________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૧૫૯ ઉત્પન્ન થયાં, આનંદપરિણામ ઉત્પન્ન થયાં – એમ નથી. આહા... હા... હા ! આકરી વાત છે, ભાઈ !
ત્રણ લોકના નાથની વાણી આવતી હશે તે કેવી હશે!! આહા. હા! (જ્યાં) સંતો આવી વાતો કરે..! છદ્મસ્થ મુનિઓ આવી વાત કરે...! તો સર્વજ્ઞની વાણી-દિવ્ય-ધ્વનિમાં કેવું (આવતું હશે !!) જ્યાં ઇન્દ્રો પણ સમવસરણમાં ગલુડિયાની જેમ સાંભળવા બેસે.! પહેલાં સ્વર્ગના ઇન્દ્ર એક ભવતારી અને એની મુખ્ય ઇન્દ્રાણી (જે કરોડોમાં એક-મુખ્ય છે, તે પણ એક ભવતારી છે. બન્ને મનુષ્ય થઈને મોક્ષે જવાવાળા છે.) એ જ્યારે સાંભળવા જાય છે, તો (તે) વાણી કેવી હશે !! દયા પાળો.. વ્રત કરો – એ તો કુંભારે ય કહે છે.
(પહેલાં) જીવ લીધું ને...? હવે, “એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ” – એવી રીતે જીવની પેઠે અજીવ પણ ક્રમબદ્ધ. આહા... હા! એમાં પણ પર્યાય ક્રમસર (જે) થવાવાળી છે (તે) થાય છે.
આ મંદિર બન્યુંતો (એ) એની પર્યાયથી બન્યું છે. કોઈ કડિયાએ બનાવ્યું છે, એવું નથી. સમજાણું? આહારનો એક કોળિયો જે (હાથમાં) નીચે છે, તે આમ... ઊંચો થાય છે, તે એની પર્યાયથી થાય છે; હાથથી નહીં. (અને) જીવની ઇચ્છાથી (પણ) નહીં. આહા.. હા! “ અજીવ પણ ક્રમબદ્ધ”.
શરીરની આવી જે પર્યાય છે, એ ક્રમબદ્ધમાં આવવાવાળી છે, તે આવી છે. હું ધ્યાન રાખું તો (શરીર) બરાબર રહી શકે. પથ્ય આહાર કરું તો નીરોગતા રહી શકે. એ બધી વાત ( મિથ્યા છે). પરદ્રવ્યની પર્યાયને દવા નીરોગી કરે – એ અહીં ના પાડે છે; કે: નીરોગતા પણ શરીરની પર્યાયનો ક્રમ છે, તો થાય છે.
એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યને ક્યારેય સ્પર્શતી નથી. “સમયસાર ' ત્રીજી ગાથાની ટીકામાં છે. દરેક પદાર્થ પોતાના ગુણ-પર્યાયરૂપી ધર્મને ચુંબે છે, પરદ્રવ્યને ક્યારેય સ્પર્શતા જ નથી. આ આત્મા છે, તે કર્મને ક્યારે ય અડયો જ નથી. આ આત્મા શરીરને પણ સ્પર્ધો જ નથી; અને શરીર આત્માને સ્પર્યું નથી. આહા.. હા ! સમજાય છે કાંઈ ?
આ લાકડી ઊંચી થાય છે. જાઓ! કહે છે કેઃ (આ) ક્રમબદ્ધપર્યાયથી આમ ઉત્પન્ન થઈ છે. આંગળીનો આધાર છે તો ઉત્પન્ન થઈ છે, આંગળીથી ઉત્પન્ન થઈ છે – એમ ત્રણ કાળમાં નથી. પણ એ (અજ્ઞાની જીવ) સંયોગથી જુએ છે. એ અહીં જોતો નથી. એ અહીં (નિમિત્ત) જુએ છે, પણ અહીં (ઉપાદાન) જુએ તો એની પર્યાય અહીં (પોતા) થી છે. પણ આ (સયોગ) જુએ છે કે જુઓ આ (આંગળીથી આમ ઊંચી) થઈ છે કે નહિ? પણ એ (આંગળી) તો બીજી ચીજ છે. આહા. હા!
(અહીં “એવી રીતે) અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી” – એમાં આ બહુવચન આવ્યું. અજીવ ઘણા છે ને.. ? એ બધાં અનંત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com