે) ત્યાં (ઉ૫૨) રહ્યો છે, એમ નથી. આહા... હા! ગજબ વાત છે!! કહે છે કેઃ એક ૫૨માણુ પણ ઊંચે ગતિ કરે છે તો (એને ) ( ધર્મદ્રવ્યની અપેક્ષા નથી ). વંટોળિયો થાય, એમાં તણખલું ઊડે છે, તેને પવનની અપેક્ષા નથી. આ પુસ્તક બને છે, એમાં બનાવવાવાળાની અપેક્ષા છે જ નહીં. અમારે (ત્યાં ) ઘણાં પુસ્તક બને છે, ઘણા પંડિત બનાવે છે! ( પણ કોણ બનાવે, પ્રભુ!)
આહા... હા! સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથનો આ સિદ્ધાંત !! ‘ ક્રમબદ્ધ' કહીને ( કર્તાકર્મની અન્યનિ૨પેક્ષપણાની આ તો જાહેરાત છે). આહા... હા! જ્યારે જે દ્રવ્યની જે પર્યાય જે સમયે (ઉત્પન્ન થવાની છે) તે સમયે (તે) ઉત્પન્ન થાય છે; તો એને પ૨ની અપેક્ષા ક્યાં રહી? ઘડો બનવામાં (કુંભાર ભલે ) નિમિત્ત હોય, (છતાં) ઘડાને કુંભારની અપેક્ષા નથી. કુંભાર હોય, પણ હોય તેથી એની અપેક્ષાથી ઘડો બન્યો છે, એમ નથી. અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬: પ્રવચન નવનીત ભાગ-૧
વણકર છે તો એનાથી એ કાપડ વણાય છે, એમ છે જ નહીં. એ કાપડની પર્યાયને ‘કર્તા-કર્મ ની અપેક્ષામાં' વણકરની અપેક્ષા છે જ નહીં. આહા... હા ! આ વાત !!
ઘરમાં તિજોરીમાં પૈસા મૂકે છે. કોઈ ન લઈ જાય. તો કહે છે કે એમાં પૈસા મૂકવાની અપેક્ષામાં, એની ( આત્માની ) અપેક્ષા છે જ ક્યાં ? (પૈસા) રહેવાની એની યોગ્યતાનાં ‘કર્તાકર્મ ’ એમાં છે. તિજોરીથી પણ રહ્યાં નથી. તિજોરીમાં મૂકયા, (તો ) એની અપેક્ષાથી આ ( પૈસા ) રહ્યા નથી. તાળું દીધું... તો કહે છે કે તાળું બંધ થયું એને કૂંચીની અપેક્ષા નથી.
આવી વાત છે, પ્રભુ! પ્રભુની વાત અપૂર્વ છે, નાથ! એ વાત કહેવા પૂરતી નથી, પણ એ વાત અંતરમાં બેસવી (જોઈએ ).
અહીં તો એમ કહે છે કે: ભગવાનની વાણી પણ કાને પડી, તો ત્યાં જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ; એવી વાણીની અપેક્ષા એમાં (જ્ઞાનમાં) નથી. આ પાનું જે છે એને વાંચવાથી જ્ઞાન થાય છે, તો કહે છે કે: જ્ઞાનની પર્યાયમાં આ પાનાની અપેક્ષા નથી. જ્ઞાનની પર્યાય ‘કાર્ય’ છે અને આત્મા ‘ કર્તા’ છે-એ (પણ) વ્યવહાર (છે). નિશ્ચયથી (તો ) પર્યાય ‘ કર્તા’ અને પર્યાય ‘કાર્ય’ છે. આહા... હા! તો એ પાનાને જોવાથી જ્ઞાન થાય છે, એ વાત સાચી નથી. અને ૫૨ને સમજવાનું-જ્ઞાન થાય છે, તો સમજાવવાવાળાની-વાણીની અપેક્ષા એમાં નથી. આહા... હા ! કેટલાથી હઠી જવું?
રોટલીનો ટુકડો થાય છે, તો (તેમાં) દાંતની અપેક્ષા નથી. દાંતના નિમિત્તે ટુકડો થાય છે ને? (ભાઈ!) ટુકડો (જે) થાય છે, એ ‘કાર્ય’ રોટલીના પરમાણુનું છે; એમાં દાંતની અપેક્ષા નથી. આ જાણવામાં આવે છે, તો ચશ્માં નિમિત્ત છે. (જો ) (ચશ્માં ) નીચે ઊતરે તો જાણવામાં ( આવે ) નહીં! (પણ ) એમ કહે છે કે (જાણવામાં) તો ચશ્માંની અપેક્ષા જ નથી. આહા... હા ! સમજાય છે કાંઈ ?
જિજ્ઞાસાઃ સર્વથા (અપેક્ષા ) નથી ?
સમાધાનઃ નિશ્ચયરૂપથી સર્વથા (અપેક્ષા ) નથી. ચશ્માં બીજી ચીજ છે અને જાણવાની પર્યાય બીજી ચીજ છે; તો જાણવાની પર્યાયમાં ચશ્માંની અપેક્ષા જ નથી. ...તો ચશ્મા ચઢાવે છે કેમ ? કોણ ચઢાવે છે? એ અઢે છે તો એના કર્તા-કર્મથી ચઢે છે;... આંગળીથી (પણ ) નથી ચઢતા. અરે... રે! એ ચશ્માં નાકના આધારે રહ્યાં છે, એવી પરની અપેક્ષા નથી.
અમારી પાસે ચર્ચા કરવા લીંબડીમાં એક દેરાવાસી (શ્વેતાંબર ) સાધુ આવ્યા હતા. મેં કીધું (કેઃ ) અમે કોઈ સાથે ચર્ચા-વાદ તો કરતા નથી, ભાઈ ! આ વાત એવી કોઈ છે કે, એમ કોઈ વાદ-વિવાદે મળે (તેમ નથી). પછી જરા ઊઠતી વખતે બોલ્યા કે ‘લ્યો! આ ચશ્માં વિના જાણવામાં આવે છે?’ (મેં ) કીધું: થઈ ગઈ ચર્ચા, ભાઈ !
‘નિયમસાર ’ માં તો કુંદકુંદાચાર્ય પ્રભુ કહે છેઃ પ્રભુ! સ્વસમય અને પ૨સમય સાથે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૧૮૭ વાદ-વિવાદ નહીં કરતો. એવી ચીજ અગમ્ય છે કે એ કાંઈ વાદ-વિવાદથી ગમ્ય થઈ જાય (તેવી વસ્તુસ્થિતિ જ નથી). સ્વસમય (એટલે) પોતાના જૈન, અને પરસમય (એટલે ) અન્ય; એની સાથે વાદ ન કરવો!
(અહીંયાં કહે છે:) “કર્તા-કર્મની અન્ય નિરપેક્ષપણે” ( –અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે ) સ્વદ્રવ્યમાં જ સિદ્ધિ હોવાથી. “આહા... હા! મહાસિદ્ધાંત !! “ક્રમબદ્ધ” નો નિચોડ (–સાર) આ છે કે પ્રત્યેક પદાર્થની જે પર્યાય જે સમયે, જે કાળે, જન્મક્ષણે ઉત્પન્ન થવાની છે, (તે) ત્યારે ઉત્પન્ન થશે. એને પરની અપેક્ષા નથી. સમજાય છે કાંઈ ?
એક હાથ બીજા હાથને અડતો નથી. એ પોતાનું આમ (અડવાનું) જે કાર્ય અહીંયા (થયું), એમાં આ આંગળીની અપેક્ષા નથી. અને આ આંગળીના કાર્યમાં આ (બીજા હાથની) આંગળીની અપેક્ષા નથી. અને આ આંગળીના કાર્યમાં આ (બીજા હાથની) આંગળીની અપેક્ષા નથી. આહા... હા! આવી વાત !!
હું લોકોને ભાષાથી સમજાવી દઉં....! (એવું) જોર સમજાવવાવાળાને આવી જાય. પણ અહીં કહે છે કે એની સમજવાની પર્યાયમાં તારી ભાષાની અપેક્ષા નથી.
જિજ્ઞાસા: પરસ્પર ઉપકારની (વાત શાસ્ત્રમાં આવે છે ને ?)
સમાધાનઃ એ વાત જ નિમિત્તનું કથન છે. હમણાં તો બધાં (પ્રકાશનો) માં આવે છે ને ! ચૌદ બ્રહ્માંડનો (આકાર) કરીને નીચે લખે છે “પરસ્પરોપગ્રહો નીવાનામ”. એ તો નિમિત્તનું કથન છે. “મોક્ષમાર્ગ પ્રકાશક' માં આઠમા અધ્યાયમાં છે. જુઓઃ “હવે, મિથ્યાદષ્ટિજીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપી, તેમનો ઉપકાર કરવો એ ઉત્તમ ઉપકાર છે. શ્રી તીર્થકર-ગણધર આદિ પણ એવો જ ઉપાય કરે છે. માટે આ શાસ્ત્રમાં પણ તેમના જ ઉપદેશાનુસાર ઉપદેશ આપીએ છીએ. –એ વ્યવહારનું કથન છે. અરે પ્રભુ! પ્રત્યેક દ્રવ્યની-સાંભળવાવાળાની-જે પર્યાય ઉત્પન્ન થાય છે, તે પર્યાય-સાંભળવાની–અપેક્ષા વિના ઉત્પન્ન થાય છે!
“સમયસાર' બંધ અધિકારમાં લીધું છે કેઃ પરનો મોક્ષ કરાય છે અને પરને બંધ કરાય છે–એમ માનો છો; તો શું એનો મોક્ષ કરાવી લ્યો છો? (ભાઈ! એવી સ્થિતિ નથી). એના અજ્ઞાનથી એને બંધ થાય છે અને (એના) વીતરાગભાવથી એનો મોક્ષ થાય છે! આહા.... હા ! બહુ ઝીણી વાત ! બહુ અપૂર્વ વાત !!
માળા ફરે છે... તો એ મણકો જે નીચે ઊતરે છે, એમાં આંગળીની અપેક્ષા નથી. આંગળી એમ ફરે છે... તો એમાં આત્માની અપેક્ષા નથી. કોઈ પર્યાય તેના સમયમાં ક્રમસરક્રમબદ્ધ થવાવાળા કાર્યનો કર્તા તો તે પરમાણુ છે. જેનું કાર્ય જુઓ. તે કાર્યનો “કર્તા” તે છે. તે “કાર્ય” માં બીજા (કોઈ ) ની અપેક્ષા જ નથી. આહા... હા! આ રોટલી બને છે, રોટલા બને છે... આમ હાથેથી ટીપીને ગોળ તો કહે છે કે એને હાથની અપેક્ષા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮: પ્રવચન નવનીત ભાગ-૧
જિજ્ઞાસા: સંયોગ તો દેખાય છે!
સમાધાન: સંયોગથી દેખવાવાળો સંયોગને જુએ છે. (જો) એના સ્વભાવથી દેખે તો એની પર્યાય એનાથી થઈ છે! જગતની દષ્ટિ સંયોગ ઉપર છે. જેમાં એમ દૂધી છે, દૂધી ઉપર છરી પડી તો ટુકડા થયા... એ પણ જૂઠું છે. ટુકડા થવામાં છરીની અપેક્ષા છે જ નહીં. આવી વાત !! શું કહે છે, સમજાય છે કાંઇ?
આહા... હા! કર્તા અર્થાત કરવાવાળો. અને એનું જે કર્મ, અર્થાત કાર્ય. કોઈ પણ ચેતન કે જડ પદાર્થનું (કર્તા-કર્મ અન્યનિરપેક્ષપણે થાય છે). એમાંથી એમ જ નીકળ્યું કે: આત્મામાં જે વિકાર થાય છે, એ કર્તા-કર્મ (અનિરપેક્ષ છે). (જડ) કર્મ “કર્તાઅને આત્મામાં વિકાર (જે ઊપજે એ એનું) “કાર્ય” -એમ છે જ નહીં. કર્મના નિમિત્ત વિના (આત્મામાં) વિકાર થાય છે? (તો) અહીં કહે છે કેઃ વિકાર થવામાં વિકારના “કાર્ય' માં, કર્તા' જીવની પર્યાયને કહો કે જીવ કહો; પણ એમાં ( વિકાર થવામાં) (જડ) કર્મની અપેક્ષા છે જ નહીં!
આહા... હા ! તો એ પણ આવ્યું કે પોતાનામાં જ્ઞાનનો જે ક્ષયોપશમ થાય છે, જ્ઞાનની શુદ્ધિની વૃદ્ધિ થાય છે-ભલે થોડું અજ્ઞાન કહો પણ એને કર્મના ક્ષયોપશમની અપેક્ષા નથી. એમાં એ આવ્યું કે નહીં? જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય, તો આત્મામાં જ્ઞાનનો વિકાસ થાયએવી અપેક્ષા છે જ નહીં.
મોટી ચર્ચા ૨૦૧૩ની સાલમાં (વર્ણજી સાથે ) થઈ હતી. તેમણે કહેલું “નહીં! કર્મનો ઉઘાડ હોય તો અહીં (જ્ઞાનનો) ક્ષયોપશમ થાય છે. કર્મનો ઉદય હોય તો અહીં (આત્મામાં) વિકાર થાય છે. (તો મેં ) કહ્યું: “એમ છે જ નહીં'.
(આ વાત) અમે તો ૬૩ વર્ષ પહેલાં-૧૯૭૧ની સાલથી કહીએ છીએ. (લોકો) બધા એમ જ કહે છેકર્મથી (આત્મામાં) વિકાર થાય છે. વિકાર થયો તો કર્મબંધન થાય છે. બેઉ પરસ્પર (સાપેક્ષ છે-) વિકાર થાય છે તો કર્મની અપેક્ષા અને કર્મનું બંધન થયું તો એ રાગદ્વષની અપેક્ષા. (પણ) અહીં તો ના પાડે છે. વિકાર થયો એમાં કર્મની અપેક્ષા નથી. “કર્તાકર્મની અન્યનિરપેક્ષપણે” આ... હા ! તત્ત્વ... બસ! આ જ ચીજ છે.
દ્રવ્યાનુયોગથી દષ્ટિ કરીને, પછી ત્રણે અનુયોગ વાંચે તો દષ્ટિમાં બેસે. “મોક્ષમાર્ગ પ્રકાશક' માં ટોડરમલજીએ લીધું છે: દ્રવ્યાનુયોગથી દષ્ટિ મળે, પછી એ દષ્ટિ પ્રમાણે ચરણાનુયોગ વાંચે તો બેસશેનહીંતર બેસશે નહીં. પ૩ વર્ષ પહેલાં, ૧૯૮૨ની સાલમાં, રાજકોટમાં “મોક્ષમાર્ગ પ્રકાશક” મળ્યું. અમે જ્યારે વાંચતા હતા ત્યારે તો ધૂન ચઢી થઈ હતી. ખાવું-પીવું-વહોરવા જવું, (એમાં) કંઈ રુચિ જ નહોતી. એમ થઈ ગયું હતું.
જિજ્ઞાસાઃ આપને કેટલી અસર થઈ હતી ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૮૯
સમાધાનઃ અસર એનાથી (–‘મોક્ષમાર્ગ પ્રકાશક' થી ) નહીં ! ( પણ ) અમારી પર્યાયની યોગ્યતા એવી હતી.
અમને સવંત ૧૯૭૮માં, ફાગણ માસમાં પહેલું સમયસાર મળ્યું. પછી ‘પ્રવચનસા૨ ’, ‘નિયમસાર' (મળ્યાં). સવારમાં એક વખત વ્યાખ્યાન આપીને, અમે અપાસરામાં એ જ વાંચતા હતા. એક મહિનામાં બે આઠમ ને એક પૂનમ ને એક અમાસ, (એમ ) ચાર ઉપવાસ રાખતા. તે દિવસે તો સવારમાં વ્યાખ્યાન આપીને, એક માઈલ છેટે જંગલમાં ચાલ્યા જતા હતા. ત્યાં બહુ મોટો ખાડો હતો. અમે તેમાં અંદર એકલા સાંજ સુધી રહેતા. (ત્યાં) ‘સમયસાર’ પહેલાં વાંચ્યું તો એવો ભાવ અંદર આવ્યોઃ અહો... હો... હો ! શરી૨ રહિત થવાની ચીજ તો આ ‘સમયસાર' છે!! મેં સંપ્રદાયમાં કહ્યું કે: શ્વેતાંબરનાં બધાં શાસ્ત્ર ભલે હો... પણ શરીર રહિત થવાની ચીજ તો ‘આ ’ છે ! આહા... હા ! ( એવો ભાવ અંદર આવ્યો કે ‘આ' શરી૨ રહિત થવાની ચીજ છે ત્યાં ‘એ ચીજ' તો નિમિત્ત છે.)
6
( અહીંયાં ) આ એક શબ્દ તો ગજબ છે!! “ કર્તા-કર્મ નિરપેક્ષ ”–એ મહાસિદ્ધાંત છે!! કોઈ પણ દ્રવ્ય-પદાર્થની પર્યાય જે સમયે થવાવાળી થશે; એ કાર્યનો ‘કર્તા' એ દ્રવ્ય છે. (અર્થાત્ ) એ પર્યાયનો ‘ કર્તા ’ (એ) દ્રવ્ય છે અને એ પર્યાય (એનું) ‘ કર્મ ’ છે. એ પર્યાયમાં પરદ્રવ્યની કોઈ અપેક્ષા જ નથી.
નિમિત્ત (ભલે ) હો. પ્રત્યેક પદાર્થના કાર્યકાળે (બીજો પદાર્થ) નિમિત્ત (રૂપે ) તો હોય જ છે. અનાદિ-અનંત જે દ્રવ્યની પર્યાય થાય છે, તે પોતાનાથી થાય છે. (છતાં) તે વખતે નિમિત્ત તો હોય છે; પણ નિમિત્તની અપેક્ષાથી તે પર્યાય થઈ, એમ નથી.
જિજ્ઞાસા: ધર્મદ્રવ્યની જેમ (નિમિત્તને) સમજવું ?
સમાધાનઃ ‘ઇષ્ટોપદેશ ’ કારે (નિમિત્તને ) ધર્મદ્રવ્યવત્ કહ્યું છે ને...! જેમ ગતિ કરવામાં પોતે સ્વતંત્ર (છે) તો ...ધર્માસ્તિકાયને ‘નિમિત્ત’ કહેવામાં આવે છે. ત્યાં તો ‘નિમિત્ત ’ કેવાં છે કે... ‘ધર્માસ્તિકાયવત્' બધાં દ્રવ્ય (નિમિત્ત) છે, એમ કહ્યું છે.
અહીં પણ એ કહે છે કે: નિમિત્તની અપેક્ષા જ નથી. નિમિત્ત હોય... પણ પર્યાયનું કાર્ય કરવામાં નિમિત્તની અપેક્ષા છે જ નહીં. જડનું કાર્ય અને ચૈતન્યનું કાર્ય અને જે સમયે છે, એ કર્તા અને એનું કાર્ય, એ સ્વદ્રવ્યમાં છે. અર્થાત્ સ્વદ્રવ્ય ‘કર્તા’ અને સ્વદ્રવ્યની
.
પર્યાય ‘કાર્ય ’, એમાં ૫૨દ્રવ્યની-નિમિત્તની અપેક્ષા છે જ નહીં. આહ... હા !
આ કાંડામાં ઘડિયાલ રહી છે, એ કાંડાના આધારે રહી છે, એમ નથી. આહા... હા ! આ તો દુનિયાની (જુદી વાત છે!) વૃદ્ધ હોય તે લાકડીનો ટેકો લે છે... (તો ) એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૮૯
સમાધાનઃ અસર એનાથી ( − મોક્ષમાર્ગ પ્રકાશક' થી ) નહીં ! (પણ ) અમારી પર્યાયની
યોગ્યતા એવી હતી.
અમને સવંત ૧૯૭૮માં, ફાગણ માસમાં પહેલું સમયસાર મળ્યું. પછી પ્રવચનસાર ’, ‘નિયમસાર ' (મળ્યાં ). સવારમાં એક વખત વ્યાખ્યાન આપીને, અમે અપાસરામાં એ જ વાંચતા હતા. એક મહિનામાં બે આઠમ ને એક પૂનમ ને એક અમાસ, (એમ) ચાર ઉપવાસ રાખતા. તે દિવસે તો સવા૨માં વ્યાખ્યાન આપીને, એક માઈલ છેટે જંગલમાં ચાલ્યા જતા હતા. ત્યાં બહુ મોટો ખાડો હતો. અમે તેમાં અંદર એકલા સાંજ સુધી રહેતા. (ત્યાં) ‘સમયસાર ’ પહેલાં વાંચ્યું તો એવો ભાવ અંદર આવ્યોઃ અહો... હો... હો! શરીર રહિત થવાની ચીજ તો આ ‘સમયસાર' છે!! મેં સંપ્રદાયમાં કહ્યું કેઃ શ્વેતાંબરનાં બધાં શાસ્ત્ર ભલે હો... પણ શરીર રહિત થવાની ચીજ તો ‘આ’ છે! આહા... હા! [ એવો ભવ અંદર આવ્યો કે ‘આ' શરી૨ રહિત થવાની ચીજ છે ત્યાં ‘એ ચીજ' તો નિમિત્ત છે.)
6
"
,
( અહીંયાં ) આ એક શબ્દ તો ગજબ છે!! “ કર્તા-કર્મ નિરપેક્ષ ”–એ મહાસિદ્ધાંત છે!! કોઈ પણ દ્રવ્ય-પદાર્થની પર્યાય જે સમયે થવાવાળી થશે; એ કાર્યનો ‘કર્તા' એ દ્રવ્ય છે. (અર્થાત્ ) એ પર્યાયનો ‘ કર્તા ’ (એ) દ્રવ્ય છે અને એ પર્યાય (એનું ) ‘ કર્મ ’ છે. એ પર્યાયમાં પદ્રવ્યની કોઈ અપેક્ષા જ નથી.
નિમિત્ત (ભલે ) હો. પ્રત્યેક પદાર્થના કાયૅકાળે (બીજો પદાર્થ) નિમિત્ત (રૂપે) તો હોય જ છે. અનાદિ-અનંત જે દ્રવ્યની પર્યાય થાય છે, તે પોતાનાથી થાય છે. (છતાં) તે વખતે નિમિત્ત તો હોય છે; પણ નિમિત્તની અપેક્ષાથી તે પર્યાય થઈ, એમ નથી.
જિજ્ઞાસાઃ ધર્મદ્રવ્યની જેમ (નિમિત્તને) સમજવું ?
સમાધાન: ‘ઇષ્ટોપદેશ' કારે (નિમિત્તને) ધર્મદ્રવ્યવત્ કહ્યું છે ને...! જેમ ગતિ કરવામાં પોતે સ્વતંત્ર (છે) તો ધર્માસ્તિકાયને ‘નિમિત્ત’ કહેવામાં આવે છે. ત્યાં તો ‘નિમિત્ત’ કેવાં છે કે ‘ધર્માસ્તિકાયવત્’ બધાં દ્રવ્ય (નિમિત્ત ) છે, એમ કહ્યું છે.
અહીં પણ એ કહે છે કે: નિમિત્તની અપેક્ષા જ નથી. નિમિત્ત હોય... પણ પર્યાયનું કાર્ય કરવામાં નિમિત્તની અપેક્ષા છે જ નહીં. જડનું કાર્ય અને ચૈતન્યનું કાર્ય અને જે સમયે છે, એ કર્તા અને એનું કાર્ય, એ સ્વદ્રવ્યમાં છે. અર્થાત્ સ્વદ્રવ્ય ‘કર્તા ' અને સ્વદ્રવ્યની પર્યાય ‘કાર્ય ’, એમાં ૫દ્રવ્યની-નિમિત્તની અપેક્ષા છે જ નહીં. આહા...
હા!
આ કાંડામાં ઘડિયાલ રહી છે, એ કાંડાના આધારે રહી છે, એમ નથી. આહા... હા ! આ તો દુનિયાથી (જુદી વાત છે!) વૃદ્ધ હોય તે લાકડીનો ટેકો લે છે... ( તો ) એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦: પ્રવચન નવનીત ભાગ-૧ (લાકડી) જમીનને અડે છે? તો (કહે છે) ના. એ (લાકડી) જમીનને અડતી જ નથી. એને હાથમાં પકડી છે... તો પણ હાથ (આ) લાકડીને અડયો જ નથી.
જિજ્ઞાસા: (લાકડી) ટેકો તો આપે છે ને? સમાધાનઃ સંયોગ છે! તો એ (અજ્ઞાની) સંયોગથી જુએ છે. જિજ્ઞાસાઃ આપ કહો છો તો માનવું જ પડે ને..!
સમાધાન: એમ નહીં. ન્યાયસર છે કે નહીં? ન્યાય અર્થાત્ “ની' ધાતુ છે, તો “ની” ધાતુમાં વસ્તુનું જેવું સ્વરૂપ છે, તે તરફ દોરી જવું, લઈ જવું એનું નામ “ન્યાય'. તો ન્યાયથી સમજવું જોઈએ. અમે કહીએ છીએ, માટે માની લેવું એમ નહીં. ન્યાયમાં ‘ની ' ધાતુ છે. “ની” ધાતુનો અર્થ છે: “લઈ જવું'. જેવી ચીજ છે, તે તરફ જ્ઞાનને દોરી જવું, તેનું નામ ન્યાય.
પ્રત્યેક ચીજ-પર્યાય પોતાના સમયમાં આઘીપાછી કર્યા વિના, પોતાના કાળમાં થાય છે; એ પર્યાયને પરદ્રવ્યની અપેક્ષા બિલકુલ-કિંચિત્ હોતી નથી. આહા... હા. હા! એવી
વાત છે!
ભગવાનનાં દર્શન કરવાથી શુભભાવ થાય છે... એની અહીં ના પાડે છે. અહીંયાં એ શુભભાવ થાય છે, એમાં પર-ભગવાનના નિમિત્તની અપેક્ષા નથી. આહા... હા! ગજબ વાત છે!! એ વસ્તુનું સ્વરૂપ જ એવું છે! એને ભગવાને બનાવ્યું નથી; જેવું છે તેવું કહ્યું; પણ (તે) કર્તાનથી.
ભગવાનની દિવ્યધ્વનિ છૂટે છે... તો દિવ્યધ્વનિનું કાર્ય ભગવાનનું છે, એમ નથી. ભગવાનની દિવ્યધ્વનિ- “ભવિ ભાગના વય જોગે' –એ પણ નિમિત્તનું વચન છે. વાણીના કાળમાં પરમાણુની પર્યાય ભાષારૂપ થવાની હતી તે પર્યાયમાં આત્માની અપેક્ષા નથી. અને સાંભળવાવાળાની પણ અપેક્ષા નથી. આહી... ! આવી વાત છે, પ્રભુ! તારી પ્રભુતાનો પાર નથી !
અહીં (કહે છેઃ ) પોતાનામાં જ્યારે સમ્યગ્દર્શન થાય છે ત્યારે એમાં રાગ અને નિમિત્તની અપેક્ષા નથી. આત્મા “કર્તા અને સમ્યગ્દર્શન-પર્યાય “કાર્ય” , એ પણ વ્યવહાર છે. બાકી પર્યાય કર્તા અને “પર્યાય” કાર્ય! એમાં નિમિત્તની અપેક્ષા નથી કે ગુરુ મળ્યા અને તીર્થકર મળ્યા, માટે સમ્યગ્દર્શન થયું. (–એવી વસ્તુસ્થિતિ જ નથી). દેશના લબ્ધિ મળવાથી જ્ઞાન થતું નથી. એ દેશનાલબ્ધિના કાળમાં જે (જ્ઞાન) ની પર્યાય થઈ, તે તો પરલક્ષી જ્ઞાન છે. એ (પર્યાય) પણ દેશનાના શબ્દથી થઈ જ નથી. એ સમયમાં એટલો પરલક્ષી વિકાસ થવાનો પર્યાયનો કાળ હતો, (તેથી) એમ થયું છે.
અહીં તો લોકો ) જ્યાં હોય ત્યાં “અમે કરીએ છીએ'... “અમે કરીએ છીએ'... “અમે બધી વ્યવસ્થા કરીએ છીએ” (-એમ વૃથા કર્તૃત્વ સેવે છે!) એ તો થવાવાળી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧ઃ ૧૯૧ ચીજ છે. આ પરમાણુ ક્યાં (સ્થાયી) રહેવાવાળી ચીજ છે? જ્યાં જવાના હોય ત્યાં જાય છે. (એક) કહે “મેં આપ્યા” અને બીજો કહે કે “મને મળ્યા” ( –એ બધું જૂઠું છે). અરે રે! બહુ ફેર, ભાઈ ! વીતરાગમાર્ગ (અને બીજામાર્ગમાં).
એવી (નિમિત્તની) ભાષા તો શાસ્ત્રમાં આવે છે. “મોક્ષમાર્ગ પ્રકાશક' માં પણ લીધું છે કે “શાતાના ઉદયથી (નીરોગી શરીર મળે, અનુકૂળ સંયોગ મળે . એ નિમિત્તની વાત છે. એમાં નિમિત્તપણું સ્થાપ્યું (છે). અશાતાવેદનીયના ઉદયથી શરીરમાં રોગ થાય છે; એ કથન નિમિત્તનું છે. રોગ થાય છે. શરીરની પર્યાયમાં, એમાં અશાતાના ઉદયની અપેક્ષા નથી.
દુનિયાના ડાહ્યાનાં ડહાપણ ઊડી જાય એવું છે! એ પૈસા લેવા-દેવા ને હું પૈસા લઈ શકું છું.... (પણ) એ પૈસાનાં કર્તા-કર્મ તો પૈસા પોતે (જ) છે. પૈસાનાં પરમાણુ “કર્તા' અને જવાનું કાર્ય” એ એની પર્યાય. (છતાં) દેવાવાળા એમ માને કે “મેં પૈસા આપ્યા” (તો, એ) મિથ્યા-ભ્રમ છે. (૮) પૈસા ક્યાંથી લાવી બેઠો?
(લોકો માને કે) આ પૈસાવાળા.. આબરૂ ઘણી.. (પણ) આત્મા પૈસાવાળો છે? કેટલા વાળા” છે? પગમાં એક વાળો નીકળે છે તો રાડ નાખે છે! (અહીં) કેટલા “વાળા'. પૈસાવાળા, બાયડીવાળા, કુટુંબવાળા, આબરૂવાળા, છોકરાવાળા, છોકરીવાળા, જમાઈ વાળા,.... તો કેટલા “વાળા' ?
આહા હા ! કોણ કોના દીકરા... કોણ કોના બાપ! અહીં તો પ્રભુ એમ કહે છે: બાપાની પર્યાયનો કર્તા બાપનો આત્મા છે. અને છોકરાની પર્યાયનો કર્તા તે (છોકરાનો) આત્મા છે; એની પર્યાયનો કર્તા એ આત્મા છે, તો તે એનો દીકરો ક્યાંથી થયો? અને દીકરાનો બાપ.... બાપ થયો ક્યાંથી પ્રભુ?
આવી વાત છે, ભાઈ ! બહારમાં તો સાંભળવા ય મળતી નથી. આ વાત સંપ્રદાયમાં ચાલતી નથી. અને અહીંનો વિરોધ કરે છે! અરે પ્રભુ! આ (વાત) અમારા ઘરની નથી. આ વસ્તુનું સ્વરૂપ જ છે !
આહા.... હા ! પ્રત્યેક પદાર્થમાં જે સમયે પર્યાય ઉત્પન્ન થવાનો કાળ છે, તે સમયે ઉત્પન્ન થશે. નિમિત્ત હોય છે, પણ નિમિત્તથી ઊપજે એવી અપેક્ષા નથી.
“તત્ત્વાર્થરાજવાર્તિક' માં એવું પણ આવ્યું છે કે એક કાર્યમાં બે કારણ-ઉપાદાન અને નિમિત્ત (પણ) એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. બાકી ઉપાદાનની પર્યાય થવામાં કોઈ નિમિત્તની અપેક્ષા જ નથી. સમજાણું કાંઈ ?
અત્યારે તો (કેટલાક) પંડિત એમ કહે છે કે પ્રત્યેક પદાર્થમાં ઉપાદાનની અનેક યોગ્યતા છે, પણ જેવું નિમિત્ત મળે એવું કાર્ય થાય છે. નહીંતર એકાંત છે... એકાંત છે !
હે પ્રભુ! આ “કમબદ્ધ' માં (ઉત્પાધ-ઉત્પાદકભાવનો અભાવ) નાખ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨: પ્રવચન નવનીત ભાગ-૧ “કમબદ્ધ ' ની વિશેષ પુષ્ટિનું કારણ આ છે. આ શબ્દો એમાં નાખ્યા છે, એનું કારણ છે કે જે પદાર્થમાં જે સમયે જે પર્યાય ઉત્પન્ન થશે, એમાં પરની (કાંઈ અપેક્ષા નથી). “ઉત્પા” ઉત્પન્ન થવા લાયક (એક ચીજ ), અને “ઉત્પાદક” બીજી ચીજ, એમ છે જ નહીં. એ ઉપર આવી ગયું છે ને....! “ આમ જીવ પોતાનાં પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાધ-ઉત્પાદક ભાવનો અભાવ છે. દરેક દ્રવ્યની પર્યાયમાં પર્યાયરૂપી “ઉત્પાધ” અને નિમિત્ત “ઉત્પાદક' એવો અભાવ છે. આહા... હા ! બહુ કઠણ ! અપૂર્વ વાત છે, પ્રભુ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથની દિવ્યધ્વનિ ‘આ’ છે!
અત્યારે તો ઘણી ગરબડ થઈ ગઈ છે. વ્યવહારથી નિશ્ચય થાય છે ને... આમ થાય છે ને તેમ થાય છે!
અહીં તો કહે છે કે: (જે) પોતાની નિશ્ચયપર્યાય સ્વદ્રવ્યના આશ્રયે થઈ, એનો કર્તાઆત્મા (છે) અને તે નિર્મળપર્યાય (એનું) “કર્મ” (છે); એમાં કોઈ રાગની કે પરની અપેક્ષા છે જ નહીં. વ્યવહાર રાગની મંદતા હતી. તો આ નિશ્ચય સમ્ય
ચું ( –એમ નથી). જ્યારે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે, તે પહેલાં શુભભાવ હોય છે. અશુભભાવ હોય અને પછી સમકિત થાય, એમ થતું નથી. (અર્થાત્ ) જ્યારે ;
રે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે, ત્યારે તો એની પહેલાં-છેલ્લે શુભભાવ જ હોય છે. “આ હું આનંદ છું... શુદ્ધ છું” એવો જે વિકલ્પ આવે, તે શુભભાવ છે. તો (એથી) સમ્યકગ્દર્શન ઉત્પન્ન થયું, એમ છે જ નહીં. (અર્થાત્ ) સમ્યગ્દર્શન “ઉત્પાઘ” અને રાગ-વિકલ્પ “ઉત્પાદક' –એમ નથી. આ એટલામાં આટલું લખ્યું છે !
અહીંના પંડિતોનો પ્રભાવનામાં મોટો હાથ છે. (પણ) એ કથન નિમિત્તથી છે. જ્યાં જ્યાં પ્રભાવનાની પર્યાય થવાવાળી થાય છે, તો તેમને નિમિત્ત કહેવામાં આવે છે. પણ એ નિમિત્તની અપેક્ષા પ્રભાવનાની પર્યાયમાં નથી !
(આ વાત) આમાં (શાસ્ત્રમાં) છે કે નહીં? જુઓઃ “કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે સિદ્ધિ હોવાથી” (એટલે કે, કોઈ પણ પદાર્થ કર્તા ' થઈને, “કર્મ' અર્થાત્ તે તે સમયે (પોતપોતાની) પર્યાયનું કાર્ય થયું, તે અન્યનિરપેક્ષપણે (છે). અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ સિદ્ધિ હોવાથી (તેને) પરદ્રવ્યની અપેક્ષા નથી.
સ્વદ્રવ્યની પર્યાય તે “કાર્ય અને સ્વદ્રવ્ય એનું “કર્તા' –એ (પણ) વ્યવહારથી છે. બાકી પર્યાય કાર્ય અને પર્યાય કર્તા (એમ છે!) એ સ્વદ્રવ્યમાં છે. પણ એ પર્યાય “કાર્ય' અને નિમિત્ત “કર્તા' –એવી કોઈ ચીજ વસ્તુસ્થિતિ) નથી! આહા.... હા ! સમજાય છે કાંઈ? આ વાત, પ્રભુ ! ભાષાથી નહીં (પણ) અંતરમાં બેસવી (બહુ કઠણ! એમાં ઘણો પુરુષાર્થ જોઈએ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૯૩ જિજ્ઞાસા: આ વાત આપણે સોનગઢથી કાઢી છે? સમાધાન: એ નિમિત્તથી કથન છે. વાત તો (સનાતન) એવી જ છે!
સંવત ૨૦૧૩ની સાલમાં ત્યાં (ઈશરીમાં) ચર્ચા ઘણી થઈ હતી. તે તો દિગંબર સંપ્રદાયમાં મોટા આબરૂદાર. પણ તેમને આવાત નહોતી મળી. (તેમની માન્યતા એ કેઃ) ક્રમબદ્ધ ખરું. પણ આ પર્યાય પછી આ જ પર્યાય થશે એમ નહીં. (મું) કહ્યું કે નહીં! આ પર્યાય પછી એ જ પર્યાય થશે, એવી “ ક્રમબદ્ધ ' ની વ્યાખ્યા છે.
આહા... હા! અહીં તો કહે છે કે ભગવાનનાં દર્શનથી શુભ ભાવ થયો, એમ નથી. એ સમયે શુભ ભાવ થવાના ક્રમમાં આવવાવાળી પર્યાય છે! ભગવાનનાં દર્શનથી–નિમિત્તથી શુભ ભાવ થયો, એમ નથી. આહા... હા ! આવી વાત !!
જિજ્ઞાસાઃ આ બધું આવું માને (તો) પછી કોઈ (દર્શન) કરશે નહીં?
સમાધાન પણ કરે છે કોણ? માત્ર એની સમજણમાં ફેર છે! બાકી પર્યાય થવાવાળી તો થશે જ.
| જિજ્ઞાસાઃ મેં ભગવાનનાં દર્શન કર્યા તો મને શુભ ભાવ થયો. ઘરે સ્ત્રી પાસે રહે તો શુભ ભાવ કેમ નથી થતો? અહીં હું આવ્યો ને ભગવાનનાં દર્શન કર્યા તો શુભ ભાવ થયો!
સમાધાનઃ જૂઠી વાત છે! સ્ત્રી પાસે હતો ને અશુભ ભાવ થયો, તો તે પણ સ્ત્રીના કારણે થયો, (એમ નથી). નિરપેક્ષપણે અશુભ ભાવ થયો છે. (શુભ-અશુભ બને ભાવમાં) પરની અપેક્ષા છે જ નહીં.
આહા... હા! આવી વાત છે, પ્રભુ! અલૌકિક વાત છે!! આ એક શબ્દમાં તો આખો બાર અંગનો સાર છે! “ક્રમબદ્ધ' ની સિદ્ધિમાં ‘આ’ આવ્યું છે. જ્યારે દરેક દ્રવ્યની પર્યાય તે સમયે ક્રમે થવાવાળી છે, તો એને કોઈ નિમિત્તની અપેક્ષા નથી ! એમાંથી આ આવ્યું છે:
“કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે” (એટલે કે) પ્રત્યેક પદાર્થમાં જે તે તે સમયમાં જે પર્યાય થાય છે, (તે અનિરપેક્ષપણે થાય છે). અહીંયાં “ક્રમબદ્ધ' માં તો નિર્મળ પર્યાયની વાત છે. તો નિર્મળ પર્યાય જે થાય છે, તો એમાં “કર્તા' આત્મા અને નિર્મળ પર્યાય “કર્મ'. એમાં કર્મનો ક્ષયોપશમ થયો તો સમકિત થયું, એમ નથી. જ્ઞાનમાં ઘટ-વધ થાય છે (એ કર્મના નિમિત્તથી નહીં).
અમે આ વખતે ત્યાં (ઈશરીમાં) કહ્યું હતું અને પહેલાં પણ કહ્યું હતું કે જે સમયમાં પર્યાય થાય છે, એને નિમિત્તની–પરની અપેક્ષા જ નથી! (ત્યાં) વિકારનો પ્રશ્ન થયો હતો. (મેં) કહ્યું કે વિકાર (જે થાય) છે, એમાં કર્મના નિમિત્તની અપેક્ષા છે જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪: પ્રવચન નવનીત ભાગ-૧ નહીં જુઓ! “પંચાસ્તિકાય' ગાથા-૬૨, સંસ્કૃત ટીકાઃ [“સ્વયમેવ પIRછીયેળવ્યવતિષમાનો ન વIRછiતરમપેક્ષતે”.) પર કારકની અપેક્ષા જ નથી. (કોઈ પણ કાર્યમાં,) પરકારકની કાંઈ અપેક્ષા છે જ નહીં. (જ્યારે) વિકાર થવામાં પણ કર્મની અપેક્ષા નથી, તો પ્રભુ! ધર્મની પર્યાય થવામાં પરની કાંઈ અપેક્ષા જ નથી ! આહા.... હા... હા! આવી વાત છે!! (લોકોને) વાત આકરી લાગે છે. (પણ) માર્ગ તો “આ” છે! આ તો (અહીં) દાંડી પીટીને કહેવામાં આવે છે.
ક્રમબદ્ધ” ની પુષ્ટિમાં આ વાત લીધી છે. અંદર (શાસ્ત્ર) માં લખ્યું છે કે નહીં? જુઓ: પહેલાં શરૂ કર્યું છે કે પ્રત્યેક જીવ અને અજીવ પોતાના સમયે ઉત્પન્ન થવાવાળી પર્યાયના ઉત્પાદક છે; પર (–બીજો) નહીં. અને તે પણ તે જ સમયે (થાય), આઘીપાછી નહીં. કોઈ દ્રવ્યની, કોઈ પર્યાયને, (કોઈ) આઘીપાછી કરી શકે-એમ (બની શકે જ નહીં). આહા.... હા.... હા ! ( એક દ્રવ્યની પર્યાયને) અન્ય દ્રવ્યની અપેક્ષા તો નથી; પણ સ્વદ્રવ્ય પણ પોતાની પર્યાયને આઘીપાછી કરે શકે, એવું વસ્તુનું સ્વરૂપ નથી. એ “કમબદ્ધ' નો નિર્ણય કરવામાં “આ સરવાળો” આવ્યો છે ! (જેમ) પાંચપંચા પચ્ચીસ; કે સરવાળો શું આવ્યો કે પચ્ચીસ આવ્યો. એમ આ “ક્રમબદ્ધ ” નો સરવાળો શું ? કે એનો સરવાળો ‘આ’.
નિગોદના જીવમાં હીણી દશા, એ કર્મથી થઈ નથી. એમ કહે છે કે, જ્યાં સુધી એકેન્દ્રિયનિગોદ છે ત્યાં સુધી કર્મનું જોર છે. અને મનુષ્યાદિ થાય પછી આત્માનું જોર ચાલે છે. (પણ) અહીં તો કહે છે કે દરેક સમયમાં પોતાની પર્યાયના “કર્તા” તે તે આત્મા છે. નિગોદ-લસણ, ડુંગળી, લીલફૂગ (વગેરે) –માં અનંત જીવ છે. અને અનંત જીવમાંના દરેક જીવને બે બે શરીર-તૈજસ-કાશ્મણ-સાથે છે. આંગળીના અસંખ્યાતમાં ભાગમાં અનંત જીવ છે, અનંત શરીર પણ છે. એક પરમાણુની પર્યાય, બીજા પરમાણુની પર્યાયને (ભલે ) નિમિત્ત હોય; પણ એ નિમિત્તની ...અપેક્ષાથી પરમાણુમાં પર્યાય થઈ, એમ નથી અને કર્મના ઉદયથી, અનંત નિગોદનીય પર્યાય થઈ. એમ પણ નથી. નિગોદની પર્યાય જે થઈ, તે જ સમયે (તે) થવાવાળી હતી; તે પરની અપેક્ષા વિના પોતાનાથી (થઈ છે!) (અર્થાત્ ) પરના કર્તા-કર્મની અપેક્ષા વિના, એ પર્યાયનો “કર્તા ' એ જીવ છે અને એ પર્યાય એનું કાર્ય છે ! આહા... હા! ભારે વાત ભાઈ !
“મોક્ષમાર્ગ પ્રકાશક' માં એવું આવ્યું છે કેઃ નદીમાં ચાલતાં, પાણીનું જોર ઘણું હોય તો (શરીર) પાછું ચાલે છે, ત્યાં આત્મા રોકી નથી શકતો. નદીનું દષ્ટાંત છે; એ તો નિમિત્તના કથનથી કહ્યું છે. બાકી (તો) એ સમયે પણ પાણીના પ્રવાહમાં જે શરીર પાછું ચાલે છે, તે પોતાની પર્યાયથી, પોતાના કર્તા-કર્મથી એમ ચાલે છે; પાણીના કારણે નહીં. આહ.. હા !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૯૫ એક બ્રહ્મચારી હતા. તે મોટરમાં બેઠા હતા. તેણે પછી એમ કહ્યું કે: સોનગઢ એમ કહે છે કે આપણે મોટરથી અહીં ચાલતા નથી' (પણ) મોટર ચાલતી હોય ને અંદર બેઠા હોય તો (આપણે) (મોટરથી) ચાલીએ છીએ ને! (પણ અહીં કહે કે:) મોટર ચાલે છે તો શરીર ચાલે છે, એમ છે જ નહીં! અંદર શરીરને ગતિ કરવામાં, મોટરની અપેક્ષા જ નથી. આ વાત !! મોટર પૈડાંથી ચાલે છે. એ પણ અપેક્ષા નથી.
જિજ્ઞાસા: (મોટર) પેટ્રોલથી તો ચાલે છે ને?
સમાધાનઃ પેટ્રોલથી (મોટર) ચાલતી નથી. (પણ) લોકો નામ સોનગઢનું આપે છે અને એમ કહે છે કે, સોનગઢની મોટર પેટ્રોલ વિના ચાલે છે અને આપણે મોટર પેટ્રોલથી ચાલે છે. અહીં કહે છે કે પેટ્રોલની પર્યાયનો “કર્તા પેટ્રોલ છે. મોટર ચાલે છે, તો એનો “કર્તા” એ મોટરનાં પરમાણુ છે. પેટ્રોલથી મોટર ચાલે છે એ વાત સાચી નથી. અર... ૨. ૨! આ વાત બહાર આવી છે: “સોનગઢની મોટર પેટ્રોલ વિના ચાલે છે. અરે! મોટર સોનગઢની છે જ નહીં; મોટર મોટરની છે.
એ મોટરની ચાલવાની જે પર્યાય થાય છે, એને એના ડ્રાઈવરની અપેક્ષા નથી. એની નીચે પૈડાં છે... એની અપેક્ષા પણ મોટરને નથી. અને મોટરમાં બેઠો છે, તો એનું (માણસનું) શરીર આમ ગતિ કરે છે, એમ પણ નથી. એ શરીરની પર્યાયનો “કર્તા' તે સમયમાં શરીરનાં પરમાણુ છે. મોટરથી એ (શરીર) ચાલે છે (અને) શરીર અંદર (મોટર) માં બેઠું છે, એમ પણ નથી. અરે. રે! ભાઈ, સોનગઢનું નામ પાડીને કહે ને લોકો... (તો કહો ભલે ! વસ્તુસ્થિતિ એ જ છે).
આ (અહીંયાં, શું કહે છે? જુઓઃ કોઈ પણ દ્રવ્યમાં “કર્તા” થઈને, તે સમયમાં (જે) કાર્ય થાય છે, તે “કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે” (થાય છે), તેમાં અન્ય દ્રવ્યની અપેક્ષા નથી. આહા... હા... હા! એમાં પરપદાર્થની અપેક્ષા છે જ નહીં.
રોગ થાય છે અને દવાથી મટે છે, એવી અપેક્ષા નથી એમ કહે છે. અરે રે ! ગજબ વાત છે !! “તત્ત્વાર્થરાજવાર્તિક” માં એવું (કથન) છે. આયુર્વેદ છે, તો દવા મળે છે; અને દવાથી (રોગ) મટે છે. એ કથન તો વ્યવહારથી કર્યું છે. (ખરેખર) એવું નથી. શરીરનાં પરમાણુમાં જે રોગ થાય છે, તે અશાતાના કારણે થયો; એમ નથી. અશાતાનો (ઉદય) જડ બીજી ચીજ છે અને આ (શરીર) બીજી ચીજ છે, તો આ રોગ થવામાં અશાતાના ઉદયની અપેક્ષા જ નથી. આહા... હા ! આવી વાત!! સાંભળવી પણ કઠણ પડે.
આહા.... હા! “કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે”આ તો મહાસિદ્ધાંત છે! ચૌદ બ્રહ્માંડનો સિદ્ધાંત છે! અનંત તીર્થકરો, અનંત કેવળીઓ, અનંત સંતો, અનંત સમકિતીઓએ એ પ્રમાણે માનીને, એવું દુનિયાને કહ્યું છે! “કહ્યું છે' એ પણ કાર્યની કર્તા વાણી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬: પ્રવચન નવનીત ભાગ-૧
આહા... હા! “કર્તા-કર્મની અન્ય નિરપેક્ષપણે” (એટલે કે ) અન્ય દ્રવ્યથી નિરપક્ષ પણે, પરની અપેક્ષા વિના, દરેક દ્રવ્યની પર્યાય પોતાના દ્રવ્યથી થઈ છે. “સ્વદ્રવ્યમાં જ સિદ્ધિ હોવાથી, જીવને અજીવને કર્તાપણું (કર્તુત્વ) સિદ્ધ થતું નથી.” ( અર્થાત્ ) “જીવ અજીવનું કાર્ય કરે ' એમ સિદ્ધ થતું નથી.
જીવ પોતાની પર્યાયને કરે અને પરની (પર્યાયને) પણ કરે તો “બે કિયાવાદી ' મિથ્યાષ્ટિ થાય છે. સમયસાર” માં આવે છે. પોતાની પર્યાય પણ કરે અને પરની પણ કરે, તો એક દ્રવ્ય બે ક્રિયાને કરે (–એવું માનનાર) મિથ્યાષ્ટિ છે, અજ્ઞાની છે; એને જૈનની ખબર નથી.
વિશેષ કહેશે..
*
*
*
[ પ્રવચનઃ તા. ૨૮-૭-૭૯]
પહેલાંનો થોડો ભાગ બાકી છે. પછી થોડી એ એક લીટી ફરીથી લઈ લઈએ. ઘણી ઝીણી વાત (છે). અપૂર્વ છે! ક્રમબદ્ધ' જે કહ્યું કે દરેક દ્રવ્યની પર્યાય, જે સમયે જ્યારે થવાવાળી છે, તે થશે. અને પછીના સમયે (જે) થવાની હશે, તે જ થશે. એમાં કોઈ દ્રવ્ય પોતાની પર્યાયમાં પણ ફેરફાર કરી શકતો નથી. જ્યારે પ્રત્યેક દ્રવ્ય પોતાની પર્યાયને પણ ફેરફાર-આગળ પાછળ કરી શકતો નથી તો (પછી) પરદ્રવ્યથી એમાં પર્યાય થાય, એમ તો છે જ નહીં. એ અહીં આપણે કાલે ચાલ્યું હતું.
કર્તા-કર્મની અન્ય નિરપેક્ષપણે” (એટલે કે ) પ્રત્યેક પદાર્થ વર્તમાન સમયમાં પોતાનો કર્તા (છે). અર્થાત સ્વતંત્ર કર્તા થઈને વર્તમાન પર્યાય જે છે, તે એનું કર્મ અર્થાત્ કાર્ય છે. એ કર્તા-કર્મની પ્રવૃત્તિ, અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે છે. પરદ્રવ્ય નિમિત્ત છે તો ત્યાં (ઉપાદાનમાં) એ (કાર્ય) થાય છે, એમ નથી. કથન (ભલે) આવે.
બપોરે કથન આવ્યું હતું ને કે “કર્મના ક્ષયથી ક્ષાયિક થયું'. એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. બાકી ક્ષાયિક-કેવળજ્ઞાન પર્યાય જ્યારે થાય છે તો (તેને) પર-નિમિત્તની તો અપેક્ષા નથી, પણ પૂર્વપર્યાની અપેક્ષા નથી. આહા.... હા! આવી ચીજ છે !! બહુ ઝીણી.. બાપુ!
પ્રત્યેક પદાર્થમાં પોતાના સ્વકાળે - જન્મક્ષણે-ઉત્પત્તિકાળે - પોતાના સમયે પર્યાય ઉત્પન્ન થાય છે. એ આગળ-પાછળ પણ થતી નથી. અને પરથી તો (તે) થતી જ નથી. પરની અપેક્ષા જ નથી. જે પર્યાય પોતાના સમયે થવાવાળી છે, તે “સત્' છે. ભલે તે (પર્યાય) વિકારી હોય કે અવિકારી. અહીંયાં તો અવિકારીની વાત કરી છે. સમજાય છે કાંઈ ?
પટકારકના પરિણમનમાં વિકૃતિ (જે) છે, એનાથી રહિત થવું, તે પોતાના સ્વભાવનો ગુણ છે, (અર્થાત્ ) પકારકરૂપે જે વિકૃત અવસ્થા પર્યાયમાં થાય છે, તેનાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૧૯૭ રહિત થવું, એવો પોતાનામાં “ભાવ” નામનો ગુણ છે. પરથી રહિત થવું, તે પોતાનો ગુણ છે. રાગરૂપ થવું, તે પોતાની ગુણ-દશા નથી.
અહીં તો કહે છે: “કર્તા-કર્મની અન્ય નિરપેક્ષપણે” (એટલે કે ) જે સમયે જે દ્રવ્યની પર્યાય થાય છે, એમાં અન્ય દ્રવ્યની અપેક્ષા જ નથી. કેવળજ્ઞાન થાય છે તેમાં કર્મના ક્ષયની અપેક્ષા નથી. ક્ષય હોય..! ક્ષયની વ્યાખ્યાઃ કર્મરૂપ પરિણમન જે છે, તે બીજે સમયે અકર્મરૂપે થાય તે ક્ષય. ક્ષયનો અર્થ: કોઈ ચીજ નાશ થાય છે – એમ નથી. કર્મરૂપ પર્યાય હતી, તે અકર્મરૂપ થઈ, એને “કર્મનો ક્ષય' કહેવામાં આવ્યો છે. તો એ કર્મના ક્ષયની પણ (અપેક્ષા) પોતાનામાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં કે સમ્યગ્દર્શન થવામાં (નથી). સમ્યગ્દર્શન થવામાં દર્શનમોહના અભાવની અપેક્ષા નથી. આ તો કરવા લાયક પોતાની ચીજમાં છે. પોતાની પર્યાય પોતાથી છે. એમાં પરની કાંઈ અપેક્ષા (નથી). અથવા આ નિમિત્ત છે તો (સમકિત) થયું (એમ નથી ). કથન આવે. ઉચિત નિમિત્ત હોય છે. પ્રત્યેક અનાદિ-અનંત પર્યાયમાં જે જે સમયે, જે પર્યાય થવાવાળી છે; એમાં સામે અનુકૂળ-ઉચિત નિમિત્ત હોય છે. પણ ઉચિત નિમિત્ત છે તો પર્યાય થાય છે, એવી અપેક્ષા નથી. આહા... હા ! સમજાય છે કાંઈ?
અપૂર્વ વાત છે, પ્રભુ આત્માનું હિત કોઈ અલૌકિક છે. એ કોઈ સાધારણ રીતે થઈ જાય છે, (એમ નથી). આહા.... હા ! વૈરાગ્ય કહ્યો ને? વૈરાગ્ય પણ ત્યારે થાય છે, કે જ્યારે પોતાની પર્યાયમાં, પોતાની સમ્યગ્દર્શનની પર્યાય, પોતાના દ્રવ્યના અવલંબનથી થાય ત્યારે. (સમ્યગ્દર્શનની) પર્યાયના કાળે શુભ-અશુભ ભાવથી વિરકત થવું - એ વૈરાગ્ય છે !
જ્ઞાનમાં ત્રિકાળી શાકભાવની પ્રતીતિ થઈને અનુભવ થવો, અનુભવ થઈને પ્રતીતિ થવી – એમાં પરદ્રવ્યની કોઈ અપેક્ષા કે કર્મ ખસે તો એમ ( પ્રતીતિ-અનુભવ) થાય, ( એવી વસ્તુસ્થિતિ નથી). કર્મનો ઉદય આવે તો વિકાર થાય, એ બધી વાતો જૂઠી છે. શાસ્ત્રમાં એ (પ્રકારે) કથન આવે.. તો તે પણ જૂઠું – વ્યવહાર છે. આહા.... હા! શ્રી રાજમલજીએ “કલશ ટીકા” માં ઘણીવાર લખ્યું છે: જૂઠું વ્યવહારથી કથન છે; સત્ય નથી. સત્ય વ્યવહાર તો પોતાની પર્યાય પોતાનાથી થઈ (તે છે). તે પણ સદ્દભૂત વ્યવહારનય છે. પોતાના દ્રવ્યથી ધર્મની પર્યાય (જે) પોતાના દ્રવ્યના આશ્રયથી થઈ, તે પણ સદભૂત વ્યવહાર છે. નિશ્ચયથી તો તે સમયની તે પર્યાયને દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. નિમિત્તની અપેક્ષા નથી. - એવી પર્યાય “સત” છે; તેને કોઈ હેતુ” ની જરૂર નથી – અહેતુક છે'.
કોઈપણ દ્રવ્યની પર્યાયનાં કર્તા-કર્મ ભિન્ન હોય, એમ નથી. તે તે દ્રવ્ય “કર્તા” અને તે તે દ્રવ્યની પોતાની પર્યાય તે “કર્મ' અર્થાત્ “કાર્ય'. (- એ કર્તા-કર્મ.) એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮: પ્રવચન નવનીત ભાગ-૧ કથન પણ ઉપચારથી છે. બે ભાગ (–ભેદો પડી ગયા... ને? બાકી “કર્મ” જે નિર્વિકારી પર્યાય ધર્મની થાય છે, તે પોતાથી થાય છે; તેને કોઈની અપેક્ષા જ નથી. પરની અપેક્ષા તો નથી પણ ખરેખર-નિશ્ચયથી તો તે “સ” છે. “સમ્યગ્દર્શન' સત છે. ( જો કે ) એ સમ્યગ્દર્શન' દ્રવ્યના લક્ષે થાય છે છતાં, એને દ્રવ્ય અને ગુણની (પણ) અપેક્ષા નથી. આહા... હા !
આવી વાત ( લોકોને માનવામાં) મુશ્કેલી પડે! અરે.... રે! કયારે સમજે? બાપુ! (આ) મનુષ્ય ભવ અનંતકાળે મળ્યો છે, એમાં ‘આ’ નહિ સમજે તો આખું મનુષ્યપણું વ્યર્થ થઈ જશે! અને ક્યાં જન્મશે? ચોર્યાશી લાખ યોનિમાં ક્યાંય ઠેકાણું નથી !
અહીંયાં કહે છે: “કર્તા-કર્મની અન્ય નિરપેક્ષપણે” અન્યનિરપેક્ષ (એટલે) કોઈ અપેક્ષા જ નથી. આહા... હા! શાસ્ત્રમાં અપેક્ષાનું જ્ઞાન તો ઘણું આવે છે ને ? તો કહ્યું (કે.) “ નિમિત્ત છે' એનું જ્ઞાન કરાવવા માટે એ (કથન) છે. મોક્ષમાર્ગ પ્રકાશક ' સાતમાં અધ્યાયમાં છે કે વ્યવહાર કહ્યો છે, એ નિમિત્તનું જ્ઞાન કરાવવા (માટે છે ). વ્યવહાર કહે છે એવું નથી. નિમિત્ત કહે છે – વ્યવહાર કહે છે એવું નથી. પણ વ્યવહાર નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કહ્યો છે. (જોડે ) બીજી ચીજ છે એનું જ્ઞાન (થાય). પણ બીજી ચીજથી બીજી ચીજમાં કાંઈ (કાર્ય) થયું – એવી કોઈ અપેક્ષા, વસ્તુના સ્વરૂપમાં નથી.
પરમાત્મા પોતાનું સ્વરૂપ.... અહો.. હો ! પૂર્ણાનંદનો નાથ, પૂર્ણસ્વરૂપ છે! એમાં એક એક ગુણમાં પ્રભુતાની શક્તિ પ્રભુતાથી ભરી પડી છે! એવા અનંતા ગુણો, ઈશ્વર શક્તિથી - પ્રભુત્વશક્તિથી - પોતાના પ્રતાપથી સ્વતંત્રપણે પરિણમે, એવી પ્રભુત્વ નામની શક્તિ નથી પરિણમે છે ). અનંતગુણમાં પ્રભુત્વ નામની શક્તિનું રૂપ છે.
આહા. હા! અનંત ગુણ જેટલા છે એની જે પર્યાયો (ઉત્પન્ન થાય છે) એમાં (બીજા) ગુણની અપેક્ષા નથી. આ પર્યાય સમ્યકત્વની થઈ, તો સમ્યજ્ઞાનની પર્યાય (થાય) એવી પણ અપેક્ષા નથી. (એક) પર્યાયને બીજી પર્યાયની અપેક્ષા નથી. કારણ કે ( પ્રત્યેક પર્યાય) “સત” છે. “સત છે” એનો “હેતુ' હોતો નથી. “સમયસાર' બંધ અધિકારમાં લીધું છે: “દ્રવ્ય' અહેતુક, ગુણ” અહેતુક, “પર્યાય” અહેતુક. એમ અહીંયાં
આહા.. હા! આ સમજવું... પ્રભુ! એ કાંઈ (સાધારણ ) વાત નથી કે આ કાંઈ વાંચી લીધું ને... આમ કહે છે ને તેમ કહે છે, એમ જ્ઞાન કરી લીધું, માટે તે સમજી ગયો એવી ચીજ નથી પ્રભુ!
કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે ” (તો કહે છે કે, પોતાની પર્યાયમાં, ત્રણ લોકના નાથની પણ અપેક્ષા બિલકુલ નથી. પોતાના સમ્યગ્દર્શનમાં, ભગવાન ત્રણ લોકના નાથ સર્વજ્ઞા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮ - ૩૧૧: ૧૯૯
પ્રભુની તો અપેક્ષા નથી, એની વાણીની (−દેશનાની પણ) અપેક્ષા નથી. અને જે શાસ્ત્ર બન્યું છે એની પણ સમ્યગ્દર્શનની પર્યાયમાં અપેક્ષા નથી.
એ (સમ્યગ્દર્શન ) પુણ્યથી પણ થતું નથી. પુણ્યથી અનુકૂળ નિમિત્ત મળે છે, એ પુણ્યથી પણ નહીં કેમ કે પુણ્યના પરમાણુ જડ ભિન્ન છે અને આવવાવાળી ચીજ ભિન્ન છે. આવવાવાળી ચીજને શાતાનું નિમિત્ત છે, તો (તે ) આવી; એવી અપેક્ષા નથી. શરીરમાં નીરોગતા થઈ અને સરોગતાનો વ્યય થયો, તો એમાં શાતાવેદનીયના નિમિત્તની નિમિત્ત હોય પણ એની – અપેક્ષા નથી. એમ ભગવાન ત્રિલોકનાથનાં દર્શન કરવાની શુભ ભાવ થાય છે, એવી કોઈ અપેક્ષાથી નથી. આહા! અહીંયાં તો શુભ ભાવની વાત નથી. પણ શુભભાવના કાળે જે જાણવાની પર્યાય પોતાની છે જ્ઞાતા-દ્રષ્ટાની પર્યાય છે એમાં શુભ ભાવની અપેક્ષા નથી અને શુભ ભાવમાં (પણ ) ભગવાનની વાણી અને ભગવાનની અપેક્ષા નથી! આહા... હા ! આવી વાત !!
=
–
આ તો નિવૃત્ત તત્ત્વ છે! પ્રભુ અંદર તો નિવૃત્ત તત્ત્વ છે! એમાં કાંઈ રાગની પ્રવૃત્તિ આદિ સ્વભાવ છે જ નહીં. આહા.. હા! પરદ્રવ્યથી તો નિવૃત્ત છે જ. પણ રાગ દયા-દાન, દેવશાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાના રાગ-થી પણ (આ) તત્ત્વ નિવૃત્ત છે. છતાં, વ્યવહાર આવે છે તો ( પણ ) વ્યવહારની અપેક્ષા નિશ્ચયમાં નથી. (શાસ્ત્રમાં) જ્યાં સુધી કર્મનું જોર છે ત્યાં સુધી રાગાદિ આવી જાય છે.
ભાષામાં એમ આવે કે: જ્ઞાનીને
બે ઠેકાણે ભાવાર્થમાં પંડિત જયચંદ્રજીએ લખ્યું છે ને...? ધર્મીને સ્વદ્રવ્યના અવલંબનથી પોતાના સ્વરૂપની પ્રતીતિ અનુભવ સમ્યગ્દર્શન થયું – એમ કહેવામાં આવે છે; એમાં પણ જે પર્યાય સમ્યક્ થઈ, તે ષટ્કારકથી પરિણમીને, એ (પર્યાય ) સ્વયં કર્તા (થઈને ) સ્વતંત્રપણે દ્રવ્યનું લક્ષ કરે છે. એવી કર્તા-કર્મની પટ્કારકની પરિણિત, જે પર્યાયમાં થાય છે, એમાં ૫૨ની અપેક્ષા તો નથી પણ (પોતાના ) દ્રવ્ય-ગુણની ય અપેક્ષા નથી !
( અહીંયા કહે છે કેઃ ) “ અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ સિદ્ધિ હોવાથી ” પોતાની પર્યાયમાં સ્વદ્રવ્યથી સિદ્ધિ થવાથી, એ સ્વદ્રવ્યની પર્યાયનો કાળ છે - જન્મક્ષણ છે. ‘પ્રવચનસાર ’ગાથા-૯૯ માં (મોતીના) હારનું દૃષ્ટાંત આપ્યું છેઃ ૧૦૮ મોતી, જે ક્ષેત્રમાં જે છે તે ત્યાં જ છે. (જે સ્થાનમાં (જે) મોતી ( છે તે) ત્યાં જ છે; આઘાંપાછાં (-આગળપાછળ ) નથી. આવાંપાછા કરશે, તો હાર તૂટી જશે. એમ ભગવાન આત્મામાં જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થશે; આગળ પાછળ નહીં. આગળ-પાછળ કરવા જશે, તો દ્રવ્યની દૃષ્ટિ તૂટી જશે. દ્રવ્ય તો ક્યાં તૂટે છે? દ્રવ્યની દિષ્ટ તૂટી જશે. સમજાય છે કાંઈ ?
આવી વાત છે... બાપુ! આ ગજબ વાત છે. બાપુ! આ તો અપૂર્વ વાત છે. આ કોઈ પક્ષની વાત કે સંપ્રદાયની વાત નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૦: પ્રવચન નવનીત ભાગ-૧
ત્રિલોકનાથની અસંખ્ય (અકૃત્રિમ શાશ્વત) જિનપ્રતિમાઓ છે, જિનમંદિરો છે. (ત્યાં ) સમકિતી ક્ષાયિક (સમકિતી ઇન્દ્રો પણ દર્શન કરે છે. એવો વિકલ્પ આવે છે, તો ત્યાં લક્ષ જાય છે. એવી વસ્તુની સ્થિતિ છે! આહા... હા! એક બાજું કહેવું કેઃ ભગવાનની પ્રતિમા આદિની પણ, અરે! દેવ-ગુરુની વાણી, જે સાચી છે એની પણ અપેક્ષા (સમ્યગ્દર્શનની) પર્યાયમાં નથી, પોતાનું સમ્યગ્દર્શન પોતાથી થયું. અને બીજી બાજુ એમ કહેવું કેઃ શાશ્વત જિનપ્રતિમાના દર્શન ક્ષાયિક સમકિતી કરે છે. (ભાઈ!) એ વિકલ્પના કાળે વિકલ્પ આવે છે. (પણ) એક વિકલ્પ એનાથી (–સમ્યગ્દર્શનથી ) થયો, એમ નથી.
એવું સિદ્ધાંતમાં છે કેઃ શાસ્ત્રનો એક અક્ષર પણ ફેરફાર થઈ જાય, તો દષ્ટિ વિપરીત થઈ જાય છે. શાસ્ત્રમાં એક પણ અક્ષરથી ન્યાયમાં ફેરફાર કરવો, (તે) દષ્ટિ વિપરીત છે.
એકાવતારી સમ્યગ્દષ્ટિ ઇન્દ્ર, જ્યારે જન્મે છે તો પ્રથમ ભગવાનની પ્રતિમા પાસે દર્શન કરવા જાય છે. એવો પાઠ સિદ્ધાંતમાં છે. જન્મે છે અર્થાત્ એને કાંઈ માતા છે, (એમ ) નથી. (સ્વર્ગ) માં ફૂલની એક શય્યા છે, તેમાં એકદમ ઉત્પન્ન થઇ જાય છે. અંતર્મુહૂર્તમાં જુવાન જેવું શરીર ઉત્પન્ન થઈ જાય છે. એવો જીવ ક્ષાયિક સમકિતી (ઇન્દ્ર) હોય તોપણ તરત કહે છે: “ તૈયારી કરો.. ભગવાનના મંદિરમાં દર્શને જવું છે!' દેવો ઐરાવત હાથીનું રૂપ ધારણ કરે. ઇન્દ્ર, ઉ૫૨ બેસે, ભગવાનનાં દર્શન કરવા કરોડો દેવોને સાથે લઇ જાય છે! હવે એ આમ છે તોપણ, એ ભાવ આવ્યો... એ પુણ્યબંધનું કારણ છે. (જો કે) એ ભાવ આવ્યા વિના રહે નહીં. (છતાં ) એ ધર્મસ્વરૂપ નથી !
( ચક્રવર્તીપણું અને ) ક્ષાયિક સમક્તિ અને ત્રણ જ્ઞાન લઇને કેટલાક તીર્થંકર (શ્રી શાન્તિનાથ આદિ) આવે છે. ૯૬ હજાર (સ્ત્રીઓ) સાથે લગ્ન કરે છે. દ૨૨ોજ એક એક દિવસમાં સેંકડો રાણી સાથે લગ્ન કરે છે! - એ ચારિત્રનો દોષ છે. જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ ન થાય ત્યાં સુધી આવો રાગ આવે છે.. પણ આવે છે.. એ ધર્મ છે, એમ નથી.
અહીં તો જ્યાં ભગવાનની ભક્તિ કરીને સ્તુતિ કરી, (તો) ધર્મ થઈ ગયો...! પણ એમાં ધૂળમાં ય ધર્મ નથી. (ધીરજથી) સાંભળ ને...! ધૂળમાં નહીં એટલે એ પુણ્યાનુ બંધી પુણ્ય પણ નથી. એ તો પાપાનુબંધી પુણ્ય છે. અને સમકિતીના પૂજા-ભક્તિના રાગ, એ પુણ્યાનુબંધી પુણ્ય છે. આટલો બધો ફેર છે! સમજાય છે કાંઈ ?
અહીંયાં કહેવામાં આવ્યું છે. “ ( સ્વદ્રવ્યમાં જ ) સિદ્ધિ હોવાથી, જીવને અજીવને કર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવ અકર્તા ઠરે છે”. જીવને પોતાના સિવાય પરનું કર્તૃત્વ-કરવું, પરને રાખવું – એવું સિદ્ધ થતું નથી. એટલા માટે જીવ ‘અકર્તા’ સિદ્ધ થાય છે. સરવાળો: આ કારણથી ‘ક્રમબદ્ધ' માં અકર્તા સિદ્ધ થાય છે. (પર્યાય ) ક્રમસર થાય છે, એમાં પરની (કાંઈ ) અપેક્ષા નથી; એ કારણે ક્રમબદ્ધમાં
આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
-
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૨૦૧ “અકર્તા સિદ્ધ થાય છે. ગાથાનું મથાળું એ લીધું કે હવે આત્માનું અકર્તાપણું દષ્ટાંતપૂર્વક કહે છે”. એ “અકર્તૃત્વ' સિદ્ધ કર્યું. આ તો આજ આઠમો દિવસ છે. આહા.... હા! પાર નહીં.. પ્રભુ! એ ગંભીરતાનો પાર નથી. વીતરાગની વાણી અને એના ભાવ!! સામાન્ય પ્રાણી સમજી શકતાં નથી.
( સ્થાનકવાસી સંપ્રદાયમાં) મૂર્તિને માને નહીં. મૂર્તિ પાસે જાય નહીં. પ્રચાર જ એવો છે - ત્યાં (સ્થાનકવાસીમાં) મૂર્તિ નથી. પ્રતિમા છે જ નહીં. એટલે મલાડ (મુંબઇ) માં એ લોકોએ વિરોધ કર્યો. (પણ) ક્યાં એકાંત થઈ જાય છે, એની લોકોને ખબર નથી, અહીં તો કહે છે કેઃ શાશ્વત અસંખ્ય પ્રતિમા છે... અસંખ્ય મંદિર છે !
એ મંદિર છે. તો એનાથી શુભ ભાવ થાય છે, એમ નથી. અને એ શુભ ભાવ પોતાની કમજોરીથી, (જ્યાં સુધી) (પૂર્ણ) વીતરાગ ન થાય ત્યાં સુધી, આવ્યા વિના રહે નહીં. છતાં, એ શુભભાવ ધર્મ નથી અને ધર્મનું કારણ (પણ) નથી.
“અન્ય નિરપેક્ષ” – એ રાગની અપેક્ષા વિના, સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પન્ન થાય છે. આહા.... હા! ઝીણી વાત, ભાઈ ! અહીં કોઈ પક્ષ નથી, વાડો નથી. અહીં તો ત્રણ લોકના નાથ ભગવાન સીમંધરસ્વામી ફરમાવે છે એ વાત છે! આહા... હા.! ( વિશેષ) શું કહે.. શું કરે ? (ગાથાનું જે મથાળું લીધું હતું કે, “હવે આત્માનું અકર્તાપણું દષ્ટાંત પૂર્વક કહે છે” – (એને અહીંયા સિદ્ધ કર્યું.) “કમબદ્ધ' માં (આત્મા) નું “અકર્તાપણું ” સિદ્ધ કર્યું.
ભાવાર્થ: સર્વ દ્રવ્યોનાં પરિણામ જુદાં જુદાં છે. પોતપોતાનાં 'પરિણામોનાં, સૌ દ્રવ્યો કર્તા છે; તેઓ તે પરિણામોનાં કર્તા છે, તે પરિણામો તેમનાં કર્મ છે. નિશ્ચયથી કોઈનો | કોઈની સાથે કર્તાકર્મ સંબંધ નથી. માટે જીવ પોતાનાં પરિણામનો જ કર્તા છે, પોતાનાં પરિણામ કર્મ છે. એવી જ રીતે અજીવ પોતાનાં પરિણામનું જ કર્તા છે, પોતાનાં ( પરિણામ કર્મ છે. આ રીતે જીવ બીજાના પરિણામોનો
અકર્તા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨: પ્રવચન નવનીત ભાગ-૧
(ભાવાર્થ ૫૨ પ્રવચન )
પોતાની સાદી ભાષામાં ભાવાર્થ કરનાર શ્રી જયચંદ્રજી કહે છે: “સર્વ દ્રવ્યોનાં પરિણામ જુદાં જુદાં છે. પોતપોતાનાં પરિણામોનાં સૌ દ્રવ્યો કર્તા છે”. તો વાણીનો કર્તા પણ આત્મા નહીં, પ્રભુ! વાણી જ્યારે થાય છે ત્યારે સ્વકાળે વચનવર્ગણામાં ભાષાપણે પરિણમવું તે કાળે થાય છે; આત્માથી નહીં.
આ તો (અજ્ઞાની જીવોને) બોલતાં બોલતાં અહંકાર આવી જાય (છે) કે: ‘હું લોકોને કેવું સંભળાવું છું!'... અરે પ્રભુ! સર્વ દ્રવ્યોનાં પરિણામ (સૌનાં ) સ્વતંત્ર છે. (તો શું) તારી ભાષાથી એનાં પરિણામ આવે છે; અને ભાષાની પર્યાય તારાથી થાય છે? (–એવી વસ્તુસ્થિતિ જ નથી ). આહા.. હા ! બહુ આકરું કામ બાપુ!
66
આ તો ત્રણ લોકના નાથ સીમંધ૨૫રમાત્માની વાણી છે! સંતો આડતિયા થઈને એ વાત કરે છે. ત્યાં (સીમંધરસ્વામી પાસે ) ભગવાન કુંદકુંદ આચાર્ય ગયા હતા. તે કહે છે કેઃ પોતપોતાનાં પરિણામોનાં સૌ દ્રવ્ય કર્તા છે; તેઓ તે પરિણામોનાં કર્તા છે, તે પરિણામો તેમનાં કર્મ (–કાર્ય) છે”. જુઓઃ દ્રવ્યનું પરિણામ તે સમયે, તે સમયે થવાવાળું થયું, એનો ‘ કર્તા ’ તે દ્રવ્ય કહ્યું. અહીં હજી એટલો પણ ભઠે છે. નહીંતર (તો) ‘પરિણામનો ‘ કર્તા’ પરિણામ જ છે'. આહા... હા ! સમજાય છે કાંઈ ?
‘પંચાસ્તિકાય ’ ૬૨મી ગાથામાં ( એમ કહ્યું છે કેઃ) વિકારનાં પરિણામ ષટ્કારકથી પોતાથી થાય છે. (તેમાં) પોતાનાં કર્મના ( ઉદયની પણ ) અપેક્ષા નથી. પર્યાયમાં વિકાર સ્વયંથી સ્વતંત્ર થાય છે; એવો પર્યાયનો સ્વભાવ છે; એને પરની અપેક્ષા નથી. ( જ્યારે ) વિકારના ષટ્કારનાં પરિણામમાં પરની અપેક્ષા નથી તો નિર્વિકારી સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ પરિણામ (થાય, એને પરની અપેક્ષા કેમ સંભવે ?)
આહા... હા! આ તો ધર્મની પહેલી સીડી... બાપુ! એ આકરી વાત છે. એ સમ્યગ્દર્શન (શું ) ? અને સમ્યગ્દર્શનનો કર્તા કોણ ? અને એનું કાર્ય શું? અને (એ) કેમ થાય છે? અને એ દશા કેવી છે? એ ( સમ્યગ્દર્શન ) વિના, બધાં મીંડાં છે. સમ્યગ્દર્શન વિના, પડિયા ને સાધુપણું ને ૨૮ મૂળ ગુણ ને પંચમહાવ્રત બધો સંસાર છે! (ભગવાને) શુભ ભાવને સંસાર કહ્યો છે.
1
અહીંયાં કહે છેઃ પરિણામોનાં કર્તા તે તે દ્રવ્ય છે. અને તે પરિણામો તેમનાં કર્મ કાર્ય
આહા.. હા ! ‘કર્તા ’ રાગ, અને ‘કર્મ ’ નિર્મળ પર્યાય–સમકિત-એમ નથી. નિશ્ચિયથી અર્થાત્
યથાર્થથી –વાસ્તવમાં કોઈનો કોઈની સાથે ‘કર્તાકર્મ’ સંબંધ નથી. ભગવાનની વાણી ‘કર્તા’ અને સામે શ્રોતાને જ્ઞાન થાય (એ ‘ કર્મ’) – એવું કાંઈ નથી. એમ કહે છે. અરે.. રે! ‘ આ વાત ' કબૂલ કરવી ( એમાં ઘણો પુરુષાર્થ જોઈએ ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮ – ૩૧૧ઃ ૨૦૩ આહા... હા! આ તો શાંત માર્ગ વીતરાગનો છે! શ્રીમદ્ (વર્ષ ૧૭માં પહેલાં, આંક૧૫માં) કહે છે: “વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ, ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ”. ગુણવંતા જ્ઞાની! અમૃત વરસ્યા રે પંચમ કાળમાં.... આહા.... હા ! વચનામૃત વીતરાગનાં ને પરમ શાંતરસ મૂળ! પરમ શાન્તિ-રાગરહિત શાંતિ – એ વીતરાગનાં વચનનો સાર છે.
છે. “ઔષધ જે ભવરોગનાં’ એ વીતરાગની વાણીમાં ભાવ કહ્યા એ ભવન રોગને નાશ કરવાની વાત છે. ઔષધ જે ભવરોગનાં.. પણ કાયરને પ્રતિકૂળ.
સમયસાર માં બે-ત્રણ ઠેકાણે આવ્યું છે કેઃ “શુભભાવ” ના (જે) સચિવંત છે, તે નપુંસક-પાવૈયા-હીજડા છે. એને પોતાના પુરુષાર્થની ખબર નથી. સંસ્કૃતમાં “વત્નીવ” (શબ્દ) છે. શુભભાવની રચના કરવાવાળો અને શુભથી ધર્મ થાય છે – એવી માન્યતાવાળો, નપુંસક – હીજડો – પાવૈયો છે.
જિજ્ઞાસા: એવું કયાં લખ્યું છે?
સમાધાન: (“સમયસાર') ગાથાઃ ૪૧-૪રની ટીકામાં છે. “આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહીં જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા...” શું અર્થ કર્યો છે કે - આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ તો જાણવું-દેખવું (છે). ભગવાન આત્માનું લક્ષણ કોઈ રાગ કરવો અને પરનું (કંઈ કરવું) એવું છે નહીં. અને શુભભાવથી ધર્મ થાય, એવું એનું લક્ષણ પણ નથી. (પણ આત્માનું એવું લક્ષણ નહીં જાણનારા-અજ્ઞ લોકો નપુંસકપણે અત્યંત વિમૂઢ છે). બીજે ઠેકાણે ગાથા-૧૫૪ની ટીકામાં છે. “સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઊપજતો જે આત્મલાભ, (-નિજસ્વરૂપની પ્રાપ્તિ ) તે આત્મલાભસ્વરૂપ મોક્ષને, આ જગતમાં કેટલાક જીવો ઈચ્છતા હોવા છતાં, મોક્ષના કારણભૂત સામાયિકની-કે જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે”, સામાયિક અને સમ્યગ્દર્શન તો આત્માના ભવન અર્થાત્ આત્માના સ્વરૂપનું પરિણમન છે, “એકાગ્રતાલક્ષણવાળું છે અને સમયસાર સ્વરૂપ છે તેની -પ્રતિજ્ઞા લઈને પણ, દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દાઈને લીધે...” એ શુભ ભાવથી પાર ઊતરવાનું (પુરુષાર્થ) નથી કરતા અને શુભમાં રહે છે, એ નપુંસક છે.
આત્માની ૪૭ શક્તિમાં એક વીર્ય નામની (શક્તિ) –ગુણ છે. તો વીર્ય ગુણનું કાર્ય શું? ભગવાન ત્યાં કહે છે કે પોતાના સ્વરૂપની રચના કરે તે વીર્ય. રાગની રચના કરે તે નપુંસક.
સામાયિકની પ્રતિજ્ઞા કરે કે- “અમારે નવ કોટિએ રાગનો ત્યાગ !' પણ શુભભાવથી ખસતા-હુઠતા નથી, (તો) તે નપુંસક છે. નપુંસક ત્યાં-શુભભાવમાં રોકાઈ જાય છે.
આત્મામાં વીર્ય નામનો એક ગુણ છે. (એનું) કાર્ય શું? કે પોતાની શુદ્ધ-પવિત્ર શક્તિઓ અનંત છે, એની પર્યાયમાં રચના કરવી. વીર્યથી શુદ્ધતાની રચના કરવી એ વીર્યગુણનું કાર્ય છે. “શુદ્ધ સ્વરૂપની રચના કરવી” એ વીર્ય અર્થાત્ આત્માનો પુરુષાર્થ (છે). (જે) વીર્યથી પુત્ર-પુત્રી ઉત્પન્ન થાય છે તે તો જડ-માટી-ધૂળ છે. અહીં આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪: પ્રવચન નવનીત ભાગ-૧ આત્મા (માં) પુરુષાર્થ નામનું એક એવું વીર્ય છે, એક ગુણ છે, જે પોતાની અનંતી શક્તિ-ગુણ નિર્મળ છે, પવિત્ર છે એની પર્યાયમાં રચના કરે; રાગની રચના નહીં.
છતાં, જ્ઞાનીને રાગ આવે છે; પણ “રાગનું કર્તુત્વ મારું છે, અને રાગ મારે કરવા લાયક છે' , એમ (જાણતા-માનતા) નથી; એક વાત. છતાં બીજી વાત એમ પણ છે કે, જ્ઞાનીને ભક્તિ આદિનો રાગ આવે છે તો એ પરિણમન (પોતાનું) છે, તેથી “ એ રાગનો કર્તા હું છું” એવું પણ માને છે. (એ વાત) ૪૭ નયના અધિકારમાં આવે છે. “રાગ કરવા લાયક છે” એમ નહીં; પણ પરિણમન થાય છે, એ કારણથી “કર્તા' કહેવામાં આવે છે.
આહા.. હા! આટલી અપેક્ષાઓ...! પ્રભુ! પ્રભુનો પાર ન મળે. વીતરાગ-માર્ગ ગંભીર ગંભીર ગંભીર !! આહા... હા! તેના એક એક પદ અને એક એક શ્લોક સમજવા... બહુ અલૌકિક વાત છે! બાપુ! એમ ને એમ “સમયસાર” વાંચી જાય ને ભણી જાય (તેથી કાંઈ સિદ્ધિ નથી). એક જણો (એમ) કહેતો હતો કે સ્વામીજી! આપ તો “સમયસાર' ની ઘણી પ્રસિદ્ધિ-વખાણ કરો છો; પણ મેં તો પંદર દિવસમાં “સમયસાર” વાંચી લીધું. અરે ભાઈ ! એક લીટી સમજવી, એક ગાથા ને એક પંક્તિ સમજવી.... અલૌકિક છે!
કહે છે કે જે કોઈ પ્રતિજ્ઞા કરીને કહે કે, અમારે પોતાના સ્વરૂપમાં સામાયિક કરવી છે; અને સામાયિક મને મોક્ષનું કારણ છે; એવી પ્રતિજ્ઞા લઈને પણ શુભ ભાવથી હુઠતો નથી; અને પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ કરતો નથી અને રાગની પરિણતિમાં પડ્યો છે (તો તે) નપુંસક છે, પાયો છે, હીજડો છે. જેમ નપુંસકને વીર્ય હોતું નથી, તો પુત્ર-પુત્રી હોતાં નથી. તેમ શુભ ભાવ પણ નપુંસક છે; શુભભાવમાંથી ધર્મની પ્રજા ઉત્પન્ન થતી નથી. વાત ભારે આકરી !
છતાં, શુભભાવ જ્ઞાનીને પણ આવે છે. (તોપણ તે) જાણે છે કે (આ) મારી કમજોરી છે. મારું (જે) મૂળ વીર્ય છે, એનું આ કાર્ય નથી. અંદર મારો પુરુષાર્થ જે તેનું આ કાર્ય નથી. કારણ કે, “વીર્ય” તો અંદર ત્રિકાળ પવિત્ર છે. પવિત્રતાનું કાર્ય તો... બધા-અનંત ગુણ પવિત્રની સાથે વીર્યગુણ પવિત્ર છે. પવિત્રતાની રચના કરે એ છે. અને રાગની પર્યાયમાં (તો) દુઃખ ઉત્પન્ન થાય છે. (એથી) એ કાર્ય, મારું-પવિત્ર ગુણનું-પુરુષાર્થનું-વીર્યનું-નથી. આહા... હા! ઝીણી વાત છે, ભાઈ ! થોડી આવી ગઈ “આ”, “એનું એ’ ફરી વાર આવે, એવું કાંઈ છે? એ તો આવવાવાળું હોય તે આવે.
અહીંયાં (કહે છે:) “કોઈની સાથે કર્તાકર્મસંબંધ નથી. માટે જીવ પોતાના પરિણામનો જ કર્તા છે, પોતાનાં પરિણામ કર્મ છે. એવી જ રીતે અજીવ પોતાનાં પરિણામનું જ કર્તા છે, પોતાનાં પરિણામ કર્મ (એટલે કાર્ય ) છે. આ રીતે જીવ બીજાનાં પરિણામોનો અકર્તા છે”. -એ સિદ્ધ કર્યું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આ રીતે જીવ અકર્તા છે તો પણ તેને બંધ થાય છે: એ કોઈ અજ્ઞાનનો મહિમા છે'. -એવા અર્થનું કળશરૂપ કાવ્ય હુવે કહે છે:
e (શિર્વારિણી), अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फुरच्चिज्जोतिर्मिश्छुरितभुवनाभोगभवनः। तथाप्यस्यासौ स्याद्यदिह किलबन्धः प्रकृतिभिः। स खल्वज्ञानस्य सफुरति महिमा कोऽपि गहनः।।१९५।।
શ્લોકાર્થ:- [ સ્વરસત: વિશુદ્ધ: ] જે નિજ રસથી વિશુદ્ધ છે, અને [ પુરત-ચિત્ત-જ્યોતિર્લિ: દુરિત-મુવન-સામો'T-નવન: ] સ્કુરાયમાન થતી જેની ચૈતન્યજ્યોતિઓ વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાસ થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે, [ કયું નીવ: ] એવો આ જીવ [ તિ] પૂર્વોક્ત રીતે (પદ્રવ્યનો અને પરભાવોનો) [ લ વરત થિત:] અકર્તા ઠર્યો, [ તથાપિ ] તોપણ [બચ] તેને [ $૬] આ જગતમાં [ પ્રવૃતિમિ: ] કર્મપ્રકૃતિઓ સાથે [ યર્ અસૌ વળ્ય: વિરત
ચાત] જો. આ પ્રગટ ) બંધ થાય છે [ સ: વ શું અજ્ઞાનસ્ય p: કપિ Tહન: મહિમા પુરૂ રતિ ] તે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા સ્કુરાયમાન છે.
ભાવાર્થ:- જેનું જ્ઞાન સર્વ શયોમાં વ્યાપનારું છે એવો આ જીવ શુદ્ધનયથી પ૨દ્રવ્યનો કર્તા નથી, તોપણ તેને કર્મનો બંધ થાય છે તે કોઈ અજ્ઞાનનો ગહન મહિમા છે જેનો પાર પમાતો નથી. ૧૯૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬: પ્રવચન નવનીત ભાગ-૧
[ કળશ ઉપર પ્રવચન ] [સ્વરરૂત: વિશુદ્ધઃ] ભગવાન (આત્મા) તો નિજ રસથી વિશુદ્ધ છે. આહા... હા ! પોતાની શક્તિ, પોતાનો રસ, પોતાના સ્વભાવથી તો પવિત્ર પ્રભુ આત્મા છે. નિજરસથી વિશુદ્ધ છે. અને [૨ત-જિત-જ્યોતિર્મિ: રિત-મુવન-ગામા-ભવન:] એની સ્કુરાયમાન થતી એવી-શું કહે છે કે ભગવાન તો શુદ્ધ ચૈતન્યઘન વિશુદ્ધ છે, અને એમાં જે પર્યાયો પ્રગટ થાય છે (અર્થાત) સ્કુરાયમાન થાય છે, તે પવિત્ર થાય છે. આહા... હા !
જરી ઝીણી વાત! સ્વભાવ સર્વજ્ઞસ્વરૂપી છે. સર્વજ્ઞસ્વભાવનું રૂપ દરેક (ગુણ) માં છે. પાઠ તો એમ છે કે- “સર્વજ્ઞ” નામનો સ્વભાવ છે, તેથી એનું રૂપ પ્રત્યેક ગુણમાં છે. (આ વિષે) ઘણો વિચાર કર્યો હતો, પણ અમને (આ) બરાબર પકડાતું નથી. ભગવાનની વાણી છે એટલી વાત...! દરેકનો વિચાર ઘણો કર્યો છે, પણ (આ) અંદર પકડાતું નથી. (શ્રોતા ) આપને નથી પકડાણું? (ઉત્તર) નથી પકડાતું બાપુ! છે એમ કહીએ અહીં તો... બાપા! ઘણો સૂક્ષ્મ વિચાર કરીએ છીએ કે સર્વજ્ઞ છે. એમાં પ્રત્યેક ગુણનું રૂપ શું? “ચિવિલાસ' માં “રૂપ” કહ્યું છે. અસ્તિત્વગુણ ભિન્ન છે. જ્ઞાનગુણ છે” , તે અસ્તિત્વગુણને લઈને છે, એમ નથી. અસ્તિત્વગુણ ભિન્ન છે. કેમ કે “વ્યાશ્રયા નિણા :” – “તત્ત્વાર્થસૂત્ર' માં ઉમાસ્વામીનું સૂત્ર છેઃ ગુણને આશ્રયે ગુણ નથી. ગુણનો આશ્રય દ્રવ્ય છે.
આહા... હા! અહીં તો કહે છે: ચૈતન્યજ્યોતિ પ્રગટ થાય છે, સ્કુરાયમાન થાય છે. એ જે ગુણ સર્વજ્ઞ આદિ સ્વભાવ છે, તે પર્યાયમાં પ્રગટ થાય છે. (એમાં) કોઈની અપેક્ષા નથી. (અને એ) કોઈના કારણથી નથી. “સ્કુરાયમાન થતી જેની ચૈતન્યજ્યોતિઓ વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપ્ત થઈ જાય છે”. પોતાના સ્વભાવની પર્યાય પ્રગટ થતાં (તે) આખા લોકાલોકને જાણી છે. વ્યાસ થઈ જાય છે” એનો અર્થ એ આખા લોકાલોકને જાણી લે છે. (સર્વજ્ઞ) કોઈ ચીજના કર્તા નથી, પણ કોઈ ચીજ જાણ્યા વિના રહે, એમ નથી. પોતાના સિવાય અન્ય ચીજના (તેઓ) કર્તા નથી; અને (સમસ્ત લોકાલોકની) અનંત ચીજને (-સર્વદ્રવ્ય-ગુણ-પર્યાયને-) જાણ્યા વિના રહેતા નથી. આહા... હા ! આવો સ્વભાવ છે, પ્રભુ !
બહુ આકરું કામ છે, ભાઈ ! અહીં તો આખો દિવસ નિવૃત્તિ છે. એ જ (તત્ત્વ-) વિચાર ને લઢણ ચાલ્યા કરે છે. ઘણી વખતે તો સૂમ વાત (અંદરમાં) હોય તોપણ અમને (સ્પષ્ટ) ખબર નથી પડતી. સમજાણું?
સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વ, એ પોતાના ગુણ છે. જ્ઞાનગુણ (અ) અસ્તિત્વગુણ ભિન્ન છે. (છતાં) અસ્તિત્વગુણનું “રૂપ' જ્ઞાનગુણમાં છે. એનો અર્થ શું? કે જ્ઞાન છે' એ પોતાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૨૦૭ છે' –એવું એમાં અસ્તિત્વ (ગુણ) નું રૂપ છે; (પણ) અસ્તિત્વગુણ નહીં. સમજાય છે કાંઈ ? ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી છે અને અસ્તિત્વસ્વરૂપી છે; પણ અસ્તિત્વગુણના કારણે જ્ઞાનગુણ છે-એમ નથી. (પણ) અસ્તિત્વગુણનું “રૂપ” જ્ઞાનગુણમાં છે. “રૂપ” નો અર્થ: “જ્ઞાનગુણ છે” એ પોતાના અસ્તિત્વથી છે. એ અસ્તિત્વગુણના કારણે છે-એમ નથી. એ (સર્વજ્ઞત્વ ગુણના રૂપની) વાત તો એથી ય બહુ ઝીણી છે, બાપુ! એ જ્ઞાન “સર્વ-જ્ઞ” છે, એમાં સર્વ ગુણનું રૂપ છે. -એ શું? એની ખબર નથી પડતી. અહીં તો જે હોય એવું કહીએ. વાત તો ઘણી સૂક્ષ્મ ! ઘણો વિચાર લઈ ગયા છીએ-આગમમાં-એક એક વાતમાં. શાસ્ત્રની એક એક ગાથા, ઘણું સ્પષ્ટીકરણ કરીને, અમે અંદર સમજીએ છીએ, એમ જ માની લેવું, એમ નહીં. ભાવમાં ભાન થવું જોઈએ. “જ્ઞાન છે” એમાં અસ્તિત્વગુણ નથી, પણ અસ્તિત્વગુણનું “રૂપ” છે; એ બરાબર છે. કેમ કે “જ્ઞાન.... છે'. જ્ઞાન છે ને..! તો
છે” પણું પોતાથી આવ્યું. આમ એક ગુણનું “રૂપ” બીજા ગુણમાં ભલે હોય! પણ સર્વજ્ઞનું રૂપ” શું છે? –સૂક્ષ્મ પડે છે, ભાઈ ! ભગવાન કહે છે તે તો યથાર્થ (જ) છે. એનો પાર પામી શકાય નહીં !!
અહીંયાં કહે છેઃ સ્કુરાયમાન જ્યોતિ જ્યારે પ્રગટ થાય છે, તો લોકાલોકને જાણે છે. એમ કહે છે: સમસ્ત વિસ્તાર (માં) વ્યાસ થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે. જીવનો તો એવો સ્વભાવ છે! આહા.... હા! અંદર સર્વજ્ઞસ્વભાવ છે. અને પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટે, એ તો એનો સ્વભાવ છે. પ્રાતની પ્રાપ્તિ છે! ભગવાન પૂર્ણાનંદ સર્વજ્ઞ (સ્વભાવ) અંદર વિદ્યમાન છે. પર્યાયમાં (જે) સર્વજ્ઞપણું આવે છે તે ત્યાંથી આવે છે. તો એ સર્વજ્ઞપણામાં આખું લોકાલોક જાણવામાં આવે છે. ભલે ક્ષેત્ર શરીર પ્રમાણે-આટલામાં છે!
આકાશનો અંત નથી. આકાશ પૂરું ક્યાં થયું? ક્યાં પૂરું થયું...! પછી શું? (પણ એનો અંત જ નથી ને). એ પણ જ્ઞાનમાં આવી જાય છે. ( જ્ઞાનમાં) આવી જાય છે, માટે (શું) આકાશનો અંત આવી ગયો? –એમ નથી. અનંતને અનંતરૂપે જાણવામાં આવ્યું. (તો) એ અનંતને જાણે ત્યાં અંત થઈ ગયો? ( –એવું નથી). સમજાય છે કાંઈ ?
આહા હા ! “એવો આ જીવ પૂર્વોક્ત રીતે પરદ્રવ્યનો અને પરભાવોનો અકર્તા ઠર્યો” અકર્તા સિદ્ધ થયો.
અમૃતચંદ્રાચાર્યે “ક્રમબદ્ધ' ની ટીકા પણ કરી અને પાછી એમણે એના કળશની પણ રચના કરી. આ “ક્રમબદ્ધ” નો કળશ છે. જેમ મંદિર બનાવીને પછી કળશ ચઢાવે; તેમ આ ટીકા એ “મંદિર', અને એ “કળશ” માથે ચઢાવ્યો!
અલૌકિક વાત છે, બાપુ! દુનિયાથી (જુદી). આ વસ્તુ એવી છે કે એવી વાત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮: પ્રવચન નવનીત ભાગ-૧
કરવાવાળાને (દુનિયા ) પાગલ કહે. ‘પરમાત્મપ્રકાશ' માં છે કેઃ પાગલ લોકો જ્ઞાનીને પાગલ માને; એવી આ ચીજ છે! અરે... રે! વસ્તુ એવી છે.
અહીંયાં એ કહ્યું કે ‘અકર્તાપણું’ કેમ છે? (કેઃ) જે અંદર શુદ્ધસ્વરૂપ જ્ઞાનજ્યોતિ ભગવાન પૂર્ણ સ્વરૂપ (છે); એની શક્તિમાંથી વ્યક્તતા-પૂર્ણ જાણવાની આવે છે. પણ એ કોઈ ચીજનો કર્તા છે, અને કોઈ ચીજથી એ કેવળજ્ઞાન સ્ફુરાયમાન થયું, એવું નથી. કર્મના ક્ષયથી કેવળજ્ઞાન થયું, એમ નથી. (કેમ કે) એ તો (પરની) અપેક્ષા થઈ ગઈ. પહેલાં કહ્યું ને... . “ નિરપેક્ષ (તત્ત્વ) છે ”.
કહે છે કે-પ્રભુ! ક્રમબદ્ધમાં ‘અકર્તા ’ કેમ કહ્યો ? કેઃ પ્રભુનું સ્વરૂપ તો સર્વજ્ઞસ્વભાવ છે ને! એ કહ્યું ને પહેલાં: “નિજરસથી વિશુદ્ધ છે”. પોતાની શક્તિથી, પોતાના ગુણથી પવિત્ર છે. ૫રને કારણે (પવિત્ર ) છે, એમ નથી. પોતાના રસથી વિશુદ્ધ છે. “ અને સ્ફુરાયમાન થતી જેની ચૈતન્યજ્યોતિઓ વડે ”–ચૈતન્યની પ્રકાશપર્યાય થઈ, તે દ્વારા–“લોકનો સમસ્ત વિસ્તાર વ્યાસ થઈ જાય છે”. એ વ્યવહારથી વાત કરે છે કેઃ સર્વજ્ઞશક્તિ છે તે જ્ઞાનની પર્યાયમાં આવી, તે સર્વ લોકને જાણે છે. લોકલોકને જાણે છે, એ પણ વ્યવહાર છે. ખરેખર તો પોતાની પર્યાયને જ જાણે છે. કોઈ (જ્ઞાન-) પર્યાય તો લોકાલોકને અડતી જ નથી. પણ દુનિયાને ખ્યાલમાં આવે કેઃ સ્ફુરાયમાન શક્તિની શક્તિ કેટલી છે! એ માપ બતાવવા, ‘લોકાલોકને જાણે છે’ એમ બતાવે છે. આહા... હા ! આવી ધર્મની ચીજ છે, ભાઈ! શું થાય ?
“ ચૈતન્યજ્યોતિઓ વડે ”–ચૈતન્યજ્યોતિઓ છે, એક પર્યાય નહીં; અનંતી પ્રકાશ પર્યાય થઈ. સર્વજ્ઞ જ્યાં થયો, તો સર્વ ચૈતન્યની સર્વ શક્તિઓ પ્રકાશમાનપણે થઈ ગઈ. ચૈતન્યની એક સર્વજ્ઞપર્યાય જ્યાં પ્રગટ થઈ; ત્યાં એની સાથે સર્વ શક્તિની શક્તિ વ્યક્ત થઈ ગઈ. શક્તિની સ્કુરાયમાન ચૈતન્યજ્યોતિઓ-જેટલી ચૈતન્યજ્યોતિ છે, એટલી સર્વ સ્ફુરાયમાન પર્યાય
થઈ ગઈ.
27
“ એવો આ જીવ પૂર્વોક્ત રીતે (પરદ્રવ્યનો અને ૫૨ભાવોનો ) અકર્તા ઠર્યો”. તોપણ ”–એમ હોવા છતાં પણ-પ્રભુ તો એવો છે [તથાપિ ], “ તને આ જગતમાં કર્મપ્રકૃતિઓ સાથે જે આ (પ્રગટ) બંધ થાય છે”,... અરે... રે! એવી ચીજ ( એ તો ) ચૈતન્યજ્યોતિઝળહળજ્યોતિ ( છે ). એ તો ચૈતન્યની સ્ફુરાયમાન જ્યોતિ છે! એક જ્ઞાન સ્ફુરાયમાન નહીં, પણ ચૈતન્યની સર્વ શક્તિઓ (સ્ફુરાયમાન થાય છે). જેમ સર્વજ્ઞપણું પૂર્ણ થયું એમ સર્વ શક્તિની પૂર્ણતા, પર્યાયમાં પ્રગટ થઈ ગઈ. આહા... હા! આવી વસ્તુસ્થિતિ!! અરે... રે! “ તોપણ તેને આ જગતમાં કર્મપ્રકૃતિઓ સાથે બંધ થાય છે”. અરે... રે! એને કર્મનું બંધન !! કારણ કે [ત્ત વસ્તુ અજ્ઞાનસ્ય : અપિ ગહન: મહિમા રતિ] તે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા (છે). એના સ્વભાવનો તો ગહન મહિમા છે, પણ એના અજ્ઞાનનો ( પણ ) ગહન મહિમા (છે)!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
66
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩/૮–૩૧૧: ૨૦૯ આહા... હા! આવી ચીજને બંધ થાય છે-એ શું? મહા પ્રભુ, ચૈતન્યજ્યોતિ, અંદર શક્તિથી સ્કુરાયમાન વસ્તુ છે! આહા... હા! એવી ચીજ છે! (જે) અનંત ચૈતન્ય શક્તિઓથી બિરાજમાન-સ્કુરાયમાન, ચૈતન્યજ્યોતિ પરમાત્મા (છે) ! –એવી ચીજને (કર્મ) પ્રકૃતિઓનો બંધ થાય છે! અરે.. રે! આ શું થાય છે? એમ કહે છે: “કર્મ પ્રકૃતિ સાથે જે આ (પ્રગટ ) બંધ થાય છે તે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા (છે). અરે. રે! અજ્ઞાન સમજાવવું (પડે) –એ કેવું? એવી ચીજમાં અજ્ઞાનનો કોઈ ગહન મહિમા કે એને કર્મપ્રકૃતિઓનો બંધ નહીં પણ અનંતી ચૈતન્યજ્યોતિ સ્કુરાયમાન (છે), અંદર પ્રગટ છે; એક નહીં પણ અનંતી ચૈતન્યજ્યોતિ પ્રગટ છે;–એવો પરમાત્મા, પોતાનું સ્વરૂપ; એને કર્મપ્રકૃતિઓનું બંધન થાય! –એ કોઈ અજ્ઞાનનો (ગહન) મહિમા છે.
અજ્ઞાનનો ગહન મહિમા છે જેનો પાર પમાતો નથી”. એવો (ભાવાર્થ) લખ્યો છે. ગહન એટલે પાર ન પામે. (પણ) સમકિતી તો પાર પામી જાય છે! પણ એવો અજ્ઞાનનો ગહન મહિમા છે (અર્થાત્ ) (વસ્તુ) તો એવી ચૈતન્ય સ્કુરાયમાન અનંત શક્તિનો પિંડ પ્રભુ! આહા.... હા ! એને કર્મબંધન હોય, –એ કોઈ અજ્ઞાનનો ગહન મહિમા છે! અજ્ઞાનનો નાશ, આત્માના સ્વભાવના આશ્રયથી થઈ શકે છે.
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
भूज गाथा:
શ્રી સમયસાર ગાથા-૩૨૦
[ શ્રી જયસેનાચાર્ય કૃત તાત્પર્યવૃત્તિ ટીકા ]
66
'दिट्ठी सयं पि णाणं अकारयं तह अवेदयं चेव ।
99
जाणदि य वंधमोक्खं कम्मुदयं णिज्जरं चेव ।।
तात्पर्यवृत्ति:
तमेव अकर्तृत्वमोक्तृत्वभावं विशेषेण समर्थयतिः
दिट्ठी सयं पि णाणं अकारयं तह अवेदयं चेव यथा दृष्टि: कर्त्री दृश्यमग्निरूपं वस्तुसंघुक्षणं पुरुषवन्न करोति तथैव च तप्ताय: पिंडवदनुभवरूपेण न वेदयति। तथा शुद्धज्ञानमप्यभेदेन शुद्धज्ञानपरिणत जीवो वा स्वय शुद्धोपादान रूपेण न करोति न च वेदयति। अथवा पाठांतरं दिट्ठी खयंपि णाणं तस्य व्याख्यानं न केवलं दृष्टि: क्षायिकज्ञानमपि निश्चयेन कर्मणामकारकं तथैवावेदकमपि। तथाभूतः सन् किं करोति ? जाणदि य बंधमोक्खं जानाति च । कौ ? बंधमोक्षौ कम्मुदयं णिज्जरं चेव शुभाशुभरूपं कर्मोदयं सविपाकाविपाकरूपेण सकामाकामरूपेण वा द्विधा निर्जरां चैव जानाति इति ।
एवं सर्वशुद्धपारिणामिकपरमभावग्राहकेण शुद्धोपादानभूतेन शुद्ध-द्रव्यार्थिकनयेन कर्तृत्व-मोक्तृत्व-बंध-मोक्षादिकारणपरिणामशुन्यो जीव इति सूचितं। समुदायपातनिकायां पश्चाद्गाथाचतुष्टयेन जीवस्याकर्तृत्त्वगुणव्याख्यान-मुख्यत्वेन सामान्यविवरणं कृतं। पुनरपि गाथाचतुष्टयेन शुद्धस्यापि यत्प्रकृतिभिर्बंधो भवति तद्ज्ञानस्य माहात्म्यमित्यज्ञानसामर्थ्यकथनरूपेण विशेषविवरणं कृतं। पुनश्च गाथाचतृष्टयेन जीवस्याभोक्तृत्वगुणव्याख्यानमुख्यत्वेन व्याख्यानं कृतं तदनन्तरं शुद्धनिश्चयेन तस्यैव कर्तृत्वबंधमोक्षादिककारणपरिणामवर्जन
·
* दिट्ठी सयं पि णाणं' ने पहले आत्मज्याति-टीझमां ' दिट्ठी जहेव णाणं' खेवो पाठ छे.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
रूपस्य द्वादशगाथाव्याख्यानस्योपसंहाररूपेण गाथाद्वयं गतं।। इति समयसारव्याख्यायां शुद्धात्मानुभूतिलक्षणायां तात्पर्यवृत्तौ मोक्षाधिकार संबंधिनी चूलिका समाप्ता। अथवा द्वितीयव्याख्यानेनात्र मोक्षाधिकार समाप्तः।
किं च विशेषः - औपशमिकादिपंचभावानां मध्ये केन भावेन मोक्षो भवतीति विचार्यते। तत्रोपशमिकक्षायोपशमिकक्षायिकौदयिकभावचतुष्टयं पर्यायरूपं भवति, शुद्धपारिणामिकस्तु द्रव्यरूप इति। तच्च परस्परसापेक्षं द्रव्यपर्यायव्यात्मा पदार्थो भण्यते।
तत्र तावज्जीवत्वभव्यत्वाभव्यत्वत्रिविधपरिणामिकभावमध्ये शुद्धजीवत्व शक्तिलक्षणं यत्पारिणामिकत्वं तच्छुद्धद्रव्यार्थिकनयाश्रितत्त्वान्निरावरणं शुद्धपारिणामिकभावसंज्ञं ज्ञातव्यं तत्तु बंधमोक्षपर्यायपरिणतिरहितं। यत्पुनर्दशप्राणरूपं जीवत्वं भव्याभव्यत्वद्वयं तत्पर्यायार्थिकनयाश्रितत्त्वादशुद्धपारिणामिकभावसंज्ञमिति। कथमशुद्धमिति चेत्, संसारिणां शुद्धनयेन सिद्धानां तु सर्वथैव दशप्राणरूप जीवत्वभव्याभव्यत्वव्याभावादिति।
तत्र त्रयस्य मध्ये भव्यत्वलक्षणपारिणामिकस्यतु यथासंभवं सम्यक्त्वादि जीवगुणघातकं देशघातिसर्वघातिसंज्ञं मोहादिकर्मसामान्यं पर्यायार्थिकनयेन प्रच्छादकं भवति इति विज्ञेयं। तत्र च यदा कालादिलब्धिवशेन भव्यत्व शक्तर्व्यक्तिभवति तदायं जीव: सहजशुद्धपारिणामिकमावलक्षणनिजपरमात्मद्रव्यसम्यश्रद्धानज्ञानानुचरणपर्यायेण परिणमति। तच परिणमनमागम भाष्यौपशमिकक्षायोपशमिकक्षायिकं भावत्रयं भण्यते। अध्यात्मभाषया पुन: शुद्धात्माभिमुखपरिणामः शुद्धोपयोग इत्यादि पर्यायसंज्ञा लभते।
स च पर्यायः शुद्धपारिणामिकभावलक्षणशुद्धात्मद्रव्यान्कथंचिम्दिन्नः। कस्मात् ? भावनारूपत्वात्। शुद्धपारिणामिकस्तु भावनारूपो न भवति। यद्यकांतेन शुद्धपारिणामिकादभिन्नो भवति तदास्य भावनारूपस्य मोक्षकारण भूतस्य मोक्षप्रस्तावे विनाशे जाते सति शुद्धपारिणामिकभावस्यापि विनाशः प्राप्नोति; न च तथा।
ततः स्थितं-शुद्धपारिणामिकभावविषये या भावना तद्रूपं यदौप शमिकादिभावत्रयंतत्समस्तरागादिर हितत्त्वेन शुद्धोपादानकारणत्वात् मोक्षकारणं भवति, न च शुद्धपारिणामिकः।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨: પ્રવચન નવનીત ભાગ-૧
यस्तु शक्तिरूपो मोक्षः स शुद्धपारिणमिकपूर्वमेव तिष्ठति। अयं तु व्यक्तिरूप मोक्षविचारो वर्तते।
तथा चोक्त सिद्धांते- ‘निष्क्रियः शुद्धपारिणामिक : ' निष्क्रिय इति कोऽर्थः ? बंधकारणभूता या क्रिया रागादिपरिणतिः तद्रपो न भवति, मोक्षकारणभूता च क्रिया शुद्धभावनापरिणतिस्तद्र्पश्च न भवति । ततो ज्ञायते शुद्धपारिणामिकभावो ध्येयरूपो भवति ध्यानरूपो न भवति । कस्मात् ? ध्यानस्य विनश्वरत्वात्। तथा योगीन्द्रदेवैप्युक्तं-णवि उपज्जइ णवि मरइ बंध ण मोक्खु करेइ । जिउ परमत्थे जोइया जिणवर एउ भणेइ ।।
किं च विवक्षितैकदेशशुद्धनयाश्रितेयं भावना निर्विकारस्वसंवेदनलक्षणक्षायोपशीमकन्यत्वेनयद्यप्येकदेशव्यक्तिरूपा भवति तथापि ध्यातापुरुषः यदेव सकल निरावरणमखंडैकप्रत्यक्षप्रतिमासमयभविनश्वरं शुद्धपारिणामिकपरमभाव लक्षणं निज-परमात्मद्रव्यं तदेवाहमिति भावयति, न च खंडज्ञानरूपमिति भावार्थः।
इदं तु व्याख्यानं परस्परसापेक्षागमाध्यात्मनयद्व्याभिप्रायस्यानिरोधेनैव कथितं सिद्ध्यतीति ज्ञातव्यं विवेकिभिः ।। ३२० ।।
***
[समयसारनी गाथा-3२० ' तात्पर्यवृत्ति' टीझनो गुभराती अनुवाद ]
જ્યમ નેત્ર, તેમ જ જ્ઞાન નથી કા૨ક, નથી વેદક અરે !
भएो ४ ऽर्भोध्य, नि२४२रा, बंध तेम ४ भोक्षने ।। ३२० ॥
તે જ અકર્તૃત્વ ભોકતૃત્વભાવને વિશેષપણે દૃઢ કરે છેઃ
[ दिट्ठी सयं पि णाणं अकारयं तह अवेदयं चेव ] ठेवी रीते नेत्र-र्ता दृश्य जेवी અગ્નિરૂપ વસ્તુને, સંધુક્ષણ (સંઘુણ) કરનાર પુરુષની માફક, કરતું નથી અને, તપેલા લોખંડના પિંડની માફક, અનુભવરૂપે વેદતું નથી; તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાનરૂપે કરતો નથી અને વેદતો નથી. અથવા પાઠાંતરઃ ' दिट्ठि खयं पि णाणं ' तेनुं व्याप्यानः- मात्र दृष्टि ४ नहि परंतु क्षायि ज्ञान पए। निश्चयथी કર્મોનું અકા૨ક તેમ જ અવેદક પણ છે. તેવો હોતો થકો (શુદ્ધજ્ઞાનપરિણત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૧૩
જીવ) શું કરે છે? [બાળવિ ય બંધમોવવું] જાણે છે. કોને? બંધ-મોક્ષને. માત્ર બંધ મોક્ષને નહિ, [મુવયં ભિન્નર જેવ] શુભ-અશુભરૂપ કર્મોદયને તથા સવિપાક-અવિપાકરૂપે ને સકામ-અકામરૂપે બે પ્રકારની નિર્જરાને પણ જાણે છે.
સર્વવિશુદ્ધ-પારિણામિક-પરમભાવગ્રાહક શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધવ્યાર્થિકનયે જીવ કર્તૃત્વભોકતૃત્વથી તથા બંધ-મોક્ષનાં કારણને પરિણામથી શૂન્ય છે એમ સમુદાયપાતનિકામાં કહેવામાં આવ્યું હતું. પછી ચાર ગાથા દ્વારા જીવનું અકર્તૃત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી સામાન્ય વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા ‘શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાત્મ્ય છે' એમ અજ્ઞાનનું સામર્થ્ય કહેવારૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા જીવનું અભોકતૃત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું. ત્યાર પછી બે ગાથા કહેવામાં આવી જેના દ્વારા, પૂર્વે બાર ગાથામાં શુદ્ધ નિશ્ચયથી કર્તૃત્વ-ભોતૃત્વના અભાવરૂપ તથા બંધ-મોક્ષનાં કારણ ને પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું તેનો જ ઉપસંહાર કરવામાં આવ્યો. આ રીતે સમયસારની શુદ્ધાત્માનુભૂતિલક્ષણ ‘તાત્પર્યવૃત્તિ' નામની ટીકામાં મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાપ્ત થઈ. અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતાં અહીં મોક્ષાધિકાર સમાપ્ત થયો.
વળી વિશેષ કહેવામાં આવે છેઃ
ઔપમિકાદિ પાંચ ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે.
ત્યાં ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક અને ઔદિયક એ ચાર ભાવો પર્યાયરૂપે છે અને શુદ્ધ પારિામિક (ભાવ) દ્રવ્યરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્યપર્યાયક્રય દ્રવ્ય અને પર્યાયનું જોડકું) તે આત્મા-પદાર્થ છે.
ત્યાં, પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારિણામિક ભાવોમાં, શુદ્ધજીવત્વ એવું જે શક્તિલક્ષણ પારિણામિકપણું તે શુદ્ધવ્યાર્થિકનયાશ્રિત હોવાથી નિરાવરણ અને ‘શુદ્ધપારિણામિક ભાવ' એવી સંજ્ઞાવાળું જાણવું; તે તો બંધમોક્ષપર્યાય-પરિણતિ રહિત છે. પરંતુ જે દશપ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ-અભવ્યત્વક્રય તે પર્યાયાર્થિક-નયાશ્રિત હોવાથી ‘ અશુદ્ધપારિણામિકભાવ ' સંજ્ઞાવાળાં છે. પ્રશ્ન: ‘અશુદ્ધ' કેમ? ઉત્તર ઃ સંસારીઓને શુદ્ધનયથી અને સિદ્ધોને તો સર્વથા જ દશપ્રાણરૂપ જીવત્વનો અને ભવ્યત્વ-અભવ્યત્વયનો અભાવ હોવાથી.
તે ત્રણમાં, ભવ્યત્વલક્ષણ પારિણામિકને તો યથાસંભવ સમ્યક્ત્વાદિ જીવગુણોનું ઘાતક ‘દેશઘાતી ’ અને ‘ સર્વઘાતી ’ એવાં નામવાળું મોહાદિકર્મસામાન્ય પર્યાયાર્થિકનયે ઢાંકે છે એમ જાણવું. ત્યાં, જ્યારે કાળાદિ લબ્ધિના વશે ભવ્યત્વશક્તિની વ્યક્તિ થાય છે ત્યારે આ જીવ સહજ-શુદ્ધ પારિણામિકભાવલક્ષણ નિજપ૨માત્મદ્રવ્યનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪: પ્રવચન નવનીત ભાગ-૧ અનુચરણરૂપ પર્યાય પરિણમે છે; તે પરિણમન આગમભાષાથી પથમિક” “ક્ષાયોપથમિક' તથા “ક્ષાયિક' એવા ભાવત્રય કહેવાય છે, અને અધ્યાત્મભાષાથી “શુદ્ધાત્માભિમુખ પરિણામ' , શુદ્ધોપયોગ' ઇત્યાદિ પર્યાયસંજ્ઞા પામે છે.
તે પર્યાય શુદ્ધપારિણામિકભાવલક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. શા માટે? ભાવનારૂપ હોવાથી. શુદ્ધપારિણામિક (ભાવ) તો ભાવનારૂપ નથી. જે (તે પર્યાય) એકાંતે શુદ્ધ-પારિણામિકથી અભિન્ન હોય, તો મોક્ષનો પ્રસંગ બનતાં આ ભાવનારૂપ મોક્ષકારણભૂત (પર્યાય) નો વિનાશ થતાં શુદ્ધપરિણામિકભાવ પણ વિનાશને પામે. પણ એમ તો બનતું નથી (કારણ કે શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે).
માટે આમ કર્યુ- શુદ્ધપારણિામિક ભાવ વિષયક (શુદ્ધપારિણામિક ભાવને અવલંબનારી) જે ભાવના તે-રૂપ જે ઔપશમિકાદિ ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદિથી રહિત હોવાને લીધે શુદ્ધ-ઉપાદાનકારણભૂત હોવાથી મોક્ષકારણ (મોક્ષનાં કારણો છે, પરંતુ શુદ્ધપારિણામિક નહિ ( અર્થાત શુદ્ધપારિણામિકભાવ મોક્ષનું કારણ નથી).
જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે, પ્રથમથી જ વિદ્યમાન છે. આ તો વ્યકિતરૂપ મોક્ષનો વિચાર ચાલે છે.
એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે કે “નિશ્ચય: શુદ્ધપરિણામ:' અર્થાત શુદ્ધપારિણામિક (ભાવ) નિષ્ક્રિય છે. નિષ્ક્રિયનો શો અર્થ છે? (શુદ્ધપારિણામિકભાવ) બંધના કારણભૂત જે ક્રિયા-રાગાદિ પરિણતિ, તે રૂપ નથી અને મોક્ષના કારણભૂત જે ક્રિયાશુદ્ધભાવનાપરિણતિ, તે-રૂપ પણ નથી. માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ નથી. ધ્યાનરૂપ નથી. શા માટે? કારણ કે ધ્યાન વિનશ્વર છે. (અને શુદ્ધપરિણામિકભાવ તો અવિનાશી છે). શ્રી યોગીન્દ્રદેવે પણ કહ્યું છે કે “વિ ૩૫નડુ ન વિ મરડું વંદુ - મોવરવુ રેડ્ડા ના પરમત્યે નોયા નિવિર ૩ મળેફા' (અર્થાત્ હે યોગી ! પરમાર્થે જીવ ઊપજતો પણ નથી, મરતો પણ નથી અને બંધ-મોક્ષ કરતો નથી –એમ શ્રી જિનવર કહે છે).
વળી તે સ્પષ્ટ કરવામાં આવે છે - વિક્ષિત-એકદેશશુદ્ધનયાશ્રિત આ ભાવના ( અર્થાત્ કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ) નિર્વિકાર-સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપથમિકશાનરૂપ હોવાથી જો કે એકદેશ ભક્તિરૂપ છે તોપણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે “જે સકલનિરાવરણઅખંડ-એક પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધપારિણામિક પરમભાવ લક્ષણ નિજપરમાત્મદ્રવ્ય તે કહું છું. પરંતુ એમ ભાવતો નથી કે “ખંડજ્ઞાન રૂપ હું છું.... –આમ ભાવાર્થ છે.
આ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ એવાં આગમ-અધ્યાત્મના તેમ જ નયના (દ્રવ્યાર્થિકપર્યાયાર્થિકનયના) અભિપ્રાયના અવિરોધપૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી સિદ્ધ છે (-નિબંધ છે) એમ વિવેકીઓએ જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
છે. ગાથા:
સમયસાર ગાથા-૩૨૦: ૨૧૫
[પ્રવચનઃ તા. ૨૯-૭-૭૯ ]
‘સમયસાર ’ ૩૨૦-ગાથા. એની જયસેનાચાર્યની ‘તાત્પર્યવૃત્તિ' ટીકા છે. સૂક્ષ્મ વિષય
66
“ दिठ्ठी सयं पि णाणं अकारयं तह अवेदयं चेव ।
जाणदि य बन्धमोक्खं कम्मुदयं णिज्जरं चेव ।। "
અકર્તૃત્વભોકતૃત્વભાવને વિશેષપણે દૃઢ કરે છેઃ
સૂક્ષ્મ વાત છે, ભગવાન! ભગવાન એને ‘આત્મા’ કહે છે કેઃ જે આત્મા રાગ દ્વેષ, દયા-દાન, ભક્તિ-પૂજાના ભાવનો પણ ‘કર્તા’ ન હોય. આહા... હા! અકર્તૃત્વ-ભોકતૃત્વની આવી વાત !! આત્મા (પોતા) સિવાય અન્ય દ્રવ્યનો કર્તા-ભોક્તા કંઈ છે જ નહીં. લક્ષ્મીને, સ્ત્રીને, કુટુંબને, આબરૂને પોતાનાં માનવાં અને એનું કાંઈ કામ કરવું-એ તો વસ્તુના સ્વરૂપમાં જ નથી. ભગવાન એમ કહે છે કે: પોતાની પર્યાયમાં જે શુભાશુભ રાગ થાય છે, એ શુભાશુભ રાગનો ‘કર્તા ’ થવું-એ મિથ્યાદષ્ટિ છે; એને તો જૈન (મત ) ની ખબર નથી, ‘ જૈનધર્મ ’ શું છે’ એનો પત્તો ( –ભાન ) નથી. રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, દયા-દાન-વ્રતનું વેદન કરવું, એ પણ મિથ્યાત્વભાવ છે. આવો માર્ગ છે!! એ અહીં કહે છે, જુઓઃ
t
અકર્તૃત્વભોકતૃત્વભાવને વિશેષ દૃઢ કરે છે. જુઓઃ “વિકી સયં પિ નાનું અારયં તદ્દ અવેવયં વેવ ”. પહેલાં દષ્ટાંત કહે છેઃ જેવી રીતે નેત્ર અર્થાત્ આંખ દશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને, સંધૂકણ-અગ્નિને સળગાવવાવાળા-કરવાવાળા-ની જેમ, કરતી નથી; (અર્થાત્ ) આંખ અગ્નિરૂપ વસ્તુને કરતી નથી; એમ આત્મ નેત્ર સમાન પદ્રવ્યને કરતો નથી.
આહા... હા! ઝીણી વાત છે, ભગવાન! શું કહીએ? પંચમ આરામાં ( અહીં ) ત્રણ લોકના નાથ પરમાત્માનો વિરહ પડયો. પરમાત્મા તો ત્યાં (વિદેહ ક્ષેત્રમાં) રહી ગયા. અને વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિનો વિરહ પડી ગયો. વસ્તુસ્થિતિ એવી રહી ગઈ – ‘પ્રભુ! તું આવો છો’. પરમાત્મા જિનેશ્વરદેવ, ત્રિલોકનાથ, એકાવતારી ઇન્દ્રો અને ગણધરોની સભામાં એમ ફરમાવતા હતા કે:
પ્રભુ! જેમ નેત્ર અગ્નિને સળગાવનારું નથી, તેમ (જ) કરતું નથી. સંધૂકણ કરનારની પેઠે, આંખ અગ્નિને કરવાવાળી નથી. અને જેમ તપેલા લોખંડનો પિંડ–તપેલું લોઢું–અગ્નિનો અનુભવ કરે છે; તેમ આંખ અગ્નિને અનુભવરૂપથી વેદતી નથી. ( અર્થાત્ ) જેમ તપેલા લોખંડનો પિંડ અગ્નિને વેદે છે, અગ્નિથી એકમેક થાય છે; તેમ આંખ ૫૨૫દાર્થને કરતી તો નથી પણ પ૨૫દાર્થને વેદતી પણ નથી. આહા... હા ! આ તો દષ્ટાંત (છે). એનો સિદ્ધાંતઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬: પ્રવચન નવનીત ભાગ-૧
વાત બહુ (ગંભીર), બાપુ! વીતરાગમાર્ગ કોઈ અલૌકિક છે. અરે! સાંભળવામાં ન આવે. બહારમાં (તો એમ સાંભળવા મળે છે) વ્રત કરો. તપસ્યા કરો ને ઉપવાસ કરો ને આ કરો...! ( પણ પ્રભુ!) એ તો બધી રાગની ક્રિયા છે, અનંત વાર કરી. એમાં કાંઈ ધર્મ નથી. એ તો રાગ છે. પણ અહીં (સંપ્રદાયમાં) એ (બધી ક્રિયા ) ને રાગ સમજવો જ કઠણ છે. વ્રત કરવા, તપસ્યા કરવી, ઉપવાસ આદિના વિકલ્પ-એ તો રાગ છે.
(અહીં કહે છે કે, જેમ નેત્ર અગ્નિને નથી સળગાવતાં, એમ આત્મા એ રાગનો કર્તા નથી. ઝીણી વાત છે, ભાઈ! નેત્રનું તો દષ્ટાંત લીધું. જેમ નેત્ર અગ્નિને સળગાવતાં નથી, તેમ ભગવાન આત્મા (તો) એને કહીએ કે (જે) એ રાગનો કર્તા થતો નથી. આહા... હા!
શરીર–વાણી-મન આ તો જડ-માટી છે; એની ક્રિયા એનાથી-જડથી થાય છે. આ હાથ ચાલે છે, ભાષા બોલીએ છીએ, એ આત્માના કારણથી બિલકુલ નથી.
આહા... હા! અહીં તો પરમાત્મા અંતરની વાત કરે છે. આ મોક્ષ અધિકારની ચૂલિકા છે. મોક્ષ અધિકાર પૂર્ણ થયો એની ચૂલિકા-માથા ઉપર ચોટલી છે. કહે છે કે એક વાર સાંભળ તો ખરો, પ્રભુ ! નેત્ર જેમ અગ્નિને સળગાવતાં નથી, તેમ ભગવાન આત્મા રાગ-દયા, દાન, પુણ્ય-પાપના ભાવને-કરતો નથી. આહા... હા! આવી વાત !
સંપ્રદાયમાં ક્યાં આ વાત હતી ? બધું જાણું છે ને....! બધી (ક્રિયા) કરતાં હતાં ને...! ૨૧ વર્ષ ૪ મહિના માં કાઢયા; ૪૫ વર્ષ એમાં (શરીરના જન્મથી સંપ્રદાયમાં- કાઢયાં છે. સાડી ચુંમાલીસ (વર્ષ) અહીં થયાં.
- બાપુ! વાત તો અલૌકિક છે, પ્રભુ! નેત્રનું દષ્ટાંત આપીને સંતો જગતને જાહેર કરે છે. કે, પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકરદેવનો એ હુકમ છે કે જેમ નેત્ર અગ્નિને સળગાવી શકતાં નથી, તેમ ભગવાન આત્મા–એ તો જ્ઞાનસ્વરૂપ આત્મા છે-એ રાગને કરતો નથી, અને “રાગને કરે એ આત્મા નહીં એ તો મિથ્યાદષ્ટિ છે.
આહા... હા! ઝીણી વાત છે, બાપુ ! આવું ક્યાંય સાંભળવા પણ મળે નહીં; (તો) એ (જીવ) ક્યારે સમજે? વિપરીત માન્યતાએ ભવભ્રમણ-ચોર્યાશીના અવતાર-કરી રહ્યો છે. એ વિપરીત માન્યતાનું સ્વરૂપ શું છે, એની (એને) ખબર નથી.
આહા.. હા ! નેત્ર જેમ અગ્નિને કરતું નથી, એમ આત્મા પોતાના સિવાય-જ્ઞાતા-દ્રષ્ટા સિવાય રાગ-દ્વેષ, દયા-દાન આદિ વિકલ્પને કરતો નથી.
બેંગલોરમાં હમણાં ૧૫ લાખનું દિગંબર મંદિર થયું. પણ એમાં (જો મંદિર બંધાવનારને ) રાગની મંદતા હોય તો (તે) શુભભાવ છે, ધર્મ નહીં. અને એ શુભભાવનો ‘કર્તા હું છું' એમ માનવું, એ મિથ્યાત્વ છે. બહુ ઝીણી વાત!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૧૭ લોખંડનો પિંડ જેમ અગ્નિથી તપે છે, એમ નેત્ર પરનું વેદક નથી. (અર્થાત્ ) આંખ દેખે છે-જે કંઈ થાય છે, તેને દેખે છે પણ વેદક નથી. (આંખ દેશ્ય પદાર્થની કર્તા નથી તેમ વેદક (પણ) નથી. (એવી જ રીતે) આત્મા “ક” નથી; એ નેત્રના દષ્ટાંતથી, સંધૂકણના દષ્ટાંતથી (સમજાવ્યું). અને “ભોક્તા' નથી; એ (લોખંડના પિંડના દષ્ટાંતથી, સમજાવ્યું). જેમ લોખંડનો પિંડ અગ્નિથી તપે છે, અને (અગ્નિનો) અનુભવ કરે છે; તેમ આત્મા-ચૈતન્યમૂર્તિ ભગવાન, જ્ઞાનસ્વરૂપી પરમાત્મા–રાગ અને દ્વેષને ભોગવે નહીં, અનુભવે નહીં. અને (એ) અનુભવે એવો આત્મા (હોય) નહીં. (રાગ-દ્વેષને અનુભવે છે, તે તો મિથ્યાદષ્ટિ છે. અરર.... ૨!
અરે પ્રભુ! શું કરીએ? “આ” તો ભગવાન સીમંધર પરમાત્માનો સંદેશ છે! મહા વિદેહમાં ત્રિલોકનાથ બિરાજે છે, તેનો આ સંદેશ છે. પ્રભુ ! નેત્ર જેમ પરને કરતું નથી અને તપેલા લોખંડના પિંડની માફક, અનુભવરૂપે વેદતું નથી, તેવી જ રીતે આત્મા રાગનો કર્તા નથી અને ભોક્તા નથી. આવી આકરી વાત છે!
“અનુભવરૂપે વેદતું નથી; તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ (ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે, એ શુદ્ધ જ્ઞાન પણ) અથવા અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ” (રાગનો કર્તા-ભોક્તા નથી).
આહા.... હા! સમ્યગ્દષ્ટિ શુદ્ધજ્ઞાનપરિણત છે! સમ્યગ્દષ્ટિ એને કહીએ કે (જે) પુણ્યપાપના મેલથી પરિણત નથી. સમ્યગદષ્ટિપ્રથમ–ચોથી ભૂમિકાથી શુદ્ધ (જ્ઞાન) પરિણત જીવ છે!
પ્રશ્ન: “શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ” એમ કેમ કહ્યું?
સમાધાન’ કે ‘ત્રિકાળી” શુદ્ધજ્ઞાનસ્વરૂપ છે, તે તો રાગ-દ્વેષનો કર્તા અને ભોક્તા નથી. પણ સમકિતી શુદ્ધ (જ્ઞાન) પરિણત જીવ છે; (એની) પર્યાયમાં શુદ્ધતાનું પરિણમન છે; તે પણ રાગ-દ્વેષનો કર્તા-ભોક્તા નથી !
ફરીથી. બે વાત લીધી ને...! “તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ”–શુદ્ધ જ્ઞાન એટલે ત્રિકાળી આત્મા-શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ત્રિકાળી, એ “કોઈ રાગ-દ્વેષ કરે કે ભોગવે” એ ત્રિકાળી વસ્તુમાં નથી. તો જેની દષ્ટિ સમ્યક (અર્થાત્ ) દ્રવ્યસ્વભાવની દષ્ટિ થઈ–એ “ (અભેદથી) શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ” (રાગ-દ્વેષનો કર્તા-ભોક્તા નથી). (જેમ) શુદ્ધ જ્ઞાન (એટલે કે) ત્રિકાળી આત્મા, રાગ-દ્વેષ કરે નહીં અને ભોગવે નહીં; એમ શુદ્ધ જ્ઞાનની જેને દષ્ટિ થઈ (એટલે કે જે ) શુદ્ધજ્ઞાનપરિણત થયો-એવો “સમ્યગ્દષ્ટિ જીવ' પણ રાગ-દ્વેષ કરે અને ભોગવે નહીં, આહી.. હા !
આટલું કામ મોટું આકરું છે, ભાઈ ! માર્ગ તો આ છે, પ્રભુ! શું થાય? મનુષ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮: પ્રવચન નવનીત ભાગ-૧
પણું ચાલ્યું જશે, બાપા! એમાં ‘આ ’ સત્ય વાત જો સમજણમાં ન આવી ( તો ) એ ચોર્યાશીના અવતારમાં ક્યાં જઈને રખડશે. શું કહેવાય ? જેમ વંટોળમાં તણખલું ઊડે, એ ક્યાં જઈને પડશે ? એમ જેને આત્મા શું ચીજ છે એની દૃષ્ટિ નથી; તે જીવ ક્યાં જઈને અવતાર લેશે ? નિગોદ ને નરકમાં જઈને અવતાર લેશે, બાપા! આહા... હા... હા !
અહીં કહે છે કેઃ જેમ નેત્ર અગ્નિને સળગાવતું નથી અને લોખંડનો પિંડ જેમ અગિનથી તપેલો છે, તેમ નેત્ર પરને કરતું નથી અને વેદતું નથી. એમ અંદર આત્મા ત્રિકાળી, શુદ્ધ, ચૈતન્યસ્વરૂપ જે સમ્યગ્દર્શનનો વિષય છે, એ ‘આત્મા’ રાગ-દ્વેષ કરે નહીં અને રાગ-દ્વેષ ભોગવે નહીં. એ તો ઠીક; પણ ‘અભેદ’ વિશેષ લીધું.
પ્રશ્ન: “ અભેદથી શુદ્ધજ્ઞાન (પરિણત ) ”– ‘ અભેદ ’ કેમ કહ્યું ?
સમાધાન: જે શુદ્ધ જ્ઞાન ત્રિકાળ છે, એમ અંદર અનુભવમાં અભેદ થયો. રાગથી ભિન્ન થઈને, પોતાનું (જે) શુદ્ધજ્ઞાનસ્વરૂપ ત્રિકાળ છે, એમાં એકાગ્ર થઈને અભેદ થયો. એમ અભેદનયથી કહ્યું કેઃ શુદ્ધજ્ઞાન જે ત્રિકાળ છે, દ્રવ્યસ્વભાવ જે ત્રિકાળ છે એની સાથે અભેદ થયો.
પહેલાં તો એટલું કહ્યું (કે) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, એ રાગ-દ્વેષનો કર્તા અને ભોક્તા નથી. -એ તો દ્રવ્યસ્વભાવની દૃષ્ટિથી લીધું પણ હવે કહે છે કેઃ એ દ્રવ્યની દૃષ્ટિ જેને થઈ-સમ્યગ્દર્શન થયું-રાગ, દયા, દાન, વ્રત, તપના વિકલ્પથી ભિન્ન પડીને (જેને) પોતાના સ્વરૂપની શુદ્ધ પરિણતિ થઈ-એ ‘શુદ્ધ પરિણતિ' ધર્મ છે. એ શુદ્ધ પરિણતિ પણ રાગની કર્તા અને રાગની ભોક્તા નથી. આહા... હા! આવો માર્ગ છે, પ્રભુ! સમજાય છે કાંઈ ? આવી વાત છે!!
જિજ્ઞાસા: રાગી હોવા છતાં પણ રાગનો કર્તા નથી?
સમાધાનઃ નથી. કર્તા નથી. (રાગ) કરવો, એનું કાર્ય નથી. થાય છે, તો એનો જ્ઞાતા છે. જાણના૨-દેખના૨ ૨હે, એનું નામ ધર્મ છે. આહા... હા! આકરી વાત, બાપુ!
જિજ્ઞાસાઃ સ્વભાવ તો (રાગનો કર્તા) નહીં, પણ પરિણતિ પણ નહીં ?
સમાધાનઃ પરિણિત પણ નહીં. ત્રિકાળી દ્રવ્યમાં તો (રાગનું કર્તૃત્વભોકતૃત્વ) નથી; પણ ત્રિકાળી દ્રવ્યની દષ્ટિ-સમ્યગ્દર્શન થયું (અર્થાત્ ) શુદ્ધ પરિણતિ થઈ-એ પણ, રાગ-દ્વેષની કર્તાભોક્તા નથી. પ્રભુ! અંદર (શાસ્ત્રમાં ) લખાણ છે કે નહીં?
“ અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ ” અર્થાત્ શુદ્ધ જ્ઞાનની પર્યાય જેને પ્રગટ થઈ, ( એટલે કે ) જે અનાદિથી પુણ્ય ને પાપ, દયા ને દાન, કામ ને ક્રોધના વેદનનો કર્તા હતો; (જેણે ) જૈન દિગંબર સાધુ થઈને મુનિવ્રત લીધું-પંચ મહાવ્રત પાળ્યાં; એ તો (બધાં ) રાગ છેએ રાગનો કર્તા થઈને મિથ્યાદષ્ટિપણે અનંતવાર નવમી ત્રૈવેયક સુધી ગયો. અહીં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦-૨૧૯ કહે છે કે જેને એ (રાગ) તરફની દષ્ટિ છૂટી ગઈ-રાગનું કર્તાપણું છૂટી ગયું અને “હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું” એમ પરિણત - પર્યાયમાં શુદ્ધતાની દશા પ્રગટ થઈ; જેમ દ્રવ્ય શુદ્ધ છે એ કર્તા-ભોકતા નથી, એમ શુદ્ધ દષ્ટિ અને શુદ્ધ પરિણતિ થઈ; એ પણ રાગ-દ્વેષની કર્તા-ભોકતા નથી.
અરર.... ! આવી વાત હવે સાંભળી જાય નહીં, શું થાય બાપા? સમજાણું? ૩૨૦ગાથા છે! જયસેન આચાર્યની ટીકા છે!
શુદ્ધજ્ઞાનપરિણત.... કહ્યું ને..! આહાહા ! “હું તો શુદ્ધસ્વરૂપ પવિત્ર આનંદકંદ છું” – એ શુદ્ધપરિણત. પુણ્ય – પાપનો ભાવ પણ મારો નથી. પરની વાત તો કયાં? શરીર-વાણીધંધા-એ તો જડની અવસ્થા, એમાં તો મારું કર્તા-ભોકતાપણું જ નથી. પણ મારામાં (પુરુષાર્થની) કમજોરીથી જે રાગાદિ ઊપજે છે એનો પણ “હું” તો કર્તા-ભોકતા નથી. આહા. હા! એને અહીં ધર્મનું પહેલું પગથિયું – સમ્યગ્દર્શન-કહેવામાં આવે છે. આવી વાત છે !!
પાઠ એવો છે કે “શુદ્ધ જ્ઞાન પણ”. અહીં “પણ” કેમ કહ્યું? નેત્રનું દષ્ટાંત આપ્યું છે ને...? તેથી “પણ” કહ્યું (ક) જેમ નેત્ર પરનું કર્તા-ભોકતા નથી તેમ શુદ્ધ જ્ઞાન “પણ” - ત્રિકાળી ભગવાન આત્મા એ “પણ” રાગ- દ્વેષનો કર્તા-ભોકતા નથી. એક વાત. બીજા: “ અથવા અભેદથી” – જ્ઞાનસ્વરૂપ ભગવાન ચૈતન્યમૂર્તિ જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવથી ભર્યો પડ્યો પ્રભુ છે. એ અભેદથી એની એકાગ્રતા થઈ – સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં અભેદ-એકાગ્રતા થઈ – તો “અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ” – શુદ્ધ જ્ઞાનરૂપે પરિણત પર્યાયમાં નિર્મળતા પ્રગટ કરી. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન –શાંતિનો અંશ અને અનંત આનંદ – સ્વરૂપના આનંદનો સ્વાદ પણ પ્રગટ કર્યો. અતીન્દ્રિય આનંદનો પણ સ્વાદ આવ્યો. અતીન્દ્રિય આનંદ જે (પોતાના) ત્રિકાળી ધ્રુવમાં પડ્યો હતો એના અવલંબનથી, પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું પરિણમન થયું અને અતીન્દ્રિય આનંદનો અનુભવ પણ થયો. – એમ “શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ લીધું. (અર્થાત્ ) પહેલાં નેત્રની સાથે મેળવવા માટે “શુદ્ધ જ્ઞાન પણ” એમ લીધું. હવે “શુદ્ધજ્ઞાન' જે કર્તા – ભોકતા નથી, તો એમાં પરિણત (-શુદ્ધજ્ઞાનપરિણત જીવ-) પણ કર્તા-ભોકતા નથી; એમ લીધું.
આવી વાત છે, પ્રભુ! બહુ ધીરેથી – શાંતિથી સાંભળવું. પ્રભુ! શું કહીએ?
અહીં કહે છે કેઃ “શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાનરૂપે ( રાગને) કરતો નથી”. જુઓ! ભાષા. ધર્મી જીવ જેને સમ્યગ્દર્શન થયું “એ” શુદ્ધ (જ્ઞાન) પરિણત છે! શુભાશુભ રાગ, એ શુદ્ધ પરિણતિ નથી. આહા.. હા.... હા !
ભરત ચક્રવર્તી જેવા છ ખંડના રાજ્યમાં પડ્યા હોય તો પણ; (એને જે) અંદર શુદ્ધ પરિણતિ થઈ છે, એ કારણે તે શુદ્ધ પરિણતિ રાગ-દ્વેષને કરતી નથી. આહા.. હા !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦ : પ્રવચન નવનીત ભાગ-૧
જેમ શુદ્ઘ દ્રવ્યસ્વભાવ ધ્રુવ, ધ્રુવ ચીજ, જે ભગવાન આત્મા નિત્ય ધ્રુવ છે, તે તો દયાદાન-વ્રતના પરિણામનો કર્તા-ભોકતા નથી. પણ (જેને ) શુદ્ધ પરિણતિ થઈ, દ્રવ્યદષ્ટિ થઈ, સમ્યગ્દર્શન થયું; ( એટલે કે ) શુભાશુભ ભાવ અશુદ્ધ છે, એનાથી ભિન્ન થઈને, પોતાના સ્વભાવની શુદ્ધ દશા થઈ; એ પણ રાગનો કર્તા-ભોકતા નથી.
આહા... હા! ગાથા ઝીણી છે, ભાઈ ! હજી આજ તો શરૂ કરી છે. આ તો બહારથી ઘણા માણસો આવ્યા છે, તો એમને ખ્યાલમાં આવે કે કંઈક બીજી ચીજ છે. ભાઈ ! બાપુ! વીતરાગ ૫૨માત્માનો પંથ (તો ) જગતથી નિરાળો છે. જગતની સાથે એની ક્યાંય મેળવણી થતી નથી.
,,
આહા.. હા! અહીં કહે છે કે “પોતે શુદ્ધઉપાદાનરૂપે ” શું કહ્યું? ભગવાન આત્મા, શુદ્ધચૈતન્યથન આનંદકંદ, ધ્રુવની દષ્ટિ થઈને શુદ્ધપરિણત થયો, તો એ શુદ્ધ ઉપાદાન થયો. રાગદ્વેષ (થતા ) હતા તે અશુદ્ધ ઉપાદાન. અને આ શુદ્ધપરિણત થયો એ શુદ્ધ ઉપાદાન. આહા... હા !
-
',
“પોતે શુદ્ધ ઉપાદાનરૂપે ” કોણ ? કેઃ જે ત્રિકાળ શુદ્ધસ્વરૂપ ભગવાન છે, એનો અનુભવ થયો. રાગના વિકલ્પથી રહિત આત્માના આનંદનું વેદન થયું ( તે ). જેમ ‘ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ’ કર્તા-ભોકતા નથી, તેમ ‘શુદ્ધ પરિણતિવાળો' પણ રાગનો અને દ્વેષનો કર્તા-ભોકતા નથી. કેમ ? કેઃ પોતે શુદ્ધ ઉપાદાનરૂપે (રાગાદિનો ) કર્તા નથી. પર્યાયમાં થાય છે. પણ (તેનો ) શુદ્ધ ઉપાદાન (રૂપે ) પર્યાયથી કર્તા-ભોકતા નથી.
આહા... હા... હા! પ્રભુ! આ તો વીતરાગની અમૃતવાણી છે. અત્યારે તો બહારથી આખી ક્રિયા-કાંડની પ્રવૃત્તિ ચાલે છે. અને બસ! એમાં આખો ધર્મ માની લે છે! અહીં કહે છે: સાંભળ પ્રભુ! અત્યારે મહા વિદેહક્ષેત્રમાં વીતરાગ ત્રિલોકનાથ સર્વજ્ઞ જિનેશ્વરની સભામાં, એકાવતારી ઇન્દ્રો વાણી સાંભળવા માટે આવે છે. ત્યાં ‘આ વાત' પરમાત્મા કહેતા હતા. ‘ એ વાત ' કુંદકુંદાચાર્ય આડતિયા થઈને જગતમાં જાહેર કરે છે કેઃ
“પોતે શુદ્ધ ઉપાદાનરૂપે કરતો નથી” એ શું કહ્યું ? “ અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ ” ( એટલે કેઃ ) જેને શુદ્ધ પરિણતિ થઈ સમ્યગ્દર્શન થયું – ‘ એ ’ શુદ્ધ ઉપાદાન રૂપે (રાગાદિનો ) કર્તા નથી. અશુદ્ધ ઉપાદાનથી રાગાદિ થાય છે; પણ શુદ્ધ ઉપાદાનના કારણે (તે તેનો ) કર્તા-ભોકતા નથી. આહા... હા!
ઉપાદાન શું અને નિમિત્ત શું? એ પણ હજી (લોકોને) ખબર નથી. પર્યાયમાં શુદ્ધ ઉપાદાન (છે) ત્યારે એક અશુદ્ધ ઉપાદાન પણ છે. વિકાર જ્યારે ઊપજે છે, એ અશુદ્ધ ઉપાદાન છે. અને પછી તેનાથી (વિકારથી ) હઠીને સમ્યક્ ધર્મ થયો તો શુદ્ધ ઉપાદાન થયું. એકલું ઉપાદાન ન લીધું. “પોતે શુદ્ધ ઉપાદાનરૂપે ” આઠ વર્ષની બાલિકા-ચૈતન્ય ભગવાન આત્મા જ્યારે સમ્યગ્દર્શન પામે છે, તો એ શુદ્ધ ઉપાદાનથી (પામે છે). એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર૦: ૨૨૧ બાલિકા પછી લગ્ન પણ કરે; પણ એ (જે) અંદર વિકલ્પ આવ્યો, તેનો (શુદ્ધ ઉપાદાનરૂપે) કર્તા - ભોકતો, તે ( બાલિકા) નથી. આહા. હા! આવી વાત કોને બેસે? વાત (તો) એવી છે, પ્રભુ!
પોતે શુદ્ધ ઉપાદાનરૂપે” – જે પહેલાં દ્રવ્યસ્વભાવ-ત્રિકાળી શુદ્ધ જ્ઞાન કહ્યું એના ઉપર પોતાની દૃષ્ટિ પડી અને પર્યાયમાં અનુભવ થયો તો નિર્વિકલ્પ અનુભવ હોવાથી, સ્વયં શુદ્ધ ઉપાદાનથી - પર્યાયમાં શુદ્ધ ઉપાદાનથી –અશુદ્ધ ઉપાદાનનો કર્તા – ભોકતા નથી.
પ્રશ્નઃ એમ કેમ કહ્યું?
સમાધાનઃ અંદર શુદ્ધ ઉપાદાનથી “કર્તા નથી. અને અશુદ્ધ ઉપાદાન “પર્યાય” માં થાય છે. જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ અશુદ્ધ ઉપાદાનમાં રાગાદિ થાય છે. પણ એ (જ્ઞાની) શુદ્ધ ઉપાદાનના જોરથી એનો (રાગાદિનો ) કર્તા-ભોકતા નથી. આહા... હા ! એક એક શબ્દ શબ્દમાં (ઘણી ગંભીરતા)!! “પોતે શુદ્ધ ઉપાદાન” – પોતે – કોઈની અપેક્ષા વિના (જે) સમ્યગ્દર્શન- જ્ઞાન થયું; પોતાની નિર્મળ પરિણતિ (થઈ ); તે પોતાના શુદ્ધ ઉપાદાનથી (થઈ ).
એ જે વ્રત ને તપના વિકલ્પ ઊઠે છે, એ તો રાગ છે. ઉપવાસ કરવો ને બહારના (વ્યવહારના) એ બધા વિકલ્પ, તે પણ રાગ છે. (એ તો) અનંત વાર કર્યું છે. “મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો; પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયૌ”. આતમજ્ઞાન વિના, એ પાંચ મહાવ્રતનાં પરિણામ, એ દુઃખ અને આસ્રવ છે. અરેરે.. રે! અહીં અત્યારે તો (લોકો ) પંચ મહાવ્રતને ધર્મ માને છે! (પણ) અહીં કહે છે કે – અનંત વાર મુનિવ્રત ધારણ કર્યું (છતાં) આત્મજ્ઞાન વિના જરા પણ સુખ પામ્યો નહીં. એ મહાવ્રતનાં પરિણામ પણ રાગ છે અને દુઃખ છે. કારણ કે, ત્યાં “લક્ષ” પર તરફ છે. પોતાના ત્રિકાળી સ્વરૂપ તરફ “દષ્ટિ' નથી. આહા... હા! સમજાય છે કાંઈ ?
પોતે શુદ્ધ ઉપાદાનરૂપે (રાગાદિને) કરતો નથી અને વેદતો નથી.” ધર્મી જ્યારે થાય છે; ધર્મનું પહેલું પગથિયું – સમ્યગ્દર્શન થાય છે, ત્યારથી શુદ્ધ પરિણતિના કારણે, અથવા શુદ્ધ ઉપાદાનના કારણે, એ રાગનો કર્તા-ભોકતા નથી.
જિજ્ઞાસા: (શું આ વાત ક્ષણિક ઉપાદાનની છે?
સમાધાનઃ પર્યાયની વાત કરી ને...! આ વાત પરિણતિની ચાલે છે ને..! “શુદ્ધ જ્ઞાનપરિણત જીવ પણ” એમ કહ્યું ને...! પહેલાં બેચાર વાર કહેવાઈ ગયું કેઃ “શુદ્ધજ્ઞાનપરિણત જીવ' - પર્યાયમાં શુદ્ધપણે પરિણત થયેલો જીવ, એ પણ પોતે શુદ્ધ ઉપાદાનરૂપે ( રાગાદિને) કરતો નથી. દ્રવ્યસ્વભાવથી તો રાગ-દ્વેષનો કર્તા નથી, પણ શુદ્ધ પરિણતિથી પણ રાગ-દ્વેષનો કર્તા નથી.
આહા... હા! શું થાય? પ્રભુનો (અહીં) વિરહ પડયો. પરમાત્મા રહ્યા નહીં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨: પ્રવચન નવનીત ભાગ-૧
કેવળજ્ઞાનની ઉત્પત્તિ રહી નહીં. પછી લોકોએ પોતાની કલ્પનાથી-સ્વચ્છંદથી માર્ગ ચલાવ્યો (સનાતન ) માર્ગ કોઈ બીજો છે. વીતરાગ સર્વજ્ઞ ૫રમાત્મા એ અહીં કહે છેઃ
શુદ્ધ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ (ભગવાન આત્મા ) એ (રાગ-દ્વેષનો) કર્તા-ભોકતા નથી. (એ) શુદ્ધ જ્ઞાનસ્વરૂપમાં અભેદ થયો ( અર્થાત્ ) જે અનાદિથી રાગ-દ્વેષમાં ભેદરૂપ થઈને ત્યાં રોકાઈ ગયો હતો, એ પોતાના શુદ્ધસ્વરૂપ ચિદાનંદ પ્રભુમાં અભેદ થયો. જુઓ! “ અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ ”. એ શુદ્ધજ્ઞાનપરિણતિ થઈ કેમ ? (કેઃ) એ ત્રિકાળી જ્ઞાયકભાવ જે આત્માનો આશ્રય કરતાં. (એના) અવલંબનથી શુદ્ધ ઉપાદાન પર્યાયમાં નિર્મળ વીતરાગી આનંદ આવ્યો, વીતરાગી સમકિત થયું, વીતરાગી જ્ઞાન થયું, –એ ચોથે ગુણસ્થાને.. . એ શુદ્ઘપરિણત એ જ પોતે ઉપાદાન-પર્યાયમાં શુદ્ધ ઉપાદાનની વાત છે જીવ, શુદ્ધ ઉપાદાનરૂપે (રાગાદિને ) કરતો નથી અને વેદતો નથી. આહા... હા... હા! આ તો ગંભીર ભાષા છે. ૩૨૦- ગાથાની (આ ) ટીકા ખૂબ ગંભીર છે!
–
એ
આહા... હા ! ( રાગાદિને ) કરતો નથી અને વેદતો નથી. “વિઠ્ઠી સયં પિ બાળ”. તો પહેલાં દષ્ટિની અપેક્ષાએ વાત કરી કેઃ વસ્તુ જે ત્રિકાળી છે એ પણ (રાગાદિની ) કર્તાભોકતા નથી. અને એની (વસ્તુની ) દષ્ટિ-સમ્યગ્દષ્ટિ થઈ, એ પણ એને (રાગાદિને ) કરતી ભોગવતી નથી.
પ્રશ્ન:- એ તો દૃષ્ટિ અપેક્ષાએ કહ્યું, પણ જ્ઞાન અપેક્ષાએ ?
,,
સમાધાનઃ- “વિઠ્ઠી સ્વયં નાનું માત્ર દષ્ટિ જ નહીં. (એટલે કેઃ) સમ્યગ્દર્શન થયું એ ષ્ટિ એકલી જ રાગ- દ્વેષની કર્તા- ભોકતા નથી એમ (દૃષ્ટિ ) એકલી નહીં પણ સાથે જ્ઞાન થયું એ પણ રાગ-દ્વેષનું કર્તા-ભોકતા નથી. ાઓ (પાઠ) : “વિઠ્ઠી સ્વયં પિ નળ, તેનું વ્યાખ્યાનઃ માત્ર દષ્ટિ જ નહીં પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ ” (અર્થાત્ ) ભગવાનનું જે કેવળજ્ઞાન છે, ૫રમાત્મા “નમો અરિહંતાણં ” જેને ક્ષાયિક કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, એ “ક્ષાયિક જ્ઞાન પણ (રાગાદિનું કર્તા-ભોકતા નથી ).
22
અહીં “ પણ ” કેમ કહ્યું સમજાણું ? અહીં એક તો શુદ્ધ જ્ઞાનના દષ્ટિવંત પણ (રાગાદિના ) કર્તા-ભોકતા નથી; અને શુદ્ધ વસ્તુ (રાગાદિને ) કરતી ભોગવતી નથી. માટે શુદ્ધ વસ્તુની દૃષ્ટિના પરિણમનવાળો કર્તા-ભોકતા નહીં. એ દૃષ્ટિની અપેક્ષાએ કહ્યું. પરંતુ ક્ષાયિક જ્ઞાન “ પણ ” ( – કેવળજ્ઞાન પરમાત્મા અરિહંતદેવ ત્રિલોકનાથ ) નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક પણ છે.
આહા... હા! ત્રણ બોલ લીધાઃ પહેલાં ત્રિકાળી શુદ્ધ જ્ઞાન લીધું. પછી શુદ્ધ જ્ઞાનની પરિણતિવાળા-દષ્ટિવાળા લીધા. હવે દષ્ટિ એકલી નહીં, પણ કેવળજ્ઞાની પરમાત્માને ક્ષાયિક જ્ઞાન થયું અર્થાત્ એવી શુદ્ઘપરિણતિ દ્વારા શુદ્વ દ્રવ્યના અવલંબનથી નિર્મળ સમ્યગ્દર્શન- જ્ઞાન પરિણિત થઈ, એ દ્વારા ક્ષાયિક કેવળજ્ઞાન થયું, એ કેવળજ્ઞાન પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમસાર ગાથા-૩૨૦: ૨૨૩
(રાગાદિનું ) કર્તા-ભોકતા નથી. એમને વાણી ( ધ્વનિ ) ખરે છે વાણીના કર્તા-ભોકતા એ નથી. એમ કહે છે.
ભગવાનની વાણી ૐ” નીકળે છે અત્યારે મહાવિદેહમાં ૐ” એવો અવાજ નીકળે છે. આવી (છદ્મસ્થ જેવી અક્ષરાત્મક) ભાષા તીર્થંકરને હોતી નથી; કેમકે (તે) વીતરાગ થઈ ગયા છે. અને સર્વજ્ઞ થઈ ગયા (તેથી) વાણી એકાક્ષર-ૐૐ ધ્વનિ-નીકળે છે “ૐ ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે ”.
એ અહીં કહે છે કે “ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકા૨ક તેમ જ અવેઠક પણ છે”. આહા.. હા ! કેટલા પ્રકાર લીધાઃ દષ્ટિની અપેક્ષાએ દ્રવ્યસ્વભાવ છે એ પણ રાગનો કર્તાભોકતા નથી. દૃષ્ટિ અપેક્ષાએ શુદ્ધજ્ઞાનપરિણિત પોતે ઉપાદાનરૂપે (રાગનો) કર્તા-ભોકતા નથી. હવે શુદ્ધ જ્ઞાન-ક્ષાયિકજ્ઞાન કેવળજ્ઞાની ૫રમાત્મા એ વાણી (દિવ્ય-ધ્વનિ) ના અને શરીર ચાલે (યોગકંપન ) છે એના પણ કર્તા-ભોકતા ભગવાન નથી. ભગવાનને રાગ-દ્વેષ તો છે જ નહીં તેથી રાગ-દ્વેષના કર્તા-ભોકતા નથી.
આહા... હા! લોકોએ આવું (વસ્તુસ્વરૂપ) સાંભળ્યું નહીં અને પૈસામાં ઘૂસી (એકમેક થઈ ) ગયા છે અંદર. એ તો મરી ગયા. (પૈસા ) તો જડ-માટી છે, એ ક્યાં આત્માના છે? ‘એને હું પેદા કરું છું ને હું વાપરું છું' એમ જડનો સ્વામી થાય છે; એ મિથ્યાદષ્ટિ છે; જૈન નથી.
જિજ્ઞાસાઃ- ભલે મિથ્યાદષ્ટિ હો પણ પૈસાવાળો તો છે ને?
સમાધાનઃ - પૈસાવાળો છે જ નહીં. એ તો એક વાર નહોતું કહ્યું...! જો એક વાળો૧ પગમાં નીકળે તો રાડ નાખે! તો તને કેટલા · વાળા' છે? બાયડીવાળો... પૈસા વાળો... આબરૂવાળો... ધૂળવાળો... મકાનવાળો, ( એવા ) કેટલા ‘વાળા ’ વળગ્યા (છે) તને ? – એ પાગલપણું છે!
,
ભગવાન! વીતરાગનો માર્ગ ‘આ’ છે. ‘૫રમાત્મપ્રકાશ ’ માં દુનિયાને પાગલ કહી છે. જ્ઞાની ધર્માત્મા તત્ત્વની સત્ય વાત જ્યારે કહેતા હોય, ત્યારે પાગલ લોકોને ધર્મ પાગલ જેવા લાગે છે. આ શું કહે છે! આખો દી કરીએ છીએ, છતાં કરતો નથી, એમ કહે છે! દુકાન ૫૨ બેસીને વેપાર કરે છે ને... આ કરે છે ને આ કરે છે.. ખાવાપીવાનું કરે છે, પાણી પીવે છે, આ કરે છે! – ધૂળેય નથી કરતો, સાંભળ તો ખરો! કરે છે... કરે છે એવી માન્યતાવાળાને જ્યારે ધર્મી જીવ વીતરાગની સત્ય વાત કહે, તો પાગલ જીવને, ધર્મી પાગલ (જેવા) દેખાય. કહે કે આ પાગલ જેવી વાતો છે. અમે આખો દી કરી શકીએ છીએ ને આ જુઓ હાથ હલાવ્યો. ભાષા કરી. રોટલીનો ટુકડો આપણે કરી શકીએ છીએ ! (પણ અહીં કહે છે કે) ધૂળેય નથી કરી શકતો! સાંભળ તો ખરો; એ રોટલીનો
૧. મલિન પાણી પીવાના કારણે પગમાં વાળો નીકળે એવો રોગ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪: પ્રવચન નવનીત ભાગ-૧
ટુકડો દાઢથી પણ થતો નથી. રોટલીનો ટુકડો (તેના) પોતાનાથી થાય છે. (પણ ) એને (અજ્ઞાનીને ) તત્ત્વની ખબર નથી. આત્મા રોટલીનો ટુકડો કરે, એમ અજ્ઞાની-મિથ્યાદષ્ટિ માને છે. એને જૈનધર્મની ખબર નથી. આહા... હા! ઝીણી વાત છે, ભાઈ! પાગલ લોકોને ધર્માત્મા પાગલ જેવા લાગે છે. કારણ કે એ વાત કરે કેઃ કોઈનું કરી શકાતું નથી. એક રજકણને હલાવી શકાતો નથી. આ ચશ્માં અહીંથી અહીં આવ્યાં, એને આત્મા કરી શકે નહીં. પગ જે જમીન પર ચાલે છે, એ પગ જમીનને સ્પર્શતા નથી, અને જમીનને સ્પર્ધા વિના પગ ચાલે છે. એમ ૫૨માત્માનો પોકાર છે. (પણ એ વાતો અજ્ઞાનીને ) પાગલ જેવી લાગે કે: અમે ચાલીએ છીએ ને ! જમીનને અડીએ છીએ ! જમીનને અડયા વિના પગ ચાલે છે? અહીં પ૨માત્માનો - વીતરાગસર્વજ્ઞનો પોકાર છે કેઃ પગ જે ચાલે છે, એ જમીનને અડયા વિના ચાલે છે. (પણ આવું કહેના૨) પાગલ લાગે. આહા... હા! આ આંખની પાંપણ ચાલે છે, એ જડથી ચાલે છે; આત્માથી નહીં. એ જડની દશા છે, એ તો માટી – પુદ્ગલની પર્યાય છે. એને આત્મા કરે, એની તો અહીં વાત જ નથી. અહીં તો અંદરમાં જે પુણ્ય-પાપના વિકલ્પ જે રાગ થાય છે, એનો પણ કર્તા-ભોકતા (સમ્યક્ ) દષ્ટિવંત નથી. પણ શુદ્ધ જ્ઞાન, જે ક્ષાયિક જ્ઞાન, જે કેવળજ્ઞાનીને થયું એ પણ વાણી આદિનું કર્તા-ભોકતા નથી. વાણી વાણીના કારણે (નીકળે છે ). ભગવાનની દિવ્યધ્વનિ - ધ્વનિ-નીકળે છે; એ વાણીના પણ કર્તા ભગવાન નથી. આહા... હા! ભગવાનની વાણીથી કોઈ ધર્મ સમજે છે, તો એ વાણીથી સમજ્યા છે એમ પણ નથી. આહા... હા ! માર્ગ એવો છે!! એ અહીં કહ્યો.
,,
(રાગાદિનો કર્તા-ભોકતા) એ દૃષ્ટિની અપેક્ષાએ તો નહીં, એ વાત તો થઈ ગઈ; પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ ” અર્થાત્ કેવળજ્ઞાન પણ (કર્તા-ભોકતા નથી). શુદ્ધજ્ઞાનપરિણત તો પહેલાં લીધું છે. પહેલાં શુદ્ધજ્ઞાન ત્રિકાળી લીધું, પછી શુદ્ધજ્ઞાનપરિણત લીધું; એ દષ્ટિની અપેક્ષાએ કથન ( કર્યું ). હવે જ્ઞાનની અપેક્ષાએ લઈએ. “વિઠ્ઠી સયં પિ બાળ दिठ्ठी (દષ્ટિ) ની વાત થઈ ગઈ. હવે “ સ્વયં પિ નાખું”. “વિઠ્ઠી” એનો અર્થ તો થયો આટલો. હવે “ સ્વયં વિ નાનં ” સ્વયં જ્ઞાન સર્વજ્ઞનું જ્ઞાન-પણ વાણીનું કર્તા નથી; એને તો રાગદ્વેષ નથી. આહા... હા! સૂક્ષ્મ વાત છે. ભગવાનને પ્રદેશનું યોગમાં કંપન થાય છે પણ (તે ) એ કંપનના કર્તા-ભોકતા નથી. ભગવાન સર્વજ્ઞ પરમાત્મા, એ વાણીના તો કર્તા નથી; પણ જ્યાં સુધી ચૌદમું ગુણસ્થાન ન આવે, ત્યાં સુધી અયોગ ન થાય, તો અસંખ્ય પ્રદેશમાં યોગ-કંપન થાય છે. અંદર અસંખ્ય પ્રદેશમાં કંપન થાય છે, એ કંપનના પણ કર્તા-ભોકતા (ભગવાન) નથી.
11
અરે... રે! સત્ય ક્યાં રહી ગયું! અને ક્યાં અસત્યને પંથે દોરાઈ જઈને અમે ધર્મ કરીએ છીએ! ને ધર્મ થાય છે, એવા ભ્રમમાં અનંત અનંત કાળ ગયો !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૨૫
માત્ર ‘દૃષ્ટિ’ ની અપેક્ષાએ નહીં, “પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક પણ છે.” આહા... હા! ભગવાનને ચાર કર્મ (અઘાતિયા ) બંધાય છે. એના ‘ કર્તા ’, અને એ છૂટે છે તો એના ‘ભોકતા' એ (ભગવાન) નથી. કર્મ આઠ છે ને...! ( પણ ) અરિહંત ભગવાનને ચાર (ઘાતિ) કર્મનો નાશ છે, ચાર (અઘાતિ) બાકી છે. એ ચાર કર્મના કર્તા અને ભોકતા એ ભગવાન નથી.
“ તેવો હોતો થકો શુદ્ધજ્ઞાનપરિણત જીવ શું કરે છે?” પહેલાં લીધું ને ? શુદ્ધજ્ઞાન પરિણત ધર્મ. શુદ્ધ ચૈતન્યદ્રવ્ય જે છે એની પરિણતિ શુદ્ધ થઈ અને સમ્યગ્દર્શન થયું. એ સમ્યગ્દર્શનમાં શુદ્ધ પર્યાય શું કરે છે? શુદ્ધજ્ઞાનપરિણત જીવ શું કરે છે? “ जाणादि य વંધોવું ” આહા... હા... હા.. હા! ગજબ વાત છે, પ્રભુ!
જાણે છે. ”
કોને ? બંધ
મોક્ષને. આહા.. હા!
શુદ્ધજ્ઞાનપરિણત
સમકિતી જીવ-ચોથા ગુણસ્થાનથી (છે). શ્રાવક (તો) પંચમ ગુણસ્થાન (વર્તી) હોય છે. (તેવા) સાચા શ્રાવકની વાત છે. સાચો શ્રાવક જે છે એને તો પહેલાં સમ્યગ્દર્શન થાય છે; પછી શ્રાવકની પાંચમા (ગુણસ્થાન) ની દશા ઉત્પન્ન થાય છે. પણ અહીં તો કહે છે કે ચોથા (ગુણસ્થાન ) થી શુદ્ધજ્ઞાનપરિણત જીવ શું કરે છે? આ (રાગાદિનો ) કર્તા-તેની ના પાડી. બીજું શું કરે છે? વિશેષ છે કાંઈ ? હા બંધ મોક્ષનો માત્ર બંધનો જ નહીં, ભાવ બંધ મોક્ષનો પણ કર્તા નથી અને ભોકતા પણ નથી.
=
શુદ્ધ સ્વભાવ જે પરમાત્મસ્વરૂપ પોતાનું છે, અનાદિથી ૫૨માત્મસ્વરૂપી જ છે. જો ૫રમાત્મસ્વરૂપી ન હોય, તો પર્યાયમાં ૫રમાત્મા ( પણું ) આવશે કયાંથી ? બહારથી આવશે ? લટકે છે ક્યાંય ? પ્રાસની પ્રાપ્તિ છે. અંદર પડયું (વિધમાન ) છે. અંદરમાંથી આવે છે. લીંડીપીપ૨ હોય છે, (તે) કદે નાની છે, રંગે કાળી છે પણ અંદર રસમાં ચોસઠ પહોરી તીખાશ છે. એ પી૫૨માં સોળ આના (-પૂર્ણ) તીખાશ અને લીલો રંગ ભરેલો છે. એમ ભગવાન આત્મામાં સોળ આના આનંદ અને જ્ઞાન ભર્યાં પડયાં છે. જેમ ચોસઠ પહોરી (પી૫૨) ને જેમ ઘૂંટીએ છીએ, તેમ (તીખાશ અને રંગ) બહાર આવે છે; એમ ભગવાન આત્મામાં પૂર્ણ સર્વજ્ઞતા, સર્વદર્શીપણું અને પૂર્ણ આનંદ ભર્યો છે; એવી જેની દષ્ટિ અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન થયું એ શુદ્ધજ્ઞાનપરિણત જીવ, બંધ અને મોક્ષને માત્ર જાણે જ છે; બંધને કરતો નથી અને મોક્ષને કરતો નથી. બંધ જે થયો, એનો કર્તા નથી; અને બંધ જે છૂટે છે, એનો (પણ ) કર્તા નથી.
.
અરે... રે! આવું છે! છે કે નહિ અંદર (પાઠમાં ) ‘માત્ર જાણે છે. ' કોને ? કેઃ બંધ મોક્ષને. આહા... હા! શુદ્ધજ્ઞાનપરિણત ધર્મી જીવ અર્થાત્ સમ્યદર્શનપરિણત જીવ, બંધને અને મોક્ષને કરતો નથી. પણ માત્ર બંધ-મોક્ષનો (તે) કર્તા નથી એટલું જ નહીં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬: પ્રવચન નવનતી ભાગ-૧ (કહે છે કે, “—ાં વેવ” – શુભ-અશુભરૂપ કર્મોદયને (જાણે છે). શુભ અશુભ ભાવ જે થાય છે, એનો પણ કર્તા-ભોકતા જ્ઞાની-ધર્મી નથી. બંધ-મોક્ષના તો કર્તા નથી, પણ કર્મનો ઉદય આવ્યો અને એને પોતાનાથી શુભ ભાવ થયો, એના પણ (જ્ઞાની) કર્તા-ભોકતા નથી.
આહા.. હા! આવો માર્ગ છે!! પાગલ જેવું લાગે એવું છે. આખો દી અમે આ કરીએ ને! એ વિષય સેવીએ છીએ ને! પણ કોણ સેવે છે? પ્રભુ! તને ખબર નથી. આ શરીરની દશા શરીરથી થાય છે, આત્માથી નહીં. આ પાંચ ઇન્દ્રિયો જડ છે, એ જડની પર્યાય જડથી થાય છે, આત્માથી નહીં. પ્રભુ! તને એટલી પણ ખબર નથી. અહીં તો એનાથી આગળ વધીને (કહે છે કે , શુભ-અશુભ ભાવના પણ (જ્ઞાતી) કર્તા-ભોકતા નથી. સમજાય છે કાંઈ ?
આહા... હા! “મુદ્રાં ળિજ્ઞર” શુભ-અશુભરૂપ કર્મોદયને તથા સવિપાક-અવિપાક નિર્જરાના (જે) ચાર પ્રકારે છે, એ ચારે પ્રકારને જ્ઞાની કરતો નથી. કયા ચાર પ્રકાર? - સવિપાક, અવિપાક, અકામ અને સકામ. એ ચાર પ્રકારે નિર્જરા છે. એ ચારે જ્ઞાની – ધર્મી કરતો નથી.
સવિપાક (નિર્જરા ) નો અર્થ શું? કે કર્મનો ઉદય આવ્યો છે, તેને કારણે જે પાક આવે છે; નિર્જરી જાય છે, તે સવિપાક, કર્મનો ઉદય આવ્યો છે, તે વિપાક થઈને ખરી જાય છે. અને અવિપાક એટલે પોતાના સ્વભાવના પુરુષાર્થમાં આવ્યો; તો જે રાગાદિ છે તેનો નાશ થઈ જાય છે, એને અવિપાક નિર્જરા કહે છે. ફરી (વાર) સવિપાકઃ ધર્મ તરફનો પોતાનો પુરુષાર્થ ન હોય અને કર્મનો ઉદય આવ્યો, અને તે ખરી જાય.) (અવિપાકા ) પુરુષાર્થ ધર્મ તરફનો હોય, એને પણ કર્મનો ઉદય આવ્યો તે. સવિપાકઃ કર્મ ઉદય આવીને ખરી જાય છે; એના કર્તા જ્ઞાની નથી.
ફરીથી:
“શુદ્ધજ્ઞાનપરિણત (જીવ) પણ” એમ લીધું ને...! અર્થાત્ સમ્યગ્દર્શન થયું (એ) શું કરે છે? એમ લીધું છે ને? તો કહે છે કે જાણે છે. કોને ? (કે) બંધ-મોક્ષને. બંધ - મોક્ષને જાણે છે (પણ) કર્તા નથી. એ બંધ-મોક્ષના કર્તા-ભોકતા નથી. – એટલું જ છે? (તો કહે છે) કે. એ ઉપરાંત કર્મના ઉદયને પણ જાણે છે અને દેખે છે. ઉદય આવ્યો (એને) જાણે છે. રાગ આવ્યો, તો જાણે છે, (પણ) કર્તા નથી. આહા. હા.. હા... હા !
- સવિપાક (નિર્જરા) : જેમ કે, અહીં મનુષ્યગતિ છે, તો અંદર બીજી ગતિનો પણ ઉદય વિપાક આવે છે, તો (તે) ખરી જાય છે, તો ઉદય વિપાકમાં નથી આવતો, ખરી જાય છે. એ બધા સવિપાક કહ્યા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૨૭ અવિપાક (નિર્જરા) : પોતાના સ્વભાવસમ્મુખ થઈને, સ્વભાવની શાંતિમાં આવીને જે કર્મનો ઉદય ખરી જાય છે, એને અવિપાક નિર્જરા કહે છે.
જિજ્ઞાસા:- સમયની પહેલાં?
સમાધાનઃ- સમયના પહેલાં પણ નિર્જરા જ થાય છે. એ વખતે એનો નિર્જરાનો ખરવાનો જ કાળ છે. સમયના પહેલાં કહો; તોપણ ખરવાનો એનો કાળ હતો.
સવિપાક, અવિપાક સમજાણું? ભગવાને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, આદિ આઠ કર્મ કહ્યાં છે. એના પેટા-ભેદમાં એકસો અડતાલીસ પ્રકૃતિ છે. એમાં કેટલીક પ્રવૃત્તિઓ તો ઉદયમાં આવીને ખરી જાય છે. જેમ મનુષ્યગતિ છે, તો નરકગતિ અને તિર્યંચગતિનો ઉદય હોય, તો એ ગતિ ખરી જાય છે; આયુષ્ય નહીં. ગતિ ખરી જાય છે, તો એને સવિપાક નિર્જરા છે. અને પુરુષાર્થથી અંદર ઉદય ખરી જાય છે – (અર્થાત્ ) પોતાના સ્વભાવન્મુખ થઈને, આનંદનો લાભ લઈને, જે ઉદય આવે છે તે ખરી જાય છે; – એને અવિપાક નિર્જરા કહે છે. પણ ( જ્ઞાની) એ સવિપાકને જાણે છે અને અવિપાકને પણ જાણે છે; કર્તા નથી. આહા. હા! (જ્ઞાની) સવિપાકને પણ કરતા નથી (અને) અવિપાકને પણ કરતા નથી. અરે. રે! આ તો હજી શરૂઆત થાય છે, હોં! આ તો આખું પાનું ભર્યું છે. હળવે-હળવે આવશે. હળવે-હળવે (પચાવવું)!
ધર્મી કર્મના ઉદયને જાણે છે, એ ઉદયને કરતા નથી. અથવા શુભ-અશુભ બેય રાગ આવ્યો તેનો કર્તા નથી. અને સવિપાક- અવિપાક નિર્જરાને જાણે છે. પોતાની યોગ્યતાથી કર્મનો ઉદય-વિપાક આવ્યો અને ખરી જાય છે. જેમ કે અહીં મનુષ્યગતિ છે અને ત્યાં તિર્યંચગતિનો ઉદય આવ્યો, તો (ગતિ હોં! આયુષ્ય નહીં) એ ખરી જાય છે, એને સવિપાક નિર્જરા કહે છે. એનો પણ “કર્તા' આત્મા - જ્ઞાની નથી. (તે તો ) સવિપાક નિર્જરાને જાણવાવાળા છે. આહા.. હા!
હવે કોક દી આને સમજવું તો પડશે કે નહીં? ભલે ઝીણું પડે. એમ કે ઝીણી પડે ને એમ પડે... પણ પ્રભુ! અપૂર્વ વાત છે. નાથ ! તારા ઘરની વાત કોઈ અપૂર્વ છે, તે તે સાંભળી નથી, નાથ ! આહા... હા ! ત્રિલોકનાથનો પોકાર છે. સર્વજ્ઞ-સર્વદર્શી તીર્થંકરદેવની વાણીનો પોકાર છે. (એ) વાણીના પણ કર્તા નથી – એનો જ પોકાર છે કે
ધર્મપરિણત જીવને શુભભાવ ઉદયમાં આવે, ઉદય આવે છે; પણ (તે) કર્તા થતા નથી, (ધર્મીને) ભક્તિનો, દયાનો, દાનનો વિકલ્પ આવે છે, પણ કર્તા થતા નથી. એમ અશુભ ઉદય આવે છે. સમ્યગ્દષ્ટિને પણ જરી આર્તધ્યાન થઈ જાય, થોડું રૌદ્રધ્યાન થઈ જાય, વિષયવાસના આવી જાય, પરંતુ (તેઓ) એના કર્તા-ભોકતા નથી. જાણે છે, થાય છે, (તેને) જાણે છે. કેમ કે જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે. ચૈતન્યપ્રકાશનું પૂર (છે). ભગવાન ચૈતન્યપ્રકાશના પૂર અને નૂરથી ભર્યો પડે છે. એ જ્ઞાનસ્વરૂપી પ્રભુ ( જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮: પ્રવચન નવનીત ભાગ-૧ સિવાય શું કરે? સમજાણું કાંઈ અરે રે! એણે ક્યારેય (પોતાનું મૂળસ્વરૂપ) સાંભળ્યું નથી. આહા... હા !
આવશે આગળ...
*
*
*
[ પ્રવચનઃ તા. ૩૦-૭-૭૯ ]
૩૨૦-ગાથા. “સમયસાર' માં મૂળ પાઠ એમ છે: “ િનદેવ ” અહીં “વિઠ્ઠી સાં ”િ એમ લીધું છે. “નદેવ' નો અર્થ “જેમ.' જેમ નેત્ર છે એ પરના કર્તા નથી અને પરના ભોકતા નથી. (સંઘકણ ) એ જેમ અગ્નિને સળગાવે છે, એમ આ ભગવાન આત્મા પરને કંઈ કરતો નથી. જેમ લોખંડનો ગોળો (પિંડ) (અગ્નિથી) તપે છે, એમ નેત્ર પરના કાંઈ ભોકતા નથી. તેમ આત્મા ( પરનો – રાગાદિનો કર્તા-ભોકતા નથી).
આહા... હા! આત્મા એને કહીએ (ક) જેને આત્માની દષ્ટિ–અનુભવ થાય. (અર્થાત્ ) “હું” શરીર-વાણી તો નહીં, કર્મ નહીં, વિકાર નહીં, પણ એક સમયની પર્યાય એટલો પણ “હું” નહીં. “હું તો ત્રિકાળી જ્ઞાયક, આનંદનો ધન, ચિદાનંદ પરમાત્મસ્વરૂપ છું.' એવું અંતર્વેદન દષ્ટિમાં આવે, એનું નામ ધર્મ અને સમ્યગ્દર્શન. હુજી આ ધર્મની પહેલી શરૂઆત. એ વિના. ક્યારેય ધર્મ થતો નથી.
અહીં તો બે વાત લીધી છે કે એ ધર્મી જીવ દષ્ટિની અપેક્ષાએ, રાગાદિનો કર્તા નથી. અને ક્ષાયિક જ્ઞાન જે કેવળજ્ઞાન છે, એ પણ પરનું કર્તા-ભોકતા નથી. આત્મા જેવો શુદ્ધ છે (એવો) જ્ઞાનપરિણતજીવ, જે ધર્મી છે (તે રાગને કરતો નથી અને વેદતો નથી). “માત્ર દષ્ટિ જ નહિ જ પરંતુ ક્ષાયિકજ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક પણ છે.” જ્ઞાન શબ્દ આત્મા, અને જ્ઞાન શબ્દ ક્ષાયિકપર્યાય-એમ બે પ્રકાર લીધા છે.
અહીં આપણે હવે આ આવ્યું છે: “શુદ્ધજ્ઞાનપરિણત જીવ” (અર્થાત્ ) જેણે ભગવાન આત્મા-શુદ્ધચૈતન્યન-ની દષ્ટિ કરી અને એનું પરિણમન થયું, તે સમ્યગ્દષ્ટિને અહીંયાં શુદ્ધ જ્ઞાનપરિણત (જીવ) કહેવામાં આવ્યો છે.
ઝીણી વાત છે, ભાઈ ! સમ્યક અર્થાત્ સત્ય, પૂર્ણાનંદનો નાથ પરમાત્મસ્વરૂપ. એની દષ્ટિ થઈ, તો એમાં સમ્યજ્ઞાન પણ થયું. એ સમ્યગ્દષ્ટિને અહીંયાં જ્ઞાનપરિણત કહેવામાં આવે છે. શુદ્ધજ્ઞાનપરિણત પર્યાય. દ્રવ્ય તો શુદ્ધ છે, એની દષ્ટિ થઈ તે શુદ્ધતા પર્યાયમાં પણ છે. હવે અહીં તો દષ્ટિની સાથે જે આત્મા શુદ્ધજ્ઞાનપરિણત થયો, એ શું કરે છે? (ક) “નાણાવિ ય વંધમોરવું” આહા... હા! શુદ્ધજ્ઞાનસ્વરૂપ પ્રભુ! પહેલાં એ કરવું છે કે, “હું તો ચૈતન્ય જ્ઞાયક ચિદાનંદ પૂર્ણ (છું ) ' એવો અનુભવ કરીને સમ્યજ્ઞાન કરવું. એ ધર્મીનું પહેલામાં પહેલું કર્તવ્ય છે. “ભગવાન આત્મા’ જ્ઞાનસ્વભાવી છે. એ કારણે, એ શુદ્ધજ્ઞાનપરિણત જીવ-ધર્મપરિણત જીવ, પર્યાયમાં જાણે છે. કોને? (કે) બંધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૨૯, મોક્ષને. જે બંધ છે એને પણ જ્ઞાની જાણે છે. (પણ) બંધને કરતા નથી. થોડો (અસ્થિરતાનો) રાગ છે. રાગથી બંધન પણ છે. એ બંધને - રાગને જ્ઞાની જાણે છે; બંધને કરતા નથી. આઈ. હા! આવી વાત હવે!! “ના”િ કોને? – બંધને. અરે ! બંધને શું મોક્ષને પણ ( જાણે છે). આહા... હા! શુદ્ધજ્ઞાનપરિણત આત્મા, મોક્ષને કરતા નથી. એ તો મોક્ષ થાય છે અને જાણે છે. આવી વાત છે !!
અહીં તો આત્માના કૃષિપંડિતની વાત ચાલે છે. આત્માની ખેતી જેણે કરી – “હું તો શુદ્ધ ચિદાનંદ આત્મા આનંદ – ઘન છું' એવી જેની દષ્ટિ અને અંતરજ્ઞાન થયું, તો એ જ્ઞાનીનું કર્તવ્ય અને ભોકતા (ભોકતૃત્વ) શું? તો કહે છે કે બંધનો પણ કર્તા નથી અને બંધનો ભોકતા પણ નથી. એ બંધને જાણવાવાળો છે. કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ! એ તો બંધ થાય છે તેને જાણે છે, કર્તા નથી. અને મોક્ષ થાય છે અને જાણે છે, કર્તા નથી. આહા.... હા.. હા! ગજબ વાત છે, ભાઈ ! સમજાણું કાંઈ ?
આહા... હા! ચૈતન્ય-નાથ પ્રભુ એકલો જ્ઞાનના સ્વભાવથી ભર્યો ભંડાર, અનંત અનંત પવિત્ર ગુણનું ગોદામ આત્મા, અનંત અનંત શક્તિઓનું સંગ્રહાલય-સંગ્રહનું સ્થાન એ ભગવાન આત્મા, અનંત અનંત સ્વભાવનો સાગર પ્રભુ, એની જેને પ્રથમ દષ્ટિ થઈ, એને કોઈની અપેક્ષા નથી. એ દ્રવ્યનો આશ્રય લીધો, તો દષ્ટિ થઈ સમ્યક. અને એની સાથે જ્ઞાનની પરિણતિ થઈ. એ શુદ્ધજ્ઞાનપરિણત જીવ કેવો છે ? –એ વાત ચાલે છે. તો કહે છે કે બંધનો કર્તા નથી અને ભોકતા નથી. આહા... હા! એમ મોક્ષનો કર્તા નથી; જાણે છે કે, મોક્ષ થયો. આહી... હાં.. હા ! ગજબ વાત છે !!
આઠ લાખ દીધા છે તો (પણ) ધર્મ થયો નહીં, એમ કહે છે. બેંગલોરમાં મંદિર બનાવું તો ધર્મ થયો, એમ નથી. (શ્રોતા. ) મોટું મંદિર બનાવ્યું છે. (ઉત્તર) કોણ બનાવે ? બનાવ્યું જ નથી. બન્યું તો એની- પરમાણુની પર્યાયથી બન્યું છે. આહા. હા! (બીજો) કોણ બનાવે, પ્રભુ?
અહીં તો કહે છે કે આત્મા મોક્ષને પણ કરતો નથી, મોક્ષને જાણે છે. માત્ર બંધમોક્ષને જાણે છે, એટલું જ નહિ, “—વયે નિઝર વેવ” – ધર્મી તો શુભ – અશુભરૂપ કર્મોદયને (પણ) જાણે છે. જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ નથી, તો શુભ કર્મનો ઉદય આવે છે તો શુભભાવ પણ થાય છે. ...અશુભ ભાવ પણ થાય છે. એ કર્મના ઉદયને જાણવાવાળા રહે છે. ધર્મી સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી છ ખંડના રાજ્યમાં હોય, ૯૬ હજાર સ્ત્રીઓ હોય, તો પણ તે પોતાનામાં (જે) શુભ-અશુભભાવ આવે છે અને જાણે છે, કરતા નથી.
આહા. હા! આવો માર્ગ!! એ વિના જન્મ-મરણનો અંત નહીં આવે, પ્રભુ! ચોર્યાશીના અવતાર. આહા... હા ! ક્યાં નરક ને નિગોદ ને!
અહીંયાં કહે છે કે પ્રભુ ! એ આત્માનું શુદ્ધજ્ઞાન જે ત્રિકાળી શુદ્ધજ્ઞાન, એની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૦: પ્રવચન નવનીત ભાગ-૧
પરિણતિ – પર્યાયમાં ‘શુદ્ધજ્ઞાન ’ સમ્યગ્દર્શનથી થયું; તો એ ‘શુદ્ધજ્ઞાનપરિણત જીવ ' (ભલે ) છ ખંડના રાજયમાં દેખાય; (છતાં ) “ ચક્રવર્તી છ ખંડને નથી સાધતા, અખંડને સાધે છે. સોગાનીમાં ( – ‘ દ્રવ્યદષ્ટિપ્રકાશ ' માં) છે ને!
( શ્રી નિહાલચંદ્રજી સોગાની ) સમકિત અહીં ( સોનગઢમાં ) પામ્યા હતા. અહીં અમારી પાસે આવ્યા. અન્યનો બાવાનો બધાંનો અભ્યાસ ઘણો કર્યો. શાસ્ત્રનો અભ્યાસ કરતાં કરતાં પણ ક્યાંય પત્તો ન લાગ્યો, તો અહીંયાં આવ્યા. આવ્યા તો (મેં ) એટલું કહ્યું: ભાઈ ! આ વિકલ્પ, જે દયા-દાન આદિના ઊઠે છે તેનાથી પ્રભુ તો અંદર ભિન્ન છે. આહા... હા! સોગાની! તેમનું ‘દ્રવ્યદષ્ટિ પ્રકાશ ’!... એ ઓરડામાં, અહીં રસોડામાં ( –સમિતિના ઓરડામાં) આત્મધ્યાનમાં સમકિત થયું. (મેં ) એટલું કહ્યું કેઃ ‘રાગથી ભિન્ન ‘પ્રભુ' અંદર છે.' તો આખી રાત-સાંજથી સવાર સુધી ધ્યાન લગાવ્યું. રાગથી ભિન્ન, રાગથી વિકલ્પથી ભિન્ન કરતાં કરતાં સવાર પડયાં પહેલાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન લઇને ઊઠ્યા! ઘણી શક્તિ હતી... ઘણી! આખરમાં શાંતિથી દેહ છોડીને સ્વર્ગમાં ચાલ્યા ગયા.
-
અહીં કહે છે કેઃ શુદ્ધજ્ઞાનપરિણત જીવ મોક્ષને પણ જાણે છે, પણ મોક્ષને કરતો નથી. સર્વજ્ઞ ત્રિલોકનાથના ભાવ આ બતાવીએ છીએઃ પ્રભુ તો ચૈતન્યસ્વરૂપ છે ને! ‘ એ ચૈતન્યસ્વરૂપ ’ કરે શું? એ તો થાય એને જાણે –દેખે (બીજું) કરે શું? આહા... હા..
હા!
=
ભગવાને આ નેત્રનું તો દૃષ્ટાંત આપ્યું. ‘નેત્ર’ કરે ? ( જમીનમાંથી ) ધૂળ કાઢીને ખાડો કરે? (કે) આમ... આમ કરીને ખાડો પૂરે? આંખ મકાન બનાવે ? (કે) આમ.. આમ કરે અને મકાન તોડી દે? - (કાંઈ ન કરે!) મકાન બને છે, અને મકાન તૂટે છે એને નેત્ર દેખે છે. એમ ભગવાન આત્મા (દેખે-જાણે છે). નેત્રનું તો દૃષ્ટાંત આપ્યું છે: “વિઠ્ઠી નદેવ ” અથવા “વિઠ્ઠી સયં।” આહા... હા!
ઘણી (ગંભી૨ ) વાત, બાપુ! પ્રભુનો માર્ગ!! લોકોએ બહારમાં-ભક્તિને પૂજાને મંદિરને રથયાત્રા ને; એ બધામાં ધર્મ મનાવી દીધો! એ કાંઈ ધર્મ નથી. કરોડો અબજો રૂપિયા ખર્ચે તોય (ધર્મ નથી ) પણ એ તો જડ છે... માટી છે માટી. રૂપિયા આત્માના છે, એમ માનવું એ જ મિથ્યાત્વ છે. અજીવ ‘જીવના છે', એવી માન્યતા જ ભ્રમ ને અજ્ઞાન
છે. આહ... હા... હા !
,
અહીં તો કહે છે કેઃ જ્ઞાની રાગને પણ કરતો નથી, મોક્ષને કરતો નથી. મોક્ષ થાય છે, એને જાણે છે. અહા... હા... હા.. હા! આવી વાત છે, ભાઈ ! “ મુવયં” જ્ઞાની કર્મોદયને જાણે છે. છે.? શુભ-અશુભ ભાગ-એને જાણે છે, પોતાના માનીને (એનો ) કર્તા છે ને ભોકતા છે, એમ નથી. આહા... હા.. હા...! “ હ્રમુવયં ” શુભ
અશુભ કર્મોદયને જાણે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
–
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૩૧
હવે, સવિપાક-અવિપાક નિર્જરા. એ ત્યાં સુધી તો ચાલ્યું છે કાલે. ‘વિપાક’ શું? કેઃ કર્મનો ઉદય જેમ મનુષ્યગતિનો છે, (ચાર ગતિની પ્રકૃતિ છે ને?) તો અંદર તિર્યંચગતિનો ઉદય પણ છે. તો એ ઉદય ખરી જાય છે, એનું નામ સવિપાક નિર્જરા કહે છે; અવિપાક નહીં. અર્થાત્ અહીં અંદર જે ગતિ છે, તે તો મનુષ્યગતિ છે. આ મનુષ્યદેહ છે, તે આ ‘ગતિ ’ નથી. આ તો જડ છે. આ મનુષ્યગતિ નહીં, મનુષ્ય-ગતિની અંદર (આત્મામાં) જે યોગ્યતા છે- મનુષ્ય થવાની લાયકાત છે, એ ‘ગતિ’ એ ગતિનો વિપાક છે, અને બીજી ગતિનો વિપાક આવે છે. પણ આ એક ગતિમાં બીજી ગતિ આવે છે; તો (તે) વિપાક (થઈને) ખરી જાય છે. એનું નામ સવિપાક નિર્જરા કહે છે. એ થાય છે; એને પણ જ્ઞાની તો જાણે છે. સવિપાક નિર્જરા કરું, એમ પણ નહીં.
અહા.. હા ! ‘ ચૈતન્ય ’ શું કરે ? ‘નેત્ર’ શું કરે ? એમ ભગવાન ચૈતન્ય-નેત્ર ! જગત દશ્ય ને પ્રભુ દષ્ટા! જગત જ્ઞેય ને પ્રભુ જ્ઞાતા! એ ‘જ્ઞાતા ’ શું કરે ? જ્ઞાતા જ્ઞેયને જાણે. એમાં પણ પોતાની મોક્ષ-પર્યાયને પણ જાણે, કરે નહીં-એમ કહે છે. આહા.. હા.. હા! ગજબ વાત છે, ભાઈ ! બંધમોક્ષ ( કરે નહીં ).
હવે નિર્જરાઃ સવિપાક નિર્જરા-ગતિનો-કર્મનો ઉદય આવે છે. ગતિ તો મનુષ્યગતિ છે. બીજી પ્રકૃતિનો ઉદય તો આવે છે અને તે ખરી જાય છે, તેને વિપાક નિર્જરા કહે છે. એને પણ જ્ઞાની જાણે છે. અવિપાક નિર્જરા-પોતાના સ્વભાવસન્મુખ થઈને જે પુરુષાર્થમાં રહ્યો ત્યારે રાગનું ખરી જવું; એને અવિપાક નિર્જરા કહે છે. ( અર્થાત્ ) પુરુષાર્થથી-પોતાના-પુરુષાર્થસ્વભાવસન્મુખ થયો, તો જાણનાર–દેખના૨ રહે છે, ત્યારે જે કર્મનો ઉદય છે; રાગાદિ આવે છે, એ ખરી જાય છે, એ અવિપાક નિર્જરા. એ ગતિ આદિની સવિપાક અને રાગાદિની અવિપાક નિર્જરા. ધર્મીનો પુરુષાર્થ પોતાના સ્વરૂપસન્મુખ છે, તો રાગની સન્મુખ નથી; ત્યારે રાગ આવે છે તે ખરી જાય છે. એને અવિપાક નિર્જરા કહેવામાં આવે છે. (જ્ઞાની) એ અવિપાક નિર્જરાને પણ જાણે છે, કરતા નથી. આહા... હા.. હા..!
અહીં તો (લોકો ) આખો દી.... હું પૈસાવાળો છું, આટલા અહીં ખર્ચે ને અહીં કરે ને અહીંયાં કરે ને મોટો વેપાર ને ધંધો... મારી નાખે! અહીં તો કહે છે કે: વેપાર- પૈસાને તો આત્મા કરી શકતો નથી. પણ આત્મામાં જે કર્મનો ઉદય આવે છે, એ વર્તમાન ગતિમાં ભિન્ન ગતિનો ઉદય ખરી જાય છે, એનો પણ કર્તા આત્મા નથી. અને રાગ આવ્યો, પુરુષાર્થથી વિપાકમાં એનું ખરી જવું એને અવિપાક નિર્જરા કહે છે. એ અવિપાક નિર્જરાને પણ ( જ્ઞાની ) કરતા નથી. ધર્મી રાગનો તો કર્તા નથી. આત્મા દયા-દાન-વ્રતનાં પરિણામનો કર્તા નથી ( પરિણામ ) આવે, (પણ ) કર્તા નથી. એ નિર્જરા થઈ જાય છે. પોતાના સ્વભાવસન્મુખ દષ્ટિ છે, એનાથી એ અવિપાક નિર્જરા થાય છે, એને પણ જાણે છે. આહા... હા ! આ ગાથા અલૌકિક છે. બે વાત તો કાલે ચાલી હતી. હવે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩ર: પ્રવચન નવનીત ભાગ-૧
જ્ઞાની સકામ નિર્જરા અને અકામ નિર્જરા-બનેને જાણે છે. સકામ નિર્જરાઃ એ અવિપાક કહ્યો એ જાત સકામ. પોતાના પુરુષાર્થથી સ્વભાવસમુખ થઈને સ્થિર થયો ત્યારે જે રાગનો નાશ થાય છે, એ સકામ નિર્જરા કહેવામાં આવે છે. સ્વભાવસમ્મુખ થઈને પોતાની ભાવનામાં પડયો છે, ત્યાં રાગાદિ જે ખરી જાય છે, એને સકામ નિર્જરા કહેવામાં આવે છે. એને પણ ( જ્ઞાની ) જાણે છે, દેખે છે. આહા.. હા.. હા.. હા !
અહીં તો આખો દી પરનું મેં આ કર્યું ને મેં કર્યું... મેં કર્યું.. હજી તો પરનું. અરે પ્રભુ ! શું કરે ! પ્રભુ! શું કરે છે? તું તો જ્ઞાતા છો ને! આંખ તો જાણવાનું (જ) કામ કરે છે ને, પ્રભુ! એમ આત્મા (જ્ઞાતા-દષ્ટા માત્ર છે).
(૧૯૭૬ ) છોતેરની વાત છે કે વઢવાણમાં એક ભાઈ નદીમાં ખાડા કરે અને તળાવામાંથી પાણી લાવે ને ખાડા પાણીથી ભરે. નદીને કાંઠે એ હાથે બાગ બનાવતા હતા. મેં કહ્યું કે આ આત્મા કરી શકે છે? આ તું શું કરે છે? તું આ ખાડો કરી શકે છે? પાણી લાવી શકે છે? ઝાડને પાણી પાઈ શકે છે? અહીં તો કહે છે. એ તો નહીં પણ અંદરમાં શુભ રાગ આવ્યો એનો પણ કર્તા-ભોકતા આત્મા નહીં. એ તો નિર્જરી જાય છે. આહા... હા! બહુ આકરું! જન્મ-મરણ રહિત થવાની ચીજ ( વિધિ) વીતરાગમાર્ગમાં કહી, એવી (બીજે) ક્યાંય નથી. સર્વજ્ઞ પરમાત્માએ “આ” કહ્યું એવી ચીજ ક્યાંય નથી. એના સંપ્રદાયમાં (-દિગંબરમાં) જમ્યા એને પણ ખબર નથી!
અહીં, સકામ નિર્જરા–સમજાણું? પોતાના સ્વભાવસભુખ-પુરુષાર્થથી જે રાગની નિર્જરા થઈ ગઈ, એનું નામ સકામ (નિર્જરા ). અકામ નિર્જરાઃ એ જ્ઞાનીને પણ થાય છે. અકામ (નિર્જરા) શું? – જ્ઞાની છે, સમ્યગ્દષ્ટિ છે, આત્માનું ભાન છે. દુકાનમાં બેઠા છે, કાપડનો ધંધો હો કે કોઈ પણ ધંધો (હો), તો એમાં મોટો ઘરાક આવી ગયો-બેચાર હજાર પેદા કરાવવાવાળો-તો એક ટંક છોડીને સાંજે (જમશું). છોકરો આવ્યો કે બાપુજી જમવાનું તૈયાર છે. (ત્યારે કહે કે) સાંજે ચાર વાગે જમશું. અત્યારે ઘરાક છે. ક્ષુધા તો છે પણ અત્યારે એણે એ (જમવાનું) છોડી દીધું, તો એનું નામ અકામ નિર્જરા. એ અકામ નિર્જરાને પણ જ્ઞાની તો જાણે છે.
શ્રી જયસેનાઆચાર્ય આ ૩૨૦-ગાથા (ની) (ટીકા) બનાવીને ગજબ કામ કર્યું છે! આહા. હા! કહે છે કે જ્ઞાનીને પણ અકામ નિર્જરા થાય છે. અરે ! આ શું? બરાબર ટાઈમસર દશ વાગે ભોજન કરવાની તૈયારી.. ને પિતાજી (કે કોઈ સ્વજન) આદિ ગુજરી ગયા. તો જ્ઞાની એ વખતે આહાર ન કરે પછી સાંજે કરે ચાર વાગે. એટલી વાર સુધી સહન કરી. એ અકામ થઈ. કોઈ ભાવના નહોતી, પણ એવો પ્રસંગ આવ્યો તો એમ થયું. એ અકામ નિર્જરા થાય છે. એ અકામ નિર્જરાને પણ જ્ઞાની જાણે છે. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૩૩ ભાઈ ! માર્ગ બીજો છે. એમ ને એમ કહી દેવો ને વાંચવું એ બીજી ચીજ છે. અંતરમાં સમજવું-અંતર્દષ્ટિ કરવી-એ કોઈ અલૌકિક ચીજ છે. અત્યારે બધા સંપ્રદાયમાં ગરબડ થઈ ગઈ છેઃ વ્રત કરો, ઉપવાસ કરો, મંદિર બનાવો, પૂજા કરો, જાત્રા કરો! (પણ) એ તો બધી રાગની ક્રિયા છે. અને પરની ક્રિયા-જડની ક્રિયાનો “કર્તા” થાય કે “મેં આ મંદિર બનાવ્યું” – (એ) મિથ્યાત્વ છે. આહા... હા!
જિજ્ઞાસા: મંદિર પણ બનાવે અને મિથ્યાત્વા પણ (થાય) ?
સમાધાનઃ કોણ બનાવે? એની પર્યાય એ સમયે કમસર એ પરમાણુમાં જન્મક્ષણ અર્થાત્ ઉત્પત્તિનો કાળ છે, તો ઉત્પત્તિ થાય છે. એને કોઈ બીજો બનાવે, (એમ) ત્રણ કાળમાં હોતું નથી. મંદિર (બનાવવા) માં (જેણે) આઠ લાખ આપ્યા, તો (તેને) ચાલીશ લાખ પેદા થઈ ગયા! (પણ) કોને પેદા થયા? કોની લક્ષ્મી છે, પ્રભુ? એમાં જો કદાચિત શુભ ભાવ થાય તો એ પણ પુણ્ય-બંધનું કારણ છે અને (જો) એ શુભ (ભાવ) નો “કર્તા' થાય તો તે મિથ્યાદષ્ટિ છે. અર.. ૨. ૨! આવી વાત છે !
(અહીંયાં કહે છે કે, ભગવાન આત્મા, અનંત શક્તિથી ભર્યો પડ્યો જ્ઞાનસ્વરૂપી એકલા જ જળથી ભર્યો છે ! એવા પ્રભુ (ની) જેને દષ્ટિ થઈ અને શુદ્ધ જ્ઞાનની પરિણતિ પ્રગટ થઈ, એ શુદ્ધજ્ઞાનપરિણત (જીવ) બંધ-મોક્ષને કરતો નથી, પણ જાણે છે; અને સવિપાક-અવિપાક નિર્જરાને પણ જાણે છે. (પાઠમાં) છે “બે પ્રકારની નિર્જરાને પણ જાણે છે.”
આહા.. હા! બહુ આકરી ભાષા. આચાર્યોએ ગજબ કામ કર્યા છે ! લોકોને સાંભળવા મળે નહીં, અને સાંભળવા મળે તો ઝટ દઈને પકડાય નહીં (કે) આ શું વાત કહે છે. આખો દી કરીએ છીએ અને દુકાને બેસીએ છીએ. આમ કરો, આ લાવો, આ તૈયારી કરો, આ માલ લાવો, ઉપરથી ઉતારો એ કપડાં, પાંચ લાખના કપડાં ઉપર નવાં ભર્યા છે.. એ કપડાં ઉપરથી લાવો, ઘરાકને આપો! ( અહીં) કહે છે કે એ કપડાં ઉતારીને નીચે મૂકવાં.. એ આત્મા કરી શકતો જ નથી. એ કપડાં બીજાને (ઘરાકને ) આપે છે. તો (આત્મા) આપી શકતો જ નથી. અરે ? એ તો ઠીક.. પણ બીજાને પૈસા આપે છે. તો એ પૈસા, આત્મા આપી શકતો જ નથી. પૈસા જડ છે.. અજીવની ક્રિયા થાય છે. તો (પણ એમ જો) માને કે “મેં બીજાને પૈસા આપ્યા” તો એ તો અજીવની ક્રિયાનો સ્વામી થઈને મિથ્યાદષ્ટિ થયો. (શ્રોતાઃ) રૂપિયા પણ ધો, અને મિથ્યાદષ્ટિ પણ ગણાવું ? (ઉત્તર) રૂપિયા ક્યાં એના (અધિકારના) હતા? –એના ક્યાં હતા? રૂપિયા તો અજીવના હતા. રૂપિયા તો જે છે તે તો અજીવના છે. નોટ હોય, રૂપિયા હોય, સોનું હોય, હીરા-માણે ક હોય, ( એ તો બધા અજીવના છે). (એન) કોણ આપે ને કોણ લે? અહીં કહે છે કેઃ હીરાનું દેવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪: પ્રવચન નવનીત ભાગ-૧ લેવું તે તો આત્મા કરી શકતો નથી; કારણ કે એ તો જડની પર્યાય છે. પણ આત્મામાં રાગ આવે છે, એનો પણ કર્તા-ભોકતા આત્મા નથી. અને (એનો) કર્તા-ભોકતા માને તો એ આત્મા નહીં. આહા. હો... હા... હા! આવું (વસ્તુ- ) સ્વરૂપ છે!
હવે ભાષા એકદમ ઊંડથી લીધી છે: “સર્વવિશુદ્ધ”- ભગવાનઆત્મા સર્વવિશુદ્ધ છે અને “પારિણામિક-પરમભાવગ્રાહક” છે. આહા. હા! ત્રિકાળી પરમ સ્વભાવભાવ, જે નિત્યાનંદ ધ્રુવ પ્રભુ, એને અહીં પારિણામિક ભાવ કહે છે. એવો પારિણામિક-પરમભાવ-ગ્રાહક-એવો પારિણામિક ત્રિકાળી ભાવ –પર્યાય નહીં; રાગ તો નહીં, પુણ્ય તો નહીં પણ એક સમયની પર્યાય પણ નહીં;- “સર્વવિશુદ્ધ-પારિણામિક-પરમભાવગ્રાહક” ભગવાન આત્માનો પારિણામિક સહજ સ્વભાવ, એવો “પરમભાવગ્રાહક,” (અર્થાત્ ) એવા પરમભાવને જાણવાવાળી- “ શુદ્ધઉપાદાનભૂત”—એ ત્રિકાળી ચીજ છે, એ શુદ્ધઉપાદાનભૂત છે. અહીં પર્યાય ની વાત નથી. ત્રિકાળી જે દ્રવ્ય છે એ શુદ્ધઉપાદાનભૂત છે. એમાં પરની અપેક્ષા વિના અનંત ગુણ ભર્યા પડ્યા છે; એ શુદ્ધઉપાદાન છે, ધ્રુવઉપાદાન છે.
આહા... હા! “સર્વવિશુદ્ધ-પરિણામિક-પરમભાવગ્રાહક” પારિણામિક એવો પરમભાવસહજાન્મસ્વરૂપ એવા પરમભાવ-જ્ઞાયકભાવ, એવો સહજ પરિણામિકભાવ, એની ગ્રાહક અર્થાત એવા પરમભાવને જાણવાવાળી-“શુદ્ધઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિક નયે” –શુદ્ધ ઉપાદાનભૂત ત્રિકાળ એને શુદ્ધદ્રવ્યાર્થિકનયે-શુદ્ધદ્રવ્યનું પ્રયોજન છે જેને, એવા શુદ્ધ દ્રવ્યાર્થિકક નયે (તો એ) “–જીવ કર્તુત્વ-ભોકતૃત્વથી (શૂન્ય) છે.”
આહા... હા! ભગવાન આત્મા, ચૈતન્યપરિણામી, પરમભાવસ્વભાવ! આચાર્યને પણ કહેવામાં ભાષા ટૂંકી પડે છે. શું કહે છે? આટલા શબ્દ વાપર્યા છે-પ્રભુ! તું સર્વવિશુદ્ધ પરમાત્મસ્વરૂપ છો. શુદ્ધપારિણામિક સહજ સ્વભાવભાવ તારું સ્વરૂપ છે. એ શુદ્ધઉપદાનભૂત છે. નિમિત્ત નહીં, અશુદ્ધઉપાદાન નહીં તેમ પર્યાયનું-ક્ષણિકનું શુદ્ધઉપાદાન, તે પણ નહીં. આહા.. હા! દ્રવ્યનું શુદ્ધઉપાદાનભૂત (અર્થાત્ ) જેમાંથી આનંદનું ગ્રહણ હોય, એવી ચીજને અહીંયા શુદ્ધઉપાદાન કહે છે. જેમાંથી અતીન્દ્રિય આનંદનું ગ્રહણ હોય, અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવેએ ચીજને “શુદ્ધઉપાદાન” કહે છે. એ ચીજને હોં! વેદન થવું એ તો પર્યાય છે. આહા... હા! આવી વાતો છે!! વીતરાગમાર્ગ અલૌકિક છે.
પ્રભુ અંદર સર્વવિશુદ્ધ ચૈતન્યધન પ્રભુ, એ પારિણામિક-પરમભાવ વસ્તુ (છે). “પરમભાવ” એ ક્ષાયિકભાવ નહીં; ઉદયભાવ નહીં, ઉપશમભાવ નહીં. કેવળજ્ઞાન છે તે ક્ષાયિકભાવ (છે) એ પણ અંતર (વસ્તુ) માં નથી. આહા.. હા! એ (વસ્તુ ) તો પારિણામિકપરમભાવગ્રાહક! કેવળજ્ઞાન (જે) છે એને-પર્યાયને પણ પારિણામિકભાવ કહેવામાં આવે છે. પણ આ પ્રભુ ત્રિકાળ છે; એ તો પરમભાવ છે;૫રમપારિણામિકભાવ છે. આહા... હા... હા.... હા ! એવા (પરમભાવ) ગ્રાહક; (અર્થાત્ ) એને જાણવાવાળી, (એટલે કે) એવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર): ૨૩૫ પરમપરિણામિકભાવની ગ્રાહક-પકડવાવાળી શુદ્ધદ્રવ્યાર્થિકનયે (જીવ કર્તૃત્વ-ભોસ્તૃત્વથી શૂન્ય છે). શુદ્ધઉપાદાનભૂત અર્થાત્ ત્રિકાળી ધ્રુવ એવો ભગવાન આત્મા, પૂર્ણ ધ્રુવ જીવ-શુદ્ધ દ્રવ્યાર્થિકન (અર્થાત ) શુદ્ધદ્રવ્ય જેનું પ્રયોજન છે, એવા નયથી-કર્તુત્વ-ભોસ્તૃત્વથી શૂન્ય છે. રાગનો કર્તા અને મોક્ષકર્તા–એનાથી પણ શૂન્ય છે. આહા. હા.. હા.. હા !
આકરી વાત છે, ભાઈ ! એને સાંભળવું તો પડશે. આ જૈનમાં જન્મ્યા (એને જૈનમાર્ગની ખબર નથી.) અત્યારે ત્રણે લોકના નાથ પરમાત્મા તો મહાવિદેહમાં બિરાજે છે,
આ” એની વાણી છે, કુંદકુંદ આચાર્ય સંદેશ લઈને આવ્યા. પરમાત્મા “આમ” ફરમાવે છે. એ તો અનુભવી-ચારિત્રવત હતા, એકભવતારી, મોક્ષે જવાવાળા. પણ કહેવામાં એમ આવે છે કે “જિનવર આમ કહે છે.” “આ” કહે છે કોણ? કેઃ ભગવાન “આ' કહે છે. જિનેશ્વરદેવ “એમ” કહે છે કેઃ
તારો આત્મા અંદર સર્વવિશુદ્ધ-પૂર્ણ છે. પરમપારિણામિક, પરમ સહજ સ્વભાવભાવ (છે). એને જાણવાવાળી એવી ત્રિકાળ શુદ્ધઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનયે, (અર્થાત્ ) શુદ્ધ દ્રવ્યને જાણવાનું જેનું પ્રયોજન છે એવા નયથી, જીવ કર્તુત્વ-ભોકતૃત્વથી શૂન્ય છે. ભગવાન આત્મા કર્તુત્વ-ભોકતૃત્વથી શૂન્ય છે.
સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ અંદર શુદ્ધદ્રવ્યાર્થિકનય (શુદ્ધસ્વરૂપ) ઉપર પડી છે, ચોથે ગુણસ્થાને. હુજી શ્રાવક ને મુનિ તો ક્યાંય આગળ રહ્યા! બાપા! શ્રાવક તો પંચમ ગુણસ્થાન. મુનિ તો છઠું ગુણસ્થાન-એ દશા તો કોઈ અલૌકિક વાત છે! અહીં તો હજી સમ્યગ્દષ્ટિ ચોથે ગુણસ્થાને છે. એ પણ શુદ્ધદ્રવ્યાર્થિકનયે પોતાને ત્રિકાળીને પરમપરિણામિકભાવ-શુદ્ધ માને છે. અને એ પારિણામિકભાવને માનવાવાળો કર્તુત્વભોકતૃત્વથી રહિત છે. રાગના કર્તૃત્વ અનેરાગના ભોકતૃત્વથી તો રહિત છે; પણ બંધમોક્ષના કર્તા અને ભોકતા (પણ) થી પણ રહિત છે.
અહીં “ના ” કહ્યું છે ને? સમજાય છે કાંઈ ? બંધ-મોક્ષથી, કર્તૃત્વ-ભોકતૃત્વ તથા બંધ-મોક્ષના કારણ, (થી પ્રભુ રહિત છે.). શું કહે છે? –બંધનું કારણ જે મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય, યોગ-એનાથી પણ પ્રભુ તો ભિન્ન-રહિત છે. અને મોક્ષનું કારણ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર-એનાથી પણ પ્રભુ તો રહિત છે. આહા. હા. હા! સમજાય છે કાંઈ ? સૂક્ષ્મ અધિકાર છે ભાઈ !
કહે છે. ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ! જેને એની દષ્ટિ થઈ, જેને એનું જ્ઞાન થયું, એ બંધ-મોક્ષના કર્તા નથી અનેબંધ-મોક્ષના ભોકતા પણ નથી. (પ્રભુ) બંધમોક્ષના કારણ (થી પણ રહિત છે). એ બંધ-મોક્ષનાં કારણ શું કહ્યો? (ક) બંધનું કારણ-મિથ્યાત્વ, કષાયાદિથી પણ રહિત; અને મોક્ષનું કારણ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-થી પણ રહિત- એ (વસ્તુ) તો બંધ-મોક્ષના કારણથી રહિત છે; અને બંધના પરિણામ અને મોક્ષના પરિણામથી શૂન્ય (છે.).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬: પ્રવચન નવનીત ભાગ-૧
આ પરિણામ સમજ્યાં ને? –એ તો કારણ કહ્યું હતું (કે) મોક્ષના કારણથી શૂન્ય (છે) પણ અહીં તો કહે છે કે: મોક્ષની પર્યાયથી શૂન્ય (છે). મોક્ષ પણ પરિણામ છે ને! તો એનાથી વસ્તુ જે ત્રિકાળી છે તે રહિત છે. શૂન્ય છે.
આહા... હા... હા... હા! આકરી (ઊંચી) છે ગાથા, બાપુ! આવી વાત સમજવા સાંભળવા ન મળે. ‘ આ' તો પરમાત્માનો પરમ સત્ય પોકાર છે. જિનેશ્વરદેવની સભામાં ઇન્દ્રો આવે છે. ઇન્દ્રાણી આવે છે; એકભવતારી ઇન્દ્ર, એની પટરાણી પણ એકભવતારી-એકભવે મોક્ષ જનારી, ભગવાન પાસે સાંભળવા આવે છે. ( એની ) સમક્ષ ‘આ વાત' ભગવાન ત્યાં (મહાવિદેહ) માં કહે છે.
66
આહા... હા ! “ સર્વવિશુદ્ધ-પારિણામિક” કહ્યું છે; ‘પરિણામિક' એમ નથી કહ્યું પારિણામિક ” કહ્યું. ‘સહજ સ્વભાવ’ કહ્યો. પરમભાવગ્રાહકનયથી જીવ કર્તૃત્વ-ભોકતૃત્વથી અને બંધ-મોક્ષનાં કારણથી રહિત છે. મોક્ષનું કારણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એના કર્તા ( પણા ) થી (-કર્તૃત્વથી ) શૂન્ય છે. મોક્ષનું કારણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર–એનાથી પણ વસ્તુ શૂન્ય છે. દ્રવ્યાર્થિકનયે-જે દષ્ટિનો વિષય છે તે-મોક્ષના કારણથી શૂન્ય છે. આહા... હા ! સાંભળ્યું નથી કોઈ દી બધું આ.
જિજ્ઞાસાઃ કોઈ દી સંભળાવનારા મળ્યા નહિ તો શું કરે ?
સમાધાનઃ બહારનો વેપાર-ધંધો પૈસા માટે કેમ ચારેકોર ગોતવા જાય છે?
66
( અહીં કહે છે ) અંદરનો ધંધો કરવાવાળો પ્રભુ ‘શુદ્ધજ્ઞાનાનંદ ' સર્વવિશુદ્ધ, પરમસ્વભાવભાવ હું છું' એવો ધંધો કરવાવાળો-બંધ-મોક્ષનાં કારણથી શૂન્ય છે. આહા.. હા! વસ્તુ જે ત્રિકાળ છે, એમાં મોક્ષ-પર્યાયની શૂન્યતા છે. ત્રિકાળી ચીજ જે સમ્યગ્દર્શનનો વિષય છે, એ બંધના કારણ અને મોક્ષના કારણથી શૂન્ય છે. એ તો ઠીક, પણ હવે બંધના પરિણામ અનેમોક્ષના પરિણામથી પણ શૂન્ય છે. આહા.. હા! કર્તૃત્વ-ભોકતૃત્વથી તો શૂન્ય છે, બંધમોક્ષના કારણથી શૂન્ય છે અને બંધ-મોક્ષનાં પરિણામથી (પણ શૂન્ય છે). વર્તમાન મોક્ષનાં પરિણામ-કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય-પુરુષાર્થ, એવાં પરિણામ-થી પણ વસ્તુ તો શૂન્ય છે. દ્રવ્યમાં એ છે જ નહીં; એ તો પર્યાયમાં છે. બંધ-મોક્ષનાં કારણ એ તો પર્યાયમાં છે. મોક્ષ પર્યાયમાં છે. મોક્ષનું કારણ પર્યાયમાં છે. તો મોક્ષ અને મોક્ષનું કારણ-એ પર્યાયથી, દ્રવ્ય શૂન્ય છે. સમ્યગ્દર્શનનો વિષય જે દ્રવ્ય છે એ મોક્ષના પરિણામથી પણ શૂન્ય છે. આહા.. હા ! બેમાં ફેર છે હોં! બંધ-મોક્ષનાં ‘કારણ ’ અને બંધ-મોક્ષનાં ‘ પરિણામ ' –એમ લેવું. પ્રભુ ત્રિકાળી, આનંદનો નાથ, બંધ-મોક્ષનાં કારણથી તો શૂન્ય છે પણબંધ-મોક્ષનાં પરિણામથીય પણ શૂન્ય છે એ પહેલાં કારણ કહ્યું હતું: મોક્ષનાં કારણ અનેબંધનાં કારણથી દ્રવ્યસ્વભાવ શૂન્ય છે. પછી કહ્યું કે: બંધનાં પરિણામ મિથ્યાત્વ આદિ વર્તમાન, અને મોક્ષનાં પરિણામ કેવળજ્ઞાન આદિ-એ પરિણામથી શૂન્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૩૭
આહા... હા ! ઘરના (વેપાર-ધંધાના) ચોપડા ફેરવે તો આખો દી આમ ને આમ ફેરવ્યા કરે ! ( પણ ) આ (ભગવાનના ) ચોપડા (-આગમ ) માં શું છે (એને સમજવાની દરકાર કરતો નથી ). સર્વજ્ઞ વીતરાગ-દિગંબર સંતો સિવાય. · આ વાત' ક્યાંય નથી. એના સંપ્રદાયમાં જન્મનારને પણ ખબર નથી!
પ્રભુ! ત્રિકાળી જ્ઞાયકભાવ ધ્રુવ છે, જે પરમસ્વભાવભાવ છે, જે શુદ્ધઉપાદાનભૂત છે, જે શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે, એ બંધ-મોક્ષનાં કારણથી રહિત છે અને બંધ અને મોક્ષનાં પરિણામથી રહિત છે. મોક્ષનાં પરિણામ કેવળજ્ઞાન આદિ; બંધનાં પરિણામ-મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય અને યોગ; એ (વસ્તુમાં નથી ).
યોગ ’ એ પરિણામ છે. એ બંધનું કારણ છે. અને બંધ-પરિણામ જ વાસ્તવિક યોગ છે; એ કંપન, એ વસ્તુમાં નથી. યોગનું કંપન છે, એ બંધના કારણમાં છે; અને એ પરિણામ પોતે બંધરૂપ છે. તો એ પરિણામથી અને પરિણામના કારણથી પ્રભુ તો રહિતશૂન્ય છે.
આહા... હા! જેમાં દષ્ટિ દેવી છે અર્થાત્ જેના ઉ૫૨ સમ્યગ્દષ્ટિ દેવી છે, એ ચીજ બંધમોક્ષનાં કારણથી રહિત છે, અને બંધ-મોક્ષની પર્યાયથી રહિત છે. પરિણામ કહો કે પર્યાય કહો ( એકાર્થ છે).
આહા.. હા! આવી વાત!! હવે એના વિચારમાં રહેવું ( જોઈએ; પણ જીવ ) બહારમાં મફતમાં સમય ગુમાવ્યા કરે! પણ ‘ પોતે કોણ છે' એના વિચાર અને નિર્ણયનાં ઠેકાણાં નથી ! ચીજ બહુ જુદી છે, ભાઈ! અરે.. રે! આ મનુષ્યભવ છે... એમાં જો ‘આ વાત' સમજવામાં ન આવી, તો દોરા વિનાની સોય, જેમ ખોવાઈ જાય છે; તેમ સમ્યજ્ઞાન વિનાનો જીવ ચોર્યાસીમાં ખોવાઈ જાય છે. પણ સોય દોરા સહિતહોય, અને (જો ) ચકલી એના માળામાં લઈ જાય, તો ખબર પડે કે એ દોરો અમારો.... એ સોય ત્યાં છે. તેમ સમ્યજ્ઞાનરૂપી દોરો જો પરોવ્યો હોય, તો એ ચોર્યાશીમાં ખોવાઈ જાય નહીં; ચોર્યાશીના અવતારથી મુક્ત થઈ જશે. ‘અષ્ટપાહુડ' માં (સૂત્રપાઠુડ-ગાથા:૩ માં) દષ્ટાંત છે: જેમ દોરા વિનાની સોય હોય તો ખોવાઈ (નષ્ટ થઈ ) જાય અને દોરા સહિત હોય તો ખોવાય (નષ્ટ થાય ) નહીં, તેમ ત્રિકાળી ( આત્મા ) બંધ-મોક્ષનાં પરિણામથી રહિત અને એના કારણથી રહિત ( છે) –એવું સમ્યાનમાં એનું ( આત્માનું) જ્ઞાન જો ન હોય તો (તું) ચોર્યાશીના અવતારમાં ખોવાઈ જઈશ! ક્યાં જન્મીશ ? ક્યાં નરક અને નિગોદનો અવતાર, તિર્યંચ-પશુનો અવતા૨! ત્યાં દુનિયાની સિફારશ (ભલામણ ) કામ નહીં આવે કે -અમને તો ઘણા ધર્મી કહેતા હતા ને? (લોકો) ધર્મી કહેતા હતા, પણ (ખરેખર) હતા કે નહીં? દુનિયા (ધર્મી) કહે છે (તો ) એમાં શું આવ્યું?! સમજાય છે કાંઈ? અમારી આબરૂ મોટી હતી ને? આબરૂ હતી એમાં શું આવ્યું?! તારી ચીજ મોટી (મહાન) છે. એની તો તને દષ્ટિ અને જ્ઞાન નથી. મોટામાં મોટો મહિમાવંત; (જેની )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮: પ્રવચન નવનીત ભાગ-૧ મોટપનો પાર નથી, પ્રભુ! જેની પાસે કેવળજ્ઞાનની પર્યાય પણ એક તરણા તુલ્ય છે. અરે ! સમકિતીને મોક્ષના માર્ગની પર્યાય ઉત્પન્ન થઈ, એ એમ કહે છે કે કેવળજ્ઞાનની પર્યાયની સામે અમે તો તૃણ સમાન છીએ. તો પછી દ્રવ્યની આગળ પર્યાયની તો ( ગણતરી જ શું?) આહા. હા. હા! કેવળજ્ઞાનની પર્યાયની આગળ મોક્ષમાર્ગની સમ્યગ્દર્શન આદિ પર્યાય તૃણવત્ છે. આહા... હા! ત્રિકાળી દ્રવ્યમાં તો એ (કેવળજ્ઞાન- ) પર્યાય (પણ) નથી –એની તો વાત શું !!
આહા. હા! સૂક્ષ્મ વાત છે, અહીં પ્રભુ! ન સમજાય તો રાત્રે (ચર્ચમાં) પૂછવું. સંકોચ ન કરવો કે-અમે પૂછીએ તો અમારું (માન ઘવાઈ જશે) કે, અમને નથી આવડતું! અહીં તો વાત આત્માને પામવાની છે ને!
આહા. હા! ભગવાન આત્મા સહજાનંદ પ્રભુ, પૂર્ણાનંદનો નાથ જે સમ્યગ્દર્શનનો વિષય છે, સમ્યગ્દર્શનનું ધ્યેય છે–એ પરમપરિણામિક સ્વભાવભાવ કર્તા-ભોકતા (પણા) થી રહિત છે; બંધ-મોક્ષનાં કારણથી રહિત છે; બંધ-મોક્ષનાં પરિણામથી પણ રહિત છે; રાગથી રહિત છે; મોક્ષના કારણથી રહિત છે; મોક્ષની પર્યાયથી રહિત છે.
આ” ક્યારેય સાંભળ્યું નથી એવી વાત (છે). પ્રભુની વાત આવી છે, બાપા! એ કોઈ સાધારણ વાત નથી. ત્યાગ-ગ્રહણ કે આ પૂજા કરી દીધી ને, મંદિર બનાવ્યું ને, ભક્તિ કરી ને, દશ લાખ-વીસ લાખ (દાનમાં) ખર્ચી દીધા ને.. થઈ ગયો ધર્મ ! – ધૂળમાં ય (ધર્મ) નથી. (બાહ્ય ધર્મ- પ્રભાવનાનાં) કામ કર્યા ને! – એ કામ કેવાં?
અહીં તો અંદર દ્રવ્યમાં મોક્ષની પર્યાયનાં કારણ-કાર્ય નથી. આહા. હા! કારણ પરમાત્મા મોક્ષની પર્યાયથી શૂન્ય છે. “નિયમસાર” માં ખૂબ આવે છે “કારણપરમાત્મા.' કારણપરમાત્માભગવાન આત્મા-ત્રિકાળ કારણજીવ-ત્રિકાળ કારણપ્રભુ-ત્રિકાળ કારણપરમાત્મા, (એ) તો રાગના કર્તા-ભોકતા (પણા) થી શૂન્ય છે; પણ બંધના કારણથી શૂન્ય છે અને બંધના પરિણામથી શૂન્ય છે; મોક્ષના કારણથી શૂન્ય છે અને મોક્ષના પરિણામથી શૂન્ય છે. આહા... હા... હા !
–એમ સમુદાયપાતનિકામાં કહેવામાં આવ્યું હતું. પહેલી ગાથામાં એમ કહેવાઈ ગયું છે આ તો ચૂલિકા છે. સમજાય છે કાંઈ? પછી ચાર ગાથા દ્વારા જીવનું અકર્તુત્વગુણનું વ્યાખ્યાન કર્યું. પહેલાં આવી ગયું છે. સામાન્ય વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા “શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે, તે અજ્ઞાનનું માહાભ્ય છે,” એ જરી સમજાવવું પડશે.
વિશેષ પછી આવશે.......
* *
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૩૯
[પ્રવચનઃ તા. ૩૧-૭-૭૯ ]
‘સમયસાર’ ૩૨૦-ગાથા. જયસેનાચાર્યની ટીકા છે. આ ટીકા અમૃતચંદ્રાચાર્યની નથી. 6 સમયસાર ' ની બે ટીકા છે– (એક) અમૃતચંદ્રાચાર્યની અને બીજી જયસેનાચાર્યની. (અહીં સુધી) આવ્યા છીએઃ “શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાત્મ્ય છે”. શું કહે છે? (કેઃ) ભગવાન આત્મા તો શુદ્ધ ચૈતન્ય અતીન્દ્રિય અમૃતનો સાગર છે. એ આત્માશુદ્ધ વસ્તુ-પદાર્થ શુદ્ધ પૂર્ણાનંદ આત્મા છે. પુણ્ય-પાપના ભાવ એ તો આસ્રવતત્ત્વ-બંધતત્ત્વનાં કારણ અર્થાત્ બંધરૂપ છે. એ તો (આત્માથી ) ભિન્ન ચીજ છે. જેને આત્મા કહીએ એ આત્મા તો પવિત્ર, શુદ્ધ ચિદાનંદ–સચ્ચિદાનંદઘન છે. તો એવી ચીજમાં આ પ્રકૃતિનો બંધ ક્યાંથી આવ્યો? કહે છેઃ જે ભગવાન આત્મા મુક્તસ્વરૂપ છે, અબંધસ્વરૂપ છે; જેમાં પરિપૂર્ણ શુદ્ધતા ભરી છે; જે ગુણથી ભરેલો પડયો છે; એને પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાત્મ્ય છે. આહા.. હા.. હા!
( અજ્ઞાનીને ) સ્વરૂપનું જ્ઞાન નથી. શુદ્ધસ્વરૂપનું જ્ઞાન નથી. ‘હું કોણ છું' એની ખબર નથી. ( એને ) એ દયા-દાન-વ્રતનાં પરિણામ મારાં છે, (એનાથી) મને લાભ થાય-એ બધા (એની માન્યતાવાળા ) અનાત્માને આત્મા માને છે. અનાદિથી અજ્ઞાનથી એ ચીજ ( આત્મા ) ની ખબર નથી.
આત્મા શુદ્ધ એવી ચીજ છે! છતાં, એને પ્રકૃતિનો બંધ કેમ થાય છે? તો ( કહે છે કેઃ ) એ અજ્ઞાનનું માહાત્મ્ય છે.
‘અનાદિથી હું પવિત્ર આત્મા આનંદમૂર્તિ પ્રભુ છું'. હું પરની ક્રિયા-જડની ક્રિયા તો કરતો નથી; પણ દયા-દાન-વ્રત-ભક્તિનાં પરિણામ ‘મારા’ માં નથી. અને ‘હું' એનો કર્તા-ભોકતા પણ નથી. -એવો પ્રભુ શુદ્ધ આત્મા જે સમ્યગ્દર્શનનો વિષય-ધ્યેય (છે ) એને આ પ્રકૃતિનો બંધ કેમ ? એમ કહે છે. આહા.. હા! (ભગવાન આત્મા) મુક્તસ્વરૂપ છે અબંધસ્વરૂપ છે-એને પર્યાયમાં આ રાગ અને કર્મના નિમિત્તનો સંબંધ-બંધ કેમ ? કેઃ અજ્ઞાનનું માહાત્મ્ય છે. પ્રભુ!” અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા ”. પોતાની ચીજ અંદર શુદ્ધ ચૈતન્યધન-આનંદકંદ-એ ચીજ તો છે બંધરક્તિ-શુદ્ધ. પણ એના જ્ઞાન વિના, (અર્થાત્ ) અજ્ઞાનના કારણે, તેને રાગનો અને પ્રકૃતિનો સંબંધ થાય છે. આહા... હા! ભારે ઝીણી વાત, ભાઈ !
66
–“ એમ અજ્ઞાનનું સામર્થ્ય કહેવારૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું”. એ આવી ગયું છે. એ તો એનો ઉપસંહાર છે. ત્યાર પછી ચાર ગાથા દ્વારા જીવનું અભોકતૃત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું ”.
ભગવાન આત્મા એ અશુભ ભાવનો તો ભોકતા નથી. વિષય-વાસના, ક્રોધ, માન, માયા, લોભ, જગતની અનેક પ્રકારની ઈચ્છાઓ, એનો તો એ (આત્મા) ભોકતા નથી;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ : પ્રવચન નવનીત ભાગ-૧ પણ એ રાગાદિ–દયા-દાન, વ્રતના પરિણામ, એનો ભોકતા નથી. આહા... હાં. હા! એ અતીન્દ્રિય આનંદમય પ્રભુ! (એને) તો અતીન્દ્રિય આનંદનો ભોકતા કહેવો, એ પણ કર્તાકર્મનો ઉપચાર છે. તો રાગનો ભોકતા (તો ઉપચારથી પણ નથી). વ્રતાદિનાં-તપાદિનાં વિકલ્પ આદિ આવે છે... પણ એનો ભોકતા આત્મા છે (-એમ નથી).
પ્રશ્ન:- અહીં તો દાળ-ભાત-રોટલી હંમેશા ખાઈએ છીએ ને?
સમાધાનઃ ખાતાં નથી. એ ક્રિયા તો જડની થાય છે. અહીં તો એ વાત જ નથી. એ ખાવા-પીવાની ક્રિયા, રોટલી-દાળ-ભાત-શાકની ક્રિયા જે થાય છે, એ તો જડની જડમાં થાય છે. આત્માથી નહીં. આત્મા તો અજ્ઞાનભાવમાં રાગ-દ્વેષનો ભોકતા કહેવામાં આવે છે: ' પરનો ભોકતા તો છે જ નહીં. સ્ત્રીના શરીરનો ભોકતા આત્મા, એ ત્રણ કાળમાં નથી. અજ્ઞાની, સ્ત્રી ઉપર લક્ષ કરીને રાગ અને પ્રેમ જે ઉઠાવે છે, (એ) રાગ અને પ્રેમનો એ ભોકતા અજ્ઞાની છે. આત્મા એનો ભોકતા પણ નથી.
જેને અંતરમાં દષ્ટિ અને પ્રતીતિમાં પરમાત્મસ્વરૂપ આત્મા આવ્યો; એને-સમકિતીને પણ જે વ્રતાદિના (ભાવ), પરમાત્માની ભક્તિ, પ્રતિમા–જિનબિંબ-જિનભવન (પ્રત્યે) વંદન આદરના ભાવ આવે છે. પણ તે ભોકતા તરીકે નહીં; કર્તા તરીકે નહીં, (પણ પુરુષાર્થની) નબળાઈથી આવે છે; એને બંધનું કારણ જાણે છે. (વ્રત-ભક્તિ-વંદનના ભાવ) આવ્યા વિના રહે નહિ અને (તેને) બંધનું કારણ જાણવા? તો કહે છે કેઃ ભોકતૃત્વનો અભાવ બતાવ્યો. પહેલી વાર ગાથાઓમાં શુદ્ધ નિશ્ચયથી પરમાત્મા, કર્તા (-કર્તુત્વ) ભોકતા (-ભોકતૃત્વ) અભાવરૂપ (અર્થાત ) રાગનો કર્તા અને રાગનો ભોકતા-એના અભાવસ્વરૂપ (છે). એ ચીજ જ એવી છે! આહા... હા! દુનિયાથી નિરાળી છે, પ્રભુ! એ ચીજ એવી છે.
અનંત કાળમાં એક સેકંડ પણ (એ ચીજને, સમજ્યો નહીં અને ચાર ગતિમાં રખડતાંરખડતાં અનંત કાળ ગયો. આહા. હા! “અનંતકાળથી આથો વિના ભાન ભગવાન” – ( નિજ સ્વરૂપના) ભાન વિના અનંત કાળથી (જીવ) પરિભ્રમણ કરે છે. હું શું ચીજ છું? ' એ સમજ્યા વિના એના અજ્ઞાનથી-ચાર ગતિમાં રખડ છે.
કહે છે કે: ( રાગના) કર્તા-ભોકતાથી રહિત (છે). એ તો ઠીક, આગળ એ આકરી વાત આવે છે: “બંધ-મોક્ષનાં કારણ”-બંધનું કારણ જે મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય, યોગએનાથી પણ આત્મા રહિત છે. આત્મા એ બંધના કારણનો કર્તા નથી. આહા. હા! ઝીણી વાત છે, ભાઈ ! ૩૨૦-ગાથા ! એ (આત્મા) બંધના કારણનો કર્તા તો નહીં, પણ મોક્ષના કારણનો પણ કર્તા નહીં. આહા... હા ! એવી ચીજ અખંડાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન્યદળ, વીતરાગમૂર્તિ આત્મા અંદર છે. આહા... હા ! આત્મા વીતરાગ ચૈતન્યપ્રતિમા છે. એ ચીજ બંધના કારણનો પણ કર્તા નથી. અને મોક્ષનાં કારણ જે “સદ્ન જ્ઞાનવારિત્રાળ મોક્ષમા:” એ પર્યાયનો પણ કર્તા એ વસ્તુ નથી. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૪૧ આકરી વાત છે, ભાઈ ! પહેલાં મૂળ ચીજ (નું ભાન થવું એ) કઠણ છે. પછી સ્વરૂપમાં રમણતા થાય. આત્માના આનંદનું ભાન થયું પછી સ્વરૂપમાં રમણતા, આનંદમાં રમણતા થાય એ ચારિત્ર છે. ચારિત્ર કોઈ ક્રિયાકાંડ ને મહાવ્રત ને નગ્નપણે એ ચારિત્ર નથી.
(અહીં) આ તો પહેલીવહેલી (ચોથા ગુણસ્થાનની) દશામાં કહે છે કે બંધમોક્ષનાં કારણ અને પરિણામ (બંધરૂપ પરિણામ અને મોક્ષરૂપ પરિણામ) એનો પણ કર્તાભોકતા આત્મા નથી. બહુ ટૂંકામાં શબ્દ લીધા છે.
બંધ-મોક્ષના (કારણનો કર્તા-ભોકતા આત્મા નથી). મોક્ષના કારણ “સમ્પર્શનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા : ” એ સાચી પર્યાય છે, એનો પણ કર્તા-ભોકતા આત્મા નથી. કારણ કે તે પર્યાય છે; દ્રવ્ય (એની) કર્તા નથી; પર્યાયનો કર્તા પર્યાય છે. અને મોક્ષનું કારણ મોક્ષમાર્ગ –એનો-પર્યાયનો પણ કર્તા” દ્રવ્ય-વસ્તુ જે શુદ્ધચૈતન્યધન છે (તે) નથી.
અરે.... રે! એ તો નહિ પણ “બંધ-મોક્ષનાં પરિણામ” (પણ વસ્તુમાં નથી). પહેલાં જે “બંધ-મોક્ષનું કારણ” કહ્યું હતું, હવે “બંધ-મોક્ષનાં પરિણામ.' એ કારણનું કાર્ય જે ભાવબંધ; અને કારણ મોક્ષમાર્ગનું કાર્ય મોક્ષ એ બંધ-મોક્ષરૂપ પરિણામ (વસ્તુમાં નથી). પહેલાં બંધમોક્ષનાં કારણનો નિષેધ કર્યો હતો).
આહા. હા! વીતરાગનો માર્ગ !! આ ચીજ કોઈ અલૌકિક છે. કહે છે કે પહેલાં સમ્યગ્દર્શનની શરૂઆમાં પણ નિર્વિકલ્પ આનંદનો નાથ પ્રભુ, દ્રવ્યસ્વભાવ જે વસ્તુ છે, જે સમ્યગ્દર્શનનો વિષય ધ્યેય છે-એ ચીજ તો મોક્ષની પર્યાયનો પણ કર્તા નથી. આહા... હા! એ વસ્તુ ત્રિકાળી આનંદના નાથનો દષ્ટિમાં સ્વીકાર થયો-એ દષ્ટિ સમ્યગ્દર્શન; પણ એ સમ્યગ્દર્શનની પર્યાયનો પણ કર્તા દ્રવ્ય નથી. આહા. હા! એવો માર્ગ છે!
જિજ્ઞાસા: આ શિક્ષણશિબિર આ વાત કહેવા માટે કરી છે?
સમાધાનઃ (લોકો) આવ્યા છે તો આ લીધું –વાત સાચી છે. આ (વાત) તો ૪૫ વર્ષથી ચાલે છે. સંપ્રદાય છોડીને ૪૫ ચોમાસાં અહીં થયાં. શિબિરનીય સંખ્યા પણ ઘણી (થઈ ), ઘણાં વર્ષોથી ચાલે છે. (શ્રોતા) આપની કરુણા છે. (ઉત્તર) (શિબિર) ચાલે છે એ તો પ્રમુખ કરે છે. અમે તો કાંઈ (કરતા નથી.) પ્રમુખ કરે છે એમ કહેવું, એ પણ નિમિત્તથી (કથન છે.) બહારની પર્યાયને કોણ કરે? શિક્ષણશિબિરમાં સમજાવવું.. અરે પ્રભુ! એ કોણ કરે ! આકરી વાત છે, પ્રભુ! એ ભાષા છે એ તો જડની છે. ભાષા સમજાવવામાં નિમિત્ત છે અને ભાષા છે તો એને સમજવાથી જ્ઞાન થયું એવું પણ નથી. આહી... હા ! સૂક્ષ્મ વાત છે, ભાઈ !
અહીં તો (આત્મા) બંધ-મોક્ષનાં પરિણામના અભાવરૂપ છે. બંધ-મોક્ષના કારણના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨: પ્રવચન નવનીત ભાગ-૧
અભાવસ્વરૂપ પ્રભુ છે. પણ બંધ-મોક્ષનું કાર્ય જે પરિણામ અર્થાત્ બંધના કારણરૂપ કાર્ય ‘ બંધ ’ અને મોક્ષના કારણથી કાર્ય ‘મોક્ષ ' –એ મોક્ષ અને બંધના પરિણામથી આત્મા શૂન્ય છે. આહા.. હા! ‘પર્યાયથી શૂન્ય છે’ એમ બતાવવું છે. પર્યાય ઉપર તરે છે; મોક્ષની પર્યાય પણ દ્રવ્યમાં પ્રવેશ નથી કરતી. આહા.. હા! મોક્ષનો માર્ગ-સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર.. નિશ્ચય હોં! વ્યવહાર તો રાગ છે; મોક્ષમાર્ગ તો એક જ, નિશ્ચય એ જ મોક્ષમાર્ગ છે-એ મોક્ષમાર્ગની પર્યાય પણ દ્રવ્યમાં પ્રવેશ નથી કરતી. દ્રવ્યના આશ્રયથી મોક્ષમાર્ગ (-પર્યાય ) ઉત્પન્ન થયેલ છે છતાં, એ પર્યાય અંદર (દ્રવ્ય) માં પ્રવેશ નથી કરતી, ઉપ૨ ઉપર તરે છે.
અરે.. રે! આવો માર્ગ!! હવે જૈન ક્રિયાકાંડમાં ઘૂસી ગયા! આખો દી મંદિર ને પૂજા ને ભક્તિ.. બસ! થઈ ગયો ધર્મ. ધૂળમાં ય ધર્મ નથી. ધૂળનો અર્થ શું? (કેઃ) એને (એથી ) પુણ્યાનુબંધી પણ નથી (થતું). કેમકે, એમાં ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ (સહિતના ) શુભભાવથી (જે) કાંઈ પુણ્ય થાય છે તે પાપાનુબંધી પુણ્ય છે. એ શુભભાવનું ફળ ભવિષ્યમાં મળશે તો એમાં રુચિ થઈને ત્યાં ઘૂસી જાશે (–એકત્વ કરશે ).
સમકિતીને પણ પુણ્યનો ભાવ આવે છે. સમકિતીને પણ પૂજાનો, ભક્તિનો, જિનભવન બનાવવાનો, જિનભવનના દર્શનનો, પ્રતિમાના દર્શન કરવાનો (ભાવ) આવે છે; પણ એ ભાવ રાગ છે, રાગનો કર્તા આત્મા નથી; ભોકતા પણ આત્મા નથી. ( ભાવ ) આવે છે-એનો તો આત્મા જ્ઞાતા-દષ્ટા છે. જ્ઞાતા-દષ્ટા છે તો એ રાગ આવતો જ નથી, અને સમકિતીને ભક્તિ-પૂજા હોય જ નહીં-એમ નથી. (પુરુષાર્થની ) નબળાઈથી આવે છે. જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગતા ન હોય ત્યાં સુધી અશુભથી બચવા માટે-સમ્યગ્દર્શનનો વિષય (જે) દ્રવ્ય (તેના) ઉ૫૨ દૃષ્ટિ હોવાં છતાં પણ -નબળાઈથી શુભ ભાવ આવે છે. પણ એ જાણે છે કે આ બંધનું કારણ છે. –એમ જાણીને જ્ઞાતા-દષ્ટા રહે છે. આહા... હા! આવી વાત છે, ભાઈ !
જિનભવન-પ્રતિમા શાશ્વત છે, એને સ્થાનકવાસીઓએ ઉડાવી દીધી કે ‘છે જ નહીં’ અને ( અન્ય સંપ્રદાયે ) જૈનપ્રતિમામાં ભક્તિને ધર્મ માની લીધો. -બન્ને મિથ્યાદષ્ટિ છે. એ સાચી વાત છે, ભાઈ !
-
અહીં તોકહે છે કે: મિથ્યાદષ્ટિનાં પરિણામ જે છે તે બંધનું કારણ છે, એ પણ આત્મામાં નથી. એનો કર્તા આત્મા જ નથી. એ તો પર્યાયમાં પર્યાય કરતાં થાય છે. મિથ્યાદર્શન-વિપરીત શ્રદ્ધા જે છે તે પણ ષટ્કારકથી પરિણત થઈને પર્યાયમાં મિથ્યાત્વ થાય છે. ષટ્કા૨કનો અર્થ કેઃ મિથ્યા શ્રદ્ધાનો કર્તા મિથ્યા શ્રદ્ધા; મિથ્યા શ્રદ્ધાનું કર્મ મિથ્યા શ્રદ્ધા; મિથ્યા શ્રદ્ધાનું સાધન મિથ્યા શ્રદ્ધા; મિથ્યા શ્રદ્ધા કરીને રાખવી એ સંપ્રદાન;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૪૩ મિથ્યા શ્રદ્ધાથી મિથ્યા શ્રદ્ધા થઈ; મિથ્યા શ્રદ્ધાના આધારે મિથ્યા શ્રદ્ધા થઈ. (પર્યાયમાં મિથ્યા શ્રદ્ધા) આ આત્માના આધારે નહીં; પરના આધારે નહીં. આહા.. હા! ભારે વાતો, બાપુ !
આહા. હા! ધન્ય ભાગ્ય કે જેને પરમ સત્ય સાંભળવા મળે ! “ભવિ ભાગન વચ જોગે '... નથી આવતું! “ભવિ ભાગન જોગ’ – ભવ્યના ભાગ્યના યોગે પરમાત્માની દિવ્યધ્વનિ ખરે છે. દિવ્યધ્વનિનો સાર જ “આ” છે.
કહે છે કેઃ “બંધ-મોક્ષનાં કારણ ને પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું તેનો જ ઉપસંહાર કરવામાં આવ્યો. આ રીતે સમયસારની શુદ્ધાત્માનુભૂતિલક્ષણ તાત્પર્યવૃત્તિ” નામની ટીકા”- જયસેનાચાર્યની ટીકા કેવી? – “શુદ્ધાત્માનુભૂતિલક્ષણ” – એ સમયસારની સંસ્કૃત ટીકાનું નામ જ એ છે. શુદ્ધ ભગવાન આત્માની અનુભૂતિ ( અર્થાત્ ) અનુભવ કરવો, વિકલ્પને છોડીને નિર્વિકલ્પ અનુભવ કરવો. નિર્વિકલ્પના અનુભવનો અર્થ: નિર્વિકલ્પ વસ્તુ છે એનો નિર્વિકલ્પ અનુભવ પર્યાયમાં કરવો. સમજાણું કાંઈ ? તો કહે છે કેઃ શુદ્ધાત્માનુભૂતિલક્ષણ' આ “તાત્પર્યવૃત્તિ” ટીકાનું આ જ લક્ષણ છે. આખી સંસ્કૃત ટીકાનું લક્ષણ આ છે- “શુદ્ધાત્માનુભૂતિ.' આહી.. હા ! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ-એનો અનુભવ-એ સ્વભાવના અનુસાર થઈને પોતાની પરિણતિમાં આનંદનો અનુભવ થવો એ “શુદ્ધાત્માનુભૂતિ' એ સમયસારની તાત્પર્યવૃત્તિ” ટીકાનો સાર છે, (અર્થાત ) આ તાત્પર્યવૃત્તિનું તાત્પર્ય “આ” છે. આહા.. હા ! “તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાપ્ત થઈ.” મોક્ષ અધિકાર જે ચાલ્યો હતો અને પછી સર્વવિશુદ્ધમાં આવ્યો એ મોક્ષ અધિકારની ચૂલિકા છે–ચોટલી-શિખર. કળશ માથે ચઢાવે છે ને..? આ ટીકા મોક્ષઅધિકારનો કળશ છે! “ચૂલિકા સમાપ્ત થઈ.' “અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતાં, અહીં મક્ષ અધિકાર સમાપ્ત થયો.” -મોક્ષ અધિકારની વ્યાખ્યા અહીં પૂરી થઈ. “વળી વિશેષ કહેવામાં આવે છે :
ઔપશમિકાદિ પાંચ ભાવોમાં ક્યા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે).' પાંચ ભાવ છેઃ ઉદય ભાવ, ઉપશમ ભાવ, ક્ષાયોપથમિક ભાવ, ક્ષાયિક ભાવ, અને પારિણામિક ભાવ-પરમ પરિણામિક ભાવ. પાંચ ભાવોમાંથી (ઉદય ભાવ આદિ) ચાર ભાવ પર્યાયમાં છે અને એક (પારિણામિક ) ભાવ દ્રવ્યમાં છે. દ્રવ્ય જે વસ્તુ ભગવાન પૂર્ણાનંદનો નાથ દ્રવ્યસ્વરૂપ એ પરમ પારિણામિક ભાવ છે; અને આ રાગાદિ થાય છે એ ઉદય ભાવ છે. એ પર્યાયમાં છે. અને ઉપશમ સમકિત અને ચારિત્ર થાય છે એ પણ પર્યાયમાં થાય છે. અને ક્ષયોપશમ જ્ઞાન. દર્શન ને ચારિત્ર થાય છે એ પણ પર્યાયમાં છે. અને ક્ષાયિક સમકિત, કેવળજ્ઞાન આદિ થાય છે એ (પણ) પર્યાયમાં છે. એ પર્યાય ચાર પ્રકારની છે. એક ઉદય ભાવની પર્યાય, એક ઉપશમ ભાવની, એક ક્ષાયોપશમ ભાવની, એક ક્ષાયિક ભાવની. હવે પાંચ ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે? ઉપશમ-ઔપથમિકઃ રાગનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪: પ્રવચન નવનીત ભાગ-૧ ઠરી જવું, જેમ પાણીમાં મેલ નીચે ઠરી જાય છે તેમ વિકારનું દબાઈ જવું અને શાંતિની ઉત્પતિ થવી. સમ્યગ્દર્શન શાંતિ છે. એ શાંતિનું ઉત્પન્ન થવું એ ઉપશમ ભાવ છે; (રાગવિકાર) દબાઈ ગયો છે. - એ ઉપશમ ભાવને મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. ક્ષાયોપથમિક કેટલીક પ્રકૃતિનો ઉદય પણ છે અને કેટલીકનો ક્ષય પણ છે. ઉપશમ અર્થાત સત્તામાં રહેલી પ્રકૃતિ, એને ઉપશમ કહે છે. ઉદયમાં રહેલી (પ્રકૃતિની) વાત (જે) છે. તેને અહીં ન લેવી. ક્ષય+ઉપશમ (અર્થાત ) કેટલીક પ્રવૃતિઓનો આત્મા અવલંબનથી ક્ષય કર્યો છે અને કેટલીક પ્રકૃતિ દબાઈ ગઈ છે, અનુદયરૂપે છે, એને અહીં ક્ષયોપશમ કહે છે. એ ક્ષાયોપથમિક ભાવરૂપ પર્યાય મોક્ષનું કારણ છે. અને ક્ષાયિક ભાવ: રાગનો નાશ થઈ જવો, કેવળજ્ઞાન પ્રગટ થવું, ક્ષાયિક સમકિત પ્રગટ થવું; ક્ષાયિક કેવળજ્ઞાન પ્રગટ થવું એ (બધું ) ક્ષાયિક. અહીં તો મોક્ષમાર્ગ લેવો છે. કેવળજ્ઞાન થવા પહેલાં જે ક્ષાયિક ભાવ હોય છે (તે લેવો છે). તથા ઉદય: રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિનાં પરિણામ એ ઉદય ભાવ છે. અશુભ ભાવ પણ ઉદય છે અને શુભ ભાવ પણ વિકાર (છે), ઉદય છે. –એ ચારે ભાવ પર્યાયરૂપ છે. એ ચારે ભાવ આત્માની અવસ્થા-પર્યાય-દશારૂપ છે; આત્મદ્રવ્ય રૂપ નથી.
આહા... હા ! વાણિયાને ધંધા આડે નવરાશ-ફુરસદ ક્યાં ? હમણાં એક (વિદેશી) ઇતિહાસત્તનો એક લેખ આવ્યો છે. પિતા-પુત્ર ઇતિહાસના ઘણા જાણવાવાળા છે. પિતાની ઉંમર ૬૭ વર્ષની છે. લખ્યું છે કે જૈનદર્શનનો સાર અનુભૂતિ (છે). જૈનદર્શન તો અનુભૂતિ (સ્વરૂપ) ભાવ છે. આત્માની અનુભૂતિ કરવી એ જૈનદર્શન છે. રાગ કરવો એ જૈનદર્શન નથી. પાછળ થોડું (એમ) લખ્યું છે, અરે ! એવો જૈનધર્મ વાણિયાના હાથમાં આવ્યો અને વાણિયા વેપારાદિમાંથી નવરા નથી થતા. એણે તો ઘણું વાંચ્યું; અન્યનું (તેમ જ) જૈનધર્મનું. ઘણું વાંચન કર્યું છે કે જૈનધર્મ શું? કે: રાગથી ભિન્ન આત્માની અનુભૂતિ કરવી, વીતરાગી પર્યાયનું વેદન કરવું, વીતરાગી પર્યાયને ઉત્પન્ન કરવી-એ જૈનધર્મ. પણ એ જૈનધર્મ વાણિયાને મળ્યો ! વાણિયા વેપારથી નવરા નથી. વાણિયા શબ્દ એકલા વાણિયા નહીં પણ જે વેપાર કરે (તે). અત્યારે જૈનમાં તો ભાવસાર પણ છે, ક્ષત્રિય પણ છે, એ (પણ) વેપારમાં ઘૂસી ગયા (તેથી) એને નિર્ણય કરવાનો વખત નથી. આહા.. હા ! એવું લખ્યું છે.
(અહીંયાં કહે છે કે:) (ઉદય આદિ) ચાર ભાવ પર્યાયરૂપ છે; આત્મા દ્રવ્ય-વસ્તુ છે. એમાં એ (પર્યાય) નથી. આહા.. હા! પર્યાયમાં દયા-દાન-વ્રત-ભક્તિનાં પરિણામ જે ઉદય ભાવ. એ વિકારરૂપી પર્યાય છે. ઉપશમ, ક્ષાયોપશમ, ક્ષાયિક એ નિર્વિકારી-નિર્દોષ વીતરાગી પર્યાય છે. -એ ચાર ભાવ પર્યાયરૂપ છે. અને શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્યરૂપ
અહીં ત્રિકાળી શુદ્ધ પરમ પારિણામિકશબ્દ ન લેતાં “શુદ્ધ પારિણામિક' શબ્દ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર : ૨૪૫ કહ્યો. નહિતર તો છે “પરમ પારિણામિક ભાવ.” પણ “પરમ પારિણામિક' વારંવાર કહે છે; તેથી અહીં “શુદ્ધ પારિણામિક' લીધું.
ત્રિકાળી શુદ્ધ પારિણામિક, સહજ પ્રભુ, ત્રિકાળી, દ્રવ્યસ્વભાવ, ધ્રુવસ્વભાવ, નિત્યસ્વભાવ, સચ્ચિદાનંદસ્વભાવ, સત્ શાશ્વત જ્ઞાનાનંદ ત્રિકાળ સ્વભાવ-એને અહીંયાં “શુદ્ધ પારિણામિક ભાવ” (કહ્યો), એ દ્રવ્યરૂપ છે. અને આ (ઉદય-ઉપશમાદિ) ચાર ભાવ પર્યાયરૂપ છે. આહા.. હા! સમજાય છે કાંઈ ?
એ પરસ્પર સાપેક્ષ” (અર્થાત્ ) પર્યાય અને દ્રવ્ય (એટલે કે:) ચાર પ્રકારના પર્યાયરૂપ જે ભાવ અને એક દ્રવ્ય-ત્રિકાળી દ્રવ્ય, ભગવાન (આત્મા), પૂર્ણાનંદ સહજાન્મસ્વરૂપપરસ્પર સાપેક્ષ (છે). (અર્થાત્ ) એ ચારેય પર્યાય દ્રવ્યની (છે) અને દ્રવ્યમાં પર્યાય છે, એ (એમ) સાપેક્ષ (છે). (એટલે કે ) એવા દ્રવ્ય-પર્યાય અર્થાત્ દ્રવ્ય ત્રિકાળી અને પર્યાય વર્તમાન-બે મળીને આત્મપદાર્થ છે. કર્મનો સંબંધ (છે) માટે આત્મામાં વ્યવહાર છે, એમ પણ નથી.
આ (ઉદય આદિ ભાવ) ચાર પર્યાય છે, અને દ્રવ્ય છે (તે) પારિણામિક સ્વભાવભાવ-શુદ્ધ પારિવામિક છે- બે મળીને ‘દ્રવ્ય' પ્રમાણનો વિષય છે. (જ્યારે) સમ્યગ્દર્શનના વિષય (ભૂત) “દ્રવ્ય ' (ત્રિકાળી-પર્યાય વિનાનું) છે. અને અહીં આખું દ્રવ્ય અને પર્યાય-બને મળીને (જે) દ્રવ્ય ” કહ્યું તે તો પ્રમાણનો વિષય છે.
પ્રમાણજ્ઞાન અખંડજ્ઞાન છતાં એ પ્રમાણજ્ઞાન પૂજ્ય નથી. (એમ) “નયચક્ર' માં આવ્યું છે કે પારિણામિકભાવ-દ્રવ્ય-ત્રિકાળી અને ચાર પ્રકારની પર્યાયરૂપ પરિણામ એનું જે જ્ઞાન એકસાથે છે તે (જ્ઞાન) પ્રમાણ (છે). એ પ્રમાણ ( જ્ઞાન ) માં પર્યાયનો નિષેધ નથી. માટે પ્રમાણ (જ્ઞાન) પૂજ્ય નથી. પૂજ્ય તો નિશ્ચયનય એ છે. આહા. હા! નિશ્ચયનય તો જ્ઞાનનો અંશ છે પણ જ્ઞાનના અંશનો (જે) વિષય છે અને અહીં નિશ્ચયનય કહ્યો. વસ્તુને નિશ્ચયનયા કહ્યો. સમજાણું કાંઈ ?
સમયસાર” અગિયારમી ગાથામાં આવ્યું ને.“ મૂલ્યો સિવો ફુ યુદ્ધનો ” – અમે ભૂતાર્થને શુદ્ધનય કહીએ છીએ. નહીંતર નય તો જ્ઞાનનો અંશ છે. પણ એ જ્ઞાનના અંશનો વિષય જે છે એને જ અમે શુદ્ધનય કહીએ છીએ ત્રિકાળી દ્રવ્યસ્વભાવ, ભૂતાર્થ, નિત્યાનંદ-પ્રવાહ પ્રભુ, નિત્ય. નિત્ય. નિત્ય. નિત્ય.. નિત્યપ્રવાહ, ધ્રુવ એને અહીં શુદ્ધનય કહેવામાં આવે છે.
વ્યવહારોગમૂલ્યો ” – (જે ઉદય-ઉપદમાદિ ) ચાર પર્યાય છે (તે) અભૂતાર્થ છે. અભૂતાર્થ અર્થાત્ “નથી '; એ ગૌણ કરીને ‘નથી” એમ કહ્યું.
અહીં તો કહ્યુંઃ (પર્યાય અને દ્રવ્ય) બે મળીને દ્રવ્ય છે. અને ત્યાં અગિયારમી ગાથામાં એમ કહ્યું કેઃ પર્યાય જે ચાર પ્રકારની છે તે અસત્ય છે, અભૂતાર્થ છે. કઈ અપેક્ષાએ? કેઃ ત્રિકાળીની દષ્ટિ કરાવવા માટે પર્યાયને ગૌણ કરીને, “નથી' એમ કહેવામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬: પ્રવચન નવનીત ભાગ-૧ આવ્યું. પર્યાય નથી. એમ નથી. “પર્યાય નથી' એમ માને તો નિશ્ચયભાસી-વેદાંત થઈ જાય. અને પર્યાયને મુખ્ય કરીને (પર્યાય) દષ્ટિ કરે તો પણ મિથ્યાષ્ટિ રહી જાય. (તેથી) પર્યાયને ગૌણ કરીને, ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદના નાથ ધ્રુવને મુખ્ય કરીને એને નિશ્ચય કહ્યો. પર્યાયને-ક્ષાયિક ભાવની પર્યાય સમકિત આદિને-ગૌણ કરીને અભૂતાર્થ –અસત્ય કહી. સત્ ત્રિકાળી વસ્તુને સત્ય કહ્યું, ( એને) મુખ્ય કરીને નિશ્ચય કહ્યો. “નિશ્ચયને મુખ્ય કહ્યો” એમ નથી; “મુખ્યને નિશ્ચય કહ્યો. અને એને (પર્યાયને) ગૌણ કરીને અસત્ય કહ્યું. અહીં કહે છે: એ (પ્રમાણજ્ઞાનની ) પર્યાયમાં બેય (-દ્રવ્ય અને પર્યાય ) પરસ્પર આત્માપદાર્થ છે. ( અર્થાત એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્યપર્યાયય (-દ્રવ્ય અને પર્યાયનું જોડકું ) તે આત્મા-પદાર્થ છે.
“નિયમસાર” ૩૮-ગાથામાં એમ કહ્યું કે ત્રિકાળી શુદ્ધસ્વરૂપ ભગવાન, પર્યાય વિનાનો, તે જ નિશ્ચયથી ખરેખર આત્મા છે. પર્યાય માત્ર પરદ્રવ્ય છે. અને સ્વદ્રવ્ય-ત્રિકાળી ભગવાન આત્મા- એ ખરેખર આત્મા છે. ખરેખર એ આત્મા છે અને (જ્યાં) પર્યાયને આત્મા કહેવામાં આવ્યો એ અભૂતાર્થ અને ઉપચારથી.
આહા. હા! સમજાય છે કાંઈ? ભાઈ ! આ તો વીતરાગની કોલેજ છે. જો થોડીઘણી સમજણ હોય તો કોલેજમાં જાય છે. આ તો વીતરાગી કોલેજ છે. આહા. હા! અલૌકિક વસ્તુ એવી છે !!
કહે છે કે ખરેખર આત્મા તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય, જે શુદ્ધ પારિણામિક કહ્યું તે (છે); પણ પર્યાયને ભેળવીને પ્રમાણનો વિષય કરીને આત્મા કહ્યો. સમજાણું કાંઈ ?
ત્યાં, પ્રથમ તો જીવત્વ”- આત્માનું જીવપણું, અંદર શક્તિપણું, આનંદપણું, શુદ્ધસ્વભાવ ત્રિકાળી જીવત્વપણું; અને “ભવ્યત્વ”—મોક્ષ થવાલાયક ભવ્ય જીવ; અને (“અભવ્યત્વ”-) મોક્ષ નહિ થવાલાયક અભવ્ય; “એવા ત્રણ પ્રકારના પરિણામિક ભાવોમાં” – એ ત્રણ પ્રકારના પારિણામિક ભાવ છે.
અહીં તો ભવ્યને પણ પારિણામિક ભાવ કહ્યો. અને મોક્ષમાં એ (ભવ્યત્વરૂપ) પારિણામિક ભાવનો નાશ છે. – શું કહ્યું? ચીજ ( આત્મા ) માં ભવ્ય-અભવ્યપણું જ નથી. જે ભવ્યત્વ અર્થાત્ લાયકાત હતી, તે પ્રગટ થઈ ગઈ; (એથી) ત્યાં સિદ્ધમાં ભવ્યત્વપણું નથી.
અહીં એ કહ્યું છે કે: (જીવ7), ભવ્યત્વ, અને અભવ્યત્વ-ત્રણ પ્રકારના પરિણામિક ભાવ કહ્યા. આમ ત્રણ પ્રકારના પરિણામિક ભાવોમાં “શુદ્ધ જીવત્વ એવું જે શક્તિલક્ષણ” (તે ત્રિકાળ છે). અર્થાત્ એ ત્રણમાં–જીવત, ભવ્યત્વ અને અભવ્યત્વમાં- “શુદ્ધ જીવત્વશક્તિ' (છે, તે) ત્રિકાળ છે. શુદ્ધ પરમ આનંદમૂર્તિ પ્રભુ સહજસ્વભાવ છે, એમાં પર્યાયની અપેક્ષા નથી; એમાં ક્ષાયિકભાવના ભાવની અપેક્ષા નથી. એવો “શુદ્ધ જીવત્વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૪૭
એવું જે શક્તિલક્ષણ પારિણામિકભાવપણું” શક્તિરૂપે
જીવત્વ (અર્થાત્ ) ત્રિકાળી જીવપણુંકારણ જીવ-કા૨ણ ૫રમાત્મા છે. શક્તિરૂપનો અર્થ એ છે કેઃ કારણ ૫૨માત્મા જે સ્વભાવસ્વરૂપ છે, એશુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી એ શુદ્ધદ્રવ્ય (છે). જે નય શુદ્ધદ્રવ્યનો આશ્રય લે છે, એને લક્ષમાં લે છે તે શુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી એ નિરાવરણ જીવત્વશક્તિ ત્રિકાળ છે. ( અર્થાત્ ) ચૈતન્યમૂર્તિ પ્રભુ એ તો નિરાવરણ છે; એમાં આવરણ પણ નથી અને અનાવરણ પણ નથી. ( એને ) અનાવરણની અપેક્ષા નથી અને આવરણની અપેક્ષા નથી, એવી ચીજ છે. આહા.. હા.. હા !
-શું કહે છે? (કેઃ ) જે ભગવાન આત્મા અનાદિ-અનંત શુદ્ધપારિણામિક ભાવ, સહજ ભાવ, ધ્રુવ ભાવ, નિત્ય ભાવ, સામાન્ય ભાવ, અભેદ ભાવ, અબંધ ભાવ (છે) એ શુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી નિરાવરણ-સકળ નિરાવરણ (છે). આહા... હા.. હા! રાગનો સંબંધ અને આવરણ તો પર્યાયમાં છે, વસ્તુમાં છે જ નહીં. પ્રભુ! વસ્તુ છે ને આત્મા !
એ શુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત શુદ્ધ જીવત્વ એવું જે શક્તિલક્ષણ ( છે, તે ) કોનું? કેઃ પારિણામિકપણાનું. આહા.. હા! જે ત્રિકાળી પારિણામિકનું ‘શુદ્ધ જીવત્વ’ એવું જે શક્તિ લક્ષણ, સ્વભાવલક્ષણ, સત્ત્નું-સતપણાનું લક્ષણ ધ્રુવ (છે). આહા.. હા ! સમજાણું કાંઈ ?
આ તો –અલૌકિક વાતું છે, બાપુ! જિનની વાત !! આહા.. હા! શ્રીમદ્ ‘મોક્ષવાળા ’ (વર્ષ ૧૭મું. શિક્ષાપાઠ-૧૦૭) માં કહે છે કે: “જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.” બાપુ! બાકી બધાં થોથાં છે. જૈનમાં જન્મ્યા છતાં જિનવાણી શું છે? એ સમજે નહીં; એમને એમ ચાલ્યો જશે ચાર ગતિમાં રખડવા. શ્રીમદ્દ રાજચંદ્ર સમકિતી હતા. આત્મજ્ઞાન થયું હતું. ગૃહસ્થાશ્રમમાં મુંબઈમાં ઝવેરાતનો લાખો રૂપિયાનો ઘણો મોટો ધંધો હતો, પણ અંતરમાં આત્મજ્ઞાન થયું હતું. જેમ નાળિયેરમાં ગોળો છૂટો રહે છે તેમ સમકિતીનો (આત્મ-) ગોળો રાગથી છૂટો રહે છે. ગરગડિયાં નાળિયેર હોય છે (તેમાંથી ગોળો) બહાર નીકળ્યો નથી પણ અંદર કાચલીથી છૂટો પડી ગયો છે, અંદર છૂટો છે; એમ સમ્યગ્દષ્ટિનો આત્મા રાગના સબંધથી અંદર છૂટો પડયો છે. આ એનું નામ સમ્યગ્દર્શન કહીએ. હજી તો સમ્યગ્દર્શન કોને કહેવું એની ( લોકોને) ખબર નથી. સમ્યગ્દર્શન કેમ ઉત્પન્ન થાય એની ખબરું ય નહિ! અને (એના વિના ) બાહ્યના આ ક્રિયાકાંડ, વ્રત ને નિયમ-તે ધૂળધાણી (વ્યર્થ ) છે.
,
આહા.. હા! એ અહીં આચાર્ય મહારાજ પોકાર કરે છે... પરમાત્માનો પોકાર આ છે કે: શુદ્ધ જીવત્વ એવું જે શક્તિલક્ષણ સ્વભાવલક્ષણ ગુણલક્ષણ, સતનું સત્ત્વ, ભાવનું ભાવપણું-આત્મભાવ છે, એનું ભાવપણું-શુદ્ધ જીવત્વશક્તિલક્ષણ ( તે બંધમોક્ષપર્યાયપરિણતિરહિત છે). આહા.. હા.. હા !
સમજાય એટલું સમજવું, બાપુ! આ તો પરમાત્માનો ભંડાર છે. સાધારણ માણસ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮: પ્રવચન નવનીત ભાગ-૧
ઉ૫૨થી થોડું વાંચન કરે.. અને સમજી જાય કે ‘અમને ઘણું જ્ઞાન થઈ ગયું!' (એ યથાર્થ જ્ઞાન નથ ) સમ્યજ્ઞાન એ કોઈ અલૌકિક ચીજ છે, ભાઈ !
આહા.. હા ! જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ-ત્રણ પ્રકારના પારિણામિક ભાવ છે. એ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક (ભાવ ) નથી. શુદ્ધ જીવત્વ એવું જે શક્તિલક્ષણપારિણામિક (ભાવ ) પણું તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયાશ્રિત (એટલે કે) શુદ્ઘ દ્રવ્યના આશ્રયથી, જે નય શુદ્ધ દ્રવ્યને જુએ છે એવા આશ્રયથી (છે.) વસ્તુ નિરાલંબ છે. અને (એને ) ‘શુદ્ધ પારિણામિક ભાવ ' એવી સંજ્ઞાવાળું જાણવું. શુદ્ધ જીવત્વ એવા શક્તિરૂપ પારિણામિકપણું-એ શુદ્ધ પારિણામિક ભાવ' છે આહા.. હા! પ્રભુ ત્રિકાળ, ત્રિકાળ શુદ્ધસ્વરૂપશક્તિરૂપ ગુણ છે-એ શુદ્ધ પારિણામિક ભાવ ' એવી સંજ્ઞાવાળું જાણવું. એ નામ એનું છે. (શ્રોતાઃ ) કોનું (નામ ) ? (ઉત્તર:) આત્માનું. આત્મા જે શુદ્ધ જીવત્વશક્તિસ્વરૂપ ત્રિકાળ છે એને શુદ્ધ પારિણામિકપણું કહેવામાં આવે છે. એને ‘શુદ્ધપારિણામિક’ સંજ્ઞા ( અર્થાત્ ) ‘શુદ્ધ પારિણામિક' એવું નામ
કહેવામાં આવે છે.
આહા... હા ! ‘સમયસાર’ ૧૪૪-ગાથામાં કહ્યું છે ને.! કેઃ આ આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ (છે) એનું સમ્યગ્દર્શન ( એટલે ) એની દૃષ્ટિ થઈ, અનુભવ થયો તો તે એ પર્યાયને ‘ સમ્યગ્દર્શન ’ નામ કહેવામાં આવે છે. જેમ ( અહીંયાં ) આ પારિણામિકભાવને સંજ્ઞા નામ કહેવામાં આવ્યું છે. ગાથાઃ “સમ્મદંસળળળ સો નહવિ ત્તિ નવરિ વવવેસં સવ્થળયપવ દિવો મળિવો નો સો સમયસારો”।। ૬૪૪।। ‘હું શુદ્ધ છું, અબદ્ધ છું’ એવા વિકલ્પથી પણ રહિત જે સમ્યગ્દર્શનનો વિષય, એને વિષય બનાવીને સમ્યગ્દર્શન થયું, તેને ‘સમ્યગ્દર્શન’ નામ કહેવામાં આવે છે. “ વ્યપવેશ ” છે ને..? વ્યપદેશ કહો કે નામ કહો. ત્યારે તો તેને. ‘સમ્યગ્દર્શન' એવું નામ કહેવામાં આવે છે. (તેમાં) વ્યવહાર શ્રદ્ધાનો ભાવ તો છે જ નહીં; એ તો રાગ છે; એની તો વાત પણ નથી. આહા.. હા! પોતાનો સ્વભાવ જે એક સમયમાં પૂર્ણાનંદ, વિદ્યમાન, પૂર્ણ (છે) એની અનુભૂતિ, એનો અનુભવ, વેદનમાં આનંદનું આવવું-એને સમ્યગ્દર્શન અને જ્ઞાન સંજ્ઞા-નામ કહેવામાં છે. સમજાણું કાંઈ ? જુઓ! ટીકાની ત્રીજી લીટી:“આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનનું નામ મળે છે”
29
અહીં તો ‘સંજ્ઞા ” કહ્યું ને? વ્યવહાર સમકિતની તો વાત જ ક્યાં? એ તો છે જ નહીં. એ (તો) રાગ છે. ‘ ભગવાન આત્મા ’ શુદ્ધ જીવત્વશક્તિસ્વરૂપ પારિણામિક ભાવ, ત્રિકાળ પરમ પારિણામિક ભાવ છે, ( અને ) એનો અનુભવ એ ‘પર્યાય ' (છે); એ અનુભવને ‘સમ્યગ્દર્શન ’ નામ ત્યારે મળે છે કે જ્યારે સ્વરૂપની અનુભવ –દષ્ટિ થાય છે.
જિજ્ઞાસાઃ એની પહેલાં સમ્યગ્દર્શન નામ પણ નથી પામતા ? સમાધાનઃ નહીં. નામ પણ પામતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૪૯
અરે! શું કરે ? દેવ-ગુરુ-શાસ્ત્રને માનીએ છીએ.. નવ તત્ત્વને માનીએ છીએ, (તેથી ) અમને સતિ તો છે. હવે વ્રત આદિ ચારિત્ર લઈ લ્યો! – (એવું) ધૂળમાં સમિત ન હોય. એક પંડિત ( એમ ) માનતો હતો ને..! એ કહેતો હતો કેઃ દિગંબરમાં જન્મ્યા એને બધાને સમકિત તો છે, હવે ચારિત્ર લઈ લ્યો. ( શ્રોતાઃ ) ( એવી ) વાત કોઈ અપેક્ષાએ કરી હશે ? (ઉત્તર:) કોઈ પણ અપેક્ષાએ વાત (હોય ), ( એ વાત ) બધી જૂઠી છે.
66
અહીં તો ( ‘સમયા૨' ગાથા-) ૧૪૪ ની ટીકામાં કહ્યું ને...! (કેઃ ) “ જે ખરેખર
સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો
છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ (કેવળ) એકને જ (એટલે કે) શુદ્ધ જીવ પરમાત્મા ભગવાનસ્વરૂપ-એને એકને જ, નયથી રહિત-નયપક્ષપાતથી રહિત સમ્યગ્દર્શન થયું-એને સમ્યગ્દર્શન-જ્ઞાન નામ મળે છે. આહા.. હા! જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો સમયસાર છે. ખરેખર આ એકને જ.. એકને જ (સમ્યગ્દર્શનજ્ઞાન નામ મળે છે).
આહા.. હા ! ભાઈ! આ તો ૫રમાત્મા ત્રિલોકનાથની ધારા છે. પરમાત્મા એમ ફરમાવતા હતા તે વાત ‘આ’ છે. ખરેખર એકને જ –કોને એકને ? (કેઃ) વિકલ્પથી રહિત અંદર નિર્વિકલ્પ અનુભવ થયો ( અર્થાત્ ) ‘હું શુદ્ધ છું, અબદ્ધ છું, અખંડ છું' એવા વિકલ્પથી પણ રહિત થયો, ત્યારે જે સમ્યગ્દર્શન થયું- એ એકને જ, બીજી કોઈ નહીં, એવી સભ્યયગ્દર્શનપર્યાયને-એકને જ કેવળ-એકલું સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનનું નામ પ્રાપ્ત છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન સમયસારથી જુદાં નથી. (એમ ) એ પર્યાયને (દ્રવ્યમાં ) અભેદ ( કરીને ) કહેવામાં આવી છે. છે તો દ્રવ્યથી ભિન્ન પર્યાય; પણ પર્યાયનું (જે) લક્ષ પર ઉપ૨ હતું એ અંતરમાં ગયું, તે અપેક્ષાએ અભેદ કહેવામાં આવ્યું. આહા... હા સમજાણું કાંઈ ?
એ અહીં કયું. “શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળું જાણવું.” જીવત્વ, ભવ્યત્વ અને અભયત્વ-ત્રણેયમાં ‘જીવત્વશક્તિ' જે ત્રિકાળ છે, તે શુદ્ધ પારિણામિક ભાવે છે; એ પારિણામિક ભાવ દ્રવ્યનો સ્વભાવ છે એને પારિણામિકભાવનું નામ-સંજ્ઞા મળે છે. છે... ? “ શુદ્ધ પારિણામિક ભાવ એની સંજ્ઞાવાળું જાણવું.” એવું એને નામ મળે છે. આહા.. હા.. હા! શુદ્ધ પારિણામિક સ્વભાવ, ત્રિકાળી ભગવાન પૂર્ણ પ્રભુ-એમાં દયા, દાન ( આદિના ) રાગનો તો અભાવ છે, એ તો ચીજની બહાર રહ્યા. (પણ ) જેમાં ( ક્ષાયિક સમકિતપર્યાય થઈ એનો પણ જેમાં અભાવ છે; એવો શુદ્ધ પારિણામિક ભાવ, ત્રિકાળી જીવત્વશક્તિ, જીવનું જીવપણું, કારણ જીવ,, કારણ પ૨માત્મા-એને ‘ પારિણામિક ભાવ' એવી સંજ્ઞાવાળું જાણવું.
શુદ્ધ
""
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦: પ્રવચન નવનીત ભાગ-૧
આહા... હા! આવી બધી ભાષા!! એવો માર્ગ!! ઘણો વીંખાઈ ગયો, બાપુ ! વીતરાગ પરમાત્માની હાજરી નથી. કેવળજ્ઞાન પરમાત્માની હાજરી નથી. (અહીંયાં ) વિરહ પડયા. પ્રભુ ત્યાં (મહાવિદેહમાં ) રહ્યા. ફેરફાર ઘણો થઈ ગયો છે. સાચી વાતને ખોટી ઠરાવનારા ઘણા થઈ ગયા છે. અને ખોટી વાતને સાચી વાત માનવાવાળા ઘણા થઈ ગયા છે. ‘ચોર કોટવાળને દંડે છે.' કોટવાળ તો પકડે, પણ (ઊલટા) ચોર કોટવાળને (પકડે )! કેમકે ઝાઝા ચોર થઈ ગયા કોટવાળ એક. પચીસ-પચાસ-સો ચોર થઈને (કોટવાળને ) પકડી લીધો. જયસેનાચાર્યની સંસ્કૃત ટીકામાં પાઠ છે: “ કોટવાળ છે એને ચોર પકડે છે. ” વાસ્તવિક-તત્ત્વદષ્ટિ (જેને) છે એને લોકો ખોટા-અજ્ઞાની ઠરાવે છે! આહા.. હા! શું લખાણ !! આચાર્યોએ કામ કર્યાં છે!! આહા.. હા! જગતની કરુણા !! દેખીને ખેદ થયો છે, અરે.. રે! પ્રભુ! તને શું થયું છે? પ્રભુ! તું ક્યાં જાય છે? તા૨ો સ૨વાળો-પરિણામ શું આવશે ? ભણે છે તેનું પરિણામ પરીક્ષા વખતે આવે છે (તેમ) પ્રભુ! તારું પરિણામ શું આવશે ? તું ક્યાં જઈશ નાથ? તારી શું ચીજ!! તારી ચીજની તને ખબર નથી, અને પરચીજને તું પોતાની માની (રહ્યો છે)! તે પરચીજ-સંયોગ તારો પીછો નહીં છોડે. એ સંયોગથી તારે રખડવું પડશે. આહા.. હા !
અહીં તો પ૨મ પારિણામિક સ્વભાવની જ દૃષ્ટિ કરાવવી છે. ભવ્ય, અભય અને જીવત્વમાં ‘જીવત્વશક્તિ' જે ત્રિકાળી પારિણામિક સ્વભાવભાવ છે, એની દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે, એ ( જીવત્વશક્તિને) પારિણામિક ભાવ સંજ્ઞાનું નામ મળે છે. (અને ) એ પારિણામિકભાવની અનુભૂતિ-ભાવને સમ્યગ્દર્શન નામ મળે છે. એ ત્રિકાળીને પારિણામિક નામ-સંજ્ઞા મળે છે. અને એના અનુભવને સમ્યગ્દર્શન નામ મળે છે. સમજાણુ કાંઈ ? આહા.. હા! એ (જીવત્વશક્તિ ) તો બંધ-મોક્ષ-પર્યાય પરિણતિરહિત છે. એ જીવત્વશક્તિ-ત્રિકાળ ૫રમ સ્વભાવભાવ- એ તો બંધ અને મોક્ષ-પર્યાયની પરિણતિથી રહિત છે. (એમાં ) બંધ-મોક્ષ તો નથી; પરંતુ (એ ) બંધ-મોક્ષની પર્યાયથી (પણ ) રહિત છે. મોક્ષની પર્યાયથી પણ એ વસ્તુ તો રહિત છે. આહા.. હા પરંતુ હવે બીજી વાત લેવી છે; જી સૂક્ષ્મ પડશે.
***
[પ્રવચનઃ ૧-૮-૭૯ ]
સમયસાર ’ ૩૨૦-ગાથા. જયસેનાચાર્યની ટીકા. અહીં (સુધી) આવ્યા છીએ કેઃ ત્રિકાળી આત્મામાં જીવત્વશક્તિ અથવા પારિણામિક સ્વભાવ- જીવત્વશક્તિ જે પરમાત્મસ્વરૂપએ ઉપ૨, ચારે બાજુથી (–સર્વપ૨ તરફથી ) દષ્ટિ હઠાવીને, પહેલાં શ્રદ્ધાને જોડવી.
ઝીણી વાત છે, પ્રભુ! એ વિના, ઉપદેશમાં (કોઈ ) એમ લે કેઃ વ્યવહા૨ વ્રત ને તપ ને ભક્તિ કરતાં કરતાં (શ્રદ્ધા સમ્યક્) થશે, તો એ તો મિથ્યા ઉપદેશ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૫૧ અહીંયાં “પ્રથમ તો જીવત્વ”—ભગવાન આત્માનું આભપણું, જીવનું જીવપણું, શુદ્ધ ત્રિકાળી, પરમ સ્વભાવભાવ, ધ્રુવભાવ, નિત્ય ભાવ, સામાન્ય ભાવ-એ જીવત્વશક્તિ છે.
ભવ્યત્વ” મોક્ષ થવા લાયક જીવ, એને ભવ્યત્વ કહેછે. ભલે એ નિગોદમાં હોય; ક્યારે ય નીકળે પણ નહીં; તોપણ ભવ્યત્વનો ભાવ એને કહેવામાં આવે છે.
અભવ્યત્વ” – જેને ક્યારે ય મોક્ષ થતો નથી. (-મોક્ષ પામવાની લાયકાત નથી). બધી ક્રિયા કરે, અર્થાત્ પંચ મહાવ્રતની; ૨૮ મૂળ ગુણની; નિર્દોષ આહાર એટલે એના માટે ચોકો (રસોડું) કર્યું હોય તો લે નહીં- એવી વ્યવહાર-ક્રિયા પણ ચોખ્ખી (પાળે. છતાં,) એ તો પુણ્યબંધનું કારણ છે. એવી ક્રિયા, એવો અભવ્યજીવ (પણ) કરે છે.
-એ ત્રણ પ્રકારે-એ ત્રણેને પરિણામિક ભાવ કહે છે.
“શુદ્ધ જીવત્વ એવું જે શક્તિલક્ષણ પરિણામિકપણું”- શુદ્ધ મુક્તસ્વરૂપ, અંતરમાં મુક્તસ્વરૂપ એવી જે શુદ્ધજીવત્વશક્તિ, અબંધસ્વરૂપ એવી જીવત્વશક્તિ-એના ઉપર નજર અર્થાત્ (એના) નિધાનને જોવામાં નજર કરવી, એ ધર્મની પ્રથમ-પહેલી સીડી છે. અપૂર્વ વાત છે. ભાઈ ! આ વિના, બધાં વ્રત ને તપ નિયમ બધાં મીંડાં છે, સંસાર છે. ૩૨૦-ગાથા (અમૃતચંદ્રાચાર્યની ટીકા) પછી ભાવાર્થમાં જુઓઃ “મિથ્યાત્વ છે તે જ સંસાર છે.”
જિજ્ઞાસાઃ મિથ્યાત્વ ગયા પછી પણ બેચાર ભવ થાય છે!
સમાધાનઃ મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. સમુદ્રમાં એક બિંદુની શી ગણતરી ? સમકિત થયા પછી એકબેચાર ભવ કરવા પડે (તોપણ) એની ગણતરી શું? સમુદ્રમાં બિંદુની ગણતરી શી? એમ ભગવાનઆત્મા જેણે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરીને મિથ્યાત્વનો નાશ કર્યો, અને જો એકબેચાર ભવ હોય (તો) તેની ગણતરી શી? અને જ્યાં સુધી મિથ્યાત્વ છે, અર્થાત્ “હું નિમિત્તની ક્રિયા કરી શકું છું, શરીર–વાણી-મનની, રાગની, દયાદાન-વ્રતની ક્રિયા એ પરિણામ મારું કર્તવ્ય છે ત્યાં સુધી તો સંસાર-આખા સંસારમાં રખડવાના ભાવવાળો–છે.
અહીં કહે છે કેઃ જીવત્વશક્તિ આદિ ત્રણ પ્રકારના પારિણામિક ભાવોમાં “શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણુંતે શુદ્ધ દ્રવ્યાર્થિકનયાશ્રિત. એટલે શુદ્ધ દ્રવ્યસ્વભાવ, જે ત્રિકાળ (છે) એના આશ્રિત, હોવાની “નિરાવરણ” અને “શુદ્ધપારિણામિક ભાવ” (એની સંજ્ઞાવાળું જાણવું.) એ નિરાવરણ છે. આહા.. હા! વસ્તુ જે છે અર્થાત જીવ વસ્તુ જે છે, દ્રવ્ય છે, તત્ત્વ છે એ તો ત્રિકાળ નિરાવરણ છે. આહા. હા! દ્રવ્યસ્વભાવ; જે ભગવાન આત્માનો છે, જે જીવશક્તિ જે પારિણામિકભાવે ત્રિકાળ છે; એવો જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫: પ્રવચન નવનીત ભાગ-૧ આત્મા-રાગથી તો ભિન્ન, પણ પર્યાયથી પણ ભિન્ન-એવા ત્રિકાળી ભાવને નિરાવરણ અને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળો જાણવો.
કાલે બતાવ્યું હતું ને! ૧૪૪–ગાથા (“સમયસાર') : પોતાનું ચૈતન્યસ્વરૂપ પૂર્ણ પ્રભુ, એનો અનુભવ કરીને સમ્યગ્દર્શન અને જ્ઞાન થાય છે ત્યારે તો એ સમ્યગ્દર્શન અને જ્ઞાન નામ પામે છે. “વ્યપદેશ' કહ્યો હતો ને? નામ જ ત્યારે પામે છે. એ વિના, દેવ-ગુરુની શ્રદ્ધા અને નવ તત્ત્વની શ્રદ્ધા- એને સમ્યક નામ નથી મળતું આહા.. હા! એ તો એની પરલક્ષી શ્રદ્ધા છે. દેવ-ગુરુની શ્રદ્ધા પણ રાગ છે. કેમકે એ પર તરફનું વલણ –લક્ષ છે. અને “રાગથી લાભ થાય છે” એવું માનવું (તે) તો મિથ્યાત્વભાવ છે. આહા... હા ! પહેલી (મૂળ વાત સમજવી) ઘણી કઠિન છે.
એ અહીં કહે છે કે શુદ્ધ પારિણામિક ભાવ જે ત્રિકાળી એવી સંજ્ઞાવાળો છે, નામવાળો (છે); તે જ સ્વીકારવા યોગ્ય છે, દષ્ટિમાં શ્રદ્ધા કરવા લાયક છે અને જ્ઞાનમાં શેય બનાવવા લાયક છે.
આહાહા ! આવી વાત હવે !! આ ભાષા જ જુદી જાતની છે. અનંત કાળથી આથડે છે. (જીવે) ચોર્યાશીના અવતાર (અનંતા કર્યા). કાલે બપોરે “નિયમસાર' (ગાથા-૪રની ટીકામાં) આવ્યું હતું ને..! એક કોડ સાડી સત્તાણું લાખ ક્રોડ કુળ (છે). એ કુળમાં પણ અનંત વાર ઉત્પન્ન થયો. અને (૮૪ લાખ) યોનિમાં પણ અનંત વાર ઉત્પન્ન થયો. જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં પણ નિગોદના જીવ છે. ત્યાં (સિદ્ધાલયમાં) “નમો સિદ્ધા... પરમાત્મા બિરાજે છે; એના ક્ષેત્રમાં નિગોદ (જીવ) અનંતા છે. આહા. હા ! ક્ષેત્ર પલટે-નીચેથી ઊંચો ગયો, ક્ષેત્ર ઊંચું થયું -માટે એનાથી લાભ થાય, એવું નથી. સમજાણું કાંઈ? એવી રીતે શુક્લ લેગ્યાથી નવમી રૈવેયક ચાલ્યો જાય એમાં કાંઈ (સારપણું) નથી; એનાથી કોઈ ધર્મ નથી; અને ધર્મનું કારણ પણ નથી. “ધર્મનું કારણ ” તો શુદ્ધ પારિણામિક ભાવ, ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ (છે). એ એનું નામ છે. એ શ્રદ્ધામાં સ્વીકાર કરવા લાયક છે. અને ધર્મ કરવો હોય તો એને જ્ઞાનની પર્યાયમાં શેય બનાવવા લાયક છે. જ્ઞાનની પર્યાયમાં પરપ્રકાશક (માત્ર) બીજાને શેય બનાવ્યો-તો એ તો મિથ્યાત્વભાવ છે. આહા.. હા! રાગને પોતાનો માનવો અને રાગથી-દયા, દાનથી–ધર્મ માનવો એ તો મિથ્યાત્વ છે. પણ એ પરને જાણવું -જ્ઞાનની પર્યાયમાં એકલા પરને જાણવો-એ એકલું પરપ્રકાશપણું (એ) જ્ઞાન નથી (પરંતુ ) એ મિથ્યાજ્ઞાન છે. કારણ કેઃ જ્ઞાનનો સ્વભાવ તો સ્વ-પર પ્રકાશક છે. (છતાં) સ્વ-પ્રકાશ છોડીને, એકલો પર-પ્રકાશમાં રહ્યો (તેથી એ મિથ્યાજ્ઞાન છે). આહા.. હા! બહુ ઝીણી વાત, બાપા! એ પર-પ્રકાશપણું પણ છોડીને, વર્તમાન જ્ઞાનમાં સ્વસ્વરૂપ ભગવાન આત્મા, પૂર્ણાનંદના નાથને શેય બનાવીને, જ્ઞાન કરવું એ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. બાકી વાતો-થોથાં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૫૩ જિજ્ઞાસાઃ અમારે તો ધર્મ કરવો છે, આ વાતોથી શું મતલબ?
સમાધાનઃ “આ” ધર્મ છે! બીજો ધર્મ શું? ભટકે છે બહાર! “ધર્મ' એ નિર્મળવીતરાગી પર્યાય છે. તો એ ધર્મની વીતરાગી પર્યાય કેમ થાય? (કે.) એ ત્રિકાળી પારિણામિક સ્વભાવ જે વીતરાગમૂર્તિ પ્રભુ છે, (એ) વીતરાગમૂર્તિ, ધ્રુવ, ચૈતન્ય, પારિણામિક સ્વભાવ (છે); એના અવલંબનથી સમ્યગ્દર્શન થાય છે. કોઈ બીજાના અવલંબનથી સમ્યગ્દર્શન થતું નથી. આહા.. હા! ઝીણી વાત, ભાઈ ! અરે બાપુ! (આ) અપૂર્વ વાત (છે).
જિજ્ઞાસાઃ અમને સમ્યગ્દર્શન નહીં (પણ) ધર્મ જોઈએ!
સમાધાનઃ સમ્યગ્દર્શન એ જ ધર્મ છે. ધર્મનું મૂળ એ છે “વારિતું સુ થમ્યો” (પણ) ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે.
આહા.. હા! ઝીણી વાત, પ્રભુ! દુનિયાને કઠણ પડે. જ્ઞાનમાં (સ્વ) વસ્તુ (અજ્ઞાનીને) આવતી નથી, અનાદિથી પર આવે છે. જો એ (સ્વ) વસ્તુ જ જ્ઞાનમાં આવી જાય, તો અતીન્દ્રિય આનંદનું વેદન થઈ જાય. તો તો સમ્યગ્દર્શન થઈ જાય. સમ્યગ્દર્શન થતાં અતીન્દ્રિય આનંદનું વેદન થઈ જાય. ભલે પછી અસ્થિરતાના રાગાદિ હોય; પણ દષ્ટિએ પોતાના સ્વરૂપને પકડી લીધું.
(જેમ) ઘો (–ચંદન ઘો) હોય છે ને ! તે દીવાલ ઉપર ચોટી જાય છે. ચોર લોકોને (મકાનમાં) બહારથી જાવું (ચઢવું) હોય તો તેને તે લોકો દીવાલ પર નાખે. ત્યાં તે એવી ચોંટી જાય છે કે તેને પકડીને ચોર લોકો મકાન ઉપર ચઢે તો પણ તે પોતાની પકડને છોડ નહીં. એમ ભગવાન ત્રણ લોકનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ! એના ઉપર શ્રદ્ધાની એવી ચોંટ લગાવી દે કે એના અવલંબનથી ચારિત્ર-સ્વરૂપમાં (સ્થિર) થઈને, વીતરાગ થઈને કેવળજ્ઞાન થઈ જાય.
આહા. હા! (આવો) માર્ગ વીતરાગનો, બાપુ ! લોકોને જરી એવું પણ લાગે.. ક્રિયાકાંડમાં (ધર્મ) માનવાવાળાને તો એવું લાગે કે અરે. રે! આ તો એકાંત છે. પ્રભુ ! એકાંત છે, (પણ) છે તો વાસ્તવિક-સમ્યક એકાંત ! શુદ્ધ ચૈતન્ય પરમાત્મસ્વરૂપ ભગવાન, નિશ્ચય શુદ્ધચિદાનંદરૂપ, પરમાત્મસ્વરૂપ-એનું અવલંબન દૃષ્ટિમાં આવે છે, ત્યારે સમ્યગ્દર્શન થાય છે. એ પારિણામિક ભાવનો આશ્રય છે. એ “શુદ્ધ પારિણામિક' એવી સંજ્ઞાવાળો છે. એ શુદ્ધપરિણામિક સહજ સ્વભાવ લક્ષણવાળું નામ છે. એને સ્પર્શ કરવો છે, શ્રદ્ધામાં લેવો છે અને જ્ઞાનમાં જ્ઞય બનાવવો છે. એ ચીજ શુદ્ધપારિણામિક સ્વભાવ નામવાળી છે. આહા.. હા! તે તો બંધ-મોક્ષપર્યાય-પરિણતિ રહિત છે. એ શુદ્ધ પારિણામિક સ્વભાવ-ધ્રુવ નામવાળી છે. આહા.. હા ! તે તો બંધ-મોક્ષપર્યાય-પરિણતિ રહિત છે. એ શુદ્ધ પારિપામિક સ્વભાવ-ધ્રુવ જે સમ્યગ્દર્શનનો વિષય (છે), ( એવા) એ દ્રવ્ય ઉપર દર્શન (શ્રદ્ધા) ની ચોંટ લાગે છે. એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪: પ્રવચન નવનીત ભાગ-૧
દ્રવ્ય તો બંધ-મોક્ષની પર્યાયથી રહિત છે. સમજાય છે કાંઈ ? આહા.. હા! આવી વાત!! બંધમોક્ષ પર્યાય પરિણતિ રહિત છે.
66
પરંતુ દશપ્રાણરૂપ ‘અશુદ્ધ પારિણામિક ભાવ-એ પર્યાય ( છે ). પહેલાં દ્રવ્યાર્થિકનયનો વિષય બતાવ્યો. હવે પર્યાયાર્થિક-વર્તમાન વ્યવહારનયનો વિષય બતાવે છે: દશ પ્રાણરૂપ જીવત્વ ”- આ પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસ અને આયુષ્ય-એ દશ પ્રાણ, એ અશુદ્ધ પ્રાણ અંદર યોગ્યતા-આ શરીર નહીં, અંદર પર્યાયમાં દશ પ્રાણની યોગ્યતા-એ અશુદ્ધ પારિણામિક ભાવ છે. આહા.. હા ! શું કહ્યું ? આ શરીર તો જડ-માટી; એ દશ પ્રાણ નહીં. પર્યાયમાં જે પાંચ ઇન્દ્રિય યોગ્યતા-ક્ષયોપશમ આદિ, અને મન-વચનકાયાની યોગસંપન્નતારૂપ તથા શ્વાસ અને આયુષ્યની યોગ્યતા-એ દશ પ્રાણ જે છે, તે અશુદ્ધ ભાવપ્રાણ છે; અશુદ્ધ પારિણામિક ભાવ છે; એ આશ્રય કરવા લાયક નથી. મન, વચન અને કાયાદિ પ્રાણ છે તેનો આશ્રય કરવા લાયક નથી; એ અશુદ્ધ પારિણામિક ભાવ છે. આહા.. હા! ગજબ વાત છે!! શરીર-વાણી-મન (એ) ચીજ તો બહાર રહી ગઈ. દેવ-ગુરુ-શાસ્ત્ર પણ બહાર રહી ગયાં. અંદરમાં જે અશુદ્ધ પારિણામિક ભાવ-દશ પ્રાણ, એ દશ પ્રાણ પણ અશુદ્ધપારિણામિક ભાવ-છે, (એ પણ આશ્રય કરવા લાયક નથી.) (અહીં ) પારિણામિકની વ્યાખ્યા ચાલે છે; નહીંતર તો એ છે તો અંદર ઉદયભાવ. એને અહીંયાં અશુદ્ઘ પારિણામિક ભાવમાં નાખ્યા. પાંચ ઇન્દ્રિયનો ક્ષયોપશમ આદિ છે, એ ભલે ક્ષયોપશમ છે; તેમ છતાં એ બધા ઉદયભાવમાં ગણવામાં આવે છે. (એ ) આત્મિક સ્વભાવ નથી. અને એને અહીંયાં અશુદ્ધ પારિણામિક કહેવામાં આવે છે. એ પણ આશ્રય કરવા લાયક નથી.
આહા.. હા ! જેને પ્રથમમાં પ્રથમ ધર્મ (અર્થાત્ ) સમ્યગ્દર્શન (પામવું હોય તેની એ વાત છે ). ચારિત્રની તો (વાત) પછીની (છે). એ તો ક્યાંય રહી ગયું. એ ચારિત્ર તો કોઈ અલૌકિક ચીજ છે!! મુનિને તો એમાં જેમ સમુદ્રમાં ભરતી આવે છે તેમ, અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. સમ્યગ્દર્શન થવાથી અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. (જ્યારે ) સાચા મુનિ જે સાચા સંત છે; એને તો પર્યાયમાં અતીન્દ્રિય આનંદની છોળમછોળ ભરતી આવે છે. (હોય છે ). એનું નામ મુનિપણું છે. આહા.. હા! ઝીણી વાત, બાપુ ! વર્તમાન (સંપ્રદાયોમાં ચાલતી સ્થિતિ ) ની સાથે મેળવતાં આકરી લાગે. પણ વસ્તુ (સ્થિતિ ) તો આ છે!
=
આહા.. હા! (જે) દશ પ્રાણરૂપ જીવત્વ ‘અશુદ્ધ પારિણામિક' છે તે શુદ્ધ પારિણામિક એટલે દષ્ટિ ( શ્રદ્ધા ) નો વિષય નથી. એ દશ પ્રાણનો-જીવનો (જીવત્વનો) આશ્રય કરવા લાયક નથી. મન, વચન અને કાયની યોગ્યતા, એ પણ આશ્રય કરવા લાયક નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #267
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર): ૨૫૫ જુઓ! જે દશ પ્રાણરૂપ જીવત્વ અને અભવ્યત્વ તે પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી એ ત્રણ ભેદ અવસ્થાની દષ્ટિએ કહેવામાં આવે છે. એવો અશુદ્ધ પારિણામિક ભાવ પર્યાયમાં છે ખરો. ભવ્યત્વ અને અભવ્યત્વ એ પર્યાયાર્થિક નયાશ્રિત છે. ત્રણે ભેદ પર્યાયના આશ્રયે છે. અભેદ-ત્રિકાળી ભગવાનના સ્વાશ્રયથી તો શુદ્ધ પારિણામિક ભાવ છે. આહા.. હા ! આ પર્યાયાર્થિક ત્રણ ભાવ-દશ પ્રાણ, ભવ્યત્વ અને અભવ્યત્વ –આશ્રય કરવા લાયક નથી. - એમ કહે છે. પોતાની પર્યાયમાં ભવ્યત્વ-મોક્ષ થવાની લાયકાત-છે એ પર્યાયનો પણ આશ્રય કરવા લાયક નથી.
આહા.... હા! આ શ્લોક ઊંચો બહુ! જરા સાંભળો તો ખરા. અહીંયાં ૪૫મું ચોમાસું છે. આ શિક્ષણશિબિર ૩ર વર્ષથી ચાલે છે. પહેલાં છોકરાઓ આવતા હતા. પછી મોટા (પણ) આવવા લાગ્યા. એમાં આ વાત (મૂકી) છે, પ્રભુ ! ભણવામાં આ ભણવું કેઃ મારી ચીજ છે ત્રિકાળી. (એ) ચીજ આશ્રય કરવા લાયક છે. અને જે દશ પ્રાણરૂપ જીવત્વભવ્યત્વ (-અભવ્યત્વ) –એ અશુદ્ધ પારિણામિક ભાવ, પર્યાયાર્થિકનયાશ્રિત છે (તે આશ્રય કરવા લાયક નથી. શુદ્ધ પારિણામિકભાવ, ત્રિકાળ દ્રવ્યાશ્રિત છે; દ્રવ્યાર્થિનયનો વિષય છે; અર્થાત ત્રિકાળી શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્યાર્થિકનય” નો વિષય છે. અને દશ પ્રાણ, ભવ્યત્વ અને અભવ્યત્વ-એ “પર્યાયનય” નો વર્તમાન વિષય છે, માટે તે હેય છે. પર્યાયનયનો વિષય છે. “છે” (ખરો ); પણ જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય, એને એનું લક્ષ છોડવું પડશે !
આહા.. હા! આવી વાત છે, બાપુ! શું થાય? બહારની પ્રવૃત્તિ અને ક્રિયાકાંડમાં (લોકો ) ઘેરાઈ ગયા અને એને માને (ધર્મ)! –એમાં ‘આ’ વાત !! આહા.. હા ! આગળ આવશે હજી: પ્રભુ તો નિષ્ક્રિય છે. મોક્ષના પરિણામની ક્રિયાથી રહિત છે” આગળ આવશે, યોગીન્દ્રદેવની ગાથાઃ “મોક્ષનો માર્ગ અને મોક્ષની પર્યાયથી પ્રભુ તો નિષ્ક્રિય છે. એ પરિણામની ક્રિયા એમાં નથી, એવો દ્રવ્યસ્વભાવ છે; આહા.. હા! આકરી વાત છે, ભાઈ !
“(જે દશ પ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ-અભવ્યત્વદ્ધય) તે પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિકભાવ સંજ્ઞાવાળાં (છે)'. જુઓ! પહેલાં એ કહ્યું હતું કે સંજ્ઞાવાળું જાણવું. એનું નામ શુદ્ધ પારિણામિક ત્રિકાળ નિરાવરણ અને શુદ્ધ પારિણામિક ભાવ સંજ્ઞાવાળું જાણવું. એનું નામ શુદ્ધ પારિણામિક (ભાવ) (છે). (હવે કહ્યું કે:) આ દશ પ્રાણ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ અશુદ્ધ પારિણામિક નામવાળાં છે. પર્યાયાર્થિકનયના ત્રણ ભેદ, એ અશુદ્ધ પારિભામિક ભાવ નામવાળા છે.
આવો માર્ગ!! કોઈ દી સાંભળ્યો ન હોય. આ ચીજ શું કહે છે, બાપુ? આ તો જયસેનાચાર્યદેવની ટીકા હજાર વર્ષ પહેલાની છે. દિગંબર મુનિ જયસેનાચાર્ય, જગત પાસે જાહેર કરે છે. પ્રભુનો ઢંઢેરો એવો છે કે પ્રભુ! દ્રવ્યાર્થિકનયનો વિષય જે શુદ્ધ પારિણામિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬: પ્રવચન નવનીત ભાગ-૧
નામવાળો છે, એ સમ્યગ્દર્શનનો વિષય છે. અને આ અશુદ્ધ ભાવ પર્યાયનયનો વિષય છે, એ સમ્યગ્દર્શનનો વિષય નથી. એના આશ્રયથી સમ્યગ્દર્શન થતું નથી. એના આશ્રયથી તો રાગ ઉત્પન્ન થાય છે. એ સંસાર છે. સમજાય છે કાંઈ ? થોડું થોડું સમજવું. પ્રભુ! આ તો વીતરાગ ત્રણલોકના નાથ તીર્થંકરદેવનાં પેટ છે. સૂક્ષ્મ વિષય છે આ. આહા.. હા! પ્રભુ ! શું
કહીએ ?
આ પારિણામિકના બે ભેદઃ એક શુદ્ધ પારિણામિક (એટલે વસ્તુસ્વરૂપ ), અને એક પર્યાયસ્વરૂપ, વસ્તુ-સ્વરૂપ જે ત્રિકાળ છે, એને ‘શુદ્ધ પારિણામિક ભાવ ' (કહેવામાં આવ્યો છે ). અને પર્યાયમાં જે દશ પ્રાણ (-પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાયા, શ્વાસ અને આયુષ્ય ); ભવ્યત્વ અને અભવ્યત્વ-એ ત્રણ ભેદ છે, તે પર્યાયર્થિકનયનો વિષય (છે) એને ‘અશુદ્ધ પારિણામિક ( ભાવ ) કહેવામાં આવ્યો છે. આહા.. હા ! આવી ભાષા !!
પ્રશ્ન: ‘ અશુદ્ધ' કેમ કહો છો ? પાંચ ઇન્દ્રય, મન, વચન, કાયા, શ્વાસ, આયુષ્ય; ભવ્યપણું અને અભવ્યપણું–એને તમે ‘ અશુદ્ધ’ કેમ કહો છો ? ભવ્યપણું અને અભવ્યપણું એ તો ‘પર્યાય ’ નયનો વિષય છે, ( એમ કહેવું ). અને એક કોર ‘જૈનસિદ્ધાંતપ્રવેશિકા' માં એમ કહેવું કે: ભવ્યત્વ આત્માનો ‘ગુણ ’ છે. તો એ ‘ અશુદ્ધ' કેમ ? દશ પ્રાણ-ભવ્યત્વ-અભવ્યત્વને ‘ અશુદ્ધ પારિણામિક' કેમ કહ્યું? પર્યાયનયનો વિષય છે ને...! એને અશુદ્ધ પારિણામિક કેમ કહ્યો ?
(તો કહે છે કેઃ )
-
આહા.. હા ! સંસારીઓને શુદ્ધ નયથી નથી. શું કહે છે? કેઃ સંસારી પ્રાણીને શુદ્ધ નયથી દશ પ્રાણ અને ભવ્યતમ-અભવ્યત્વ નથી. આહા.. હા! સાંભળ તો ખરો પ્રભુ! સંસારી જીવને શુદ્ધ નયથી અંદરમાં એ છે જ નહીં. આ સંસારી જીવને શુદ્ધ નયનો વિષય કરવાથી એમાં દશ પ્રાણ, ભવ્યત્વ અને અભવ્યત્વ છે જ નહીં. ‘ભવ્યત્વ ’ (પણ ) નથી. ગજબ વાત છે!
‘ જૈનસિદ્ધાંતપ્રવેશિકા ' માં ‘ભવ્યત્વ' ને જીવનો ગુણ કહયો છે. તો એ પર્યાયનયનો વિષય. જો ‘ ગુણ ’ હોય તો એનો નાશ થતો નથી. સિદ્ધમાં ‘ભવ્યત્વ ’ રહેતું નથી !
અશુદ્ધ પારિણામિક ભાવ સંસારીને છે. એને ‘અશુદ્ધ' કેમ કહ્યું કેઃ શુદ્ધ નયનો વિષય, જે વસ્તુ છે એમાં, એ (જીવત્વ, ભવ્યત્વ, અભયત્વ) એને (સંસારીને પણ) નથી. શુદ્ધ નયની દૃષ્ટિએ જ્યારે સંસારીને આત્મા જાણવામાં આવે છે ત્યારે એ ‘આત્મા' માં એ ત્રણે અશુદ્ધ પારિણામિક ભાવ નથી. અરે! આવી વ્યાખ્યા!! સંસારીને શુદ્ધ નયથી ( એ ત્રણેયનો અભાવ છે). અનંત સંસારી પ્રાણી હો... અરે ! અભવ્ય જીવ હો, એમાં અભવ્યપણાની પર્યાય તો પર્યાયમાં છે. ભવ્યપણું એ પણ પર્યાયમાં છે. (વસ્તુમાં નથી ). આહા.. હા !
ભગવંત! એક વાર સાંભળ તો ખરો.. પ્રભુ! તારા ઘરની વાત. બહારની ક્રિયા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦ ૨૫૭ કષ્ટ કરવાથી લાભ થતો હોય, તો અનંત વાર એમ કર્યું છે. અનંત વાર વનવાસમાં રહ્યો, કાયાકલેશ (કર્યા). - (એ) બધાં બાળવ્રત ને બાળપ છે. એવો પાઠ છે. અંદર ભગવાન પૂર્ણાનંદના નાથના અવલંબન વિના અને સમ્યગ્દર્શન વિના, એ બધાં બાળવ્રત ને બાળપ છે. અરે. રે! વાણિયાને ધંધા આડે નવરાશ ન મળે એટલે નિર્ણય ક્યારે કરે? એકાદ કલાક દેરાસર કે ઉપાશ્રયે જાય, ત્યાં જઈ બેસે, એમ ભક્તિ કરીને, ઊઠીને જતો રહે; એમાં શું આવ્યું? સત્ય શું છે? –એના નિર્ણયની ફુરસદ નથી. બહારની પ્રવૃત્તિ આડે ફુરસદ નથી કે અંદર શું ચીજ છે?
અહીં કહે છે કે સંસારી જીવને, શુદ્ધ નયથી, એ દશ પ્રાણ (રૂપ) જીવત્વ અને ભવ્યત્વ-અભવ્યત્વ, આત્મામાં છે જ નહીં. આહીં.. હા ! “શુદ્ધ નય” નો વિષય જે ભગવાન આત્મા, એમાં એ દશ પ્રાણ, ભવ્ય અને અભવ્યપણું અંદર છે જ નહીં. અભવ્ય (૮) અને ભવ્ય (૮) એ તો “પર્યાય' નો વિષય છે. દશ પ્રાણ-મન, વચન, કાયા. (શ્વાસ, આયષ્ય); અને પાંચ ઇન્દ્રિયોનો વિકાસ-ભાવેન્દ્રિય-એ પણ “પર્યાયનય' નો વિષય છે; “અશુદ્ધ પારિણામિકભાવ” નો વિષય છે. એ “ચૈતન્ય' નો વિષય નથી.
આહા.. હા! આવી વાતો વાળો જૈનધર્મ!! હવે નવરાશ ન મળે. ગામડામાં અને શહેરમાં આખો દી બહારની પ્રવૃત્તિ. એમાં માંડ ( જાયા સાંભળવા (પણ) એવું (સત્ય) મળે નહીં અને જિંદગી (એમ ને એમ) ચાલી જશે, બાપા! આહાહા! આયુષ્ય પૂરું થાય એટલે જાય ચોર્યાશીમાં રખડવા. એ કીડા-કાગડા-કૂતરા, નરક ને નિગોદના ભવ.. બાપુ! અનંતા કર્યા. અને
જ્યાં સુધી આ મિથ્યાત્વ ભાવ છે તે મિથ્યાત્વના ગર્ભમાં અનંતા ભવ કરવાની તાકાત છે. બીજી ક્રિયા લાખ કરે, વ્રત ને ત૫; પણ એ “ધર્મ છે' એમ માનવાવાળા મિથ્યાત્વપણાના (ભાવના) ગર્ભમાં, અનંત ભવ કરવાની તાકાત છે. એ તો અહીં કહયું ને કેઃ “મિથ્યાત્વ તે જ સંસાર છે.” એ રાગ-ક્રિયા-દયા, દાન, વ્રતની ક્રિયા-મારી છે અને એનાથી મને લાભ થશે, તેમ જ હું પંચ મહાવ્રત પાળું છું, તો એનાથી મને લાભ થશે (એવી માન્યતા ) એ મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ તે જ સંસાર છે. આહા. હા... હા આવી વાત, પ્રભુ! સંતો કરુણા કરીને જગતને જગાડે છે. રાગ અને નિમિત્ત પ્રવૃત્તિ પર છે, (એમાં) ભગવાન! તું લૂંટાઈ જાય છે! સમજાણું કાંઈ ?
એ “અશુદ્ધ પારિણામિક' નામવાળા (દશ પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ) એનો “શુદ્ધ નય” થી અભાવ હોવાથી સંસારીઓને નથી. છેલ્લો શબ્દ લેવોઃ “સંસારીઓને શુદ્ધ નય” થી અને સિદ્ધોને તો “સર્વથા” જ દશ પ્રાણરૂપ જીવત્વનો અને ભવ્યત્વ-અભવ્યત્વશ્વયનો અભાવ હોવાથી” અર્થાત્ સિદ્ધો ને તો સર્વથા દશ પ્રાણરૂપ જીવત્વનો, ભવ્યત્વનો અનેઅભવ્યત્વનો અભાવ હોવાથી, (તથા) શુદ્ધનયની દષ્ટિથી દશ પ્રાણ, ભવ્યત્વ, અભવ્યત્વનો સંસારી પ્રાણીઓમાં પણ અભાવ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮: પ્રવચન નવનીત ભાગ-૧
આહા.. હા! સમજાય છે કાંઈ? ઝીણી વાત છે, ભગવાન! પણ તારા ઘરની વાત છે. નાથ! આહા.. હા! પ્રભુ! તું કોણ છો ? કોને આત્મા કહેવો? (તો) કહે છેઃ એ આત્મા પરમ પારિણામિક સ્વભાવભાવ છે; તેને આત્મા કહીએ છીએ. આવ્યું હતું ને...! ‘નિયમસાર ' ૩૮ ગાથામાં (કે:) ખરેખર આત્મા તો એને કહીએ. પર્યાયમાં ચાર જ્ઞાન આદિ છે, તોપણ (તે ) આત્મા નથી. તે ( આત્મા ) તો પર્યાય વિનાનો છે. અરે! કેવળજ્ઞાનની પર્યાય પણ વ્યવહારઆત્મા છે. ત્રિકાળી વસ્તુ, જે ભગવાન પૂર્ણાનંદનો નાથ-એ નિશ્ચયઆત્મા- ખરો આત્મા તે છે.
આહા.. હા! આવી વાતો છે!! કેટલાકે તો જિંદગીમાં સાંભળી પણ ન હોય. અને કોણ જાણે.. આ તો નિશ્ચયની વાતો! અમારે તો વ્યવહાર જોઈએ બધો ! (પણ ) ‘ આ' વ્યવહા૨ છે ને! ( પણ ) વ્યવહાર કરીને તેની ર્હાબુદ્ધિ તે મિથ્યાત્વ છે. એ દયા, દાન અને વ્રતનાં પરિણામનાં ‘કર્તા થવું' એ પણ મિથ્યાદષ્ટિ છે. અને એ મિથ્યાત્વ તે જ સંસાર છે. બહારથી નગ્ન અને ત્યાગી થયો પણ અંદરમાં રાગની-પુણ્યની ક્રિયા, વ્યવહારની ક્રિયા, તપની–ઉપવાસની ક્રિયા ‘એ ધર્મ છે’ એવું માનવાવાળો, મિથ્યાદષ્ટિ છે.
શુદ્ધ નયથી દશ પ્રાણ અને ભવ્યત્વ-અભવ્યત્વનો અંતરમાં-અંદર આત્મામાં અભાવ છે. અર્થાત્ સંસારીઓને અંતરાત્મામાં શુદ્ધ નયથી ( એ ત્રણેનો) અભાવ છે. પર્યાયમાં ભલે હો. આહા.. હા! સમજાણું કાંઈ ? શુદ્ધ નયથી સંસારીઓને- ‘શુદ્ધ નય’ થી એક વાત, અને સિદ્ધોને તો ‘સર્વથા’ જ વર્તમાનમાં દશ પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વનો અભાવ અર્થાત્ સિદ્ધોને તો પર્યાયમાં પણ (એ) ત્રણેયનો અભાવ છે. અને સંસારી પ્રાણીને દ્રવ્યમાં-ત્રિકાળીમાં એ (ત્રણેનો ) અભાવ છે. સમજાણું કાંઈ ?
આહા.. હા! આવો ઉપદેશ !! દિગંબર સંતોએ તો જગતને જગાડયું છે. . જાગ રે નાથ ! જાગ. ત્રણ લોકનો નાથ પરમાત્મા પ્રભુ તું છો! રાગની ક્રિયા અને નિમિત્તની ક્રિયામાં તું સૂઈ ગયો છે (ત્યાં) તારા પ્રાણનો નાશ થાય છે. પર્યાયમાં નાશ થાય છે.. હોં! દ્રવ્યનો તો નાશ ક્યારે ય થતો નથી. આ પર્યાયમાં ઘા વાગે છે. પ્રભુ! જેમ છરા વાગે એમ રાગની-દયા-દાનવ્રત-ભક્તિની ક્રિયા મારી છે (એવી માન્યતાથી) પ્રભુ! તારી પર્યાયમાં છરા વાગે છે, થા વાગે છે.
સંસારી પ્રાણીઓને શુદ્ધ નયથી દશ પ્રાણ નથી અને ભવ્યત્વ-અભવ્યત્વ આદિ પણ નથી. સમજાણું કાંઈ ? ભાઈ! સમજવાની ચીજ ‘આ’ છે! ભાઈ-બાપા! બાકી તો હેરાન થઈ ગયો. પાંચ-છ કરોડ (રૂપિયા હોય તો) એમાં (આત્મામાં) શું આવ્યું? અરે! એ એમ માનશે કે ‘અમે શેઠ છીએ ’, ( પણ ) ‘ શેઠ કહેવાય' એમાં હૈઠ ઊતરી જશે.
પ્રભુ તો કહે છે કેઃ આત્મા તો અંદર દશ પ્રાણ રહિત (છે). શુદ્ધ નયની દૃષ્ટિથી અર્થાત્ સમ્યગ્દર્શનની દષ્ટિના વિષયથી, એ દશ પ્રાણ-પાંચ ઇન્દ્રિયો-ભાવેન્દ્રિયો, મન,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર): ૨૫૯ વચન, કાયા, (શ્વાસ, આયુષ્ય) – જેમાં નથી, એવો અકાયિકશરીર ભગવાન આત્મા (છે)! સંસારી પ્રાણીઓને પણ અંતરમાં, અંતરની દષ્ટિના વિષયમાં એ (દશ પ્રાણ ) નથી. અને સિદ્ધોને તો (એ) વર્તમાન પર્યાયમાં પણ નથી.
-શું કહ્યું? એ સમજાણું? (ક) સંસારી પ્રાણીને અંદરમાં, અંતર દ્રવ્યસ્વરૂપ જે ભગવાન પૂર્ણાનંદનો નાથ (વિદ્યમાન છે), જે સમ્યગ્દર્શનનો વિષય છે, એમાં એ દશ પ્રાણ-પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાયા, શ્વાસ અને આયુષ્ય-છે જ નહીં. અને ભવ્યત્વ-અભવ્યત્વ પણ અંદરમાં નથી. આહા.. હા ! ગજબ વાત છે !!
એક જણાએ એ પ્રશ્ન કર્યો હતો (કે) “નસિદ્ધાંતપ્રવેશિકા” માં તો “ભવ્યત્વ” ને ગુણ કહ્યો છે, તો (શું) ગુણનો નાશ થાય છે? બાપુ! એ “ગુણ” નો અર્થ “પર્યાયની યોગ્યતા” છે. એ ભવ્યજીવની યોગ્યતા છે, અભવ્યની યોગ્યતા નથી. પણ દ્રવ્યસ્વભાવ તો બન્નેના સરખા છે. “સિદ્ધસમાન સદા પદ મેરો –આવે છે...! “ચેતનરૂપ અનૂપ અમૂરતિ, સિદ્ધસમાન સદા પદ મેરો! મોટું મહાતમ આતમ અંગ, કિયૌ પરસંગ મહા તમ ઘેરૌ. ગ્યાનકલા ઉપજી અબ મોહિ, કહો ગુન નાટક આગમ કેરી.” આહા.. હા ! તાત્ત્વિક સાધન કરીને શરીરરહિત થઈ જાય છે.
એ અહીં કહે છેઃ અશુદ્ધ પારિણામિક સંજ્ઞાવાળા ભાવને “અશુદ્ધ ' કેમ કહ્યો? કે: સંસારી જીવને દ્રવ્યદૃષ્ટિમાં-દ્રવ્યમાં એ (અશુદ્ધ પારિણામિક' સંજ્ઞાવાળા ભાવ) છે જ નહીં, માટે (એને) “અશુદ્ધ' કહ્યો. અને સિદ્ધોને તો વર્તમાન પર્યાયમાં પણ નથી, માટે એને
અશદ્ધ” કહ્યો. “અશદ્ધ પારિણામિક ” કેમ કહ્યો ? – દશ પ્રાણ, ભવ્યત્વ-અભવ્યત્વય પણ “અશુદ્ધ' પારિણામિક (ભાવ) છે. સંસારી જીવની દૃષ્ટિ (જો) અંદર (સ્વભાવને) જુએ, તો વસ્તુમાં એ ભવ્ય-અભવ્ય અને દશ પ્રાણ છે જ નહીં. એ તો પર્યાયમાં છે; અંદર (વસ્તુ) માં છે જ નહીં. અને સિદ્ધ માં તો પર્યાયમાં (પણ) નથી. દ્રવ્યમાં તો બધાયને નથી. આહા. હા! અભવી જીવ હો કે ભવી.. પણ એના દ્રવ્યમાં તો એ દશ પ્રાણ, ભવ્યત્વ અને અભવ્યત્વપણું છે જ નહીં. ભવ્યપણું પણ સિદ્ધમાં તો નથી, એમ કહે છે. (સિદ્ધની) પર્યાયમાં પણ ભવ્યપણું નથી. કેમકે: મોક્ષે જવાની લાયકાત, તો પ્રગટ થઈ ગઈ. હવે “ભવ્યત્વ' ક્યાં રહ્યું? સમજાણું કાંઈ ?
આહા. હા! દિગંબર સંતો ભાવલિંગી અંતરમાં અનુભવીઓ, જેને અતીન્દ્રિય આનંદ ઊછળે છે, એનું આ લખાણ છે! જગતને બેસવું બહું કઠણ.
જીવત્વનો અને ભવ્યત્વ-અભવ્યત્વદ્રયનો અભાવ હોવાથી”-કોને? (ક) સંસારી પ્રાણીઓને “શુદ્ધ નય” થી “દ્રવ્ય” માં નથી; અને સિદ્ધોને “દ્રવ્ય ” માં તો નહીં પણ “પર્યાય” માં પણ નથી. “સર્વથા” શબ્દ લીધો છે ને.? સંસારીઓને દ્રવ્યમાં નથી અને સિદ્ધોને પર્યાય અને દ્રવ્ય બંનેમાં નથી. આહા. હા!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬O: પ્રવચન નવનીત ભાગ-૧
સમ્યગ્દર્શન' નો વિષય બતાવવા માટે “આ વાત ચાલે છે. પ્રથમ-સમ્યગ્દર્શન શું ચીજ છે? એ અનંત કાળમાં ક્યારે ય સાંભળી નથી. પ્રગટ કરી નથી. અને સમ્યગ્દર્શન હોય તો કેવી દશા થાય છે? એની પ્રરૂપણા-ઉપદેશ કેવો હોય છે? (ખબર નથી). સમ્યગ્દષ્ટિના ઉપદેશમાં એવો ઉપદેશ ક્યારે ય ન આવે કે – વ્રત ને તપસ્યા કરતાં, શુભ ભાવ કરતાં કરતાં કલ્યાણ થઈ જાય! એવો ઉપદેશ આવે નહીં. અને (જો) એવો ઉપદેશ આવે તો તે સમ્યગ્દષ્ટિ નથી. તે તો મિથ્યાદષ્ટિ છે. કેમકે અશુદ્ધ પ્રાણ જે રાગાદિ છે, એનાથી અંતરમાં શુદ્ધ સ્વભાવનો લાભ થશે; જે ભાવ અંતરમાં નથી, એ ભાવથી અંતરનો લાભ થશે;- (તે) ભ્રમ છે. સમજાણું કાંઈ?
“અલિંગગ્રહણ” ના “પ્રવચનસાર” ગાથા-૧૭ર માં ૨૦ બોલ છે ને..? “અલિંગગ્રહણ” -છ અક્ષર, પણ ૨૦ બોલ છે! એમાં પહેલો બોલ એવો લીધો છે કે ઇન્દ્રિયનો વિષય આત્માનો નથી. ઇન્દ્રિયથી જાણવામાં આવે એ આત્મા નથી. ઇન્દ્રિયનું પ્રત્યક્ષપણું એ આત્મા નથી. અને બીજા દ્વારા, અનુમાન દ્વારા જણાય એવો ય એ નથી. અને એ આત્મા પોતે અનુમાન કરે ને જણાય, એમ પણ નથી. ત્યારે છઠ્ઠી બોલમાં એમ લીધું કે પોતાના સ્વભાવથી જાણવામાં આવવાવાળો પ્રત્યક્ષ જ્ઞાતા છે.
બધાં વ્યાખ્યાન થઈ ગયાં છે. વ્યાખ્યાન બહાર પડશે. એમાં આ બધું આવશે: ૪૭ નય, ૪૭ શક્તિ, ૬ અવ્યક્ત-૪૯મી ગાથા, અલિંગગ્રહણના ૨૦ બોલ, શ્રીમદ્ના (૧૦ બોલ-) એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં નથી, એ વગેરે છે. એ બધાં વ્યાખ્યાન ચાર માસના છે; એ આવશે.
અહીં કહે છે: “ભવ્યત્વ” પણ દ્રવ્યસ્વભાવમાં નથી. ગજબ વાત છે !! એક કોર “ભવ્યત્વ” ને “જૈનસિદ્ધાંતપ્રવેશિકા” માં ગુણ કહે. એનો તો પ્રશ્ન ઊઠયો (ક) ગુણ છે, તો સિદ્ધમાં (તે) નથી, તો “ભવ્યત્વ” ગુણ કેવી રીતે રહ્યો? પણ બાપુ! એ “ગુણ' નથી. ભાઈ ! એ “પર્યાયની યોગ્યતા છે. ભવ્યમાં પર્યાયની યોગ્યતા છે. અભવ્યમાં (તેવી) પર્યાયની યોગ્યતા નથી. દ્રવ્ય તો એમ જ છે. (અર્થાત ) દ્રવ્યમાં તો ભવ્ય અને અભવ્ય પર્યાયની યોગ્યતા અંદરમાં નથી, એવી ચીજ છે ! “જૈનસિદ્ધાંત પ્રવેશિકા' માં ભવ્યત્વ” ને “ગુણ' કહ્યો છે, એ ગુણનો અર્થ ત્યાં “પર્યાય' લેવો. ભવ્યત્વ એક પર્યાય છે. એ પર્યાયનો તો સિદ્ધમાં નાશ થઈ જાય છે. સિદ્ધમાં ભવ્યત્વ નથી. ભવ્યપણું સિદ્ધમાં નથી. જેને મોક્ષ થવા લાયક “ભવ્યપણું' છે, એ તો મોક્ષે ગયા; તો એ ભવ્યત્વપણું ક્યાં રહ્યું? મોક્ષ થવા લાયક છે તો મુક્ત થઈ ગયા, (તો પછી) “મોક્ષ થવા લાયક છે' એવું ભવ્યપણું (ક્યાં ) રહ્યું ?
જિજ્ઞાસા: એ ક્યા ગુણની પર્યાય છે? સમાધાન: અદ્ધરથી પર્યાય છે. આહા. હા ! એક ઠેકાણે તો ચાલ્યું છે. કર્મમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #273
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર : ર૬૧ જ્યારે વિકાર થાય છે-કર્મની પર્યાય; કયા ગુણની પર્યાય વિકાર (રૂપ) થઈ છે? એમ કહે છે કેઃ પર્યાયનો સ્વભાવ છે. એ ગુણ નથી. એવો પાઠ “ચિવિલાસ' માં છે. (શ્રોતા ) કેવો પાઠ છે? (ઉત્તર) એ એમ કે: કર્મની પર્યાય ક્યા ગુણની પર્યાય છે; ગુણ છે કે નહીં કોઈ ? કર્મની પર્યાય છે, (તો) પરમાણુ છે એમાં (એવો) ગુણ છે? કે ગુણ નથી. કર્મની પર્યાય અદ્ધરથી થાય છે. બે બોલ છે. આત્માની પર્યાયમાં (જે) વિકાર થાય છે, તો વિકારનો કોઈ ગુણ છે અંદર? કે: ના. પર્યાયમાં વિકાર તો, ગુણ વિના, અદ્ધરથી થાય છે. આહા. હા! વિકાર (રૂપ) પર્યાય ક્યા ગુણની ? કે ગુણ તો બધા નિર્મળ છે. એની પર્યાયમાં (વિકાર) ક્યાંથી આવે?
જિજ્ઞાસાઃ અત્યાર સુધી તો (આપશ્રીથી) બે પર્યાય નવી નીકળી- “ક્રમબદ્ધપર્યાય' અને “કારણશુદ્ધપર્યાય' , પણ (હવે ) આ “અદ્ધરપર્યાય” નવી નીકળી?
સમાધાનઃ કારણ શુદ્ધ પર્યાય” એ તો ત્રિકાળી છે. છે નવી, બાપુ! કારણ શુદ્ધ પર્યાય ( વિષે) બે હજારની સાલમાં ઘણી સ્પષ્ટતા કરી હતી. ઝીણી વાત છે, પ્રભુ? જેમ શુદ્ધ ચૈતન્ય ધ્રુવ નિત્ય છે; એની પર્યાયમાં પણ “કારણ પર્યાય” ધ્રુવ-ઉત્પાદ-વ્યય વિનાની કારણ પર્યાયત્રિકાળ છે. આહા. હા! સાંભળ્યું ય નથી ક્યારેય-કારણ પર્યાય અને ક્રમબદ્ધપર્યાય. એ નવી વાત છે. ૩પ વર્ષ પહેલાં કારણ પર્યાયને સ્પષ્ટ કરી છે. એ બધી વાત “નિયમસાર” ની ૧૫ મી ગાથામાં છે. જુઓ! કે- આ આત્મા જે છે, એ વિકારરહિત છે, કમરહિત છે; પણ એ ધ્રુવ છે. અને ધ્રુવની પર્યાયમાં પણ એક કારણ પર્યાય ધ્રુવ છે. ઉત્પાદ-વ્યય વિનાની એ કારણ પર્યાય ધ્રુવ છે, “નિયમસાર” શાસ્ત્રમાં છે. એવું બીજું નથી. આ તો વીતરાગની વાણી છે, ભાઈ ! કારણ શુદ્ધ પર્યાય” એ ત્રિકાળી (આત્મા) નહીં. ત્રિકાળી ખરી, પણ પર્યાયમાં ત્રિકાળી. આહા.. હા ! સમજાણું કાંઈ ?
જિજ્ઞાસા: પર્યાય, એ ત્રિકાળી કેમ ?
સમાધાન: ત્રિકાળી પર્યાય ધ્રુવ. જેમ સમુદ્ર છે-નકશો બનાવાયો હતો. ત્યાં (સ્વાધ્યાયમંદિર, સોનગઢમાં) છે હજી. બહાર પાડવો હતો બે પંડિતોને પૂછયું હતું. પણ (તેમને) કાંઈ ખબર નહીં, (પંડિતોએ) કહ્યું કે કારણ પર્યાય તો આત્માની વાત છે. આત્માનો ત્રિકાળી સ્વભાવ છે.” બાપુ! અહીં એ વાત નથી. “આ તો પર્યાય છે.' તો તેમણે એમ કહ્યું કે: “પારિણામિકભાવની પર્યાય છે, શુદ્ધ પારિણામિક ભાવની પર્યાય છે.” એ (કારણ પર્યાયની) વાત ક્યાંથી લીધી, એનો પત્તો (પંડિતોને) લાગ્યો નહીં. જ્યારે (નિયમસાર” ઉપરનાં પ્રવચનો) ગાથા ૧ થી ૧૯ છપાણાં ત્યારે તેમાં એ નકશો છપાવાનો હતો; (પરંતુ) છોડી દીધું બધું. બહારમાં (જ્યાં) આ પંડિતો નહીં સમજે તો બીજાં સાધારણ માણસ સમજશે નહીં. આત્મા જે છે, એ ત્રિકાળી ધ્રુવ છે; તો એની પર્યાય પણ ત્રિકાળી ધ્રુવ છે. કેમકે, ધર્માસ્તિઅધર્માસ્તિ-આકાશ-કાળ જે છે એનાં દ્રવ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૨: પ્રવચન નવનીત ભાગ-૧ પણ પરિણામિક, ગુણ પણ પારિણામિક અને પર્યાય પણ પારિણામિક ભાવે ત્રિકાળ, એક સરખી છે. (તો) આત્મામાં એકસરખી એવી પર્યાય ક્યાં આવી? રાગાદિ થયા. એમાં વધઘટ થાય છે; અને રાગ અનાદિ સાંત રહે છે. પછી રાગ સાદિ અનંત નથી રહેતો; તો પર્યાય એકરૂપ ન રહી. (ધર્માસ્તિ આદિ) ચાર દ્રવ્યમાં તો એકરૂપ પારિણામિકભાવની (પર્યાય) ત્રિકાળી છે; તો આ (જીવ) દ્રવ્યમાં (પણ) ત્રિકાળી એકરૂપ (પર્યાય) હોવી જોઈએ કે નહીં? સમજાય છે કાંઈ ? એ બધી દલીલ આપી છે. “નિયમસાર” ૧ થી ૧૯ ગાથાના પ્રવચનનું એક પુસ્તક છે, એમાં બધું લીધું છે.
એક તો “ક્રમબદ્ધ ' ની (વાત સમજવી) મુશ્કેલ પડી. એક પછી એક, એ જ થવા વાળી થશે, એ ક્રમબદ્ધ. એ વાત ન બેસે... પરસેવા ઊતરે ! આ વળી “કારણપર્યાય' પછી બહાર આવી. “નિયમસાર” માં છે: “કારણપર્યાય ધ્રુવ છે.” જેમ ધર્માસ્તિ-અધર્માસ્તિની પર્યાય એકસરખી અનાદિઅનંત (છે). પણ આત્મામાં તો આ રાગાદિ છે અને રાગ ઘટી જાય છે, મોક્ષમાર્ગ થાય છે અને મોક્ષ થાય છે, તો પર્યાય એકસરખી ન રહી. (તેથી આત્મામાં પણ) એવી એકસરખી (પર્યાય) હોવી જોઈએ. તો ધ્રુવની સાથે એકસરખી પર્યાય-ઉત્પાદ-વ્યય વિનાની- (છે), એ “કારણ પર્યાય” ધ્રુવ-અનાદિ અનંત કહેવામાં આવે છે. સૂક્ષ્મ વિષય છે, ભાઈ ! જરી.
અહીં તો કહે છે કેઃ “ભવ્ય અને અભવ્યપણું” – એ તો, અંદરમાં જે જીવપણું – વસ્તુપણું-દ્રવ્યપણું છે એમાં તો શુદ્ધ નયના વિષયથી, છે જ નહીં. અને સિદ્ધોને તો વર્તમાન (પર્યાય) માં પણ નથી. માટે એને અશુદ્ધ પારિણામિક' કહેવામાં આવે છે.
વિશેષ કહેશે... [ પ્રવચન: ૨-૮-૭૯ ]
“સમયસાર' ૩૨૦-ગાથા. એની જયસેન આચાર્યની ટીકા છે. અહીં (સુધી) આવ્યું છે. આ આત્માના સ્વરૂપમાં શુદ્ધ જીવત્વશક્તિ છે, એ દ્રવ્યાર્થિકનયનો વિષય છે, એ સત્ય (ભૂતાર્થ) છે. એ શુદ્ધ પારિણામિક ભાવ છે, નિરાવરણ છે. (એને) “શુદ્ધ પારિણામિક' સંજ્ઞાવાળું જાણવું. એ તો બંધ-મોક્ષપર્યાયથી રહિત છે.
પરંતુ (જે) દશ પ્રાણરૂપ જીવત-પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાયા, શ્વાસ અને આયુષ્ય છે, એ છે નહીં, એમ નથી; એ વ્યવહારથી છે. (એને) “અશુદ્ધ પારિણામિક' કહ્યું. દશ પાણરૂપ જીવત, ભવ્યત્વ અને અભવ્યત્વ (એ) પર્યાયાર્થિક નયાશ્રિત હોવાથી અર્થાત્ ત્રણેય પર્યાયાશ્રિત છે. એનો અર્થ વ્યવહારાશ્રિત છે. પણ એ વ્યવહારનો વિષય નથી. જૂઠો છે-એમ નથી. સમજાણું કાંઈ ? પર્યાય છે. અશુદ્ધ ભાવ-અશુદ્ધ પારિણામિક ભાવ છે. ભવ્યત્વની લાયકાત છે. અભવ્યત્વની લાયકાત છે. છે એ અશુદ્ધ પારિણામિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૬૩
ભાવ, છતાં એ વ્યવહારનયનો વિષય છે. પર્યાયનયનો વિષય છે. ‘સર્વ વ્યવહારનો વિષય નથી' એમ નથી. એ તો ‘ઘીનો ઘડો' કહેવો, એ અસદ્દભૂતવ્યવહાર. પણ એ ઘડો પર્યાય છે, એ માટીની પર્યાય છે, એ વ્યવહાર છે; એ પર્યાયનયો વિષય છે. સમજાણું કાંઈ ? આહા.. હા આવી વાત (બીજે) ક્યાં, પ્રભુ?
કહે છે કેઃ જે દશ પ્રાણ છે, એ અશુદ્ધ પારિણામિક ભાવ અર્થાત્ વ્યવહારનયનો વિષય છે. અશુદ્ધ પારિણામિક કહો કે વ્યવહાર કહો. અહીંયાં અશુદ્ઘનિશ્ચય કહો કે વ્યવહાર કહો. વ્યવહારનયનો વિષય છે. જેમ ‘ઘીનો ઘડો' એ વ્યવહાર જૂઠો છે; પણ આ વ્યવહાર જૂઠો નથી. ‘આ' વ્યવહાર છે! તે દશ પ્રાણરૂપ જીવત્વ-ભવ્યત્વ-અભવ્યત્વ (એ) પર્યાય નયાશ્રિત છે. પર્યાયનય કહો કે વ્યવહારનય કહો. ‘દ્રવ્ય ' છે એ નિશ્ચયનયનો વિષય છે. ‘ પર્યાય ’ વ્યવહારનયનો વિષય છે. કોઈ પણ પર્યાય-પહેલાં (જે) ચાર પર્યાયો ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક પર્યાય લીધી, (એ ) ચારેય પર્યાયો (પણ ) – એ બધો વ્યવહારનયનો વિષય છે પણ વ્યવહારનયનો વિષય અંદર (દ્રવ્ય) માં છે જ નહીં (–એમ નથી ) જેમ ‘ઘીનો ઘડો’ એ તો છે જ નહીં; એમ આ દશ પ્રાણ ને ભવ્ય અને અભવ્યની લાયકાત પર્યાયમાં છે જ નહીં, એમ નથી. સમજાણું કાંઈ ?
તો ‘ અશુદ્ધ' કેમ કહ્યું ? (કેઃ ) સંસારીઓને શુદ્ધ નયથી, અર્થાત્ ત્રિકાળીની દૃષ્ટિથી, (એ ) દશ પ્રાણ આદિ નથી. એ વ્યવહાર નયથી છે, પર્યાય નયથી છે. પણ ‘ત્રિકાળી ' શુદ્ધ નયનો વિષય હોવાથી ‘ અશુદ્ધ પારિણામિક ભાવ' સંજ્ઞાવાળા એ (ભાવ) સંસારીને ‘શુદ્ધ નય ’ થી, અને સિદ્ધોને તો ‘સર્વથા ’ ( નથી ). - શું કહે છે? સંસારીઓને ‘શુદ્ધ નય' થી ભવ્યત્વ અને અભવ્યત્વ (નથી ); પર્યાયમાં છે, અર્થાત્ ભવ્યત્વ અને અભવ્યત્વ એ માત્ર પર્યાયમાં છે. (પરંતુ ) શુદ્ધ નયનો વિષય જોતાં, સંસારી જીવમાં પણ દશ પ્રાણ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ જે ‘ અશુદ્ધ પારિણામિક ભાવ' જે વ્યવહારનયનો વિષય (છે). તે ત્રિકાળીમાં નથી. આહા.. હા ! સંસારીઓને ( એ ત્રણેય) શુદ્ધ નયથી નથી. આહા.. હા! સંસારી જીવ ભવ્ય-અભય છે અને ( એને ) દશ પ્રાણ છે... ‘ છે’ એ અપેક્ષાએ પર્યાયનયનો વિષય છે. (એ ) વિષય જૂઠો છે, એમ નથી! જેમ ‘ઘીનો ઘડો' જૂઠો છે તેમ આ ‘પર્યાયનયનો વિષય ' જૂઠો છે–એમ નથી! નયના અનેક પ્રકાર છે, ભાઈ! અસભૂતવ્યવહારનયના વિષયની વાત હતી. આ તો અંતરની પર્યાયનય છે–એની વાત અહીંયાં છે. સમજાય છે કાંઈ ?
કોઈનો પ્રશ્ન છે. એક પત્ર આવ્યો છે ખાનગી. તો એનો ખુલાસો સમજી લો! (પ્રશ્ન:) એમ કે: વ્યવહારનયને તો સર્વથા જૂઠો કહ્યો ને? ( ઉત્તરઃ ) કઈ અપેક્ષાએ ( જૂઠો ) કહ્યો.. ભાઈ ! ઘાતીકર્મ પોતાની (આત્માની ) પર્યાયને ઘાતે છે, એ અસભ્તવ્યવહા૨ ( –કથન ) છે. પણ પોતાની પર્યાયનો ઘાત પોતાનાથી થાય છે, એ પર્યાયનયનો વિષય છે. એ વ્યવહારનયનો વિષય છે. કારણ કેઃ (ઉદય-ઉપશમાદિ જે) ચાર પર્યાય લીધી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૪: પ્રવચન નવનીત ભાગ-૧ તે વ્યવહારનયનો વિષય (છે). ક્ષાયિકભાવ (પણ) વ્યવહારનયનો વિષય (છે). તો “વ્યવહારનયનો વિષય નથી' એમ નથી. “ઘીનો ઘડો” જેમ જૂઠો છે, તેમ “ક્ષયિકભાવ” – વ્યવહારનયનો વિષય “જૂઠો” છે, એમ નથી.
એક (મુમુક્ષુ) નો પત્ર આવ્યો છે. નામ-ઠામ નથી લખ્યું. “એક શોધક' એમ કરીને ખાનગી પત્ર આવ્યો છે. છે એ અંદર (સભામાં) બેઠા છે. કે વ્યવહાર જૂઠો.... જૂઠો કરીને શું આ બધું એકાંત થઈ ગયું બહુ..! –ભાઈ ! વ્યવહાર તો એ (“ઘીનો ઘડો' ) આ જૂઠો (છે); પણ “પર્યાય” એ જૂઠો વ્યવહાર નથી. સમજાણું કાંઈ ? “વ્યવહાર જૂઠો છે' તો એ ક્યો વ્યવહાર જૂઠો છે? કે: “પોતાની (આત્માની) પર્યાયને ઘાતકર્મ ઘાતે છે,” એ વ્યવહાર જૂઠો છે. પણ પોતાની પર્યાયમાં ઘાત થાય છે' એ જૂઠો નથી-એ છે!
જિજ્ઞાસા: કેટલાક વ્યવહાર સાચા છે અને કેટલાક વ્યવહાર જૂઠા છે?
સમાધાનઃ બધો વ્યવહાર છે. સભૂતવ્યવહાર છે અનેઅસતવ્યવહાર છે. અધ્યાત્મનય” માં આત્મામાં જે રાગ આવે છે, તે જાણવામાં આવે-એને અસભૂત ઉપચારવ્યવહારનય કહે છે. અને એ રાગ વખતે જે સૂક્ષ્મ (–અબુદ્ધિપૂર્વકનો) રાગ ખ્યાલમાં નથી આવતો, (કેમકે) ઉપયોગ સ્થૂળ છે, સમકિતીનો પણ ઉપયોગ સ્થૂળ છે (તેથી તેવો) રાગ ખ્યાલમાં નથી આવતો, એ રાગ અસભૂત અનુપચાર છે. પણ (એ વ્યવહારો છે! આ અસભૂત વ્યવહારનયના બે-બે ભેદ છે. આ તો હજી અધ્યાત્મના (નયની વાત છે ).. હોં ! આગમના નય તો વળી ઘણા (ભેદ-પ્રભેટવાળા) છે. આગમના નય તો પરને પણ વ્યવહાર કહે છે. આ (પોતાની પર્યાય) તો અધ્યાત્મના નય (છે).
એ અહીંયા કહે છે: એ “અશુદ્ધ પારિણામિક' કેમ? કે: સંસારીઓને દશ પ્રાણ છે, ભવ્યત્વની પર્યાય છે, અભવ્યત્વની પર્યાય છે; એ “વ્યવહારનય થી છે. અશુદ્ધ પારિણામિક કહો કે વ્યવહારનય કહો... પણ છે” પર્યાયનયથી! (તે) પર્યાયયાશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિક ભાવ સંજ્ઞાવાળા છે. “અશુદ્ધ પારિણામિકભાવ” છે! એનો વિષય છે! જેમ “ઘીના ઘડા' નો વિષય નથી, જૂઠો છે; તેમ આ જૂઠો છે' એમ નથી. સમજાણું કાંઈ ?
આહા... હા! “સિદ્ધોને તો સર્વથા જ” (અશુદ્ધ પારિણામિક ભાવ નથી). અર્થાત્ સિદ્ધોને તો (એ) દ્રવ્યમાં પણ નથી અને પર્યાયમાં પણ નથી. (પરંત) સંસારી પ્રાણીઓને ભવ્યત્વની યોગ્યતા અને અભવ્યત્વની યોગ્યતા છે. એ પર્યાયનયનો વિષય છે; સિદ્ધોને “એ” નથી. અને સંસારીઓને “શુદ્ધનયે નથી. અર.. ૨! આટલું બધું (સમજવું ) હવે ! જીવત, ભવ્ય અને અભવ્યત્વ-એ ત્રણે પર્યાયનયનો વિષય છે. પણ છે! એ જેમ “ઘીનો ઘડો” જૂઠો છે તેમ “આ” જૂઠો નથી. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૬૫
કાગળ આવ્યો છે ખાનગીમાં. (એક વિદ્વાનનું) સાંભળીને કોઈને એકાંત લાગ્યું છે એટલે એક મોટો પ્રશ્ન આવ્યો છે. એમ કે: આ (વિદ્વાન ) બધો વ્યવહા૨ જૂઠો જૂઠો.. જૂઠો જ કર્યા કરે છે.' પણ ‘બધો વ્યવહાર જૂઠો હોય તો ક્ષાયિકભાવ પણ જૂઠો થાય! ' – (તે) વ્યવહારનયનો વિષય છે!
આહા.. હા! ઝીણી વાત છે. આ નિર્ણય કરવાની નવરાશ વાણિયાને ન મળે ! આ લોકો સાંભળવા આવ્યાં છે. દેશ મૂકીને, સ્વદેશ મૂકીને, ઘરની સગવડતા મૂકીને અત્યારે હજારો માણસો બહારથી આવ્યા છે. એના ઘરમાં (જેવી) સગવડતા છે એવી સગવડતાં અહીં તો નથી; તોપણ બહારથી આવ્યાં છે. ( શ્રોતાઃ ) એ (આપનું મંગળકારી પ્રવચન ) સૌથી મોટી સગવડતા છે. (ઉત્તર:) આ સગવડતા છે! વાત તો એવી છે, ભગવાન ! સાચી વાત છે.
આહા... હા ! જુઓ તો ખરા! દશ ભાવપ્રાણ-પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાયા, શ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણ-અને ભવ્યત્વ-અભવ્યત્વ (એ) ત્રણે ‘પર્યાયનય ' નો વિષય છે.
“ તે ત્રણમાં, ભવ્યત્વલક્ષણ પારિણામિકને તો યથાસંભવ સમ્યક્ત્વાદિ જીવગુણોનું ( એટલે પર્યાયોનું ) ઘાતક ‘દેશઘાતી’ અને સર્વઘાતી' એવાં નામવાળું મોહાદિક કર્મ સામાન્ય પર્યાયાર્થિનયે ઢાંકે છે.” એ તદ્દન અસદ્દભૂત વ્યવહારનયની પર્યાય છે. એ દેશવાતિ અને સર્વઘાતિ આત્માને ઢાંકે છે એ અસદ્દભુત પર્યાયનયનો વિષય છે. જેમ ‘ઘીનો ઘડો’ છે, તેમ આ વિષય છે. પણ (જે) અંદરમાં ઘાત થાય છે-એ પર્યાયનયનો વિષય છે. એ પોતાનાથી ભાવવાત થાય છે.
‘ પ્રવચનસાહ’ ૧૬ મી ગાથામાં છેઃ ‘દ્રવ્યવાતી ઘાત કરે' એ તો અસદ્દભૂતવ્યવહાર કથન છે. એક દ્રવ્ય અન્ય દ્રવ્યનો ઘાત કરે, એ વાત નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે અસદ્દભૃતવ્યવહારનયથી કહી છે. પણ એનો અર્થ એવો નથી કે ‘પર્યાયમાં ઘાત હોતો જ નથી ’ એ ઘાત થાય છે! ‘ભાવઘાતી ’ પોતાનાથી છે! ભાવઘાતી પોતાનાથી ઘાત (થાય ) છે; એ પણ પર્યાયનયનો વિષય અને વ્યવહારનયનો વિષય છે; પણ એ સદ્ભૂતવ્યવહારનયનો વિષય છે. સદ્દભૂત-પર્યાયમાં છે. માટીમાં ઘડાની પર્યાય છે.. બસ ! એ પર્યાય છે ને... ‘ ઘડો.’ ‘ પર્યાય ’ એ વ્યવહાર છે. ‘ઘડો કુંભારે કર્યો' એ અસદ્ભુતવ્યવહાર છે. પણ ‘માટીમાં ઘડાની પર્યાય થઈ ’ એ અસદ્ભૂતવ્યવહા૨નયનો વિષય છે! એ વ્યવહાર જૂઠો છે, એમ નથી. વ્યવહાર તરીકે ‘ પર્યાયનય ' નો વિષય છે!
અહીંયાં કહે છે : “તે ત્રણમાં ભવ્યત્વલક્ષણ પારિણામિકને તો યથાસંભવ સમ્યક્ત્વાદિ જીવગુણોનું ( અર્થાત્ સમકિત-ચારિત્ર આદિ ગુણોનું, ગુણ એટલે પર્યાયનું) ઘાતક ‘દેશઘાતી ’ અને ‘સર્વઘાતી ’ એવાં નામવાળું મોહાદિક કર્મસામાન્ય પર્યાયાર્થિકનયે ઢાંકે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬: પ્રવચન નવનીત ભાગ-૧ છે.” –એ અસદભૂતવ્યવહારનયે “પર્યાય” ને ઢાંકે છે, એમ કહેવામાં આવે છે. “પદ્રવ્ય પોતાની (આત્માની) પર્યાયને ઘાતે” એવી વાત નથી. પણ “પદ્રવ્ય ઘાત છે' એ અસદ્દભૂતવ્યવહારનયના વિષયથી કહેવામાં આવ્યું. પણ એ સમયે (જે) પોતાની પર્યાયમાં ભાવઘાત' થયો છે; એ પણ વ્યવહારનય અને પર્યાયનયનો વિષય (છે); પણ એ “સત્ય” છે! જેમ “ઘાતી કર્મથી ઘાત” એ અસભૂત છે; એમ પોતાનો ઘાત થયો’ એ અસદ્દભૂત નથી. (અર્થાત ) “પોતાનાથી જે ઘાત થયો’ એ અસભૂત નથી !
સદભૂતનયના બે પ્રકાર છે. એક તો પોતાનું જ્ઞાન રાગને જાણે, એ સદ્દભૂતઉપચારનય છે. જાણે છે પોતાની પર્યાય, પણ રાગને જાણે; એ સદ્ભુતઉપચાર વ્યવહારનય છે. અને એ જ્ઞાનના પર્યાય, જ્ઞાન એ આત્મા છે-એ પર્યાય જ્ઞાનની તે આત્મા છે; એ સભૂતઅનુપચારનય
જિજ્ઞાસા: “રાગને જાણે ” એ ઉપચાર!
સમાધાનઃ એ ઉપચાર. અને આ અનુપચાર. પણ “એ” છે! (શ્રોતા ) પોતાની પર્યાયને જાણે છે? (ઉત્તર) પર્યાયને જાણે. પણ “રાગને જાણે” (એમ) કહેવું, એ સદભૂત ઉપચાર છે. અને “જ્ઞાન છે એ આત્મા છે' એવો ભેદ થયો, તે સદભૂત (અનુપચાર) છે. પર્યાય તો છે ને. જ્ઞાન છે ને. (એ) સભૂત છે કે નહીં? (એ) અસદ્દભૂત નથી! જેમ “ઘાતકર્મ ઘાત કરે છે” એ અસદભૂત છે. જેમ “માટીનો ઘડો, કુંભારથી થયો' એ અસભૂત છે. પણ માટીમાં (ઘડાની) પર્યાય થઈ છે' એ સદ્દભૂત (અર્થાત્ ) એ સદ્ભુત વ્યવહારનયનો વિષય છે. સમજાણું કાંઈ ?
એ (સમ્યકત્વાદિ પર્યાય) ઢંકાય છે, એ અસદ્દભૂતવ્યવહારનય (છે). પણ પોતાની પર્યાયમાં “ભાવઘાત થયો (એટલે કે) જ્ઞાન-દર્શન-આનંદની પર્યાય હીણી થઈ, એ પણ વ્યવહાર છે, પર્યાયનો વિષય છે; પણ એ ખરેખર તો સદ્દભૂતવ્યવહારનય (છે). એટલું બસ....! પણ “એ” છે! પોતાની પર્યાયમાં, પોતાનાથી ઘાત થાય છે. એવું છે! પોતાની પર્યાયમાં (પોતાથી) પોતાની વાત થાય છે. એ વ્યવહારનયનો વિષય છે. પણ (તે) “વિષય છે જ નહીં ? એમ નથી. અહીં (જે કહ્યું કે ) મોહાદિ કર્મ સામાન્ય પર્યાયને ઢાંકે છે, (એ અસભૂતવ્યવહારનયનું કથન છે ). અહો.. હો !
“તત્ત્વાર્થ રાજવાર્તિક' ની- “તત્ત્વાર્થસૂત્ર' ની અપેક્ષાએ ૫. ટોડરમલજીએ “તત્ત્વાર્થ (શ્રદ્ધાન) ને સમ્યગ્દર્શન કહ્યું” એ તો ત્યાં જે સમ્યગ્દર્શન કહ્યું તે જ્ઞાનપ્રાધાન્યથી (કહ્યું) છે. તત્ત્વાર્થમાં સાત લીધાં ને..? “એકલા આત્માની શ્રદ્ધા' એ દ્રવ્ય-પ્રધાન કથન (છે), અધ્યાત્મદષ્ટિએ કથન (છે). “તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્પર્શનમ્” એ વળી જ્ઞાન-પ્રધાનથી કથન છે.
બીજી વાતઃ જે પર્યાય થાય છે એ પણ આત્મામાં સંયોગથી થઈ, એવું કહેવામાં આવે છે. પર્યાયનો સંયોગ થયો. (શ્રોતા ) સંયોગ-વિયોગ ? (ઉત્તર) પર્યાય વ્યય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર૦: ર૬૭ થાય છે, (એ) વિયોગ. એમાં ને એમાં તો તે છે. “પંચાસ્તિકાય' માં છે કે આ જે દ્રવ્ય છે એમાં પર્યાય નિર્મળ ઉત્પન્ન થાય છે, એ પણ સંયોગ છે. વસ્તુમાં નથી. પર્યાય (ઉત્પાદ થાય ), આ સંયોગ થયો અને પર્યાય વ્યય થાય છે, એ વિયોગ થયો. અર્થાત સંયોગ-વિયોગ, “પર્યાય” માં છે એ પર્યાયમાં છે, એ યથાર્થ છે! પણ પરનો સંયોગ વિયોગ એ યથાર્થ નથી; વ્યવહારથી પણ યથાર્થ નથી. એવો (પરનો સંયોગ-વિયોગ) અભૂતવ્યવહારથી કહયું ને? –એ અસદ્દભૂતનો અર્થ જ “જૂઠો” છે, એ જૂઠું છે! પણ આ (સંયોગ-વિયોગ જે પર્યાયમાં છે તે) જૂઠું નથી ! સમજાણું કાંઈ?
આહા... હા! “નિયમસાર' માં પર્યાયને પરદ્રવ્ય કહ્યું, પરભાવ કહ્યો. નિર્મળપર્યાયને (પણ) પરદ્રવ્ય અને પરભાવ અને હેય કહ્યો. (છતાં) એ પર્યાય છે ખરી. પર્યાયનયનો વિષય, વ્યવહારનયનો વિષય “સત્' છે! સદ્ભૂતવ્યવહારનયનો વિષય છે! જેમ માટીનો ઘડો કુમારે કર્યો' એમ નહીં. (કેમકે, ) એ તો એમ છે જ નહીં. સમજાણું કાંઈ ?
આહા. હા! પ્રભુ! કેટલીય વાર તો એમ કહે છે (ક) અરે પ્રભુ! આપની નય ઇન્દ્રજાળ છે. ઇન્દ્રજાળની જેમ નય (છે ) ! કોઈ વખતે કાંઈ કહો.. કોઈ વખત કઈ અપેક્ષાથી.“કળશ” માં (નયને) “ઇન્દ્રજાળ' કહી છે. પણ (જ્યાં) જે અપેક્ષાએ જે કહ્યું તે યથાર્થ છે!
જિજ્ઞાસા: શું ઇન્દ્રજાળ જેવી આ વાત છે?
સમાધાનઃ લાગે. અજ્ઞાનીને લાગે, એમ કહે છે. બાકી છે તો યથાર્થ. ઇન્દ્રજાળ જેવું લાગે. ઘડીકમાં એમ કહે કે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. અહીં કહ્યું કે, ઘાતકર્મ (આત્માની) પર્યાયને ઘાતે. તો એમઆવ્યું કે, પદ્રવ્ય પરદ્રવ્યનું કર્યું. (પણ) એ (કથન) અસભૂતવ્યવહારનું છે. પણ પોતાની પર્યાયમાં પોતાનાથી જે ઘાત થયો એ “ભાવઘાતી” પોતાનાથી છે; એ સત્ય છે. ઘાત થયો જ નથી, (એમ નથી). ઘાત પોતાનાથી થયો, એ યથાર્થ છે; એ વ્યવહારનયનો વિષય છે. આહા.. હા. હા! કઈ અપેક્ષાએ ક્યાં શું કહ્યું. કયા નયની વાત છે? – એ સમજે નહીં, અને એકાંત તાણે તો તે પણ જૂઠો છે. બાકી તો દ્રવ્ય' છે, એ નિશ્ચય છે અને “પર્યાય” માત્રકેવળજ્ઞાન, ક્ષાયિકભાવ-પર્યાય પણ-વ્યવહાર છે. પણ એ “વ્યવહાર' વિષય છે! એ અસદ્દભૂતવ્યવહારની જેમ (નથી). સમજાણું કાંઈ? [ (શ્રોતા:) ઘણું સારું સ્પષ્ટીકરણ કર્યું.] પત્ર આવ્યો છે ખાનગી. એમ કે: વ્યવહાર નદ્દન જૂઠો (કહેવો) એકાંત છે, અમને વાત બેસી નથી” – શું છે? ભાઈ ! “વ્યવહાર જૂઠો છે” એ તો “પરનું પરથી થવું' એ જૂઠો નય છે. (અર્થાત્ ) “ઘડો કુંભારથી થયો’ એ જૂઠું છે. પણ “ઘડો માટીથી થયો એ જૂઠું નથી. પર્યાય તો છે. વ્યવહાર તો છે. પર્યાય માત્રને વ્યવહનાર કહે છે. –' પંચાધ્યાયી'. પર્યાય માત્ર-ક્ષયિક ભાવ, અરે ! સિદ્ધપર્યાય પણ- વ્યવહાર છે. દ્રવ્યમાં બે ભાગ પાડવા-એક સંસારી પર્યાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૮: પ્રવચન નવનીત ભાગ-૧ અને એક મોક્ષપર્યાય, એમ બે ભેદ થઈ ગયા એ વ્યવહાર થઈ ગયો. પંચાધ્યાયીમાં છે. પંચાધ્યાયી” ની શૈલી જરી સૂક્ષ્મ છે એટલે ઘણું બહાર ન આવે.
અહીં તો આ પર્યાયનયનો વિષય છે, એમ કહ્યું. અને અશુદ્ધ પારિણામિકને પણ પર્યાયનયનો વિષય કહ્યો. માથે આવ્યું ને..! “પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિકભાવ” સંજ્ઞાવાળા છે”. ભવ્યત્વ અને અભવ્યત્વ પણ પર્યાયનો વિષય છે. ભવ્યત્વ અને અભવ્યત્વ “પર્યાય' છે ખરી. સમજાણું કાંઈ ?
આમ કહો તો “ભવ્યત્વ' ને તો “જૈનસિદ્ધાંતપ્રવેશિકા” માં “ગુણ” કહ્યો છે. (જો) ગુણ” હોય તો તેનો ક્યારેય નાશ થતો નથી (પણ) સિદ્ધમાં “ભવ્યત્વ રહેતું નથી. એ તો પર્યાયનયની અપેક્ષાએ ભવ્યત્વ અને અભવ્યત્વ છે. અંદર ત્રિકાળી ગુણ ભવ્યત્વનો છે-એમ નથી. એ પર્યાયની અપેક્ષાએ કહ્યું. ભવ્યત્વ અને અભવ્યત્વ-અશુદ્ધ પારિણામિક –પર્યાયનયનો વિષય છે. સમજાય એટલું સમજો ભાઈ ! આહા.. હા ! બહું ઝીણું, બાપુ ! આવું છે.
અહીં કહે છે: “ઘાતકર્મ આત્માની પર્યાયનો ઘાત ડ્ય' એ અસભૂતવ્યવહારનયથી. (જેમ) “કુંભારે ઘડો કર્યો' એ અભૂતવ્યવહારનયથી (છે તેમ.) પણ “માટીથી ઘડો થયો” એ સદ્દભૂતવ્યવહારનય છે. એમ “આત્માથી પોતાની પર્યાયમાં ઘાત થયો” એ યથાર્થ છે; એ વ્યવહારનયનો વિષય યથાર્થ છે. આહા.. હા ! આવો માર્ગ વીતરાગનો અટપટો માર્ગ!
જિજ્ઞાસા: આજે આપે “વ્યવહાર' ને સત્યાર્થ બતાવ્યો !
સમાધાન છે કે નહીં? “અશુદ્ધ પારિણામિકભાવ' છે કે નહીં? અને પર્યાયનયનો વિષય' છે કે નહીં? અંદર (પાઠ) માં લખ્યું છે કે નહીં? ભવ્યત્વ અને અભવ્યત્વ અશુદ્ધ પારિણામિક- એ પર્યાયનયનો વિષય આવ્યું ને? તો “પર્યાયનય” નો વિષય ભવ્યત્વ અનેઅભવ્યત્વ છે કે નહીં? જેમ “ઘીનો ઘડો' તેમ “આ' નથી. એમ “ઘાતી કર્મે ઘાત કર્યો” એમ નહીં. ભવ્યત્વ અને અભવ્યત્વ એ પોતાથી “પર્યાયનય” થી છે.
આહા. હા! “દ્રવ્યમાં નથી” એ બીજી વાત છે. દ્રવ્યમાં એ દશ પ્રાણ નથી. ભવ્યત્વઅભવ્યત્વ-પર્યાયનયનો વિષય-એ (પણ) દ્રવ્યમાં નથી. અને તેથી ૧૧ મી ગાથા “સમયસાર” માં વ્યવહારને અભૂતાર્થ' કહ્યો. પણ વ્યવહાર એ અસત્ય છે, એમ નથી. (એને) ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો. નહીંતર તો પર્યાય માત્ર જૂઠી થઈ જાય. અર્થાત્ ક્ષાયિકભાવ-સિદ્ધપર્યાય એ જૂઠી થઈ જાય, એ અસત્ય થઈ જાય. અહીં (૧૧મી ગાથામાં) તો પર્યાયને (જે) અસત્ય કહી તે તો ત્યાંથી (પર્યાયથી) દષ્ટિ હઠાવવા માટે (તેને) ગૌણ કરીને (પર્યાયમાત્રને અસત્યાર્થ કહી). અને ત્યાં (શુદ્ધનયના વિષયભૂત પદાર્થની) દષ્ટિ કરાવવા, મુખ્ય તે નિશ્ચય, અને તેને સત્યાર્થ કહ્યો. પણ પર્યાય સર્વથા અસત્યાર્થ છે, બધી પર્યાયો જ નથી” (એવી માન્યતા) તો વેદાંત થઈ જાય છે. (અર્થાત )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર : ર૬૯ પર્યાય નથી, વ્યવહાર નથી અને વ્યવહારનયનો વિષય “પર્યાય ' નથી' એ તો વેદાંત થઈ જાય છે, નિશ્ચયભાસી-વેદાંતી થઈ જાય છે.
અહીં કહે છે: “તે ત્રણમાં, ભવ્યત્વલક્ષણ પારિણામિકને તો યથાસંભવ (એટલે કે સમકિતને મિથ્યાદર્શન-દર્શનમોહ તથા ચારિત્રને ચારિત્રમોહ એમ યથાસંભવ) સમ્યકત્વાદિ (– સમકિત અને ચારિત્ર આદિ) જીવગુણોનું (અર્થાત્ જીવની પર્યાયનું) ધાતક “દેશઘાતી' અને સર્વઘાતી”..” છે ને..! મતિજ્ઞાનને ઘાત એ દેશઘાતી છે અને કેવળજ્ઞાનને ઘાતે એ સર્વઘાતી છે. પણ એ “દેશઘાતી અને સર્વઘાતી ઘાત છે' એમ કહેવું, એ તો સદભૂત વ્યવહારનયનો વિષય છે. (કેમકે,) ઘાત પોતાનાથી છે. ઘાત છે જ નહીં, (એમ નથી). (ઘાત) પર્યાયમાં હોં! પર્યાયની વાત છે. દ્રવ્યમાં તો (ઘાત ) છે જ નહીં! એ કહેશે. “એવાં નામવાળું મોહાદિક (– જ્ઞાનાવરણીય, મોહનીય આદિ) કર્મસામાન્ય પર્યાયાર્થિકનયે ઢાંકે છે.)” એવું કથન અસભૂતવ્યવહારનયથી છે.
(સંપ્રદાયમાં) આ વાંધો છે ને? – “જ્ઞાનાવરણીય જ્ઞાનને ઘાતે છે.' મોટો પ્રશ્ન ત્યાં ઈસરીમાં થયો હતો ને..? (ત્યાં મેં કહ્યું હતું કે:) જ્ઞાનાવરણીય-પદ્રવ્ય-પોતાનો (જ્ઞાનનો) ઘાત બિલકુલ કરતાં નથી. પોતાની યોગ્યતાથી, પોતાના કારણે ત્યાં (જ્ઞાનની) વિશુદ્ધિ થાય છે, અને હીનતા થાય છે!
અહીંયાં મોહાદિ (એટલે કે) મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય-ચાર ઘાતકર્મ લીધાં છે; તો જ્ઞાનને જ્ઞાનાવરણીય વાત છે, સમકિતને દર્શનમોહનીય ઘાત છે, દાનલાભને અંતરાય વાત છે. - એ અસદ્દભૂતવ્યવહારનય (છે). એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે (એમ) કહ્યું (છે). સમજાણું કાંઈ ? “ “દેશઘાતી” અને “સર્વઘાતી' એવા નામવાળું મોહાદિ કર્મસામાન્ય પર્યાયાર્થિકનયે ઢાંકે છે. –વ્યવહારનયે ઢાંકે છે”. અસભૂતવ્યવહારનયથી કહો કે પર્યાયાર્થિકથી કહો. – “એમ જાણવું” ' આહા.. હા!
ત્યાં, જ્યારે કાળાદિ લબ્ધિના વિશેઆ પણ પર્યાય છે. ત્યાં આપણે “નિયમસાર” માં આવી ગયું. ક્ષયોપશભાવ અનેકાળલબ્ધિ સાત બોલ આવ્યા ને..! કાળ, કરણ, દેશના, વિશુદ્ધિ (આદિ) -એ ક્ષયોપશમભાવ છે. અને ક્ષયોપશમ ભાવમાં કાળલબ્ધિ નાખી છે. એ કાળલબ્ધિ ક્ષયોપશમ ભાવ એ દ્રવ્યમાં નથી. એ ક્ષયોપશમ ભાવમાં કાળલબ્ધિને નાખી છે. એ કાળલબ્ધિ-ક્ષયોપશમભાવ એ દ્રવ્યમાં નથી. એ ક્ષયોપશમભાવ “પર્યાય' માં છે. “કળશ” ટીકાકાર તો કહે છે કેઃ કાળલબ્ધિથી (સમકિત) થાય છે, પ્રયત્નથી થતું નથી. એકલી કાળલબ્ધિ લીધી. અને આ મુનિરાજ પદ્મપ્રભમલધારિદેવે (“નિયમસાર' માં) કાળલબ્ધિને ક્ષયોપશમમાં નાખી. અને એમ કહ્યું કે એ ભાવ દ્રવ્ય” માં નથી ! આહા.. હા.. હા !
આવી આકરી વાતો છે! સમજવી હોય તેને કાને તો પડે, પ્રભુ! બાકી તો અનંતાવાર બીજું કર્યું. હવે ભાઈ ! એ દ્રવ્ય અને પર્યાય શું ચીજ છે? (એનો યથાર્થ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭): પ્રવચન નવનીત ભાગ-૧ નિર્ણય કરવો) અને પછી પર્યાયનો આશ્રય છોડીને દ્રવ્યનો આશ્રય કરવો. તો “પર્યાય છે' એનો આશ્રય છોડવો કે “ન હોય” એનો આશ્રય છોડવો? આહા.. હાં.. હા !
અહીંયાં કહે છે કે પહેલાં ઘાતી કહ્યું નિમિત્તથી. અને અંતરમાં પોતાના કારણથી ઘાત થાય છે એ અશુદ્ધ ઉપદાનથી. (ઘાતી કર્મ) તે તો નિમિત્ત છે. (પરંતુ) “નિમિત્ત કંઈ પરનું કરતું નથી. (છતાં, એમ ) અસદ્દભૂત વ્યવહારનયથી કહેવામાં આવે (છે). કેમ કે, અહીં (આત્મામાં) ઘાત પોતાનાથી થાય છે, તો ત્યાં નિમિત્ત કોણ છે? એ જ્ઞાન કરાવવા માટે કહ્યું છે. (ખરેખર) નિમિત્ત ઘાત કરતું નથી ! તો “ઘાત કરે છે' , છતાં એમ કેમ કહ્યું કે “ઘાત કરતું નથી ? તો કહે છે કેઃ “પર્યાયાર્થિકનયે ઢાંકે છે, (એમ જાણવું”). છે ને.. સામે પાનું (શાસ્ત્ર)..! ક્યા શબ્દનો અર્થ થાય છે, ( એ બરાબર ખ્યાલ રહેવો જોઈએ !)
હવે (કહ્યું) : “કાળાદિ લબ્ધિના વશે”. એનો અર્થ? અમે તો પહેલાંથી જ એ કહીએ છીએ કે, ભાઈ ! કાળે થશે' --એ વાત તો બરાબર છે, પણ “કાળે થશે” –એનું જ્ઞાન કોને થાય છે? કહ્યું ને..! ૬૩ વર્ષ પહેલાં ૭ર ની સાલમાં ઘણી વાત (ચર્ચા) ચાલી: ભગવાને દીઠું હશે તેમ થશે '; (એ) વાત તો બરાબર છે; પણ “ભગવાન છે જગતમાં ? એક સમયમાં ત્રણ કાળ-ત્રણ લોક જોવાની, એક સમયની એક ગુણની, એક પર્યાય એ જગતમાં છે” –એનો સ્વીકાર છે. પહેલાં? આહા. હા! “એ સ્વીકાર થાય' ત્યારે તો એ સર્વજ્ઞની સિદ્ધિ (છે). ( એની સિદ્ધિ) પર્યાયના લક્ષે થાય નહીં, પરના લક્ષે થાય નહીં. “પોતાનો સર્વજ્ઞસ્વભાવ ત્રિકાળ છે” (એમ સ્વીકાર કર્યો, એની સિદ્ધિ થાય છે). એનો અર્થ સર્વજ્ઞની સિદ્ધિ, (પોતાના) દ્રવ્યના આશ્રયે થાય છે ! તે વખતે તો એટલું કહ્યું હતું કે જ્ઞાનમાં ઘૂસી (-સમાઈ ) જાય, ત્યારે સર્વની (અર્થાત્ ) યથાર્થ પ્રતીત થાય છે. તે સમયે તો હજી આ શાસ્ત્ર જોયું પણ નહોતું -હાથમાં આવ્યું નહોતું. જે (વાત) પ્રવચનસાર ૮૦મી ગાથામાં ચાલે છે (તે ) વાંચી પણ ન હતી. (પણ) એ જ ભાવ અંદરથી આવ્યો હતો ! “નો નાગરિ કરતું ધ્વજ્ઞાનત્તપન્નયત્તેટિં” – જે કોઈ અરહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે - “સો નારિ બપ્પા ”એમ ત્યાં લીધું છે. નહીંતર (તો) પરદ્રવ્યને જાણે, એ સ્વદ્રવ્યને જાણે -એમ નથી. પણ “પદ્રવ્યને ' જાણ્યું શા માટે ? કેઃ એ શું ચીજ છે? અને મારી ચીજ આવી (જ) છે! એવો ( નિર્ણય કરે ). એવો જીવ ત્યાં લીધો છે. આહા.. હાં.. હા ! જેવા દ્રવ્ય-ગુણ-પર્યાય ભગવાનના છે, એવા જ દ્રવ્યગુણ મારા છે; (એમ) પર્યાયમાં નિર્ણય કરે છે. તો (એવા નિર્ણયમાં ), (પોતાના) ત્રિકાળી જ્ઞાયકભાવની દષ્ટિ થાય! સમજાય છે કાંઈ ?
(કહે છેઃ) કેવળજ્ઞાન એ વ્યવહારનયનો વિષય છે. તો (શું) એ કેવળજ્ઞાન નથી? એ વ્યવહારનયનો વિષય જૂઠો છે, એમ છે? જેમ “ઘીનો ઘડો” જૂઠું છે તેમ “કેવળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૭૧ જ્ઞાનપર્યાય' જૂઠી છે, એમ છે? (-એમ નથી !) એ (કેવળજ્ઞાનપર્યાય) વ્યવહારનયનો વિષય છે! એ તો “પર્યાયનો આશ્રય કરવા લાયક નથી' એ અપેક્ષાએ, બધી પર્યાયને “નિયમસાર' ગાથા-૫૦માં પરદ્રવ્ય, પરભાવ, પર, હેય કહ્યું. (પણ ખરેખર એ શું) પરદ્રવ્ય છે? – એ છે તો પોતાની પર્યાય. પણ જેમ પરદ્રવ્યમાંથી (પરલક્ષથી) (પોતાની) નિર્મળપર્યાય નથી થતી, એમ (પર્યાયના લક્ષ-) પર્યાયમાંથી નવી થતી નથી. એ કારણે, પોતાની પર્યાયને પરદ્રવ્ય જેવી કહીને, પર્યાયને પરદ્રવ્ય કહ્યું. અને જેમાંથી શુદ્ધ પર્યાય આવે છે, એને સ્વદ્રવ્ય કહ્યું. (શ્રોતા:) આ વિધિ છે? (ઉત્તર) આ વિધિ છે! (શ્રોતાઃ) સમ્યગ્દર્શન જ્યારે થશે તે એ જ વિધિથી? (ઉત્તર) ‘આ’ વિધિ છે! સમજાણું કાંઈ ?
આહા. હા! આમાં (ટકામાં) “કાળાદિ” શબ્દ પડયો છે ને? એકલો “કાળ” નહિ, કાળાદિ, એ લબ્ધિ પાંચ છે: કાળ, ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્યતા. -એ તો વ્યવહારનયનો વિષય છે. કળશ (ટીકા) કાર કહે (છે કે ) - કાળલબ્ધિ વિના (સમ્યગ્દર્શન) થતું નથી. યત્નથી નથી થતું. એ તો એ અપેક્ષાએ કે, એમને “કાળલબ્ધિ” સિદ્ધ કરવી હતી. (શ્રોતા:) ટોડરમલજીએ (તો) કહ્યું કે, કાળલબ્ધિ કોઈ વસ્તુ જ નથી.' (ઉત્તર) ઉડાવી દીધી-કાળલબ્ધિ અને ભવિતવ્ય કંઈ છે જ નહીં, એમાં તો કહ્યું. એ તો અમારે ૭૨ ની સાલથી વાત ચાલે છે, “કાળલબ્ધિનું જ્ઞાન કોને?' કહ્યું: કાળલબ્ધિ તો છે, (પણ) કાળલબ્ધિથી થાય છે, એવી ધારણા કરવી છે? ' ધારણા તો અનંતવાર કરી. પણ કાળલબ્ધિથી થાય છે' એવું જ્ઞાન કોને થાય છે? (કે) જેણે દ્રવ્ય ઉપર દષ્ટિ કરી, અને પર્યાયમાં આનંદ આવ્યો, સમકિત થયું; ત્યારે એને ખ્યાલ આવ્યો કે મારી કાળલબ્ધિ પાકી ગઈ છે.'
સમજાય એટલું સમજવું, પ્રભુ! માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! આહા.. હા ! મહાવિદેહમાં તીર્થકર ત્રણ લોકના નાથ, પરમાત્મા બિરાજે છે, એનો માર્ગ, એનો ઉપદેશ કોઈ અલૌકિક છે !!
કાળાદિ લબ્ધિ ” એ પણ પર્યાયનયનો વિષય છે. આહા... હા.. હા! (શ્રોતા:) એ ક્યો વ્યવહાર છે? (ઉત્તર) એને સદભૂત કહેવામાં આવે છે.
બહુ-વિશેષ વિચાર તો ઘણો કર્યો છે પણ કાંઈ બધું પકડાતું નથી, ભાઈ ! (શ્રોતા ) આપને નથી નથી પકડાતું!? (ઉત્તર) ક્ષયોપશમ ઘણો થોડો છે, ભાઈ ! એ તો દુનિયાની અપેક્ષાએ કહેવામાં આવે ક્ષયોપશમ. આહા... હા... હા! ક્યાં સંતોના ક્ષયોપશમ !! એક વખત નહોતું કહ્યું કે આ સર્વજ્ઞપણું આત્મામાં છે તો સર્વજ્ઞનું રૂપ અનંત ગુણમાં છે. એવો પાઠ છે. તો
અસ્તિત્વગુણમાં સર્વજ્ઞગુણનું રૂપ શું?' ઘણો વિચાર કર્યો પણ બેઠું નહિ. અંદરમાં બેસવું જોઈએને? ભગવાન જાણે..! કહ્યું પ્રભુ! સર્વજ્ઞનું રૂપ અનંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૨: પ્રવચન નવનીત ભાગ-૧ ગુણમાં છે. અસ્તિત્વમાં છે, વસ્તત્વમાં છે, પ્રમેયત્વમાં છે. હજી સર્વજ્ઞગુણમાં અસ્તિત્વ ગુણ છે, એ તો ઠીક; પણ અસ્તિત્વગુણમાં સર્વજ્ઞનું રૂપ શું? ઘણો વિચાર કર્યો હતો. ઘણાં વર્ષ પહેલાંની વાત છે. મગજમાં ન આવ્યું. પ્રભુ તારો વિષય ગહન છે!! પ્રભુ તારી વાત અગમ્ય (તો) નથી, પણ ગમ્ય થવામાં અલૌકિક પુરુષાર્થ જોઈએ! આહા.. હા!
અહીં કહે છે: કાળાદિ લબ્ધિના વશે ભવ્યત્વશક્તિની (વ્યકિત થાય છે).” જુઓ! ભવ્યત્વશક્તિ પર્યાયમાં છે. ભવ્યત્વશક્તિ વ્યવહારનયમાં છે. એની વ્યકિત, એ પણ વ્યવહારનય છે. અહીં વિષય પર્યાયનયનો ચાલે છે ને ! બે વાર પર્યાયનય આવ્યો. “અશુદ્ધ પરિણામિક એ પર્યાયનય. અને “ઘાતકર્મ ઘાત કરે” એ પર્યાયનય. -બે આવ્યા કે નહીં આમાં..? સમજાય છે કાંઈ?
થોડું પણ (યથાર્થ) સમજવું. પ્રભુ! આ તો સત્ય-માર્ગ છે. આહા.. હા ! આ તો ત્રિલોકનાથ પરમાત્માની દિવ્યધ્વનિનો સાર છે. આ કાંઈ કોઈ પક્ષની વાત નથી. પંથ, જે જૈનપંથ છે, એની કઈ રીત છે, એની આ વાત છે!
કાળાદિ લબ્ધિના વશે ભવ્યત્વશક્તિ”—એ પણ યોગ્યતા થઈ, એ છૂટીને વ્યકિત થઈ, (એટલે કે) શક્તિની વ્યકિત થાય છે; એ પણ પર્યાયનયનો વિષય છે. (ભવ્યત્વ) –શક્તિની વ્યકિત થઈ. તો સમ્યગ્દર્શનાદિ પ્રગટ થયું. અને કેવળજ્ઞાન થયું. અને સિદ્ધ થયા પછી તો ભવ્યત્વ રહ્યું નહીં. અર્થાત્ શક્તિ વ્યકિત થઈ ગઈ. પર્યાયમાં જે યોગ્યતા હતી, તે એમાં ( સિદ્ધદશામાં) પૂર્ણ પ્રગટ થઈ ગઈ. શક્તિ વ્યકિત થઈ. (ભવ્યત્વ) શક્તિ છે તે વ્યવહારનયનો વિષય છે. અને વ્યકિત થઈએ પણ વ્યવહારનયનો વિષય છે. કેમકે, ભવ્યત્વ શક્તિ, જીવત્વશક્તિ અને અભવ્યત્વશક્તિ, દ્રવ્યમાં તો નથી. અર્થાત્ શુદ્ધનયનો જે વિષય છે, એમાં તો એ ત્રણેય નથી. આહા.. હા.. હા !
ત્યારે આ જીવ સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ, નિજપરમાત્મદ્રવ્યમાં સમ્યકશ્રદ્ધાનજ્ઞાન-અનુચરણરૂપ પર્યાય પરિણમે છે.” સમ્યગ્દર્શન-જ્ઞાન આદિની યોગ્યતા હતી, એમાંથી (જે) વ્યક્ત-પ્રગટ થઈ; એ કોના આશ્રયે (થઈ) કેઃ સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્યના (આશ્રયે થઈ ).
આ તો પહેલાં દ્રવ્યની વાત કરી અને પછી એની શ્રદ્ધાની વાત કરે છે. ભવ્યત્વશક્તિ વ્યકિત કોણ? કેઃ સમ્યગ્દર્શન આદિ. પણ હવે સમ્યગ્દર્શન આદિ શું? કે: સહજ-શુદ્ધપારિણામિકભાવલક્ષણ-ત્રિકાળીપરમાત્મા- (નિજપરમાત્માદ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન-જ્ઞાનઅનુચરણરૂપ પર્યાય પરિણમવું તે.)
કોઈએ પ્રશ્ન કર્યો હતો કે શુદ્ધને “પરમ” કેમ કહ્યું? “શુદ્ધપારિણામિક” શું? તો ઉત્તર આ છેકેઃ શુદ્ધ કહો કે પરમ કહો. શુદ્ધનો અર્થ પરમ છે. કોઈ ઠેકાણે “પરમ'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૭૩ અને કોઈ ઠેકાણે “શુદ્ધ' કહે. પરમ ભાવ શુદ્ધ કહો કે સહજ પરમ પરિણામિકભાવ કહો (એકાર્થ છે).
(આ) જીવ સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય ! આહા... હા ! સલકનિરાવરણ-અખંડ-એક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધપારિવામિકપરમભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય! અહીં શુદ્ધપારિણામિકભાવ લીધો છે, છેલ્લી લીટી. શુદ્ધ કહો કે પરમ કહો. એ શબ્દ પહેલાં આવ્યો છે. જુઓ! “શુદ્ધપારિણામિકપરમભાવલક્ષણ” એમ લીધું છે. “પરમભાવ” કહો (ક) શુદ્ધપારિરણામિક’ કહો (એક જ છે ).
અહીં તો કહે છે: “સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મ દ્રવ્ય ”- નિજ પરમાત્મા! એ “પર” નહીં. અર્થાત્ (અન્ય- સર્વજ્ઞ-વીતરાગ, એ નહીં, કારણ કે એનું લક્ષ કરવાથી તો રાગ થાય છે. આહા.. હા! નિજપરમાત્મદ્રવ્ય! કેવું? કેઃ “સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ”. એ નિજપરમાત્મદ્રવ્ય! એનું આ લક્ષણ: “સહજ-શુદ્ધ-પારિણામિકભાવ”. અને લક્ષ્યઃ “નિજપરમાત્મદ્રવ્ય”.
- હવે શું કહે છે? એવા “નિજપરમાત્મદ્રવ્યનાં સમ્યકશ્રદ્ધાન”- એ ભવ્યત્વશક્તિની વ્યકિત થઈ, એ વ્યકિત “સમ્યગ્દર્શન”. એ પર્યાય છે. “ભવ્યત્વશક્તિ' એ પણ પર્યાયમાં પર્યાયનયથી છે. એવી શક્તિની વ્યક્તતા- એ જે નિજપરમાત્મ દ્રવ્યની પ્રતીતિ ( રૂપ ) “સમ્યગ્દર્શન', એ પણ પર્યાયનો વિષય છે. એ કહે છે: “સમ્યક શ્રદ્ધાન-સમ્યજ્ઞાન સમ્યક અનુચરણરૂપ પર્યાય પરિણમે
સમજાય એટલું સમજવું! ન સમજાય તો રાત્રે (ચર્ચામાં ) પ્રશ્ન કરવો. પણ સંકોચ, ન રાખવો! સમજવા માટે બધા પૂછે, ભાઈ ! આ તો વીતરાગ-માર્ગ (છે), બાપા! (સંપ્રદાયમાં) ચાલતું ન હોય એટલે (વિષય) જરી સૂક્ષ્મ લાગે. પણ સંકોચ રાખ્યા વિના પૂછવું. સંકોચ રાખવો નહીં. ન સમજાય એ બરાબર પૂછવું. ભાઈ ! આ તો પ્રભુનો માર્ગ છે! એ પ્રભુનો માર્ગ એ આત્માનો માર્ગ છે!
અહીંયાં કહે છે: સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્યનું “સમ્યકશ્રદ્ધાન' એ ભવ્યત્વશક્તિની વ્યક્તતા (છે). એ ભવ્યત્વની યોગ્યતાનું “ ફળ” વ્યક્ત થયું. છે તો એ પણ પર્યાય, છે તો એ પણ વ્યવહારનયનો વિષય. “ભવ્યત્વ (શક્તિ)” પર્યાય છે. એ વ્યવહારનયનો વિષય (છે). અને શક્તિનીય વ્યક્તતા' એ પણ પર્યાય-વ્યહારનયનો વિષય (છે). પણ એ યથાર્થ છે! જેમ “ઘાતકર્મી ઘાત કર્યો' એમ આ (વાત) નથી. જેમ “ધીનો ઘડો' કહ્યો. એમ આ નથી. આ તો ખાસ શક્તિની વ્યક્તતા અર્થાત્ જે ભવ્યશક્તિની યોગ્યતા પર્યાયમાં હતી (તેની વ્યક્તતા) છે. સમજાય છે કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪: પ્રવચન નવનીત ભાગ-૧
આહા... હા! એ સહજ-શુદ્ધ પારિણામિક-પરમભાવલક્ષણ “નિજપરમાત્મદ્રવ્ય તરફ ઝૂકવાથી જે સમ્યગ્દર્શન થાય છે, એ તરફ ઝૂકવાથી જે સમ્યજ્ઞાન થાય છે અને એ તરફ ઝૂકવામાં લીનતા થાય છે એ અનુચરણ-ચારિત્ર (છે). અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રએ નિજપરમાત્મદ્રવ્યની પ્રતીતિ, નિજપરમાત્મદ્રવ્યનું જ્ઞાન અને નિજપરમાત્મદ્રવ્યમાં લીનતા એ ચારિત્ર છે. બીજો કોઈ વિકલ્પ-મહાવ્રતના વિકલ્પ, એ કોઈ ચારિત્ર નથી ! સમજાણું કાંઈ?
આહા.. હા! “ભવ્યત્વશક્તિ” એ પર્યાયનયનો વિષય છે. એ “શક્તિની વ્યક્તતા' એ પણ પર્યાયનયનો વિષય છે. પણ એ પર્યાયનયનો વિષય પ્રગટ્યો ક્યાં? કેવી રીતે? કે: સહજશુદ્ધ-પારિણામિક (ભાવ) લક્ષણ નિજપરમાત્મદ્રવ્યની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા (થાય ત્યારે).
આહા. હા.. હા! કાંઈ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા અને નવ તત્ત્વના ભેદવાળી શ્રદ્ધા, (એ સમ્યગ્દર્શન નથી!) (પરંતુ) નવ તત્ત્વની અભેદ શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે. ઉમાસ્વામીકૃત તત્ત્વાર્થસૂત્ર” :તત્ત્વાર્થશ્રદ્ધાનું સૂચન ” – એ અભેદ-એક વચન છે. સંસ્કૃત ટીકામાં સાત તત્ત્વનાં નામ લીધાં પણ એકવચન લીધું. કેમ કે, ભેદ નહીં! સમજાણું કાંઈ !
આહા. હા! ભગવાન આત્મા સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્યની શ્રદ્ધા-જ્ઞાન-રમતા-એ-રૂપે પર્યાયે પરિણમે છે. “પર્યાયે પરિણમે છે.” એ પણ વ્યવહારનયનો વિષય પર્યાય છે. પણ એ છે! એ વ્યવહારનય આશ્રય કરવા લાયક નથી, એ બીજી ચીજ છે, પણ વસ્તુ (-પર્યાય) છે! ભવ્યત્વની યોગ્યતા પણ છે અને એની વ્યક્તતા પણ પર્યાય છે. –એ બે વિષય પણ વ્યવહારનયના છે. એ કોના આશ્રયે પ્રગટ થાય છે, એ વળી બીજી ચીજ. પણ એ પ્રગટ થાય છે “દ્રવ્યના આશ્રયે , પણ એ “પર્યાય' છે; એ વ્યવહાર છે. “મોક્ષમાર્ગ' એ વ્યવહાર છે. “મોક્ષ' એ વ્યવહાર છે. આહા.. હા ! એ “પર્યાય' છે ને? પણ એ છે! મોક્ષનો માર્ગ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-પર્યાય છે. એ પર્યાય પર્યાયના આશ્રયે પ્રગટતી નથી; દ્રવ્યના આશ્રયે (પ્રગટ) થાય છે. દ્રવ્યના આશ્રયે (પ્રગટ) થઈ, એ “શક્તિની વ્યક્તતા” પર્યાય છે. “ પર્યાયે પરિણમે છે”. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પર્યાયે પરિણમે છે. એને આગમથી શું કહેવું? અધ્યાત્મથી શું કહેવું? એ વાત (આગળ કહેશે..).
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #287
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૭૫
[ પ્રવચનઃ તા. ૩-૮-૭૯. ]
“સમયસાર” ૩૨૦-ગાથા. જયસેન આચાર્યની ટીકા છે. અહીં સુધી આવ્યું છે. ભવ્યત્વ” અને “અભવ્યત્વ' એ બે ચીજ છે. એમાં “ભવ્યત્વ' એ પોતાની પર્યાયમાં લાયકાત છે. ત્રિકાળી ગુણ નહીં. “અભવ્યત્વ” પણ પર્યાયમાં લાયકાત છે, ગુણ નહીં. અભવી' પણ વસ્તુ તરીકે (તો) પરમપરિણામિક જ્ઞાયકભાવની મૂર્તિ છે! જ્ઞાયક પરમ સ્વભાવ ચિદાનંદની મૂર્તિ છે! પણ એની પર્યાયમાં અભવ્યતા–અલાયકાત છે. અને ભવ્યમાં પણ અંતરમાં તો એ પૂર્ણાનંદ-પૂર્ણ શુદ્ધ-સહજ શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય વસ્તુ છે.
આહા. હા! પૈસા-શરીર એ તો ધૂળમાં ગયું. એ તો માટી છે. કર્મ પણ માટી જડ. પુણ્ય અને પાપના ભાવ, પણ અચેતન અને અજીવ...!
જેણે કલ્યાણ કરવું હોય તેણે તો એ સહજ-શુદ્ધ-ત્રિકાળી જ્ઞાયકભાવ સન્મુખ થવાથી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે. એ મોક્ષનો માર્ગ છે. અર્થાત્ પૂર્ણ દુ:ખથી મુક્ત થવાનો એ માર્ગ છે. મોક્ષ એટલે (સર્વ) દુઃખથી મુક્ત થવું. મોક્ષ શબ્દ પડ્યો છે ને..? અતિ અપેક્ષાએ “અનંત આનંદનો લાભ” એ મોક્ષ. “અતીન્દ્રિય આનંદનો પૂર્ણ લાભ” એ મોક્ષ. એનો ઉપાયઃ સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય (નાં સમ્યક શ્રદ્ધાનશાન–અનુચરણરૂપ પર્યાય પરિણમવું).
આહા.. હા ! એ ક્યાં બેસે ? ક્યાં દષ્ટિ.! અનાદિથી પર્યાયમાં એની બધી રમત છે. એક સમયની પર્યાયમાં રમત છે. “પર્યાય' ને અંતર્મુખ કરીને, શું ચીજ છે, એમ સ્વસમ્મુખ ક્યારે પણ થયો નહીં. પર્યાયને અનાદિથી પરસમ્મુખ કરીને ચાર ગતિમાં રખડે છે. એ પર્યાયને સ્વ (દ્રવ્ય) સન્મુખ કરવી (એ જ માત્ર મોક્ષનો માર્ગ છે!) ક્યું “સ્વ” ? કે: નિજપરમાત્મદ્રવ્ય.' એની સન્મુખ પર્યાયને કરવી, (એ ધર્મ છે). બાકી વ્રત, તપ, ભક્તિ, મંદિર ને પૂજા એ બધા ભાવ “શુભરાગ” છે, એ કોઈ ધર્મ નથી. અને ધર્મનું કારણ પણ નથી! ( એવા શુભભાવ) જ્ઞાનીને પણ આવે છે, પણ એ સંસાર છે, બંધનું કારણ છે. મોક્ષનું કારણ તો નિજપરમાત્મદ્રવ્ય (છે) ! એની અંતર્સન્મુખ થઈને; એટલે કે સંયોગના લક્ષથી વિમુખ થઈને, રાગના લક્ષથી વિમુખ થઈને, પર્યાયના લક્ષથી પણ વિમુખ થઈને; નિજપરમાત્મદ્રવ્યની સન્મુખ થતા જે (સમ્યક ) શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર થાય છે, એ નિર્મળ-વીતરાગી પર્યાય છે, એ મોક્ષનો માર્ગ છે! બાકી બધી વાતો છે. આહા. હા! સમજાય છે કાંઈ ?
અહીં સુધી આપણે આવ્યું કે: નિજપરમાત્મદ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન અર્થાત્ જેવું એ પરમપારિણામિકસ્વભાવ-દ્રવ્ય છે, એની સન્મુખ થઈ, યથાર્થ પ્રતીતિ થવી, આનંદની દશાનો લાભ થવો એ “સમ્યગ્દર્શન' છે. અતીન્દ્રિય જ્ઞાનની પરિણતિમાં જ્ઞાન અને આનંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬: પ્રવચન નવનીત ભાગ-૧ થવું, એનું જ્ઞાન થવું અને ત્રિકાળીનું જ્ઞાન થવું (એ “સમ્યજ્ઞાન' છે). અને ત્રિકાળીમાં ( રમણતા એ અનુચરણરૂપ સમ્યક ચારિત્ર છે). – “એ-રૂપે ” પર્યાયે પરિણમે છે. એ પર્યાય
આહા.. હા! આવી વાતો છે!! અરે. રે! અનંત કાળથી રખડે છે અને અનાદિથી એમ ને એમ રખડવાના પરિણામ સહિત જીવ છે. એને કંઈ સૂઝ નથી પડતી કે-ચીજ શું છે? હજી તો ખ્યાલમાં નથી આવતું! અંદર પરિણમન કરવું એ તો (વળી) બીજી ચીજ છે. આ શું કહે છે અને શું છે? એ પણ ખ્યાલમાં આવતું નથી! ( અહીં) તો આ કહે છે કેઃ ખ્યાલમાં આવ્યા પછી પણ સ્વસમ્મુખ થઈને સમ્યગ્દર્શન પ્રગટ થાય (એ તો કોઈ અપૂર્વ) છે.
આહા. હા! એ પર્યાયે પરિણત-નિજપરમાત્મદ્રવ્ય તો ત્રિકાળ છે, એની સન્મુખ થઈને પર્યાયે પરિણત-મોક્ષમાર્ગ એ પર્યાય છે, અને મોક્ષ પણ પર્યાય છે. આહા.. હા! “પર્યાય' કોને કહેવી? (ક) મોક્ષ પણ પર્યાય છે અને મોક્ષમાર્ગ પણ પર્યાય છે. અને સંસાર એ પણ વિકારી પર્યાય છે. સ્ત્રી-કુટુંબ-પરિવાર-મકાન, એ કોઈ સંસાર નથી; એ તો “પરચીજ' છે. “રાગ મારો છે. પરચીજ મારી છે. હું એનો છું” એવો મિથ્યાત્વભાવ, એ “સંસાર” છે! એ સંસાર, આત્માની વિકારી પર્યાય છે. સંસાર કોઈ બહારમાં રહેતો નથી. તો એ જે વિકારી પર્યાય છે, એનું લક્ષ છોડીને ત્રિકાળી ભગવાન પરમાનંદની મૂર્તિની શ્રદ્ધા, જ્ઞાન અને એમાં રમવું, તે પર્યાય છે, તે પર્યાયપણે-આત્મા પરિણમે છે, ત્યારે એને મોક્ષનો માર્ગ પ્રગટ થાય (છે). કાલ અહીં સુધી તો આવ્યું હતું.
(હવે કહે છે: ) “તે પરિણમન” (અર્થાત ) પરિણમન કહો, પર્યાય કહો, અવસ્થા કહો, દશા કહો-એ બધું પરિણમન-દશા, જે ત્રિકાળી ચૈતન્યના અવલંબનથી થઈ, તે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર (રૂપ) શુદ્ધ પરિણતિ છે. એ કોઈ બાહ્ય વેશ-ભેખમાં નથી. એ દ્રવ્યમાં ઉપર પર્યાય પરિણમે છે. દ્રવ્ય ઉપર. પણ દ્રવ્યમાં પ્રવેશ કરતી નથી તેથી પર્યાયનું પરિણમન છે, એમ કહ્યું “પર્યાય પરિણમે છે”. કોણ? (કેટ) દ્રવ્ય જે ત્રિકાળી વસ્તુ છે એની સન્મુખ થઈને (પર્યાય પરિણમે છે).
ચાહે તો દયા-દાન-વ્રત-પૂજાનો વિકલ્પ હો, તોપણ એ બધો સંસાર છે, રાગ છે. અરે! આ તે કેમ બેસે? રખડતો અનાદિનો દુઃખી છે. એ ત્યાંથી હુઠીને, અંદર ત્રિકાળી દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરીને જે પર્યાયરૂપી પરિણમન થયું–તે પરિણમનને શું કહેવું? (તો) એમ કહે છે કે “તે પરિણમન ” આગમભાષાથી (ઔપશમિકાદિ ભાવત્રય કહેવાય છે).
અરે. રે! આ તો હજી એકડાના મીંડાની વાત છે. એકલું મીંડું જુદું છે, ને એકડાનું મીંડું ગોળ હોય છે અને એકડાનું મીંડું ગોળ કરીને લાંબુ કરવામાં આવે છે. આ તો હજી એકડાના મીંડાની વાત છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૭૭ અરે રે! પ્રભુ! તું ચોર્યાશીના અવતારમાં રખડતો દુઃખી-દુઃખી છો. આ બધા પૈસાવાળા ને રાજા બધા દુ:ખી દુ:ખીના દાળીયા છે. એકલા દુઃખી બચારા છે. એને ભાન નથી. એટલે માને છે કે અમે કંઈક સુખી છીએ. રાગ અને અજ્ઞાનમાં રોળાઈ ગયા છે. એ દુઃખમાં છે. પણ દુઃખની એને ખબર નથી કે આ દુઃખ છે. આહા... હા ! આત્માના આનંદથી વિપરીત દશા એ દુઃખરૂપ છે. એ દુઃખરૂપની દશાને છેદવાનો ઉપાય-ત્રિકાળી ભગવાન શુદ્ધ સહજાન્મસ્વરૂપની (દષ્ટિ કરવી તે છે).
(“સહજામસ્વરૂપ”) એ વાક્ય શ્રીમદનું છે. મંત્ર બીજાને આપે છે. ને. જ્યારે “ સહજાન્મસ્વરૂપ ”અથવા એક વાર તેમણે એમ કહ્યું “સર્વજ્ઞદેવ પરમગુરુ” મંત્રમાં કહ્યું “ સર્વજ્ઞદેવ પરમગુરુ” એ સર્વજ્ઞદેવ” આ’ સર્વજ્ઞ દિવ્ય શક્તિનો ભંડાર “ભગવાન (આત્મા).” એ પરમગુરુ' છે!
બે હજાર વર્ષથી આફ્રિકામાં દિગંબર મંદિર નહોતું. પહેલું વહેલું પંદર લાખનું મંદિર નાઈરોબીમાં બન્યું છે! અરે! એ (આત્મા, એને) કરે ? એ તો પરમાણુની ક્રિયા બનવાની છે તે બને છે. એમાં બનાવવાવાળાનો ભાવ હોય, તો (તે) શુભભાવ છે. એટલી વાત છે. ભાવથી બનતું નથી. અને બને છે તો એનાથી ભાવ થયા એમ પણ નહીં આહા.. હા! આવી વાત !! અરે.. રે! ક્યારેય સત્ય વાત સાંભળી નથી.
અરે.. રે! અનંત કાળથી નરક અને નિગોદનાં દુ:ખનો પાર નહીં! પ્રભુ તો એમ કહે છે કે, પહેલી નરકની સ્થિતિ દશહજાર (વર્ષ) ની; એનાએક અંતર્મુહૂર્તનું દુઃખ.. પ્રભુ! તને શું કહું? કરોડો જીભે અને કરોડો ભવે પણ કહી શકાય નહીં, એટલું દુઃખ છે; બાપુ! ત્યાં તું અનંત વાર ગયો છે. અને હજી (જો ) મિથ્યાત્વ રહેશે તો અનંતવાર જઈશ.
(કહે છે કે ) આત્માના ગુણ કેટલા? કે અનંત મુખ કરે અને એક એક મુખે અનંત જીભ કરે, તોપણ કહી ન શકાય એટલા એ ગુણ છે! આહા.. હા ! ભગવાન આત્મામાં ગુણની સંખ્યા (એટલી છે કે, ) અનંતમુખ –મોઢાં બનાવે અને એક એક મોઢે અનંતી જીભ. આહા. હા! તોપણ ગુણની સંખ્યા કહી શકાય નહીં, પ્રભુ! એવડો મોટો પ્રભુ ! નાથ ! (તું છો. છતાં) તને તારી સૂઝ-બૂઝ પડે નહીં ! અને જેમાં (કંઈ ) માલ ન મળે, એની તને સૂઝ-બૂઝ ને પ્રવીણતા !!
અહીંયાં કહે છે કે પ્રભુ જ્યારે પોતાના સ્વરૂપસન્મુખ થઈને પર્યાયરૂપે-સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર વીતરાગીપર્યાયપણે-પરિણમે છે, (તો) એ પરિણામને આગમભાષાથી પથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એવા ભાવત્રય કહેવાય છે. આગમભાષાએ ભાવત્રય, આહા... હા! પણ એ પરિણામે પરિણામ પરિણમે છે. અનંત આનંદની સન્મુખ થઈને (જ્યારે) પર્યાયપણે પરિણમે છે ત્યારે એ જે નિર્મળ (પરિણામ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮: પ્રવચન નવનીત ભાગ-૧ (રૂપ) થયા, તેને આગમભાષાએ ત્રણ ભાવ- ઉપશમભાવ-ક્ષયોપશમભાવ-ક્ષાયિકભાવ – કહેવામાં આવ્યા છે.
નિયમસાર' માં (ઉદય આદિ) ચાર ભાવને વિભાવ કહ્યા છે. એમાંથી ત્રણ ભાવરૂપ પરિણમન (–ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક) એ વિશેષ પર્યાય છે, માટે એને વિભાવ કહ્યો; વિકાર નહીં. જે વિશેષ દશા-ત્રિકાળી ભગવાન (ના) (આશ્રયે) – થાય છે, એ વિભાવ ભાવ અથવા વિશેષ ભાવ. – એ જે (ઔપશમિકાદિ) ત્રણ ભાવ “મોક્ષનો માર્ગ છે, એને આગમભાષાએ ત્રણ ભાવ કહેવામાં આવ્યા છે. એ ભાવત્રય કહેવાય છે.
અધ્યાત્મભાષાથી”. આહા.... હા! આગમભાષા અને અધ્યાત્મભાષા જુદી છે. “અધ્યાત્મભાષાથી “શુદ્ધાત્માભિમુખપરિણામ. (સંજ્ઞા પામે છે)”. કર્મના નિમિત્તની અપેક્ષાએ ઉપશમ-ક્ષયોપશમ–ક્ષાયિક (છે). તો પોતાની પર્યાયમાં – તેનાથી (કર્મથી) ઉપશમ-ક્ષયોપશમક્ષાયિક- નથી થતા; પોતાથી થાય છે. પણ એમાં પેલા (કર્મના) નિમિત્તનો પણ ઉપશમ (આદિ) છે તેથી એ અપેક્ષાએ આગમભાષાથી આ ત્રણ ભાવને મોક્ષનો માર્ગ કહ્યો. પણ (એને) અધ્યાત્મભાષાથી શુદ્ધાત્માભિમુખ અર્થાત્ ભગવાન પૂર્ણાનંદનો નાથ (આત્મા), એની સન્મુખનાં પરિણામ (કહેવામાં આવે છે).
આહા. હા.! ઝીણી વાત છે, ભાઈ ! આ જન્મ-મરણથી રહિત થવાની ચીજ અલૌકિક છે. બાપુ! બાકી તો જન્મ-મરણ કર્યા જ કરે. નરક-નિગોદના ભવ કરી કરીને એના ચોથા નીકળી ગયા છે! – પર્યાયમાં હોં! દ્રવ્ય તો ભગવાન જેવો છે તેવો ત્રિકાળી અંદર પડ્યો છે.
એ દ્રવ્યસ્વભાવની સન્મુખ થવું - એ મોક્ષમાર્ગ છે. - એને અધ્યાત્મભાષાથી “શુદ્ધાત્માભિમુખ પરિણામ' કહેવામાં આવે છે. (અને) ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપના અભિમુખ (થવા) થી જે પરિણામ થયાં, એને આગમભાષાથી ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક કહેવામાં આવે છે. અધ્યાત્મભાષાથી “શુદ્ધાત્માભિમુખ” – ત્રિલોકના નાથની સન્મુખ-પરિણામ થયાં. અર્થાત્ જે પરિણામ રાગ-સન્મુખ હતાં એ પરિણામ ત્રિલોકના નાથની સન્મુખ થયાં. એ શુદ્ધાત્માભિમુખતાને સમ્યગ્દર્શન - જ્ઞાન-ચારિત્ર - મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આહા.... હા..
હા !
એમાં ઓલાં વ્રત ને તપ ને ભક્તિના વિકલ્પ તો ક્યાંય ગયા, એ તો પાપ... સંસાર છે બધો! આ ઝીણી વાત, ભાઈ ! કહ્યું હતું ને...(“પાપરૂપને પાપ તો, જાણે જગ સહુ કોઈ; પુત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ .) પાપને પાપ તો સૌ કહે પણ અનુભવીજન પુણ્યને પાપ કહે. યોગીન્દુદેવ (યોગસાર' માં) આ કહે છે. અને (“સમયસાર') પુણ્ય-પાપ અધિકારમાં છેલ્લે આવે છે કેઃ પુણને પાપ કેમ કહ્યું? કે જ્યારે શુભભાવ ઉત્પન્ન થાય છે ત્યારે પવિત્ર ભગવાન અખંડાનંદમાંથી – સ્વરૂપથી પતિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૭૯ થાય છે. – જયસેન આચાર્યની સંસ્કૃત ટીકા પુણ્ય – પાપ (અધિકારમાં) છેલ્લે છે. પ્રભુ! આ તો પાપનો અધિકાર ચાલે છે ને... એમાં તમે આ ક્યાં નાખ્યું? કે એ (પુણ્ય) નિશ્ચયથી પાપ જ છે. આહા... હા! સાંભળ તો ખરો! દયા-દાન-વ્રત-ભક્તિ-ભગવાનની પૂજાનો ભાવ એ બધા ભાવ રાગ છે – એ સ્વરૂપમાંથી પતિત કરે છે, ત્યાં રાગમાં ખસી જાય છે, માટે રાગને પાપ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ?
અહીં કહે છે: “શુદ્ધાત્માભિમુખ” – આત્મા અખંડ આનંદ પ્રભુ ! એની સન્મુખ થઈને જે પરિણતિ સમ્યગ્દર્શન – જ્ઞાન–ચારિત્ર (રૂપ) થઈ; (તેને) આગમભાષાએ ત્રણ ભાવ કહ્યા. અને અધ્યાત્મભાષાએ (તેને) “શુદ્ધાત્માભિમુખપરિણામ' કહ્યાં. – શુદ્ધસ્વરૂપની અભિમુખ પરિણામ થયાં. આહા.. હા !
દયા–દાન-વ્રત-ભક્તિ-પૂજાનાં પરિણામ એ બધા તો રાગ છે, એ તો પરસમ્મુખથી ઉત્પન્ન થયા છે; અર્થાત પરથી નહીં, પણ પરસમ્મુખથી (થયાં છે ), એ આ (શુદ્ધાત્માભિમુખ પરિણામ) સ્વદ્રવ્યથી ઉત્પન્ન થયાં, એમ નહીં; પણ દ્રવ્યના સન્મુખથી ઉત્પન્ન થયાં છે. આહા... હા... હા! (તે પરિણમનને ) “શુદ્ધાત્માભિમુખ પરિણામ” કહીએ. આહા. હા.. હા! “શુદ્ધાપયોગ' કહીએ. સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા-નિર્વિકલ્પ આનંદદશા એને “શુદ્ધોપયોગ” કહીએ.
આહા... હા... હા! “નિયમસાર' ની ૫૦- ગાથામાં પરિણામને પણ પરદ્રવ્ય કહ્યાં. (શુદ્ધાત્માભિમુખ) પરિણામને પરદ્રવ્ય કહ્યાં. “મોક્ષમાર્ગનાં પરિણામ એ પણ પરદ્રવ્ય. અર્થાત સ્વદ્રવ્ય નહીં માટે પરદ્રવ્ય. કેમકે (જે) શુદ્ધ પરિણામ ઉત્પન્ન થયાં એના આશ્રયથી શુદ્ધ પરિણામ ઉત્પન્ન થતાં નથી. (શુદ્ધિની) વૃદ્ધિ થતી નથી. (જે) શુદ્ધ પરિણામ નવાં ઉત્પન્ન થાય છે એ દ્રવ્યના આશ્રયે થાય છે. શુદ્ધાત્માભિમુખ થવાથી શુદ્ધ (પરિણામ) ઉત્પન્ન થાય છે. મોક્ષમાર્ગ' ના આશ્રયે નવાં શુદ્ધ પરિણામ ઉત્પન્ન થતા નથી. એ કારણે, એ જે શુદ્ધાત્માભિમુખ પરિણામ છે તેને પણ “પદ્રવ્ય' કહેવામાં આવ્યાં છે, અને પરભાવ' કહેવામાં આવ્યાં છે. સમજાણું કાંઈ ?
પરભાવ' ના તો ઘણા અર્થ છે. શરીર-વાણી-મન-લક્ષ્મી સ્ત્રી આદિની પર્યાય પરભાવ છે. એ તો તારાથી તદ્ન ભિન્ન છે. તારે અને એને કંઈ સંબંધ જ નથી. પછી કર્મના ભાવ (જે) અંદર છે, એ પણ પરભાવ છે. કર્મના ભાવ: રાગ-દ્વેષનો ભાવ નહીં. અર્થાત “કર્મનો ઉદય” એ કર્મનો ભાવ, એ પરભાવ. ત્રીજું, પુણ્ય-પાપના ભાવ એ પરભાવ. અનંત ગુણનો પિંડ પ્રભુ! એમાંથી ભિન્ન વિચાર-વિકલ્પ કરવો કેઃ “આ ગુણ છે. એ (પણ) પરભાવ છે. ચોથું, “નિર્મળ પર્યાય ” એ (પણ) પરભાવ. અરે રે! એ પરભાવ! – એને અહીં “શુદ્ધાત્માભિમુખ (પરિણામ) કહ્યાં અને શુદ્ધોપયોગ” કહ્યો. આહા... હા ! સમજાય છે કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #292
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૦: પ્રવચન નવનીત ભાગ-૧
=
‘સમયસાર–કળશ ’ ટીકામાં ૨૫૨- શ્લોકમાં આવે છે ને..? સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પ૨કાળ અને પરભાવ. - શું કહ્યું ? (કે:) અખંડાનંદ પૂર્ણ પ્રભુ એ ‘ સ્વદ્રવ્ય ’. અને એ દ્રવ્યમાં વિકલ્પ ઉઠાવવો કે: આ દ્રવ્ય છે, આ ગુણ છે – એ ' ૫૨દ્રવ્ય ’. અભેદમાં ભેદ-કલ્પના અર્થાત્ અભેદમાં ‘આ ગુણ છે ને આ આવું છે' ( એવી ) ભેદ–કલ્પના, એને ‘૫૨દ્રવ્ય ’ કહ્યું.
આહા... હા ! હજી તો શ૨ી૨ પરદ્રવ્ય, કર્મ પરદ્રવ્ય, સ્ત્રી પરદ્રવ્ય, પૈસા પદ્રવ્ય-એ બેસે નહીં અ૨... ૨! આ બધા કરોડપતિ છે પૈસા... ધૂળ... ધૂળ! કરોડપતિ એટલે પૈસાનો પતિ, એટલે જડનો પતિ. ભેંશનો પતિ પાડો હોય, એમ અજીવનો પતિ અજીવ થઈ જાય. (એવું બેસે નહીં, તો એ ) મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ ?
અહીં કહે છે: “શુદ્ધાત્માભિમુખ પરિણામ, શુદ્ધોપયોગ ઇત્યાદિ (પર્યાયસંજ્ઞા પામે છે)”. એને મોક્ષમાર્ગ કહો, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહો, શુદ્ધાત્માભિમુખ કહો. શુદ્ધોપયોગ-શુભ નહીં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ શુદ્ધોપયોગ છે.
દયા-દાન-વ્રત-તપનો વિકલ્પ, આ બાહ્ય ત્યાગનો ભાવ (-રાગ મંદ કરતો હોય તો) શુભ ઉપયોગ છે. (પણ એ ક્રિયાનું) અભિમાન કરે તો (તે) મિથ્યાત્વભાવ છે. પણ રાગની મંદતાનો ભાવ એ પણ પરભાવ છે; અને પાપ છે, સંસાર છે. આહા... હા... હા! એ ‘શુદ્ધ ઉપયોગ' એ સંસારનો નાશ કરવાળો છે. ‘શુભ ભાવ’ એ સંસાર છે. ગજબ વાત છે, પ્રભુ ! શું
થાય ?
જિજ્ઞાસાઃ શુભ ભાવને ‘પાપ ’ (તો ) ન કહો, મહારાજ!
–
સમાધાનઃ અહીંયાં તો ‘પાપ' કહ્યું ને હમણાં! ‘કલશ ટીકા' જોવી છે? પહેલાં એક વાત યોગીન્દુદેવની તો કહી – પાપને પાપ તો સૌ કહે પણ અનુભવીજન પુણ્યને પણ પાપ કહે. કેમકે, ‘ પુણ્ય ' એ દુર્ગતિનું કારણ છે; ચૈતન્યની ગતિનું કારણ નથી ! ‘મોક્ષપાહુડ' ૧૬મી ગાથામાં તો ભગવાન કુંદકુંદાચાર્યે એમ કહ્યું: પ્રભુ! મારી સામે જોઇશ અને તને ભાવ થશે એ દુર્ગતિ છે. અર.........! એમ ત્રણલોકના નાથ પોકારે છે. એમ સંતો-કુંદકુંદ આચાર્ય આદિનો પોકાર છે કેઃ અમે ૫દ્રવ્ય છીએ, અમારી તરફ તારું લક્ષ જશે, તો તને રાગ થશે; અને રાગ તો ચૈતન્યગતિનો વિરોધી ( ભાવ ) છે (તેથી ) દુર્ગતિ થશે. આહા... હા! આકરું કામ છે! ભગવાન એમ ફરમાવે છે અને કુંદકુંદ આચાર્ય એમ (૪) ફરમાવે છે. અરે રે! મહાપ્રભુ (આત્મા ) બિરાજે છે. એનો ઉપયોગ તે ‘શુદ્ધ ઉપયોગ’ છે. બાકી પર તરફનો ૫રદ્રવ્યનો ઉપયોગ, તે શુભ અને અશુભ બન્ને ‘અશુદ્ધ ઉપયોગ' છે. સ્ત્રી-કુટુંબ-પરિવાર-લક્ષ્મી તરફ લક્ષ જવું એ પાપ અશુભ પરિણામ (છે ); અને દેવ- ગુરુ શાસ્ત્રની ભક્તિ આદિનાં પરિણામ એ શુભ (પરિણામ છે) એ બન્ને અશુદ્ધ અર્થાત્ શુભ અને અશુભ બન્ને અશુદ્ધ (ઉપયોગ છે). પોતાની ચીજ અંદર પૂર્ણાનંદનો નાથ
1
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #293
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦ : ૨૮૧ પ્રભુ – એની સન્મુખ થઈને, જે મોક્ષના માર્ગનાં પરિણામ થયાં, એને અહીં “શુદ્ધ ઉપયોગ' કહે છે. શુદ્ધાત્માભિમુખ (પરિણામ) કહે છે. (ચૈતન્ય-) ઉપયોગ કહે છે. મોક્ષનો માર્ગ કહે છે. નિર્મળ પરિણામ કહે છે. નિર્મળ પરિણતિ કહે છે. નિર્મળ પર્યાય કહે છે. આહા...હા!
અરે..! બાકી તો “નિયમસાર માં (એમ) આવ્યું છે કે : સ્વધર્મ પરિત્યાગ. સ્વધર્મનો ત્યાગ કર્યો? આ પરનો ત્યાગ-કપડાં વગેરે છોડીને - મેં ત્યાગ કર્યો, એમાં (0) ધર્મનો ત્યાગ કર્યો. અર્થાત્ પરનો ત્યાગ કરીને માને કે “અમે ત્યાગ કર્યો” તો પરનો ત્યાગ તો આત્મામાં છે જ નહીં (કેમકે, ) પરના ત્યાગ-ગ્રહણથી તો પ્રભુ શૂન્ય છે; (છતાં )
એનો ત્યાગ મેં કર્યો ... આટલો ત્યાગ કર્યો...” (એમાં તો એણે ) મિથ્યાત્વનું પોષણ કર્યું ! આહા...હા !
અહીં કહે છે કે : એ બધા ભાવ-વિકાર-શુભાશુભભાવ-એ અશુદ્ધ ઉપયોગ છે. એ સંસાર છે. આહા...હા ! જેમાં સંસાર અને સંસારના ભાવ નથી એવી ચીજ જે ભગવાન-આત્મા છે, એના તરફ વળવું (અર્થાત્ ) પરિણામને તે તરફ વાળવાથી જે પરિણામ ઉત્પન્ન થયાં તે શુદ્ધાત્માભિમુખ પરિણામ' કહે છે અને “શુદ્ધ ઉપયોગ” કહે છે. બાકી જે દયા-દાન-વ્રતભકિત-પૂજા આદિના ભાવ છે તે અશુભ ઉપયોગ છે, મલિન છે, બંધનું કારણ છે. (શુભભાવ) આવે.સમ્યગ્દષ્ટિને પણ એવા ભાવ આવે. પણ (તે તેને) બંધનું કારણ માને છે. (પરંતુ ) અજ્ઞાની માને છે કે (એ) ધર્મનું કારણ છે.
અહીં એ કહ્યું : ““ઇત્યાદિ પર્યાય સંજ્ઞા પામે છે''. એ ભાષા આવી જુઓ ! – શુદ્ધપારિણામિક (ભાવ) સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અશુદ્ધ પારિણામિક (ભાવ) સંજ્ઞા પ્રાપ્ત થાય છે. (ગાથા-) ૧૪૪માં કહ્યું “સમ્યગ્દર્શન નામ પામે છે. એ નામ કહો કે સંજ્ઞા કહો. એ ઇત્યાદિ પર્યાય સંજ્ઞા પામે છે''. એ પર્યાય નામ પામે છે. મોક્ષના માર્ગનું નામ “પર્યાય 'ને પ્રાપ્ત થાય છે. એ પર્યાય છે! આશ્રય કરવા લાયક નથી ! અર્થાત્ એના અવલંબનથી – આશ્રયથી લાભ થાય, એમ નથી. પર્યાયનો આશ્રય કરવા જઈશ તો વિકલ્પ-રાગ (જ) ઉત્પન્ન થશે. આહા...હા!
એમ કહે છે કે : “પર્યાય સંજ્ઞા પામે છે”. આહાહા! અંતરમાં અપૂર્વ મોક્ષમાર્ગ (માટે) અનંત કાળમાં, કયારેય (કંઈ ) કર્યું નથી. અને અનંત કાળમાં જે કર્યું તે બધા રખડવાના ભાવ કર્યા. હવે જ્યારે એનાથી વિરુદ્ધ ભાવ થયા, એટલે કે શુદ્ધ ચૈતન્યસન્મુખ થઈને (જે) પરિણામ થયાં, એ પરિણામને (શુદ્ધાત્માભિમુખ પરિણામ ) પર્યાય સંજ્ઞા-નામ મળે છે.
આહાહા! આવી વાત!! હવે માણસ સમજે નહિ તો પછી એમ જ કહે ને...
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #294
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨ : પ્રવચન નવનીત ભાગ-૧ સોનગઢની વાત....એકાંત છે. એકાંત છે! આ કારણે કે “આ (સોનગઢ) વ્યવહારથી લાભ થાય છે તેની તો ના જ પાડે છે. (અને અમે) આ બધો ત્યાગ કરીએ... આટલું આટલું સહન કરીએ... ઉપવાસ કરીએ'. (પરંતુ) વ્યવહારના અભાવથી (લાભ) થાય છે. એના ઠેકાણે
વ્યવહારથી લાભ થાય” (એવી માન્યતા) મિથ્યાદષ્ટિ છે. (શ્રોતા ) તો વ્યવહાર છોડી દેવો? (ઉત્તર) કોણ છોડી શકે ? પહેલાં દૃષ્ટિમાં છોડવું. પછી તો સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગ ઠરે, તો શુભ ઉપયોગ છૂટી જાય છે. પહેલાં શુભ ઉપયોગની રુચિ છોડવી અને ત્રિકાળીની રુચિ કરવી. પછી સ્વરૂપમાં ઠરીને અસ્થિરતાનો ભાવનો ત્યાગ કરવો. એ કથન પણ કથન નામ માત્ર છે. શુદ્ધ ઉપયોગમાં ઠરે છે, તો અશુદ્ધ ઉપયોગ ઉત્પન્ન જ થતો નથી; તો “એનો ત્યાગ કર્યો' એવું નામ માત્ર કથન છે. આહા..હા! હુજી આ વાત સમજાય નહીં. અને (બીજે કયાંય) સાંભળવા મળે નહીં. આહા...હા.હા !
હવે કહે છે : “ “તે પર્યાય '' - તે કઇ પર્યાય ? (કેઃ ) જે ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદની સન્મુખ થઈ. બધાથી વિમુખ થઈ.- દ્વેષ કરીને નહીં. અર્થાત્ સ્વદ્રવ્ય ભલું છે અને પરદ્રવ્ય બૂરા છે, એમ નહીં; (કેમકે) એ તો રાગ-દ્વેષ છે. “મોક્ષમાર્ગ પ્રકાશક'માં આવે છે. આ તો સ્વદ્રવ્ય તરફ ઝૂકતા જવું અને પારદ્રવ્ય તરફથી હુઠી જવું. - એ પરદ્રવ્યથી વિમુખતા (છે). પરદ્રવ્ય (પ્રત્યે) દ્વેષ છે એમ નહીં. પણ પરદ્રવ્ય (પ્રત્યે) જે લક્ષ છે, તે છૂટી જવું અને પોતાના (પ્રત્યે ) લક્ષ લગાડી દેવું! આહા..હા !
તે પર્યાય શુદ્ધ પારિણામિકભાવલક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે.” આહા..હા..હા! અરે પ્રભુ ! તારી અપૂર્વ મોક્ષમાર્ગની જે પર્યાય પ્રગટ થાય છે, તે પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે! બહુ (આકરું ) ન પડે માટે (એમ કહ્યું ). નહીંતર તો “સર્વથા' ભિન્ન છે! (શ્રી નિહાલચંદ્રજી) સોગાનીએ “સર્વથા ભિન્ન” લખ્યું છે. તો એમ જ! બે તદ્દન ભિન્ન છે! દ્રવ્યમાં પર્યાય નથી. અને પર્યાયમાં દ્રવ્ય નથી! પણ લોકોને આકરું લાગે, એટલે અહીંયાં
કથંચિત્ ભિન્ન' કહ્યું. પર્યાયનો દ્રવ્યમાં એકદમ-સર્વથા અભાવ (છે, એમ સમજવું). જરી કઠણ પડે.
એ મોક્ષમાર્ગની પર્યાય, શુદ્ધ ઉપયોગની પર્યાય, શુદ્ધાત્માભિમુખની પર્યાય, ‘ત્રિકાળી દ્રવ્ય થી ભિન્ન છે! અર....૨.૨! હજી શરીર જુદું, રાગ જુદો અને પુણ્ય-પાપ-લક્ષ્મીને ધૂળ ને આ તમાશા બધા, એ જુદાં. તે હજી બેસે નહીં એને. (તો) અહીં “(જે) ધર્મની પર્યાય પ્રગટ થઈ, એ દ્રવ્યથી ભિન્ન છે” ( –એવું કેમ બેસે??)
એ કહે છે તે જુઓઃ (““કથંચિત્ ભિન્ન છે). શા માટે ?'' શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા; એની શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર (ની પર્યાય) અર્થાત્ જે પર્યાય અંદર આનંદની આવી એ પર્યાય-વસ્તુથી કથંચિત્ ભિન્ન છે. એ પર્યાય દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. પરદ્રવ્ય-શરીર, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર-તો બધાં (પોતાથી તદ્દન) ભિન્ન છે; રાગ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #295
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦ : ૨૮૩ દ્રવ્યથી ભિન્ન છે; (પણ) નિર્મળપર્યાયથી પણ (દ્રવ્ય) ભિન્ન છે. આહા...હા....હા! એની (પોતાની) મોક્ષમાર્ગની નિર્મળ પર્યાય જેમાં અતીન્દ્રિય આનંદ આવે છે, મોક્ષના માર્ગનો અર્થ: અતીન્દ્રિય આનંદનો અનુભવ (જે પર્યાયમાં) આવે છે, (એ પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે). અતીન્દ્રિય આનંદ એટલે જ્યારે ઇન્દ્રોના ઇન્દ્રાસનમાં, કરોડો અપ્સરાઓમાં સુખ નથી; પણ એ બધું દુઃખ છે, એ પ્રાણી દુઃખી છે. (પણ) આ સુખ અંદરમાંથી જ્યારે સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન-થયું તો અતીન્દ્રિય સુખ અર્થાત્ અતીન્દ્રિય આનંદ આવ્યો. એ અતીન્દ્રિય આનંદની પર્યાય પણ કોઈ અપેક્ષાએ ત્રિકાળી દ્રવ્યથી ભિન્ન છે. એ (પર્યાય) “અંશ છે અને ત્રિકાળી અંશી” છે.
નિશ્ચયથી તો ત્યાં સુધી કહ્યું છે “ચિવિલાસ'માં કે : એ “પર્યાય'નું દ્રવ્ય ભિન્ન, ક્ષેત્ર ભિન્ન, કાળ ભિન્ન, ભાવ ભિન્ન, – શું કહ્યું? આહા...હા! અહીં વિકારી પર્યાયની તો વાત જ નથી. અને શરીર-વાણીને ક્રિયા આત્માની, એ વાત પણ અહીં નથી, એ (ક્રિયા) તો જડની છે. પણ ભગવાન આત્માની જે મોક્ષના માર્ગની પર્યાય, જે અંદર થઈ છે, એ પર્યાયને કથંચિત ભિન્ન કહી. કેમકે, પર્યાય છે તે એક “અંશ ” છે. અહીં. ચિવિલાસ'માં એ દ્રવ્ય (અંશી' અને બાકીનો અંશ') ભિન્ન દ્રવ્ય અર્થાત્ એ વસ્તુ છે. ત્રિકાળીથી એ પર્યાય ભિન્ન, એના પ્રદેશ ભિન્ન જેટલામાંથી પર્યાય ઉત્પન્ન થાય છે એટલા એ પ્રદેશ. દ્રવ્ય-પ્રદેશ કરતાં એ (પર્યાયના) પ્રદેશનો અંશ ભિન્ન છે. છે તો અસંખ્ય પ્રદેશ પણ અસંખ્ય પ્રદેશમાંથી બે પ્રકારઃ જેટલામાંથી મોક્ષમાર્ગની પર્યાય ઉત્પન્ન થઈ તે ક્ષેત્ર ભિન્ન છે, અને ધ્રુવ જેટલામાં રહે છે તે ક્ષેત્ર ભિન્ન છે! સમજાય છે કાંઈ ? એ પર્યાય જે મોક્ષના માર્ગની છે તે પર્યાયને દ્રવ્ય કહીએ.
કહ્યું હતું ને...! “નિયમસાર માં : (પર્યાય) પરદ્રવ્ય. (પર્યાયને) દ્રવ્ય કહ્યું. એનું (પર્યાયનું) ક્ષેત્ર (ભિન્ન). દ્રવ્ય જે સ્વભાવ-વસ્તુ છે, એનાથી “પર્યાય-દ્રવ્ય” ભિન્નઃ પર્યાયનું ક્ષેત્ર' ભિન્ન અને પર્યાયનો “કાળ' ભિન્ન (-પર્યાય એક સમયની અને આ વસ્તુ ત્રિકાળ.); અને પર્યાયનો “ભાવ” ભિન્ન (-દ્રવ્ય સ્વભાવ કરતાં પર્યાયનો ભાવ ભિન્ન). (શ્રોતા ) સ્વભાવ પણ ભિન્ન? (ઉત્તર) શુદ્ધ પર્યાય છે ને! ભિન્ન છે. ત્રિકાળી વસ્તુથી પર્યાય ભિન્ન છે. (જો) એ એક થઈ જાય તો, (એટલે કેઃ) જો પર્યાય-અંશમાં દ્રવ્ય આવી જાય તો, દ્રવ્ય “અંશ થઈ જાય. અને પર્યાય એમાં (દ્રવ્યમાં) આવી જાય તો, પર્યાય “દ્રવ્ય થઈ જાય! પણ એમ (કદી બનતું) નથી. આહા....હા....!
“કળશ ટીકા' (શ્લોક-) ૨૫રમાં તો એમ લીધું છે કે : “સ્વદ્રવ્ય' એટલે નિર્વિકલ્પવસ્તુ. વસ્તુ જે નિર્વિકલ્પ-અભેદ અર્થાત્ પર્યાય પણ જેમાં નથી, એ નિર્વિકલ્પ દ્રવ્યએ સ્વદ્રવ્ય. “સ્વક્ષેત્ર” એટલે આધાર માત્ર વસ્તુનો પ્રદેશ; સ્વક્ષેત્ર એટલે ગુણનો આધાર માત્ર પ્રદેશ-એ સ્વક્ષેત્ર. “સ્વકાળ' એટલે વસ્તુ માત્રની મૂળ અવસ્થા. “સ્વભાવ' એટલે વસ્તુની મૂળની નિજ ( સહુજ) શકિત-ગુણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #296
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪ : પ્રવચન નવનીત ભાગ-૧
હવે, પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદ-કલ્પના. એકલો ભેદ નહીં (પણ) સવિકલ્પ ભેદકલ્પના, શરીર–વાણી–મન તો પરદ્રવ્ય છે; લક્ષ્મી આદિ ધૂળ તો પરદ્રવ્ય છે; તારે અને એને કંઈ સંબંધ જ નથી. એની તો અમે અહીં વાત જ કરતા નથી. અહીં તો રાગને પરદ્રવ્ય કહ્યું; એની પણ વાત અમે કહેતા નથી. પણ અહીં તો આખું દ્રવ્ય જે અખંડ અભેદ છે, એમાં વિકલ્પ ઉઠાવવો અર્થાત અભેદમાંથી ભેદનો વિકલ્પ ઉઠાવવો – એ પરદ્રવ્ય છે. આહા..હા ! રાજમલજીની ટીકા છે! બે ટીકા છે, બીજી (પણ) એક ટીકા છે. અહીં (અમે) તો બધા ગ્રંથો-હજારો જોયા છે, એક એક (ગ્રંથ) કેટલી વાર..એક વાર નહિ પણ ઘણી વાર, બધા જોયા છે. અરેરે! અહીં કહે છે કે : “પદ્રવ્ય કોને કહીએ?- શરીર તો પરદ્રવ્ય છે. કર્મ પરદ્રવ્ય છે. સ્ત્રી-કુટુંબ પરદ્રવ્ય છે. લક્ષ્મી પરદ્રવ્ય છે. મકાન પરદ્રવ્ય છે. જમીન પરદ્રવ્ય છે. – એની તો વાત (જ) તું છોડી દે! કેમકે, “એ પરદ્રવ્ય મારું છે' એવી માન્યતા તો ભ્રમ-મિથ્યાત્વ-અજ્ઞાન છે. પણ અહીં તો કહે છે કેઃ “રાગ” પરદ્રવ્ય છે, એ પણ છોડી દે! અહીં તો અખંડ દ્રવ્યમાં વિકલ્પથી ભેદ-કલ્પના કરવી તે (પણ) પરદ્રવ્ય છે. સમજાણું કાંઈ? શું કહ્યું? (કે :) પરદ્રવ્ય અર્થાત્ સવિકલ્પ ભેદકલ્પના. વિકલ્પ ઉઠાવવો કે “આ દ્રવ્ય છે' એ ભેદ-કલ્પના; તે પરદ્રવ્ય થઈ ગયું. અરે..રે! કયાં વાત બેસે? અરે ! જન્મ-મરણથી રહિત થવાનો ભાવ (કેમ થાય છે? પ્રભુ! અરે.. અનાદિથી જન્મ-મરણનો ભાવ-ચોર્યાશીનો કરે છે... મરીને નરક અને નિગોદ..! આહાહા ! અહીં તો કહે છે : પ્રભુ અખંડાનંદ છે, એમાં સવિકલ્પ-વિકલ્પથી ભેદ ઉઠાવવો – ભેદ-કલ્પના ઉઠાવવી, તે “પદ્રવ્ય છે. (–એને પણ છોડ!)
હવે, પરક્ષેત્ર એટલે વસ્તુનો જે આધારભૂત પ્રદેશ અર્થાત્ નિર્વિકલ્પવસ્તુ - જીવના અસંખ્ય પ્રદેશ; તે પ્રદેશ (માં સવિકલ્પ ભેદ-કલ્પના, એ પરક્ષેત્ર). “સવિકલ્પ ભેદ-કલ્પના” – આ જોર અહીં છે. એકલી ભેદ-કલ્પના નહીં, પણ સવિકલ્પ ભેદ-કલ્પના. અર્થાત્ અસંખ્ય પ્રદેશ છે એમાં. આ પ્રદેશ અને આ પ્રદેશ, એમ ભેદ-કલ્પના-સવિકલ્પ ભેદ-કલ્પના-એ પરક્ષેત્ર. પરપ્રદેશ બુદ્ધિગોચરરૂપે કહેવાય છે. બુદ્ધિગોચર એટલે બુદ્ધિથી માનવું-જાણવું-(ભેદ-) કલ્પનાએ પરક્ષેત્ર.
હવે, પરકાળ (એટલે) દ્રવ્યની) મૂળની નિર્વિકલ્પ અવસ્થા, અવસ્થા એટલે ત્રિકાળી લેવું, જે ત્રિકાળી ચીજ છે, તે સ્વકાળ છે; તે જ અવસ્થાન્તર-ભેદરૂપ કલ્પના- પરકાળ કહેવાય છે. ત્રિકાળી ચીજ છે “અવસ્થ” એ અવસ્થા. ત્યાં પર્યાય નહીં લેવી. ત્રિકાળી વસ્તુ સ્વકાળ છે. અને એમાં વર્તમાન પર્યાયને ભિન્ન કરવી એ પરકાળ છે.
અર..........૨! અહીં તો શરાફની દુકાને બેઠા હોય (તો એમ માને કે સરખી રીતે શરાફી ચાલે... અમારી દુકાન બહુ સરસ ચાલે છે! (શ્રોતા ) એમાં આનંદ આવે છે! (ઉત્તર) આનંદ આવે છે દુઃખનો! અમારા ઘરની વાત નહોતી કરી ! ફોઈના દીકરા હતા ભાગીદાર. વેપારધંધામાં એને ઘણી મમતા. એને તો “હું કરું..હું કરું?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #297
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમસાર ગાથા-૩ર) : ૨૮૫ “આ બધું હું કરું છું” એવું અભિમાન ઘણું. આખો દી આ કર્યું ને આ કર્યું... આ માલ આવ્યો ને આ લાવો. તો મેં એક વાર કહી દીધું કે “શું આ બધી હોળી! તમે મરીને પશુ થશો. આપણે વાણિયા છીએ એટલે માંસ-ઈંડા આદિના (ખોરાક) તો છે નહિ એટલે નરકમાં (તો) નહીં જઈએ. સંવત ૧૯૬૬ની વાત છે. કહ્યું હતું : “મરીને બાપુ! મનુષ્ય થશો, એમ મને લાગતું નથી. અને મરીને દેવ થશો, એમ પણ મને લાગતું નથી. તમારે માટે તો એક પશુ (ગતિ ) (જ) છે. રાડ નાખે, પણ (તે) કોઈ દી બોલે નહીં. “ભગત' છે, બોલે છે, કહેવા ઘો''. (એમ સાંભળી લેતા).
આહા..હા ! અહીં કહે છેઃ “પરકાળ' કોને કહેવો? – આ અવસર્પિણી, ઉત્સર્પિણી, દિવસ ને રાત્રિ- એ તો પરકાળ છે; એ નહીં. અહીં તો ત્રિકાળી ચીજ છે એ “સ્વકાળ'. અને એમાં એક સમયની પર્યાયનો ભેદ કરવો એ “પરકાળ'.
આવો માર્ગ છે, બાપા! વીતરાગ શાસન! વિવક્ષિત વાત-“પરકાળ' છે ને? નિર્વિકલ્પ અવસ્થા એટલે વસ્તુ..હોં! ત્રિકાળી. તે વસ્તુથી અવસ્થાન્તર આંતર-ભેદ અર્થાત્ એક સમયની પર્યાયનો ભેદ-એ “પરકાળ'.
હવે, પરભાવ એટલે દ્રવ્યની સહજ શકિત, ભગવાન (આત્મા)ની અનંત ગુણ- શક્તિ, આત્મામાં અનંત ગુણ જે અનંત મુખ અને અનંત જીભથી ન કહેવાય એવા એટલા ગુણ એ બધા ગુણ-શક્તિના પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદ-કલ્પના. (તેને “પરભાવ” કહેવાય છે ). અર્ધી ફેર એટલો પાડયો : અનેક અંશ દ્વારા ભેદકલ્પના અર્થાત્ એક ગુણની કલ્પના કરવી- એ ‘પરભાવ' છે. આહા.હા !
અરે....રે! વીતરાગનો મૂળ માર્ગ!! પરમાત્મા જિનેશ્વરદેવ એમણે શું કહ્યું- એની (લોકોને) હજી ખબર નથી ! તો પછી વસ્તુનું પરિણમન (તો કે દી થવાનું?) શું કહે છે? શું શૈલી છે! ( ગુણ-ભેદ-કલ્પના) એ “પરભાવ ”! (આહાહા! રાગ તો પરભાવ છે જ, અર્થાત્ દયા-દાન-વ્રતનાં પરિણામ એ તો પરભાવ છે જ; પણ આત્મા અનંત ગુણનો પિંડ છે, એમાં એક ગુણની (ભેદ) કલ્પના કરવી કે, “આ જ્ઞાન છે. આ દર્શન છે” – એ “પરભાવ' છે! આહા...! હા! રાજમલજીની ટીકા છે!
(શ્રોતાઃ) સોનગઢમાં એવાં જ શાસ્ત્ર છપાય છે?
(પૂ. ગુરુદેવશ્રી :) એ મને ખબર નથી કે આ (શાસ્ત્ર) કયાંથી છપાયું છે? અમને કંઈ ખબર નથી! અહીં તો ઉપદેશ સિવાય બીજાં શું થાય છે, તે દુનિયા જાણે. બાવીશ લાખ પુસ્તકો છપાયાં છે એ કોઈ કહે તો અમે સાંભળીએ. અમે કોઈને કંઈ કહેતા નથી- કરો કે છપાવો... કંઈ નહીં” બેનનું (પૂ. બહેનશ્રી ચંપાબેનનું) પુસ્તક “બહેનશ્રીનાં વચનામૃત' જ્યારે હાથમાં આવ્યું તો દેખીને ત્યારે કહ્યું હતું કે : “આ એક લાખ પુસ્તક છપાવો”. (એમ) આ પહેલું વહેલું કહ્યું. એ પુસ્તક તો અલૌકિક છે! એ સિવાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #298
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬ : પ્રવચન નવનીત ભાગ-૧ આટલાં – બાવીશ લાખ પુસ્તકો પ્રકાશિત થયાં); આ મકાન (–મંદિરો આદિ) બન્યાં, (પણ) અમે કોઈને કાંઈ કહ્યું નથી, મકાન બનાવો.. અહીં પૈસા (વાપરો )... બિલકુલ કોઈ વાત નહીં. (અમે તો માત્ર) ઉપદેશ આપીએ, સાંભળવું હોય તો સાંભળો, એ સિવાય (અમારી કોઈ ) પ્રવૃત્તિ નથી.
અહીં કહે છે કે : એ શુદ્ધ પારિણામિકની જે પર્યાય છે, તે દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. કેમ ભિન્ન છે? – એ વિશેષ કહેશે.
*
*
*
[ પ્રવચન : તા.૪-૮-૭૯ ]
(“સમયસાર') ૩૨૦ – ગાથાની જનસેનાચાર્યની ટીકા છે. અહીં સુધી આવ્યું છે : જે આત્મા પોતાના સ્વભાવ-સન્મુખ થઈને જે શુદ્ધોપયોગથી પોતાને પ્રાપ્ત કરે છે, એ શુદ્ધોપયોગ-શુદ્ધ (આત્મા) અભિમુખ ભગવાન ! એ પર્યાય શું ચીજ છે? પર્યાય અને દ્રવ્યને શો સંબંધ છે? એ ઝીણી વાત (ઇ ) ! શું કહ્યું? કે : પ્રભુ ચૈતન્યસ્વરૂપ, ધ્રુવ, અતીન્દ્રિય આનંદ અમૃતના સાગરથી પરિપૂર્ણ ભર્યો (છે). એવી (જે) ચીજ (શુદ્ધાત્મા ), એની સન્મુખ થઈને જે અભિમુખ પરિણામ ઉત્પન્ન થાય છે અર્થાત્ (દ્રવ્ય-સન્મુખ, અને પરથી - પર્યાયથી પણ વિમુખ થઈ, એ પર્યાય અનંતર્મુખ જાય છે, તો એ પર્યાયને અધ્યાત્મભાષાથી “શુદ્ધાત્માભિમુખ (પરિણામ)” અને “શુદ્ધોપયોગ” કહેવામાં આવ્યું. (તથા) એને આગમ ભાષામાં ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક (ભાવત્રય) કહેવામાં આવ્યું. હવે અહીં કહે છે કે ““તે પર્યાય '' - એ શુદ્ધોપયોગ (રૂપ) જે પર્યાય, દ્રવ્ય સ્વભાવ ભગવાન પૂર્ણ પ્રભુની સન્મુખ થઈ એ પર્યાય- “શુદ્ધપારિણામિકભાવલક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કર્થચિત્ ભિન્ન છે.'' આહાહા..હા !
શરીર, વાણી, મનની તો વાત જ કયાં છે ? એ તો પરવસ્તુ (છે). એના કારણે આવે છે, જાય છે. પુણ્ય-પાપના ભાવની અહીં વાત નથી. એને તો (“સમયસાર”) સંવર અધિકારમાં (એમ કહ્યું કે :) પુણ્ય – પાપના ભાવ “આધાર અને આત્મા “આધેય”, કે આત્મા ‘આધાર’ અને પુણ્ય-પાપ “આધેય” – એમ નથી. ત્યાં એટલું લીધું કે : પુણ્ય- પાપના ભાવનું ક્ષેત્ર પણ ભિન્ન! આહા..હા..હા ! સ્ત્રી, કુટુંબ, પરિવારનું ક્ષેત્ર તો (સર્વથા ) ભિન્ન (છે); એની વાત તો અહીં છે નહીં એની સાથે તો (આત્માને) કાંઈ સંબંધ જ નથી. ફકત અંદર જે પુણ્ય અને પાપના ભાવ થાય છે, એને પણ પરસત્તા ગણીને પરક્ષેત્ર ગણ્યા છે. - એ પરસત્તા છે, પોતાની - સ્વસત્તા નથી. આહાહા...હા ! દયા, દાન,વ્રત, ભક્તિ, પૂજાદિનો ભાવ થાય, પણ એ સ્વસત્તામાં અભિન્ન નથી, અર્થાત્ સ્વસત્તાથી તદ્દન ભિન્ન છે. ત્યાં સંવર અધિકાર (ગાથા : ૧૮૧-૧૮૩) માં તો એમ કહ્યું કે : ઉપયોગ ઉપયોગમાં છે. જાણનક્રિયા આધાર અને આત્મા આધેય, એમ લીધું ત્યાં તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #299
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦ : ૨૮૭
(એમ કહ્યું કે : જાણનક્રિયા (રૂપ ) જે પર્યાય તે દ્રવ્યથી અભિન્ન છે. કારણ કે : જાણનક્રિયાના આધારથી આત્મા જાણવામાં આવે છે. એ કારણે જાણનક્રિયા-શુદ્ધોપયોગ-શુદ્ધ ( આત્મ ) અભિમુખ પરિણામની સાથે આત્માને અભિન્ન ગણવામાં આવ્યો છે; અને વિકારને ભિન્ન કરીને (તેનું) ક્ષેત્ર ભિન્ન, સત્તા ભિન્ન, સ્વરૂપ ભિન્ન (સિદ્ધ કર્યું છે). એટલે કે : આત્મા અને રાગ–બન્ને વચ્ચે કોઈ (૫૨માર્થભૂત) આધાર-આધેય સંબંધ નથી. આહા...હા...હા !
પ્રશ્ન : એ જાણનક્રિયાને આધાર કેમ કહી ?
ઉત્તર : એ જાણનક્રિયાથી જે ચીજ (-આત્મા) જાણવામાં આવી છે તે ચીજ તો અનાદિ (છે) પણ અંતર્મુખ થઈને એ (ચીજ ) જાણવામાં આવી. (તેથી ) તે જાણનક્રિયા આધાર છે; કારણ કે એના આધારથી જાણવામાં આવી.
ઝીણી વાત છે, ભાઈ! ત્યાં (સંવર અધિકારમાં) તો જાણનક્રિયા જે ધર્મ-પર્યાય, એને આત્મા અભિન્ન કહી; અને અહીંયાં ભિન્ન કહે છે. અને અપેક્ષાથી કથંચિત્ ભિન્ન કહે છે. શું કહે છે જુઓ! પર્યાય જે નિર્મળ પર્યાય (અર્થાત્ ) મોક્ષમાર્ગની પર્યાય, જે શુદ્ધ ઉપયોગ અને વીતરાગી પર્યાય જે મોક્ષનું કારણ, તે ‘ વીતરાગી પર્યાય ', શુદ્ધારિણામિકભાવલક્ષણ ‘ શુદ્ધાત્મદ્રવ્ય ’થી કથંચિત્ ભિન્ન છે.
"
જયસેન આચાર્યની અપેક્ષા જરી જ્ઞાનપ્રધાન કથનની છે તેથી ‘કથંચિત્ ભિન્ન ’ કહ્યું. ( જ્યારે ) અમૃતચંદ્ર આચાર્ય તો (‘પ્રવચનસાર') ગાથા-૧૭૨, ‘અલિંગગ્રહણ ' બોલ-૧૯માં એમ કહે છે કે : ભગવાન આત્મા, પર્યાયથી ભેદલક્ષણવાળો, એ પર્યાયને સ્પર્શતો ય નથી. અર્થાત્ પર્યાયરૂપ વિશેષભાવને દ્રવ્ય સ્પર્શતું નથી. આલિંગન કરતું નથી. આહા...હા ! પર્યાય દ્રવ્યને આલિંગન કરતી નથી અને દ્રવ્ય પર્યાયને આલિંગન કરતું નથી. ઝીણી વાત છે, ભાઈ! એ શુદ્ધ પર્યાય ), જે ધર્મ (રૂપ ) સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની શુદ્ધોપયોગ પર્યાય, તે પર્યાય આત્માને સ્પર્શતી નથી. બિલકુલ સ્પર્શતી નથી, એમ કહ્યું. અને અહીંયાં કથંચિત ભિન્ન કહ્યું. એમ અપેક્ષાથી કથન છે.
અહીંયાં કહ્યું કે : પ્રભુ આત્મા જે નિત્યાનંદ ધ્રુવ, એની સન્મુખ થઇને જે મોક્ષમાર્ગનાં પરિણામ થાય છે, એ અપેક્ષાથી, અહીંયાં સામાન્ય મોક્ષમાર્ગની પર્યાય કેવી છે ને...! એ અપેક્ષાએ, જરી કચિત્ ભિન્ન કહ્યું. પણ સમુચ્ચયથી જ્યાં લેવું છે : અલિંગ્રહણમાં, (ત્યાં) અમૃતચંદ્રાચાર્ય તો એમ કહે છે કે : પર્યાયનો ભેદ-પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી અને દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી.
ભાઈ! આવો વિષય આકરો છે. અહીં રાગ-વિકારની વાત નથી. શ૨ી૨, વાણી, મન અને કર્મની વાત પણ નથી. (એ તો ) જગતના સ્વતંત્ર પદાર્થ (છે, જે) પોતાનાથી પરિણમી રહ્યા છે. પૈસા જડ, મકાન, આબરૂ એ તો પરમાણુની પર્યાય; પોતાનાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #300
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮ : પ્રવચન નવનીત ભાગ-૧
પરિણમન કરે છે. સ્ત્રીનો આત્મા પણ પોતાનાથી પર્યાયનું પરિણમન કરે છે. એ કોઈ કોઈના સંબંધથી નથી. આહા..હા ! વિકારનો પણ આત્મા સાથે સંબંધ નથી. કેમ (કે :) વિકારની સત્તા ભિન્ન છે. પ્રભુ એટલે આત્મા. આત્માને અહીં પ્રભુ કહે છે. સમજાણું કાંઈ ?
આહા...હા ! હવે અહીંયાં નિર્મળ પર્યાયને (દ્રવ્યથી ) કથંચિત ભિન્ન કહી. અને ત્યાં ( અલિંગ્રહણના ) ૧૯મા બોલમાં (કહ્યું કેઃ ) પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. પર્યાયને- નિર્મળ પર્યાયને પણ દ્રવ્ય આલિંગન કરતું નથી. એ (દ્રવ્ય-પર્યાયનો ) સર્વથા ભેદ કર્યો. અને (ત્યાં ) ૨૦મા બોલમાં તો એમ લીધું કે : પોતાની પર્યાયમાં વેદન આવે છે; એ પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. દ્રવ્ય જે ત્રિકાળી વસ્તુ છે એને એ પર્યાય સ્પર્શતી નથી. એ પર્યાય તે જ આત્મા છે. કારણ કે વેદનમાં પર્યાય આવે છે. આનંદની પર્યાય વેદનમાં આવે છે. કોઈ દ્રવ્ય વેદનમાં આવતું નથી.
જિજ્ઞાસા : પર્યાય વેદન કરે છે ?
સમાધાન : કરે છે (કહો ) આવે છે કહો, એક જ વાત છે. દ્રવ્યનું વેદન નથી! દ્રવ્ય તો
ધ્રુવ છે.
સૂક્ષ્મ વિષય છે, ભાઈ ! તત્ત્વને સમજવું ઘણું (દોહ્યલું છે). જૈનદર્શન એ કોઈ અલૌકિક ચીજ છે. એમાં ઉપરટપકે જન્મ લઈ લીધો.... અને જન્મથી પૂજા કરી ને ભક્તિ કરી ને મંદિર બનાવ્યું ને વ્રત કર્યાં.. ( પણ ) તે કોઈ ચીજ નથી. એ કોઈ ધર્મ નથી! (શ્રોતાઃ) ચીજ નહીં માટે ધર્મ નહીં, એમ ? (ઉત્તર:) પોતાની પર્યાયમાં એ ચીજ નથી. અર્થાત્ એ રાગાદિ પોતાની પર્યાયમાં ખરેખર છે જ નહીં; તેથી એ ધર્મ જ નથી.
પણ ( અહીંયાં તો કહે છે કેઃ ) પોતાનું શુદ્ધ સ્વરૂપ શુદ્ધપારિણામિકભાવલક્ષણ, શુદ્ધપારિણામિક ત્રિકાળી સ્વભાવભાવલક્ષણ, શુદ્ધાત્મદ્રવ્ય (નાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ જે) મોક્ષમાર્ગની-ધર્મની પર્યાય (તે શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત ભિન્ન છે).
‘તત્ત્વાર્થસૂત્ર ’માં ‘‘સમ્યવ્ર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ર:'' ( કહ્યું ) એ ત્રણે પર્યાય છે. ‘તત્ત્વાર્થસૂત્ર'માં પર્યાયપ્રધાન કથન છે. અહીં કહે છે : એ ( ત્રણે ) પર્યાય શુદ્ધાત્મ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. આહા...હા ! અને (શ્રી નિહાલચંદ્ર) સોગાનીજીએ (દ્રવ્યદષ્ટિ પ્રકાશ ’ના બોલ-૨૬૫માં એમ) લીધું કે : પર્યાય દ્રવ્યથી સર્વથા ભિન્ન છે. તો આચાર્યનું કથન ‘ એ '; અને ( સોગાનીજીનું ) ‘આ’! એમનું (કથન) પણ યથાર્થ છે. એમણે ૫૨મ નિશ્ચયથી -અમૃતચંદ્ર આચાર્યની શૈલીથી કહ્યું છે. સમજાણું કાંઈ ? અલૌકિક વાત છે, બાપુ !
દુનિયામાં આ પૈસા મળે, એ તો પૂર્વના પુણ્યથી મળે છે. એ કાંઈ પુરુષાર્થથી મળતા નથી. બહુ વ્યવસ્થિત રાગ કરે તો પૈસા મળે, એમ નથી. એ તો પૂર્વના પુણ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #301
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦ : ૨૮૯ પરમાણુ પડયા હોય, એ ખરવા લાયક થઈ જાય, ત્યારે પૈસા જોવામાં આવે છે. જોવામાં આવે છે કે “આ મારી પાસે આવ્યા; પણ એ એના છે નહીં.
અહીંયાં તો દયા, દાન, ભક્તિનો રાગ પણ આત્માની પર્યાયમાં નથી. આહા...હા ! આત્માની પર્યાય જે ધર્મ-પર્યાય છે એ “પર્યાય” દ્રવ્યથી કથંચિત્ જુદી છે.
અહીં મોક્ષમાર્ગની પર્યાય કહેવી છે ને...? સામાન્ય પર્યાયની વ્યાખ્યા નથી. અહીં મોક્ષમાર્ગની પર્યાયની વ્યાખ્યા છે. (તેથી તેને) કથંચિત્ ભિન્ન કહી. અને
અલિંગગ્રહણ ’માં તો દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી; એ પછી લેશે. પર્યાય દ્રવ્ય સ્પર્શતી નથી; એ ૨૦માં (બોલમાં) છે. ૧૯મા (બોલમાં) એ કહે છે કે : પર્યાયવિશેષ જે ધર્મપર્યાય....હોં ! એ પર્યાય, દ્રવ્યને સ્પર્શતી નથી. આહા...હા ! “સ્પર્શતી નથી 'નો અર્થ “સર્વથા ભિન્ન” થઈ ગયો. સમજાણું કાંઈ ? આજનો વિષય સૂક્ષ્મ છે, પ્રભુ! આહા...હા ! કહે છે કે:
પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી” તો ત્યાં શું સર્વથા ભિન્ન થઈ ગઈ ! અને ૨૦માં (અલિંગગ્રહણના) બોલમાં એમ કહ્યું કે : વેદનમાં જ્યારે આનંદની પર્યાય આવે છે, એ પર્યાયવેદનને દ્રવ્ય સ્પર્શતું નથી. અર્થાત્ દ્રવ્ય જે ત્રિકાળી છે, એ વેદનને સ્પર્શતું નથી. (એટલે કે) વેદનમાં એ દ્રવ્ય આવતું જ નથી. અરેરેરે ! આવી વાતો છે!! કે : પ્રત્યભિજ્ઞાનનું કારણ- જે આ છે, એ પહેલાં હતું, એ રહેશે, એવું જે પ્રત્યભિજ્ઞાનનું કારણ દ્રવ્ય, વસ્તુ ત્રિકાળી, આ શુદ્ધપારિણામિકભાવલક્ષણ, શુદ્ધાત્મદ્રવ્ય ! એ અનુભવી જીવને પર્યાયમાં ( અનુભવની પર્યાયને) - એ દ્રવ્ય સ્પર્શતું નથી. બહુ સૂક્ષ્મ વિષય (છે), ભાઈ ! અનુભૂતિને દ્રવ્ય સ્પર્શતું જ નથી. અનુભૂતિ પર્યાય સ્વતંત્ર છે. અહીંયાં કહ્યું: “કથંચિત્ ભિન્ન.” અને ત્યાં (અલિંગગ્રહણમાં) તો (કહ્યું કે :) “પર્યાય સર્વથા ભિન્ન છે. એ પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી.' - એ ૧૯-૨૦ મો બોલ છે. આહા..હા ! સમજાણું કાંઈ? ત્રિકાળી જ્ઞાયકભાવ, જે શુદ્ધ ચૈતન્યવન, જે સમ્યગ્દર્શનનો વિષય, એ ‘દ્રવ્ય'! - એને, સમ્યગ્દર્શનની “પર્યાય' સ્પર્શતી નથી. અને એ ‘દ્રવ્ય' છે, તે (સમ્યગ્દર્શનની ) “પર્યાય ' ને સ્પર્શતું નથી. આહા..હા..હા !
અમૃતચંદ્રાચાર્યનું કથન ઘણું જ સૂક્ષ્મ છે! જયસેન આચાર્યની ટીકામાં કેટલીક વખત વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય-એમ નિમિત્તથી કથન છે. અહીં તો કડક વાત છે. સમજાય એટલું સમજવું પ્રભુ! આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વર વીતરાગે કહ્યો એ માર્ગ છે. કે કાંઈ સાધારણ રીતે સમજાઇ જાય, એવી ચીજ નથી. હજી તો એનો બાહ્ય વ્યવહાર પણ સમજવામાં આવતો નથી, તો નિશ્ચયની તો વાત શી ?
અહીં તો કહે છે કે : નિશ્ચય જે સમ્યગ્દર્શન-જ્ઞાન પર્યાય છે તે દ્રવ્યથી–ત્રિકાળી ભગવાનથી કથંચિત્ ભિન્ન છે. મોક્ષમાર્ગની પર્યાય લેવી છે ને...? અને (ત્યાં) “અલિંગ ગ્રહણ ’માં તો પર્યાય-દ્રવ્યની સામાન્ય વ્યાખ્યા છે. તેથી પર્યાયને દ્રવ્ય સ્પર્શતું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #302
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૦ : પ્રવચન નવનીત ભાગ-૧ નથી અને દ્રવ્યને પર્યાય સ્પર્શતી નથી. - એ ૨૦મો (બોલ) લીધો. આહા...હા....હા ! કેવળજ્ઞાનની પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. આ કઈ વાતો, બાપુ! અહીં તો મોક્ષમાર્ગની પર્યાયની વાત છે. અને જ્યાં “અલિગગ્રહણ માં સામાન્ય પર્યાયની વ્યાખ્યા આવી ત્યાં તો એ પર્યાયવિશેષનું આલિંગન દ્રવ્યને નથી. અર્થાત્ પર્યાય-વેદનમાં દ્રવ્ય આવતું નથી. વેદનમાં-અનુભવમાં જે પર્યાય આવે છે તે પર્યાય, દ્રવ્યને સ્પર્શતી નથી. દ્રવ્ય એને (પર્યાયને) સ્પર્શતું નથી. કારણ કે દ્રવ્યનું વેદન છે જ નહીં. દ્રવ્ય જે ત્રિકાળી-ધ્રુવ ચીજ છે, એનું વદન તો જ્ઞાની અને અજ્ઞાની – કોઈને નથી. આહા...હા...હા ! સૂક્ષ્મ વિષય છે, ભાઈ ! અને સોગાનીજીએ તો એમ કહ્યું કે : “દ્રવ્ય અને પર્યાય સર્વથા ભિન્ન છે.' એ સામાન્ય વાતથી “સર્વથા ભિન્ન' કહ્યું. અને અહીં તો મોક્ષમાર્ગની અપેક્ષાએ “કથંચિત ભિન્ન” કહ્યું. સમજાય છે કાંઈ ? અને “પંચાસ્તિકાય ’માં તો એવું લીધું કે : ભગવાન જે દ્રવ્યસ્વભાવ જે ત્રિકાળી, આનંદનો નાથ પ્રભુ; એમાં જે પર્યાય નિર્મળ આવે છે, તે પણ સંયોગી” છે. એના (દ્રવ્ય- ) સ્વભાવમાં તે પર્યાય નથી. આહા..હા..હા ! સંયોગ-વિયોગ એ પર્યાયમાં આવે છે !
બહારના સ્ત્રી-કુટુંબનો સંયોગ, એ તો પરચીજ (છે); એની સાથે (તો આત્માને) કાંઈ સંબંધ જ નથી. (પણ) પોતાનો આત્મા, ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એમાં જે ધર્મની પર્યાય-એના અવલંબનથી પ્રગટ થાય છે- એ પર્યાય, દ્રવ્યથી ભિન્ન છે. દ્રવ્યમાં એ પર્યાયનો સંયોગ થયો છે. સ્ત્રી-કુટુંબનો સંયોગ થાય છે અને મરી જાય ત્યારે વિયોગ થાય છે; એની તો વાત જ ક્યાં છે ? એ તો કોઈ તારી ચીજ નથી, તારી સાથે નથી.
આહા....હા! અહીં તો કહે છે કે : મોક્ષનો માર્ગ જે પૂર્ણ દશાનું કારણ છે, એ પર્યાયની અહીં વાત છે, મોક્ષની પર્યાયની વાત અહીં લીધી નથી. અહીં તો શુદ્ધાત્માભિમુખ પરિણામે, જેને “શુદ્ધોપયોગ' કહીએ, જેને આગમભાષાથી “ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક' કહીએ; અને અધ્યાત્મભાષાએ “શુદ્ધાત્માભિમુખ” “શુદ્ધોપયોગ” કહીએ; તે પર્યાય (ની વાત છે).
તે પર્યાય- એમ ભાષા લીધી. “તે પર્યાય” એવો શબ્દ છે. સમુચ્ચય-બધી પણ આ (મોક્ષમાર્ગની) પર્યાય (““કથંચિત્ ભિન્ન છે''). ભગવાન તારા મહિમાનો પાર નથી પ્રભુ! પણ તારી ચીજનો મહિમા તને સમજાતો નથી! અહીં તો કહે છે કે : જે પર્યાયમાં દ્રવ્યનું માહાભ્ય આવ્યું, તે પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. આહા..હા ! અડતું નથી.
અહીં તો કહે છે કે : આ સ્ત્રીને ભોગવે છે; તો (સ્ત્રીના) શરીરને તે શરીર અડયું ય નથી. એ જડને અડ્યું ય નથી. એક શરીર બીજા શરીરને કયારે ય સ્પર્શતું જ નથી. - એ તો ઘણી સ્થૂળ વાત થઈ ગઈ. સમજાય છે કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #303
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા - ૩૨૦ : ૨૯૧
(‘સમયસાર ’) ત્રીજી ગાથામામાં આવ્યું ને...! કે : દરેક પદાર્થ પોતાના ગુણ અને પર્યાયરૂપી ધર્મ અર્થાત્ સ્વભાવને સ્પર્શે છે. પણ એ પર્યાય ૫૨૫દાર્થની પર્યાયને કયારેય સ્પર્શતી નથી! (શ્રોતાઃ) સ્પર્શે નહીં. એનો ભાવાર્થ ? ( ઉત્તરઃ) બન્ને ભિન્ન ભિન્ન છે. (શ્રોતાઃ) તે-રૂપ થતા નથી એમ ભાવાર્થ છે? (ઉત્ત૨:) તે -રૂપ છે જ નહીં, ભિન્ન ભિન્ન
છે!
-
આહા...હા ! ‘ ધવલા !'માં તો પર્યાયને વિસદશ-વિરુદ્ધ કહી છે. અને ગુણ-દ્રવ્યને સદશઅવિરુદ્ધ કહ્યા છે. અર્થાત્ દ્રવ્યને અવિરુદ્ધ કહ્યું છે અને પર્યાયને અસદશ-વિરુદ્ધ કહી છે. કારણ કે ઉત્પાદ-વ્યય એટલે એક સમયની પર્યાય ઉત્પન્ન થાય છે અને પૂર્વની પર્યાય વ્યય થાય છે, તેથી એ તો વિસદશ થઈ અને ત્રિકાળી રહેવાવાળું ધ્રુવ સદશ છે. તો એ વિસદશને સદશ સ્પર્શતું નથી અને વિસદેશ છે એ સદશને સ્પર્શતું નથી. આહા...હા...હા ! માર્ગ તો જુઓ! ત્રણ લોકના નાથનો આ પોકાર છે.
66
સર્વજ્ઞદેવ ૫૨મેશ્વ૨ એક બાજુ (પંચાસ્તિકાય ’માં એમ કહે : पज्जयविजुदं दव्वं પર્યાય વિનાનું દ્રવ્ય હોતું જ નથી. એ તો પરથી ભિન્ન કરવા માટે ‘ પખ્તયવિનુવં વધ્વં એવો પાઠ છે. ને બીજી બાજુ અહીં તો (એમ કહ્યું કે :) પર્યાયથી દ્રવ્ય ભિન્ન છે. આહા...હા !
હીરામાં ચમક ઊઠી. એ ચમક, હીરાને સ્પર્શતી નથી. અને હીરો ચમકને સ્પર્શતો નથી. અહીં તો કહે છે કે પ્રભુ! સાંભળ તો ખરો! હીરો ચમકને સ્પર્શતો નથી. એ (હીરો) જ્યારે ઘસવામાં આવે છે, તેની નીચલી ચીજ છે જેને ઘસે છે, તેને એ હીરાની પર્યાય સ્પર્શતી નથી. અને (નીચલી ચીજની ) પર્યાય, તેને (હીરાને ) સ્પર્શતી નથી. એ તો ઘણી સ્થૂળ વાત છે.
જડકર્મનો ઉદય છે, એ આત્માની પર્યાયને સ્પર્શતો નથી. આત્મામાં રાગ હોય, ક્રોધ હોય, પણ એ પર્યાયને કર્મ અડતાં ય નથી. અને કર્મની પર્યાય એને (વિકારી પર્યાયને ) સ્પર્શતી નથી. અને એ વિકારી પર્યાય કર્મને સ્પર્શતી નથી.
આહા...હા! અહીં તો એનાથી આગળ લઇ ગયા : કે મોક્ષનો માર્ગ છે, જે અપૂર્ણ મોક્ષપર્યાય-પૂર્ણ નહીં તે અપેક્ષાએ – (તે પણ સ્થંચિત્ ભિન્ન છે). કારણ કે તેનો વ્યય થઈ જશે અર્થાત્ જ્યારે મોક્ષ થશે ત્યારે આ (મોક્ષમાર્ગની ) પર્યાયનો વ્યય થશે. એ અપેક્ષા લેવી છે કે, આ પર્યાયને જો સર્વથા અભિન્ન કહો તો એ પર્યાયનો (તો) નાશ થઇ જાય છે, તો સાથે દ્રવ્યનો પણ નાશ થઈ જાય!
આહા...હા ! આવી વાતો!! બાપા! માર્ગ ઘણો સૂક્ષ્મ! એનો અભ્યાસ જોઈએ. આહા...હા! અનાદિથી ચોર્યાશીના અવતાર કરી કરીને રખડી મર્યો છે. એ નરકનાં - નિગોદનાં
દુઃખો...બાપુ ! પ્રભુ એમ કહે છે કે અરે! જઘન્ય સ્થિતિ પહેલી નરકની દશ હજા૨ વર્ષની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #304
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨ : પ્રવચન નવનીત ભાગ-૧ છે. તારા નરકનાં દુઃખહું કેવી રીતે કહું? એ વેદન..એ દુઃખની વ્યાખ્યા (કરવાની) એવી તાકાત મારી વાણીમાં નથી. અહીં જરી ગરમ હવા આવે તો ઠીક પડે નહીં ભાઈ સાહેબને! અને ત્યાં તો, એવી ગરમ હવાથી, અનંત ગુણી ગરમી પહેલી નરકમાં છે. લુહારના જુવાન છોકરાએ લાખ મણના લોઢાના ગોળાને, છ મહિના સુધી ટીપી ટીપીને મજબૂત કર્યો હોય, એવા લાખ મણના ગોળાને (જો) ત્યાં મૂકે, તો તે પાણીની જેમ ઓગળી જાય એટલી તો ત્યાં ગરમી છે, પ્રભુ!
જિજ્ઞાસા: આપ યાદ અપાવો છો. અમને તો યાદ આવતું નથી !
સમાધાન: એ તો કહ્યું હતું ને . આપણે વાદિરાજનું, વાદિરાજમુનિ ભાવલિંગી સંત, આત્માનુભવમાં આનંદમાં રમતા હતા). શરીરમાં કોઢ આવ્યો. રાજાએ શ્રાવકને કહ્યું કે : અમે કેટલા રૂપાળા અને પુણ્યવંત છીએ! અને તારા ગુરુને તો કોઢ છે. તારા ગુરુ કોઢવાળા છે! (ત્યારે) શ્રાવકે કહ્યું : અન્નદાતા ! મારા ગુરુને કોઢ નથી. (શ્રોતા:) જૂઠું કહી દીધું? (ઉત્તર) આ જુઠું નથી. એ રાજા (પોતાનો ) મહિમા કરતો હતો કે : અમારું શરીર રૂપાળું છે ને આમ છે ને તેમ છે. એટલા માટે તેનો મહિમા તોડી નાખ્યો. અને કહ્યું : દરબાર! શાંત રહો. મારા ગુરુને કોઢ નથી! એણે આવીને (ગુરુને) વાત કરી (કે) પ્રભુ! મે તો મોટા દરબાર પાસે આવું કહ્યું છે કે : “મારા ગુરુને કોઢ નથી.' (પણ) પ્રભુ ! કોઢ તો છે. મુનિરાજ કહે છે કે : શાંતિ રાખો, ભાઈ ! બધું ઠીક થશે. જૈનશાસનનો - ધર્મનો પ્રતાપ છે. તમે જેમ બોલ્યા તેમ થશે. પછી પ્રભુની સ્તુતિ કરતાં કરતાં (મુનિરાજે કહ્યું:) હે નાથ ! હું પૂર્વના દુ:ખને યાદ કરું છું, પૂર્વનાં દુ:ખ સ્મરણમાં આવે છે તો છરા વાગે છે. આયુધના ઘા વાગે છે. આત્મામાં ઘા વાગે છે. આહા...હા! મુનિરાજ ભાવલિંગી સંત છે. અલ્પકાળમાં મોક્ષ જવાવાળા છે. પંચ પરમેષ્ઠીમાં ભળ્યા છે. એ સંત, નાથને-પ્રભુને કહે છે : પ્રભુ! હું પૂર્વના, નરકનાં ને નિગોદનાં દુઃખ યાદ કરું છું, એની સ્મૃતિ જ્યારે આવે છે, તો ખ્યાલ આવે છે કે ત્યાં કેવું દુ:ખ હતું!
આહા...હા! આ તો ખ્યાલે ય ક્યાં! કાંઈ ખબર પણ ન મળે ! જડ જેવા! કાંઈ બે પાંચદશ કરોડ મળ્યા, એટલે થઈ રહ્યું...! એમ ફૂલીને ત્યાં ગરી ગયો.
આ તો મોટો રાજા. એને શ્રાવકે કહ્યું કે “મારા ગુરુને કોઢ નથી.” તું (એમ) જાણે કે તમારું આવું રૂપાળું શરીર અને બધું નિરોગી! અને અમારા ગુરુ રોગી ! તો (શાસન-) ભકિતના પ્રેમમાં (કહ્યું કે, “કોઢ છે જ નહીં.' (ત્યાંથી આવીને ) ગુરુ પાસે કહ્યું : પ્રભુ! હું તો આમ કહી આવ્યો છું. (ગુરુએ કહ્યું: ) શાંતિ રાખો, બાપુ! (મુનિરાજે જીવનમાં એમ કહ્યું ) ભગવાન! પ્રભુ! જ્યારે તમે માતાના ગર્ભમાં પધારો છો ત્યારે ગામમાં સોનાના ગઢ અને રતનના કાંગરા. નાથ ! ત્યારે તો આપની પધરામણી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #305
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા – ૩૨૦ : ૨૯૩ માતાના પેટમાં થાય! પ્રભુ! તમે અમારા હૃદયમાં પધરામણી કરી છે, તો) નાથ ! આ શરીરમાં રોગ રહી શકે નહીં. આહા...હા! આ તો કુદરતી બની ગયું.. હોં! એ આમ (સ્તુતિ) કરે અને (એમ) બની જ જાય, એમ નથી. કારણ કે, ભગવાનની પ્રાર્થના કરવી એ તો શુભ રાગ છે, તો શુભ રાગથી રોગ મટી જાય? (- એમ નથી). પણ તે કાળે એ (રોગ) મટવાની પર્યાય થવાની હતી! (મુનિરાજે) પ્રભુને કહ્યું : પ્રભુ ! જ્યાં તમે જન્મો છો ત્યાં સોનાના ગઢ અને રતનના કાંગરા..નાથ ! એ ગામની આવી શોભા !! પ્રભુ ! હું તમને ધ્યાનમાં લઉ છું, તો તમે આ (કોઢવાળા) શરીરમાં (પધારશો) અને આ રોગ રહેશે? - આવું બોલ્યા નહીં. પણ અમારો પ્રભુ અહીં રહ્યો! અમારી ચીજ કેવી ? શરીર તો અમારી ચીજ જ નથી. તો (તે) કેવી થઈ જશે? – એમ પ્રાર્થના કરતાં કરતાં વેદનનું સ્મરણ આવ્યું. પ્રભુ! અમે તો વર્તમાનમાં થોડા આનંદનું વેદન કરીએ છીએ. (અને) પ્રભુ ! આપને તો પૂર્ણ આનંદનું વેદન (છે). પણ મારા પૂર્વના ભવનાં દુઃખ સ્મૃતિમાં આવે છે, તો
ધના ઘા વાગે છે, પ્રભુ ! એ દુ:ખના સ્મરણથી ( જ એટલું ), તો દુ:ખ કેટલું ? એનો એમને ખ્યાલ આવ્યો. (પણ) અહીં તો હજી કેટલું દુઃખ...એનો ખ્યાલ-ખબર પણ નથી. નરકમાં અને નિગોદમાં કેટલું દુઃખ છે ? એ કોઈ દી વિચારમાં ય લાવ્યો નથી. ખ્યાલમાં ય નથી! આ તો (મુનિરાજને) ખ્યાલમાં આવ્યું છે કે – નરકમાં આવું દુ:ખ !! જેવી સ્થિતિ છે તેવી ખ્યાલમાં આવી છે. આહા..હા ! તો કહ્યું કે : પ્રભુ આપનો જન્મ ક્યાં થાય છે, પેટમાં આવો ત્યાં આમ હોય ! પ્રભુ ! આપ જ્યાં પધારો ત્યાં આમ થાય ! તો અમે તમને ધ્યાનમાં લઈ લીધા. તમને અહીં પધરાવી દીધા...તમે અમારામાં આવી ગયા અને પ્રભુ! આ શરીરમાં શું (કોઢ) રહેશે? તો ફટાક કોઢ મટી ગયો. પણ રાજાએ “કોઢ છે” કહ્યું હતું તે ખોટું છે, એમ ન ઠરે, એટલા માટે જરા (કોઢનો ડાઘ રહ્યો) કે “વાત તો સાચી હતી , પણ શ્રાવકે ભક્તિના પ્રેમથી (તેમ ) કહ્યું હતું તો એવું ફળ આવી ગયું.
જિજ્ઞાસા : ભક્તિથી કોઢ મટી ગયો?
સમાધાનઃ એમ તો લાખ ભક્તિ કરે તો ય કોઢ ન મટે! એની મટવાની યોગ્યતા હતી. સમજાય છે કાંઈ ?
સીતાજીની અગ્નિપરીક્ષા કરી ને ? રામચંદ્રજી કહે કે : સીતા! તમે રાવણ પાસે ગયાં હતાં, એટલે લોકમાં વિરોધ થઈ ગયો છે. અને રાજ્યમાં રાખી શકીએ નહીં. પરીક્ષા કરાવો. – સળગતા અગ્નિમાં પ્રવેશ કરો ! પછી તમને ઘેર લઈ જઈશ. અમારે રાજ્ય કરવું છે અને અમારે એની વ્યવસ્થા (કરવાની છે). પ્રજાને હજી રાગનો ભાવ છે એ અપેક્ષાએ કહું છું. (જો) ભાવ ન હોય, તો અમારે કંઈ નથી, આહાહા! સીતાજીએ અગ્નિની પરીક્ષા આપી. સીતાજી “ “મો રિહંતાઈ..નમો સિદ્ધા..'' કરીને અગ્નિમાં પ્રવેશ્યાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #306
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪ : પ્રવચન નવનીત ભાગ-૧
(ત્યાં) કુદરતે એકદમ અગ્નિ પલટીને કમળ થઈ ગયું! આહા...હા ! એ તો બહારની ચીજની (એવી જ ) સ્થિતિ બનવાની હતી તો બની ગઈ.
આહા...હા! આ એક આંગળી, બીજી આંગળીને સ્પર્શતી નથી. આ હાથ અહીં (ગાલ ઉપર) છે તે હાથ ગાલને સ્પર્શતો નથી. આ (હાથ) ગાલને અડયો પણ નથી. ૫૨નો સંગ જોઈને (અજ્ઞાની ) લોકોને ભ્રમ થઈ જાય છે. લોકોને ચીજની (વસ્તુસ્થિતિની ) ખબર નથી. સમજાય છે કાંઈ ? અહીં તો (એમ ) કહે છે કે: પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી.
અરે ! આ બધાએ કોઈ દી સાંભળ્યું પણ નહીં હોય. (બીજે) કયાંય આ વાત નથી. રાત્રે કોઈએ નહોતું પૂછ્યું? કોઈ ભાઈએ પ્રશ્ન કર્યો. પછી કહ્યું કે ‘વાત તો સાચી છે.' કહ્યું કે, ભગવાન! વાત તો સાચી છે, બાપા! તું ભગવાન છો. પ્રભુ! તારી ચીજ તો ભગવાન સ્વરૂપી છે. એ ભગવાનસ્વરૂપ, પર્યાયમાં મોક્ષના માર્ગની પર્યાયને સ્પર્શતો નથી. આહા...હા..હા ! ભેદવજ્ઞાનની પરાકાષ્ઠા! ભિન્ન પાડવાની પરાકાષ્ઠા! ભિન્ન પાડવાની પરાકાષ્ઠા !
ત્યાં ‘અલિંગગ્રહણ ’૨૦મા બોલમાં કહ્યું કે : પ્રભુ! અમે તો આનંદનું વેદન કરીએ છીએ. એમાં એ વેદનને) દ્રવ્ય સ્પર્શતું નથી, અડતું નથી. પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું (જે સામાન્ય ) દ્રવ્ય; એના આલિંગન વિનાની પર્યાય મારી છે. શું કહ્યું એ ? કે : પ્રત્યભિજ્ઞાનનું કારણ, જે ધ્રુવ ચીજ, જે કાલે હતી એ આજ છે, અને આજે છે તે કાલે રહેશે એવી ત્રિકાળી વસ્તુ, શાયકસ્વરૂપ ભગવાનઆત્મા, એની પોતાની પર્યાયમાં વેદન છે, તો એ ‘પર્યાયનું વેદન એ હું આત્મા છું.' મારી પર્યાયના વેદનમાં મારું દ્રવ્ય આવ્યું નથી, આવતું નથી. આહા..હા ! ધ્રુવનું વેદન કયાં ? ધ્રુવ તો એકરૂપ ત્રિકાળ. વજ્રના બિંબની જેમ આખું ચૈતન્યબિંબ વજની પેઠે પડયું છે. એ પર્યાયમાં કેવી રીતે આવે ? પર્યાય વિસદેશ છે (વિસદશ) પર્યાય, ( સદશ ) દ્રવ્યમાં કેવી રીતે આવે ?
-
-
આહા...હા...હા ! આવી વાત છે, બાપુ! કોઈ એ તો વાત પહેલાં સાંભળી પણ નહીં હોય ! આવો વીતરાગનો માર્ગ, બાપા! એક ૫૨માણુ બીજા ૫૨માણુને સ્પર્શે નહીં. શ૨ી૨ની પર્યાય આત્માને સ્પર્શે નહીં. આત્મા ત્રણ કાળમાં કયારે ય શરીરને અડયો નથી. આત્મા શરીરમાં છે, એમ કહેવું એ વ્યવયહાર છે. આત્મા આત્મામાં છે, શરીરમાં નથી; શરીરને અડયો ય નથી, સ્પશર્યો ય નથી. આત્મા ત્રણ કાળમાં કયારે જડ-શરીરને સ્પશર્યો જ નથી. અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે : હું આમ ભોગવું છું ને આમ શરીરને ભોગવું છું. સમજાણું sies ?
અહીં તો પરમાત્માએ કહ્યું, તે સંતો કહે છે. જગતને જાહેર કરે છે. સંતો તો ભગવાનના માલની આડત કરે છે, આડતિયા છે. પરમાત્મા ત્રિલોકનાથ પ્રભુ મહાવિદેહમાં આમ કહે છે. એ અમે તમને સંભળાવીએ છીએ. (ત્યાં) કુંદકુંદ આચાર્ય ગયા હતા. (વિદેહથી ) આવીને એમણે શાસ્ત્ર બનાવ્યાં. ૫રમાત્માનો તો આ સંદેશ છે. ટીકાકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #307
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦ – ૨૯૫ અમૃતચંદ્રાચાર્ય, જયસેનાચાર્ય પણ એવા મળી ગયા! અમૃતચંદ્રાચાર્યની ટીકા ઘણી ગંભીર છે.
ત્યાં “પ્રવચનસાર” ટીકામાં તો એ લઈ લીધું કે : પર્યાયને આત્મા સ્પર્શતો નથી. (પર્યાય) કથંચિત નહીં (પણ) સર્વથા ભિન્ન (છે). એ વાત કઈ અપેક્ષાથી ચાલી છે (તે લક્ષમાં રાખવું જોઈએ). દ્રવ્યને પર્યાય સ્પર્શતી નથી. પર્યાય સ્વતંત્ર થાય છે, દ્રવ્યમાંથી આવે છે, પણ આવે છે એ સ્વતંત્રપણે આવે છે. બહુ ઝીણી વાત !
દ્રવ્ય જે છે તે પરિપૂર્ણ એકરૂપ છે. તેમાંથી પર્યાય જો ખરેખર આવે તો પર્યાય એકસરખી આવવી જોઈએ. (પણ) એકસરખી (પર્યાય) તો આવતી નથી. તો એનો અર્થ એ (ક) પર્યાય સ્વતંત્ર આવે છે. આહા..હા! આજનો વિષય જરી સૂક્ષ્મ છે.
( શિક્ષણ શિબિરને) આજ તો પંદર દિવસ થઈ ગયા. હજુ ચાર દિવસ છે. પાંચમો દિવસ તો બેનનો (પૂજય ચંપાબહેનનો) જન્મ-દિવસ છે.
જિજ્ઞાસા : આપ બન્ને વાત (-કથંચિત્ ભિન્ન અને સર્વથા ભિન્ન) કરો છો !
સમાધાન: બન્ને વાત અપેક્ષાથી સાચી છે. આ મોક્ષમાર્ગની પર્યાય છે. અને સામાન્ય વાત કરી તો સામાન્ય પર્યાય ત્રિકળી સમુચ્ચય છે. એક જ વાત છે. સમજાય છે કાંઈ ? એક આચાર્ય એમ કહે છે કે : (દ્રવ્ય) પર્યાયને બિલકુલ સ્પર્શતું નથી.' અને આ (જયસેનાચાર્ય) એમ કહે કે : પર્યાય કથંચિત્ ભિન્ન છે. કથંચિત્ અભિન્ન છે. અર્થાત્ પરથી ભિન્ન અને પોતાનાથી અભિન્ન છે, એમ (અહીં) બતાવવું છે. પરથી ભિન્ન છે અને રાગથી પણ ભિન્ન છે. રાગથી તો ભિન્ન છે તો પોતાનાથી અભિન્ન છે, એમ કથંચિત્ બતાવવું છે. અને “કથંચિત ભિન્ન છે” એમ જે કહ્યું છે તે) યથાર્થ છે. જે અપેક્ષાથી કહે તે અપેક્ષાથી યથાર્થ છે. સમજાણું કાંઈ ?
ચિવિલાસ'માં એમ લીધું છે : ઘણીવાર બહાર આવી ગયું છે. પર્યાય (રૂપે ) ગુણ પરિણમે છે, ત્યારે ગુણપરિણતિ (એવું) નામ પામે છે. માટે ગુણ કારણ છે અને પર્યાય કાર્ય છે. એટલી વાત પહેલાં લીધી. પછી (કહ્યું:) “પર્યાયનું કારણ પર્યાય જ છે. પર્યાય, જે ઉત્પન્ન થાય છે (એમાં) કારણકાર્ય – પર્યાય કારણ અને પર્યાય કાર્ય. દ્રવ્ય કારણ અને પર્યાય કાર્યએમ નથી. સમજાય છે કાંઈ?
આમાં (બહાર) કાંઈ મળે એવું નથી. પૈસા મળી જાય કરોડો. (પણ) એ કયાં મળ્યા છે? “મારા છે” એમ માની લીધું છે. એ તો જગતની ધૂળ છે. જગતનો પદાર્થ છે. એ તારો કય ાંથી થઈ ગયો? લક્ષ્મીને તો આત્મા કયારે ય સ્પર્શતો નથી. શરીરને (આત્મા) સ્પર્શતો નથી.
અહીં તો કહે છે કે : પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી કારણ કે, પર્યાયનું કારણ પર્યાય અને પર્યાયનું કાર્ય પર્યાય. “પર્યાયનું કારણ પર્યાય જ છે” – એવો શબ્દ છે (“ચિવિલાસ')
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #308
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬ : પ્રવચન નવનીત ભાગ-૧ -દીપચંદજી કાશલીવાલ. આહાહા ! પર્યાયનું કારણ પર તો નહીં, પણ પર્યાયનું કારણ સ્વદ્રવ્ય પણ નહી. આહા...હા ! થોડું આ આવ્યું! (કેઃ ) પર્યાયનું કારણ પર્યાય છે, પર્યાય જ છે – એમ લીધું છે. –એકાંત? હા ! પણ સમ્યક એકાંત. (કારણ કેઃ) “અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિવપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી.” (-શ્રીમદ્ રાજચંદ/પત્રાંક-૭૦૨). સમ્યક એકાંત અંદર છે ધ્રુવ. એ કથંચિત્ ધ્રુવ અને કથંચિત્ અધ્રુવ છે, એમ નથી. ધ્રુવ એ સર્વથા ધ્રુવ છે. અને અનિત્ય એ સર્વથા અનિત્ય છે. બે છે : પર્યાય અનિત્ય છે, દ્રવ્ય ધ્રુવ છે. અનિત્ય સર્વથા અનિત્ય છે. એ કથંચિત્ નિત્ય છે ? (–એમ નથી!) ત્યાં સર્વથા (નિત્ય ) લઈ લીધું. (છતાં) આખા (પ્રમાણના) દ્રવ્યની અપેક્ષાએ કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય (છે). પણ એક નિત્યને લો અને એક અનિત્યને લો; તો દ્રવ્યાર્થિક (નયે ) નિત્ય છે અને પર્યાયાર્થિક (નયે) પર્યાય સર્વથા અનિત્ય છે. આહા...હા !
વળી, એક યાદ આવી ગયું. લ્યો! “કારણ પર્યાય.” (અહીંયાં) આ પર્યાય તો વ્યક્તની – ઉત્પાદવ્યય પર્યાયની વાત ચાલે છે. ઉત્પાદ-વ્યયની પર્યાય, પર્યાયથી ઉત્પન્ન થશે. અને જે કારણપર્યાય છે તે, જે ત્રિકાળી ધ્રુવ છે એમાં ઉપર-ઉપર (છે), પણ છે ધ્રુવ. સામાન્યનો વિશેષ. પણ છે ધ્રુવ. (એનો) ઉત્પાદ-વ્યય નથી. એવી કારણપર્યાય ધ્રુવ છે. એ આત્મામાં અનાદિ-અનંત છે. એ કારણ પર્યાયને તો દ્રવ્ય સ્પર્શે છે. એ દ્રવ્યથી અભિન્ન છે. કારણપર્યાય છે.
અરે....રે! કોઈ દી સાંભળ્યું ન હોય. “ક્રમબદ્ધપર્યાય” અને “કારણપર્યાય' – (એ) બે અહીંથી, હિન્દુસ્તાનમાં (પ્રચલિત) નહોતી – એવી વાત, નીકળી હતી. “ક્રમબદ્ધપર્યાય' – જે સમયે જે થવાની (હશે તે) થશે. કોઈની આઘીપાછી નહીં થાય. અને કારણ પર્યાય' – જે આત્મા ત્રિકાળી ધ્રુવ છે, એની પર્યાય જે કારણ (છે તે) ધ્રુવ (છે). એમાં ઉત્પાદ-વ્યય નથી. (અહીં) આ “મોક્ષમાર્ગની પર્યાય (ની વાત છે) ચાલે છે, એ તો ઉત્પાદ-વ્યયવાળી છે. (એને) કથંચિત્ ભિન્ન કહી. એ તો ઉત્પાદ-વ્યયવાળીને કહી. પણ એ જે “કારણ પર્યાય છે, એ કથંચિત્ ભિન્ન નથી, સર્વથા અભિન્ન છે. અરેરે! આજનો વિષય જરી સૂક્ષ્મ આવ્યો છે.... લોકો સાંભળે તો ખરા !
જિજ્ઞાસા: કાર્ય થવાની ત્રિકાળ યોગ્યતા (કેવી રીતે ?)
સમાધાન : કહ્યું ને...! પોતાની પર્યાયથી પર્યાય થાય છે. કાર્ય કહો કે પર્યાય. પર્યાય પોતાનાથી જ થાય છે. દ્રવ્યથી નહીં. ગુણથી નહીં. અને પરથી નહીં. સમજાય છે કાંઈ ? “કારણ પર્યાય” એ ઉત્પાદ-વ્યયવાળી નથી. એ ધ્રુવ છે, એ પર્યાય ધ્રુવ છે!
જિજ્ઞાસા: પર્યાય ધ્રુવ? સમાધાન : ધ્રુવ. ઉત્પાદ-વ્યય વિનાની (એ કારણપર્યાય ધ્રુવ ). અહીં તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #309
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦ : ૨૯૭ (નિયમસાર'માં) કહે છે કે : કરણપર્યાય છે, એ ઉત્પાદ-વ્યય વિનાની છે. કેવી રીતે ? કે : ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, એ (જે) પદાર્થ છે, તેની બધી પર્યાય એકસરખી છે. પારિણામિકની (જેમ) એકસરખી. દ્રવ્ય ત્રિકાળી – ધ્રુવ ત્રિકાળી; અને પર્યાય એકસરખી-સદશ છે; ઓછી – વિપરીત- એમાં કાંઈ એમ નથી. તો એવી પર્યાય અને ગુણ-દ્રવ્ય થઈને દ્રવ્ય થયું. આત્મદ્રવ્યની આ પર્યાય જે સંસારની છે, તે વિકારી છે. અને વિકારનો (આંશિક ) નાશ થઈને મોક્ષમાર્ગની પર્યાય અપૂર્ણ પવિત્ર છે. અને મોક્ષમાં પૂર્ણ પવિત્ર છે. (તો એમ એમાં) ભેદ થઈ ગયો. (પરંતુ) ધર્માસ્તિકાયમાં તો પર્યાય એકરૂપ-ત્રિકાળી છે. તો આમાં (આત્મદ્રવ્યમાં પણ) એકરૂપ (પર્યાય ) ત્રિકાળી હોવી જોઇએ કે નહિ? આહાહા ! જરી (સૂક્ષ્મ વિષય છે). ના સમજાય તો રાત્રે (ચર્ચામાં) પૂછવું સંકોચ ન કરવો. કોઈ પણ પૂછી શકે છે, બાપુ! આ તો ભગવાન (ના ઘરની વાત છે ).
અહીં કહે છે કે આત્મામાં જે ધ્રુવતા ત્રિકાળ છે, એની સાથે પર્યાય પણ એક ત્રિકાળી-ધ્રુવ છે, એ પર્યાયથી દ્રવ્ય અભિન્ન છે. પણ આ જે ઉત્પાદવ્યય (રૂપ) મોક્ષમાર્ગની પર્યાય છે, એનાથી દ્રવ્ય કથંચિત્ ભિન્ન (છે, એમ) અહીં કહ્યું. અને
અલિંગગ્રહણ માં (કહ્યું કે:) (પર્યાય) સર્વથા ભિન્ન છે, (દ્રવ્યને) સ્પર્શતી નથી. આહા...હા...હા ! સમજાણ કાઈ ?
ભાઈ ! પ્રભુનો માર્ગ!! આ તો હીરાની ખાણો ખોલવાની છે. સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગે જે જોયું અને કહ્યું એ અલૌકિક ચીજ છે. બિચારા સાધારણ લોકોને તો (આ વાત) કાને ય પડી નથી. જૈન નામ ધરાવે (છતાં) કાને ય પડી નથી! અરે..૨.૨!
કહે છે કે : “કારણપર્યાય” ત્રિકાળી – ધ્રુવ છે. અને “ક્રમબદ્ધપર્યાય' ઉત્પાદવ્યયવાળી છે, (છતાં) જે સમયે ઉત્પન્ન થવાની હશે તે સમયે જ ઉત્પન્ન થશે, આઘીપાછી નહીં. તીર્થકર પણ પોતાની પર્યાયને આઘીપાછી કરી શકતા નથી. એ પર્યાય ઉત્પાદવ્યયવાળી છે, તે પર્યાય દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. એટલે અહીં કહેવું છે. અને અહીં (“ચિવિલાસ'માં) એ કહ્યું કે : “પર્યાયનું કારણ પર્યાય જ છે. ગુણ વિના જ (અર્થાત ગુણની અપેક્ષા વગર જ) પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે.” શું કહ્યું? (કે :) પર્યાય જે છે, તે ગુણ વિના પર્યાયની સત્તા સ્વતંત્ર છે. (એટલે) પર્યાયની સત્તા, ગુણ વિના, પર્યાયનું કારણ છે. અર્થાત ગુણ કારણ અને પર્યાય કાર્ય-એમ નથી. ગુણની સત્તા અને પર્યાયની સત્તા તદ્દન ભિન્ન છે!
અર....ર! આવી વાતો !! (શિક્ષણ શિબિરમાં આવેલા લોકો) હવે થોડો થોડો નમૂનો તો લઈ જાય! કે વીતરાગ-માર્ગ શું છે ? (આ લોકો) કયાં કયાંથી આવ્યા છે, પોતાના ઘરની સગવડ છોડીને. એક ભાઈ કહેતા હતા ને... કે આ (તત્ત્વ (સમજવાની) સગવડ છે! (એની) વાત સાચી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #310
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮ : પ્રવચન નવનીત ભાગ-૧
(અહીં કહ્યું: ) ગુણ વિના જ પર્યાયનું કારણ પર્યાય છે. પર્યાયનું સૂક્ષ્મત, પર્યાયનું કારણ છે; દ્રવ્ય-ગુણ નહીં. અર્થાત્ પર્યાયનું સૂક્ષ્મત, પર્યાયનું કારણ (છે); દ્રવ્યનું સૂક્ષ્મત્વ કારણ નથી. પર્યાયનું વીર્ય, પર્યાયનું કારણ છે. પર્યાયમાં વીર્ય છે, શકિત છે, તે વીર્યશકિત પર્યાયનું કારણ છે. એ પર્યાયનું વીર્ય, પર્યાયનું કારણ છે. આ ‘ચિવિલાસ' દીપચંદજી કૃત છે. દીપચંદજી અનુભવી છે!
(અધ્યાત્મ) પંચસંગ્રહ'માં દીપચંદજી તો એવું કહી ગયા કે : અરેરે! દુનિયાને જોઉ છું તો લોકોમાં) આગમની શ્રદ્ધા દેખાતી નથી. ભલે સાધુ દેખાય, પણ આગમની શ્રદ્ધાના ઠેકાણાં નથી. જો હું મોઢેથી કહેવા જાઉ છું તો સાંભળતા નથી. (તેથી) હું લખી જાઉ છું. તે કાળમાં પણ આગમની યથાર્થ શ્રદ્ધાવાળાં ન મળ્યાં.
આહા..હા..હા! અહીં કહે છે : પર્યાયનું વીર્ય, પર્યાયનું કારણ છે. પર્યાયનું પ્રદેશત્વ, પર્યાયનું કારણ છે. જીવના પ્રદેશ એ ધ્રુવ છે, એ (વાત અહીં) નથી. પર્યાયનો જે પ્રદેશ છે એ (પર્યાયનાં) પ્રદેશ કારણ છે, સમજાય છે કાંઈ ? પછી તો લીધું છે કે : અથવા ઉત્પાદ-વ્યય કારણ છે અને પર્યાય કાર્ય છે. માટે તે પર્યાયનું કારણ છે અને પર્યાય તેનું કાર્ય છે. પણ તેનું તે.
અહીંયાં કહ્યું કે : તે પર્યાય શુદ્ધપારિણામિકલક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. શા માટે? – ભાવનારૂપ હોવાથી. એ કાંઈ ત્રિકાળી દ્રવ્ય નથી. (તેથી) મોક્ષમાર્ગની પર્યાય ભાવનારૂપ હોવાથી (તે શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે ).
વિશેષ કહેશે.
*
*
*
[ પ્રવચન : તા.૫-૮-૭૯ ]
સમયસાર” ૩૨૦ - ગાથામાં વિષય સૂક્ષ્મ છે. અહીં તો નિશ્ચય – અધિકાર ચાલે છે. પણ નિશ્ચય – અધિકારમાં વ્યવહાર ગમે તેવો હોય, એવી વાત નથી. નિશ્ચયમાં તો ભગવાનનો વિનય કરવો તે પણ શુભભાવ (છે). આ પુસ્તક (શાસ્ત્રજી ) છે; (એને) નીચે ન મુકાય.
એનાથી પવન ન ખવાય. એનો ટેકો ન લેવાય. એના ઉપર હાથ મૂકીને આમ ન કરાય. નિશ્ચય એકલું કરવા જાય ત્યાં એ વ્યવહાર ભૂલી જાય, એ તો અજ્ઞાન છે.
સ્થાનકવાસીમાં (તો) “શાસ્ત્રનો વિનય' એવો કોઈ વ્યવહાર નથી. રાજકોટમાં એક સ્થાનકવાસી સાધુ હતા, એ તો શાસ્ત્રને માથા નીચે મૂકીને સૂએ! ભાઈ ! એમ ન હોય. આ તો ભગવાનની વાણી છે. એની વાણી (પ્રત્યે) વિવેક જોઈએ.
નિશ્ચય એકદમ ચાલે માટે “આ વ્યવહાર' ભૂલી જવો, એવું નથી. ખરેખર તો સભામાં, વ્યાખ્યાન સાંભળવામાં, પગ ઉપર પગ ચડાવવો નહીં. પવન ખાવો નહીં. એથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #311
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસર ગાથા-૩ર) : ૨૯૯ તો સની અશાતના થાય છે. ત્રણ લોકના નાથની વાણી સાંભળવા (સમવસરણમાં) ઇન્દ્ર આવે (તે).. આમ ગલૂડિયાની જેમ બેસે. શાંત.. શાંત. બાપુ! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની વાણી છે. અહીં નિશ્ચયની વાત ચાલે છે, તો વ્યવહાર ભૂલી જવો, એવો ( વિનય-વિવેકરૂપ) વ્યવહાર કરવો જ નહીં, એવું નથી. ભાઈ ! શું કહીએ? આ તો ત્રણ લોકના નાથની વાણી છે! એમ ન સમજવું કે આ પાનું છે. એનો વિનય જોઈએ. બહુમાન જોઈએ. એ છે શુભ વિકલ્પ; પણ એ ન હોય અને અશાતના કરે તો મિથ્યાત્વ લાગે. અહીં આપણે નિશ્ચયથી વાત ચાલે (છે) તો વ્યવહાર બધો ભૂલી જાય, એમ હોય નહીં! પાનું શાસ્ત્ર છે. એને ઘોડી ઉપર રાખવું. ઘોડી ન હોય તો.. આમ હાથ ઉપર રાખો. પણ એના ઉપર હાથ. આમ ન મૂકવો. ટેકો ન દેવો હજી તો જ્યાં વ્યવહારના ઠેકાણાં નથી... ભાઈ ! અહીં તો એ ન ચાલે ! અહીં તો પ્રભુ! નિશ્ચયનો અધિકાર ચાલે છે. એ વિના કલ્યાણ નથી. પણ (એમ હોવા છતાં) વચ્ચે ભગવાનનો વિનય, શાસ્ત્રનો આદર-વિનય ( રૂપ) વ્યવહાર નથી હોતો, એમ નથી. બાપુ! આ માર્ગ કોઈ જુદો છે.
આપણે અહીં સુધી) આવ્યું છે. આહા... હા! આ જે આત્મા (છે), તે શુદ્ધ સ્વરૂપ ભગવાન (પૂર્ણ પ્રભુ છે). એ તો કાલે કહ્યું હતું ને..! “પ્રભુ મેરે ! તેં સબ વાતે પૂરા... પ્રભુ મેરે તું સબ વાતે પૂરા; પરકી આશ કહા કરે પ્રીતમ!”... પારકી આશ કહા કરે પ્રીતમ! .” કે કિણ વાતે અધૂરા.” આહા.. હા! નિશ્ચય વસ્તુ તો આ છે. “પ્રભુ મેરે ! તું સબ વાતે પૂરા.” - ગુણે પૂરો. દ્રવ્ય પૂરો. ખરેખર તો પર્યાય પ્રગટ કરવામાં પણ પૂરી તાકાતવાળો છો. આહા. હા! એવો ભગવાનઆત્મા! “પરકી આશ કહા કરે પ્રીતમ!
તારી ચીજને છોડીને, પરચીજમાંથી મને લાભ થશે-એમ, પ્રીતમ-વ્હાલા નાથ ! તને એ શોભે નહીં. “પરકી આશ કહા કરે પ્રીતમ! એ કિણ વાતે અધૂરા.” પ્રભુ! તમે કઈ વાતે અધૂરા ? કાંઈ જ્ઞાનમાં અધૂરો છે, દર્શનમાં અધૂરો છે, આનંદમાં અધૂરો છે? આહા... હા ! પૂર્ણાનંદ પૂર્ણ પડયો છે !
અહીંયાં બહારની ધૂળ (પૈસા) ની તો વાતેય નથી. પૈસા-ધૂળ ને શરીર ને કુટુંબનું એ તો બધી પરચીજ છે. (પણ) તારી પર્યાયમાં આ (જે) રાગ થાય છે, તે પણ તારી ચીજ નથી. અહીં તો વળી એ વાત લેશે કે જે શુદ્ધ ચૈતન્ય પ્રભુ, પૂર્ણ પરમાત્મસ્વરૂપ (દ્રવ્યથી નિર્મળ પર્યાય પણ કથંચિત ભિન્ન છે). આહા.. હા!
અરે! એવો વખત સાંભળવાનો મળ્યો, પ્રભુ! તો એ (તારી) ચીજ અંદર શું છે? (ક) પૂર્ણાનંદનો નાથ (છે). એની સન્મુખ અભિપ્રાય, એના સન્મુખના પરિણામ, એને શુદ્ધપ્રયોગ' કહે છે. એને મોક્ષનો માર્ગ કહે છે. એને નિર્મળ પર્યાય આદિ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #312
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO: પ્રવચન નવનીત ભાગ-૧
આહા.... હા! ભાઈ ! અહીં તો મોક્ષના માર્ગની વાત છે, નાથ? આ કોઈ (શુભભાવથી) લાભ થાયને... એનાથી સ્વર્ગ મળશે અને પછી એમ મળશે ને.. ધૂળ મળશે (એની વાત નથી).
આહા... હા! અહીં તો કહે છે કેઃ “શુદ્ધાત્માભિમુખ પરિણામ ” અર્થાત્ પ્રભુ પૂર્ણ શુદ્ધ વસ્તુ, પરમાત્મસ્વરૂપઅભિમુખ પરિણામ: અભિસન્મુખ થઈને થનારાં પરિણામ; એને નિર્મળ પર્યાય, અર્થાત્ મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. દયા, દાન, વ્રત આદિનાં પરિણામ, ભક્તિ, પૂજા, મંદિર બનાવવું-એ બધા શુભ ભાવ છે; બંધનું કારણ છે; ઝેર છે. અને આ તો અમૃતના પ્યાલા પીધા છે, અર્થાત્ જેને શુદ્ધાત્માભિમુખ પરિણામ કર્યા એટલે કે જેણે નિર્વિકલ્પ ચૈતન્યઘન ભગવાન-સન્મુખ પરિણામ કર્યા તેણે તો નિર્વિકલ્પ અમૃત પીધું. આહા... હા! એ નિર્વિકલ્પ અમૃતને અહીં “શુદ્ધોપયોગ” કહે છે. ભગવાન (આત્મા) પૂર્ણાનંદથી ભર્યો છે. એની આગળ કોઈ ચીજની કિંમત નથી. આની (નિજપરમાત્માની) આગળ, (આશ્રય અપેક્ષાએ), સાક્ષાત્ ત્રિલોકનાથની પણ કિંમત નથી. એમની કિંમત એમની પાસે રહી; કારણ કે એ તો વ્યવહારપદ્રવ્ય છે.
અહીં કહે છે કે આત્મા મહા પ્રભુ, ચૈતન્ય ચમત્કારની શક્તિથી ભર્યો પડ્યો પ્રભુ (છે). એની સન્મુખ પરિણામ કરવા અને નિમિત્ત ને રાગથી વિમુખ થઈને, પર્યાયનો ઝુકાવ જે પર તરફ છે તેને સ્વ-તરફ કરવો; એ પરિણામ મોક્ષનો માર્ગ છે; એ ધર્મ છે; એ પર્યાય છે. અર્થાત્ શુદ્ધદ્રવ્ય જે ત્રિકાળી છે; એની સન્મુખનાં પરિણામ એ પર્યાય છે; એ દ્રવ્ય નથી; એ પર નથી; (એ) સ્વની પર્યાય છે. તે પર્યાય” એમ કહ્યું ને..કઈ
પર્યાય'? (કે.) જે ભગવાન પૂર્ણાનંદના નાથની સન્મુખદશા “તે પર્યાય.” એનું નામ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર. જ્યારે ત્રિકાળી જ્ઞાયકભાવની સન્મુખ પરિણામ (થયાં, તો) એનું નામ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર, શુદ્ધોપયોગ અને શુદ્ધાત્માભિમુખ પરિણામ (કહેવામાં આવે છે).
આહા.... હા! ભગવંત! તારી ચીજનો શું મહિમા !! આહા. હા! અલૌકિક ચૈતન્ય હીરો અંદર પડ્યો છે. જેમાં અનંત ગુણના પાસા-પહેલ પડ્યા છે. જેમ હીરાના પાસા-પહેલ હોય છે તેમ ભગવાન આત્મામાં અનંત પહેલ-અનંતજ્ઞાન આદિ અનંત પહેલ-પડ્યા છે. એવો ચૈતન્ય ભગવાન! એનો આદર કરવો, શ્રદ્ધામાં સ્વીકાર કરવો, જ્ઞાનમાં શેય તરીકે જાણવો, પછી ચારિત્રમાં સ્થિર કરવો.
આહા.... હા ! આવું (વસ્તુ-સ્વરૂપ) છે, પ્રભુ! શું થાય? અરે. રે! અહીં તો (લોકો) થોડું જ્યાં લૂગડાં ફેરવે, એકાદ-બે પાંચદશ પડિમા ધારે, ત્યાં જાણે અમે ત્યાગી થઈ ગયા! અરે પ્રભુ! ત્રણ લોકનો નાથ (ભગવાનઆત્મા); એની સામે જોઈને જ્યાં સુધી સમ્યગ્દર્શન પ્રગટ કર્યું નહીં ત્યાં સુધી (આ) બધું જુઠું છે, બધો સંસાર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #313
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર : ૩૦૧ અહીં તો કહે છે કે: “તે પર્યાય” (શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત ભિન્ન છે). શુદ્ધપારિણામિકભાવલક્ષણ શુદ્ધાત્મદ્રવ્ય, અખંડાનંદની પ્રભુ, અંદર પૂર્ણ સ્વરૂપ, પરમાત્મા છે (છે; એ) શુદ્ધાત્મદ્રવ્યનું લક્ષણ શું? શુદ્ધાત્મદ્રવ્ય “લક્ષ્ય' છે, (તે એનું) “લક્ષણ' શું? કે: શુદ્ધપારિણામિકભાવ લક્ષણ. શુદ્ધ સહજ ભાવ ત્રિકાળ; એનું લક્ષણ છે.
આહા... હા! આવી વાતો છે!! ભગવાન અંદર બિરાજે છે. અરે! એનો મહિમા કરે નહીં. અને પુણ્ય-પાપનાં પરિણામ, બહારનાં ફળ-ધૂળ (-પૈસા, અનુકૂળતા) આદિનો મહિમા કરે ! (–એમાં તો) પ્રભુ! તારું ખૂન થાય છે. તે તારા જીવનને તો મરણતુલ્ય કરી નાખ્યું ! “કળશ ટીકા” શ્લોક-૨૮ માં છે. અરે ! પ્રભુ એમ કહે છેઃ તું પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર છો. પરંતુ કર્મસંયોગથી ઢંકાયેલો હોવાથી, એટલે કે “રાગ મારો છે, વિકલ્પ મારો છે, દયા-દાનનો વિકલ્પ મારો છે” એવા ભાવથી, “તું” ઢંકાઈ ગયો છો. પ્રભુ એવા ભાવથી ઢંકાયેલો હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યો હતો. આહા... હા! “મરણને પ્રાસ' એટલે જાણે કે એ ચીજ (આત્મા) જગતમાં છે જ નહીં. રાગને (પોતાની) ચીજ માનીને, “આ જ હું” એમ માનીને, ભગવાન આત્મા મરણતૂલ્ય થઈ રહ્યો હતો. આહા.... હા ! “એ રાગ અને પુણ્યનાં ફળ મારાં છે, અને પુણ્ય કરતાં મને લાભ થશે” એવી દષ્ટિમાં, તારા ચૈતન્યચમત્કાર જ્યોતિ ભગવાન પરમપરિણામિકસ્વભાવભાવ શુદ્ધાત્મદ્રવ્યનું મરણ થઈ ગયું, મરણલ્ય (થઈ ગયું). આમ તો એ (શુદ્ધાત્મદ્રવ્ય ) તો (શાશ્વત) વસ્તુ છે; પણ દષ્ટિમાં એનો અનાદર અને પરનો આદર આવ્યો તો, એ ચીજ, એની દષ્ટિમાં તો છે નહીં; (તેથી તે) મરણને પ્રાપ્ત થઈ રહી હતી. તે ભ્રાંતિ, પરમ ગુરુ શ્રી તીર્થકરનો ઉપદેશ સાંભળતાં મટે છે. આહા.. હા! ત્રણ લોકના નાથ તીર્થંકર પરમાત્માની આ વાણી છે; એ વાણીથી ભ્રાંતિ મટે છે; બીજો કોઈ ઉપાય નથી.
(અહીંયાં કહે છેઃ ) “તે પર્યાય” – મોક્ષમાર્ગની પર્યાય- શુદ્ધપારિણામિક (ભાવ) લક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. શા માટે ભિન્ન છે? (કે) ભગવાન ચૈતન્યધાતુ, પરમાનંદમૂર્તિ પ્રભુ! શુદ્ધાત્મદ્રવ્ય-પદાર્થ (છે); એની પર્યાય; જે મોક્ષના માર્ગની છે “તે પર્યાય ” કથંચિત્ ભિન્ન છે. “તે (પર્યાય)” ત્રિકાળીમાં અભેદ નથી. એ ત્રિકાળી ચીજમાં અભિન્ન નથી, ભિન્ન છે. આહાહા! શરીર ભિન્ન કર્મ ભિન્ન રાગ ભિન્ન; એ તો સ્થૂળ (રીતે) ભિન્ન (છે). પણ અંદર જે મોક્ષનો માર્ગ-આત્માના અવલંબનથી પ્રગટ થયો- “તે પર્યાય” (પણ) કથંચિત્ ભિન્ન છે! શા માટે? ક્યા કારણે? કારણ શું? કેઃ “ભાવનારૂપ હોવાથી.” શું કહે છે? (ક) એ પર્યાય “ભાવના છે.
“ભાવના” અર્થાત્ વિકલ્પ નથી. ભાવના શબ્દ એ ચિંત્વનનો વિકલ્પ નથી. “ભાવના” એટલે જે ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી ભાવ છે; એના તરફની એકાગ્રતા.” એ નિર્વિકલ્પ-વીતરાગી પર્યાયને “ભાવના' કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #314
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨: પ્રવચન નવનીત ભાગ-૧
‘તત્ત્વાર્થસૂત્ર’ સંવર અધિકારમાં અનિત્ય આદિ બાર ભાવના આવે છે. એ (ભાવના) પણ જો વિકલ્પથી કરે, તો તે સંવર નથી. સંવર અધિકારમાં અનિત્ય આદિ બાર ભાવનાને સંવરના ભેદ ગણ્યા છે.
( અહીં તો ) અંદર
(
શુદ્ધસ્વરૂપ દ્રવ્ય ( છે ) તે તરફના ઝુકાવથી, પર્યાય ઉત્પન્ન થઈ, એ પર્યાયને ‘ભાવના' કહે છે. ‘ભાવના' અર્થાત ચિંત્વન અને વિકલ્પ કેઃ ‘મારું દ્રવ્ય મળે તો ઠીક,' એ નહીં.
અહીંયાં તો, એ વસ્તુ પૂર્ણાનંદના નાથ તરફની અંદ૨ વીતરાગભાવથી એકાગ્રતા; એ વીતરાગસ્વરૂપમાં એકાગ્રતા; વીતરાગસ્વરૂપ ભગવાનઆત્મા, ત્રિકાળી વીતરાગમૂર્તિ પ્રભુ આત્મામાં, વીતરાગભાવથી એકાગ્રતા થવી;- એ ભાવનાને નિત્યથી કથંચિત્ ભિન્ન કહેવામાં આવી છે. વાતો તો આવી છે, બાપુ! શું થાય ?
“(કથંચિત્ ભિન્ન છે. શા માટે?) ભાવનારૂપ હોવાથી.” ત્રિકાળી ભાવ જે જ્ઞાયકભાવ (છે), એની તો એ ભાવના છે. એ (જ્ઞાયકભાવ) તરફના ઝુકાવનાં પરિણામ છે. એ કાયમી ચીજ નથી. એ પરિણામ અનિત્ય છે. નિત્યના અવલંબને થયાં પણ એ પરિણામ અનિત્ય છે.
66
( તે પરિણામ ) ત્રિકાળીથી કથંચિત્ ભિન્ન કેમ ? કેઃ એ ભાવનારૂપ હોવાથી. ” આહા... હા! શુદ્ધપારિણામિક (ભાવ ) ( તો ) ભાવનારૂપ નથી. આહા.. હા! ભગવંત! તારું સ્વરૂપ પૂર્ણ સ્વરૂપ, શુદ્ધપારિણામિક સ્વભાવભાવ. ત્રિકાળ નિરાવરણ, ત્રિકાળ અખંડ, એકસ્વરૂપ, એવો શુદ્ધપારિણામિકભાવ, ( તે ) ભાવનારૂપ નથી. અર્થાત્ એ શુદ્ધપારિણામિકભાવ‘ભાવનારૂપ ’ નથી. શુદ્ધપારિણામિકભાવ એ ‘પર્યાયરૂપ ' નથી. આહા... હા! ભગવાન શુદ્ધપારિણામિકભાવ, જે સમ્યગ્દર્શનનો વિષય છે; એની અંતરમાં એકગ્રતા કરીને ( જે ) સમ્યગ્દર્શન આદિ થયું, તે ‘ પર્યાય ' છે. આહા... હા! શુદ્ધપારિણામિકભાવ એ ‘ભાવનારૂપ ’ નથી. ‘ભાવના' તો પર્યાયરૂપ છે. શુદ્ઘ દ્રવ્ય એ પારિણામિક (ભાવ) છે; એ ‘ભાવનારૂપ ’ નથી.
આહા... હા! આવી વાતો છે, બાપા! અરે.. રે! ચોર્યાશીના અવતારથી છૂટવાના પંથ... પ્રભુ ! ‘ આ ’ છે. આવો પંથ છે પ્રભુ!
ભગવાનઆત્મા ચૈતન્યરત્નાકર-ચૈતન્યના રત્નનો આકર એટલે દરિયો છે, સમુદ્ર છે. ભગવાન ચૈતન્યનાં ચૈતન્યરત્ન-ચૈતન્ય, દર્શન, જ્ઞાન, ચારિત્ર, શાંતિ, સ્વચ્છતા, વિભુતા, પ્રભુતા વગેરે એવાં અનંત ચૈતન્યરત્નોનો રત્નાકર-દરિયો-સમુદ્ર છે! છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્યાતમો છે; જેમાં નીચે (તળિયે ) વેળુ ( રેતી ) નથી. વેળુના ઠેકાણે અનાદિથી એકલાં રતન ભર્યાં છે. એ તો અસંખ્ય હોય છે, કારણ કે (સમુદ્ર) અસંખ્ય યોજનનો છે. (પણ) આ સ્વયંભૂ ભગવાનમાં એકલાં ચૈતન્યરત્નાકર અનંત ભર્યાં છે. આ પ્રભુમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #315
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર): ૩/૩ તો અનંત રત્ન ભર્યા છે. આહા.... હા! આનંદ, જ્ઞાન, શાંતિ, સ્વચ્છતા આદિ અનંત રત્નોથી ભરેલો ભગવાન; એ “ભાવનારૂપ” નથી. મોક્ષમાર્ગની પર્યાય થઈ તે પર્યાયરૂપ (છે), એ શુદ્ધપારિણામિકભાવ (રૂપ) નથી. આહા.... હા! આ ભેદજ્ઞાનની પરાકાષ્ઠા !
- રાત્રે કોઈએ પ્રશ્ન કર્યો હતો. લબ્ધ અપર્યાયનો. એ વિષય જાણવાનો (છે). “લબ્ધ અપર્યાય' કોને કહે છે? કે: અપર્યાપથઈને, પર્યાપ્ત ન હોવાવાળો અને અપર્યાપ્ત થઈને અપર્યાપ્ત મરવાવાળો છે, એ “લબ્ધઅપર્યાય' કહેવાય છે. અને અપર્યાપ્ત થઈને પર્યાપ્ત થાય છે, એ “લબ્ધપર્યાય, અપર્યાપ્ત નહીં. કારણ કે, પહેલાં તો અપર્યાપ્ત હોય છે, અર્થાત્ જયારે કોઈ પ્રાણી માતાના પેટમાં આવે છે ત્યારે જન્મે છે, ત્યાર પહેલાં તો અપર્યાપ્ત જ હોય છે; પણ એ અપર્યાપ્ત, પર્યાપ્ત થવાવાળું છે.
અહીંયાં કહે છે કે જે આ “ભાવના” છે, એ શુદ્ધપારિણામિકભાવ નથી; પણ એ ભાવના” પૂર્ણ થવાવાળી છે. એ તો “મોક્ષમાર્ગપ્રકાશક' માં આવ્યું છે ને ! જ્ઞાનના ક્ષયોપશમનો જે અંશ છે; તે વધીને કેવળજ્ઞાનને પ્રાપ્ત થશે. આહા.... હા! સમજાય છે કાંઈ?
અહીંયાં કહે છે કે જે મોક્ષમાર્ગની પર્યાય, ત્રિકાળીના અવલંબનથી થઈ, તે શુદ્ધપારિણામિકભાવમાં નથી. અને એ શુદ્ધપારિણામિકભાવ પર્યાયમાં નથી. એ શુદ્ધપરિણામિક (ભાવ) (તો) ભાવનારૂપ નથી. પ્રભુ! એ પર્યાય. શુદ્ધપરિણામિકભાવરૂપ નથી; એ તો એક સમયની પર્યાયરૂપ છે. જો તે પર્યાય, એકાંતરૂપી શુદ્ધપારિણામિક (ભાવ) થી અભિન્ન હોય; અર્થાત એ મોક્ષમાર્ગની પર્યાય- પારિણામિકભાવ-ત્રિકાળી (ની) એકાગ્રતા, એ-રૂપ “ભાવના' - જો પારિણામિકભાવની સાથે અભિન્ન હોય; તો (મોક્ષ થતાં) એ (મોક્ષમાર્ગની) પર્યાયનો નાશ થઈ જશે, તો અવિનાશીનો પણ નાશ થઈ જશે. સમજાય છે કાંઈ?
ભાઈ ! આ સૂક્ષ્મ વિષય છે, પ્રભુ! કે દી સાંભળવા મળે, બાપા “આ” , ભગવાન ! આહા... હા! આચાર્ય તો ભગવાન તરીકે બોલાવે છે. પ્રભુ! તું ભગવાન છો. તારું પૂર્ણ (સ્વરૂપ) ભગવતસ્વરૂપ છે; જેની તને ખબર નથી ! તારી દષ્ટિ-દશા-લોચન બહારમાં ફરે છે. તે લોચન અંતરમાં ગયાં નથી. –જ્ઞાનનાં લોચન અંતરમાં ગયાં નથી. જેને જોવાનું છે તેને જોયું નથી. એ લોચન બહારનું જોવામાં રોકાઈ ગયાં! આહા.... હા!
સમયસાર' ૧૭ –ગાથામાં આવ્યું ને...! કે: અજ્ઞાનીની પર્યાયમાં પણ દ્રવ્ય જણાય છે, આત્મા જણાય છે. સૂક્ષ્મ (વાત) છે, ભગવાન ! આ જે જ્ઞાનની પર્યાય છે, અજ્ઞાનીની પણ હો...! અરે! સર્વ જીવોની પર્યાય- જે જ્ઞાનની છે; (પરમાત્મા સિવાય, (કેમકે) એ (પર્યાય) તો પૂર્ણ થઈ ગઈ); એમાં આત્મા -દ્રવ્ય જ જણાય છે કેમકે જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે.
પ્રભુ ! આ તો અલૌકિક વાતો છે, બાપા! શું કહીએ? ક્યાં કહીએ ? આહા. હા!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #316
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૪: પ્રવચન નવનીત ભાગ-૧ શ્રીમદ્દ એક વાર એમ કહેતા હતાઃ “અરે. રે! આ અમારો નાદ કોણ સાંભળશે?' (તે દી આવી વાત સાંભળવાવાળા) નહોતા. નહોતા. આ વાત સાચી. હવે લોકો સાંભળે છે. લાખો (લોકો ) વિચારમાં પડી ગયા છે કે આ કહે છે કે કંઈ જુદી ચીજ છે.”
આહા.... હા ! પ્રભુ! અહીં કહે છે કે તે પર્યાય પોતાના ત્રિકાળી ભગવાનથી કથંચિત્ ભિન્ન કેમ? (કે.) તે ભાવનારૂપ છે. એ ત્રિકાળી વસ્તુ નથી. વર્તમાન એકાગ્રતારૂપ દશા ભાવનારૂપ છે; વીતરાગ પર્યાયરૂપ છે. અને ત્રિકાળી ભગવાન, વીતરાગ ત્રિકાળી સ્વરૂપ છે. એની દષ્ટિ અને એની એકાગ્રતા, એ વીતરાગપર્યાય છે. વીતરાગપર્યાય છે એ ત્રિકાળી વીતરાગસ્વરૂપથી ભિન્ન છે.
શુદ્ધપારિણામિકભાવ તો ભાવનારૂપ નથી. જો તે (પર્યાય) એકાંતે શુદ્ધપારિણામિકથી અભિન્ન હોય; (એટલે કે, ભગવાન પૂર્ણાનંદના નાથની ભાવના (અર્થાત્ ) સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર (રૂપ) એ જે પરિણામ, (જો) ત્રિકાળી દ્રવ્યથી અભિન્ન હોય. અર્થાત્ જેમ ત્રિકાળી અવિનાશી છે, તેમ એ પર્યાય (જો) ત્રિકાળીથી અભિન્ન હોય તો મોક્ષનો પ્રસંગ બનતાંમોક્ષનો પ્રસંગ આવતાં, (આ ભાવનારૂપ મોક્ષ-કારણભૂત પર્યાયનો વ્યય થતાં, ત્રિકાળીઅવિનાશી દ્રવ્ય પણ નાશ પામે ).
આહા... હા ! મોક્ષનો પ્રસંગ આવતાં... એને મોક્ષનો પ્રસંગ આવશે જ. આહા. હા ! જેણે ભગવાન આત્મા-પૂર્ણાનંદના નાથની એકાગ્રતારૂપ ભાગના પ્રગટ કરી, એને અલ્પ કાળમાં મોક્ષપર્યાય પ્રાપ્ત થશે. થશે ને થશે જ. આહા. હા! બીજ ઊગી એ પૂનમે પૂર્ણ થશે. થશે ને થશે જ. એ પડે નહીં. એ ત્રીજ, ચોથ કરતાં કરતાં પૂનમે પૂર્ણ થઈ જશે.
અહીં તો બીજું કહેવું છે. મોક્ષ આવતાં, એ (મોક્ષમાર્ગની) પર્યાયનો નાશ (વ્યય) થશે. એ મોક્ષનું “કારણ” વ્યવહાર ને નિશ્ચયમોક્ષ “કાર્ય'. નિશ્ચયકારણ” તો દ્રવ્ય છે. મોક્ષનો માર્ગ “કારણ” અને મોક્ષ “કાર્ય. તો જ્યારે મોક્ષ થશે એવું “કારણ” પ્રગટયું છે, તો મોક્ષ થશે જ. આહા. હા. હા.. હા! અરે.. રે! એ વખતે- “મોક્ષનો પ્રસંગ બનતાં. ભાષા જુઓ! “મોક્ષનો પ્રસંગ બનનાં' – એ મોક્ષનો પ્રસંગ આવશે જ! આહી.. હા.. હા!
ત્રિકાળીનાથના વીતરાગીસ્વરૂપનો જેણે અંદર વીતરાગભાવથી આદર કર્યો (એને મોક્ષનો પ્રસંગ આવશે જ). ત્રિકાળી પ્રભુ વીતરાગ ચૈતન્યમૂર્તિ છે! આત્મા વીતરાગી ચૈતન્યપ્રતિમા છે! આહા... હા! જેમ પ્રતિમા હાલતી-ચાલતી નથી, તેમ અંદર દ્રવ્યસ્વભાવ હાલતાં-ચાલતો નથી. ત્રિકાળી દ્રવ્ય ચૈતન્યપ્રતિમા છે! એ ભગવાન આત્માની જે પ્રતીતિ જ્ઞાન અને અનુભવદશા થઈ, એ “ભાવના. એને મોક્ષનો પ્રસંગતો આવશે જ. ત્યારે એ (ભાવનારૂપ) પર્યાય (તો) રહેશે નહીં. એ પર્યાયનો વ્યય થશે અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #317
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર : ૩/૫ કેવળજ્ઞાનની પર્યાય ઉત્પન્ન થશે. આહા... હા! (શું કહ્યું?) “મોક્ષનો પ્રસંગ આવતાં'. આહા... હા... હા! મોક્ષ થશે કે નહીં, એમ નહીં.
પ્રભુ ત્રણ લોકના નાથને જેણે અંદરમાં સ્વીકાર્યો અને જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ થઈ, એને “ભાવના” કહેવામાં આવી છે અને એને “પર્યાય' કહેવામાં આવી (છે). –એ, ત્રિકાળી દ્રવ્યથી કથંચિત્ ભિન્ન (છે)! કે: (એ) ભાવનારૂપ છે, એકાગ્રતારૂપ છે, અનિત્ય છે. કેમ ભિન્ન છે? (કારણ) કેએને (જયારે) મોક્ષનો પ્રસંગ થશે ત્યારે એ પર્યાય રહેશે નહીં.
આહા.... હા! “મોક્ષનો પ્રસંગ આવતાં આ ભાવનારૂપ મોક્ષકારણભૂત” જુઓ! ખુલાસો કર્યોઃ ભાવનારૂપ મોક્ષકારણભૂત. ભગવાન પૂર્ણાનંદના નાથની અંદર એકાગ્રતા થઈ એ ભાવનારૂપ મોક્ષકારણભૂત પર્યાયનો વિનાશ થતાં મોક્ષનો પ્રસંગ આવશે. મોક્ષ થશે જ થશે. એનો તો મોક્ષ થશે જ. ત્યારે એ મોક્ષના કારણની પર્યાયનો વ્યય થઈ જશે, નાશ થઈ જશે. (તો) જો એ (પર્યાય) ત્રિકાળી–અવિનાશી સાથે અભિન્ન હોય તો (જ્યારે) એ (પર્યાયનો મોક્ષપ્રસંગમાં) નાશ થશે (ત્યારે) અવિનાશીનો પણ ભેગો નાશ થઈ જશે.
આહા... હા.. હા! આવો ઉપદેશ!! ઓલો (ઉપદેશ) તો દયા પાળો. વ્રત કરો. ભક્તિ કરો. દાન કરો. મંદિર બનાવો. (શ્રોતાઃ) આમાં નજર ન પડે માટે ઈ કરે ! (ઉત્તર:) ઈ કરે તો.. રાગ કરીને રખડે છે! એ (તો) રાગનું કર્તવ્ય છે (છતાં,) “તે મારું કર્તવ્ય છે' એમ માને, તો (તે) મિથ્યાત્વભાવ છે. અરે. રે, પ્રભુ! પ્રભુ પરમાત્મા (ત્યાં) વિદેહક્ષેત્રમાં રહી ગયા. અહીંયાં તો વીતરાગનો વિરહ પડયો; પાછળ “આ” વાત રહી. અનુભવીને જાણવામાં આવ્યું. વાત તો વાતમાં રહીજાય. પાનાં પાનાંમાં રહી ગયાં. વાણી વાણીમાં રહી ગઈ.
પોતાનું સ્વરૂપ ભગવાન આત્મા; એને અનુસરીને (જે) અનુભવ થયોએ અનુભવ ચિંતામણિ (છે). તે પર્યાય છે. કહયું છે ને..! “અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખરૂપ.” આહા. હા! એ અનુભવને ચિંતામણિરત્નની પર્યાય કહી ! એ પર્યાય, ત્રિકાળી ભાવથી કોઈ અપેક્ષાએ ભિન્ન છે. કેમકે અપૂર્ણ છે, એ અપેક્ષાએ. (જોકે) અપુર્ણ તો પૂર્ણ થશે જ. (પણ) પૂર્ણ થશે, તો અપૂર્ણતાનો નાશ થશે; એ અપેક્ષાએ (તેને) કથંચિત ભિન્ન કહી. નહીંતર-ખેરખર તો પર્યાય સર્વથા ભિન્ન છે!
એ તો કહ્યું ને....! “પ્રવચનસાર' અલિંગગ્રહણમાં ૧૯-૨૦ બોલ છે. પર્યાયવિશેષ ભેદરૂપ છે, એને દ્રવ્ય સ્પર્શતું નથી. અર્થાત્ મોક્ષના કારણરૂપ પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી, અને ૨૦મો બોલઃ અંદર મોક્ષના માર્ગની પર્યાય, આનંદની-વેદનની પર્યાય, એ દ્રવ્યને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #318
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૬: પ્રવચન નવનીત ભાગ-૧ સ્પર્શતી નથી. એ (પર્યાય) દ્રવ્યને તો અડતી જ નથી. આહા. હા. હા! ૧૮ મો બોલ છે: ભગવાનભા ગુણવિશેષથી આલિંગિત નથી. ભેદ નથી અર્થાત ગુણી અને ગુણની સાથે આલિંગન-એકપણું નથી; અભિન્ન છે. એકપણું એટલે ગુણ અને ગુણી એવો ભેદ છે, એમ નથી. (ગુણ-) ગુણીના ભેદના આલિંગન વિનાનું દ્રવ્ય છે. આહા... હા! ત્રિકાળી જે સમ્યગ્દર્શનનો વિષય-પ્રભુ ભગવાન- એ ગુણના વિશેષ ભેદથી–આલિંગનથી રહિત છે. અને પછી કહ્યું છે કેઃ પર્યાયવિશેષના આલિંગનથી રહિત છે. (અર્થાત્ ) અભેદ ભેદને સ્પર્શતું નથી.
અલિંગગ્રહણ” નાં વ્યાખ્યાન થઈ ગયાં (છે). અહીં છે ને.... ભગવાનનો આધાર છે ને....! જુઓઃ “પ્રવચનસાર” ગાથા-૧૭ર:
(બોલ-૧૮) “લિંગ એટલે કે ગુણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ (પદાર્થજ્ઞાન) તે જેને નથી (અર્થાત્ ગુણભેદ જેને નથી) તે અલિંગગ્રહણ છે.” “અલિંગગ્રહણ”. છ અક્ષરમાંથી ૨૦ બોલ નીકાળ્યા છે. અલૌકિક વાત છે! બધાં વ્યાખ્યાન થઈ ગયાં છે. એ ટેપ ઉપરથી બહાર (પુસ્તકમાં) આવશે. લિંગ અર્થાત્ ગુણ એવું જે ગ્રહણ, અર્થાત અર્થાવબોધ. અર્થાવબોધ તો જ્ઞાન લીધું છે. જ્ઞાનની મુખ્યતાથી લીધું છે. બાકી પાઠ તો અર્થાવબોધ છે. (માત્ર) જ્ઞાનનો ભેદ (એમ) નહીં, પણ અનંત ગુણનો ભેદ નહીં, એમ લેવું, પાઠમાં અથવબોધ છે. પદાર્થનો અર્થાવબોધ-જ્ઞાન, એવો ભેદ એમાં નથી. અથવા અનંત ગુણનો ભેદ (તે જેને નથી), એમ લેવું. એ તો એવો શબ્દ લીધો છે. અર્થાવબોધ તો જ્ઞાન છે, પણ અર્થની સાથે રહેલા જે અનંત ગુણ, એ ગુણનો અભેદ, ભેદને સ્પેશતો નથી. અરે. રે! આવી વાતો !! આ તો ૧૮ મો (બોલ) છે. હવે ૧૯મો કહીએ છીએનેઆ તો પહેલાં ગુણની સાથે અભેદ છે. પછી પર્યાય (લીધી).
(બોલ–૧૯) “લિંગ એટલે કે પર્યાય એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ વિશેષ (તે જેને નથી તે અલિંગગ્રહણ છે).” “અર્થાવબોધ' એ શબ્દ ત્યાં (૧૮માં બોલમાં) પણ લીધો છે ને...? તે “અર્થાવબોધ” જ્ઞાનની પર્યાય લીધી. પણ બધી પર્યાય લેવી. પાઠ એવો લીધો છે. જ્ઞાનપ્રાધાન્ય કથન કર્યું છે. એ અર્થાવબોધ, પર્યાયવિશેષ તે જેને નથી. આત્મામાં એ જ્ઞાનવિશેષ નથી. જ્ઞાનની વિશેષ પર્યાય દ્રવ્યમાં નથી. આહા.... હા... હા!
અરે... રે! આવી વાતો !! વીતરાગ પરમાત્મા (ના) સંતોએ આડતિયા થઈને જગતને વીતરાગની વાત કરી! આવી દુર્લભ વાત (જેને) સાંભળવા મળે એ પણ ભાગ્યશાળી છે.
આહા... હા! પર્યાયવિશેષ. અર્થાવબોધવિશેષ. પાઠ અર્થાવબોધ વિશેષ છે. - અર્થ+અવબોધ+વિશેષ. પણ બધી પર્યાય લેવી. પહેલાં (૧૮મામાં) અર્થાવબોધમાં બધા ગુણ લેવા. અને અહીં બધી પર્યાય લેવી. – તે જેને–આત્માને નથી, તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા પર્યાયવિશેષથી નહીં આલિંગિત અર્થાત્ પર્યાયવિશેષથી અસ્પષ્ટ ( નહીં સ્પર્શિત) એવું શુદ્ધ દ્રવ્ય છે. ૧૮માં બોલમાં એમ કહ્યું હતું. આભા ગુણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #319
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૩૦૭
વિશેષથી નહીં ( આલિંગિત ) –સ્પર્શિત એવું શુદ્ધ છે. અહીંયાં પર્યાયવિશેષથી નહીં (આલિંગિત ) –સ્પર્શિત એવું શુદ્ધ દ્રવ્ય છે.
જિજ્ઞાસા: ગુણવાળું દ્રવ્ય અને પર્યાયવાળું દ્રવ્ય બન્ને એક જ છે કે ફેર છે?
સમાધાનઃ બન્નેમાં ફરક છે. ગુણ તો ત્રિકાળ રહેવાવાળા છે અને પર્યાય એક ક્ષણની છે. પણ એ ભેદ નથી, એમ બતાવવું છે. ગુણમાં અને પર્યાયમાં મોટો ભેદ છે. ગુણ તો ત્રિકાળી છે અને પર્યાય તો ક્ષણિક છે. પણ ‘ત્રિકાળી ' ગુણવિશેષથી નહીં આલિંગિત, ગુણવિશેષના ભેદથી નહીં. આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે!
(
(પછી ૨૦મો બોલ ) “લિંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ ” (પ્રત્યભિ એટલે આ છે.. છે.. છે, એવો ધ્રુવ ત્રિકાળ) “એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધસામાન્ય ” ( ત્યાં ૧૮-૧૯ માં પણ અર્થાવબોધ લીધું છે. બાકી ( અહીં તો ) ત્રિકાળી દ્રવ્ય છે. અર્થાવબોધસામાન્ય એટલે પદાથનું જ્ઞાનરૂપી સામાન્ય નહીં પણ આખો પદાર્થ સામાન્ય, એમ લેવું છે.) “તે જેને નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્યથી નહીં આલિંગિત ” એટલે કે આત્મા દ્રવ્યને આલિંગન નથી કરતો. પોતાની પર્યાયનું આનંદનું વેદન કરે છે. એ ‘પર્યાય' આત્મા છે! વેદનની અપેક્ષાએ આત્મા પોતાને-ત્રિકાળીનેઆલિંગન નથી કરતો. આહા.. હા!
-
(
( અહીંયાં ) શું કહે છે? કે: મોક્ષનો પ્રસંગ આવતાં (-બનતાં) આ ભાવનારૂપ મોક્ષકારણભૂત (પર્યાય ) નો વિનાશ થઈ જાય છે. અર્થાત્ જ્યારે મોક્ષ થશે મોક્ષમાર્ગની પર્યાયનો નાશ થશે. જો આ મોક્ષમાર્ગની પર્યાય આત્માથી સર્વથા અભિન્ન હોય તો (જ્યારે મોક્ષ થશે ત્યારે એ પર્યાયનો તો નાશ થશે, તો અવિનાશી આત્મદ્રવ્યનો પણ નાશ થશે ). અહીં તો પ્રદેશની અપેક્ષા લઈને (પર્યાયને ) ‘કથંચિત ભિન્ન ’કહી કે પોતાના પ્રદેશમાં છે ને...! એ અપેક્ષા રાખી છે. નહીંતર તો પ્રદેશે ય ખરેખર ભિન્ન છે. પણ અહીં અસંખ્ય પ્રદેશમાં પર્યાય છે, એમ લઈને કથંચિત ભિન્ન કહી. પોતાના પ્રદેશમાં છે. પણ અપૂર્ણ છે. તો (પૂર્ણતા-) મોક્ષ તો થશે જ. (તો) જો આ પર્યાયની સાથે દ્રવ્ય અભિન્ન હોય તો, આ (મોક્ષમાર્ગની) પર્યાયનો નાશ થશે ત્યારે, અવિનાશી (આત્મા ) નો પણ નાશ થઈ જશે, માટે ભિન્ન છે!
આહા...હા...હા ! આવું વ્યાખ્યાન છે!! અત્યારે બહુ ફેરફાર થઈ ગયો, પ્રભુ! અહીં તો સોનગઢ (માટે) લોકો કહે છે: એકાંત છે.. એકાંત છે! (પણ ) સાંભળ ભાઈ! સાંભળ બાપા ! (અહીંયાં તો એમ કહે છે કેઃ) એકાંતરૂપી (જો મોક્ષમાર્ગની પર્યાય ) શુદ્ધ પારિણામિકથી ( અભિન્ન હોય, તો મોક્ષનો પ્રસંગ આવતાં, એ ભાવનારૂપ-મોક્ષકારણભૂત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #320
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૮: પ્રવચન નવનીત ભાગ-૧ પર્યાયનો વિનાશ થવાથી શુદ્ધપારિણામિકભાવ પણ વિનાશને પ્રાપ્ત થાય. આહા... હા! મોક્ષ થતાં, મોક્ષના માર્ગની પર્યાય (તો) નાશ પામશે. (તો) જો એ પર્યાય દ્રવ્યથી ત્રિકાળ અભિન્ન હોય, તો એ પર્યાયનો નાશ થશે ત્યારે અવિનાશીનો પણ નાશ થાશે, માટે કથંચિત્ ભિન્ન છે. એ (પર્યાયનો) નાશ થાય, (પણ) દ્રવ્ય તો અવિનાશી છે. એનાથી તે (પર્યાય) અભિન્ન નથી, ભિન્ન છે. તેથી એ પર્યાયનો નાશ થયો છતાં, દ્રવ્ય તો ત્રિકાળ એમ ને એમ રહ્યું. અર્થાત એ (મોક્ષમાર્ગનો) પર્યાયનો નાશ થયો, કેવળજ્ઞાન-મોક્ષદશા પ્રાપ્ત થઈ (છતાં), દ્રવ્ય તો એવું ને એવું છે. (મોક્ષમાર્ગની) પર્યાય વખતે પણ (દ્રવ્ય) એવું છે; અને એનો નાશ થઈને (પૂર્ણ) વીતરાગદશા થઈ ત્યારે (પણ) દ્રવ્ય તો એવું ને એવું છે ! આહા... હા... હા !
આવો ઉપદેશ હવે! (પણ) આખો દી પાપ દુનિયાના કરે..! એમાં આ બાયડીનું કરું ને છોકરાનું કરું ને આ ધંધાનું કરું ને આ કરું....! અરે. રે! એને પાપ આડે ક્યારે સમય મળે છે? એ તો એકલાં પાપનાં પોટલાં (છે). (એમાં) ધર્મતો નથી; પણ પુણ્યનાં (ય) ઠેકાણાં ન મળે ! આહા... હા ! અનંત કાળથી આવું જ કર્યું છે. એ ઊંધું કાંઈ નવું નથી.
આહા... હા! (અહીં) શું કહ્યું? કેઃ એ મોક્ષમાર્ગની જે નિર્મળ પર્યાય છે, એ “શુદ્ધાત્માભિમુખ” એટલે કે શુદ્ધસ્વરૂપ ભગવાન (આત્મા) થી અભિમુખ-સન્મુખ, એ
શુદ્ધોપયોગ’ એ મોક્ષનો માર્ગ; એ ત્રિકાળી શુદ્ધપારિણામિકથી કથંચિત્ ભિન્ન છે. પ્રદેશમાં ભિન્ન છે. એમાં પોતાના પ્રદેશ (ભિન્ન) છે. પણ પર્યાયનો (જે) ભાવ છે એ (પણ) ભિન્ન છે. કારણ કે: (મોક્ષમાર્ગનો) પર્યાયનો નાશ થતાં મોક્ષનો પ્રસંગ આવશે ( અર્થાત્ ) મોક્ષના માર્ગની પર્યાય તો અમુક કાળ રહેશે. મોક્ષ તો થશે, થશે ને થશે જ તો મોક્ષ થતાં, એ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (રૂપ) મોક્ષનોમાર્ગ છે, એ પર્યાયનો નાશ થશે. (તો) જો એ પર્યાય દ્રવ્યથી અભિન્ન હોય, તો (એ) પર્યાયનો નાશ થતાં, દ્રવ્યનો પણ નાશ થાશે. (પણ) દ્રવ્ય તો અવિનાશી છે. માટે મોક્ષમાર્ગની પર્યાય (કથંચિત્ ભિન્ન છે ). સમજાય છે કાંઈ ? સૂક્ષ્મ વાત છે, ભાઈ ! આ તો! સર્વજ્ઞવીતરાગ ( સિવાય) આવી વાતો ક્યાં છે, ભાઈ ?
એક “ક્રમબદ્ધ' (બેસવી) કઠણ. એક “કારણપર્યાય” કઠણ. અહીંયાં (કહે છેઃ ) મોક્ષના માર્ગની પર્યાય આત્માથી કથંચિત્ ભિન્ન (છે)! એનું કારણ તો કહયું: શા માટે? કે: ભાવનારૂપ છે. એ ત્રિકાળભાવરૂપે, દ્રવ્યરૂપે નથી ! અને તે (મોક્ષમાર્ગ) ભાવનારૂપ છે. મોક્ષ તો થશે જ. તો મોક્ષ થશે ત્યારે (જે આ) ભાવનારૂપ પર્યાય છે એનો તો નાશ થશે. જો (તેને) દ્રવ્યથી અભિન્ન કહો તો (તે) પર્યાયનો નાશ થતાં, દ્રવ્યનો પણ નાશ થઈ જાય. માટે (તે પર્યાય) દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે! સમજાય છે કાંઈ ?
આવો ઉપદેશ!! મારગડા, પ્રભુ! (જગતથી જુદા). આહા. હા! એ ચેતન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #321
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૩૯ હીરો ! એ હીરાની શું કિંમત!! આહા... હા! જેની એક સમયની કેવળજ્ઞાન-પર્યાય પણ અલૌકિક! તો એવા કેવળજ્ઞાનની અનંતી પર્યાયો, એક જ્ઞાનગુણમાં છે! શ્રદ્ધાગુણની ક્ષાયિક સમકિતની એક પર્યાય; એવી અનંતી પર્યાયો, એક શ્રદ્ધાળુણમાં છે! ચારિત્રની યથાખ્યાત આદિ એક સમયની પર્યાય; એવી એવી યથાખ્યાત ચારિત્રની અનંતી પર્યાયો; (એક) ચારિત્રગુણમાં છે! એક સમયનો પૂર્ણ આનંદ. એ અનંત આનંદ (એવી) અનંતી પર્યાયો; (એક) આનંદગુણમાં અંદર પડી છે! આહા.. હા ! એવા અનંતા.... અનંતા.. અનંતા.. અનંતા ગુણનો પિંડ પ્રભુ! એ દ્રવ્ય તો અવિનાશી, ત્રિકાળ અવિનાશી છે! મોક્ષમાર્ગની પર્યાયનો નાશ થઈને મોક્ષ થશે. એ પર્યાય તો નાશવાન છે. તેથી તે આત્માથી તો ભિન્ન છે. તો આત્મા અવિનાશી રહી ગયો. પર્યાય ભલે નાશ થઈ (છતાં) અવિનાશી ભગવાન (આત્મા) તો એવો ને એવો છે. સમજાણું કાંઈ ?
આહા. હા! આવી વાત છે!! અરે! આ કોઈ પક્ષની વાત નથી, પ્રભુ! આ કોઈ સંપ્રદાયની વાત નથી. આ તો (જે) વસ્તુ-સ્વરૂપ ભગવાને દીઠું તે વાત છે, ભાઈ !
(અહીં કહે છે કે:) (“મોક્ષકારણભૂત પર્યાયનો વિનાશ થતાં શુદ્ધપરિણામિકભાવ પણ વિનાશ પામે ). પણ એમ તો બનતું નથી.” – શું? કે મોક્ષ થતાં મોક્ષમાર્ગની પર્યાય નાશ પામશે, પણ અવિનાશી તત્ત્વ તો નાશ પામતું નથી. ત્રિકાળી ધ્રુવ ભગવાન, ત્રિકાળી ધ્રુવ.... ધ્રુવ.... ધ્રુવ... ધ્રુવ પ્રવાહ-જેમ પાણીનો પ્રવાહ ચાલે છે એમ આ ધ્રુવ... ધ્રુવ.. ધ્રુવ. ધ્રુવ-પ્રવાઅનાદિનો (ચાલે છે). એ પ્રવાહમાં ક્યારેય ત્રુટિ-ઊણપ હોતી નથી. આહા. હા! પર્યાય જો ધ્રુવથી-પરમપરિણામિક સ્વભાવથી અભિન્ન હોય તો, મોક્ષમાર્ગની પર્યાયનો નાશ (-વ્યય ) થતાં, એનો (ધ્રુવનો) પણ નાશ થશે; પરંતુ એમ તો થતું નથી. ભગવાન (આત્મા) નો અવિનાશી, પરમ અનંત ગુણ અને દ્રવ્યથી ભરેલો પરમપરિણામિક જ્ઞાયકભાવ, ભાવવાનનો જ્ઞાયકભાવ, એ તો ત્રિકાળી – અવિનાશી છે. ભાવવાનનો ભાવ... ભાવવાન! આગળ આવશે: ૫૦મી ગાથા “નિયમસાર'.
આહા... હા! અહીં કહે છે કે શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે, માટે આમ કર્યું કે: શુદ્ધપારિણામિકભાવવિષયક એટલે શુદ્ધસ્વભાવને વિષય કરવાવાળી જે પર્યાય, શુદ્ધસ્વભાવને અવલંબનારી જે પર્યાય (તે મોક્ષનું કારણ છે, પરંતુ શુદ્ધપારિણામિક નહીં.) અહીં “વિષય ' શબ્દ લીધો છે. દ્રવ્ય તો ત્રિકાળ વિષય છે એ શુદ્ધપારિણામિકભાવ છે, (એને વિષય કરનારી) એ પર્યાય પણ એનો વિષય નથી. સમ્યગ્દર્શનની પર્યાયનો વિષય, યથાખ્યાતચારિત્ર પણ નથી અને કેવળજ્ઞાન પણ નથી. વિષય અર્થાત્ ભેદ. (અહીં એમ કહયું કેઃ) શુદ્ધપારિણામિકભાવને અવલંબનારી જે ભાવના તેરૂપ (જે ઔપશમિકાદિ ત્રણ ભાવો મોક્ષનાં કારણ છે પરંતુ શુદ્ધપારિણામિકભાવ મોક્ષનું કારણ નથી).
વિશેષ વાત હવે કહેશે...
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #322
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૦: પ્રવચન નવનીત ભાગ-૧
[પ્રવચનઃ તા. ૬-૮-૭૯ ]
સમયસાર ’ ૩૨૦-ગાથા. જયસેન આચાર્યની ટીકા. અહીં સુધી આવ્યું: આત્મા તો ત્રિકાળી શુદ્ધ સ્વભાવભાવ છે. એની-ત્રિકાળી જ્ઞાયકભાવની, જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ‘ ભાવના ’, તે શુદ્ધભાવથી કથંચિત્ ભિન્ન છે. આહા... હા ! ૫૨ચીજ તો ક્યાંય ભિન્ન રહી ગઈ. (એની સાથે તો આત્માને ) કંઈ સંબંધ જ નથી. (અહીં ) તો અંદર શુદ્ધ ચૈતન્યઘન, સહજ શુદ્ધપારિણામિકસ્વભાવભાવ, જે દ્રવ્ય એટલે વસ્તુ, એની ‘ભાવના’ અર્થાત્ એની સન્મુખ થઈને (જે) ચૈતન્યનું જ્ઞાન અને ચૈતન્યની શ્રદ્ધા અને ચૈતન્યની રમણતા (રૂપ ) જે ‘ ભાવના (થઈ ), એ ‘ પર્યાય ' છે; તે પર્યાય, ત્રિકાળી સ્વભાવ-ચૈતન્ય પરમાનંદ સ્વભાવથી ભિન્ન છે! કારણકે: (તે) પર્યાયનો નાશ થઈને મોક્ષ થશે ત્યારે તો (તે ) પર્યાય રહેશે નહીં. (તો) જો (તે) પર્યાય દ્રવ્યથી અભિન્ન હોય તો મોક્ષ થતાં (તે મોક્ષમાર્ગની ) પર્યાયનો નાશ થશે, તે દ્રવ્યનો (પણ ) નાશ થઈ જશે.
આહા.. હા! આવી વાતો લ્યો! સમજાય છે કાંઈ ? (આત્માને) પરની સાથે તો કંઈ સંબંધ જ નથી. અહીં રાગના ભાવની વાત પણ કરી નથી. (અહીં તો કહ્યું કેઃ) ૫૨મ સ્વભાવભાવ ધ્રુવ, નિત્યાનંદ પ્રભુ, ચૈતન્યસાગર, ભગવાન નિત્યાચંદ ધ્રુવ, પરમપારિણામિકસ્વભાવભાવ, જ્ઞાયકભાવ, –એની ભાવના, એ ધર્મ ( છે ).
ભાવના ' શું? કેઃ સ્વરૂપની પ્રતીતિ-અનુભવ કરીને, જ્ઞાનની પર્યાયમાં આખા શેય આત્માનું જ્ઞાન કરીને પ્રતીતિ કરવી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપ-રમણતા કરવી. એટલે અતીન્દ્રિય આનંદમાં રમવું એ ચારિત્ર-એ ‘ભાવના' છે. આહા... હા! એ (‘ભાવના ’) ત્રિકાળી વસ્તુ નથી. જો એ ‘ભાવના’ ત્રિકાળી વસ્તુની સાથે અભિન્ન હોય તો એ ‘ ભાવના ’ નો નાશ (–વ્યય) થઈને મોક્ષ તો અવશ્ય થશે; (તો ત્રિકાળી વસ્તુનો પણ નાશ થઈ જશે ). એટલે કે, જેને એ ‘ ભાવના' પ્રગટ થઈ, અર્થાત્ (જેને ) ચૈતન્યસ્વભાવની દૃષ્ટિ, જ્ઞાન અને રમણતા પ્રગટ થઈ, એને તો અલ્પકાળમાં મોક્ષ થવાનો જ છે; તો એ (મોક્ષનો ) પ્રસંગ બનતાં, એ (ભાવનારૂપ ) પર્યાયનો તો નાશ થશે, એટલે મોક્ષમાર્ગરૂપ એ ભાવનાનો તો નાશ થશે; તો જો એ (ભાવના ) શુદ્ધપારિણામિકની સાથે અભિન્ન હોય તો, એનો નાશ થતાં, દ્રવ્યનો પણ નાશ થાય. ( પણ એમ તો બનતું નથી. તેથી) એ નિશ્ચય મોક્ષનો માર્ગ જે છે તે પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે.! આહા... હા... હા !
શરીર, કર્મ, પૈસા, સ્ત્રી, કુટુંબ-એ બધાં ૫૨ છે, બિલકુલ ૫૨ છે; એને આત્માની સાથે કંઈ સંબંધ નથી, – એ માનવામાં પણ હજી પરસેવો ઊતરે! આહા.. હા ! અહીં રાગની પણ વાત નથી. (અહીં ) તો નિર્મળ પર્યાય જે છે–સચ્ચિદાનંદ પ્રભુ જીવનું જ્ઞાન, એની શ્રદ્ધા અને એની રમણતા (રૂપ ) ( જે ) પવિત્ર પર્યાય- એ પણ પર્યાયવાનથી કથંચિત ભિન્ન છે. (એક કહે છે ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #323
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર : ૩૧૧ આહા.. હા ! એ (મોક્ષમાર્ગરૂપ) ભાવનાનો નાશ (-વ્યય) થઈને મોક્ષ તો થશે જ. (એ) નાશ પામશે (છતાં), પરિણામિકભાવનો તો નાશ થશે નહીં, કારણ કે એ તો અવિનાશી તત્ત્વ છે. ભલે ને અંદર રાગ હોય કે રાગનો અભાવ હોય કે મોક્ષના માર્ગની પર્યાયનો અભાવ હોય; પણ એ (પારિણામિકભાવ) તો અવિનાશી તત્ત્વ છે.
જો એ (મોક્ષમાર્ગરૂપ) પરિણામ, પારિણામિકસ્વભાવથી અભિન્ન હોય, તો તે પરિણામનો (મોક્ષપ્રસંગમાં) નાશ થવાથી, આત્માનો નાશ થાય. (પણ એમ તો બનતું નથી.) માટે આમ (ઠર્યું-) સિદ્ધ થયું અર્થાત એવો નિશ્ચય થયો કેઃ શુદ્ધપારિણામિકભાવ વિષયક અર્થાત્ શુદ્ધપારિણામિક (ભાવ) ને અવલંબનારી આ જે ભાવના એટલે સમ્યગ્દર્શન-એના વિના, જેટલાં બાહ્ય ત્યાગ લઈને અભિમાન કરવાં, એ બધો મિથ્યાત્વભાવ છે. સમજાણું કાંઈ?
નિયમસાર” શ્લોક-૨૧૦, પરમ સમાધિ અધિકારમાં છેઃ “સ્વધર્મત્યાગ” નો અર્થ મિથ્યાત્વભાવ.' મિથ્યાત્વભાવ-મોહભાવ (એ) “સ્વધર્મ” નો ત્યાગ છે, જેણે પરનો ત્યાગ કરીને પોતે અભિમાન સેવ્યું કે “અમે ત્યાગી છીએ' , પણ મિથ્યાત્વનો ત્યાગ તો થયો નહીં તો તે “સ્વધર્મ' નો ત્યાગી છે. “પરનો ત્યાગી નહીં; (પણ) “સ્વધર્મ' નો ત્યાગી છે! અંદર ચીજ (આત્મા) છે; એની તો ખબર નથી, પ્રતીત નથી, આદર નથી; અને પરનો ત્યાગ કરીને (માને કે ) “અમે ત્યાગી છીએ. અમે સાધુ છીએ. પડિમાધારી છીએ”. (તો તે “સ્વધર્મ નો ત્યાગી છે.) આહા... હા ! આકરી વાત, ભાઈ ! નિયમસાર' માં છેઃ જેણે પ્રગટ થયો છે સહજ તેજ: પેજ (તે) વડે જેને આનંદનો નાથ અનુભવમાં આવ્યો, એણે સ્વધર્મત્યાગરૂપ-મોહરૂપ અતિપ્રબળ તિમિરસમૂહને દૂર કર્યો છે. સ્વધર્મના ત્યાગરૂપ મોહ એટલે મિથ્યાત્વ. આહા. હા! સહજ પ્રગટ થયેલા તેજ:પુંજ વડે, (અર્થાત ) આ “ભાવના' (દ્વારા). અંદરમાં જ્ઞાનાનંદસ્વભાવની દષ્ટિ, જ્ઞાન અને નિર્વિકલ્પ આનંદનો સ્વાદ આવ્યો. એના દ્વારા સ્વધર્મત્યાગરૂપ જે મોહ, એનો નાશ કર્યો. (પણ) જેણે બહારનો ત્યાગ કર્યો (છતાં,) એને અંદર મિથ્યાત્વનો ત્યાગ નથી, તો તે
સ્વધર્મત્યાગરૂપી મોહમાં પડયો છે. આહા. હા! ઝીણી વાત છે, બાપુ ! આ ભગવાન પૂર્ણાનંદનો આનંદ જેને આવ્યો નહીં, અને એ સિવાય બહારના ત્યાગથી ( એમ માને કે )
અમે ત્યાગ કર્યો અને અમે ત્યાગી છીએ,' તો એ તો સ્વધર્મત્યાગરૂપ મિથ્યાત્વભાવ છે. ગજબ વાત છે, ભાઈ !
અહીં એ કહે છે કે જે ભાવના છે, એ શુદ્ધપારિણામિકભાવવિષયક એટલે શુદ્ધ (સ્વરૂપ) ને અવલંબનારી દશા છે. જેમાં મોહનો ત્યાગ છે. મોહ અર્થાત્ મિથ્યાત્વનો ત્યાગ છે. જેણે શુદ્ધ દ્રવ્યસ્વભાવનો આશ્રય લઈને, આદર કરી, અવલંબન લેનારી દશા પ્રયટ કરી, એણે તો સ્વધર્મત્યાગરૂપ મિથ્યાત્વનો ત્યાગ કર્યો ! આહા... હા ! સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #324
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૨ઃ પ્રવચન નવનીત ભાગ-૧
માટે આમ સિદ્ધ થયું કેઃ શુદ્ધ પારિણામિકભાવની ભાવના” એટલે અવલંબન લેનારી ભાવના” તે–રૂપ ઔપશમિકાદિ ત્રણ ભાવ (મોક્ષનો માર્ગ છે.) શુદ્ધ સ્વભાવ, નિત્યાનંદ પ્રભુએનું અવલંબન લઈને (એટલે કે, દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પ એના નથી, એ તો બંધનું કારણ (છે), ઝેર છે. એનું અવલંબન (છોડી) અને અંદર ત્રિકાળી ભગવાન જ્ઞાયકસ્વભાવનું અવલંબન લઈને જે ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિકભાવ પ્રગટ થયો-એ ધર્મ, એ સમક્તિ, એ જ્ઞાન, એ ચરિત્ર, એ વીતરાગતા, એ મોક્ષનો માર્ગ (છે). ( એને) શુદ્ધપારિણામિકભાવવિષયક અવલંબનારી ભાવના, તે-રૂપ “ભાવના” કહો કે “મોક્ષનો માર્ગ કહો. (એકાર્થ છે ). ભાવના અર્થાત્ વિકલ્પ અને ચિંત્વન એ ભાવના નથી. આહા... હા ! સમજાય છે કાંઈ ?
નિયમસાર” માં પ્રાયશ્ચિત અધિકારમાં ચિંત્વનને પણ ભાવના કહી છે. એ “ચિંતન' વિકલ્પ નથી. “ચિંત્વન” ને પણ (ત્યાં) નિર્વિકલ્પ ધ્યાન કહ્યું છે. એ (બાહ્ય) ચિંતન-વિકલ્પ, એ (“ભાવના”) નથી. (પરંત) અંદર આનંદનો નાથ પ્રભુ એનો જેણે પર્યાયમાં ભેટો કર્યો અને વર્તમાન પર્યાયમાં દ્રવ્ય તરફ ઝૂકવાનું થયું તો તે “ભાવના' છે. તે ઉપશમ-ક્ષયોપશમક્ષાયિકરૂપી ભાવ છે. અને ત્રિકાળી છે, તે પરમપરિણામિક ભાવ છે !
આહા... હા! ત્રિકાળી જે અવલંબન લેવાની ચીજ છે, જેને ધ્યય-ધ્રુવના ધામનું ધ્યેય બનાવીને અર્થાત્ એકવાર ધ્રુવધામને ધ્યેય બનાવીને ધીરજથી ધ્યાન કરવું એ “ (ધ્રુવધામના ધ્ધના–ધ્યાનથી ધખતી ધૂણી ધગશને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે).” – ૧૩ બોલ “આત્મધર્મ” માં આવી ગયા છે. એ ભાવનગરમાં રચ્યા હતા. વ્યાખ્યાનમાં આવી ગયા છે. આહા... હા ! ધ્રુવધામ-નિત્યરૂપી જેનું ધ્રુવસ્થાન, એને ધ્યેય બનાવીને ધીરજથી ધખતી ધૂણી ધખાવ પર્યાયમાં! એ ધખતી ધૂણી ધીરજથી એકાગ્ર થઈને ધખાવ! આહા.. હા ! એ ધર્મ ધુરંધર ધર્મી છે! બધા ધધ્ધા છે. ૧૩ ધધ્ધા છે. આહા... હા ! ધ્રુવ જે ચિદાનંદના ધામને ધ્યેય બનાવીને, ધીરજથી ધખતી ધૂણી ધખાવ પર્યાયમાં! એ ધખતી ધૂણી ધીરજથી એકાગ્ર થઈને ધખાવ! આહા.. હા! એ ધર્મ ધૂરંધર ધર્મી છે! બધા ધધ્ધા છે. ૧૩ ધધ્ધા છે. આહા.. હા! ધ્રુવ જે ચિદાનંદના ધામને ધ્યેય બનાવીને, ધીરજથી એ અંદર ધખતી એટલે સ્વરૂપની એકાગ્રતારૂપી શાંતિથી ધખતી પેઢી, ધખતી- ધખતી ધૂણી એ પરમવિષયક પરમ પદાર્થને અવલંબનારી પર્યાય, એને ભાવના અને (મોક્ષમાર્ગની) પર્યાય કહેવામાં આવે છે. મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. તો “એ પર્યાય' કથંચિત્ ભિન્ન કેમ? કે: “એ પર્યાય' નો નાશ થાય છે. (કેમકે) મોક્ષ થાય છે ત્યારે એ (મોક્ષમાર્ગની) પર્યાય રહેતી નથી. અને અવિનાશી ભગવાન (આત્મા) તો કાયમ રહે છે ! આહા. હા! બહુ ઝીણી વસ્તુ! ગાથા એવી છે આ !!
એ શુદ્ધપારિણામિકભાવની ભાવના તે-રૂપ જે ઔપથમિક આદિ ત્રણ ભાવ-એ ભાવના” ને ત્રણ ભાવ કહ્યા. જે પરમ સ્વભાવ, ધ્રુવ, નિત્યાનંદ પ્રભુનું અવલંબન લઈને જે ભાવ એટલે નિર્મળ પર્યાય, નિર્વિકલ્પ આનંદની દશા પ્રગટ થઈ, એ દશાને ઉપશમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #325
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૩૧૩ ક્ષયોપશમ-ક્ષાયિકભાવ કહેવામાં આવે છે. એને મોક્ષનો માર્ગ કહો કે દ્રવ્યની ભાવના કહો. એ
ભાવના' પથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક ત્રણ ભાવસ્વરૂપે છે. (અને) ભગવાન (આત્મા), ત્રિકાળી પરમ સ્વભાવભાવરૂપ છે.
અરે..! આવી વાતો છે!! શું થાય, બાપુ? અનંત કાળથી (સમકિત વિના આથડ્યો)! આહા... હા! “છવું ઢાળા” માં આવે છે ને...! મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપાયો”. – (અનંતવાર) મુનિવ્રત ધારણ કર્યા! એવી ક્રિયા તો અત્યારે (અહીં) છે જ નહીં. મિથ્યાષ્ટિ દ્રવ્યલિંગીને અંતરના આનંદનો સ્વાદ નથી. અંતરનું ભાન નથી. અનુભવ નથી. અને એ વિના, ક્રિયાકાંડ-પંચમહાવ્રતાદિ એટલા કર્યા. એટલાં કર્યા કે ચામડી ઉતરડીને (જો) ખાર છાંટે તો ક્રોધ ન કરે.. એટલી ક્ષમા! છતાં, દષ્ટિ મિથ્યા છે! કારણકે પંચમહાવ્રતની ક્રિયાને પોતાનો ધર્મ માને છે. આહા.. હા! આવી વાતું છે!!
(અહીં કહે છેઃ ) (મોક્ષકારણભૂત) જે ભાવના તે-રૂપ જે પથમિક આદિ ત્રણ ભાવ (છે). પહેલાં કહ્યું હતું ને કેઃ ચાર ભાવ પર્યાયરૂપ છે. અને ત્રિકાળ (શુદ્ધપરિણામિકભાવ) દ્રવ્યરૂપ છે. તો એ (ઔપશમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક અને ઔદયિક) ચાર ભાવમાંથી ક્યા ભાવથી “મોક્ષમાર્ગ ' છે ? એ પહેલાં આવ્યું છે.
ઉદય (-ઔદયિક) ભાવ એટલે રાગાદિ: દયા, દાન, વિકલ્પ (વગેરે). અને ઉપશમ (ઔપથમિક), ક્ષયોપશમ (_ક્ષાયોપથમિક), ક્ષાયિક (ભાવ) –એ ચાર તો “પર્યાય છે. અને વસ્તુ (-શુદ્ધપારિણામિકભાવ) દ્રવ્ય છે. એ દ્રવ્ય અને પર્યાયનું જોડકું થઈને, પ્રમાણ (જ્ઞાન) નો વિષય-પદાર્થ “આત્મા” છે. તો “એ (મોક્ષમાર્ગ-) પર્યાય જે છે” એ ક્યો ભાવ છે? તે બતાવે છે કે એ જે પર્યાય છે તે પથમિક આદિ ત્રણ ભાવ (રૂપ) છે. આહા... હા! વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા ! એનું અવલંબન લઈને જે પર્યાય-દશા ઉત્પન્ન થઈ, તે ત્રણ ભાવ સ્વરૂપ છે. એને “ભાવના' કહો કે “મોક્ષમાર્ગ” કહો. એ ત્રણ ભાવઃ ઉપશમસ્વરૂપ, ક્ષયોપશમસ્વરૂપ, ક્ષાયિકસ્વરૂપ છે.
જે ચાર પર્યાય કહી હતી તેમાં (જે) ઉદય (–ઔદયિક) છે તે મોક્ષનું કારણ નથી. બંધનું કારણ છે. ભલે ને દયા, દાન, વ્રત, ભક્તિ કરી કરીને મરી જાય! એ બધો કલેશ છે. (સમયસાર”) નિર્જરા અધિકારમાં આવે છે: (મહાવ્રત અને તપના ભારથી ઘણા વખત સુધી ભગ્ન થયા થકા (–તૂટી મરતા થકા) “કલેશ પામે તો પામો; પણ...” (તેઓ આત્મા પ્રાપ્ત કરી શકતા જ નથી). આહા.. હા ! આવી વાતો છે !!
અહીં પથમિક આદિ આદિ ત્રણ ભાવ (કહ્યા) (એમાં) સમજ્યા? પહેલાં કહ્યું છે: ઉપશમમાં રાગનો અનુદય થઈ ગયો. જેમ પાણીમાં મેલ નીચે બેસી જાય છે તેમ મિથ્યાત્વ રાગાદિ દબાઈ જાય છે, અને ઉપશમભાવ થાય છે, એનું નામ દબાઈ જાય છે; નાશ થતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #326
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪: પ્રવચન નવનીત ભાગ-૧ નથી. – એ ઉપશમ ભાવ. ક્ષયોપશમભાવમાં કંઈક નાશ થાય છે અને કંઈક દબાઈ જાય છે. – એનું નામ ક્ષયોપશમ (ભાવ). ક્ષાયિકમાં બધા વિકારી ભાવનો નાશ થાય છે. –તેનું નામ ક્ષાયિક (ભાવ). જેટલે અંશે વિકારી ભાવનો નાશ થાય તેટલાનું નામ ક્ષાયિક.
એ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક-એ ત્રણ ભાવ, ત્રિકાળી દ્રવ્યની ભાવનારૂપ છે. સમજાણું કાંઈ ? એ ઔપથમિક આદિ એટલે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક-ત્રણ ભાવ, એ સમસ્ત રાગાદિથી રહિત હોવાને કારણે એમાં- “ભાવના” અથવા એ “ત્રણભાવ” માં-રાગના વિકલ્પનો બિલકુલ અભાવ છે. ચાહે તો દયા, દાન, વ્રતના વિકલ્પ હોય, એ તો રાગ છે, ઝર છે; એનાથી રહિત (એ) ત્રણ ભાવ છે.
- વિદેશમાં કાંઈ ( તત્ત્વ સમજવા) મળે એવું નથી. ત્યાં ધૂળ (પૈસા) આવે ધૂળ! . હવે ધૂળ આવે ધૂળમાંય! એની (આત્માની) પાસે ક્યાં આવે છે? માને છે કે મારી પાસે (લક્ષ્મી) આવી, મારી છે'. ભાઈ ! આ... લક્ષ્મી ! બહારની –ધૂળની નહીં; આ અંતરમાં અનંત આનંદ અને અનંત જ્ઞાનની લક્ષ્મી પડી છે. અનંત ગુણની લક્ષ્મીનો ભંડાર ભગવાન ! –એની સન્મુખ થઈને એની દષ્ટિ, જ્ઞાન અને રમણતા કરવી, એને દ્રવ્યની ભાવના કહેવામાં આવે છે. એ
ભાવના' ત્રણ (ભાવ) સ્વરૂપે કહેવામાં આવે છે. એ ત્રણ ભાવ સમસ્ત રાગાદિથી રહિત (છે). ચાહે તો ભગવાનનો વિનય અને ભગવાનના સ્મરણનો વિકલ્પ (હો) – એ સમસ્ત રાગાદિથી રહિત ત્રણ ભાવ (છે). આહા... હા! મોક્ષનો માર્ગ, દ્રવ્યની ભાવના અર્થાત્ ત્રણ ભાવ, રાગથી બિલકુલ રહિત છે. આહા... હા! મીઠાલાલજી! આ મીઠાની (–આનંદની) વાત આવી છે! આ બધા કરોડપતિ (અહીં સાંભળવા) બેઠા છે, બધા ધૂળના પતિ (છે).
શ્રોતાઃ ધૂળના પતિને કાંઈ શેઠિયા કહેવાય ?
ઉત્તર: દુનિયા શેઠિયા (માને). (એટલે કે ) પાગલ શેઠ માને! શેઠ તો એને કહીએ કેઃ જેણે આ આત્મા, આનંદના નાથ ભગવાનનો અનુભવ કર્યો અને એના આનંદનો સ્વાદ આવ્યો; એને જ ધન્ય શેઠ-પ્રાથમિક દરજ્જાનો શેઠ કહેવામાં આવે છે.
(લોકો) વેપારના–ધૂળના કામ માટે વિદેશ જાય છે! આહા... હા! પ્રભુ! તું ક્યાં ગયો! પ્રભુ! તું વિકલ્પમાં રખડવા જાય છે. અનાદિથી તારી ચીજ તો અંદર ધ્રુવધામ પડી છે, નાથ!
ત્યાં વિશ્રામ લેવાની ચીજ છે. ત્યાં વિશ્રામ ન લઈને (૮) રાગના અવિશ્રામ-થાકના મહેલમાં ચડી જાય છે! આહા.... હા! વિશ્રામસ્થાન તો પ્રભુ પૂર્ણાનંદનો નાથ એ છે! બાકી રાગ આદિ જેટલા વિકલ્પ-દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા (ના) – ઉત્પન્ન થાય છે, એ બધા અવિશ્રામ છે; એ ઝેરનો વિશ્રામ છે; આત્માનો વિશ્રામ નહીં!
આહા.. હા ! શું થાય, ભાઈ ! તો ય એટલાં ભાગ્ય છે કે લોકો સાંભળે છે. શ્રીમદ્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #327
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૩૧૫
(રાજચંદ્ર) ના વખતમાં તો “આ મારો નાદ કોણ સાંભળશે?” – એમ (શ્રીમદ્દ) કહેતા હતા. કારણ કે, (તેઓ ) ગૃહસ્થાશ્રમમાં (તા) અને અનુભવ થયો, સમ્યગ્દર્શન થયું, તો એ વાત કેઃ રાગથી ધર્મ નથી; દયા-દાન, ભગવાનની ભક્તિ, ભગવાનનો વિનય-એ રાગ (છે); એ અધર્મ છે; અરે... રે! આ કોણ સાંભળશે? એમ તે વખતે (સાંભળનાર ન હતા). પણ (તેઓ તો ) પોતાનું કામ કરી, ચાલ્યા ગયા. આહા... હા... હા! (તેઓ) ગૃહસ્થાશ્રમમાં હતા. લાખો રૂપિયાનો ઝવેરાતનો મોટો ધંધો મુંબઈમાં હતો. પણ એનાથી કંઈ (અંતરમાં એકતા ન હતી ). અંતરમાં તો ‘આનંદસ્વરૂપી હું છું! એ સિવાય, કોઈ ચીજ મારી નથી ' ( એવી પૂર્ણ શ્રદ્ધા હતી). પણ હજી થોડો (અસ્થિરતાનો) રાગ બાકી છે; રાગ છૂટતો નથી, એ મારા પુરુષાર્થની ઓછપ છે. “તેથી દેહુ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ ”- અંદરમાં રાગ (બાકી) દેખાય છે. આ જ ભવમાં રાગ નાશ થઈને મુક્તિ થશે એવું દેખાતું નથી. અસ્થિરતા મારામાં રાગની એટલી દેખાય છે કે એથી મારે એકાદ ભવ કરવો પડશે. આ રાગ (છે), તે વિદેશ (છે). એમાં અમે રખડીએ છીએ. સ્વરૂપનું ભાન થયું. અનુભવ છે, આનંદનો સ્વાદ આવ્યો; તો પણ રાગની અસ્થિરતા રહી ( છે ); તો કહે છે કેઃ અરે.. રે! આ (રાગ) અમારી ચીજ (આત્મા) માં નથી; એમાં અમારે આવવું પડે છે! એ પરદેશ છે. આહા... હા ! ( શ્રીમદ્દ રાજચંદ્રે ‘ધન્ય રે દિવસ આ અહો ” કાવ્યમાં ) કહ્યું ને... “ તેથી દેહ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ.” આ રાગ એ પરદેશ છે. વિભાગ એ પરદેશ છે. જેમ તમારા મહાજનના ગામ કરતાં નૈરોબી પરદેશ છે, તેમ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ, રાગ એ બધા પરદેશ છે, પરદેશ છે! આહા... હા!
બેનમાં ( ‘ બહિનશ્રીનાં વચનામૃત' માં) એમ આવે છે, બોલ-૪૦૧ છેઃ અરે! અમારા સ્વદેશને છોડીને અમે ક્યાં રાગમાં-પરદેશમાં જઈએ છીએ! રાગમાં આવવું એ તો પરદેશમાં જવું છે. આહા... હા ! દયા, દાન અને ભક્તિનો ભાવ, પડિયાનો ભાવ, મહાવ્રતનો ભાવ-એ બધો પરદેશ છે; એ સ્વદેશ નથી! પ્રભુ! આકરું લાગે, નાથ! શું કરીએ ? ચીજ (વસ્તુસ્વરૂપ ) તો આ છે!
જિજ્ઞાસાઃ ‘સ્વદેશ ’ કેવો છે?
સમાધાનઃ રાગ-વિકલ્પ, દયા, દાન, વ્રત, ભક્તિ- એ પરદેશ છે, એ સ્વદેશ નથી. સમજાણું કાંઈ ? ( સ્વદેશ તો ) ભગવાન (આત્મા), અતીન્દ્રિય આનંદ, નો નાથ પ્રભુ છે. ધ્રુવધામ જેનું નિત્યસ્થાન છે. જેમાં આનંદનો પાક આવે એવું એ ક્ષેત્ર છે. ધ્રુવધામ ભગવાન, જેમાં અતીન્દ્રિય આનંદનો પાક થાય એવું એ ખેતર છે. રાગનો પાક થાય એવો આત્મા નથી. (જેમ ) જમીન-ખેતરમાં પાક થાય છે ને..! (તેમ) ભગવાન ધ્રુવધામ એ એવું ખેતર છે કે જેમાં તો અતીન્દ્રિય આનંદનો પાક થાય! અરે! અતીન્દ્રિય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #328
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬: પ્રવચન નવનીત ભાગ-૧ આનંદનો પાક ન લઈએ ને જો એનાથી વિરુદ્ધ રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ-ક્રોધનાપરિણામ (ઊપજે, તો કહે છે કેઃ) અરે... રે! આ પરદેશમાં ક્યાં આવ્યાં? અહીંયાં કહે છે કે એ ‘ભાવના' માં રાગનો તો બિલકુલ અભાવ છે. સમસ્ત રાગાદિથી રહિત (છે.)
બહેનશ્રીનાં વચનામૃત' માં આ બોલ-૪૦૧ છે ને..! “જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે.” -જ્ઞાની-સમકિતી–ધર્મી જીવનું પરિણમન-પર્યાય વિભાવથી પાછું હઠીને, એટલે કે પુણ્ય-દયા, દાન, વ્રતના વિકલ્પથી પાછું હઠીને, સ્વરૂપ તરફ જઈ રહ્યું છે. “જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે.” –ધર્મી તો અંદરમાં ઠરી જવા તલસે છે. ( રાગ આવે છે, છતાં) તેમાં રહેવું, તે એનું કામ નથી. “આ વિભાવભાવ અમારો દેશ નથી.” -દયા, દાન, વ્રત, ભક્તિ, દેવ-ગુરુશાસ્ત્રનો વિનય, વાંચન આદિ વિકલ્પ, એ અમારો દેશ નથી, અરે ! “આ પરદેશમાં અમે
ક્યાં આવી ચડયાં? અમને અહીં ગોઠતું નથી.” - રાગ આવે છે, પણ અમને રુચતો નથી. અરે. રે! અમે ક્યાં જઈ ચડ્યાં? આહા... હા ! આ ચીજ (“વચનામૃત') તો અલૌકિક છે! બેનના અંતરમાંથી નીકળતી ભાષા... આ તો (પુસ્તકરૂપે ) આવી ગઈ. નહીંતર તો કોઈ લખે અને એની ખબર પડે તો (બેન કહી દે કે) બહાર નથી પાડવું! આ તો દીકરીઓએ ખાનગીમાં લખ્યું અને આ (પુસ્તક) બહાર આવી ગયું. (કહે છે કેઃ) “અહીં અમારું કોઈ નથી.” – અરે. રે! દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામમાં અમારું કોઈ નથી. (એ) કોઈ ચીજ અમારી નથી. એમાં અમારા સ્વજન નથી. અમારા સત્ + જન = સત્ ભગવાન આત્મા, એની જે નિર્મળ પરિણતિ, તે સજન, રાગમાં નથી. “જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્યાદિ અનંતગુણરૂપ અમારો પરિવાર વસે છે.” – જ્યાં અંતરમાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, (શ્રદ્ધા એટલે સમકિત. સમકિત એટલે ત્રિકાળીની શ્રદ્ધા.) , આનંદ, વીર્ય આદિ અનંતગુણ (રૂપ) અમારો પરિવાર વસે છે. અમારો પરિવાર ત્યાં આનંદમાં છે. દયા, દાન, વ્રતાદિ વિકલ્પમાં અમારો પરિવાર નથી. રાગ અમારો પરિવાર નથી, પ્રભુ! અર. ૨! જે ક્રિયા-કાંડનો વિકલ્પ ઊઠે છે એ તો ઝેર છે; એ અમારો દેશ નથી. એ વીર્યાદિ અનંતગુણ અમારો પરિવાર છે, તે અમારો સ્વદેશ છે.
શ્રીમદે (“ધન્ય રે દિવસ આ અહો' કાવ્યમાં) કહ્યું ને....! અવશ્ય કર્મનો ભોગ છે.” – રાગ હજી ટળતો નથી, પ્રભુ! અસ્થિરતા દેખાય છે, તો હુજી રાગ ભોગવવાનો છે એમ દેખાય છે. આનંદ ભોગવવાની સાથે રાગનું ભોગવવું હજી દેખાય છે. એકલા આનંદનો ભોગ હજી દેખાતો નથી. હુજી દુઃખનું વેદન (પણ છે.) રાગ કહો કે દુ:ખ કહો. એ વ્રત, તપ, ભક્તિના વિકલ્પ છે એ દુઃખ છે, રાગ છે. આહા.... હા! હવે લોકો એને (રાગને) ધર્મ માનીને, “ધર્મી છીએ' (એમ માને/મનાવે છે) ! અરે. રે! ક્યાં જશે? એ મિથ્યાત્વભાવના સેવન (વડ) તો નિગોદમાં જશે ! આકરી વાત છે, પ્રભુ! શું થાય? અહીં તો સત્યની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #329
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
*પ્રકાશ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેન *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #330
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર : ૩૧૭ વાત છે! (બેનશ્રી) કહે છે કે “અનંતગુણરૂપ અમારો પરિવાર વસે છે તે અમારો સ્વદેશ છે.” શ્રીમદે કહ્યું ને... “અવશય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને; જાશું સ્વરૂપ સ્વદેશ રે.” કેટલાક એવા એના (શ્રીમદ્દના) ભક્તો કહે છે કે એ તો મહાવિદેહમાં ગયા (છે) – “એક દેહ' કહ્યો છે ને..? (પણ) સીધા મહાવિદેહમાં ગયા (છે), એ વાત ખોટી છે ! (કેમકે) સમ્યગ્દષ્ટિ હોય તો એમ થાય.) (પણ) સમ્યગ્દષ્ટિને રાગ બાકી રહે, તો તે વૈમાનિકમાં દેવ થાય, દેવી પણ થતાં નથી. આહા... હા ! (શ્રીમદ્દ ) કહે છે કે “અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને..” –
એ દેહુ' કોણ? સાધકને જે દેહ છે તે. વચ્ચે (જે) દેવનો દેહ (થાય) તેની ગણતરી નથી. તો એનો અર્થ (સમજણ વિના) લોકો એમ કરે છે કેઃ (શ્રીમદ્ ) મહાવિદેહમાં કેવળજ્ઞાનમાં વિચરે છે. અહીં કહે છે કે એક દેહ ધારવો છે.' – કેવો? કે મનુષ્યપણાનો- સાધકનો- દેહ ધારીને “જાશું સ્વરૂપ સ્વદેશ રે.” - પોતાના સ્વરૂપ-સ્વદેશમાં (જાશું). એટલે કે અમે પૂર્ણતાને પ્રાપ્ત કરીશું, પછી સ્વદેશથી બહાર નીકળશું નહીં ! અહીં (બહેનશ્રી) એ કહે છે: “ તે અમારો સ્વદેશ છે. અમે હવે તે સ્વરૂપસ્વદેશ તરફ જઈ રહ્યાં છીએ.” - એ (સ્વરૂપ) તરફ ઝૂકી રહ્યાં છીએ. “અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં”- અમારું મૂળ વતન ભગવાન આત્મા (છે); રાગ એ મૂળ વતન નથી; ભગવાન નિત્યાનંદ પ્રભુ એ મૂળ વતન છે. (ત્યાં) અમારે ત્વરાથી-એકદમ પુરુષાર્થથી “ જઈને નિરાંતે વસવું છે જ્યાં બધાં અમારાં છે.” – આનંદ અને જ્ઞાન અમારાં છે ત્યાં જઈને વસવું છે !
અહીંયાં કહે છે કેઃ “જે ઔપશમિકાદિ ત્રણ ભાવો, તેઓ સમસ્ત રાગાદિથી રહિત” (છે.) અર્થાત એ ત્રણ ભાવમાં કિંચિત્ પણ રાગ નથી. અર્થાત આત્માની ભાવનામાં કિંચિત્ (માત્ર) રાગ નથી. અર્થાત્ આત્માની ભાવનારૂપી મોક્ષમાર્ગમાં કિંચિત રાગ નથી. રાગ એ મોક્ષમાર્ગ નથી. રાગ એ બંધનું કારણ છે. એ આત્માના મોક્ષમાર્ગમાં નથી. આહા.... હા!
(તેમ છતાં,) અહીં (સંપ્રદાયમાં) તો રાગની ક્રિયા કરે, અને (એમ માને છે કે)' અમે ધર્મી છીએ“અમે ધર્મ કરીએ છીએ!' (પણ એવી માન્યતા) તો મિથ્યાત્વનું પોષણ કરે છે. અને (એમાં) અનંત સંસાર વધારતો જાય છે. પણ (લોકોને) એ (સત્યની) ખબર નથી, કે એ બાહ્ય ત્યાગ કરીને “અમે ત્યાગી છીએ. “અમે ત્યાગ કર્યો છે', (તો એમ માનવામાં) કોનો ત્યાગ છે? કેઃ (તે) “સ્વધર્મ” નો ત્યાગ છે.
અહીંયાં કહે છે કે સમસ્ત રાગાદિથી (રહિત) એ (જે) ત્રણ ભાવ છે તે દ્રવ્યની ભાવના છે. અર્થાત્ જે વસ્તુની ભાવનારૂપ મોક્ષમાર્ગ છે તે ત્રણ ભાવરૂપ છે. તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #331
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮: પ્રવચન નવનીત ભાગ-૧
સમસ્ત રાગાદિ, એટલે સમસ્ત રાગ-દ્વેષ, વિષય-વાસના, દયા-દાન-વ્રતાદિના વિકલ્પ, રહિત છે. સમજાણું કાંઈ ?
આવું (સૂક્ષ્મ તત્ત્વ) છે, ભાઈ! દુનિયાને રુચે કે ન રુચે. (પણ એ વાત તો વીતરાગના ઘરની છે; પણ) પક્ષમાં પડયાં હોય એને કેટલાકને ગોઠે નહીં, ભાઈ ! સાધુપણું તો કોઈ અલૌકિક ચીજ છે! એને ક્ષણે ક્ષણે સાતમું અને છઠ્ઠું ગુણસ્થાન આવે છે. ક્ષણમાં સાતમાંમાં નિર્વિકલ્પ આનંદ અને ક્ષણમાં છઠું. સમકિત તો પહેલાં (ચોથે ) થયું જ હોય. એ થવા વિના, છઠ્ઠું ક્યાંથી આવ્યું? અહીં (સંપ્રદાયમાં) તો સમકિતનાં ઠેકાણાં નહીં. ( છતાં ) મુનિ થઈ ગયા ! આહા... હા! ઝીણી વાત છે, પ્રભુ!
અહીંયાં કહે છેઃ એ (ઔપમિકાદિ ત્રણ ભાવ), સમસ્ત રાગાદિથી (અર્થાત્ સર્વ પ્રકારના દ્વેષ અને વિષયવાસનાદિ અશુભને શુભરાગથી ) રહિત હોવાને લીધે, શુદ્ધ ઉપાદાનકારણભૂત (હોવાથી તે મોક્ષનાં કારણ છે).
ઉપાદાન બે પ્રકારનાં છેઃ એક ધ્રુવ ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન (અહીંયા ) આ વાત ક્ષણિક ઉપાદાનની ચાલે છે. ધ્રુવ ઉપાદાન તો ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ (દ્રવ્ય છે). અને આ જે શુદ્ધ ઉપાદાન (કારણભૂત કહ્યું) છે, તે પર્યાય છે. અર્થાત્ નિર્મળ વીતરાગીપર્યાય, એ શુદ્ધ ઉપાદાન (કારણ ) ભૂત (ક્ષણિક ઉપાદાન ) છે.
આહા.. હા! આ તો દિગંબર સંત જયસેન આચાર્યદેવની સંસ્કૃત ટીકા છે! એમણે બનાવી, (એ) જગતને પસંદ પડે કે પસંદ ન પડે.. શું કરવું? માર્ગ તો આ છે, ભાઈ ! આહા.. હા! પ્રભુ! તારા લાભનું કારણ તો આ માર્ગ છે. બાકી નુકશાનનાં કારણ તો તું અનાદિ કરી (–સેવી ) રહ્યો છે.
એ (ત્રણ ભાવ), સમસ્ત રાગાદિથી રહિત હોવાને લીધે, શુદ્ધ ઉપાદાનકારણભૂત હોવાથી (મોક્ષનાં કારણ છે).
એક શુદ્ધ ઉપાદાન ‘ધ્રુવ’ છે. અને એક રાગાદિ અશુદ્ધ ઉપાદાન મલિન છે. - શું કહ્યું ? (કેઃ) એક, ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ઉપાદાન છે. અને એક, રાગ-દયા-દાનાદિ અશુદ્ધ ઉપાદાન મલિન (પર્યાય ) છે. અને (એક,) આ (જે ઉપશમાદિ ત્રણે ભાવ છે તે) શુદ્ધ ઉપાદાન નિર્મળ પર્યાય છે. અરે.. રે! આવું છે! ત્રણ પ્રકારના ઉપાદાન ! બે પ્રકારનાં ઉપાદાન પોતાની પર્યાયમાં થાય છે. અને એક ઉપાદાન, ધ્રુવ (દ્રવ્ય છે). એ કાયમી ચીજને પણ ઉપાદાન કહે છે. એવું ‘ચિવિલાસ ’ માં આવે છે.
આહા... હા ! ( એ ઉપશમાદિ ત્રણભાવને) શુદ્ધ ઉપાદાન કહ્યું ને...! કેમકે- દયા, દાન, વ્રત, ભક્તિના (જે) ભાવ છે, એ અશુદ્ધ ઉપાદાન છે; મિલન છે, મેલ છે; એ મોક્ષનો માર્ગ નથી. અરે.. રે! આવી વાત (બીજે) ક્યાં?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #332
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૩૧૯ (એ ત્રણ ભાવ) શુદ્ધ ઉપાદાનકારણભૂત (હોવાથી તે) મોક્ષનાં કારણ છે. આહા.... હા ! વસ્તુસ્વભાવ જે નિત્યાનંદ-સચ્ચિદાનંદ પ્રભુ; એની “ભાવના' (અર્થાત્ અંતર સન્મુખ થઈને એકાગ્રતા, એ એકાગ્રતા એ “ભાવના') ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક ત્રણ ભાવરૂપ છે. એ ત્રણ ભાવ સમસ્ત રાગાદિથી રહિત છે. એ જ મોક્ષનાં કારણ છે. એ શુદ્ધ ઉપાદાનભૂત મોક્ષનાં કારણ છે.
આહા... હા! “શુદ્ધ ઉપાદાનકારણભૂત” પર્યાય હોવાથી મોક્ષનું કારણ છે. આ ‘ભાવના.” રાગ રહિત, એ “ત્રણ ભાવ” મોક્ષનાં કારણ છે. ત્રિકાળી દ્રવ્યની એકાગ્રતા, શુદ્ધ પરિણમન, વીતરાગી આનંદનું વેદન, – એ ત્રણ ભાવરૂપ છે; એ સમસ્ત રાગથી રહિત છે; એ મોક્ષનાં કારણ છે; એ “શુદ્ધ ઉપાદાનકારણભૂત છે. સમજાય છે કાંઈ ?
“પરંતુ શુદ્ધ પારિણામિક નહીં.” આહા.... હા! ત્રિકાળી છે એ મોક્ષનું કારણ નથી. મોક્ષનું “કારણ” મોક્ષ-પર્યાય છે. તો એનું-મોક્ષનું કારણ પણ નિર્મળ પર્યાય-શુદ્ધ પર્યાય છે; ત્રિકાળી શુદ્ધ પારિણામિક ભાવ (મોક્ષનું કારણ નથી.) અહીં તો અત્યારે આ બતાવવું છે. નહીંતર તો ત્રિકાળી-કારણ પરમાત્મા તે જ મોક્ષનું કારણ છે.
અહીં તો બતાવવું શું છે? કેઃ જે (ઔપશમિકાદિ) ત્રણ ભાવ છે, તે શુદ્ધ ઉપાદાન (કારણ ) ભૂત છે, તે કારણે, તે મોક્ષના કારણ છે; પરંતુ શુદ્ધપારિણામિક (ભાવ) નહીં. (કેમકે) ત્રિકાળી (છે તે) પર્યાયરૂપમાં આવતો નથી. (તેથી) ત્રિકાળી શુદ્ધપારિણામિક (ભાવ) મોક્ષનું કારણ નથી. તે (“મોક્ષમાર્ગની ) પર્યાય' મોક્ષનું કારણ છે. “દ્રવ્ય મોક્ષનું કારણ નથી. -એમ બતાવવું છે.
બાકી તો, ત્રિકાળી વસ્તુ-કારણ પરમાત્મા એ મોક્ષનું કારણ છે. મોક્ષના માર્ગને (“મોક્ષ') નુંકારણ કહેવું, એ હજી વ્યવહાર છે. - એ શું કહ્યું? (કે) મોક્ષના માર્ગનોપૂર્વ પર્યાયનો- વ્યય થઈને મોક્ષની પર્યાય ઉત્પન્ન થાય છે, તો એ તો વ્યવહાર થયો. પણ ખરેખર (તો) મોક્ષની પર્યાયનું કારણ દ્રવ્યસ્વભાવ છે. દ્રવ્યના અવલંબનથી મોક્ષની પર્યાય ઉત્પન્ન થાય છે. મોક્ષના માર્ગથી મોક્ષની પર્યાય ઉત્પન્ન થતી નથી.
આહા... હા... હા! આવી વાતો !! એક બાજું કહેવું. કાર્યપરમાત્મા-કેવળજ્ઞાન; એનું કારણ કારણપરમાત્મા-ત્રિકાળી! (અને) અહીં કહે છે કે: કારણપરમાત્મા-ત્રિકાળી; એની ભાવના, એ તો વર્તમાન પર્યાય છે, એ ત્રિકાળી નથી; એ “વર્તમાન પર્યાય છે. એ મોક્ષનું કારણ છે. પણ એ (ત્રિકાળી ) દ્રવ્ય, મોક્ષનું કારણ નથી ! સમજાણું કાંઈ ?
જિજ્ઞાસાઃ અહીં ત્રિકાળીને અકર્તા સિદ્ધ કર્યો? સમાધાનઃ “ત્રિકાળી' પર્યાયમાં આવ્યો નથી. અહીં તો પર્યાયને મોક્ષનું કારણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #333
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૦: પ્રવચન નવનીત ભાગ-૧
બતાવ્યું છે ને! ત્રણ ભાવને મોક્ષનાં કારણ બતાવવાં છે. એ ત્રણ ભાવ, એ કોઈ દ્રવ્ય નથી, એ બતાવવું છે. નહીંતર તો ત્રિકાળી કારણપરમાત્મા, એ કેવળજ્ઞાનકાર્યનું કારણ છે. ‘નિયમસાર ’ગાથા-૧૦ માં આવે છે: કાર્યપરમાત્મા ' અર્થાત્ કેવળજ્ઞાન. -એનું કારણ કારણ ૫૨માત્મા ’. ‘ ત્રિકાળી દ્રવ્ય' કારણપરમાત્મ. અને ‘કેવળજ્ઞાન ’કાર્યપ૨માત્મા. એ વાત બીજી અપેક્ષાએ છે.
6
અહીં તો શુદ્ધપારિણામિકભાવ-ત્રિકાળી, એ પર્યાયમાં આવતો નથી. પર્યાય છે તે વર્તમાન-પલટતી દશા (છે). ત્રિકાળી દ્રવ્યના અવલંબનથી તો એ પલટતી દશા શુદ્ધ થઈ. અર્થાત્ ત્રિકાળી ભગવાનના અવલંબનથી જે શુદ્ધ પરિણતિ થઈ, એ સમસ્ત રાગાદિ રહિત, ત્રણ ભાવ સ્વરૂપ મોક્ષનું કારણ છે. ત્રણ ભાવસ્વરૂપ શુદ્ધ ઉપાદાનભૂત મોક્ષનું કારણ છે.
.
'
આહા... હા ! એકવાર એમ કહે છે કેઃ આ ‘કારણપરમાત્મા ’, કાર્યપરમાત્માનું ‘કારણ (છે). કેવળજ્ઞાન–પરમાત્મદશા એ કાર્ય છે. કાર્ય અર્થાત્ પર્યાય છે. તો એ કાર્યપ૨માત્માનું
"
'
કારણ ', દ્રવ્ય છે! અહીં તો પૂર્ણ (–મોક્ષ ) પર્યાયનું ‘ કારણ ’, (મોક્ષમાર્ગ– ) પર્યાય છે - એ બતાવવું છે! એ ‘પર્યાય ’ દ્રવ્યના અવલંબનથી, ત્રિકાળી ભગવાન પરમાત્માના ધ્યેયથી ઉત્પન્ન થઈ છે. પણ ઉત્પન્ન થઈ, એ પર્યાય છે; અને (એ ) પર્યાય ત્રણ ભાવસ્વરૂપ છે. સમજાય છે
કાંઈ ?
આહા... હા! આવો ઉપદેશ! કલાકમાં આવું આવે! કેટલી વાત યાદ રહે? (લોકો ) રૂપિયામાં–ધૂળમાં રોકાઈ ગયા ! આમાં (તત્ત્વ–) નિર્ણય કરવાનો વખતે ય ન મળે.
,
,
કારણ
એક બાજુ ( ‘નિયમસાર' માં) કહે કે: કાર્યપ૨માત્મા (-મોક્ષ કેવળજ્ઞાન ); એનું કારણપરમાત્મા દ્રવ્ય છે. અને અહીંયાં મોક્ષનો માર્ગ-પર્યાય છે; એ ‘ પર્યાય ', મોક્ષનું કારણ છે. અર્થાત કેવળજ્ઞાન-મોક્ષનું કારણ ‘પર્યાય' છે; મોક્ષનું કા૨ણ પરમાત્મ (–દ્રવ્ય ) નહીં. કારણ કે, (અહીં ) પર્યાયને દ્રવ્યથી ભિન્ન બતાવવી છે. આહા... હા! મોક્ષનું કારણ શુદ્ધપારિણામિક (ભાવ) નથી! (ઔપશમિકાદિ ) પર્યાયને મોક્ષનું કા૨ણ બતાવવું છે. (તેથી એમ કહ્યું કેઃ ) શુદ્ધપારિણામિક ( મોક્ષનું કારણ ) નથી. અને તે પર્યાયને શુદ્ધપારિણામિકભાવથી કથંચિત્ ભિન્ન બતાવવી છે. ત્રિકાળી શુદ્ધપારિણામિકભાવ ‘ધ્રુવ ’ છે. ખરેખર તો કેવળજ્ઞાન-કાર્યપરમાત્મા; એનું ‘કારણ’ કારણપ૨માત્મા છે. પણ અહીંયાં (તો) પર્યાયને, દ્રવ્યથી કથંચિત્ ભિન્ન અને મોક્ષનો માર્ગ-એ મોક્ષનું ‘કારણ ’ છે, એમ બતાવવા માટે ( કહ્યું કેઃ ) એ શુદ્ધપારિણામિકભાવ મોક્ષનું ‘કારણ ’ નથી ! સમજાય છે કાંઈ ? આહા... હા! આમાં કલાકમાં વાત કેવી આવે! એ કાંઈ ચોપડામાં દેખાય (એવી નથી ). અને વાડામાં જાય તો ( આ વાત) સાંભળવા મળતી નથી.
'
જિજ્ઞાસા: પર્યાય પર્યાયનું ‘ કારણ ’ થયું ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #334
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૩૨૧ સમાધાનઃ અહીં પર્યાયને મોક્ષનું કારણ બતાવવું છે. દ્રવ્ય છે તે તો કૂટી-ધ્રુવ છે. સંવર-નિર્જરાને મોક્ષનું કારણ બતાવવું છે. સંવર-નિર્જરા, એ ઉપશમ-ક્ષયોપશમક્ષાયિક ભાવ ( રૂપ) છે. એ ત્રણ પર્યાય મોક્ષનું કારણ છે, એમ બતાવવું છે.
આહા.... હા! “નિયમસાર” ગાથા-૩૮માં તો આવ્યું ને.! ત્રિકાળી આત્મા જ ઉપાદેય છે. પર્યાય ઉપાદેય નથી. સંવર, નિર્જરા અને કેવળજ્ઞાન એ પર્યાયતત્ત્વ છે, નાશવાન છે; કારણકે એક સમયની અવસ્થા છે, બદલતી-નાશવાન છે. અને કારણ પરમાત્મા અવિનાશી છે, માટે એ તત્ત્વ છે, એ ખરેખર આત્મા છે. સમજાય છે કાંઈ?
અહીંયાં બીજી ચીજ બતાવવી છે. અહીં તો બતાવવું છે કેઃ મોક્ષનું કારણ જે (છે, તે) પર્યાય છે, એ “પર્યાય' દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. એથી વીતરાગી પર્યાયને મોક્ષનું કારણ કહ્યું . એ વીતરાગી પર્યાય, વીતરાગી દ્રવ્યના અવલંબનથી ઉત્પન્ન થઈ છે; અર્થાત ત્રિકાળી વીતરાગબિંબ–ચૈતન્યપ્રતિમાના અવલંબનથી મોક્ષનો માર્ગ–વીતરાગી પર્યાય ત્રણ ભાવરૂપ ઉત્પન્ન થઈ છે; એ “પર્યાય' મોક્ષનું કારણ છે. પણ આ રાગાદિ કારણ નથી. અને આ (વીતરાગી પર્યાય) મોક્ષનું કારણ છે, એ બતાવવું છે. અને એ “પર્યાય” (મોક્ષનું) કારણ છે અને તે પર્યાય' દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે, એ સિદ્ધ કરવું છે. કારણ કે, એ (મોક્ષમાર્ગની) પર્યાયનો તો મોક્ષ થતાં નાશ થશે; (તો) જો એ પર્યાય અને દ્રવ્ય એક હોય, તો પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થાય; (પરંતુ) દ્રવ્ય તો અવિનાશી ત્રિકાળ છે! આહા... હા! ભગવાન (આત્મા) તો ત્રિકાળી આનંદનો નાથ, પૂર્ણાનંદ (પ્રભુ), અનંત ગુણનો પિંડ પ્રભુ (છે), એ ત્રિકાળ અવિનાશી છે. અર.. ૨. ૨! એમાં પલટવું-ફલટવું નથી. (એ) નાશવાન નથી !
આહા... હા! “શુદ્ધપારિણામિકભાવ મોક્ષનું કારણ નથી.” અહીંયાં આ કહેવું છે... હોં ! અને બીજે ઠેકાણે (નિયમસાર” માં એમ) બતાવવું છે કે: “મોક્ષ' કાર્યપરમાત્મા; એનું કારણ, “કારણ પરમાત્મા.” (પણ) અહીંયાં (એની) ના પાડે છે. -કઈ અપેક્ષાએ? (ક) પર્યાય સિદ્ધ કરવી છે અને પર્યાયને નાશવાન સિદ્ધ કરવી છે. અને પર્યાયને દ્રવ્યથી કથંચિત્ ભિન્ન સિદ્ધ કરવી છે. આહા.. હા! સમજાણું કાંઈ ? ન સમજાય તો રાત્રે (ચર્ચામાં) પ્રશ્ન પૂછવા. વિનાસંકોચ પૂછવું.
આહા.... હા! કહે છે? કેઃ ભગવાનઆત્મા, પૂર્ણાનંદમૂર્તિ, ધ્રુવ પ્રભુ-એને ધ્યેય બનાવીને, (એનું ) અવલંબન લઈને, (તેનું લક્ષ કરીને, આશ્રય કરીને) જે પર્યાય ઉત્પન્ન થઈ, એને “ભાવના' કહી. એને ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક-ત્રણ ભાવસ્વરૂપ કહી. એ (શુદ્ધ) પરિણામિકભાવથી ભિન્ન છે. કારણ કે ત્રણ ભાવ પર્યાયરૂપ છે અને (શુદ્ધ ) - પારિણામિક દ્રવ્યરૂપ છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #335
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૨: પ્રવચન નવનીત ભાગ-૧
આહા... હા! આવી વાતો ક્યાં? (લોકો) કંઈ સમજે નહીં! અને એવો કોઈ વેગ અત્યારે (દિગંબર સંપ્રદાયમાં) ચાલ્યો છે ને.. બસ! પડિમા લઈ લ્યો. બે પડિમા.. ચાર પડિમાં.. છ પડિમા. અગિયાર પડિમા! પણ હુજી તારા સમ્યગ્દર્શનના કે વ્યવહારનાં પણ ઠેકાણાં નથી ! (તો) એ પડિમા આવી ક્યાંથી? આહા... હા! શેઠિયાઓને ત્યાગ ન હોય એટલે ત્યાગી દેખે એટલે અહો.. હો ! એણે આ ત્યાગ કર્યો. આ ત્યાગ કર્યો !
(હવે, અહીંયાં કહે છે કે“ જે શક્તિરૂપ મોક્ષ છે.” વ્યક્તરૂપ મોક્ષની વાત તો ( આગળ) ચાલી. -શું કહ્યું? લ્યો વખત થઈ ગયો.
વિશેષ કહેશે...
*
*
*
[ પ્રવચન : તા. ૭ -૮-૭૯]
આ આત્મા, પરમાનંદ અને પરમ વીતરાગસ્વરૂપ-મુક્તસ્વરૂપ છે! દ્રવ્ય તો નિત્ય છે. તે મુક્ત (સ્વરૂપ) ની અંતર્મુખ થઈને, પ્રતીતિ-અનુભવ-વેદન કરવું, એ ધર્મની મોક્ષમાર્ગની દશા છે. આહા. હા! ભગવાન પરિપૂર્ણ પ્રભુ (સન્મુખનાં), એ જે મોક્ષમાર્ગનાં પરિણામ છે, એનો તો પૂર્ણ પરમાત્મદશા પ્રાપ્ત થાય ત્યારે તો નાશ થઈ જાય છે તે કારણે, એ મોક્ષમાર્ગનાં પરિણામ, શક્તિરૂપ-મોક્ષસ્વરૂપ ભગવાન આત્માથી ભિન્ન છે! ઝીણી વાત છે, પ્રભુ! આ આત્મા-દ્રવ્ય, એ મુક્તસ્વરૂપ જ છે! એ કહેશે:
જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે.” આહા.. હા ! મોક્ષસ્વરૂપ-મુક્તસ્વરૂપ દ્રવ્ય તો મુક્તસ્વરૂપ જ છે! એની શક્તિ, એનું સામર્થ્ય, એનો સ્વભાવ, એનું ભાવપણું, એ પરિપૂર્ણ જ છે. શુદ્ધ છે. અખંડ છે. એક છે. અવિનાશી છે!
એ દ્રવ્યસ્વભાવ જે મુક્ત છે, એવા આત્માની સ્વસમ્મુખ થતાં જે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર પરિણામ થાય (છે, તે મોક્ષનો માર્ગ છે ).
(“સમયસાર') ૧૪, ૧૫મી ગાથામાં તો એમ કહ્યું: પ્રભુ આત્મા “અબદ્ધ ' છે! “બદ્ધ નથી ” કહો કે “મુક્ત” કહો (એકાર્થ છે). “આ આત્મા અબદ્ધ છે” – એને જે કોઈ અનુભવમાં જાણે છે, એણે આખું જિનશાસન જાણું. આહા.. હા !
(આ ગાથામાં) પાંચ બોલ છેઃ અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત, પણ અત્યારે આ એક બોલ (“અબદ્ધ') લીધો. (કેમકે, અહીં) શક્તિરૂપ મોક્ષની વાત ચાલે છે ને..! એ જેવસ્તુ છે, એ “અબદ્ધસ્વરૂપ” જ છે. “રાગ” ભાવબંધ છે, એ પર્યાયમાં છે; વસ્તુમાં એ નથી. આહા... હા! આવી વાત !!
એ વસ્તુ પરમાત્મસ્વરૂપ ! એનો અનુભવ-આનંદનું વેદન, એ સમ્યગ્દર્શન, જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #336
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨O: ૩ર૩ અને ચારિત્ર છે; એ પર્યાય, ત્રિકાળી જ્ઞાયકભાવ જે શક્તિરૂપ મોક્ષ છે, એનાથી કથંચિત્ ભિન્ન
અરે.. રે! શરીર, વાણી, લક્ષ્મી, એ તો ક્યાંય રહી ગયાં! શરીર અને કર્મ એ તો (તન્ન ભિન્ન જ છે). આહા. હા! એક વાર કહ્યું હતું ને (ક) : જે પરમાણુ, વીંછીના ડંખ અને સર્પની દાઢમાં ઝેર રૂપે પરિણમ્યાં હતાં, તે જ પરમાણુ આ (શરીરરૂપે અત્યારે) છે. આહા.... હાં.. હા ! જે પરમાણુ ઝેર રૂપે પરિણમ્યાં હતાં તે પરમાણુ, અત્યારે આ શરીરરૂપે પરિણમ્યાં છે. આહા. હા! એ ચીજ (શરીર) થી તો પ્રભુ” નિરાળોઅભાવસ્વરૂપ જ છે. શરીરથી, કર્મથી, લક્ષ્મીથી, સ્ત્રીથી, કુટુંબથી અરે! દેવ, ગુરુ અને શાસ્ત્રથી તો ભગવાન (આત્મા) અભાવસ્વરૂપે છે. “કર્મનો અભાવ થતાં મુક્તિ થાય છે” એ તો વ્યવહારનું કથન છે. કારણ કે તેમાં (આત્મામાં) તો (કર્મનો) અભાવ છે; (તેથી) “અભાવનો અભાવ કરવો એ કોઈ ચીજ નથી.
પોતાના (આત્મા) માં એક “અભાવ' નામનો ગુણ છે. પ્રભુ! આત્મામાં શક્તિઓ અનંત છે, ગુણ અનંત છે. એમાં એક ગુણ “અભાવ” નામનો છે. એ “અભાવ ગુણ' પરની અપેક્ષા રાખ્યા વિના (પરિણમે છે). પરના અભાવસ્વભાવે પરિણમતો નથી. પોતાનો સ્વભાવ જ પરથી અભાવસ્વરૂપે પરિણમવાનો છે. પરનો અભાવ થયો, તો અહીં (આત્મા) અભાવસ્વરૂપે પરિણમ્યો; એમ નથી. ભગવાન આત્મામાં અભાવ નામનો એક ગુણ છે; જે કારણે, પરના અભાવસ્વભાવરૂપ પરિણમવું તે પોતાનો સ્વભાવ છે. પરનો અભાવ થાય છે, તો પોતાનું પરિણમન અભાવસ્વરૂપ થયું, એમ નથી. આહા. હા ! પોતાનો સ્વભાવ જ પરના અભાવસ્વભાવરૂપ છે. (તે-રૂપે) પરિણમવું એવો પોતાનો અભાવસ્વભાવગુણ છે. આહા. હા! આવી વાત !!
એ અહીં કહે છે કે જે અભાવસ્વભાવગુણ એવો જે ભગવાન આત્મા! -એના અનુભવમાં, (એ) અનુભવ થયો (કે) “આ આત્મા! શુદ્ધ ચૈતન્ય છે.' તેની સન્મુખ થઈને (જે) સમ્યગ્દર્શન, જ્ઞાન અને આનંદનો અનુભવ થયો- “એ પર્યાય” , ત્રિકાળી-જ્ઞાયકભાવધ્રુવ-અબદ્ધસ્વરૂપથી કથંચિત્ ભિન્ન છે. કારણ કે, “એ પર્યાય” નો નાશ થાય છે, અને પછી મોક્ષ થાય છે. જો “એ પર્યાય” આત્માની સાથે અભિન્ન હોય, તો “એ પર્યાય ” નો નાશ થતાં આત્માનો પણ નાશ થઈ જાય. અરે. રે! આવી વાત ક્યાં (સાંભળવા મળે છે ? કહે છે કે: પારિણામિકભાવથી, (પર્યાય ) કથંચિત ભિન્ન (છે), એ સિદ્ધ કર્યું.
કહે છે કે એ વાત તો વ્યક્તિની-મોક્ષની અપેક્ષાથી છે. અર્થાત્ વ્યક્ત મોક્ષની અપેક્ષાએ વાત છે; (પણ શક્તિરૂપે મોક્ષની નથી). (એટલે કે ) જે મોક્ષમાર્ગ-પરિણામનો નાશ થઈને મોક્ષની પર્યાય પ્રગટ થાય છે, એ વ્યક્ત મોક્ષ-પર્યાયની અપેક્ષાએ વાત છે. (અહો!) આવી ભાષા !!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #337
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૪: પ્રવચન નવનીત ભાગ-૧
-શું કહે છે? કેઃ પોતાના શુદ્ધ અખંડાનંદ પ્રભુનો અનુભવ-આનંદનું વેદન આવ્યું છતાં એ આનંદની પર્યાય, ત્રિકાળ (આત્મા) થી કથંચિત્ ભિન્ન છે! કેમકેઃ એ પર્યાયનો નાશ (વ્યય) થઈને, જ્યારે પૂર્ણ પર્યાય પ્રગટ થાય છે, ત્યારે ‘તે પર્યાય’ નો તો નાશ થાય છે; જો ‘ તે પર્યાય ’ આત્માની સાથે અભિન્ન હોય, તો ‘તે પર્યાય' નો નાશ થવાથી આત્માનો પણ નાશ થઈ જાય; (પણ એમ બનતું નથી; તેથી ‘તે પર્યાય’ કથંચિત ભિન્ન છે). આહા... હા ! આવી વાત છે, પ્રભુ!
હવે, વાત ચાલે છે: જે શક્તિરૂપ મોક્ષ છે, તે તો ત્રિકાળ મોક્ષસ્વરૂપ જ છે. જો શક્તિરૂપ મોક્ષ ન હોય, તો વ્યક્તરૂપ મોક્ષની પર્યાય આવશે ક્યાંથી ? સમજાણું કાંઈ ? આહા... હા! “ જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે.” એ તો સહજ સ્વભાવ ત્રિકાળ છે. એમાં (મોક્ષ) પ્રગટ થવો અને (મોક્ષમાર્ગની પર્યાયનો) અભાવ થવો- એવી ( સ્થિતિ ) ચીજ ( આત્મા ) માં નથી! આહા.. હા ! “ જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે.” શુદ્ધપારિણામિક કહો કે પરમપારિણામિક કહો (એક જ છે). અહીં ‘મુક્તસ્વરૂપ ’ કહેવું છે ને...! વસ્તુ.. હોં! વસ્તુ એ શુદ્ધપારિણામિકભાવ; એ તો ત્રિકાળ શુદ્ધપારિણામિક શક્તિરૂપ મોક્ષ છે.
અરે.. ! આવી વાતું!! સંસારની જંજાળ-એકલું બંધન-બંધન.. બંધન ! એમાંથીપર્યાયનાં બંધનથી છૂટતાં, ત્રિકાળ અબંધની દષ્ટિ થાય! સમજાણું કાંઈ ? પર્યાયમાં, રાગના બંધનથી છુટકારો (થાય ) ત્યારે, ત્રિકાળી અબંધ અર્થાત્ શક્તિ (રૂપ) મોક્ષનો અનુભવ થાય છે. આહા.. હા! પ્રભુના ઘરનો ઉપદેશ આવો છે, પ્રભુ !
આહા... હા ! (જે) શક્તિરૂપ મોક્ષ (છે) તે તો શુદ્ધપારિણામિક છે.” ત્રિકાળ છે. એ તો “પ્રથમથી જ વિધમાન છે.” – શક્તિરૂપ મોક્ષ તો પ્રથમથી જ વિધમાન છે. આ તો વ્યકિતરૂપ મોક્ષની વાત કરી; અર્થાત મોક્ષમાર્ગની પર્યાયનો નાશ થઈને વ્યકિતરૂપ મોક્ષ થાય છે, તેની વાતકરી છે. બાકી જે શક્તિરૂપ મોક્ષ છે, તે તો ત્રિકાળ વિધમાન છે. આહા... હા.. હા !
‘શક્તિરૂપ મોક્ષ ’ અને ‘વ્યક્તિરૂપ મોક્ષ ' આ શું? સમજાણું કાંઈ ? ભગવાન આત્મા દ્રવ્યસ્વરૂપ છે; છેલ્લે અહીં આવશે (કેઃ) એ સકલ નિરાવરણ છે! અર્થાત્ વસ્તુ એ તો સકલ નિરાવરણ છે. અખંડ છે. એક છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. અવિનશ્વર છે! આહા.. હા ! શુદ્ધપારિણામિક પ૨મભાવલક્ષણ, નિજ પ૨માત્મ દ્રવ્ય, એ તો ત્રિકાળ શક્તિરૂપ મોક્ષ છે. એ શક્તિરૂપ-મોક્ષસ્વરૂપ જે દ્રવ્ય છે, એનો અનુભવ થયો, તે ‘જૈનધર્મ ’ અને ‘ જૈનશાસન' છે! આહા.. હા ! ‘ આખું જૈનશાસન’ એમાં ( અનુભવમાં ) સમાઈ જાય છે.
.
કોઈ ક્રિયા–કાંડ, દયા ને વ્રત ને ભક્તિ ને પૂજા; એ કાંઈ ‘જૈનધર્મ ’ નથી. એ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #338
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૩૨૫ રાગધર્મ' છે. રાગનો સ્વભાવ છે! “જૈનધર્મ” પૂર્ણાનંદનો નાથ; એ તો “જિનસ્વરૂપ” જ છે. સમયસાર નાટક” માંથી ઘણી વાત કહીએ છીએઃ “ ઘટ ઘટ અંતર જિન બસૈ.” આહા.. હા ! શક્તિરૂપ મોક્ષ કહ્યો ને..! એ “જિનસ્વરૂપ છે. અર્થાત્ શક્તિરૂપ જે મોક્ષ કહ્યો તે જિનસ્વરૂપ છે, વીતરાગસ્વરૂપી છે; અકષાયસ્વરૂપે છે, પૂર્ણાનંદસ્વરૂપી છે!
આહા... હા! “ ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન”. એનો અર્થ શો કર્યો? કે: બહારનું છ ખંડનું રાજ હોય, છતાં અંતરમાં જિનસ્વરૂપનો અનુભવ થયો, તો (તે) અંતરમાં જૈનપણું છે! “જૈનપણું' કોઈ બાહ્ય ક્રિયા-કાંડમાં નથી ! બહારમાં (ભલે) છ ખંડનું રાજ્ય, શાંતિનાથ-કુંથુનાથ-અરનાથ- (જેવા) ક્ષાયિક સમકિતી-ચક્રવર્તીને હોય, ૯૬ હજાર સ્ત્રી, ૯૬ કરોળ પાયદળ હોય; (તેમ છતાં એવો અનુભવ નિરંતર વર્તે છે કે:)
હું એ નહીં. એ હું નહીં.' એ મારામાં નથી”. “એ (છ ખંડ આદિ) તો મારામાં નથી, પણ જે (અસ્થિરતાનો) રાગ છે તે પણ મારામાંનથી. એ રાગ તો મારામાં નથી, પણ રાગને જાણવાવાળી પર્યાય પણ મારામાં નથી'. આહા.. હા ! આવી વાત છે, ભાઈ ! ઝીણી પડે પણ શું કરીએ, ભાઈ ?
પ્રશ્ન: ત્યાગ કરવો.. વ્રત પાળવાં. (એવું) સાધન તો તમે કંઈ બતાવતા નથી!
ઉત્તરઃ સાધન “આ” છે! પોતાની પ્રજ્ઞાછીણીથી રાગથી ભિન્ન પડીને, સ્વભાવ અને વચ્ચે, પ્રજ્ઞાછીણી મારવી અને ભેદ કરવો એ સાધન છે! જે દયા-દાન-વ્રતાદિ વિકલ્પ રાગ છે અને ભગવાન આત્મા જે છે, (એ બન્ને) વચ્ચે સાંધો છે, તડ છે, સંધિ છે; એક નથી થયા; અનાદિથી એક નથી. (અજ્ઞાનીએ) ફકત માન્યતા કરી છે કે આ રાગ હું છું” અથવા “પર્યાય જેવડો હું છું' એવી એની માન્યતા મિથ્યા છે. બાકી (ખરેખર) તો રાગ ચાહે તો વ્રત અને તપનો વિકલ્પ હોય; એ રાગ, અને ભગવાન આત્મા બન્ને વચ્ચે સંધિ છે. (એમાં પ્રજ્ઞાછીણી વડે ભેદજ્ઞાન કરવું એ જ સાધન છે ).
(જેમ) મોટો પથ્થર હોય એમાં વચ્ચે સંધિ-રગ હોય છે. એ રગમાં સુરંગ નાખે ત્યાં લાખો મણ પથ્થર ઊડી જાય. એટલે નીચેના ભિન્ન રહી જાય અને ઉપરના ભિન્ન. રાજકોટમાં જોયું હતું. એ (પથરા) વચ્ચે સાંધ છે. અને તે બે પથરા પણ એક નથી થયા. આહા. હાહા! કુદરતનો સ્વભાવ તો જુઓ! એ પથરાની નીચેની પાટ અને ઉપરનીય પાટ સીધી હોય છે. અંદર તો બેય સપાટ છે. નીચે પણ સપાટ છે; ઉપર પણ સપાટ છે. ઉપરના પથરા, પછી આડાઅવળા થઈ જાય છે. અંદર તો કુદરતી સપાટ છે. આ જે (પથ્થરની) લાદી છે, એવી લાદી તો અંદરથી નીકળે છે; એને ઘસવી નથી પડતી. એ તો અંદરથી એવી જ નીકળે છે. એવી તો બે પાટ વચ્ચે સંધિ છે. કુદરતનો આ નિયમ છે. આહા... હા.. હા ! (તેમ) આ ભગવાન (આત્મા), ત્રણ લોકનો નાથ-અતીન્દ્રિય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #339
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૬: પ્રવચન નવનીત ભાગ-૧ આનંદનો કંદ; અને રાગ વચ્ચે સંધિ છે. (આત્મામાં) અખંડાનંદનાં (પડ) સપાટ એકલાં ભર્યા છે. એ “કારણપર્યાય. કહ્યું હતું ને...! “કારણપર્યાય” થી આખી સપાટી ત્રિકાળ ભરી પડી છે. આહા. હા. હા! રાગ ભિન્ન છે. “રાગ તદ્દન ભિન્ન છે. અને આ ‘(કારણ ) પર્યાય” ભિન્ન
આહા. હા! એવા દ્રવ્યની સ્થિતિ, એ તો શક્તિરૂપ મોક્ષ છે. અહીંયાં એ (કારણપર્યાયની) વાત નથી ચાલતી. (અહીં તો જ) શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે; (એની વાત ચાલે છે). તે તો પ્રથમથી જ વિદ્યમાન છે. એ તો અનાદિથી (જ) વિધમાન છે! આહા.. હા ! (જેમ) એ પથરાની અંદરની સપાટીને સુંવાળી કરવી પડતી નથી, એ તો જ્યારથી પથ્થર ઉત્પન્ન થયો ત્યારથી (સુંવાળી) સપાટી સહિત જ અંદર છે. એમ ભગવાન આત્મા એ તો પૂર્ણ શુદ્ધ શક્તિરૂપ, સ્વભાવરૂપ, ભાવરૂપ, પૂર્ણશક્તિ (રૂપ) મોક્ષસ્વરૂપ જ છે. એટલે કે શુદ્ધ પારિણામિક સ્વભાવભાવ તો અનાદિનો વિધમાન જ છે; એને (સ્વભાવને) પ્રગટ કરવો છે, અને (મલિન) દશાનો નાશ કરવો છે અને આ (પવિત્ર દશા) ને પ્રગટ કરવી છે–એમ નથી ! આહા.. હા !
અહીં તો વ્યકિતરૂપ મોક્ષનો વિચાર ચાલે છે. (અર્થાત્ ) જે એક સમયની પર્યાયમાં અનંત કેવળજ્ઞાન, અનંત આનંદ, જે પ્રગટરૂપ-વ્યક્ત (રૂપ) મોક્ષ છે; એની વાત ચાલી રહી
એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે.” ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર, વર્તમાનમાં (મહાવિદેહમાં) બિરાજે છે. (એમનો) દિવ્યધ્વનિ- “મુખ' કાર ધુનિ સુનિ, અર્થ ગણધર વિચારે, રચિ આગમ ઉપદેશ” – ગણધરો એમાંથી અગમની રચના કરે છે. “ભવિક જીવ સંશય નિવારે.” (અર્થાત) “એ રાગ મારો છે” એવો જે સંશય છે, એને પાત્ર જીવ-યોગ્ય જીવભવ્યપ્રાણી દૂર કરે છે. “રાગ” અને “હું” તન્ન ભિન્ન છું (-એવી પ્રતીતિ અને અનુભવ કરે છે).
જિજ્ઞાસાઃ વિકારી દ્રવ્યમાં રાગ નથી તો રાગ ક્યાં રહ્યો?
સમાધાન: દ્રવ્ય વિકારી છે જ નહીં. પર્યાય વિકારી છે, દ્રવ્ય, ત્રણ કાળમાં ક્યારેય વિકારી થયું જ નથી. (શ્રોતા:) ત્રણ કાળમાં અંદર નથી, તો ચિંતા શેની? (ઉત્તર) દ્રવ્યમાં (નથી); ચિંતા તો પર્યાયમાં છે; એને ટાળવી છે, એની વાત છે. એ પણ કહે છે:
પ્રવચનસાર” માં આવે છે ને..! કે: શુભ પરિણામ વખતે (દ્રવ્ય) શુભ થાય છે, અશુભ વખતે અશુભ અને શુદ્ધ વખતે શુદ્ધ. તો એમાંથી (કોઈ વિદ્વાન એવો અર્થ) કાઢે છે કે: અશુભ વખતે “દ્રવ્ય” અશુભ થઈ જાય છે; શુભ વખતે દ્રવ્ય” શુભ થઈ જાય છે. પરંતુ એવું નથી ! દ્રવ્ય તો ત્રિકાળી શુદ્ધ જ છે. શુભ, અશુભ અશુદ્ધ પર્યાયમાં તન્મય છે, દ્રવ્યમાં તન્મયતા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #340
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૩૨૭
આહા.. હા ! આવો ઉપદેશ !! અરે.. રે! આવો (દુર્લભ ) મનુષ્યદેહ મળ્યો! ખરેખર તો આ ભવ, અનંત ભવના અભાવ માટે છે, પ્રભુ! અરે.. રે! આહાર કરવા જતા હતા ત્યાં અત્યારે શ્રાવણ મહિનામાં નીચે લીમડાનાં ફૂલ જોયાં. આહા.. હા! એક એક ફૂલમાં, એટલામાં, તો અસંખ્ય શરીર, અને એક એક શરીરમાં (નિગોદના ) અનંત જીવ! એક શરીરમાં (છે, તેનાથી અનંતમાં ભાગે (અત્યાર સુધીમાં જીવ) મુક્તિમાં ગયા છે. આહા... હા! એવાં અસંખ્ય શરીર નિગોદનાં ભર્યાં છે, પ્રભુ! અનંત માતા-પિતા કર્યાં, અનંત પત્નીઓ કરી; જે મરીને ( અત્યારે ) નિગોદમાં છે! અરે પ્રભુ! તે નિગોદમાં પડયાં છે. અનંતા માતા-પિતાના જીવ, રખડતા–રખડતા ત્યાં ( નિગોદમાં) આવ્યા છે. અરે.. ! અરે.. ! એમાંથી પાછું મનુષ્યપણું થવું બહુ દુર્લભ છે, ભાઈ! એમાં (જો ) વીતરાગ સર્વજ્ઞની વાસ્તવિક વાણી સાંભળવા મળે, તે તો કોઈ અલૌકિક વાત છે! અને એમાંથી પુરુષાર્થ કરી, રાગથી ભિન્ન થઈને પોતાના સ્વરૂપનો અનુભવ કરવો, તે તો અલૌકિક વાતો છે! આહા.. હા! કરવું હોય તો, એ જ કરવા લાયક છે. બાકી તો બધું ધૂળ-ધાણી છે.
અહીં તો કહે છે કેઃ સિદ્ધાંતમાં-વીતરાગી આગમમાં (એમ કહ્યું છે કેઃ) “નિષ્ક્રિય:: शुद्धपारिणामिकः ”– એ શુદ્ધપારિણામિક જે ત્રિકાળી ભાવ છે, તે તો પરિણમનની ક્રિયા વિનાનો છે. આહા... હા... હા! રાગની કે વીતરાગતાની પર્યાય જે થાય છે, તે પર્યાયને ‘ સક્રિય ’ કહે છે. ચાહે રાગની ક્રિયા હો, ચાહે મોક્ષમાર્ગની વીતરાગી ક્રિયા હો-એને ‘ક્રિયા ’ કહે છે. પ્રભુ આત્મા તો એ ક્રિયાથી ‘નિષ્ક્રિય ' છે. આહા... હા... હા ! આવી વાતો !!
“ નિષ્ક્રિય: શુદ્ધપારિગામિ: ”-શુદ્ધપારિણામિકભાવ નિષ્ક્રિય છે. એ વસ્તુ તો પરિણામની ક્રિયા–વીતરાગી ક્રિયાથી પણ રહિત છે. એ તો નિષ્ક્રિય છે! આહા.. હા.. હા!
શરીર, વાણી, મનની જે ક્રિયા છે, એને તો આત્મા ત્રણ કાળમાં કરી શકતો જ નથી. અને કર્મની પર્યાયને પણ આત્મા કરી શકે નહીં. હવે, રાગ આવ્યો... એનો અજ્ઞાનભાવે-પોતાના સ્વરૂપની ખબર ન હોય તો-કર્તા થાય છે અને ભોકતા થાય છે. અને રાગરક્તિ વીતરાગી દશા થઈ, એ વેદવા લાયક છે, પણ એ ક્રિયા-વીતરાગી પરિણતિ દ્રવ્યમાં નથી. આહા... હા ! સમજાય છે કાંઈ ?
'
સૂક્ષ્મ વાત છે, ભાઈ! અહીં તો ક્યાં ક્યાંથી માણસો આવ્યા છે. તો એ ‘સત્ય ’ શું છેએને ખ્યાલમાં તો લેવું જોઈએ ને! ભાઈ !
“નિષ્ક્રિયનો શો અર્થ છે?” પ્રભુ તમે તો કહો છો કે: દ્રવ્ય જે પારિણામિક સ્વભાવભાવ ત્રિકાળ છે, એ તો નિષ્ક્રિય છે. ( તો ) નિષ્ક્રિયનો અર્થ આપ શું કરો છો ? શુદ્ધપારિણામિકભાવ, બંધના કારણભૂત જે ક્રિયા-રાગાદિપરિણતિ, (તે-રૂપ નથી ). ”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
66
Page #341
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮: પ્રવચન નવનીત ભાગ-૧
અર્થાત્ દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ આદિ જે પરિણતિ છે, તે તો દ્રવ્યમાં નથી. -એનાથી તો ભગવાન રહિત છે. રાગાદિપરિણતિ, (અર્થાત્ ) બેય રાગ શુભ કે અશુભ. ચાહે તો વ્રતનો રાગ હોય અને ઉપવાસ કરતો હોય; એવો વિકલ્પ-રાગ હોય તો તે શુભ અને હિંસા જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના એ અશુભ. એ (બન્ને ) રાગાદિ ક્રિયાથી ભગવાન ( આત્મા ) તો રહિત છે! આહા.. હા! એમાં તો અનંતી ઈશ્વરતા ભરી છે! (આત્મામાં) એક પ્રભુત્વ નામનો ગુણ છે. એનું-ઈશ્વરનું રૂપ અનંતગુણમાં છે. (તેથી ) એ અનંત ઈશ્વર અંદર પડયા (વિદ્યમાન ) છે. આહા.. હા.. હા! અનંતગુણ, અનંત અનંત ઈશ્વર છે. એ અનંત ઈશ્વર, અનંત પ્રભુતાથી ભર્યા પડયા છે! એવી નિષ્ક્રિય ચીજ (ભગવાનઆત્મા ) માં રાગાદિ પરિણમતિનો અભાવ છે. આહા... હા !
‘બંધના કારણભૂત જે ક્રિયા, તે-રૂપ, (શુદ્ધપારિણામિકભાવ) નથી.' ભાષા જુઓ! એ શુભ અને અશુભ રાગની ક્રિયા, એ બંધના કારણભૂત છે. એ પણ સાથે સિદ્ધ કરે છેઃ શુભઅશુભભાવ છે તે બંધનું કારણ (છે). દયા, દાન, વ્રત, ભક્તિ, પડિયા આદિના ભાવ, બધાં બંધનાં કારણ છે. આહા.. હા! આકરું પડે (લોકોને ). “ બંધના કારણભૂત જે ક્રિયા ” ( એટલે કેઃ) રાગ-દ્વેષ, વિષયવાસના, દયા, દાન, વ્રતાદિની (ક્રિયા ) –“રાગાદિ પરિણતિ,” તે-રૂપે શુદ્ધપારિણામિકભાવ નથી.
*
આહા... હા! અહીં તો આ બહારની-શરીરની, ઇન્દ્રિયોની-ચેષ્ટા, અને એની વિશેષતા ભાસે, ત્યાં તો તે મિથ્યાત્વભાવ છે. પોતાની વિશેષતા ભાસે નહીં; અને પ૨ની કંઈ પણ, કોઈ ચીજની વિશેષતા (ભાસે કે, આ મને હો તો ) ઠીક..! (અથવા) પોતાની ચીજની વિસ્મયતા આગળ એ (પરચીજ) પણ વિસ્મય (કારી ) છે! –એવું જાણવું, તે મિથ્યાત્વ છે. (પરંતુ ) એ મિથ્યાત્વની ક્રિયા, દ્રવ્યસ્વભાવમાં નથી. બંધના કારણ જે ) મિથ્યાત્વ-રાગાદિ; એ દ્રવ્યસ્વભાવમાં નથી. આહા... હા.! સમજાય છે કાંઈ ?
“અને મોક્ષના કારણભૂત જે ક્રિયા-શુદ્ધભાવનાપરિણતિ ” ( અર્થાત્ ) મોક્ષના કારણરૂપ ક્રિયા, એટલે વીતરાગી પરિણતિ, અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (રૂપ) જે વીતરાગી દશા, એ શુદ્ધભાવના પરિણતિ (છે). (એ) શુદ્ધભાવ નથી. શુદ્ધભાવ (તો ) જે ત્રિકાળી (દ્રવ્ય ); તે તો ‘ નિષ્ક્રિય ’ છે. ( અને ) આ શુદ્ધભાવની પરિણતિ-પર્યાય; (એ) મોક્ષના કારણભૂત ‘ક્રિયા’ (છે). આહા.. હા.. હા!
અરે! રાગાદિ ક્રિયાની તો ક્યાં વાત કરીએ? એ (જે) દયા, દાન, વ્રત અને પડિયાનો વિકલ્પ છે, એ તો બંધના કારણો છે. એ રાગની ક્રિયાનો તો, પ્રભુ! આત્મામાં અભાવ છે. કારણ કે એ તો (બંધકારણભૂત ) પર્યાય છે. અને વસ્તુ તો અબદ્ધ છે, મુક્તસ્વરૂપ છે! આહા.... હા... હા!
“અને મોક્ષના કારણભૂત જે ક્રિયા ”—સમ્ય વર્શનજ્ઞાનવારિત્રણિ મોક્ષમાર્ન:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #342
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર): ૩ર૯ એ જે “તત્ત્વાર્થસૂત્ર' નું સૂત્ર, તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (રૂપ) વીતરાગી પરિણતિ, (જે અપૂર્વ પૂર્વે કદી કરી નથી, તે) મોક્ષનું કારણ છે. તે રૂપ, પણ (ભગવાન આત્મા) નથી. મોક્ષના કારણભૂત જે ક્રિયા, તે-રૂપ, એ દ્રવ્ય નથી ! આહા. હા ! સમજાય છે કાંઈ ?
આ ગાથા તો ઘણી ઊંચી છે. અંતર્મુખદષ્ટિનો (જે) વિષય, (તે) ધ્રુવ-શુદ્ધપારિણામિક (ભાવ) છે. એમાં દષ્ટિની પર્યાયનો અભાવ છે. આહા.... હા ! જે સમ્યગ્દર્શન છે, “એનો વિષય” દ્રવ્ય-ધ્રુવ છે. પણ એ “મોક્ષના કારણરૂપ ” સમ્યગ્દર્શનની પર્યાય, દ્રવ્યમાં નથી. આહા... હા... હા! આવી વાત છે!! મહાપ્રભુ ધ્રુવનું ધામ; એ તો મોક્ષના કારણની ક્રિયાથી (પણ) રહિત છે. -એ દષ્ટિનો વિષય છે! મોક્ષનું કારણ, જે (મોક્ષમાર્ગની) પર્યાય; તે પણ દષ્ટિનો વિષય નથી ! આહા.. હા ! આવો છે માર્ગ!!
અરે. રે! લોકો ક્યાં રખડે! અને શું શું માને! દિગંબર સાધુ થયો, ૨૮ મૂળગુણ અને મહાવ્રત સાચાં (પાળે); એને માટે ચોકા (રસોઈ) તો શું પણ પાણીનું બિંદુ કરે તોપણ લે નહીં એવી (નિર્દોષ) ક્રિયા અનંત વાર કરી. પણ એ ક્રિયા (તો) રાગની ક્રિયા (છે), પ્રભુ! એમાં (જો) લાભ માન્યો તો મિથ્યાત્વમાં રહ્યો.
અહીં તો આત્માનું સ્વરૂપ, જે પરિપૂર્ણ છે; એ પરિપૂર્ણની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા, એ મોક્ષના કારણભૂત ક્રિયા, “તે-રૂપ” દ્રવ્ય નથી. “તે-રૂપ” તો પર્યાય છે; દ્રવ્ય નથી. આહા.. હા! આવી વાતો છે!!!
મોક્ષના કારણભૂત જે ક્રિયા”- (એને) “કારણભૂત” કેમ કહ્યું? કે એનાથી મોક્ષ તો થશે જ થશે. અર્થાત્ એ મોક્ષના કારણની જે ક્રિયા છે, તેનાથી મોક્ષ થશે જ.
છતાં, “તે રૂપ પણ નથી.” (અર્થાત્ ) એ શુદ્ધ પારિણામિકભાવ, જે “દષ્ટિનો વિષય', ધ્રુવ-દ્રવ્ય. દ્રવ્ય. દ્રવ્ય. દ્રવ્ય દ્રવ્ય-પદાર્થ જે ત્રિકાળ શુદ્ધ (છે) –એમાં, એ મોક્ષના કારણની ક્રિયાનો (અભાવ છે). અને “તે-રૂપે ” આત્મા નથી. એ (મોક્ષકારણભૂત ક્રિયા) તો પર્યાયમાં છે. આવો માર્ગ છે !!
આહા. હા! આ અંદરની લક્ષ્મીની વાત ચાલે છે. બહારની લક્ષ્મી તો આત્મામાં નથી. એ વાતની તો અહીં વાત જ નથી. (આત્મા) તો લક્ષ્મીને અડતો જ નથી. પ્રભુ! આ શરીરને પણ આત્મા ક્યારેય અડયો નથી. રાગને પણ દ્રવ્ય અડયું નથી. અરે! મોક્ષમાર્ગની પર્યાયને પણ (દ્રવ્ય) અયું નથી. આહા... હા! એ તો “અલિંગગ્રહણ” માં આવ્યું ને...! “દ્રવ્ય પર્યાયને સ્પર્શતું જ નથી.'
આહા... હા! (દ્રવ્ય) મોક્ષમાર્ગની પર્યાયને (સ્પર્શતું નથી)! આહાહા! પ્રભુ! તારી પ્રભુતાની તો કોઈ બલિહારી છે! જેની મહિમા અને મોટપનો પાર નથી એવો પ્રભુ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #343
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩): પ્રવચન નવનીત ભાગ-૧ અંદરમાં ચૈતન્યભગવાન, સાક્ષાત પરમાત્મા છે;તે) “પર્યાયરૂપે' નથી. આહા... હા! શક્તિરૂપ શાશ્વત પરમાત્મા, ભગવાનસ્વરૂપ આત્મા-એ ચીજ, એ દ્રવ્ય “મોક્ષના કારણરૂપ જે ક્રિયા' તેરૂપ નથી. “તે-રૂપ ” તો પર્યાય છે. આહા.. હા.. હા!
(છતાં, એક વિદ્વાન) એમ કહે છે કેઃ શુભભાવ વખતે દ્રવ્ય શુભ થઈ જાય, અને અશુભ (ભાવ) વખતે (અશુભ થઈ જાય છે). “પ્રવચનસાર” માં તન્મય કહ્યું છે ને...! “શુભ વખતે શુભમાં તન્મય છે.” પણ એ તો પર્યાય તન્મય છે. દ્રવ્ય તન્મય છે જ નહીં. સમજાણું કાંઈ? (ગાથા) છે ને...! “નાવો પરિણમઃિ નવી સુહેબ સુહેબ વી સુહો સમુદો સુધેનુ તા સુબ્રો વરિ હિ પરિપITHભાવો” ૧TT એ રીતે પરિણામ રાગમાં તન્મય છે, દ્રવ્યમાં તન્મય નથી. અહીં તો શુભ, અશુભ અને શુદ્ધ ત્રણેય બોલ લીધા (છે). શુદ્ધ એટલે મોક્ષનો માર્ગ શુભ-અશુભ એટલે બંધનો માર્ગ છે? “શુભ કે અશુભમાં પ્રણમતાં શુભ કે અશુભ આત્મા બને, શુદ્ધ પ્રણમતાં શુદ્ધ પરિણામસ્વભાવી હોઈ ને” મહાએ તો પર્યાયની વાત કરે છે. એમ કે: શુભ થાય છે કોઈ (બીજા) માં, અને પરિણામ કોઈ ભિન્ન છે, એમ નથી. એ શુભ પરિણામમાં પરિણામ તન્મય છે. અશુભમાં પણ (પરિણામ) તન્મય છે. અને શુદ્ધપરિણતિમાં પર્યાય તન્મય છે. દ્રવ્ય તો ભિન્ન છે. એ આત્માની પર્યાયની વાત કરી.
જિજ્ઞાસાઃ આપ કહો છો “પર્યાયની વાત છે ?
સમાધાન: એ વાત અહીં (પાઠમાં) છે! આ શું કહે છે? કે શુભ પ્રણમતાં.. અશુભ પ્રણમતા.. શુદ્ધ પ્રણમતાં. પાઠ છે ને..! “સુદ્દે સુદ્ધો વ િદિ પરિણામભાવો'” પરિણમતાં- એ પર્યાય તન્મય છે. એ પર્યાય આત્મામાં તન્મય એટલે પર્યાયમાં (આત્મા) તન્મય, એમ ! આમાંથી (એવું) કાઢે છે (કે.) “આત્મા શુભ વખતે આખો શુભ થઈ જાય છે.' (પરંતુ એમ અર્થ નથી). અરે પ્રભુ! એ દ્રવ્ય તો મુક્તસ્વરૂપ, ત્રિકાળ શુદ્ધકંદ આત્મા છે! આહા.. હા! ઝીણી વાત, ભાઈ !
લોકોને બહારની પ્રવૃત્તિમાં એવા દોરી દીધા કે બિચારા એમ માની બેઠા કે બે પડિમા લીધી ને ચાર પડિમા લીધી....! સમકિતનાં તો ઠેકાણાં ન મળે. વ્યવહારશ્રદ્ધાનાં પણ ઠેકાણાં ન મળે ! અરે. રે! એમાં (બાહ્ય ત્યાગમાં) ચઢાવી દીધા ને એ ચઢી ગયા (કેટ) અમે પડિમાધારી છીએ ! અમે અગિયાર પડિમાધારી છીએ! (પણ સમકિત વિના, એ પડિમા શેની? )
આહા... હા ! અહીં તો કહે છે કેઃ એ પડિમાનો ભાવ છે એ તો વિકલ્પ છે. મુનિના પંચ મહાવ્રતના ભાવ, એ પણ વિકલ્પ-રાગ છે. એ રાગરૂપે તો ભગવાન આત્મા ત્રિકાળ નથી. પણ રાગરહિત (જે) વીતરાગી મોક્ષમાર્ગની પર્યાય; તે રૂપે (પણ) દ્રવ્ય નથી. “એ-રૂપે” તો પર્યાય છે. આહા.... હા !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #344
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર : ૩૩૧ આવું ક્યારે નવરાશ (લઈને વિચારે) ? ધંધા આડે આખો દી (આ માટે નવરાશ લેતો નથી). (એક વિદેશી) ઈતિહાસકારે કહ્યું ને કેઃ “અનુભૂતિ એ જૈનધર્મ છે.” પણ વાણિયાવેપારીને આ જૈનધર્મ મળ્યો! (પણ એને) વેપાર-ધંધા આડ-પાપ આડ નવરાશ નથી. (જૈનધર્મ) વાણિયાના હાથમાં પડી ગયો! એવું લખ્યું છે. (આ) મોટો ઈતિહાસજ્ઞ છે. ૬૭ વર્ષની ઉંમર છે. ઘણું (સાહિત્ય) વાંચ્યું જોયું છે. પછી એણે એમ કહ્યું કેઃ “જૈનધર્મ એટલે અનુભૂતિ.” આનંદનો નાથ આત્મા એનો અનુભવ કરવો, શાંતિનું વેદન કરવું, અતીન્દ્રિય આનંદનું વેદન (કરવું) – એ અનુભૂતિ; એ “જૈનધર્મ' છે! એણે શાસ્ત્રો ઘણાં જોયાં. એમાંથી આ કાઢયું! બધાં (શાસ્ત્ર) ને, એ જાણતાં નથી. એ તો સાધારણ.. પણ કહે છે કે, એવી (મહાન) ચીજ અત્યારે વેપારીને મળી ગઈ ! અને એને વેપાર આડે નવરાશ ન મળે. આખો દી વેપારની ક્રિયા- આ લેવું ને આ આપવું ને આ કરવું ને આ કરવું. અરે. રે! એકલું પાપ. (એથી) ધર્મ તો નહીં પણ પુણ્ય પણ નહીં. અર.. ૨.. ૨! અરે ! એને સ્વર્ગ અને મનુષ્યપણું ય મળે નહીં.
અહીં તો કહે છે કે પ્રભુ! તારી પ્રભુતાથી ભર્યો પડ્યો પ્રભુ- એ મોક્ષના કારણની ક્રિયાને સ્પર્શતો નથી. મોક્ષના કારણની પર્યાય, “તે–રૂપે' દ્રવ્ય નથી! આહા. હા. હા! આવી વાત છે!! અરે પ્રભુ! (તું તો મોક્ષસ્વરૂપ છો). તારા ઘરમાં તો વીતરાગી ક્રિયા-મોક્ષમાર્ગનથી. આહા.. હા!
ભાઈ ! રૂપિયા તો ક્યાંય રહી ગયા. આ બધા કરોડપતિ..! ધૂળમાં ય નથી. કરોડપતિ' કેવા? રાગનો પતિ થાય, તો મિથ્યાદષ્ટિ છે. દયા, દાન અને વતનો વિકલ્પ ઊઠે અને એનો પતિ-સ્વામી થાય, તો મિથ્યાદષ્ટિ છે.
આહા... હા! મોક્ષના માર્ગનો “પતિ’ વ્યવહારે છે. કારણ કે, આત્મામાં સ્વસ્વામીસંબંધ નામનો ગુણ છે. એ ગુણના કારણે, પોતાનું દ્રવ્ય શુદ્ધ. પોતાના ગુણ શુદ્ધ. અને પોતાની પરિણતિ શુદ્ધ. (એ) વીતરાગપરિણતિ છે. એનો એ સ્વામી છે; (રાગનો સ્વામી નથી.
આ ચીજ (બીજે) ક્યાંય, બાપા (નથી). અરે.. રે! હજી તો બહારના રાગની મંદતાનાં ય ઠેકાણાં નથી! અરે. રે! એને આ વાત (કમ બેસે) ? કે ભગવાન! વીતરાગી ક્રિયા, એ દ્રવ્યમાં નથી. એ (ક્રિયા) દ્રવ્યરૂપ નથી; એ તો પર્યાયરૂપ છે. અરે... રે! એ મોક્ષના માર્ગની પર્યાયરૂપ જે ચીજ, તે દ્રવ્યરૂપ નથી; તો વળી, આ શરીર મારું ને પૈસા મારા ને આ બધાં (મારાં)! અરે પ્રભુ! ક્યાં ગયો ભૂતડાની પેઠે ? છતી ચીજને છોડીને, અછતી ચીજને પોતાની માનવી... પ્રભુ ! મોટી ભ્રમણામાં પડયો છે નાથ !
- ગોવામાં એક વાણિયો. એની પાસે બે અબજ ચાલીશ કરોડ રૂપિયા. એ મુંબઈમાં આવ્યો. એની સ્ત્રીને તો હેમરેજ થયું. તે તો ત્યાં પડી હતી. એક વાગે ઊઠ્યો ત્યાં કહ્યું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #345
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ર: પ્રવચન નવનીત ભાગ-૧ કે “મને દુઃખે છે. ડોકટરને બોલાવો.” ડોકટર જ્યાં આવે, ત્યાં તો પાંચ મિનિટમાં દેહ છૂટી ગયો. એનાં બધાં મકાન ને બે અબજ ને ધૂળ ને.. બધું પડ્યું રહ્યું! (શ્રોતા ) ડોકટર વહેલા આવ્યા હોત તો બચી જાત ને? (ઉત્તર) ડોકટર તો ધૂળમાં શું (ક) ? આ મોટો ડોકટર નહોતો, ભાવનગરનો, મોટી હોસ્પિટલમાં સર્જન! કોઈકનું ઓપરેશન કરતો હતો ત્યાં “મને કંઈક થાય છે,” બસ....! એમ કહીને ખુરશી ઉપર બેઠો, ત્યાં તો દેહ છૂટી ગયો! (શ્રોતા ) બીજો ડોકટર મોડો પડયો ત્યાં? (ઉત્તર) કાંઈ નહીં કરી શકે, બાપુ! આ ભાવનગરના એક બાપ-દીકરો બન્ને ડોકટર નહોતા? બાપ કહેતા કે મને જ્યારે રોગ થાય, તો હું મારા દિકરાને પૂછું. કારણ કે, તે વખતે હું રોગમાં ઘેરાઈ ગયેલો હોઉં, એટલે એને પૂછું કે, ભાઈ ! આમાં મારે શું લેવું? છતાં એ મરી ગયા. પૂછનાર... ચાલ્યા ગયા. બહુ હોંશિયાર! આહા.. હા ! મૂંઝાઈ જાય. ત્યાં કોઈ ભીંસ પડે. હાર્ટ-એટેકમાં શું થાય છે? લોહી ચોસલાં થઈ જાય, શ્વાસ બેસી જાય.. દેહ છૂટી જાય!
આહા... હા! એ દેહ તો આત્મા નથી. રાગ આત્માનો નાથ. વીતરાગી પરિણતિ પણ આત્મારૂપ નથી ! અરે.. રે!
અહીં કહે છે કેઃ “માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે, (ધ્યાનરૂપ નથી).” –ત્રિકાળી ભગવાન અબદ્ધમુક્તરૂપ, શક્તિરૂપે મુક્તરૂપ, એ સમ્યગ્દષ્ટિનું
ધ્યેય છે, ધ્યાનનું ધ્યેય છે; પણ એ ધ્યાનમય નથી. આહા.... હા ! અંદરમાં ધ્યાન જ્યારે લાગે છે, સમકિત જ્યારે થાય છે, (તો) પ્રથમ એ (ધ્યયરૂપનું) ધ્યાન થાય છે. સમજાણું કાંઈ ?
દ્રવ્યસંગ્રહ’ ગાથા-૪૭માં તો (એમ) કહ્યું છે: “ વિદૃ fપ મોરવર્ડ સાથે પારંદ્રિ નં મુળ ળિયના”- અંદર નિર્વિકલ્પધ્યાન આવી જાય છે, ત્યારે વિકલ્પ પણ પણ રહેતો નથી. એ નિર્વિકલ્પધ્યાનમાં અંદર સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. આહા.. હા ! એ નિશ્ચય મોક્ષમાર્ગ, નિર્વિકલ્પધ્યાનમાં (પ્રાપ્ત થાય છે).
અહીં કહે છે કેઃ “શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી.” જેનું ધ્યાન કરે છે, તે-રૂપે” ધ્યાન (થતું) નથી. આહા.... હા.. હા!
દીવાને માટે તો તેલ અને વાટ જોઈએ; પણ આ ચેતન હીરો ભગવાન અંદર છે, એને ચમક માટે-પ્રકાશ માટે-તેલ અને વાટની જરૂરત નથી, એવો એ ચેતન-પ્રકાશના નૂરનું પૂર છે! એના પ્રકાશને-ઝળહળ જ્યોતિને-કોઈ વાટ અને તેલની ને ઉપદેશની જરૂરનથી. આહા.. હા! એવો જે ભગવાન ચેતન-પ્રકાશના નૂરનું પૂર, એ ધ્રુવ-એ શુદ્ધ ભાવનાપરિણતિરૂપ નથી. “ માટેએમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે.” – સમ્યગ્દષ્ટિનું ધ્યેય ત્યાં છે. છતાં એ ધ્યાનની સમકિતની પર્યાય, એ (ધ્યય) રૂપે નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #346
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૩૩૩ અરે! કરવાનું “આ” છે, બાપુ ! આકરું પડે પહેલું. પણ આ (કર્યા) વિના, તારો આરો આવે એમ નથી, ભાઈ !
અત્યારે શ્રાવણ મહિનામાં લીમડાનાં ફૂલ (કોર) નીચે પડ્યાં છે. એક આટલો (લોમડાનો) કોર એમાં અસંખ્ય શરીર (છે). અનંત સિદ્ધ અત્યાર સુધીમાં જેટલા થયા, (છ મહિના અને આઠ સમયમાં જ સૌ આઠ. એમ અનંતકાળની સંખ્યા છે), એનાથી અનંતગણા જીવ, એક શરીરમાં છે. દુનિયાને તો (એની કાંઈ ખબરે ય ન મળે. એના ઉપર પગ મૂકે ને કચડે! અરે. રે! એમાં કોઈ તારા પૂર્વ ભવના માતા-પિતા અંદર બેઠા છે; એના ઉપર પગ મૂકે!!
છતાં, એ (જે) પગ છે તે એને (કોરને) અડતા નથી. અરે... રે. રે! આકરી વાત! છતાં તે પગના નિમિત્તે એની પર્યાય કચડવાની થવાની છે, તો તે પોતાથી થઈ છે. આહા... હા ! આ વાત!! જગત સંયોગથી જુએ છે કે “આ હતો, તો આ પર્યાય થઈ.” (પણ) એના સ્વ-ભાવથી દ્રવ્યને નથી દેખતો; સંયોગથી દેખે છે! “અગ્નિ આવ્યો, તો પાણી ઊનું થયું એટલે સંયોગને જયો; પણ પાણીનો સ્વભાવ, એ ઉષ્ણપણે પરિણમ્યો છે, એ પાણીને ન જોયું! આહા. હા! સમજાણું કાંઈ ? “કોઈએ એકાદ થપ્પડ મારી તો અહીંયાં લાલ થઈ જાય છે” , તો આ થપ્પડથી (અહીં) લાલ થયો છે? સંયોગને દેખે છે; પણ આ પર્યાય આ વખતે પોતાનાથી લાલ થઈ છે, એ દેખતો નથી!
વિશેષ કહેશે..
*
*
*
[ પ્રવચનઃ તા. ૮-૮-૭૯.]
સમયસાર' ૩૨૦-ગાથા. જયસેન આચાર્યની ટીકા. અહીં (સુધી) આવ્યું છે કે ભગવાન આત્મા શુદ્ધસ્વભાવી જે ત્રિકાળ છે, એ તો નિષ્ક્રિય છે. સમ્યગ્દર્શનનો જે વિષય અન્તર્મુખ પરમાત્મા છે, તે તો નિષ્ક્રિય છે. નિષ્ક્રિયનો શો અર્થ છે? કે એમાં બંધના કારણની પર્યાયનો અભાવ છે અને મોક્ષના કારણની પર્યાયનો પણ અભાવ છે. પર્યાય સક્રિય છે. મોક્ષનો માર્ગ, (જે) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ક્રિયા છે; તે સક્રિય છે, પરિણમન છે. ધ્રુવ ભગવાન આત્મા, જે સમ્યગ્દર્શનનો વિષય; એ તો નિષ્ક્રિય છે. એમાં તો બંધના કારણ અને મોક્ષનાં કારણની પર્યાયનો અભાવ (છે) તથા બંધ અને મોક્ષનાં પરિણામનો પણ અભાવ (છે). આહા. હા! આવા ભગવાનને અંતરદષ્ટિમાં લેવો, એ પ્રથમમાં પ્રથમ ધર્મની પહેલી સીડી છે.
કહ્યું (કે.) (ભગવાનઆત્મા) નિષ્ક્રિય (છે). એ મોક્ષના-બંધના પરિણામથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #347
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૪: પ્રવચન નવનીત ભાગ-૧
રહિત છે. “ માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે.” આહા.. હા.. હા ! ધ્રુવ જે ધ્યેય; જેમાં પર્યાયની સક્રિયતાનો અભાવ (છે). એવો નિષ્ક્રિયસ્વરૂપ ભગવાનઆત્મા એકરૂપ (છે). જેમાં પલટવું નથી. બદલવું નથી. જન્મ નથી. જરા નથી. મ૨ણ નથી. અરે! જેમાં મોક્ષના માર્ગની પર્યાય (પણ ) નથી. –એવો નિષ્ક્રિય પ્રભુ; એ સમ્યગ્દર્શનનો વિષય છે! “માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે.” આહા... હા! સૂક્ષ્મ વિષય છે, ભગવાન !
જેને સમ્યગ્દર્શન, પર્યાયમાં, પ્રગટ કરવું હોય તો એણે પર્યાયથી લક્ષ છોડીને, દયા-દાનવ્રતના વિકલ્પનું પણ લક્ષ છોડીને, નિમિત્તનું અને સંયોગનું લક્ષ છોડીને, નિષ્ક્રિય જે ત્રિકાળી ધ્યેય છે એની દષ્ટિ કરવી!
આહા... હા ! વાત ઝીણી છે, પ્રભુ! આ (વસ્તુસ્વરૂપ ) તો વીતરાગ, સર્વજ્ઞ, ત્રિલોકનાથ ૫૨માત્માની દિવ્ય ધ્વનિમાં આવ્યું કેઃ પ્રભુ! તું ‘ધ્યેય’ છે. તારી દષ્ટિમાં ‘તું’ ધ્યેય છે. ‘તું’ દૃષ્ટિમાં આવતો નથી. (કેમકે) દષ્ટિ તો સક્મિ પરિણતિ છે. સમ્યગ્દર્શન, એ સક્રિયપરિણતિ છે. એમાં તે ચીજ ( નિષ્ક્રિયસ્વરૂપ નથી. અને એ ચીજમાં (નિષ્ક્રિયસ્વરૂપમાં ) તે (– સક્રિયપરિણતિ ) નથી! આહા... હા ! આવી વાતો !!
એ શુદ્ધપારિણામિક-ત્રિકાળ ભાવ-ધ્યેય છે. મોક્ષ સાધ્ય છે; સમ્યગ્દર્શનાદિ સાધક છે; પણ સમ્યગ્દર્શન-સાધકનું ધ્યેય ‘દ્રવ્ય' છે! આહા.. હા.. હા! સમજાણું કાંઈ? ‘સાધક' છે મોક્ષનો માર્ગ; એનું ‘સાધ્ય ' મોક્ષ. પણ મોક્ષના માર્ગનું-સાધકનું ‘ ધ્યેય ' દ્રવ્ય; એ દ્રવ્ય ‘નિષ્ક્રિય ’ છે. કારણકે, (એ દ્રવ્ય ) ધ્યાનરૂપ નથી, એ ધ્યેયરૂપ છે!
.
· એ (દ્રવ્ય ) ધ્યાનરૂપ નથી ’ શા માટે ? કેઃ “ ધ્યાન તો વિનશ્વર છે.” આહા.. હા.. હા.. હા! શ૨ી૨, વાણી, મન-નાશવાન; એની વાત તો ક્યાંય ચાલી ગઈ. દયા-દાનનો રાગનાશવાન; એ વાત તો ક્યાંય ચાલી ગઈ. પણ ભગવાન આત્મા પૂર્ણ પરમાત્મસ્વરૂપ; એને (જે) ધ્યાને ધ્યેય બનાવ્યો, તે ‘ધ્યાન’ વિનશ્વર છે! વિનશ્વરનો અર્થ, (કે) એ (ધ્યાન- ) દશા પલટાઈ જાય છે. પરંતુ એનો (જે) ‘વિષય ’ ‘ધ્યેયરૂપ છે. તે તો પલટતો નથી, (તે તો ) એકરૂપ ત્રિકાળ છે. (તેથી ) “ધ્યાન વિનશ્વર છે. અને શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે. ” સમજાણું કાંઈ ? ( હવે કહે છે કેઃ– )
"
શ્રી યોગીન્દ્રદેવે પણ , પરમાત્મપ્રકાશ ની ગાથા-૬૮માં ( એમ કહ્યું છે. ( એ ) યોગીન્દ્રદેવ દિગંબર સંત-મુનિ, અતીન્દ્રિય આનંદના રસીલા, સ્વસંવેદનને અનુભવનારા! જેને અતીન્દ્રિય આનંદનો રસ ચઢયો છે. અતીન્દ્રિય આનંદના રસીલા-વિલાસી છે. -એ મુનિ, પરમાત્મપ્રકાશ ' માં કહે છે કેઃ “નવિ ઉપખંડ્ ન વિ મારૂ બંધુ ળ મોવુ રેડ્ા નિષ परमत्थे जोइया जिणवर एउ भणेइ ।। આહા... હા! યોગીન્દ્રદેવ કહે છે કે-આ તો જિનવર એમ કહે છે, પ્રભુ! હું કહું છું, એમ નથી. ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવ
''
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
ܙ
(
Page #348
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૩૩૫
૫રમેશ્વર, અનંત તીર્થંકરો-જિનેશ્વરો આમ ફરમાવે છે! શું? કે- ‘હું યોગી!' આહા.. હા! સંબોધન તો (જુઓ )! ( પાઠમાં) “ નોયા” શબ્દ છે ને! ‘જોગી. ’જોગી એટલે આ ‘બાવા’ એ ‘જોગી ' નહીં. પણ જેણે ) અંતર આનંદ (સ્વરૂપ ) ને ધ્યેય બનાવીને, (એમાં ) યોગનું જોડાણ કરી દીધું, અર્થાત્ નિર્મળ વીતરાગી પર્યાયને ધ્રુવ સાથે જોડાણ કરી-એ ‘યોગી.’ આહા.. હા ! ભગવાનઆત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ; એને (જેણે ) વર્તમાનપર્યાય (માં )
વીતરાગપર્યાયથી જોડી દીધો- એ ‘યોગી'. સમકિતી પણ જઘન્ય યોગી કહેવામાં આવે છે. સંત (મુનિ ) ઉત્કૃષ્ટ યોગી છે.
અંદર પૂર્ણાનંદનો નાથ આત્મા, આનંદનો રસકંદ પ્રભુ, પરમાત્મસ્વરૂપ જ છે. નિશ્ચયથી આત્મા અને પરમાત્મસ્વરૂપ એક જ છે. જે સમતિનું ધ્યેય છે. એ વસ્તુ (સાથે જેણે જોડાણ કર્યું, તેને કહે છે) ‘હું યોગી!' યોગીને કહે છે; અજ્ઞાનીને નહીં. સમકિતી આદિ યોગી કહેવામાં આવે છે કે જેણે પોતાની વીતરાગી સમ્યગ્દર્શનની પર્યાયને દ્રવ્ય સાથે જોડી દીધી છે. (તેને કહે છેઃ ) “હું યોગી! ૫રમાર્થે જીવ ઊપજતો પણ નથી” ( અર્થાત્ ) ભગવાન આત્મા ૫રમાર્થથી જન્મતો જ નથી ત્રિકાળી ભગવાન તો જન્મતો જ નથી. અને ભગવાન ધ્રુવ ચિદાનંદ પ્રભુ, પરમાત્મસ્વરૂપ, જે સમ્યગ્દર્શનનું ધ્યેય છે, એ કદી “મરતો પણ નથી.” આહા... હા.. હા ! આવી વાત !!
ગૃહસ્થાશ્રમમાં પણ સમ્યગ્દષ્ટિ હોય છે, એ મોક્ષમાર્ગી છે! “ “ गृहस्थो मोक्षमार्गस्थो ‘રત્નકાંડશ્રાવકાચાર. ’ ભલે ગૃહસ્થાશ્રમમાં હોય પણ જેણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણની પર્યાયને દ્રવ્ય સાથે જોડી દીધી છે, તે યોગી છે, ભલે જઘન્ય યોગી છે.
'
અહીંયાં તો ઉત્કૃષ્ટ યોગીની વાત વિશેષ કહે છે- ‘હૈ સંત!' કુંદકુંદ આચાર્ય તો ‘ ભાવપાહુડ ’ માં એમ કહે છે કેઃ ‘હું મિત્ર!' ‘હું મહાશય !' આહા.. હા! કુંદકુંદ આચાર્ય (કહે છે– ) હું મિત્ર ! તારી ચીજ તો ૫૨માત્મસ્વરૂપ છે ને... ભગવાન! એ ચીજ ઉ૫૨ તું જોડાણ કરી દે! તેં (જે) રાગ ને પુણ્ય ને દયા-દાનમાં જોડાણ કરી રાખ્યું છે તે તો મિથ્યાત્વ છે. આહા... હા! આવી વાતો છે!!
66
પ્રભુ! એને ( ભગવાનઆત્માને) એકવાર ધ્યેય બનાવ કે જેમાં જન્મ નથી, જેમાં મરણ ( નથી અને (જે) “ બંધ-મોક્ષ કરતો નથી.” આહા.. હા! એ ભગવાન પૂર્ણાનંદનો નાથ, જે સમ્યગ્દર્શનનો વિષય; એ તો બંધ-મોક્ષને પણ કરતો નથી. કેમકે, ‘બંધ-મોક્ષ ’ તે પરિણામ છે. (એ ) પરિણામને પરિણામી-ત્રિકાળી કરતો નથી. આહા.. હા.. હા વિષય એવો આવ્યો છે, પ્રભુ ! હવે આ (પ્રવચન) છેલ્લું છે.
‘ પરમાત્મપ્રકાશ' ગાથા-૬૪:
66
'ण वि उपज्जइ ण वि मरइ बंधु ण मोक्खु करेइ ।
નિઃ परमत्थे जोइया जिणवर एउ મળે
( ગાથાર્થ:- ) “ હું યોગી! ૫રમાર્થથી જીવ ઉત્પન્ન થતો નથી,” જન્મતો નથી.
17
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
י
Page #349
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૬: પ્રવચન નવનીત ભાગ-૧
જન્મે કોણ, પ્રભુ? આહા.. હા ! “ મરતો નથી, બંધ અને મોક્ષને કરતો નથી.” આહા.. હા.. હા ! મોક્ષને કરતો નથી. બંધનો-રાગાદિનો તો કર્તા નથી, પણ મોક્ષનો કર્તા નથી! મોક્ષને કરવું, એ તો પર્યાયમાં છે. મોક્ષનું કર્તા’ ‘દ્રવ્ય’ નથી. આહા.. હા.. હા..! “–એમ જિનેન્દ્રદેવ કહે છે.
(ભાવાર્થ:- ) “ ( જો કે આ આત્મા, શુદ્ધાત્માનુભૂતિનો અભાવ હોતાં શુભ-અશુભ ઉપયોગરૂપે પરિણમીને જન્મ, મરણ, શુભ, અશુભ બંધને કરે છે અને શુદ્ધ આત્માની અનુભૂતિના સદ્ભાવમાં શુદ્ધોપયોગરૂપે પરિણમીને મોક્ષ પણ કરે છે, તોપણ શુદ્ધપારિણામિક ભરમભાવ ગ્રાહક શુદ્ઘદ્રવ્યાર્થિક નયે ન બંધનો કર્તા છે, અને ન મોક્ષનો કર્તા છે.)”
( -શું કહે છે? કેઃ ) આત્માને શુદ્ધાત્માનુભૂતિનો અભાવ હોવાથી, (એટલે કે) એને જ્યાં સુધી પોતાના પ્રભુની અનુભૂતિ નથી, (અર્થાત ) આનંદના નાથની-આનંદના વેદનની-અનુભૂતિ નથી, (એટલે કે ) સમ્યગ્દર્શનમાં આનંદનો અનુભવ થાય છે, એવી અનુભૂતિ જ્યાં સુધી નથી, (ત્યાં સુધી) શુભાશુભ ઉપયોગરૂપે પરિણમિત્તે (જન્મ-મ૨ણ, શુભાશુભ કર્મને બાંધે છે). એ જીવ શુભ અને અશુભ પરિણામથી પરિણમતો હોવાથી, (તે ) વર્તમાનમાં શુદ્ધ અનુભૂતિથી રહિત જીવ છે. (તો પણ ) એ (શુદ્ધ અનુભૂતિ) પણ જીવમાં-દ્રવ્યમાં નથી. પણ એ અનુભૂતિ જેને નથી (તે શુભાશુભ ઉપયોગરૂપે પરિણમે છે ).
આવે છે ને... ‘ સમયસાર નાટક' માંઃ “ વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવૈ વિશ્રામ. રસ સ્વાદત સુખ ઉપજૈ, અનુભૌ યાકૌ નામ આહા... હા! ‘રસ સ્વાદત સુખ ઉપજે’ અતીન્દ્રિય ૨સથી ભરેલા ભગવાનને જ્યારે અનુભવમાં ચાટે છે, અનુભવે છે; જેમ દૂધપાકને ચાટે છે તેમ; પહેલેથી ( સમ્યગ્દર્શન થયું ત્યારથી જ) ધર્મી, અતીન્દ્રિય આનંદના નાથને ચાટે છે, અનુભવે છે. આહા.. હા ! આવી વાત છે બાપુ!
એ અનુભૂતિનો અભાવ થતાં, શુભાશુભ ઉપયોગરૂપે પરિણમીને જન્મ, મરણ અને શુભ-અશુભ બંધને કરે છે, અને શુદ્ધ આત્માની અનુભૂતિના સદ્ભાવમાં, અર્થાત્ ) ભગવાનઆત્મા, પૂર્ણ આનંદની અનુભૂતિની દશા પ્રગટ કરી તો (તે) અનુભૂતિના સદ્ભાવમાં, અનુભૂતિની હયાતીમાં, ભગવાન દ્રવ્યના અનુભવ (ની દશાના સદ્દભાવમાં ); (જો કે) અનુભવ તો પર્યાયનો છે, પણ એની (દ્રવ્યની ) સન્મુખ થયો તો એનો (દ્રવ્યનો ) અનુભવ, એમ કહેવામાં ( આવે છે ); આમ અનુભૂતિના સદભાવમાં, શુદ્ધ ઉપયોગરૂપે પરિણમીને; (જે અનુભૂતિના અભાવમાં શુભાશુભરૂપે પરિણમતો હતો (તે હવે,) અનુભૂતિના સદ્દભાવમાં શુદ્ધપણે પરિણમે છે, (એમ ) શુદ્ધ ઉપયોગરૂપે પરિણમીને ); મોક્ષ પણ કરે છે. તોપણ શુદ્ધ પારિણામિક પ૨મભાવ ગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જન્મમરણ અને બંધમોક્ષને કરતો નથી. -એનો ‘ કર્તા’ એ પર્યાયદષ્ટિથી છે, એમ જાણવું. પણ દ્રવ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
-
Page #350
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર): ૩૩૭ દષ્ટિથી-દ્રવ્યને દેખવાથી–એ દ્રવ્ય, મોક્ષની પર્યાયને પણ કરતો નથી; એ (તો) પર્યાય કરે છે. આહા.. હા.. હા ! – “પરમાત્મપ્રકાશ” છે, ૬૮ ગાથા ! પછી બેત્રણ ગાથા એવી લીધી છે.
પ્રભુ! તારું મરણ થાય તો ડરીશ નહીં. તને મરણ હોતું જ નથી ને! દેહ છૂટે અને મરણ થાય” એ મરણ, પ્રભુ! તને હોતું જ નથી. (તો) તું કોનાથી ડરે (છે) ? અને રોગ આવે તો ડરીશ નહીં! રોગ કોને થાય છે? એ તો જડને થાય છે. રોગ થાય છે તે તો જડમાં (છે), પ્રભુ ! તારામાં રોગ નથી. તું શા માટે ડરે છે? દેહ છૂટવો, એ તો મરણ દેહનો-જડનો વ્યય થાય છે. તારું તો મરણ જ નથી, પ્રભુ! તું શા માટે ડરે છે? આહા... હા ! આનંદમાં જા !
અતીન્દ્રિય આનંદનો નાથ (અંદર) બિરાજે છે, પ્રભુ! એની અનુભૂતિના સદ્ભાવમાં શુદ્ધ ઉપયોગરૂપે પરિણમે છે. પણ દ્રવ્ય છે એ તો શુદ્ધ ઉપયોગરૂપે ય પરિણમતું નથી અને બંધના કારણ શુભાશુભરૂપે ય પરિણમતું નથી.
એ અહીં કહ્યું: “પરમાર્થે જીવ ઊપજતો પણ નથી, મરતો પણ નથી.” આહા... હા! “ઊપજતો.. પણ નથી કેમ કહ્યું? (કે) “મરણ પણ નથી” એમ કહેવું છે ને! પહેલા શબ્દમાં
ઊપજતો.. પણ કેમ કહી દીધું? કે પછી “મરણ પણ નથી' એમ કહેવું છે ને ! મરણ પણ નથી, “અને બંધ-મોક્ષ કરતો નથી.” આહા.. હા! ભગવાન આત્મા, જે સમ્યગ્દર્શનનું ધ્યેય, જે ધૂર્વસ્વરૂપ ભગવાન આત્મા પરમાત્મસ્વરૂપ (છે); એ તો બંધ-મોક્ષને પણ કરતો નથી- એમ શ્રી જિનવર કહે છે.”
ત્રણ લોકના નાથ જિનેશ્વર-પરમાત્મા તો મહાવિદેહમાં સમવસરણમાં બિરાજે છે. એ ભગવાન-જિનવર એમ ભણે છે, કહે છે. આહા... હા! યોગીન્દ્રમુનિ કહે તો પણ સાચું છે. પણ અહીં તો (2) કહે છે કે, ભાઈ ! “એમ શ્રી જિનવર કહે છે.” નહીં તો સંત કહે તો પણ એ વાત તો યથાર્થ જ છે. પણ સંત તો જિનવરનો આશ્રય લઈને કહે છે કે, “એમ શ્રી જિનવર કહે છે”. ને પ્રભુ! તો તું જિનવરને માને છે કે નહીં? સમજાણું કાંઈ ? “ વંધુ | મોરવું
રે”- “ એમ શ્રી જિનવર કહે છે.” “ગુરુ' કહે છે એ “(જિન) વાણી” કહે છે અને (એ જ) “જિનવર' કહે છે. ત્રણેય વાત: જિનવાણી” એમ કહે છે. “જિનગુરુ' એમ કહે છે. અને “જિનવર” એમ કહે છે. આહા... હા... હા! દેવ-શાસ્ત્ર-ગુરુ-ત્રણે એમ કહે છે, પ્રભુ! આહા. હા“કહે છે' એ (જિન) વાણી આવી. “જિનવર' કહે છે” તો જિનવર આવ્યા.
ગુરુ પોતે કહે છે કે, જિનવર એમ કહે છે” તો ગુરુ પણ આવ્યા. આહા. હા! દેવ, ગુરુ અને શાસ્ત્રને કહેવું છે:
પરમાર્થ ભગવાન પૂર્ણાનંદનો નાથ (જ્યાં છે, ) ત્યાં દષ્ટિ દે! “તું પરમાત્મસ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #351
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૮: પ્રવચન નવનીત ભાગ-૧ છો” એમ અનુભવ કર! બાકી બધાં થોથાં છે. એ દયાદાન ને વ્રત ને ભક્તિ ને પૂજા-એ બધા શુભ રાગ; એ બંધ અને સંસાર છે. એ સંસાર પરિભ્રમણથી (જો) રહિત થવું હોય તો, ભગવાન (આત્મા) (જે) જન્મ-મરણથી રહિત છે, બંધ-મોક્ષની પર્યાય રહિત છે; એનું શરણ લે! એનો આશ્રય લે ! એની ઓથ લે! એ મોટો ભગવાન પરમાત્મા (અંદર) બિરાજે છે ત્યાં જા! તારી પર્યાયને પરમાત્મા તરફ ઝુકાવી દે, (તો) ભગવાન! તારું કલ્યાણ થશે! આહા.. હા! (૮) કલ્યાણ સ્વરૂપ તો છે; પણ (ત-તરફ પર્યાયના ઝુકવાથી પર્યાયમાં તાર કલ્યાણ થશે! આહા.. હા! ભગવાન (આત્મા) તો ત્રિકાળ કલ્યાણ સ્વરૂપ જ છે; પણ “કલ્યાણસ્વરૂપ” નો અનુભવ કરવો, દષ્ટિ કરવી, વેદન કરવું-એનાથી તારી પર્યાયમાં પણ મોક્ષ થશે એટલે કલ્યાણ થશે! મોક્ષ એટલે પૂર્ણ કલ્યાણ.
(અહીંયાં) “વળી, તે સ્પષ્ટતા કરવામાં આવે છે:- વિવક્ષિત (અર્થાત્ કહેવામાં આવ્યો એવો) – એકદેશશુદ્ધનયાશ્રિત આ ભાવના” (એટલે કે) એકદેશશુદ્ધનયાશ્રિત જે “મોક્ષનો માર્ગ' - જે ભગવાન પૂર્ણાનંદના નાથ ઉપર ઝુકાવ કરીને, એકદેશ “શુદ્ધનય” પ્રગટયો છે; (પણ) હજી પૂર્ણ પ્રગટયો નથી. “શુદ્ધનય' તો ધ્રુવ છે, પણ એવો એ પર્યાયમાં પૂર્ણ આવ્યો (-પ્રગટયો) નથી; ત્યાં સુધી “શુદ્ધનય' નો એકદેશ આવ્યો છે. (અર્થાત્ ) સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રમાં “શુદ્ધનય” નો અંશ આવ્યો છે. આહા.. હા !
_“આ ભાવના” (અર્થાત્ કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ) નિર્વિકારસ્વસંવેદન લક્ષણ”—એને મોહના અભાવની અપેક્ષાએ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક (પર્યાય) કહી (છે). (અર્થાત) મોહના અભાવની અપેક્ષાથી “મોક્ષમાર્ગ' ને ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક (ભાવે) કહ્યો. પણ એને “જ્ઞાન” થી શું કહેવું? ભગવાન આત્મા પૂર્ણાનંદના નાથ ઉપર દષ્ટિ લગાવવાથી જ્યારે અનુભવ થયો હતો, તે જ અનુભવને દૃષ્ટિની (અપેક્ષાથી) અનેમોહના અભાવની અપેક્ષાથી ઉપશમભાવ, ક્ષયોપશમભાવ, ક્ષાયિકભાવ કહેવામાં આવે છે. પણ એ ત્રણે જ્ઞાનની અપેક્ષાથી શું છે? સમજાણું કાંઈ?
આવી વાત છે, બાપુ ! વીતરાગનો માર્ગ (અલૌકિક છે)! અને અત્યારે તો લોકોએ આ બહારની ધામધૂમ (કરીને એમાં માર્ગ માને છે !) અત્યારે ભાવ વિનાની ધામધૂમ ચાલી, એમાં જ્ઞાનમાર્ગ દૂર રહ્યો. લોકો બહારમાં ઘમઘમ કરે છે. આ કર્યું ને આમ કર્યું ને અપવાસ કર્યા ને દાન કર્યા ને મંદિર બનાવ્યું! (પણ) અહીં કહે છે કે, એ બધી બહારની ક્રિયા તો બનવાના સમયમાં બનશે ! એમાં તને શું લાભ થયો? આહા. હા! આ ઘમાઘમ... એમાં કદાચિત શુભરાગ હોય, તોપણ તે પુણ્યબંધનું કારણ છે; મોક્ષનું કારણ નહીં. સમજાણું કાંઈ ?
(અહીં) નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ જે મોક્ષમાર્ગ; એને ઉપશમ, ક્ષયોપશમ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #352
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૩૩૯
ક્ષાયિકભાવ ( રૂપ ) કહ્યો. તે પહેલાં આવ્યું ને? કેઃ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક (ભાવ) - એ ચાર પર્યાય છે. એમાં ફક્ત ત્રણ પર્યાય-ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક-મોક્ષનું કારણ છે. ઉદય પર્યાય મોક્ષનું કારણ નથી. તો એ જે ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક (ભાવને મોક્ષનું કારણ ) કહ્યું તે તો મોહના અભાવની અપેક્ષાથી કહ્યું. એ છે પર્યાયમાં. પણ (તે સમયે ) ‘જ્ઞાન ’ શું ? ‘જ્ઞાન ’ ક્ષાયિક છે, ક્ષયોપશમ છે કે શું છે?
– (આ) વાત સાધકની છે.. હોં! (જેને ) ક્ષાયિકજ્ઞાન-કેવળજ્ઞાન છે એની વાત અહીં નથી, અહીં તો સાધકની વાત છે! ભગવાનને ક્ષાયિક સમક્તિ સાથે ક્ષાયિક જ્ઞાન પણ હોય છે; અર્થાત્ કેવળજ્ઞાની પરમાત્માને ક્ષાયિકસમકિત હોય છે સાથે ક્ષાયિક-કેવળજ્ઞાન પણ હોય છે, એ વાત અહીં નથી. અહીં તો સાધકના ભાવની વાત છે. સાધક ચોથેથી, પાંચમે, છè–સાતમે વગેરે ( ગુણસ્થાનકે ) ( હોય ) છે, (એની વાત છે).
જેને અનંત કાળમાં ક્યારેય ઉપશમભાવ થયો નથી, (એને ) જેમ જળમાં મેલ ( કાદવ ) હોય તે નીચે બેસે, તો ઉ૫૨ (જળ) નિર્મળ થઈ જાય છે; તેમ રાગ દબાઈ જાય છે અને વીતરાગીપર્યાય ઉત્પન્ન થાય છે. રાગ દબાઈ જાય છે, એ અપેક્ષાએ (તે) પર્યાયને ઉપશમ કહેવામાં આવે છે. અને એ રાગનો સર્વથા જે પ્રકારે યથાસંભવ નાશ થયો તો એની અપેક્ષાએ એને ત્યાં ક્ષાયિક કહ્યો છે. અને ક્ષયોપશમમાં રાગનો કંઈક ક્ષય છે અને કંઈક દબાઈ ગયો છે. દબાઈ ગયો= ઉપશમ (થઈ) સત્તામાં (રહ્યો ) એમ ઉપશમ કહે છે તો એ ત્રણે ભાવને ‘જ્ઞાનની અપેક્ષાથી ’શું કહ્યું ? સમજાણું કાંઈ ?
,
કહે છે કેઃ એ ( જ્ઞાન ) “નિર્વિકલ્પ સ્વસંવેદન લક્ષણ.” (છે). નિર્વિકલ્પ સ્વસંવેદન લક્ષણ, રાગની અપેક્ષા વિના, સ્વ અર્થાત્ પોતાનું+સમ અર્થાત્ પ્રત્યક્ષ+વેદન લક્ષણ=સ્વસંવેદનલક્ષણ-પ્રત્યક્ષ વેદન લક્ષણ “ક્ષયોપશમિક જ્ઞાન હોવાથી ” એ ત્રણે ભાવમાં ' જ્ઞાનનો ક્ષયોપશમ છે! સમજાણું કાંઈ ?
ઉપશમભાવ છે, એ તો મોહના અભાવની અપેક્ષાથી કહ્યું. ક્ષયોપશમભાવ છે એ પણ કેટલાક મોહનો નાશ અને કેટલોક મોહ દબાઈ ગયો એની અપેક્ષાથી (છે). અને ક્ષાયિકભાવ છે એ ( તો ) મોહનો નાશ થઈને થયો (છે). પણ એ ત્રણે ભાવમાં જ્ઞાનની કઈ દશા છેઃ જ્ઞાન ક્ષાયિક જ્ઞાન છે, ઉપશમ જ્ઞાન છે-શું છે? જ્ઞાનમાં ઉપશમ તો છે નહીં ઉપશમ તો દર્શનમોહ આદિમાં છે. જ્ઞાનમાં ઉપશમ નથી. જ્ઞાનમાં તો ક્ષયોપશમ અને ક્ષાયિક (હોય ); ઉપશમ નહીં. તો કહે છે કે: ક્ષયોપશમ અને ક્ષાયિક જ્ઞાનની પર્યાય છે. (પણ ) અહીં તો સાધકની વાત છે ને! (તેથી ) ઉદયની (તેમ જ ક્ષાયિકની ) વાત નથી. અને એ જે ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક પર્યાય છે તે તો સમકિતની છે; (તો) ‘જ્ઞાન' ને શું કહેવું ? ‘ એ જ્ઞાન' નિર્વિકલ્પસ્વસંવેદનલક્ષણ ક્ષયોપશમજ્ઞાન છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #353
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪: પ્રવચન નવનીત ભાગ-૧
આહા... હા.. હા! આવી વાતો છે!! અરે ભગવાન! તારી વાતો (અલૌકિક છે), બાપુ! અરે. રે! અત્યારે તો (મૂળ વાત જ) ઢંકાઈ ગઈ. (સંપ્રદાય) બહારની કડાકૂટમાં પડી ગયો!
જ્યાં ભગવાન (આત્મા) બિરાજે છે, ત્યાં જવું છોડી દીધું અને રાગ-પુણ અને પાપનાં પરિણામ, જે સ્વભાવથી વિરુદ્ધ છે, ત્યાં રમી ગયો! પણ આતમરામ નિજપદમાં રમે તેને “રામ” કહીએ, નાથ ! પણ એ રાગમાં રમે એને તો “હરામ’ કહીએ; એ “રામ” નથી.
આહા. હા! સ્વભાવની પૂર્ણતામાં જેની રમત જામી છે, ઉપશમ-ક્ષયોપશમક્ષાયિક ભાવની રમત જામી છે-એને, “જ્ઞાનની અપેક્ષાએ શું કહેવું? એમ કહે છે.
જ્ઞાન તો ક્ષયોપશમ અને ક્ષાયિક બે છે. અને તમે મોક્ષમાર્ગના ભાવ તો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ત્રણ કહ્યા ! મોક્ષમાર્ગની વાત છે. હોં! અત્યારે ક્ષાયિકકેવળજ્ઞાનની વાત નથી. સમકિતીને જે ક્ષાયિક આદિ સમકિત હોય છે, એ અહીં લેવું. કહે છે કે તમે (મોક્ષમાર્ગમાં) તો “ભાવ” ના ત્રણ પ્રકાર લીધા. (પણ) જ્ઞાનમાં તો ઉપશમભાવ છે નહીં. જ્ઞાનનો ઉપશમ થતો નથી. જ્ઞાનનો કાં તો ઉદય, કાં ક્ષયોપશમ કે ક્ષાયિક, એમ ત્રણ (હોય ) છે. તથા મોહની અપેક્ષાથી ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક, ( એવા) ચાર (ભાવ) છે. પણ અહીં તો નિર્મળ લેવું છે ને? તેથી અહીં ઉદયને તો કાઢી નાખ્યો. એ સાધક નથી. સાધકને તો (ઉદય સિવાયના) ત્રણભાવ છે. અહીં
જ્યારે જ્ઞાનની અપેક્ષાથી લ્યો તો જ્ઞાનમાં ઉપશમ નથી. અને અહીંયાં તો ઉદયની વાત છે નહીં. અહીં તો (જેને) વીતરાગ શ્રદ્ધા-જ્ઞાન પ્રગટયું છે ( એની વાત છે ). પ્રભુ! તારી દશામાં જે સાધકભાવ પ્રગટે છે, એ ભાવની અપેક્ષાથી, એને ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક કહ્યા. અહીં તો આચાર્ય મહારાજ કહે છે કે એને (સાધકને) જ્ઞાનની દશા કઈ કહેવી? કે: જ્ઞાનની દશાને ક્ષયોપશમ કહેવી.
પણ “એ જ્ઞાન” કેવું ક્ષયોપશમ? કેઃ નિર્વિકલ્પસ્વસંવેદનલક્ષણ (ક્ષયોપશમજ્ઞાન ) ! એકલું ક્ષયોપશમજ્ઞાન તો અનાદિથી અજ્ઞાનીને (પણ) છે. નિગોદમાં પણ ક્ષયોપશમભાવે અંશે (જ્ઞાન) છે. (જો) અંશે ન હોય તો તે જડ થઈ જાય. (પરંતુ) અહીં એ (ક્ષયોપશમજ્ઞાન) નથી લેવું. અહીં તો “નિર્વિકલ્પસ્વસંવેદનલક્ષણ ક્ષાયોપથમિક જ્ઞાન” (લેવું છે). - શું કહ્યું? સમજાણું કાંઈ ? ક્ષયોપશમજ્ઞાન તો નિગોદ (ના જીવને) પણ અનાદિનું છે. જૈનસાધુ નવમી રૈવેયકે ગયો અને અગિયાર અંગનું જ્ઞાન પણ હતું. પણ એ જ્ઞાન, કાંઈ (સ્વલક્ષી) ક્ષાયોપથમિક જ્ઞાન નથી. પણ એ ક્ષયોપશમ તો પરલક્ષી ક્ષયોપશમ ( જ્ઞાન) છે. સમજાય છે કાંઈ ?
આ (ઉપશમાદિ) ત્રણ ભાવને, કઈ જાતનો ક્ષયોપશમ કહેવો છે? કે: નિર્વિકારસ્વસંવેદનલક્ષણ.” જુઓ ને.! આચાર્યદવની ગજબ વાત છે! આહા.. હા ! સાધક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #354
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૩૪૧ (દશા) માં જ્ઞાનના બે ભેદ છે: ક્ષયોપશમ અને ક્ષાયિક. પણ (પરલક્ષી) ક્ષયોપશમ તો (સર્વ સંસારી જીવોને) અનાદિકાળનો છે; એ ક્ષયોપશમમાં આનંદનું વેદન નથી, દુઃખનું વેદન છે. ક્ષયોપશમમાં અજ્ઞાન છે તો ( ત્યાં) તો દુઃખનું વેદન છે. પણ અહીંયાં તો ક્ષયોપશમજ્ઞાન અને કહીએ છે એ કે (જે) નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ પ્રત્યક્ષ' (છે). આ જે પ્રત્યક્ષ સ્વસંવેદના જ્ઞાન છે, એને જ અમે ક્ષયોપશમશાન, ત્રણ ભાવને ક્ષયોપશમજ્ઞાન, નિર્વિકલ્પ આનંદના વેદનને ક્ષયોપશમજ્ઞાન કહીએ છીએ!
પકડાય એટલું પકડવું! રાત્રે (ચર્ચામાં) પ્રશ્નની બધી છૂટ છે. ઝીણી વાત છે, બાપુ ! અહીં તો મોક્ષમાર્ગની વાત છે. આહા.. હા.. હ! સંતો કહે છે એ પરમાત્મા જ કહે છે, પ્રભુ!
ક્ષયોપશમજ્ઞાન તો અભવીને પણ છે. તો એ ક્ષયોપશમને, આ (ઉપશમાદિ) ત્રણભાવમાં ગણવો? અથવા મિથ્યાષ્ટિને પણ અગિયાર અંગનો ક્ષયોપશમ થાય છે, અરે ! (ઉપરથી) નવા પૂર્વનો (પણ) થઈ જાય છે; તો એ (જ્ઞાન) ને, આ ત્રણ ભાવમાં જે ક્ષયોપશમજ્ઞાન છે, એ જ્ઞાન કહેવું? કેઃ ના. એ ત્રણ-ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવમાં જે ક્ષયોપશમશાન છે તે (તો) નિર્વિકાર સ્વસંવેદન (લક્ષણ ) ક્ષયોપશમજ્ઞાન છે !
આહા... હા! સમજાણું કાંઈ ? ભાષા તો સાદી પ્રભુ! ભાવ તો, નાથ ! તારી ચીજ (માં) અંદર કોઈ અલૌકિક છે! જેમાં પર્યાયનો પ્રવેશ નથી. એમાં રાગ અને સંસારનો તો પ્રવેશ જ નથી. આહા.... હા ! એમાં જન્મ, જરા, મરણ, બંધ-મોક્ષના પરિણામનો પણ પ્રવેશ નથી. એવો ત્રિલોકનાથ પરમાત્મા! એની અનુભૂતિ કરીને જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર થયું, એ ત્રણેને ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ કહે છે. તો (એ) “જ્ઞાનની અપેક્ષાએ શું? ક્ષયોપશમજ્ઞાન તો અનાદિનું છે તો એને એકલો ક્ષયોપશમ કહેવો? કે ના. (એ) “નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપથમિક જ્ઞાન” (છે) ! આહાહા! ક્ષયોપશમ તો કહેવો છે, પણ ક્યો ક્ષયોપશમ ? (કે.) જે અનાદિનો ક્ષયોપશમ છે એ નહીં.
હજી કેટલાકને (તો) ભાષા ય આવડતી ન હોય (ક) ક્ષયોપશમ (વગેરે) શું? દેવદર્શન કરવા જાય. અને માથે બેઠો હોય તે કહે, તે સાંભળવું કલાક. (પણ, પોતે કોણ? એની કંઈ અંતર જિજ્ઞાસા નથી!) અરે. રે, પ્રભુ! તારી મોટ૫, તારા મહિમાની તને ખબર નથી. તારી મોટપનો મહિમા, ભગવાન વાણીમાં કહી શકે નહીં, નાથ! એવો પ્રભુ તું ભગવાનસ્વરૂપે અંદર બિરાજમાન છે.
એ ભગવાનસ્વરૂપનું જેને. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થયું-શાંત વીતરાગી પર્યાય ભલે અલ્પ થઈ (પણ એને નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ ક્ષયોપશમજ્ઞાન વર્તે છે). અહીં સાધકની વાત છે ને! સાધ્યની તો વાત નથી. કારણ કે, સાધ્ય તો ક્ષાયિક જ્ઞાન છે. કેવળીને ક્ષાયિકસમકિતની સાથે તો ક્ષાયિક-કેવળજ્ઞાન છે. આ તો સાધકજીવની વાત ચાલે છે. તો એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #355
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૨: પ્રવચન નવનીત ભાગ-૧ (સાધક) ભાવની સાથે નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપથમિક જ્ઞાન છે. ગજબ ભાષા છે!! એ જ્ઞાન, ક્ષયોપશમ ( જ્ઞાન ) છે, પણ એ નિર્વિકલ્પ સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપથમિક જ્ઞાન છે. આહા.. હા.. હા ! સમજાય છે કાંઈ?
આમ તો અભવ્ય-ભવ્યને અનાદિથી ક્ષયોપશમ જ્ઞાન છે. ક્ષયોપશમ ( જ્ઞાન વિના તો જીવ રહે નહીં. (જો એમ થાય તો ) એ જડ થઈ જાય. પણ એને એ (સ્વસંવેદનલક્ષણ) ક્ષાયોપથમિક જ્ઞાન નથી. આ તો ઉપશમ; ક્ષયોપશમ, ક્ષાયિક, જે મોક્ષનો માર્ગ છે; એ ત્રણેને ક્ષાયોપથમિક જ્ઞાન કહે છે. પણ કેવું “ક્ષાયોપથમિક જ્ઞાન' ? (ક) નિર્વિકારી સંવેદનલક્ષણ ક્ષાયોપથમિક જ્ઞાન !
આહા... હા! અહીં કહે છે કે નાથ ! તારો પ્રભુ અલૌકિક (છે); એમાં જે ઉપશમ, ક્ષયોપશમ, (ક્ષાયિક) ભાવ-મોક્ષનો માર્ગ થયો; એને અમે “જ્ઞાનની અપેક્ષાથી' શું કહીએ છીએ? કે ક્ષયોપશમજ્ઞાન! ક્ષાયિક સમકિત હોય, તોપણ ત્યાં જ્ઞાન તો ક્ષયોપશમ (જ્ઞાન) છે. ઉપશમ સમકિત હોય, તોપણ જ્ઞાન તો ક્ષયોપશમ છે. અને ક્ષયોપશમ સમકિત હોય, ત્યાં પણ જ્ઞાન તો ક્ષયોપશમ છે.
આહા.. હા! ગજબ વાત સમાવી છે ને! આ થોડામાં કેટલું સમાવ્યું છે!! આવી (વાત) (બીજે) ક્યાં? ક્યાંય સાંભળવા ય મળે એવું નથી, ત્રિલોકના નાથને આંગણે જવું અને આંગણે જઈને અંદરમાં પ્રવેશ કરવો! (જેમ) ઝવેરાત લેવા માટે ઝવેરીની દુકાનમાં અંદર (જવું હોય તો પહેલા) નીચે ઊભા રહેવું, પછી અંદર જવું. (તેમ) પહેલાં ચીજ (તત્ત્વ) શું છે, તેનો વિકલ્પસહિત વિચાર કરવો અને વિકલ્પસહિત જ્ઞાન કરવું, શ્રદ્ધા કરવી; એ આંગણું છે. (પછી) એ વિકલ્પ છોડીને અંદરમાં પ્રવેશ કરવો ! આ તો પ્રભુનો માર્ગ છે, બાપુ! અનંત તીર્થકરોએ કહ્યું છે.
જિજ્ઞાસા: એ ક્ષયોપશમ જ્ઞાન કાર્યકારી છે?
સમાધાન: આ (નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ) ક્ષયોપશમ ( જ્ઞાન કાર્યકારી છે). તે (પરલક્ષી) ક્ષયોપશમ નહીં. તમારા ધંધાના ક્ષયોપશમ ને વકીલાતનો ક્ષયોપશમ ને ઝવેરાતનો ક્ષયોપશમ ને વેપારીને વેપારનો ક્ષયોપશમ તે જાતનો હોય ને..? એ તો બાપુ! અજ્ઞાન છે. આહા... હા ! એ તો સવિકારી દુ:ખલક્ષણવાળો ક્ષયોપશમ છે, પ્રભુ!
અહીં કહે છે: “આ ભાવના (અર્થાત્ આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ) નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપથમિકશાનરૂપ હોવાથી જોકે એકદેશ વ્યકિતરૂપ છે.” – શું કહે છે? – નિર્વિકાર સ્વસવેદનલક્ષણ ક્ષાયોપથમિક જ્ઞાન એકદેશ વ્યક્તરૂપે-પ્રગટરૂપે છે; તોપણ તે ધ્યાન કરવા લાયક નથી. આહા.. હા ! વીતરાગતા એકદેશ વ્યક્તરૂપ છે; એક અંશ પ્રગટરૂપ છે; નિર્વિકાર સ્વસંવેદન (લક્ષણ) ક્ષાયોપથમિકજ્ઞાન એકદેશ છે. (અને) વીતરાગને સર્વદશ પૂર્ણ પ્રગટ છે. સાધકને એકદેશ વ્યક્તિરૂપ-પ્રગટ છે. ( સાધકને) ક્ષાયોપથમિક જ્ઞાન વ્યક્ત થયું,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #356
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર): ૩૪૩ પણ તે ખંડખંડ જ્ઞાન છે; તે અખંડ ત્રિકાળી નથી. વળી, (તે) ધ્યાતા ખડખંડ જ્ઞાનનું ધ્યાન કરતા નથી. આહા. હા! જે ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકરૂપ ભાવ અને જ્ઞાનમાં નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષાયોપથમિક જ્ઞાન (સાધકને) એકદેશ પ્રગટ છે, (અર્થાત્ ) વસ્તુનો એક અંશ એટલે શુદ્ધનયનો એક અંશ પર્યાયમાં (પ્રગટયો, અર્થાત) વીતરાગી મોક્ષમાર્ગ પ્રગટ થયો (છે) –તેને ધ્યાતા ધ્યાવતા નથી, એને ધ્યાનમાં લેતા નથી. (પણ) ધ્યાતા પુરુષ (ધ્યેયને ) ભાવે છે. એનું (ધ્યયનું) ધ્યાન. ધ્યાન કરવાવાળા સમકિતી ધ્યાતા કરે છે. (પણ) જે એકદેશ વીતરાગદશા, નિર્વિકાર સ્વસંવેદન પર્યાય પ્રગટ થઈ; એનું ધ્યાન કરતા નથી, કારણકે એ “ખંડરૂપ” છે.
આહા.. હા... હા! તો પછી ભગવાનનું ધ્યાન કરવું એ તો બધો વિકલ્પ છે. આવો માર્ગ છે! સાંભળવામાં ય મુશ્કેલી પડે, એવી ચીજ છે, બાપુ ! પ્રભુ નો માર્ગ તો “આ” છે, ભાઈ !
પ્રભુ તો ( એમ કહે છે કે:) “તું પ્રભુ છો ને. પ્રભુ! તને તારી મોટપની ખબર નથી. પ્રભુ! તારામાં મહા ભગવંતસ્વરૂપ અંદર પડ્યો છે. જે ભગવતસ્વરૂપ, સિદ્ધપર્યાયથી પણ કોઈ અલૌકિક (ચીજ) છે. તારા સ્વરૂપ આગળ (સિદ્ધની) પર્યાયની કિંમત નથી !' (“બહેનશ્રીના વચનામૃત') બોલ–૨૧૭માં આવ્યું છેને..! “દ્રવ્ય ને પર્યાય બને સમાન કોટિમાં નથી; દ્રવ્યની કોટિ ઊંચી જ છે, પર્યાયની કોટિ નાની જ છે.”
એમ અહીંયાં કહે છે કેઃ (જોકે ) એકદેશ મોક્ષનો માર્ગ-આનંદ-સ્વસંવેદન પ્રગટ થયો “ તોપણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે” એવું ધ્યાન કરે છે કે “જે સકલ નિરાવરણ”- હું તો સકલ નિરાવરણ છું' –એનું હું ધ્યાન કરું છું. પ્રગટેલી દશાનું મને ધ્યાન નથી.
કહે છે કે જે સકલ નિરાવરણ છે– ભગવાન! દ્રવ્યસ્વભાવ સકલ નિરાવરણ છે. અખંડ છે. આહા.. હાહા! અંદર જે પર્યાય વિનાની વસ્તુ છે, એ તો અખંડ છે. (અને) જે નિર્વિકાર
સંવેદનશાન થયું, એ તો અખંડ છે. આહા. હા! ગજબ વાત છે!! મોક્ષના માર્ગની પર્યાયને નિર્વિકલ્પ સ્વસંવેદનલક્ષણ કહ્યું, પણ એને ખંડજ્ઞાન કહ્યું. ભગવાન (આત્મા) તો ત્રિકાળી અખંડ છે; એનું ધ્યાતા ધ્યાન કરે છે.
ધર્મી જીવ-સમકિતી–ધ્યાતા (પુરુષ) કોનું ધ્યાન કરે છે? કે એ જે સકલ નિરાવરણ દ્રવ્યસ્વભાવ, પૂર્ણ અખંડ છે, જેમાં તે ખંડજ્ઞાન નથી એટલે કે જે એકદેશ વ્યક્તરૂપ ખંડજ્ઞાન અને આનંદનું વેદન પ્રગટયું છે, તે જેમાં નથી, એવી એ અખંડજ્ઞાન વસ્તુ છે; (એનું ધ્યાન કરે છે ) ! ખંડજ્ઞાન તો અનેક પ્રકારની પર્યાય (રૂપ) છે; અને “આ વસ્તુ” (જેનું ધ્યાન કરવામાં આવે છે, તે) તો એકરૂપ ત્રિકાળ છે. એક કહો, શુદ્ધ કહો, અખંડ કહો (એકાર્ય છે ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #357
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 344: પ્રવચન નવનીત ભાગ-૧ અખંડ-એક-પ્રત્યક્ષ પ્રતિભાસમય”—એ ચીજનો જ્ઞાનમાં પ્રત્યક્ષ પ્રતિભાસ આવે છે. જ્ઞાનની પર્યાયમાં આખું દ્રવ્ય જાણવામાં આવે છે. દ્રવ્ય જાણવામાં આવે છે. હોં! દ્રવ્ય આવતું નથી. (એની) પ્રતિભાસ કહ્યો ને? “પ્રત્યક્ષ પ્રતિભાસ' - પર્યાયમાં પ્રત્યક્ષ પ્રતિભાસ, એટલે જેવો છે તેવો ખ્યાલમાં આવવો. અર્થાત્ એ આખા આત્માનો ક્ષયોપશમજ્ઞાનમાં પણ પ્રત્યક્ષ પ્રતિભાસ આવવો. અવિનશ્વર” - જે ત્રિકાળી અવિનાશી ભગવાન (આત્મા છે), એનું ધ્યાન સમકિતી કરે છે, એને ધ્યેય બનાવીને એનું ધ્યાન કરે છે. જે ખંડખંડ જ્ઞાન પ્રગટયું, એને ધ્યેય બનાવીને (એનું) ધ્યાન કરતા નથી. તો (બીજા) ભગવાન અને ભગવાનનું ધ્યાન તો ક્યાંય રહી ગયું! (અહીં તો) પોતાની ખંડખંડ નિર્મળ વીતરાગી પ્રગટ પર્યાયનું પણ ધ્યાન નથી કરતા. ભગવાન (આત્મા) અખંડ વસ્તુ છે, (એના આશ્રયે) એકદેશ ખંડજ્ઞાન વ્યક્ત થયું છે, મોક્ષનો માર્ગ એકદેશ પ્રગટ થયો છે. પરમાત્માને તો પૂર્ણ પ્રગટ થયો છે. સમયસાર આસ્રવ અધિકારની ટીકામાં આ (વાત) બે ઠેકાણે આવે છે કે શુદ્ધનયની પરિપૂર્ણતા કેવળજ્ઞાનમાં હોય છે. અર્થાત્ શુદ્ધનયનો આશ્રય લેતાં પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ ત્યાં હવે શુદ્ધનયનો આશ્રય રહ્યો નથી, એટલે ત્યાં શુદ્ધનયની પરિપૂર્ણતા થઈ ગઈ અને પ્રમાણજ્ઞાન થઈ ગયું આહા. હા! એક બાજુ એમ કહેવું કે: દ્રવ્ય તે શુદ્ધનય, (અને) બીજી બાજુ એમ કહેવું કે: દ્રવ્યનો આશ્રય લઈને જે સમ્યગ્દર્શનજ્ઞાન થયું તે એકદેશ શુદ્ધનય. અને ત્રીજી રીતે એમ કહેવું કે.) શુદ્ધનયની પરિપૂર્ણતા કેવળજ્ઞાનમાં હોય છે. આહા.. હા ! વાત થોડી ઝીણી આવી ગઈ છે, ભાઈ ! અહીં કહે છે કેઃ (ધ્યાતા પુરુષ એમ ભાવે છે કેઃ “શુદ્ધપારિણામિકપરમભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું, પરંતુ એમ ભાવતો નથી કે “ખંડજ્ઞાનરૂપ હું છું (-આમ ભાવાર્થ છે)” એ ક્ષયોપથમિક જ્ઞાન પ્રગટ થયું, તે ખંડજ્ઞાન છે. એ (ખંડજ્ઞાન) અખંડનું ધ્યાન કરે છે! આ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ એવાં આગમ-અધ્યાત્મના” (એટલે કે, એમાં અધ્યાત્મ અને આગમ બંનેની સાપેક્ષતા છે. તેમ જ નયના (દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયના) અવિરોધપૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી” (એટલે કે, બંને નયના અવિરોધપૂર્વક અને આગમ -અધ્યાત્મના અવિરોધપૂર્વક કહેવામાં આવ્યું હોવાથી “સિદ્ધ છે (-નિબંધ છે) એમ વિવેકીઓએ જાણવું.” એ અધિકાર પૂરો થયો. * * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com