________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૧૯
આવે છે. ખરેખર કષાયસંબંધી જે જ્ઞાન થાય છે તે પોતાને પોતાના કારણે. સ્વ-પરપ્રકાશક પોતાની શક્તિથી થાય છે. રાગ છે તો રાગનું જ્ઞાન થયું, એમ પણ નથી. રાગનું જ્ઞાન થયું તે તો પોતાના સામર્થ્યના કારણે થયું છે. આહા... હા ! સમજાય છે કાંઇ?
અહીં તો રાગ, શુભભાવ દયા-દાન-વ્રત આદિનાં અને પંચમહાવ્રતનાં જે પરિણામ, તે આસ્રવ છે, રાગ છે, કષાય છે. અરે... રે! આ વાત કેમ બેસે...? (લોકો ) રાડ નાખે ને...! (પણ) રાડ નાખો કે ન નાખો, પ્રભુ! માર્ગ તો આ છે. બીજું કોઈ શરણ નથી શરણ તો અંદર ભગવાન આનંદસ્વરૂપ (પોતે જ) છે. શરીર છૂટવાના સમયે, પ્રભુ! તારી ચારેકોર રોગ આવી જશે. કાંતો પક્ષઘાત થઈ જશે. શ્વાસ લઈ શકાશે નહીં. બાપુ ! એ વખતે શરણ શું? ... (બીજો ) કોણ શરણ છે? એ બધી ક્રિયા (શરીરની )... પ્રભુ! તારા જ્ઞાનની શૈય છે. તારામાં નથી, તારી નથી અને તારાથી થઈ નથી. આહા... હા !
એવા કષાયોનો સમૂહ જે ભાવકભાવ છે, એ વ્યક્ત છે. બાહ્ય છે. પ્રગટ છે. સ્થૂળ છે. આ ‘અવ્યક્ત’ ને ‘સૂક્ષ્મ ’ કહેવું છે ને...? તો અહીં ‘સ્થૂળ ’. અહીં ‘વ્યક્ત ’ કહેવું છે ને...? તો ત્યાં ‘અવ્યક્ત’. બાહ્ય' કહેવું છે? તો અહીં ‘આપ્યંતર’. આહા... હા! આ તો સિદ્ધાંત !! આ તો સંતોની વાણી !! દિગંબર સંતોની વાણી છે. આહા... હા ! છે (બીજે ) ક્યાંય ?
સમકિતીને પણ ભગવાનની ભક્તિનો ભાવ આવે છે. પણ એ એને જ્ઞેય તરીકે જાણે છે; જાણવાલાયક થઈને જાણે છે; ‘પોતાના છે’ એમ જાણતા નથી. અને કષાયોનો સમૂહ ‘વ્યક્ત’ છે-એનાથી હું ભિન્ન છું–એમ જાણે છે. એ કષાયનો-ભક્તિનો જે ભાવ આવ્યો ‘એ મને આવ્યો, અને મારી સાથે એનો સંબંધ છે' –એમ માનતા નથી.
કષાયોનો સમૂહ ‘વ્યક્ત' છે, એનાથી જીવ અન્ય છે. એનાથી જીવ અન્ય છે તે કારણે (જીવ ) ‘ અવ્યક્ત ’ છે. વિશેષ કહેશે...
***
6
અવ્યક્ત ’ બોલ-૨, ૩ (પ્રવચનઃ તા. ૧૯-૧- ‘ ૭૮ )
‘સમયસાર’ ગાથા-૪૯માં (આત્માને ) ‘ અવ્યક્ત’ નું વિશેષણ છે. ‘ અવ્યક્ત ’ અર્થાત્ આત્મા. જે ધ્રુવ, શુદ્ધ, ચૈતન્ય, અતીન્દ્રિય, અનંત જ્ઞાનનો પિંડ અને અતીન્દ્રિય આનંદનો સાગર, અતીન્દ્રિય પ્રભુતાનો ઈશ્વ૨-એવી અનંત શક્તિ, અને એક એક શક્તિમાં અનંત આનંદનું રૂપ છે-એને અહીં ‘અવ્યક્ત ' કહે છે. આહા... હા ! એ ઉપાદેય છે, એ આદરણીય છે. ‘ એ ’ સિવાય, બધી ચીજ (વ્યક્ત) જ્ઞેય, જ્ઞેય તરીકે છે. આ અવ્યક્ત આત્મા, એ ઉપાદેય તરીકે જ્ઞેય છે. સમજણમાં આવે છે? થોડી સૂક્ષ્મ વાત તો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com