________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૧૫૭ અહીં કહે છે કેઃ “પોતાનાં પરિણામોથી” – એ પોતાનાં પરિણામ નિર્મળ લેવાં, વિકારી ન લેવાં. વિકાર થાય છે. પણ જ્યાં દ્રવ્યની દૃષ્ટિ થઈ, તો એમાં (જે) ભાવ નામનો ગુણ છે એના કારણે વિકારથી રહિત પરિણમન, એ એનું છે. વિકારનું જે જ્ઞાન થયું, વિકારની શ્રદ્ધા થઈ - એ પોતાથી થઈ (છે). એ વિકાર છે તો જ્ઞાન થયું અને શ્રદ્ધા થઈ, એમ નથી. એ શ્રદ્ધા અને જ્ઞાન થયાં તે પોતાનાં પરિણામ છે. રાગ પોતાનાં પરિણામ નથી. આહા... હા... હા! ઝીણી વાત છે.
અહીં કહ્યું કેઃ “ (પરિણામ) જીવ જ છે”. એક કોર પ્રભુ એમ કહે કેઃ પરિણામને ધ્રુવની અપેક્ષા નથી. “પ્રવચનસાર' ૧૦૧-ગાથા: જે પરિણામ ઉત્પન્ન થાય છે, એને ધ્રુવની અપેક્ષા નથી. એને (ઉત્પાદને) વ્યયની અપેક્ષા નથી. ધ્રુવને ઉત્પાદની અપેક્ષા નથી. આહા.. હા.... હા.... હા ! ' અરે ભાઈ ! એ ટાણાં ક્યારે મળે, બાપા! ભગવાન સર્વજ્ઞ ત્રિલોકનાથનું હૃદય “આ” છે. એનો અભિપ્રાય “આ” છે! સમજાય છે કાંઈ?
પરિણામ) જીવ જ છે. પરિણામ એનાં (જીવન) છે અને એનાથી ઉત્પન્ન થયાં છે ને.! નિમિત્તથી ઉત્પન્ન થયાં છે, એમ પણ નથી. અરે! વ્યવહારરત્નત્રય રાગ છે, તો એનાથી અહીં સમ્યગ્દર્શન થયું, એમ નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ છે તો રાગનું જ્ઞાન, રાગના કારણે થયું, એવું (પણ) નથી. પોતાના જ્ઞાનગુણ આદિ અનંત ગુણ-શક્તિ જે છે, તેનું અનંત પર્યાયરૂપે પરિણમન પોતાના કારણે થાય છે.
આહા.... હા... હા ! દ્રવ્ય સ્વતંત્ર. ગુણ પણ સ્વતંત્ર અને અનંત પર્યાયો ઉત્પન્ન થાય છે એ પણ સ્વતંત્ર. એ પર્યાય જ્યારે ઉત્પન્ન થાય છે, જેને અહીં “જીવ જ' કહી; તે નિશ્ચયથી તો (પોતાના) પદ્યરકથી ઉત્પન્ન થઈ છે. (અર્થાત્ ) જ્યારે નિર્મળ પર્યાય – સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર આદિ (ની) – થઈ; (ત્યારે) એ પર્યાયનો કર્તા” પર્યાય; પર્યાયનું કાર્ય પર્યાય; પર્યાયનું સાધન પર્યાય; પર્યાયથી પર્યાય; પર્યાય થઈને પર્યાય રહી; પર્યાયના આધારે” પર્યાય (થઈ ).
અરે. રે! ક્યાં પ્રભુનો માર્ગ! અને લોકો ક્યાં માની બેઠાં ! અને સત્ય વાત (બહાર) આવી તો કહે કે “એકાંત છે”. અરે પ્રભુ! “સમ્યક એકાંત' જ આ છે. આ ચીજ જ એવી છે! નય એક છે તો એક અંશનું જ લક્ષ કરે છે, તો એ બધું એકાંત છે. પ્રમાણ છે તે બન્ને અંશને (પ્રગટ) કરે છે, એ અનેકાંત છે: દ્રવ્યનું પણ જ્ઞાન અને પર્યાયનું (પણ) જ્ઞાન. અહીં તો દ્રવ્યનું જ્ઞાન થયું તો પર્યાયના જ્ઞાનનો નિર્ણય યથાર્થ થયો. “ક્રમબદ્ધ' નો નિર્ણય ત્યારે થયો, કે
જ્યારે દ્રવ્ય” નો નિર્ણય યથાર્થ થયો. તો “ક્રમબદ્ધ ' નો નિર્ણય થયો, ત્યારે “સર્વશ-પરદ્રવ્યજગતમાં છે” એવો નિર્ણય પણ, એને વ્યવહારથી થયો. સમજાય છે કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com