________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮: પ્રવચન નવનીત ભાગ-૧
પોતાનાં પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી”. - એ શું કહ્યું કે જે અનંત પરિણામોથી ઉત્પન્ન થયો (તે જીવ જ છે, અજીવ નથી). રાગ આવ્યો, તો એ રાગથી અહીં “જ્ઞાન” થયું – એમ નથી. “રાગ” એ અજીવ છે; જીવ નથી. શરીરાદિ અજીવ છે. એ અજીવથી (જ્ઞાન) થયું નથી. અનંત પરિણામો જે ઊપજ્યાં તે અજીવથી થયાં નથી. રાગથી થયા નથી. રાગનું જ્ઞાન, રાગથી થયું નથી.
આહા... હા! આવી ઝીણી વાત છે, ભાઈ ! શિક્ષણશિબિરમાં લોકો બહારથી-કયાં કયાંથી આવ્યા છે! (સત્યને) ખ્યાલામાં તો લેવું જોઈએ ને..! અરે ! મનુષ્યપણું ચાલ્યું જશે, ભાઈ ! જો વિપરીત શ્રદ્ધા થોડી પણ રહી ગઈ (તો તે મહા સંસારનું કારણ છે).
“મોક્ષમાર્ગ પ્રકાશક' માં પાંચમા અધ્યાયમાં ગૃહીત મિથ્યાત્વની વાત કહી. છઠ્ઠી અધ્યાયમાં કુગુરુ-કુદેવ કહ્યા. અને સાતમા અધિકારમાં જૈનસંપ્રદાયમાં જન્મ્યા એ પણ મિથ્યાદષ્ટિ કેમ રહે છે? એનો અધિકાર છે. મિથ્યાત્વનો એક અંશ પણ-શલ્ય એ પણ મહાસંસારનું કારણ છે. જૈનમાં જન્મ્યા-દિગંબરમાં, તો પણ ત્યાં મિથ્યાત્વ રહે છે, એની એને ખબર નથી. એનો અધિકાર સાતમો છે.
અહીં કહે છે કે: દ્રવ્યના નિર્ણયમાં અર્થાત્ ક્રમબદ્ધનો નિર્ણય કરવાથી જે પોતાના સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રનાં પરિણામ ઉત્પન્ન થયાં, તે રાગથી નહીં અને અજીવથી (પણ) નહીં. અહીંયાં (પંચ પરમેષ્ઠીને પણ) અજીવની સાથે લેશે. ખરેખર તો “આ જીવ' ની અપેક્ષાએ ભગવાન પંચપરમેષ્ઠી પણ જીવ નથી. - શું કહ્યું? – “આ દ્રવ્ય' ની અપેક્ષાએ તે પર – અદ્રવ્ય છે. ત્રણ લોકના નાથ પંચપરમેષ્ઠીઆદિ છે, તે પણ “આ દ્રવ્ય ની અપેક્ષાએ તે પર-અદ્રવ્ય છે. ત્રણ લોકના નાથ પંચપરમેષ્ઠી આદિ છે, તે પણ “આ દ્રવ્ય' ની અપેક્ષાએ
અદ્રવ્ય” છે; “આ ક્ષેત્ર” ની અપેક્ષાએ “અક્ષેત્ર” છે; “આ કાળ” ની અપેક્ષાએ “અકાળ” છે; અને “આ ભાવ' ની અપેક્ષાએ “અભાવ” છે. આહા.. હા... હા... હા! તો “આ (પોતાના) દ્રવ્ય ની અપેક્ષાએ તો એ (પંચપરમેષ્ઠી) “અદ્રવ્ય” છે. “આ જીવ” ની અપેક્ષાએ પંચપરમેષ્ઠી એ “આ જીવ ” નહીં, તે “અજીવ' છે. સમજાણું કાંઈ ?
થોડી ઝીણી વાત તો છે ભાઈ ! પણ સમજવાની તો ‘આ’ ચીજ છે. યથાર્થ જ્ઞાન અને યથાર્થ શ્રદ્ધા વિના, જે કાંઈ કરે, તે બધો સંસાર (–હેતુ) છે. “શુભભાવ” એ સંસાર.. છે. એ દયા-દાન-વ્રત-ભક્તિ-પડિમાનાં શુભ પરિણામ, એ “સંસાર છે'. સ્ત્રી-કુટુંબ –પરિવાર-લક્ષ્મીએ કોઈ “સંસાર” નથી. સંસાર તો અજ્ઞાનીને પોતાની પર્યાયમાં રહે છે. સંસાર કોઈ બીજામાં રહે? (–એમ નથી). સંસાર વિકૃત પર્યાય છે. વિકૃત પર્યાય આત્માની પર્યાયમાં થાય છે. તેથી સંસાર એની પર્યાયમાં રહ્યો. સંસાર કાંઈ બહારમાં નથી. સ્ત્રી-કુટુંબ-પરિવાર-લક્ષ્મી, એ સંસાર છે? – ના. એ તો પરચીજ છે. સંસાર તો તારી પર્યાયમાં જે શુભ રાગ અને અશુભ રાગ ઉત્પન્ન થાય છે એ... સંસાર છે. આહા.. હા ! ભારે આકરી વાતો, ભાઈ ! એ સંસાર અજીવ છે. તો એ અજીવથી અહીં જ્ઞાનપરિણામ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com