________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૭૯ થાય છે. – જયસેન આચાર્યની સંસ્કૃત ટીકા પુણ્ય – પાપ (અધિકારમાં) છેલ્લે છે. પ્રભુ! આ તો પાપનો અધિકાર ચાલે છે ને... એમાં તમે આ ક્યાં નાખ્યું? કે એ (પુણ્ય) નિશ્ચયથી પાપ જ છે. આહા... હા! સાંભળ તો ખરો! દયા-દાન-વ્રત-ભક્તિ-ભગવાનની પૂજાનો ભાવ એ બધા ભાવ રાગ છે – એ સ્વરૂપમાંથી પતિત કરે છે, ત્યાં રાગમાં ખસી જાય છે, માટે રાગને પાપ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ?
અહીં કહે છે: “શુદ્ધાત્માભિમુખ” – આત્મા અખંડ આનંદ પ્રભુ ! એની સન્મુખ થઈને જે પરિણતિ સમ્યગ્દર્શન – જ્ઞાન–ચારિત્ર (રૂપ) થઈ; (તેને) આગમભાષાએ ત્રણ ભાવ કહ્યા. અને અધ્યાત્મભાષાએ (તેને) “શુદ્ધાત્માભિમુખપરિણામ' કહ્યાં. – શુદ્ધસ્વરૂપની અભિમુખ પરિણામ થયાં. આહા.. હા !
દયા–દાન-વ્રત-ભક્તિ-પૂજાનાં પરિણામ એ બધા તો રાગ છે, એ તો પરસમ્મુખથી ઉત્પન્ન થયા છે; અર્થાત પરથી નહીં, પણ પરસમ્મુખથી (થયાં છે ), એ આ (શુદ્ધાત્માભિમુખ પરિણામ) સ્વદ્રવ્યથી ઉત્પન્ન થયાં, એમ નહીં; પણ દ્રવ્યના સન્મુખથી ઉત્પન્ન થયાં છે. આહા... હા... હા! (તે પરિણમનને ) “શુદ્ધાત્માભિમુખ પરિણામ” કહીએ. આહા. હા.. હા! “શુદ્ધાપયોગ' કહીએ. સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા-નિર્વિકલ્પ આનંદદશા એને “શુદ્ધોપયોગ” કહીએ.
આહા... હા... હા! “નિયમસાર' ની ૫૦- ગાથામાં પરિણામને પણ પરદ્રવ્ય કહ્યાં. (શુદ્ધાત્માભિમુખ) પરિણામને પરદ્રવ્ય કહ્યાં. “મોક્ષમાર્ગનાં પરિણામ એ પણ પરદ્રવ્ય. અર્થાત સ્વદ્રવ્ય નહીં માટે પરદ્રવ્ય. કેમકે (જે) શુદ્ધ પરિણામ ઉત્પન્ન થયાં એના આશ્રયથી શુદ્ધ પરિણામ ઉત્પન્ન થતાં નથી. (શુદ્ધિની) વૃદ્ધિ થતી નથી. (જે) શુદ્ધ પરિણામ નવાં ઉત્પન્ન થાય છે એ દ્રવ્યના આશ્રયે થાય છે. શુદ્ધાત્માભિમુખ થવાથી શુદ્ધ (પરિણામ) ઉત્પન્ન થાય છે. મોક્ષમાર્ગ' ના આશ્રયે નવાં શુદ્ધ પરિણામ ઉત્પન્ન થતા નથી. એ કારણે, એ જે શુદ્ધાત્માભિમુખ પરિણામ છે તેને પણ “પદ્રવ્ય' કહેવામાં આવ્યાં છે, અને પરભાવ' કહેવામાં આવ્યાં છે. સમજાણું કાંઈ ?
પરભાવ' ના તો ઘણા અર્થ છે. શરીર-વાણી-મન-લક્ષ્મી સ્ત્રી આદિની પર્યાય પરભાવ છે. એ તો તારાથી તદ્ન ભિન્ન છે. તારે અને એને કંઈ સંબંધ જ નથી. પછી કર્મના ભાવ (જે) અંદર છે, એ પણ પરભાવ છે. કર્મના ભાવ: રાગ-દ્વેષનો ભાવ નહીં. અર્થાત “કર્મનો ઉદય” એ કર્મનો ભાવ, એ પરભાવ. ત્રીજું, પુણ્ય-પાપના ભાવ એ પરભાવ. અનંત ગુણનો પિંડ પ્રભુ! એમાંથી ભિન્ન વિચાર-વિકલ્પ કરવો કેઃ “આ ગુણ છે. એ (પણ) પરભાવ છે. ચોથું, “નિર્મળ પર્યાય ” એ (પણ) પરભાવ. અરે રે! એ પરભાવ! – એને અહીં “શુદ્ધાત્માભિમુખ (પરિણામ) કહ્યાં અને શુદ્ધોપયોગ” કહ્યો. આહા... હા ! સમજાય છે કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com