________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૪૭
એવું જે શક્તિલક્ષણ પારિણામિકભાવપણું” શક્તિરૂપે
જીવત્વ (અર્થાત્ ) ત્રિકાળી જીવપણુંકારણ જીવ-કા૨ણ ૫રમાત્મા છે. શક્તિરૂપનો અર્થ એ છે કેઃ કારણ ૫૨માત્મા જે સ્વભાવસ્વરૂપ છે, એશુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી એ શુદ્ધદ્રવ્ય (છે). જે નય શુદ્ધદ્રવ્યનો આશ્રય લે છે, એને લક્ષમાં લે છે તે શુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી એ નિરાવરણ જીવત્વશક્તિ ત્રિકાળ છે. ( અર્થાત્ ) ચૈતન્યમૂર્તિ પ્રભુ એ તો નિરાવરણ છે; એમાં આવરણ પણ નથી અને અનાવરણ પણ નથી. ( એને ) અનાવરણની અપેક્ષા નથી અને આવરણની અપેક્ષા નથી, એવી ચીજ છે. આહા.. હા.. હા !
-શું કહે છે? (કેઃ ) જે ભગવાન આત્મા અનાદિ-અનંત શુદ્ધપારિણામિક ભાવ, સહજ ભાવ, ધ્રુવ ભાવ, નિત્ય ભાવ, સામાન્ય ભાવ, અભેદ ભાવ, અબંધ ભાવ (છે) એ શુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી નિરાવરણ-સકળ નિરાવરણ (છે). આહા... હા.. હા! રાગનો સંબંધ અને આવરણ તો પર્યાયમાં છે, વસ્તુમાં છે જ નહીં. પ્રભુ! વસ્તુ છે ને આત્મા !
એ શુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત શુદ્ધ જીવત્વ એવું જે શક્તિલક્ષણ ( છે, તે ) કોનું? કેઃ પારિણામિકપણાનું. આહા.. હા! જે ત્રિકાળી પારિણામિકનું ‘શુદ્ધ જીવત્વ’ એવું જે શક્તિ લક્ષણ, સ્વભાવલક્ષણ, સત્ત્નું-સતપણાનું લક્ષણ ધ્રુવ (છે). આહા.. હા ! સમજાણું કાંઈ ?
આ તો –અલૌકિક વાતું છે, બાપુ! જિનની વાત !! આહા.. હા! શ્રીમદ્ ‘મોક્ષવાળા ’ (વર્ષ ૧૭મું. શિક્ષાપાઠ-૧૦૭) માં કહે છે કે: “જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.” બાપુ! બાકી બધાં થોથાં છે. જૈનમાં જન્મ્યા છતાં જિનવાણી શું છે? એ સમજે નહીં; એમને એમ ચાલ્યો જશે ચાર ગતિમાં રખડવા. શ્રીમદ્દ રાજચંદ્ર સમકિતી હતા. આત્મજ્ઞાન થયું હતું. ગૃહસ્થાશ્રમમાં મુંબઈમાં ઝવેરાતનો લાખો રૂપિયાનો ઘણો મોટો ધંધો હતો, પણ અંતરમાં આત્મજ્ઞાન થયું હતું. જેમ નાળિયેરમાં ગોળો છૂટો રહે છે તેમ સમકિતીનો (આત્મ-) ગોળો રાગથી છૂટો રહે છે. ગરગડિયાં નાળિયેર હોય છે (તેમાંથી ગોળો) બહાર નીકળ્યો નથી પણ અંદર કાચલીથી છૂટો પડી ગયો છે, અંદર છૂટો છે; એમ સમ્યગ્દષ્ટિનો આત્મા રાગના સબંધથી અંદર છૂટો પડયો છે. આ એનું નામ સમ્યગ્દર્શન કહીએ. હજી તો સમ્યગ્દર્શન કોને કહેવું એની ( લોકોને) ખબર નથી. સમ્યગ્દર્શન કેમ ઉત્પન્ન થાય એની ખબરું ય નહિ! અને (એના વિના ) બાહ્યના આ ક્રિયાકાંડ, વ્રત ને નિયમ-તે ધૂળધાણી (વ્યર્થ ) છે.
,
આહા.. હા! એ અહીં આચાર્ય મહારાજ પોકાર કરે છે... પરમાત્માનો પોકાર આ છે કે: શુદ્ધ જીવત્વ એવું જે શક્તિલક્ષણ સ્વભાવલક્ષણ ગુણલક્ષણ, સતનું સત્ત્વ, ભાવનું ભાવપણું-આત્મભાવ છે, એનું ભાવપણું-શુદ્ધ જીવત્વશક્તિલક્ષણ ( તે બંધમોક્ષપર્યાયપરિણતિરહિત છે). આહા.. હા.. હા !
સમજાય એટલું સમજવું, બાપુ! આ તો પરમાત્માનો ભંડાર છે. સાધારણ માણસ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com